કેટેગરી રાજકારણ

  • ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા

    ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ આજે એક નિર્ણાયક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરતા સત્તાધારી પાર્ટી ભાજપ પર ભૂતકાળ ની પરીક્ષાઓમાં થયેલા કાંડને અને તેમાં સંડોવાયેલા દોષિતોને છાવરવાનો અને તેમની પૂરેપૂરું રાજકીય સંરક્ષણ આપવાનો આક્ષેપ કર્યો હતો… એટલું જ નહીં પરંતુ દેશની અને ખાસ કરીને ગુજરાત રાજ્યનું યુવા ધન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેકો વર્ષો લગાવીને પણ નિરાશાના – હતાશાના ખાડામાં  ધકેલાઈ ગયું છે તેવું સળસણતો આરોપ રામભક્તિની અને જમ્મુ કાશ્મીરની એકતાની વાતો કરતી ભાજપ શાસિત ગુજરાત રાજ્યની સરકાર પર  મૂક્યો છે કારણ કે આજે પાંચમી ઓગસ્ટ છે અને છેલ્લા ત્રણ વર્ષમાં શું શું પ્રોગ્રેસ દેશમાં થયો એ તો યુવા માણસને યાદ જ હશે ખરું ને?

    બિન સચિવાલય ક્લાર્ક ૧૭ નવેમ્બર ૨૦૧૯ ભરતી

     પહેલાં જ્યારે આધાર પુરાવા આપ્યા ત્યારે સરકાર સ્વીકારવા જ તૈયાર ન હતી કે પેપર ફૂટ્યું છે. પરંતુ ત્યારબાદ આંદોલન થયું અને SIT માં સાબિત થયું એટલે સરકારે સ્વીકાર્યું કે હા પેપર ફૂટયું છે.

    પછી શું થયું ? શું કોઈને સજા થઈ ?

    ગેરરીતિ કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ થઈ ?

     ૪૦ સ્કૂલનું લિસ્ટ આપેલ મોટાભાગના સેન્ટર ઉપર ગેરનીતિ સાબિત થઈ તેમ છતાં એક પણ સેન્ટર રદ ન કર્યું.

     તે સમયના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી માનનીય પ્રદીપસિંહ જાડેજા એ કહેલ હતું કે કોઈપણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે કડકમાં કડક સજા કરીશું.

    તો શું આજે કોઈને સજા થઈ ?

     અરે સજા તો દૂર ની વાત છે પરંતુ પેપર બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવામાં જે મુખ્ય આરોપી હતો, તેને નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવ્યા.

     આમાં એક મુદ્દાનો જ કાર્યક્રમ થયો “પરીક્ષા રદ”. ફરી પરીક્ષા રદ કરીને એના મળતિયા, આશ્રિતો અને વગદાર લોકો હતા જેમને પાછલા દરવાજે થી બચાવી લેવામાં આવ્યા.

     ૧૨/૧૨/૨૦૨૧ હેડ કલાર્ક ભરતી.

     પરીક્ષાના બીજા જ દિવસે સરકારને આધાર પુરાવા આપવામાં આવ્યા કે પેપર પ્રાંતિજ ના ઉંચ્છા ફાર્મ હાઉસ ખાતે થી ફૂટયું હતું અને વગદાર લોકોને પરીક્ષાના એકદિવસ પહેલા મળી ચૂક્યું હતું.

     જે રીતે આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ અને મીડિયા મિત્રો દ્વારા પ્રેશર બનાવામાં આવ્યું તેને ધ્યાનમાં રાખી સરકારે ૧૭ તારીખ ના રોજ તપાસ કરી. અને તપાસ દરમ્યાન જાણવા મળેલ કે હા પેપર ભરવા પાત્ર ઉમેદવારોની સંખ્યા (૧૮૬) કરતાં પણ વધારે ઉમેદવારો પાસે પહોચી ગયું હતું.

     તેમાંમાં પણ એક મુદ્દાનો કાર્યક્રમ થયો “પરીક્ષા રદ”.
    ફરી પરીક્ષા રદ કરીને એના મળતિયા, આશ્રિતો અને જે વગદાર લોકો હતા તેમને પાછલા દરવાજે થી બચાવી લેવામાં આવ્યા.

     તેમાં વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબેનાં જણાવ્યા મુજબ અમે “એક મહિના ની અંદર” તમામ આરોપી ને કડક સજા કરીશું અને ગુજરાતમાં એક ઉદારણ રૂપ દાખલો બેસાડીશું.

