કવિ: Nirav Joshi

  • પોશીનામાં સાંસદની અધ્યક્ષતાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ

    પોશીનામાં સાંસદની અધ્યક્ષતાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ

    AVSPOST.COM,  Himatnagar

    બુધવારના રોજ તલોદના રોઝડ ખાતેથી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્ર્મ  આયોજિત થયો.

    વિકાસ યાત્રાના રથનું રોઝડ, બડોદરા અને સીમલીયા ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.

    વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી અને મહાનુભવોના હસ્તે લાભ વિતરણ કરાયા

    સાબરકાંઠા જિલ્લાના તલોદના રોઝડ ખાતેથી અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો હતો. ગ્રામજનો દ્રારા રથનું સ્વાગત ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં મંત્રી પરમારે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં કે જ્યારે આપણા ગામમાં કંઈ કામ કરવું હોય તો કોઈ દાતા શોધવો પડતો હતો સમયના બદલાવની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસાનકાળમાં વિકાસના કામો કરવા માટે પૈસાની કોઇ અછત નથી એમ જણાવી તેમણે વીસ વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા આજે વટવૃક્ષ બની ફુલી ફાલી રહી છે એમ કહી તેમણે રાજય સરકાર દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા વિકાસકાર્યોની વિગત આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક યોજના અમલમાં મુકી સર્વાંગી વિકાસનો નવો અભિગમ અપનાવ્યો છે એમ જણાવી તેમણે રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે માહિતી આપી  હતી. ઉપરાંત રાજય સરકારના શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ  જેવા કાર્યક્રમોની ભારોભાર સરાહના કરી હતી.

    આ કાર્યક્ર્મમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ વિતરણ કરાયા હતા. આ સાથે મંત્રીશ્રી દ્રારા રોઝડ પ્રાથમિક શાળામાં શેડનુ લોકાર્પણ કરવામાં આવ્યું સાથે આરોગ્ય કેંદ્રમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું.

    વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત  રોઝડ, બડોદરા અને સીમલીયા ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામની આંગણવાડીઓની સફાઇ તેમજ વાનગી સ્પર્ધા, યોગ, પ્રભાત ફેરી કરવામાં આવી હતી. સાથે સરકારની યોજનાકીય માહિતી અને રાજ્ય અને જિલ્લાના વિકાસ અંગેની ફિલ્મ આ રથ દ્રારા પ્રદર્શિત કરવામાં આવી હતી.

    આ પ્રસંગે જિલ્લા પંચાયતના  મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ  રેખાબા ઝાલા, તલોદ એ.પી.એમ.સી ચેરમેનશ્રી કલ્પેશભાઇ પટેલ,  જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તલોદ તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

     

    પોશીના તાલુકામાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજા

    સંવેદનશીલ સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી માનવજીવન શૈલી હળવી બનાવી છે.

    –સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાણા( ખીજડા ફળી ), દેલવાડા  અને કોટડા( કોટડા ગઢી) ગામમાં સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસ કામોને લોકો સુધી પહોંચાડવાના  હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોશીના તાલુકાની  ચંદ્રાણા અને કોટડા જિલ્લા પંચાયત સીટ પર વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઈ હતી

     

    પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે આજે આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. વર્તમાન સમયમાં સંવેદનશીલ સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે ચિંતિત રહી છે. સરકાર દ્વારા બાળકના જન્મથી લઇને મરણ સુધીની અનેકવિધ  માનવ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવામાં આવી છે. આજે વિધવા પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,પી એમ. જે. વાય યોજના વગેરે યોજનાઓ થકી રાજ્યના માનવગણની જીવનશૈલી હળવી બનાવી છે. 108 એમ્બયુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે. પશુઓના ઈલાજ માટે 1962 ફરતુ પશુ દવાખાના થકી ઘર આંગણે પશુની સારવાર મળી રહે  છે. આજે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમ થકી ઘર આંગણે સેવાઓ મળી રહી છે. સંવેદનશીલ સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી માનવજીવન શૈલીને હળવી બનાવી છે.

     

    પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન 150 થી વધુ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.વિકાસયાત્રા દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી નિમિતે શાળા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસયાત્રામાં આદિજાતિ મોરચા  જિલ્લા પ્રમુખ શ્રી લુકેશભાઈ ગમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી આનંદીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચીમનભાઈ, પ્રોજેક્ટ અધિકારી શ્રી જે.જે.નિનામા, પોશીના તાલુકા વિકાસ અધિકારશ્રી નરેશભાઈ, મામલતદાર શ્રી અરુણભાઈ ગઢવી, તાલુકા હેલ્થ ઓફિસર બી. એસ. ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર. આર. પટેલ, આગેવાન શ્રી રૂમાલભાઈ તથા મોટી સંખ્યામાં લાભાર્થી અને આસપાસના ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા.

  • જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?

    જિલ્લાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર કઈ શાળાઓને મળ્યો?

    AVSPost bureau, Himatnagar

    જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રીના અધ્યક્ષતામાં  યોજાયો   

     

    સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ગ્રામ્યકક્ષાએ પોગલુ પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તારની ખેડબ્રહ્મા-૧ ને ફાળે

     

       સાબરકાંઠા જિલ્લાકક્ષાનો સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સમારોહ ૨૦૨૧-૨૨ જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઇડર ડાયેટ ખાતે યોજાયો હતો.   

    આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને દિર્ઘ દ્રષ્ટ્રા વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના અથાગ પ્રયાસોને મકકમ સફળતાઓ મળી રહી છે. બાળકોમાં બાળપણથી જ સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય તે માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ એટલે કે સ્વામી વિવેકાનંદના જન્મ દિન  થી સ્વચ્છ  વિદ્યાલય પુરસ્કાર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પુરસ્કાર માટે જિલ્લાની ૧૭૩૭ શાળાઓએ સ્વ-મૂલ્યાંકન કર્યું હતું.

    પોગલુ શાળાના આચાર્ય સુશ્રી જીનલબેન પટેલે જણાવ્યું હતું કે, આ સ્પર્ધા માટે ૧૭૩૭ શાળાઓ પૈકિ ૧૧૧ શાળાઓનું ૩,૪,૫ સ્ટાર રેકિંગ આપવામાં આવ્યું હતું. આ શાળાઓનું જિલ્લાકક્ષાના એવોર્ડ માટે ઇવેલ્યુએટર દ્રારા બાહ્ય મૂલ્યાંકન કરી તેઓની માહિતી SVP વેબ પોર્ટલ પર સબમિટ કરવામાં આવી. બાહ્ય મૂલ્યાંકન બાદ જિલ્લા કક્ષાના પુરસ્કાર માટે ઓવરઓલ રેંકિંગ મુજબ જિલ્લાની  ૮ શાળાઓ  અને કેટેગરી વાઈઝ મૂલ્યાંકનમાં ૨૯ મળીને કુલ ૩૭ શાળાઓ પસંદ થઈ.

    જેમાં રેંકિંગ મુજબ ગ્રામ્ય કક્ષાએ પોગલું પ્રાથમિક શાળા, શહેરી કક્ષાએ ખેડબ્રહ્મા-૧ પ્રાથમિક શાળા તથા ઓવરઓલ કેટેગરીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની પસંદગી થઈ હતી.  જેમને રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે નોમિનેટ કરવામાં આવ્યા.  જિલ્લા કક્ષાએ  ગ્રામ્યમાં પ્રાંતિજ તાલુકાની પોગલું પ્રાથમિક શાળા પ્રથમ અને બીજો નંબર જીંજવા પ્રાથમિક શાળા તથા ત્રીજો નંબર હિંમતનગર તાલુકાની સવગઢ પાણપુર પ્રાથમિક શાળા અને શહેરી વિસ્તાર માટે પ્રથમ નંબર ખેડબ્રહ્મા તાલુકા શાળા તેમજ સબ કેટેગરી પ્રમાણે છ શાળાઓનીની પસંદગી થઈ હતી. આ શાળાઓને રૂ. ૭૦૦૦ થી લઇ ૧૫,૦૦૦ સુધીના કુલ રૂ. ૯૪,૦૦૦/-ના રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અને જિલ્લા કક્ષાએ ૨૭ શાળાઓને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્ર્મમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીશાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચૌધરી, ઇડર ડાયેટના પ્રાચાર્યશ્રી પુરણીયા, તમામ શાળાના સક્રિય બાલ મંત્રી મંડળના સભ્યો,એસ.એમ.સી સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રીઓ, સી.આર.સી તથા બી.આર.સી અન્ય મહેમાનોની હાજરીમાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું.

  • સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

    સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

    નીરવ જોશી , હિંમતનગર( M-7838880134,  josnirav@gmail.com)

    સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે

    જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે

    જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે અને એનાથી સાબરકાંઠાને શું લાભ થયો છે એની પાઠશાળા અલગ અલગ સ્વરૂપે ઉજવણી કરીને લોકોને જણાવી રહી છે એના અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે.

    સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગ રાજ્ય કક્ષા મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે.  તા. ૫  જુલાઈ ૨૦૨૨ ના મંગળવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે થી થશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડર ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ, પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય શ્રી રમણલાલ વોરા, જી.યુ.ડી.સી. ડાયરેક્ટર શ્રી જે. ડી. પટેલ ઉપસ્થિત રહેશે.

