કેટેગરી મહત્વના સમાચાર

  • હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

    હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વિશ્વ યોગ દિવસની 10મી આવૃત્તિ એટલે કે 10 મો ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને હિંમતનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ ના ટ્રેનરો તેમજ અન્ય યોગની સંસ્થાઓના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કોલેજના વિદ્યાર્થીઓ , હિંમતનગર ડિફેન્સ એકેડેમીના યુવાનો તેમજ સરકારી અધિકારીઓ અને પોલીસના જવાનોએ સાબરકાંઠા પોલીસ ગ્રાઉન્ડ ખાતે એક કલાક યોગ કરીને દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શોભા વધારી હતી. સમગ્ર  વર્ષ દરમિયાન યોગ કરીને સ્વસ્થ રહેવાનો સંકલ્પ કર્યો હતો.

    આ ઉપરાંત જિલ્લાની ધાણધા ગામ ખાતે નર્સરીએ આવેલા યોગ પ્રેમીઓને વિનામૂલ્યે ફળફળાદીના રોપાનું વિતરણ કરીને કાર્યક્રમ ખૂબ જ ઉત્તમ બનાવ્યું હતું.

    સ્વંય અને સમાજ માટે યોગ’’

    હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે  ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

    આ કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યુ હતુ કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી.

    ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ સ્વંય અને સમાજ માટે યોગ’’ની થીમને ધ્યાનમાં રાખતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

                આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ જણાવ્યુ હતુ કે તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ  શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે.

    NCC -Idar cadet ના વિદ્યાર્થીઓ પણ હાજર રહીને કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર યોગ કર્યા હતા

    આ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના જીવતં પ્રસારણને નિહાળ્યુ હતુ.  દર વર્ષે જેમ હિંમતનગરની અનેક શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહી યોગ દિવસ નું મહત્વ પોતાના જીવનમાં ઉતાર્યું હતું, દર વર્ષની જેમ હિંમત હાઈસ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં હાજર હતા

             આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે,જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા,ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,પ્રાંત અધિકારીશ્રી,અગ્રણીશ્રી કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કક્ષાના કોર્ડીનેટર અમીબેન પટેલ બીજા યોગ પ્રશિક્ષકો આશિષભાઈ, ફાલ્ગુનીબેન, રાજેશભાઈ Modi તેમજ અન્ય યોગ ટ્રેનરોએ યોગ માર્ગદર્શન આપ્યું હતું.


    દર વર્ષે જેમ ગુજરાત યોગ બોર્ડની ભૂમિકા પોલીસ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજાણી સફળતાપૂર્વક કરાવવામાં ખૂબ મહત્વની રહી હતી

    આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ નિદર્શન યોજવામાં આવ્યું જેમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાબરકાંઠા જિલ્લા કોઓર્ડીનેટર પટેલ અમીબેન અને તેમના ટીમ દ્વારા સ્ટેજ પર યોગ કરવાનો અવસર મળ્યો, ઉલ્લેખનીએ છે કે સમગ્ર વર્ષ દરમિયાન યોગ બોર્ડ વડે તૈયાર થયેલા યોગ પ્રશિક્ષકો અલગ અલગ હિંમતનગરના નગરપાલિકાના બગીચાઓમાં યોગ પ્રશિક્ષણના વર્ગો પણ નિયમિતપણે ચલાવે છે જેથી હિંમતનગરમાં વધુમાં વધુ યોગ અંગે જાગૃતિ ફેલાઈ શકે.

    સાબરકાંઠા અરવલ્લી લોક સભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો.

    ૨૧મી જૂનએ સૂર્યભ્રમણ પૃથ્વી ધરી પર ફરતો હોય છે ત્યારે ૨૧ મી જૂનએ લાંબા માં લાંબો દિવસ છે.

    વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાવાના કારણે ડાયાબિટીસ, હાર્ટએટેક, કીડની જેવા રોગો વધ્યાં છે.ત્યારે યોગ દ્વારા લોકોની ઈમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગો સામે રક્ષણ મળે છે. યોગએ ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે.


    સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.

    વિશ્વ યોગ દિવસ , બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , કાંકણોલ હિંમતનગરને સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ધ્વારા આઈકોનિક સેન્ટર તરીકે મંજુર કરેલ.


    વિશ્વ યોગ દિવસ કાર્યક્રમની શુભ શરૂઆત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી મંગલપુરૂષ સ્વામી તેમજ શ્રીકૌશલમુની સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનુ માર્ગદર્શન તેમજ આશીર્વાદ આપી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ.

    આ આઇકોનિક સ્થળ ઉપર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં 200થી વધુ ભાઈઓ-બહેનો અને સાધકો જોડાયા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઘ્વારા સોશિયલ મીડિયા કન્વીનર તેમજ યોગ ટ્રેનર ઘ્વારા યોગ પ્રોટોકોલ મુજબ યોગ શિબિર કરવામાં આવી.

  • સાબરકાંઠા અને બનાસકાંઠામાં મતગણતરીને લઈને તંત્ર સુસજજ કરાયું

    સાબરકાંઠા અને બનાસકાંઠામાં મતગણતરીને લઈને તંત્ર સુસજજ કરાયું

    સંકલન:  નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    ઉત્તર ગુજરાતના લોકસભાના બે મહત્વના જિલ્લાઓ જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા નો સમાવેશ થાય છે તેમાં કેવા પરિણામો રહેશે તે અંગે સમગ્ર ગુજરાત ની નજર મંડાયેલી છે …. ત્યારે આ બંને જિલ્લાના વહીવટ તંત્રએ મતગણતરી માટે કેવી તૈયારી કરી છે તે અંગે એક રસપ્રદ અહેવાલ.

