કેટેગરી ગ્રામિણ સંસ્કૃતિ

  • ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય

    ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય

    નીરવ જોશી, ગાંધીનગર (M-9106814540)

    ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

    સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રી પટેલનો ત્વરિત નિર્ણય : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    આ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે

    કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક શ્રી બાલકૃષ્ણભાઇ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.

    મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને ૧ કટ્ટા દિઠ ૧૦૦ રૂપિયા એટલે કે, ૧ કિલોએ રૂ. ૨ અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે ૫૦૦ કટ્ટા (૨૫૦ ક્વિન્ટલ) અથવા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ. ૭૦.૦૦ કરોડ સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત ૨.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.૨૦.૦૦ કરોડની સહાય જાહેર કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂ.૨૪૦ કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અ‌ન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ અને વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે. રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ રૂ. ૧/- અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય આપવામાં આવશે.

    મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર દ્વારા પારદર્શકતા અને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા થાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ખેડૂત ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી અથવા ગ્રામ પંચાયત ખાતેથી VC મારફત ઓનલાઈન અરજી કરી શકશે અને સહાય યોજનામાં લાભ મેળવી શકશે.

    આ સહાય યોજના બદલ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રીનો ખેડૂતો વતી કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે આભાર માન્યો હતો.

  • હિંમતનગરમાં એક અઠવાડિયામાં થયેલા કે આયોજિત કરાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમના સમાચાર

    હિંમતનગરમાં એક અઠવાડિયામાં થયેલા કે આયોજિત કરાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમના સમાચાર

    Avspost.com,  Himatnagar

    હિંમતનગર ખાતે યુ.જી.વી.સી.એલ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

    ૩૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું

        સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી હિંમતનગર દ્વારા “કંપની દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અધિક્ષક ઇજનેરશ્રી જી.જે.ધનુલા ની રાહબરી હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા “બ્લડ-ડોનેશન” કેમ્પનું આયોજન રેડક્રોસ સોસાયટી, હિંમતનગરના સહકારથી કરવામાં આવ્યુ. તેમાં વર્તુળ કચેરીના તાબા હેઠળની તમામ વિભાગીય કચેરી અને પેટા-વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારી/અધિકારી દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ માં ભાગ લીધો હતો.

         આ બ્લડ-ડોનેશન કેમ્પ દરમિયાન વર્તુળ કચેરીના વહીવટી વડા શ્રી જે.એમ.રોય પોતે બ્લડ-કેમ્પ માં સહભાગી થઈ બ્લડ આપી બીજા કર્મચારીઓને બ્લડ આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આકસ્મિક જરૂરિયાત સમયે કોઈકની જિંદગી બચાવી શકાય તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ-ડોનેશન કેમ્પમાં અધિકારી/કર્મચારીઓ એ ભાગ લઈ ૩૨ બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.

    —‐——–

    સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એરોલમ લિમિટેડ કંપનીમાં મોકડ્રીલનું આયોજન

        સાબરકાંઠા જિલ્લાના ક્રાઇસીસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગર સંયુકત ઉપક્રમે પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે આવેલ એરોલેમ લિમિટેડ ફેક્ટરી ખાતે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

          આ મોકડ્રીલનું કારખાનાના પ્લાન્ટમાં ફોર્માલ્ડીહાઇડ જેવા જ્વલંત શીલ રસાયણનું લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા એને કંટ્રોલમાં લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં આ ઇમર્જન્સી “ ઓફ સાઇટ ઇમર્જન્સી “ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ (DCG) ના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરેલ જે યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિન સરકારી એજન્સીઓ જેવી કે, નગરપાલિકા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મેડિકલ ટીમ તથા વિવિધ ફેકટરીઓના સેફટી ઓફીસર્સ વગેરેએ ધટના સ્થળ પર આવીને આ આગની ઇમર્જન્સી કાબુમાં લેવામાં જરૂરી કામગીરી કરેલ.

         આ ઇમર્જન્સી દરમિયાન ફોર્માલ્ડીહાઇડ નું ગળતર થતાં ત્યાં કામ કરતા એક કામદારને ગેસ લાગતા તેમને તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી.

                આ મોકડ્રીલનું ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરશ્રી  હિતેશ કોયા તેમજ ડિઝાસ્ટર મામલદારશ્રી તથા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર કચેરીના અધિકારી શ્રી વગેરેએ આ મોકડ્રીલ સફળતા અપાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને છેવટે સૌના સહિયારા પ્રયાસથી આ ઇર્મજન્સીને કાબુમાં લાવ્યા હોવાનુ ધારીને ઓલ ક્લિયર સિગ્નલ આપીને આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી હતી.


    ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા

    પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓએ મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન/ કેલ્ક્યુલેટર કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ

             સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાના કુલ ૧૧૭ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્કની પરીક્ષા(વહીવટ/હિસાબ)(જા.ક્ર.૧૨/૨૦૨૧-૨૨)ની લેખિત પરીક્ષા આગામી તા. ૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૧૨.૩૦ કલાકથી બપોરના ૧૩.૩૦ કલાક સુધી યોજાનાર છે.

    જિલ્લાની ભૌગોલિક પરીસ્થિતિને ધ્યાને લેતાં  જિલ્લામાં પરીક્ષા વિવિધ શાળાઓ/કોલોજો ખાતે લેવાશે. પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય, વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી  શકે તથા કોઇ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.

    જિલ્લાના જુદા જુદા તાલુકાના તમામ જે કેન્દ્રોમાં પરીક્ષા યોજાનાર છે તે પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજયામાં  કોઇપણ વ્યકિત પરીક્ષા દરમ્યાન મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કોર્ડલેસ ફોન/કેલ્યુલેટર/સ્માર્ટ વોચ/ટેબલેટ/સ્માર્ટ પેન  કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શક્શે નહિ.કે સાથે રાખી શકશે નહિ અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ છે.

          પરીક્ષા સમય દરમિયાન પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગાથવું નહી, સુત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલુ રાખવા નહિ.પરીક્ષાના દિવસે વિજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે ખોડકામ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે માઇક/ મ્યુઝીક/લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. તથા આ સમય દરમિયાન સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરમીશનો આપોઆપ રદ ગણાશે. પોલીસ અધીકારી/કર્મચારીના સગા અથવા સંતાનો તેઓને સોંપાયેલ પેટા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયેલ હોય તો તે સ્થળે તેઓ બંદોબસ્તની ફરજ બજાવી શકશે નહી.

    પોલીસ કર્મચારીઓ કોઇ અઘટિત ઘટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્રના મકાનાની અંદર જઈ શકાશે નહી. પરીક્ષા કેન્દ્રોના કેમ્પસની અંદર પરીક્ષાની કામગીરી માટે નિમાયેલ અધિકૃત સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ સિવાય અન્ય અનઅધિકૃત વ્યક્તિઓ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે.

    અપવાદ રૂપે પરીક્ષા કાર્યવાહીમાં રોકાયેલ અધિકારીઓ તેમના માન્ય અધિકૃત મોબાઇલ ફોન પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશે પરંતુ આવો મોબાઈલ ફોન પરીક્ષા ખંડની અંદર કે પરીક્ષા ખંડની બહારની લોબીમાં લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉક્ત પરીક્ષા સાથે જે તે સંકુલમાં અન્ય સંસ્થા દ્વારા લેવાનાર પરીક્ષામાં નિમણુક કરવામાં આવેલ સ્ટાફને તેઓના આઇડી કાર્ડ /નિમણૂક ઓર્ડર બતાવવાના રહેશે. આકસ્મિત કામગીરી તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ અન્ય અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા પરીક્ષા કેન્દ્રના સંકુલમાં પ્રવેશવા માટે સક્ષમ ઓથોરિટીની મંજૂરી મેળવવાની રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

     


    29th March

    ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ

    સમાજશાસ્ત્ર વિષયમાં ૧૧૬૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

     સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના પુર્ણ થયા બાદ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ ૧૧૮૧૪ વિધ્યાર્થીઓ પૈકી ૧૧૬૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૨૦૦ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૧૫૮૭ અને અંગ્રેજી માધ્યમમાં ૨૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અનિવાર્યમ વ્યાકરણમાં ૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

     

    રાજ્યશાસ્ત્ર વિષયમાં કુલ ૪૫૦ વિધ્યાર્થીઓ પૈકી ૪૩૮  વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં તમામ વિધ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમની  એક અખબારી યાદીમાં જણાવાયું છે.


    29th March.

    પ્રવાસન ધામ પોળો ખાતે પર્યટન પર્વની ઉજવણી કરાઇ

    વિજયનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

    આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ શારણેશ્વર મહાદેવ મંદિર, આભાપુર, વિજયનગર ખાતે યોજાયો હતો.

     

    આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે  વિજયનગરનું પોળોએ પ્રવાસન માટેનું સ્થાન બની ગયું છે. અહીંનું શારણેશ્વર મંદિર પુરાતન સંસ્કૃતિનો અનુભવ કરાવે છે. વૈદિક સંસ્કૃતિને સાચવાવાની જવાબદારી આપના સૌની છે. આપની સંસ્કૃતિને જાળવવા, ઉજાગર કરી આગળ લાવવા માટે આવા સાંકૃતિક કાર્યક્રમ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ચોમાસાની ઋતુમાં દેશભરમાંથી પોળો જંગલના જૈન દેરાસરો અને લીલીછમ વનરાજીને જોવા અને માણવા સૌ કોઈ આવે છે.

