કેટેગરી ગ્રામિણ સંસ્કૃતિ

  • ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન

    ખેડબ્રહ્મા ખાતે ગણપતિ મહોત્સવનું ધામધૂમથી આયોજન

    નીરવ જોષી , ખેડબ્રહ્મા (m-7838880134)

    ખેડબ્રહ્મા ગામમાં વર્ષોથી ગણપતિ મહોત્સવ નગરના અલગ અલગ વિસ્તારમાં ભારે ઉત્સાહથી ઉજવાય છે. આજે અનંત ચતુર્દશી ના રોજ હરણાવ નદીમાં ગણપતિ દાદા ના અલગ અલગ મૂર્તિનું વિસર્જન ભારે આનંદ અને ઉત્સાહથી કરવામાં આવશે. નગરના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરના ગણપતિ મહોત્સવની શોભા યાત્રા પણ બપોરે નીકળનાર છે. શેઠ કેટી હાઈસ્કૂલ પાસે આવેલા ચોકમાં પણ ગણપતિ દાદા નું સ્થાપન દસ દિવસ માટે છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે તેની શોભાયાત્રા પણ બપોરે નીકળશે.

    આ ઉપરાંત બ્રહ્માજી ચોકમાં પણ ગણપતિ દાદા ના વરઘોડાને આનંદ ઉમંગથી યુવાનો પ્રસ્થાન કરાવશે.

    ખેડબ્રહ્મા ના ગામ વિસ્તારમાં આવેલા પ્રજાપતિ ચોક ખાતે પ્રજાપતિ કા રાજા નામના ગણપતિ મહોત્સવ નું આજે સમાપન થનાર છે. બુધવારે રાત્રે ના ગણપતિ દાદા ને અનેક વાનગીઓનું ભોગ પણ લગાવવામાં આવ્યો હત.

    આ ગણપતિ મહોત્સવની ખાસિયત એ છે કે પ્રજાપતિ ફળિયાના મોટાભાગના પરિવારો આ કાર્યક્રમમાં અને આ મહોત્સવમાં ભાગ લે છે અને ફાળો એકત્રિત કરીને સાર્વજનિક ગણપતિ દાદા નું આહવાન કરે છે.

    આ ઉપરાંત આ સાર્વજનિક મહોત્સવમાં ભજન, નાટક ,ભવાઈ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગરબા અને નાના બાળકોના નૃત્ય સંગીતનું કાર્યક્રમ પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેદ યુવાનો આયોજિત કરે છે.

  • કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ

    કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ..

    ખેડૂત ઉત્પાદન કંપની થકી ખેડૂતોને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્યથી સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે સક્રિય ખેડૂતોના સંગઠનના સહિયારા પ્રયત્નથી ગત વર્ષ ખેડૂત ઉત્પાદન કંપનીની રચના કરવામાં આવી હતી.

    પ્રસ્તુત કેશર ફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપની એક વર્ષ પૂર્ણ થતાં 23 સપ્ટેમ્બર 2023 ના રોજ બસ્સો જેટલા સભાસદોની ઉપસ્થિતીમાં ડેરી હોલ ખાતે પ્રથમ સાધારણ સભાનું આયોજન હાથ ધરાયુ, સાધારણ સભામાં કેશરફ્રેશ ખેડૂત ઉત્પાદન કંપનીના ચેરમેન મહેશભાઈ દ્વારા ચાલુ સાલમાં કંપની દ્વારા કરવામાં થયેલ બિઝનેસ અને આગામી આયોજન વિષયક સારા નરસા અનુભવો અંગે ખેડૂતો સભાસદો સાથે ઉંડાણ ચર્ચા કરવામાં આવી , ડાયરેક્ટર શ્રી હરેશકુમાર દ્વારા આગામી સમયમાં કંપનીના બિઝનેસ વિષયક રણનીતિ અંગે અને કંપનીની આગામી વ્યુહ રચના વિશે માહિતીગાર કરવાનો પ્રયત્ન કરી સભાસદો સાથે પ્રશ્નોતરી થકી ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો હતો, કંપનીના સી.ઓ ચિરાગભાઈ દ્વારા આંકડાકીય માહિતી સાથે વર્ષ દરમિયાન થયેલ બિઝનેસનો હિસાબ રજૂ કરીને કંપની આર્થિક સ્થિતિ અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
    પ્રસ્તુત સાધારણ સભાને સફળ બનાવવા રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિમાંથી મૂકેશ ગોર તથા રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ દ્રારા જરૂરી માર્ગદર્શન આપી નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

