કેટેગરી ગ્રામિણ સંસ્કૃતિ

  • અંતિમ યાત્રાનો અંત પણ નજીક છે?

    અંતિમ યાત્રાનો અંત પણ નજીક છે?

    સંકલન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે ઘણા બધા લોકો મોબાઇલ પર ઘણા બધા whatsapp ગ્રુપમાં નવા નવા વિચારો વાંચતા હોય છે મારા ધ્યાનમાં કુલ ત્રણ પોસ્ટ એવી હતી જેને હું આજે વાચકો સમક્ષ રજૂ કરી રહ્યો છું. કોઈને કોઈ પ્રતિભાવ આપવા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે. આ ત્રણેય પોસ્ટ આજના સમયને લઈને ખૂબ જ ઉપયોગી છે અને એ આપણા યાદોને પણ ઉત્તમ બનાવે છે ! આપણ માનસમાં પણ સારા વિચારોનું વાવેતર કરે છે. અને જે ભુલાઈ ગયું છે કે વિસરાઈ ગયું છે એમાંથી જે સાચું હોય એને આપણે ફરીથી પુનર્જીવિત કરીએ એવી પણ પ્રેરણા આપે છે!😀🌷⚘

    “અંતિમ યાત્રા”નો અંત પણ નજીક છે?

    ઘેર ઘેર આ હાલત છે..!

    આજકાલ સ્મશાનમાં માંડ પચીસ-ત્રીસ લોકો આવે છે, અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે..

    શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના ઝાંપા સુધી લાવવી પડે છે .

    બહુ જ તકલીફ છે આ બધી, લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ જનતાને આળસ ચડે છે..

    જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપાડનારો પૂછે છે, “બેસણું ક્યારનું રાખ્યું છે” ?

    સાથે રાત જાગવાવાળા અડોશ પડોશમાંથી ચા-પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કશુ જ નથી દેખાતુ..સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે,અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ, અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂક્યા પછી બીજી અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે..!

    સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય..

    કોણ જમાડે એમને? કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?

    બધું જ સરખું રૂટીન માં આવે પછી જ સ્વજનો ઘર છોડતા !

    આ બધું જ ઓછું થતું જાય છે..

    આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે નામશેષઃ થતી જાય છે, “કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવી” એવી ભાવના..!j

    ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભડવા જતા..ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન સુધી નનામી જતી,બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઇ જતુ..

    આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દૂર રહ્યું બેસણામાં જતા જોર આવે છે.

    હા, બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટસ વધવાનું છે..!
    આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવશે, કેટલા હાજર રહેશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.. બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાએ જનતા આવે છે.jj

    મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે,પણ ઘણા બધા માટે, ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે..!

    અને, માણસને માણસની હૂંફની જરૂર હોય છે, મને ઘણા અનુભવ છે,વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે..ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનીટની આંખોથી થતી વાત, અરે! ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.j

    ફેસબુક અને વોટ્સ એપની તો વાત નથી કરતો, એ તો હવે સર્વવિદિત હકીકત છે કે જેટલા RIP કે OM SHANTI ના સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા..!અને આવ્યા વારા પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ ની ચર્ચા કે આને આમ કીધું તેમ કીધું આને આમ ન કરવું જોઈએ એજ ચાલતું હોય.

    સોશિયલ મીડિયાના આવ્યા પછીનો સૌથી મોટો અને વરવો બદલાવ છે આપણા સમાજનો..!

    એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી યુવાનોએ પણ, કે ખાલી RIP લખી નાખું એ બરાબર છે ? રૂબરૂ નહીં જવું જોઈએ ?

    પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા એમણે નથી લાંઘી પણ એનાથી નાની ઉમરના છોકરાઓનું શું?

    નવી જનરેશનને સ્મશાન દેખાડવાની જરૂર છે, સાથે લઈને જવું જોઈએ. “ભણતર”, “ક્લાસ” કે “હવે હું તો આવ્યો છું પછી એની ક્યા જરૂર છે..?

    આ બધા બહાના ખોટા છે…

    મિત્રો : જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે એ દિવસ પછી સમાજને તૂટતો કોઈ નહીં બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..?

    તમે પણ વિચારજો ૧૮ વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..?

    નથી લઇ જઈને ભૂલ તો નથી કરતાને..?

     


    ..*GOOD MORNING*

    દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી….
    😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘

    ● દફતર લઈને દોડવું…
    ● તૂટેલી ચપ્પલ નું જોડવું…
    ● નાશ્તા ના ડબ્બાઓ…
    ● શર્ટ પર સહીના ધબ્બાઓ..
    ● ખોબે ખોબે પીવાતું પાણી…
    ● રીસેસ ની વિશેષ ઉજાણી…
    ● બેફામ રમાતા પકડ દાવ…
    ● ઘૂંટણ એ પડતા આછા ઘાવ…
    ● બાયોં થી લુંછાતા ચેહરા…
    ● શેરીઓમાં અસંખ્ય ફેરાં…
    ● ઉતરાણ ની રાત જાગી…
    ● પકડાયલા પતંગ ની ભાગી…
    ● ભાડાં ની સાયકલ નાં ફેરાં…
    ● મહોલ્લાના ઓટલા પર ડેરા…
    ● મંજી ની રેલમ છેલ…
    ● ગીલ્લી ડંડા નો એ ખેલ…
    ● ચાર ઠીકડી ને આટા પાટા…
    ● લાઈટના થાંભલે ગામગપાટા…
    ● વરસાદે ભરપૂર પલળવું…
    ● ખુલ્લા પગે રખડવું…
    ● બોર આમલી નાં ચટાકા…
    ● પીઠ પર માસ્તર ના ફટાકા…
    ● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન…
    ● નાં ટ્યુશન નાં ટેન્શન…

    વાત સાચી લાગી કે નહિ મિત્રો…
    બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં…

    કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!
    માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!🙏🙏🙏

    *🙏🙏*


    સાત લાખ રૂપિયા આપો તો રાધે માં (જશબીન્દર કૌર) તમને પોતાના ખોળામાં બેસાડીને આશીર્વાદ આપશે, અને પંદર લાખ રૂપિયા આપશો તો તમે એ ઠગ રાધેમાંના ફાઈવસ્ટાર હોટેલમાં ડિનર સાથે આશીર્વાદ લઈ શકો છો. છતાંય આ દેવી છે કેટલાક મૂર્ખ હિન્દુઓની.

    એક “નિર્મલ બાબા” છે જે લાલ ચટણી અને લીલી ચટણીમાં ભગવાનની કૃપા વહેંચે છે, લોકો રાતદિવસ એને પુજી રહ્યા છે.

    “રામપાલ” ભક્ત છે, જે કબીરને પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા માને છે, *આ ભાઈ પોતે જે પાણીએ ન્હાય છે, એ પાણી પોતાના ભક્તોને પીવડાવીને કૃતાર્થ કરે છે.*

    “બ્રહ્માકુમારીમત” વાળા છે જે દાદા લેખરાજના વચનોને જ સાચી ગીતા બતાવે છે. અને પરમાત્માને બિન્દુરૂપ બતાવે છે.

    “રાધાસ્વામી”વાળા પોતાના ગુરુને જ માલિક પરમેશ્વર ભગવાન ઈશ્વર માને છે. એ સાક્ષાત ઈશ્વરનો અવતાર છે.

    સૌનો ઉદ્ધાર કરવાવાળા “નિરંકારી” કરોડોની ગાડીમાં પુરપાટ ઝડપે જતા થતી દુર્ઘટનાથી બીજાનું તો ખબર નઈ પણ પોતાનું મિલન પરમાત્મા સાથે કરાવી પોતાનો ઉદ્ધાર કરાવી લે છે. 😊

    આશારામ અને રામરહીમના ભક્તો તો આ બધા ભક્તો કરતાંયે વધુ મહાન છે, આટલા વરસથી બધી પોલ ખુલી ગયા પછીપણ એમની જેલ જવાના રસ્તા પર ભક્ત બનીને બેસી આશારામ રામરહીમને ઈશ્વર માની રાત દિવસ એમના ગુણ ગાતા રહે છે.

    કોઈ વિદેશી 👆આવી બધી મૂર્ખતા માટે જવાબદાર નથી. જેણે પોતાની દુકાન વધુ સજાવી છે, એ એટલો જ મોટો પરમેશ્વર બની ગયો છે.

    બાબા લોકોને કોઈ પણ ભગવાન પર ભરોસો નથી હોતો…. બાબા પોતે Z+ સિક્યોરિટીમાં બેસીને કહે છે કે “જીવનમરણ ઉપરવાળાના હાથમાં છે.”
    અંધભક્ત શ્રદ્ધાથી સાંભળે છે, પણ વિચારતા નથી.

    *બાબાજી વિમાનમાં મુસાફરી કરે છે, સોનાના દાગીનાઓ પહેરે છે. ધનના ઢગલા પર બેસીને શ્રોતાઓને કહે છે કે, “મોહમાયા મિથ્યા છે, એ બધું ત્યાગી દો,” પણ કપટ લંપટથી ઉભી કરેલી સંપત્તિનો ઉત્તરાધિકારી પોતાના દીકરાને જ બનાવશે.* અંધભક્તો શ્રદ્ધાથી સાંભળશે, પણ વિચારશે નહીં.

    ભક્તોને લાગે છે કે એમની તકલીફો બાબા જ સુલઝાવી રહ્યા છે, પણ બાબાજી જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાય છે ત્યારે મોટા વકીલોની મદદ લે છે, બાબાને માટે મુશ્કેલી વખતે ભક્તો દુઃખી થાય છે, પણ વિચારતા નથી.

    ભક્ત બીમાર પડે ત્યારે ડૉકટર પાસેથી દવા લે છે, પણ સારો થઈ જાય ત્યારે કહે છે કે બાબાજીએ બચાવી લીધો. પણ બાબા બીમાર થાય ત્યારે મોટા ડોકટરો પાસે મોંઘી હોસ્પિટલોમાં સારવાર કરાવે છે, અંધભક્તો આ સમયે બાબાની સલામતીની દુવા પ્રાર્થના કરતા રહે છે, પણ પોતે મગજ ચલાવતા નથી.

    અંધભક્તો પોતાના બાબાને ભગવાન સમજે છે, એના ચમત્કારોની ઢગલો વાર્તા સંભળાવતા રહે છે. પણ જ્યારે બાબા કોઈ અપરાધમાં જેલ જાય છે, ત્યારે બાબા એક નાનકડો ચમત્કાર પણ નથી કરી શકતા…. આવા સમયે ભક્તો તોફાન મચાવે છે, લડે/મરે/મારે છે, પણ પોતાનું મગજ ચલાવતા નથી.

    માણસ આંખોથી આંધળો હોય ત્યારે એની દરેક ઇન્દ્રિય વધારે કામ કરતી હોય છે, પણ અક્કલથી આંધળા માણસની કોઈ પણ ઇન્દ્રિય ઠીક કામ નથી જ કરતી.

    ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે કે, જાગૃત બનો, તાર્કિક બનો, અક્કલથી આંધળા નહીં.😀👍

    ●●●●●
    આટલું જાણ્યા પછી પણ ઘણા ભક્તોનું માનવું હોય છે કે આ બધું તો ઠીક છે પણ હું જે ગુરુ-ઘર પર (અંધ)શ્રદ્ધા રાખું છું, એ આવા નથી/નહીં હોઈ શકે!😀🤣🤣🤣😅

  • આજે હિંમતનગરમાં શામળીયા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 ની ફાઇનલ

    આજે હિંમતનગરમાં શામળીયા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 ની ફાઇનલ

    નીરવ જોશી, હિમતનગર (M-7838880134 &9106814540)

    શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું શુભારંભ 20 માર્ચના રોજ થયો હતો, જે આજે 21 મેના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને આજે ફાઇનલ મેચ ઇલેવન સ્ટાર વિરપુર અને બ્લેક ટાઈગર વચ્ચે રમાનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી ક્રિકેટ પ્રેમીઓ ઉનાળાની રાહ જોતા હોય છે. જ્યારે વેકેશનનો સમય ક્રિકેટ રમવા માટે ખૂબ અનુકૂળ હોય છે.આવા સમયે નવા ગામ રોડ પર આવેલું  ગોરવાડા સરપંચ ના નિવાસસ્થાન પાસે આવેલું સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન વડે ત્યાં આવેલું સ્પોર્ટ્સનું ખાસ કરીને ક્રિકેટનું મેદાન મેચ યોજવા માટે ખૂબ આદર્શ સ્થળ બની રહ્યું છે.

    ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ ઉપર શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 એ છેલ્લા બે મહિના જેટલા સમયગાળામાં અનેક ક્રિકેટ પ્રેમીઓને સમગ્ર જિલ્લામાંથી આકર્ષાયા હતા અને રોજના આશરે 300 થી 500 જેટલી સંખ્યા યુવાનોની ક્રિકેટ મેચ જોવા આ મેદાન પર આવતી હતી.

    આજે જોવાનું રહેશે કે છેલ્લા 60 જેટલા દિવસથી ચાલનારી  આ રસપ્રદ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ કોણ જીતશે?? સાથે સાથે આ ફાઇનલમાં જીતનારા વિજેતાઓને ટ્રોફીની સાથે 61000 રોકડ ઇનામ પણ મળવાનું છે. જ્યારે ઉપવિજેતાને રૂપિયા ૨૧ હજાર અને ટ્રોફી  એનાયત કરવાના છે.

    ક્રિકેટનું ટુર્નામેન્ટ આયોજન કરનારને હાર્દિક શુભેચ્છાઓ અને બધાએ શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળ બનાવવા માટે ખુબ સરસ મહેનત કરી છે. તે આ પત્રકારને પણ નજરમાં જોવામાં આવ્યું હતું

    આ મેચ રાતના 09:00 વાગ્યા પછી શરૂ થનાર છે.

    આવતીકાલે દરજી પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંભ નું લાઈવ પ્રસારણ પણ youtube પર કરવામાં આવ્યું છે. બીજા પણ કેટલાક ટુર્નામેન્ટ લાઈવ અહીંથી youtube પર દેખાડવામાં આવે છે.

  • ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું

    ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું

    નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540)

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સાબરકાંઠામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી નું પ્રમાણ વધ્યું છે. આમ છતાં આવી ખેતી કરવી એ વ્યવહારિક રીતે એટલી ફાયદામાં હોતી નથી. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ફાયદો વધારે થાય તો ખેડૂતો આ પ્રાકૃતિક – ઓર્ગેનિક ખેતી કરવા પ્રોત્સાહિત થાય! આવા જ એક પ્રયત્ન  શરૂઆતરૂપે સાબરકાંઠામાં FPOની 380 જેટલા ખેડૂતોએ ભેગા થઈને એક શરૂઆત કરી છે. જેના વિશે વિસ્તૃત માહિતી અને તેના લગતી પેદાશો આવનારા સમયમાં લોકોને મળતી રહેશે.

    • પ્રાંતિજ ખાતે ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું
    • શુધ્ધ જીવનશૈલીની દિશામાં જિલ્લાના ૩૮૦ જેટલા પ્રાકૃતિક ખેડૂતો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

     

    વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને કારણે લોકોને ગંભીર બિમારીઓનો ભોગ બનવુ પડે છે. વધુ પડતા પેસ્ટીસાઇડના ઉપયોગથી પર્યાવરણીય અસંતુલ જોવા મળી રહ્યુ છે.

    આ પરીસ્થિતિના નિવારણ માટે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ,તલોદ અને હિંમતનગર તાલુકાના લગભગ ૩૮૦ જેટલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને FPO(Farmer product organization) બનાવીને ભેગા મળી વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. વેચાણ કેન્દ્ર ખાતે ખેડૂતો દ્વારા SPNF (સુભાષ પાલેકર નેચરલ ફર્મિંગ) પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કઠોળ, ધાન્ય પાકો, બાગાયતી પાકો તેમજ તેના મૂલ્ય વર્ધનથી બનાવેલી પેદાશો વગેરે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.અહિં મળતી તમામ વસ્તુઓ રાસાયણિક દવા/ખાતર વગરની પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી હોય છે.એવી વસ્તુ કે જે જિલ્લામાં ઉપલ્બ્ધ ન હોય તો  ડાંગ,તલાલા તેમજ સમગ્ર રાજ્યના પ્રાકૃતિક ખેડુતોની ખેત પેદાશો મેળવીને વેચાણ કરવામાં આવે છે.

    ખેડૂતોમિત્રો  દ્વારા એકબીજાને મદદરૂપ થઈ શકે તેમજ પર્યાવરણને અનુકૂળ બની શકે તેવા ઉમદા હેતુથી ખેડૂતો દ્વારા પ્રાકૃતિક વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક ખેડૂત પોતાની પેદાશ વેચી પણ શકે છે અને ખરીદી પણ કરી શકે છે.તેમજ પાકૃતિક બિયારણ પણ આ વેચાણ કેન્દ્રમાં મળી રહે છે.

    રાજ્યપાલશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં પાકૃતિક ખેતી માટે એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ગામડાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહનની સાથે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજના આ સમયમાં ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર ખરેખર શુધ્ધ જીવનશૈલીની દિશામાં સરાહનીય પ્રયાસ છે.   

    *****************

    FPO શું હોય છે.

    નાના અને સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે. સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાત,પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે. જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે. ખેડૂતમિત્રોને આ પરિસ્થિતીમાંથી બહાર લાવી ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક સંગઠન ઉભું કરવામાં આવે છે. જેને ખેડૂત ઉત્યાદન સંગઠન (Farmer product organization)  FPO કહે છે. એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે. અને ખેડૂતોના હક્કનું રક્ષણ કરે છે.આ સંગઠણ મારફતે સભ્ય ખેડુતોને સુધારેલ બિયારણ તેમજ ઉત્પાદનોબે ભેગા કરીને વેચાણ કરવામાં આવે છે. એફ.પી.ઓ ખેડૂતોની આવક વધારી તેમને આર્થિક રીતે સક્ષમ બનવામાં મદદરૂપ થાય છે.

  • આજે એકાદશી, જાણો વરુથીની એકાદશીનો કેવો મહિમા છે

    આજે એકાદશી, જાણો વરુથીની એકાદશીનો કેવો મહિમા છે

    સરજુસ્વામી ,લોયાધામ ( સ્વામિનારાયણ સંપ્રદાય)/ નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે એકાદશી છે અને આજની એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે. આજના એકાદશી નો બીજો અનેરો અને ભાવભીનો ભક્તિનો મહિમા એક છે કે ભગવાન કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રગટ કરનારા વલ્લભાચાર્યજીનો પણ પ્રાગટ્ય દિવસ આજે છે! — આમ આજની એકાદશીને -જયંતિને વલભાચાર્ય જયંતિ પણ કહેવાય છે. આજના દિવસે સક્કરટેટી ખાઈને પણ એકાદશી કરવામાં આવે છે.

    વલ્લભાચાર્યજીના વલ્લભ ખાનદાનના બાળકો અને તેમના મંદિરોમાં ખૂબ અનેરો ભક્તિ ભાવપૂર્વક વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે!  ભારતમાં વલ્લભાચાર્યની બેઠકો અને ત્યાં આવેલા મંદિરોમાં વલ્લભાચાર્યજીને પ્રેમ પૂર્ણ રીતે યાદ કરીને શ્રીકૃષ્ણ  ભક્તિનો  મહિમા ગાવામાં આવે છે ! આમ આજની એકાદશીનું મહત્વ ઘણું છે અને સોનામાં સુગંધ પડી હોય એવી રીતે વલ્લભાચાર્યજીના જેવા ભગવાન કૃષ્ણના અન્ય પ્રેમી અને ઉપાસક એમ વલ્લભાચાર્યજીનો જન્મ જયંતી એ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સમગ્ર વિશ્વમાં ભાવભક્તિપૂર્ણ ઉત્સવ  હોય એવી રીતે આજની એકાદશી ઉજવાય છે.

    ( From: સરજુ સ્વામી, લોયાધામ)

    યુધિષ્ઠિર રાજા પૂછે છે : હે વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ ! તમને નમસ્કાર કરીને પૂછું છું કે, ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને વિષે કયા નામની એકાદશી થાય છે ? તેનો મહિમા મને કહો. (૧)

    શ્રીકૃષ્ણ બોલ્યા : હે યુધિષ્ઠિર રાજા ! ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથિની નામે એકાદશી આ લોકને વિષે તથા પરલોકને વિષે સૌભાગ્ય દેનારી છે. (ર) વળી વરુથિની એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થઈ સદા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. (૩) ખરાબ ભાગ્યવાળી જે સ્ત્રી આ વ્રત કરે છે, તે સૌભાગ્યને પામે છે. આ વરુથિની એકાદશી સર્વ લોકોને ભોગ દેનારી, મોક્ષ આપનારી, સર્વ પાપને હરનારી અને ગર્ભવાસને ટાળનારી છે. વળી આ એકાદશીના વ્રતથી જે માંધાતા રાજા તે સ્વર્ગમાં ગયા છે. (૪-પ)

    એ ઉપરાંત આ વરુથિની એકાદશીના વ્રતથી ધુંધુમાર વગેરે ઘણાંક રાજાઓ સ્વર્ગને પામ્યા છે. તેમ સાક્ષાત્‌ ભગવાન શિવ પણ બ્રહ્માના કપાળથી છૂટયા છે. (૬) દશ હજાર વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ તે માણસને વરુથિની એકાદશીનું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે. (૭) કુરુક્ષેત્રને વિષે સૂર્યગ્રહણને ટાણે જે માણસ એક ભાર સોનું આપવાથી જે ફળ પામે છે, તે જ ફળ વરુથિની એકાદશીના વ્રતથી પામે છે. (૮) શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથિની એકાદશીનું વ્રત કરે છે, તે મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં પોતાની ધારેલી ઈચ્છેલી વસ્તુઓને પામે છે. (૯)

    હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા ! પવિત્ર એવી આ વરુથિની એકાદશી પવિત્ર કરનારી, મોટા પાપોનો નાશ કરનારી અને આ એકાદશીનું વ્રત કરનારને ભોગ તથા મોક્ષ દેનારી છે. (૧૦) હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા ! ઘોડાથી હાથીના દાનનું પુણ્ય વધારે છે. હાથીના દાનના પુણ્યથી પૃથ્વીના દાનનું પુણ્ય વધારે છે. પૃથ્વીના દાનના પુણ્યથી તલના દાનનું પુણ્ય વધારે છે. (૧૧) તલના દાનના પુણ્યથી સોનાના દાનનું પુણ્ય વધારે છે અને સોનાના દાનના પુણ્યથી અન્નના દાનનું પુણ્ય અધિક છે. અન્નના દાનના પુણ્યથી ઉત્તમ દાન કોઈ થયું પણ નથી અને કોઈ થશે પણ નહિ. (૧ર)

    હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા ! અન્નદાનથી પિતૃઓ, દેવતાઓ અને મનુષ્યો પણ તૃપ્ત થાય છે અને કવિઓએ પણ અન્નદાનના સરખું કન્યાદાન કહેલું છે. (૧૩) વળી ભગવાન વિષ્ણુએ કન્યાદાનના સરખું ગૌદાન (ગાયનું દાન) કહેલું છે તથા ઉપર કહેલાં સર્વ દાનોના કરતાં વિદ્યાનું દાન અધિક છે. (૧૪) વિદ્યાદાન દીધા જેટલું ફળ નર વરુથિની એકાદશી કરવાથી પામે છે. પાપ કરવામાં મોહવાળા અર્થાત્‌ પાપ કરવામાં પ્રીતિવાળા જે નરો જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય, (૧પ) ત્યાં સુધી નરકની અંદર પડયા રહે છે; માટે સઘળા યત્ને કરીને પણ કન્યાનું ધન લેવું નહીં. (૧૬) હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર રાજા ! જે નર લોભથી કન્યાને વેચીને તેનું ધન લે છે, તે નર બીજા જન્મની અંદર જરૂર બિલાડો મીંદડો થાય છે. (૧૭) જે નર પોતાની શકિત પ્રમાણે અલંકાર પહેરાવેલ કન્યાને પૈસાની સાથે આપે છે, તેનાં પુણ્યોની સંખ્યા કરવાને ચિત્રગુપ્ત પણ પૂરેપૂરા જાણતા નથી. (૧૮)

    વળી પોતાની શકિત પ્રમાણે અલંકાર પહેરાવી કન્યાને પૈસા સાથે આપનારો જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ માટે વરુથિની એકાદશીનું વ્રત કરનારા વૈષ્ણવોએ દશમને દિવસે ૧. કાંસુ, ર. માંસ, ૩. મસુરનું અન્ન (દાળ), ૪. ચણા, પ. કોદરા ધાન્ય, ૬. શાક, ૭. મધુ, ૮. પારકાનું અન્ન ખાવું, ૯. ફરીને બીજીવાર ભોજન કરવું તથા ૧૦. મૈથુન (સ્ત્રી સંગ કરવો) આ દશ વસ્તુઓનો ત્યાગ કરવો તથા એકાદશીને દિવસે ૧. જુગટું રમવું, ર. નિદ્રા કરવી, ૩. તાંબુલ ખાવું, ૪. દાતણ કરવું, પ. પારકી નિંદા કરવી, ૬. ચાડી ખાવી, ૭. પાપીઓની સાથે ભાષણ કરવું, ૮. ક્રોધ કરવો, ૯. ખોટું બોલવું. આ નવ વાનાઓનો ત્યાગ કરવો. (૧૯-ર૧)