     

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા પોળોની જેમ વધુને વધુ પ્રવાસન વસે અને રોજગારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગત વખતે પોળોની ટેન્ટસીટીમાં કાર્યક્રમ વખતે પોળોની વન પેદાશો રાજ્ય સ્તર સુધી પહોંચે તે માટે એમોયુ કરવામાં આવ્યા હતા. જેમાં આ વિસ્તારની મહત્વની વન પેદાશ એવા કેસુડાના ફુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોળો પ્રવાસન તરીકે વિક્સવાથી અહીંના લોકોને કેસુડો, ટીમરું અને મકાઈના ડોડામાંથી રોજગારી મળી રહી છે.

     

    આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ગરબો, શિવતાંડવઃ જેવા પ્રોગામો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ઉપરાંત લોક ગાયિકાં અને કલા વૃંદ કાજલ મહેરિયા અને નીતિન બારોટ દ્વારા ગરબાની રમઝટ બોલાવામાં આવી હતી. જેની કલા રસિકો દ્વારા ભરપૂર મોજ માણી હતી.

    આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપકભાઈ નિનામા,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી લીનાબેન પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી બબુબેન રબારી, , વિજયનગર મામલતદારશ્રી, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી શાહા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ આશાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકરીશ્રી  તથા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

    ————

    જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

    સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.

             આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ નવીન સોનોગ્રાફી રજીસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને બારીકાઇથી તપાસીને બે સોનોગ્રાફી રજીસ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી હતી. તેમજ ચાર સોનોગ્રાફિ રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

    આ બેઠકમાં ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં જાતિપ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએન ડીટી કમિટિ થકી અવનવા પ્રયત્નો થાય એ અપેક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જે ગામમાં જાતિપ્રમાણ દર વધુ હોય તે ગામને પ્રોત્સાહિત કરવું જેથી જિલ્લાના બીજા ગામોને પણ પ્રેરણા મળી રહે.

    આ બેઠકમાં ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુવરબા અને સમગ્ર કમિટી દ્વારા માહિતી ખાતાના માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા સુશ્રી શ્વેતાબેન પટેલને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય,નેશનલ બુક ટ્રષ્ટ અંતર્ગત પી.એમ યુવા મેન્ટોર સ્કિમમાં વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

    આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચારણ,ગાયનેકોલોજીસ્ટશ્રી,સીવીલ હોસ્પિટલ,હિંમતનગર, પેથોલોજીસ્ટશ્રી  તથા સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


    28th March.

    પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે વાસ્મો પ્રોજેક્ટ દ્વારા મહિલા સશક્તિકરણ તાલીમ અર્થે પ્રેરણા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું

         સાબરકાંઠા જિલ્લાના જળ અને સ્વચ્છતા એકમ વાસમો હિંમતનગર દ્વારા તખતગઢ ગામે મહિલા સશક્તિકરણ અંતર્ગત પ્રેરણા પ્રવાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના  વિજયનગર, ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદના સરપંચશ્રીઓ, મહિલા સરપંચ શ્રીઓ,  પાણી સમિતિ દ્વારા પોતાના ગામમાં પીવાના પાણી નલ સે જલ યોજના અંતર્ગત સારી યોજના બને તે માટે તખતગઢ ગામની મુલાકાત લીધી હતી.  આવનાર સમયમાં પોતાના ગામમાં પીવાલાયક પાણી દરેક ઘર ઉપર ઉપલબ્ધ થાય અને સારી યોજના લોક ભાગીદારીથી બને તેનું માર્ગદર્શન લઈ પ્રેરણા પ્રવાસ દ્વારા પોતાના ગામોમાં અમલીકરણ થાય તે માટેનું આયોજન સાબરકાંઠા જિલ્લાના વાસ્મો હિંમતનગર વડી કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

          આ પ્રસંગે ગામના સરપંચશ્રી નિશાંતભાઇ પટેલ દ્રારા ગામમાં પાણી વ્યવસ્થાપન માટે કરવામાં આવતી કામગીરી અને મીટર પ્રથા, પાણી બચાવા માટે અને જળ સંચય અંગે   પ્રવાસીઓને વિગતે સમજૂતી આપી હતી.


    રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો ગુડ પર્ફોર્મન્સ પીઅર એજ્યુકેટર્સનો એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.

    ૩૬ પીયર એજ્યુકેટર્સને એવોર્ડ અપાયા

            જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્વારા આયોજિત ગુડ પર્ફોમન્સ પીયર એજ્યુકેટર્સનો એવોર્ડ સમારંભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. રાજ સુતરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. પીઅર એજ્યુકેટર્સએ એટલે ૧૦ થી ૧૯ વર્ષના  બાલકો જે  શાળામાં, ગામમાં પોતાની આસપાસના વિસ્તારમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા સહિત સરકારની આરોગ્યલક્ષી  યોજનાઓ પરત્વે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કામ કરે છે. દર હજારે એક આશાબહેન હોય છે જેની અંડરમાં ૪ પિયર એજ્યુકેટર કામ કરે છે.

          આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ જણાવ્યું કે આગામી વર્ષ 2023-24 થી પ્રોગ્રામને વધુ વેગવંતો બનાવવા માઈક્રો પ્લાનિંગ કરી કાર્યક્રમને વધું સઘન બનાવવા માર્ગદર્શન આપી આ પીયર એજ્યુકેટર્સને પ્રેરીત કર્યા હતા.

         જિલ્લામાં કુલ ૪૩૩૬ પિયર એજ્યુકેટર હાલમાં કાર્યરત છે જે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આઠ તાલુકાના આઠ શ્રેષ્ઠ પિયર એજ્યુકેટર સહિત જિલ્લાના ૩૬ પિયર એજ્યુકેટર ને મોમેન્ટો, પ્રમાણપત્ર અને ઇનામ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ઉપસ્થિત પીયર એજ્યુકેટર્સને કિશોર – કિશોરીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. .

        આ પ્રસંગે આર. સી. એચ. ઓ. ડો. દેધરોટીયા, જિલ્લા પ્રોગ્રામ કો. ઓરડીનેટર મેહુલ પંડ્યા, જિલ્લા આઈ. ઈ. સી. ઓફિસર જયેશ પંડ્યા, આર. કે એસ. કે કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા.

           આ પ્રવાસમાં સાબરકાંઠા જિલ્લા  ઉપરાંત પાટણ જિલ્લાના રાધનપુર અને સિધ્ધપુર તાલુકાના પાણી સમિતિના સભ્યો સરપંચશ્રીઓ મહિલાઓ પ્રેરણા પ્રવાસમાં જોડાઈ હતી. તેમના ગામોમાં પીવાના પાણીનું અમલીકરણ સારી રીતે સુવ્યવસ્થિત યોજના બને અને આવનાર સમયમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે મીટર યોજના લગાવી લોક ભાગીદારીથી અમલીકરણ થાય તે માટે પાટણ જિલ્લાના પાણી સમિતિ તખતગઢ ગામની મુલાકાત લીધી હતી.

    ‐—————–

    થા થૈયા થૈયા થા થઈ…. અરે મારી રંગલીને ક્યાય જોઇ…. આ અવાજો અમારા માટે વાક્યો  નહીં પણ કળાની અભિવ્યક્તિના અનુભવ છે.

    -કલાકાર પ્રકાશભાઇ વૈદ

    પ્રકાશભાઇ વૈદ અને તેમની ટીમ દ્વારા ૩૦૦૦ થી વધુ શેરી નાટકો કરી મનોરંજન સાથે લોક જાગૃતિનું કાર્ય કર્યુ છે.

    ઉનાળા કે શિયાળાની સમી સાંજે લગભગ છ વાગ્યાથી ગામના પાદરે નાની લાઇટ,ખુર્શીમાં માતાજીનો ફોટો,પડદો અને આવેલા લોકો કંઈક કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે.વળી ગામના છોકરાઓ ગામમાં પ્રચારના માધ્યમ બન્યા હોય તેવી લોકસેવાની અંગત્યની કામગીરી કરી રહ્યા છે. રાત્રીના સમયે નાટક શરૂ થવાના સમયે  રંગમંચ ઉપરથી પડતો ઉઠતાની સાથે જ લોકો તાળીયોના ઘડઘડાટથી વધાવી લે. કલા જગતના આ સ્મરણો હજી પણ  મારે મન તાજા છે. આ શબ્દો છે કલાકાર પ્રકાશભાઇ વૈદના.

    સમગ્ર વિશ્વમાં ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. કહેવાય છે કે જીવન એક રંગભૂમિ છે. રંગભૂમિ પર અનેક પાત્રો પોતાની કલાને દર્શકો સમક્ષ અભિવ્યક્ત કરીને લોકોને મનોરંજન પુરુ પાડતા હોય છે. આવા કલાકારો માટે ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે.

     

    સાબર યુવા કેન્દ્રના પ્રમુખશ્રી પ્રકાશભાઇ વૈદના જણાવે છે કે આમારી ટીમ દ્વારા સાબરકાંઠા જિલ્લા તેમજ સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિષય ઉપર ૩૦૦૦ થી વધુ શેરી નાટકો કરવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છતા અભિયાન, વિજ સલામતી,.દહેજ પ્રથા નાબુદી,પાણી બચાવો, નશાબંધી, બેટી બચાવો બેટી વધાવો વગેરે લોક જાગૃતિ  વિષયો ઉપર નાટકો કરવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે અમે રંગભૂમિના માણસો છીએ..કોઇ ક્યારેય કલાકાર બનતુ નથી કલાકાર જન્મથી જ હોય છે. પોતાની કળાની અભિવ્યક્તિ અને રસિક પ્રેક્ષકોના આનંદ સિવાય બીજી કોઈ જ અપેક્ષા વગર અમે અમારી કલાને દર્શાવતા હોઇએ છીએ.

