કેટેગરી ગ્રામિણ સંસ્કૃતિ

  • રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ

    રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ

    સંકલન: નિરવ જોષી, ગાંધીનગર

    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી*
    …………
    *રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે ૧૭,૩૯પ MCM એટલે કે ૬૯ ટકા પાણી જળાશયોમાં છે*
    *ગત વર્ષ તા.૧૦ ઓગસ્ટની તુલાનાએ ર૧ ટકા વધારો*

    *પાછલા ૧૩ વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જળાશયોમાં આવરો થયો*
    ………….
    *જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું માર્ગદર્શન*
    ……………
    *રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે તેવાં ૬૮ જળાશયોમાં ઓગસ્ટ-ર૦ર૩ સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે*

    *રાજ્યમાં ૬૯ જળાશયો ૧૦૦ ટકા ભરાઇ ગયા છે-૧ર જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા છે*

    *કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના જળાશયો ૭૦ ટકા ભરાઇ ગયા છે*
    ……………..
    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી*.
    *પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તા. ૧૦ ઓગસ્ટ-ર૦રર સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યુ હતું*.
    *રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે*
    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમ્યાન એવા દિશાનિર્દેશ આપ્યા હતા કે જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળસંચય કરી શકાય*
    *તેમણે એવી પણ સૂચના આપી હતી કે હાલ જ્યાં વરસાદ પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સત્વરે હાથ ધરાવા જરૂરી છે*
    *આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે*.
    *સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે*.
    *મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવેલા વિવરણમાં સિંચાઇ-જળસંપત્તિ વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે*.
    *બેઠકમાં જણાવાયું હતું કે રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે*

    *મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા આ બેઠક દરમ્યાન હાથ ધરી હતી. વરસાદની સ્થિતિની સમીક્ષા સંદર્ભમાં જણાવાયું કે રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે*.
    *એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે*.
    *આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સરદાર સરોવર નિગમના એમ.ડી શ્રી જે.પી. ગુપ્તા તેમજ જળસંપત્તિ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિક સચિવો અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા*.
    ….

  • આજે વિશ્વ સિંહ દિવસના રોજ ગુજરાત સરકારે શું કર્યું?

    આજે વિશ્વ સિંહ દિવસના રોજ ગુજરાત સરકારે શું કર્યું?

    સંકલન: નિરવ જોષી, ગાંધીનગર (M-7838880134)

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા કરવામાં આવતી ઉજવણીનો આ અવસર ગૌરવની લાગણીનો દિવસ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.

    એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે ની આપણે ૨૦૧૬ થી ઉજવણી કરીયે છીયે તેમ તેમણે ઉમેર્યું હતું.

    *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી આ ઉજવણીમા સહભાગી થતાં જણાવ્યું કે રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ લીધા છે*.


    *એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરીયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે*.

    *એટલું જ નહીં આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનો ની સુવિધા કરવામાં આવી છે*

    *સિંહોની સ્થળપર ત્વરીત સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથે ની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે*.

    *સિંહો માટે સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પીટલની સ્થાપના કરવામાં આવેલી છે*.

    *આ ઉપરાંત વન વિભાગે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરી છે તેના દ્વારા સિંહોનું સતત નિરિક્ષણ કરવામાં આવે છે*.

    *સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાત વીરડા એમ ત્રણ સ્થળોએ જિન પૂલ શરૂ કરવામાં આવ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી*.

    *આપણા દેશના એમ્બલમ એટલે કે રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજા તરફ પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે*.

    *પ્રધાનમંત્રીશ્રીના ફલેગશીપ પ્રોજેકટ મેઇક ઇન ઇન્ડીયા અભિયાનના લોગો તરીકે પણ તેમણે ગીરના લાયન સાવજની પ્રતિકૃતિ મૂકી છે*.

    *આવનારા દિવસોમાં રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, તેનો મેસ્કોટ પણ સિંહ છે તેનો તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો*.

    *સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોનો ખુબ મોટો ફાળો રહેલો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ
    ગીરના સાવજ અને વન્યપ્રાણીઓ પ્રત્યે ખાસ કરીને આવનારી પેઢી સમા બાળકોમાં જે જાગૃતિ અને લગાવ જોવા મળ્યો છે તેની પ્રશંસા કરી હતી*.

    *આ વર્ષે પણ વર્લ્ડ લાયન ડે ની ઉજવણીમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 6800 જેટલી શાળા કોલેજીસના તેમજ અન્ય વન પ્રેમીઓ,અગ્રણીઓ,વન્યપ્રાણી જીવ પ્રેમીઓ મળીને અંદાજે 15 લાખ લોકો જોડાયા છે*.

