કવિ: Nirav Joshi

  • ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉદ્યોગકાર માટે પરિસંવાદનું આયોજન કરાયું

    ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉદ્યોગકાર માટે પરિસંવાદનું આયોજન કરાયું

    નીરવ જોષી , હિંમતનગર

    આજરોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સાબરકાંઠા ઇન્ડસ્ટ્રી ફેડરેશનના ઉપક્રમે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના માહોલમાં જિલ્લાના ઉદ્યોગોને પણ માઠી અસર પહોંચી છે, આને પરિણામે સાબરકાંઠા જિલ્લાના ઇન્ડસ્ટ્રી ફેડરેશન ના પ્રમુખ કાંતિભાઇ શાહ તેમજ અન્ય પદાધિકારીઓના પ્રયાસોને લીધે જિલ્લાના ઉદ્યોગકારોના સંગઠન તેમજ જિલ્લાના ઉદ્યોગિક કેન્દ્ર ના નેજા હેઠળ અર્થપૂર્ણ સંવાદ યોજીને આગામી સમયમાં વિવિધ ઉદ્યોગોને સરકાર કેવી મદદ કરી શકે તે અંગે અર્થપૂર્ણ પરિસંવાદ આયોજિત કરવામાં આવ્યું હતું.

  • હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ કરશે

    હિંમતનગર નગરપાલિકા ઉમિયા વિજય રોડ ફરીથી બનાવવા 2.20 કરોડનું આંધણ કરશે

    નીરવ જોષી, હિંમતનગર

    આજરોજ ખાડા ટેકરા થી ભંગાર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલા ઉમિયા વિજય ટીપી રોડ જે 2019 માં મહાવીરનગર વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તેને લઈને હિંમતનગર કોંગ્રેસે નગરપાલિકા સામે મોરચો માંડયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના આવી ગયો છે , આમ છતાં 2019 માં બનેલો રસ્તો તદ્દન ખાડાટેકરાથી સાવ જૂનો રોડ જેવો દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં આ રોડ ને ફરીથી બનાવવા માટે ભાજપ શાસિત નગરપાલિકામાં ફરી એક વખત ૨.૨૦ કરોડ ના ખર્ચે ટેન્ડર જાહેર કર્યા સિવાય કંપનીને રૂપિયા ફાળવીને કામ પણ ચાલુ કરી દેવાયું છે!!!

    આ અંગે વિપક્ષની ભૂમિકામાં રહેલી કોંગ્રેસે પ્રજાજનોની પડતી હાલાકી અને વેદના ને તેમ જ ભ્રષ્ટાચાર સામે આક્રોશ ને વાચા આપતો આજે કાર્યક્રમ આપ્યો હતો

     

    તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ ને ભ્રષ્ટાચારી ભાજપના નગરપાલિકામાં અસહનીય તેમજ ભ્રષ્ટાચારી કરતૂતો સામે પગલાં લેવાની માગણી સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું. આ બાબત અંગે સમગ્ર વિગતે હિંમતનગર પાલિકાના વિપક્ષી નેતા ઇમરાન બાદશાહ સાથે વિસ્તૃત રીતે વાતચીત કરી હતી. તેમનું કહેવું હતું કે કોઈપણ ભોગે ટેન્ડર બહાર પાડ્યા સિવાય દોઢ વર્ષ પહેલાં બનેલા રોડ અને તેની બિસ્માર હાલત અંગે સઘન તપાસ થવી જોઇએ. રોડને ખરાબ ગુણવત્તાવાળા મટીરીયલ થી બનાવનારા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. જે કંપનીએ 2019 માં ખરાબ રસ્તો બનાવ્યો છે તેના 17 લાખ ડિપોઝિટ જપ્ત કરીને નગરપાલિકા શું સાબિત કરવા માંગે છે ? એના સિવાય બીજા જવાબદાર નગરપાલિકા મુખ્ય ઇજનેર તેમજ અન્યની ભૂમિકાની તપાસ ન થવી જોઈએ??? હિંમતનગર ની જનતા ટેક્સના રૂપિયાનો આવો ખરાબ દુર ઉપયોગ શા માટે થઈ રહ્યો છે ?ફરીથી અઢી કરોડનું આંધણ કરવાનું છે? જવાબદારો સામે પગલાં ન લઇને નગરપાલિકા ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહી છે.

     

  • કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

    કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

    આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના)

    પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ?

    “સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે.

    કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ?

    ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે સ્થાપેલી સેવા સંસ્થા. તેનું મુખ્ય મથક અમદાવાદમાં. આ સંસ્થાએ લાખો શ્રમિક મહિલાઓના પરિવારમાં સુખનો સૂરજ ઊગાડ્યો. બીજી સંસ્થા એટલે સેવા રૂરલ. એ સંસ્થા દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ઝગડિયા (જિલ્લોઃ ભરૂચ)માં આવેલી છે. આ સંસ્થાએ લાખો આદિવાસીઓના જીવનમાં ઉજાસ પાથર્યો.

    આ સંસ્થાનાં સ્થાપકો પૈકીનાં એક એટલે ડૉ. લતાબહેન દેસાઈ. સાથી સ્થાપક હતા તેમના જીવન સાથી ડૉ. અનિલ દેસાઈ. (તેમણે 16મી એપ્રિલ, 2019ના રોજ વિદાય લીધી.)

    ડૉ. લતાબહેન દેસાઈનું જીવનનું સૂત્ર છેઃ आत्मनो मोक्षार्थम् जगत् हिताय च. એટલે કે આ જીવન આપણા વ્યક્તિગત સ્વના ઉદ્ધાર માટે અને પૃથ્વી પરના બધાની સુખાકારી માટે છે.