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતગણતરી કેંદ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

    ***********

    ભારતના ચૂંટણી પંચ ધ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ નિયત કરવામાં આવેલ છે તથા મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ હાથ ધરાનાર છે. સાબરકાંઠા જિલ્લામાં તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ પોલીટેકનીક કોલેજ,મોતીપુરા  હિંમતનગર ખાતે મતગણતરી થનાર છે. મતગણતરીના દિવસે સવારે ૭.૦૦ કલાકથી મતગણતરી પુરી ન થાય ત્યા સુધી મતગણતરી પ્રક્રિયામાં કોઇ ખલેલ ન પહોચે,મુકત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે મતગણતરી થઈ શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ખુબ જ જરૂરી હોઇ મતગણતરી કેંદ્રની અંદર તથા મતગણતરી કેંદ્રની આજુબાજુના વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે.

          શ્રી નૈમેષ દવે(આઇ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સાબરકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના મતગણતરી કેંદ્રો તથા તેની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૪/૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૭.૦૦ કલાકથી મતગણતરીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધીત હુકમો ફરમાયા છે.

    ૧) મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસસેટ/ વોકીટોકી સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં.

    (૨) મતગણતરી કેન્દ્રમાં કે તેની આજુબાજુ ૧૦૦ મીટની ત્રિજયામાં કોઈપણ વ્યકિત વાહનો સાથે આવી શકશે નહી.

    (૩) મતગણતરી કેન્દ્રમાં ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/ મતગણતરી એજન્ટ, મતગણતરીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રી/ કર્મચારીશ્રી તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિત પ્રવેશ કરી શકશે નહીં.

    (૪) મતગણતરી કેન્દ્રમાં કોઈપણ વ્યકિત રાજકીય પક્ષના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો કે કોઈ નિશાનીઓ લાવી શકશે નહીં.

    આ હુકમમાં નીચે મુજબ અપવાદ છે.

    ભારતના ચૂંટણી પંચ/ રાજય ચૂંટણી આયોગ દ્વારા નિમાયેલા નિરીક્ષકશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, વધારાના ચૂંટણી અધિકારીશ્રી ચૂંટણી અધિકારીશ્રી મુદ્દા નં.-(૧)માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે, પરંતુ મતગણતરી હોલમાં જવાના પ્રસંગે આવું ઉપકરણ સાઈલન્ટ મોડમાં રાખવાનું રહેશે.

    (૨) કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ તથા સુરક્ષા કર્મચારીઓ સલામતીની દ્રષ્ટિએ જરૂરી હોય તેવા મુદ્દા નં.-(૧) માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે., પરંતુ મતગણતરી હોલમાં આવું કોઈ ઉપકરણ લઈ જઈ શકાશે નહીં.

    (૩) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી/ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા વાહન પરમીટ આપેલ વાહનો મતગણતરી કેન્દ્રના પોર્ચ સુધી લાવી શકાશે.

    (૪) મતગણતરી માટે નિમણૂક આપેલ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને લઈને આવતું વાહન પાર્કીંગ એરીયા સુધી લાવી શકાશે.

    (૫) ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/ મતગણતરી એજન્ટ પોતાનું વાહન ચૂંટણી અધિકારીશ્રીએ તે માટે નકકી કરેલ એરીયા સુધી લાવી શકશે.

    આ આદેશનો ભંગ કરી જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસસેટ/ વોકીટોકી સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો મળી આવશે તો અથવા પ્રતિબંધીત વિસ્તારમાં કોઈ વાહન પ્રવેશ કરશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી કર્મચારીશ્રીનું આવુ વાહન જપ્ત કરી શકાશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

     


     

    बनासकांठा

    બનાસકાંઠામાં કેવી છે ચૂંટણી ના પરિણામોને લઈને તંત્રની તૈયારીઓ.

    *બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ*

    *બનાસકાંઠા લોકસભા સીટની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી*

    લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ માં ૦૨- બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જીનિયરિંગ કોલેજ, જગાણા ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે. બનાસકાંઠા લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૨૩ રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે.જેમાં કુલ કુલ ૧૩,૬૫,૯૮૯ ઇ.વી.એમના મતો અને ૧૧, ૪૭૫ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે.

    બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતગણતરી માટે કુલ ૮૬૨ થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.

    *જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત*

    જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા પોલીસતંત્ર ખડેપગે મતગણતરી કેન્દ્રમાં ફરજ બજાવશે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે.

     


    *મતગણતરી સંદર્ભે નીચેની બાબતો ધ્યાને લેવા પત્રકારમિત્રોને વિનંતી છે* :-

    મતગણતરીનાં વિઝ્યુઅલ અને ફોટોગ્રાફ માહિતી ખાતા દ્વારા આપવામાં આવશે. આમ છતાં પોતાનાં કેમેરામાં વિઝ્યુઅલ કે ફોટોગ્રાફ લેવા માંગતા પત્રકારમિત્રોએ મીડિયા રૂમમાં મોબાઇલ ફોન જમા કરાવવાનાં રહેશે. માહિતી ખાતાનાં કર્મચારીઓ તેમને ટર્ન બાય ટર્ન મતગણતરી કેન્દ્ર સુધી લઇ જશે. મતગણતરી રૂમમાં નિયત લાઇનમાં રહી વીડિયોગ્રાફી/ફોટોગ્રાફી કરવાની રહેશે.

    આ ઉપરાંત નીચેની બાબતો પણ ધ્યાને લેવા વિનંતી છે.

    ૧.) કાઉન્ટીંગ સેન્ટર પર મીડિયા રૂમમાં જ તમામ મીડિયા પર્સન મોબાઈલનો ઉપયોગ કરી શકશે. તેની બહાર મોબાઈલનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

    ૨.) ફક્ત ECI દ્વારા અધિકૃત પાસ હોલ્ડરને જ હેન્ડીકેમ કેમેરા સાથે પ્રવેશવાની મંજુરી આપવામાં આવેલ છે.

