કેટેગરી રાજકારણ

  • એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે?

    એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે?

    રમેશ સવાણી , વડોદરા

    (સંકલન : નિરવ જોશી, M-7838880134)

    એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે!

    News24માંથી રાજીનામું આપનાર વરિષ્ઠ પત્રકાર ગરિમા સિંહે લગભગ 27 દિવસ પછી સોશિયલ મીડિયા પર લાઇવ થઈને પોતાના રાજીનામા અને પત્રકારત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી.

    તેઓ લગભગ ત્રણ વર્ષથી સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા અને પ્રાઇમ-ટાઇમ શો ‘સબસે બડા સવાલ’ની એન્કરિંગ કરતા હતા. તેઓ બોલ્ડ અને સવાલ કરનાર એન્કરિંગ માટે જાણીતા છે.

    તેમણે કહ્યું કે “એ સમય દૂર નથી જ્યારે સરકાર પર સવાલ ઉઠાવવાથી બેકાબૂ લોકો મીડિયા સંસ્થાઓ અને સ્ટુડિયો સુધી પહોંચશે. પત્રકારત્વનો મૂળભૂત હેતુ સરકાર પર સવાલ ઉઠાવવાનો અને જાહેર મુદ્દાઓને ઉજાગર કરવાનો છે. પત્રકારનું કામ સત્તાની પ્રશંસા કરવાનું નથી, સત્તાને સવાલ કરવાનું છે. જો પત્રકારો મુક્તપણે પ્રશ્નો પૂછી શકતા નથી, તો લોકશાહી પર પણ અસર પડશે.”

    છેલ્લા ત્રણ વર્ષથી, તેમણે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ એક સમયે તેમને લાગ્યું કે તેઓ હવે પહેલાની જેમ મુક્તપણે પ્રશ્નો પૂછી શકતા નથી. આ કારણે તેમણે News24માંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. ગરિમા સિંહને ધન્યવાદ આપવા પડે.
    ▪️
    ગોદી મીડિયા 2014થી ખૂબ મલાઈ ખાઈ રહ્યા છે. લોકોને ધાર્મિક નશો કરાવ્યો છે. ધ્રુવિકરણ કર્યું છે. સત્તાને સવાલ કરવાને બદલે વિપક્ષને સવાલ કર્યા છે. વિપક્ષી નેતાઓનું ચરિત્રહનન કર્યું છે. વડાપ્રધાને 12 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી, તે અંગે ગોદી મીડિયા ચૂપ છે. મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી છે. પાટલીબદલુઓ વિશે ચૂપ રહ્યા છે. ઈલેક્ટોરલ બોન્ડની અનીતિ/ નોટબંધીની નિષ્ફળતા/ CBI, IT, EDના દુરુપયોગ અંગે અવાજ ઊઠાવ્યો નથી. ચૂંટણી પંચ ભાજપની પાંખની જેમ કામ કરે છે તે અંગે સવાલો ઊઠાવ્યા નથી. ભ્રષ્ટાચારીઓને મંત્રી બનાવ્યા છે તે અંગે મૌન ધારણ કર્યું છે. સત્તાએ સ્વતંત્ર પત્રકારો પર ખોટા કેસો કર્યા છે, ત્યારે મૌન પાળ્યું છે. રાજકીય સ્વાર્થ માટે ધર્મ, મંદિરની રાજનીતિ કરનાર સામે સવાલ ઊઠાવ્યા નથી. લોકશાહી મૂલ્યો-બંધારણીય મૂલ્યો સાથે છેતરપિંડી થઈ રહી છે છતાં અવાજ ઊઠાવ્યો નથી. સત્તા પક્ષના IT Cell દ્વારા જૂઠાણાં/ ગાળો/ અશ્લીલતા રોકટોક વિના ફેલાવાઈ રહી છે પણ ગોદી મીડિયા આંખો બંધ કરીને માત્ર મોદીજીની સ્તુતિમાં મગ્ન છે. સરકારની તમામ મશીનરી મોદીજીની સ્તુતિ કરે છે. કોઈ નાનકડો વિરોધ કરે તો તેને દેશદ્રોહી/ ધર્મદ્રોહી/ વામપંથી/ ટુકડે ટુકડે ગેંગ ઠરાવી દે છે. વિપક્ષ તો દેશદ્રોહી છે તેવી ઈમેજ ગોદી મીડિયાએ ઊભી કરી છે. કોઈ સત્ય ઉચ્ચારે તો ટ્રોલસેના તાત્કાલિક હુમલો કરે છે! સ્વતંત્ર પત્રકારોના સોશિયલ મીડિયા પરના એકાઉન્ટ સસ્પેન્ડ કરાવે છે. મીડિયાની અંધભક્તિના કારણે ન્યાયતંત્ર ચાપલૂસ બની ગયું છે, ચૂંટણીપંચ તો તમામ મર્યાદા વટાવી ચૂક્યું છે. લોકોનો અવાજ દબાવવા ગોદી મીડિયા અને સત્તાપક્ષ બન્ને સક્રિય છે. એટલે જ અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહીના ચોથા સ્તંભની વિશ્વસનીયતા અને જનહિતના સાચા પ્રશ્નોને ઉજાગર કરવા માટે ‘ગોદી મીડિયા’ સામે એક મજબૂત અને પ્રભાવશાળી જનઆંદોલન ઊભું કરવાની અનિવાર્યતા ઊભી થઈ છે.

    શા માટે આવું આંદોલન કરવું જોઈએ?
    [1] લોકશાહીમાં મીડિયાને સરકારની નીતિઓ પર નજર રાખનાર, સત્તાને જવાબદાર ઠેરવનાર અને જનતાનો અવાજ બનનાર ‘ચોથો સ્તંભ’ માનવામાં આવે છે. જ્યારે મીડિયા પોતાની આ નિષ્પક્ષ ભૂમિકા ભૂલીને કોઈ ચોક્કસ પક્ષ કે સત્તાધીશોના પ્રચારનું માધ્યમ બની જાય છે, ત્યારે લોકશાહી જોખમમાં મૂકાય છે. ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે જ્યાં મીડિયા સત્તાનું સાધન બની ગયું અને તેના પરિણામે સત્તા વધુ કેન્દ્રિત અને બેફામ થઈ હતી. તંદુરસ્ત લોકશાહી માટે મીડિયાને સ્વતંત્ર, નિર્ભીક અને ઈન્વેસ્ટિગેટિવ રહેવું જરૂરી છે, પછી ભલે સત્તા કોઈપણ પક્ષની હોય.​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ સાચા પત્રકારત્વને પુનર્જીવિત કરવા માટે આ પક્ષપાતી વલણ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.

    [2] રોજિંદા જીવનના ગંભીર પ્રશ્નો જેવા કે: મોંઘવારી/ બેરોજગારી/ શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા/ ખેડૂતોની અને શ્રમિકોની સમસ્યાઓ/ આર્થિક અસમાનતા, સામાજિક ભેદભાવ/ પર્યાવરણીય કટોકટી વગેરે મહત્ત્વના મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે જ્યારે મીડિયા બિનમહત્ત્વના કે ધ્રુવીકરણ કરનારા મુદ્દાઓને સ્થાન આપે છે, ત્યારે સામાજિક વિકાસ રૂંધાય છે. જનઆંદોલન દ્વારા મીડિયાનું ધ્યાન ફરીથી જનતાના વાસ્તવિક પ્રશ્નો પર કેન્દ્રિત કરી શકાય છે.

    [3] જ્યારે મીડિયા સત્યની તપાસ (Fact-checking) કર્યા વગર સત્તા કે પ્રભાવશાળી વર્ગનો એજન્ડા ફેલાવવાનું સાધન બની જાય છે, ત્યારે સમાજમાં અવિશ્વાસ અને ભ્રમણાઓ ફેલાય છે. એક વ્યાપક વિરોધ અથવા આંદોલન મીડિયા સંસ્થાઓ પર નૈતિક દબાણ લાવે છે કે તેઓ જવાબદારીપૂર્વક અને પ્રમાણિકપણે સમાચાર પ્રસારિત કરે.