    ડૉ. લતાબહેન દેસાઈનો જન્મ 8 ઓગસ્ટ 1941ના રોજ સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારમાં થયો હતો. તેઓ માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમણો પોતાના પિતા ગુમાવ્યા હતા. 1965માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી તેઓ સ્નાતક થયાં. 1965ના યુદ્ધ પછી તરત જ ભારતીય સૈન્યના સાદથી તેમને અને તેમના પતિ ડૉ. અનિલ દેસાઈના મનમાં રાષ્ટ્ની સેવા કરવાની ઈચ્છા જાગી અને બંને ભારતીય સેનામાં જોડાયાં. તેમણે અહીં દોઢ વર્ષ સુધી કેપ્ટન/મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી હતી. ડૉ. લતા અને અનિલ અનુક્રમે બાળરોગ અને જનરલ સર્જરીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા કૉલેજમાં પાછાં ગયાં. ત્યાર પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયાં. અહીં 1971 થી 1979ની વચ્ચે રહ્યાં.

    મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત ડૉ. લતાબહેન, તેમના પતિ સ્વ ડૉ.અનિલભાઈ દેસાઈ અને સેવા રૂરલ ટીમે 1980થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિ જાગૃતિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતમાં આદિવાસી સમુદાયોની સર્વગ્રાહી, સંકલિત સુખાકારી માટે જીવન સમર્પિત કર્યું. મૂલ્યોની જાળવણી, આગેવાનોની બીજી પેઢીનો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ એ તેમના જીવનનો મુખ્ય અભિગમ રહ્યો છે.

    આ સંસ્થાની સ્થાપનાની કથા રસપ્રદ છે. એ જાણવા અમેરિકા જવું પડે.

    1970ના દસકાના અંતની વાત. થોડા સંવેદનશીલ મિત્રોએ યુએસએમાં પોતપોતાને જે ભણવાનું હતું તે ભણી લીધું હતું અને દરેક જણ કામગીરી પણ કરતા હતા. આ બધાના હૃદયમાં ભારતના ગરીબો માટે હતો અપાર પ્રેમ અને આંખોમાં હતું તેમના માટે કામ કરવાનું સ્વપ્ન.

    બધાના હૃદયમાં ઘણું બધું હોય છે, પણ જે જે હોય છે હૃદયમાં, તે બધું કંઈ અમલમાં લાવી શકાતું નથી.

    જોકે અહીં એવું ના થયું. જ્યાંથી પાછા આવવાનું ભાગ્યે જ કોઈ નક્કી કરે છે તે અમેરિકાની ભૂમિને છોડીને કેટલાક
    યુવા મિત્રો ભારત પરત આવ્યા. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીએ પ્રબોધેલા માર્ગે આ ડૉકટર મિત્રોએ 26 ઓક્ટોબર, 1980ના રોજ સોસાયટી ફોર એજ્યુકેશન, વેલ્ફેર એન્ડ એક્શન-રૂરલ (SEWA-Rural)નામની સંસ્થાની સ્થાપના કરી.

    કોણ કોણ હતા તેના સ્થાપકો ?

    ડૉ. લતા દેસાઈ (MD, બાળરોગશાસ્ત્ર), ડૉ. અનિલભાઈ દેસાઈ (MS, જનરલ સર્જરી), ડૉ. પ્રતિમાબેન દેસાઈ (PhD) અને અરવિંદભાઈ દેસાઈ (MSc), ડૉ. દિલીપભાઈ દેસાઈ.. વગેરે.

    સેવા રૂરલ સંસ્થા ગુજરાતની સૌથી મહત્ત્વની સેવાકીય સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે.

    સેવા-ગ્રામીણ સંસ્થાએ દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય અને વિકાસ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા છે. તેનું મુખ્ય મથક ઝગડિયા ખાતે છે. સમાજ સેવા, વૈજ્ઞાનિક અભિગમ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ.. આ ત્રણ વાનાંનો ત્રિવેણી સંગમ કરીને સંસ્થા કાર્ય કરે છે.

    આ સંસ્થાએ આશરે ત્રણ હજાર ગામોનો સર્વાંગી વિકાસ કર્યો છે. છેલ્લા ચાર દાયકા દરમિયાન, SEWA રૂરલ સંસ્થાએ વિવિધ કાર્યક્રમો માટે 110 કરોડ રૂપિયાનું કાર્ય કર્યું છે.

    સંસ્થા દ્વારા 200 પથારીની કસ્તુરબા હોસ્પિટલ ચાલે છે. જ્યાં ચોવીસ કલાક OPD (બહાર-દર્દી વિભાગ) તેમજ OBGYN (ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજી), બાળરોગ, નેત્રરોગવિજ્ઞાન અને સામાન્ય દવાના ક્ષેત્રોમાં ઇન્ડોર અને કટોકટી સેવાઓ અપાય છે. ગુજરાતનાં 3,000 ગામો ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓને પણ તેનો લાભ મળે છે. લેબોરેટરી અને બ્લડ સ્ટોરેજ, એક્સ-રે અને સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબર-રૂમ, ઇન્ટેન્સિવ-કેર-યુનિટ (ICU) અને નિયોનેટલ ICU જેવી સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. સંસ્થા દ્વારા દર વર્ષે લગભગ આંખના 150 કેમ્પનું આયોજન કરાય છે, 4,500થી વધુ મોતિયાની સર્જરી કરાય છે, ઓપીડીમાં 100,000 થી વધુ દર્દીઓ તપાસાય છે. જ્યારે દર વર્ષે હોસ્પિટલમાં 18,000 દર્દીઓ દાખલ થાય છે. હોસ્પિટલમાં લગભગ 5,000 પ્રસુતિ અને 7,000 ઓપરેશન પણ કરાય છે.

    આ સંસ્થા ઉપલબ્ધ માનવશક્તિના આધારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે.

    ડૉ. લતાબહેન દેસાઈ (M.D., D.Ped.,D.A.B.P. & F.A.A.P. (USA)નો જન્મ આઠમી ઓગસ્ટ, 1941ના રોજ થયો હતો. ભારત સરકારે તેમાન 81મા વર્ષે તેમની કદર કરી છે. જીવનસાથી અનિલભાઈની વિદાય પછી તેમને આ એવોર્ડ મળી રહ્યો છે.

