કેટેગરી ગ્રામિણ સંસ્કૃતિ

  • ભારતના 80 જેટલા માછીમાર પાકિસ્તાન જેલમાંથી સ્વદેશ પાછા ફર્યા, સાંજે પોરબંદર પહોંચશે

    ભારતના 80 જેટલા માછીમાર પાકિસ્તાન જેલમાંથી સ્વદેશ પાછા ફર્યા, સાંજે પોરબંદર પહોંચશે

    નીરવ જોશી, વડોદરા (M-7838880134)

    કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસો થકી મત્સ્યોધોગ ખાતું ગુજરાત રાજ્ય ના અથગ પરિશ્રમ થી પાકિસ્તાન ખાટે જેલ માં બંધ કુલ 80 મચ્છીમારો ની દિવાળીના પાવન દિવસ ઘર વાપસી થઈ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી માછીમારો પાકિસ્તાની અલગ અલગ જેલમાં પુરાયેલા હતા. મત્સ્યોધોગ ખાતાના ની ટીમ દ્વારા વાઘા સરહદ થી ટ્રેન મારફત વડોદરા તથા વડોદરા થી લક્ઝરી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા છે.

     

    આ ઘટના અંગે ટીમના લિડર  જીગ્નેશ ગોહેલ મદદનીશ મત્સ્યોધોગ નીયામક ( ટીમ લીડર્) તથા ટિમમાં ધ્રુવ કુમાર દવે, પરવેઝ મહિડા, કૌશિકભાઈ દવે, ઓનરાઝા મકરાણીએ પણ ખંતથી આ કાર્ય ને પૂર્ણ કરવા સાથ સહકાર આપેલ છે તથા પોલિસ ઈન્સ્પેક્ટર અસારી સાહેબ તથા તેઓના ટીમે પણ માછીમારોની સુરક્ષા અર્થે કટિબદ્ધ રહેલ. જેના કારણે માછીમાર સમાજ માં ખુશીની લહેર જોવા મળેલ.

    વધુમાં આ માછીમારો આશરે ત્રણ વર્ષ જેટલી સજા પાકિસ્તાનની અલગ અલગ જેલમાં કાપીને વતન પાછા ફર્યા છે ત્યાં પાકિસ્તાનમાં પણ એક સમાજસેવી સંસ્થા આ માછીમારોના મુક્તિ માટે પ્રયાસ કરતી હોય છે. હજુ પાકિસ્તાનની જેલમાં 160 થી પણ વધારે માછીમારો અલગ અલગ જેલમાં સજા ભોગવી રહ્યા છે ત્યારે આ માછીવારોની પણ જલ્દી મુક્તિ થાય અને ભારત સરકાર તેમના સ્વદેશ પાછા ફરવા માટે પ્રયત્નો વધારે તેજ કરે તેવી લાગણી એના પરિવારજનો ધરાવે છે અને કેન્દ્ર સરકારને વિનંતીઓ કરે છે.

  • સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવેએ દિવાળીની પાઠવી શુભેચ્છા

    સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવેએ દિવાળીની પાઠવી શુભેચ્છા

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે સાહેબે સાબરકાંઠા જિલ્લા વાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન સાવચેત રહી અને દિવાળીની ઉજવણી કરવાની. સ્વચ્છ ભારતની ઉજવણી છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે ત્યારે જિલ્લા વાસીઓ પણ સ્વચ્છતા નું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. દિવાળીની ઉજવણી માં ગંદકી ના કરીએ તેમજ નકામો કચરો ગમે તેમ ના ફેલાવીએ તેવી સલાહ પણ કલેક્ટરે જિલ્લા વાસીઓને આપી છે. સમગ્ર જિલ્લો સુખી થાય અને બધા સુખાકારી મેળવે તેવી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નુતન વર્ષા અભિનંદન પણ દવે સાહેબ પાઠવે છે.

     

  • હિંમતનગરમાં આર્યુવેદિક હોસ્પિટલ વડે આયોજીત આયુષ મેળામાં 400થી પણ વધુ લોકોએ લાભ લીધો

    હિંમતનગરમાં આર્યુવેદિક હોસ્પિટલ વડે આયોજીત આયુષ મેળામાં 400થી પણ વધુ લોકોએ લાભ લીધો

    संकलन: नीरव जोशी, हिम्मतनगर (M-7838880134)

    • દરરોજ દરેક માટે આયુર્વેદ’
    • ભારતીય આયુર્વેદ થકી નાગરીકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે હિંમતનગર ખાતે  આયુષ મેળાનું આયોજન 
    • ૪૦૦ થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ મેળવ્યો.

          આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત સાબરકાંઠા  દ્રારા આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે સાબર સોસાયટી મહાવીરનગર હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે આયુષમેળાને ખુલ્લો મુક્યો હતો.

         ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું ખૂબજ મહત્વ છે વર્તમાન સ્થિતિમાં આયુર્વેદનું મહત્વ વિસરાઈ રહ્યું છે, અને એલોપેથીક દવાઓનું ચલણ વધી રહ્યું છે. આ એલોપેથીક દવાઓ લાંબા ગાળે શરીરને ખૂબજ નુકસાન કરે છે. પરિણામે તેમાંથી નવી તકલીફો જેવી કે એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી સામાન્ય તકલીફો ઉપરાંત કિડની અને લીવર પર અસર જેવી ભયાનક બીમારીઓ ઉદભવે છે. આવા સમયે આયુર્વેદ એ ખૂબજ અસરકારક ઉપચાર બની રહે છે. આપણા ગ્રંથોમાં પણ આયુર્વેદનું મહત્વ દર્શાવાયું છે. ત્યારે સરકારના સહયોગથી  યોજાયેલા આયુષ મેળા એ સમાજને ખૂબ ઉપયોગી બની રહે છે.     

             આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેને આયુર્વેદની મહત્વ અને તેની ઉપયોગીતા અંગે લોકોને વાકેફ કર્યા હતા. તેમણે આ અંગે જણાવતા કહ્યું હતું કે, ‘આપણા વેદોમાં આયુર્વેદનું મહત્વ અને ઉપચારો દર્શાવ્યા છે. વિશ્વ આખું આજે ભારતના આયુર્વેદમાં વિશ્વાસ કરતું થયું છે ત્યારે આપણે એલોપેથિક પર જીવી રહ્યા છીએ અને આયુર્વેદને નકારી રહ્યા છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આપણા ત્યાં એવી ગ્રંથિ છે કે સસ્તુ અને સરળતાથી મળી રહે તેની કિંમત ન હોય! એટલેજ કદાચ આજે આયુર્વેદની કિંમત વિસરાઈ રહી છે. આપણા વડીલો અને પૂર્વજો જે આયુર્વેદની વાત કરતા તેને આપણે સ્વીકારી નુકસાનકારક એલોપેથીકથી છુટકારો મેળવવાનો છે.        

           

    ‘દરરોજ દરેક માટે આયુર્વેદ’ના સ્લોગન સાથે શરૂ થયેલા આયુષ મેળામાં નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી ,પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન ,બીપી સુગર ચેકઅપ ,વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પ તથા દિનચર્યા, ઋતુચર્યા,વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ, મિલેટ પ્રદર્શન, યોગ પ્રદર્શન જેવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે સુવર્ણપ્રાસનનું આયોજન કરાયુ હતું.   જેમાં કુલ ૪૦૦થી વધુ લોકોએ નિદાન પરિક્ષણ કરાવ્યુ હતુ. આશરે ૭૦૦થી વધારે લોકોએ આયુષ મેળાના પ્રદર્શનનો લાભ લીધો હતો.   

        આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા આયુર્વેદીક અધિકારીશ્રી ખરાડી, જિલ્લા પંચાયતના સભ્યો, આયુર્વેદિક વિભાગના ડોકટરો તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ, નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.      