    [4] કોઈપણ સરકાર કે શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે દોષરહિત હોતી નથી. સરકારની ભૂલો કે ખામીઓની નિષ્પક્ષ ટીકા કરવી એ પત્રકારત્વનું મૂળ કર્તવ્ય છે. જ્યારે મીડિયા ભય કે લોભ વશ માત્ર પ્રશસ્તિગાન (ગુણગાન) કરવા લાગે છે, ત્યારે શાસનમાં પારદર્શિતા નષ્ટ થાય છે. લોકશાહીને જીવંત રાખવા માટે ભયમુક્ત અને નિર્ભીક પત્રકારત્વ અનિવાર્ય છે.

    [5] આવું આંદોલન માત્ર મીડિયા સામેનો વિરોધ નથી, પરંતુ સામાન્ય જનતામાં જાગૃતિ લાવવાનું એક મોટું અભિયાન છે. જ્યારે જનતા પક્ષપાતી અને સત્યથી વેગળા સમાચારોને ઓળખતી થઈ જાય છે અને વૈકલ્પિક, સ્વતંત્ર ડિજિટલ પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપે છે, ત્યારે મુખ્ય પ્રવાહના મીડિયા પર પણ સુધારા માટેનું દબાણ વધે છે.

    લોકશાહીમાં મીડિયાનું મુખ્ય કામ સરકાર અને સત્તાધારીઓ પર નજર રાખવાનું/ ભ્રષ્ટાચાર, દુરુપયોગ અને ભૂલો ઉજાગર કરવાનું/ જાહેર અભિપ્રાય બનાવવાનું અને નાગરિકોને માહિતગાર રાખવાનું છે. જ્યારે મીડિયા આ કામ છોડીને સત્તાની સ્તુતિ કરવા લાગે (પ્રશંસા, પ્રચાર, અથવા મૌન), ત્યારે સત્તા પરનું દબાણ ઘટી જાય છે/ જવાબદારી નબળી પડે છે/ ભૂલો અને અતિક્રમણો સરળતાથી છુપાઈ જાય છે/ નાગરિકો સાચી માહિતી વગર નિર્ણય લે છે/ પરિણામે નબળા અને ક્રિમિનલ શાસકને ચૂંટે છે. એક વખત ક્રિમિનલ ઈસમોના હાથમાં સત્તા આવે એટલે તેઓ કાયમી સત્તામાં ટકવા માટે નાગરિકોનું ધનોતપનોત કાઢી નાખે છે!

    (લેખક પોલીસ ખાતામાં ભૂતપૂર્વ સરકારી અધિકારી રહી ચૂક્યા છે તેઓ સોશિયલ મીડિયામાં અને અલગ અલગ મંચ પર તેમના સ્વતંત્ર વિચારો અને સત્ય પ્રિય લખાણ કરીને ગુજરાતની જનતાને પ્રેરણા આપી રહ્યા છે)

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

    નીરવ જોશી, દિલ્હી  (M-7838880134 & 9662412621)

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત કરી

    ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

    રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત લોકભવનના દિશા-નિર્દેશોથી સમગ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો, નગરપાલિકા-મહાનગરપાલિકામાં વીજળી બચતનું અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે.

    મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યપાલશ્રીએ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, સંસ્કાર, રોજગાર, આરોગ્ય, નશામુક્તિ, પશુપાલન, સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા વગેરે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો પ્રધાનમંત્રીશ્રીને આપી હતી. આ ઉપરાંત ગ્રામજનો સાથેના સીધા સંવાદ દ્વારા મળેલા સકારાત્મક પ્રતિભાવો વિશે પ્રધાનમંત્રીશ્રીને અવગત કર્યા હતા.


    નોંધનીય છે કે ગુજરાતના ગવર્નર ભવનમાં  છેલ્લા છ દિવસથી આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ ના વ્યાસપીઠે રામકથા નું શુભારંભ થયો છે.. અને આજે છઠ્ઠો દિવસ… સમાપન પહેલાનો દિવસ હતો…

    ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો પાંચમો દિવસ

    આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ

    *શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્વ સાસુનું છે*

    જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી

    ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે કૈકેયી દ્વારા પોતાના પુત્ર ભરત માટે રાજગાદી અને શ્રીરામના વનવાસની માંગણી, શ્રીરામનો પરિવારના સભ્યો સાથેનો સંવાદ જેવા પ્રસંગોનું વર્ણન કરીને ઉપસ્થિત ભાવિકોને ભાવવિભોર કરી દીધા હતા.

    કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ મંથરાના કુસંગને કારણે કૈકેયી દ્વારા માંગવામાં આવેલા બે વરદાનથી મહારાજા દશરથની મનોવ્યથાનું વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જ્યારે કૈકેયીએ ભરત માટે રાજગાદી અને શ્રીરામ માટે ૧૪ વર્ષના વનવાસની વાત કરી ત્યારે શ્રીરામની મનોસ્થિતિ એવીજ રહી જ્યારે રામરાજ્યભિષેકના પ્રસ્તાવ સમયે હતી. આચાર્યશ્રીએ સમાજને સંદેશ આપતા કહ્યું કે, પરિવારમાં ભંગાણ ત્યારે જ આવે છે જ્યારે સાસુ-વહુ એકબીજા પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ રામકથા તો મૈત્રી અને સંસ્કારોનું મિલન શીખવે છે.

    સીતાજી જ્યારે શ્રીરામ સાથે વનવાસમાં જવા માટે જીદ કરે છે, ત્યારે તેમણે આપેલું નિવેદન અત્યંત હૃદયસ્પર્શી હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી. સીતાજીના વનગમન માટે માતા કૌશલ્યાની આજ્ઞા લેવાનો પ્રસ્તાવ એ ભગવાન રામની મર્યાદાનું ઉત્તમ ઉદાહરણ છે.

    માતા કૌશલ્યા અને સીતાજીના સંવાદ દ્વારા આચાર્યશ્રીએ આજના યુગ માટે શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે, શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્ત્વ સાસુનું છે. કૌશલ્યા માતાએ સીતાજીને આશીર્વાદ આપતા કહ્યું કે, વનને પણ તું તારું સાસરૂં સમજીને રહેજે. આ સંવાદમાં જ તે મંત્ર છુપાયેલો છે જેનાથી પરિવારમાં ઊંચા આદર્શો સ્થાપિત કરી શકાય છે. રામકથાના આ પાંચમા દિવસે ભજન અને મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.

    આ કાર્યક્રમની શરૂઆતમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા તથા લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ દીપ પ્રાગટય કર્યું હતું તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું. લોકભવન પરિવાર તથા નગરજનોએ આ ભાવવાહી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.

  • ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ

    ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ

    ઉત્તર ગુજરાતના વિકાસને મળી નવી ગતિ: ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેનનું વડાપ્રધાન દ્વારા વર્ચુઅલ ઈ-પ્રસ્થાન

    રેલવેના આધુનિકીકરણથી આદિજાતિ વિસ્તારોમાં વેપાર અને પર્યટનને વેગ મળશે: સ્થાનિકોમાં ખુશીનો માહોલ

    *આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના દ્વાર ખોલનારી ઘટના: સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા*

    સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલસામાન અમદાવાદ જેવા મોટા બજારો સુધી સરળતાથી પહોંચાડી શકશે: સાંસદ શ્રીમતી રમીલાબેન બારા

    ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તાર અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં ₹891 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રીના અધ્યક્ષસ્થાને મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેમણે વર્ચુઅલ માધ્યમથી ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર નવી ટ્રેન સેવાનું ઈ-પ્રસ્થાન કરાવી ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો હતો.

    આ ઐતિહાસિક અવસર નિમિત્તે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા-હિંમતનગર-અમદાવાદ (અસારવા) વચ્ચેની નવી ટ્રેન સેવાને આવકારવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. આ નવી રેલવે સેવા શરૂ થવાથી ખેડબ્રહ્મા અને આસપાસના અંતરિયાળ વિસ્તારોના હજારો મુસાફરોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે.

    કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલું આ લોકાર્પણ માત્ર રેલવે ટ્રેકનું નિર્માણ નથી, પરંતુ આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના દ્વાર ખોલનારી ઘટના છે. બ્રોડગેજ લાઇન કાર્યરત થવાથી હવે અમદાવાદ સુધીની મુસાફરી અત્યંત સુખદ, સુરક્ષિત અને ઝડપી બનશે. આ સુવિધાનો સીધો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને યાત્રાધામ અંબાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓને મળશે.

    આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા-હિંમતનગર લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતરણ આદિજાતિ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. નવી ટ્રેન સેવા શરૂ થવાથી સ્થાનિક ખેડૂતો પોતાની પેદાશો અને વેપારીઓ પોતાનો માલસામાન અમદાવાદ જેવા મોટા બજારો સુધી સરળતાથી પહોંચાડી શકશે, જેનાથી પ્રાદેશિક અર્થતંત્રને નવી મજબૂતી મળશે. ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ પણ આ પ્રોજેક્ટને ખેડબ્રહ્મા વિસ્તારની પ્રગતિની જીવાદોરી ગણાવી હતી.

    ખેડબ્રહ્મા અને હિંમતનગર વચ્ચેની રેલ લાઇન શરુ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા. આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, રેલવે એડીઆઈ શ્રી મંજુ મીના, પૂર્વ સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


    ખેડબ્રહ્માથી અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન લોકાર્પણનો અનેરો ઉત્સાહ: ટ્રેનના આગમન વધામણે સાંસદશ્રી શોભનાબેન બારૈયા કલાકારો સાથે ગરબે ઘૂમ્યા

    ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન ખાતે નવી ટ્રેન સેવાના પ્રારંભના ઐતિહાસિક અને આનંદદાયક અવસરે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જ્યારે સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગીતો અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી રહી હતી, ત્યારે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા પોતાને રોકી શક્યા નહોતા અને તેઓ પણ આ આનંદમાં સહભાગી થયા હતા. સાંસદશ્રીએ કલાકારો સાથે ગરબે ઘૂમીને લોકોનો ઉત્સાહ બમણો કર્યો હતો. વિકાસના આ અવસરને વધાવવા માટે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ લોક-કલાકારો સાથે ગરબે ઘૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે દર્શાવતું હતું કે આ ટ્રેન સેવા માત્ર પરિવહનનું સાધન નહીં પણ આ વિસ્તારના લોકોની આકાંક્ષાઓની ઉડાન છે.

    ખેડબ્રહ્માના ડિજિટલ youtube પર અને કન્ટેન્ટ ક્રિએટર ધાર્મિક મોદીએ પણ સરસ વિડીયો બનાવ્યો છે!


  • મોદીનાના સત્તામાં 8931 દિવસો અંગે એક વાંચવાલાયક, વિચાર પ્રેરક પોસ્ટ

    મોદીનાના સત્તામાં 8931 દિવસો અંગે એક વાંચવાલાયક, વિચાર પ્રેરક પોસ્ટ

    સંકલન: નીરવ જોશી (M-9106814540)

    આજે સવારથી જ ઇલેક્ટ્રોનિક મીડિયા ની ન્યુઝ ચેનલો દેશના વડાપ્રધાન મોદીએ જ્યારથી ગુજરાતના સીએમ બન્યા ત્યારથી અને અત્યાર સુધી સત્તામાં 8931 દિવસો શિખર પર સત્તામાં રહ્યા છે !! એવી જાહેરાત વાળી સમાચારો પણ કરી રહ્યા હતા !આ પહેલા સિક્કિમ રાજ્યના  CM પવન ચામલીંગ નામના રાજકારણી 8930 દિવસ સુધી સતત રાજ્યના સીએમ તરીકે સત્તામાં રહ્યા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ અને દેશના પીએમ તરીકે સત્તામાં આવે કુલ 8931 દિવસ પુરા કરીને સત્તામાં રહીને બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે ! સત્તામાં રહેનારા સૌથી વધુ લાંબો સમય સત્તાધીન દેશના આગેવાન કે વડાપ્રધાન તરીકે નવો રેકોર્ડ બનાવ્યો છે!!! ત્યારે PM મોદીની છબીને મહિમા મંડળ કરનારા કેવા કેવા પરિબળો છે-  તે અંગે સ્વતંત્ર લેખક વિચારક   રમેશ સવાણીની કલમએ વાંચીએ….

    ધનવાન લોકો મોદીને ભગવાન કેમ માને છે?

    સુરતના લેબગ્રોન ડાયમંડ કિંગ મુકેશ પટેલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે “PM મોદી મારા ભગવાન, હું તેમનો ભગત!”

    આવું માત્ર મુકેશ પટેલ જ માનતા નથી, જમણેરી વિચારધારા (Right-wing ideology) વાળા મોટાભાગના લોકો અને WhatsApp Universityથી પ્રભાવિત મોટાભાગના લોકો માને છે.

    ભારતમાં કેટલાક ધનિક વર્ગ; ખાસ કરીને કેટલાક બિઝનેસમેન, કોર્પોરેટ લીડર્સ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં મોદી પ્રત્યે ખૂબ જ મોટી ભક્તિ અને ‘અવતાર’ જેવું આકર્ષણ જોવા મળે છે. તેના કારણો છે-
    [1] આર્થિક લાભ મળ્યોો છે અને સરકારી પોલિસીઓથી ફાયદો મળ્યો છે. મોદી સરકારની પોલિસીઓએ કોર્પોરેટ અને મોટા બિઝનેસને ઘણો ફાયદો કર્યો છે. ટેક્સમાં ઘટાડો થયો છે. કોર્પોરેટ ટેક્સ 30%થી 22% અને નવી કંપનીઓ માટે 15% કર્યો છે! લેબર લો અને લેન્ડ એક્વિઝિશનમાં રાહત મળી છે. મજૂરોના શોષણ અંગે સરકારી તંત્ર ચૂપ રહે છે. પ્રાઇવેટાઇઝેશન વધ્યું છે. એરપોર્ટ, પોર્ટ, રેલ્વે, બેંક, એરલાઇન્સ વગેરે. GST અને ડિજિટલ ઇકોનોમીએ મોટા બિઝનેસને સરળતા આપી છે. આ કારણે અમીરોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં બિલિયનેર્સની સંખ્યા અને તેમની સંપત્તિમાં ખૂબ વધારો થયો છે. World Inequality Lab અનુસાર ટોપ 10% પાસે 77% સંપત્તિ છે! આ લોકો મોદીને ‘આર્થિક રિવાઇવલના દેવદૂત’ માને છે, જેમણે ગરીબોના ભોગે ‘બિઝનેસ-ફ્રેન્ડલી’ વાતાવરણ બનાવ્યું છે!

    Screenshot

    [2] સ્ટેબિલિટી અને સ્ટ્રોંગ લીડરશિપનું આકર્ષણ હોય છે. મોદીની આવી છબી પ્રચાર/ પ્રોપેગેન્ડાથી ઊભી કરવામાં આવી છે. ધનવાન વર્ગને ‘મજબૂત નેતા’ ગમે છે જે ‘અરાજકતા’ ન થવા દે. મોદીની ઇમેજ ‘ડિસિઝન મેકર’, ‘કોઈ લાંબી ચર્ચા વગર ઝડપી નિર્ણય લેનાર’ તરીકે છે. ઘણા બિઝનેસમેન કહે છે કે ‘પહેલાંની સરકારોમાં ફાઇલો પડતર રહેતી, હવે ઝડપથી કામ થાય છે’. આને કારણે તેઓ મોદીને ‘ભારતનું એકમાત્ર ભવિષ્ય‘ માને છે.

    [3] હિન્દુ રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ગર્વમાં માનતા લોકો મોદીને પસંદ કરે છે. ઘણા ધનવાન હિન્દુ; ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતી બિઝનેસ કોમ્યુનિટીમાં રામ મંદિર, CAA-NRC, Article 370 જેવા મુદ્દાઓએ ‘હિન્દુ અભિમાન’ પ્રગટાવ્યું છે. આ લોકો મોદીને ‘હિન્દુ હ્રદય સમ્રાટ’/ ‘હિન્દુ ધર્મના રક્ષક’ અથવા ‘ભગવાન રામને લાવનાર’ તરી જૂએ છે. અયોધ્યા મંદિર ઉદ્ઘાટન વખતે મોદીની ઇમેજ ભગવાન રામ સાથે જોવા મળી, જેનાથી ભક્તિ વધી.

