કવિ: Nirav Joshi

  • હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

    હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    • તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
    •  વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

    ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીકમાં છે ત્યારે હિંમતનગર શહેરમાં આ તહેવાર ઉજવવા માટે રાખડી વ્યાજબી ભાવે મળે તેમ જ અનેક પ્રકારની વેરાઈટી વાળી મળે તે માટે સખી મંડળની બહેનો તેમજ અન્ય સંસ્થા વડે એક સપ્તાહનું રક્ષાબંધન મેળો આયોજિત કરવામાં આવ્યો છે.હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ.

      સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક  હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કું. કૌશલ્ય કુંવરબાના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.   

      રાષ્ટ્રીય ગ્રામીણ તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકા લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ પ્રકારના મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

        આ પ્રસંગે તાલુકા પ્રમુખ હિંમતનગર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી , નગરપાલિકા સદસ્યો તથા નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.

  • નારી તું નારાયણી! ૬૨ વર્ષિય મહિલાએ એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો!

    નારી તું નારાયણી! ૬૨ વર્ષિય મહિલાએ એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો!

    નીરવ જોશી, હિંમતનગર (M- 7838880134)

    નારી વંદના ઉત્સવ: 60 થી ઉપરની ઉંમરના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક …

    પોશીનાના કોલંદ ગામના ૬૨ વર્ષિય શાંન્તાબેને માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

    મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે: શાંતાબેન

    નારી તું નારાયણી!

       અવાય છે ને કે મન હોય તો માળવે જવાય આ કહેવતની સાર્થક કરતા સાબરકાંઠાના પોશીના તાલુકાના એક મહિલાએ પોતાની 60 વર્ષથી ઉપરની ઉંમરમાં પણ ખૂબ જ પ્રશસ્તનીય કાર્ય કરી બતાવ્યું છે. એટલું જ નહીં પરંતુ અનેક 60 પાર કરી ચૂકેલા વડીલોને તંદુરસ્તીનું અને પોતાની જાતને સતત ઉત્સાહથી જીવતા રાખવાનું રહસ્ય પણ સમજાવ્યું છે એમ કહી શકાય. 

    કોમન વેલ્થ ગેમ્સમાં મેરાબાઇ ચાનુએ ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવી ભારતનું નામ દુનિયામાં ગુંજતુ કરી નારી શક્તિનો પરીચય આપ્યો છે.  ત્યારે એથ્લેટીક્સ સાથે જોડાયેલા સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના કોલંદ ગામના ૬૨ વર્ષીય શાંતાબેન સોમેશ્વર બુંબડીયા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે. આ શબ્દો છે શાંતાબેનના.

    60 થી ઉપરની ઉંમરના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક કિસ્સો બહાર આવ્યો છે અને એ પણ સાબરકાંઠા જિલ્લાનું એક ગામની મહિલા જે અનેક રીતે પછાત જિલ્લો કહેવાય છે. તેના એક મહિલાએ ખૂબ જ પ્રેરણાદાઈ કાર્ય કર્યું છે

    ૪૨ મી નેશનલમાં માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ચેન્નઈ તમિલનાડુ ખાતે ૨૭ એપ્રિલ થી ૧ મે ૨૦૨૨ દરમિયાન યોજાઇ હતી. જેમાં ૬૨ વર્ષિય શાંતાબેન સોમેશ્વર બુંબળીયાએ 300 મીટર હડલ્સમાં ગોલ્ડ મેટલ મેળવી ગુજરાત તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

           આપણે નારી વંદના ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે શાંતાબેનની વાત અનેરો ઉત્સાહ પૂરો પાડે તેમ છે. શાંતાબેન ૧૯૮૬માં ફોરેસ્ટ વિભાગમાં જોડાયા તેમને રહેમરાહે આ નોકરી મળી હતી. તેમના પતિ ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા આકસ્મિક મૃત્યુ થવાથી  શાંતાબેન પર આભ ફાટ્યું હતું. માત્ર ૨૦ વર્ષની ઉંમરે બે બાળકો ખોળામાં અને એક બાળક પોતાના ઉદરમાં. એ પરીસ્થિતિની કલ્પના આપણને હચમચાવી મુકે છે. જેને આ જીવ્યું હોય તેની સ્થિતિ શું હોય? શાંન્તાબેન ને મળો તો જીવન કેવી રીતે જીવાય તે શિખવા મળે. ખુશ મિજાજી, શોખીન અને ખડતલ તંદુરસ્થ શરીર ૬૨ની ઉંમરમાં પણ જાણે ૨૬ના હોય તેવા યુવા દેખાય છે. માત્ર દેખા જ નહિ પરંતુ રમતના મેદાન પર તેઓ ૨૬ના જ છે તેમ જ લાગે

          શાંન્તાબેન જણાવે છે કે, ૨૦૧૪માં પ્રથમ વખત તેમણે ફોરેસ્ટ વિભાગ તરફથી રમત માટે મોકવામાં આવ્યા હતા.પ્રથમ પ્રયાસમાં તેઓ રમતમાં બોન્ઝ મેડલ જીત્યા હતા. આ મેડલે અને તકે તેમના જીવનની દિશા બદલી.  શાંતાબેન કહે છે કે ભારતનું કોઈ એવું રાજ્ય બાકી નથી જ્યાં હું રમતમાં ભાગ લેવા ગઈ ના હોવ કશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અસમ દરેક રાજ્યોમાં અનેક રમતોમાં જેવી કે ગોળા ફેંક, ડીથ્રો, દોડ, હડલ દોડ, શોર્ટ ફૂડ, જ્વેલિંગ થ્રો વગેરે અનેક રમતોમાં અત્યાર સુધીમાં અનેક ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ મેળવ્યો છે.

          શાંન્તાબેન હાલમાં તેમનું નિવૃત જીવન જીવી રહ્યા છે પરંતુ રમતમાં તેઓ હાલ પણ નાના બાળકની જેમ પ્રવૃત છે.  રમત-ગમતમાં અનેક ટ્રોફીઓ, સર્ટિફિકેટ અને મેડલ મેળવી તેમણે સિધ્ધ કર્યું છે કે જો તમે ઇચ્છો તો કોઇ પણ ઉંમરે સફળતા મેળવી શકો છે. ત્રણ સંતાનોની માતા અને છ બાળકોની દાદી-નાની હોવા છતાં આટલા ચુસ્ત અને યુવા છે. તેઓ જાણાવે છે કે, હું તો છેલ્લા શ્વાસ સુધી રમતી જ રહીશ. 

     

    શાંન્તાબેને પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે અનેક ઝંઝાવાતોનો સામનો કરી ત્રણ સંતાનોના ઉછેરમાં માતા-પિતાની બેવડી ભુમિકા ભજવી છે. હાલ તેઓ પોતાની નવી ઇનિંગમાં રમત ક્ષેત્રે કાઠુ કાઢી પોતાના જિલ્લા, રાજ્ય અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.  

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર  ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા

    નીરવ જોશી, હિંમતનગર(M-7838880134)

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબર ડેરીના પ્રકલ્પો રાષ્ટ્રને અર્પણ કર્યા

             વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી ખાતે રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ઈ- ભૂમિપૂજન

             રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT) ટેટ્રાપેક પ્લાન્ટનું ઇ-લોકાર્પણ

             રૂપિયા 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

    આજે અમાવસ્યના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરની મુલાકાત લીધી હતી. જેમાં તેમની સાબર ડેરી ખાતે બે પ્લાન્ટનું લોકાર્પણ અને ચીઝ પ્લાન્ટનું ખાતમુરત અને પશુપાલક મહિલાઓ સાથે કરેલો સંવાદ ખૂબ જ યાદગાર બની રહ્યા. પોતાના સાબરકાંઠા સાથેના લાગણીસભર સંબંધોને વાગોળતા નરેન્દ્ર મોદીએ આ જિલ્લાના વિકાસ માટેની અનેક વાતો ઉપસ્થિત તેમના ચાહકો અને પ્રેમીઓને કહી હતી.

