કવિ: Nirav Joshi

  • બોટાદના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનુ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

    બોટાદના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનુ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

    મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખ ના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ના પી એસ એ ઓકસીજન પ્લાન્ટ નો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગર થી કર્યો હતો.

    આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાત ના સમયે 80 ગામ ના લોકોને લાભ મળશે.

    મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે હવે આપણે કોરોના ની મહામારી થી બહાર નીકળી રહ્યા છીએ.ગઈકાલે 70 જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા.

    મુખ્યમંત્રીશ્રી એ ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોક ડાઉન કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.

    શ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે કોરોના ની સમભવિત ત્રીજી લહેર ને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે. ટન ઓકસીજન પેદા કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે તેમાંથી 175 તો તૈયાર પણ થઈ ગયા છે એમ તેમણે કહ્યું હતું


    *મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે રાજ્યમાં 8 લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે*.
    *રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગ્યો છે*.
    *ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે*
    *મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોના ની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ*.

    *આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન.પ્લાન્ટ ના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેનશ્રી હરિ જીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

     

  • ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

    ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

    નિરવ જોષી, અમદાવાદ

    આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આયોજન અંગે વિરોધ નોંધાવીને કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમણાં મે મહિના ના અંતે જ કોરોનાની અત્યંત ઘાતક બીજી લહેર શાંત થઈ રહી હોય એવું જણાયું છે. જૂન મહિનામાં હજુ સુધી વિદ્યાર્થી જગત મૂંઝવણમાં છે. આવામાં ગુજરાત યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પરીક્ષાઓનો કાર્યક્રમ આયોજિત કર્યો છે જેને ફરીથી યુવા વિદ્યાર્થીઓમાં ચિંતા જન્માવી છે. ખાસ કરીને એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ દ્વારા તેમજ પૂર્વ સેનેટ સભ્ય પાર્થિવ રાજ સિંહ કઠવાડિયા , એન.એસ.યુ.આઇ.ના મહામંત્રી કુણાલભાઇ અને સેનેટ સભ્ય દક્ષ પટેલ વડે આ અંગે કુલપતિશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુવક કોંગ્રેસે જણાવ્યું છે કે ઓફલાઈન પરીક્ષાઓ અંગે તેમનો સખત વિરોધ છે કારણકે આપણા વિદ્યાર્થીઓ કોરોના થી હજુ મુઝાયેલા છે અને તેઓ કોરોના પ્રૂફ નથી.

    આ online પરીક્ષા પણ નથી ઓફલાઇન પરીક્ષા છે મતલબ કે વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં પરીક્ષાઓ આપવા માટે ભેગા થશે જેના પરિણામે કોરોના સંક્રમણની સંભાવના ઉભી થશે. આ ઉપરાંત યુનિવર્સિટીની દરેક કોલેજમાં હજુ સુધી પુરા વિદ્યાર્થીઓ વર્ગને vaccination કરવામાં આવી નથી. યુવા કોંગ્રેસની માંગ કરી છે કે યુનિવર્સિટીના ડેવલોપમેન્ટ માંથી સંલગ્ન કોલેજના દરેક વિદ્યાર્થીઓને રસી આપવી જોઈએ. યુવા કોગ્રેસ જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીની જો offline પરીક્ષાઓ યોજાશે તો તે અંગે વિરોધ નોંધાવશે અને NSUI ઉગ્ર આંદોલન પણ કરશે.

  • પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ

    પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ

    નિરવ જોષી, હિમતનગર

    અચ્છે દિનના વાયદા કરીને સત્તામાં ૭ વર્ષો થી આવેલી ભાજપ સરકાર ના શાસનમાં પેટ્રોલ-ડિઝલ 100ની પાર પહોંચી ગયું!!!  કેન્દ્ર સરકારની આ દમનકારી અને મોઘવારી વધારનારા કુશાસન સામે ભારતભરમાં કોગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન શુક્રવારે કર્યું. સાબરકાંઠા કોગ્રેસે પણ હિમતનગરમા આ બાબતે જનતાને વિરોધ માં જોડાવા હાકલ કરી હતી અને ધરપકડ પણ વહોરી હતી.

