કેટેગરી મહત્વના સમાચાર

  • લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ

    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ

    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :

    સાબરકાંઠા જિલ્લામાં ૨૦૦થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ

    નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને  સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું-                                                                    જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવે

           સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત હિંમતનગર નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૨૦૦ થી વધુ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી.

         આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય તે માટે આપને  સૌ સાથે મળી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીશું. વધુમાં જણાવ્યું કે, મે સાંભળ્યુ છે કે આપ સૌએ અગાઉની ચૂંટણીમાં પણ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવી હતી જે બદલ સૌને હું અભિનંદન પાઠવું છું આ વર્ષે પણ આપણે આવી રીતે જ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પૂર્ણ કરીશું. સૌ કર્મીઓને ચિંતા મુક્ત બની પોતાની ફરજ નિભાવવા અપીલ કરાઈ હતી.

          આ તમામ માઈક્રો ઓબ્ઝર્વર રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી તરીકે ફરજ બજાવે છે.

         આ તાલીમમાં પ્રાંતિજ પ્રાંત શ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી અંકિત પટેલ દ્વારા માઈક્રો ઓબ્ઝર્વેર શ્રીઓને કરવાની થતી કામગીરીની  વિસ્તૃત સમજ આપી મતદાનના દિવસે મોકપોલ થી લઈ સાંજે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ૧૮ જેટલા મુદ્દાઓનું ચેક લીસ્ટની માહિતી અપાઇ હતી.

         આ તાલીમમાં નાયક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભૂમિ કેશવાલા, ચૂંટણી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :

    સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નૈમેષ દવેએ  મીડિયા સેન્ટરની મુલાકાત લીધી

    ****

        સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેએ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ અને રાજકીય પક્ષોના ચૂંટણીલક્ષી સમાચારોનું નિરીક્ષણના ભાગરૂપે તૈયાર કરાયેલા (EMMC )  ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેલ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

                 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મીડિયા સેંન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતોને નિહાળીને ઇલેકટ્રોનિક મીડિયામાં પ્રસારીત થતાં રાજકીય પક્ષો તથા ચૂંટણીલક્ષી સમાચારોમાં કઇ બાબતોની તકેદારી રાખવી તે અંગે  જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

         આ મુલાકાત સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નૈમેષ દવેએ જિલ્લામાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી આદર્શ આચાર સંહિતા અમલ માટે કાર્યરત  જિલ્લા ચૂંટણી ખર્ચ સેલ  અને  જિલ્લા ચૂંટણી કંટ્રોલ રૂમની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

     


    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :

    ઈડરિયો ગઢ લોકશાહી પર્વનો સહભાગી બન્યા

    *****

    ઈડરિયો ગઢ પર મતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈ

    ******

         સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ મતદાન માટે લોકોને પ્રેરિત કરી રહ્યો છે.

         સાબરકાંઠા ની શાન ગણાતા ઈડરીયા ગઢ પર મતદારોને મતદાન માટે જાગૃત કરવા અને પ્રેરિત કરવા માટે વોટ ફોર ઇન્ડિયા, સાબરને સંગ મતદારનો ઉમંગ, મોટામાં મોટું દાન એટલે મતદાન, સાબર તારો સમજુ મતદાર દેશ માટે કરે મતદાન જેવા પ્રેરણા આપતા વાક્યો દ્વારા તારીખ 7 મે 2024 ના દિવસે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી તે માટે અપીલ કરવામાં આવી રહી છે.

    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

    વિજયનગર કોડિયાવાળા પ્રાથમિક શાળામાં મતદાન   જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ   કરાઈ

    ******

          સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી  ૨૦૨૪માં વધુ માં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત થાય તે માટે સ્વીપ ટીમ દ્વારા જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે.  જે અંતર્ગત જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓમાં રંગોળી, વકૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરાઈ.

