કવિ: Nirav Joshi

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠામાં, ખેડબ્રહ્મા ખાતે 536 કરોડની યોજનાઓનો શુભારંભ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠામાં, ખેડબ્રહ્મા ખાતે 536 કરોડની યોજનાઓનો શુભારંભ

    નીરવ જોષી, હિંમતનગર

    સાબરની સૌમ્ય ધરા પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન

    મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના પાણી પુરવઠા હસ્તકની રૂ. ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાશે.

    જિલ્લામાં રૂ. ૧૩૬.૪૩ કરોડના લોકાપર્ણ અને રૂ. ૪૦૦ કરોડના ખાતમુહૂર્તના કાર્યોથી બે શહેર અને ૪૧૯ ગામોને યોજના હેઠળ આવરી લેવાશે

                સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે પાણી પુરવઠા હસ્તકની રૂ ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠાની યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે.

            આજે તા. ૦૪ જૂન ૨૦૨૨, શનિવારને સવારે ૧૧-૦૦ કલાકે ખેડબ્રહ્માની આર્ડેક્તા કોલેજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ. ૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી યોજનાઓનું લોકાપર્ણ  જયારે રૂ. ૪૦૦ કરોડના ખર્ચે નવી આકાર પામાનાર વિવિધ જૂથ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

    પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજનાઓના લોકાપર્ણ વેળાએ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, અન્ન નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રભારી અને ઉચ્ચ તાંત્રિક અને વૈધાનિક અને સંસદીય રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર ઉપસ્થિત રહેશે.

    જયારે અતિથિ વિશેષ તરીકે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, હિતુ કનોડીયા તથા જીયુડીસીના ડિરેક્ટર શ્રી જે.ડી. પટેલ ઉપસ્થિત રહેશે.

     

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિકાસકાર્યોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસકાર્યોની સમીક્ષા કરશે. 

    ઉલ્લેખનીય છે કે ધરોઇ વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારીત આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના ૪૧૯ ગામોના ૧૭.૧૫ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.

  • સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

    સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

    નીરવ જોષી , હિંમતનગર (M-9106814540)

    ઓર્ગેનિક ખેતી એટલે કે કુદરતી છાણ ખાતર થી થતી ખેતી તેમજ જંતુનાશકોનો પણ કોઈપણ ઉપયોગ ન થાય તેમજ ફક્ત કુદરતી જંતુનાશક જ વપરાય એવી ખેતી વડે જે અનાજ કે ફળ ફૂલ પ્રાપ્ત થાય છે એને કુદરતી ખેતી કે ઓર્ગેનિક ખેતી કહેવાય છે. આવી ઓર્ગેનિક ખેતી કરવામાં સાબરકાંઠા જિલ્લો પણ પાછળ ન રહે તેવો સંનિષ્ઠ પ્રયાસ કેટલાક ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતો એ શરૂ કર્યો છે. આપણાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે દેશના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવી અને તે માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય હોઈ, છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં પ્રાકૃતિક ખેતીની કામગીરી આત્મા યોજના દ્વારા કરવામાં આવી રહી છે.

    માન.વડાપ્રધાનશ્રી દ્વારા રાજયમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની ફાર્મર પ્રોડ્યુસર કંપની ઊભી થાય તે માટે રાજ્યને ૧૦૦ ફાર્મર પ્રોડ્યુસર કંપની ઊભી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવેલ.જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લામાં પોશિના,ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના ખેડૂતોની પી.કે.વી. સાબરકાંઠા એસ.પી.એન.એફ. પ્રોડ્યુસર કંપની લી. અને તલોદ,પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના ખેડૂતોની ટી.પી.એચ. સાબરકાંઠા એસ.પી.એન.એફ. પ્રોડ્યુસર કંપની લી. નામક બે ફાર્મર પ્રોડ્યુસર કંપની હાલમાં ચાલુ કરવામાં આવેલ છે.જેના સભાસદો તેમજ જિલ્લાના અન્ય પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની બેઠક તા.૨૭/૦૫/૨૦૨૨ ને શુક્રવારના રોજ સ્વામીનારાયણ મંદિર,કાંકણોલ,હિંમતનગર ખાતે મળેલ હતી.જેમાં જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય અને જીલ્લામાં બનેલ ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જોડાઇ પોતે પણ આર્થિક અને સામાજીક રીતે પગભર થાય તે માટે કુબેર કોર્પોરેશન કંપની તરફથી આવેલ સી.એસ. શ્રી યોગેશભાઈ સોમૈયા અને એસ.પી.એન.એફ. સંયોજક શ્રી દિક્ષિતભાઈ પટેલ તેમજ એફ.પી.ઓ.ના ડિરેક્ટરશ્રીઓ ધ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવેલ હતો.