    ૩.) વિડીયો શુટિંગ કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહિ તેમજ વિડીયો કવરેજ માટે ફક્ત હેન્ડીકેમનો ઉપયોગ કરી શકાશે. કોઈપણ પ્રકારના ટ્રાયપોડ કે કેમેરા સ્ટેન્ડનો ઉપયોગ કરી શકાશે નહિ.

    ૪.) વિડીયો કવરેજ માટે હેન્ડીકેમ કેમેરા સિવાય અન્ય કોઈપણ પ્રકારના કેમેરા કે અન્ય કોઈપણ પ્રકારના ગેજેટનો ઉપયોગ કાઉન્ટીંગ હોલની અંદર પ્રતિબંધિત છે.

    વધુમાં વિડીયો કવરેજ માટે કાઉન્ટીંગ હોલની અંદર નિયત કરેલ પ્રેસ મીડિયા લાઈનની મર્યાદામાં રહીને વિડીયો કવરેજ કરી શકાશે. કોઈપણ સંજોગોમાં EVM અથવા બેલેટ પેપર પર નોંધાયેલ મતની ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી પ્રતિબંધિત છે.

    *સહકારની અપેક્ષા સહ…*
    *જિલ્લા માહિતી કચેરી, બનાસકાંઠા

  • રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી

    રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    તારીખ : ૩૦/૫/૨૦૨૪

    રાજકોટ ખાતે ગેમઝોન માં બનેલ દુર્ઘટના માં નિર્દોષ 30 લોકો બાળકો મૃત્યુ પામ્યા છે . સદર ગેમ ઝોનમાં ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા અને સંબંધીત અધિકારીઓની રહેમ નજર અને ભ્રષ્ટાચારી રીત રસમની બલિહારી ને લીધે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્રણ વર્ષથી , અને ગેરકાયદેસર ચાલતા ગેમ જોન એ નિર્દોષ લોકો અને બાળકોને લીધો છે .
    ભારતનો સામ્યવાદી પક્ષ માર્ગ ( માર્ક્સવાદી ) સીપીએમ સાબરકાંઠા જિલ્લા સમિતી માન. મુખ્યમંત્રીશ્રીને આપના દ્વારા આવેદનપત્ર આપી માંગ કરે છે કે
    – નામદાર હાઇકોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવે .

    – ભોગ બનેલ તમામને માથા દીઠ 25/લાખ રૂપિયા ની સહાય કરવામાં આવે .

     

  • Umeed Niketan:એરફોર્સ ફેમિલી વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ દ્વારા ઉમીદ નિકેતનનું ઉદઘાટન

    Umeed Niketan:એરફોર્સ ફેમિલી વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ દ્વારા ઉમીદ નિકેતનનું ઉદઘાટન

    Umeed Niketan:એરફોર્સ ફેમિલી વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ શ્રીમતી નીતા ચૌધરીએ 17 મે, 24ના રોજ બેઝ રિપેર ડેપો એરફોર્સ પાલમની મુલાકાત લીધી હતી અને વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે એક અદ્યતન ઉપચાર કેન્દ્ર ઉમીદ નિકેતન  ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીમતી નીતા ચૌધરી અને અન્ય આદરણીય મહાનુભાવોનું સ્વાગત એર કોમોડોર હર્ષ બહલ, એર ઓફિસર કમાન્ડિંગ, ડેપો અને વિંગ કમાન્ડર (શ્રીમતી) રીના બહલ (નિવૃત્ત) પ્રમુખ એરફોર્સ ફેમિલી વેલ્ફેર એસોસિએશન (લોકલ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉમીદ નિકેતન એક પોષક વાતાવરણ બનાવવા માટે કલ્પના કરવામાં આવી છે, જ્યાં વિશેષ જરૂરિયાતોવાળા બાળકો તેમની અનન્ય ક્ષમતાઓને અનુરૂપ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા જીવન કૌશલ્યો વિકસાવવા માટે વિચારી, વૃદ્ધિ અને શીખી શકે છે. સંવેદનાત્મક સંશોધન, સ્પીચ થેરાપીથી માંડીને અનુકૂલનશીલ રમતો અને ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ અનુભવ સુધી, આ કેન્દ્ર ખાસ બાળકોની શારીરિક, ભાવનાત્મક અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ વિવિધ કાર્યક્રમો પ્રદાન કરે છે. ઉમીદ નિકેતન લગભગ 55 વિશેષ સક્ષમ બાળકોને પૂરી કરશે, જેમને પ્રશિક્ષિત વિશેષ શિક્ષકોની સમર્પિત ટીમ દ્વારા મદદ કરવામાં આવે છે. ઉદ્ઘાટન ભવ્ય રીતે યોજાયું હતું અને તેમાં દેશભરના એરફોર્સ ફેમિલી વેલ્ફેર એસોસિયેશનના તમામ પ્રાદેશિક પ્રમુખોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત દિલ્હી વિસ્તારના તમામ સિનિયર એર માર્શલ્સના પતિ-પત્ની પણ આ હ્રદયસ્પર્શી ઉદ્ઘાટનના સાક્ષી બનવા હાજર રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમ વાયુસેનાના પરિવારોના કલ્યાણ માટેની સુવિધાઓમાં સુધારો કરવા માટે આઈએએફની ચાલુ પ્રતિબદ્ધતાઓને રેખાંકિત કરે છે.

  • કેન્દ્રીય ગૃહ સચિવે આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો સોંપ્યા

    કેન્દ્રીય ગૃહ સચિવે આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો સોંપ્યા

    નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ના નોટિફિકેશન પછી નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ આજે જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ આજે નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગૃહ સચિવે અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા અને નાગરિકતા (સુધારા) નિયમો, 2024ની મુખ્ય લાક્ષણિકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન સેક્રેટરી પોસ્ટ્સ, ડિરેક્ટર (આઇબી), રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MLH4.png

    ભારત સરકારે 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા (સંશોધન) નિયમો, 2024ને સૂચિત કર્યા હતા. આ નિયમોમાં અરજી ફોર્મની રીત, જિલ્લા સ્તરીય સમિતિ (ડીએલસી) દ્વારા અરજીઓ પર પ્રક્રિયા કરવાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય સક્ષમ સમિતિ (ઈસી) દ્વારા નાગરિકતાની ચકાસણી અને મંજૂરીની પરિકલ્પના કરવામાં આવી છે. આ નિયમોના અનુસંધાનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો પાસેથી અરજીઓ મળી છે, જેઓ ધર્મના આધારે અથવા આ પ્રકારની સતામણીના ભયને કારણે અત્યાચારને કારણે 31.12.2014 સુધી ભારતમાં પ્રવેશ્યા છે.

