કેટેગરી રાજકારણ

  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

    ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

    નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134 & 9106814540)

    છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીમાં તેડું આવ્યું હતું ત્યારથી ન્યૂઝ ચેનલો અને અન્ય સમાચાર માધ્યમોમાં એ વાત દેખાઈ રહી હતી કે હવે ગુજરાત કોંગ્રેસનું સુકાન કોઈ મજબૂત અને મક્કમ તેમજ દૂરદેશી દ્રષ્ટિ વાળા અનુભવી વરિષ્ઠતમ કોંગ્રેસીના હાથમાં સોંપવામાં આવશે.

    શુક્રવારે આશરે 8:00 વાગ્યાની આસપાસ એ સમાચારો આવી ગયા કે હવે આગામી લોકસભાની ચૂંટણી જોતા ગુજરાત કોંગ્રેસ કોઈ ચાન્સ લેવા માગતું નથી અને વર્તમાન રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલ જ હવે ગુજરાત કોંગ્રેસની દૈનિક હાલત સુધારવા માટે મેદાનમાં આવશે અને એમને જ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી!  જેનાથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો દરિયો ફરી વળ્યો છે!

    ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને શહેરોમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તેમજ જુના કોંગ્રેસી કાર્યકર્તા ઓ તેમજ કોંગ્રેસી નેતાઓ આશાવાન બન્યા છે અનેક જગ્યાએથી શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ શક્તિસિંહ પર થઈ રહ્યો છે!

    એક કોંગ્રેસના શુભ ચિંતકે સોશિયલ મીડિયામાં લખ્યું કે…

    ખૂબ ખૂબ અભિનંદન. હાર્દિક અભિનંદન🙂⚘🌷🌷🌷🌷🌷⚘⚘⚘ બહુ વર્ષો પછી ગુજરાત કોંગ્રેસનું સુકાન એક પ્રમાણિક, વિઝનરી, ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી નેતા, અનુભવી, મુસદ્દીગિર, હોશિયાર, લાગણીશીલ,ઉત્તમ વક્તા, રાજ્યસભામાં ગુજરાતના પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોથી લઈને અનેક સળગતા પ્રશ્નોને ઉઠાવનારા માનનીય રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની વરણી કરીને ગુજરાત કોંગ્રેસે પક્ષની અને કાર્યકર્તાઓની લાગણી અને પ્રતિષ્ઠા ને આગામી લોકસભાની ચૂંટણી માટે એક સાચો કેપ્ટન આપ્યો છે! મહાદેવની / મા આશાપુરાના તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ નવા પ્રદેશ પ્રમુખને પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છાઓ😀🌷🌹💐💐💐🌹💐

    આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં તેમજ ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર , રાજકોટ તેમજ અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓના whatsapp ગ્રુપમાં શક્તિસિંહ ગોહિલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની વરણી થવા બદલ ખુબ જ શુભેચ્છાઓ નો ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે!

    ભૂતપૂર્વ જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ ની સંબોધિ અને જાહેર સોશિયલ મીડિયામાં લખ્યો પત્ર…

    ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ શક્તિસિંહ ગોહિલને અભિનંદન આપતા જગદીશ ઠાકોરે facebook પર લખ્યું હતું કે…

    રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ…

    સાથે મળી સંગઠનને વધુ મજબૂત બનાવીને ગુજરાતની જનતાના હક્ક અને અધિકાર માટેની લડતને બુલંદ કરીશું.

     

    આજે જગદીશ ઠાકોર facebook પર તેમનો વિડીયો પણ મૂક્યો હતો જેમાં તેમણે અનેક વાતો કોંગ્રેસના કાર્યકર્તાઓને જણાવ્યું હતું…

    સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોને જગદીશ ઠાકોરના જય હિંદ…

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદના મારા કાર્યકાળ દરમ્યાન આપ સૌએ આપેલ સાથ સહકાર બદલ આભાર.

