કેટેગરી ગ્રામિણ સંસ્કૃતિ

  • સદગુરુ વંદના: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની કઈ ખાસિયતો રહેશે?

    સદગુરુ વંદના: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની કઈ ખાસિયતો રહેશે?

    નીરવ જોશી , હિંમતનગર (7838880134)

    Email : joshinirav1607@gmail.com 

    • ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. 15 જાન્યુઆરી, 2023 દરમ્યાન, એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
    • આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે  કળિયુગમાં લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.
    • ભૂતકાળમાં પ્રમુખસ્વામીની હયાતીમાં ગુજરાતમાં સનાતન હિંદુ ધર્મના ધાર્મિક અને અધ્યાત્મિક મૂલ્યોને લઈને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ ગયા છે.
    • ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના આંગણે થવા જઈ રહ્યો છે ગુરુ પ્રમુખસ્વામીનો જન્મ શતાબ્દી મહોત્સવ.
    • આ મહોત્સવ ના આયોજનને જુઓ એ જ જીવનનો એક અમૂલ્ય યાદગીરી અને પ્રેરણાનું પાઠ બની રહેશે

    કળિયુગમાં કહેવાય છે કે હરિનામ સંકીર્તન અને હરિનું નામ લેવાથી જ આપણને દિવ્યતાનો અનુભવ થાય છે. આ મહોત્સવ જે ભગવાન સ્વામિનારાયણને સમર્પિત અને નિસ્વાર્થ ભાવે સતત 50 વર્ષ સુધી કાર્ય કરનારા પ્રમુખસ્વામીની શતાબ્દી વંદના ને સમર્પિત છે. હજારો નહી પરંતુ લાખો હરિભક્તો કે ભગવાન સ્વામિનારાયણના ભક્તોની તેમના ગુરુ પ્રત્યેની અનન્ય લાગણી અને સમર્પણ પ્રેમ અને ઉદારતા ની પણ પ્રતીતિ કરાવશે.

    ભગવાન સ્વામિનારાયણ એ આજથી 150 વર્ષ પહેલા જે પણ ઉપદેશો આપ્યા હતા એને લઈને આજે સ્વામીનારાયણના 10 થી પણ વધારે ફાટા છે કે સંસ્થા ઊભી થઈ ગઈ છે પરંતુ બીએપીએસ આમાંથી નોખી તરી આવે છે. આશરે ૧૨૦૦ જેટલા સંતો સમગ્ર વિશ્વમાં અનેક સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગની અને હકારાત્મક જીવનની પ્રેરણા આપી રહ્યા છે. સેવા કરતા કરતા ભક્તિ કેવી રીતે કરવી તેનું તેમના જીવન વડે સંદેશો આપી રહ્યા છે.

    લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનાર છે. ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. 15 જાન્યુઆરી, 2023 દરમ્યાન, એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.

    છેલ્લા 50 વર્ષોથી ભારતની આઝાદી બાદ ગુજરાત ક્ષેત્રે અધ્યાત્મિક તેમજ ધાર્મિક અને સામાજિક જાગૃતિ અંગે ધર્મ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ વડે તેમના સદગુરુ પ્રમુખસ્વામી મહારાજની ગુરુ વંદના નો જન્મ શતાબ્દી મહોત્સવ ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય રીતે અમદાવાદના આંગણે 15 ડિસેમ્બર થી ચાલુ થવા જઈ રહ્યો છે. સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટશે.

    આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે 5 લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.

    0.9.142

    મહોત્સવ સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની ઝલકઃ
    એક મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે. આ મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો આ મુજબ છેઃ

    કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો

    પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે. મહોત્સવ સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે, જેમાંથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

    પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા

    નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. તમામ મુલાકાતીઓ અહીં વંદન કરીને પ્રમુખસ્વામી મહારાજ અને ભારતની મહાન સંત પરંપરાને ભાવાંજલિ અર્પશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત છે, જ્યાંથી લોકોને પવિત્ર પ્રેરણાઓ મળશે.

    ભવ્ય અક્ષરધામ મહામંદિરની અતુલ્ય યાત્રા

    નગરની મધ્યમાં દિલ્હી ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. 67 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોનાં દર્શન-પ્રાર્થના કરીને દર્શનાર્થીઓ તીર્થયાત્રા કર્યાનો સંતોષ અનુભવશે.

    વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો

    પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ છે. આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મૂલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હર્યાભર્યા બનશે.

    બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી

    લાખો બાળકો પર નિઃસ્વાર્થ સ્નેહ વરસાવનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે બાળકો કેવી રીતે વંચિત રહી શકે! તેથી જ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં બાળકો માટે 17 એકરમાં ફેલાયેલી વિશિષ્ટ બાળનગરી રચવામાં આવી છે, જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવા અને આરોગ્યની પ્રેરણા લઈને આનંદ અને ઉત્સાહથી છલકાશે. આ બાલનગરીના ત્રણ ખંડો દ્વારા બાળકો માતપિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે, પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા સફળતાના પાઠ દૃઢ કરશે, વાર્તા દ્વારા સ્વવિકાસના પાઠ શીખશે.


    અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજાશે. આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત થશે. અહીં વિવિધ કાર્યક્રમોમાં જે બાળકો જોડાવાના છે તેમના અભ્યાસની પણ નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે.

    ટેલેન્ટ શો

    મહોત્સવ સ્થળે બાળકો-યુવાનોની શક્તિઓને ખીલવતા વિવિધ ટેલેન્ટ શો પણ યોજાશે. તે માટે અલગ અલગ બે મંચ રચવામાં આવ્યા છે. અહીં વ્યક્તિગત અને સમૂહગાન, શાસ્ત્રીય અને સુગમ સંગીત, વાદ્યસંગીત, યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને બાળકો-યુવાનો-યુવતીઓ સૌને આનંદની સાથે કળા-કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાઓ આપશે. લગભગ 150થી વધુ બાળકો-યુવકો આ રજૂઆત માટે છેલ્લા 3 મહિનાથી તાલીમ લઈ રહ્યા છે.

    મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ

    મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેકવિધ ગતિવિધિઓ માટે ‘મહિલા ઉત્કર્ષ મંડપમ્’ રચવામાં આવ્યો છે, જ્યાં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતીગળ કાર્યક્રમો, પરિષદો તેમજ રજૂઆતો થશે. મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ભારત અને વિદેશના અનેક મહિલા મહાનુભાવો કાર્યક્રમને શોભાવશે.

    યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો

    પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહ રચવામાં આવ્યો છે, જ્યાં એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંતો-મહંતો, વક્તાઓ, મહાનુભાવો વગેરે દ્વારા પ્રેરણાદાયી, ચિંતનશીલ પ્રવચનો, ભક્તિમય સંગીત અને અન્ય હૃદયસ્પર્શી રજૂઆતોથી મંચ ગુંજી ઊઠશે.

    લાઈટ એન્ડ સાઉન્ડ શો.

    મહોત્સવ સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્ત્વનું આકર્ષણ હશે – લાઈટ એન્ડ સાઉન્ડ શો. મહોત્સવ સ્થળની રાત્રિ આ લાઈટ એન્ડ સાઉન્ડ શો સૌને અનોખો આનંદ આપશે. 300 કરતાં વધારે બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે – પારિવારિક એકતા, સેવા અને પરોપકારનો.
    આ ઉપરાંત, વૈદિક યજ્ઞ કુટિર, અખંડ ભજન કુટિર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા-પ્રવૃત્તિઓ અહીં અનોખો રંગ જમાવશે.

    જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના (ગ્લો ગાર્ડન)
    મહોત્સવ સ્થળના કેન્દ્રમાં અક્ષરધામ મહામંદિરની ચારે તરફ સુશોભિત એક અનુપમ થીમેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી ઠારશે. એ છે જ્યોતિ ઉદ્યાન. આ એક એવો ઉદ્યાન છે, જ્યાં દિવસ કરતાં રાત વધુ સોહામણી હશે. અહીં અલગ અલગ પ્રકારનાં ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓની ભાતીગળ જ્યોતિર્મય રચનાઓ, બોધકથાઓ, સંસ્કૃતિ અને શાસ્ત્રોનો શાશ્વત સંદેશ આપશે. આ જ્યોતિ ઉદ્યાન મહોત્સવ સ્થળનું એક અનુપમ આકર્ષણ કેન્દ્ર બની રહેશે.

    લેન્ડસ્કેપ

    અનેકવિધ પર્યાવરણ સેવાઓ કરનાર પ્રમુખસ્વામી મહારાજે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણથી લઈને અનેકવિધ જનજાગૃતિ અભિયાનો યોજ્યાં હતાં. એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવમાં વૃક્ષો અને રંગબેરંગી ફૂલછોડની આકર્ષક બિછાત બિછાવવામાં આવી છે. તેની પૂર્વ તૈયારી રૂપે 3 એકર જમીનમાં એક નર્સરી તૈયાર કરવામાં આવી છે. આ મહોત્સવમાં આસામથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ ભારતના વિભિન્ન પ્રદેશમાંથી ફૂલ-છોડ લાવવામાં આવ્યા છે. ફૂલ-છોડના વિકાસ માટે ટપક સિચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    સર્વધર્મ સંવાદિતાનું પ્રયાગતીર્થ

    ‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ’ – ધર્મની આ અનોખી વ્યાખ્યા આપીને સમાજમાં સર્વ ધર્મ-આદરની જાગૃતિ માટે સતત પ્રયાસ કરનાર પ્રમુખસ્વામી મહારાજે દરેક ધર્મની આસ્થા અને પરંપરાને આદર આપ્યો છે. સનાતન હિંદુ ધર્મના એક સ્તંભ તરીકે તેમણે બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ કે અન્ય ધાર્મિક પરંપરાઓ અને ઘણા દેશોના દિગ્ગજો સાથે સંવાદ સાધ્યો છે. તેથી જ પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મોનું પ્રયાગ તીર્થ બનશે.

    રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વત્ પરિષદો

    બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અનેકવિધ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાનો દ્વારા સમાજના હિત માટે સંશોધનકારો અને વિદ્વાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આથી, શતાબ્દી મહોત્સવના ઉપક્રમે મહોત્સવ સ્થળે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની એકેડેમિક કોન્ફરન્સ-વિદ્વત્ પરિષદો યોજાશે, જેમાં ભાગ લઈને વિદ્વાનો વિવિધ વિષયો પર શોધ પ્રબંધો પ્રસ્તુત કરશે.

    પ્રેમવતી ઉપાહાર ગૃહ

    મહોત્સવ સ્થળે દર્શનાર્થીઓને રાહત દરે પરંપરાગત શાકાહારી વાનગીઓ અને રિફ્રેશમેન્ટ મળી રહે તે માટે ઠેર ઠેર પ્રેમવતી ઉપાહાર ગૃહ સજ્જ રહેશે.

    સંતો અને સ્વયંસેવકોનું સેવા-બલિદાન

    બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકો પર સ્નેહ વરસાવી તેમનામાં સેવા અને સમર્પણની અપાર શક્તિને જગાવી છે. પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સુશિક્ષિત સંતોનો વિશાળ સમુદાય અને કુલ 70 હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમ્યાન રાત-દિવસ સેવા આપશે. કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાંતોમાંથી આવેલા વિવિધ શૈક્ષણિક અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા આ હજારો સ્વયંસેવકો, ભક્તો-ભાવિકો તેમજ સંતો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની એક કરોડરજ્જૂ સમાન છે, જેઓએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો વિરાટ યજ્ઞ કરીને સેવા-સમર્પણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમાંના કેટલાક સ્વયંસેવકો છેલ્લા 1 વર્ષ કે 6 મહિનાથી વધુ સમય માટે મહોત્સવ સ્થળના નિર્માણમાં પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે.

    BAPS-બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા નો પરિચય.- નીરવ જોશી

    બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ભાગ છે અને એની સ્થાપના કાળુપુર/ વડતાલ ના મૂળ સ્વામિનારાયણ મંદિર થી અલગ થઈને કરાવવામાં આવેલી. ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં અડધો ડઝન જેટલા મંદિરો બનાવ્યા હતા. જેનો વહીવટ તેમણે તેમના સગા ભાઈના દીકરાઓને સોંપ્યો હતો. સમય જતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિકૃતિ આવવાથી અને અનેક પ્રકારના વિખવાદોને લઈને કેટલાક ધર્મ પરાયણ સંતો અલગ થઈને બીએપીએસ -BAPS ની સ્થાપના કરી હતી. આ સંસ્થા નું વડુમથક બોચાસણમાં સ્થાપવામાં આવ્યું હતું… જે ચરોતર પ્રદેશમાં છે. ત્યારબાદ આ સંસ્થા એક વિશાળ વડલાના વૃક્ષની માફક સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. જેમાં ખાસ કરીને યોગી મહારાજ જે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ હતા એમનો સિંહ ફાળો રહ્યો હતો. ગુજરાતમાં ભૂતકાળમાં 30 વર્ષ પહેલા યોગી મહારાજનો પણ ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભગવાન સૌનું ભલું કરે – એવી સંતના હૃદયની અમૃતવાણી અને ભાવના એમના સાંગોપાંગમાં વણાયેલી હતી… આ યોગી મહારાજ એ જ તેમનું યોગબળ અને ભક્તિના તપના આધારે જ પ્રમુખસ્વામી મહારાજને આ સંસ્થાના અધ્યક્ષ યુવા ઉંમરે બનાવ્યા હતા. જેમ રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને દીક્ષા આપી હતી. સ્વામી વિવેકાનંદે જેમ રામકૃષ્ણ મિશન બનાવ્યું અને એનું ખૂબ વિકાસ કર્યો તેવી જ રીતે પ્રમુખસ્વામી મહારાજે આશરે 50થી પણ વધુ વર્ષે સંતની જીવનમાં આવનારા અનેક પડકારોનો સામનો કરીને પોતાના આત્મબળ અને પ્રેમ વાત્સલ્ય અને સદગુરુની ભાવનાથી બીએપીએસ સંસ્થાના હજાર સંતો અને હરિભક્તોને માર્ગદર્શન આપીને એનો ભગવાન સ્વામિનારાયણ કૃપાથી વિકાસ કર્યો હતો . 2016 માં આશરે 93 વર્ષે પ્રમુખસ્વામીના બ્રહ્મલીન થયા બાદ મહંત સ્વામી એ સદગુરુ પરંપરાને નિભાવતા બીએપીએસ સંસ્થા ની કમાન સંભાળી છે અને હજારો લાખો હરિભક્તોને સત્સંગ કરાવીને વિચરણ કરી રહ્યા છે.

    પ્રયોજક: બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા

    આંતરરાષ્ટ્રીય સ્તરે માનવસેવા અને સંસ્કાર-સિંચનનું અભિયાન ચલાવતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ આ મહોત્સવનું આયોજન કર્યું છે. આ સંસ્થાએ શિક્ષણ, આરોગ્ય, રાહત કાર્ય, આદિવાસી-પછાત ઉત્કર્ષ, બાળ-યુવા સંસ્કાર, મહિલા ઉત્કર્ષ વગેરે સેવાઓ દ્વારા વિશ્વભરમાં લોકચાહના મેળવી છે. અનેકવિધ સામાજિક-પ્રાકૃતિક આપત્તિઓના સમયમાં આ સંસ્થાએ નિઃસ્વાર્થ ભાવે સહાયનો હાથ લંબાવ્યો છે. વિરાટ પાયે સાંસ્કૃતિક મહોત્સવો ઊજવીને સંસ્થાએ લાખો લોકોને જીવનઘડતરની પ્રેરણા આપી છે.

    પૂજ્ય મહંત સ્વામી મહારાજ, મહોત્સવના પ્રેરણાસ્ત્રોત
    આ ઉત્સવના પ્રેરણાસ્રોત છે – પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે. આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન હોવા છતાં નમ્રતા, ધર્મનિષ્ઠા અને ભક્તિના ગૌરવથી શોભતા મહંત સ્વામી મહારાજ સનાતન ધર્મના સંત-મહિમાનું જાણે મૂર્તિમંત સ્વરૂપ છે. તેમની નિશ્રામાં ઉજવાઈ રહેલા આ મહોત્સવમાં ઊમટીને ભારત અને વિદેશના લાખો લોકો પવિત્ર પ્રેરણાઓથી હર્યાભર્યા બનશે.

  • અવસર રથ – ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે

    અવસર રથ – ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે

    સંકલન: નીરવ જોશી, હિંમતનગર

    અવસર લોકશાહીનો!!!

    સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર “અવસર રથ” ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.

     

        સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ હેતુ થી અવસર રથ દ્વારા લોકોને મતદાન કરવા અંગેની જાણકારી આપવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્રારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે આ અવસર રથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે.

     

    સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ તા. ૮ થી ૧૧/૧૧/૨૦૨૨ થી “અવસર રથ” ભ્રમણ કરશે. જેમાં પ્રથમ દિવસે તા. ૮ના રોજ  ૩૩-પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં ફરશે અને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે. તા. ૯ ૨૮-ઇડર(અ.જા.), તા.૧૦ ૨૯-ખેડબ્રહ્મા(અ.જ.જા), તા.૧૧  ૨૭- હિંમતનગરનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરશે.

    ************

    સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી મિલકત પરથી ૨૫૮૨ હોર્ડિગ્સ –બેનરો દૂર કરાયા

                સમગ્ર રાજયમાં આદર્શ આચારસંહિતનો અમલ થતા જ રાજકીય પક્ષો તેમજ યોજનાકીય જાણકારી આપતી જાહેરખબરોને લગતા પોસ્ટર, હોર્ડિગ્સ બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ ૨૫૮૨  હોર્ડિગ્સ બેનર્સ  દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ખાનગી મિલકત પરથી ૧૧૮૧ હોર્ડિગ્સ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે.

    ***************
    જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા ખર્ચ સંદર્ભે બેઠક યોજાઈ

    ******

    સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ચાર વિધાનસભામાં રાજકીય પક્ષો આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરે ઉપસ્થિત માન્ય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણીલક્ષી સમજ આપી. ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રીય પક્ષોની હાજરી અપેક્ષિત અને અનિવાર્ય છે – જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયા.

    સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે તારીખ ૪/૧૧/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રાજકીય પક્ષોની આદર્શ આચાર સંહિતા તથા ખર્ચ અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, સી.પી.એમ, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી દીપ્તિબેન પ્રજાપતિ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  અને એમ.સી.સી નોડેલ અધિકારીશ્રી પાટીદાર અને  ચૂંટણી સંબંધિત  અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી એસ.ઓ.પી. મુજબ ચર્ચા કરી હતી.

         આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને ગઈકાલથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ ૧૦/૧૧/૨૦૨૨ ગુરુવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૭/૧૧/૨૦૨૨ ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ ૧૮/૧૧/૨૦૨૨ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ૨૧/૧૧/૨૦૨૨ છે. મતદાનની તારીખ ૫/૧૨/૨૦૨૨ અને મત ગણતરીની તારીખ ૮/૧૨/૨૦૨૨ છે.

         આપણા જિલ્લામાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. જિલ્લામાં ચૂંટણી પારદર્શક મુક્ત અને ન્યાય પ્રક્રિયામાં યોજાય તે અંગે ચૂંટણીના તમામ તબક્કે રાજકીય પક્ષોની હાજરી અપેક્ષિત અને અનિવાર્ય છે. સ્ટ્રોંગ રૂમ ખોલવા ઇ.વી.એમ. રેન્ડમાઈઝેશન જેવી બાબતોમાં આપના અધિકૃત પ્રતિનિધિઓ ને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનું રહેશે અને સૌએ સહકાર આપવાનો રહેશે. ચૂંટણી તંત્રની ગાઈડલાઈન મુજબ લોકશાહી ઢબે કામગીરી કરવામાં આવશે. ખર્ચની બાબત,  કાયદો વ્યવસ્થા, જિલ્લા વહીવટીતંત્ર પાસે આર.ઓ પાસેથી ચૂંટણીલક્ષી મંજૂરી મેળવવાની પ્રક્રિયા માટે સિંગલ વિન્ડો તેમજ દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીઓની ઓફિસમાં જરૂરી મંજૂરી આપવા માટેની અધિકારી-કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

        આ ઉપરાંત જિલ્લામાં બેનર પોસ્ટર હોડિંગ હટાવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. પેડ હોડિંગ દૂર ન કરાશે પણ જયાં પણ આપના હોડિંગ લગાડેલા છે તેની જાણકારી આપવાની રહેશે અને કાયમી રાખવા માંગશે તો તેનો ખર્ચ પક્ષ અને ઉમેદવારના ખાતામાં ઉધારવાનું રહેશે પણ ઉમેદવાર જાહેર થયા પછી આ ખર્ચ ઉમેદવારનો ગણવાનો રહેશે અને સમાન તક આપવામાં આવશે.

        આ ઉપરાંત કોઈ પ્રાઇવેટ સોસાયટી કે મકાન પર હોડિંગ બેનર્સ પોસ્ટર લગાવતા પહેલા માલિકની સંમતિ અને પરવાનગી લેવાની રહેશે અને પરમિશન કોપી જે તે આર.ઓ.ને મોકલવાની રહેશે. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે વાહન પરમિશન જેવી પરમિશન લેવાની રહેશે અને છ થી દસ વાગ્યાના સમય પછી ક્લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પાંચ જ વ્યક્તિઓ જઈ શકશે, ત્રણ વાહનો કમ્પાઉન્ડમાં જઈ શકશે. આર.ટી.ઓ.ની જરૂરી મંજૂરી લેવી મંજૂરી માટે સુવિધા એપનો ઉપયોગ કરીને ઓનલાઈન ઓફલાઈન મંજૂરી મેળવી શકાશે.

         ખર્ચના નોડેલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ દ્વારા આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ ઉમેદવાર વિધાનસભાની અંદર ૪૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારો જ્યારે ઉમેદવારી પત્રો ભરે તેના આગલા દિવસે બેંકમાં પોતાના નામનું અલગ ખાતું ખોલાવવાનું રહેશે. એરેસ્ટેડ કોપી સાથે એકલું સિંગલ ખાતું અથવા ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલાવવાનું રહેશે. ચૂંટણી અંગેનું અલગ તેમાં નાણાકીય વ્યવહાર કરી શકાશે અને દરેક ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે. ખર્ચનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને ચૂંટણી અધિકારી ચકાસણી અર્થે બોલાવે ત્યારે આવવાનું રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસમાં સંપૂર્ણ હિસાબો રજૂ કરવાના રહેશે. આવું નહીં કરનાર સામે આઇ.પી.સી કલમ હેઠળ એફ.આઈ.આર પણ થઈ શકે છે અને ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની પણ જોગવાઈ છે.

         પ્રસાર-પ્રચારનો ખર્ચ ઉમેદવારે રજીસ્ટરમાં લખવાનું રહેશે. દસ હજાર ઉપરનો રોકડનો ખર્ચ કરવાનો નથી. સ્ટાર પ્રચારક દ્વારા ઉમેદવારને મત આપવા માટેની અપીલ કરશે તો ઉમેદવારના ખાતામાં ખર્ચ ગણવાનો રહેશે. ઉમેદવાર હેલિકોપ્ટર કે પ્રચારકની ગાડીઓમાં બેસે તો ૫૦% ખર્ચ ઉમેદવારના ખાતામાં ઉધારવાનો રહેશે. રેલી ખર્ચ આવશે. રેલીમાં ખાનગી વાહન ધ્વજ,પોસ્ટર્સનો ખર્ચ ગણવાનો રહેશે. ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવશે. કોઈ  કિંમતી મોટી ભેટ આપે તો પણ જપ્ત થશે. ખર્ચ અંગે ભાગ-ક રોજે રોજના ખર્ચનું રજીસ્ટર ભાગ-ખ રોકડ વ્યવહાર અને ભાગ-ગ બેંક મારફત ટ્રાન્જેક્શન ની વિગતો ઉમેદવારોએ અથવા એજન્ટે ભરવાની રહેશે અને જ્યારે પણ ચૂંટણી તંત્ર દ્વારા કહેવામાં આવે ત્યારે ત્રણ વાર આ રજીસ્ટર અને હિસાબોનું ચેકિંગ કરવામાં આવશે અને જે એજન્ટની નિમણૂક કરો છો તેની અપ્રુવલ જે તે આર.ઓ. પાસેથી મેળવવાની રહેશે.

    આમ આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને ચૂંટણી સંદર્ભે જરૂરી મંજૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે બેઠકમાં માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી. 

     

    ***********

    આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી

    સીરીઝ GJ09DK (2w) અને GJ09BK(4w)  હરાજી

      સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09DK (2w) અને  GJ09BK (4w) માં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ – ઓક્શન તા.  ૧૦ નવેમ્બર ૨૦૨૨થી શરૂ કરવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ  https://Parivahan.gov.in/fancynumber  પર ઓનલાઇન સી.એન.એ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે.

      પ્રક્રિયા તા. ૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૨ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા.  ૧૨ થી ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. તા. ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ઇ-ઓક્સનના નંબર ઓનલાઇન જ ફાળવી દેવામાં આવશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ રસીદ સાથે દિન-૦૫માં  જમા કરાવવાના રહેશે.

           વાહનની સેલ તારીખ અને વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી ઇ-ઓક્સનમાં ભાગ લઈ શકશે.

  • પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર

    પાટીદાર દિવાળી સ્નેહમિલનનું થયું આયોજન, 16 પાટીદાર ગોળના પ્રમુખ હાજર

    નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)

    હડીયોલના યુવા પાટીદાર ના યજમાને પદે ઉમિયા પરિવાર , હિંમતનગરના ગિરધરભાઈ પટેલના પ્રમુખ પદે પાટીદાર યુવા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ  આયોજિત કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની પુલ હોનારતમાં મૃત્યુ પામેલા 150 થી પણ વધુ લોકોના દિવસ આત્માઓને શ્રદ્ધાંજલિ એક મિનિટના મૌન પાડીને આપવામાં આવી હતી.

    મોતીપુરા હડિયોલ રોડ પર આવેલા દેવાય પાર્ટી પ્લોટ ખાતે આયોજિત પાટીદાર યુવા સ્નેહ મિલનના મુખ્ય ઉદ્દેશ્યો – વ્યસન મુક્તિ, શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન, આધુનિક તેમજ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, વ્યવસાયિક વિકાસ, ગોળ પ્રથા નાબૂદી તેમજ સામાજિક પાટીદાર એકતાની ખાસ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીએ છે કે પાટીદાર યુવાનો પોતાના કારકિર્દી માટે ઘણી વખત સંઘર્ષ કરતા હોય છે. ખેડૂત હોવા છતાં એમની અનેક સમસ્યાઓ પણ છે…સાથે સાથે ઘણા બધા પાટીદારો યુવાનો મોટી ઉંમરે પણ કુવારા જોવા મળી રહ્યા છે. આ બધી પ્રથાઓ જે ગોળ પ્રથા કે અનેક સામાજિક અલગ અલગ વાડાઓ ને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એના સુખદ નિવારણ માટે પણ મંગલ કામના આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. બધા પાટીદાર એક જ છે અને માં ઉમિયાા ના સંતાનો છે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

    પાટીદાર સમાજના જાણીતા વક્તાઓ જેવા કે 16 પાટીદાર ગોળના 16 પ્રમુખોએ ઉપસ્થિત યુવાનોને પ્રેરણા આપી હતી તેમજ ઉમિયા પાટીદાર , હિંમતનગરના સૌજન્યના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં આશરે 7 હજાર જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે માં ઉમિયાની દિવ્ય આરતી ઉતારી હતી. તેમજ મોબાઈલ ના પ્રકાશ ના દિવ્ય વાતાવરણમાં માં ઉમિયાની આધુનિક આરતી ઉતારીને વાતાવરણને -દિવાળી નિમિત્તે આયોજિત પાટીદાર યુવા મિલન ના આ સુંદર પ્રસંગને ખૂબ જ યાદગાર બનાવી દીધો હતો!!! આ સમગ્ર કાર્યક્રમ બિન રાજકીય હતો તેમ જ સામાજિક ચેતનાને અને વ્યક્તિગત ચેતનાને મા ઉમિયા ની કૃપાથી વધારે નવી સફળતાની ઊંચાઈએ પહોંચાડવાનો એક શુભ પ્રયાસ હતો.