    1

    આ પ્રસંગે શ્રી દીપસિંહ રાઠોડ,માન.સાંસદ સભ્યશ્રી,સાબરકાંઠા અને અરવલ્લી,શ્રી વિપુલભાઈ પટેલ,સાબરકાંઠા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી, શ્રી બળવંતભાઈ પટેલ, પ્રાંતિજ તાલુકા પ્રમુખશ્રી,ભાજપા,શ્રી ડી.જે.પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સાબરકાંઠા,શ્રી જીગરભાઈ પટેલ,મદદનીશ બાગાયત નિયામકશ્રી,સાબરકાંઠા,શ્રી ભરતભાઇ પટેલ, મેનેજરશ્રી,ગુજરાત એગ્રો,સાબરકાંઠા,શ્રી એમ.ડી.પટેલ,ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર,આત્મા,સાબરકાંઠા,શ્રી રમેશભાઈ પટેલ, ઝોનલ સંયોજકશ્રી, પ્રાકૃતિક ખેતી,સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા અને તાલુકાનાં સંયોજકશ્રીઓ તેમજ સહ સંયોજકશ્રીઓ અને આત્મા સ્ટાફ તેમજ જિલ્લાના એફ.પી.ઓ.ના સભાસદો તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો હાજર રહ્યા હતા.

  • મહાકાલી માની ભવ્યાતીભવ્ય નગરયાત્રા વડાલીમાં શનિવારે નીકળી

    મહાકાલી માની ભવ્યાતીભવ્ય નગરયાત્રા વડાલીમાં શનિવારે નીકળી

    નીરવ જોશી ,હિંમતનગર

    આજરોજ મહાકાળી મંદિર વડાલી ની ભવ્યાતિભવ્ય નગર યાત્રા નગરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ પુર્વક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સગર સમાજ જે ખૂબ મોટા પાયે – સંખ્યામાં નગરમાં વસી રહ્યો છે તેમના કુળદેવી મહાકાળી માનો મંદિરની સ્થાપના નું ૨૫મું વરસની રજત જયંતિ ઉજવણી ચાલી રહી છે. આ ચાર દિવસીય રજતજયંતી મહોત્સવના ઉપક્રમે આજે ત્રીજા દિવસે મા મહાકાળીની દિવ્ય પાલખીયાત્રા સાત જેટલા ટ્રેકટરો પર બનેલા રથ અને દેવો ના પોશાક ભક્તો વડે આયોજિત કરવામાં આવી હતી.

    આ નગરયાત્રા આશરે સાડા આઠની આસપાસ મહાકાળી મંદિરથી નીકળી અને નગર સેવા સદનની પાસે આવેલા પ્રવેશદ્વારમાંથી વડાલીમાં પ્રવેશ કરી ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. આખા વડાલી નગરના મહાકાલી ભક્તો ને પાલખી વડે દર્શન આપીને મા મહાકાલી એ સર્વે નગરજનોને ધન્ય ધન્ય કર્યા હતા.

    નાસિક બેન્ડ વાળી તેમજ 3 ડીજે ના અવાજે સગર ભકતો ઝુમી ઉઠ્યા હતા! ખૂબ મોટા પાયે ધામધૂમથી માં મહાકાળી માની નગરયાત્રા હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં બપોરના બાર વાગ્યા સુધીમાં સંપન્ન થઈ હતી.ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આવતીકાલે સહસ્ત્ર ચંડી હવન ની પૂર્ણાહુતિ બપોરે સાડા બારની આસપાસ થનાર છે જેનો સગર ભક્તો તેમ જ સમગ્ર શહેરના ભક્તો પણ શ્રદ્ધાપૂર્વક લાભ લેશે.

  • સાંભળી છે એક અનોખી બેંક જેનાથી થાય છે સેવા યજ્ઞ?

    સાંભળી છે એક અનોખી બેંક જેનાથી થાય છે સેવા યજ્ઞ?