    અનુભવી, અભ્યાસુ, ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખ પદ શોભાવવા જઈ રહ્યાં છે ત્યારે આપણે સૌ સાથે મળીને ૨૦૨૪ની લોકસભા ચુંટણીની તૈયારી કરીએ અને કોંગ્રેસને મજબૂત કરીએ.

    બે દિવસથી મીડિયામાં આર્થિક વ્યવહારો વિષે વાતો ચાલી રહી છે. મારી અહીં ચોખવટ છે કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો કોઈ રિપોર્ટ લીક થયો નથી તે આદરણીય રાહુલજી અને આદરણીય ખડગેજીને જ સોંપવામાં આવ્યો છે. મીડિયામાં જે આવી રહ્યું છે તે સત્યથી તદ્દન અલગ છે, ખોટું છે.

    સમય કપરો છે, ભવિષ્ય કપરું નથી. સમય મહેનત માંગી રહ્યો છે ત્યારે નવા વરાયેલા પ્રમુખશ્રીના નેતૃત્વમાં પક્ષને ખૂબ મજબૂત બનાવવો છે. મારા ૫૦ વર્ષના સામાજિક અને જાહેર જીવનમાં, આચરણમાં કોંગ્રેસ છલકાય છે. હું જન્મજાત કોંગ્રેસી છું અને મારા બાપુજી પણ કોંગ્રેસ વિચારધારાને વરેલા હતાં અને તેમણે જ પડકાર ઝીલતા શીખવ્યું છે. ગરીબ પરિવારમાં મારો જન્મ થયેલો અને જે પદ પ્રતિષ્ઠા મને મળી છે તે માટે હું કોંગ્રેસ પક્ષનો આભારી છું. ભ્રષ્ટાચાર, બેઇમાની વિરૂદ્ધ નીડરતાથી લડતાં મને કોંગ્રેસ પક્ષની વિચારધારાએ શીખવાડ્યું છે.

    જેનામાં ઈમાનદારી હોય, ક્યાંય આર્થિક વ્યવહારોમાં પડ્યો ન હોય, માનવતાવાદી વિચારધારાને લઈને ચાલતો હોય તેવા વ્યક્તિને બદનામ કરવાના જે કાવતરાં થઈ રહ્યાં છે તે ખૂબ જ દુઃખદ છે.

    જે પત્રકાર મિત્રોએ મને સાથ – સહકાર આપ્યો છે, મદદ કરી છે તે સર્વેનો હું આભાર માનું છું.

    હું ગુજરાતની જનતા, કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને આગેવાનોને કહેવા માંગુ છું કે, કોઈ ઉમેદવારે એક રૂપિયાની પણ કોઈ લેવડ દેવડ કરેલ હોય તો તેની વિગતો મારી જોડે લાવો અને જો હું પ્રમુખપદ પર નહિ હોવ તો પણ આદરણીય રાહુલજી, આદરણીય કે. સી. વેણુગોપાલજી, આદરણીય શક્તિસિંહજી અને આદરણીય અમિતજી પાસે બેસીને તેનો ન્યાય કરાવીશું, નિર્ણય કરાવીશું.

    મારી આપ સૌને વિનંતી છે કે, અમુક પ્રચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયા પર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસ પક્ષના નેતૃત્વને ખતમ કરવાની વાતો કરતા હોય તેમાં બિલકુલ સાવધાન રહેજો. આવનાર દિવસોમાં પણ ભલે હું પ્રમુખ નથી છતાં એક ફોન કરજો અડધી રાત્રે પણ હાજર રહીશ, આપની વચ્ચે રહીશ.