  • હિંમતનગરમાં બિહારી સમાજે ઉજવ્યો સૂર્યનારાયણની ઉપાસનાનો છઠ પૂજા ઉત્સવ

    હિંમતનગરમાં બિહારી સમાજે ઉજવ્યો સૂર્યનારાયણની ઉપાસનાનો છઠ પૂજા ઉત્સવ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    વર્ષોથી બિહારમાં ઉજવાતો છઠ પૂજા એટલે કે સૂર્ય ઉપાસના નો પરંપરા નો તહેવાર હિંમતનગરમાં પણ હવે અહીંયા સ્થાયી થયેલા બિહારીઓ વડે ઉજવવા લાગ્યો છે. છેલ્લા 22 વર્ષોથી હિંમતનગરમાં સ્થાયી થયેલા બિહારી સમાજના સભ્યો શ્રદ્ધાથી ત્રણ દિવસનો સૂર્ય ઉપાસના નો ઉત્સવ એટલે કે છઠપૂજા— લાભ પાચમ ના સાંજથી ખૂબ ધામધૂમથી અને ઉત્સવની શુદ્ધિ ,સુચિતા અને દિવ્યતા પ્રમાણે ઉજવે છે.

    30 અને 31 ઓક્ટોબરના રોજ બિહારના હિંમતનગરમાં વસતા લોકોએ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરીને છઠપૂજા પર્વની ખૂબ જ યાદગાર રીતે ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે મહાવીર નગરના રેલવેના પાટા પાસે અમરનાથ સોસાયટી આવેલી છે જેમાં આશરે 20 થી 25 બિહારી પરિવારના સભ્યો સ્થાયી થયા છે દર વર્ષે તેઓ શ્રદ્ધાપૂર્વક સૂર્ય નારાયણના મહાન પર્વ છઠની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે. આ વર્ષે પણ આ પર્વ ખૂબ જ આનંદથી ઉજવાયું હતું.

    હિંમતનગર પાસે આવેલ મહાવીર નગર વિસ્તારમાં અમરનાથ સોસાયટીમાં દર વર્ષે છઠપૂજા નો તહેવાર ઉજવાય છે. આ ઉપરાંત હાથમથી નદી કિનારે પણ કેટલાક બિહારી પરિવારો ભેગા થઈને મહેતાપુરા વિસ્તારમાં છઠપૂજા ઉજવે છે. છઠ પૂજાના રોજ છઠ્ઠી મૈયાની ઉપાસના કરવામાં આવે છે..

    પોતાના જીવનમાં આધી ,વ્યાધિ, ઉપાધિ રહિત જીવન થાય અને આરોગ્ય તેમજ બુદ્ધિ અને જ્ઞાનનું અનંત ઘણું આશીર્વાદ આપનાર કે વર્ધન કરનાર સૂર્યને આહવાન કરીને દરેક વ્રતી ભાઈ- બહેનો સૂર્યને ઉપાસના કરે છે.

  • ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો

    ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો

    સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સાબરકાંઠાના હિંમતનગર સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકાના ઘણા બધા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના કાર્યકર્તાઓ કર્મચારીઓ તેમજ ડોક્ટર મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટો પુરુષાર્થ કર્યો હતો. સરકારની એસટી તંત્રની આશરે 50 જેટલી બસો પણ લાભાર્થીઓને લઈ જવા તેમજ મૂકી જવા માટે કામે લગાડી હતી.

    વડાપ્રધાનશ્રીએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગરીબોને દેવામાંથી ડૂબતા બચાવ્યા છે.-મંત્રીશ્રી ગજેંદ્રસિંહ પરમાર  

       પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય) ભારત સરકારશ્રીની ફ્લેગશીપ યોજના છે. આ યોજના નેશનલ હેલ્થ પોલિસી ૨૦૧૭ અંતર્ગત જન-જનની સુખાકારી અર્થે માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 23 સપ્ટેમ્બર 2018 ના રોજ રાંચી ઝારખંડ ખાતેથી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનો દેશભરના ગરીબ મધ્યમ પરિવારોને લાભ મળી રહ્યો છે. તેને વધુ વેગમાન બનાવવા માટે આજે ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા તાલુકા મથકોએ 50 લાખ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્ડ વિતરણ કાર્યક્રમને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા,તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, ડી.ડી.ઓશ્રી શાહ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

         આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગરીબોને માંદગી-સંકટ સમયે મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, જ્યોતિગ્રામ યોજના, કિસાન સન્માન નિધિ, કોરોના કાળમાં મફત અનાજ ઓક્સિજન, વેક્સીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગરીબોને દેવામાંથી ડૂબતા બચાવ્યા છે. માંદગીએ કોઈને કહીને આવતી નથી. આવે ત્યારે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જાય છે. એટલે આપણા શેરી મહોલ્લામાં જે કોઈ બાકી હોય તેમણે આયુષ્યમાન કાર્ડ કઢાવીને સુરક્ષા કવચ પૂરું પાડવું તે માટે સેવાસેતુના માધ્યમથી પણ કાર્ડ કાઢવામાં આવે છે.આશા વર્કર આરોગ્ય કેન્દ્રમાં જઈને વહેલી તકે કાર્ડ કઢાવી ચિંતામુક્ત બનવા અપીલ કરી હતી.સરકારે માન્ય કરેલી હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે. વડીલોને યાત્રાધામોમાં ફરવા જવા માટે શ્રવણ તીર્થ યોજના પણ અમલી બનાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર આપ્યું છે. મંત્રીશ્રીએ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હિમાયત કરી હતી.

       આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે કિસાન સન્માન નિધિમાં 16 હજાર કરોડ ખેડૂતોના ખાતામાં ડી.બી.ટી.ના માધ્યમથી જમા કર્યા છે અને બપોર પછી પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં 50 લાખ આયુષ્યમાન કાર્ડ વિતરણનો લાભ આપવો ઐતિહાસિક ઘટના છે. “પહેલું સુખ તે જાતે નર્યા” સ્વાસ્થ્ય સારું હશે તો બધું જ કરી શકશો એટલે સ્વસ્થતા માટે રાજ્ય સરકારે માતાના ગર્ભથી માંડીને બાળક જન્મે મોટું થાય રોજગારી અને વૃદ્ધ થાય ત્યારે વૃદ્ધા પેન્શન અને મૃત્યુ પામે ત્યારે સંકટ મોચન યોજના અમલમાં મૂકી છે. પહેલા લોકો અંધશ્રદ્ધા અને ભૂવા પાસે જતાં આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડીલીવરી અને મફત સારવાર આપવામાં આવે છે. ડોક્ટર,નર્સ દવા દવાખાનામાં ઉપલબ્ધ છે. આ સરકાર ગરીબોની બેલી છે. મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે.

       આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે કેન્દ્ર રાજ્ય સરકારની સરાહના કરતા આયુષ્યમાન કાર્ડ ના ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ કાર્ડ તમારા માટે બેરર ચેક છે તેમ જણાવ્યું હતું સરકાર ગરીબોની દરકાર કરે છે ખાનગી સરકારી હોસ્પિટલોમાં કાર્ડથી પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે એટલે ગરીબોને દેવું કરવું પડતું નથી કેન્સર, હાર્ટ, કિડની જેવા મોટા રોગોમાં આ કાર્ડ ઉપકારક આશીર્વાદ સમાન છે ગામમાં લોકોને જાગૃત કરીને પુણ્યના કામમાં સહાયરૂપ થવા અપીલ કરી હતી.

       આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા દ્વારા સૌને આવકારી જિલ્લા કક્ષાના આયુષ્યમાન પી.વી.સી. કાર્ડ વિતરણ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે 21મી ઓક્ટોબર સુધી કાર્ડ કઢાવવાની ઝુંબેશ અને વિતરણ નો કાર્યક્રમ યોજાશે સાબરકાંઠામાં 1,76,000 કાર્ડ પુરા પડાયા છે તે સૌ બાયોમેટ્રિક કરાવી લે સાબરકાંઠામાં 63% સિદ્ધિ હાંસલ થઈ છે હજી વેગવંતી બનાવી 100% સિદ્ધિ તરફ પ્રયાણ કરીએ આજે દરેક તાલુકા કક્ષાએ પણ કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો છે સાબરકાંઠા જિલ્લામાં કુલ પાંચ લાખ 90 હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી આપેલ છે આ કેમ્પમાં આશરે બે લાખ જેટલા કાર્ડની શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત વીસીઈ અને વીએલઇ દ્વારા લાભાર્થીનું એ કેવાયસી અથવા ઓટીપી વેરિફિકેશન કરી પીવીસી કાર્ડ સંબંધિત લાભાર્થીની આપવામાં આવશે

       આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સ્ટેજ પરથી પીએમજેવાય કાર્ડ વિતરણના પેકેટ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી વર્ચ્યુઅલી માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, કેન્દ્ર આરોગ્ય મંત્રી શ્રી, રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીનો પ્રેરક સંદેશો જીલ્યો હતો અને આરોગ્યલક્ષી ડોક્યુમેન્ટ્રી ફિલ્મની નજરી નિહાળી હતી

        આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટીઓ, આશાવર્કર, સ્ટાફ નર્સ અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

     

  • સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    *ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની સાથે સાબરકાંઠાને પણ સર્વોત્તમ બનાવીએ સૌનો સાથ સૌના વિકાસમંત્રને આગળ ધપાવીએ*
    -મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

    *સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગોની પ્રજા કલ્યાણની વ્યક્તિગત યોજનાઓમાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા*

    રાજ્યભરમાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાયા છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે ૧૪/૧૦/૨૦૨૨ના રોજ સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મેળાને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને જિલ્લાના ૨૯૨૦થી વધુ લાભાર્થીઓને રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો હાથોહાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.


    આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની નવી ભાત પાડી છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની કેડી કંડારી છે. આપણે સૌ સાથે મળીને સાબરકાંઠા જિલ્લાને પણ ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ તેવી નેમ વ્યક્ત કરી હતી. આ ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને જન કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય વચેટિયા વિના હાથોહાથ પહોંચાડી છે.ગરીબો, ખેડૂતોના હિતમાં આ સરકારે મહત્વના કદમો ઉઠાવ્યા છે. જે આ ગરીબ કલ્યાણ મેળામા આપણને જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી લોકોને આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, વીજળી, પાણી અને જન ધન ખાતા ખોલીને ૪ કરોડથી વધુ લોકોને બેન્ક એકાઉન્ટ દ્વારા ડી.બી.ટીના માધ્યમથી યોજનાનો લાભ પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હીની ગાદી સંભાળતા જ કહ્યું હતું કે આ સરકાર ગરીબો, વંચિતોના કલ્યાણને સમર્પિત સરકાર છે અને પ્રમાણિકતાથી લોકોના કામ કરી રહી છે. ઉજ્જવલા યોજના, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કોરોના કાળના કપરા સમયમાં મફત વેક્સિન,દવા ઓક્સિજન અને મફત અનાજ પૂરું પાડીને કોઈને ભુખ્યા સુવા નથી દીધા. આજે પણ મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત બને તે માટે અનેક કદમો ઉઠાવ્યાં છે. વિધવા બહેનોને સહાય, સાત ફેરા સમૂહ લગ્ન, કુંવરબાઈનુ મામેરુ, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મફત સાયકલ, શાળાઓના ઓરડા, તાલીમ શિક્ષક, મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા છે અને આજે અહીં રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો વિતરણ કરાયા છે. તેમણે દિવાળી પૂર્વે સૌના ઘરોમાં ઉજાસ પથરાય તે માટે સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી.

    આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા ગરીબોના ઘરમાં વિકાસનો દીવો થાય આનંદ મંગળ થાય તે માટે આ ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે.ગરીબોને આપવા માટે દિલ, દિમાગ અને વેદના જોઈએ તે આ કેન્દ્ર અને રાજ્યની સરકારે સંવેદના પુર્વક સૌને લાભ આપ્યા છે.

    આ ૧૩ માં ગરીબ કલ્યાણ મેળામાં લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય હાથોહાથ પહોંચાડી છે અને લાભ મળેલા લાભાર્થીની સાફલ્યગાથા આપણે તેમના મુખેથી સાંભળી છે અને ગરીબોના જીવનમાં એક બદલાવ આવ્યો છે તમને મળેલા લાભોનો સદુપયોગ કરજો. આત્મનિર્ભર બનજો તેમ જણાવ્યું હતું.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારે આપના જીવનમાં બદલાવ લાવવા કલ્યાણ માટે વિવિધ વિભાગોની યોજના અમલી બનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મા ગામડાનો અને સુવિધા શહેર જેવી વિક્સિત કરી છે. જેનાથી સૌના ઘરે ગાડી ટીવી, ફ્રીઝ, લાઈટ આવાસ પાકું આપ્યુ છે.મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે. માતાના ગર્ભમાં રહેલા બાળકને જન્મ પછી યુવાનો વૃદ્ધો માટે અનેક યોજના આરોગ્ય અને રોજગારી માટે બનાવી છે. માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ડબલ એન્જિનની સરકારે ગરીબોના ભરોસાને સિદ્ધ કર્યો છે.
    આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા સૌને આવકારી ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી. વહીવટીતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે અને તબક્કાવાર સૌને લાભ મળે તેવી નેમ વ્યક્ત કરી હતી.

    આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા તૈયાર કરાયેલી “પંચાયતી રાજની આગેકૂચ” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સૌ મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને સહાય. ચેક,કીટ અર્પણ કરવામાં આવ્યા હતા.માનવ ગરીમા યોજના, કુવરબાઈનુ મામેરુ, વન અધિકારપત્રો, બ્યુટી પાર્લર, ભરતકામ કીટ, વાજપાઇ બેન્કેબલ યોજના, સાઉન્ડ, મંડપ, પશુપાલન પ્રધાનમંત્રી આવાસ યોજના, સખી મંડળને સહાય, ટ્રેક્ટર, ખેડૂત પરિવહન મીની ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અને માહિતી ખાતા દ્વારા રાજ્ય સરકારની સિધ્ધીઓની જાણકારી આપતા પોસ્ટર,પેમ્ફલેટ, પુસ્તિકા,સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતુ.

    આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સંગઠન શ્રી પૃથ્વીરાજ પટેલ, ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન વણકર, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઈ નિનામા, વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઇ ખાંટ તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, અગ્રણીઓ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી નિનામા,ઇડરપ્રાંત અધિકારીશ્રી ચૌધરી, પ્રાંતિજ પ્રાંત અધિકારીશ્રી ડોડીયા, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યકક્ષાના મુખ્યમંત્રીશ્રીના જીવંત પ્રસારણને નજરે નિહાળ્યુ હતુ.

  • સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી

    સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી

    સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ.

       સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના સાત ગામોની પસંદગી સાંસદ આદર્શ ગામ તરીકે કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં પ્રાંતિજના પોગલું ગામે કલેક્ટરશ્રી હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. આ સભામાં ગામના વિકાસ અંગે ગ્રામજનોની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

       આ ગ્રામસભામાં સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” ના ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે ગ્રામજનોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી પ્રતિજ્ઞા લેવડાવી કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ ગ્રામસભામાં ગામના સરપંચશ્રી, ગામના વડીલો, સંતશ્રી સુનિલદાસજી, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

    ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    Joshinirav1607@gmail.com

    આગામી ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    *********

    અંદાજી ૭૫ હજાર જેટલા વ્યક્તિગત લાભાર્થી સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ અંગેની ડેટા એન્ટ્રી કરવાની કામગીરીને ઝડપી બનાવવા બેઠકમાં અનુરોધ કરાયો: થયેલી ડેટા એન્ટ્રીને વિભાગવાર સમીક્ષા કરાઈ

    **************

         વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અન્વયે રાજ્યમાં સંભવિત આગામી તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. આ સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે તારીખ ૨૭-૯-૨૦૨૨ના રોજ સવારે ૧૧:00 કલાકે જુદા જુદા વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય ચૂકવવા અને વેબસાઈટ પર ડેટા એન્ટ્રી સહિત આ ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન અમલવારી અંગે બેઠક મળી હતી.

      

         આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ વિવિધ વિભાગોની કઇ કઈ યોજનામાં કેટલી ડેટા એન્ટ્રી થઈ છે. અને નિર્ધારીત ટાર્ગેટ પ્રમાણે આપેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે સૌ સાથે મળીને બજેટ હેડમાં એન્ટ્રી અને વ્યક્તિગત લાભાર્થીને વધુમાં વધુ લાભ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળા પહેલા એન્ટ્રી અને મેળા વખતે કરવાની થતી  અને મેળા પછીની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. તે માટે માઇક્રો પ્લાનિંગ કરીને મેળા બાબતે લાભ આપવા અનુરોધ કર્યો હતો અને રોજે રોજ એન્ટ્રી થાય અને તેની પ્રગતિ જે અહેવાલ કલેક્ટર કચેરીને જાણ કરવા જણાવ્યું હતું અને અગાઉ ગરીબ કલ્યાણ મેળામાં કરેલ કામગીરી કરતા વધુ કામગીરી કરી ઊંચો ટાર્ગેટ સાથે આગળ વધવા જણાવ્યું હતું અને એકની એક એન્ટ્રીઓનું ડુપ્લીકેશન ન થાય કોઈ યોજના બાકી ન રહી જાય તે માટે તમામ વિભાગો એ પોતાના હસ્તકની યોજનાઓના ગામે ગામના લાભાર્થીઓને આવરી લેવાના રહેશે અને ગરીબ કલ્યાણ મેળા અંગેનું સ્થળ અનુકૂળ જગ્યાએ રાખવામાં આવશે. જ્યાં પાર્કિંગ, સ્ટોલ અને બેઠક વ્યવસ્થા સુગમતા રહી તેવા સ્થળની પસંદગી કરવામાં આવશે. જિલ્લામાં અંદાજે ૭૫ હજાર જેટલા લાભાર્થીઓને પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

     

        આ બેઠકમાં પશુપાલન- બાગાયત, કૃષિ, જિલ્લા પુરવઠા વિભાગ, શિક્ષણ, રમતગમત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. શ્રમ આયોગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી હસ્તકની વ્યક્તિલક્ષી યોજના આઈસીડીએસ ફોરેસ્ટ યુજીવીસીએલ પ્રાયોજના વહીવટદારની કચેરી, મત્સ્ય ઉદ્યોગ, એસ.ટી વિભાગ, આરોગ્ય વિભાગની મહત્વની યોજનાઓ જેમકે આવાસ, માનવ ગરીમા યોજના, દુધાળાપશુ સહાય, કુટીર જ્યોત, અંતેષ્ઠી યોજના, આકસ્મિક મૃત્યુ સહાય, પ્રસુતિ સહાય, પ્રધાનમંત્રી માતૃ વંદના, આયુષ્યમાન હેલ્થ કાર્ડ, ઉજ્વલા યોજના, ટ્રેક્ટર સહાય, દિવ્યાંગોની મફત પાસ યોજના, સરસ્વતી સાયકલ યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના જેવી વ્યક્તિગત યોજનાઓના લાભાર્થીને આવરી સમીક્ષા કરાઈ હતી.

        આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી નીનામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચારણ તથા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

    ********

    નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા બાબત

      

     

        ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો લિ. રાજ્ય સરકાર સંચાલિત સરકારી સાહસ છે જે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે સારું રાજ્યમાં 1300 થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર એગ્રી બિઝનેસ સેન્ટરોનું સંચાલન કરે છે. જે સેન્ટરો રાસાયણિક ખાતરો, દવાઓ ,પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરે છે. નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીપત્રક નિગમની હિંમતનગર કચેરી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેની વળી કચેરીથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે. વધુ માહિતી નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે. એમ જી.એ.આઇ.સી. લિ હિંમતનગર સેન્ટર ઇન્ચાર્જ શ્રીની એક અખબારી આ યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

    ***********

    સાબરકાંઠામાં આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ

    ********

     

    બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અપર્ણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે અમલીકરણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે જેમની બેઠક સોમવારના રોજ કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

     

    સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, આવાસોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત પૂર્વે જિલ્લામાં તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ એમ ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાના ૨૨૯ ગામોમાં પ્રભાતફેરી, સ્વચ્છતા રેલી, શ્રમદાન થકી જાહેર સ્થળોએ સફાઇની કામગીરી, તેમજ સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જયારે તા.૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રભાતફેરી, વૃક્ષારોપણ, વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી /વેક્સિનેશન કેમ્પ, રંગોળી પૂરવી, એસ.એચ.જી /વી/સી.એલ.એફ. મીટીંગ, પૂજા વિધિ, હવન, ઘરદીવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરંપરાગત ગરબા/રાસ ઇલેક્ટ્રિક તોરણોથી આવાસ નું સુશોભન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ નોડલ અધિકારી ની પણ નિમણૂક કરવામાં આવી છે.

     

           આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કલ્પેશ પાટીદાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ સહિત અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 

  • કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : રાઘવજી પટેલ

    કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : રાઘવજી પટેલ

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના અને તેનો વિકાસ સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે ગુજરાત સરકાર કચ્છમાં પણ આવું એક નવું- પશુઓ માટે – યુનિવર્સિટી સ્થાપવા જઈ રહી છે.

     થોડાક મહિનાઓ પહેલા એવી પણ અફવા ઉડી હતી કે રાજપુર ખાતેની કામધેનુ યુનિવર્સિટી નો કેટલોક વિભાગ કચ્છ ખાતે ખસેડાઈ ગયો છે પરંતુ મીડિયામાં આવા અહેવાલો પાયા વિહોણા સાબિત થયા હતા.

     

    આજરોજ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં અગત્યની જાહેરાત કરી હતી.

    *કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે :કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ*

    ¤ *કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.૨૦૨૩-૨૪થી વેટરનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મળ્યેથી શરૂ થશે*

    ¤ *કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવાર અને શિક્ષણની સુવિધા મળશે*

    ¤ *આ મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ ૭૪ જગ્યાઓના મહેકમ મંજૂર

    ****
    કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.૨૦૨૩- ૨૪થી VCI ની માન્યતા મળ્યેથી શરૂ કરાશે. કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે.આ માટે મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ ૭૪ જગ્યાઓના મહેકમ પણ મંજૂર કરાયું છે.

    મંત્રીશ્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં પશુપાલકોને સારવાર તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની દીર્ઘ દ્રષ્ટિ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, પશુપાલન મંત્રી શ્રી રાધવજીભાઇ પટેલ,રાજ્ય પશુપાલન મંત્રી શ્રી દેવાભાઇ માલમ ના પ્રયત્નોથી કચ્છ વિસ્તારના પશુપાલનનાં વિકાસને ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા(VCI), નવી દિલ્હીના ધારા-ધોરણ મુજબ કામધેનુ યુનિવર્સિટી હસ્તક એક નવી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા સારુ વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે રૂ.૫૦૦.૦૦ લાખ પુરાની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ છે.

    તેમણે કહ્યું કે,ગુજરાત રાજ્ય વિવિધ પશુઓની ઓલાદોથી સંપન્ન છે. જેમાં વિસ્તારની દ્રષ્ટિએ રાજયનો સૌથી મોટો કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત કાંકરેજ ગાય, બન્ની ભેંસો, કચ્છી ધોડા, પાટણવાડી ધેટા, કાહ્મી બકરા અને કચ્છી તથા ખારાઇ ઉંટ માટે જાણીતો છે. રાજ્યના આ પશુધનની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુધારવા ગુજરાત સરકાર નિરંતર પ્રયત્નો કરતી રહી છે. પશુપાલન ગુજરાતનો એક અગત્યનો વ્યવસાય છે, જેનાં માટે સક્ષમ, કુશળ, તાંત્રિક માનવબળની જરૂર રહે છે. રાજ્યમાં પ્રવર્તમાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોમાંથી ઉતીર્ણ થતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/પશુચિકિત્સકોની સંખ્યા માંગના પ્રમાણે ઓછી છે. હાલમાં રાજય સરકારનું પશુપાલન ખાતું, સહકારી ડેરી, સ્વૈચ્છિક સંસ્થા અને ખાનગી પશુચિકિત્સકો પશુપાલન વ્યવસાયમાં સેવા આપે છે.

    હાલ રાજ્યમાં કચ્છ ખાતે પણ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવતા રાજ્યમાં કુલ ૬ વેટનરી કોલેજો કાર્યરત થશે. હાલ દર વર્ષે અંદાજે ૩૦૦ પશુચિકિત્સકોની જગ્યાએ, શરુઆતમાં ૬૦ જેટલા પશુચિકિત્સકો પાંચ વર્ષ બાદ બહાર પડશે તેમજ જ્ગ્યાઓમાં વધારો થવાથી ભવિષ્યમાં દર વર્ષે અંદાજે ૫૦૦ જેટલા પશુચિકિત્સકો તૈયાર થાય તે પ્રમાણેનુ આયોજન છે.

    મંત્રીશ્રી એ ઉમેર્યું કે,કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનીક સારવારની સુવિધા મળશે અને ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સકો પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થશે જેથી આધુનિક ઢબે પશુપાલનથી આજીવીકામાં નોંધપાત્ર વધારો થશે.

  • સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર

    સાબરકાંઠા-હિંમતનગરના 1 અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર

    સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134)

    Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી! 

    આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો.

    આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા આયોજન કરી રહ્યું છે… તો દાન માટે પણ સૌને અપીલ કરીએ છીએ….

    સાથે સાથે છેલ્લા એક અઠવાડિયાના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો જે સાબરકાંઠાને હિંમતનગરના રહ્યા છે તે પણ સંકલન કરીને આપણે પ્રસ્તુત કરીએ છીએ.

    ************************

    હિંમતનગર ખાતે આગામી ૨૬ સપ્ટેમ્બરે રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં  જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે.

    આગામી તા.૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના સોમવારે સવારે  ૦૯:૦૦ કલાકે ડૉ. નલીનકાંત ગાંધી ટાઉનહોલ, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસ નિમણુક પ્રમાણપત્રોનું વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ કરશનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ  યોજાશે.એમ રોજગાર અધિકારી(જનરલ) હિંમતનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.

    0000000000000000000000000000000000000000

     

    સરકારી આઇ.ટી.આઇ પ્રાંતિજ પ્રવેશ બાબત

    ********************

               સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજમાં વર્ષ-૨૦૨૨ અંતર્ગત પાંચમા રાઉન્ડમાં એડમીશન હેઠળ NCVT કોર્સમાં એડમિશન આપવાની કામગીરી ૩૦/૯/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. જે ઉમેદવાર પ્રવેશ મેળવવા માંગતા હોય તે ઉમેદવાર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી આઇ.ટી.આઇ પ્રાંતિજ ખાતે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે હાજર રહેવું.એમ ઔધ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જાણાવાયુ છે. 

    ***************************

    હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળાનું આયોજન

           હિંમતનગરમાં સૌ પ્રથમવાર સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક. મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે.