    [4] વ્યક્તિપૂજાનો પ્રભાવ-પર્સનાલિટી કલ્ટ. મીડિયા, સોશિયલ મીડિયા અને BJP/ RSSના પ્રચારથી મોદીની ઇમેજ ‘અમર’, ‘નોન બાયોલોજિકલ અવતાર’ તરીકે બની છે. એટલે મોદી પોતે પણ કહે છે કે ‘ભગવાને મને મોકલ્યો છે’, ‘મા ગંગાએ બોલાવ્યો છે’ આ બાબતો ભક્તોના મગજમાં ગુંજ્યા કરે છે. ધનવાનોને/ ઉપલા મધ્યમ વર્ગને/ કોર્પોરેટ કથાકારોને/ ધર્મગુરુઓને/ પ્રગટ બ્રહ્મસ્વરુપોને/ ડાયરા કલાકારોને/ ફિલ્મ કલાકારોને/ ક્રિકેટરોને/ દરબારી લેખકો-પત્રકારોને આ ‘અવતારી’ ઇમેજ ગમે છે, કારણ કે તેમને લાગે છે કે ‘મોદી વિના ભારત ‘પાછળ રહી જશે!’ જો કે બધા ધનવાન લોકો મોદીને ‘ભગવાન’ માનતા નથી, પરંતુ સામા પ્રવાહે તરવાને બદલે પ્રેક્ટિકલ લાભ માટે સપોર્ટ કરે છે.

    [5] WhatsApp યુનિવર્સિટીના કારણે મોદીની છબી કઈ રીતે ઊભી થાય છે? તેનાથી ભક્તો કઈ રીતે અંજાઈ જાય છે? WhatsApp University વ્યંગાત્મક શબ્દ છે, આ શબ્દ પ્રથમ વખત રવીશ કુમારે વાપર્યો હતો. જે વોટ્સએપ પર વાયરલ થતા ‘ફેક ન્યૂઝ, એડિટેડ વીડિયો, ફોર્વર્ડ મેસેજ અને પ્રોપગેન્ડા’ને વ્યક્ત કરે છે. જે દ્વારા મોદીની ‘સુપરહીરો’ છબી ઊભી કરવામાં આવે છે. દેશભરમાં 50 લાખથી વધુ ગ્રુપ્સ, હજારો વોલન્ટિયર્સ છે. કન્ટેન્ટ નેશનલ લેવલથી બનાવીને રીજનલ લોકલ ગ્રુપ્સમાં 12 મિનિટમાં પહોંચાડવામાં આવે છે. 80% કન્ટેન્ટ પહેલેથી જ તૈયાર હોય છે. જેના તત્વો હોય છે: (1) ગર્વની ભાવના ભરવી. હિન્દુ સંસ્કૃતિ-ઇતિહાસની અતિશયોક્તિ, જેમ કે ‘પ્રાચીન ભારતમાં એરોપ્લેન હતા/ પ્લાસ્ટિક સર્જરી હતી! (2) હિન્દુઓને પીડિત તરીકે રજૂ કરવા. સદીઓથી હિંદુઓને દબાવવામાં આવ્યા છે! ઔરંગઝેબ મુગલ શાસનની વાતો રીપીટ કરવી. (3) ભય-ખતરો બતાવો. મુસ્લિમ, ક્રિશ્ચિયન, કોંગ્રેસ પક્ષ, સોરોસ વગેરેને ‘દુશ્મન’/ ‘દેશદ્રોહી’ દેખાડો. એડિટેડ ક્લિપ્સથી ભય ઊભો કરવો. (4) મોદી કલ્ટ! ‘છેવટે મોદીજી જ બચાવી શકે છે’ તે ધારણા ઊભી કરવી, તે માટે તેમને અવતાર, વિશ્વગુરુ, હિન્દુ ધર્મના રક્ષક તરીકે દર્શાવવા. RSS પણ હિન્દુ શાસ્ત્રોના આધારે મોદીને ‘હિન્દુ ધર્મના મહાન ઉદ્ધારક’ તરીકે ચિત્રિત કરે છે. રાહુલ ગાંધીને રાવણ અને મોદીને રામ તરીકે રજૂ કરે છે. 140 કરોડ ભારતીયોને ‘મોદીના પરિવાર’ તરીકે બતાવે છે. 2024માં, રામ મંદિર ઉદ્ઘાટન સમયે 36% ફોર્વર્ડ મેસેજમાં મોદીને રામ સાથે જોડીને ‘હિન્દુ રાષ્ટ્રના નિર્માતા’તરીકે બતાવવામાં આવ્યા હતા.

    [6] ભક્તો કઈ રીતે અંજાઈ જાય છે? વોટ્સએપ ગ્રુપ્સ ‘એકો ચેમ્બર’ બની જાય છે. ફેમિલી, પ્રોફેશન, જ્ઞાતિ આધારિત ગ્રુપ્સમાં ફક્ત એક જ પ્રકારના મેસેજ આવે છે. રિપીટેશન (વારંવાર ફોર્વર્ડ)થી મગજ માની લે છે કે ‘આ સાચું જ હશે!’ મનમાં ‘મોદી કંઈ ખોટું કરી જ ન શકે’નું બોક્સ બની જાય છે. કોઈ પણ નિષ્ફળતા- નોટબંધી/ કોરોના કાળમાં 47 લાખથી વધુ મોત/ ઈલેક્ટોરલ બોન્ડ/ કાળાનાણાથી ધારાસભ્યો ખરીદીને વિપક્ષની રાજ્ય સરકારો તોડવી વગેરેને ‘તેમણે પ્રયત્ન કર્યો’ તરીકે ફિટ કરી દેવામાં આવે છે. કામ કરે તેની ભૂલ થાય તેવો બચાવ કરે છે. વિરોધી તથ્યોને અવગણીને માત્ર વોટ્સએપ મેસેજ પર આધાર રાખે છે. નિયમ છે કે જેટલી ઓછી જાણકારી, તેટલી વધુ તીવ્ર માન્યતા! ઇમોશનલ રોલરકોસ્ટર! પહેલા ડર (ખતરો), પછી આશા (મોદી જ બચાવશે), આનાથી તર્ક અને તથ્યો અસરરહિત બની જાય છે. કોઈ પણ ફેક્ટ-ચેકને ‘વિરોધીઓનું ષડયંત્ર’ કહીને નકારી કાઢે છે. WhatsApp University એ BJPનું સૌથી અસરકારક ટૂલ છે જે ‘ભય + ગર્વ + ધાર્મિક અપીલ’ના મિશ્રણથી મોદીને ‘ભગવાન’ બનાવી દે છે. તેનાથી ભક્તો અંજાઈ જાય છે કારણ કે તેમનું મન વારંવારના ફોર્વર્ડ્સ અને બંધ ગ્રુપ્સમાં ફસાઈ જાય છે. તર્કની જગ્યાએ લાગણી અને લોયલ્ટી કામ કરે છે. આ એક સામાન્ય પ્રોપગેન્ડા ટેકનિક છે. કોઈપણ મોદી ભક્તની એક મુખ્ય ખાસિયત એ હોય છે કે તે ઊંડેઊંડે મુસ્લિમોનો વિરોધી હોય છે, એટલું જ નહીં પોતાનાથી ઉપલી જ્ઞાતિઓનો ગુલામ અને પોતાનાથી નીચલી જ્ઞાતિઓ પ્રત્યે સૂગ રાખનાર હોય છે, એટલે કે સામંતી માનસિકતા ધરાવતો હોય છે. તે પેન્ટ, કોટ, ટાઈ ભલે પહેરે પણ પરંપરાગત મૂલ્યોનો સમર્થક હોય છે, રુઢિચુસ્ત હોય છે. તેમને ગાંધી/ સરદાર કરતાં મોદી મહાન લાગે છે. તમે આજુબાજુ નિરીક્ષણ કરજો, આ સત્ય સમજાઈ જશે!

    rs [22 માર્ચ 2026]

  • જીપીએસસીમાં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે – જીગ્નેશ મેવાણી

    જીપીએસસીમાં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે – જીગ્નેશ મેવાણી

    સંકલન: નિરવ જોશી (ગાંધીનગર, M-9106814540)

    *જિજ્ઞેશ મેવાણીની આજે ગૃહમાં રજુઆત* 

    મહાડના સત્યાગ્રહને સો વર્ષ થયા છતાં ગુજરાતમાંથી અશ્પૃશ્યતાનું કલંક દૂર થતું નથી

    લોકોનું માનસ બદલવા ફૂલે, પેરિયાર, આંબેડકર ભણવો

    જીપીએસસી માં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે

    માનનીય અધ્યક્ષશ્રી, અનુસુચિત જાતિના બજેટમાં, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં હું મારા વિચારો રજૂ કરું છું.