          આ સાથે શિક્ષકો દ્વારા ગ્રામજનોને જાગૃત કરવા માટે દુકાનો અને આસપાસના વિસ્તારના લોકો સાથે મતદાન અવશ્ય કરવા માટે સિગ્નેચર કેમ્પેનિંગ કરાયું


    ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેંટ એક્ટ હેઠળ નોંધાયેલ દુકાનો તથા વાણિજ્ય સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ મત આપી શકે તેવી વ્યવસ્થા કરવા બાબત

     

    સાબરકાંઠા જિલ્લામાં કામકાજ અર્થે વસતા પરપ્રાંતિઓને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં પોતાના મતાધીકારનો લાભ મળી રહે તે માટે તે મતદાનના દિવસે શ્રમયોગીઓ/ કર્મચારીઓને મતદાન માટે ખાસ રજા આપવાની રહેશે.

     

    રાજસ્થાન રાજ્યમાં તા.૨૬/૦૪/૨૦૨૪, શુક્રવારના રોજ, મધ્યપ્રદેશ રાજ્યમાં તા.૧૩/૦૫/૨૦૨૪, સોમવારના રોજ અને મહારાષ્ટ્ર રાજ્યમાં તા.૧૩/૦૫/૨૦૨૪, સોમવારના રોજ તથા તા.૨૦/૦૫/૨૦૨૪, સોમવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન થનાર છે.

    આથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજયમાં રહેતા હોય તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલ્વે, ટેલિફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજયક સંસ્થાઓ, હોટલો, ઔધોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/ કચેરીઓને ચૂંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ /શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા આથી જણાવવામાં આવે છે.

    જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઉપરોક્ત સંબધિત કોઈ કરીયાદ હોઈ તો જીલ્લા મદદનીશ નોડલ અધિકારી શ્રી એસ.આર.બોદર, સરકારી શ્રમ અધિકારીશ્રી હિંમતનગર. ફોન નં.૦૨૭૭૨-૨૪૦૬૨૭, મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી,બ્લોક ન-બી રૂમ નું ૦૦૪, ભોયતળીયે. બહુમાળી ભવન, હાજીપુરા, હિંમતનગર નો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

     


    1 April, Prantij

    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

    સાબરકાંઠા જિલ્લામાં ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઇ

    ******

    ૩૩ પ્રાંતિજ  વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ

    *******

       લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં  ૩૩ –પ્રાંતિજ  વિધાનસભા મતવિસ્તારના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૫૪૮ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઇ હતી.

       આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સર્વે અધિકારીઓને આત્મવિશ્વાસ અપાવી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.

        આ પ્રસંગે માસ્ટર ટ્રેનર દ્રારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

        આ સાથે  ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૭૧૧, ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૬૮૧ અને ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં ૯૬૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી. આમ જિલ્લાના કુલ ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઇ

       આ તાલીમમાં તમામ વિધાનસભા વિસ્તારના  મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધીકારીશ્રી,   મામલતદારશ્રી સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

     


     

  • સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

    સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે! 

    ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ  પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    સવારે કાર્યક્રમમાં કોંગ્રેસ અલગ અલગ ટેબલનો સંવાદ કરવા માગતી હતી, પરંતુ ત્રણ કલાકના કાર્યક્રમમાં વધારે પડતા નેતાઓના જ ભાષણ થયા હતા.

     કાર્યક્રમ  4 કલાક જેટલો ચાલ્યો હતો એટલું જ નહીં કાર્યકર્તાઓને સાંભળવાની કે મજબૂત સંવાદ કરવાની તસ્દી પણ નેતાઓ લીધી નહોતી અને સતત તેમને તેમની જરી પુરાણી ચૂંટણીલક્ષી વાતો કરીને લોકસભા માં તુષારભાઈ ને સાબરકાંટા સીટ પરથી જીતાડવા માટે પ્રચારમાં ચૂંટણીમાં જોડાઈ જવા અપીલ કરી હતી.