       આ મહિલાઓ દ્વારા ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જૂથોની ઉત્પાદિત વિવિધ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વ ને ધ્યાને રાખી તા.૨૧-૦૯-૨૦૨૨ થી તા.૨૭-૦૯-૨૦૨૨ દરમ્યાન પંચાલ સમાજવાડી,પંચદેવ મંદિર ની સામે, ખેડ તસીયા રોડ,મહાવીર નગર, હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચણીયા ચોળી, ઇમિટેશન જ્વેલરી , ઓક્સોડાઈઝ જ્વેલરી,  હેન્ડમેડ જ્વેલરી,  દાંડિયા,  કુર્તી જેવી નવરાત્રી ને અનુરૂપ ચીજ – વસ્તુઓના વેચાણ અર્થે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો લાભ લઇ સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહિત કરવા સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દ્વારા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

    ***************************

    મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના ભાર્ગવીબેન દવેએ ચૂંટણીલક્ષી કામગીરી અને રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી.

          સાબરકાંઠા જિલ્લાની ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગરના કુ. ભાર્ગવીબેન દવે આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં ઇ. આર. ઓ, એ.ઇ.આર.ઓ સાથે તથા રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લઈને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની આંકડાકીય વિગતો મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.

         આ બેઠકમાં કુ. ભાર્ગવીબેન દવે નવા 18 વર્ષથી ઉપરના મતદારોની નોંધણી અને આધારકાર્ડ સાથે લીંક તથા નામ, સરનામામાં ફેરફાર તથા સ્વીપ પ્લાન અંગે કરવાની કામગીરી તથા કોલેજ કક્ષાએ નવા મતદારોમાં જાગૃતિ અને સરકારી કોલેજો, ખાનગી કોલેજો, આઈ. ટી. આઈ તથા ગ્રામ્ય શહેરી કક્ષાએ નવા મતદારો વધુને વધુ જોડાય અને કોઈ  મતદાર રહી ન જાય અને તેઓ મતદાન થી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

        સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા 29 એસ સી તથા 28 ઇડર એસ.સી તથા 27 હિંમતનગર અને 33 પ્રાંતિજ વિધાનસભામાં કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી અને બી.એલ.ઓ દ્વારા કરવાની કામગીરીને વેગ આપવા જણાવવામાં આવ્યું હતું સાથે મતદારોમાં જાગૃતિ અંગે સ્વીપ પ્લાન દ્વારા જન જાગૃતિને વેગ આપવા ઉપર ભાર મૂક્યો હતો.

     

       આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા રોલ ઓબ્ઝર્વરનુ સ્વાગત કરીને જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે વાકેફ કર્યા હતા જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી પારૂલબેન દ્વારા નક્કર કામગીરી અંગેની આકડાકીય વિગતો પ્રસ્તુત કરાઇ હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી અને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

     

    આ બેઠક બાદ કુ. ભાર્ગવીબેન દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વસહાય જૂથો દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તૈયાર થયેલા મકાનોના લોકાર્પણ અંગેની પણ સમીક્ષા કરાઇ હતી. જેમાં વકતાપુર ગામે તૈયાર થયેલા આવાસો તથા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 657 આવાસોની  પણ સમીક્ષા કરી હતી સાથે સ્વ સહાય બહેનો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ તથા પ્રાકૃતિક ખેતી, મહિલા પખવાડિયાની ઉજવણી,  વોટરશેડ કામગીરી અને સખીમંડળોને આપવામાં આવતી સહાય તેમજ પ્રધાનમંત્રી આવાસોના લોકાર્પણ વખતે  એક ઉત્સવનું માહોલ તૈયાર થાય જેમાં ઘરોને રંગ રંગાન, રંગોળી, ફૂલ છોડ, કુંડા તથા ગૃહ પ્રવેશ વખતે કરવાની થતી કામગીરી તથા કનેકટીવિટી અને મહિલાઓ દ્વારા ઇનોવેટિવ આઇડિયા દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા પકવેલા તથા ઉત્પાદિત ચીજવસ્તુઓના માર્કેટ બનાવવા ઉપરાંત ગ્રાહકોને એક આગવું બજાર મળી રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

       આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર તથા બાગાયત વિભાગના અધિકારી તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 

    ******************

    હિંમતનગર સાબર ડેરી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

    જિલ્લાના ૧૧૯૩ સ્વસહાય જૂથોને ૧૨૭૯.૬૯ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.  

    સરકાર દ્વારા નાનામાં નાના માણસના વિકાસની યોજનાઓ અમલી બનાવાઇ છે.

                                                                

        સાબરકાંઠા જિલ્લામાં  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત સાબર ડેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્ર્મ યોજાયો હતો.  

     

        ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

     

             આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે,  વિશ્વાસથી વિકાસયાત્રા દ્વારા ૨૦ વર્ષના વિકાસ કામોનો તમામ લાભાર્થીઓ લાભ લઈ શકે અને સરકારી યોજનાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીને  જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા હોવાનું જણાવ્યું હતું. ૨૦ વર્ષમાં ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે આરંભેલી વિકાસયાત્રાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતે વધુ વેગવાન બનાવી છે.

     

        આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ૨૪૬ સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૭૩.૮૦ લાખની રકમ, કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ પેટે ૨૭૯ સ્વ સહાય જૂથોને રૂ. ૨૩૬.૭૪/- લાખની રકમ તેમજ કેશ ક્રેડિટ પેટે ૬૬૮ સ્વસહાય જૂથોને ૯૬૯.૧૫ લાખની રકમ ફાળવવામાં આવી હતી. આમ કુલ ૧૧૯૩ સ્વસહાય જૂથોને રૂ. ૧૨૭૯.૬૯ લાખની રકમ ચૂકવવામાં આવી હતી.

    આ પ્રસંગે  નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

     આ પ્રસંગે સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, વાઇસ ચેરમેનશ્રી બ્રીજેશભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રમિલાબેન જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ  અને મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ, સ્વસહાય જૂથની બહેનો,ખેડૂતો  ઉપસ્થિત રહ્યા હતા. 

    ***********************

    જિલ્લા સંકલન(વ) અને ફરિયાદ સમિતિની બેઠક અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ

    સાબરકાંઠા જિલ્લા સંકલનના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા

    સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક આજે તારીખ ૧૭/૯/૨૦૨૨ના રોજ અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પોળો હોલ સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડા અને અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

    આ બેઠકમાં તાબાની કચેરીનું નિરીક્ષણ, પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆત તથા પત્રોનો નિકાલ સમયસર કરવા અને સરકારી બાકી લેણાંની વસૂલાત તથા માહિતી ખાતા દ્વારા આપવામાં આવતી જાહેર નિવિદાના જુદા-જુદા વિભાગોના બિલોની ચુકવણી તથા અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાની સાથે સંતોષકારક જવાબ આપવા જણાવ્યું હતું.

     

    આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જન જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો અંગે એકબીજાના વિભાગો સંકલનમાં રહી ટીમ સાબરકાંઠા વહીવટીતંત્રનો સારો દેખાવ અને પરિણામલક્ષી કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ વર્ષ ચૂંટણીનું હોય ચૂંટણીલક્ષી કાર્યને ટોચ અગ્રતા આપી સૌનો સાથ સહકાર મળી રહે તે અનિવાર્ય અને આવશ્યક છે. સાથે સાથે જે તે વિભાગને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટ પ્રમાણેની સિદ્ધિઓ હાંસલ કરી વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સમુચિત ઉપયોગ કરી લોકલ્યાણ જનસુખાકારીના કાર્યો હાથ ધરવા જણાવ્યું હતું અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે જોવા સૌને અપીલ કરવામાં આવી હતી.

     

    *************************

    પુંસરીમાં યોજાયેલ મેઘા મેડિકલ કેમ્પમાં ૨૪૮ દર્દીઓને તપાસી મફત દવાઓ અપાઈ.

    કેમ્પમાં ૧૪ દર્દીઓને મફત મોતિયાના ઓપરેશન કરાશે,  ૪૦ સગર્ભા બહેનોને સુખડી અપાઈ

        સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે સંવેદના ચેરિટેબલ રામ-રોટી અન્નક્ષેત્રને  ૧ મહિનો પૂર્ણ થતા મફત મેઘા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ૨૪૮ દર્દીઓની તપાસણી કરીને દવાઓ આપવામાં આવી હતી. જયારે ૧૪ દર્દીઓના મોતિયાના મફત ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

         પુંસરી ગામે જરૂરીયાતમંદોને મફત ભોજન આપવામાં આવે છે. અન્યક્ષેત્રને મહિનો પૂર્ણ થતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ અને પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ સર્જરી, દાંત, આંખ, ગાયનેક વિભાગની તપાસ કરવામાં આવી હતી.

         આ નિદાન કેમ્પનુ ઉદ્ઘાટન ગામના વયોવૃદ્ધ વડીલો અમૃતભાઈ પ્રહલાદભાઈ બારોટ અને ભીખાભાઇ રણછોડભાઈ પટેલના હસ્તે કરાયું હતું જયારે નટુભાઈ ચૌધરી પરિવાર તરફથી ગામની ૪૦ સગર્ભા બહેનોને સુખડી વિતરણ કર્યું હતું.