    તેમના દીકરા શ્રેયભાઈ દેસાઈ પણ ડૉકટર છે અને માતા-પિતાના પગલે તેમણે પણ પોતાનું જીવન ગરીબ આદિવાસીઓને સમર્પિત કરી દીધું છે. લતાબહેનનાં પુત્રવધૂ અને શ્રેયભાઈનાં જીવનસાથી ગાયત્રીબહેન પણ ડૉકટર છે અને તેઓ પણ સેવા રૂરલ સંસ્થામાં ઓગળી ગયાં છે.

    ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ પછી આ સંસ્થાને ડૉ. ગાયત્રીબહેન અને ડૉ. શ્રેયભાઈ સ્વરૂપે યુગલ-જોડી મળી છે.

    આ સંસ્થા ડૉકટરો માતૃ મૃત્યુ દર (એમએમઆર), શિશુ મૃત્યુ દર (આઈએમઆર) અને નવજાત મૃત્યુ દર ઘટાડવા પ્રતિબદ્ધ છે તો રોજગારી દ્વારા ગરીબી ઘટાડવા અને શૈક્ષણિક અને રોજગારની તક ઊભી કરીને મહિલાઓને સશક્ત પણ બનાવે છે.

    સેવા રૂરલ સંસ્થા સરકારી અનુદાન, આંતરરાષ્ટ્રીય ભંડોળ અને દાન સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી દર વર્ષે રૂ.10 કરોડનું ભંડોળ એકત્ર કરે છે. (SEWA-Rural ને દાનમાં આવકવેરા કાયદાની કલમ 80-G હેઠળ 50% આવક-વેરામાં છૂટ છે.)

    સંસ્થાના 2000 ગામોમાંથી સીધા વાર્ષિક લાભાર્થીઓની સંખ્યા છે બે લાખ. સંસ્થા 4000 પરિવારોને ગરીબીમાંથી બહાર લાવી શકી છે.

    સેવા રૂરલ સંસ્થાને 41 વર્ષની કાર્ય સફર દરમિયાન અનેક ઍવોર્ડથી વિભૂષિત કરાઈ છે. ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈને અગાઉ ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે.

    *

    સેવા રૂરલ સંસ્થા અને ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ એક જ સિક્કાની બે બાજુઓ.

    સેવા રૂરલ સંસ્થાનો પરિચય આપીએ એટલે આપોઆપ આપણને ડૉ. લતાબહેનનો પરિચય મળી જાય.

    ડૉ. લતાબહેનનું જીવન એટલે પ્રેમ, સંવેદના અને કરૂણાનો ત્રિવેણી સંગમ.

    ડૉ. લતાબહેન ઘસાઈને ઊજળાં થયાં.

    અમેરિકાની દામદોમ સાહ્યબી, ઝગમગાટ, વૈભવી જીવન, સાધનો-સગવડો, સુખ-જાળને
    છોડીને આવેલી એક તબીબ યુવતિએ પોતાનું જીવન આદિવાસીઓના ચરણે ધરી દીધું. આજે લોકો
    ડૉ. લતાબહેનના ચરણ સ્પર્શ કરવા પ્રેરાય છે તેનું કારણ આ જ.

    ભગવાન ડૉ. લતાબહેનને નિરામય દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના.

    (સેવા-રૂરલ સંસ્થાનો સંપર્ક, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બંકિમ શેઠ 94261 20753 દ્વારા કરી શકાશે.)

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

    Edited by: Nirav Joshi(7838880134)

  • જીલ્લા યુવક કોંગ્રેસ કારોબારી મીટિંગ અંગે પ્રેસ વાર્તા

    જીલ્લા યુવક કોંગ્રેસ કારોબારી મીટિંગ અંગે પ્રેસ વાર્તા

    નિરવ જોષી, અમદાવાદ

    ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની ચુંટણીના પરિણામો આવી ગયા બાદ પ્રદેશ યુવક કોંગ્રેસના નવા માળખામાં વિવિધ પદ પર કાર્યકરો ચુંટાઈ આવ્યા છે.યુવક કોંગ્રેસની ચુંટણીના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા તથા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રભારી શ્રી મહંમદ શાહિદજીની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત ઝોન અને દક્ષિણ ગુજરાત ઝોનના તમામ જીલ્લાની ‘જીલ્લા યુવક કોંગ્રેસ કારોબારી મીટિંગ’ યોજવામાં આવી હતી. જે અંતર્ગત 26 જાન્યુઆરીથી સળંગ 3 ફેબ્રુઆરી સુધી દરરોજ બે – બે જીલ્લાની એમ કુલ 18 જીલ્લાની ‘જીલ્લા યુવક કોંગ્રેસ કારોબારી મીટિંગ’ યોજાઈ ગઈ. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રવાસ બાદ દરેક જીલ્લા સ્તરેથી ગુજરાતની જનતા અને ખાસ તો ગુજરાતના યુવાનોને સરકાર દ્વારા થતાં અન્યાયના મુદ્દોઓ સામે આવ્યા છે…

    જેના અનુસંધાનમાં આજે પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા અને પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રભારી શ્રી મહંમદ શાહિદજીની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

     

  • રાજ્યમાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે

    રાજ્યમાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે

     ગાંધીનગર, AVSpost.com બ્યુરો

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા

    રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે*

    ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રહેશે

    • *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી*
    • *મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે*:
    • *આ નિર્ણયો આવતીકાલે એટલેકે તા. ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે અને તા. ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે*

    • રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

    • બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.

    • *રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે*
    • *લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે* .
    • *કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે*.
    • હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
    • હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે
    • મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
    • *રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.૦૪-૨-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે*.
    • *તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૪થી ફેબ્રુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. ૧૧ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે*.
    • *રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ સુધી અમલમાં રહેશે*
    શ્રી ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણોના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ છે.

    *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેષ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા*.
    …….

  • કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    નીરવ જોષી, હિંમતનગર

    દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.

    આ મુજબ આજે સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ લાલ સિંહ પરમાર તેમજ પ્રાંતિજ ના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રામભાઇ સોલંકી, મુકેશ પરમાર,મહેન્દ્રસિંહ વકીલ, મહેશ પરમાર, જીગ્નેશ પટેલ,યુસુફભાઈ બચ્ચા, ભરતસિંહ તેમજ કમળાબેન પરમાર અને દેવ પટેલ જેવા યુવા નેતાઓ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો તથા દીકરીઓ ભોજન પીરસ્યું હતું.

    સંસ્થા માં રહેતા આશરે ૧૦૦ જેટલા બાળકો અને ૧૪ દીકરીઓને ભાવતું ભોજન કરાવ્યું હતું તેમજ તેઓની સાથે સમય વિતાવ્યો હતો આ ઉપરાંત દિવ્યાંગ બાળકોની સંસ્થાને  ડોનેશન પણ આપ્યું હતું. સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ કોંગ્રેસ સ્થાપના દિવસ ના રોજ આ વખતે એક એવો મેસેજ આપવા માટે આયોજન કરાયું છે કોંગ્રેસ દરેક વર્ગના લોકોને તરફ સંવેદનશીલતા રાખે છે તેમજ તેઓની સુખાકારી માટે વિચારશીલ છે. આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ જોડાયા હતા.

  • જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    AVSPost બ્યુરો, અમદાવાદ. (M-7838880134)

    આજની પોઝિટિવ સ્ટોરી

    નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખઃ ત્રણ તપ એટલે કે 36 વર્ષની ઝળહળતી પત્રકારત્વની કારકિર્દી

    આલેખનઃ રમેશ તન્ના

    30મી મે, 1964ના રોજ, મોસાળ ઈન્દોરમાં જન્મેલા અને જેમની કર્મભૂમિ અમદાવાદ રહી છે તેવા ભાર્ગવ પરીખને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાતો નચિકેત એવોર્ડ, 15મી ડિસેમ્બર, 2021, બુધવારના રોજ, સુરતમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત થવાનો છે.

    શ્રી ભાર્ગવ પરીખ ગુજરાતી પત્રકારત્વનું એક એવું નામ છે જેણે સાતત્ય સાથે લોકનિષ્ઠ પત્રકારત્વનું ખેડાણ કર્યું છે. તેમના અનુભવોનું બયાન કરવા જઈએ, સમાજ પર પડેલી તેની અસર વિશે અલપ-ઝલપ લખવા જઈએ તો પણ એક પુસ્ક પ્રકાશિત કરવું પડે. એમાં વિવિધતા પણ છે અને ગુણવત્તા પણ છે. એમાં સાંપ્રત કથાઓ પણ છે અને જેની ચિરંજીવ અસર હોય તેવા વિષયો પણ છે. એ પરિશ્રમી અને ઝુઝારું પત્રકાર છે. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    તેમના પિતાજી નિરંજન પરીખ પણ પત્રકાર હતા. તેમણે મોટાભાગે સંદેશમાં કામ કર્યું. નિરંજન પરીખનું નામ પત્રકારોને સંગઠિત કરવા માટે જાણીતું છે.

    ઈઝરાયલના એક ઈતિહાસકારે મનુભાઈ પંચોળીને કહ્યું હતું કે, સંગઠિત સત્ય હંમેશાં જીતે છે. સત્ય જેવું સત્ય પણ સંગઠિત થાય ત્યારે તેની જીત થતી હોય છે. સંગઠનની મોટી તાકાત છે. પત્રકારોને તેમના અધિકારો નહોતા મળતા ત્યારે નિરંજનભાઈએ ઝંડો ઊઠાવ્યો હતો. એમ કહો કે, મશાલ ઊઠાવી હતી. એ પ્રજ્જવલિત મશાલથી તેઓ દાઝ્યા પણ ખરા. અલબત્ત, અણનમ રહ્યા અને પત્રકારોને તેમના હક્કો અપાવીને જ રહ્યા.

    નિરંજનભાઈ પરીખ ખૂબ વહેલા ગયા. માત્ર 47 વર્ષની વયે તેમણે વિદાય લીધી. મૂડીવાદના અનેક હુમલાઓનો સામી છાતીએ, રમતાં રમતાં સામનો કરનાર, આ બહાદુર હૃદયરોગના હુમલા સામે ન ટકી શક્યો.

    એ વર્ષ હતું, 1983નું.

    એ વખતે ભાર્ગવભાઈની ઉંમર સાડા સત્તર વર્ષની હતી.

    ઘરમાં માતા, એક બહેન. ભાર્ગવભાઈના યુવા ખભા પર અચાનક મોટો ભાર આવી ગયો.

    અલબત્ત, ભાર્ગ‌‌વભાઈ નાનપણથી જ પરિશ્રમી હતા. કઠણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર હતા.

    તેમણે ડિપ્લોમા ઈન જર્નાલિઝમનો કોર્સ કર્યો હતો. જોકે, આર્થિક ઉપાર્જન માટે ઘણી ખાનગી કંપનીઓમાં તેમણે સેલ્સમેન તરીકે કામ કર્યું હતું.

    એ વખતે નવું નવું સમભાવ દૈનિક શરુ થયું હતું. તેના સ્થાપક અને તંત્રી ભૂપતભાઈ વડોદરિયાએ ભાર્ગવભાઈને બોલાવ્યા. પૂછ્યું, શું કરે છે ?

    “સુધરેલો ફેરિયો છું.” ભાર્ગવભાઈએ જવાબ આપ્યો.

    ભૂપતભાઈએ કહ્યું કે, “કાલથી આવી જા.”