  • શ્રાવક ભાવેશભાઈ ભંડારી અને જીનલબેનની વેરાગી ગાથાનો આજે કાર્યક્રમ

    શ્રાવક ભાવેશભાઈ ભંડારી અને જીનલબેનની વેરાગી ગાથાનો આજે કાર્યક્રમ

    નિરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814640)

    ભાવેશ ભંડારીના દીક્ષા સ્વીકાર મહોત્સવ પ્રસંગ નિમિત્તે બનેલા વિરોત્સવ નગર માં પહેલા દિવસે ભવ્ય મહા આરતી તેમજ ભાવેશભાઈ ભંડારી અને જીનલબેન નો જીવન પરિચય કરાવતો ફોટોગ્રાફ ગેલેરી પર મુલાકાત માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે કરોડપતિ નગર શેઠ ભાવેશભાઈ ભંડારી અને તેમના ધર્મ પત્નીના બે બાળકો ભવ્ય અને દીકરી વિશ્વા એ આશરે બે વર્ષ પહેલા જૈન મુનિ અને જૈન સાધ્વીની દીક્ષા લઈ લીધી હતી.

    આજે સાબર સોસાયટીના કોમન પ્લોટ પર ઉભી કરેલા વિરોધ્સવ નગરમાં દીક્ષાર્થીના મુખે તેમની વૈરાગ્ય ગાથા રાતના 8:00 વાગે કહેવાશે.

    22 માર્ચના રોજ સવારના 8:00 amથી દીક્ષા લેનાર મુમુક્ષોનો વરસી દાન વરઘોડો છે અને ત્યારબાદ સ્વામી વાત્સલ્યનો પણ કાર્યક્રમ છે.

    બધાને સાદર આમંત્રણ. જય જિનેન્દ્ર

     

     

  • જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર રાખશે

    જિલ્લા માહિતી કચેરી ખાતે ન્યુઝ ટીવી મોનિટરિંગ સેલ બાજ નજર રાખશે

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    • જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારોને પણ અગત્યના ગણ્યા.
    • પોશીના તાલુકાના આશરે ૨૧ જેટલા શિક્ષકોને મીડિયા સેન્ટરની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી
    • પોશીના તાલુકાના ગામડાના શિક્ષકો મૂળ હિંમતનગર તાલુકાના વતની છે આવનાર દોઢ મહિના કુલ ત્રણ સીટમાં કામગીરી કરશે
    • કોઈપણ પ્રકારના ફેક ન્યુઝ કે પેડ ન્યુઝ ન ચાલે તે માટે મોનિટરિંગ સેલ મીડિયા સેન્ટર ખાતે ઉભો કરાયો છે.

    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરની મુલાકાત લીધી

    સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના ઉપલક્ષમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર  ખાતે તૈયાર કરાયેલા મીડીયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પત્રકાર મિત્રો સાથે સંવાદ સાધ્યો હતો.

    લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

             ચૂંટણી દરમિયાન ક્યાંક ફેક ન્યુઝ અફવાઓ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા અટકે અને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ આ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે કાર્યરત આ સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં સાબરકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે. જેનો રીપોર્ટ  એમ.સી.એમ.સી સમિતિમાં સમયાંતરે રજૂ કરવામાં આવે છે.

                  પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ  વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ લોકસભા ચૂંટણીલક્ષી વિગતો, મતદારોની યાદી, નોડલ ઓફિસરશ્રીની વિગતો સહિત લોકસભા ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.

                આ પ્રસંગે  નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભુમિબેન કેશવાલા, નાયબ માહિતી નિયામકશ્રી નીધિબેન જયસ્વાલ,ચૂંટણી મામલતદારશ્રી હેમાંગીબેન,માહિતી વિભાગના  સ્ટાફ સહિત પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

  • એકમ સનાતન ભારત દલ ગુજરાતમાં બધી લોકસભા સીટ પર ચૂંટણી લડશે

    એકમ સનાતન ભારત દલ ગુજરાતમાં બધી લોકસભા સીટ પર ચૂંટણી લડશે

    નીરવ જોશી , ગાંધીનગર (M-7838880134)