    *આ આપણો વન્ય જીવો પ્રત્યેનો આદર દર્શાવે છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું*

    *મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યુંકે વન વિસ્તારમાં વસતા સ્થાનિક લોકોએ તો સિંહ સાથેના સહઅસ્તિત્વને સ્વીકાર્યુ છે તથા જીવો,જીવવા દો અને જીવાડો ના આપણા સંસ્કાર જાળવી રાખ્યા છે*

    *શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ ક્હ્યું કે એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાયન પ્રોજેકટની શરૂઆત કરી છે*.

    *મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા નક્કર પગલાંઓ, વન વિભાગના અથાગ પ્રયત્નો અને ગુજરાતના લોકોની ભાગીદારી થી સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહેલો છે*

    *એટલું જ નહિ સિંહના વિચરણ-હરફરનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર જેવા સ્થળો જિલ્લાઓ મળી ૩૦ હજાર ચોરસ કિલોમીટર થયો છે એમ તેમણે જણાવ્યું હતું*

    *આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ અમૃત મહોત્સવના ભાગ રૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવનાર છે*.

    *૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા નું આ અભિયાન યોજાવાનું છે*.

    *તિરંગો રાષ્ટ્રધ્વજ દેશની એકતાની આન-બાન-શાન છે ત્યારે ગુજરાત ભરમાં કુલ મળીને ૧ કરોડ ઘરો પર તિરંગા ફરકાવવાનું લક્ષ રાખ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યું હતું*.

    *મુખ્યમંત્રીશ્રીએ આ હર ઘર તિરંગા અભિયાનને સૌ સાથે મળી સફળ બનાવે તેવી અપીલ પણ કરી હતી*.

    *આ અવસરે ગાંધીનગરમાં વન મંત્રીશ્રી કિરીટ સિંહ રાણા,રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા,અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ શ્રી યુ.ડી.સિંઘ,અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી શ્રી શ્રીવાસ્તવ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા*

  • સરકારે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરી, જાણો નવીન ટેકનોલોજીના ફાયદા

    સરકારે ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરી, જાણો નવીન ટેકનોલોજીના ફાયદા

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    *અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ-જાહેર સેવાઓ અસરકારક કાર્યક્ષમ-ઝડપી બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ*

    ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી*

    *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ સામાન્ય માનવી સુધી પહોચાડવાનો ઇઝ ઓફ લીવીંગ’ અભિગમ અપનાવતી ગુજરાત સરકાર*

    ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલીસીના મુખ્ય હેતુઓ-ઉદેશ્યો

    *પોલિસી પાંચ વર્ષ માટે અમલી રહેશે*
    ••••••••••••••••••
    *ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રપ હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જનની નેમ*

    *રાજ્ય સરકારના વિભાગો કોમર્શીયલ ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા કેટેલીસ્ટની ભૂમિકામાં*

    *ડ્રોનના વ્યાપક ઉપયોગ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-ઇનોવેશન-મેન્યૂફેકચરીંગ-ટેસ્ટિંગ-ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં ખાનગી અને જાહેર રોકાણોને પ્રોત્સાહિત કરાશે*

    *ડ્રોન ઉત્પાદકો-વપરાશ કર્તાઓ-પાયલટ સહ પાયલટે ડિઝીટલ સ્કાય પ્લેટફોર્મ પર નોંધણી કરાવી UIN મેળવવો પડશે*
    ••••••••••••••••••
    *DGCA દ્વારા ડ્રોન એર સ્પેસ મેપમાં જાહેર કરાયેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે*
    ================
    *ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે લાયકાત ધરાવતા માનવ બળની ઉપલબ્ધિ માટે ડ્રોન ઇન્ફ્રાસ્ટ્રકચર ટ્રેનિંગને પ્રોત્સાહન અપાશે*
    “”””””””””””””””””””””””””
    *ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન*
    °°°°°°°°°°°°°°°°°
    *ડ્રોન ટ્રાફિક નિયમન-અકસ્માતોની ઘટના-ઉલ્લંઘન-ગૂનાહિત પ્રવૃત્તિ માટે ડ્રોનના ઉપયોગના કેસોની તપાસ ગુજરાત પોલીસ કરશે*
    ==============
    *રાજ્ય સરકારના વિવિધ વિભાગો ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાના આયોજનો કાર્યક્રમો નિર્ધારિત કરશે*
    _______________
    *પોલીસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ૮ વરિષ્ઠ સચિવોની એમ્પાવર્ડ કમિટીની રચના*
    …………………….
    *ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ સહિતની વિવિધ જાહેર સેવાઓ વધુ અસરકારક, લોકભોગ્ય અને કાર્યક્ષમ તથા ઝડપી બનાવવાની દિશામાં એક નવતર કદમ ભર્યુ છે*.