    હિંમતનગર ખાતે  પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

    ****

          સાબરકાંઠા જિલ્લાના  તાલુકા હેલ્થ કચેરી હિંમતનગર ખાતે પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ સમિતિના ચેરમેનશ્રી  કૌશલ્યા કુંવરબાના અધ્યક્ષ સ્થાને એક દિવસિય વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં હિંમતનગર તાલુકાનો સેક્સ રેશીયો તથા ગામ વાઇઝ સેક્સ રેશીયો અંગે માહિતી આપવામાં આવી હતી. વર્કશોપના અંતે હાજર રહેલ મહાનુભાવો દ્વારા  સ્ત્રી ભ્રુણ હત્યા ન થાય તે અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ વર્કશોપમાં તાલુકાના સરપંચ શ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ તથા લક્ષીત દંપતીઓ હાજર રહ્યા હતા.


    સફાઇ ઝુંબેશ અંતર્ગત ખેડબ્રહ્માના તુવેર ગામે સફાઇ કરાઈ

    સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં  ખેડબ્રહ્મા તાલુકાના તુવેર ગામે સફાઈ કરવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ દરમિયાન તુવેર ગામના જાહેર રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલા ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતિ સાથે પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ રાષ્ટ્રવ્યાપી અભિયાન બની રહ્યું છે. આ અભિયાન થકી નાગરિકો સ્વચ્છતાની પહેલ કરી સફાઈ ઝુંબેશ માં સક્રિયપણે જોડાઇ રહ્યા છે.જિલ્લાના નાગરીકો સફાઈ કરીને  સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે.

  • સારંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમનું આયોજન

    સારંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમનું આયોજન

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)

    *ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ” નું આયોજન* .

    ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે 10-10 ગ્રામ પંચાયતોના કુલ 1455 ક્લસ્ટર બનાવવામાં આવેલ છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવા માટે દરેક ક્લસ્ટરમાં એક તાંત્રિક પ્રશિક્ષક (ટેક્નિકલ માસ્ટર ટ્રેનર) તથા એક ખેડૂત પ્રશિક્ષક ( ફાર્મર માસ્ટર ટ્રેનર) નિયુક્ત કરવામાં આવેલ છે.


    આ તમામ માસ્ટર ટ્રેનરને પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન મળે તેમાટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ” નું તા. 1/11/23 થી 2/11/23 દરમ્યાન આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા બોટાદ જિલ્લાના 800 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા.

    આ તાલીમના ઉદ્ઘાટન કાર્યક્રમાં BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી, સ્વામી જ્ઞાનેશ્વરદાસજીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ.

    આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક શ્રી પ્રફુલભાઈ સેનજલિયા, સૌરાષ્ટ્ર વિભાગના સંયુક્ત ખેતી નિયામક શ્રી ગૌરવ દવે તથા સંયુક્ત બાગાયત નિયામક શ્રી આર.એચ. લાડાણી તેમજ આત્મા વડી કચેરી, ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પી.બી.ખીસ્તરીયાએ ઉપસ્થિત રહી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડેલ.

    આ તાલીમમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિને લગત જુદા જુદા વિષયો જેવાકે પ્રાકૃતિક કૃષિનું મહત્વ, ખેતીમાં ઉપયોગી કુદરતી વ્યવસ્થાઓ, પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધાર સ્તંભ, પ્રાકૃતિક કૃષિમાં પોષણ વ્યવસ્થા, પાક સંરક્ષણ, પંચ સ્તરીય વ્યવસ્થા, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે ડીજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ વગેરે વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.

  • દાહોદ: દેવગઢ બારીયાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

    દાહોદ: દેવગઢ બારીયાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

    નીરવ જોશી , દાહોદ (M-7838880134)

    31-10-2023 મંગળવાર ના રોજ દેવગઢબારિયા મુકામે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે દાહોદ જિલ્લા સબ જુનિયર જુડો ટ્રાયલ યોજાયેલ હતી જેમાં ખરેડી પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો અને સુંદર પ્રદર્શન કર્યું હતું.

    ટીમ ખરેડી માં કોચ ચૌહાણ ગૌરવકુમાર હસમુખભાઈ ,
    બોયઝ ટીમ મેનેજર મુનિયા કાનજીભાઈ માનસિંગભાઈ,
    ગર્લ્સ ટીમ મેનેજર જાડેજા નીલાક્ષીબા ભરતસિંહ
    માર્ગદર્શન હેઠળ મીનામાં બાદલભાઈ, કરારા કિંજલબેન, ચૌહાણ મહેકબેન, ભાભોર સ્મિત કુમાર, ચૌહાણ વૈભવીબેન, કલારા અર્ચનાબેન, કલારા આરતીબેન, બારીયા પાયલબેન, મીનામાં વિષ્ણુભાઈ, ડામોર આકાશભાઈ સબ જુનિયર જુડો ટ્રાયલ ભાગ લીધો.


    જેમાં 35 kg વર્ગમાં કુમારમાં મીનામા વિષ્ણુ બીજા અને ભાભોર સ્મિત કુમાર ત્રીજા સ્થાન પર આવેલ છે.

    36 kg વર્ગમાં કન્યામાં કરારા કિંજલબેન પ્રતાપભાઈ દ્વિતીય સ્થાને આવેલા છે.

    40 કિલોગ્રામ વર્ગમાં કુમારમાં મીનામાં બાદલભાઈ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

    40 કિલોગ્રામ વર્ગમાં કન્યામાં કલારા અર્ચનાબેન બીજા સ્થાને અને ચૌહાણ વૈભવીબેન ત્રીજા સ્થાને આવેલ છે.

    44 કિલોગ્રામ વર્ગમાં કન્યામાં બારીયા પાયલબેન મગનભાઈ ત્રીજા સ્થાને આવેલ છે.

    48 કિલોગ્રામ વર્ગમાં કન્યામાં ચૌહાણ મહેક બેન પ્રથમ સ્થાને આવેલ છે. 

    કલારા આરતીબેન દ્વિતીય સ્થાને આવેલ છે.

    55 કિલોગ્રામ વર્ગમાં ભાઈઓમાં ડામોર આકાશભાઈ પ્રથમ નંબરે આવેલ છે.

    ટીમ ખરેડી અને ખરેડી પ્રાથમિક શાળા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન

  • PM નો બે દિવસ ગુજરાત પ્રવાસ: અંબાજીમાં પૂજા આરાધના, મહેસાણામાં 5950 કરોડની યોજનાઓના શિલાન્યાસ

    PM નો બે દિવસ ગુજરાત પ્રવાસ: અંબાજીમાં પૂજા આરાધના, મહેસાણામાં 5950 કરોડની યોજનાઓના શિલાન્યાસ

    સંકલન: નીરવ જોશી, હિંમતનગર

    વડાપ્રધાન શ્રી નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા
    *******
    ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ


    ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.

    મા અંબા ના ઉપાસક અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી બાયરોડ આવતા આ રૂટ પર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.


    અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર એવા શક્તિદ્વાર પાસે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
    અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ અંબાજીની સ્વચ્છતા સાથે મંદિરના ચાચર ચોકની સુંદર સજાવટ કરવામાં આવી છે તથા મંદિરને અલગ અલગ પ્રકારના રંગ બેરંગી ફુલોથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરના ચાચર ચોકમાં ભજન મંડળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.


    આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી,રાજ્ય સભા સાંસદશ્રી બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી પ્રવિણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ડી.જી.પી. શ્રી વિકાસ સહાય, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ મંત્રીશ્રી અને સંગઠનના પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

    ________________________________

    અંબાજીનું પ્રવાસ પૂરો કરીને મોદી મહેસાણાના ડભોડા ખાતે આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદની ને પણ સંબોધિત કરી હતી.