    લોકસભા ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા નવા પક્ષો પણ લોકસભાની ચૂંટણી ઝંપલાવવા રાજકારણમાં આવી રહ્યા છે. દિલ્હીના એક કટ્ટર હિન્દુ સંગઠન એકમ સનાતન દલ ગુજરાતમાં પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિતેશ પટેલે સોમવારના રોજ કરી હતી. સનાતન હિન્દુ ધર્મના વિચારો પર આધારિત આ દલ કે પાર્ટી ગુજરાતમાં શું કરશે??? કે પછી વોટ કાપનાર પાર્ટી તરીકે સેટીંગ કરી લેશે એ તો આવનારો સમય જ આ પાર્ટીનું ચરિત્ર દેખાડશે.

  • આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ વિતરણ

    આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ વિતરણ

    નીરવ જોશી , હિંમતનગર

    (M-7838880134  & 9106814540)

    20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ જેમા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને પાટણ નગર પાલીકા પ્રમુખ અને નીલેશભાઈ રાજગોર .પારસભાઈ. અન્ય મહાનુભાવો હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતને ચકલીની મહત્વતા અને ચકલીને જાળવવા માટે કે એની પ્રજાતિના સંવર્ધન માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરવા તેમજ કેવી પ્રવૃત્તિ કરવી તેની ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ અને માર્ગદર્શન આપ્યું હતું


    #સ્થળ : હર્ષ પ્લાઝા કોમ્પલેક્ષ , ટેલીફોન એક્સચેન્જ રોડ , પાટણ

    આજે પરીસ્થીતી બદલાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવો અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે. ઘોડિયામાં સુતેલા બાળકે જોયેલું-જાણેલું સૌપ્રથમ પંખી એટલે ચકલી. બાળક થોડું મોટું થાય એટલે “ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો-ચકીબેને રાંધી ખીચડી” ની વાર્તા સાંભળે. બાળક એથી મોટું થાય એટલે રમત રમતાં ગયા ચકી ચોખા ખંડે છે, પિતાંબર પગલા માંડે છે, ચકી ગઈ ધોવા, ચકો બેઠો રોવા, રોઈ-રોઈ થાક્યો, આવી આપણી ચકીબેન એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ તથા અમેરિકા એમ પૃથ્વીના મોટા ભાગમાં જ્યાં-જ્યાં માણસો વસ્યા છે ત્યાં વસે છે.

     

    છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ફળિયું, ફળિયામાં ઝાડ, ઓટલો-ઓશરી-ઓરડા-ગોખલા-માળિયા-અભરાઈ-દેશી નળિયા-વંજીવરા વાળા દેશી બાંધણી વાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા? આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક-રહેઠાણ-રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઇ ગયું છે.

    ચકલીનો ખોરાક અનાજના દાણા – નાના જંતુ – કીડા – ઈયળ વગેરે છે. હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ – કીડા-ઈયળો પણ ઘટી ગયા છે. શહેરોમાં પ્રદુષણથી તાપમાન વધી ગયું છે. ધ્વની પ્રદુષણ પણ વધી ગયું છે. જે ચકલી સહન નથી કરી શકતી. વિવિધ કંપનીઓના મોબાઇલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે. ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દુર નવા ઠેકાણા શોધે છે. જેમ કે ઓવરબ્રિજની તોતિંગ દીવાલોમાંના અનેક બાકોરાં ચકલી – કબરોની નવી વસાહતો બને છે.

    પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખીડા માટે આપણે આટલું કરીએ..
    ૧. ચકલાઓને ઘરનું ઘર આપવા પૂંઠા – લાકડા – માટીના બનેલા પક્ષીઘર આપણા ઘરોમાં લગાવી શકાય.
    (વરસાદની સીધી માર કે બિલાડી ન પહોચે તે રીતે)
    ૨. કમ્પાઉન્ડ વોલપર પાણીનું કુંડુ રાખી શકાય – ટીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીશે – સ્નાન પણ કરી શકશે.
    ૩. માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા –ચણ તરીકે રોજ નાખી શકાય.
    ૪. ઘર આગણે શક્ય હોય તો એકાદ વ્રુક્ષ લગાવી શકાય.