    રંગભૂમિ ઉપર કરેલા દરેક કાર્યક્રમ સાથે અમારો અલગ જ અનુભવ રહ્યો છે.દરેક સમયે દર્શકોએ પણ એટલો જ સાથ અને પ્રેમ આપ્યો છે. રંગમંચ ઉપર કોઇપણ કલાકાર પોતાની કલા રજૂ કરી રહ્યો હોય અને તેનાથી ભૂલ થાય તો એ ભૂલનો દર્શકોએ  પણ સ્‍વીકાર કરી સહકાર આપ્યો છે. રંગભૂમિ થકી કેટલાય કલાકારોને રોજગારી પુરી પાડે છે.

    રંગભૂમિ માટે કહેવાય છે કે “જાણ્યુ એટલું જાજું અને માણી એટલી મોજ”. અમારા દરેક કાર્યક્રમને દર્શકોએ દિલથી મોજ માણી છે. દરેક કલાકારોએ દર વર્ષે ૨૭ માર્ચે પોતાના ગામ કે શહેરના રંગમંચ ઉપર જઇ “નટરાજને” મસ્‍તક નમાવી પ્રાર્થના કરી અને ‘વિશ્વ રંગભૂમિ દિવસ‘ની ઉજવણી કરવી જોઇએ.

            પહેલાના સમયે સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર અભિનય કરતા ન હતા એટલે પુરુષ લોકો જ સ્ત્રીનું પાત્ર ભજવતા. સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલાતી ગઈ.અત્યારનો આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

    આજના આધુનિક યુગમાં મનોરંજન માટે ભલે મોબાઇલ, ટી.વી અને સોશિયલ મીડીયાનો ઉપયોગ થઈ રહ્યો હોય.પરંતુ વિષ્ણુભાઇ વૈધ જેવા લોકો આજે પણ પરંપરાગત માધ્યમો નાટક,ભવાઇથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે. અનેક કલાકારોને રોજી આપી રહ્યા છે. વિશ્વ રંગભૂમિ દિવસને સાચાં અર્થે સાર્થક કરી રહ્યા છે.


    જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઇ

    આગામી ૩ એપ્રિલે ૩૩૬૭ વિધ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

    સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન  અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગુજકેટની પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ માટેની ચર્ચા કરવામાં આવી હતી.

    આગામી ૩ એપ્રિલે જિલ્લામાંથી કુલ ૩૩૬૭ વિધ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા સવારે ૯.૦૦ કલાકે થી સાંજે ૪.૦૦ કલાક સુધી યોજાશે. આ પરીક્ષા હિંમતનગરના કુલ-૧૭ સેન્ટરોના ૧૭૧ બ્લોકમાં યોજાશે. જેમાં “એ” ગ્રુપમાં ૫૭૯ અને “બી” ગ્રુપમાં ૨૭૭૭ અને “સી” ગ્રુપમાં ૧૧ વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કુલ વિધ્યાર્થીઓ પૈકી ગુજરાતી માધ્યમમાં ૨૮૩૫,અંગ્રેજી માધ્યમમાં ૫૩૧ અને હિન્દી માધ્યમમાં ૦૧ વિધ્યાર્થી પરીક્ષા આપશે. આ બેઠકમાં પરીક્ષા સંદર્ભે તૈયારીની રૂપરેખા,કેન્દ્રની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, એસ.ટી બસોની વ્યવસ્થા, તમામ સ્થળો ઉપર સી.સી.ટીવી કેમેરાની ચકાસણી, વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠકમાં ડીપીઇઓશ્રીનો પુત્ર ગુજકેટની પરીક્ષા આપવાનો હોઇ ગુજકેટની પરીક્ષાની ડ્યુટીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરાઇ હતી. ગુજકેટની પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા કંટ્રોલરૂમ તારીખ ૧/૦૪/૨૦૨૩ થી ૩/૪/૨૦૨૩ દરમિયાન સવારે ૭.૦૦ થી રાત્રે ૯.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. જે માટેનો નંબર ૦૨૭૭૨-૨૪૦૭૯૩ છે.

    આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા શિક્ષાણાધિકારી શ્રીમતી મીતાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રીમતી તરૂણાબેન તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


    વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠાના કલાકારો દ્વારા જૂની/નવી રંગભૂમિના કલાકારોનું સન્માન કરાયું

    ******

       સાબરકાંઠાના હિંમતનગર ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલા જગતમાં વર્ષોથી પોતાની જિંદગી છેવાડાના માનવી સુધી આપણી સંસ્કૃતિ જાળવી પોતાની કલા પ્રસ્તુત કરવા બદલ સાબરકાંઠાના સમગ્ર કલાકારો વતી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

     

       જીવનમાં જૂની રંગભૂમિના ૬૦ થી વધુ નાટકો કરનાર દેરોલ ગામના વતની કલાકારશ્રી વિષ્ણુભાઈ નાયક તથા તેમના પરિવારનું સન્માન કરવામં આવ્યું હતું. તેમને સ્ત્રીપાત્ર ભજવી નારી સશક્તિકરણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવી પેઢીના કલાકાર રાજ વ્યાસ તેમજ પી.એમ યુવા મેન્ટોર સ્કિમ વિજેતા  લેખિકા શ્વેતા પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક વિરાસતને સાચવવા માટે આગામી યુવા પેઢી મોબાઇલ, ટીવી છોડી આપણી વાર્તા અને નાટક જોતા થાય તે મહત્વનું છે.

       આ પ્રસંગે સાબર યુવા કેન્દ્રના પ્રમુખ પ્રકાશ વેધ, સાગર અકાદમીના ભરત વ્યાસ, માયામુવી ફિલ્મના નિરંજન શર્મા, શ્રી વિષ્ણુભાઈ વૈદ, કનુભાઈ રાવલ તેમજ કલાક્ષેત્રે રસ ધરાવનાર કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.


    હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ‘ વિશ્વ ક્ષય દિન’ની ઉજવણી કરાઇ   

    YES WE CAN END TB –ની થીમ પર  આર.ડી.ડી. શ્રી સતીષ મકવાણા ની ઉપસ્થિતિમાં ઉજવાયો

          સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે તા. ૨૪ માર્ચ ૨૦૨૩ના દિવસે “વિશ્વ ક્ષય દિન” ની ઉજવણી આરટીડી ડો. સતીશ મકવાણા ગાંધીનગર અધ્યક્ષતામાં YES WE CAN END TB –ની થીમ પર કરવામાં આવી હતી.

        આ પ્રસંગે ડો. સતીશ મકવાણા એ જણાવ્યું હતું કે સૌ પ્રથમ રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયા દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ક્ષય રોગ ની ભયાનકતા જે તે સમયે ખૂબ જ વધુ હતી તે સમય કહેવાય છે કે દર એક મિનિટે એક વ્યક્તિનું મોત થતું હતું. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સારી છે સરકારની સક્રિયતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ૨૦૨૫ માં ટીબી મુક્ત ભારત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના થકી આજે “YES WE CAN END TB –ની થીમ “ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

          ટીબી ને સંપૂર્ણપણે 2025 સુધીમાં ભારતમાંથી  દૂર કરવા અનેક પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે.  જેમકે નિક્ષય સહાય યોજના,  જેમાં ટીબીના દર્દીને દર મહિને ₹500 તેમના ખાતામાં જમા થાય છે.  લોકભાગીદારી ને જોડીને દાતાઓ દ્વારા પોષણ કીટ પહોંચાડવી જેવી અનેક સારી યોજનાઓ થકી આજે ટીબીને ઘણા અંશે આપણી કંટ્રોલ કરી રહ્યા છીએ.

         આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા એ જણાવ્યું હતું કે સરકારની ક્ષય નાબૂદી માટે ખૂબ જ સક્રિય ભૂમિકા રહી. તેમાં આજે ડિટેકશન, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, રિસર્ચ થકી ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે, ડિટેકશન માટે માઈક્રોસ્કોપ યુનિવર્સિટી ટેસ્ટ વગેરે જેવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, પહેલાના વખતમાં ટ્રીટમેન્ટમાં બે વર્ષનો કોર્સ ઇન્જેક્શન જેવી સુવિધાઓ હતી આજે ઓરલ ટ્રિટમેંટ ઉપલબ્ધ છે. દર્દીની  પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવે છે.  પ્રિવેન્શન માટે કફ કોર્નર, ફાસ્ટ ટ્રેકિંગ જેવી કામગીરી થકી ટીબી પેશન્ટના સંપર્કમાં આવેલા કોન્ટેક પર્સનની આપણે પ્રી પ્રીવેશન કોર્સ કરાવી શકીએ છીએ. તેમજ આ માટે રિસર્ચ દ્વારા નવી નવી દવાઓ થકી સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ટીબી હારેગા, દેશ જીતેગા આ અભિયાનમાં દરેક નાગરિક પોતાની સક્રિય ભૂમિકા ભજવી પોતાનાથી બનતી મદદ કરી YES WE CAN END TB  અભિયાનમાં જોડાઈ સરકારને અને સમાજને મદદરૂપ બનવા અપીલ કરી હતી.

          આ પ્રસંગે  જિલ્લામાં ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરનારા ડોક્ટરો,  ક્ષય મિત્રો, પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓ, પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ ક્ષય નિર્મૂલન કાર્ય સાથે સંકળાયેલા સારી કામગીરી કરતા લોકોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

          આ પ્રસંગે સી.ડી.એચ.ઓ શ્રી ડો.મુલાણી, આર.એમ.ઓ શ્રી ડો.શાહ જિલ્લા ક્ષય અધિકારી ડો. ફાલ્ગુનીબેન, હિંમતનગરના ટી.એચ.ઓ શ્રી રાજેશ પટેલ, ક્ષય મિત્રો જિલ્લા આરોગ્ય અધિકારીઓ ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત  રહ્યા હતા.

  • હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો

    હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    આજ રોજ 2079 ના ચૈત્ર સુદ ૧૧ તારીખ 1/4/2023 ના રોજ શનિવારના રોજ શક્તિધામ નવા ખાતે મંદિરના પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ. મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે સવારથી હોમ હવન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે રાસ ગરબા પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.


    નવાગામ સ્થિત ઝાલા પરિવાર લગભગ 200 ઘરની વસ્તી ધરાવે છે. સુરેન્દ્રનગરના પાટડી ધામે જન્મદાત્રીશ્રી શક્તિ માતા ના વંશજ ઘણી પેઢીઓથી નવા ગામે સ્થાયી થયેલ છે. નવાગામ માં પાટીદારો તથા અન્ય કોમો પણ સુખ શાંતિથી રહે છે. આજે આ પ્રસંગે ગામના સર્વે લોકોએ ધામધૂમ પુવૅક પ્રસંગમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    આજે ચૈત્ર સુદ અગિયારસના રોજ નવા ગામના ઝાલા પરિવારોના કુળદેવી રાજ રાજેશ્વરી જન્મદાત્રી શક્તિ માતાજી તથા શ્રી મહાકાળી માતાજી અને માવડીયા માતાજીનો પાટોત્સવ ખૂબ ઉત્સાહ,ઉમંગ, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવાયો હતો. નવાગામના આશરે 300 જેટલા ભાવિક ભક્તો નવચંડીમાં હાજર રહ્યા હતા.

     

     

    આ કાર્યક્રમ અંતર્ગત નવચંડી હવન પૂજારી શ્રી જયેશભાઈ ઉપાધ્યાય ના માર્ગદર્શનમાં પાંચ બ્રાહ્મણ વડે કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ ઝાલા પરિવારના યજમાન સજોડે બેઠા હતા અને માતાજીની ભક્તિ ભાવપૂર્વક નવચંડી હવન કર્યો હતો.

  • મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

    મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

    નીરવ જોશી ,હિંમતનગર / ચંદ્રદીપ ગામિત, વાસદા (Text/Photos)

    (M-7838880134/9106814540)

    છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હું મારા જિલ્લામાં રહું છું એટલે કે સાબરકાંઠામાં રહું છું અને આ જિલ્લામાં જે જે ખાસિયતો વન વૃક્ષો અને વન સંપદા છે એની પણ નોંધ કરું છું. તો આજે વાત કરું… ખાસ કરીને સાબરકાંઠામાં વસતા  આદિવાસી તેમજ ખેડૂત સમુદાયની અને તેમના વૃક્ષ ગણાતા મહુડાના વૃક્ષની કે જેને આદિવાસીઓ અને બીજા ખેડૂત વૃક્ષ પ્રેમીઓ પોતાના જીવનનું અનમોલ ખજાનો ગણે છે !!!

    આવા જ મહુડાના વૃક્ષને આ વખતે માણવાનું અને એનું લાભ લેવાનું મને મોકો મળ્યો છે… તો મારા વિચારો મારી વેબસાઈટના વાચકો સમક્ષ રજુ કરું છું…અને એમાં બીજા કેટલાક આદિવાસી અને એ વિસ્તારના વૃક્ષ પ્રેમી એટલે કે મહુડા પ્રેમીના વિચારોને પણ સંકલિત સાથે રજુ કરું છું.

    હમણાં ત્રણ દિવસ પહેલા હું અમારા હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે આવેલા ચોટીલા મહાદેવ મંદિરના બ્રહ્મલીન હરગોવિંદ પુરી મહારાજના સોળસી ભંડારામાં ગયો હતો ત્યાં મંદિર પાસે આવેલા ચોટીલા કંપા ના ખેડૂતના ઘરે અને એની આંગણામાં નજીકના ખેતરમાં આવેલા મહુડાના ઝાડ પર મારું ધ્યાન ગયું.. એ ભાઈ ધાર્મિક સ્વભાવના હતા એટલે મને પ્રેમથી આવકારીને કહ્યું કે નિરવ ભાઈ આવીને બેસો.. ત્યારબાદ મેં એમની જોડે ચર્ચા કરી અને મહુડા ના ફૂલ અને મહુડા ના વૃક્ષના… એમના થી થતા એના લાભોને પણ જાણ્યા.. એમના ધર્મપત્નીએ મહુડા ના ફૂલોને મોટા મોટા તપેલા અને તગારા જેવા વાસણમાં કાઢ્યા હતા. મને બે કિલો આપ્યા ને કહ્યું કે આને સુકવી અને તપાવીને રાખજો અને મગફળી સાથે લાડુ બનાવીને શિયાળામાં ખાજો! ત્રણ દિવસથી મારા ધાબા ઉપર હું ફૂલોની પથારી કરીને મહુડા ના ફૂલોને સુકવું છું અને હવે હું જાણે આખા દુનિયાનો સૌથી મોટો મહુડા પ્રેમી બની ગયો એવું મને સતત લાગી રહ્યું છે!!😀😇😍

    વાંસદા-ડાંગ: સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન છે.

    સોનાનાં વૃક્ષો તરીકે ઈતિહાસ માં જાણીતાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ લેખકો એને સોનાનું વૃક્ષ કહે છે. મહુડા ના વૃક્ષ પર આ સમયે મહુડા ના ફૂલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. અને મહુડા લાગે છે. આ મહુડાનો ઉપયોગ ઔષધિ તરીકે,વિવિધ દવાઓ બનવવા,દેશી દારૂ બનાવવા તથા આરોગ્ય વર્ધક તરીકે થાય છે.શિયાળામાં મહુડા નું ગોળ સાથે સેવન કરવાથી શરીર ને ખૂબ જ ફાયદો થાય છે. ઉનાળામાં મહુડાના વૃક્ષ પર ડોળી નામનું ફળ લાગે છે. આ ડોળી ને ફોડીને એને સુકવવામાં આવે છે તયારબાદ એનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળી માંથી તેલ પ્રાપ્ત થાય છે.જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટેભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે પોતાની રસોઈ બનાવવા માટે. આદિવાસી મહુડા વીણીને એને વેચી દે છે. જેથી એમને એમનું જીવન નિર્વાહ કરવા માટે આવક પ્રાપ્ત થાય છે. તેથી આદિવાસી ઓ માટે મહુડાનું વૃક્ષ જીવાદોરી સમાન છે.( કિરણ પાડવી PI)

    મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે, જે મેદાની પ્રદેશ અને જંગલોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. મહુડો ઝડપથી વૃદ્ધિ પામતું વૃક્ષ છે, એના પાંદડાંઓ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન લીલાંછમ રહેતાં હોય છે, અને આ વૃક્ષ વૈજ્ઞાનિક વર્ગીકરણ પ્રમાણે સપોટેસી કુળમાં આવે છે. આ ઝાડ શુષ્ક પર્યાવરણને અનુકૂળ ઢળી ગયું છે. મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય પાનખરના વનોમાં જોવા મળતાં વૃક્ષોમાંનું એક મુખ્ય ઝાડ છે.

  • ડોડીની વેલ એટલે એટલે ઔષધિની અમૃતવેલ, જાણો એના બેનમૂન ફાયદા

    ડોડીની વેલ એટલે એટલે ઔષધિની અમૃતવેલ, જાણો એના બેનમૂન ફાયદા

    Avspost.com Desk, 

    લેખક. ડો. શરદ ઠાકર

    આંખે દેખતે હો, કભી નજરિયા ભી દેખ લિયા કરો……………

    નીતા નામની 14 વર્ષની કિશોરી. જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી હતી. અચાનક એની જમણી આંખમાં ‘ફુલુ’ અને ‘વેલ’ નામની ચિંતાજનક બીમારીની પગલી પડવાનું શરૂ થયું. એની રૂમ પાર્ટનર છોકરી નેચરોપથીની વિદ્યાર્થિની હતી. એણે ઉપાયો સૂચવ્યા જે કારગત ન નિવડ્યા. ઘઉંના જ્વારા વાટીને એના રસનાં ટીપાં આંખમાં પાડ્યાં, પણ બીમારી વધતી ગઈ.

    નીતાના મનમાં તીવ્ર ડર પેસી ગયો હતો. આનું કારણ એના પપ્પાની ભૂતકાળની ઘટનામાં રહેલું હતું. નીતાના પપ્પા જ્યારે 11-12 વર્ષના હતા ત્યારે એમની આંખમાં પણ આવી જ રીતે બીમારીએ પગપેસારો કર્યો હતો. પપ્પાની ડાબી આંખમાં કોર્નિઅલ ઓપેસિટી અને જમણી આંખમાં ગ્લુકોમા નામની એ જમાનામાં અસાધ્ય ગણાતી બીમારી લાગુ પડી હતી. પરિણામે પપ્પાની જમણી આંખ પૂરેપૂરી અંધાપાગ્રસ્ત થઈ ગઈ હતી. ડાબી આંખમાં પણ ગમે ત્યારે અંધકાર છવાઈ જવાનું નક્કી હતું.

    પપ્પાની દયાજનક સ્થિતિની નીતા સાક્ષી રહી હતી. સારવારમાં સહેજ પણ કચાશ રાખી ન હતી. મુંબઈમાં લઈ જઈને પપ્પા ધનજીભાઈનું કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન પણ કરાવી જોયું.

    સફળ ન રહ્યું. હૈદરાબાદ જઈને એ જ સર્જરી ફરીવાર કરાવી. આંખ પર છવાયેલો કાળો પડદો ન જ હટ્યો. પંચાવન વર્ષ પહેલાંની આ ઘટનાઓ. આજે ધનજીભાઈ અઠ્યોતેરની ઉંમરે પણ અંધારાં ઊલેચી રહ્યા છે.