    સૌ પ્રથમ તો ગુજરાતના ૧૩ લાખ જેટલા દિવ્યાંગોને રાજસ્થાન દિલ્હી, ઉત્તર પ્રદેશમાં જે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજયો છે એ પ્રમાણે ગુજરાતમાં પણ એમનું પેન્શન શરૂ થાય એવી એમની લાગણી છે. બે દિવસ પહેલાં ગાંધીનગરના એક ધરણામાં ગયા હતા તેમની લાગણી અહીં મૂકું છું કે સરકાર એને કન્સીડર કરે અને મહિને પાંચેક હજાર સુધીનું એમને પેન્શન શરૂ કરવામાં આવે. ઉનાના દસ વર્ષ આ વર્ષે થશે અને અસ્પૃશ્યતા નાબૂદીના ઐતિહાસિક મહારના સત્યાગ્રહને સો વર્ષ થશે.

    મહારના ઐતિહાસિક સત્યાગ્રહને સો વર્ષ થવા આવ્યા પણ આજે પણ ગુજરાતના હજારો ગામમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર નથી થયું. આ સન્માનનીય વખત રજૂઆત કરી છે કે મારું ચીંધેલું નહીં, રાજય સરકાર પોતાની ચોઇ પોતાની પસંદગીનું કોઇપણ એક ગામ અસ્પૃશ્યતામુકત કરી બતાવે અને પછી આગળ જતા ગુજરાતના તમામ ગામ આપણે આભડછેટ મુકત કરીશું એવી કમિટમેન્ટ બતાવે પણ રાજય સરકાર તરફથી આટલા વર્ષોમાં કદી કમિટમેન્ટ જોવા મળી નથી અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાતના કોઇપણ જિલ્લાના કોઇપણ તાલુકામાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઇ જ કેમ્પેઇન કે ડ્રાઇવ ચાલતી નથી. ઉનાકાંડને દસ વર્ષ થશે. માનનીય તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેને મુખ્યમંત્રીની કેપેસીટીમાં ઉનાઈ અને ઉનાના પીડિતોને વચન આપ્યા હતા એ વચનો ગુજરાત સરકારના પાક્ષિકમાં પ્રકાશિત થયા કેસ ચાલશે પણ આજે દસ કૈ તમને ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું. ફાસ્ટ્રેક કોર્ટમાં યો ઉના કાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી, ટ્રાયલ પૂરી નથી થઇ.

    જમીનોમાં ના માપણી થાય છે, ના કબજા સોંપાય છે, ના એ અસામાજિક તત્વોની સામે ગુના દાખલ કરવામાં આવે છે. કોઇપણ વ્યકિતની પ્રોપર્ટીમાં અન્ય ઇસમ ઘુસી જાય તો બી.એન.એસ. મુજબ પણ ઓફેન્સ બને છે, આદિવાસી કે દલિતની જમીનમાં ધુસે તો એટ્રોસીટી એકટ મુજબ પણ ઓફેન્સ બને છે અને હવે તો લેન્ડ ગ્રેબીંગનો કાયદો આવ્યો પણ બી.એન.એસ. એટ્રોસીટી એકટ અને લેન્ડ ગ્રેબીંગ જયારે ભોગ બનનાર એ પીડિત દલિત હોય ત્યારે જમીનના પ્રકરણમાં મદદરૂપ બનતા નથી. સતત આ ગૃહમાં મેં રજૂઆત કરી છે કે આજે પણ ૫૦૦-૭૦૦ જેવી નજીવી રકમ ખાતર વાલ્મિકી સમાજના સફાઇ કામદારનું ગટરમાં ઉતરીને મોત થાય છે. વિજ્ઞાન એટલું બધું એડવાન્સ થયું છે, એટલી બધી ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે, આપણા દેશમાં રોબોટસ મશીનો, આધુનિક સામગ્રી ઉપલબ્ધ થઇ ચૂકી છે કે કોઇપણ સફાઇ કામદારે ગટરમાં ઊતરવું ના પડે એ છતાં વારંવારની દરેક સત્રની રજૂઆત છતાં રાજયની સરકાર સફાઇ કામદારે ગટરમાં ઉત રવા રોબોટસ કે મશીનો વસાવતી નથી. જે સફાઇ કામદારોના ગટરમાં મૃત્યુ થયા કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરની પડે એના માટેના કરણને બાદ કરતા સુપ્રિમ ઐકાદ કિસ્સાને બાદ કરતા ગુના દાખલ કરવામાં આવતા નથી અને એમની સામે ટ્રાયલ ચાલી હોય, કન્વીકશન થયું હોય એવો ગુજરાતમાં કોઇ સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં દાખલો નથી. માથે મેલુંનો પ્રશ્ન પણ અસ્પૃશ્યતાની જેવો ગુજરાતના મોટાભાગના શહેરોમાં કે જે નાના ટાઉન છે ત્યાં પણ જયાં ટોયલેટસ નથી, જે લોકો ખુલ્લામાં શૌચ કરે છે એ કોણ ઉપાડે છે? એ ગુજરાતન લેત સમાજનો વ્યકિત ઉપાડે છે તો માથે મેલાની નાબૂદી માટે એસ.સી., એસ.ટી. સબપ્લાનના કરોડો અન્ય કામોમાં ખર્ચાઇ ગયા.

    આ જ ગૃહમાં અમારા સાથી શ્રી નૌશાદભાઇ હતા ત્યારે તેઓ એક પ્રાઇવેટ મેમ્બર બીલ લાવ્યા હતા. એને સરકારે સપોર્ટ ન કર્યો. એસ.સી./એસ.ટી. સબપ્લાન ન બન્યો પણ એસ.સી./એસ.ટી.ના નાણા બીજા કામોમાં નહિ ખર્ચાય એ સુનિશ્ચિત કરવાના વર્ષ ૨૦૧૫ના પરિપત્રનું પણ પાલન નથી થઇ રહ્યું. આ ગૃહમાં ખાસ એક માગણી કરવા માગું છું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એ નવી યોજના લાવે એ આવકાર્ય છે પણ એનું મૂળ કામ સમાજમાં પ્રવર્તતા ભેદભાવ ખતમ કરવાનું સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. આજે પણ ગુજરાતનો દલિત ફક્ત એટલા કારણોસર માર ખાય છે કે એને ઘોડી ચડવાનું મન થયું. લગ્નનો પ્રસંગ એનો, ઘોડો એનો, એને ચડવું છે અને છતાં અન્ય સમાજના કોઇ માણસને વાંકું પડે છે અને એ ’ વાંકું પડે છે’ એની પાછળનું જે માનસ છે એ બદલીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય. એના માટે માનનીય પ્રધુમનભાઇ પાસે એક અદભૂત તક છે. એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પણ છે અને શિક્ષણ વિભાગના પણ મંત્રી છે તે કે ફૂલે, આંબેડકર, પેરિયાર, રવિદાસ, નાનક અને કબીરના પાઠ ભણાવવા હું એમને વિનંતી કરું છું આવે, એવી ટેક્સ્ટબુક આપણા ગુજરાતમાં આવે તો ગુજરાતની જનતાનું જનમાનસ બદલાય. લાંબા સયમથી બુદ્ધિષ્ઠોની પણ માગણી છે કે ગુજરાતમાં બુદ્ધપૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે. એ પણ માઇનોરિટી છે. એના માટે પણ બજેટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જી.પી.એસ.સી.માં કેટલાક દ્રોણાચાર્ય એવા બેઠાં છે કે જે આજે પણ ઓ.બી.સી., આદિવાસી અને દલિત સમાજના એકલવ્યોને નિત્થાનો બનાવે છે. આ આપણા ગુજરાતમાં ન થાય એટલું સરકાર સુનિશ્ચિત કરે એવી માગણી કરું છું.