    ઉલ્લેખનીય છે કે સાબર ડેરી જે સાડા ચાર  દાયકામાં હરણફાળ ભરી છે તેમાં ગત કોંગ્રેસ સરકાર અને વર્તમાન ભાજપ સરકાર સરકાર બંનેએ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હવે સાબર ડેરી વિકાસના નવા નવા સોપાનો સર કરી રહી છે ત્યારે નવું સ્થાપનાનું ચીઝ પ્લાન્ટ એનું આગવી વિશેષતા હશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 80 અને 90 ના દશકમાં આરએસએસના પ્રચારક હતા ત્યારે હિંમતનગરમાં લાંબો સમય રહ્યા હતા અને સમગ્ર સાબરકાંઠામાં પ્રવાસો કર્યા હતા એટલે એમની વિચારધારા ઘડવામાં સાબરકાંઠા એ પણ  મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એ આજે એમના વક્તવ્ય અને એમાં તેમની લાગણી અને યાદગીરીઓને વ્યક્ત કરતા સ્પષ્ટ જણાતું હતું. આજના વક્તવ્યમાં તેમણે  પ્રેમથી આવકારનારા ભૂતકાળના હિન્દુત્વને સમર્પિત આરએસએસના સાથીદારો ના નામ બોલીને ખૂબ જ યાદ કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે  કેટલાકનો  સ્વર્ગવાસ થઈ ગયો છે પરંતુ તેમની યાદો તેમના મનમાં હંમેશા તાજી છે. જ્યારે નરેન્દ્ર મોદી આ વાત કહી હતા ત્યારે તેમનું મન ભૂતકાળની યાદોમાં સારી પડ્યું હતું અને તેમની બીજી પણ કેટલીક સાબરકાંઠાની આગવી વાતો જણાવી હતી નાની બાળકીઓ માટે કન્યા સમૃદ્ધિ બોન્ડ આપ્યા હતા અને પ્લાસ્ટિક મુક્ત ભારત કરવાનું આહવાન કાર્યકર્તાઓને કર્યું હતું. સાબર ડેરીના વિકાસ માટે આગામી સમયની અનેક યોજનાઓ વિશે પણ તેમને સૂચનો કર્યા હતા. હવે પછી બનનારા ચીઝ પ્લાન્ટથી સાબર ડેરીને ઘણો ફાયદો થશે એવી આશા વ્યક્ત કરી હતી.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી :-

             રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ.

             ડેરી વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે.

             આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યોન્વિત થનારા કરોડો રૂપિયાના પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે

             દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘના નિર્માણનું કામ ચાલું : તેના પગલે વેલ્યુ એડેડ સપ્લાય ચેન સાથે ખેડૂતો સીધા જોડાશે

             યુરિયાના ભાવ વધારાનું ભારણ ખેડૂતો પર આવવા દીધુ નથી

             આગામી સમયમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી સહિત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

             ગુજરાતની પાછલા બે દાયકાની વિકાસયાત્રામાં સહકારી ક્ષેત્રનું મોટું યોગદાન…

             સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પુરવાર થશે

             ગુજરાતે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રથી માંડીને ઉદ્યોગ, વેપાર, ખેતી હરેક ક્ષેત્રે વિકાસના નવા પરિમાણો હાંસલ કર્યા

             દૂધ સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહી સાબર ડેરી ‘ઉત્તર ગુજરાત’ને ‘ઉત્તમ ગુજરાત’ બનાવવાની નેમ સાથે અગ્રેસર

    **

             વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે,  રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ડેરી વ્યવસાયનું અનેરૂ મહત્વ છે. ગુજરાત સહકારીતા-સંસ્કારનું સમન્વનું શ્રેષ્ઠ પ્રતિક  છે. ગુજરાત સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યનું ડેરી માર્કેટ આજે 1 લાખ કરોડ પર પહોંચ્યુ છે તે આવકારદાયક છે. સાથે સાથે  ડેરી વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તત્કાલિન સમયે દૂઘ ભરાવવા નાંણા સીધા મહિલાઓને મળે તેવો નિર્ણય કર્યો હતો તેનો સીધો લાભ મહિલાઓને મળ્યો છે અને મહિલાઓનું  સશક્તિકરણ વધ્યું છે એમ તેમણે ઉમેર્યું હતુ. 

         આજે સાબરકાઠા જિલ્લાના ગઢોડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાબર ડેરી પ્લાન્ટની નજીક રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT)  ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ તેમજ રૂપિયા ૩૦૫ કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીએ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

    વડાપ્રધાનશ્રીએ સાબરકાઠાના ગઢોડામાં સાબર ડેરી સંકુલની મુલાકાત પણ લીધી હતી.

        પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબર ડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે,   કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યોન્વિત થનારા પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે. એટલું જ નહી ડેરીનું સામર્થ્ય વધારવામાં ઉપયોગી થશે અને સાથે સાથે  ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોના જીવનમાં પ્રકાશ પથરાશે. ડેરીના સ્થાપક સ્વ. ભૂરાભાઇ પટેલે વર્ષો પહેલા સેવેલું સ્વપ્ન આજે લાખો ખેડૂતોના જીવનમાં બદલાવનો પથ બન્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

             સાબરકાંઠા જિલ્લામાં કરેલા  પરિભ્રમણનો ઉલ્લેખ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, સાબરકાંઠાના સંસ્મરણો આજે પણ યથાવત છે. જિલ્લાના અગ્રણીઓ-સાથીઓ સાથેના સંસ્મરણોને તેમણે યાદ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, બે દશક પહેલા અહીની સ્થિતિ અલગ હતી પરંતુ એ સ્થિતિમાં બદલાવ લાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ખેતી-પશુપાલનની પ્રવૃતિને વ્યાપક બનાવી અને ડેરીએ આ વ્યવસ્થાને વધુ પ્રગતિદાયક અને મજબૂત બનાવી તે આનંદની વાત છે.

             શ્રી મોદીએ કહ્યુ કે, ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા યોજયા હતા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધાઓ પણ કરી હતી. આ અભિયાન આજે પણ કાર્યરત છે. પશુઓના પેટના ઓપરેશન દરમ્યાન ૧૦-૧૫ કિલો પ્લાસ્ટિક નીકળતું હતું એટલે જ  પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ પણ ચલાવી હતી.

             શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, આજે ડેરીની મહિલા પશુપાલકો સાથે થયેલી વાત દરમ્યાન જાણ્યું કે જિલ્લાની મહિલાઓ દૂધ ઉત્પાદનમાં ખુબ સક્રિય છે.  પશુધનની માવજતમાં માહિર મહિલાઓ પશુધનના આરોગ્યની જાળવણીમાં  આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે તે ખૂબ આવકારદાયક છે.

             રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં વીજળીની મહત્તનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, રાજ્યમાં 24 કલાક વીજળી આપતી જ્યોતિ ગ્રામ યોજનાના પગલે રાજ્યના લોકોના જીવનમાં બદલાવ પણ આવ્યો છે. સાથે સાથે ગામડામાં મિલ્ક ચીલીંગ પ્લાન્ટ કાર્યાન્વિત થયા. તેના પગલે ગામડાઓ અને પશુપાલકોના જીવનમાં મોટો અને પરિણામલક્ષી બદલાવ આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

             શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘના નિર્માણનું કામ ચાલું છે. તેના પગલે વેલ્યુ એડેડ  સપ્લાય ચેન સાથે ખેડૂતો સીધા જોડાશે. જેનાથી કિસાનોની આવક વધારવા પ્રયાસ કર્યો છે. ગુજરાત સહિત દેશમાં કિસાનોની આવક વધી છે અને પશુપાલન તથા મત્સ્ય ઉત્પાદન પણ વધ્યુ છે. ભૂમિહીન ખેડૂતોની આવકમાં પણ સૌથી વધુ વૃદ્ધિ થઇ છે. એટલું જ નહીં, ખાદી-ગ્રામોદ્યોગનું ટર્ન ઓવર રૂપિયા 1 લાખ કરોડથી વધુ છે તેના લીધે ગામડાઓમાં દોઢ કરોડ લોકોને રોજગારી મળી છે એમ તેમણે ઉમેર્યું હતું.

             કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં 3 કરોડથી વધુ કિસાનોને કિસાન ક્રેડિક કાર્ડ આપ્યાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, ખેતીની લાગત ઘટાડવા પણ સરકાર કાર્યરત છે. કેન્દ્ર સરકારે નેનો ફર્ટિલાઇઝરની દિશામાં કામ હાથ ઘર્યું છે અને સાથે-સાથે કૃષિ માટે જરૂરી ખાતર ઉપલબ્ધ કરવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ખેતીમાં ખાતર તરીકે વપરાતા યુરિયાનો ભાવ વધ્યો છે પરંતુ તેનું ભારણ ખેડૂતો પર આવવા દીધુ નથી. રૂપિયા 3500 ભાવે યુરીયા સરકારે ખરીદીને  ખેડૂતોને માત્ર રૂપિયા 300માં આપે છે. આજ રીતે ડી.એ.પી પ્રતિ ૫૦ કિલોએ  રૂપિયાનો 2500નો બોજ સરકાર ઉઠાવે છે. તેનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ  મળે છે.

             અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યુ કે, આ જિલ્લાના  ખેડૂતોએ ટપક સિંચાઇથી ખેતીને પ્રાધાન્ય આપ્યું છે તે આનંદની વાત છે. સાબરકાંઠા જિલ્લામાં પણ દરેક વિસ્તારમાં  પાણી પહોચ્યું છે. શહેરોમાં હર ઘર જલ અભિયાન અંતર્ગત પાણી અપાય છે. 