    બ્યુરો , હિંમતનગર

    • અસ્થિ બેંક પુંસરી… એક અનોખો સેવા યજ્ઞ.
    • પુંસરી ગામના સામાજીક અગ્રણી નરેંદ્રભાઇ દ્રારા ૨૦૦૬થી અસ્થિ બેંકની સેવા અવીરત ચાલુ છે
    •  મૃતકના પરીજનને આ સેવાના બદલે પાંચ વૃક્ષ વાવી જતન કરવા આગ્રહ રાખે છે

    રામ નામ સત્ય હૈ આવું ઉચ્ચારણ કરીને અંતિમ સંસ્કાર જતાં સ્વજનોને ક્યારે અસ્તિ ફુલ વીણવા  સ્મશાને જવું પડે છે ત્યારે આ ફૂલોને ક્યારે ગંગા પર જઈને એને ગંગા પાણીમાં પધરાવશું એનું પણ વિચાર આવતા હોય છે. તો આ લોકો માટે એક અનોખી બેંકની પણ સાબરકાંઠામાં રચના કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું પુંસરી ગામ અનેક રીતે આગવી ઓળખ ધરાવે છે. આ ગામને ઓળખ આપવા માટે ગ્રામજનો તેમજ અગ્રણીઓ ખુબ જ જહેમત ઉઠાવે છે. આ ગામમાં ૨૦૦૬થી      અસ્થિ બેંક સ્થાપવામાં આવી છે. આ બેંકમાં જમા થતાં અસ્થિ દર વર્ષે ગંગાજી હરિદ્વાર ખાતે અસ્થિ બેંકના સ્થાપક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નરેન્દ્રભાઈ પટેલ તેમના જન્મદિવસ ૨૨ મેનાં રોજ ગંગાજી હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરે છે.

         દર વર્ષે અવિરત ચાલતી આ સેવાના ભાગરૂપે વર્ષ ૨૦૨૧-૨૨ના એક વર્ષમાં ૧૪૧ અસ્થિ જમા કરાવવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, અને ગાંધીનગર જિલ્લામાંથી પોતાના પ્રિયજનોના અસ્થિ અહિં અસ્થિ બેંકમાં જમા કરાવવામાં આવ્યા છે. આ સેવા વિનામૂલ્યે આપે છે અને આ વર્ષે નરેંદ્રભાઇના જન્મ દિન તા. ૨૨ મે ૨૦૨૨ના રોજ તેઓ  પોતે હરિદ્વાર ગંગાજીમાં ૧૪૧ લોકોના અસ્થિનું વિધિવત વિસર્જિત કરાશે અને આ મૃતકોના મોક્ષ માટે માતા ગંગાને પ્રાર્થના કરશે. 

       

         આ જન્મ દિને નરેન્દ્રભાઈએ નવો અભિગમ અપનાવી પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી સવારે ૧૦ વાગે અસ્થિ વિસર્જનને લાઇવ દર્શાવશે. જેથી પોતાના સ્વજનોની અંતિમ વિદાય પરીજનો જોઇ શકે. છેલ્લા ૧૫  વર્ષથી આ પરંપરા તેઓ નિભાવી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન અસ્થિ બેંક પુંસરીમાં ૨૨૦૦  જેટલા લોકોના અસ્થિ જમા લઈ વિનામૂલ્યે વિસર્જન કરાયા છે..અસ્થિ બેંકમાં જમા કરાવનાર દરેકનો આભાર માનતો પત્ર પણ લખાય  છે.  

     આ સેવાના બદલે નરેન્દ્ર ભાઈ મૃતકના વારસદારો પાસે પર્યાવરણ શુદ્ધિકરણ માટે પાંચ વૃક્ષ વાવી તેના જતન કરવાનો આગ્રહ કરે છે જેના કારણે પર્યાવરણ પણ જળવાઈ રહે. 

  • વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

    વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

    નીરવ જોષી, હિંમતનગર

    સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત વાગ્યે માં મહાકાળી ની નગરયાત્રા નીકળવાની છે હજી સુધી હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે . સગર સમાજના આધ્ય કુળદેવી માં મહાકાળી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અહીંયા બિરાજ્યા છે જેને સમાજ આરાધ્ય દેવી તરીકે પૂજે છે.

     

    ૧૮મી થી ૨૨ મેએ સુધી આ રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધુમપુર્વક ઉજવાઇ રહ્યો છે જેનો લાભ પાંચ ગામ સગર સમાજ ના લોકો તેમજ ગુજરાતમાં તેમના સગા પણ લઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ બીજા દિવસે કાજલ મહેરીયા લોક કલાકાર લોકોને ગરબા મહોત્સવ કરાવ્યો હતો.

    શુક્રવારના રોજ આ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો વિધિ પૂર્ણ સવારે શરૂઆત તેમજ સાંજે કલાકાર જયદીપ ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારના સવારે સાત વાગે મહાકાળી માની નગરયાત્રા પણ ખૂબ મોટા પાયે ધામધૂમથી નીકળવાની છે.