    આટલું કર્યા પછી આપણે આગણે ચકીબેન તો આવશે જ પણ સનબર્ડ-ગ્રીનબીઈટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલબેન, કુકડીયો કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા – ગીતો ગાતા થશે. ખિસકોલીઓ પણ સાતતાળી રમવા આવતી થશે.

    આશ્વાસન એ વાતનું લઇ શકાય કે આપણા ગુજરાતમાં આજે પણ ગામડે-ગામડે એકાદ ભગત પ્રભાતફેરી કરી મુઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે. હજુ નવા ચબુતરા બને છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં બે-ત્રણ ચાસ માત્ર પંખીડા માટે ઉગાડે છે. લગભગ ઘરોઘર પાણી ના કુંડા મુકવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ઘણા શહેરોમાં “ચક્લીઘર” અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ અને આ વિષયે જાગૃતિ જોવા મળે છે. જેના સારા પરિણામે ફરી પાછી ચકીબેન આપણે આગણે આવતી થઇ છે. યાદ કરાવી આપ સૌ પ્રકૃતિ પ્રેમીઓ પણ યથાશક્તિ પર્યાવરણ નું જતન કરશો તેવી વિનંતી સહ….

    જય વૃક્ષનારાયણ દેવ

    Email : aryavratnirman@gmail.com
    Website : www.aryavratnirman.com
    www.greenglobalbrigade.org

    જીવીએ વર્ષ જેટલાં
    વાવીએ વ્રુક્ષ તેટલા… વ્રુક્ષ એક લાભ અનેક…..

     


    World Sparrow Day

    2024 ની થીમ શું છે? – હેમંત ઉપાધ્યાય


    વર્લ્ડ સ્પેરો ડે 2024 ની સત્તાવાર થીમ “આઈ લવ સ્પેરો” છે. આ થીમ મનુષ્યો અને સ્પેરો વચ્ચેના વિશેષ જોડાણને પ્રકાશિત કરે છે.

    World Sparrow Day 2024: Theme
    In 2024, the theme for World Sparrow Day is “Sparrows: Give them a tweet-chance!”, “I Love Sparrows” and “We Love Sparrows”.

    “તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું..” આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.
    આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    આપણને એમ થાય કે ભલા ચકલાના કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? ચકલા, ચકલી હાઉસ સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.
    ફ્રાંસની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે.

    આ અંતર્ગત સોપ્રથમ વર્ષ 2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી.
    પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011 થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ‘ચકલી એવોર્ડ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
    વિશ્વ ચકલી દિવસની વર્ષ 2021ની થીમ I LOVE SPARROW .
    એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે.અને કમનશીબે હારી રહ્યું છે ! વિશ્વભરના અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.જો તેમને બચાવવા માટે આપણે કઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઇ જશે ! ચકલી કદમાં ભલે નાનું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે.
    ચીં… ચીં… ચીં… ‘વિશ્વ ચકલી દિવસે’ ચકલી પક્ષી વિનંતી કરે છે… અમને સંભાળજો હોં… વેલેન્ટાઈન્સ ડે, રોઝ ડે, ચોકલેટ ડે જેવા અનેક દિવસો ઊજવનારાઓને માલૂમ થાય કે આજે ‘વિશ્વ ચકલી દિવસ’ છે. શહેરીકરણને કારણે ચકલી પક્ષીની જાતિ લુપ્ત થઈ રહી છે. માનવવસ્તી સાથે હળીમળી ગયેલું આ નાનકડું પંખી એના જીવન માટે ઝઝૂમી રહ્યું છે. આ પક્ષીનું અસ્તિત્વ ટકી રહે એ માટે એની પ્રત્યે જીવદયા બતાવીએ. વ્હાલી ચકલીઓને ચણ ખવડાવીએ, એમને માટે પીવાનાં પાણી વ્યવસ્થા કરીએ, એમને માળો બાંધવામાં કોઈક રીતે મદદરૂપ થઈએ.”
    પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે. ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે તસવીર- હેમંત ઉપાધ્યાય વૈષ્ણો દેવી મંદિર પાસે -લીલાપુર અમદાવાદ

  • મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

    મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

    નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ખેડૂત સંમેલનમાં મંત્રીની ઉપસ્થિતિમાં સૂચન પેટીમાં ખેડૂતોએ સૂચનો રજૂ કર્યા હતા.

    આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનવાની જ છે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી મંત્રીશ્રીએ સરકાર કિસાનો માટે શું કરી શકાય તે માટેના સૂચનો સૂચન પેટી દ્વારા મેળવ્યા હતા. જેમાં કિસાનોએ તેમના સૂચનો પેટીમાં રજૂ કર્યા હતા. કિસાન સંમેલનમાં સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી .ઝાલા, પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા પરમાર, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ સહિત પાર્ટીના અગ્રણીઓ હોદેદારશ્રીઓ કાર્યકર્તાઓ અને કિસાન આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનાનું અમદાવાદ ચેપ્ટરનું ચેપ્ટર “કેટેગરી એ” જાહેર થયું

    ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનાનું અમદાવાદ ચેપ્ટરનું ચેપ્ટર “કેટેગરી એ” જાહેર થયું

    નીરવ જોશી ગાંધીનગર (M- 9106814540)

    બેસ્ટ ચેપ્ટર એવોર્ડ વિજેતા – ૨૦૨૨ – ૨૦૨૩

    ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના નું અમદાવાદ ચેપ્ટર નું ચેપ્ટર “કેટેગરી એ” હેઠળ શ્રેષ્ઠ ચેપ્ટર પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે.

    આ પુરસ્કાર આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટરની અદ્વિતીય સમર્પણ, અવિષ્કાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપે છે.

    2022-23 ની અવધિમાં ચેરમેન તરીકે, સીએમએ મલ્હાર દલવાડીએ માહિતી આપી છે કે મારા તમામ મેનેજિંગ કમીટી સભ્યો, વરિષ્ઠ સભ્યોને, પૂર્વ ચેરમેનો, અને અમદાવાદ ચેપ્ટરના સભ્યો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યની સક્રિય ભાગીદારી અને અટલ સહાયને હૃદયપૂર્વક આભાર આપું છું. આ પ્રાપ્તિ તેમના નિષ્ઠા અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે.

    હું આ પુરસ્કારને આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટરના તમામ સભ્યો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માટે સમર્પિત કરું છું.

    વધુ માહિતી અથવા પૂછતાછ માટે, કૃપા કરીને સંપર્ક કરો:

    સીએમએ મલ્હાર દલવાડી
    તાત્કાલિક ભૂતપૂર્વ ચેરમેન
    મ: +91 91572 48585
    આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટર

    સીએમએ ઉત્તમ ભંડારી
    ચેરમેન
    મ: +91 98243 66511
    આઈસીએમએઆઈ – અમદાવાદ ચેપ્ટર

  • સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તાલીમ શિબિર યોજાઈ

    સાબરકાંઠામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તાલીમ શિબિર યોજાઈ

    નીરવ જોશી , હિંમતનગર

    (M-7838880134 & 9106814540)

    આગામી 21 જૂન 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને 100 દિવસ બાકી છે ત્યારે તેને અનુસંધાનમાં યોગ ઉત્સવ – કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ છે વધુમાં વધુ યોગ પ્રશિક્ષકો અને યોગ કરનારા નાગરિકો તૈયાર કરવા.

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 21 જૂન યોગ દિવસની અનુલક્ષીને 100 DAY COUNT DOWN અભિયાનનો શુભારંભ ગત રોજ માનનીય ગૃહ અને રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લામાંCOUNT DOWN 98DAY નો કાર્યક્રમ થયો.