    આ કાર્યક્રમ અંતર્ગત ૫૦૩૮ લાભાર્થીઓને રૂ.૩,૭૮,૫૫,૯૫૪ની સાધન સહાય ચૂકવવામાં આવશે.

    આ સાથે રૂ. ૧૦,૧૪,૬૪,૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા ૩૬૯ જાહેર કામોના લોકાર્પણ કરવામાં આવશે. તેમજ  વિકાસના ૪૧૯  કામોનું જેનો અંદાજિત ખર્ચ રૂ.૬,૫૮,૪૯,૨૦૧ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ આવનારા સમયમાં નવા વિકાસના ૧૪૭ કામો અંદાજીત રૂ.૨,૫૨,૩૨,૬૪૨ના ખર્ચે થશે જેની જાહેરાત કરવામાં આવશે.

  • હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

    હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

    નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ અરજદારો હાજર રહ્યા

    સમાજમાં દિવ્યાંગોને હંમેશા મદદ કરવી જોઈએ કારણ કે તેઓ પણ સમાજનો ભાગ છે. આ ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની બહેરા મુંગા શાળા મોતીપુરા ખાતે એલીમ્કો અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ સાધન સહાય માટેના  એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યની ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા એલીમ્કો તથા જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમાં દિવ્યાંગજનોની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનુ મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ,ઇલેક્ટ્રીક મોટર સાઇકલ,મોબાઇલ ફોન વગેરે કીટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. હિંમતનગર ખાતે યોજાયેલા નિ:શુલ્ક સાધન સહાય કેમ્પમાં હિંમતનગર તાલુકાના ૩૧૫ જેટલા દિવ્યાંગજનો  મુલ્યાંકન શીબીર (એસેસમેન્ટ કેમ્પ)માં હાજર રહ્યા હતા.

  • MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

    MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

    નીરવ જોષી ,હિંમતનગર (M-7838880134)

    નવી દિલ્હીના ના વિજ્ઞાન ભવન ખાતે MSME યોજનાઓનો શુભારંભ પીએમ મોદી આજે કરાવ્યો હતો. વડાપ્રધાને ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ ની મદદ માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે. ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રસપ્રદ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશના MSME સેકટરને મજબૂત અને એનો વ્યાપ વિશાળ કરવો જરૂરી હતો. એમ.એસ.એમ.ઈ વાળી ઉદ્યોગોથી માઇક્રોઇકોનોમિક્સ મજબૂત થાય છે. આજે ભારત મજબૂત છે તેનો મોટાભાગનો હિસ્સો એમ.એસ.એમ.ઈ સેક્ટરનો ફાળો છે!

    ભારત જે સો રૂપિયા રૂપિયા કમાય છે તો એમાં 30 રૂપિયા નો ફાળો MSME તરફથી આવે છે! MSME ના પ્રમોશન માટે તેમજ તેના વ્યાપક વિકાસ માટે પાછલા આઠ વર્ષમાં સરકારે 650 પ્રતિશત કેન્દ્રીય બજેટમાં વધારો કર્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે 11 કરોડ લોકો ડાયરેક્ટ – ઇનડાયરેક્ટ રીતે MSME સાથે જોડાયેલા છે. મોદીએ MSME સંબંધી યોજનાઓનું શુભારંભ આજે વિજ્ઞાન ભવન ખાતે કરાવ્યું હતું.

    નાના લઘુ ઉદ્યોગોને બચાવવા માટે, એને નવી તાકાત આપવા માટે મોદીએ અનેક પ્રકારના ઉપાયોનો ખાસ ભાર મૂક્યો હતો. MSME ની ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ સાડા ત્રણ લાખ કરોડની મદદ MSME માટે સુરક્ષિત કરી છે. આના પરિણામે 1.5 લાખ કરોડ જેટલો રોજગાર જે ખતમ થવાના  આરે આવેલો હતો તેનો હવે ખતરો ટાળ્યો છે. દેશના MSME સેક્ટરમાં નવા રોજગાર માટે પ્રોત્સાહક નીતિની જાહેર કરતા મોદીને જણાવ્યું કે આ વખતે અમે MSME સેક્ટર નવી યોજનાઓ પણ અમલમાં મૂકી છે. નવી નવી યોજનાઓ અંતર્ગત 50,000 કરોડના બજેટથી પાંચ લાખ કરોડ જેટલું બજેટ ફાળવાયું છે!

    વર્તમાન સમયમાં MSME ચેપ્ટર એ ભારતની આત્મનિર્ભર ભારત માટે ખૂબ મહત્વનું આંદોલન કહી શકાય. મોદીએ પહેલાંની સરકાર ઉપર હુમલો કરતા કહ્યું હતું કે MSME ને ભૂતકાળની સરકારોએ  જોઈએ એવો ટેકો આપ્યો નથી. મતલબ એના માટે માટે ખૂબ મોટા પાયે ચિંતા નથી કરી.