    ઉલ્લેખનીય છે કે વડાલી નગરની આસપાસ આવતા ચાર ગામો જેમાં સગર સમાજ બહુ મોટી સંખ્યામાં રહે છે. આ સમાજના ખેડૂતો તેમજ વેપારીઓ શાકભાજીનો વ્યવસાય સાથે સંકળાયેલ છે, તેમની મહાકાળી માતા માં શ્રદ્ધા અને આસ્થા અનન્ય અને અતૂટ છે. અહીં ખેડબ્રહ્મા વડાલી હાઇવે ઉપર મહાકાળી માનુ મંદિર નું નિર્માણ થયે કુલ ૨૫ વર્ષ થયા છે. આ મંદિર વર્ષો થી ખેડબ્રહ્મા જનારા માતાજીના સંઘો તેમજ અંબાજી જતા પગપાળા સંઘના મા અંબાના ભક્તોને પણ ખૂબ જ સેવા પૂરી પાડે છે.

    આ મંદિરના સંકુલમાં સગર સમાજ ના આદિ પુરુષ મહર્ષિ ભગીરથ નું મંદિર પણ આવેલું છે. હિન્દુ શાસ્ત્રના પુરાણોમાં ભગીરથ તપસ્વી ઋષિ ના કારણે ગંગા નદી આ પૃથ્વી પર અવતરિત થઈ હતી એવું દર્શાવવામાં આવ્યું છે.આમ સગર સમાજ ભગીરથ ઋષિને તેમના સનાતન પુરુષ માને છે અથવા તો બધા જ સગર સમાજના લોકો એ ભગીરથ ઋષિ ના આશીર્વાદ પામેલા સંતાનો છે એમ માને છે. અહીંયા મંદિરના સંકુલમાં તેમનું દિવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે જે તેમની મૂર્તિ બિરાજમાન દ્રશ્યમાન થાય છે.

    ગઈકાલથી શરૂ થયેલા મહાહવનમા હરિઓમ આચાર્ય ના અધ્યક્ષ સ્થાને કુલ ૧૩૧ બ્રાહ્મણ વડે મહાકાલી સમર્પિત દિવ્ય મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં કુલ ૨૧ કુંડી હવન તેમજ અન્ય બ્રાહ્મણો રોજ ૫ ચંડીપાઠ પણ કરવામા આવે છે. યજ્ઞની ભવ્યાતિભવ્ય પુર્ણાહુતી ૨૨મી તારીખે થશે. મંત્રોચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું છે. સમગ્ર મહાકાળી મંદિર પરિસર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે.

     

    આ કાર્યક્રમમાં 18 તારીખે સાંસ્કૃતિક મહોત્સવ પડે પાંચ સગર ગામના બાળકો નું ટેલેન્ટ શો પણ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોએ મનમોહક કૃતિઓ રજૂ કરી હતી. સમાજની અંદર જાગૃતિ ફેલાય તેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.

    શુક્રવારના સાંજે જયદીપ ગઢવી ડાયરો ની રંગત જમાવશે તેમજ લોક ગાયિકા રાધે ગ્રુપ ની રિયા પટેલ પણ ભક્તોને ગરબાના ભક્તિ સંગીત માં આનંદ ઉત્સવ કરાવવા રવિવારના રાત્રે પધારશે. યજ્ઞની પુર્ણાહુતી 22 તારીખે થશે તેમજ મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવા માટે ભક્તોને યાદગાર લાભ આપવામાં આવશે.

    સમગ્ર મંદિરનું પરિસર ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. અલગ અલગ કમિટીઓ બનાવીને સગર ભક્તોએ આવનારા લોકોની સેવા કરવા માટે ખૂબ મહેનત કરી છે.

    ચાર દિવસ માટે મા ના દિવ્ય પ્રસાદનું સવાર-સાંજ આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી અલગ અલગ કમિટીઓ બનાવીને ખડે પગે સેવા આપી રહ્યા છે. આ ગ્રુપમાં સવાર તેમજ બપોરની ચા બનાવવાનું કાર્ય કરનારા સગર ભક્તોના ગ્રુપને અલખ ધણી જેવું રસપ્રદ નામ આપવામાં આવ્યું છે.

    રજત જયંતિ મહોત્સવ માં સેવા આપનારા સ્વયંસેવકો નું સન્માન પણ શુક્રવારે બપોરે મંચ પર કરવામાં આવ્યું હતું. નાના બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મહાકાળી મંદિર ના શુભારંભ સમય જેમણે એનો પાયો નાંખ્યો તેવા સૌથી વયોવૃદ્ધ વડિલ નું પણ ખુબ જ ભાવ પૂર્વક સન્માન કરવામાં આવ્યું.