  • ઇઝરાયેલની નવી શરૂઆત – રણનીતિની અસ્પષ્ટતાનો અંત

    ઇઝરાયેલની નવી શરૂઆત – રણનીતિની અસ્પષ્ટતાનો અંત

    અખિલેશ શર્મા (વરિષ્ઠ સંવાદદાતા , NDTV, દિલ્હી)

    यरूशलेम की नई बिसात: रणनीतिक अस्पष्टता के दौर का अंत

    तेज़ी से बदलती भू-राजनीतिक परिस्थितियों के बीच, 25 फरवरी, 2026 को इजरायल की संसद में प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन भारत की विदेश नीति में एक बड़ा बदलाव दिखाता है। हमास को स्पष्ट रूप से एक आतंकवादी संगठन घोषित करना और अक्टूबर 2023 के हमलों की “बर्बर” कहकर निंदा करना, भारत की उस पुरानी नीति से पूरी तरह किनारा करना है जहाँ हम मध्य-पूर्व के संकटों पर अक्सर एक खामोश दूरी बनाए रखते थे। “पूर्ण विश्वास” के साथ इज़रायल के पक्ष में खड़े होने का यह फ़ैसला महज़ एक बयान नहीं है, बल्कि यह उस नए भारत की घोषणा है जो अब ऊर्जा के एक ‘निष्क्रिय खरीदार’ से ऊपर उठकर एक अपरिहार्य रणनीतिक और सुरक्षा साझेदार बन चुका है।

    यह बदलाव अचानक नहीं आया, बल्कि एक सोची-समझी कूटनीतिक रणनीति का हिस्सा है। जैसा कि हालिया महीनों के घटनाक्रम दिखाते हैं, भारत ने इस पूरे क्षेत्र में एक अद्वितीय और विश्वसनीय संतुलन स्थापित किया है। दिसंबर 2025 में ओमान और जॉर्डन के साथ समुद्री सुरक्षा पर बातचीत और जनवरी 2026 में संयुक्त अरब अमीरात के राष्ट्रपति की भारत यात्रा इस बात का प्रमाण है कि नई दिल्ली का इज़रायल के साथ बढ़ता जुड़ाव किसी अन्य अरब मित्र देश की कीमत पर नहीं है। भारत आज इस क्षेत्र में एक ऐसा निष्पक्ष और भरोसेमंद खिलाड़ी बनकर उभरा है, जिसे पश्चिम एशिया के सभी प्रमुख देश ‘स्थिरता के केंद्र’ के रूप में देखते हैं।

    रणनीतिक रूप से यह साझेदारी भारत के लिए एक अनिवार्य रक्षा कवच है। सितंबर 2025 के सऊदी-पाकिस्तान सामरिक रक्षा समझौते ने, जिसने चीन के सहयोग से पाकिस्तान की हवाई क्षमताओं को बढ़ाया, भारत के लिए अपनी सीमाओं को और अधिक अभेद्य बनाना ज़रूरी कर दिया था। इसके जवाब में इज़रायल के साथ ‘आयरन डोम’ और अत्याधुनिक ‘आयरन बीम’ लेज़र सिस्टम का समझौता भारत को न केवल तकनीकी बढ़त देता है, बल्कि हमारे रक्षा पोर्टफोलियो में वह विविधता लाता है जिसकी आज के दौर में सख़्त ज़रूरत है।

    इजरायल के लिए भी भारत के साथ यह जुड़ाव किसी वरदान से कम नहीं है। अमेरिकी नीतियों में आते उतार-चढ़ाव और यूरोपीय देशों की बढ़ती सख़्ती के बीच, इज़रायल को एक ऐसे स्थिर और विशाल साझेदार की तलाश थी जो न केवल उसकी तकनीकी का कद्रदान हो, बल्कि उसे वैश्विक स्तर पर अलग-थलग होने से भी बचाए। भारत का विशाल बाज़ार, कुशल कार्यबल और कच्चे माल की उपलब्धता इज़रायल के नवाचारों को एक नई रफ़्तार देती है। यह केवल हथियारों की ख़रीद-फ़रोख्त नहीं, बल्कि मिसाइलों, ड्रोन और आर्टिफ़िशियल इंटेलीजेंस के सह-उत्पादन का एक ऐसा मॉडल है जो भारत को हाई-टेक मैन्युफैक्चरिंग का वैश्विक केंद्र बनाने की क्षमता रखता है।

    भारत का यह बदला हुआ मिज़ाज वैश्विक व्यवस्था के व्यापक पुनर्गठन का संकेत है। अब दुनिया पुराने वैचारिक गुटों में नहीं, बल्कि ‘लघु-पक्षीय’ गठबंधनों के दौर में प्रवेश कर रही है। भारत और इज़रायल जैसी मध्यम शक्तियाँ अब केवल महाशक्तियों के पीछे चलने वाली ताकतें नहीं रहीं, बल्कि वे खुद अपनी शर्तों पर नए सुरक्षा केंद्र खड़ा कर रही हैं। यह गठबंधन अमेरिका की बदलती प्राथमिकताओं या चीन के आर्थिक दबाव से मुक्त होकर शक्ति का एक नया विकेंद्रीकृत ध्रुव खड़ा कर रहा है।

    अंततः, यथार्थवाद और साझा हितों पर आधारित यह ‘रेसिप्रोकल हेजिंग’ दोनों राष्ट्रों को एक अस्थिर अंतरराष्ट्रीय तंत्र के बीच मज़बूती प्रदान करती है। कई पश्चिम एशियाई देशों का प्रधानमंत्री मोदी को अपना सर्वोच्च नागरिक सम्मान देना इस बात की पुष्टि करता है कि भारत अब एक ‘मूक दर्शक’ नहीं, बल्कि वह निर्णायक शक्ति है जो आने वाले दशक की क्षेत्रीय स्थिरता का नया भूगोल लिख रही है।

  • જુલી કે બ્રાઉન – આ છે પત્રકારત્વની શક્તિનો પુરાવો!

    જુલી કે બ્રાઉન – આ છે પત્રકારત્વની શક્તિનો પુરાવો!

    રમેશ સવાણી (સ્વતંત્ર લેખક -વિચારક – Vadodara)

    આ છે પત્રકારત્વની શક્તિનો પુરાવો!

    જેફ્રી એપ્સ્ટેઇન (1953–2019) કોણ હતો? તે અમેરિકન અબજોપતિ/ દોષિત જાતીય ગુનેગાર હતો. તે સગીર વયની છોકરીઓનું વ્યાપક જાતીય તસ્કરી નેટવર્ક ચલાવતો હતો. તેનું કામ છોકરીઓ સપ્લાઈ કરીને બ્લેકમેઈલ કરવાનું હતું. તેને ‘પાવર બ્રોકર’ કહીને છાવરી શકાય નહીં તેવી તેની ખતરનાક મોડસ ઓપરેન્ડી હતી.જેફ્રી એપ્સ્ટેઈન (Jeffrey Epstein) કેસને મુખ્ય રીતે બહાર લાવનાર અને તેની તપાસને ફરીથી ખોલાવનાર મહિલા પત્રકાર જુલી કે. બ્રાઉન (Julie K. Brown) છે. તે ‘Miami Herald’ અખબારના તપાસકર્તા પત્રકાર (investigative journalist) છે.

    તેઓ કઈ રીતે આ કૌભાંડ બહાર લાવ્યા? 2017માં તેમણે એપ્સ્ટેઈનના કેસ પર ઊંડી તપાસ શરૂ કરી. 2018માં Miami Heraldમાં “Perversion of Justice” નામની શ્રેણી (series) પ્રકાશિત કરી, જેમાં એપ્સ્ટેઈન દ્વારા યુવતીઓ (ખાસ કરીને નાની ઉંમરની છોકરીઓ) સાથે થયેલા જાતીય શોષણ અને તેના sex trafficking નેટવર્કની વિગતો પ્રકાશિત કરી. હજારો કોર્ટ દસ્તાવેજોનો અભ્યાસ કરીને, દેશભરમાં મુસાફરી કરીને અને મુશ્કેલી અને ક્યારેક ખતરનાક પરિસ્થિતિઓમાં માહિતી એકત્રિત કરી, જુલીએ એપ્સ્ટેઇનના ડઝનબંધ પીડિતોને શોધી કાઢ્યા, આ યુવતીઓ આઘાત અને શરમ સહન કર્યા પછી પોતાનું જીવન પાછું મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તેણે આશરે 80 જેટલી પીડિતાઓ (victims) ની ઓળખ કરી અને જેમાંથી 8 મહિલાઓની આપવીતી નોંધી.