    ભારતના સામર્થ્યનો વિશ્વને પરિચય મળી રહ્યો છે: ભારતના વિકાસની ચર્ચા પૂરી દુનિયામાં થઈ રહી છે તેના મૂળમાં પ્રત્યેક ભારતીયનો વિકાસ પુરુષાર્થ છે
    ¤ “એક સે બઢકર એક” આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી ભારતદેશ વિકાસ પથ પર તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે: સરકાર જે સંકલ્પ લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે
    ¤ પૂર્ણ બહુમતીવાળી સ્થિર સરકારથી ગુજરાતે વિકાસના નવા આયામો હાંસલ કર્યા, હવે દેશમાં પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકારના કારણે દેશનો વૈશ્વિક વિકાસ થઈ રહ્યો છ
    ¤ સરકારે મહિલાશક્તિના નેતૃત્વ અને માતૃશક્તિના સામર્થ્યને જોડીને વિકાસને નૂતન ગતિ આપી છે
    ¤ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતનું શ્રેષ્ઠ યોગદાન હશે
    ¤ વિકાસ પ્રકલ્પોનાં કારણે ઉત્તર ગુજરાતના વિકાસને નવી દિશા મળશે
    ¤ વર્ષ 2047 માં આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્ણ સમર્પણભાવથી, બમણી તાકાતથી આગળ વધવાના જનતા જનાર્દન પાસે આશીર્વાદ માંગતા પ્રધાનમંત્રીશ્રી: તમારા આશીર્વાદ જ મારી ઉર્જા
    ¤ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિવાળી પહેલા દિવાળીની મોટી ભેટ ગુજરાતને આપી છે- મુખ્યમંત્રીશ્રી
    ******
    ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા જિલ્લાના ડભોડા ખાતેથી ₹5,950 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે આજે ભારતના શક્તિ સામર્થ્યનો વિશ્વને પરિચય મળી રહ્યો છે. આજે ભારતના વિકાસની ચર્ચા પૂરી દુનિયામાં થઈ રહી છે તેના મૂળમાં પ્રત્યેક ભારતીયનો વિકાસ પુરુષાર્થ રહેલો છે. તેમણે જણાવ્યું હતું કે દુનિયાનો કોઈ દેશ નથી પહોંચ્યો એવી જગ્યાએ ચંદ્રની ધરતી પર પહોંચીને ભારતે પોતાની શક્તિનો પરિચય વિશ્વને આપ્યો છે. જી-20 નું યજમાનપદ સ્વીકાર્યા બાદ ભારતભરમાં એની ચર્ચા થઈ એટલું જ નહીં વૈશ્વિક પ્રતિનિધિઓએ ભારતના વૈભવ-વારસાનો તેમજ દેશની ક્ષમતા-સામર્થ્યનો પરિચય મેળવ્યો છે.

    એક સે બઢકર એક આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી ભારત વિકાસ પથ પર વધુ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે. સરકાર જે સંકલ્પ લે છે તે અવશ્ય પૂર્ણ કરે છે તેમ સ્પષ્ટ જણાવતા પ્રધાનમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે જનજનની સુખાકારી માટે માળખાકીય સુવિધાના નિર્માણ માટે મોટું અભિયાન ઉપાડ્યું છે.

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ઉત્તર ગુજરાતની મુલાકાતને પરિવારજનોના દર્શનનો અને વતનની માટીનું ઋણ ચૂકવવાના અવસર રૂપ ગણાવી જણાવ્યું હતું કે આજે જે વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ થઈ રહ્યા છે તે આ વિસ્તારના વિકાસને નવી ઊંચાઈ પ્રદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતની કાયાકલ્પ માટે અનેકવિધ વિકાસ પ્રકલ્પોને સાકાર કર્યા છે. અગાઉ ઉદ્યોગ અને રોજગાર વિહોણા પ્રદેશની ઓળખ ધરાવતા ઉત્તર ગુજરાતનો પ્રદેશ આજે ઉદ્યોગ- રોજગારથી ધમધમતો બન્યો છે. અહીંના ડેરી ક્ષેત્રના વિકાસથી માતૃશક્તિના સહયોગ અને સહકારથી સમૃદ્ધિ દ્વારા દેશને પ્રેરણા આપી છે.

    શ્રેષ્ઠ વિકાસના મૂળમાં સ્થિર સરકાર હોવાનું જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પૂર્ણ બહુમતી વાળી સ્થિર સરકારથી ગુજરાતે વિકાસના નવા આયામો હાંસલ કર્યા છે. હવે દેશમાં સ્થિર અને પૂર્ણ બહુમતી વાળી સરકારના કારણે આજે ભારતનો વૈશ્વિક વિકાસ થઈ રહ્યો છે.

    પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના જંગમાં આદિવાસી નેતૃત્વ પૂરું પાડનારા શ્રી ગોવિંદ ગુરુની પુણ્યતિથિ ના અવસરે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિના અવસરે તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા આવનારી પેઢી ઊંચા મસ્તકે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના જીવન કવન પરથી રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણા મેળવશે. પ્રધાનમંત્રીશ્રીએ મા અંબાના ચરણોમાં આશીર્વાદ મેળવવાનો આનંદ વ્યક્ત કરી અંબાજી યાત્રાધામના વિકાસ અને રાજ્યભરમાં સ્વચ્છતાના અભિયાન દ્વારા પ્રેરક કાર્ય કરવા બદલ રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
    ગુજરાતના શ્રેષ્ઠ અને ઝડપી વિકાસ પાછળ બે દાયકાનો પુરુષાર્થ છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે આજના વિકાસ પ્રકલ્પો ઉત્તર ગુજરાતની જાહોજલાલીને નવા શિખર પર પહોંચાડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ પ્રદેશના જન-જનના વિકાસ માટે સંકલ્પ લીધો છે અને આ સંકલ્પની સિદ્ધિ માટે કનેક્ટિવિટીના નિર્માણ પર જોર આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરથી ગુજરાતના બંદરો સુધી રેલ્વે લાઈન પહોંચશે અને માલ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે. પીવાના પાણી, સિંચાઈ, કૃષિ, ગ્રામ વિકાસ અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રો પર ભાર મૂકીને ઉત્તર ગુજરાતમાં ઘર આંગણે રોજગારનું સર્જન થાય તે માટે સરકારે આયોજન કર્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે. માં નર્મદાનું પાણી ઘર-ઘર અને ખેતરે-ખેતરે પહોંચવાથી કૃષિ વિકાસને નવું જોમ મળ્યું છે.