    હે યુધિષ્ઠિર રાજા ! બારશને દિવસે ૧. કાંસું, ર. માંસ, ૩. મદ્ય, ૪. ખોટું બોલવું, પ. કસરત કરવી, ૬. મહેનત કરવી, ૭. ફરી પાછું બીજીવાર જમવું, ૮. મૈથુન (સ્ત્રી સંગ કરવો) ૯. ક્ષૌર (હજામત) કરાવવું. ૧૦. તેલ ખાવું અને ૧૧. પારકું અન્ન ખાવું, આ અગિયાર વસ્તુઓનો ત્યાગ કરવો. આ પ્રમાણે વિધિ પૂર્વક જે વરુથિની એકાદશી કરે છે, તેનાં સર્વ પાપોનો ક્ષય થાય છે અને અંતે વરુથિની એકાદશીના પ્રભાવથી અક્ષય ગતિને પામે છે. (રર-ર૩) આ વરુથિની એકાદશીને દિવસે રાતના જાગરણ કરીને જેઓએ વિષ્ણુને પૂજેલા છે. તેઓ સર્વ પાપોમાંથી મુકત થઈને અંતે ઉત્તમ ગતિને પામે છે. તેથી હે ધર્મરાજા ! સૂર્યપુત્ર યમરાજાથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યોએ પૂર્ણ યત્નોથી વરુથિની એકાદશી કરવી. (ર૪-રપ) હે રાજા યુધિષ્ઠિર ! આ વરુથિની એકાદશીના પાઠ કરવાથી અને સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે, તથા આ એકાદશીને કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુકત થઈને અંતે વિષ્ણુલોકમાં જાય છે. (ર૬)

     

    એ પ્રમાણે શ્રીભવિષ્યોત્તર પુરાણને વિષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથિની નામની એકાદશીનું માહાત્મ્ય સંપૂર્ણ.

  • સૌરાષ્ટ્ર તમિલ સંગમ એટલે સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય

    સૌરાષ્ટ્ર તમિલ સંગમ એટલે સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય

    Desk, www.avspost.com

    સૌરાષ્ટ્ર તમિલ સંગમ : સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય – નિલેશ પંડ્યા

    ¤ સોમનાથ,પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાશે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’

    ¤ બારસો વર્ષ પૂર્વે પ્રભાસ-સોમનાથ ક્ષેત્રના હજારો બંધુઓ-ભગિનીઓ તમિલનાડુ હિજરત કરી ગયા હતા

    ¤ ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા અનેરા અવસરનું સાક્ષી બનશે આખું વિશ્વ

    ¤ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ થકી સૌરાષ્ટ્ર તમિલ સમાજનું પૈતૃકવતન સાથે જોડાણ

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પંથકના હજારો બંધુઓ-ભગિનીઓ લગભગ બારસો વર્ષ પૂર્વે સપ્તમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ્ નજીક મદુરાઈમાં જઈને વસે. સૌરાષ્ટ્ર-ગુજરાતનું એવરગ્રીન લોકનૃત્ય રાસ-ગરબા જેવું જ તમિલનાડુમાં ‘કુમ્મી નૃત્ય’ સ્વરૂપે પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રમાં મહાભારતકાલીન પાંડવોના સ્થાનો, પદચિહ્નોની જેમ તમિલનાડુના મહાબલીપુરમમાં પણ પાંડવોના નામ પરથી પાંડવરથ જેવું અદભૂત સ્થાન હોય. ભારતમાં ત્રણ જ અખાત, જેમાંથી બે, સૌરાષ્ટ્રના પડોશમાં કચ્છનો અખાત અને ગુજરાતમાં ખંભાતનો એટલે ગુજરાતમાં છે અને ત્રીજો તમિલનાડુમાં મન્નારનો અખાત આવેલો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને તામિલનાડુ સાથે અદભૂત લગાવ છે. સામ્ય અપણ અજબનું છે. આના જવાબો મળવાના શરુ થઇ ગયા છે, અને તા.૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન ઉજવાનારા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ થકી હજુ વધુ જવાબો ભવિષ્યમાં મળશે.

    ‘હે મુને ઢોલે રમવા મેલ્ય મારા સાયબા, ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે’ જેવું લોકગીત ગવાય ને ઢોલ પર ધડામ કરતી દાંડી પડે અને ગુજરાતીઓના પગ ઠેકડો લેવા માંડે કેમ કે, રાસ-ગરબા આપણું અતિપ્રિય લોકનૃત્ય છે. આપણે ભલે શહેરોમાં જન્મ્યા હોઈએ, શહેરમાં વસતા હોઈએ, અરે, ગુજરાત બહાર કે દેશ બહાર હોઈએ તોય આપણા લોકગીત, ધોળ, લગ્નગીતો, દુહા-છંદ, રાસ-ગરબા, ભવાઈ, વ્રતો અને ઉત્સવો આપણને હૈયે વસેલા હોય છે. આની પાચાળનું એક જ કારણ એ છે કે, આપણા દાદા-દાદી, નાના-નાની ક્યાંક ને ક્યાંક આ બધા સાંસ્કૃતિક વારસાના સાક્ષી કે વાહક બન્યા હોય છે. આ આપણા લોહીના સંસ્કાર છે ને એટલે જ તે આપણને ખેંચે છે.

    ગુજરાતના કોઈ ગામડાંમાં આપણું નાનકડું એવું પૈતૃક મકાન હોય, ભલેને એ વર્ષોથી બંધ પડ્યું હોય, નળિયાં ઉડી ગયાં હોય, ભીંતડાં જ ઉભાં હોય, અંદર બાવળ અને બોરડી ઊગી ગયા હોય તોય એ જગ્યાએ જતાં વેંત જ આપણને પોતિકાપણું લાગે છે. કારણ કે આપણા પરદાદા એ ઘરમાં જન્મ્યા હોય, રહ્યા હોય એટલે એ ઘરની, એ ગામની માટી આપણને ખુશ્બુદાર લાગે છે. તામિલનાડુ સ્થિત લાખો સૌરાષ્ટ્રીયનો માટે આવો જ આકર્ષક, ધરાની ધૂળ માથે ચડાવવાનો અવસર આવ્યો છે.

    ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે સને ૨૦૦૫-૨૦૦૬માં તેમણે મન બનાવી લીધું હતું કે, બારસો જેટલાં વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી મહાહિજરત કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા ભાઈ-બહેનોને પુન: સૌરાષ્ટ્ર સાથે જોડવા છે. આ માટે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન સૂત્રધારોને આ કામ સોંપી દીધું અને એ દિશામાં અહર્નિશ મથામણ શરુ થઇ. એના પરિપાક રૂપે હવે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મુદ્રાલેખને અમલી બનાવી આગામી તા. ૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ભગવાન સોમનાથની પાવન ધરા છે મુખ્ય સંગમસ્થાન. ઉપરાંત પોરબંદર, દ્વારકા, રાજકોટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનશે સંગમસ્થળો.
    આટલા બધા સૌરાષ્ટ્રવાસીઓ કેમ છેક દક્ષિણ ભારતના કાંઠે એટલે કે લગભગ ૨૩૦૦ કિમી દૂર જઈને વસ્યા ? એના પર ડોકિયું કરીએ. સને ૧૦૨૪માં સોમનાથ પર મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું ત્યારે અને એ પછી સને ૧૩૦૦માં અલ્લાઉદ્દીન ખિલજીની આગેવાનીમાં વધુ એક આક્રમણ થયું ત્યારે હજારો સૌરાષ્ટ્રવાસીઓ પ્રભાસપાટણથી ખંભાત, ભરૂચ અને સુરતના દરિયાઈ માર્ગે પ્રારંભે મહારાષ્ટ્રમાં, એ પછી વિજયનગર સામ્રાજ્યનું આમંત્રણ મળતા ત્યાં અને બાદમાં તમિલનાડુના મદુરાઈના રાજવંશે આશરો આપતાં લગભગ ૧૫૦૦ની સાલથી ત્યાં જઈને વસ્યા. વ્યક્તિ ગામડું છોડીને શહેરમાં, પરરાજ્યમાં કે પરદેશમાં વસે તો થોડી ભાષા, સભ્યતા, રિવાજમાં પરિવર્તન આવે એ સ્વાભાવિક છે પણ પોતાની સંસ્કૃતિ, અસ્મિતા અને કળામાં બહુ બદલાવ આવતો નથી. સૌરાષ્ટ્ર તમિલ સમાજ આજેય સુરતની કલાકારીગીરી સાથે અતૂટ બંધન બાંધીને બેઠો છે. સુરતની જેમ ત્યાં પણ ‘ઝરીવાલા’ પ્રખ્યાત છે.
    ગુજરાતનો ગરબો વિશ્વપ્રસિદ્ધ છે એ ખરું પણ તમિલનાડુનું ‘કુમ્મી’ નૃત્ય આપણા ગરબાની પ્રતિકૃતિ જ જોઈ લો! ‘કુમ્મી’માં મહિલાઓ રંગબેરંગી સાડી પરિધાન કરી, સજીધજીને ગોળાકારે ગોઠવાઈ જાય છે અને તાળીઓ પાડીને કુમ્મી સોન્ગ્સ ગાય છે. આપણે જેમ માતાજીના ગરબા અને લોકગીતો ગાઈએ છીએ બિલ્કુલ એમ જ કુમ્મી સોંગ્સ ગવાય છે.
    ‘કરગટ્ટમ’ નૃત્યમાં માથે ધાતુનું કે માટીનું વાસણ મુકીને એ લોકો નૃત્ય કરે છે. જે દ્રશ્ય આપણને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રિ વખતે માથે ગરબા લઈને ઘેર-ઘેર જતી ને ગાતી ‘એકના ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો’વાળી બાલિકાઓની યાદ અપાવી જાય છે. ત્યાં ‘કાવડી અટ્ટમ’ નૃત્ય પુરુષો કરે છે જેમ આપણા ગામડાંમાં નવરાત્રિ વખતે પુરુષો ગરબી લે છે અથવા કાનગોપી રમે છે.
    સૌરાષ્ટ્ર તમિલનાડુ વચ્ચે વધુ એક સામ્યતા એ છે કે, સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પાંડવો આવ્યાની કથાઓ-દંતકથાઓ મળે છે. ચોટીલા નજીકના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વરમાં અર્જુને દ્રૌપદી સ્વયંવર વખતે મત્સ્યવેધ કર્યાની કથા સુપ્રસિદ્ધ છે. ઉપલેટા નજીકના પાટણવાવ ગામના ઓસમ પર્વત પર પાંડવોના ચિહ્નો જેવાં કે ભીમની થાળી, ભીમ તળાવ, હેડંબાનો હીંચકો અને હેડંબાવન વગેરેની દંતકથા જાણીતી છે. આવી જ પાંડવોની યાદ તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી ૬૦ કિમી દૂર પલ્લવ રાજાઓના તત્કાલીન પાટનગર મહાબલીપુરમમાં ‘પાંડવરથ’ નામે મળે છે જે ત્યાંના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પલ્લવ રાજાઓએ એક ચટ્ટાન કોતરીને પાંડવો અને દ્રૌપદીના નામ પરથી રથ બનાવ્યા છે.

    ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્ત્વમાં તા.૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન યોજાનારો ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ સતરંગી બની બની રહેશે. એમાં ચિત્રકલા, પરફોર્મિંગ આર્ટ્સ, સંગીત, નાટક, સાહિત્ય, સેન્ડ આર્ટ, પરંપરિત લોકગાયન, હસ્તકળા વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિ અને સંસ્કાર ઉજાગર થશે. શિલ્પ, ભાષા, હેરિટેજ, શોપિંગ ફેસ્ટીવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન, રમત-ગમત, ગોષ્ઠિ, ગુજરાતી-તમિલ ભાષા પર ફન વર્કશોપ અને વાનગી સ્પર્ધા જેવા અલભ્ય આકર્ષણો સૌના મન મોહી લેશે.

    સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી અનેક નવી દિશાઓ ઉઘડશે. બન્ને પ્રદેશો વચ્ચેની બરસો વર્ષ જૂની યાદો આળસ મરડીને ઊભી થશે. આવતાં સેંકડો વર્ષો સુધી બન્ને વચ્ચેના અતૂટ સંબંધોના નવા પ્રકરણો દેશ અને દુનિયા જોવાની છે. તમિલનાડુ ના સૌરાષ્ટ્રીયનો માટે સૌરાષ્ટ્ર બનશે ‘પિયર’ તો સૌરાષ્ટ્રવાસીઓ માટે તમિલનાડુ બનશે એમનુ ‘બીજું ઘર’. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંગે મદુરાઈના સૌરાષ્ટ્રીયન જયચંદ્રનજીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘હજાર વર્ષ પછી કોઈએ સૌરાષ્ટ્ર તમિલ સંબંધો વિશે વિચાર્યું છે.’ વિશ્વભરને આશ્ચર્યચકિત કરી દેનારી આ એક દુર્લભ ઘટના એટલે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’માં સહભાગી બનવા સૌ થનગની રહ્યાં હોય એ સ્વાભાવિક વાત છે. આપણા જ બાંધવોને કાઠિયાવાડી પરંપરાથી ‘એઇ…આવો…બાપલા…રામ…રામ…’કહેવાના અવસરની બધા કાગ ડોળે રાહ જોઇ રહ્યાં છે. (લેખક જાણિતા કોલમિસ્ટ અને ચિંતક છે.)
    ******

  • વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે?

    વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે?

    WhatsApp University , Gujarat

    *વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે?*

    ભારતમાં 70 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ નાગરિકો તબીબી વીમા માટે પાત્ર નથી, તેમને EMI પર લોન મળતી નથી. ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું નથી. તેમને આર્થિક કામ માટે કોઈ નોકરી આપવામાં આવતી નથી. તેથી તેઓ અન્ય પર નિર્ભર છે. યુવાનીમાં તેણે તમામ કર ચૂકવી દીધા હતા. હવે સિનિયર સિટીઝન બન્યા બાદ પણ તેણે તમામ ટેક્સ ભરવા પડશે. ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે કોઈ યોજના નથી. રેલવે પર 50% ડિસ્કાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. દુઃખની વાત એ છે કે રાજકારણમાં તમામ વરિષ્ઠ નાગરિકો પછી તે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે મંત્રીઓ, તેમને બધું જ મળશે અને પેન્શન પણ, પરંતુ આપણે વરિષ્ઠ નાગરિકો જીવનભર સરકારને અનેક પ્રકારના ટેક્સ ચૂકવીએ છીએ, છતાં પેન્શન નથી. વૃદ્ધાવસ્થા, કલ્પના કરો કે જો બાળકો (કોઈ કારણોસર) તેમની સંભાળ રાખવા સક્ષમ ન હોય તો તેઓ વૃદ્ધાવસ્થામાં અન્યથા ક્યાં જશે ? આ એક ભયંકર અને પીડાદાયક બાબત છે. જો પરિવારના વરિષ્ઠ સભ્યો ગુસ્સે થશે તો તેની અસર ચૂંટણી પર પડશે. અને સરકારને તેની અસર ભોગવવી પડશે. વરિષ્ઠ નાગરિકોની સંભાળ કોણ રાખશે? તો સરકાર શું રાખશે? સિનિયરો પાસે સરકાર બદલવાની શક્તિ છે, તેમને નબળા સમજીને અવગણશો નહીં!

     

    વરિષ્ઠ નાગરિકોના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સરકાર બિન-નવીનીકરણીય યોજનાઓ પર ઘણા પૈસા ખર્ચે છે, પરંતુ ક્યારેય એ ખ્યાલ નથી આવતો કે વરિષ્ઠ નાગરિકો માટે પણ યોજના જરૂરી છે. તેનાથી ઉલટું, બેંકના વ્યાજદરમાં ઘટાડો કરીને વરિષ્ઠ નાગરિકોની આવકમાં ઘટાડો કરી રહી છે. જો મામૂલી પેન્શન મળે છે જેમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય છે,તો તેના પર પણ આવકવેરો લાદવામાં આવે છે.

    ભારતીય સિનિયર સિટીઝન હોવું એ ગુનો લાગે છે હવે તો.!
    આને બધા સોશિયલ મીડિયા પર શેર કરો તમે બધા સોશિયલ મીડિયા પર જોડાયેલા છો. ચાલો વરિષ્ઠ નાગરિકોનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડીએ (તમામ વરિષ્ઠ નાગરિકોની જાગૃતિ માટે આ માહિતી શેર કરો.) હું સાંભળી ન શકાય તેવો અવાજ એટલો જોરથી સાંભળવા માંગુ છું કે તેને એક જન ચળવળ તરીકે ઉભા થવા દો, આપણે બધા વરિષ્ઠ નાગરિકોએ આ શેર કરવું જોઈએ તેમના બધા મિત્રો સાથે. કૃપા કરીને તેમને વિનંતી કરો.
    *તમે વાંચ્યા પછી જરૂર શેર કરો* તમારા વરિષ્ઠ નાગરિક મિત્રો અને શુભેચ્છકોને……

  • જાણો સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી પાસે આવેલા કુંભારીયા જૈન તીર્થનો મહિમા

    જાણો સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી પાસે આવેલા કુંભારીયા જૈન તીર્થનો મહિમા

    હેમંત ઉપાધ્યાય, અમદાવાદ / નીરવ જોશી, હિંમતનગર

    કુંભારિયા જૈન મંદિર કોઈપણ અંબાજી જતા યાત્રાળુઓને ધ્યાન પર આવ્યું હશે. ખાસ કરીને અંબાજી પ્રવેશો એના પહેલા રોડની જમણી કે ડાબી બાજુ બે ખાસ મંદિરો તમે જોયા હશે. એક મંદિર છે જે દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં 52 શક્તિપીઠ નું પ્રતિનિધિ કરે છે. એ પણ અંબાજીના પહેલા પ્રવેશ દ્વાર પહેલા આવે છે અને થોડાક આગળ વધશો તો રોડની બીજી બાજુ કુંભારિયાનું જૈન મંદિર પણ રોડ પરથી જ દેખાય છે.

    ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી થી 2 કિલોમિટર દૂર કુંભારીયા નામે ગામ છે. પ્રાચીન શિલાલેખમાં આલેખાયેલું ‘આરાસણા’ એ જ આ કુંભારીયા. શિલાલેખો ઉપરથી જણાય છે કે , સત્તરમા સૈકા સુધી આ ગામ ‘આરાસણ’ ના નામે પ્રસિદ્ધ હતું. તેને બદલે ‘કુંભારીયા’ નામ કેમ પડ્યું હશે? એ જાણી શકાતું નથી. ડો.ભાંડારકર કહે કે, “કુંભારીયાની આસપાસ અવશેષો પડેલા છે તે ઉપરથી એક જમાનામાં અહીં ઘણા જિનમંદિરો હોવાં જોઇએ એવું અનુમાન નીકળે છે.” ફાર્બસ સાહેબ ઉમેરે છે કે, “ધરતીકંપના લીધે આરાસણનાં ઘણાખરા મંદિરો જમીનદોસ્ત થઇ ગયાં હશે.” પણ એ માટે કશું પ્રમાણ જડતું નથી. અલબત્ત, એક કાળે આ ગામ મોટું નગર અને વેપારનું મથક હોઇ શકે, અહીંની વસ્તી ક્યારે, શા કારણે અહીંથી જતી રહી તે જાણવાનું કશું સાધન નથી. આજે તો થોડી ઘણી વસતિ અને અન્ય દેવાલયો તથા ધર્મસ્થાનોથી ધબકતા બનેલા આ પ્રદેશમાં 5 જૈન મંદિરો એક જ સંકુલમાં છે. આરાસણ ગ્રામની સ્થાપના મોટે ભાગે તો 15મા શતકનાં દ્વિતીય ચરણના આરંભના અરસામાં થઇ હશે. અહીં પ્રાપ્ત થતા જૂનામાં જૂના સંવત 1087(ઇસ્વીસન્ 1031)ના પબાસણ પરના લેખમાં આરાસણનગર પાટણપતિ, ચૌલુક્યવંશી મહારાજ ભીમદેવ પ્રથમને અધીન હોવાનું જણાવવામાં આવ્યું છે. ખરતરગચ્છ પટ્ટાવલીમાં વિમલમંત્રીએ આરાસનમાં અંબિકાનો પ્રાસાદ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ આવે છે.
    કુંભારિયા જૈન મંદિરો ભારત દેશના ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કુંભારિયામાં પાંચ શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે. ચાલુક્ય વંશના શાસન દરમિયાન ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, તેઓ તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે જાણીતા છે.

    કુંભારિયા, ચૌલુક્ય વંશના સમયગાળા દરમ્યાન સૌથી મહત્વપૂર્ણ જૈન કેન્દ્રોમાંનું એક હતું એવું કહેવામાં આવે છે કે આ પ્રદેશમાં એક સમયે ૩૬૦ મંદિરો અસ્તિત્વમાં હતા પરંતુ જ્વાળામુખીને કારણે સૌ નાશ પામ્યા અને હવે ફક્ત પાંચ જ રહ્યા છે આ પાંચ જૈન મંદિરોનું નિર્માણ ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી કરવામાં આવ્યું
    •મહાવીર મંદિર ૧૦૬૨ માં બંધાવવામાં આવ્યું હતું. આ પ્રાચીન જૈન મંદિર છે.
    •શાંતિનાથ મંદિરનું નિર્માણ ૧૦૮૨ માં થયું હતું.
    •પાર્શ્વનાથ મંદિર ૧૦૯૪ માં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
    •નેમિનાથ મંદિર જયસિંહ સિદ્ધરાજના શાસન દરમિયાન બંધાવવામાં આવ્યું હતું.
    •સંભવનાથ મંદિર ૧૨૩૧ માં બંધાવવામાં આવ્યું હતું.
    અલબત્ જ્વાળામુખી દ્વારા કોઈ પણ મંદિરોનો નાશ થવાની શક્યાતા ઓછી છે કારણ કે ભારતમાં આંદામાન ટાપુઓ સિવાય ૫૦૦ હજાર વર્ષથી સક્રિય જ્વાળામુખીનો કોઈ પુરાવો નથી. ભારતમાં ભૂકંપ પ્રવૃત્તિ જોકે નોંધપાત્ર છે અને તે આવા મંદિરોના વિનાશ માટે જવાબદાર હોઈ શકે છે.
    કુંભારિયા જૈન મંદિરો તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. દેલવાડા મંદિરો, ગિરનાર જૈન મંદિરો અને તારંગા જૈન મંદિરની સાથે, તેમને ચાલુક્ય સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો માનવામાં આવે છે.કુંભારિયા જૈન મંદિર સંકુલમાં આવેલા મહાવીર, શાંતિનાથ અને પાર્શ્વનાથ મંદિરો ભારતના કેટલાક પ્રખ્યાત જૈન મંદિરોમાં સ્થાન ધરાવે છે. આ પાંચ આરસના મંદિરો કદ, છબી કોતરણી અને સ્થાપત્ય વિગતમાં અલગ અલગ છે, દરેકની પોતાની લાક્ષણિકતાઓ છે.[૧] દરેક મંદિર વિસ્તૃત આંગણા સાથે રક્ષણાત્મક દિવાલોથી ઘેરાયેલું છે