    2008માં એપ્સ્ટેઈનને મળેલી ખૂબ જ હળવી સજા (plea deal) અને તેની પાછળના રાજકીય દબાણો (ખાસ કરીને તત્કાલીન U.S. Attorney Alexander Acosta દ્વારા) નો પર્દાફાશ કર્યો.

    જુલીના રિપોર્ટિંગને કારણે જુલાઈ 2019માં એપ્સ્ટેઈન સામે ફરીથી federal sex traffickingના આરોપો લાગ્યા, તેની ધરપકડ થઈ.

    તેમના કાર્યને કારણે ઘણા પ્રભાવશાળી લોકો (powerful people) પર પ્રશ્નો ઉભા થયા અને justice systemની નિષ્ફળતા પણ ઉજાગર થઈ.

    પછીથી જુલીએ ‘Perversion of Justice: The Jeffrey Epstein Story’ નામનું પુસ્તક પણ લખ્યું, જેમાં આ તમામ તપાસની વિગતો છે.


    જેફ્રી એપ્સ્ટેઈનની ફાઈલોના (Epstein files) મુખ્યત્વે બે મોટા સેટ છે, જે વિવિધ સમયે જાહેર થયા છે. પ્રથમ, 2024માં કોર્ટ ડોક્યુમેન્ટ્સ (Bidenના સમયે) બહાર પડ્યા. આ ફાઈલો Virginia Giuffre vs. Ghislaine Maxwell (2015નો સિવિલ કેસ)ની છે, જેમાં Epsteinના સેક્સ ટ્રાફિકિંગ નેટવર્કની વિગતો હતી.

    આ ફાઈલો કઈ રીતે જાહેર થઈ? 2019માં પત્રકાર જુલીએ અદાલતને વિનંતી કરી કે સીલ્ડ (ગુપ્ત) ડોક્યુમેન્ટ્સ જાહેર કરવામાં આવે. ડિસેમ્બર 2023માં ફેડરલ જજ Loretta Preskaએ આદેશ આપ્યો કે 150+ ‘John Doe’ (અજ્ઞાત નામો)ને અનસીલ કરવામાં આવે, કારણ કે જાહેર હિત (public interest) વધુ મહત્વનું છે. જાન્યુઆરી 2024માં (Biden પ્રેસિડન્ટ હતા) આ 900+ પેજીસની ડોક્યુમેન્ટ્સ જાહેર થયા. આમાં flight logs, depositions અને પીડિતાઓની વાતો હતી. 2024ની આ ફાઈલોમાં ટ્રમ્પનું નામ આવ્યું (ફ્લાઈટ લોગ્સમાં 7 વખત), પણ કોઈ જાતીય શોષણનો આરોપ નહીં, માત્ર સોશિયલ કનેક્શન્સ હતા.

    બીજી વખત, 2025-2026માં DOJ/FBI ફાઈલો (Trumpના સમયે) બહાર આવી. આ સરકારી તપાસની ફાઈલો છે. FBIની તપાસ, emails, videos, images અને Epstein-Maxwell કેસની 3.5 મિલિયન+ પેજીસ છે.

    આ ફાઇલો કઈ રીતે જાહેર થઈ? જુલાઈ 2025માં ડેમોક્રેટ Ro Khanna અને રિપબ્લિકન Thomas Massieએ Epstein Files Transparency Act બિલ રજૂ કર્યું. નવેમ્બર 2025માં કોંગ્રેસે પસાર કર્યું. પ્રેસિડન્ટ ટ્રમ્પે 19 નવેમ્બર 2025ના રોજ સહી કરી. ડિસેમ્બર 2025માં પ્રથમ બેચ (હજારો પેજીસ) જાહેર થઈ. 30 જાન્યુઆરી 2026માં મુખ્ય 3.5 મિલિયન પેજીસ, 2,000 videos અને 180,000 images DOJ વેબસાઈટ પર અપલોડ કરી. આ રિલીઝ કોંગ્રેસના કાયદાથી થઈ, જે DOJને 30 દિવસમાં બધું જાહેર કરવાનો આદેશ આપે છે.

    ટ્રમ્પનું નામ હતું, તો પણ આ ફાઈલો કેમ જાહેર થઈ? કોંગ્રેસનું દબાણ (Democrats + Republicans) હતું. Trumpએ પોતાની 2024 કેમ્પેઈનમાં ‘files release’નું વચન આપ્યું હતું, તેથી તેમણે સહી કરી. લોકો અને મીડિયાનું પ્રેશર હતું. Epsteinના મોત (2019) પછીથી વર્ષોની માંગ હતી. Trumpએ પ્રારંભમાં સાઈડમાં મૂક્યું, પણ કાયદો પસાર થતાં ફરજ પડી. અમેરિકામાં અદાલત અને કાયદો સ્વતંત્ર છે. પ્રેસિડન્ટ કોર્ટ ડોક્યુમેન્ટ્સને રોકી શકે નહીં. DOJ ફાઈલોમાં પણ victim privacy અને national security સિવાય કંઈ રોકી શકાય નહીં.
    ▪️
    ભારતમાં જેફ્રી એપ્સ્ટેઈન જેવું કૌભાંડ કેમ થતું નથી? જેફ્રી એપ્સ્ટેઈન જેવું કૌભાંડ એટલે કે, ઉચ્ચ વર્ગના લોકો દ્વારા યુવતીઓ/ નાની ઉંમરની છોકરીઓનું સિસ્ટમેટિક sex trafficking, blackmail, powerful network અને justice systemમાં protection ભારતમાં બરાબર એ જ સ્કેલ અને ગ્લોબલ એલિટ કનેક્શન સાથે બહાર આવ્યું નથી. પરંતુ ભારતમાં પણ ઘણા હાઈ-પ્રોફાઈલ sex abuse, rape, trafficking અને political cover-upના કેસ બહાર આવ્યા છે, જેમાં powerful politicians, godmen, businessmen અને celebrities સંડોવાયેલા છે. આ કેસો Epstein જેવા નથી કારણ કે Epsteinનું network આંતરરાષ્ટ્રીય હતું (private island, flights, celebrities/royals/ presidents) ભારતમાં મોટા ભાગના કેસ local/ political/ family power પર આધારિત છે, અને trafficking વધુ poor/ vulnerable girls સાથે જોડાયેલું છે, જેમ કે shelter homes, forced prostitution rings.

    ભારતમાં Epstein જેવા કેટલાક મોટા કેસો (high-profile sex abuse/ scandals) જોઈએ: [1] Prajwal Revanna કેસ (2024-2025, Karnataka). JD(S)ના former MP. former PM HD Deve Gowdaના પૌત્ર. 2024માં તેના હજારો sex videos pen drivesમાં જાહેર થયા. 2025માં તેને આજીવન કેદની સજા થઈ. આ કેસ India’s biggest political sex scandal કહેવાય છે. આમાં Epstein જેવું video blackmail element હતું. આ કેસનો પર્દાફાશ The News Minute (TNM)ના પત્રકારે કરેલ. [2] 2018માં, બિહારમાં, Muzaffarpur Shelter Home Caseમાં 40+ minor girlsનું systematic sexual abuse અને trafficking. છોકરીઓને drugs આપીને શોષણ કરવામાં આવતું. આ Epstein જેવું institutionalized abuse હતું, પણ poor/ orphan છોકરીઓ સાથે. આ કેસનો પર્દાફાશ સ્થાનિક પત્રકારો અને Tata Institute of Social Sciences ની social audit team હતી. [3] Asaram Bapu અને Ram Rahim બળાત્કાર/ યૌન શોષણ સબબ બન્નેને આજીવન કેદ થઈ છે. આશારામનો પર્દાફાશ Tehelka magazineના પત્રકારે કર્યો હતો. રામરહિમના બળાત્કારનો પર્દાફાશ પત્રકાર રામચંદ્ર છત્રપતિએ કર્યો હતો. 2002માં રામરહિમે રામચંદ્રની હત્યા કરાવી. તેમાં રામરહિમને 2019માં આજીવન કેદની સજા થઈ. આશારામ અને રામરહિમને ડબલ આજીવન કેદની સજા થઈ છે. આ કેસોમાં cult-like network, blackmail (videos) અને political cover-up હતું – Epsteinના ‘island’ જેવું ashram-based exploitation હતું.