    આજદીન સુધી નતો તેમાના કોઈને સજા થઈ છે.
    ન તો આ કૌભાંડ પાછળ સંકળાયેલા તમામ આરોપી ને પકડવામાં આવ્યા છે.

     આ બધા પેપરમાં જેમની સૌથી વધારે જવાબદેહી અને જવાબદારી બનતી હતી તેવા ગૌણ સેવા પસંદગી મંડળ નાં અધ્યક્ષ આસિત વોરા ને ફકત પદ પરથી દૂર કરવામાં આવ્યા. ન કોઈ તેમની પૂછપરછ થઈ, ન તો કોઈ પણ પ્રકારનાં પગલા લેવામાં આવ્યા.


     સૌથી વધારે જવાબદારી ભરતી બોર્ડનાં અધ્યક્ષની જ હોઈ છે.

     શા માટે પેપર ખાનગી પ્રેસ માં અને જેનો ભૂતકાળ ખરડાયેલ છે તેવા જ પ્રેસને પેપર પ્રિન્ટીંગ ની કામગીરી સોંપવામાં આવે છે ?

     પેપર ની વિતરણ (ડિસ્ટ્રીબ્યુશન) વ્યવસ્થામાં છીંડા ની જાણ હોવા છતાં શા માટે તેમાં કોઈ બદલાવ કરવામાં ન આવેલ ?

     ન તો ગૌણસેવા એ પેપર પ્રિન્ટિંગ એજન્સી ઉપર કોઈ એક્શન લીધા

     સિસ્ટમમાં રહેલી ખામીઓ અને તમામ પેપરકાંડમાં બનેલી ઘટનાઓ માં સરકારની છબી ખરડાવા લાગી એટલે મને કહેવામાં આવેલુ કે તમારી પાસે પેપર કાંડને લગતી જે કોઈ પણ માહિતી હોઈ તે માહિતી અમોને સુપ્રત કરવી અમે તે મુજબ જરૂરી કાર્યવાહી કરીશું.

     તે સમયે મે તેમના પર વિશ્વાસ કરી અન્ય પરીક્ષાઓના આધાર પુરાવા ગુજરાતના વહીવટી વડા અને પોલીસ વડાને સોંપ્યા હતા .

     આસિતવોરા ના અધ્યક્ષતા સમયની

    1. ATDO (જાહેરાત ક્રમાંક – 181),
    2. સબ ઓડિટર(જાહેરાત ક્રમાંક – ૧૮૯) ,
    3. ઓડિટર(જાહેરાત ક્રમાંક – ૧૮૪),
    4. AAE સિવિલ (જાહેરાત ક્રમાંક – 192),
    5. JMC જામનગર મ્યું. કૉર્પોરેશન ની MPHW

    આ ભારતીના તમામ આધાર પુરાવા(પેપર આપનાર, પેપર લેનાર, સ્થળ, કઈ ગાડી નો ઉપયોગ થયા થી તમામ માહિતી) સાથેની ગેરરીતિ ની માહિતી આપી તો પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નહીં.

     આજે ગેરરીતિ કરનાર લોકો નોકરી કરે છે અને બીજી અન્ય પરીક્ષા માં ઓર્ડર પણ મળવા જઈ રહિયા છે એના ઉપરથી વર્તમાન સત્તાપક્ષ ની મનસા સ્પષ્ટ દેખાય આવે છે.
     આ જ રીતે આરોગ્ય ની ભરતીમાં જે કૌભાંડીઓ અને સરકારના મળતીયાઓ ફ્રોડ / બોગસ સર્ટિ. આપી રહ્યા હતા તે સંસ્થા તે વ્યક્તિ અને તેના પૈસા લેતો વીડિયો (સ્ટિંગ કરેલ ટોટલ ૭ વીડિયો) અને સર્ટિ આપતા લોકોની તમામ માહિતી અને આધાર પુરાવા સાથે આપેલ તો પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવેલ.

     ઉર્જા વિભાગની ભરતીમાં પણ કૌભાંડનો ઓળખાણવાદ ઉજાગર કરવામાં આવેલ જેમાં ફક્ત તેમના MD ને જ દૂર કરવામાં આવેલ. જે લોકો ગેરરીતિ થી લાગ્યા છે તેના પર કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવેલ નથી.