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZW57.png

    નિયુક્ત અધિકારીઓ તરીકે પોસ્ટના વરિષ્ઠ અધિક્ષકો/પદ અધિક્ષકોની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિઓ (ડીએલસી)એ દસ્તાવેજોની સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી અરજદારો પ્રત્યે નિષ્ઠાના શપથ લેવડાવ્યા છે. નિયમો અનુસાર પ્રક્રિયા કર્યા પછી, ડીએલસીએ અરજીઓ ડિરેક્ટર (સેન્સસ ઓપરેશન) ની અધ્યક્ષતાવાળી રાજ્ય કક્ષાની એમ્પાવર્ડ કમિટીને મોકલી આપી છે. એપ્લિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન પોર્ટલ દ્વારા કરવામાં આવે છે.

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UAFL.png

    દિલ્હીની ડિરેક્ટર (સેન્સસ ઓપરેશન)ની આગેવાની હેઠળની એમ્પાવર્ડ કમિટી, દિલ્હીએ યોગ્ય ચકાસણી બાદ 14 અરજદારોને નાગરિકત્વ આપવાનો નિર્ણય લીધો છે. તદનુસાર, નિયામક (વસ્તી ગણતરીની કામગીરી) એ આ અરજદારોને પ્રમાણપત્રો આપ્યા હતા.

  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટને નિવૃત્ત થઈ રહેલા જુનિયર કમિશન્ડ ઓફિસર્સ માટે કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ કોર્સ માટે મંજૂરી મળી

    રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટને નિવૃત્ત થઈ રહેલા જુનિયર કમિશન્ડ ઓફિસર્સ માટે કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ કોર્સ માટે મંજૂરી મળી

    રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી: સ્કૂલ ઓફ પ્રાઈવેટ પ્રાઇવેટ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ સ્કૂલ (એસપીઆઇસીએસએમ)ને  પર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સંરક્ષણ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ-રિસેટલમેન્ટ (ડીજીઆર)માંથી જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓ)ને નિવૃત્ત કરવા માટે તેના ત્રણ મહિનાના કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ કોર્સની મંજૂરીની જાહેરાત કરતા આનંદ થાય છે. આ કોર્સ નિવૃત્ત થઈ રહેલા જેસીઓને ખાનગી સુરક્ષા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક પૂરી પાડે છે. આરઆરયૂની એસપીઆઈસીએસએમ આ અભ્યાસક્રમને 30 જેસીઓના બહુવિધ બેચને પહોંચાડશે, જેનાથી ખાનગી અને કોર્પોરેટ સુરક્ષા ઉદ્યોગમાં તેમના પ્રવેશને સરળ બનાવવા માટે તેમની કુશળતામાં વધારો કરી શકાય. 30 જેસીઓની પ્રથમ બેચ 27 મે, 2024ના રોજ આ અભ્યાસક્રમમાં જોડાશે, અને તે માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસમાં આવશે. આ કોર્સમાં નોંધાયેલા 30 જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓ)માંથી 18 ભારતીય વાયુસેનાના, 10 ભારતીય સેનાના અને 2 ભારતીય નૌકાદળના છે.

    રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી: એસપીઆઈસીએસએમના ડિરેક્ટર શ્રી નિમેષ દવે, જાહેરાત કરી હતી કે આરઆરયુમાં કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટમાં ત્રણ મહિનાનો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા સેવાનિવૃત્ત અધિકારીઓને તેમના અગાઉના અનુભવ અને યોગ્યતાના આધારે ખાનગી સુરક્ષા ક્ષેત્રમાં સુપરવાઇઝરી અથવા મેનેજરિયલ હોદ્દા પર આગળ વધવાની તક મળશે. તેમણે અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી વિવિધ ખાનગી સુરક્ષા કંપનીઓમાં પ્લેસમેન્ટ સહાયની ખાતરી આપી હતી.

    રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી: આ કોર્સ જેસીઓને ખાનગી સુરક્ષા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતા પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. અભ્યાસક્રમમાં ભૌતિક સુરક્ષા, જોખમ વ્યવસ્થાપન, કટોકટી વ્યવસ્થાપન, કાયદાકીય પાસાઓ, કોમ્પ્યુટર સાક્ષરતા સાથે સાયબર સલામતીની મૂળભૂત બાબતો અને અન્ય ઘણા બધા મોડ્યુલોનો સમાવેશ થાય છે. તદુપરાંત, આ અભ્યાસક્રમમાં નેતૃત્વ, સંદેશાવ્યવહાર અને ટીમ મેનેજમેન્ટ જેવી આવશ્યક વ્યવસ્થાપન કુશળતાઓને આવરી લેવામાં આવશે. અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, સહભાગીઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરફથી એક પ્રમાણપત્ર મળશે, જેને ખાનગી સુરક્ષા ઉદ્યોગ દ્વારા માન્યતા આપવામાં આવશે.

    શ્રી દવેએ આ અભ્યાસક્રમના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો: “નિવૃત્ત થઈ રહેલા જેસીઓ ખાનગી સુરક્ષા ક્ષેત્રમાં જે મૂલ્ય લાવી શકે છે તે અમે સ્વીકારીએ છીએ. જો કે, અમે એ પણ સમજીએ છીએ કે ઉદ્યોગોની અનન્ય માંગને પહોંચી વળવા માટે તેમની કુશળતા અને અનુભવને અનુરૂપ બનાવવાની જરૂર છે. અમારો નવો અભ્યાસક્રમ તે જ કરવા માટે બનાવવામાં આવ્યો છે, જે તેમને તેમની નવી કારકિર્દીમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે જરૂરી તાલીમ અને સાધનો પ્રદાન કરે છે.”