    ઉત્તર ગુજરાતમાં 20 –22 વર્ષથી સિંચાઈનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે, એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, મનેએ વાતનો આનંદ છે કે, આપણે ટપક સિંચાઈ, સૂક્ષ્મ સિંચાઈ અને નવી ટેકનીકથી ગુજરાતના ખેડૂતો ખેતી કરી રહયા છે. અને ગુજરાતનો એક એક જિલ્લો ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચાઈને વરી ગયો છે. આજે બનાસકાંઠા જિલ્લો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો એક ઉમદા દ્રષ્ટાંત બની ગયો છે. ઉત્તર ગુજરાતનો કિસાન મુશ્કેલીમાં જીવતો હતો અને મુશ્કેલીમાં પોતાના પાકની લરણી કરતો હતો. તે કિસાન આજે તે પરિસ્થિતિમાંથી બહાર આવીને રોકડિયા પાકની ખેતી કરવા લાગ્યો છે. વરિયાળી,જીરૂ અને ઇસબગુલ એ વિશ્વભરમાં ગુજરાતની ઓળખ કરાવે છે. દુનિયામાં કોરોના બાદ આપણી હળદર અને ઇસબગુલની ચર્ચા થઈ હતી. દેશનું ૯૦ ટકા ઇસબગુલનું પ્રોસેસિંગ ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે ઉત્તર ગુજરાતમાં શાકભાજી, બટાકા, કેરી, આમળા, લીંબુ જેવા અનેક પાકોનું વાવેતર થઈ રહ્યું છે.
    વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, નોર્થ ગુજરાતના બટાકા આજે દુનિયામાં મસહૂર થઈ ગયા છે અને એક્સપોર્ટ ક્વોલિટીના બટાકા ગુજરાતમાં ઉત્પાદન થઈ રહ્યા છે. ડીસાના બટાટા અને ઓર્ગેનિક બટાકાની વિશ્વ કક્ષાએ માગ બની રહી છે. બટાટાને પ્રોસેસિંગ કરવાના પ્લાન્ટો પણ આજે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બની રહ્યા છે, જેનો લાભ આજે બટાકા પકાવતા ખેડૂતોને થઈ રહ્યો છે. મહેસાણામાં એગ્રો ફૂડ પ્લાન્ટ બનાવ્યા બાદ બનાસકાંઠામાં પણ મેગા ફૂડ પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે.

    તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં આજથી થોડાક વર્ષો પહેલા બહેનો અને માતાઓ લાંબુ અંતર કાપ્યા બાદ પાણી મેળવી રહી હતી. જ્યારે આજે નલ સે જલ યોજના થકી ઘરે ઘરે નળમાં પાણી આવી રહ્યું છે. જેના થકી મને અનેક માતાઓ બહેનોના આશીર્વાદ મળ્યા છે અને જેમના આશીર્વાદ થકી જ હું આગળ વધી રહ્યો છું પાણી જેવી પાયાની જરૂરિયાત માટે જળક્રાંતિ અભિયાન આપણે આગળ વધારી છે બહેનોના નેતૃત્વમાં આ સુવિધા વિકસાવી છે. જેમ ગુજરાતના ઘરોમાં પાણી પહોંચાડ્યા છે તેમ હિન્દુસ્તાના ઘરોમાં પણ પાણી પહોંચાડવાનું છે.

    ડેરી સેક્ટરોમાં બહેનોની ખૂબ મોટી ભાગીદારી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, જેમના પરિશ્રમ થકી આજે ઘરની આવક તો વધી છે, પણ ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. આ પશુપાલન ઉદ્યોગને આગળ વધારવા માટે અનેક પશુઓ દવાખાના બનાવવામાં આવ્યા છે. જેના પાછળનો મુખ્ય આશય પશુઓનું તબિયત સારી રહે અને પશુપાલન ઉદ્યોગની વિકાસ કરવાનો છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં 800 થી વધારે નવી ગ્રામ ડેરીઓની સહકારી ક્ષેત્રે શરૂ કરવામાં આવી છે. આજે બનાસ ડેરી, દૂધસાગર ડેરી અને સાબર ડેરીને વિદેશમાંથી લોકો જોવા આવી રહ્યા છે.

    ખેડૂતો માટે પશુ ખૂબ મોટું ધન છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, કોવિડમાં જેમ લોકોના આરોગ્ય માટે વિનામૂલ્ય રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમ પશુઓના આરોગ્ય માટે મફત વેકસીન આપવાનો આરંભ દેશમાં કરવામાં આવ્યો છે. તેમણે દરેક પશુપાલકને પોતાના પશુઓને વેક્સિન અપાવી દેવા માટે પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને 15,000 કરોડ રૂપિયાના ખર્ચે આ પશુ રસીકરણનું કામ ચાલી રહ્યું છે. દૂધની સાથે સાથે ખેડૂતોની બીજી ઉપજ મળે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ગોબરધનનું મોટું કામ આજે સરકાર ચલાયું રહી છે બનાસ ડેરી જેવી સંસ્થાઓ દ્વારા સીએનજી, બાયો સીએનજી અને બાયો ફ્યુલ જેવા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ખેતરોનું વેસ્ટેડ અને પશુઓનું વેસ્ટેડનો ઉપયોગ કરી ગોબર માંથી વીજળી બનાવવાની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ.

    આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, થોડાક વર્ષો પહેલા ઉત્તર ગુજરાતમાં કોઈ ઉદ્યોગ આવી જ ના શકે તેવી માન્યતા હતી. પરંતુ આજે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં કેવો ઔદ્યોગિક વિકાસ થયો છે તેની વાત કરી હતી. આજે ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને એક દાયકાના ટૂંકા સમયમાં ઉત્તર ગુજરાત એન્જિનિયરિંગ દવા જેવા ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં સિરામિક ઉદ્યોગનો પણ વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થયો છે.
    આવનારા સમયમાં ગ્રીન હાઈડ્રોજનના રૂપમાં સમગ્ર દેશમાં વિકાસ આગળ વધવાનો છે, તેવું કહી તેમણે ઉમેર્યુ હતું કે જેમાં પણ ઉત્તર ગુજરાતની ભૂમિકા ખૂબ મોટી રહેવાની છે આજે ઉત્તર ગુજરાતની ઓળખ સોલાર એનર્જીમાં પણ વિશ્વ કક્ષાએ બની છે. મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ સોલર ઉર્જા ના વિલેજ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. આજે ઉત્તર ગુજરાતના ગામડાના લોકો પોતાના ઘરની વીજળી મફત મેળવી વધારાની વીજળી સરકારમાં વહેંચી આવક મેળવી રહ્યા છે.

    આજે ગુજરાતમાં રેલવે જોડાણના ઘણા મોટા કામો થયા છે તેવું કહી વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, પાંચ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોનો લાભ ગુજરાતને મળ્યો છે. આજે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનાં કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ક્રાંતિકારી કામ છે, જેના થકી આજે ઉત્તર ગુજરાત પીપાવા, જામનગર અને પોરબંદર સુધી સીધી કનેક્ટિવિટીમાં આવ્યો છે. જેનો લાભ આગામી સમયમાં ઉદ્યોગ, ખેડૂતો અને પશુપાલકોનો થશે. ઉત્તર ગુજરાત લોજિસ્ટિક અને સ્ટોરેજ હબ બનાવવા ની દિશામાં પણ ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે.

    તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વ- પશ્ચિમના 2500 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે જેના કારણે આજે ઔદ્યોગિક માલ વાહન કરતા વાહનો ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી રહ્યા છે. તેમજ ઉત્તર ગુજરાતનું દૂધ પણ આ કોરિડોર થકી ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જતા તેનો બગાડ અટકી ગયો છે અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