    આજ રોજ હિંમતનગર ટાવર ચોક ખાતે કોગ્રેસ દ્રારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યા હતુ. જેમાં જિલ્લા યુથ પ્રમુખ પ્રિયવદન પટેલ, મહિલા પ્રમુખ જયોતીબેન દવે, શહેર, હિંમતનગર પ્રમુખ ઇસ્વરભાઇ દેસાઈ, હિંમતનગર તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, કમળાબેન, ટીવી પટેલ, પૂવૅ પ્રમુખ રણજીતસિંહ સોલંકી,રાકેશસિહ ચોહાણ, કોર્પોરેટ ઇમરાન બાદશાહ, રઝાક ભાઈ,આશિફ, દાઉદ ભાઈ,અજમેલસિહ, કિરણ પટેલ, કુમાર ભાટ, રણછોડભાઈ, મુકેશ ભાઈ, મહેશ પરમાર સમેતના હોદ્દેદારોની ધરપકડ કરવામા આવી હતી.

     

  • ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે

    ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે

    નિરવ જોષી, ગાંધીનગર

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય આજ રોજ લીધો છે.

    રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે
    ……
    *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ*
    …..
    *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે*
    ……..
     *દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે*

     *સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે*

     *વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે*

    *કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે*

     *વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે*

     *સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે*

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
    મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે.

    શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*.

    *શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે*
    તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

    *શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે*

    *આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે*

    પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું.
    *શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું*

    તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.

    *આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે*.

    *વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે*
    એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

    *આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે*

    *શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે*

    આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    સીી

  • વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે કીટ વિતરણનું આયોજન સેવાભાવી સંસ્થાએ કર્યું

    વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે કીટ વિતરણનું આયોજન સેવાભાવી સંસ્થાએ કર્યું

    નિરવ જોષી, અમદાવાદ

    કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ – ગુજરાત યુવાટીમના સદસ્યો વાવાઝોડાથી અસરગ્રસ્ત નાગરિકોને મદદરૂપ બન્યા હતા.

    અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે આજ રોજ કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે આ ગામડામાં 30 થી 35 જેટલા ઘરો આવેલા છે. પરંતુ તૌકતે વાવાઝોડા ની સ્થિતિ માં ભારે આફત આવી પડી હતી. જેમાં ગ્રામજનો ના ઘરને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે…કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ આ કપરા સમયમાં જરૂરિયાત મંદ લોકોની વ્હારે આવી છે અને પુરતી મદદ પણ કરી શકી છે.યુવાટીમ ના રવિરાજભાઇ અને મનનભાઇને ખુબ ખુબ અભિનંદન કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને વાવાઝોડા ગ્રસ્ત લોકોની મદદે આવ્યા.

    મહેસાણા જિલ્લા નજીક ના ગામડામાં જયારે ટીમ પહોંચી અને ત્યાં ની સ્થિતિ ની સમીક્ષા કરી તો જાણવા મળ્યું કે અએ ગામમાં આશરે 25 જેટલા ઘરો આવેલા છે અને એમનું ગુજરાન મજુરી કરીને ચાલે છે. પરંતુ હાલની વિકટ પરીસ્થિતિ કે જેમાં પહેલાં કોરોના મહામારી અને પછી તૌકતે વાવાઝોડા ને કારણે તેઓને ઘણી હાલાકી સહન કરવી પડી છે. તેઓના ઘરમાં રહેલુ અનાજ પણ તણાઇ ગયું છે અને તેમના પશુઓ પણ ભારે હાલાકી માં થી પસાર થઇ રહ્યા છે. અમારી ટીમ દ્રારા આ વિસ્તારમાં ઘઉં , ચોખા , બાજરી જેવું અનાજ અને રસોડામાં ચાલી શકે એટલી પરચુરણ આઇટમ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત યુવાટીમ સાથે વધારે વાત કરતાં ગ્રામજનો જણાવે છે કે અત્યારે એમની પાસે રહેવા માટે ઘર , કપડાં વગેરે ની પણ ખુબ જરૂરિયાત છે. તો આપ સૌને અમારી વિનંતી છે કે આપ કોઈને કોઈ રીતે આવા પરિવાર ની મદદે આવોઅને માનવતા મહેકાવો.