    આ અનુભવના કારણે નીતા ડરી ગઈ હતી. બીજા વર્ષે એ ભણવા માટે રાજકોટમાં આવી. આંખના ડોક્ટરે કહ્યું, ‘તને પણ એક આંખમાં કોર્નિઅલ અલ્સર અને બીજીમાં ગ્લુકોમાની શરૂઆત થઈ ગઈ છે.’

    મરતા ક્યા નહીં કરતા? ક્યાંકથી જાણવા મળ્યું, ‘રાજકોટમાં એક ગ્રૂપ છે, જેના સભ્યો છોડ અને રોપાઓનો પ્રચાર-પ્રસાર કરે છે. એ લોકો માને છે કે આપણી વનસ્પતિઓમાં અમોઘ ઔષધીય ગુણો હોય છે.’

    ડૂબતા માણસ તરણાનો સહારો ઝડપી લે એવી રીતે નીતાએ એ ગ્રૂપના સભ્યોનું સૂચન ઝીલી લીધું, ‘આ જીવંતી નામની વનસ્પતિ છે. એનું નિત્ય સેવન કરીશ તો તારી બંને આંખો હીરા જેવી તેજસ્વી બની જશે.’ એ ઘડી અને આજનો દિવસ! છેલ્લા અઢી-ત્રણ દાયકાથી નીતા (હવે નીતાબહેન) જીવંતીનું સેવન કરતાં રહ્યાં છે. ન તો એમની આંખમાં ફુલુ છે, ન વેલ, ન ઝામર. અરે, ચશ્માનાં નંબર પણ નથી આવ્યા.

    જીવંતીને ડોડી અથવા ખરખોડી પણ કહે છે. એક કડવું સત્ય જણાવું? જે દેશમાં હજારો વર્ષથી માતાઓ પોતાનાં સંતાનોની આંખોમાં શુદ્ધ ઘીના દીવાની મેશ આંજતી આવી છે એ દેશ વિશ્વભરમાં અંધાપો અને આંખની અન્ય બીમારીઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે. અનુભવીઓના મુખેથી મેં સાંભળ્યું છે કે માણસની મોટાભાગની શારીરિક તકલીફોનું નિવારણ ગામ કે શહેરની આસપાસ ઊગતાં વૃક્ષો અને વનસ્પતિઓ પાસેથી જ મળી રહે છે.

    નીતાબહેન દાવા સાથે કહે છે, ‘જે દેશમાં જીવંતી ઉપલબ્ધ હોય તે દેશની પ્રજાને અંધાપો કે ચશ્માના નંબર આવે જ શા માટે?’

    અંગત અનુભવ જણાવું. મારું પૈતૃક વતન જૂના ખેડા જિલ્લાના બાલાસિનોર તાલુકાનું એક સાવ નાનકડું ગામ જેનું નામ સાલૈયા છે ત્યાં આવેલું છે. શૈશવથી લઈને યૌવનકાળ સુધી દર ઉનાળુ વેકેશનમાં મારા પરિવારની સાથે હું ત્યાં જતો હતો અને બબ્બે મહિના સુધી ખેતરો અને વગડામાં ભમતો હતો. આવી જ રજાઓના દિવસોમાં એકવાર હું ભારે શરદીનો ભોગ બની ગયો. બંને નસકોરા સાવ બંધ. શ્વાસ મોંએથી લેવો પડે. કપાળ અને માથું ભારે દુ:ખે. ગામનો એક પટેલ છોકરો મારો પાક્કો દોસ્ત. એ મને ગામની બહાર આવેલા એક ખેતર પાસે લઈ ગયો. થોરની વાડ ઉપર પથરાયેલા એક વેલા તરફ આંગળી ચીંધીને મને કહ્યું, ‘આ ડોડીનાં પાન છે. એક પાંદડું તોડીને એની દાંડલી વારાફરતી એક-એક નસકોરામાં દાખલ કર. છીંકો આવવા માંડશે. અંદર ભરાયેલું બધું પ્રવાહી બહાર નીકળી આવશે. અહીં તો અમે બધાં આવું જ કરીએ છીએ. તને વિશ્વાસ હોય તો અજમાવી જો.’

    મારી હાલત પણ ‘મરતા ક્યા નહીં કરતા?’ જેવી જ હતી. મેં દાંડલીથી મારા નાકમાં ‘હળી’ કરી. છીંકોની વણથંભી ધારાવાહિક સિરિયલ ચાલુ થઈ ગઈ. ચાર-પાંચ હાથરૂમાલ ભીનાં થઈ જાય એટલું પ્રવાહી નીકળી ગયું. માથું હળવું થઈ ગયું. એ સાંજે અમે ત્રણેક કલાક સુધી નદી, ખેતર, વગડો ભમતા રહ્યા.

    એ પછી મોટો થઈને હું મેડિકલ કોલેજમાં ભણવા માટે ગયો, ડોક્ટર બન્યો. આપણી ધરતીની ધરોહર પરથી ભરોસો ઊઠતો ગયો, એલોપેથિક મેડિસિન્સમાં અતૂટ શ્રદ્ધા બેસતી ગઈ. ડોડીનાં પાંદડાંનું સ્થાન પેરાસિટામોલ અને લીવોસેટ્રીઝને લઈ લીધું.

    આજે પચાસ વર્ષ પછી એ ભૂલાઈ ગયેલું ડોડીનું નામ નીતાબહેન પાસેથી સાંભળવા મળ્યું. ડોડી ખરેખર ભૂલાઈ ગયેલું નામ છે. આની પાછળનાં ઘણાં બધાં કારણોમાં એક કારણ બદલાયેલા પર્યાવરણનું પણ છે. ડોડીનો ફેલાવો એનાં બીજ દ્વારા થાય છે. ગામડાંમાં રહ્યાં હોય એ લોકોને ખબર હશે કે વૈશાખના મહિનામાં ગામડાંમાં ભરબપોરે ધૂળની ડમરીઓ ચડતી હોય છે. માર્ગમાં ધૂળ ગોળ-ગોળ ઘૂમરાતી, ઊભા થાંભલાની જેમ પવનના વેગથી જમીન પરથી ઉપરની દિશામાં જાય છે અને પછી વિસ્તરીને શાંત પડી જાય છે. આ વાસ્તવમાં પ્રકૃતિ દ્વારા પ્રયોજાતું એક ગુપ્ત મિશન છે. આ ધૂળની ડમરીની સાથે સાથે કંઈ કેટલીય વનસ્પતિનાં બીજો પણ ઊંચકાઈને એક સ્થળેથી બીજા સ્થળે ફેલાતાં રહે છે.

    ડોડીનાં બીજ પણ ડમરીની સાથે ઉડીને થોરની વાડ ઉપર જઈ બેસે છે. વાડ પણ કુદરતે કાંટાળી પસંદ કરી, જ્યાં બકરી કે તોફાની બાળકો પણ જવાની હિંમત ન કરે. બીજ ત્યાં સલામતીપૂર્વક પડ્યાં રહે. પછી જૂન-જુલાઈમાં વરસાદ આવે. પાણીમાં ભીંજાઈને બીજ માટીમાં પડે, ત્યાં પાંગરે અને વેલા રૂપે વિસ્તરતા રહે.

    હવે ધૂળીયા મારગ ઉપર ડામર પથરાઈ ગયો છે. (ગામડાંમાં પણ.) થોરની વાડો જવલ્લે જ જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓને જાણવામાં અને જાળવવામાં કોઈને રસ રહ્યો નથી. પરિણામ આપણી આંખ સામે છે. આખા વિશ્વમાં આંખના રોગીઓ સૌથી વધારે ભારતમાં છે.

    રાજકોટથી જેતપુર જવાના માર્ગ પર એક આશ્રમ છે. ત્યાંના સંત ડોડીનો રોપો જોઈને રડી પડ્યા, ‘લગભગ વીસ વર્ષ પછી જીવંતીના દર્શન થયા. નાના હતા ત્યારે ગામડાંમાં અમારી સવાર જીવંતીનાં પાંદડાં ચાવવાથી પડતી હતી અને રાતનું વાળુ કાયમ બાજરીના રોટલા સાથે ડોડીની ભાજી ખાવાથી થતું હતું. અમારા ગામનાં 70-75 વર્ષનાં વૃદ્ધોનાં માથાં પર ઘટાટોપ કાળાભમ્મર વાળ શોભતા હતા અને એ બધાં ચશ્મા પહેર્યા વિના છાપું વાંચી શકતા હતા. એ પ્રતાપ ડોડી ઊર્ફે જીવંતીનો હતો.’

    હા, જીવંતી શાક રૂપે પણ ખાઈ શકાય છે. જીવંતીનું બીજું નામ જ શાકશ્રેષ્ઠા છે. આજે માણસ હવા, પાણી, ખોરાક બધાંમાં ઝેર આરોગતો રહે છે. ડોડીનું શાક આ બધાં ઝેરનું મારણ છે. પૃથ્વી પરની તમામ ટેબ્લેટ્સ કે કેપ્સૂલ્સમાંથી મળતાં વિટામિન ‘એ’નો સરવાળો કરીએ એના કરતાં પણ અધિક માત્રામાં વિટામિન ‘એ’ જીવંતીમાં રહેલું છે. જાણકારો તો એવું કહે છે કે રોજ સવારે એક ચમચી જીવંતીનો પાઉડર લેવાથી પચીસ દિવસમાં આંખના નંબર ઊતરી જાય છે.

    એક રસપ્રદ વાત એ છે કે જીવંતી કોઈ જાજરમાન સ્ત્રીની જેવી ‘માનુની’ છે. એ માન માગતી વનસ્પતિ છે. જો એને તમારા આંગણામાં રોપશો, પણ એના તરફ માનભરી નજર નહીં નાખો તો એ થોડા જ દિવસોમાં સુકાઈ જશે. જો તમે એની તરફ પ્રેમથી જોશો તો તે જોતજોતામાં ઘટાટોપ થઈ જશે.