     વર્તમાન માં પરિસ્થિતિ એવી આવી ચૂકી છે કે લાગવક, વગદાર, કૌભાંડીઓ અને કાર્યકર્તા ને જ પ્રાધાન્ય મળી રહ્યા છે. . ખરેખર જે લાયક છે, હકદાર છે તેઓને તેમની મહેનતનું ફળ મળતું નથી.

    ભ્રષ્ટાચાર ને પ્રતોસાહન મળી રહીયુ છે.

     તેના કારણે ગુજરાતનો આશાવાદી યુવાનો અત્યારે દેશ અને દુનિયા છોડી રહિયા છે.
     જેમને ABCD ના A ની પણ ખબર પડતી નથી તે હવે આંતરાષ્ટ્રીય સ્તરે કૌભાંડ માં આગળ નીકળી ગયા છે.
     હવે આ મુદ્દા અને માંગણી લઈને અમે ગુજરાતના ગામડે ગામડે ફરીશું અને ગુજરાતની સામાન્ય જનતા સુધી વાસ્તવિકતા રજૂ કરીશું. સાથે સાથે વર્તમાન રાજકારણ માં સક્રિય ભૂમિકા ભજવીશું..

     પહેલી માંગણી અમારી એ જ રહશે કે આ પેપર ફોડનાર વિરૂદ્ધ “”કડક કાયદો”” (જે રીતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ માં છે) બનાવવામાં આવે.

     જે પણ લોકો કૌભાંડ થી આ સિસ્ટમ માં આવ્યા છે એમને દુર કરવામાં આવે.
     તમામ મોરચે આવા કૌભાંડીઓ વિરૂદ્ધ અમે લડીશું, તમામ સામાંજિક અને ધાર્મિક આગેવાનોને ને મળી સમર્થન માંગીશું.

     જો કોઈ એક્શન લેવામાં નહીં આવે અને જરૂર પડી તો આવનાર ઓક્ટમ્બર મહિનામાં યુવાનો ભાવી સાથે ચેડાં કરનાર વિરૂદ્ધ ગાંધીનગર ખાતે “”યુવા મહાસંમેલન”” નું આયોજન પણ કરીશું અને જેમાં ગુજરાતભર માંથી લાખો પીડિત યુવાનો આંદોલન માં હાજરી આપશે.

  • વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

    વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

    નીરવ જોશી હિંમતનગર ( M-7838880134)

    આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ના ઉપક્રમે મોંઘવારી વિરુદ્ધમાં જિલ્લાના હેડ ઓફિસ હિંમતનગર ખાતે કોંગ્રેસના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ વડે હલ્લાબોલ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ખાસ કરીને છત્તીસગઢના શિક્ષણ પ્રધાન ઉમેશ પટેલ જેમને સાબરકાંઠા લોકસભા સીટના ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે, તેમને હાજર રહી અને ઉપસ્થિત સર્વે કોઈને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓનું ઉત્સાહ વધાર્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું…સાથે સાથે તેઓ અરવલ્લીના પણ ઇન્ચાર્જ તરીકે નિમણૂક પામ્યા છે. છત્તીસગઢના શિક્ષણ પ્રધાન ઉમેશ પટેલ યુવા નેતા છે અને છત્તીસગઢમાં સતત ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીતીને કોંગ્રેસની ભૂપેશ બધેલ સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા છે .તેમનો બહોળો અનુભવ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માટે કામમાં આવશે એ હેતુથી તેમને સાબરકાંઠા જિલ્લાના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

     

    છતીસગઢના શિક્ષણ પ્રધાન ઉમેશ પટેલના કાર્યક્રમ બાદ કોંગ્રેસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તા ટાવર ચોક ખાતે પહોંચી અને મોંઘવારી વિરુદ્ધમાં  સૂત્રોચાર કર્યો હતો અને ખૂબ વિરોધ પ્રદર્શન કરી અને વધતી જતી મોંઘવારી સામે પોતાનો વિરોધ નોંધાયો હતો…

    જનતાને પડતી હાલાકી અને લાચારી સામે મોદી સરકાર જાગૃત થાય.. મોદી સરકાર અસરકારક તાત્કાલિક પગલા ભરીને મોંઘવારીથી ત્રાહિમામ  થયેલી પ્રજાને રાહત આપે તેવી માગણી કરી હતી …

    વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરતા કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના પદ અધિકારીઓની ઉપસ્થિત પોલીસે અટકાયત કરી હતી અને  પોલીસવાનમાં  બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

    આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની અનુલક્ષીને અને વધતી જતી મોંઘવારી તેમજ બીજા સામાજિક સમસ્યાઓને લઈને મોદી સરકાર સામે અનેક કાર્યક્રમો આપે તેવી સંભાવનાઓ પૂરી જોવાઈ રહી છે.

  • જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    નિરવ જોષી, ગાંધીનગર

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
    મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનશ્રીએ સરાહના કરી છે

    વડાપ્રધાનશ્રીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.
    મુખ્યમંત્રીશ્રીએ આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.

    જન્મ દિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મ ગુરૂના કર્યા વંદન!

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે.તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

  • MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

    MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

    નીરવ જોષી ,હિંમતનગર (M-7838880134)

    નવી દિલ્હીના ના વિજ્ઞાન ભવન ખાતે MSME યોજનાઓનો શુભારંભ પીએમ મોદી આજે કરાવ્યો હતો. વડાપ્રધાને ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ ની મદદ માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે. ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રસપ્રદ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશના MSME સેકટરને મજબૂત અને એનો વ્યાપ વિશાળ કરવો જરૂરી હતો. એમ.એસ.એમ.ઈ વાળી ઉદ્યોગોથી માઇક્રોઇકોનોમિક્સ મજબૂત થાય છે. આજે ભારત મજબૂત છે તેનો મોટાભાગનો હિસ્સો એમ.એસ.એમ.ઈ સેક્ટરનો ફાળો છે!

    ભારત જે સો રૂપિયા રૂપિયા કમાય છે તો એમાં 30 રૂપિયા નો ફાળો MSME તરફથી આવે છે! MSME ના પ્રમોશન માટે તેમજ તેના વ્યાપક વિકાસ માટે પાછલા આઠ વર્ષમાં સરકારે 650 પ્રતિશત કેન્દ્રીય બજેટમાં વધારો કર્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે 11 કરોડ લોકો ડાયરેક્ટ – ઇનડાયરેક્ટ રીતે MSME સાથે જોડાયેલા છે. મોદીએ MSME સંબંધી યોજનાઓનું શુભારંભ આજે વિજ્ઞાન ભવન ખાતે કરાવ્યું હતું.

    નાના લઘુ ઉદ્યોગોને બચાવવા માટે, એને નવી તાકાત આપવા માટે મોદીએ અનેક પ્રકારના ઉપાયોનો ખાસ ભાર મૂક્યો હતો. MSME ની ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ સાડા ત્રણ લાખ કરોડની મદદ MSME માટે સુરક્ષિત કરી છે. આના પરિણામે 1.5 લાખ કરોડ જેટલો રોજગાર જે ખતમ થવાના  આરે આવેલો હતો તેનો હવે ખતરો ટાળ્યો છે. દેશના MSME સેક્ટરમાં નવા રોજગાર માટે પ્રોત્સાહક નીતિની જાહેર કરતા મોદીને જણાવ્યું કે આ વખતે અમે MSME સેક્ટર નવી યોજનાઓ પણ અમલમાં મૂકી છે. નવી નવી યોજનાઓ અંતર્ગત 50,000 કરોડના બજેટથી પાંચ લાખ કરોડ જેટલું બજેટ ફાળવાયું છે!

    વર્તમાન સમયમાં MSME ચેપ્ટર એ ભારતની આત્મનિર્ભર ભારત માટે ખૂબ મહત્વનું આંદોલન કહી શકાય. મોદીએ પહેલાંની સરકાર ઉપર હુમલો કરતા કહ્યું હતું કે MSME ને ભૂતકાળની સરકારોએ  જોઈએ એવો ટેકો આપ્યો નથી. મતલબ એના માટે માટે ખૂબ મોટા પાયે ચિંતા નથી કરી.

    કોરોના કાળમાં નાના ઉદ્યોગોને બચાવવા માટે MSMEની ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

    પહેલાના સમયમાં નાના ઉદ્યોગો માટે એવી પરિભાષા નક્કી કરવામાં આવી હતી કે જેના પરિણામે MSME માં કોઈ પ્રોત્સાહન નીતિ એટલી બધી મજબૂત નહોતી. મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે દેશમાં MSME ક્ષેત્ર મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી MSME સેક્ટર એ આ સમયમાં ખૂબ જ મહત્વનું બની ગયું છે. અમે MSMEના સેક્ટરની આખી પરિભાષા જ સરકાર આવતા બદલી નાખી હતી. સૂક્ષ્મ , લઘુ, મધ્યમ ઉદ્યોગોની માટે અમે નવા નવા ઉપાયોની ઘોષણા કરી.