    આ ઉપરાંત , કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ ગીરના નેસડી વિસ્તાર ની મુલાકાતે આવી હતી. ત્યાંથી ગીર જંગલમાં 10 કિમી અંદરના ભાગમાં એવા આઠેક ગામડાઓ છે કે જેમાં 30 – 35 ઘરો આવેલા છે. આ ગામડાઓમાં પણ તૌકતે વાવાઝોડાએ ભારે હાલાકી સર્જી છે. કાણેકનેસ ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ બાજુના ગામડાઓમાં પીવાના પાણી અને અનાજ દળાવવા માટે ની ખુબ ભારે હાલાકી છે. આ ઉપરાંત ત્યાં ના પરિવાર માટે એક અઠવાડિયું ચાલે તેટલા અનાજ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે પછીના સમયમાં કોઇ વ્યવસ્થા થઇ શકી હોય તેવી માહિતી અમને મળેલ નથી. આથી ત્યાના ગ્રામજનો ને ભેગાં કરી કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ દ્રારા શાકભાજી , 5 કિલો ઘઉં , 5 કિલો બાજરી , 3 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો મરચું , 500 ગ્રામ હળદર અને500 ગ્રામ ધાણાજીરું જેવી સામગ્રીની વ્યવસ્થા કરી કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 250 જેટલા નાના – મોટા પરિવારજનો ને  કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ની યુવાટીમ દ્રારા સહાય પ્રાપ્ત થઇ હતી અને આગામી સમયમાં પણ જેટલી સેવા રાશનકીટ ને લઈને થઇ શકશે એ કરવામાં આવશે.

    સૌને કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત યુવાટીમ દ્રારા એક વિનંતી કરવામાં આવે છે કે આપ પણ વધારે માં વધારે લોકોની મદદ કરી સમાજ માં એક માનવતા નું ઉદાહરણ પુરુ પાડશો.

  • જાણો, ચક્રવાત તાઉતેથી ઘવાયેલા ગુજરાતને પીએમ મોદીએ શું રાહત આપી?

    જાણો, ચક્રવાત તાઉતેથી ઘવાયેલા ગુજરાતને પીએમ મોદીએ શું રાહત આપી?

    અમદાવાદ, PIB

    પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ચક્રવાત તૌકતેથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો.

    પ્રધાનમંત્રીએ સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા કરી.

    પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી.

    પ્રધાનમંત્રીએ રાજ્યમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે રૂ. 1,000 કરોડની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી.

    કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે.

    કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપના અને એનું પુનઃનિર્માણ કરવા માટે તમામ મદદ કરશે.

    પ્રધાનમંત્રીએ ગુજરાતમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા પણ કરી.

    ચક્રવાત તૌકતેને કારણે સમગ્ર દેશમાં અસરગ્રસ્ત રાજ્યોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખની અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.

    અસરગ્રસ્ત રાજ્યો કેન્દ્ર સરકારને તેમની આકારણી મોકલશે પછી એને આધારે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત તાઉતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી.* *પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગિર – સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.

    ત્યારબાદ તેમણે અમદાવાદમાં ગુજરાત અને દીવમાં હાથ ધરવામાં આવેલી રાહત અને પુનર્વસન માટેના પગલાંની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

    તેમણે ગુજરાત રાજ્યને તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ. 1,000 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી*. *પછી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું આકલન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને મોકલશે, જેના અહેવાલને આધારે વધારે સહાયતા પ્રદાન કરવામાં આવશે.

    પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયગાળામાં રાજ્ય સરકાર સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપન અને એનું પુનઃનિર્માણ કરવા માટે શક્ય તમામ સહાયતા પ્રદાન કરશે.

    પ્રધાનમંત્રીએ મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રે પ્રધાનમંત્રીને મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને પ્રધાનમંત્રીએ મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ચિતતા કરવા પર ભાર મૂક્યો હતો.

    ગુજરાતમાં આ મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ સામેલ થયા હતા.

    પ્રધાનમંત્રીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

    તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.

    પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્યો સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.

    પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણે આપત્તિ વ્યવસ્થાપનના સંબંધમાં વધારે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવા ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખવું પડશે. તેમણે આંતર-રાજ્ય સંકલન વધારવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઝડપથી સ્થળાંતરણ થાય એ સુનિશ્ચિત કરવા આધુનિક સંચાર ટેકનિકોનો ઉપયોગ કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.