    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગુજરાતની મહત્વાકાંક્ષી ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ’ પોલિસી જાહેર કરી છે*.

    *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ટેક્નોલોજીના આ દશક ટેકેડમાં ટેક્નોલોજીકલ પ્રગતિનો મહત્તમ લાભ લોકોને પહોચાડી ‘‘ઇઝ ઓફ લીવીંગ’’ સરળ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે*.

    *રાજ્ય સરકારે આવી સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સાથે ડ્રોન ઇકો સિસ્ટમના માધ્યમથી રોજગાર નિર્માણની નવિન તકોના સર્જનનો અભિગમ પણ આ ‘ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી’ જાહેર કરવામાં રાખ્યો છે*.
    *ગુજરાતમાં પોલીસ દળ પાસે ડ્રોનનો કાફલો હાલ કાર્યરત છે અને તેનો ઉપયોગ કાયદાના અમલીકરણ માટે કરવામાં આવે છે*

    *તાજેતરની રથયાત્રા દરમ્યાન ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો*.
    *એટલું જ નહિ, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા ઉદ્યોગ ખાણ વિભાગે ‘ત્રિનેત્ર’ ડ્રોન પણ લોંચ કરેલા છે*.
    *ડ્રોનની વૈશ્વિક પહોચની વિપૂલ સંભાવનાઓ અને સ્કેલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ડ્રોનના પ્રમોશન અને ઉપયોગ માટેની આ નીતિ જાહેર કરી છે*.
    *મુખ્યમંત્રીશ્રીએ આ પોલીસી નું લોન્ચિંગ કર્યું તે અવસરે મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર તેમજ પોલીસ મહાનિદેશકશ્રી આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા*

    *મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલી નીતિની વિશેષતાઓ*-
    ___________
    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ નીતિની સમયાવધિ-પાંચ વર્ષની રાખવામાં આવી છે*.

    *આ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં જે ધ્યેય રાખવામાં આવેલા છે તેમાં*

    *રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેકચરીંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવું*.

    *ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રોજગારીની તકો વધારીને રપ હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવું*.

    *ઇનોવેશન માટે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન*

    *મુખ્યમંત્રીશ્રીએ યુવા પ્રતિભાઓ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનું કૌશલ્ય અને સામર્થ્ય દર્શાવી શકે તે માટે ઇનોવેશન્સ માટે યંગ ટેલેન્ટને જોડવાનો રવૈયો પણ દાખવ્યો છે*.
    *આ હેતુસર પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવા માટે સરકારના વિવિધ વિભાગો, પ્રતિષ્ઠિત સંસ્થાનો અને ઉદ્યોગ કમિશનર કચેરીના સ્ટાર્ટઅપ ગુજરાત સેલ સાથે સહભાગીતાથી હેકાથોન અને ગ્રાન્ડ ચેલેન્જના આયોજનને પ્રોત્સાહન અપાશે*
    *આવા આયોજનના વિજેતા સોલ્યુશન્સને પુરસ્કારો અપાશે અથવા સંબંધિત વિભાગો સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તક આપવામાં આવશે*.

    *રાજ્ય સરકારના સંબંધિત વિભાગો પ્રોકયોરમેન્ટ પોલિસી અનુસાર સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડીયા કંપનીઓ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીઝને તેમની સેવાઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તકોને પ્રાધાન્ય આપશે*

    *રાજ્ય સરકારે જાહેર કરેલી આ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત વિવિધ વિભાગો, પબ્લિક સેક્ટર અંડર ટેકીંગ અને બોર્ડ, સંસ્થાઓ ૬ મહિનામાં તેમના સંબંધિત કાર્યક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા યોજનાઓ અને કાર્યક્રમો નિર્ધારીત કરશે*.