    હજુ શનિવાર તેમજ રવિવાર હજારોમાં મહાકાળી ના ભક્તો આજુબાજુના ગામડાઓમાંથી તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી વડાલી મુકામે આવીને આ રજત જયંતી મહોત્સવનો મોટા પાયે લાભ લેશે અને મહાકાળી માના આશીર્વાદ લઈને ધન્ય થશે તે આ કાર્યક્રમ ની મુલાકાત લેતા જ દેખાઈ રહ્યું છે!

    સગર ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થા જોવા અને માણવા રજત જયંતિ મહોત્સવ માં આવવું જ રહ્યું! જય માં મહાકાલી!

     

  • ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું

    ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું

    નીરવ જોષી, અમદાવાદ

    ગુજરાત કોંગ્રેસ માંથી હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે . છેલ્લા ત્રણ અઠવાડિયાથી હાર્દિક જાય છે એ વાતની અટકળો લાગી રહી હતી, જે છેવટે સાચી પડી છે .ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કેટલાક મોટા કોંગ્રેસના નેતાઓને ભાજપ ફેરવી જશે. આ કાર્યક્રમના અનુક્રમે આજે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા અને જુસ્સાદાર પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનું રાજીનામું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે  અથવા તો હાર્દિક પટેલે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની કાર્યવિધિ સામે કંટાળીને છેવટે નિરાશ થઈને રાજીનામું આપ્યું છે એમ પણ કહી શકાય. હાર્દિક પટેલે પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્ર વડે ટ્વિટર પર મુક્યું હતું.

    હાર્દિક ના એક સમયના પાટીદાર આંદોલનના કાર્યક્રમમાં સાથી નેતા રહેલા ગીતા પટેલ તેમજ અલ્પેશ કથીરિયા અને અન્ય પાટીદાર નેતાઓને પણ હાર્દિક પટેલના આ નિર્ણયથી ભારે આઘાત લાગ્યો છે. તેમણે હાર્દિક પટેલને આવા અવિચારી પગલાં બદલ ખૂબ કડક ટીકા કરી છે અને ભવિષ્યમાં તેનું ભાવિ રાજનીતિક કેરિયર અંગેના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે.

     

    ગુજરાતના રાજકારણમાં એવી અટકળો લાગી રહી છે કે આગામી સમયમાં વડાપ્રધાન ની ગુજરાતમાં રાજકોટ ખાતે હાજરી સમયે હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ એમ પણ કહેવું વહેલું ગણાશે કે આગામી સમયમાં હાર્દિક પટેલની રાજનીતિક રણનીતિ શું હશે??? ગુજરાત કોંગ્રેસ એવું કહી રહી છે કે કોંગ્રેસ છોડવી એ હાર્દિકની મોટી ભૂલ છે … હાર્દિક ને વધુ આપીને ફ્રી હેન્ડ ગુજરાત કોંગ્રેસમાં પણ જવાબદારીઓ અપાઇ નહોતી? હાર્દિક નું વલણ એ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે.

  • યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન સમગ્ર ગુજરાતમાં છેડાશે

    યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન સમગ્ર ગુજરાતમાં છેડાશે

    AVS બ્યૂરો, અમદાવાદ

    ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા “ગુજરાત માંગે રોજગાર” અભિયાનનું વિમોચન.

    આજરોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત પ્રેસ કોંફરન્સમાં ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનનું વિમોચન કરવામાં આવ્યું હતું…

    ગુજરાતમાં બેરોજગારી ભરડો લઈ ગઈ છે ત્યારે વડાપ્રધાનના કહ્યા અનુસાર 2 કરોડ રોજગાર આજે ક્યાય મળતા નથી. ગુજરાતમાં સરકારી આંકડા અનુસાર 3,64,252 બેરોજગારો નોંધાયા છે જેમાથી 3,46,436 શિક્ષિત તથા 17,816 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જે ખુબજ ગંભિર બાબત છે માટે ગુજરાતના યુવાનોના આક્રોશને વાચા આપવા માટે ગુજરાત યુવક કોંગ્રેસ હરહમેશ કટિબદ્ધ રહ્યું છે..

    “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો આયોજીત કરવામા આવશે.