             વિકાસના પાયામાં કનેક્ટિવિટી અને માળખા ગત સુવિધાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, સાબરકાંઠા અને આસપાસના વિસ્તારના કનેક્ટિવિટીનું વિસ્તૃત માળખું ઊભુ કરાયું છે અને તેને પગલે રોજગારી અને પ્રવાસન વધ્યા છે. ફોર લેન રોડ મારફતે શામળાજી દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત સાથે જોડાઇ જશે. હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. હિંમતનગરથી અંબાજી ફોર લેન રસ્તો મુસાફરી માટે વધુ ઉપયોગી બન્યો છે. તો 1300 કરોડના ખર્ચે અમદાવાદ શામળાજીનો 6 માર્ગીય રસ્તો પણ વિકાસની ઘરોહર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

             શ્રી મોદીએ કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાની પાલદઢવાવની ઘટનાને પણ 100 વર્ષ થયા છે. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એ સમયે આદિવાસી સમાજના યોદ્ધાઓએ અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યા હતા. એ સમયે અંગ્રોજોએ કરેલા હત્યાકાંડને આઝાદી પછી ભૂલાવવાનો પ્રયાસ થયો પરંતુ આદિવાસી સમાજના સ્વાતંત્રવીરોએ આપેલા યોગદાનને અમારી સરકારે ઉજાગર કર્યું.

             શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આઝાદીના આ મહત્વપૂર્ણ પડાવ પર અનુસુચિત જનજાતિના શ્રી દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિના સ્વોચ્ચ પદે બિરાજમાન થયા છે એ ભારત માટે ગૌરવાન્વિત ઘડી છે. અમારી સરકારે 15 નવેમ્બરને ભગવાન બિરસામૂંડાના જન્મદિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે એટલું જ નહીં, મારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સગ્રામ સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય ઉભું કરવા જઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

             સાબરકાંઠાની ગૌરવશાળી ભૂમિ પરથી શ્રી મોદીએ આહ્વવાન કરતા જણાવ્યુ કે, આગામી સમયમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી ઉપરાંત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે ‘ એક ભારત શ્રેષ્ઠ ભારતનો’ સંકલ્પ સાકાર કરે. સાબરકાંઠા જિલ્લો સન્માન અને ગૌરવનું પ્રતિક છે ત્યારે આ સ્થળેથી રાજ્યની મહિલાઓની પુરુર્ષાથ શક્તિ એજ મારી પ્રેરણા અને ઉર્જા છે અને આ ઉર્જાને રાષ્ટ્રના વિકાસમાં વાપરવા સંકલ્પબદ્ધ છું એમ તેમણે ઉમેર્યું હતું. 

         

    -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

     

             મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશને ‘સહકારથી સમૃદ્ધી’નો માર્ગ ચિંધનારા ગુજરાતની ધરા ઉપર દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પુરવાર થનારા છે. સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાત માટે આ ભેટ શ્વેત ક્રાંતિનો અમૃતકાળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

    મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે  ગુજરાતની પાછલા બે દાયકાની વિકાસયાત્રામાં સહકારી ક્ષેત્રનું મોટું યોગદાન રહ્યું છે. આઝાદીની ક્રાંતિથી શ્વેતક્રાંતિ સુધી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત રહી છે. સાબરકાંઠાની આ એ ધરતી છે જ્યાં આદિવાસીઓએ અંગ્રેજો સામે બાંયો ચડાવી આઝાદીની ક્રાંતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પાલ દઢવાવ ખાતેના હજારો આદિવાસીઓનું બલિદાન આજે પણ અનેક ક્રાંતિવીરોની યાદ અપાવે છે. આખો દેશ આજે આપણા નરેન્દ્રભાઈની આગેવાનીમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઇએ આવા વીર શહિદોની સ્મૃતિ અને આપણા રાષ્ટ્રિય ત્રિરંગાની આન-બાન-શાન પ્રત્યે જન-જનમાં રાષ્ટ્રભાવ જગાવવાનું આહવાન કર્યુ છે. આવનારી તા. ૧૩ થી ૧પ ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં જોડાઇને ગુજરાતમાં આ સાબરકાંઠા જિલ્લા સહિત તમામ જિલ્લા-નગરોમાં ૧ કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું.

                  આઝાદીના અમૃત પર્વે ગુજરાતને નવા ડેરી પ્લાન્ટસની ભેટ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે મળી રહી  હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ વિકાસ રાહે તે જ રફતારથી આગળ વધવા માટે મળી રહ્યો છે. તેના પગલે ગુજરાતે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રથી માંડીને ઉદ્યોગ, વેપાર, ખેતી હરેક ક્ષેત્રે વિકાસના નવા પરિમાણો હાંસલ કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

    દૂધ ઉત્પાદન પ્રવૃતિમાં પણ ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બે દાયકામાં ર૧ લાખથી વધીને ૩૬ લાખ સુધી પહોચી છે.

    આ જિલ્લાના સહકારી અગ્રણીઓ ભુરાભાઇ પટેલ, ગોપાળભાઇ પટેલ અને અંબુભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિથી ૧૯૬૪માં માત્ર ૧૯ ગામડાની દૂધ મંડળીઓ અને પ૧૦૦ લીટર દૂધ સંપાદનથી આ ડેરી શરૂ થઇ હતી. આજે ૧૮૦૦ દૂધ મંડળીઓ પાસેથી રોજના ૪૦ લાખ લીટર દૂધ સંપાદન કરીને રોજ ૧૦ કરોડ રૂપિયા પશુપાલકોને વિતરણ કરનારૂં વિશાળ વટવૃક્ષ આ ડેરી બની છે.  ગુજરાત બહાર રોહતકમાં પણ આ ડેરીનો પ્લાન્ટ કાર્યરત છે. એટલું જ નહિ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશના પશુપાલકોનું દૂધ પણ સાબર ડેરી ત્યાંથી સંપાદન કરી તે રાજ્યોના પશુપાલકોને દૂધના નાણાં ચૂકવે છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.

                 મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  અત્યારે ફૂડ પ્રોસેસિંગથી વેલ્યુ એડિશનનો જમાનો છે. ખેતી, પશુપાલન, દૂધ ઉત્પાદન આ ત્રણેય ક્ષેત્રોને વધુ સમૃદ્ધ કરવા વડાપ્રધાનશ્રી સતત આપણું માર્ગદર્શન કરતા રહે છે ત્યારે રૂપિયા ૩૦પ કરોડનો પાવડર પ્લાન્ટ, રૂપિયા ૧રપ કરોડનો ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂપિયા ૬૦૫ કરોડનો ચીઝ પ્લાન્ટ એ વેલ્યુએડીશન ક્ષેત્રે સાબરડેરીની આગવી પહેલ છે. માત્ર દૂધ, દહીં કે છાશ નહીં પણ અન્ય આવશ્યક ઉત્પાદન કરીને પશુપાલકો અને ડેરી બંનેની આવક વધારવાનો આ અભિગમ આવકાર્ય છે. 

                 રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સિંચાઈ માટે રાજ્ય સરકારની યોજનાઓ અને ખેડૂતો-પશુપાલકોની મહેનતના ત્રિવેણી સંગમથી આ વર્ષે રાજ્યમાં ખેતી અને પશુપાલન નવા રેકોર્ડ અંકિત કરશે તેવી સૌને આશા છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શિવજીની ઉપાસના આરાધનાનો આ મહિનો છે. ગુજરાતના પશુપાલન ક્ષેત્રની ઉન્નતિ અને વિકાસ માટે શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ.

             ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,  દૂઘ ઉત્પાદન એક અલગ વ્યવસાય તરીકે ઉભર્યું છે. સાબરાકાંઠા- બનાસકાંઠા જિલ્લાઓના વિકાસના પાયામાં દૂઘ ઉત્પાદક મહિલાઓનું યોગદાન અનોખું છે. ખેતીની સાથે પશુપાલ વ્યવસાયમાં મહિલાઓ આજે અગ્રેસર બની છે અને તેના પગલે પરિવારોમાં સમુદ્ધિ વધી છે.

             સાબર ડેરીએ પશુપાલકોના જીવનમાં નવો ઉજાશ લાવી છે અને આજના પ્રકલ્પોના પગલે પશુપાલકોના જીવનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.

     

               સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,  સાબર ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં ૫૮ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.

    સાબર ડેરીના વિકાસની વાત કરતા તેમણે કહ્યું કે, સાબર ડેરી ૫૮ વર્ષથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા અને સરકારની યોજનાઓ પહોંચાડવા આ ડેરી કાર્યરત છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ડેરી સાથે ૨,૫0,000 પશુપાલકો સંકળાયેલા હતા જે સંખ્યા ૨૦૨૧-૨૨માં વધીને ૩,૮૫,૦૦૦ સુધી પહોંચી ગઇ છે. સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૨૦૦૧-૦૨માં રૂપિયા ૩૫૧ કરોડનું હતું જે વધીને અત્યારે રૂપિયા ૬૮૦૫ કરોડ પહોંચી ગયું છે. અત્યારે અહીં દૈનિક ૩૩ લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામા આવે છે.