    ભારત દેશમાં પ્રત્યેક ઘરમાં કોઈ ને કોઈ સ્વરૂપે જીવંતી હોવી જ જોઈએ, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે જીવંતીને શોધવી ક્યાં અને કેવી રીતે?

    ચિંતા કરવાની જરૂર નથી. જે વાચકમિત્રોને મન ચશ્મા કરતાં આંખોનું મૂલ્ય વધાર છે એમને હું નિ:શુલ્ક મદદ કરી શકું છું. દવાખાનાનું કે ચશ્માની દુકાનનું સરનામું આપવાને બદલે હું જીવંતીનું સરનામું ચીંધી શકું છું. આ દેશમાં આંખવાળાઓને પણ દૃષ્ટિની જરૂર છે..

    લેખક. ડો. શરદ ઠાકર

    કોઈ પણ આયુર્વેદિક દવા વેચતા હોય એ શોપ પર તમે તપાસ કરશો તો તમને યોગ્ય માહિતી મળી જશે અને જીવંતી નો તૈયાર પાવડર પણ મળી જાશે . અથવા ગામડાં મા વસ્તા તમારા મીત્રો કે સ્વજનો ને પૂછશો તો કદાચ એ પણ તમને જીવંતી ની વેલ અથવા દોડી વિશે માહીતી આપી શકે છે

  • પણ હવે રેટિયો જ ખોવાયો

    પણ હવે રેટિયો જ ખોવાયો

    હેમંતભાઈ ઉપાધ્યાય, અમદાવાદ

    પણ હવે રેટિયો જ ખોવાયો!!!

    ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે.

    ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે આપણા દેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના સમયે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતીક બની ગયો હતો.

    ચરખાની શોધ અને વિકાસ કેવી રીતે અને ક્યારે થયો, એ માટે ચરખા સંઘ દ્વારા ઘણા સંશોધનો તેમ જ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પ્રમાણે અંગ્રેજોના ભારત આવવા પહેલાંના સમયથી જ ભારત ભરમાં ચરખાનું ચલણ પ્રચલિત હતું.

    ઈ.સ. ૧૫૦૦ સુધી ખાદીવણાટ અને હસ્તકલાનો ઉદ્યોગ પૂર્ણ રીતે વિકસીત હતો. સને ૧૭૦૨માં એકલા ઈંગ્લેન્ડમાંથી ભારતમાં બનેલી ૧૦,૫૩,૭૨૫ પાઉન્ડ જેટલા મૂલ્યની ખાદી ખરીદવામાં આવી હતી. માર્કોપોલો અને ટૈવર્નિયર જેવા વિદેશીઓએ ખાદી માટે કવિતાઓ પણ લખી છે. ટૈવર્નિયરની ડાયરીમાં ખાદીના વસ્ત્રની મૃદુતા, મજબૂતાઈ, બારીકાઈ અને પારદર્શિતાની ઘણી પ્રસંશા કરવામાં આવી હતી.

    ગાંધી વિચાર આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા સ્વતંત્રતા પહેલાં હતા. જોકે ગાંધીજીનો રેંટિયો આજની યંગ જનરેશનને અલગ કારણોસર આકર્ષી રહ્યો છે. સાબરમતી આશ્રમની મુલાકાતે આવનારા લોકો ગાંધીસ્મૃતિ તરીકે ચરખા ખરીદવાનું વધુ પ્રિફર કરે છે. છેલ્લા દસ મહિનામાં આશ્રમમાંથી ૪૦૦૦થી વધુ નાનામોટા ચરખા વેચાયા છે.

    એક સમયે રેંટિયો સ્વદેશીના મંત્રનું મુખ્ય સાધન હતું, જ્યારે હવે એ સ્પિરિચ્યુઅલ સફરનું સાધન છે. રોજ બ્રાહ્મ મુરતમાં ઊઠીને રેંટિયો ખોલીને કાંતણનું કામ કરી પરમાત્મા સાથે એકાત્મતા સાધવા સાથે આશીર્વાદ મેળવવાનો અનુભવ થાય
    રેંટિયો ચલાવીએ ત્યારે રૂમાંથી રેસા ધીમે-ધીમે પસાર થાય છે. આ ક્રિયા સાથે તમે જોડાઓ એટલે એની કિંમત તમને ખબર પડે. રૂ કાંતતાં જેટલો સમય આપ્યો એ દરમ્યાન આંખોનું, આંગળીઓનું જોડાણ રેંટિયા સાથે થાય રેંટિયાનો સ્પર્શ અનોખો હોય છે.

    આપણે ખૂબ ગતિમાં જીવીએ છીએ, પણ રેંટિયો ધીમા બનવાનું શીખવે છે. રેંટિયાનાં વસ્ત્રો અદ્ભુત હોય છે. હાથે કાંતીને વસ્ત્રો બને એનો ઉઠાવ અલગ હોય છે. આંખો એની પવિત્રતા ઓળખી જશે.

    ‘ગાંધીબાપુએ ચરખાને ડિવાઇન ટૂલ કહ્યું છે. એમાં ગીતા પણ છે. ગીતાનાં કર્મ, ફળ અને ત્યાગની વાત છે. માયાનો ત્યાગ કરો. અહીં આના દ્વારા છોડતા જવાની વાત આવે છે. કાંતણ ક્રિયા પવિત્ર છે. રેસો નાનો છે પણ એ શિસ્તબદ્ધ છે અને વિવેકથી યાત્રા કરે છે. રેસાઓનો સ્પર્શ કરજો, કંઈક જુદી જ લાગણી અનુભવશો.

    ગાંધીજીએ રેંટિયામાં દરિદ્રનારાયણનો વિચાર કેન્દ્રસ્થાને મૂક્યો હતો. ગાંધીબાપુએ કહ્યું હતું કે ‘હૃદયરોગ, માનસિક રોગ માટે રેંટિયો કામનો છે. માઇન્ડ ઍક્ટિવ કરે છે. રેંટિયાથી આંખની એક્સરસાઇઝ થાય છે. દોરા નીકળે ત્યારે દૃષ્ટિની કસરત થાય છે.’

    ‘બ્રિટિશરોએ વણાટ ઉદ્યોગ તોડી નાખ્યો હતો. એને સજીવન કરવાનો ગાંધીબાપુનો ઉદ્દેશ હતો. ગાંધીજીને લાગ્યું કે દેશને સ્વાવલંબી કરવા આ રેંટિયો જરૂરી છે અને એના દ્વારા કાંતણ–વણાટ ઉદ્યોગ ફરીથી શરૂ કરવાનો બાપુનો પ્રયત્ન હતો.

    સાબરમતી આશ્રમમાં આ ઉદ્યોગને સજીવન કરવા ગાંધીજીએ પ્રયત્ન શરૂ કર્યા હતા અને તેઓ રેંટિયા માટે એવું કહેતા કે મારો ખોવાયેલો મિત્ર મળી ગયો.’

    તસવીર- હેમંત ઉપાધ્યાય

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા!

    સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા!

    નીરવ જોશી, ગાંધીનગર 

    એક સમયે પોતાના ગીચ જંગલો અને વનસંપદા માટે જાણીતું થયેલું ગુજરાત હાલ નવી રીતે વન સંપતિને અને વનની વનરાજીને શણગારવામાં વ્યસ્ત થયું છે!! ખાસ કરીને હવે વન સંપદા ઓછા થાય છે ત્યારે કયા વૃક્ષો વાવવાથી આગામી સમયમાં નાગરિકોને ફાયદો થાય છે.. એના પર હવે ફોકસ મંડાયો છે.. આવું જ એક લોક ઉપયોગી વૃક્ષ છે કેસુડાનું ઝાડ અને આ ઝાડના ખૂબ ફાયદાઓ છે તો આવો જાણીએ તેને લગતી એક પોસ્ટ…

    એકતા નગર ખાતે લીમડી રૂટની નજરે કેસૂડા ટ્રેલ !
    ¤ ત્રણ હજાર કેસૂડાના વૃક્ષોની બેજોડ સુંદરતા, કુદરતનું સાંનિધ્ય તમને મંત્રમુગ્ધ બનાવી દેશે !*
    ¤ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ટ્રેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા!*
    ¤ પ્રકૃતિના ખોળામાં ટ્રેકિંગનો લ્હાવો લઈ, કેસૂડા વિશે રસપ્રદ માહિતી જાણીને આશ્ચર્યચકિત થયા દિલ્હીથી આવેલા પ્રવાસીઓ*

     

    **********
    કેસૂડો ! – ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સૂકાયેલા વૃક્ષો કેસૂડાના કેસરી રંગથી ચિતરાઈ જાય છે. ત્યારે કેસરિયા રંગથી છવાયેલો કેસૂડો અદ્ભુત દેખાય છે. આવા જ મનોહર દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, એકતા નગરના જંગલોમાં.

    સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીંના વિવિધ પ્રવાસન સ્થળો ઉપરાંત જંગલમાં જોવા મળતા કેસૂડાના વૃક્ષો અંગે અસામાન્ય અને રસપ્રદ માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે એકતા નગર ખાતે કેસૂડા ટ્રેલનું આયોજન કર્યું છે. તેજસ્વી નારંગી ફૂલોના છાંટા એકતા નગરના મનોહર દૃશ્યોને વધારે છે, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આભારી છે.

    એકતા નગરમાં કેસૂડાના હજારો વૃક્ષોનું જતન કરવામાં આવ્યું છે, જેને ‘જંગલની જ્યોત’ પણ કહેવાય છે. ‘કેસૂડા ટ્રેલ’ થકી પ્રવાસીઓ કેસૂડાની સુંદરતાનો લ્હાવો લઈ શકે છે. મુલાકાતીઓ આનંદદાયક ટ્રેકિંગની મજા સાથે કેસૂડા પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ માટે ૩ થી ૪ કિલોમીટરના ત્રણ ખાસ રૂટ બનાવવામાં આવ્યા છે.

    સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે દેશના અલગ-અલગ ખૂણેથી આવતા પ્રવાસીઓ ઉત્સાહભેર કેસૂડા ટ્રેલ કરે છે. આ ટૂર દરમિયાન મનમોહક નજારા તેમજ ટ્રેકિંગના લ્હાવા સાથે કેસૂડા વિશે મળતી વિશેષ અને રસપ્રદ માહિતી તેમજ વન્ય સંપદાઓની અનુભૂતિથી તેઓ આશ્ચર્ય પામે છે.

    નવી દિલ્હીથી એકતા નગર ખાતે આવેલા દીપાંગના કેસૂડા ટ્રેલ પૂર્ણ કર્યા બાદ પોતાના અનુભવો વર્ણવતા જણાવે છે કે, આ યાત્રા ખરેખર રોમાંચક હતી. ‘કેસૂડા ટ્રેલ’ થકી કેસૂડાની સુંદરતાનો આનંદ માણી તે જણાવે છે કે, તેજસ્વી નારંગી ફૂલો એકતા નગરના મનોહર દ્રશ્યને વધારે છે. એકતા નગર ખાતે કેસૂડાના હજારો વૃક્ષો ખરેખર ‘જંગલની જ્યોત’ જ છે. ગાઈડ થકી કેસૂડાના ઔષધીય ગુણો જાણી આશ્ચર્યચકિત થઈને તે જણાવે છે કે, આ જાણકારી ખરેખર અદ્ભૂત અને રોમાચંક છે. અહીં કેસૂડાની સુગંધ અને કુદરતી સ્ત્રોતનો ખજાનો છે, તેવું જણાવી તે પ્રકૃતિના સૌંદર્યનો ભરપૂર લ્હાવો મણવાની ખુશી વ્યક્ત કરે છે.

    વિશેષ રૂપથી ‘કેસૂડા ટ્રેલ’ માટે દિલ્હીથી એકતા નગર આવેલા સ્મૃતિ સિંહા જણાવે છે કે, સૌથી પહેલા તો હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે, એકતા નગરની આ અદ્વિતિય સુંદરતા તેમના વિઝનને આભારી છે. તેમણે કેસૂડા ટ્રેલના ટ્રેકિંગને લાજવાબ ગણાવી, આનંદ સાથે રસપ્રદ માહિતી મળી હોવાનું જણાવ્યું હતું. સ્મૃતિ જણાવે છે કે, અહીં મનોહર દ્રશ્યો છે, કુદરતના સાંનિધ્યમાં પરમ શાંતિની અનુભૂતિ છે તેમજ જ્ઞાનવર્ધક અને આનંદદાયક ટ્રેક છે. તેમણે અન્ય લોકોને પણ કેસૂડાની સામાન્ય માહિતીથી ઉપર થઈને અહીં વિશેષ દ્રશ્યો અને રસપ્રદ માહિતી લેવા માટે અચૂક મુલાકાત લેવા અનુરોધ કર્યો.

    હવે જો આ ત્રણ ખાસ રૂટ પૈકી લીમડી રૂટની વાત કરીએ તો, અંદાજે ૨ થી ૩ કિલોમીટરના આ રૂટમાં કેસૂડાના ત્રણ હજાર ઉપરાંત વૃક્ષો જંગલની શોભા વધારે છે. આ રૂટ પર આવતા પ્રવાસીઓ કેસૂડાની નયનરમ્ય સુંદરતા માણી મંત્રમુગ્ધ બની જાય છે.

    લીમડી રૂટમાં વિશેષ તાલીમ પામેલ ટૂર ગાઈડ તડવી રીટા અને તડવી શકુબેન પ્રવાસીઓને કેસૂડાની એ ટુ ઝેડ માહિતી આપવાની સાથે જંગલમાં અન્ય વૃક્ષો અને વનસ્પતિઓના ઔષધીય ગુણોથી વાકેફ કરે છે. વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કેસૂડા અને અહીંની વન્ય સંપદા વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી સમજાય તે માટે આ બંને ટૂર ગાઈડ ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ સમજણ પૂરી પાડે છે.

    એકતા નગર ખાતે તા. ૭ માર્ચથી શરૂ થયેલી આ કેસૂડા ટ્રેલ આગામી તા. ૧૫ એપ્રિલ સુધી ચાલશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, આ કેસૂડા ટ્રેલનો ભરપૂર આનંદ લેવાનું બિલકુલ ના ચૂકતા. અને હા ધ્યાન રાખજો, આ રોમાંચક ટૂર માટે અગાઉથી બુકિંગ જરૂરી છે, હોં !. બસ, www.soutickets.in વેબસાઈટ પર બુકિંગ કરાવો, અને કેસૂડા ટ્રેલની મજા માણો.
    ******

    (માહિતી સૌજન્ય : દિલીપ ગજ્જર, ગાંધીનગર)

  • DSC સંસ્થાનો મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ આયોજિત થયો

    DSC સંસ્થાનો મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ આયોજિત થયો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    આજરોજ હિંમતનગરના વક્તાપુર પાસે આવેલા શ્વેતાંબર દેરાસરના પ્રાંગણમાં આવેલા હોલમાં NGO – ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરનો એક મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિલાઓના અધિકારો તેમજ તેમને મળનારા અન્ય લાભો અંગે ગામડાના મહિલાઓને ઘણી ઓછી જાણકારી હોય છે….આ અંગે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને તેના સાબરકાંઠાના લીડર અને 10 જેટલા સ્વયંસેવકોની ટીમે મહિલાઓના માનવ અધિકારો અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતું.

    જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે બાળ અને મહિલા કલ્યાણ વિભાગ, સખીવન સ્ટોપ સેન્ટર તેમજ એક કાનૂની સહાયક કરવાવાળી સંસ્થા- CSJ અને સખી મંડળ ને સહાય કરતી સરકારી સંસ્થાના અધિકારીઓ આવીને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકાના આશરે 10 થી 12 ગામડાની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

    ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરનો(DSC NGO)

    આ સંસ્થાનો ઉદ્દેશ્ય ટકાઉ આજીવિકા અને સહભાગી કુદરતી સંસાધન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે સંકળાયેલી સંસ્થાઓને જ્ઞાન આધારિત સહાય પૂરી પાડવાનો છે.

    ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર (DSC) એ એક સ્વૈછીક સંસ્થા છે.

  • ગાંધીનગરમાં 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ આયોજિત કરાઈ

    ગાંધીનગરમાં 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ આયોજિત કરાઈ

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિપદે ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે દેશભરના ડેરી ઉદ્યોગના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

    આ અવસરે, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસની ગાથા વર્ણવી તથા કેન્દ્ર-રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્રના સહિયારા પ્રયાસોથી વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક ભારતને વિશ્વમાં સૌથી મોટા દૂધ નિકાસકાર દેશ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

    મુખ્યમંત્રીશ્રીએ નાના ખેડૂતો અને પશુપાલકોને ડેરી ઉદ્યોગની સાચી તાકાત ગણાવતાં કહ્યું કે, દેશમાં સર્વગ્રાહી વિકાસના રોલમોડેલ તરીકે ઓળખાતું ગુજરાત ડેરી ઉદ્યોગ ક્ષેત્રે પણ સતત અગ્રેસર રહ્યું છે. ‘માસ પ્રોડક્શન’ ને બદલે ‘પ્રોડક્શન બાય માસિસ’ આપણા ડેરી ઉદ્યોગ ક્ષેત્રની આગવી ઓળખ બનેલ છે.

    આ પ્રસંગે, ડેરી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમજ માનનીય મહાનુભાવોએ ભારતીય ડેરી સમિટ સાથે આયોજિત એક્સ્પોમાં ડેરી ઉદ્યોગમાં દેશની આત્મનિર્ભરતાને પ્રદર્શિત કરતા વિવિધ પેવેલિયનની મુલાકાત પણ લીધી.

    ગાંધીનગરમાં યોજાઇ ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ
    *******
    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે આપ્યું પ્રેરક માર્ગદર્શન
    -: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતી :-
    -:કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ:-
     પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ડેરી સેક્ટરના વિકાસની એકપણ સંભાવનાને ગુમાવ્યા વિના દૂધ અને દૂધ પ્રોડક્ટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે
     દુનિયા માટે ડેરી ઉદ્યોગ વેપારનું એક સાઘન પરંતુ ભારત માટે તે ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો
     ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે
     ડેરી ઉદ્યોગ દેશની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે-અંદાજે ૯ કરોડ ગ્રામીણ પરિવારોને આર્થિક આધાર આપે છે
     ડેરી સેકટરના ૩૬૦ ડીગ્રી વિકાસ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકાર પ્રતિબદ્ધ છે -: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ :-
     ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે
     ‘માસ પ્રોડકશનને બદલે પ્રોડકશન બાય માસ’ ની આગવી ઓળખ ડેરી ઉદ્યોગે સહકારી ધોરણે વિકાસથી મેળવી છે
     દેશના કુલ દૂધ સંપાદનમાં ૩૦ ટકા હિસ્સો ગુજરાતનો છે
     ડેરી ઉદ્યોગ અને પશુપાલન ગ્રામીણ ક્ષેત્રોમાં ગ્રીન ગ્રોથ-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું માધ્યમ
     સહકાર સે સમૃદ્ધિના ધ્યેય મંત્ર સાથે ગુજરાતમાં યોજાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સ માટે ટ્રેન્ડ સેટર બનશે
    ********
    કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા આયોજીત ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી.

    આ ડેરી કોન્ફરન્સનું આયોજન ઇન્ડીયન ડેરી એસોસિયેશનના ઉપક્રમે કરવામાં આવ્યું છે અને દેશભરના રાજ્યોના ર૭૦૦થી વધુ ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઇ રહ્યા છે.