    # પ્રથમ ચરણ :- રોજગાર ક્યા છે??

    “રોજગાર ક્યાં છે?” અંતર્ગત ગુજરાતના તમામ જીલ્લાની શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે જેની શરૂઆત 17 મી મે ના રોજ પાટનગર ગાંધીનગરથી થશે અને ગુજરાતના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.. કઈ તારીખે કયા જીલ્લા માં કાર્યક્રમ થશે તેની માહિતી અહીંયા આપી રહ્યા છીએ.

    # દ્વિતીય ચરણ :- બેરોજગાર સભા અને રોજગાર માંગ પત્ર
    (તારીખ 10મી જુલાઈ થી)

    ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભા નું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા આવશે.

    # તૃતીય ચરણ :- બેરોજગાર રેલી
    (15 ઓગસ્ટ થી)

    ગુજરાતની તમામ વિધાનસભા અને ઝોનવાઈઝ યુવાનોને રોજગાર આપવા માટે બાઈકરેલી યોજીને કલેકટરને આવેદન આપવુ તથા યુવાનોને રોજગાર આપવા માટે અવાજ બુલંદ કરવો.

    # ચતુર્થ ચરણ :- National Unemployment Day
    (17 સપ્ટેમ્બર)

    દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન ૧૭-સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવવામા આવશે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી રજીસ્ટ્રર બહાર પાડીને વડાપ્રધાન શ્રી ને 1 લાખ ‘ગેટ વેલ સુન’ કાર્ડ મોકલીને વડાપ્રધાનને રાજ્યભરમાં ચાલી રહેલી અન્ય ગતિવિધિઓથી અવગત કરાશે.

    કેમ્પેઇન 2 : ગુજરાત સમૃધ્ધિ કાર્ડ

    ગુજરાત યુવક કોંગ્રેસ ગુજરાતના યુવાનો માટે સમૃધ્ધિ કાર્ડ લોન્ચ કરશે જે સરકાર બનવા પર 3 લાભ પ્રદાન કરશે.

    * દરેક માટે નોકરી/ધંધામા રોકાણ ની બાયંધરીનો લાભ અને લાભ ન મળે ત્યા સુધી 4000 રૂપીયા દર મહિને.

    * ખાનગી શાળા અને કોલેજમા સબસીડી દ્વારા ભણતર

    * દરેક કુટુબ માટે 1 કરોડ સુધીનો શારિરિક વીમો બોટોમ

    “ગુજારત માંગે રોજગાર” અભિયાન મુજબ ગુજરાત યુવક કોંગ્રેસ તથા પ્રદેશ કોંગ્રેસ સાથે મળીને યુવાનોની બેરોજગારી મુદ્દે અવાજ ઉઠાવશે તથા ગુજરાતના ભવિષ્યને આર્થિક સામાજીક રીતે સશક્ત થઈ શકે માટે ક્રાતીકારી રીતે અવાજ ઉઠાવાશે.

     

     

  • ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

    ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

    AVS Post Bureau, કચ્છ.

    કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય

    કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે

    રૂપિયા ૧૫૫૦ કરોડના અંદાજિત ખર્ચે આ કામગીરી હાથ ધરી અંજાર અને ભૂજ તાલુકાના વધુ ૧૩,૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ

    ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવતા મુખ્યમંત્રીશ્રી

    કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ ૪૫ કિલોમીટર લંબાવવામાં આવશે
    .
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આ ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે

    આ કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ ૪૫ કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વધારાની ૪૫ કિ.મી. લંબાઈમાં ૧૭૬ જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો આ બેઠકમાં આપ્યા હતા.
    અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલમાં દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના ૨૩.૦૨૫ કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે.

    હવે, આ નહેરને ભુજ તાલુકાના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના ૧૩,૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે.
    .
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અંજાર અને ભૂજ તાલુકાના ખેડૂતો, અગ્રણીઓ, પદાધિકારીઓ વગેરેએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતા તેમણે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
    .
    આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે ૧ મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે.
    .
    *મુખ્યમંત્રીશ્રીએ અંદાજીત રૂા. ૧૫૫૦ કરોડના ખર્ચે હાથ ધરાનારી આ દૂધઈ પેટા શાખા નહેરની તથા તેની વિસ્તરણ માળખાની નહેરોના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી*
    .
    *આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમ ના ડાયરેક્ટર સિવીલ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ,જળ સંપત્તિ વિભાગ ના સચિવ અને ખાસ સચિવ તેમજ વરિષ્ઠ ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 15 મે થી ગુજરાતના આટલા સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની કરશે શરૂઆત

    15 મે થી ગુજરાતના આટલા સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની કરશે શરૂઆત

    AVS Post Bureau, અમદાવાદ

    આમ આદમી પાર્ટીની પરીવતઁન યાત્રામાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવશે

    આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા ગુજરાતના છ અલગ અલગ સ્થળોથી શરૂ થશે

    પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટી જનતાના મુદ્દાઓ ઉઠાવશે

    ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

    સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી- આપ આગળ વધી રહી છે. હવે આદમી પાર્ટી વધુ તેજીથી આગળ વધવા માટે સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરવા જઈ રહી છે.