    સુકન્યા યોજના કાયાન્વિત કરી છે અને ડેરી હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તરફ વાળવા કટિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

              પશુપાલક પરિવારોની દીકરીઓને ‘સુકન્યા સમુદ્ધિ યોજના’ની  લાભાર્થી દીકરીઓને પ્રશસ્તિપત્રો વડાપ્રધાનશ્રીએ એનાયત કર્યા હતા. ડેરી દ્વારા અંદાજે 20 હજારથી વધુ દીકરીઓને તેનો લાભ મળવાનો છે.

     

               દુઘ ઉત્પાદક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પશુપાલકોનું પણ વડાપ્રધાનશ્રી દ્વારા પ્રશસ્તિપત્રો આપી સન્માન કરાયું હતું.

     

             આ અવસરે ડેપ્યુટી સ્પિકર શ્રી જેઠાભાઇ આહિર, રાજ્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા,  રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદશ્રી રમિલાબેન બારા, સાંસદ શ્રી દીપસિંહ, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્યશ્રી જીતુભાઇ કનોડિયા, સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એસ શાહ તેમજ સાબર ડેરી ચેરમેન શ્રી શ્યામલભાઈ પટેલ, GCMMFના એમ.ડી. શ્રી આર.એસ.સોઢી, IFFCOના ચેરમેન શ્રી દિલીપભાઇ સંધાણી, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, NDDBના ચેરમેનશ્રી મિનેશભાઇ શાહ, ગુજરાત સ્ટેટ કો.ઓ.યુનિયનના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ, સાબરડેરીના સભાસદ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.

  • જાણો ,મોદી વડે સાબર ડેરી ખાતે ઉદ્ઘાટિત કરાયેલા ચીઝ પ્લાન્ટની વિશેષતા શું હશે?

    જાણો ,મોદી વડે સાબર ડેરી ખાતે ઉદ્ઘાટિત કરાયેલા ચીઝ પ્લાન્ટની વિશેષતા શું હશે?

    નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134)

    Joshinirav1607@gmail.com

    આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરીની મુલાકાતે હતા ત્યારે તેમના વડે ઉદ્ઘાટિત કરાયેલા અને આગામી સમયમાં આકાર લેનારા ચીઝ પ્લાન્ટ ની ખાસિયતો હશે એ વિગતે જાણીએ.

    સાબર ડેરી ચીઝ પ્લાન્ટ થકી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. ૭૦૦ કરોડની વધારાની આવક હશે.

    ભારતના ચીઝ માર્કેટમાં ૭૦ ટકા માર્કેટ શેર સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે

    ૨૮ જુલાઈ ૨૦૨૨ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાબર ડેરીના 3 પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

    ભારતમાં ચીઝનું માર્કેટ રૂ. 3 હજાર કરોડનું છે જે આગામી પાંચ વર્ષમાં ૬ હજાર કરોડ સુધી જવાની સંભાવના

    ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા. ૨૮ જુલાઈના રોજ સાબર ડેરીના ૩ નવા પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું જે ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.  તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. ૭00 કરોડની આવક થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે નવતર અભિગમ અને નીતિઓ સાથે કામગીરી કરી રહી છે.

    ૫ એકર વિસ્તારમાં ચીઝ પ્લાન્ટનું નિર્માણ

    ૫ એકર વિસ્તારમાં ૬00 કરોડના રોકાણથી આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના જણાવ્યા અનુસાર ચીઝની માંગ 15%ના દરથી વધી રહી છે તેથી આ પ્લાન્ટ સ્થાપિત થવાથી ૨૦૨૩-૨૪ના ગાળામાં માંગને પહોંચી વળવામાં સહાયતા થશે.

    અહીં શેડર, મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝનું નિર્માણ કરવામા આવશે. ૨૦૨૪ સુધીમાં આ પ્લાન્ટ નિર્માણ પૂર્ણ કરવામા આવશે.

    સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક ૭00 કરોડની આવક થશે
    ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું કે નવી ચીઝ ફેક્ટરીમાં વાર્ષિક ૧.૨ કરોડ લિટર દૂધનો ઉપયોગ થશે અને તેનાથી સંકળાયેલા પશુપાલકોને વાર્ષિક ૭00 કરોડની વધારાની આવક થશે. ભારતમાં ચીઝનું માર્કેટ રૂ. 3 હજાર કરોડનું છે જે આગામી પાંચ વર્ષમાં ૬ હજાર કરોડ સુધી જવાની સંભાવના છે. ગુજરાતનું અમુલ અત્યારે ભારતના ચીઝ માર્કેટમાં ૭૦ ટકા માર્કેટ શેર સાથે ટોચનું સ્થાન ધરાવે છે.

    ગુજરાતમાં દૂધનો વાર્ષિક વ્યવસાય ૬૦ હજાર કરોડનો

    ગુજરાતમાં ૨૪ સહકારી ડેરીઓ દ્વારા અત્યારે દૈનિક ૨૫૦ લાખ લિટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાંથી ૫મા ભાગનું દૂધ પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બાકીના દુધનો ઉપયોગ પાવડર, બટર, પનીર, ચોકલેટ સહિતના ઉત્પાદો બનાવવામાં થાય છે. સહકારી માળખા મારફતે ગુજરાતમાં દૂધનો વાર્ષિક વ્યવસાય ૬૦ હજાર કરોડનો છે.

    છેલ્લા દસ વર્ષમાં ચીઝની માંગ ૫ ગણી વધી ગઇ છે. તેથી આ પ્લાન્ટ સ્થાપિત થવાથી આવનારા દિવસોમાં ખેડૂતોને દૂધના વધુ ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થશે. ગુજરાતમાં ચીઝના અત્યારે ત્રણ પ્લાન્ટ છે. જેમાં અમુલ ફેડ ડેરી પ્લાન્ટ- ભાટ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ- ખાત્રજ અને બનાસ ડેરીના દિયોદર પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાબર ડેરીના આ પ્લાન્ટથી ગુજરાતમાં ચીઝ ઉત્પાદન વધી જશે અને તેનાથી રાજ્યના અર્થતંત્રને પણ ફાયદો થશે.

    લોકાર્પણ અને ભૂમિપૂજનની વિગતો

    •             મુખ્ય ડેરી પ્લાન્ટની બાજુમાં રૂ ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસીટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન

    •             ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ૩ લાખ લીટર કેપેસીટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (UHT)  ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ

    •             305 કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

     

    સાબર ડેરી વિશે

    ૫૮ વર્ષથી સાબર ડેરી કાર્યરત છે. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા અને સરકારની યોજનાઓ પહોંચાડવા આ ડેરી કાર્યરત છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ડેરી સાથે ૨,૫0,000 પશુપાલકો સંકળાયેલા હતા જે સંખ્યા ૨૦૨૧-૨૨માં વધીને ૩,૮૫,૦૦૦ સુધી પહોંચી ગઇ છે. સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૨૦૦૧-૦૨માં ૩૫૧કરોડનું હતું જે વધીને અત્યારે ૬૮૦૫ કરોડ પહોંચી ગયું છે. અત્યારે અહીં દૈનિક ૩૩ લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામા આવે છે.

    પશુ ઓલાદ સુધારણા દ્વારા દુધ ઉત્પાદનને વધારવા સરકાર પ્રયત્નશીલ
    આગામી દિવસોમાં દૂધનું ઉત્પાદન વધે તેના માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પંજાબ જેવા રાજ્યોમાંથી સારી પશુ ઓલાદને ગુજરાત લાવીને ગુજરાતના પશુપાલકોને પૂરી પાડવામાં આવી રહી છે. કૃત્રિમ વીર્યદાન અને ગર્ભધારણ માટે સરકાર પૂરતી મદદ પુરી પાડી રહી છે. સારી ઓલાદના બચ્ચાઓનો જન્મ થાય તેના માટે આણંદ, વડોદરા, સુરત, મહેસાણા, ભરૂચ, બનાસકાંઠા સહિતની મોટી ડેરીઓએ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેના કેન્દ્રો બનાવ્યા છે જ્યાં આ કામગીરી કરવામાં આવે છે. આ સિવાય બ્રાઝીલ અને ડેન્માર્ક જેવા દેશો પાસેથી માર્ગદર્શન લઇને જરૂરી પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. સહકારી ધોરણે આ કામગીરી પૂરી પાડવામાં આવી રહી છે અને રાજ્યના ૨૫ લાખ જેટલા ખેડૂતો/પશુપાલકોને તેનો લાભ મળી રહ્યો છે. વેટરનરી ડોક્ટરની સુવિધા માટે પણ એક ખાસ હેલ્પલાઇન દ્વારા સ્થળ પર જ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

  • લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો, 100 જેટલા સારવાર હેઠળ 

    લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો, 100 જેટલા સારવાર હેઠળ 

     avspost.com બ્યુરો 

    આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો છે ત્યારે હજુ 100 જેટલા લોકો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનેલી છે.

    ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ થઈ ગયા ને 48 કલાક થી પણ વધારે કલાક થઈ ગયા છે ત્યારે હજુ સુધી આ ગંભીર લઠ્ઠાકાંડ અંગે રાજ્ય સરકારે પોતાની કોઈ જવાબદારી ગંભીરતાથી લીધી હોય એવું લાગતું નથી એટલું જ નહીં પરંતુ ભાજપ સરકાર જે રીતે ઊંઘતી ઝડપાઈ છે તેનાથી ગુજરાતમાં સરકાર પ્રત્યે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ભાજપના નેતાઓ કોઈપણ રીતે પ્રભાવશાળી દેખાતા નથી અને એક અહેવાલ મુજબ ટીવી ચેનલ પર ડિબેટમાં પણ આ નેતાઓએ જવાનું ટાળવાનું ચાલુ કરી દીધું છે. કયા મોઢે સત્તાધારી પક્ષના નેતાઓ લઠ્ઠાકાંડની વાત અને એનું બચાવ કરવા ટીવી ચેનલ પર પહોંચે- એ સમજી શકાય એવું છે.

    શું ભાજપ સરકાર દારૂબંધીના શાસન હેઠળના ગુજરાતમાં બુટલેગરો અને તેની સાથે સંબંધો ધરાવનારા સામે આટલી બધી નમાલી પાકી છે એ વિચારે અને તેના અલગ અલગ થિયરીઓના પરિણામે ગુજરાતની જનતાનો અંદરનો આક્રોશ વર્તમાન રાજ્ય સરકાર પ્રત્યે જાગી ઉઠ્યો છે!

    આવો જાણીએ અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડની જે પણ અસરો થઈ તેના અંગેનો અત્યારનો સૌથી તાજો ક્રમ કયો છે.

    કેટલીક સમાચાર ચેનલના અહેવાલ મુજબ કેમિકલ મિથેનોલ માં પાણી મિશ્રિત કરીને દારૂ તરીકે પીવડાવવામાં આવ્યો તેના પરિણામે આ દારૂ નહોતો પરંતુ કેમિકલ કાંડ કહેવાય!!! પરંતુ આ એક તદ્દન હાસ્યસ્પદ વાત છે..

    દારૂના અડ્ડા પર કોઈ કેમિકલ કહીને કોઈ દારૂ વેચે નહીં એટલું જ નહીં દારૂના અડ્ડા પર ભેગા થનાર લોકો કેટલા મોટા પાયે સસ્તો દારૂ પી રહ્યા છે એ પણ આ લઠ્ઠાકાંડથી બહાર પડ્યું છે. બીજું આ ગામના એટલે કે ભોગ બનારા એક ગામ રોજીદ ના સરપંચે આ અંગે માર્ચમાં જ કાગળ લખીને ફરિયાદ કરી હતી પરંતુ તેની વાતને પણ પોલીસે ગંભીરતાથી લીધી નહોતી.

     

    વિપક્ષની પાર્ટી તરીકે જે રીતે કોંગ્રેસ ના નેતાઓ ગઈકાલે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા ગામડાઓમાં લોકોને મળવા પહોંચ્યા અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે મોટી મોટી ટેકનોલોજી ની વાત કરનારી ભાજપ સરકાર દારૂના અડ્ડાઓ તેમજ બુટલેગરોના બેફામ દારૂના વ્યવહારો કેમ પકડી શકતી નહીં હોય ક્યાં જાય છે તેમનું સુશાસન? ગુજરાતમાં ડ્રોન કેમેરાઓથી જમીનની માપણી થતી હોય તો પછી દારૂના અડ્ડાઓ કેમ પકડી નથી શકાતા?

    આપ પાર્ટી અને તેના નેતાઓ તેમજ ગુજરાતી મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં થયેલા 42 લોકોના મોત અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે.

    આગામી સમયમાં આ મામલે રાજ્ય સરકારને મોટા ભાઈ ઘેરવામાં આવશે એટલું જ નહીં પરંતુ દિલ્હીના સંસદ ભવનમાં પણ ગુજરાતના લઠ્ઠા કાંડ અંગે  ભારે વિરોધ તેમજ શોર બકોર થયો હતો. સંસદના બંને ભવન ઝીરો અવરમાં ચર્ચા કરવાની માંગણી પણ કરાઈ હતી. ગુજરાત મોડેલ સ્ટેટ ગણવામાં આવે છે પરંતુ અંદરખાને ગુજરાત  બુટલેગરો અને ભ્રષ્ટાચારીઓના વહીવટથી કેટલું ખોખરું થઈ ગયું છે તે વરવી વાસ્તવિકતા આ કહેવાતા કેમિકલ કાંડ- લઠ્ઠા કાંડથી ખુલી ગયું છે અને ભાજપના સ્થાનિક નેતાઓ કે ખોખલા નેતાઓ કેવળ દલાલી કરવામાં વ્યસ્ત રહે છે તે જોવાઈ રહ્યું છે.. દારૂબંધીના ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દારૂ વેચાતો હોવા છતાં તંત્ર કેમ ચૂપ રહે છે તે ખૂબ મોટો પ્રશ્ન બહાર આવી રહ્યો છે.

    કેમિકલકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર મૃત્યુ આંક 42 થયો…

    • કેમિકલ યુક્ત દારૂ પીવાના પરિણામે મૃત્યુ આંક 41 સુધી પહોંચ્યો છે.
    • કેમિકલકાંડનો સતત વધી રહ્યો છે મૃત્યુ આંક, ભાવનગરમાં દાખલ થયેલા કેટલાક દર્દીઓ તો ભાગી પણ ગયા!
    • હજુ પણ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડ નો ભોગ બનનારા 100 જેટલા લોકો જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
    • અમદાવાદ સિવિલમાં 41 લોકો જ્યારે ભાવનગરની સિવિલમાં 81 લોકો સારવાર હેઠળ છે. ભાવનગરની હોસ્પિટલમાં 13 દર્દીઓ પ્રાથમિક સારવાર બાદ ભાગી ગયા તેવો અહેવાલ છે.
    • ખાનગી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ લઠ્ઠાકાંડ બાદ અનેક પ્રકારની સમસ્યાઓ 42 લોકોના મૃત્યુ પછી એનો ભોગ બનનારા પરિવારજનોમાં સર્જાયા છે કારણ કે આ પરિવારજનો રોજનું કમાઈને પરિવારનું પોષણ કરનારો સ્વજન જ જતો રહ્યો ….આના પરિણામે બાળકો નિરાધાર તેમજ મહિલાઓ વિધવા થઈ ગઈ .
    • ભાજપના ઠાકોર સમાજના આગળ પડતા નેતા અને દારૂબંધીના હિમાયતી અલ્પેશ ઠાકોર આજે સવારે ભોગ બનનારા પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી તેમજ દારૂની લતથી પાયમાલ થયેલા અને લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પરિવારજનોના સભ્યો અંગે સંવેદના પ્રગટ કરી હતી તેમજ આમાં જવાબદાર સામે સખત પગલાં લેવા રાજ્ય સરકાર સામે માગણી કરી હતી.
    • Send your feedback
    • joshinirav1607@gmail.com
  • સાબર ડેરીમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમથી શરૂ થશે નવો અધ્યાય

    સાબર ડેરીમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમથી શરૂ થશે નવો અધ્યાય

    નિરવ જોષી, હિંમતનગર

    (joshinirav1607@gmail.com)

    ૩.૮૫ લાખ દૂધ ઉત્પાદકોની અથાગ મહેનત અને અડગ નિશ્વયથી સાબર ડેરીએ ઉત્તર ગુજરાતમાં સર્જયો ‘શ્વેત વિકાસ’નો પ્રકાશ પુંજ

    • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે

    • રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ – ઉપરાંતરૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે

    • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૧૯ દૂધ મંડળીથી શરૂ થયેલી ડેરીમાં આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળીઓ
    • માત્ર ૨૯ સભાસદો સાથે શરૂ થયેલી ડેરીને આજે ૩,૮૪,૯૮૬ સભાસદોનું સુદ્રઢ પીઠબળ
    • વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે પ્રક્રિયા કરવાની ક્ષમતા.

    કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિસાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરાવી છે. ઠંડી, ગરમી અને વર્ષા એમત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ બંને જિલ્લા આજે દૂધ ઉત્પાદનથકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. છેલ્લા અઠઠાવન વર્ષમાં સાબર ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ‘સ્વ’ના બદલે બીજાના હિતનો વિચાર કરીને પૂજ્ય ભુરાભાઇ પટેલ ની આગેવાનીમાં સાબર ડેરીનીસ્થાપના થઈ હતી જે આજે વટવૃક્ષ બની છે.
    દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરાનાર છે.

    દેશનાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનાપશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત થનાર છે .