    આરઆરયુના કુલપતિપ્રો.(ડો.) બિમલ એન.પટેલે ડીજીઆરના ટ્રેનિંગ કેલેન્ડરમાં આ અભ્યાસક્રમને સામેલ કરવા બદલ ડીજીઆરનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમથી અગ્નિવીરોને પણ લાભ થશે, જેઓ દેશની સુરક્ષાને ચાર વર્ષ સમર્પિત કર્યા પછી ખાનગી સુરક્ષામાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે.

    સશસ્ત્ર દળો શિસ્ત, પ્રતિકૂળતા દરમિયાન સ્વસ્થતા, સંગઠનાત્મક માર્ગદર્શિકાઓનું પાલન અને પડકારોનો સામનો કરવામાં સ્થિતિસ્થાપકતા જેવા મહત્ત્વપૂર્ણ કૌશલ્યો પ્રદાન કરે છે. જો કે, કોર્પોરેટ ક્ષેત્રને વધારાના ઉદ્યોગલક્ષી કૌશલ્ય સેટની જરૂર છે. ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સુવિધા આપવામાં આવતી વ્યવહારિક શિક્ષણની તકો પ્રદાન કરીને આરઆરયુ આ અંતરને દૂર કરવા માટે તૈયાર છે.

    આરઆરયુ ત્રણ મહિનાનો કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ કોર્સ સફળતાપૂર્વક જેમણે પૂર્ણ કર્યો છે, તે જેસીઓને પ્લેસમેન્ટ સપોર્ટ ઓફર કરવા પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટીનું વિસ્તૃત નેટવર્ક અને અગ્રણી ખાનગી સુરક્ષા સંસ્થાઓ સાથેના જોડાણો એ સુનિશ્ચિત કરશે કે જેસીઓને અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી યોગ્ય હોદ્દાઓ પ્રાપ્ત કરવા માટે પૂરતી તકો મળે.

    આરઆરયુમાં એસપીઆઈસીએસએમ એ ખાનગી, ઔદ્યોગિક અને કોર્પોરેટ સુરક્ષા વ્યવસ્થાપન સહિત સુરક્ષા વ્યવસ્થાપનના વિવિધ પાસાઓમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવા માટે સમર્પિત છે. શાળાના ફેકલ્ટી સભ્યો ઉચ્ચ લાયકાત ધરાવતા અને અનુભવી વ્યાવસાયિકો છે, જેમની પાસે સુરક્ષા વ્યવસ્થાપનથી સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં કુશળતા છે. તેઓ નિવૃત્ત થઈ રહેલા અધિકારીઓને તેમનું જ્ઞાન અને અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી તેઓ શ્રેષ્ઠ શક્ય શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત કરી શકે.

    આરઆરયુ મે-2024માં નિવૃત્ત થઈ રહેલા જેસીઓની પ્રથમ બેચને આવકારવા આતુર છે, જે તેમને ખાનગી સુરક્ષા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નવા અભ્યાસક્રમ સાથે, આરઆરયુનો હેતુ નિવૃત્ત થઈ રહેલા જેસીઓના પુનર્વસનમાં હકારાત્મક ફાળો આપવાનો અને તેમના સૈન્ય પછીના જીવનમાં સહજ પરિવર્તન પ્રદાન કરવાનો છે.

    રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિશે
    રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા છે, જે રાષ્ટ્રીય સુરક્ષાનાં ક્ષેત્રમાં શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવા માટે સમર્પિત છે. ખાનગી અને કોર્પોરેટ સુરક્ષા ઉદ્યોગની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે યુનિવર્સિટી ખાનગી, ઔદ્યોગિક અને કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ સહિતના વિવિધ અભ્યાસક્રમો ઓફર કરે છે. અનુભવી ફેકલ્ટી અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓની ટીમ સાથે, આરઆરયુ સક્ષમ વ્યાવસાયિકો તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છે, જે સુરક્ષા ક્ષેત્રની વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપી શકે છે.

  • પદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ

    પદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ

    પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે આજથી ઓનલાઇન નામાંકન / ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટેના નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે..

    પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી નામના પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954માં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવે છે. આ પુરસ્કાર ‘વર્ક ઓફ ડિસ્ટિંક્શન’ને માન્યતા આપવાનો આશય ધરાવે છે અને કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા તમામ ક્ષેત્રો/શાખાઓમાં વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવા માટે આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા જાતિના તફાવત વિનાની તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય પીએસયુમાં કામ કરતા લોકો સહિત સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કારો માટે લાયક નથી.

    સરકાર પદ્મ પુરસ્કારોને “પીપલ્સ પદ્મ”માં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત નામાંકન/ભલામણો કરવા વિનંતી છે. મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓ અને જેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે, તેમનામાંથી જેમની ઉત્કૃષ્ટતા અને સિદ્ધિઓ ખરેખર લાયક છે, તેમને ઓળખવા માટે નક્કર પ્રયાસો કરી શકાય તેમ છે.

    નોમિનેશન્સ/ભલામણોમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઉલ્લેખિત તમામ પ્રસ્તુત વિગતો સામેલ હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપે પ્રશસ્તિપત્ર (મહત્તમ 800 શબ્દો) સામેલ હોવા જોઈએ, જે સ્પષ્ટપણે તેના સંબંધિત ક્ષેત્ર/શિસ્તમાં ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવાને ઉજાગર કરે છે.