    જય હિંદ
    જય કોંગ્રેસ

    -જગદીશ ઠાકોર

    https://fb.watch/l3-X4eZH4N/?mibextid=Nif5oz

     

     

     

     

     

  • અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકાર બાબતે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

    અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકાર બાબતે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

    નીરવ જોશી , અમદાવાદ

    દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરી આજે લખનઉ ખાતે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની મુલાકાત લીધી હતી.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના સીએમ કેજરીવાલને કેન્દ્ર સરકાર વચ્ચે અમુક બાબતે મતભેદો ચાલી રહી છે. કેન્દ્ર સરકારે આપેલા આદેશ મુજબ અમુક પાવર Delhi CM આપવામાં આવ્યા છે… છતાં અમુક બાબતે હજુ પણ ઘર્ષણ યથાવત છે.. આ અંગે સમર્થન મેળવવા બાબતે અરવિંદ કેજરીવાલે લખનઉ ખાતે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે થયેલી  ચર્ચામાં અને બાબતે ચર્ચા થઈ હતી……

     

    જુઓ અરવિંદ કેજરીવાલે PC મા શું કહ્યું…..

     

    https://fb.watch/l0a8uOLzXR/?mibextid=Nif5oz

  • યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે

    યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ગુજરાતના ચોખા, ઘઉં જેવી ખેતપેદાશો ખરીદશે

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર
    ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી.

    કૃષિ મંત્રીશ્રી
    • *ગુજરાતની ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં થાય છે નિકાસ*
    • *રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા ઓર્ગેનિક ઉત્પાદનોની વૈશ્વિક સ્તરે માંગ વધી*
    • *ગુજરાતના ખેડૂતો અને આયાત કરતા દેશો વચ્ચે રાજ્ય સરકારની સેતુરૂપ ભૂમિકા*

    *I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપનીએ ચોખા, ઘઉં, મકાઈ, કેળા, દાડમ, ડુંગળી સહિતના પાકો આયાત કરવા ઈચ્છા વ્યક્ત કરી: આગામી સમયમાં MoU કરશે*

    ગુજરાતની મુલાકાતે આવેલા યુનાઈટેડ અરબ એમિરેટ્સ-UAEના ડેલીગેશને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી હતી. કૃષિ મંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતું.

    પાણી, ઊર્જા, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રે સંયુક્ત રોકાણ અને નવી પહેલોને સહકાર આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયા, ઇઝરાયલ, યુએઈ અને યુનાઈટેડ સ્ટેટ્સ એમ ચાર દેશોનું I2U2 ગ્રુપ કાર્યરત છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા તેમજ પ્રોત્સાહન આપવા માટે I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપની ગુજરાતમાં ઉત્પાદિત થતા વિવિધ પાકો આયાત કરવા તત્પર છે. જે સંદર્ભે આ ચાર કંપનીના પ્રતિનિધિઓ હાલ ગુજરાતની મુલાકાતે છે.

    યુ.એ.ઈ.ના પ્રતિનિધીઓને સંબોધતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશનું સૌથી પ્રગતિશીલ રાજ્ય છે. એમાં પણ જ્યારે ખાદ્ય સુરક્ષાની વાત આવે તો ગુજરાતમાં ઉત્પાદિત થતી ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. ગુજરાતની ખેત પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ થાય તો ખેડૂતોને પાકના સારા ભાવ મળે અને સાથે જ ખેતીમાં નવી ટેકનોલોજીને પણ પ્રોત્સાહન મળે છે. એટલા માટે જ ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો અને આયાત કરતા દેશ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. મંત્રીશ્રીએ યુ.એ.ઈ.ને પણ ખેત ઉત્પાદનોની આયાત માટે રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય પૂરી પાડવા સહમતી આપી હતી. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો પણ વ્યાપ વધ્યો છે. જેથી ગુજરાતમાં ઉત્પાદિત થતી પ્રાકૃતિક ખેત પેદાશોની વૈશ્વિક સ્તરે માંગ વધી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

     

    યુ.એ.ઈ.ના ડેલીગેટ્સમાં ADQ કંપનીના શ્રી ધાફર અલ-કાસીમી, SILAL કંપનીના શ્રી અબ્દુલ્લા અતીક બખિત અને શ્રી સુમિત ગુપ્તા, LDC કંપનીના શ્રી ગરિમા જૈન અને શ્રી સુમિત મિત્તલ તેમજ Unifrutti કંપનીના શ્રી એમ.સી. ધનંજય આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. યુ.એ.ઈ.ના ડેલીગેટ્સે ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતના FPO, નિકાસકારો અને નાના એગ્રો ફૂડ પાર્ક સાથે પણ મીટીંગ કરી નિકાસની તકો ઉપર સાર્થક ચર્ચા કરી હતી. તેમણે ચોખા, ઘઉં, મકાઈ, કેળા, દાડમ, ડુંગળી સહિતના પાકો આયાત કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ડેલીગેટ્સે આગામી સમયમાં ગુજરાતમાં એમ.ઓ.યુ કરવા પણ સહમતી દર્શાવી હતી.