     

    ખાસ – કંપનીના દરેક સભાસદોને 35.20 ટકા પેટ્રોનટ બોનસ આપવાની ની ઘોષણા કરવામાં આવી, તેમજ પ્રગતિશીલ 3 ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

  • વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન કરાયું

    વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન કરાયું

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    • કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ
    • વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ડેમોને પણ નર્મદાનાં નીર વડે ભરવાનું આયોજન હાથ ધરાયુ.

    સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને જામનગર જિલ્લામાં સૌની યોજનાના માધ્યમથી પાણી મળી રહે તે માટે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાને વિશેષરૂપે કરેલ ભલામણનો સ્વીકાર કરી શ્રી કુંવરજીભાઇ બાવાળીયાએ જામનગર જિલ્લાના વિવિધ ડેમો તથા ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં જળ પુરવઠો ઠાલાવવાની મંજૂરી આપતાં જિલ્લાના જળાશયોને મહત્તમ જળ રાશી પ્રાપ્ત થઈ રહી છે.

    જેના કારણે સૌની યોજનાની લિંક-૧ મારફત મચ્છુ-૨ ડેમથી પંપીંગ કરી આજી-૩ પંપીંગ સ્ટેશન, ઉંડ-૧ ડેમ ખાતેના પંપીંગ સ્ટેશન તથા પીપરટોડા પંપીંગ સ્ટેશન મારફત જામનગર જિલ્લાના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સસોઈ ડેમમાં પાણી ઠાલવીને સસોઈ ડેમને ૧૦૦% પૂર્ણ સપાટીએ ભરવામાં આવેલ છે તથા સમગ્ર જામનગર જિલ્લામાં સૌની યોજનાની લિંક-૧, પેકેજ-૩ મારફત જોડાયેલા વિવિધ ગામોના ચેકડેમો જેવા કે લૈયારા, સણોસરા, ગઢડા, જાબીડા, હડમતીયા, સુમરા, પીપરટોડાના ૧૭ જેટલા ચેકડેમો તથા લિંક-૧ ના પેકેજ-૪ મારફત ચંદ્રગઢ, ઢાંઢા, મકવાણા, લાવડીયાના કુલ ૧૫ ચેકડેમો તથા લિંક-૧ ના પેકેજ-૫ મારફત આરીખાણા, હરીપર, પીપળી તથા રંગમતી ડેમની ઉપરવાસના કુલ ૧૧ ચેકડેમોને નર્મદાનાં નીરથી છલકાવવામાં આવેલ છે. સૌની યોજનાની લિંક-૩ મારફત કાલાવડ તાલુકાના ઉંડ-૪ અને ઉંડ-૩ ડેમ ભરવાની શરૂઆત કરેલ છે તથા વિવિધ ગામો જેવા કે સરવાણીયા, જાલણસર, અરલા, છતર, આણંદપર, ચારણ પીપળીયા, પીપર, કોઠા-ભાડુકીયાના કુલ ૨૯ ચેકડેમો અને તળાવો ભરવામાં આવેલ છે. આગામી સમયમાં લિંક-૧ મારફત પંપીંગ કરી ઉંડ-૨ ડેમ, પન્ના ડેમ, રંગમતી ડેમ તથા સૌની યોજના મારફત જોડાયેલ તથા હાલમાં વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન હાથ ધરાયેલ છે.