    ભાર્ગવભાઈ શાળામાં હતા ત્યારથી તેમને વાંચવાનું અને લખવાનું ખૂબ ગમતું. સારું અને સર્જનાત્મક લખી પણ શકતા. કિશોરકાળમાં લખેલી એક વાર્તા લઈને તેઓ પોતાની રીતે જ સંદેશમાં ગયા. પૂર્તિ સંપાદકને એ વાર્તા ગમી. જોકે, ત્યાં જ કામ કરતા તેમના પિતા નિરંજનભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમણે ધરાર વાર્તા ન છાપવા દીધી. કહ્યું કે, લોકોને એવું લાગશે કે, મારા કારણે તારી વાર્તા છપાઈ છે.

    નામાંકિત વ્યક્તિઓના સંતાનોને ક્યારેક આવા ગેરફાયદા પણ થતા હોય છે.

    ભાર્ગવભાઈ “સમભાવ”માં ખૂબ ઘડાયા. બરાબર ટીપાયા. અહીં રિપોર્ટિંગ, પ્રૂફ રીડિંગ, અનુવાદ, પેજમેકિંગ એમ બધા જ વિભાગોમાં તેમણે કામ કર્યું. આળસ કે કંટાળો તેમના સ્વભાવમાં નહીં. નવું નવું શીખવાની ટેવ. આ બધું શીખેલું આગળ જતાં તેમને ખૂબ કામ આવવાનું હતું.

    પિતા મૃત્યુ પામ્યા ત્યારે બેંકમાં 86 રુપિયા મૂકીને ગયા હતા. યુવાન ભાર્ગવભાઈને ઘર ચલાવવા વધારે મહેનત કરવી પડે તેમ હતી. કરી. શરીર પાસેથી તેમણે બરાબરનું કામ લીધું. પત્રકાર તરીકેની નોકરી ઉપરાંત તેમણે જુદાં જુદાં સામયિકો માટે અનુવાદો કરી આપ્યા, લેખો લખી આપ્યા. તેમને નામ ન મળે પણ દામ મળે એ રીતે પુસ્તકોના અનુવાદો પણ કર્યા.

    મૂળ વાત એ હતી કે, બે છેડા ભેગા કરવાના હતા.

    વાંચન, લેખન અને ભાષા સજ્જતાના સહારે તેઓ આગળ વધતા ગયા અને વિકસતા પણ રહ્યા.

    ક્યારેક ભૂલો પણ કરી. ક્યારેક ચૂક પણ કરી. જોકે, જે કામ કરે તેને ભૂલ અને ચૂક કરવાનો અધિકાર હોય છે. છેવટે તો બધામાંથી શીખતા જ રહ્યા.

    1986થી 1988 સમભાવમાં ભાવપૂર્વક કામ કર્યું. અહીં તેમનો મજબૂત પાયો નખાયો. એ પછી તેઓ ગુજરાત મિત્રમાં જોડાયા. ગુજરાત મિત્ર સુરતનું છાપું. તેના અમદાવાદ-ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તેમણે ઉત્તમ કામ કર્યું.

    એ પછી 1990માં તેઓ જન્મભૂમિમાં જોડાયા. મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિની અમદાવાદ આવૃત્તિ શરુ થઈ હતી. અહીં તેમના ખભા પર ઘણી વધારે જવાબદારી આવી અને તેમણે એ જવાબદારી સૂપેરે નિભાવી. બે-બે દવે તંત્રીઓના હાથ નીચે અને હૃદય સાથે કામ કર્યું. મુંબઈમાં હરીન્દ્ર દવે મુખ્ય તંત્રી અને અહીં અમદાવાદમાં જયંતીભાઈ દવે તંત્રી. ઉત્તમ કામ થયું. સમાજ સાથે રહીને કામ કરવાની ટેવ વાળા ભાર્ગ‌‌વભાઈ સતત લખતા રહ્યા. કોઈ એક વિષયને બદલે તેમણે ઘણા વિષય પર કલમ ચલાવી. રાજકારણ કે જાહેરજીવનની બીક હોય એટલે તેના વિશે તો લખવું જ પડે, પરંતુ સમાજલક્ષી પણ લખતા રહ્યા.

    તેમને પડકારો ગમે. નવી નવી સ્ટોરી કરવાનું સૂઝે. એના માટે મહેનત કરે. સ્વભાવ મિલનસાર એટલે જોતજોતામાં સંપર્કો ઊભા કરી દે. કોઈ પણ સફળ પત્રકારો માટે તે બહોળા સંપર્કો અનિવાર્ય હોય છે. ભાર્ગવભાઈનો સંપર્ક વિશ્વ અત્યંત વિશાળ છે. તમે કોઈ પણ ક્ષેત્રનું નામ બોલો, ગુજરાતનું કોઈ પણ નગર હોય, ભાર્ગવભાઈના સંપર્કો ચોક્કસ હોય જ. પોતાને જોઈતી વિગત તેઓ મિનિટોમાં મેળવી શકે.

    ગુજરાત મિત્રમાં તેમને બાયલાઈન જોઈતી હતી. તંત્રી ભગવતીકુમાર શર્માએ પડકાર ભરેલું પ્રોત્સાહન આપ્યું. કહ્યું કે, મને એવી સ્ટોરી આપ કે મારે પહેલાં પાને તારા નામ સાથે છાપવી પડે. યુવા ભાર્ગવે આ પડકાર ઝીલી લીધો. થોડા દિવસોમાં જ, ગુજરાત મિત્રના પહેલાં પાને સ્ટોરી છપાઈઃ સુરતમાં આખા ગુજરાતના સૌથી વધુ એઈડ્સના દર્દીઓ.

    એ પછી તેમને મેગેઝિન પત્રકારત્વમાં પગરણ માંડ્યા. 1992થી તેઓ અભિયાનમાં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કર્યું. એ પછી ચિત્રલેખામાં જોડાયા. હરકિશન મહેતાની સ્કૂલમાં બરાબર ખીલ્યા. એકથી એક ચડિયાતી અનેક સ્ટોરી કરી. હરકિશનભાઈને ખુશ કરવા અઘરા, પરંતુ ભાર્ગવભાઈની કામગીરી એ કરી શકે. પાછા અભિયાને બોલાવ્યા તો 1997થી 2001 સુધી પુનઃ ત્યાં કામ કર્યું.