    કોરોના કાળમાં નાના ઉદ્યોગોને બચાવવા માટે MSMEની ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

    પહેલાના સમયમાં નાના ઉદ્યોગો માટે એવી પરિભાષા નક્કી કરવામાં આવી હતી કે જેના પરિણામે MSME માં કોઈ પ્રોત્સાહન નીતિ એટલી બધી મજબૂત નહોતી. મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે દેશમાં MSME ક્ષેત્ર મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી MSME સેક્ટર એ આ સમયમાં ખૂબ જ મહત્વનું બની ગયું છે. અમે MSMEના સેક્ટરની આખી પરિભાષા જ સરકાર આવતા બદલી નાખી હતી. સૂક્ષ્મ , લઘુ, મધ્યમ ઉદ્યોગોની માટે અમે નવા નવા ઉપાયોની ઘોષણા કરી.

    જો કોઈ ઉદ્યોગ સાહસિક આગળ વધવા માંગે છે કે તેનો વિસ્તાર કરવા માંગે છે તો સરકાર તેને સહયોગ આપશે અને નીતિઓમાં સરકાર જરૂરી બદલાવ પણ કરી આપશે.- એવી અમારી નીતિ રહી છે. આજે અમારી સરકાર છે પરિણામે MSME સાથે સંકળાયેલા લોકો નવી નીતિઓનો લાભ લઇ રહ્યા છે.

    ખાદી અંગે પીએમ નરેન્દ્ર મોદીએ કરી આ આશ્ચર્યજનક વાતો!

    ભારતની ખાદી લોકલ થી ગ્લોબલ બની ગઈ છે એટલું જ નહીં ખાદીનું માર્કેટ અત્યારે એક લાખ કરોડ સુધી પહોંચી ગયું છે !અને છેલ્લા આઠ વર્ષમાં ખાદીની વેચાણ અમારી સરકાર દરમિયાન ચાર ઘણું વધ્યું છે! આઝાદી વખતે ખાદી બહુ ચાલી પરંતુ પછી એ નેતાઓનું એક કોશ્યુમ બની ગયું! એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પરંતુ અમારી સરકાર આવ્યા બાદ આજે ખાદી અને તેના વસ્ત્રોને અમે એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.

    એન્ટરપ્રિન્યોરશિપ MSME એના કારણે ખૂબ જ સહજ જીવનના  દરેક લેવલના માણસ માટે સહજ બન્યું છે. ભારતની ખાદી લોકલ થી ગ્લોબલ થઈ રહી છે. આઠ વર્ષમાં ખાદીની ખરીદીમાં ચાર ગણો વધારો થયો!

    2014માં સબના સાથ સૌનો વિકાસ ના મંત્રને લઈને અમે MSME સેક્ટરનો  વ્યાપ ખૂબ મોટા પાયે વધાર્યો છે ,વધુ લોકો જોડાયેલા છે કોરોના ને કારણે નાના ઉદ્યોગોને બચાવવા એમએસએમઈએ સારી કામગીરી કરી.. બજેટ 650 ટકા વધ્યું

    મુદ્રા યોજના ના પરિણામે સાત લાખ જેટલા લોકો નવા ઉદ્યોગકાર બન્યા છે.એ લોકો જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બન્યા છે.

  • સાબરકાંઠા: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે ગ્રામીણ મહિલાઓની શસક્તિકરણની પ્રયોગશાળા

    સાબરકાંઠા: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે ગ્રામીણ મહિલાઓની શસક્તિકરણની પ્રયોગશાળા

    નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    બુધવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણનો એક અનુભવ અમૂલ્ય અને અવિસ્મરણીય સ્વ અનુભવ મને ખુદને થયો જ્યારે આખો હોલ -હિંમતનગર નો ટાઉનહોલ સંપૂર્ણપણે મહિલાઓ કે જેઓ સાબરકાંઠાના આઠ તાલુકાઓમાંથી આવી હતી તેમનાથી ભરાઈ ગયો હતો! આ સમગ્ર કાર્યક્રમ – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એવા ગ્રામીણ મહિલાઓને અપાતી આર્થિક સહાય અંગે હતો જેના વિશે સમાજને હવે વધારે ગહન ચિંતન કરવાની જરૂર છે. કાર્યક્રમનો હેતુ એ છે મહિલાઓને વધારે ઉદ્યમશીલ બનાવી અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને રોજગારીની અનેક ઉપાયો અંગે માહિતગાર તેમજ તાલીમ આપી અને તેમને લોન આપવી જેથી તેઓ તેમના આત્મનિર્ભય પ્રયાસો થકી તેમની ઓળખ જીવી શકે અને ગૃહિણી તરીકે સમાજમાં સ્વમાનભેર જીવી શકે.