    આ બેઠકમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાગલે, અધિક ઉદ્યોગ કમિશનર શ્રી કુલદીપ આર્ય, ખેતી નિયામકશ્રી, બાગાયત નિયામકશ્રી, મત્સ્યોદ્યોગ નિયામકશ્રી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરાઈ, કોંગ્રેસે ભારે વિરોધ કર્યો

    રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરાઈ, કોંગ્રેસે ભારે વિરોધ કર્યો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    રાહુલ ગાંધીની લોકસભામાં સદસ્યતા રદ… ગઈકાલે સુરતમાં સજા જાહેર થવાથી રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય માંથી નિયમો દર્શાવીને તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી. સમગ્ર ભારતમાં અલગ અલગ શહેરોમાં કોંગ્રેસનું હલ્લાબોલ આંદોલન શરૂ થઈ ગયું છે. આજરોજ લખનવમાં પણ ભારે  પ્રદર્શન થયું હતું. કોંગ્રેસ 27 માર્ચના રોજ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવા જઈ રહી છે.

    રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને મોદી સરકારની આખરે ટીકા કરી છે. કોંગ્રેસના અનેક નેતાઓએ કેન્દ્ર સરકારની સખત શબ્દોમાં ટીકા કરી. કોંગ્રેસના કહેવા મુજબ અદાણી ના મામલે જેપીસી ટીમ રચવાની માંગથી કેન્દ્ર સરકારે આવું આકરું પગલાં ભર્યા નો અનેક નેતાઓનો મત/ અભિપ્રાય. અભિષેક મનુ સંઘવી એ પ્રેસ વાર્તા કરીને સમગ્ર મામલાને સુપ્રીમમાં પડકારવાની જાહેરાત કરી. રાહુલ ગાંધી કેરળના વાયનાડ સીટ પરથી સંસદ સભ્ય હતા.

  • ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    નીરવ જોશી ગાંધીનગર (M-7838880134)

    ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાસ્થાને રહેલી ભાજપ 156 સીટો લઈને ફરીથી સત્તામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ફરીથી શપથવિધિ લીધી છે. સાથે સાથે નવા મંત્રીમંડળનું લોકો એ ઉત્સુકતાથી જે રાહ જોઈ હતી તે હવે પૂરી થઈ.

     

    16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેઓએ આજે પદ અને ગોપનીયતાના શપથવિધિ લીધા હતા. શપથ વિધિ કાર્યક્રમના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અનેેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભારત સરકારનું કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ પ્રધાનો – સ્મૃતિ ઈરાની, રાજનાથ સિંહ તેમજ અન્ય કેબિનેટ પ્રધાનો ભાજપ શાસિત રાજ્યોના- હરિયાણા, મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,આસામના મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા

    શું છે નવા મંત્રીમંડળની લાક્ષણિકતા?-2024 ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે મંત્રીમંડળ

    અલગ અલગ જાતિઓનું સમીકરણ તેમજ એમનું સમતોલન નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યું છે. ભાજપની યુવા બ્રિગેડ હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને રિવાબા જાડેજા ને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

    યુવા અને અનુભવી એમ બંને પ્રકારના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે જ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવી ગયા હતા અને ગુજરાત રાજ્યની ભાજપ સાથે ચર્ચા વિચારણા કરીને આ નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 2024 માં લોકસભા ચૂંટણીની સફળતા માટે તૈયારીના ભાગરૂપે નવો મંત્રીમંડળ બધું સમજી વિચારીને તૈયાર કરવામાં આવી છે.