    ગુજરાતમાં ટુરીઝમ માટેની પૂરી સંભાવનાઓ છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે જેટલું મહત્વ કાશીનું છે તેટલું જ મહત્વ ગુજરાતના વડનગરનું છે કાશી પછી બીજું વડનગર છે કે જેનો ક્યારેય વિનાશ થયો નથી. તારંગા આબુરોડની રેલ લાઈનએ ઉત્તર ગુજરાતમાંથી પસાર થવાની છે જેના થકી તારંગા, અંબાજી અને ધરોઈ જેવા ટુરીઝમ ક્ષેત્રનો વિકાસ થશે અને પર્યટક ક્ષેત્ર સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ થશે અને દિલ્હી મુંબઈ જેવા વિસ્તારમાંથી લોકોને જગતજનની માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવવા માટેનું સરળ બની જશે. એક સમય હતો કે કચ્છનું કોઈ નામ દેતું ન હતું. પરંતુ આજે કચ્છનો રણઉત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત બની ગયો છે અને ઘોરડો રણ જોવા માટે લોકો વિદેશથી આવી રહ્યા છે.
    તેમણે કહું હતું કે, ગુજરાત અને દેશના ઉજવળ ભવિષ્ય માટે તથા ગુજરાતના કલ્યાણ માટે જ્યારે આપણે કામ કરી રહ્યા છે, ત્યારે હું ગુજરાતની માટીને નમન કરી નવી શક્તિ મેળવી રહ્યો છું અને પહેલા જે વિકાસના કામો થતા હતા તેની ગતિ તેજ બનાવવામાં આવશે. ગુજરાત અને દેશનું જે સપનું છે કે 2047 માં આઝાદીને 100 વર્ષ થાય ત્યારે દુનિયાના વિકસિત દેશોની હરોળમાં ભારતની ગણતરી થાય તેવી મારી અને તમારા સૌની ઈચ્છા છે, તેને પરિપૂર્ણ કરીશું. તેમણે જણાવ્યુ હતુ કે જનતા જનાર્દનના આશીર્વાદ જ મારી ઊર્જા છે.
    મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
    મહેસાણાના ખેરાલુના ડભોડા ખાતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વિકાસના વિવિધ પ્રક્લપોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વેળાએ સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુંકે, ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિવાળી પહેલા દિવાળીની મોટી ભેટ આ વિસ્તારને આપી છે ધરે ઘરે નવી ચેતના જગાવી વિકાસની મશાલનો પ્રકાશ નાનામાં નાના વંચિત લોકો સુધી પોહચડવા ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે રેલવે, રસ્તા પાણી અને માળખાગત સુવિધાઓ થકી પંચ વિકાસનો ઉત્સવ આજે યોજાઇ રહ્યો છે.અંબાજી યાત્રાધામ ખાતે દર્શનાર્થી સરળતાથી આવી શકે તે માટે તારંગા રેલવે લાઇન નો વિકાસ તો, ધરોઈ ડેમનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે વધુમાં તેમને ઉમેર્યું હતું કે બહુચરાજી યાત્રાધામને નવિન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવીને વિકાસની ગતિને વધુ તેજ બનાવી ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની કટીબદ્ધતા રાજ્યની આ સરકાર ધરાવે છે.

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગામડે ગામડે આજે જલ જીવન મિશનથી ઘર આંગણે પીવાના પાણી મળી રહ્યા છે. આજે તમામ ક્ષેત્રે વિકાસ થતાં ગુજરાત ગ્લોબલ મેપ પર ચમક્યું છે. જેમાં કચ્છના સફેદ રણના પ્રવાસન વૈભવને નિહાળવા દુનિયાભરના લોકો આવી રહ્યા છે. આજે પ્રગતિ પથ- કિસાન પથથી ગ્લોબલ વિલેજનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રેલવેના ગેઝ કંઝર્વેશનથી આર્થિક વિકાસને નવો વેગ મળી રહ્યો છે. દેશના અમૃત કાલમાં સર્વ પોષક – સર્વ સમાવેશક નીતિથી અખંડ ભારતનો વિકાસ વિકસ્યો છે. સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતાનો પાયો નાખ્યો હતો તો, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્ય અને સુશાસનની દિશા આપવાનું કામ કર્યું છે

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ₹ 5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
    આ વિકાસ કામોમાં રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 5130 કરોડ છે.જળ સંસાધનના રૂપિયા 270 કરોડના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા વિભાગના રૂપિયા 210 કરોડના ચાર કામોનું લોકાપર્ણ અને ખાતર્મુહૂર્ત કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 170 કરોડના વિકાસ કામનો સમાવેશ થાય છે.શહેરી વિકાસ વિભાગના રૂપિયા 170 કરોડના કામોનો સમાવેશ થાય છે.

    કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોષ, કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભી, મહેસાણા સાંસદશ્રી શારદાબેન પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી જગદીશ ભાઈ વિશ્વકર્મા, શ્રી કુંવરજી બાવળિયા, શ્રી કિરીટ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી સરદાર ચૌધરી સહિત અગ્રણીઓ સર્વશ્રી રજની પટેલ, કે.સી પટેલ, મયંક નાયક, જિલ્લા કલેક્ટર શ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ સહિત રાજકીય સહકારી સામાજિક અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, હોદેદારો અને ઉત્તર ગુજરાતના ગામે ગામથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.
    –

     

  • જાણો નવરાત્રીમાં માં અંબા ની આરતી નું મહાત્મ્ય, દુર્ગાસપ્તશતીના ચોથો અધ્યાય

    જાણો નવરાત્રીમાં માં અંબા ની આરતી નું મહાત્મ્ય, દુર્ગાસપ્તશતીના ચોથો અધ્યાય

    સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    *નવરાત્રી શરૂ થઈ ગઈ શક્તિ પૂજાન ના દિવશો છે , આપણે આરતી ગાતા હોઈશુ , તો આપણે આજે એનો ઇતિહાસ અને ભાવાર્થ સમજીએ*

    આરતીનું અથથી ઈતિ:’જય આદ્યાશક્તિ… માઁ જય આદ્યાશક્તિ…’ આરતી શિવાનંદ પંડ્યાએ 421 વર્ષ પહેલાં નર્મદાતટે લખી, માતાજી પ્રગટ થયાંનું વર્ણન ચોથી પંક્તિમાં છે

    નવરાત્રિમાં માતાજીની આ આરતી ગવાતી હોય ત્યારે અલગ તરંગો હવામાં વહે છે. દિવ્યતાની અનુભૂતિ થાય જ. આપણે આ આરતી ભાવથી ગાઈએ છીએ, ત્યારે કેટલાક ભક્તોને સવાલ થાય પણ ખરો કે આ આરતી કોણે લખી? ક્યારે લખી? શા માટે લખી? અને આ આરતી વિશ્વભરમાં આટલી લોકપ્રિય શા માટે બની? આવો, જાણીએ અંબેની આરતીનું અથથી ઈતિ…

    આરતી કોણે લખી ?

    આ આરતી શિવાનંદ વામદેવ પંડ્યા ઉર્ફે સ્વામી શિવાનંદે લખી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના તટે માંડવા બુઝુર્ગ ગામ છે. આ ગામમાં માર્કંડ મુનિનો આશ્રમ અને દેવી અંબાજીનું પુરાતન મંદિર છે. સ્વામી શિવાનંદના પૂર્વજો આ આશ્રમ અને મંદિરમાં દેખભાળ અને પૂજાપાઠ કરતા. વામદેવ પંડ્યાના ભાઈ સદાશિવ પંડ્યાએ દેવી અંબાજીની જીવનપર્યંત સેવા કરી હતી. કાકા સદાશિવ પાસેથી પ્રેરણા લઈને શિવાનંદ ભક્તિ માર્ગે વળ્યા. શિવાનંદ પંડ્યા ‘સ્વામી શિવાનંદ’ તરીકે ખ્યાતિ પામ્યા. સ્વામી શિવાનંદે 421 વર્ષ પહેલાં આ આરતીની રચના કરી હતી.

    સ્વામી શિવાનંદનો જન્મ વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈ.સ.1541માં સુરતમાં અંબાજી રોડ પર નાગર ફળિયામાં થયો. નાની ઉંમરે તેમના પિતાના નિધન પછી સ્વામી શિવાનંદને તેમના કાકા સદાશિવ પંડ્યાએ ઉછેર્યા હતા. જોકે પંડ્યા પરિવાર માંડવા બુઝુર્ગ ગામથી સુરત સ્થાયી થઈ ચૂક્યો હતો. સ્વામી શિવાનંદ અલગ અલગ શહેરોમાં કથા, પૂજા માટે ફરતા રહેતા હતા. એકવાર ખંભાતમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્વામી શિવાનંદ પોતાના વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા ત્યારે જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. સાલ હતી 1601. એ સમયે સ્વામી શિવાનંદની ઉમર 60 વર્ષ હતી. એક સાંજે એ દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો, જાણે માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય….એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર ભુજાવાળા માઁ લક્ષ્મી પ્રગટ થયાં. આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી શિવાનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી.