    *જે વિભાગો ડ્રોનનો પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગ કરવાના છે તે આ મુજબ છે*-

    *ગૃહ વિભાગઃ- ભીડ સંચાલન, વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યોરિટી, વીવીઆઇપી સુરક્ષા, બોર્ડર અને તટીય સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મોટા કાર્યક્રમો અને શોભાયાત્રાની સુરક્ષા, સર્ચ ઓપરેશન, ટ્રાફિક મેનેજમેન્ટ*

    *કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ*:-
    *જંતુનાશક દવાઓનો છંટકાવ, ખાતરનો ઉપયોગ, બીજ વાવણી, માટીની ગુણવત્તાની દેખરેખ, Survey of Soil Erosion*

    *ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર, ઉદ્યોગ અને ખાણ વિભાગ*
    *ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ માટે ખાણકામ વિસ્તારોની દેખરેખ, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, ખનીજ લીઝ અને બ્લોક્સનું સર્વેક્ષણ*.

    *ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ*-
    *તેલ અને કુદરતી ગેસની પાઇપલાઇનની દેખરેખ, પાવરલાઇનની દેખરેખ, ઓનશોર અને ઓફશોર એસેટને સુરક્ષિત કરવા*

    *શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ*

    *પાયલટ અને યુઝરની તાલીમ*.

    *સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ*-

    *તબીબી સપ્લાય અને લોહીની ડિલીવરી*

    *ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળઃ- બચાવ અને રાહતકાર્ય*

    *શહેરી વિકાસ વિભાગ*-

    *શહેરી જમીનના ઉપયોગનું પ્લાનિંગ, સ્વચ્છતા સર્વેક્ષણ*

    *સિંચાઈ વિભાગ*-

    *જળાશયો અને સિંચાઈ નહેરોની દેખરેખ*

    *વન વિભાગ*

    સિંહ ગણતરી, વન્યસંપદાનું ટ્રેકિંગ, મેપિંગ અને મોનિટરીંગ, ઇકોલોજીકલ ઓડિટ, શિકારને અટકાવવા*
    *ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ*-

    *ઉત્સર્જનની દેખરેખ

    *મહેસૂલ વિભાગ*-

    *GIS આધારિત સર્વે અને સર્વે નંબરનું મેપિંગ*
    *માર્ગ અને મકાન વિભાગ*-

    *રિપેર કાર્યનો અંદાજ, ચાલુ પ્રોજેક્ટની દેખરેખ વગેરે*
    ……

  • વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક કરો

    વ્યક્તિત્વ વિકાસ,યોગાસન તાલીમ શિબિર અને કલા મહાકુંભમાં ભાગ લેવા સંપર્ક કરો

    નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)

    વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા બાબત.

    કમિશન્નશ્રી યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર પ્રતિ વર્ષની જેમ ચાલું વર્ષે અનુચુચિત જન જાતી અને અનુસુચિત જાતીના ૧૫ થી ૩૫ વયના યુવક/યુવતીઓ માટે આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં યુવક-યુવતીઓને આ તાલીમ શિબિરમાં જોડાવા અનુરોધ કરવામાં આવે છે.

    આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓની અરજી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા ખાતે મોકલી આપવા રમત ગમત વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

    ————————————————————————–

    કલામહાકુંભ – ૨૦૨૨ અંગેની સાબરકાંઠા જિલ્લાના કલાકારો માટે મહત્વપૂર્ણ જાણકારી

     રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિક માં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજાશે.

    રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આ વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૨માં તાલુકાકક્ષાની ઇવેન્ટ તા.૧૯થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૨, જિલ્લાકક્ષાની ઇવેન્ટ તા.૦૨ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન વિવિધ ચાર વયજૂથ ની સાહિત્ય, કલા, નૃત્ય અને ગાયન વિભાગમાં વકતૃત્વ, નિબંધ લેખન,કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, ઓરગન, સ્કૂલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખાવજ, વાયોલીન, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા એમ કુલ-૩૭ ઇવેન્ટોની સ્પર્ધાઓનું આયોજન ૦૬ થી ૧૪,  ૧૫ થી ૨૦ અને ૨૧ થી ૫૯ વયગૃપમાં કરવામાં આવશે. 

     ભાગ લેવા ઇચ્છુક કલાકાર પ્રવેશપત્ર જિલ્લા રમતગમત કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ સબ જેલ પાસે ,હિંમતનગર સાબરકાંઠા ખાતેથી મેળવી તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી પરત કરવાના રહેશે.

  • હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

    હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    • તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
    •  વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

    ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીકમાં છે ત્યારે હિંમતનગર શહેરમાં આ તહેવાર ઉજવવા માટે રાખડી વ્યાજબી ભાવે મળે તેમ જ અનેક પ્રકારની વેરાઈટી વાળી મળે તે માટે સખી મંડળની બહેનો તેમજ અન્ય સંસ્થા વડે એક સપ્તાહનું રક્ષાબંધન મેળો આયોજિત કરવામાં આવ્યો છે.હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ.

      સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક  હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કું. કૌશલ્ય કુંવરબાના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.   

      રાષ્ટ્રીય ગ્રામીણ તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકા લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ પ્રકારના મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

        આ પ્રસંગે તાલુકા પ્રમુખ હિંમતનગર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી , નગરપાલિકા સદસ્યો તથા નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.

  • નારી તું નારાયણી! ૬૨ વર્ષિય મહિલાએ એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો!

    નારી તું નારાયણી! ૬૨ વર્ષિય મહિલાએ એથ્લેટીક્સમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો!

    નીરવ જોશી, હિંમતનગર (M- 7838880134)

    નારી વંદના ઉત્સવ: 60 થી ઉપરની ઉંમરના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક …

    પોશીનાના કોલંદ ગામના ૬૨ વર્ષિય શાંન્તાબેને માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો

    મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે: શાંતાબેન

    નારી તું નારાયણી!

       અવાય છે ને કે મન હોય તો માળવે જવાય આ કહેવતની સાર્થક કરતા સાબરકાંઠાના પોશીના તાલુકાના એક મહિલાએ પોતાની 60 વર્ષથી ઉપરની ઉંમરમાં પણ ખૂબ જ પ્રશસ્તનીય કાર્ય કરી બતાવ્યું છે. એટલું જ નહીં પરંતુ અનેક 60 પાર કરી ચૂકેલા વડીલોને તંદુરસ્તીનું અને પોતાની જાતને સતત ઉત્સાહથી જીવતા રાખવાનું રહસ્ય પણ સમજાવ્યું છે એમ કહી શકાય. 

    કોમન વેલ્થ ગેમ્સમાં મેરાબાઇ ચાનુએ ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવી ભારતનું નામ દુનિયામાં ગુંજતુ કરી નારી શક્તિનો પરીચય આપ્યો છે.  ત્યારે એથ્લેટીક્સ સાથે જોડાયેલા સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના કોલંદ ગામના ૬૨ વર્ષીય શાંતાબેન સોમેશ્વર બુંબડીયા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. મહિલાઓ બીચારી-બાપડી નથી તે તો સ્વયં શક્તિ છે. આ શબ્દો છે શાંતાબેનના.

    60 થી ઉપરની ઉંમરના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક કિસ્સો બહાર આવ્યો છે અને એ પણ સાબરકાંઠા જિલ્લાનું એક ગામની મહિલા જે અનેક રીતે પછાત જિલ્લો કહેવાય છે. તેના એક મહિલાએ ખૂબ જ પ્રેરણાદાઈ કાર્ય કર્યું છે

    ૪૨ મી નેશનલમાં માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ચેન્નઈ તમિલનાડુ ખાતે ૨૭ એપ્રિલ થી ૧ મે ૨૦૨૨ દરમિયાન યોજાઇ હતી. જેમાં ૬૨ વર્ષિય શાંતાબેન સોમેશ્વર બુંબળીયાએ 300 મીટર હડલ્સમાં ગોલ્ડ મેટલ મેળવી ગુજરાત તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

           આપણે નારી વંદના ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે શાંતાબેનની વાત અનેરો ઉત્સાહ પૂરો પાડે તેમ છે. શાંતાબેન ૧૯૮૬માં ફોરેસ્ટ વિભાગમાં જોડાયા તેમને રહેમરાહે આ નોકરી મળી હતી. તેમના પતિ ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા આકસ્મિક મૃત્યુ થવાથી  શાંતાબેન પર આભ ફાટ્યું હતું. માત્ર ૨૦ વર્ષની ઉંમરે બે બાળકો ખોળામાં અને એક બાળક પોતાના ઉદરમાં. એ પરીસ્થિતિની કલ્પના આપણને હચમચાવી મુકે છે. જેને આ જીવ્યું હોય તેની સ્થિતિ શું હોય? શાંન્તાબેન ને મળો તો જીવન કેવી રીતે જીવાય તે શિખવા મળે. ખુશ મિજાજી, શોખીન અને ખડતલ તંદુરસ્થ શરીર ૬૨ની ઉંમરમાં પણ જાણે ૨૬ના હોય તેવા યુવા દેખાય છે. માત્ર દેખા જ નહિ પરંતુ રમતના મેદાન પર તેઓ ૨૬ના જ છે તેમ જ લાગે