    *રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય*

    *ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. ટન સોયાબીનની ખરીદી કરાશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*

    *ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક*

    *ગુજરાતમાં આગામી તા. ૨૧મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી*

    *ખેડૂતો તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે*

    ગાંધીનગર ખાતે ગત તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રીશ્રી જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે કરાયેલા આયોજનની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. ૨૧મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૪.૨૪ કરોડ મૂલ્યની ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડ મૂલ્યના ૯૧,૩૪૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.

    ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૬૯૫૦/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. ૪૬૦૦ પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.

  • ખેડબ્રહ્મા:શેઠ કેટી હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો

    ખેડબ્રહ્મા:શેઠ કેટી હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો

    નીરવ જોશી, ખેડબ્રહ્મા (M-7838880134)

    ખેડબ્રહ્માની પ્રસિદ્ધ કેટી સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરજભાઈ પટેલ નો વિદાય સમારંભ શ્રાવણ સોમવારના રોજ ખૂબ જ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં સંપન્ન થયો.

     

    આજરોજ મારા બાળપણના ગામ અને મારા જન્મ સ્થળ ખેડબ્રહ્માની મુલાકાત કરી હતી, મારી પ્રાથમિક શાળામાં જે આર્ટસ કે ચિત્ર શિક્ષક ધીરજભાઈ પટેલ કે જેઓ એમની યુવાની અવસ્થામાં નોકરી લાગ્યા હતા તેમનો ભાવભર્યો વિદાય સમારંભ આયોજિત કરાયો હતો.

    મારી પ્રાથમિક શાળાના જીવનમાં લોકપ્રિય બનેલા ચિત્ર શિક્ષક તેવા ધીરજભાઈ પટેલ જે ગલોડિયા ગામના વતની છે અને ખૂબ સારા જમીનદાર અને પશુપાલક છે… તેમણે તેમના વ્યવસાયિક જીવનમાં ચિત્ર શિક્ષકની ભૂમિકા પણ ખૂબ નિષ્ઠાથી ભૂમિકા નિભાવી હતી. 2014 થી તેઓ પ્રાથમિક વિભાગના આચાર્ય પણ બન્યા હતા અને ખુબ સરસ કામગીરી કરી હતી.

    તેઓએ આજે તેમના શિક્ષક જીવનની પૂર્ણતાના અને વિદાયની લાગણીઓ તેમના મિત્રો સમક્ષ પ્રગટ કરી હતી..

    ટૂંકમાં એક આચાર્ય શિક્ષકનો વિદાય સમારંભ આજે સંપૂર્ણ થયો હતો. મંગળવાર ના રોજ સ્કૂલના આશરે 2,000 જેટલા બાળકોને આ શિક્ષક ધીરજભાઈ પટેલ ભોજનનો પ્રસાદ અર્પણ કર્યો હતો…

    જે સ્કૂલમાં એમનું નામ થયું અને પોતાના જીવનની કાર્યશાળા બની તેમના પ્રત્યે તેમનું ઋણ અદા કરવા આજે અને આવતીકાલે ભોજન સમારંભ આયોજિત કર્યું અને તેમને પોતાના મિત્રો , સ્વજનો અને સમગ્ર શાળા જીવનને ખૂબ જ ભવ્ય રીતે અમૂલ્ય સંભારણું કે યાદગીરી આપી છે!

    શિક્ષક શ્રી ધીરજભાઈ પટેલને તેમના નિવૃત્તિ જીવનના પ્રારંભે તેઓ વધારે ખૂબ ઉત્તમ કાર્ય કરે અને સમાજ જીવનને અને સમગ્ર તેમના જીવનને પરિપૂર્ણ કરે તેવી હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ અને માં અંબા તેમને એવી શક્તિ પ્રદાન કરે, મહાદેવ એમને આશીર્વાદ આપે એવી પ્રભુને પ્રાર્થના!