    *સ્વામી શિવાનંદની છઠ્ઠી પેઢીના જમાઈ હતા કવિ નર્મદ*

    *જ્ય આદ્યાશક્તિ આરતીનો પંક્તિ સહિત વિસ્તૃત અર્થ*
    *જ્ય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રગટ્યાં માઁ,*

    *ૐ જય હો જય હો માઁ જગદંબે..*
    અર્થ : આદ્ય એટલે સર્વ પ્રથમ જગત, વિશ્વ કે અખંડ એક ઈંડા આકારના બ્રહ્માંડનું સર્જન થવા માટે જે શક્તિ નિમિત્ત બની અને એ દિવસ પણ બ્રહ્માનો પ્રથમ દિવસ પડવો કહેવાયો. એવી ૐના નાદરૂપ માઁ જગદંબાનો જય હો જય હો.

    *દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર માઁ*

    અર્થ : બે સ્વરૂપ એટલે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે માઁ, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

    *તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણી માઁ*
    અર્થ : ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્‍મી અને મહાકાળી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.

    *ચોથે ચતુરા મહાલક્ષ્‍મી માઁ સચરાચર વ્યાપ્યાં, ચારભુજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં*

    અર્થ : મહાલક્ષ્‍મીને સૌથી વધારે ચતુર ગણ્યાં છે. મહાલક્ષ્‍મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભુજા ચાર દિશા સમાન છે અને તેઓ આશીર્વાદ આપવા દક્ષિણમાં પ્રગટ થયાં છે.

    *પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં*

    અર્થ : જગદંબાના આશીર્વાદથી કરુણા, પ્રેમ, સત્ય, સત્ત્વ અને મમત્વ આ પાંચ ગુણ પ્રાપ્ત થાય છે. હે કમળ ઉપર બિરાજમાન માઁ, પાંચ મહાન ઋષિઓએ પણ આપના ગુણગાન ગાયા છે. હે માઁ, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ વ્યાપ્ત છો.

    *ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નર-નારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે માઁ*

    અર્થ : મહિષાસુર રાક્ષસને મારનારી માઁ તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છો.

    *સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા; ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા માઁ*

    અર્થ : સાતેય પાતાળમાં આપ બિરાજમાન છો, સાવિત્રી (પ્રાતઃ) અને સંધ્યા આપ છો. પાંચ માતાનાં સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ગૌરી (પાર્વતી) અને ગીતા આપ જ છો.

    *અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો માઁ*

    અર્થ : (દૈત્યોને હણનારી મહાકાળી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાળી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયા છે.

    *નવમી નવ કુળ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધા હરબ્રહ્મા*

    અર્થ : નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. આપનું નવરાત્રિએ પૂજન થાય છે, શિવરાત્રિએ શિવની સાથે આપનું અર્ચન થાય છે. બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. (નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.)

    *દસમી દસ અવતાર વિજ્યાદસમી, રામે રામ રમાડયા, રાવણ રોળ્યો માઁ*

    અર્થ : દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો, એટલે જ એને વિજ્યાદશમી કહેવાય છે. હે માઁ, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો. (રાવણનો વધ કરવા માટે અંબાએ જ રામને ધનુષ આપ્યું હતું).

    *એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા*

    અર્થ : નોરતાંની અગિયારમી રાતે કાત્યાયની માઁનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માઁનું વ્રત કરેલું. કાત્યાયની મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

     

    *બારસે બાળારૂપ, બહુચરી અંબા માઁ, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ માઁ*

    અર્થ : બહુચર માઁ બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલાં એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધા તારા જ સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

    *તેરસે તુળજારૂપ તમે તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારા ગાતાં*

    અર્થ : હે માઁ, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજે છે, જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

    *ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા, ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા*

    અર્થ : શક્તિનું ચૌદમું સ્વરૂપ માઁ ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર માઁ, અમને થોડા
    ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

    *પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા માઁ, વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા.*

    અર્થ : પૂનમ એટલે ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરુણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

    *સંવત સોળ સતાવન સોળશે બાવીસ માઁ, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે*
    અર્થ : 1657ના સંવતમાં આપે સોળ વર્ષની કુંવારીકાના રૂપમાં દર્શન આપ્યાં, આપ રેવા (નર્મદા)ના કાંઠે પ્રગટ્યા

    *ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી*

    અર્થ : અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે માઁ, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

    શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત્તિ થાશે, હર કૈલાસ જાશે, માઁ અંબા દુઃખ હરશે
    અર્થ : આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતીના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે,એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.

    આદ્યા નહીં પણ આદ્ય, જયો નહીં જય હો!

    આપણે આરતીમાં “જય આદ્યાશક્તિ, માઁ જય આદ્યાશક્તિ” ગાઈએ છીએ. વાસ્તવમાં ‘આદ્યા’ શબ્દ નથી, પરંતુ ‘આદ્ય’ છે. જ્યારે ‘જયો જયો માઁ જગદંબે’ અપભ્રંશ થયેલું છે. વાસ્તવમાં એ છે – ‘જય હો જય હો માઁ જગદંબે. આવી રીતે આ આરતીમાં પછીથી કેટલાય ભકતોએ ફેરફાર કર્યા અને કોઈએ નવી પંક્તિઓ પણ ઉમેરી. કેટલીક પંક્તિઓ ખોટી રીતે આપણી સામે આવે છે. જોકે ગાવામાં ‘આદ્યા’ બેસી ગયું છે અને જય ૐ કે પછી જય હો… પણ ગવાય છે.

    *ઇંગ્લેન્ડના લ્યુટનમાં ગવાય છે ઇંગ્લિશમાં આ આરતી*

    ઇંગ્લેન્ડના લ્યુટન શહેરમાં માતાજીનું સરસ મંદિર છે. નવરાત્રિમાં આ મંદિરમાં ભારતીયો એકઠા થાય છે અને ‘જય આદ્યાશક્તિ…’ આરતી ભાવથી ગાય છે, પણ કોવિડને કારણે ત્યાં ઘરમાં જ આ આરતી ગવાય છે. જોકે લ્યુટનના સ્થાનિક રહેવાસીઓ પણ આ આરતી ગાવામાં જોડાય છે. તેમને ભારતીય ભાષામાં ગાવું ફાવતું ના હોવાથી, લ્યુટનની બ્રાહ્મણ સોસાયટીએ આ જ આરતીનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું.

    *🦁🦁🦁🦁🦁🦁*

     


    નવરાત્રીમાં દેવીપુરાણ અને ખાસ કરીને માર્કંડ ઋષિએ રચેલા દેવી મહાત્મ અને દેવી સ્તોત્ર તેમજ દુર્ગા સપ્તશતીનું પાઠનું અનેરુ મહત્વ છે. ખાસ કરીને ચોથા અધ્યાય નું રોજ શ્રવણ કે પાઠ કરવાથી દરેક ઘરમાં દેવી શક્તિનો ઉદય થાય છે.

     

  • વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું

    વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠા જિલ્લા ઉદ્યોગ વિભાગ વડે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ સાબરકાંઠા થીમ હેઠળ બે દિવસીય પ્રદર્શન યોજાયું. ત્રીજી ઓક્ટોબરના રોજ હિંમતનગરના એપીએમસી માર્કેટ ખાતે આવેલા વિશાળ ડોમમાં આશરે 40 જેટલા સ્ટોલ આયોજિત કરીને આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે આગામી 2024 માં વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવનાર છે.