    જેને પગલે પૂર્વ તૈયારીઓ હાથ ધરાઇ છે. સાબરડેરી ખાતે 28 જુલાઈ 2022ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડનાખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂ. ૧૨૫ કરોડનાખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ કરશે આ ઉપરાંત રૂ. ૬૦૦કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

    આ ઉપરાંતસુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે કાર્યક્રમની સાથેસાથે પ્રધાનમંત્રી શ્રી જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસીમહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે.

    હાલના સમયમાં સાબર ડેરીસાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બનીગયું છે. આ ડેરીએ છેલ્લાં ૫૮ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરીકરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતીડેરી પણ બની ગઈ છે.

    સાબર ડેરીના ચેરમેન શ્રી શામળ ભાઈ પટેલ કહે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સાબર ડેરીને દીર્ઘદ્રષ્ટીપૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચારબીજ ક્રમશ: વટવૃક્ષબનતા જાય છે. તેના ફળ આજે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસનાલોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર૧૯ દૂધમંડળીથી શરૂ થયેલી ડેરી આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. એ જ રીતે માત્ર ૨૯સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે ૩,૮૪,૯૮૬ સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે.સ્થાપના સમયે એટલે કે વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદનકરવામાં આવી રહ્યું છે,પ્રતિદિન ૪૦ લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને ૬ લાખ લિટરની ક્ષમતા હરિયાણા ના રોહતક ખાતે ધરાવે છે. આજ રીતે વર્ષ૧૯૭૪-૭૫માં ૧.૧૩૫ મે.ટન સાબરદાણનું વેચાણ ચાલુ કરી અને આજે ૩૯૩.૩૪ મે.ટન સુધીપહોંચ્યુંછે. સાબર ડેરીદ્વારા વર્ષ ૧૯૬૪-૬૫માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. ૧.૧૦ અપાતાહતા અને આજે રૂ.૮૬૦ અપાય છે, એજ પુરવાર કરે છે કે, સાબર ડેરી દ્વારાપશુપાલકોનાજીવનમાં ઉજાશ આવ્યો છે.
    સાબર ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે રીટેન્શન મની પણ આપવામાં આવે છે. જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
    સાબર ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનોડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. સાબરકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાનધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણેઆજે સાબર ડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. સાબર ડેરીની મહિલા પશુપાલકોએસાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાયદ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારનેઆત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે.

    સો સો સલામ છે આવી મહિલા પશુપાલકોનેકે, જેમણે દેશ અને દુનિયાને ગુજરાતની નારીશક્તિની અનોખી પહેચાન કરાવી છે…

  • કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને કોલેજના યુવાનોની અનોખી શ્રદ્ધાંજલિ

    કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને કોલેજના યુવાનોની અનોખી શ્રદ્ધાંજલિ

    સંકલન : નિરવ જોષી, અમદાવાદ

    કારગીલ વિજય દિવસ પર વીર શહીદોને પોલિટેક્નિક એન્જિનિયરિંગ કોલેજના NCC અને સ્કાઉટ ગાઈડ કેડેટ્સની અનોખી શ્રદ્ધાંજલિ

    રવિશંકર રાવળ આર્ટ ગેલેરીની મુલાકાત લઈને આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી ગૌરવની અનુભૂતિ કરતા વિદ્યાર્થીઓ

    કારગીલ પર તિરંગો લહેરાવવા લોહી રેડી દેનાર હુતાત્માઓના સન્માનમાં કેડેટ્સે NCC હેડક્વાર્ટર ખાતે કર્યું રક્તદાન

    ‘ભારત માતા કી જય’ના નારાથી આર્ટ ગેલેરી અને NCC હેડક્વાર્ટનો દેશદાઝથી છલોછલ બન્યો માહોલ.

    23 વર્ષ પહેલા આજના દિવસે ભારતના વીર-બહાદુર જવાનોએ કારગીલની ટોચ પર તિરંગો લહેરાવ્યો. જેની ખુશીમાં પ્રતિવર્ષ 26 જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘રંગ દે બસંતી ચોલા’ શીર્ષક સાથે અમદાવાદની પોલિટેક્નિક એન્જિનિયરિંગ કોલેજમાં કાર્યરત NCC અને સ્કાઉટ ગાઈડના કેડેટ્સ વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    NCC કેડેટ્સની બે બટાલિયન 1GUJ GIRLS BN NCC(મહિલા બટાલિયન) અને 1 GUJ CTC NCC તથા સ્કાઉટ ગાઈડ વોલેન્ટિયર્સ એમ કુલ 31 કેડેટ્સે ‘રવિશંકર રાવળ આર્ટ ગેલેરી’ની મુલાકાત લઈને દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા હતા.
    આર્ટ ગેલેરીમાં આઝાદીના દીવાનાઓના જીવનશૈલી, આઝાદી માટે તેમણે કરેલો સંઘર્ષ, સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા લખાયેલા પત્રો, વિવિધ આંદોલનો વિશે જાણીને આ કેડેટ્સે ગૌરવની અનુભૂતિ કરી.

    દેશની આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને સમર્પણ ભાવનાને વધુ મજબૂત કરવા તેઓ કટિબદ્ધ થયા. આ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે કમાન્ડિંગ ઓફિસર કર્નલ એસ. થોમસ અને લેફ્ટિનન્ટ ડો. પંકજ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ ભારતની એકતા અને સંપ્રભુતાને અકબંધ રાખવા એ આપણું કર્તવ્ય હોવાનો સંદેશ આપ્યો હતો.

    અમદાવાદના લો ગાર્ડન સ્થિત NCC ગ્રુપ હેડક્વાર્ટર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં યોગ્યતા ધરાવતા કેડેટ્સે રક્તદાન પણ કર્યુ. દેશની રક્ષા કાજે લોહી રેડી દઈ, પોતાના પ્રાણની આહૂતિ આપનાર હુતાત્માઓની સ્મૃતિ કરવાથી તેમનો રક્તદાનનો ઉત્સાહ પણ બેવડાઈ ગયો હતો. યુનિફોર્મમાં સજ્જ અદ્દલ સુરક્ષા દળના જવાનો જેવા લાગતા આ કેડેટ્સના ‘ભારત માતા કી જય’ના નારાથી આર્ટ ગેલેરી અને હેડક્વાર્ટનો માહોલ દેશદાઝથી છલોછલ બની ગયો હતો.

    વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ

  • 23 મો કારગિલ વિજય દિવસ, આ દિવસનો શું બોધપાઠ ભારતીયો લેશે?

    23 મો કારગિલ વિજય દિવસ, આ દિવસનો શું બોધપાઠ ભારતીયો લેશે?

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે 23 મો કારગીલ વિજય દિવસ છે. આજે સવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે અને આર્મીના ત્રણે પાંખના સર્વોચ્ચ વડાઓએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સપૂતોને નમન કર્યા હતા.

    કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના અપ્રતિમ શોર્ય અને બહાદુરીને યાદ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને કારગીલ વિજય દિવસના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વિજય દિવસ  અંગે પોતાની લાગણી પ્રગટ કરી હતી અને જવાનોને નમન કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુએ પણ ટ્વીટ કરીને કારગીલ વિજય દિવસની સમગ્ર દેશને યાદ દેવડાવી હતી.

     

    આજથી 23 વર્ષ પહેલા કારગિલ વોર કે યુદ્ધ લડાયું હતું જે ખરેખર કોઈ યુદ્ધ નહોતું પરંતુ ભારતીય સીમામાં ખાસ કરીને જમ્મુ કશ્મીરની દ્રાસ અને કારગીલની પહાડીઓ પર પાકિસ્તાન તેમજ આંતંકવાદીઓનો જે ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તેનો એક ભયાનક પ્લાન હતો તેને નિષ્ફળ બનાવ્યો હતો.

     

    ભારતીય સેનાના ગુપ્તચર ખાતાને સૌપ્રથમ ત્યાં  બકરીઓ ચરાવનારા ચરવાહા એટલે કે ભરવાડ જ્ઞાતિના કેટલાક લોકોએ પાકિસ્તાની ત્રાસવાદી અને જવાનોની શંકાસ્પદ હિલચલ તેમજ કબજા વિશે મે મહિના 1999 માં માહિતી આપી હતી. શરૂઆતમાં ગયેલી ટુકડીને તો પાકિસ્તાને બંધક બનાવીને ભારતીય જવાનોને કુરતાપૂર્વક માર્યા હતા અને પાંચ જવાનોની ભયંકર હાલત કરી હતી જેમાં કેપ્ટન કાલિતાનું ઉદાહરણ આજે પણ યાદ કરાતા ધ્રુજી જવાય છે. પાકિસ્તાનની ગદારીને વિગતે જાણ્યા બાદ બાદ તેને તરત જ પાઠ ભણાવો એ ભારત માટે અનિવાર્ય બની ગયું હતું અને તે સમયની તત્કાલીન બાજપાઈ સરકાર માટે ઈજ્જતના ધજાગરા થાય તેવો માહોલ સર્જાયો હતો. કારણ કે એ સમયે બાજપાઈની સરકારે પાકિસ્તાન સાથે મિત્રતા નો નવો અધ્યાય લખવાની ફાંકાબાજી કરી હતી અને પાકિસ્તાન ભારત ને ડફોળ બનાવીને સમગ્ર કારગીલ વિસ્તારમાં એના સૈન્ય અને તેમના ત્રાસવાદીઓ વડે પૂરેપૂરી રીતે ભારત લદાખથી વિખુટું પડી જાય તેવી રીતે ઘૂસણખોરી કરી અને પહાડીઓ પર પોઝિશનમાં ગોઠવાઈ ગયા હતા. આખું ભારતીય સૈન્ય ઊંઘતું ઝડપાયું હતું એવો મે મહિના, 1999 દરમિયાન ઘાટ સર્જાયો હતો.