    આ અંગેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (https://mha.gov.in) પર ‘એવોર્ડ્સ એન્ડ મેડલ્સ’ શીર્ષક હેઠળ અને પદ્મ પુરસ્કાર પોર્ટલ પર (https://padmaawards.gov.in ) પણ ઉપલબ્ધ છે. આ પુરસ્કારોને લગતા કાયદા અને નિયમો લિંક સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ છે https://padmaawards.gov.in/AboutAwards.aspx .

  • જાણો, ઋષિકેશના સ્વામિનારાયણ આશ્રમની ગુજરાતીઓ માટે કઈ ખાસિયતો છે

    જાણો, ઋષિકેશના સ્વામિનારાયણ આશ્રમની ગુજરાતીઓ માટે કઈ ખાસિયતો છે

    નીરવ જોશી , ઋષિકેશ (M-7838880134  & 9106814540)

     કહેવાય છે કે ચારધામની યાત્રાએ જતા પહેલા ગુજરાતી હરિદ્વાર અને ઋષિકેશની અચૂક મુલાકાત લે છે ત્યારે ઋષિકેશમાં સ્વામિનારાયણ આશ્રમ કરીને એક એવું ગુજરાતી માટે સ્થળ આવેલું છે કે જ્યાં જઈને ગુજરાતીને પોતેકાપણું લાગે છે ! અહીંના આશ્રમના વ્યવસ્થાપક અને સંસ્થાપક એવા સુનિલ ભગતજી સાથે વાત કરીને આપણને કોઈ સ્વજનને મળ્યા હોય તેવો અનુભવ થાય છે !

    ઋષિકેશ સીસમ જાડી પાસે આવેલી સ્વામિનારાયણ આશ્રમ ના આધાર સ્તંભ એવા સુનિલ ભગતજી સાથે એવીએસ પોસ્ટે ખાસ વાતચીત કરી હતી અને આ સંસ્થાના ઉદ્દેશ્યો તેમ જ એના કાર્યો વિશે વિગતે વાત કરી હતી. રજુ છે એમની સાથે મુલાકાત ના પ્રશ્નોત્તર રૂપે અંશ.

    Nirav Joshi: *આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો કયા છે ?*

    *સુનિલ ભગતજી:વડતાલ સંપ્રદાયના પુરાણી વિષ્ણુ પ્રકાશદાસજીની પ્રેરણાથી 2002માં આ સંસ્થાની સ્થાપના થઈ.આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશમાં સૌથી પહેલું આવે છે અન્ન અને આશરો.

    અત્યારે હાલ કઈ ગયા ક્ષેત્રમાં સેવા થઈ રહી છે ?

    *સુનિલ ભગતજી:* અત્યારે અમે 2006 માં બ્રાહ્મણો માટે સંસ્કૃત મીડિયમ પાઠશાળા જેને શાસ્ત્ર વિદ્યાલય કહેવામાં આવે છે, તેની સ્થાપના કરી.

    *કેટલા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં આનો લાભ લીધો છે અને આ વિદ્યાર્થીઓ કયા કયા ક્ષેત્રમાં થાય અથવા તો પોતાનું રોજગાર મેળવી રહ્યા છે?*

    *સુનિલ ભગતજી:* દર વર્ષે અમે 25 થી 30 વિદ્યાર્થીઓને એડમિશન આપીએ છીએ તો એ પ્રમાણે 18 વર્ષમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી અને આગળ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે જેમ કે ઘણા વિદ્યાર્થીઓ કથાકાર બની ગયા છે, ઘણા સંગીતકાર બની ગયા છે , ઘણા બધા વિદ્યાર્થી મોટા મોટા જે મંદિરો છે તેના પૂજારી થઈ ગયા છે! ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અધ્યાપન કરાવે છે.

    *Nirav Joshi:* આ સંસ્થા ભગવાન સ્વામિનારાયણના આરાધના કરનારા સંતો વડે સ્થાપના કરવામાં આવી છે, તો ગુજરાતના લોકો અહીં આવી કઈ રીતે પ્રેરણા મેળવે છે અને ભગવાન સ્વામિનારાયણના ભક્તો ખાસ કરીને સંસ્થા સાથે સંકળાયેલા ભક્તોને કયા પ્રકારની અહીંયા સગવડો મળે છે?*

    *સુનિલ ભગતજી:* અમારા પૂજ્ય ગુરુજીનો એક જ ઉદ્દેશ્ય છે કે – ગંગા કિનારે આવનાર વ્યક્તિ સામાન્ય વ્યક્તિ નથી હોતા, એના આ જન્મના અથવા તો આગલા જનમના અથવા તો એના પૂર્વજોના આશીર્વાદને કારણે પહોંચ્યો હોય છે એટલે આપણી સંસ્થા દ્વારા એને ખાધીપીધેને સાચવવા, એને રાજી કરવા! કારણકે અહીંયા આવનારી વ્યક્તિ ઘરવાળાથી શેઠિયાઓથી ધંધાથી પડોશી થી કંટાળી થાકી અને અહીંયા આવે તો અહીંયા એને શાંતિ મળે એવું વાતાવરણ આપણે આપવું.

    Nirav Joshi: *કોરોના 2020 પહેલા સ્વામિનારાયણ આશ્રમ નું સ્વરૂપ અલગ હતું અત્યારે જે નવું સ્વામિનારાયણ આશ્રમ બન્યો છે એમાં કયા કયા પ્રકારની સુવિધાઓ ઉમેરાઈ છે અને આ નવા સ્વરૂપના બીજા કયા ઉદ્દેશ્યો છે?*