          શાંન્તાબેન જણાવે છે કે, ૨૦૧૪માં પ્રથમ વખત તેમણે ફોરેસ્ટ વિભાગ તરફથી રમત માટે મોકવામાં આવ્યા હતા.પ્રથમ પ્રયાસમાં તેઓ રમતમાં બોન્ઝ મેડલ જીત્યા હતા. આ મેડલે અને તકે તેમના જીવનની દિશા બદલી.  શાંતાબેન કહે છે કે ભારતનું કોઈ એવું રાજ્ય બાકી નથી જ્યાં હું રમતમાં ભાગ લેવા ગઈ ના હોવ કશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અસમ દરેક રાજ્યોમાં અનેક રમતોમાં જેવી કે ગોળા ફેંક, ડીથ્રો, દોડ, હડલ દોડ, શોર્ટ ફૂડ, જ્વેલિંગ થ્રો વગેરે અનેક રમતોમાં અત્યાર સુધીમાં અનેક ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ મેળવ્યો છે.

          શાંન્તાબેન હાલમાં તેમનું નિવૃત જીવન જીવી રહ્યા છે પરંતુ રમતમાં તેઓ હાલ પણ નાના બાળકની જેમ પ્રવૃત છે.  રમત-ગમતમાં અનેક ટ્રોફીઓ, સર્ટિફિકેટ અને મેડલ મેળવી તેમણે સિધ્ધ કર્યું છે કે જો તમે ઇચ્છો તો કોઇ પણ ઉંમરે સફળતા મેળવી શકો છે. ત્રણ સંતાનોની માતા અને છ બાળકોની દાદી-નાની હોવા છતાં આટલા ચુસ્ત અને યુવા છે. તેઓ જાણાવે છે કે, હું તો છેલ્લા શ્વાસ સુધી રમતી જ રહીશ. 

     

    શાંન્તાબેને પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે અનેક ઝંઝાવાતોનો સામનો કરી ત્રણ સંતાનોના ઉછેરમાં માતા-પિતાની બેવડી ભુમિકા ભજવી છે. હાલ તેઓ પોતાની નવી ઇનિંગમાં રમત ક્ષેત્રે કાઠુ કાઢી પોતાના જિલ્લા, રાજ્ય અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.  

  • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

    જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

    સંકલન:  નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, joshinirav1607@gmail.com)

    • મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક ઈંધણ રૂપે ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું કરાયું વિતરણ

      જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

      અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી

    ‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. જેમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો માટે ધિરાણ અને રિવોલિંગ ફંડના વિતરણનો કાર્યક્રમ અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોના 100થી વધુ સ્વસહાય જૂથોના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

    પોતાની આવડત અને કૌશલ્ય પ્રમાણ ગ્રામ્ય કે તાલુકા સ્તરે આર્થિક ઉપાર્જન માટે મહેનત કરતી મહિલાઓ માટે નાણાકીય ઈંધણ સમાન ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 108 જૂથોને કેશ ક્રેડિટ લોન પેટે 108 લાખ રૂપિયાની ચુકવણી કરાઈ જ્યારે રિવોલ્વિંગ ફંડ પેટે 37 જૂથોને 9.30 લાખ ચુકવવામાં આવ્યા છે.


    બેંક સખી તરીકે કાર્યરત અલ્કાબેન લકુમે પ્રતિભાવ આપતા પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. સખીમંડળના બહેનોને વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાવવામાં મદદરૂપ થઈને તેઓ જિલ્લા-તાલુકા પંચાયત અને મહિલાઓ વચ્ચે કડી સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. અલ્કાબહેન ઉપરાંત આવી હજારો મહિલાઓ છે જે સ્વસહાય જૂથમાં ભાગીદાર બનીને સરકાર દ્વારા મળતા ધિરાણ અને સહાય થકી આજે પગભર બની છે. આ મહિલાઓએ આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માન્યો હતો.


    વિવિધ લાભોના વિતરણ માટે આયોજીત આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી દયારામભાઈ પટેલ, DRDA નિયામક શ્રી આઈ.એસ.આહીર, તાલુકા વિકાસ અધિકારી શ્રી સપના રાજપૂત, DLM શ્રી અપૂર્વ શાહ તેમજ જિલ્લાની NRLM ટીમ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

    વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ

  • સાબલવાડના નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

    સાબલવાડના નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

    નિરવ જોષી, હિંમતનગર (7838880134)

    joshinirav1607@gmail.com

    • સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો.
    • ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો
    • કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું

    કહેવાય છે કે મન હોય તો માળવે જવાય! સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાંન્તિભાઇ પટેલે પોતાની નિવૃતિને પ્રવૃતિમાં બદલવા પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો છે. પ્રાકૃતિક પધ્ધતિથી કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી અને અન્ય શાકભાજીનુ વાવેતર કરે છે. ખેડૂત સ્વાધ્યાય પરિવારમાં પણ સેવા આપે છે.

    કાંતિભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ઇડરના ગાંઠીયોલ મુકામે એક દિવસીય મુલાકાત યોજાઇ હતી.

    આ મુલાકાત પ્રસંગે ખેડૂતો દ્રારા તેમના અભિપ્રાયો આપવામાં આવી રહ્યા હતા ત્યારે એક મહિલા ખેડૂતે હદયસ્પર્શિ વાત કરી, “ તમે મંદિર જાઓ છો, હું મંદિર નથી જતી, તમે લોકોને ઝેર ખવડાવો છો, હું અન્ન ખવડાવું છું.” આ વાતથી મને ખરેખર આઘાત લાગ્યો અને નક્કિ કર્યું કે હવે કોઇ પણ પ્રકારના રસાયણીક ખાતર,દવા કે બીયારણ વાપરવા નથી. માત્રને માત્ર પ્રકૃતિની સેવા અને માનવજાતની સેવા કરવી છે. ઓછુ મળશે તો ચાલશે પણ પાપ નથી કરવું.


    વધુમાં તેઓ જણાવે છે કે, આ મુલાકાત પછી તેમણે સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે તાલીમ લઇ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ત્યારે આ કમલમની ખેતી અંગે જાણવા મળ્યું કે આ ખેતીમાં પાણી ઓછુ અને ઉત્પાદન વધુ છે.

    કમલમ ખેતી અંગે તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે આ ખેતી અંગે ઘરે ચર્ચા કરી તો તેનો ખર્ચ જાણી પહેલા જ ના પાડી દીધી પરંતુ બીજા ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી પછી આ ખેતી કરવાનો નિશ્ચય મજબૂત થયો. આ ખેતી માટે સરકાર સબસીડી પણ આપે છે પરંતુ હું સરકારી કર્મચારી હતો અને આજે પેંશનર છું આ કામ મારી જરૂરીયાત નથી પરંતુ શોખ છે માટે સરકારની સબસીડી ના લઈ કોઇ જરૂરીયાતવાળાને મળે તે વિચારી સબસીડી જતી કરી મે પોતાના ખર્ચે બે એકરમાં થાંભલા લગાવ્યા. એક થાંભલા ઉપર ચાર છોડ થાય છે એવા મારા ખેતરમાં હાલ ૧૧૦૦ થાંભલા છે એટલે કે ૪૪૦૦ કમલમના છેડ છે. આ એક છોડ પરથી છ થી સાત કિલો ફળ ઉત્યાદન મેળવી શકાય છે. આ છોડ મેં અલગ અલગ સમય અંતરે વાવ્યા છે કેટલાક છોડનો હજુ વિકાસ થઈ રહ્યો છે. પ્રથમ વર્ષ ફળની શરૂઆત થઈ ત્યારે ઓછુ ઉત્પાદન મળ્યું બીજા વર્ષે ૧૦૦૦ કિલો અને આ વર્ષે લગભગ ૪ થી ૫ હજાર કિલો ઉત્પાદનની ગણતરી છે.


    આ છોડ થોર પ્રજાતિનો છે તેના ફૂલ આવ્યા પછી ૪૫ દિવસમાં એ ફળ પાકીને તૈયાર થાય છે. આ કમલમની કિંમત બજાર કિંમત રૂ.૨૫૦ પ્રતિ કિ.ગ્રા.છે. જ્યારે હું મારા ખેતરેથી ૧૫૦ રૂ. પ્રતિ કિ.ગ્રા. વેચાણ કરૂં છે. ઘરે બેઠા છુટક લોકો અને હોલસેલ વેપારી લઈ જાય છે. મુંબઇ પણ વેપારી મંગાવે ત્યારે મોકલી આપું છું. જેમાંથી મને વર્ષે દહાડે ત્રણ લાખથી વધુની આવક થાય છે.

    કમલમની ખેતીની સાથે અન્ય શાકભાજી અને ફળાઉ વૃક્ષો પણ ખેતરમાં છે. જેમાં આંબળ, આંબા, જામફળ, ખારેક, નાળિયેર, ચિકુ, અંજીર, પપૈયા,સરગવો- શાકભાજીમાં તુરીયા, હળદળ,રીંગણા વગેરે દ્રારા અન્ય ત્રણ લાખની આવક ઉભી થાય છે. એમ મળી કુલ છ થી સાત લાખ રૂપિયાની આવક મળે છે.