    જો કોઈ ઉદ્યોગ સાહસિક આગળ વધવા માંગે છે કે તેનો વિસ્તાર કરવા માંગે છે તો સરકાર તેને સહયોગ આપશે અને નીતિઓમાં સરકાર જરૂરી બદલાવ પણ કરી આપશે.- એવી અમારી નીતિ રહી છે. આજે અમારી સરકાર છે પરિણામે MSME સાથે સંકળાયેલા લોકો નવી નીતિઓનો લાભ લઇ રહ્યા છે.

    ખાદી અંગે પીએમ નરેન્દ્ર મોદીએ કરી આ આશ્ચર્યજનક વાતો!

    ભારતની ખાદી લોકલ થી ગ્લોબલ બની ગઈ છે એટલું જ નહીં ખાદીનું માર્કેટ અત્યારે એક લાખ કરોડ સુધી પહોંચી ગયું છે !અને છેલ્લા આઠ વર્ષમાં ખાદીની વેચાણ અમારી સરકાર દરમિયાન ચાર ઘણું વધ્યું છે! આઝાદી વખતે ખાદી બહુ ચાલી પરંતુ પછી એ નેતાઓનું એક કોશ્યુમ બની ગયું! એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પરંતુ અમારી સરકાર આવ્યા બાદ આજે ખાદી અને તેના વસ્ત્રોને અમે એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.

    એન્ટરપ્રિન્યોરશિપ MSME એના કારણે ખૂબ જ સહજ જીવનના  દરેક લેવલના માણસ માટે સહજ બન્યું છે. ભારતની ખાદી લોકલ થી ગ્લોબલ થઈ રહી છે. આઠ વર્ષમાં ખાદીની ખરીદીમાં ચાર ગણો વધારો થયો!

    2014માં સબના સાથ સૌનો વિકાસ ના મંત્રને લઈને અમે MSME સેક્ટરનો  વ્યાપ ખૂબ મોટા પાયે વધાર્યો છે ,વધુ લોકો જોડાયેલા છે કોરોના ને કારણે નાના ઉદ્યોગોને બચાવવા એમએસએમઈએ સારી કામગીરી કરી.. બજેટ 650 ટકા વધ્યું

    મુદ્રા યોજના ના પરિણામે સાત લાખ જેટલા લોકો નવા ઉદ્યોગકાર બન્યા છે.એ લોકો જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બન્યા છે.

  • NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

    NDA ભાજપનાના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા

    નીરવ જોષી, અમદાવાદ

    આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા!

    NDA ભાજપના ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર કરાયા. પ્રથમ આદિવાસી મહિલા દ્રોપદી બેન murmu ને ભાજપ ના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાને  વિપક્ષ વડે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ આ જાહેરાત ભાજપે કરી છે. દ્રૌપદી બેન આ પહેલા ઝારખંડમાં રાજ્યપાલ અને ઓડિશામાં મંત્રી રહી ચૂક્યા છે.

    દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તે ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા.

    તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા.

    રાજકારણમાં જોડાતા પહેલા, મુર્મુએ શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું.

    મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તે ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકાર ચાલી રહી હતી. ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેમણે 6 માર્ચ, 2000 થી ઑગસ્ટ 6, 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે અને 6 ઓગસ્ટ, 2002 થી 16 મે સુધી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો. 2004. મંત્રી હતા.

    વર્ષ 2007 માં, તેમને ઓડિશા વિધાનસભા (Odisha Assembly) ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કાર (Neelkanth Award) થી નવાજવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. મુર્મુ ભાજપના આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચૂક્યા છે.

    તે ઝારખંડ (Jharkhand) ની પ્રથમ મહિલા રાજ્યપાલ (Governor) પણ રહી ચૂકી છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. વર્ષ 2000 માં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ (2015-2021) પૂર્ણ કરનાર તે ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ હતા.

    આનંદીબેન કપાયા અને દ્રોપદીબેન આવ્યા.

    ગુજરાતના આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ બનવું હતું. તેમનું નામ વારંવાર વહેતું કરવામાં આવતું હતું. જોકે એ વાત પણ નોંધનીય છે કે પાંચ વર્ષ પહેલા દ્રૌપદી મુર્મૂ નું નામ  રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચામાં હતું પરંતુ ભાજપે દલિત ચહેરા તરીકે રામનાથ કોવિંદ પર પસંદગી ઉતારી હતી. આ વખતે જૂની નામ ફરીથી આવ્યું અને દ્રૌપદી murmu નસીબદાર સાબિત થયા છે.