    એ દરમિયાન સાબરકાંઠામાંથી પણ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિક લોકો વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડાઈ શકે તે માટે જિલ્લાના વડા મથક ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જે આજે સાંજે સમાપ્ત થશે.

    આ 40 સ્ટોલ માંથી કેટલાક સ્ટોલ સીંગતેલની ફેક્ટરીના તેમજ ગ્રેનાઇટ ફેક્ટરી અને પીવીસી ફર્નિચરના તેમજ અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોના છે સાથે સાથે સખી મંડળની બહેનોએ પણ સ્ટોર લગાવ્યા છે.

    જોકે આ કાર્યક્રમમાં જોઈએ એવા મુલાકાતિઓ દેખાતા નહોતા!

    એવું લાગતું હતું કે કાર્યક્રમને આયોજન અને એના પ્રચાર પ્રસારમાં શરૂઆતમાં કોઈ મહેનત કરવામાં આવી નથી.

    જિલ્લાનું આયોજન તંત્ર અને પ્રચારતંત્ર નબળું પુરવાર થયું છે ,એવું આ કાર્યક્રમમાં અને આ પ્રદર્શનને આવેલા મુલાકાતિઓની સંખ્યા જોઈને દેખાતું હતું. સ્ટોલ ધારકોમાં પણ અસંતોષ દેખાતો હતો. કેટલાકે કહ્યું કે એપીએમસી જેવી જગ્યાએ આવું પ્રદર્શન રાખીને સાબરકાંઠાના ઉદ્યોગ કેન્દ્ર પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એવું દેખાઈ રહ્યું છે એટલું નહીં ઉતાવળમાં કેવા કેવા ધૂપલ ચાલે છે એ પણ જોઈ શકાતું હતું. સરકારી તંત્ર કેવા તાઈફાઓ કરે છે એ આ પ્રદર્શન માં આવીને જોઈ શકાતું હતું કારણ કે મુલાકાતો ની સંખ્યા બે દિવસમાં જ 500 થી હજાર જેટલા હશે! આમ કાર્યક્રમ મોટાભાગે નિષ્ફળ ગયો હોય એવું દેખાઈ રહ્યું હતું.


    હિંમતનગર ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ સાબરકાંઠા’ કાર્યક્રમ યોજાયો

    વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા થકી ઉદ્યોગ સાહસિકોને  ઉદ્યોગ માટે મંચ મળ્યું છે.- સાંસદશ્રી દિપસિંહ રાઠોડ

    બે દિવસીય ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલ ખુલ્લા મુકાયા

    સાબરકાંઠા જિલ્લામાં સાંસદશ્રી  દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ સાબરકાંઠા’ કાર્યક્રમ   જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન હોલ,  હિંમતનગર ખાતે યોજાયો હતો.
    આ કાર્યક્રમમાં સાંસદશ્રી  દિપસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રીએ ગુજરાત ઉદ્યોગક્ષેત્રે સમૃદ્ધ બને તે માટે વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટ થકી જિલ્લાના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિઓમાં  પરિવર્તન આવશે. ઉદ્યોગો થકી સામાન્ય લોકોને રોજગારી મળી રહે છે.જે સામાન્ય લોકોના જીવન નિર્વાહમાં ખુબ જ મદદરૂપ થાય છે.

    વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા થકી જિલ્લાના ઉદ્યોગ સાહસિકોને  ઉદ્યોગ માટે મંચ મળ્યું છે જેના થકી જિલ્લા ઉદ્યોગ સાહસિકોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે.સ્ટાર્ટઅપ થકી જિલ્લાના નવોદિત યુવાનોનું કૌશલ્ય ખીલશે. તેમજ  રોજગારીની નવી તકો ઉભી થશે.આ સાથે જિલ્લામાં નાના તેમજ મોટા ઉદ્યોગકારોને પૂરતો સહિયોગ તથા સહાય મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો.

    આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બે દિવસ માટે 40  જેટલા ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલ ખુલ્લા મુકાયા હતા. તેમજ મહાનુભાવો દ્વારા એપીએમસી ખાતે  ઉભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ ગ્રોમોર કેમ્પસ ખાતેના સ્ટાર્ટઅપ અને એન્ટર પ્રિન્ચોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર તથા સ્ટાર્ટપ પ્રોજેક્ટ એકઝીબીશન  નિહાળવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં ક્રેડિટ લિકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, બેઝનેશ બેઠક, ZED સેમિનાર સ્ટાર્ટ અપ અને એન્ટર પ્રિન્ચોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર તથા ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલના 40 જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો સાથે એમોયુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

    આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ  શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, પ્રાંતિજ-તલોદ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જી.આઈ.ડી.સી પ્રમુખશ્રી શ્યામ સુંદર સલુજા, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય , મહિલા અગ્રણી કું. કૌશલ્ય કુંવરબા, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજરશ્રી જે. ડી નિનામા,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સ્ટાફ, અમલીકરણ અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો તેમજ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

     


    વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા અંતર્ગત બાગાયત વિભાગ દ્વારા સ્ટોલના માધ્યમ થકી વિવિધ યોજનાકીય માર્ગદર્શન અપાયું.

    વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા પ્રોગ્રામ અંતર્ગત માર્કેટયાર્ડ હિંમતનગર ખાતે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પેદાશોનું મૂલ્ય વર્ધન તથા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટેની વિવિધ યોજનાઓના બેનર્સ લગાવી સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો.  સ્ટોલ ઉપર મુલાકાત લેનાર ઉદ્યોગ સાહસિકોને બાગાયતી પેદાશોમાંથી વિવિધ બનાવટો બનાવવા માટે જે પણ મશીનરી વસાવવા માટે સહાય મળવા પાત્ર છે તેનું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.   નવીન બાગાયતી પાકો તથા મધમાખીના મધની વિવિધ બનાવટોને નિદર્શનમાં મુકવામાં આવી હતી.  વધુમાં સ્ટોલ ની મુલાકાત લેનાર દરેક લોકોને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ સાથે બાગાયત વિભાગ સાબરકાંઠા દ્વારા મહિલા વૃતિકા સહાય યોજના અંતર્ગત પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામની 50 બહેનોને બાગાયતી પેદાશોની વિવિધ 40 બનાવટો બનાવતા શીખવાડવામાં આવી હતી. આ તાલીમમાં માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મેળવી બહેનો દ્વારા વિવિધ બનાવટો બનાવી વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. આ બહેનોને વેચાણમાં સહકાર મળી રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ સાબરકાંઠા પ્રોગ્રામ અંતર્ગત સરકારશ્રી દ્વારા સ્ટોલ ફાળવણી કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

     

  • રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર પ્રેરણાણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે: કૃષિ મંત્રીશ્રી

    કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે એક અણમોલ રતન ખોયું છે તેમ કહેતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ અને દેશના ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે.

    મંત્રી શ્રી રાઘવજી પટેલે આ શંતિસભા દરમિયાન ડૉ. એમ.એસ.સ્વામિનાથન જીવન-કવન વિશે અને તેમણે ભારતીય કૃષિ ક્ષેત્રે આપેલા મહામૂલા યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૬૦માં જ્યારે સમગ્ર દેશમાં અનાજની અછત ઉભી થઈ હતી અને અનેક રાજ્યોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ડૉ. સ્વામિનાથને સાથી વૈજ્ઞાનિકો સાથે મળીને ભારતના વાતાવરણને માફક આવે એવી વધુ ઉત્પાદન આપતા ઘઉંના બીજનું સંશોધન કર્યુ હતું. એ ઉપરાંત બટાકા અને ચોખાની વેરાઈટી પણ તૈયાર કરી. તેમના પરિણામે જ હરિત ક્રાંતિની સાથે ખેતીનો વિસ્તાર વધ્યો, ખેડૂતો એક ઋતુમાં એક કરતા વધુ પાકો લેતા થયા, વધુ ઉત્પાદન આપતી જાતોનાં બીજ અપનાવ્યા, પિયત વ્યવસ્થામાં સુધારો થયો, ખેતીમાં યાંત્રિકીકરણ વધ્યું અને પાક સંરક્ષણ અંગે જાગૃતિ આવી.