     8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રીના શપથ લીધા

    • ઋષિકેશ ગણેશભાઈ પટેલ-Patidar
    • રાઘવજી પટેલ-Patidar,
    • બળવંતસિંહ ચંદનસિંહ રાજપુત
    • કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા-Koli 
    • ડો. કુબેરભાઈ ડીંડોર,
    • શ્રીમતી ભાનુબેન બાબરીયા,
    • મુળુભાઈ બહેરા
    • કનુભાઈ દેસાઈ

    રાજ્યકક્ષાના મંત્રીઓ- બે સ્વતંત્ર હવાલો અને છ રાજ્યમંત્રી

    • હર્ષ રમેશકુમાર સંઘવી-Jain Samaj
    • જગદીશ વિશ્વકર્મા- OBC
    • પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી-Koli
    • બચુભાઈ મગનભાઈ ખાબડ
    • મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
    • પ્રફુલ પાનસેરીયા
    • ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
    • કુવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ

    આમ નવા મંત્રીમંડળમાં ગુજરાત સરકારમાં 16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેમને ખાતાની ફાળવણી હવે પછી જાહેર થશે. કુલ મળીને 25 જેટલી સંખ્યાના આસપાસ મંત્રીઓની મંત્રીમંડળ રચવામાં આવશે એવી સંભાવના રહેલી છે.

  • CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

    CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

    નીરવ જોશી ,ગાંધીનગર (M-7838880134)

    ગુરુવારે જાહેર થયેલા ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે.

    ખાસ કરીને ભાજપને 156 સીટ મળવી, આપ પાર્ટીને પાંચ સીટ અને કોંગ્રેસની 17 સીટ તેમજ અપક્ષ ઉમેદવારો ચાર સીટ મળે એ જોઈને – આ બધી ગણતરીઓ જોઈને હજુ પણ લોકો માથું ખંજવાડી રહ્યા છે!

    જે રીતે શરૂઆતથી જ ભાજપ સવારના સમય મત ગણતરીના થોડાક કલાકોમાં દરેક જિલ્લાઓમાં મત ગણતરીમાં તેના ઉમેદવારો આગળ ચાલવા લાગ્યા એનાથી ઘણી વખત તો એવું લાગતું હતું કે બે ત્રણ કલાક બાદ કોંગ્રેસના ઉમેદવારો પણ આ આગળ વધી રહેલા મત ની સરસાઇ ને સરભર કરી દેશે અને કોંગ્રેસ 50 -60 સીટ સુધી જરૂર દેખાશે!

    પરંતુ આ બધી આશા બપોરના એક – બે વાગ્યા પછી ઠગારી નીકળી હતી!

    જો ખરેખર કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ કરવા જઈએ તો એક વસ્તુ ખૂબ જ ઉડી વળગે છે અને એ છે કે નવા પક્ષ આપ પાર્ટીને સફળ થવા દેવા માટે કોંગ્રેસી નેતાઓએ ગુનાહિત બેદરકારી દાખવી … તે માટે તેમને માથા ને મુંડન કરાવી નાખવા જોઈએ. આ પાર્ટી એની ભૂલોમાંથી ખરેખર છેલ્લા ચાર વિધાનસભા ચૂંટણી ઓમા હાર થાય બાદ કંઈક બોધપાઠ લે છે કે નહીં એ પ્રશ્નો પણ હવે ગુજરાતના મતદારોમાં થઈ રહ્યા છે!

    સામે પક્ષે ભાજપમાં આજે તેને ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે મુલાકાત લેવાથી એ ચોક્કસ દેખાઈ રહ્યું હતું કે કાર્યકર્તાઓમાં પહેલીથી જ પાર્ટીને જીતાડવાનું ઉત્સાહ સમાયો હતો ! પરંતુ આટલી મોટી જીત મળશે એવી તો કલ્પના ભાજપના કાર્યકર્તાઓને કે સ્થાનિક નેતાઓને પણ નહોતી!