    ( માહિતી સોજન્ય : દિલીપ પટેલ અમદાવાદ)

  • ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું

    ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી આખરે રાજીનામું

    નીરવ જોષી, અમદાવાદ

    ગુજરાત કોંગ્રેસ માંથી હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે . છેલ્લા ત્રણ અઠવાડિયાથી હાર્દિક જાય છે એ વાતની અટકળો લાગી રહી હતી, જે છેવટે સાચી પડી છે .ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી એવી અટકળો ચાલતી હતી કેટલાક મોટા કોંગ્રેસના નેતાઓને ભાજપ ફેરવી જશે. આ કાર્યક્રમના અનુક્રમે આજે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા અને જુસ્સાદાર પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનું રાજીનામું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. હાર્દિક પટેલ રાજીનામું આપ્યું છે  અથવા તો હાર્દિક પટેલે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની કાર્યવિધિ સામે કંટાળીને છેવટે નિરાશ થઈને રાજીનામું આપ્યું છે એમ પણ કહી શકાય. હાર્દિક પટેલે પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્ર વડે ટ્વિટર પર મુક્યું હતું.

    હાર્દિક ના એક સમયના પાટીદાર આંદોલનના કાર્યક્રમમાં સાથી નેતા રહેલા ગીતા પટેલ તેમજ અલ્પેશ કથીરિયા અને અન્ય પાટીદાર નેતાઓને પણ હાર્દિક પટેલના આ નિર્ણયથી ભારે આઘાત લાગ્યો છે. તેમણે હાર્દિક પટેલને આવા અવિચારી પગલાં બદલ ખૂબ કડક ટીકા કરી છે અને ભવિષ્યમાં તેનું ભાવિ રાજનીતિક કેરિયર અંગેના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે.

     

    ગુજરાતના રાજકારણમાં એવી અટકળો લાગી રહી છે કે આગામી સમયમાં વડાપ્રધાન ની ગુજરાતમાં રાજકોટ ખાતે હાજરી સમયે હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ એમ પણ કહેવું વહેલું ગણાશે કે આગામી સમયમાં હાર્દિક પટેલની રાજનીતિક રણનીતિ શું હશે??? ગુજરાત કોંગ્રેસ એવું કહી રહી છે કે કોંગ્રેસ છોડવી એ હાર્દિકની મોટી ભૂલ છે … હાર્દિક ને વધુ આપીને ફ્રી હેન્ડ ગુજરાત કોંગ્રેસમાં પણ જવાબદારીઓ અપાઇ નહોતી? હાર્દિક નું વલણ એ વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે.

  • કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

    કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

    નીરવ જોષી, હિંમતનગર

    (joshinirav1607 @gmail.com)

    રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં આઝાદી ગૌરવ યાત્રા નું સ્વાગત કરવા માટે ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આઝાદી ગૌરવ યાત્રા ની આગેવાની લઇ રહેલા સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ નું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    સેવાદળના કાર્યકરો અને અન્ય કોંગ્રેસના કાર્યકરો થી શરૂ થયેલી આઝાદી ગૌરવયાત્રા ને ખૂબ ઉત્સાહભેર ફૂલો વરસાવીને, રાષ્ટ્રીય ઝંડો ફરકાવીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દેજરોટા ગામ પાસે આવેલી હોટેલમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.

    આ યાત્રા આવતીકાલે એટલે કે સોમવારે હિંમતનગરમાં ફરીને વકતાપુર મુકામે જશે અને દોઢ મહિનામાં પેદલ યાત્રા કરીને કાર્યકરો આઝાદી ગૌરવયાત્રા ને રાજઘાટ દિલ્હી ખાતે પહોંચાડશે. આઝાદી ગૌરવ યાત્રા નો ઉદ્દેશ્ય લોકોમાં કોંગ્રેસ કાર્ય અંગે જાગૃતિ લાવવાનું છે. મહાત્મા ગાંધી અને આઝાદીના ચળવળ માટે બલિદાન આપનારા ઓને યાદ કરીને તેમના નૈતિક મૂલ્યોને ભારતીયોને યાદ કરાવવાનું છે.