     

    સાબરકાંઠાને યોગમય અને નિરામય સાબરકાંઠા બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ તરીકે શ્રી અજીતભાઈ પટેલ, જિલ્લા કોર્ડીનેટર અમીબેન પટેલ, યોગ કોચ, યોગ ટ્રેનર, સહિત ઉપસ્થિત મહેમાન તરીકે પતંજલિ જિલ્લા પ્રભારી લલિતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યતિની બેન મોદી, BJP મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને હિંમતનગર પાલિકા કોર્પોરેટ હંસાબેન પિત્રોડા, આરએસએસ ના કાર્યકર્તા અનિલભાઈ, અને હર્ષભાઈ, તથા તાલુકા સદસ્ય શ્રી પ્રકાશભાઈ વૈધ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

     

    ગઈકાલે સાંજે 4:30 થી લઈ 6:30 સુધી યોગ કોર્ડીનેટર અમીબેન તેમજ ફાલ્ગુનીબેન અને બીજા યોગ પ્રશિક્ષકો વડે યોગ રેલી નું આયોજન પણ મોતીપુરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

    શુક્રવારે સવારના 6:30 થી 8:30 સુધી ખૂબ મોટી સંખ્યામાં યોગી ભાઈ બહેનો ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલ ના અભ્યાસ સાથે ખુબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, મહેસાણા થી આવેલા જોન પ્રભારી અજીતભાઈ પટેલે યોગ કોચને ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને વધુમાં વધુ સંખ્યામાં લોકોને યોગ કરતા કરવા તે અંગે ખૂબ જ ઉત્તમ અને વ્યવહારુ સૂચનો કર્યા હતા.

    🕉️🙏👏

  • WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરશે

    WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરશે

    નીરવ જોશી, હિંમતનગર

    (M-7838880134  & 9106814540)

     ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન -WBOની પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અનેક બ્રાહ્મણ સંગઠનો મોજુદ છે, પરંતુ અમુક ક્ષેત્રોમાં હજુ કામ નોંધનીય રીતે થયું નથી જેમ કે શિક્ષણ, આરોગ્ય, નેતાગીરી તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રના લગતા રોજગારના વિષયો…. આ બાબતમાં હજુ બ્રાહ્મણો પરેશાન અને દુઃખી થયા છે…આ ઉપરાંત અમુક બ્રાહ્મણ સંગઠનો નિષ્ક્રિય કે પછી ગુટબાજુનો નો શિકાર બન્યા છે. આ બધી બાબતોને વધારે ઉત્તમ રીતે કરવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન હવે મેદાનમાં આવ્યું છે!

    જેમાં ગુજરાત હાઈકોર્ટે ના રીટા. ચીફ જસ્ટિસ શ્રી રવિકુમાર ત્રિપાઠી, પરશુરામ ફાઉન્ડેશનના શ્રી જગતભાઈ શુક્લ, GTPL ના ચેનલહેડ શ્રી દેવાંગભાઈ ભટ્ટ, પારૂલ યુનિવર્સિટીના રજીસ્ટાર શ્રી પાવન દ્વિવેદી, ડો. રાજેન્દ્રભાઇ વ્યાસ, જીતુભાઈ ઉપાધ્યાય વગેરે બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

    વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન ની આ મિટિંગમાં મુખ્ય એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દેશ તથા વિદેશમાં વસતા તમામ બ્રાહ્મણને એક કરવા, બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓ માટે સારામાં સારી એજ્યુકેશન વ્યવસ્થા ઉભી કરવી, ધંધા રોજગારી માટેની વ્યવસ્થા તૈયાર કરવી, આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા બ્રહ્મ પરિવારને બનતી મદદ કરવી, કર્મકાંડી બ્રાહ્મણ પરિવાર માટે સહાય યોજનાઓ લાગુ કરાવવી, યોગ્ય જીવનસાથી મળી રહે તેની વ્યવસ્થા કરવી આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

    WBO ના ચેરમેનશ્રી હેમાંગભાઈ રાવલ દ્વારા આ મિટિંગમાં ફ્રી એજ્યુકેશન એપ જેમાં ધોરણ 1 થી 12 સુધીના મફત શિક્ષણ ફકત બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને મળે માટે લોન્ચ કરવામાં આવી હતી.