    #kthighschool #Khedbrahma #farewell #teacher #primaryschool

  • શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન

    શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને મહાદેવની 138મી શિવકથાનું રસપાન કરાવ્યું.

    ઉલ્લેખનીય છે કે ઋષિ કુમાર આ પહેલા અધિક માસમાં મહેતા પુરાના રામજી મંદિર ખાતે આવેલા રામદ્વારા હોલમાં રામકથાનું પણ નવ દિવસ આયોજન કર્યું હતું. જેમાં તેમણે રામકથાનું રસપાન મહેતાપુરાના ભાવિક ભક્તોને કરાવ્યું હતું.

     

    એ અધિક માસના રામકથાના સમાપન સમયે જ મહેતા પુરાના શિવભક્ત જશકુવરબા શેતાન સિંહ ભાટીએ શ્રાવણ માસમાં તારીખ 8 થી 14 સપ્ટેમ્બર રોજ મહેતા પુરાના સુપ્રસિદ્ધ જરણેશ્વર મહાદેવ ખાતે શિવકથા ના આયોજનની જાહેરાત કરાવી હતી, જે મુજબ આજરોજ સાત દિવસીય શિવકથાની ભવ્ય રીતે સમાપ્તિ થઈ હતી અને અનેક ભક્તોએ શિવકથાનું રસપાન કર્યું હતું.

    મંદિરના મહંત લક્ષ્મણગીરીબાપુ તેમજ કેટલાક ટ્રસ્ટીઓ અને શિવ ભક્તોએ શિવ કથાનો શ્રાવણ માસમાં દિવ્ય સત્સંગ કર્યો હતો અને આજે સમાપનના દિવસે આવતા શ્રાવણ માસમાં ઓમીબેન શાખલા વડે શિવ કથા આયોજિત કરવામાં આવશે તેની જાહેરાત પણ કરાઈ હતી.

    હર હર મહાદેવ!😀💐🌹🙏🏻

  • હિંમતનગરના સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી કરાઈ

    હિંમતનગરના સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી કરાઈ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    મહેતાપુરા સુપ્રસિદ્ધ શિવાલય- ઝરણેશ્વર મહાદેવમાં જન્માષ્ટમીની ભક્તિભાવથી ઉજવણી, દર વર્ષે જન્માષ્ટમી ઉજવાય છે તેમ જરણેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા અને ધૂન બોલાવીને શ્રી કૃષ્ણ ના જન્મ પર બાળ ગોપાલની પૂજા કરી અને આરતી ઉતારી હતી તેમજ પંજરીનો પ્રસાદ પણ બધાને સરસ રીતે આપ્યો હતો.

     

    ભગવાન શ્રીકૃષ્ણના જન્મ  પહેલા ભારી ભક્તિથી ધૂન બોલાવી હતી અને મહિલાઓએ પણ ખુબ સરસ રીતે ભજનો ગયા હતા.

    જુઓ વિડિયો…

    મહેતાપુરા માં આવેલા પ્રાચીન રામજી મંદિર ખાતે પણ શ્રી રામજી મંદિર સેવા મંડળના યુવાનોએ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ કરી ભારે આનંદથી કૃષ્ણ જન્મોત્સવ બનાવ્યો. ઉપસ્થિત રહેલા ભક્તોને પ્રસાદી પણ ખૂબ જ ઉત્સાહથી વહેંચી હતી ….

    જુઓ વિડિયો…

  • હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ

    હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ

    નીરવ જોશી,હિંમતનગર(M-7838880134 & 9106814540)

    હિંમતનગર શહેર અને તાલુકામાં આવેલા તાજપુરી ગામે ગુરુવારના રોજ જન્માષ્ટમી પર્વની ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થઈ હતી.