    છ વર્ષ દૈનિક વર્તમાનપત્રોમાં અને 10 વર્ષ મેગેઝિન જર્નાલિઝમમાં આપ્યા પછી ભાર્ગવભાઈ ઈલેક્ટ્રોનિક મીડિયા તરફ વળ્યા.

    2001માં તેઓ ઝી ગ્રુપ સાથે જોડાયા. આલ્ફા ગુજરાતી ચેનલ અને મુખ્ય ઝી ચેનલમાં તેમણે કામ કર્યું. તેઓ નેશનલ કક્ષાના આસિસ્ટન્ટ એડિટર પણ હતા.

    17 વર્ષ તેમણે બરાબર, જાતને ઓગાળી દઈને કામ કર્યું.

    2017માં તેમણે ઝી ગ્રુપ છોડ્યું.

    2016માં તેમણે મોઢાનું કેન્સર થયું. તેમના માટે એ ખૂબ જ કપરા દિવસો હતા. અલબત્ત, અંદરની પ્રબળ શક્તિ એટલે કેન્સર સામે લડત આપીને જીત્યા પણ ખરા. દોઢ મહિનામાં તેમણે કેન્સરને હરાવ્યું.

    એ પછી તેઓ હવે બીબીસી ગુજરાતી અને જન્મભૂમિ ગ્રુપ માટે કન્ટેન્ટ પ્રોવાઈડર તરીકે કામ કરે છે. હવે તેઓ કોઈ ગ્રુપ સાથે ફૂલ સમય કામ કરતા નથી.

    ભાર્ગવભાઈએ પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું. એમાં દૈનિક વર્તમાનપત્ર અને મેગેઝિન બંનેમાં ફરજ બજાવી. એ પછી ઈલેક્ટ્રોનિક મીડિયામાં દીર્ઘ સમય સુધી કામ કર્યું અને 2016થી તેઓ હવે ડિજિટલ પત્રકારત્વ કરી રહ્યા છે. આમ પત્રકારત્વનાં ત્રણે સ્વરુપોમાં સાતત્ય સાથે, લાંબો સમય અને અસરકારક રીતે તેમણે કામ કર્યું છે.

    રાજકારણ, ક્રાઈમ, હ્યુમન ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી, એજ્યુકેશન અને લોકઉત્કર્ષ જેવા વિષયો તેમને વધારે ગમે છે. તેમણે કરેલી શ્રેષ્ઠ સ્ટોરીનું લિસ્ટ બનાવીએ તો એકસોથી પણ વધી જાય. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    સંશોધનાત્મક પત્રકારત્વમાં પણ તેમણે ઉત્તમ કામ કર્યું છે. તેમની સ્ટોરીઓના પડઘા ગુજરાત વિધાનસભામાં અને સંસદમાં પડ્યા હોય તેવું પણ બન્યું છે.

    સતત સંઘર્ષ કરતા રહ્યા છે. સતત મથતા રહ્યા છે. જોકે, ક્યારેય હાર્યા કે થાક્યા નથી. તેમનો અંદરનો પાવર ખૂબ મજબૂત છે.

    અને એનાથીયે મજબૂત છે જીવનસાથી ઈલાબહેનનો સાથ. તેમને એક શક્તિશાળી, બહાદુર અને પ્રેમાળ જીવનસાથી મળ્યાં છે. તેમણે જીવનની દરેક ક્ષણે ભાર્ગ‌‌વભાઈને સતત સાથ આપ્યો છે. સુખ હોય કે દુઃખ, તડકો હોય કે છાંયડો, ચડાવ હોય કે ઉતાર, આનંદ હોય કે વિષાદ… ઈલાબહેન ભાર્ગવભાઈની શક્તિ બનીને સતત તેમની સાથે હાજરાહાજૂર રહ્યાં છે.

    બીજી શક્તિ મળી, દીકરીની. તેનું નામ કવની. કવન પરથી નામ પાડ્યું કવની. કવનીનો અર્થ થાય છે, આત્માથી લખાયેલી કવિતા. કવનીએ પણ પિતાને ખૂબ સાચવ્યા. ખાસ કરીને નબળા સમયમાં. કોઈ પણ વ્યક્તિ હોય તેના જીવનમાં નાજુક અને નબળો સમય આવતો જ હોય છે. ભાર્ગ‌‌વભાઈ આવા એક નાજુક સમયમાંથી પસાર થતા હતા ત્યારે દીકરી કવનીએ, તેમને પૂછ્યા વિના, તેમના માટે યોગ્ય તેઓ નિર્ણય કર્યો હતો. ભાર્ગવભાઈને નવાઈ પણ લાગી હતી અને સારું પણ લાગ્યું હતું.

    પિતાનું ઘર છોડતી વખતે ધોધમાર આંસુ વહેવડાવતી મોટાભાગની દીકરીઓ પિતાનાં આંસુ લૂછનારી હોય છે એ ભૂલવા જેવું નથી. હવે તો આઈટી એન્જિનિયર કવની પરણીને પતિ સાથે પૂણેમાં સ્થાયી થઈ છે.

    ભાર્ગવભાઈની આંખોમાં તમે જુઓ છો અને તમને વંચાય છે કે, મેં મારાથી થઈ શકે તેવું શ્રેષ્ઠ પત્રકારત્વ કર્યું તેનો મને સંતોષ છે. ભાર્ગવભાઈ, જે બાબત માટે તેમને સંતોષ છે તે બાબત માટે ગુજરાતને આનંદ અને ગૌરવ છે.

    વેલડન ભાર્ગવભાઈ.

    તમારા પિતાએ ગુજરાતી પત્રકારો માટે, ઘણો વ્યક્તિગત ભોગ આપીને કામ કર્યું હતું. પત્રકારોને સારાં પગારધોરણ તેમના પ્રયત્નોથી મળતાં થયાં હતાં. તમારાં માતા સતત આગ્રહ રાખતી હતી કે, ઘરમાં એક પણ અણહક્કનો પૈસો ન આવવો જોઈએ. તમે માતા અને પિતા બંનેને પરમ સંતોષ થાય તે રીતે પત્રકારત્વ કરી દેખાડ્યું છે. આ જ એક મોટો એવોર્ડ છે.