    મહાવીર મંદિરમાં પુષ્પાકારી છત
    મહાવીર મંદિર, જેને આરાસણ સમગચ્છિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જૈન ધર્મનો એક ગચ્છ છે આ શબ્દ આરસ પરથી ઉતરી આવ્યો છે આ મંદિરની આરસની છત બાહુબલીના જીવનના દ્રશ્યો દર્શાવે છે. ઉપલી તક્તીમાં બાહુબલી અને ભરત ચક્રવર્તીન વચ્ચેના યુદ્ધનું ચિત્રણ છે, જેમાં બંને સૈન્યના ઘોડાઓ, હાથીઓ અને સૈનિકો દર્શાવાયા છે. નીચલી તક્તી બે ભાઈઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ દર્શાવે છે. મધ્ય તક્તીમાં ધ્યાનસ્થ બાહુબલી તરફ આવતા ભરત અને તેની પત્ની દર્શાવાયા છે. એક અન્ય છત તેમના માતાપિતા સાથે ભૂતકાળ અને ભવિષ્યના તીર્થંકર દર્શાવે છે. મંદિરના મંડપની ટોચમાં બહુ સ્તરીય સમવસરણનું ચિત્રણ છે ગૂઢમંડપમાં પરિકરયુક્ત બે ભવ્ય કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે, તે બંને ઉપરના લેખો કંઇક ઘસાઇ ગયા છે પણ તે સંવત 1118ના લેખો હોવાનું સ્પષ્ટ જણાય છે. અહીંથી મળી આવેલા પ્રતિમાલેખોમાં આ લેખ સૌથી પ્રાચીન છે. આ લેખ કરતાંયે પ્રાચીન એવા સંવત 1087નાં લેખની નોંધ મુનિ શ્રી જયંતવિજયજીએ પોતાના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં નોંધી છે. એ લેખથી જણાય છે કે આ મંદિર સંવત 1087 પહેલાં બની ચૂક્યું હતું.
    કુંભારિયાથી દક્ષિણ દિશામાં દાંતા રાજ્યની હદમાં મહુડિયાપાદર નામે ગામ છે. તેની પાસેના જંગલમાં લગભગ અડધા માઇલ જેટલી જગામાં દેરાસરનાં ખંડિયેરોમાં મોટો પથ્થર ઉખેડાતો હતો ત્યારે પથ્થર ઉપાડતાં ભોંયરૂં જણાયું . દાંતાના રાજવીને આ હકીકતની જાણ થતાં તેમણે તે સ્થળે ચોકી બેસાડી પાકો બંદોબસ્ત કર્યો સંવત 2000(ઇસ્વીસન્ 1944)માં દાંતા રાજ્ય તરફથી જંગલ સાફ કરાવીને ભોંયરું ખોલવામાં આવ્યું તો તેમાંથી જિનપ્રતિમાઓ નીકળી આવી. ને બધી પ્રતિમાઓ દાંતા લાવવામાં આવી. તે બધી પ્રતિમાઓ શ્વેતાંબર જૈન આમાન્યાની હોવાનો નિર્ણય થતાં રાજ્યે દાંતાનાં શ્રી જૈન સંઘને તે પ્રતિમાઓ સુપરત કરી. તે પ્રતિમા કુંભારિયાના જિનાલયમાં સ્થાપન કરવાની સૂચના થતાં દાંતાના શ્રીસંઘે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ખબર આપી અને કુંભારીયાજીમાં પણ સમાચાર મોકલ્યા. સંવત 2000(ઇસ્વીસન્ 1944)ના માહ મહિનાની વદિ 13ના દિવસે એ બધી પ્રતિમાઓને ગાડામાં પધરાવી કુંભારીયાજીમાં લાવ્યા.ચક્ષુ-ટીકાથી વિભૂષત કરીને સંવત 2001ના જેઠ સુદિ 10ના રોજ અઢાર અભિષેક કરીને તે બધી પ્રતિમાઓ શ્રીમહાવીરસ્વામી ભગવાનના દેરાસરની દેરીઓમાં સ્થાપિત કરી.

    શાંતિનાથ મંદિર મહાવીર મંદિર જેવું જ છે. શિલાલેખો અનુસાર, શાંતિનાથ મંદિર મૂળ ઋષાભનાથને સમર્પિત હતું આ મંદિરમાં અષ્ટાપદનું ૧૨૧૦ની તારીખનું એક મહત્વપૂર્ણ ચિહ્ન છે. અષ્ટાપદની મૂર્તિ એક હીરાની આકારની વેદી છે જે ૨૪ તીર્થંકરોની મૂર્તિઓ સાથેના પર્વતને દર્શાવે છે જેમનું બે સ્તરો પર, ચારેય મુખ્ય દિશાઓ તરફ મુખ કરેલું છે. ચિહ્નની ટોચ પર ઋષભનાથની સમવશરણી ચૌમુખી મૂર્તિ દર્શાવવામાં આવી છે આ મંદિરની બાંધણી અહીંના શ્રી મહાવીરસ્વામી ભગવાનની મંદિર જેવી જ છે. ફરક માત્ર એટલો જ છે કે, ઉપરની કમાનની બન્ને બાજુએ ભગવાન મહાવીરસ્વામીના મંદિરની માફક ત્રણ ગોખલા નહીં પણ ચાર છે. આ દરેક ગોખલામાં સંવત 1138ના લેખો છે અને એક લેખ સંવત-1146નો છે. વળી, મંડપના આઠ સ્તંભો, જે અષ્ટકોણાકૃતિમાં છે તે ઘૂમટને ટેકો આપે છે. તેના ઉપર ચાર તોરણો છે. આ બધાં તોરણો તૂટી ગયાં છે. ફક્ત પશ્ચિમ તરફનું અવશેષ બચી રહ્યું છે.

    પાછળનાં ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરની રચના કરેલી છે. કેટલીક નાની નાની મૂર્તિઓ પણ છે. પણ મોટે ભાગે તે ખંડિત થયેલી છે. બહાર ઓટલા ઉપરના ગોખલાની ભીંતમાં ચોંટાડેલી મૂર્તિ સૂર્ય યક્ષની છે, તેને કેટલાક ‘ગણપતિની મૂર્તિ’ કહે છે. તેની બંને બાજુએ ભીંતમાં બીજી કેટલીક મૂર્તિઓ ચોંટાડેલી છે. એમાં એક મૂર્તિ ચામરધારી છે.

    આ શાંતિનાથ ભગવાનના મંદિરમાં વસ્તુત: સર્વપ્રથમ મૂળનાયક શ્રી ઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હશે. મુનિ શ્રી જયંતવિજયજીના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં આપેલા સંવત 1148ના લેખાંક : 28(14/6) માં આ મંદિરનો શ્રી મદાદિજિનાલયે એવો ઉલ્લેખ કરેલો છે. આ સિવાય સંવત વિનાના લેખાંક : 30 (150)માં ઋષભાલયે એવો ઉલ્લેખ મળે છે એટલે સંવત 1148 પછીના કોઇ સમયે અહીંના મૂળનાયકમાં ફેરફાર થયો હશે.

    પાર્શ્વનાથ મંદિરની છત કોતરણી ધરાવે છે જેમાં વિમલ વસહી મંદિરની જેમ પાર્શ્વનાથ નાગેશ્રની ફેણ નીચે બેઠેલા છે. અજિતનાથ મંદિરની પથ્થરની બેઠક પર હાથીનું પ્રતીક છે. મંદિરમાં ઉચ્ચ સ્થાને નવ દેવ-કુલિકાની કૃતિઓ છે. તોરણ – સ્તંભની કોતરણીમાં વિદ્યાદેવી, અપરૈચક્ર, પુરુષદત્ત , મહાકાલિ, વજ્રશંખ, વજ્રંકુષ, અને રોહીણી ની મૂર્તિઓ છે મંદિરમાં સર્વનાહ અને અંબિકાની મૂર્તિઓની સાશન-દેવતા તરીકે સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, શૃંગારચોકીઓ, બંને તરફ થઇને 24 દેરીઓ, 1 ગોખલો અને શિખરબંધી બનેલું છે. આખુંયે મંદિર આરસપાષણથી બંધાયું છે.

    મૂળગભારામાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની સુંદર પરિકરયુક્ત એકતીર્થી મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપર શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ડા કર્યાનો સંવત 1675નો લેખ છે.

    ગૂઢમંડપમાં શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરિકરયુક્ત બે કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે. તેના ઉપર સંવત 1176ના લેખો છે. ડાબા હાથ તરફ ત્રણતીર્થી વાળું એક મોટું ખાલી પરિકર સ્થાપન કરેલું છે. તેમાં મૂળનાયકજીની મૂર્તિ નથી. પરિકરમાંથી છૂટી પડી ગયેલી 3 કાઉસગ્ગીયા પ્રતિમાઓ અને એક અંબાજી માતાની મૂર્તિ પણ છે.

    નેમિનાથ મંદિરના સ્તંભો વિમલ વસાહીની જેમ સુશોભિત રીતે કોતરવામાં આવ્યા છે. આ મંદિરમાં હિન્દુ દેવ ગણેશની એક મૂર્તિ છે જે લુણા વસાહી અને રણકપુર જૈન મંદિર સમાન છે મંદિરમાં અપરાચક્ર, વજ્રશૃંખલા, સર્વસ્ત્ર-મહાજ્વલા, રોહિણી અને વૈરોત્ય, જેવી વિદ્યા-દેવીઓની લઘુ કોતરણી કરવામાં આવી છે, પશ્ચિમ ભારતમાં ૧૧ મી અને ૧૨ મી સદી દરમિયાન આ મૂર્તિઓ પ્રખ્યાત હતી એક શિલાલેખ મુજબ, મુનિસુવ્રત બિમ્બની સ્થાપના ઈ. સ. ૧૨૮૧ ( વી. સં. ૧૩૩૮) માં થઈ હતી. આ મૂળનાયકની મૂર્તિના પબાસન ઉપર સંવત 1675માં આચાર્ય વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ડા થયાનો લેખ છે.ગૂઢમંડપમાં મોટા પરિકરયુક્ત ચાર કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે. તેમાં મુખ્ય દરવાજા પાસેના કાઉસગ્ગીયા ઉપર સંવત 1214ના લેખો છે. તેમાં “આરાસણનગર-નેમિનાથ ચૈત્યમાં આ કાઉસગ્ગીયા સ્થાપન કર્યા એમ લખેલું છે. બીજા બે કાઉસગ્ગીયા ઉપર સંવત 1214ના લેખો છે.

    સંવત 1310ના લેખવાળો એક 170 જિનનો સુંદર પટ છે. પરિકરમાંથી છૂટા પડેલા 4 કાઉસગ્ગીયા અને 1 યક્ષની પ્રતિમા છે. કાઉસગ્ગીયા પાસે ભીંત અગર સ્તંભમાં બે મૂર્તિઓ છે અને 1 ધાતુની પંચતીર્થી છે.શ્રી ધર્મસાગર ગણિએ રચેલી ‘તપાગચ્છ-પટ્ટાવલી’ માં જણાવ્યું છે કે, વાદિદેવસૂરિએ (સમય વિક્રમસંવત 1174 થી 1226) આરાસણમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.

    ‘સપ્તતિ’ ગ્રંથ પ્રમાણે પાસિલ નામના શ્રેષ્ઠિએ આ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને શ્રી વાદિદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી.

    સંભવનાથ મંદિર એક નાનું મંદિર છે જે ચાલુક્ય સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. મહાવીર મંદિરમાં એક શિલાલેખ મુજબ, આ મૂર્તિને “પાહિની” દ્વારા ૧૦૮૫ માં ભેટ આપવામાં આવી હતી અને આ મંદિર મૂળ શાંતિનાથને સમર્પિત હતું. મંદિરની મૂળ મૂર્તિ પછીથી વિકૃત થઈ અને તેને નવી મૂર્તિથી બદલવામાં આવી. મંદિરની છત પર દેવી સરસ્વતીની મૂર્તિ છે. આ મંદિરની બાંધણી અહીંના શ્રી મહાવીરસ્વામી ભગવાનની મંદિર જેવી જ છે. ફરક માત્ર એટલો જ છે કે, ઉપરની કમાનની બન્ને બાજુએ ભગવાન મહાવીરસ્વામીના મંદિરની માફક ત્રણ ગોખલા નહીં પણ ચાર છે. આ દરેક ગોખલામાં સંવત 1138ના લેખો છે અને એક લેખ સંવત-1146નો છે. વળી, મંડપના આઠ સ્તંભો, જે અષ્ટકોણાકૃતિમાં છે તે ઘૂમટને ટેકો આપે છે. તેના ઉપર ચાર તોરણો છે. આ બધાં તોરણો તૂટી ગયાં છે. ફક્ત પશ્ચિમ તરફનું અવશેષ બચી રહ્યું છે.

    પાછળનાં ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરની રચના કરેલી છે. કેટલીક નાની નાની મૂર્તિઓ પણ છે. પણ મોટે ભાગે તે ખંડિત થયેલી છે. બહાર ઓટલા ઉપરના ગોખલાની ભીંતમાં ચોંટાડેલી મૂર્તિ સૂર્ય યક્ષની છે, તેને કેટલાક ‘ગણપતિની મૂર્તિ’ કહે છે. તેની બંને બાજુએ ભીંતમાં બીજી કેટલીક મૂર્તિઓ ચોંટાડેલી છે. એમાં એક મૂર્તિ ચામરધારી છે.

    આ શાંતિનાથ ભગવાનના મંદિરમાં વસ્તુત: સર્વપ્રથમ મૂળનાયક શ્રી ઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હશે. મુનિ શ્રી જયંતવિજયજીના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં આપેલા સંવત 1148ના લેખાંક : 28(14/6) માં આ મંદિરનો શ્રી મદાદિજિનાલયે એવો ઉલ્લેખ કરેલો છે. આ સિવાય સંવત વિનાના લેખાંક : 30 (150)માં ઋષભાલયે એવો ઉલ્લેખ મળે છે એટલે સંવત 1148 પછીના કોઇ સમયે અહીંના મૂળનાયકમાં ફેરફાર થયો હશે.

    આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દ્વારા આ મંદિરોનું સમારકામ, નવીનીકરણ, ફેરફાર અને સંચાલન કરવામાં આવે છે શ્રી કુંભારિયાજી તીર્થ ખાતે તમામ સુવિધાઓ સાથે નવનિર્મિત..
    બે વિશાળ ધર્મશાળાઓ જેમાં નાના મોટા 27 રૂમો તથા 2 હોલ છે, જે યાત્રિક ભાઈ બહેનો માટે કાર્યરત છે.
    તમામ સગવડતા સાથેની ભોજનશાળા પણ સુંદર રીતે ચાલે છે.
    ફોટો- વિડિયો માટે નિર્ધારિત ફી ભરવાની હોય છે

     

    તમામ તસવીરો -હેમંત ઉપાધ્યાય
    તસવીર સહયોગ -બંકિમ જોષી

  • સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે કરી સગવડ

    સાબરકાંઠામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ABVPએ પરીક્ષાર્થીઓ માટે કરી સગવડ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠામાં જુનિયર ક્લર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષા શાંતિ પૂર્ણ થવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષાની પૂછતા પ્રશ્નપત્ર થોડું લાંબુ પુછાયું હોય તેમ લાગ્યું હતું. સમગ્ર જિલ્લામાં ખાનગી સંસ્થાઓ વડે પણ બહાર ગામના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી.

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હિંમતનગર ખાતે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ની રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી.

    ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ ૯/૦૪/૨૦૨૩ ને રવિવારના રોજ હોવાથી વિદ્યાર્થીઓનો નંબર હિંમતનગર ખાતે આવેલ હોય તો એવા વિધાર્થીઓ માટે ABVP હિંમતનગર શાખા દ્વારા તા. ૦૮-૦૪-૨૦૨૩ ના રોજ રાત્રે રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી.

    ગુજરાત ના વિવિધ જિલ્લાઓ જેમકે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, મેહસાણા માંથી પરીક્ષા આપવા હેતુ આવેલા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પરિષદની આ સેવાનો લાભ મેળવ્યો હતો.

     


    સાબરકાંઠા  જિલ્લા વહીવટી તંત્ર મુક્ત અને પારદર્શી વાતાવરણમાં  જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજવા સજ્જ

    સાબરકાંઠા જિલ્લામાં ૧૧૭ કેંદ્રો પરથી ૪૦૧૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે

    ઉમેદવારનાં પરીક્ષા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત-૦૨૭૭૨ ૨૪૦૯૧૮  

        આગામી ૯મી એપ્રિલ ૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાશે. જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી એન.એન. દવેની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી હતી.

        જિલ્લા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે,  ૯મી એપ્રિલ ૨૦૨૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના સાત તાલુકાના ૧૧૭ પરીક્ષા કેન્દ્રોના ૧૩૩૭ વર્ગખંડોમાં ૪૦૧૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે.   સાબરકાંઠા જિલ્લામાં તમામ પ્રકારની તૈયારીઓ સાથે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ છે. પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જરૂરી સૂચનાઓ તેમજ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન(પ્રવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ ૨૦૨૩ની અગત્યની જોગવાઈઓ અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી અને દંડના પ્રાવધાન અંગેની વિશેષ જાણકારી આપી હતી.

          સાબરકાંઠા જિલ્લામાં કુલ ૩૯ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ૧૬ ફ્લાઇંગ સ્કોડ, દરેક સેન્ટર ઉપર બે મહિલા, બે પુરૂષ કોન્સ્ટેબલ અને એક એ.એસ.આઇ અથવા પી.એસ.આઇ ફરજ બજાવશે. અંદાજે ૫૦૦૦થી વધુ અધિકારી કર્મચારી આ પરીક્ષામાં ફરજ બજાવશે.

        સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેંદ્ર સુધી પેપર સલામત રીતે પહોંચે તે માટે જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો ઉપયોગમાં લેવાશે. દરેક વર્ગખંડ સી.સી.ટી.વીથી સજજ હશે. જેનું માઇક્રો ઓબ્ઝર્વર દ્રારા સમગ્ર પરીક્ષા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ૬૦૦ થી વધુ સંખ્યા ધરાવતા ત્રણ કેંદ્રો અને ૪૫૦ થી વધુ સંખ્યા ધરાવતા ૨૭ કેન્દ્રોનો સમાવેશ થાય છે.

         ઉમેદવારોને પરીક્ષા કેંદ્રો પર પહોચવા માટે એસ.ટી. વિભાગ દ્રારા વિશેષ સુવિધા માટે ૧૯ જેટલી બસો ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બસો ઉપરાંત વધુ બસોની જરૂર જણાશે તો તે ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવવામાં આવી હતી.

         ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરે ત્યારે તેમને બેંક ડિટેલ આપતાં તેમને રૂ. ૨૫૪ તેમના ખાતામાં જમા થશે. એમ વધુમાં જિલ્લા સમાહર્તાએ ઉમેર્યું હતું.

        આ પરીષદમાં જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાધેલા,અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઠક્કર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

    ૦૦૦૦૦૦૦૦

    કયા તાલુકામાં કેટલા  પરીક્ષા કેંદ્રો 

    હિંમતનગર :૪૪ , ઇડર ૩૧, વડાલી ૦૬, તલોદ ૧૩, ખેડબ્રહ્મા ૧૧, પ્રાંતિજ ૧૦ વિજયનગર ૦૨  

  • જાણો, હનુમાનજીના જીવનની રોચક વાતો

    જાણો, હનુમાનજીના જીવનની રોચક વાતો

     

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    ચૈત્ર પુર્ણિમાએ હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આજરોજ એટલે કે પૂર્ણિમાએ સમગ્ર ભારત અને વિશ્વમાં હનુમાન જયંતી મનાવવામાં આવી ત્યારે હનુમાનજીનું જીવન કેવું હતું …તેના વિશેનો એક નાનકડો લેખ અમે વાચકો સમક્ષ રજૂ કરી રહ્યા છે

    Source: WhatsApp

    श्रीहनुमान जन्मोत्सव 6 अप्रैल विशेष
    〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️🌼〰️〰️
    पवन पुत्र हनुमान के जन्म की कहानी
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    ज्योतिषीयों के सटीक गणना के अनुसार हनुमान जी का जन्म 1 करोड़ 85 लाख 58 हजार 115 वर्ष पहले चैत्र पूर्णिमा को मंगलवार के दिन चित्र नक्षत्र व मेष लग्न के योग में सुबह 06:03 बजे हुआ था।

    वाल्मीकि रचित रामायण (मतान्तर से) के अनुसार कार्तिक मास के कृष्ण पक्ष की चतुर्दशी तिथि (छोटी दीपावली) मंगलवार के दिन हनुमान का जन्म हुआ था।

    हनुमान जयंती वर्ष में दो बार मनाई जाती है। पहली हिन्‍दू कैलेंडर के अनुसार चैत्र शुक्‍ल पूर्णिमा को अर्थात ग्रेगोरियन कैलेंडर के मुताबिक मार्च या अप्रैल के बीच और दूसरी कार्तिक कृष्‍ण चतुर्दशी अर्थात नरक चतुर्दशी को अर्थात सितंबर-अक्टूबर के बीच। इसके अलावा तमिलनाडु और केरल में हनुमान जयंती मार्गशीर्ष माह की अमावस्या को तथा उड़ीसा में वैशाख महीने के पहले दिन मनाई जाती है। आखिर सही क्या है?

    चैत्र पूर्णिमा को मेष लग्न और चित्रा नक्षत्र में प्रातः 6:03 बजे हनुमानजी का जन्म एक गुफा में हुआ था। मतलब यह कि चैत्र माह में उनका जन्म हुआ था। फिर चतुर्दर्शी क्यों मनाते हैं? वाल्मिकी रचित रामायण के अनुसार हनुमानजी का जन्म कार्तिक मास की कृष्ण पक्ष की चतुर्दशी को मंगलवार के दिन, स्वाति नक्षत्र और मेष लग्न में हुआ था।

    हनुमान जी जन्म को लेकर मतभेद
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    एक तिथि को विजय अभिनन्दन महोत्सव के रूप में जबकि दूसरी तिथि को जन्मदिवस के रूप में मनाया जाता है। पहली तिथि के अनुसार इस दिन हनुमानजी सूर्य को फल समझ कर खाने के लिए दौड़े थे, उसी दिन राहु भी सूर्य को अपना ग्रास बनाने के लिए आया हुआ था लेकिन हनुमानजी को देखकर सूर्यदेव ने उन्हें दूसरा राहु समझ लिया। इस दिन चैत्र माह की पूर्णिमा थी जबकि कार्तिक कृष्‍ण चतुर्दशी को उनका जन्म हुआ हुआ था। एक अन्य मान्यता के अनुसार माता सीता ने हनुमानजी की भक्ति और समर्पण को देखकर उनको अमरता का वरदान दिया था। यह दिन नरक चतुर्दशी का दिन था। हालांकि वाल्मिकीजी ने जो लिखा है उसे सही माना जा सकता है।

    हनुमान जी की माता अंजनि के पूर्व जन्म की कहानी
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    कहते हैं कि माता अंजनि पूर्व जन्म में देवराज इंद्र के दरबार में अप्सरा पुंजिकस्थला थीं। ‘बालपन में वो अत्यंत सुंदर और स्वभाव से चंचल थी एक बार अपनी चंचलता में ही उन्होंने तपस्या करते एक तेजस्वी ऋषि के साथ अभद्रता कर दी थी।

    गुस्से में आकर ऋषि ने पुंजिकस्थला को श्राप दे दिया कि जा तू वानर की तरह स्वभाव वाली वानरी बन जा, ऋषि के श्राप को सुनकर पुंजिकस्थला ऋषि से क्षमा याचना मांगने लगी, तब ऋषि ने कहा कि तुम्हारा वह रूप भी परम तेजस्वी होगा।

    तुमसे एक ऐसे पुत्र का जन्म होगा जिसकी कीर्ति और यश से तुम्हारा नाम युगों-युगों तक अमर हो जाएगा, अंजनि को वीर पुत्र का आशीर्वाद मिला।

    श्री हनुमानजी की बाल्यावस्था
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    ऋषि के श्राप से त्रेता युग मे अंजना मे नारी वानर के रूप मे धरती पे जन्म लेना पडा इंद्र जिनके हाथ में पृथ्वी के सृजन की कमान है, स्वर्ग में स्थित इंद्र के दरबार (महल) में हजारों अप्सरा (सेविकाएं) थीं, जिनमें से एक थीं अंजना (अप्सरा पुंजिकस्थला) अंजना की सेवा से प्रसन्न होकर इंद्र ने उन्हें मनचाहा वरदान मांगने को कहा, अंजना ने हिचकिचाते हुए उनसे कहा कि उन पर एक तपस्वी साधु का श्राप है, अगर हो सके तो उन्हें उससे मुक्ति दिलवा दें। इंद्र ने उनसे कहा कि वह उस श्राप के बारे में बताएं, क्या पता वह उस श्राप से उन्हें मुक्ति दिलवा दें।

    अंजना ने उन्हें अपनी कहानी सुनानी शुरू की, अंजना ने कहा ‘बालपन में जब मैं खेल रही थी तो मैंने एक वानर को तपस्या करते देखा, मेरे लिए यह एक बड़ी आश्चर्य वाली घटना थी, इसलिए मैंने उस तपस्वी वानर पर फल फेंकने शुरू कर दिए, बस यही मेरी गलती थी क्योंकि वह कोई आम वानर नहीं बल्कि एक तपस्वी साधु थे।

    मैंने उनकी तपस्या भंग कर दी और क्रोधित होकर उन्होंने मुझे श्राप दे दिया कि जब भी मुझे किसी से प्रेम होगा तो मैं वानर बन जाऊंगी। मेरे बहुत गिड़गिड़ाने और माफी मांगने पर उस साधु ने कहा कि मेरा चेहरा वानर होने के बावजूद उस व्यक्ति का प्रेम मेरी तरफ कम नहीं होगा’। अपनी कहानी सुनाने के बाद अंजना ने कहा कि अगर इंद्र देव उन्हें इस श्राप से मुक्ति दिलवा सकें तो वह उनकी बहुत आभारी होंगी। इंद्र देव ने उन्हें कहा कि इस श्राप से मुक्ति पाने के लिए अंजना को धरती पर जाकर वास करना होगा, जहां वह अपने पति से मिलेंगी। शिव के अवतार को जन्म देने के बाद अंजना को इस श्राप से मुक्ति मिल जाएगी।

    इंद्र की बात मानकर अंजना धरती पर आईं और केसरी से विवाह – इंद्र की बात मानकर अंजना धरती पर चली आईं, एक शाप के कारण उन्हें नारी वानर के रूप मे धरती पे जन्म लेना पडा। उस शाप का प्रभाव शिव के अन्श को जन्म देने के बाद ही समाप्त होना था। और एक शिकारन के तौर पर जीवन यापन करने लगीं। जंगल में उन्होंने एक बड़े बलशाली युवक को शेर से लड़ते देखा और उसके प्रति आकर्षित होने लगीं, जैसे ही उस व्यक्ति की नजरें अंजना पर पड़ीं, अंजना का चेहरा वानर जैसा हो गया। अंजना जोर-जोर से रोने लगीं, जब वह युवक उनके पास आया और उनकी पीड़ा का कारण पूछा तो अंजना ने अपना चेहरा छिपाते हुए उसे बताया कि वह बदसूरत हो गई हैं। अंजना ने उस बलशाली युवक को दूर से देखा था लेकिन जब उसने उस व्यक्ति को अपने समीप देखा तो पाया कि उसका चेहरा भी वानर जैसा था।