    *સુનિલ ભગતજી* :કોરોના 2020 પહેલા સ્વામિનારાયણ આશ્રમ નું સ્વરૂપ અલગ હતું. અત્યારે જે નવું સ્વામિનારાયણ આશ્રમ બન્યો છે એમાં અનેક પ્રકારની જન સેવાકીય સુવિધાઓ ઉમેરાઈ છે અને આ નવા સ્વરૂપના બીજા ઉદ્દેશ્યો પુરા થયા છે જેમકે કોરોના સમયમાં શ્રી સ્વામિનારાયણ આશ્રમ ને ખૂબ મોટી સેવા કરવાની તક મળી હતી! જે રોજ હજારો ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવતી હતી. ઋષિકેશના સીસમ જાડી વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિને કોરોનાના કપરા કાળમાં મહિનાઓ સુધી ભોજન પૂરું પાડવામાં આવ્યું! જેથી કરી આ સેવા જોઈ અને ઘણા બધા લોકો આ સંસ્થા સાથે જોડાયા!!! મોટો સમુદાય જોડાય એટલે એમને રહેવા જમવાની સુવિધાઓ કરવી પડી જેના માટે અમે એક ગલી નંબર 13 માં 72 રૂમનું એક બિલ્ડીંગ ઊભું કર્યું અને ત્યાં સરસ મજાનું રહેવાનું અને જમવાની વ્યવસ્થા કરી- સહજાનંદ વેલનેસ જેનું નામ આપવામાં આવ્યું !ત્યાં યોગ અને આરોગ્યને લક્ષી પણ ઘણા બધા કાર્યો કરવામાં આવે છે, કોરોના પછી ઘણા બધાને કામ છૂટી ગયા હતા તો અમે મહિલાઓ માટે સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્ર પણ આ જગ્યાએ શરૂ કર્યું જેમાં અત્યાર સુધીમાં લગભગ 200 થી 300 મહિલાઓએ સિલાઈ પ્રશિક્ષણ લાઈવ અને પોતાનું રોજગાર ચલાવે છે! પોતાના પગ પર ઉભા થયા છે અને આજે પણ આ સંસ્થા કેન્દ્ર ચલાવી રહ્યું છે!!!

    બાળકો માટે પણ અલગથી અભ્યાસ માટે જે લોકલ છોકરાઓ ટ્યુશન કરી શકે એવા ન હતા એના માટે અઠવાડિયામાં ચાર દિવસ બે કલાક ફ્રીમાં ભણાવવામાં આવે છે! તો કોરોના પછી જે જે સગવડો જેમ સમાજને જોતી હતી -એ પ્રમાણે અમે અન્ન ક્ષેત્રની શરૂઆત કરી. પહેલા ફક્ત સંતોને જમાડતા હતા હવે પહેલાં સંતો અને પછી ગરીબો- જે જરૂરત મંદ લોકો છે, એમને બંને સમય દાળ ભાત રોટલી જમાડીએ છીએ, જેથી કરી એની ભૂખ સંતોષાય!

    Nirav Joshi: આપના જે પણ આગામી સમયના આયોજનો છે તે માટે આપની ગુજરાતના સમાજ પ્રત્યે શું અપેક્ષા છે???

    *સુનિલ ભગતજી:* ગુજરાતનો સમાજ ખૂબ સેવા કરે છે, સ્વામિનારાયણ આશ્રમમાં પણ 99% સહયોગ ગુજરાતનો જ છે, તો આવી રીતે સહયોગ કરતા રહે અને આ જગ્યાનો ઉપયોગ પણ કરતા રહે. અહીં આવી ભજન, ભક્તિ, સત્સંગ પૂજા પાઠ, ધ્યાન – આરાધના, સાધના કરે -એવી અમારી ઈચ્છા છે.

    જય સ્વામિનારાયણ!

    (ઋષિકેશ સ્વામિનારાયણ આશ્રમ ના સ્થાપક એવા સુનીલ ભગતજી નો સંપર્ક સૂત્ર : – 93198 25050)

    *Location*
    https://maps.app.goo.gl/H2XtnqTzW7tXSnUN9

    Swaminarayan Ashram, Shisham Jhadi, Gali No. 13, Rishikesh, Uttarakhand

    GANGA DARSHAN GROUP
    *व्हाट्सऐप ग्रुप पर जुड़ें-*
    https://chat.whatsapp.com/H32HfYhzsSpGNkj4j4AXEe

     

    For Room Booking please contact:
    *8511151708*

    https://swaminarayan.yoga/rooms/

     

    https://sahajanandwellness.carrd.co/

    Nirav Joshi: દરરોજ સાંજે અહીંયા ગંગા આરતી થાય છે – એની શરૂઆત ક્યારે થઈ? અને એની વિશેષતા જણાવો.

    સુનિલ ભગતજી:  2002માં અમારા ગુરુ પુરાણી વિષ્ણુ પ્રકાશદાજી સ્વામી – અથાણાવાળા વડતાલ જેમના હાથે પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ અવિરત આરતી ચાલી આવી રહી! કેદારનાથના પુર 2013 પછી આ ગંગા આરતી ભવ્ય અને દિવ્ય રૂપથી કરવામાં આવી અને કોરોના પછી જે લોકો અહીંયા આવી શકે એમ ન હતા તો એ લોકો માટે અમે સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મથી youtube ચેનલના

    Web- YouTube માધ્યમથી ઘરે બેઠા દર્શન કરી શકે એવી ઋષિકેશ ધામ નામની ચેનલના માધ્યમથી ઘરે બેઠા રોજ ગંગાજીના દર્શન – આરતીના દર્શન કરી શકે એવી સુવિધા શરૂ કરી.

  • Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 95 પીસી માટે 2963 નામાંકન ફોર્મ ભરાયા

    Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 95 પીસી માટે 2963 નામાંકન ફોર્મ ભરાયા

    લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1351 ઉમેદવારો ચૂંટણી લડશે

    Loksabha Election 2024:લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1351 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) પીસીમાં સ્થગિત થયેલી ચૂંટણી માટે ચૂંટણી લડી રહેલા 8 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સુરત પીસીમાંથી એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ, 2024 હતી.

    Loksabha Election 2024:લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 95 પીસી (29-બેતુલ સહિત) માટે કુલ 2963 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ત્રીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 1563 ઉમેદવારીપત્રો માન્ય હોવાનું જણાયું હતું.