    અને હા, તમને નચિકેત એવોર્ડ મળી રહ્યો છે તેનો અમને બધાને પણ ઘણો આનંદ છે.

    સાચો પત્રકાર એ કહેવાય છે જે સતત લોકોની વચ્ચે રહે છે. તેના પગમાં જે ફોલ્લા પડે તેના વડે જગતનો ઈતિહાસ લખાય છે. તમે એવા જ પત્રકાર છો, જેના પગમાં પડેલા ફોલ્લા અને હાથમાં ઉઠેલા છાલ્લા વડે ગુજરાતના ઈતિહાસનાં ઘણાં પ્રકરણો લખાયાં છે.

    ભગવાન તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે તમારા સપનાં પ્રમાણે, જીવનના ઉત્તરાર્ધમાં, સાબરકાંઠાના કોઈ ગામમાં બેસીને, ગામનું ઉત્થાન કરતાં કરતાં નિરાંતવી જીવન સંધ્યા માણો.

    શ્રી ભાર્ગવ પરીખનો સંપર્ક નંબરઃ 96876 10860 છે.

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475)

  • હિંમતનગર પાસેના બેરણા ગામના રોડની હાલતથી ગ્રામજનોમાં અસંતોષ

    હિંમતનગર પાસેના બેરણા ગામના રોડની હાલતથી ગ્રામજનોમાં અસંતોષ

    નીરવ જોષી, હિંમતનગર

    આવતીકાલે ગ્રામપંચાયતની સમગ્ર ગુજરાતમાં ચૂંટણીઓ છે ત્યારે મતદારોએ કેવા પ્રકારના સરપંચ જોઈએ એ ગંભીરતાથી વિચારવું જોઈએ. હિંમતનગર શહેર પાસે આવેલ ગામ બેરણા ગ્રામ પંચાયતનો આઝાદ ચોક થી હનુમાનજી મંદિર જવાનો રસ્તો જે આશરે કિલોમીટર જેટલો નવો બનાવવામાં આવ્યો છે તે આશરે દોઢ-બે મહિના પહેલા રસ્તો બનાવાયો હતો . હાલ ખૂબ જ બિસ્માર અને કઢંગી હાલતમાં જોવામાં આવી રહ્યો છે . રોડની આવી ખરાબ હાલતમાં લોકોને ભારે તકલીફ પડી રહી છે તેમજ વાહનો ઉબડખાબડ રસ્તા પરથી પસાર થતા તેમને નુકસાન પણ થાય છે .. પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે .ગ્રામજનોને પડતી હાલાકી અને આ રોડ પર સિમેન્ટ ઉખડી જતાં કપચી ના પથરા તેમજ ગંદકીના ઢગલાં જોવામાં આવી રહ્યા છે .આ રૂટમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોય તેની ચાડી ખાય છે.

    આ ગામના જાગૃત નાગરિક ચિંતનભાઈ બારોટ ના જણાવ્યા મુજબ રસ્તો બનાવવામાં આવે છે તે રોડની કિનારીઓ પણ અનેક જગ્યાએ તૂટેલી જોવામાં આવે છે!!

     

    તેમજ રોડની વચ્ચોવચ અમુક અંતરે ઇલેક્ટ્રિસિટી નો થાંભલો છે જે ખરેખર મોટો અકસ્માત સર્જી તેવું બની શકે એમ છે. આ ઉપરાંત આ રોડ ની બનાવટ માં જે પ્રમાણમાં સિમેન્ટ કપચી તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ થવો જોઇએ અને તેની મજબુતાઈ દેખાવી જોઈએ તેવું જણાયું નથી રહ્યું.. પરિણામે આગામી વરસાદી સિઝનમાં આ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી વરસાદી પાણી ભરાઈ જશે એવું પણ હાલમાં જોવાઈ રહ્યું છે. આમ રોડ માટે લાખોનો ખર્ચ માંથી કેટલો પૈસો પાણીમાં જઈ રહ્યો છે એવું અનેક જાગૃત અને શિક્ષિત ગ્રામજનોને પણ લાગી રહ્યું છે અને લોકોના મનમાં કકળાટ તેમજ ભ્રષ્ટાચાર થયો હોય તેવી કુશંકા ગામમાં ચાલી રહી છે.

    *****(ગામડાનો ઉપયોગી સમાચારો તેમજ સત્તાધારીઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા સંપર્ક કરો નીરવ જોષી એડિટર-7838880134 , 9106814540)

     

  • યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ, પાટીદાર મહિલાઓએ આપ્યો પ્રતિભાવ

    યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાનો પ્રસ્તાવ, પાટીદાર મહિલાઓએ આપ્યો પ્રતિભાવ

    નીરવ જોષી ,નવી દિલ્હી

    મહિલાઓની લગ્નની ઉંમરને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તે અંગે જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય કેબિનેટે દેશમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર હાલના કાયદાઓમાં સુધારા લાવશે.

    અમદાવાદમાં દસકોશી પાટીદાર મહિલા સમાજના પ્રમુખ ભગવતી બેન પટેલ કે જેઓ ભૂતકાળમાં મ્યુનિસિપલ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે તેમણે યુવતીની લગ્ન વય મર્યાદા ૧૮ થી ૨૧ કરવા અંગે છેલ્લા ત્રણ વર્ષથી લડત આપી રહ્યા હતા તેમજ આ અંગે તેમણે અનેક પ્રયાસો પણ કર્યા હતા. અમદાવાદમાં avspost વેબસાઇટ સાથે નરેન્દ્ર મોદી સરકારની આવકારદાયક પહેલ અંગે તેમણે તેમજ તેમની સમાજની મહિલાઓ વાતચીત કરી હતી અને તેમનો ઉત્સાહ પ્રગટ કર્યો હતો.