    ભારતમાં Epstein જેવું single massive, global elite trafficking network બહાર આવ્યું નથી (જેમ કે private jets/island). પણ power + sex abuse + cover-upના કેસો ઘણા છે. આવા કેસો બહાર આવે તો justice માટે independent investigation અને media pressure જરૂરી છે. જો કે સત્તા સાથે સંકળાયેલા ગુનેગારો અંગે ગોદી મીડિયા લોખંડી મૌન પાળે છે.
    ▪️
    જેફ્રી એપ્સ્ટેઈનનો કેસ સાબિત કરે છે કે ‘ન્યાય’ એ આપોઆપ મળતી વસ્તુ નથી, પણ તેને પત્રકારત્વ અને કાયદાકીય લડત દ્વારા ખેંચી લાવવો પડે છે. અમેરિકામાં ‘Transparency Act’ જેવા કાયદાઓ અને જુલી કે બ્રાઉન જેવા નીડર પત્રકારોને કારણે સત્તાના સર્વોચ્ચ શિખરો (રાષ્ટ્રપતિ કે રાજવીઓ) પણ પ્રશ્નોના ઘેરામાં આવે છે. ભારત માટે બોધપાઠ એ છે કે અહીં પણ પ્રજ્વલ રેવન્ના કે આશારામ જેવા કેસોમાં પાયાનું કામ પત્રકારોએ જ કર્યું છે. જોકે, પશ્ચિમની સરખામણીએ ભારતમાં સંસ્થાગત સમર્થન અને પત્રકારોની સુરક્ષા હજુ પણ ચિંતાનો વિષય છે. જ્યારે મીડિયા સત્તાની સામે સવાલ કરવાનું ભૂલી જાય, ત્યારે એપ્સ્ટેઈન જેવા રાક્ષસો જન્મે છે. આ પત્રકારત્વની શક્તિનો પુરાવો છે. જ્યારે કેસ બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું, ત્યારે નીડર પત્રકાર જુલી કે બ્રાઉને તેને ફરીથી ખોલ્યો અને દુનિયાને હચમચાવી મૂકી. જુલીના સમર્પણ અને હિંમતને કારણે જ આ કેસ ફરીથી ખુલ્યો. શક્તિશાળી લોકો અને તૂટેલી સિસ્ટમનો તેણે પર્દાફાશ કર્યો. જુલી કે બ્રાઉનને સલામ! rs [16 ફેબ્રુઆરી 2026]

  • કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ

    કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ

    નીરવ જોશી, ગાંધીનગર (M-9106814540)

    *મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત* 

    અઠવાડિયાથી થી જેને ખૂબ ચર્ચા થઈ રહી હતી તે કમોસમી વરસાદથી પાયમાલ બનેલા ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે છેવટે હવે અગત્યની રાહતની જાહેરાત કરી છે

    ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

    આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.

    કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

    રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

    આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.

    અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

  • परिवर्तन ही विकास है- અબ્દુલ કલામના જન્મદિવસ પર વિશેષ

    परिवर्तन ही विकास है- અબ્દુલ કલામના જન્મદિવસ પર વિશેષ

    નરેશ દવે , અમદાવાદ (વરિષ્ઠ પત્રકાર – સંપાદક ) M – 9099376951)

    આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો જન્મ દિવસ છે…! ત્યારે એમના ઘણા પ્રેમીઓ તેમને ખૂબ જ ભાવપૂર્ણ યાદગીરીઓ, તેમજ તેમના કાર્યોને સ્મરણ કરી રહ્યા છે.. ત્યારે પ્રસ્તુત છે – એક એવા સન્માનિત પત્રકાર જગતના આદરણીય સંપાદક સાહેબ નરેશભાઈ દવેના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથેના ખુદના સંસ્મરણો!

    परिवर्तन ही विकास है, ये शब्द हैं भारत के महान शख्सियत अब्दुल कलाम के, जिनका आज, 15 अक्टूबर को जन्मदिन है। चेंज इज़ द डेवलपमेंट, उनके इन शब्दों ने मेरे करियर को एक नई दिशा दी।

    जब मैं जनसत्ता में पत्रकार के तौर पर काम कर रहा था, तब मेरे सामने एक अवसर आया। मुझे इलेक्ट्रॉनिक मीडिया में शामिल होने का निमंत्रण मिला, लेकिन मैं सालों तक प्रिंट में काम करने के बाद इलेक्ट्रॉनिक मीडिया में जाने से हिचकिचा रहा था। मैं लंबे समय तक दुविधा में था। क्या करूँ? क्या प्रिंट मीडिया से इलेक्ट्रॉनिक मीडिया में जाऊँ? ऐसे सवाल मेरे मन में चल रहे थे और उसी दौरान, तत्कालीन इसरो के चेयरमैन एपीजे अब्दुल कलाम, आणंद स्थित इरमा, इंस्टीट्यूट ऑफ रुरल मैनेजमेंट के कॉन्वोकेशन
    में आ रहे थे और सौभाग्य से मुझे इसे कवर करने के लिए अहमदाबाद से आणंद जाना पड़ा। उस समय, जब अब्दुल कलाम छात्रों से बात कर रहे थे, मैं भी रिपोर्टिंग के लिए वहाँ मौजूद था।

    एक छात्र ने पूछा व्हाट इज़ द डेवलपमेंट? और कलाम साहब ने कहा चेंज इज़ द डेवलपमेंट। छात्रों के साथ बात करने बाद मुझे उनका इंटरव्यू करने का मौका मिला। इंटरव्यू में भी उन्होंने यही दोहराया। इंटरव्यू पूरा करने बाद, अहमदाबाद आने तक मेरे दिमाग में इस बात ने गहरा असर डाला, चेंज इज़ द डेवलपमेंट। दूसरे दिन मैंने इलेक्ट्रॉनिक मीडिया में जाने का फ़ैसला ले लिया और उसके बाद में Etv गुजराती से जुड़ गया। इस एक वाक्य ने मेरी ज़िन्दगी बदल दी।

    “परिवर्तन ही विकास है”, यह बात मेरे जीवन में निरंतर मेरे साथ रही है। उसके सालों बाद मैं इलेक्ट्रॉनिक मीडिया से डिजिटल मीडिया में आया और फिर शिक्षा के क्षेत्र में भी काम किया, इस तरह निरंतर परिवर्तन ही मेरे विकास का मंत्र बन गया।

    आज भी मैं एक नए क्षेत्र में काम करने की तैयारी कर रहा हूँ। कलाम साहब को उनके जन्मदिन पर शत शत नमन।

  • Live: વાઇબ્રન્ટ ગુજરાત 2025 પ્રાંતીય કોન્ફરન્સનો મહેસાણા ખાતે થયો શુભારંભ

    Live: વાઇબ્રન્ટ ગુજરાત 2025 પ્રાંતીય કોન્ફરન્સનો મહેસાણા ખાતે થયો શુભારંભ

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)

    મહેસાણાના ખેરવા પાસે આવેલ ગણપત યુનિવર્સિટીના પ્રાંગણમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત 2026 ની ઉત્તમ તૈયારીઓ માટે હાલમાં રાજ્ય સરકાર મહેસાણા ખાતે પ્રાંતીય કોન્ફરન્સ આયોજિત કરી રહી છે, જેમાં અલગ અલગ દેશોના એમ્બેસેડર્સ પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સનદી અધિકારીઓ , મંત્રીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને લઈને આ કોન્ફરન્સ 9 અને 10 તારીખના રોજ ગણપત યુનિવર્સિટીમાં જોવા મળશે.

    CMO Gujarat વડે સોશિયલ મીડિયામાં નીચે મુજબની જાહેરાતો પણ થઈ છે.

    માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અક્ષય ઊર્જા થકી ઊર્જા આત્મનિર્ભરતાના વિઝનને ચરિતાર્થ કરવા પ્રતિબદ્ધ ગુજરાત.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહેસાણા ખાતે યોજાશે ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમના વિકાસની નવી ક્ષિતિજો ખોલતો ફ્લેગશીપ કાર્યક્રમ.
    #VikasSaptah2025
    #VGRC2025

    જુઓ લાઈવ વિડિયો…