    ભારતીય સેનાના ત્રણેય પાંખના જાંબાજ જવાનોએ સામે છાતીએ ગોળીઓ અને દારૂગોળાના પ્રહારોથી જરા પણ વિચલિત થયા વિના ભારતીય શોર્ય અને અપ્રતિમ સાહસનું પરિચય આપતા હોય તેમ બે મહિના સુધી યુદ્ધ લડ્યું હતું અને સમગ્ર વિસ્તાર જે અલગ અલગ પહાડીઓ પર પાકિસ્તાનના ત્રાસવાદીઓ અને પાકિસ્તાની સૈનિકોએ કબજો કર્યો હતો તેને ફરીથી ભારત તરફ અને ભારતના વિસ્તારો પાકિસ્તાની આંતકવાદી ના કબજાથી ખાલી કરાવ્યા હતા. ભારતીય સૈન્યના જવાનોએ બધી જ પહાડીઓ પર ભારતની ચોકીઓને પ્રસ્થાપિત કરી હતી. આમ સમગ્ર ઓપરેશન વિજય એ મેં અને જૂન એમ કુલ બે મહિના ચાલ્યું હતું ને જુલાઈની 14 એ પૂરું થયું હતું.

    26 જુલાઈ ઓપરેશન વિજયનો કારગિલ વિજય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી એ સમય તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ભોગે મા ભોમની રક્ષા કાજે શહીદો થયેલા જવાનોએ જે પણ અપ્રતિમ બલિદાન આપ્યું છે તે ક્યારેય પણ ભુલાશે નહીં. કુલ 528 જેટલા જવાનો શહીદ થયા હતા અને આશરે 3000 થી પણ વધારે સૈનિકો ઘાયલ થયા હતા.

    કારગિલ યુદ્ધ એ તત્કાલીન બાજપાઈ સરકારની પાકિસ્તાન સાથેની એક નિષ્ફળ વિદેશ નીતિનું પણ પુરાવો કે નમૂનો કહી શકાય કારણ કે એ સમયે તેઓ લાહોર ખાતે પહોંચનારી ભારતીય બસમાં બેસીને મુસાફરી કરીને પહોંચ્યા હતા અને એ સમયે ભારતના પીઠમાં ખંજર છુપી રીતે ભોંકતા હોય તે રીતે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની સરહદે ભારતની પહાડીઓ એટલે કે કારગિલની પહાડીઓ પર પોતાના ત્રાસવાદીને ઘુસાડતું હતું! જેની જરા પણ ગંધ ભારતીય ગુપ્તચર શાખા કે ભારતીય સેનાને આવી ન હતી….

    આમ ભારતીય સૈન્ય જે વિશ્વનું ખૂબ મોટું અને ખૂબ જ શિષ્ટ બુદ્ધ સૈન્ય કહેવાય છે તેને પણ દુશ્મનની આવી કુટીલ ચાલ વિશે કોઈ અણસાર કેમ ન આવ્યો તે એક મોટો પ્રશ્ન છે ???? એ વખતે અટલબિહારી બાજપાઈ મુશરફ સરકારની વાતોમાં આવીને દોસ્તારીનો અનોખો સંદેશ આપવા માટે દિલ્હીથી લાહોરની બસમાં પણ મુસાફરી કરીને વિશ્વ સમક્ષ પોતાની એક નવી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાકિસ્તાને કઈ રીતે ભારત ને છેતર્યું એ ગણતરીના મહિનાઓમાં સ્પષ્ટ થઈ ગયું.

    શું ઈતિહાસમાંથી આપણે બોધપાઠ લઈશું?

    એ શહીદ થયેલા જવાનોના પરિવારો ના સભ્યોના 23 વર્ષમાં કેવા હાલ થયા હશે?

    ભારતે આ યુદ્ધથી શું શીખ્યું એ પણ દરેક ભારતીય યાદ રાખવાની જરૂર છે. હંમેશા ભારત અને ભારતના કેટલાક મૂર્ખ , સરકારી બાબુઓની માયાજાળમાં પડેલા, અહંકારી તેમજ પોત પોતાની ખુશામતમાં રહેનારા રાજકારણીઓ અને તેમના વડે સર્જાયેલા રાજકારણને કે ગોટાળાઓ ને પરિણામે હજારો જવાનોને પણ પોતાના જીવ ખોવાનું વારો આવે છે એ આ કારગીલ વોર – વિષય અભ્યાસ કરીને જાણી શકાય છે.

    ભારતીય સૈન્યના શહીદો અને તેમના પરિવારના સભ્યોને શત શત નમન!

  • ૨૫ જુલાઈ ૨૦૨૨, ગુડ મોર્નિંગ, નવા અઠવાડિયાની શરૂઆતે

    ૨૫ જુલાઈ ૨૦૨૨, ગુડ મોર્નિંગ, નવા અઠવાડિયાની શરૂઆતે

    સંકલન: નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    ૨૫ જુલાઈ ૨૦૨૨
    ગુડ મોર્નિંગ
    નવા અઠવાડિયાની શરૂઆતે

    Be so busy improving yourself that you have no time to criticize others.-ડો. આશિષ ચોક્સી…

    ૬૬ વર્ષ પહેલા આજના દિવસે ૨૫/૦૭/૧૯૬૬ ના દિવસે ‘મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ નામે એક ટ્રસ્ટ રજીસ્ટર થયું. શરૂઆતમાં માત્ર સાત મહિલા ભેગી થઇ હતી. પહેલા વર્ષનો બિઝનેસ ૬૦૦૦ રૂ નો હતો. ૨૦૦૯ માં ૫૦૦ કરોડ રૂપિયાનો હતો. આશરે ૪૦,૦૦૦ જેટલા પરિવારનું ગુજરાન તેની સાથે સંકળાયેલા લોકોનું ચાલે છે.
    મદદનો નાનો હેતુ જો માનવતા અને લોકોને શ્રેષ્ઠ વસ્તુ આપવાના વિચાર સાથે સંકળાયેલ હોય તો તે કાર્ય ધીમે ધીમે તેના વિરાટ સ્વરૂપે પહોંચે છે.

    Be so busy improving yourself that you have no time to criticize others.-ડો. આશિષ ચોક્સી

    ગુડ મોર્નિંગ
    ગત અઠવાડિયાની વાંચનયાત્રા!

    મુબઈના સ્કુલ શિક્ષિકા અરુણાબહેન જાનીએ રીટાયર થયા પછી જ્યોતિષવિદ્યા શીખવાનું શરુ કર્યું. વૈદિક જ્યોતિષશાસ્ત્રની પાંચે પાંચ પરીક્ષામાં પ્રથમ આવ્યા. ગોલ્ડ મેડલ મેળવ્યો. છેલ્લા 22 વર્ષથી તેઓ એક વિધાર્થીની જેમ રોજ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરે છે. લગભગ ચાર હજારથી વધુ લોકોની કુંડળી જોઈ. વાસ્તુ, ન્યુમરોલોજી અને કુંડળી ત્રણેયના જાણકાર છે. જોડિયા બાળકોની કુંડળી વિશેના અભ્યાસ સંશોધન પર phd ની પદવી મેળવી.