    Loksabha Election 2024:ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 26 સંસદીય ક્ષેત્રોમાંથી સૌથી વધુ 658 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 11 પીસીમાંથી 519 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.મહારાષ્ટ્રના 40-ઉસ્માનાબાદ સંસદીય મતવિસ્તારમાં સૌથી વધુ 77 ઉમેદવારી ફોર્મ અને 68 ઉમેદવારી ફોર્મ સાથે છત્તીસગઢના 5-બિલાસપુર પીસી નોંધાયા હતા.

     

    લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતો:

    રાજ્ય/UT ત્રીજા તબક્કામાં પીસીની સંખ્યા ઉમેદવારી ફોર્મ મળ્યા ચકાસણી પછી માન્ય ઉમેદવારો ખસી ગયા પછી, અંતિમ હરીફ

    ઉમેદવારો

     

    આસામ 4 126 52 47
    બિહાર 5 141 54 54
    છત્તીસગઢ 7 319 187 168
    દાદરા અને નગર હવેલી અને

     

    દમણ અને દીવ

    2 28 13 12
    ગોવા 2 33 16 16
    ગુજરાત 26 658 328 266
    જમ્મુ અને કાશ્મીર 1 28 21 20
    કર્ણાટક 14 503 272 227
    મધ્ય પ્રદેશ 9 236 140 127
    મહારાષ્ટ્ર 11 519 317 258
    ઉત્તર પ્રદેશ 10 271 104 100
    પશ્ચિમ બંગાળ 4 101 59 57
    કુલ 95 2963 1563 1352

     

  • બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

    બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

    माहिती संकलन :  नीरव जोशी , हिम्मतनगर (M-7838880134  & 9106814540)

    ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ વ્રત જૈવિક ખેતી અને રસાયણ મુક્ત આહાર તેમજ બાગાયતી પાકો અંગે ખુબ સરસ પરીસંવાદ અલગ અલગ જિલ્લાઓમાં કરતા હોય છે ગઈ સાલ એપ્રિલ મહિનામાં તેઓ સાબરડેરી હિંમતનગર પધાર્યા હતા આવો જ કાર્યક્રમ ક્ષેત્ર નવરાત્રી પર બનાસ ડેરીમાં પણ આયોજિત કરવામાં આવ્યો હતો.

    બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

    રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

    બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી.

    ભારતીય નવું વર્ષ – ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા, સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે, તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે. આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વૉર્મિંગ છે, જેનાથી માનવજીવનને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે. ન્યુયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકશાન થાય છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકશાન થાય છે, જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે, જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે. જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

    બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ઋષિતુલ્ય જીવન જીવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, તેમણે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે, આપણે સૌ બનાસકાંઠાવાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ. પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડીગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે. આજે બનાસ ડેરીના માધ્યમથી એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. બનાસ ડેરી ગાયના ગોબરમાંથી CNG તૈયાર કરીને વેચાણ કરે છે તથા જાપાનની કંપની સાથે MOU પણ કર્યા છે, જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે.

    આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાજીભાઈ રબારી, એમડી શ્રી સંગ્રામભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચો…


    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો*

    *પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને  રાજ્યપાલના હસ્તે ડિગ્રી – સર્ટિફિકેટ એનાયત કરાયા*

    *જીવનમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને સ્વાધ્યાયમાં આળસ ન કરવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીની અપીલ*

    *કાર્યક્ષેત્રમાં ટીમવર્કથી કામ કરી સમાજમાં ખુશીનું વાવેતર કરજો : અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની  ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ મેડિકલ કોલેજ દેશ દુનિયાની એવી કોલેજ છે જે ખેડૂતો અને પશુપાલકોના પુરુષાર્થથી નિર્માણ પામી છે.અહીં આવવાની અત્યંત ખુશી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ દીક્ષાંત કાર્યક્રમનો અર્થ અને મહત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં ઉપયોગી સોનેરી સલાહ આપી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં- જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવી વિદ્યાનો પરમાર્થ, સૌના કલ્યાણ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે માતા-પિતા અને ગુરુજનોને દેવતુલ્ય ગણી તેમનું આજીવન સન્માન કરવા જણાવી તમામ વિદ્યાર્થીઓ શુભકામનાઓ પાઠવી હતી.

    વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહ પ્રસંગે કોલેજના પાયાના પથ્થરો સમાન વ્યક્તિઓને યાદ કરી તેમનો જાહેર ઋણ સ્વીકાર કરતાં ધન્યતા અનુભવી હતી. આજનો દિવસ આપણા સૌના માટે સદભાગ્યનો દિવસ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સાંન્નિધ્ય વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહેશે એમ જણાવી તેમના આશીર્વાદ અને આશીર્વચનને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, જેમ મધમાખી ફુલોમાંથી રસ કાઢી મધ બનાવે છે એમ  પશુપાલકોના પરિશ્રમથી બનાસ મેડિકલ કોલેજ બની છે. આ લાખો પશુપાલકોના આશીર્વાદ સદાય તમારા પર રહેશે એમ જણાવી જ્યાં કામ કરો ત્યાં ટીમવર્કથી કામ કરવા અને ખુશીઓનું વાવેતર કરવા જણાવી અધ્યક્ષશ્રીએ લોકોના જીવનમાં સેવા રૂપી દીપ પ્રજ્વલિત કરવાના અનુરોધ સાથે શુભાશિષ પાઠવ્યા હતા.

    આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે ચૌધરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કિશોર પોરિયા, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાના કુલપતિશ્રી આર.એમ ચૌહાણ સહિત ડીરેક્ટર્સ, ફેકલ્ટીઝ, વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતોની માલિકીની બનાસ મેડીકલ કોલેજની ૨૦૧૮ની પ્રથમ બૅચનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીની અક્બાની નગમા રફીકભાઈએ ૯૦૦ ગુણમાંથી ૬૫૭ ગુણ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર સહિત બનાસ મેડીકલ કોલેજનું નામ રોશન કર્યું છે, જેના થકી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની યશકલગીમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે.
    ————