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઇ શાહે આ અવસરે ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને ૧૦ જેટલા એવોર્ડ્સ થી સન્માનિત કર્યા હતા.

    શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દુનિયા માટે ડેરી વેપારનું એક સાઘન છે પરંતુ ભારત માટે ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો છે.

    ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તેઓએ સહકારીતા મંત્રી તરીકે કૃષિ અને કિસાનોની સમૃદ્ધિ માટે સહકારી ડેરીઓએ આપેલા યોગદાન માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

    તેમણે કહ્યું કે સહકારી ડેરીઓએ દેશની ગરીબ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક સક્ષમ બનાવવાનું કામ કર્યુ છે. આઝાદી પછી પ્રથમ વખત ” સહકાર સે સમૃદ્ધિ” ધ્યેય મંત્રને સિદ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના કરવા અને આ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવા બદલ શ્રી અમિતભાઇએ ગૌરવ સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

    કેન્દ્રીય મંત્રીશ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમા આઇડીએનો ઘણો મહત્વનો ફાળો છે. ભારતના ડેરી ક્ષેત્રને વિશ્વનું સૌથી મજબૂત ડેરી ક્ષેત્ર બનાવવાનો એક પ્રયાસ આ સમિટિમાં થયો છે. ડેરી અને પશુ પાલન ક્ષેત્રનુ દેશના જીડિપીમાં ૪.૫ ટકા યોગદાન છે તો કૃષિ જીડિપીમાં ડેરી ક્ષેત્રનું યોગદાન ૨૪ ટકા છે. સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું સૌથી વધુ યોગદાન માત્ર ભારતમાં જ છે.

    ડેરી ઉદ્યોગ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે. અંદાજે ૯ કરોડ ગ્રામિણ પરિવાર ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાછલા એક દશકમાં ૬.૬ ટકાના વાર્ષિક વૃદ્ધી દરથી ડેરી સેક્ટરે વિકાસ કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. દુનિયામાં ભારત દેશ સૌથી વધુ દૂધ પ્રોસેસ કરે છે. ભારતમાં દૂધ ઉત્પાદનના ૨૨ ટકા પ્રોસેસ કરવામાં આવે છે. જેટલુ દૂધ પ્રોસેસ થઇને વિશ્વના બજારમાં જાય છે એટલીજ ખેડૂતની આવક વધે છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.

    શ્રી શાહે ઉમેર્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આજે ૬ કરોડ લિટર પ્રતિ દિનથી વધીને ૫૮ કરોડ લિટર સુધી પહોંચ્યા છીએ તે ડેરી સેક્ટરની પ્રગતિ છે. કેન્દ્રની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ડેરી સેક્ટરના વિકાસ માટે કોઇ કસર નહિ છોડે તેમ જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ડેરી સેકટરના ૩૬૦ ડીગ્રી વિકાસ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકાર પ્રતિબદ્ધ છે. તેઓએ ડેરી ઉદ્યોગની થયેલી પ્રગતિ માટે ઓપરેશન ફ્લડ અને શ્વેતક્રાંતિને યાદ કરતા કહ્યું કે જો આ બન્ને સંસ્કરણ શરૂ ન થયા હોત તો દૂધના મામલે ભારત ક્યારેય આત્મનિર્ભર ન બન્યું હોત.

    અમૂલની સફળતા વિશે વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, અમુલનું ૨૦-૨૧નું ટર્ન ઓવર ૫૩ હજાર કરોડ છે. ૩૬ લાખ ખેડૂત પરિવાર અમુલ સાથે જોડાયેલા છે. દૂધના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૧ ટકા થયો છે તેમાં અમૂલ, મધરડેરી, વિજય, પરાગ, નંદિની સહિતની ઘણી બ્રાન્ડનું યોગદાન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં આજે ડેરી સેકટર મિલ્ક પ્રોસેસિંગના દરેક સાઘનોમાં પણ આત્મનિર્ભર થઇ રહ્યુ છે. ભારત વિશ્વનું સૌથી મોટુ દૂધ ઉત્પાદકની સાથે સાથે દૂધ પ્રોસેસિંગના સાઘનોના ઉત્પાદનમાં પણ અગ્રેસર બને તે દિશામાં આગળ વધવા આહવાન કર્યુ હતું.

    -: મુખ્યમંત્રીશ્રી :-
    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે તેવો સ્પષ્ટમત વ્યક્ત કરતાં કહ્યું કે, ગ્રામીણ નજીવનનો મુખ્ય આધાર જ કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન છે.

    ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા સાથે લાખો લોકોની રોજી-રોટી અને આજિવીકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન ડેરી ઉદ્યોગ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ સહકારીતા દ્વારા ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, માસ પ્રોડ્કશનને બદલે પ્રોડ્કશન બાય માસ દ્વારા આ ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ મહિલાઓ અને પશુપાલક બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન ડેરી ઉદ્યોગમાં રહ્યું છે તેની છણાવટ કરતાં કહ્યું કે, રાજ્યમાં ૪પ૦૦ જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે.

    દેશના કુલ દૂધ સંપાદનના ૩૦ ટકા ગુજરાત કરે છે તેમજ અંદાજે ૧પ૦ કરોડ રૂપિયા રોજ દૂધ ઉત્પાદકોને ચુકવાય છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વચ્છતા, કેમિકલ મુકત પ્રાકૃતિક ખેતી, ક્લીન એનર્જી, ગોબરધન અન્વયે ગોબર ગેસ અને જૈવિક ખાતર વગેરેને પરિણામે ગ્રીન ગ્રોથ અને સસ્ટેઇનેબરલ ડેવલપમેન્ટનું માધ્યમ ડેરી-દૂધ ઉદ્યોગ બન્યો છે તેમ પણ જણાવ્યું હતું.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો કે, માનવજીવનના પોષણ અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન એવા દૂધ સાથે સંકળાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીની ગુજરાતમાં આયોજીત આ કોન્ફરન્સ અમૃતકાળમાં ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સની ટ્રેન્ડ સેટર બનશે.

    આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ ડો.આર.એસ સોઢીજી, એનડીડીબીના ચેરમેનશ્રી મીનેશભાઇ શાહ સહિત સહકારી તેમજ કૃષિ ક્ષેત્રના અગ્રણીઓ, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ અને દેશભરના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    *****

    My take on this news.

    જો કે છેલ્લા કેટલાય વર્ષોથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ પણ વધી છે…જેમ કે રખડતા ઢોરોની સંખ્યા વધી છે અને ગોચરની સંખ્યા પણ ઘટી છે. આ અંગે ચિંતન કરવા સરકાર કોઈ એક્શન પ્લાન કરતી નથી એટલું જ નહીં રખડતા ઢોરો દરેક નાના મોટા શહેરોમાં અનેક સમસ્યાઓ સર્જી છે તે અંગે ગુજરાત સરકાર કોઈ ગંભીર ચિંતન કરતી નથી કે કોઈ એવા કાર્યક્રમો ઘડતી નથી!!!

    એ પણ સામાન્ય જનતાના ધ્યાનમાં આવી રહ્યું છે. આશા રાખીએ કે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ અને સંસ્થાઓ આવનારા સમયમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે સરકાર સાથે ગંભીર બને અને એ અંગે પણ પ્લાન લઈને આવે.

  • ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

    ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે એક પહાડી પર સ્થિત ચોટીલેશ્વર મહાદેવ મંદિરના મહંત હરગોવિંદ પુરી મહારાજનો કૈલાશ વાસ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે થયો હતો. તેઓ ચોટીલા મહાદેવની આસપાસ આવેલા 14 ગામ ના ભક્તોને સત્સંગ કરાવતા હતા અને આ 14 ગામના વચ્ચે ચોટીલા મહાદેવનું મંદિર અને તેની પાસે આવેલા આશ્રમના મહંત હતા. બ્રહ્મલીન થયેલા હરગોવિંદ પુરી મહારાજ મૂળ પંજાબના હતા અને તેઓ 50 વર્ષ પહેલા ગોરવાડા પાસે આવેલા ચોટીલા મહાદેવ મંદિર ની સેવામાં અલગારી સંત તરીકે ઉપસ્થિત થયા હતા.

    મૂળ નિરંજની અખાડા થી દીક્ષિત થયેલા સ્વામીજી અહીંયા ભક્તો વચ્ચે લોકપ્રિય અને સેવાભાવી તરીકે જાણીતા થયા હતા અને 50 વર્ષ સુધી સેવા આપી હતી. થોડા દિવસથી મહંતજી ની તબિયત ખરાબ હતી. પરિણામે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓને સોમવારના રોજ જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ચોટીલા મહાદેવ મંદિર માં આવેલા આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને બીજા દિવસે સવારે 3 વાગે પોતાનું શરીર ત્યાગ કર્યો હતો. તેમનું 16 સી ભંડારો 29 માર્ચના રોજ રાખવામાં આવેલ છે. ગુરૂવારના સવારે ધુલરોટ કાર્યક્રમ અંતર્ગત અઢીસો જેટલા સંતો તેમજ ભાવિક ભક્તો મંદિર અને આશ્રમ ખાતે આવશે અને સત્સંગ કરશે તેમ જ ભંડારો કરવામાં આવશે.

     

    હાલ વર્તમાનમાં મંદિરના નવા  સુરજપુરી મહારાજ તેમના માર્ગદર્શનમાં 29 માર્ચના રોજ સોળશી ભંડારો નું આયોજન કરેલ છે.

    આજુબાજુના ગામના ભાવિ ભક્તો પણ શ્રદ્ધા ભક્તિથી સદગત બ્રહ્મલીન થયેલા હરગોવિંદ પુરી મહારાજની યાદમાં સેવા આપશે.