    अपना परिचय बताते हुए उस व्यक्ति ने कहा कि वह कोई और नहीं वानर राज केसरी हैं जो जब चाहें इंसानी रूप में आ सकते हैं। अंजना का वानर जैसा चेहरा उन दोनों को प्रेम करने से नहीं रोक सका और जंगल में केसरी और अंजना ने विवाह कर लिया।

    केसरी एक शक्तिशाली वानर थे जिन्होने एक बार एक भयंकर हाथी को मारा था। उस हाथी ने कई बार असहाय साधु-संतों को विभिन्न प्रकार से कष्ट पँहुचाया था। तभी से उनका नाम केसरी पड गया, “केसरी” का अर्थ होता है सिंह। उन्हे “कुंजर सुदान”(हाथी को मारने वाला) के नाम से भी जाना जाता है।

    पंपा सरोवर
    〰️〰️〰️〰️
    अंजना और मतंग ऋषि – पुराणों में कथा है कि केसरी और अंजना ने विवाह कर लिया पर संतान सुख से वंचित थे । अंजना अपनी इस पीड़ा को लेकर मतंग ऋषि के पास गईं, तब मंतग ऋषि ने उनसे कहा-पप्पा (कई लोग इसे पंपा सरोवर भी कहते हैं) सरोवर के पूर्व में नरसिंह आश्रम है, उसकी दक्षिण दिशा में नारायण पर्वत पर स्वामी तीर्थ है वहाँ जाकर उसमें स्नान करके, बारह वर्ष तक तप एवं उपवास करने पर तुम्हें पुत्र सुख की प्राप्ति होगी।

    अंजना को पवन देव का वरदान
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    मतंग रामायण कालीन एक ऋषि थे, जो शबरी के गुरु थे। अंजना ने मतंग ऋषि एवं अपने पति केसरी से आज्ञा लेकर तप किया था बारह वर्ष तक केवल वायु पर ही जीवित रही, एक बार अंजना ने “शुचिस्नान” करके सुंदर वस्त्राभूषण धारण किए। तब वायु देवता ने अंजना की तपस्या से प्रसन्न होकर उस समय पवन देव ने उसके कर्णरन्ध्र में प्रवेश कर उसे वरदान दिया, कि तेरे यहां सूर्य, अग्नि एवं सुवर्ण के समान तेजस्वी, वेद-वेदांगों का मर्मज्ञ, विश्वन्द्य महाबली पुत्र होगा।

    अंजना को भगवान शिव का वरदान
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    अंजना ने मतंग ऋषि एवं अपने पति केसरी से आज्ञा लेकर नारायण पर्वत पर स्वामी तीर्थ के पास, अपने आराध्य शिव की तपस्या में मग्न थीं । शिव की आराधना कर रही थीं तपस्या से प्रसन्न होकर शिव ने उन्हें वरदान मांगने को कहा, अंजना ने शिव को कहा कि साधु के श्राप से मुक्ति पाने के लिए उन्हें शिव के अवतार को जन्म देना है, इसलिए शिव बालक के रूप में उनकी कोख से जन्म लें।

    (कर्नाटक राज्य के दो जिले कोप्पल और बेल्लारी में रामायण काल का प्रसिद्ध किष्किंधा)

    ‘तथास्तु’ कहकर शिव अंतर्ध्यान हो गए। इस घटना के बाद एक दिन अंजना शिव की आराधना कर रही थीं और दूसरी तरफ अयोध्या में, इक्ष्वाकु वंशी महाराज अज के पुत्र और अयोध्या के महाराज दशरथ, अपनी तीन रानियों के कौशल्या, सुमित्रा और कैकेयी साथ पुत्र रत्न की प्राप्ति के लिए, श्रृंगी ऋषि को बुलाकर ‘पुत्र कामेष्टि यज्ञ’ के साथ यज्ञ कर रहे थे।
    यज्ञ की पूर्णाहुति पर स्वयं अग्नि देव ने प्रकट होकर श्रृंगी को खीर का एक स्वर्ण पात्र (कटोरी) दिया और कहा “ऋषिवर! यह खीर राजा की तीनों रानियों को खिला दो। राजा की इच्छा अवश्य पूर्ण होगी।” जिसे तीनों रानियों को खिलाना था लेकिन इस दौरान एक चमत्कारिक घटना हुई, एक पक्षी उस खीर की कटोरी में थोड़ा सा खीर अपने पंजों में फंसाकर ले गया और तपस्या में लीन अंजना के हाथ में गिरा दिया। अंजना ने शिव का प्रसाद समझकर उसे ग्रहण कर लिया।

    हनुमान जी का जन्म त्रेता युग मे अंजना के पुत्र के रूप मे, चैत्र शुक्ल की पूर्णिमा की महानिशा में हुआ।

    अन्य कथा अनुसार हनुमान अवतार
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    सामान्यत: लंकादहन के संबंध में यही माना जाता है कि सीता की खोज करते हुए लंका पहुंचे और रावण के पुत्र सहित अनेक राक्षसों का अंत कर दिया। तब रावण के पुत्र मेघनाद ने श्री हनुमान को ब्रह्मास्त्र छोड़कर काबू किया और रावण ने श्री हनुमान की पूंछ में आग लगाने का दण्ड दिया। तब उसी जलती पूंछ से श्री हनुमान ने लंका में आग लगा रावण का दंभ चूर किया। किंतु पुराणों में लंकादहन के पीछे भी एक ओर रोचक कथा जुड़ी है, जिसके कारण श्री हनुमान ने पूंछ से लंका में आग लगाई।

    श्री हनुमान शिव अवतार है। शिव से ही जुड़ा है यह रोचक प्रसंग। एक बार माता पार्वती की इच्छा पर शिव ने कुबेर से सोने का सुंदर महल का निर्माण करवाया। किंतु रावण इस महल की सुंदरता पर मोहित हो गया। वह ब्राह्मण का वेश रखकर शिव के पास गया। उसने महल में प्रवेश के लिए शिव-पार्वती से पूजा कराकर दक्षिणा के रूप में वह महल ही मांग लिया। भक्त को पहचान शिव ने प्रसन्न होकर वह महल दान दे दिया।

    दान में महल प्राप्त करने के बाद रावण के मन में विचार आया कि यह महल असल में माता पार्वती के कहने पर बनाया गया। इसलिए उनकी सहमति के बिना यह शुभ नहीं होगा। तब उसने शिवजी से माता पार्वती को भी मांग लिया और भोलेभंडारी शिव ने इसे भी स्वीकार कर लिया। जब रावण उस सोने के महल सहित मां पार्वती को ले जाना लगा। तब अचंभित और दुखी माता पार्वती ने विष्णु को स्मरण किया और उन्होंने आकर माता की रक्षा की।

    जब माता पार्वती अप्रसन्न हो गई तो शिव ने अपनी गलती को मानते हुए मां पार्वती को वचन दिया कि त्रेतायुग में मैं वानर रूप हनुमान का अवतार लूंगा उस समय तुम मेरी पूंछ बन जाना। जब मैं माता सीता की खोज में इसी सोने के महल यानी लंका जाऊंगा तो तुम पूंछ के रूप में लंका को आग लगाकर रावण को दण्डित करना।

    हनुमान जी की प्रसिद्धि कथा
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    अंजना के पुत्र होने के कारण ही हनुमान
    जी को अंजनेय नाम से भी जाना जाता है
    जिसका अर्थ होता है ‘अंजना द्वारा उत्पन्न’। माता श्री अंजनी और कपिराज
    श्री केसरी हनुमानजी को अतिशय प्रेम करते थे।

    श्री हनुमानजी को सुलाकर वो फल-फूल लेने गये थे इसी समय बाल हनुमान भूख एवं अपनी माता की अनुपस्थिति में भूख के कारण आक्रन्द करने लगे। इसी दौरान उनकी नजर क्षितिज पर पड़ी। सूर्योदय हो रहा था। बाल हनुमान को लगा की यह कोई लाल फल है। (तेज और पराक्रम के लिए कोई अवस्था नहीं होती)।
    यहां पर तो श्री हनुमान जी के रुप में
    माताश्री अंजनी के गर्भ से प्रत्यक्ष शिवशंकर अपने ग्यारहवें रुद्र में लीला कर रहे थे और श्री पवनदेव ने उनके उड़ने की शक्ति भी प्रदान की थी। जब शिशु हनुमान को भूख लगी तो वे उगते हुये सूर्य को फल समझकर उसे पकड़ने आकाश में उड़ने लगे। उस लाल फल को लेने के लिए हनुमानजी वायुवेग से आकाश में उड़ने लगे। उनको देखकर देव, दानव सभी विस्मयतापूर्वक कहने लगे कि बाल्यावस्था में एसे पराक्रम दिखाने वाला यौवनकाल में क्या नहीं करेगा। उधर भगवान सूर्य ने उन्हें अबोध शिशु समझकर अपने तेज से नहीं जलने दिया। जिस समय हनुमान सूर्य को पकड़ने के लिये लपके, उसी समय राहु
    सूर्य पर ग्रहण लगाना चाहता था।हनुमानजी ने सूर्य के ऊपरी भाग में जब राहु का स्पर्श किया तो वह भयभीत होकर वहाँ से भाग गया। उसने इन्द्र के पास जाकर शिकायत की “देवराज! आपने मुझे अपनी क्षुधा शान्त करने के साधन के रूप में सूर्य और चन्द्र दिये थे। आज अमावस्या के दिन जब मैं सूर्य को ग्रस्त करने गया तब देखा कि दूसरा राहु सूर्य को पकड़ने जा रहा है।”

    राहु की बात सुनकर इन्द्र घबरा गये और उसे साथ लेकर सूर्य की ओर चल पड़े। राहु को देखकर हनुमानजी सूर्य को छोड़ राहु पर झपटे। राहु ने इन्द्र को रक्षा के लिये पुकारा तो उन्होंने हनुमानजी पर वज्रायुध से प्रहार किया जिससे वे एक पर्वत पर गिरे और उनकी बायीं ठुड्डी टूट गई। हनुमान की यह दशा देखकर वायुदेव
    को क्रोध आया। उन्होंने उसी क्षण अपनी गति रोक दिया। इससे संसार की कोई
    भी प्राणी साँस न ले सकी और सब पीड़ा से तड़पने लगे। तब सारे सुर, असुर, यक्ष, किन्नर आदि ब्रह्मा जी की शरण में गये। ब्रह्मा उन सबको लेकर वायुदेव के पास गये। वे मूर्छत हनुमान को गोद में लिये उदास बैठे थे। जब ब्रह्माजी ने उन्हें सचेत किया तो वायुदेव ने अपनी गति का संचार करके सभी प्राणियों की पीड़ा दूर की।
    तभी श्री ब्रह्माजी ने श्री हनुमानजी को वरदान दिया कि इस बालक को कभी ब्रह्मशाप नहीं लगेगा, कभी भी उनका एक भी अंग शस्तर नहीं होगा, ब्रह्माजीने अन्य देवताओं से भी कहा कि इस बालक को आप सभी वरदान दें तब देवराज इंन्द्रदेव ने हनुमानजी के गले में कमल की माला पहनाते हुए कहा की मेरे वज्रप्रहार के कारण इस बालक की हनु (दाढ़ी) टूट गई है इसीलिए इन कपिश्रेष्ठ का नाम आज से हनुमान रहेगा और मेरा वज्र भी इस बालक को नुकसान न पहुंचा सके ऐसा वज्र से कठोर होगा। श्री सूर्यदेव ने भी कहा कि इस बालक को में अपना तेज प्रदान करता हूं और मैं इसको शस्त्र-समर्थ मर्मज्ञ बनाता हुं ।

    हनुमानजी के कुछ नाम एवं उनका अर्थ
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    हनुमानजी को मारुति, बजरंगबली इत्यादि नामों से भी जानते हैं। मरुत शब्द से ही मारुति शब्द की उत्पत्ति हुई है। महाभारत में हनुमानजी का उल्लेख मारुतात्मज के नाम से किया गया है। हनुमानजी का अन्य एक नाम है, बजरंगबली। बजरंगबली यह शब्द व्रजांगबली के अपभ्रंश से बना है। जिनमें वज्र के समान कठोर अस्त्र का सामना करनेकी शक्ति है, वे व्रजांगबली है। जिस प्रकार लक्ष्मण से लखन, कृष्ण से किशन ऐसे सरल नाम लोगों ने अपभ्रंश कर उपयोगमें लाए, उसी प्रकार व्रजांगबली का अपभ्रंश बजरंगबली हो गया।