    આવતીકાલે 15 મે થી ગુજરાતના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરશે.

    ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

    જેના પ્રસ્થાન સ્થળો નિચે મુજબના છે.

    *પ્રસ્થાન સ્થળ: 1*
    સોમનાથથી ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ શ્રા ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નિમિષાબેન ખુંટ તથા આમ આદમી પાટીઁ ગુજરાત યુથ વિંગ પ્રમુખ શ્રી પ્રવીણ રામ ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ સવારે 8:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

    *પ્રસ્થાન સ્થળ: 2*
    દ્વારકાથી ‘આપ’ નેતા શ્રી ઇસુદાન ગઢવી, શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી શ્રા અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ સાથે સવારે 9:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

    *પ્રસ્થાન સ્થળ: 3*
    સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી શ્રા સાગરભાઈ રબારી સવારે 10:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

    *પ્રસ્થાન સ્થળ: 4*
    દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી નેતા મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી શ્રા રામ ધડૂક અને આપ નેતા શ્રી રાકેશ હિરપરા સાંજે 4 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

    *પ્રસ્થાન સ્થળ: 5*
    ઉમરગામ થી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અર્જુન રાઠવા અને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ વસાવા સવારે 10:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

    *પ્રસ્થાન સ્થળ: 6*
    અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ શ્રી રાજુ કરપડા અને ‘આપ’ નેતા શ્રી કૈલાશદાન ગઢવી સવારે 7:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.

    ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા,ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આપ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.

     

  • બ્લોક કરાયેલી યુટ્યુબ ચેનલોની વ્યુઅરશિપ 68 કરોડથી વધુ હતી!

    પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો, ભારત સરકાર

    અમદાવાદ: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થાને લગતી ખોટી માહિતી ફેલાવવા બદલ 16 YouTube ન્યૂઝ ચેનલોને બ્લોક કરી છે

    IT નિયમો, 2021 હેઠળ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને 10 ભારતીય અને 6 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી

    યુટ્યુબ ચેનલો ભારતમાં ગભરાટ ફેલાવવા, સાંપ્રદાયિક વિસંગતતા ઉશ્કેરવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખોટી, ચકાસાયેલ માહિતી ફેલાવી રહી હતી

    બ્લોક કરાયેલી યુટ્યુબ આધારિત ન્યૂઝ ચેનલોની વ્યુઅરશિપ 68 કરોડથી વધુ હતી

    IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને, માહિતી અને પ્રસારણ મંત્રાલય, 2021, 22.04.2022 ના રોજ બે અલગ-અલગ આદેશો દ્વારા, સોળ (16) YouTube આધારિત ન્યૂઝ ચેનલો અને એક (1) Facebook એકાઉન્ટને અવરોધિત કરવા માટે નિર્દેશો જારી કર્યા.

    બ્લોક કરાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં છ પાકિસ્તાન આધારિત અને દસ ભારત આધારિત યુટ્યુબ ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે, જેની કુલ વ્યૂઅરશિપ 68 કરોડથી વધુ છે. એવું જોવામાં આવ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા, ભારતના વિદેશ સંબંધો, દેશમાં સાંપ્રદાયિક સંવાદિતા અને જાહેર વ્યવસ્થા સંબંધિત બાબતો પર સોશિયલ મીડિયા પર નકલી સમાચાર ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. કોઈપણ ડિજિટલ સમાચાર પ્રકાશકોએ IT નિયમો, 2021ના નિયમ 18 હેઠળ જરૂરી માહિતી મંત્રાલયને આપી ન હતી.

    સામગ્રીની પ્રકૃતિ

    ભારત આધારિત કેટલીક યુટ્યુબ ચેનલો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી સામગ્રીએ સમુદાયને આતંકવાદી તરીકે ઓળખાવ્યો હતો અને વિવિધ ધાર્મિક સમુદાયોના સભ્યોમાં નફરતને ઉશ્કેર્યો હતો. આવી સામગ્રીમાં સાંપ્રદાયિક વિસંગતતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની ક્ષમતા હોવાનું જણાયું હતું.