     

    આ પ્રસંગે રાષ્ટ્રીય તથા પ્રદેશ લેવલે હોદેદારોની પણ નિમણુંક કરવામાં આવી હતી, જેથી આગામી સમયમાં WBO દ્વારા જે ઉદ્દેશ્ય સાથે ચાલી રહ્યું છે તેમાં ઝડપથી બ્રહ્મ સમાજને લાભ પોહચાડી શકાય.

    બ્રહ્મ અગ્રણીઓ દ્વારા WBO ના ઉદ્દેશ્યને ખૂબ જ મહત્વના ગણાવ્યા હતા અને આવનારી પેઢી એક નવી દિશા તરફ આગળ વધે તે પ્રમાણે ના ગણાવ્યા હતા. WBO શરૂ થયાની સાથે જ અમેરિકા, આફ્રિકા, દુબઈ, કેનેડામાં વસતા બ્રહ્મ સમાજને જોઈન કર્યા હતા અને વિદેશમાં પણ સમાજના લોકો એક બીજાના મદદે રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

     વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિમણુંક કરેલ પદાધિકારીઓ ની યાદી.

    નિલેશભાઈ જોશી – રાષ્ટ્રીય અધ્યક્ષ.

    ઉમેશભાઈ જોશી – રાષ્ટ્રીય મહામંત્રી.

    નિરવભાઈ વ્યાસ- P. R.O.

    ડોલીબેન દવે – ગુજરાત રાજ્ય મહિલા અધ્યક્ષ.

    વિહાંગભાઈ ત્રિવેદી – ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ.

    ગૌરાંગભાઈ રાવલ – ગુજરાત રાજ્ય મીડિયા ઈન્ચાર્જ

    ડો. કોમલભાઈ યાજ્ઞિક – ગુજરાત રાજ્ય પ્રવક્તા.

    સ્વાતિબેન જોશી – ગુજરાત રાજ્ય મહિલા મહામંત્રી.

    કલ્પેશભાઈ જોશી – ગુજરાત રાજ્યમંત્રી.

    અતુલભાઈ ઉપાધ્યાય – ગુજરાત રાજ્ય લીગલ સેલ પ્રમુખ.

    સ્મિતાબેન રાવલ – સૌરાષ્ટ્ર ઝોન મહિલા ઉપાધ્યક્ષ

    માલતીબેન સાતા – સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી.

    બળવંતભાઈ ઉપાધ્યાય – વડોદરા જિલ્લા પ્રમુખ

    ભાવિનભાઈ ભટ્ટ – મધ્યઝોન ઉપાધ્યક્ષ.

    જાગૃતિબેન જોશી – રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ.

    પ્રેમલભાઈ ત્રિવેદી – અમદાવાદ જિલ્લા પ્રમુખ.

    ડો. રિધ્ધિબેન ત્રિવેદી – વડોદરા શહેર મહિલા પ્રમુખ.

    સ્મિતાબેન જોશી – રાજકોટ શહેર મહિલા પ્રમુખ. સેજલબેન ઉપાધ્યાય – વડોદરા શહેર મહામંત્રી ચિરાગભાઈ પાંડે – વડોદરા શહેર યુવા પ્રમુખ. એશાબેન ભટ્ટ – ભાવનગર શહેર મહિલા ઉપાધ્યક્ષ. અંકિતભાઈ પંડ્યા – વડોદરા શહેર યુવા મહામંત્રી વિજયભાઈ જોશી – લખતર તાલુકા પ્રમુખ સત્યજીત રાવલ – ધંધુકા તાલુકા પ્રમુખ તેજસભાઈ મહેતા – ગાંધીનગર જવાબદારી. દક્ષેશભાઈ પંડ્યા – ગુજરાત રાજ્ય કારોબારી