    हनुमानजी की विशेषताएं
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    अनेक संतों ने समाज में हनुमानजी की उपासना को प्रचलित किया है। ऐसे हनुमान जी के संदर्भ में समर्थ रामदास स्वामी कहते हैं, ‘हनुमानजी हमारे देवता हैं ।’ हनुमानजी शक्ति, युक्ति एवं भक्ति का प्रतीक हैं। इसलिए समर्थ रामदासस् वामी ने हनुमानजी की उपासना की प्रथा आरंभ की। महाराष्ट्र में उनके द्वारा स्थापित ग्यारह मारुति प्रसिद्ध हैं। साथ ही संत तुलसीदास ने उत्तर भारत में मारुति के अनेक मंदिर स्थापित किए तथा उनकी उपासना दृढ की। दक्षिण भारत में मध्वाचार्य को मारुति का अवतार माना जाता है। इनके साथ ही अन्य कई संतों ने अपनी विविध रचनाओं द्वारा समाज के समक्ष मारुति का आदर्श रखा है।

    1. शक्तिमानता
    〰️〰️〰️〰️〰️
    हनुमानजी सर्वशक्तिमान देवता हैं। जन्म लेते ही हनुमानजी ने सूर्यको निगलनेके लिए उडान भरी। इससे यह स्पष्ट होता है कि, वायुपुत्र अर्थात वायुतत्त्वसे उत्पन्न हनुमानजी, सूर्यपर अर्थात तेजतत्त्वपर विजय प्राप्त करनेमें सक्षम थे। पृथ्वी, आप, तेज, वायु एवं आकाश तत्त्वोंमेंसे तेजतत्त्वकी तुलनामें वायुतत्त्व अधिक सूक्ष्म है अर्थात अधिक शक्तिमान है। सर्व देवताओंमें केवल हनुमानजीको ही अनिष्ट शक्तियां कष्ट नहीं दे सकतीं। लंकामें लाखों राक्षस थे, तब भी वे हनुमानजीका कुछ नहीं बिगाड पाएं। इससे हम हनुमानजीकी शक्तिका अनुमान लगा सकते हैं।

    1. भूतों के स्वामी
    〰️〰️〰️〰️〰️〰️
    हनुमानजी भूतों के स्वामी माने जाते हैं। किसी को भूत बाधा हो, तो उस व्यक्ति को हनुमानजी के मंदिर ले जाते हैं। साथ ही हनुमानजी से संबंधित स्तोत्र जैसे हनुमत्कवच, भीमरूपी स्तोत्र अथवा हनुमानचालीसा का पाठ करनेके लिए कहते हैं ।

    2. भक्ति
    〰️〰️〰️
    साधना में जिज्ञासु, मुमुक्षु, साधक, शिष्य एवं भक्त ऐसे उन्नति के चरण होते हैं। इसमें भक्त यह अंतिम चरण है। भक्त अर्थात वह जो भगवानसे विभक्त नहीं है। हनुमानजी भगवान श्रीराम से पूर्णतया एकरूप हैं। जब भी नवविधा भक्ति में से दास्य भक्ति का सर्वोत्कृष्ट उदाहरण देना होता है, तब हनुमानजी का उदाहरण दिया जाता है। वे अपने प्रभु राम के लिए प्राण अर्पण करने के लिए सदैव तत्पर रहते हैं । प्रभु श्रीराम की सेवा की तुलना में उन्हें सब कुछ कौडी के मोल लगता है। हनुमान सेवक एवं सैनिक का एक सुंदर सम्मिश्रण हैं। स्वयं सर्वशक्तिमान होते हुए भी वे, अपने-आपको श्रीरामजीका दास कहलवाते थ। उनकी भावना थी कि उनकी शक्ति भी श्रीरामजी की ही शक्ति है। मान अर्थात शक्ति एवं भक्तिका संगम।

    3. मनोविज्ञान में निपुण एवं राजनीति में कुशल
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    अनेक प्रसंगों में सुग्रीव इत्यादि वानर ही नहीं, वरन् राम भी हनुमानजी से परामर्श करते थे। लंका में प्रथम ही भेंट में हनुमानजी ने सीता के मन में अपने प्रति विश्वास निर्माण किया। इन प्रसंगों से हनुमानजी की बुद्धिमानता एवं मनोविज्ञान में निपुणता स्पष्ट होती है। लंकादहन कर हनुमानजी ने रावण की प्रजा में रावणके सामर्थ्य के प्रति अविश्वास उत्पन्न किया। इस बातसे उनकी राजनीति-कुशलता स्पष्ट होती है।

    4. जितेंद्रिय
    〰️〰️〰️〰️
    सीता को ढूंढने जब हनुमानजी रावण के अंतःपुर में गए, तो उस समय की उनकी मनः स्थिति थी, उनके उच्च चरित्र का सूचक है। इस संदर्भ में वे स्वयं कहते हैं, ‘सर्व रावण पत्नियों को निःशंक लेटे हुए मैंने देखा; परंतु उन्हें देखने से मेरे मन में विकार उत्पन्न नहीं हुआ।’

    वाल्मीकि रामायण, सुंदरकांड 11.42-43

    इंद्रियजीत होने के कारण हनुमानजी रावणपुत्र इंद्रजीत को भी पराजित कर सके। तभी से इंद्रियों पर विजय पाने हेतु हनुमानजी की उपासना बतायी गई।

    5. भक्तों की इच्छा पूर्ण करने वाले
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    हनुमानजी को इच्छा पूर्ण करने वाले देवता मानते हैं, इसलिए व्रत रखने वाले अनेक स्त्री-पुरुष हनुमानजी की मूर्ति की श्रद्धापूर्वक निर्धारित परिक्रमा करते हैं। कई लोगों को आश्चर्य होता है कि, जब किसी कन्या का विवाह निश्चित न हो रहा हो, तो उसे ब्रह्मचारी हनुमानजी की उपासना करने के लिए कहा जाता है। वास्तव में अत्युच्च स्तर के देवताओं में ‘ब्रह्मचारी’ या ‘विवाहित’ जैसा कोई भेद नहीं होता। ऐसा अंतर मानव-निर्मित है। मनोविज्ञान के आधार पर कुछ लोगों की यह गलत धारणा होती है कि, सुंदर, बलवान पुरुष से विवाह की कामना से कन्याएं हनुमानजी की उपासना करती हैं। परंतु वास्तविक कारण कुछ इस प्रकार है। लगभग 30 प्रतिशत व्यक्तियों का विवाह भूतबाधा, जादू-टोना इत्यादि अनिष्ट शक्तियों के प्रभावके कारण नहीं हो पाता। हनुमानजी की उपासना करने से ये कष्ट दूर हो जाते हैं एवं उनका विवाह संभव हो जाता है।

    6. हनुमान जन्मोत्सव कैसे मनाया जाता है ?
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    हनुमान जयंती का उत्सव संपूर्ण भारत में विविध स्थानों पर धूमधाम से मनाया जाता है। इस दिन प्रात: 4 बजे से ही भक्तजन स्नान कर हनुमान जी के देवालयों में दर्शन के लिए आने लगते हैं। प्रात: 5 बजे से देवालयों में पूजा विधि आरंभ होती हैं । हनुमानजी की मूर्ति को पंचामृत स्नान करवा कर उनका विधिवत पूजन किया जाता है। सुबह ६ बजे तक अर्थात हनुमान जन्म के समय तक हनुमान जन्म की कथा, भजन, कीर्तन आदि का आयोजन किया जाता है। हनुमानजी की मूर्ति को हिंडोले में रख हिंडोला गीत गाया जाता है। हनुमानजी की मूर्ति हाथ में लेकर देवालय की परिक्रमा करते हैं। हनुमान जयंती के उपलक्ष्य में कुछ जगह यज्ञ का आयोजन भी करते हैं। तत्पश्चात हनुमानजी की आरती उतारी जाती है। आरती के उपरांत कुछ स्थानों पर सौंठ अर्थात सूखे अदरक का चूर्ण एवं पीसी हुई चीनी तथा सूखे नारियल का चूरा मिलाकर उस मिश्रणको या कुछ स्थानों पर छुहारा, बादाम, काजू, सूखा अंगूर एवं मिश्री, इस पंचखाद्य को प्रसाद के रूप में बांटते हैं । कुछ स्थानों पर पोहे तथा चने की भीगी हुई दाल में दही, शक्कर, मिर्ची के टुकडे, निम्ब का अचार मिलाकर गोपाल काला बनाकर प्रसाद के रूप में बाटते है। कुछ जगह महाप्रसाद का आयोजन किया जाता है।

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

  • ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે- આચાર્ય દેવવ્રત

    ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે- આચાર્ય દેવવ્રત

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ગવર્નર તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કેન્દ્ર સરકારે અનેક ઉદ્દેશ્ય પાર પાડવા કરી હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને આચાર્ય દેવવ્રત આર્ય સમાજ અને પ્રાકૃતિક ખેતી અંગેના અનેક પ્રયોગો અને વિચારોના સમર્થક રહ્યા છે. તેમજ તેના પ્રયોગશિલ ખેડૂત  તરીકે જાણીતા છે.  એટલું જ નહીં તેમની ગવર્નર તરીકેની કામગીરી અન્ય જગ્યાએ પ્રશંસનીય હોવાના પરિણામે ગુજરાતમાં ખાસ કરીને મોદી સરકારે તેમને અનેક પ્રકારના ટાસ્ક સોંપીને અહીંયા મોકલ્યા છે. આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ વિશદ જ્ઞાન ધરાવે છે અને આને પરિણામે તેમની છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતીને લઈને અનેક કાર્યક્રમો ગુજરાતભરમાં આપ્યા છે. કૃષિ વિશે સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ અંગે પણ તેઓ ઘણી જગ્યાએ પ્રચાર કરતા ફરે છે.

    આવા જ કાર્યક્રમ અંતર્ગત આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલી સાબર ડેરીના ઓડિટોરિયમ ખાતે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીના લાભાલાભ અંગે તેમણે આશરે 500થી પણ વધુ ખેડૂતોને સંબોધિત કર્યા હતા.

    જાણીએ આચાર્ય દેવ વ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈને કઈ અમૂલ્ય શિખામણો આપી હતી.

     

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કર્યો

    ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું ‘રોલ મોડલ‘ બનશે : રાજ્યપાલશ્રી

    પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે.: રાજ્યપાલશ્રી

    ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે

    રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે

    રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે

    રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે

    પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ બનશે

     સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોના મંતવ્યો સાંભળ્યા હતા. ખેડૂતોને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે. અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે માહિર છે. ગુજરાત સરકાર પશુ ધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજ્યપાલશ્રીએ પશુપાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.

     

    રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે.

    રાજ્યપાલશ્રીએ ખેડૂતોને ઓર્ગેનિક ( જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.

     

    રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે.

    રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી.

    ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

    પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી અને ગૌપાલન અંગે લોકોને પ્રેરણા આપે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે ધરતી માતાને અને આપણી જાતને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે.

    આ કાર્યક્રમ પૂર્વે માનનીય રાજયપાલ શ્રીએ સાબર ડેરી સ્થિત ગુજરાતનું ઇથનોવેટ યુનિટ પ્લાન્ટનું નિરીક્ષણ કરી ત્યાં ચાલતી પ્રક્રિયાની માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં સાબર ડેરી ઉત્પાદિત ” સાબર મધ”નું લોકાર્પણ કર્યુ હતું. સાથે જ આ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષ અને હિતાર્થ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સહભાગીદારી કરવા પ્રયત્નશીલ છે તેવાં પ્રગતિશીલ ત્રણ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું.

     

    આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મંત્રીશ્રી અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, જિલ્લા કલેકટર શ્રી એન.એન.દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, સાબર ડેરી નિયામક મંડળ, જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેકટ નિયામકશ્રી વી.કે.પટેલ , જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


    Forward message

    આચાર્ય દેવવ્રત, માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત તા. 6 એપ્રિલ 2023 ને ગુરુવારે સાબર ડેરી આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ માં સાબર ડેરી ખાતે ઉપસ્થિત રહી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપનાર છે.

    સદર કાર્યક્રમ નું Facebook અને YouTube ઉપર પણ જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે આથી રસ ધરાવતા ખેડૂતો અને દૂધ મંડળીઓ ના વધુમાં વધુ સભાસદ કાર્યક્રમ જુએ અને સાંભળે તે માટે વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા વિનંતી છે જીવંત પ્રસારણ જોવા નીચેની લિંક નો ઉપયોગ કરવા વિનંતી છે

    Home