     


    ચાર વર્ષ પહેલા મે રાસાયણિક ખેતીમાં મકાઈ, દિવેલા, કપાસ, ઘઉં વગેરે જેવા પાકો લીધા.રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં જ્યારથી મેં પ્રાકતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી રોગ- જીવાતનું પ્રમાણ ઓછું, ખર્ચ ઓછો અને નફો વધારે, જમીન ફળદ્રુપ થઇ.

    હું દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન-જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ કરું છું.

    હું મારા કાર્ડિયાક પ્રાકૃતિક ફાર્મ પર પ્રાકૃતિક ખેતીનાં પાંચ આધાર સ્થંભ (જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફ્સા, જંતુનાશક અસ્ત્રો)નો ઉપયોગ કરી ખેતી કરું છું.આ ખેતી પધ્ધતિ થોડી માવજત વધુ માંગે છે પરંતુ સામે તેમાં કોઇ ખર્ચ નથી તમારો સમય જ આ ખેતીનો ખર્ચ છે. ખેડૂતો પોતાની તમામ જમીન પર નહી પરંતુ થોડી થોડી જમીન પર આ ખેત પધ્ધતિ અપનાવે તો આવનારા સમયમાં આપણી આ જમીન ફરીથી સોને કી ચીડિયા બનશે. ભૂતકાળમાં જેમ ખેતી ઉતમ ગણાતી તે સમય આવતા વાર નહી લાગે.

     

  • સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી

    સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી

    નીરવ જોશી, હિંમતનગર ( M-783888034)

    આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુદ્દાઓ આ પ્રમાણે છે…

    ખાસ કરીને આ બહેનોએ જે વાસ્તવિક કોરોના કારણે બે વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એના વડે જે સમસ્યાઓ વ્યવહારિક સ્તરે ઉકેલવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી થયું તે અંગે પોતાનું આક્રોશ અને મનનો ગુસ્સો ઠાલવતા મીડિયા સમક્ષ જણાવ્યું કે અમે બધી સાબરકાંઠાની બેંક સખી મંડળની મહિલાઓને જે પ્રમાણે મહેનતાણું ચુકવવું જોઈએ તે પ્રમાણે ચૂકવવામાં ગ્રામ વિકાસ એજન્સી ઠાગાઠૈયા કરી રહી છે.

    કોરોનાના કપરા સમયમાં કેટલાય સમયથી તેમને પગાર પણ સમયસર મહિનાના અંતમાં ચૂકવાતો નથી. કેટલાક સમય તો બે ત્રણ મહિનાનો પગાર ભેગો આવે છે તે પણ સાવ નજીવો!!! તેમને ફક્ત મહિનાને 12 દિવસ નો જ પગાર મળે છે જ્યારે કામમાં અનેક પ્રકારની કામગીરીઓ કરાવીને ખૂબ જ વ્યસ્ત રાખવામાં આવે છે .આવી તેમજ બીજી કેટલીક અન્ય વ્યાજબી માગણીયો લઈને આજે સાબરકાંઠા સખીમંડળની બહેનોએ કલેકટરને તેમજ ડીડીઓને આવેદનપત્ર આપીને પોતાને પડતી સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિવેડો આવે તેવી અરજ કરી હતી. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાટીદાર વ્યસ્ત હોવાના કારણે મહિલાઓ બપોર સુધી તેમનો સમય માગી રહી હતી.

     

    હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ગ્રામ વિકાસ એજન્સી અને તેમના નિયામક કઈ રીતે આ મહિલા મંડળની સમસ્યાઓને નિવારવા માટે એવા અસરકારક પગલાં લે છે.

  • સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો       

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો                        

    સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે કેટલાક જિલ્લામાં તારાજીના દશ્યો સામે આવ્યા છે.પરંતુ સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદથી નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક વધતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

           જિલ્લામાં અત્યાર સુધી ૩૨.૦૩ટકા વરસાદ વરસતા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડતા હરખ જોવા મળી રહ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર દ્વાર નોંધાયેલા વરસાદમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકામાં જયારે સૌથી ઓછો વરસાદ પ્રાંતિજમાં નોંધાયા છે તાલુકાવાર વરસાદની વાત કરીએ તો ઇડર તાલુકામાં ૨૩.૦૧ ટકા, ખેડબ્રહ્મામાં ૩૬.૩૭, તલોદમાં ૨૭.૧૯, પ્રાંતિજમાં ૧૮.૨૮, પોશીનામાં ૩૩.૬૧, વડાલીમાં ૩૪.૯૯, વિજયનગરમાં ૩૮.૪૯ અને હિંમતનગર તાલુકામાં ૪૩.૬૬ ટકા વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કચેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.