    ૨૦૧૪ માં તેમને બ્રેસ્ટ કેન્સર થયું. તેની સારવાર અને કિમોથેરાપી વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. પરિણામ – કેન્સરને માત આપી અને જીવનના ૮૦ માં વર્ષે phd થયા. આને કહેવાય નિવૃત્ત થયા પછી પણ મનગમતા વિષયમાં પ્રવૃત્ત થઇ જીવનને અમૃતમય બનાવવાની કળા.
    (ચિત્રલેખા : ૯ મે ૨૦૨૨)

    મુબઈના દહિસરમાં એક કરિયાણાની દુકાનમાં કામ કરતા ૪૫ વર્ષના વિપુલભાઈ છેડાએ ગુજરાતી ભાષાના એક લાખથી વધુ શબ્દોને આવરી લઇ સાત વર્ષની મહેનત બાદ એક જોડણીકોશ તૈયાર કર્યો છે. સવારના સાતથી રાત્રે નવ સુધી તો તેઓ દુકાનમાં કામે હોય. કરિયાણાની દુકાનના કામો વચ્ચે તેઓએ ગુજરાતી ભાષાનો ટૂંકો ઇતિહાસ, નવા શબ્દો, મૂળાક્ષરો, જોડણીના નિયમો, વ્યાકરણ વગેરેની સરળ ભાષામાં લોકો સમજી શકે તે રીતે ૪૮૦ પાનાંનું પુસ્તક તૈયાર કર્યું છે. તેમનો હેતુ કોઈને પણ ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી શોધવામાં તકલીફ ના પડે, ગુજરાતી ભાષા શુદ્ધ સ્વરૂપે સચવાઈ રહે અને ભાષાનો વારસો આગળ વધે તે જ હતો. પુસ્તક તૈયાર કરતી વખતે તેમને ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશે ઘણી માહિતી ખૂટતી હતી. એ જ સમયે ૮૦ થી વધુ વર્ષ જૂનું જર્જરિત અવસ્થામાં એક પુસ્તક મળી આવ્યું. આ પુસ્તક પર લેખક કે પ્રકાશકનું નામ ન હતું. પણ તેમને જોયતી અને ખૂટતી ઘણી ઉપયોગી માહિતી મળી ગઈ.

     

    આ ઘટનાથી સમજવાની વાત એ આવે છે કે જ્યારે આપણો હેતુ અણીશુધ્ધ રીતે અન્યને મદદ કરવાનો અને સમાજ ઉપયોગી હોય ત્યારે આપણી મદદે ખુદ ઈશ્વર આવે છે. વ્યાકરણનું પુસ્તક લખનારને અનાયાસે વ્યાકરણનું જ પુસ્તક ક્યાંકથી મળી આવે? તે વાત ઈશ્વરીય મદદ જ કહી શકાય.
    (માહિતી : કચ્છશ્રુતિ એપ્રિલ ૨૦૨૨ માંથી)

    ક્યા બાત હૈ : અમદાવાદના ધરણીધર વિસ્તારમાં રહેતા હરેશભાઈનો જન્મ ૨૬/૦૩/૧૯૬૧, તેમના પુત્ર શ્રેણિકભાઈનો જન્મ ૨૬/૦૩/૧૯૯૦, તેમના પૌત્ર દ્વિતનો જન્મ ૨૬/૦૩/૨૦૨૨. (માહિતી : ગુજરાત સમાચાર : ૦૫ મે)

    છેલ્લો બોલ : ૧૯૮૪ માં આવેલ ‘કમલા’ નામના એક પિકચરમાં એક દુબળી, પાતળી, કાળી, અભણ, ગામડિયણ અને બોલતા પણ ના આવડે એવી કમલા નામની સ્ત્રીના અભિનય માટે દીપ્તિ નવલે જાન રેડી દીધો હતો. તેના કેરિયરનું બેસ્ટ પર્ફોમન્સ આ પિકચરમાં હતું તેમ કહી શકાય. કુપોષિત દેખાવા માટે બીમાર થઇ જવાય તેટલી હદે તેઓ ભૂખ્યા રહ્યા હતા. કાળી ચામડી બતાવવા માટે તેઓ ચામડી બળે ત્યાં સુધી તડકામાં રહેતા. કારકિર્દીમાં ત્રણ વખત ‘બેસ્ટ એક્ટ્રેસ’ એવોર્ડ એમનેમ ના મળે.

    (સંદેશ – ૦૪ મે)

    એક ક્વિઝ પ્રશ્ન : ડગ્લાસ જાર્ડિન, કોલિન કાઉન્ડ્રી, અને નાસીર હુસેન આ ત્રણેય ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટનોમાં શું સામ્ય છે?

    જવાબ : ત્રણેય નો જન્મ ભારતમાં થયો હતો.

    સફળતા માટેના બે સુંદર વિધાન કાલે વોટ્સઅપ પર વાંચવા મળ્યા.

    • ઉંચે પહોંચવા માટેનો રસ્તો ભલે વિકટ હોય. પણ ટોચ પર પહોંચ્યા પછી જોવા અને અનુભવવા મળતો વિશ્વનો સુંદર નઝારો અદભુત હશે તે નક્કી છે.

    • A SMOOTH SEA NEVER MADE A SKILLED SAILOR.

    સફળતા મેળવવાના રસ્તામાં અડચણો આવવાની જ છે પણ એ નક્કી જ છે જો અત્યારે જ તકલીફોનો સામનો કરી લઈશું તો ભવિષ્યમાં આવનાર દિવસો સુંદર જ હશે. સફળતાની મંઝિલે પહોંચવાના રસ્તામાં દુખ, તકલીફો, અપમાન, ભૂલ, નિષ્ફળતા, અવગણના અને હતાશા જેવા પત્થરોનો સામનો કરવાનો જ છે.

    આગળ વધવાના રસ્તામાં જેમ જેમ પછડાટ આવે, નિષ્ફળતા મળે તેમ છતાં જે લોકો પોતાના પ્રયત્નો ચાલુ જ રાખે છે તે લોકોને પોતાની શક્તિઓની જાણ વધુ સારી રીતે થતી જાય છે અને મંઝિલે પહોંચવાનો તેમનો રસ્તો વધુ સરળ થતો જાય છે.

    આગળ વધતા વધતા તમારી જાત અને તમારા મન સાથે જ વાયદો કરતા જાવ કે આગળના રસ્તે હજુ પણ અડચણો આવે તેમ છતાં હું નવી તૈયારી સાથે આગળ વધવા મક્કમ છું. આમ જ આગળ વધવાનું ચાલુ જ રાખશો ત્યારે એક સમય જરૂર આવશે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ મિનિટ અને એ સમયે તમને જે દિવ્ય અનુભવ થશે ત્યારે આખી મુસાફરીનો થાક એક જ ક્ષણમાં ઉતરી જશે તે નક્કી છે.

    છેલ્લો બોલ : “સારો સમય પ્રાપ્ત કરવાની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય તમારો ખરાબ સમય છે.”
    રસ્કિન બોન્ડ.
    ડો. આશિષ ચોક્સી

  • સાબરકાંઠામાં સુરક્ષાકર્મી બનવાની તક, રોજગાર મેળાની તારીખ જાણો

    સાબરકાંઠામાં સુરક્ષાકર્મી બનવાની તક, રોજગાર મેળાની તારીખ જાણો

    નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા જવાન ,સુરક્ષા સુપરવાઈજર અને સુરક્ષા અધિકારી તરીકે જોડાવાની અમૂલ્ય તક

    ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી જિલ્લામાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇજર અને સુરક્ષા અધિકારીની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે.

     

    શિબીર તા. 23–07–2022 તાલુકા પંચાયત વડાલી,24-07-2022 તાલુકા પંચાયત ખેડબ્રમા, 25-07-2022 તાલુકા પંચાયત પોશીના, 26-07-2022, તાલુકા પંચાયત વિજયનગર, 27-07-2022 તાલુકા પંચાયત ઇડર, 27-07-2022 તાલુકા પંચાયત તલોદ, 28-07-2022 તાલુકા પંચાયત પ્રાંતિજ, 28-07-2022 તાલુકા પંચાયત હિંમતનગર ના રોજ આયોજન કરેલ છે. આ શિબીરનો સમયગાળો સવારે 10 કલાક થી બપોરના 03:00 કલાક સુધી રહેશે. આ શિબીરમાં 10 પાસ/ નપાસ, ગ્રેજ્યુએટ તેમજ NCC, MBA શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમેદવારની ઉમર 21 થી 36 વર્ષ, ઊચાઇ 168 સે.મી, વજન 56 કિ.લો, છાતી 80 થી 85 અને શારીરિક તંદુરસ્તી હોવી જરૂરી છે. ઇચ્છુક ઉમેદવારે પાસપોર્ટ સાઈજ ના બે ફોટા,આધારકાર્ડ તેમજ પોતાના ડોકયુમેન્ટની ઝેરોક્ષ લઈને હાજર રહેવું. પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પાસ થયેલ ઉમેદવારને ( રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા (ગાંધીનગરમાં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી.ગુજરાતમાં 65 વર્ષ સુધી કાયમી નિયુક્ત મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ,મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર,બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનની સેલરી રૂ 14,000/- થી15000/- સુરક્ષા સુપરવાઈજર માટે રૂ 15,000/- થી 18,000/ – અને સુરક્ષા અધિકારી 25,000/- રહેશે.અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રોમોશન, પી. એફ., ઇ. એસ. આઈ., ગ્રેસ્યુઈટી , મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે.

    ઇછુક ઉમેદવારે ઉપર દર્શાવેલ તારીખે ભરતી સ્થળે સમય પર હાજર રહેવું.

    કોરોના મહામારીમાં દરેક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ
    રાખવું તથા માસ્ક પહેરવું ફરજિયાત છે. એમ રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસાની અખબારી યાદીમાં જણાવાયું છે.