        આ મેડિકલ કેમ્પમાં પ્રાંતિજ-તલોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિહ બારૈયાએ મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી હતી. જયારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ  હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    ************************

    ડી.ડી.ઓ શ્રીની ઉપસ્થિતિમાં ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો  

        જિલ્લામાં ‘૩૬મી નેશનલ ગેમ્સ’ જાગૃત્તિ અંગે ૧૮૬ શાળાઓમાં વિવિધ રમત-ગમતો યોજાઇ    

         સાબરકાંઠા જિલ્લામાં ‘૩૬મી નેશનલ ગેમ્સ’ જાગૃતિ અન્વયે ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં કાર્યક્ર્મ યોજાયો હતો. આ આ કાર્યક્ર્મમાં ખેલ મહાકુંભ ૧૧માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી સ્કૂલોને પ્રોત્સાહનરૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ડી.ડી.ઓ શ્રી  દ્રારા મેદાનમાં વિધાર્થીઓની રમતને નિહાળી પ્રેરણા પુરી પાડી હતી.

         તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજ્યના યજમાનપદે યોજાનારી, ‘૩૬મી નેશનલ ગેમ્સ’ માં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળીને ૩૬ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમા ભાગ લેશે. જેની જનજાગૃતિ ગુજરાતમાં આવે તે હેતુથી “Celebrating Unity Through  Sports” થીમ પર સાબરકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓમાં રમતો યોજાઇ હતી.

         દેશનુ યુવાધન રમત-ગમત ક્ષેત્રે આગળ વધે અને દેશનુ નામ વિશ્વકક્ષાએ રોશન થાય તે હેતુથી  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા ખુબ જ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તા. ૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાશે. આ સ્પર્ધાઓમાં ભારતના ૨૮ રાજ્યો અને ૮ કેંદ્રસાશિત પ્રદેશો એમ ૩૬ અને ૩૬ રમતોની સ્પર્ધા યોજાશે. જેમાં ગુજરાતનુ પ્રદર્શન શ્રેષ્ઠ થાય અને રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા  અને રમત ગમત અંગે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્ર્મો કરવામાં આવી રહ્યા છે.

         સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં આ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં હિંમતનગર તાલુકામાં ૪૯ શાળાઓમાં, ઇડરની ૫૧ શાળાઓ, વડાલીની ૧૦ શાળાઓ, ખેડબ્રહ્માની ૬ શાળાઓમાં, પોશીનાની ૬ શાળામાં, વિજયનગરની ૨૦ શાળાઓ, તલોદની ૧૭ અને પ્રાંતિજ તાલુકાની ૨૩ શાળામાં આ કાર્યક્ર્મ યોજાયો હતો.

    *****************************

    વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

    ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા સાથે અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યે ખેલદીલી દાખવી રમતો રમીએ

    –     નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછર

     

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ  સંચાલિત વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે એક્ટીવેશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત શાળા,કોલેજ અને યુનિર્વસિટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

    આ પ્રસંગે વિધ્યાર્થીઓને સંબોધતા નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારે જણાવ્યુ હતુ કે આપણા રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી  અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતને રમત-ગમતની મહાસત્તા બનાવવાનું તેમનું વિઝન હતું. તેમની શુભેચ્છાઓ અને પ્રયત્નોથી આ સ્વપ્ન પરિપૂર્ણ થવા જઇ રહ્યુ છે અને આપણા વિવિધ રમતવીરોને ઘણી સફળતા મળી રહી છે.આજે ગુજરાત દેશની ૩૬મી નેશનલ ગેમ્સ રમત ગમતનું આયોજન કરવા સજ્જ છે. ગુજરાત ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે તે કોઈ સામાન્ય વાત નથી. આ વર્ષોથી બનાવવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિણામ છે. ગુજરાતમાં હાલમાં તમામ ૩૩ જિલ્લાઓમાં ૨૩૯ ઇનસ્કુલ શાળાઓ કાર્યરત છે. જે ગુજરાતના તમામ દૂર વિસ્તારોમાં પડેલી પ્રતિભાઓને ઓળખવાનું અને તાલીમ આપી પાયાના સ્તરેથી  ઝળકાવવાનું અથાગ કામ કરે છે. હજી ૧૨૦ વધુ નવી શાળાઓ શરૂ કરવાનું પણ આયોજન છે. સમગ્ર ગુજરાતમાં ૨૩૯ શાળાઓમાં કુલ ૧,૨૪,૩૨૦ ખેલાડીઓ નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.તેમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાવંત ખેલાડીઓ બહાર આવવાની અપાર શક્તિ સમાયેલી છે.

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાજ્યના લોકોના વિકાસ માટે છેવાડાના માનવીની ચિંતા કરીને લોકોનું જીવનધોરણ સુધરે તે માટે આવાસ, રોજગારી, શિક્ષણ, આરોગ્ય તથા લોકોના જીવનની વિવિધ જરૂરિયાતો માટે કેન્દ્ર રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અમલમાં છે અને તેનો લાભ લોકો સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે માહિતી નિયામકશ્રીએ વિધ્યાર્થીઓને ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા થકી અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યેખેલદીલી-રુચી દાખવી રમતો રમવી જોઇએ એમ જણાવી. ગુજરાતમાં પ્રાપ્ય વિવિધ સ્પોર્ટ સુવિધા સાથે માહિતી ખાતા દ્વારા કેન્દ્ર સરકાર- રાજ્ય સરકારની પ્રસાર- પ્રચારની કામગીરી અને ગુજરાત પાક્ષીક અને પ્રકાશનો તથા સોશિયલ મીડીયા અંગે માહિતી આપી હતી.

    આ કાર્યક્રમમાં ૩૬મી નેશનલ ગેમ્સની એન્થમની પ્રસ્તુતિ,  માસ્કોટનું પ્રેઝન્ટેશન તથા સૌએ ફીટ ઇન્ડીયા અંગે શપથ ગ્રહણ કર્યા હતા.ત્યાર બાદ કોલેજના વિધ્યાર્થીઓએ ચેસ,ક્રિકેટ જેવી રમતો રમી ખેલ પ્રત્યેની રૂચી પ્રગટ કરી હતી.

    આ કાર્યક્રમમાં કોલેજ પ્રીન્સિપાલશ્રી મોહિતભાઇ જોષી,શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી લલિતભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ ભટ્ટ સહિત  વિવિધ વિષયોના પ્રોફેસરશ્રીઓ અને મોટી સંખ્યામાં વિધ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

    આ ઉપરાંત બેરણા ખાતેની ગ્રોમોર કોલેજ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામીની અધ્યક્ષતામાં કૌશલ્ય કુંવરબાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અને કોલેજના વિધ્યાર્થીઓ દ્વારા કબ્બડ્ડીની મેદાની રમત  રમાડવામાં આવી હતી. જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ૩૩ કોલેજોમાં વર્ગ-૧,૨ ના અધિકારીઓની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. 

     

    ********************

     

    વિજયનગરની આટર્સ કોલેજ ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

    રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરકબળ મળ્યા છે.                              

                     – સાસંદ શ્રીમતી રમીલાબેન બારા

    સમગ્ર રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિના ત્રિ-દિવસીય કાર્યક્રમ હાથ ધરાયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં દ્વિતીય દિવસે વિજયનગરની આટર્સ કોલેજ ખાતે રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

           પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેના પરીણામે ગામડાના અંતરીયાળ વિસ્તારમાં રહેતા રમતવીરોમાં કૌવત બહાર આવ્યું જેને લઇ રાજયથી લઇ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનું નામ ઉજાગર થયું છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ દરમિયાન વિવિધ ઉત્સવોની શરૂઆત કરવામાં આવી અને આ જનઉત્સવો થકી લોકોને જોડવાનું ઉમદા કાર્ય થયું છે. રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે શરૂ થયેલા રમતોત્સવથી રમતવીરોને નવી પ્રેરણા અને પુરકબળ મળ્યા હોવાનું સાસંદશ્રીએ જણાવ્યું હતું.

           કાર્યક્રમમાં ઉ૫સ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટલે જણાવ્યું હતું કે, શિક્ષણએ પાયાની જરૂરીયાત છે જયારે શિક્ષણની સાથે જોડાયેલ રમત વિકાસનું મહત્વનું પરીબળ છે. રમતો થકી રચનાત્મક પ્રવૃતિને વેગ મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

     

    કલેકટર શ્રી હિતેષ કોયાએ વિધાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રમતને વધુ વેગ મળે તે માટે અધ્યતન સુવિધથી સજ્જ જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તેની સાથે રમતવીરોના કૌશલ્ય સજ્જતા આવે તે માટે તજજ્ઞ કોચ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વધુમાં તેમણે ૩૬મી નેશનલ ગેમ્સમાં સમાવિષ્ટ ૩૬ રમતો પૈકી કોઇપણ એક રમતમાં ભાગ લેવા પણ આહ્વાન કર્યું હતું. જેનાથી એકાગ્રતા, અનુશાસન અને ખેલદિલીનો ભાવ પેદા થાય છે.   

    વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઇ નિનામા, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણી સરવૈયા,સંસ્થા અગ્રણી શ્રી મણિભાઇ પટેલ, તાલુકા અગ્રણી શ્રી મયુર શાહ, રણધીરભાઇ, પંકજભાઇ સહિત કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.         

     

    (સમગ્ર સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના જાહેરાત માટે સંપર્ક : નીરવ જોશી — 9106814540)