    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી આજે મહિલાઓ અબળા નહીં સબળા બની છે. તેનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણી આ સંવેદનશીલ સરકારને આભારી છે. આત્મનિર્ભર તરફ મહિલાઓ આગળ વધી રહી છે

    – મંત્રીશ્રી નિમિષાબેન સુથાર

     

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ડો. નલિનકાંન્ત ગાંધી ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન ધિરાણનો કાર્યક્રમ શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં યોજાયો

    સ્ટેજ પર પ્રતિકાત્મક રૂપે રૂપિયા ૨૦ લાખના ચેક મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરાયા ઓવર ઓલ જિલ્લામાં કુલ રૂપિયા ૧૨.૩૧ કરોડનું વિવિધ બેંકો દ્વારા મહિલાઓને  ધિરાણ અપાયું.

    સખી મંડળ બચત મંડળની શ્રેષ્ઠ કામગીરી કરનાર ધિરાણકર્તા, બેન્ક મેનેજર, શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી તાલુકા લાઇવલીહૂડ મેનેજર કલસ્ટર કો-ઓર્ડીનેટર,  વિશેષ કામગીરી કરનારનું ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા ડો. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રીમતી ડો.નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ તથા યોજનાકીય ધિરાણ-મંજુરી પત્રો અને ચેક વિતરણનો કાર્યક્રમ વહિવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા હિંમતનગર દ્વારા યોજાયો હતો. જેમાં સ્ટેજ ઉપર રૂપિયા ૨૦ લાખના ચેક તથા જિલ્લાની ઓવર ઓલ બહેનોને વિવિધ તાલુકામાંથી આવેલી બહેનોને અંદાજે રૂપિયા ૧૨.૩૧ કરોડનુ વિવિધ બેન્કો દ્વારા ધિરાણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારને ટ્રોફી પ્રમાણપત્ર તથા યોજનાકીય મંજૂરીપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ડો. નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી આજે મહિલાઓ પગભર થઇ છે આજે મહિલાઓ અબળા નહીં સબળા સાબિત થઈ છે જેનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને જાય છે. આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત તરફ મહિલાઓ આગળ વધી રહી છે અને પંડિત દીન દયાળ ઉપાધ્યાયનું સ્વપ્ન હતું છેવાડાના માનવીનુ કલ્યાણ એ  સ્વપ્ન આજે સાકાર થઇ રહ્યું છે. આજે પ્રથમ વખત સાબરકાંઠા જિલ્લામાં આવવાનું થયું અને આજે વિશાળ સંખ્યામાં માતા બહેનોના દર્શન અને આશીર્વાદ ના અવસરને ધન્યતા અનુભવું છું. મહિલાઓને એક પ્લેટફોર્મની જરૂર છે જે મિશન મંગલમ થકી પૂરું પડાયું છે. કોરોના કાળમાં પણ સખી મંડળની બહેનોએ માસ્ક બનાવીને લોકોને સુરક્ષા કવચ  પૂરું પાડ્યું છે. સાથે સાથે હાથ બનાવટની અને ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરીને આર્થિક ઉપાર્જન મેળવવા સરાહનીય કામ કર્યું છે. મહિલાઓ પાસે હુન્નર અને કળા કૌશલ્ય પડેલું છે.

     

    સુરતની વલોડની બહેનો દ્વારા લિજ્જત પાપડ બનાવીને બ્રાન્ડિંગ કરી કરોડો રૂપિયા આજે કમાય છે. ડાંગ વલસાડની બહેનો પણ નાગલી તેમજ બેકરી ઉદ્યોગ અને વલસાડની બહેનો ગાલીચાના ઉદ્યોગ ઉત્પાદન થકી સારું હુડિયામણ વિદેશમાંથી પણ મેળવે છે. બહેનોને ઘરના બાળકોને સંસ્કાર તથા પાલનની જવાબદારી  સાથે પૂરક વ્યવસાયથી આગળ વધીને ઘરનું ગુજરાત ચલાવે છે. મહિલાઓના નામે ઘરની મિલકતો આજે થઈ છે.પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલાના નામે છે. ઉજ્વલા યોજના થકી બહેનોને આરોગ્ય કવચ મળ્યું છે. સાથે પી.એમ.જે.વાય કાર્ડથી કુટુંબમાં માંદગી વખતે મદદ મળે છે. જન ધન ખાતા ખોલીને સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય છે. આત્મનિર્ભર ભારત રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની મોટી ભૂમિકા રહી છે અને તેઓ સુપેરે નિભાવી રહી છે.

    આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેકને સરકારી નોકરી મળે તે શક્ય નથી પણ બહેનો સ્વસહાય જૂથો ઊભા કરીને આર્થિક પ્રવૃત્તિ કરીને રોજગારી મેળવી શકે છે અને બીજાઓને રોજગારી આપી શકે છે અને જીરો ટકાએ સરકાર વ્યાજ રહિત લોન આપે છે.મહિલા સશક્તિકરણના અનેક અવસરો પ્રદાન કરે છે. શાહુકારોના ચુંગાલમાંથી આ સ્વસહાય જૂથ કુટુંબને ઉગારે છે. તેમ જણાવ્યું હતું.

     

    આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુવરબાએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પોતાના પરિશ્રમ થકી ઉજાગર કરે છે. મુદ્રા યોજના, બેટી પઢાઓ બેટી બચાવોનું કામ પણ મહિલાઓ કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પણ મહિલા સશક્તિકરણનું ગુજરાતમાં ઉત્તમ કામ કર્યું છે. આ સરકારે વ્યાજખોરોના ચુંગાલમાંથી સખી મંડળના માધ્યમથી ઉગારવાનું કામ કર્યુ છે.

    આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સ્વસહાય જુથોને સામૂહિક ધિરાણ આપવાની પહેલ વર્ષ ૨૦૧૧માં લાઇવલીહુડ કંપની દ્વારા શરૂ કરવામાં આવી.જેનો સીધો ફાયદો સખીમંડળોને મળી રહ્યો છે. એક લાખથી દસ લાખ સુધીનું ધીરાણ બહેનોને પગભર થવા મળે છે. આ આર્થિક ઉપાર્જન માટે આપવામાં આવે છે. અને સાથે બેંકો અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી સુંદર પરિણામો જિલ્લામાંમળ્યા છે. ધિરાણ અંગેની આંકડાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ દ્વારા સૌને આવકારી આજીવિકા મિશનના ઉદ્દેશો અંગે સુંદર સમજ આપી હતી. સૌ ઉપસ્થિત મહાનુભાવો અને બહેનોનો આભાર માન્યો હતો.

    આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી યતિનબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠન અગ્રણીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ બેંકોના મેનેજરો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

  • ICAI અને GLS Universityનો MOU કાર્યક્રમ દિલ્હીમાં આયોજિત થયો

    ICAI અને GLS Universityનો MOU કાર્યક્રમ દિલ્હીમાં આયોજિત થયો

    નિરવ જોષી, અમદાવાદ (7838880134)

    ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા અને જી.એલ.એસ. યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૨ ના રોજ એમ.ઓ.યુ. ઉપર હસ્તાક્ષર સમારોહ સી.એમ.એ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલ અને તેમા ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ સી.એમ.એ. પી.રાજુ ઐયર, વાઇસ પ્રેસિડન્ટ સી.એમ.એ. વિજેન્દ્ર શર્મા, અગાઉના પ્રેસિડન્ટ સી.એમ.એ. બિશ્વરૂપ બાસુ તથા અમદાવાદ ચેપ્ટરના ચેરમેન સી.એમ.એ મલ્હાર દલવાડી અને સેક્રેટરી સી.એમ.એ મીતેષ પ્રજાપતિએ હાજર રહી હસ્તાક્ષર કરેલ.

    જ્યારે જી.એલ.એસ. યુનિવર્સિટીના એક્ઝુક્યુટીવ ડાયરેક્ટર ડૉ.ચાંદની કાપડીયા, રજિસ્ટ્રાર ડૉ.ધર્મેશ શાહ તથા ડીન સી.એમ.એ ડૉ.મારઝુન જોખીએ હાજર રહી હસ્તાક્ષર કરેલ. આ એમ.ઓ.યુ.નો ઉદ્દેશ ઇન્સ્ટીટ્યુટના મેમ્બેર્સ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ વ્યવસાયિક કાર્યક્રમો વિકસાવવાનો, જીએલએસ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સની વિવિધ સેવાઓનો ઉપયોગ, વિવિધ સેવાઓ અને પ્રોફેસર્સનુ આદાન-પ્રદાન અને પ્રોફેસર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવાનો છે.

  • પ્રવેશોત્સવના તૃતિય દિવસે કોણે બાળકોને કુમકુમ પગલે પ્રવેશ કરાવ્યો

    પ્રવેશોત્સવના તૃતિય દિવસે કોણે બાળકોને કુમકુમ પગલે પ્રવેશ કરાવ્યો

    નીરવ જોષી, હિંમતનગર(M-7838880134)

    શાળા પ્રવેશોત્સવના તૃતિય દિવસે ૫૧ બાળકોને શાળા અને આંગણવાડીના ભૂલકાઓના કુમ કુમ પગલા પાડી નંદઘરમાં આવકારતા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર

    પ્રાંતિજ તાલુકાની મોયદ-૧,  રૂપપુરા અને મોયદ રૂપાજી ગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ની ઉજવણી કરાઇ

    શિક્ષણ થકી જ સમાજનું ઘડતર થાય છે માટે બાળકોને સારૂ શિક્ષણ આપો-   ગજેન્દ્રસિંહ પરમાર

     

          સાબરકાંઠા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના ત્રીજા અને અંતિમ  દિવસે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતો રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિજ તાલુકાની મોયદ, રૂપપુરા, મોયદ રૂપાજીમાં પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિત રહીને આંગણવાડી તેમજ ધોરણ-૧માં  ૫૧ બાલકોનુ નામાંકન કરાવ્યું હતું.

           આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આ સદી જ્ઞાન અને શિક્ષણની સદી છે. આજે દિકરીઓ શિક્ષણ ક્ષેત્રે ખુબ આગળ વધી રહી છે. શિક્ષણ થકી જ સમાજ આગળ આવે છે. સરકાર દ્વારા શાળાઓમા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓની સાથે ઉત્તમ શિક્ષકો ઉપલબ્ધ કરાવ્યા છે. જેના કારણે ખાનગી શાળામાથી વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામા ભણાવવા લાગ્યા છે.‘કન્યા કેળવણી‘ અને ‘શાળા પ્રવેશોત્સવ‘ કાર્યક્રમો થકી સરકાર સમાજને સો ટકા સાક્ષરતા તરફ લઈ જઈ રહી છે. દેશને આત્મનિર્ભર બનાવવાની પણ મંત્રીશ્રીએ આ વેળા નેમ વ્યક્ત કરી હતી.

           વધુમાં તેમણે જણાવ્યું કે, શાળાના શિક્ષકો વાલીઓ વધુ જાગૃત બની ગામનુ એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે તે ખાસ ધ્યાન રાખવામાં આવે.મોબાઇલના દૂષણ પરત્વે ધ્યાન દોરતા કહ્યું કે આજે બાળકો ગેમમાં વધુ સમય બેસી રહે છે. મેદાનની રમતો રમાતી ઓછી થઈ ગઈ છે. જેથી બાળકો નબળા પડી રહ્યા છે માટે મોબાઇલ ન આપતા અથવા એના માટે સમય મર્યાદા નક્કિ કરવા જણાવ્યું હતું. શાળામાં બાળક પાંચ થી છ કલાક વિતાવે જ્યારે ઘરે વધુ સમય રહે છે તેથી માતા-પિતા, વડીલો બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપે.

         શાળા પ્રવેશ ઉત્સવની સાથે શાળાના તેજસ્વી તારલાઓનુ સન્માન અને ગામના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની એસ.એમ.સી.ની બેઠકમાં ગ્રામજનો દ્રારા રજુ કરવામાં આવેલ શાળાના, ગામના રસ્તા અંગેના અને પાણીના પ્રશ્નો મંત્રીશ્રીઓ ધ્યાનથી સાંભળ્યા હતા અને તેનો હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું.શાળામાં મંત્રીશ્રી અને મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

        આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી વિપુલભાઇ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી કરતુજી રાઠોડ, કે.કે મકવાણા, મહેન્દ્રભાઇ પટેલ, કૌશિકભાઇ પટેલ, રાજુભાઇ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દિપ્તિબેન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી,ફુડ ઇન્સપેક્ટર તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના

    સરપંચશ્રીઓ, એસ.એમ.સીના સભ્યો,શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આંગણવાડી કાર્યકરરો, વાલીઓ, બાળકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.   

  • અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

    અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

    નીરવ જોષી હિંમતનગર(M-7838880134)

    હિંમતનગર વિજાપુર રોડ પાસે આવેલા દેત્રોટા ગામની નજીકમાં આવેલા ગામ ખેડાવાડા ના મા અંબાનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. શ્રી અંબાજી માતાજી મંદિર – લક્ષ્મીપુરા ખાતે બે દિવસીય માં અંબા મંદિર નો રજત જયંતિ મહોત્સવ યાદગાર રીતે ધામધૂમથી તાજેતરમાં ઉજવાઈ ગયો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે મુખ્ય મહેમાન તરીકે ઊંઝાના શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી બાબુલાલ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો ગામના ભક્તોને આમંત્રણના કારણે તેમજ માં અંબા અને ઉમિયા માં ભક્તિપૂર્વક શ્રદ્ધા ધરાવતા હોવાને લીધે ભાવપૂર્વક હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

     

    ઉલ્લેખનીય છે કે સમગ્ર લક્ષ્મીપુરા ગામ તેમજ તેના પાસે આવેલું ખેડાવાડા – નવું અને ખેડાવાડા – જુના તેમજ તેની આસપાસના ગામોના પટેલ ભક્તો અને અન્યમાં માં જગદંબા ભક્તોએ ખુબ જ ભાવ ભક્તિપૂર્વક રજત જયંતિ મહોત્સવમાં પંચ કુંડી નવચંડી હવન નું આયોજન કર્યું હતું. જેમાં ૨૧ યજમાનોએ પાટલા લીધા અને ભક્તિભાવપૂર્વક હવન કર્યો હતો.