    હિંમતનગરના પાસે આવેલા તાજપુરી ગામે આશરે 200 થી 300 જેટલા યુવાનોનું બનેલું શ્રીકૃષ્ણ સેવા મંડળ અને વડીલોએ તેમજ શ્રદ્ધાળુ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને ભગવાન પ્રત્યે આનંદ, પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનું ભાવ પ્રગટ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે તાજપુરી ગામ તેની આસપાસ આવેલા ગામડાઓ કુંડોલ,અશોકપુરા, વખતપુરા તેમજ મહોબતપુરા ગામોને સમાવિષ્ટ કરતું ગ્રામ પંચાયત વાળું ગામ છે. તાજેતરમાં જ ગરમીના દિવસોમાં એટલે કે ઉનાળામાં અશોકપુરા અને કુંડલ ગામે મા ઉમિયા, મહાદેવ અને ભગવાન વિષ્ણુ – શ્રીરામની તેમજ શ્રીકૃષ્ણની રાધાકૃષ્ણ સાથેની  મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

    આમાં બે ગામોમાં કુંડોલ અને અશોકપુરા જે ફક્ત તાજપુરી ની આજુબાજુ બે કિલોમીટરની ત્રિજ્યામાં જ આવેલા છે ત્યાં ભવ્ય નવા મંદિરના નિર્માણ ગ્રામજનોના લોકફાળાથી થયા છે.

    તાજપુરી ગ્રામ પંચાયતમાં યુવાનો છેલ્લા દસ વર્ષથી જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની શોભા યાત્રા સમગ્ર ગામમાં ફેરવે છે અને બધાને શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પણ ભાવ કરીને ભક્તિ કરી જીવનમાં ઉત્તમ કાર્ય કરવા  પ્રેરણા આપે છે.

    ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર ગામની જનતા તેમજ તેની આજુબાજુ આવેલા પાંચ ગામોની જનતાને સુખી કરે તેવી જ મંગળ પ્રાર્થના…

     

  • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ

    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગરના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ.

    સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે પોળો ફોરેસ્ટ વિજયનગર ખાતે આજ રોજ માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે સખી શોપ ખુલ્લું મૂકવામાં આવ્યું .

    આ સખી શોપમાં સાબરકાંઠા જિલ્લાના સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુ ને નજીવા ભાવે વેચાણ કરવામાં આવશે.


    આ ઉપરાંત વિજયનગર તાલુકાની આદિવાસી મહિલાઓ દ્વારા નેચરલ મહુડાના ફૂલમાંથી બનાવેલ લાડુ તેમજ મહુડા શુપનું પણ વેચાણ કરવામાં આવશે.

     

    આ સખી શોપના માધ્યમથી વેચાણ થતી ચીજ વસ્તુ થકી જિલ્લા ની મહિલાઓને કાયમી ટકાઉ આજીવિકા મળવાનો આશય ફળીભૂત થશે.

    જુઓ , વિજયનગર તાલુકાના આદિવાસી વિસ્તારના ગ્રામિણો વડે તેમની ચીજ વસ્તુઓની પ્રદર્શની અને આ વેચાણ કેન્દ્રના ઉદ્ઘાટનનો (શોપ ઓપનિંગ)નો  રસપ્રદ વિડીયો.😀⚘⚘⚘⚘

  • જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ લંબાવાઈ

        સાબરકાંઠા જિલ્લાના  ઇડર તાલુકાની નવોદય વિદ્યાલય સમિતિ દ્વાશ ધોરણ છ(૬)માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તો હવે તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. એમ આચાર્યશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે


    સીવણકામ” માટે  નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે

    ******

     

    સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની ગ્રામીણ બેરોજગાર બહેનો માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા દ્વારા સીવણના નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ મેળવવા ઈચ્છુક બેરોજગાર બહેનો ૨૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી https://barodarsetisabarkantha.org/  કરી શકે છે.

     

    આ તાલીમનો સમયગાળો ૩૦ દિવસ સુધીનો રહેશે.તાલીમ દરમ્યાન સંસ્થા દ્વારા નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રશિક્ષિત અને અનુભવી સર્ટીફાઈડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીને NCVT/સરકાર માન્ય તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવશે.તાલીમ બાદ વ્યવસાય શરૂ કરવા અને બેંક ધિરાણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ અરજી કરી શકશે.