    બહુવિધ ભારત આધારિત યુટ્યુબ ચેનલો સમાજના વિવિધ વર્ગોમાં ગભરાટ ફેલાવવાની સંભાવના ધરાવતા વણચકાસાયેલા સમાચાર અને વિડિયો પ્રકાશિત કરતી જોવા મળી હતી. ઉદાહરણોમાં કોવિડ-19ને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉનની ઘોષણા સંબંધિત ખોટા દાવાઓનો સમાવેશ થાય છે, જેનાથી સ્થળાંતરિત કામદારોને ધમકી મળે છે, અને અમુક ધાર્મિક સમુદાયોને ધમકીઓ આપતા બનાવટી દાવાઓ વગેરે. આવી સામગ્રી દેશમાં જાહેર વ્યવસ્થા માટે હાનિકારક હોવાનું જણાયું હતું.

    પાકિસ્તાન સ્થિત યુટ્યુબ ચેનલોનો ઉપયોગ ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર અને યુક્રેનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશી સંબંધો વગેરે જેવા વિવિધ વિષયો પર ભારત વિશેના નકલી સમાચાર પોસ્ટ કરવા માટે સંકલિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આ ચેનલો રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને ભારતની અખંડિતતા અને વિદેશી રાજ્યો સાથેના ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોના પરિપ્રેક્ષ્યમાં સંપૂર્ણપણે ખોટી અને સંવેદનશીલ હોવાનું જણાયું હતું.

    23મી એપ્રિલ 2022ના રોજ, મંત્રાલયે ખાનગી ટીવી ન્યૂઝ ચેનલોને ખોટા દાવા કરવા અને નિંદાત્મક હેડલાઇન્સનો ઉપયોગ કરવા સામે પણ સલાહ આપી હતી. ભારતમાં પ્રિન્ટ, ટેલિવિઝન અને ઓનલાઈન મીડિયામાં સુરક્ષિત અને સુરક્ષિત માહિતી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે.

    થંબનેલ: જર્મનીએ ભારત પર પ્રતિબંધની માંગ કરી છે

    થંબનેલ: સાઉદીએ ભારતમાં તેલની નિકાસ બંધ કરવાની જાહેરાત કરી.

    થંબનેલ: તુર્કીએ ભારતની S400 સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો

    થંબનેલ: પાકિસ્તાને ભારતનો 90 અબજનો કાફલો ડૂબાડી દીધો

    થંબનેલ: રશિયાએ યુક્રેનમાં 40 ભારતીય સૈનિકોને ફાંસી આપવાની જાહેરાત કરી

    થંબનેલ: અમેરિકા ભારત પાસે કાશ્મીર માંગે છે

    થંબનેલઃ ભારતીય સેના પર સતત હુમલો, 24 રાજ્યો અલગ થઈ શકે છે

    થંબનેલ: MBSની મોટી જાહેરાત, તમામ ભારતીયોને બહાર કાઢવાનો આદેશ.

    સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો બ્લોક કરી દેવામાં આવી છે

    YouTube ચેનલો

    ક્રમ નં.

    YouTube ચેનલના નામ

    મીડિયા આંકડા

    1.

    Saini Education Research

    5,870,029 Views

    59,700 Subscribers

    2.

    Hindi Mein Dekho

    26,047,357 Views

    3,53,000 Subscribers

    3.

    Technical Yogendra

    8,019,691 Views

    2,90,000 Subscribers

    4.

    Aaj te news

    3,249,179 Views

    Subscribers: NA

    5.

    SBB News

    161,614,244 Views

    Subscribers: NA

    6.

    Defence News24x7

    13,356,737 Views

    Subscribers: NA

    7.

    The study time

    57,634,260 Views

    3,65,000 Subscribers

    8.

    Latest Update

    34,372,518 Views

    Subscribers: NA

    9.

    MRF TV LIVE

    1,960,852 Views

    26,700 Subscribers

    10.

    Tahaffuz-E-Deen India

    109,970,287 Views

    7,30,000 Subscribers

     

    Total

    Views: 42,20,95,154

    25,54,400 Subscribers

    પાકિસ્તાન આધારિત યુટ્યુબ ચેનલો

    11.

    AjTak Pakistan

    6,04,342 Views

    Subscribers: NA

    12.

    Discover Point

    10,319,900 Views

    70,600 Subscribers

    13.

    Reality Checks

    2,220,519 Views

    Subscribers: NA

    14.

    Kaiser Khan

    49,628,946 Views

    4,70,000 Subscribers

    15.

    The Voice of Asia

    32,438,352 views

    Subscribers: NA

    16.

    Bol Media Bol