    મંત્રીશ્રીએ ઉમેર્યું કે, લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી માટે તેમણે આપેલ ફાર્મુલા આજે પણ સર્વસ્વીકૃત છે. પાક સુધારણા વિષય ઉપર તેઓએ એકલા હાથે ૪૬ રિસર્ચ પેપર લખ્યાં જેના થકી તેઓ ભારતના પાક સુધારણાના પિતા તરીકે ઓળખાયા. ડૉ. સ્વામીનાથનને તેમના વિશિષ્ટ યોગદાન બદલ અનેકવિધ સન્માન અને એવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. જેની પણ વિગતો મંત્રીશ્રીએ સભામાં ઉપસ્થિત સૌને આપી હતી.

    કૃષિ ક્ષેત્રે સુધારણામાં યોગદાન, તેમના દ્વારા સ્થાપિત સંસ્થા અને તેના કર્યો વગેરેની પણ સવિસ્તૃત માહિતી મંત્રીશ્રીએ આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં પણ ડૉ. સ્વામીનાથનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    આ પ્રસંગે કૃષિ અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી શાહ, ખેતી નિયામકશ્રી, બાગાયત નિયામકશ્રી સહિતના અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સ્વામીનાથનને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


    કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના તારીખ 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરના પ્રવાસો અને એના સમાચારો નીચે મુજબ છે.

     

    કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી: ખાદીની ખરીદી કરી અન્યોને ખાદી ખરીદવા કરી અપીલ

    રાજકોટ તા.૦૨ ઓક્ટોબર, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધી જયંતી નિમિત્તે આજે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી હતી.

    જયાં મંત્રીશ્રીએ “ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન”ના મંત્રને ચરિતાર્થ કરવા અને ખાદી કારીગરોને પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી કરી અન્યોને પણ ખાદી ખરીદવા માટે અપીલ કરી હતી.
    આ તકે, મંત્રીશ્રીને ખાદી ભંડારના કર્મીઓ દ્રારા સુતરની આંટી થકી અભિવાદિત કરવામાં આવ્યા હતા.મંત્રીશ્રીએ ખાદી ભંડારની અન્ય વસ્તુઓને પણ નિહાળી હતી.ખાદી એ સ્વદેશી અભિયાનનું પ્રતીક છે,જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લોકો સમક્ષ સ્વદેશી કાપડ થકી ગ્રામજનોને સ્વરોજગાર માટે દર્શાવ્યું હતું. ત્યારે આજે તેમની જન્મ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ખાદી ફોર નેશનના અભિયાનમાં કૃષિ મંત્રીશ્રીએ આજના યુવાનો પણ જોડાય તે માટે રાજકોટ ખાતે ખાદી ભંડારની મુલાકાત લઈ ખાસ અપીલ કરી હતી.


    ———-

    *ધ્રોલ તાલુકાના લતીપર ગામે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો*

    *દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન*

    *જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું*

    જામનગર તા.01, ધ્રોલ તાલુકાના લતીપર ગામે માધ્યમિક શાળા પાસે”એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિમંત્રીશ્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

    મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.

    ‘Garbage free India’ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધવામાં આવેલ છે.

    મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

    આ મહાશ્રમદાન કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી સાકરીયા તેમજ બહોળી સંખ્યામાં લતીપરના ગ્રામજનો વગેરે જોડાયા હતા.

     

    *કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કસ્તૂરબાધામ, ત્રંબા ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો*
    ૦૦૦૦૦
    *પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટે બાપુના સ્વચ્છ અને આત્મનિર્ભર ગામના મંત્રને સંકલ્પ માની કાર્ય હાથ ધર્યું છે – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    રાજકોટ તા. ૦૨ ઓકટોબર,

    રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

    આ તકે, મંત્રીશ્રીએ પૂજય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટેની નેમ હાથ ધરીને તેના દરેક મંત્રને ઝીલી લીધો છે. સ્વચ્છતા, ખાદી,ગ્રામ સ્વરાજ અને ગામડાને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના દરેક મંત્રને પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ બનાવી કાર્ય હાથ ધર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ બાપુની જન્મજયંતીએ સ્વચ્છાંજલિ સાથે સમગ્ર દેશને સ્વચ્છતા તરફ પ્રેર્યો છે.

    મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પૂજય બાપુના પડછાયા સમા બની તેમના સુખ-દુઃખમાં સર્વે કાર્યોમાં સહકાર આપનાર નારી રત્ન પૂજ્ય બાને આ ધામ ખાતે સત્યાગ્રહના દિવસોમાં કારાવાસમાં ૨૨ દિવસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. એવી આ પાવન ભૂમિ કે જેની સાથે સત્યાગ્રહ અને ભારતની આઝાદીની લડત જોડાયેલી છે તે કસ્તુરબા ધામને સમગ્ર વિશ્વમાં તેમનું અમરત્વ ઉજાગર થાય તે રીતે સરકાર વિકસાવશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

    આ પ્રસંગે કસ્તુરબાધામ ખાતે મંત્રીશ્રીનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ કસ્તુરબા નિવાસની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માતા કસ્તૂરબાને સુતરની આંટી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તથા કનુભાઈ નારણદાસ ગાંધી તથા તેમના પત્ની આભાબેન કનુભાઈ ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

    સ્વચ્છાંજલિ સમારોહ ખાતે સરપંચ શ્રી દર્શનાબેન પીઠવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી નિશિત ખૂંટ, પૂર્વ સરપંચશ્રી નિતીનભાઈ રૈયાણી, ટ્રસ્ટીશ્રીઓ મુકેશભાઈ મકવાણા, અલ્પેશભાઈ ચાવડા, ચેતનભાઈ રામાણી, સામાજિક આગેવાન શ્રી મૂળજીભાઈ ખૂંટ તથા અન્ય આગેવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • ગાંધી જયંતી નિમિત્તે બાયડ બસ સ્ટેશન પર સાફ-સફાઈ કરાઈ

    ગાંધી જયંતી નિમિત્તે બાયડ બસ સ્ટેશન પર સાફ-સફાઈ કરાઈ

    નીરવ જોશી બાયડ (M-7838880134)

    અરવલ્લી નું શહેર બાયડ એક મોટું બસ સ્ટેશન ધરાવે છે. અહીંના બસ સ્ટેશન મોટું છે અને તાલુકાના આ બસ સ્ટેશન પર અનેકો બસોની અવરજવર રહે છે.

    આજે 154th ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે બસ સ્ટેશનના સ્ટેન્ડ ઇન્ચાર્જ રાકેશભાઈ પટેલ ના માર્ગદર્શનમાં અંદાજે 100 જેટલા ડેપો સાથે સંકળાયેલા ડ્રાઇવર અને કંડકટર સભ્યોએ સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી.

    જુઓ વિડીયો ..

     

    બસ સ્ટેન્ડ ઇન્ચાર્જ રાકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ અહીંયા અવારનવાર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. તેમજ બસ સ્ટેશનના ડ્રાઇવર અને કંડકટર પણ હોંશે હોશે સફાઈમાં ભાગ લે છે.