    ગ્રામીણ BPL ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલીનો મેળવવાનો સમયગાળો ૯.૩૦ થી ૫.૩૦ નો રહેશે. વહેલા તે પહેલાનાં ધોરણે ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવશે. વધુ માહિતી માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,  GMSCL ગોડાઉનની પાછળ, રેલ્વે ફાટક પાસે , આઇટીઆઇની સામે, બાયપાસ રોડ, હાંસલપુર(વિરપુર), તા.હીમતનગર, જી. સાબરકાંઠાનો સંપર્ક કરવો. એમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

     


    MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના બાબત

     

               કેન્દ્ર સરકારે MSME એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના એપ્રિલ ર૦ર૨માં જાહેર કરવામાં આવી છે.

        કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી LED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

    ZED સર્ટીફિકેટ મેળવવા માટેની પાત્રતા:

          UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/ પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.

    ZED સર્ટીફિકેટ માટેની પ્રકીયા:

        MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન (ની:શુલ્ક ફ્રી) ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનું રહેશે રજીસ્ટ્રેશન બાદ એકમે નીચે મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.

    (૧) certification Loyol-1: Bronze

    (2) Certification Level-2: Silver

    [3] Certificution level-3: Gold

    ZED સર્ટીફિકેશનના ફાયદા:

     1. MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ સીટ કરવાનો છે.

    2.અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSME ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાનો છે.

    ૩. નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે.

    4. ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.

            ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd,  (૨) Efforts Consulting, (3) Separis Knowledge Sol Pvt Ltd,  (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleuns Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્‍ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ કે ફી ચુકવવાની રહેશે નહિ. એમ જિલ્લા ઉધોગ કેંદ્રના જનરલ મેનેજરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

  • ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

    ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

    નીરવ જોશી,હિંમતનગર (M-7838880134)

    ખેડબ્રહ્મા  ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ

    વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

           સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા  ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

           આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા  કરતા આવ્યા છે. આદિવાસી લોકોના વિકાસ માટે  જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના,     વન અધિકાર અધિનિયમ ૨૦૦૬, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

         છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.  રેસીડેન્સીયલ શાળાઓ,આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે.

    આ કાર્યક્રમમાં  પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતુ કે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે  દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.આદિવાસી લોકોના વિકાસ અર્થે અનેક વિધ યોજનાઓ અમલી છે. પહાડી વિસ્તારોના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ જેવી યોજના અમલી છે.

            વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં વર્ચ્યુઅલ રીતે  વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અને આદિવાસી વિકાસ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

             આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, અગ્રણીશ્રી લુકેશભાઈ , જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, પ્રયોજના વહીવટદારશ્રી ખેડબ્રહ્મા જે. જે નિનામા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

     


    સમગ્ર સાબરકાંઠામાં આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં અને નાના નાના નગરોમાં પણ આદિવાસી ઉત્સાહભેર કાર્યક્રમ કર્યા હતા

    આદિવાસી હિત રક્ષા સેના દ્વારા લોબડીયા ખાતે દોતા પોશીના અને ખેડબ્રહ્મા તાલુકા ના ડુંગરી ભીલ સમાજની સમાજ વાડી નું બોર્ડ લગાવવામાં આવ્યું
    લોબડીયા બજારમાં ફરી બિરસા મુંડા સર્કલ લાબડીયા ખાતે  શ્રી રૂમાલભાઈ ધ્રાંગી હિત રક્ષા સેના -પ્રમુખ.


     

    ઈડરમાં પણ એકલવ્ય ટ્રાઇબલ સેના નામની એક સંસ્થાએ આદિવાસીઓની રેલી કાઢી હતી અને ઈડરના તિરંગા સર્કલથી ટાવર ચોક સુધી આ રેલી ડીજેના તાલે આનંદ અને ઉત્સાહથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો હતો!