     

    શ્રી અંબાજી મંદિર માતાજી ની રજત જયંતી મહોત્સવના પ્રથમ દિવસે મા અંબાની જળ શોભાયાત્રા, સિંહની પૂજન , શ્રી યંત્ર પૂજન તેમજ સાય પૂજા-આરતી કરવામાં આવી હતી.

    સમગ્ર ગામમાં શોભાયાત્રા સમય પધારેલા સુપ્રસિદ્ધ ગાયક સાગર પટેલ ના ભક્તિ સંગીત દ્વારા આયોજીત યાત્રામાં ભક્તિ કરવામાં આવી હતી. ભક્તોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મા અંબાની શોભાયાત્રા – મા જગદંબાના દર્શન સમગ્ર ગામમાં કરાવ્યા હતા.

    લક્ષ્મીપુરા ખેડાવાડા ના નવયુવક મંડળના યુવાનોએ સેવા સમર્પણ પૂર્વક કરીને કાર્યક્રમને શાનદાર બનાવ્યું હતું. બે દિવસ દરમિયાન સમગ્ર ગામના ભકતોએ મા અંબાનો મંદિરે પ્રસાદ લીધો હતો. ગામ ખૂબ જ નાનું હોવા છતાં મહોત્સવ સમયે કાર્યક્રમમાં મોટા પાયે આયોજન થયું હતું જેમાં આશરે ૭૦૦૦ જેટલા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

    આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લોકો તેમજ હિંમતનગરના લોકલાડીલા નેતા અને દીવ દમણ પ્રશાસક-પ્રફુલ પટેલ અને ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા તેમજ પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ધારાસભ્ય રાજુભાઈ ચાવડા, ડોક્ટર દિનેશ પ્રજાપતિ,જેઠાભાઈ પટેલ, સરપંચ અમૃતભાઈ ભગાભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી માં અંબાના રજત જયંતિ મહોત્સવ ની શોભા વધારી હતી.

    આ સમગ્ર કાર્યક્રમમાં લક્ષ્મીપુરા ગામના માઇભક્તોએ અથાક પરિશ્રમ કરીને મા જગદંબાની રજત જયંતિ ઉજવણી કરવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. ગામ લોકોની સુખાકારી વધે અને સૌને સદબુદ્ધિ મળે તેવી ભક્તોએ મા જગદંબા અને માં ઉમિયા તે મહાકાળીને પ્રાર્થના કરી હતી.

    જય અંબે!

  • NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

    NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

    નીરવ જોષી, અમદાવાદ

    આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા!

    NDA ભાજપના ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા. પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી બેન murmu ને ભાજપ ના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાને  વિપક્ષ વડે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ આ જાહેરાત ભાજપે કરી છે. દ્રૌપદી બેન આ પહેલા ઝારખંડમાં રાજ્યપાલ અને ઓડિશામાં મંત્રી રહી ચૂક્યા છે.

    દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તે ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા.

    તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા.

    રાજકારણમાં જોડાતા પહેલા, મુર્મુએ શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું.

    મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તે ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી હતી. ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેમણે 6 માર્ચ, 2000 થી ઑગસ્ટ 6, 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે અને 6 ઓગસ્ટ, 2002 થી 16 મે સુધી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો. 2004. મંત્રી હતા.

    વર્ષ 2007 માં, તેમને ઓડિશા વિધાનસભા (Odisha Assembly) ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કાર (Neelkanth Award) થી નવાજવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. મુર્મુ ભાજપના આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચૂક્યા છે.

    તે ઝારખંડ (Jharkhand) ની પ્રથમ મહિલા રાજ્યપાલ (Governor) પણ રહી ચૂકી છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. વર્ષ 2000 માં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ (2015-2021) પૂર્ણ કરનાર તે ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ હતા.

    આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા.

    ગુજરાતના આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ બનવું હતું. તેમનું નામ વારંવાર વહેતું કરવામાં આવતું હતું. જોકે એ વાત પણ નોંધનીય છે કે પાંચ વર્ષ પહેલા દ્રૌપદી મુર્મૂ નું નામ  રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચામાં હતું પરંતુ ભાજપે દલિત ચહેરા તરીકે રામનાથ કોવિંદ પર પસંદગી ઉતારી હતી. આ વખતે જૂની નામ ફરીથી આવ્યું અને દ્રૌપદી murmu નસીબદાર સાબિત થયા છે.

    ( માહિતી સોજન્ય : દિલીપ પટેલ અમદાવાદ)