    જણાવી દઈએ કે, પહેલીવાર પીએમ નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમના લગ્ન યોગ્ય સમયે થાય તે જરૂરી છે. હાલમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે. હવે તેને એક આકાર આપવા માટે સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં સુધારા લાવશે.

    નીતિ આયોગમાં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે તેની ભલામણ કરી હતી. વીકે પોલ પણ આ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. આ ઉપરાંત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, શાળા શિક્ષણ અને સાક્ષરતા મિશન અને ન્યાય અને કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સભ્યો હતા.

    આ ટાસ્ક ફોર્સે રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેને રિપોર્ટ આપ્યો હતો. ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે તેની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નમાં વિલંબથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.

  • શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર વિશે જાણો

    શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર વિશે જાણો

    ઉદયભાઇ ક્રિશ્નન, યોગ સાધક(AOL)

    જીવન માં વ્યાવહારિક, વ્યક્તિગત, પારિવારિક વ્યાવસાયિક કે આધ્યાત્મિક ક્ષેત્રે ઉદ્દભવતા પ્રશ્નો નું સરળ સમાધાન: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર”

    જયારે સહકાર્યકરો – કર્મચારીઓનું વલણ સહકારભર્યું નથી, તો આ સ્થિતિમાં પૂરી ક્ષમતા સાથે કઈ રીતે કામ કરવું? અવ્યવસ્થા અને અંધાધૂંધી ના સંજોગોમાં મન શાંત અને કેન્દ્રિત રાખીને કઈ રીતે સાચા નિર્ણય લેવા? ઈશ્વર એટલે શું? કર્મ નો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે? પ્રિયજન નાં મૃત્યુ ના દુઃખ માં થી કઈ રીતે બહાર નીકળી શકાય? પ્રેમ શું છે?

    જીવનમાં આપણે અનેક વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આ પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઉભા રહે છે. પરંતુ આ પ્રશ્નોના સાચા ઉત્તર ક્યાંથી મેળવવા તે આપણે જાણતાં નથી. આ પ્રશ્નોના ઉત્તર માટે કોના ઉપર વિશ્વાસ રાખી શકાય તે પણ આપણે જાણતાં નથી.

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ, જીવનનાં અસંખ્ય પાસાંઓ ને આવરી લેતા,આવા અનેક સાચા પ્રશ્નોના ઉત્તર તથા જીવન યાત્રામાં આવતા અવરોધોને પાર કરવા સહાયરૂપ જ્ઞાન, સાત વર્ષ સુધી, પ્રતિ સપ્તાહ એક-એક જ્ઞાન પત્ર દ્વારા વિશ્વભરમાં લાખો સાધકોને પાઠવેલ છે. આ બધાં જ જ્ઞાન-પત્રો નું સંકલન , “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર” નામક પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

    પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા રચિત આ પુસ્તકનું, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં જીવનનાં લગભગ બધાં જ પરિમાણોને આવરી લેવાયાં છે. સંબંધો, લોકો સાથે વ્યવહાર, શું છોડવું અને શું પકડી રાખવું, મન અને તેની વૃત્તિઓ, મનોવલણો, પ્રેમ, સૃજનાત્મક્તા, પ્રગતિ, સફળતા, કર્મ ના સિદ્ધાંતો, અહંકાર, પ્રારબ્ધ અને પુરુષાર્થ, સત્ય, ઈશ્વર જેવા અનેક પ્રશ્નોના ઉત્તર આ પુસ્તકમાં છે. જેમ કે આ પુસ્તકમાં ગુરુદેવ કહે છે કે જૂઠું બોલનાર નિર્દોષ હોય છે! તેઓ કહે છે કે જગત એક સુંદર ગિફ્ટ પેપરથી સજાવેલ ગિફ્ટ બોક્સ છે, જેની અંદર ખૂબ અમૂલ્ય ઉપહાર છે. બ્રહ્માંડનાં સૌથી સુંદર સ્થાન વિષે તેઓ વાત કરે છે અને ઈશ્વર શા માટે એક બિઝનેસમેન છે તેવું પણ તેઓ કહે છે.

    અસ્તિત્વની જટિલતાને તેઓએ ખૂબ સરળ છતાં ગહન અર્થ સાથે, હળવી શૈલીમાં સમજાવી છે. ગુજરાતી રંગભૂમિનાં પ્રખ્યાત કલાકાર અભિજ્ઞા મહેતા કહે છે , “મારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે દ્વિધામાં હોઉ અને આ પુસ્તકનું કોઈપણ એક પાનું ખોલીને જોઉં તો તેમાં મને મારા પ્રશ્નનો જવાબ મળી જ જાય છે.” સુપ્રસિદ્ધ સુગમ સંગીત કલાકાર સોનલ રાવલ જણાવે છે કે “ગુરુદેવ ના સરળ શબ્દો મનને તરત જ હળવું કરે છે અને હૃદયને શીતળતા પ્રદાન કરે છે.”

    જેને જીવન અને તેનાં સત્યને સમજવા ની જિજ્ઞાસા છે, તેને માટે આ પુસ્તક હૃદયની સદાય નિકટ રહેતું, અંતરંગ બની રહેશે.

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે સન્માનીય આધ્યાત્મિક અને માનવતાવાદી ગુરુ છે. એક એક વ્યક્તિના ચહેરા પર સ્મિત હોય, મન તણાવમુક્ત હોય અને સમાજ હિંસામુક્ત હોય, તે ધ્યેયથી ગુરુદેવની પ્રેરણાથી, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન 155 દેશોમાં સેવારત છે. ગુરુદેવ શ્રી શ્રી એ વ્યક્તિ વિકાસ, આધ્યાત્મિક પ્રગતિ તથા દિવ્ય સમાજ નિર્માણ માટે વિભિન્ન કોર્સ ની રચના કરી છે. જેના દ્વારા લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.