    ખેર, જ્યારે હું મારા હિંમતનગર થી ગાંધીનગર આવવા ગુરુવારે નીકળ્યો ત્યારે મને રસ્તામાં બસમાં મુસાફર જોડે એ જાણવા મળ્યું કે આટલી મોટી જીત ભાજપને મળે એ માનવામાં નથી આવતું. મોટાભાગના મુસાફર એમ કહેતા હતા કે આ કદાચ મશીનની પણ ગડબડ હોઈ શકે! 

    ટૂંકમાં જનતાને તો હજુ એવું લાગતું જ નથી ખરેખર ભાજપની જીત એ ખરેખર સાચી છે!

      છતાં હવે પાંચ વર્ષ નવી ભાજપની અને ભુપેન્દ્રભાઈ ની સરકાર શું ગુજરાતની દિશા અને દશા ગુજરાતીઓની કરશે તે તો સમય જ કહી બતાવશે.

    Source: Twitter 

    Performance of @BJP4India in Gujarat Assembly Election.

    1985 – 11

    1990 – 67

    1995 – 121

    1998 – 117

    2002- 127

    2007 – 117

    2012 – 115

    2017 – 99

    2023 – 150 +

    Hats off to PM @narendramodi Ji and dedicated karyakartas of @BJP4Gujarat.

    #GujaratElectionResult https://t.co/QIYet5886U

  • પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    Source : Truth Seekers , 6 Dec.

    ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે છે). ગઈકાલે જ ABP-CVoterનો સર્વે આવ્યો એમાં ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો પર જીતતી દેખાડવામાં આવી છે.

    હવે એક નજર નીચેના આંકડાઓ પર નાંખો

    2002માં ભાજપને 127 બેઠકો મળી હતી.
    2007માં ભાજપને 117 બેઠકો મળી હતી.
    2012માં ભાજપને 115 બેઠકો મળી હતી.
    2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.

    આમ, 2002થી લઈને આજ સુધી ભાજપની બેઠકમાં સતત ઘટાડો જ થયો છે. ભલે પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોય, આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય. (નોંધ 2017ની ચૂંટણીમાં પણ ડબલ એન્જિન સરકાર હતી હો).

    અત્યારે ચેનલવાળા ભાજપની 140 બેઠક દેખાડે છે તો છેલ્લા 5 વર્ષમાં એવું તે શું કર્યું છે આ સરકારે જે નરેન્દ્ર મોદી, આનંદીબેન કે વિજયભાઈ કરતા પણ વધારે બેઠક આવી જશે.

    તો આવો તમને 5 વર્ષમાં ભાજપના કામો(કાંડો)ની ગણતરી કરાવી દઉ.. આ વાયબ્રંટ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી શું થાય છે..

     

    ↘️કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં ગોડાઉન સળગે છે

    ↘️મંત્રીનો દિકરો લેડી કોન્સ્ટેબલ સાથે દાદાગીરી કરે છે
    ↘️માથાભારે તત્વો મેહુલ બોઘરાનું માથુ ફોડે છે

    ↘️20થી વધુ ભૂલકાઓ તંત્રના પાપે તક્ષશીલામાં ભડથુ થઈ જાય છે.

    ↘️દિકરો 27 કાપલી સાથે ચોરી કરતા પકડાય અને બાપને શિક્ષણ ખાતુ અપાય છે.

    ↘️નેતાઓ સરકારી દવાખાને સારવાર લેતા ડરે છે
    રેમડિસિવિર ઇન્જેક્શનનો વેપાર થયો.

    ↘️કોરોના કાળમાં તંત્રના પાપે લાશોનો ઢગલો થયો.

    ↘️સરકારી પૂલ 7 દિવસમાં ધ્વસ્ત થઈ જાય છે.

    ↘️નહેરો ઉંદરડાઓ તોડી જાય છે.

    ↘️ગૌચર ઉદ્યોગતિઓ ખાય જાય છે.

    ↘️ગૌમાતા ને રાષ્ટ્રીય દરજ્જો આપવા 603 દિવસ દિલ્લી ધરણાં કરતા ગુજરાત ના યુવાન ને અને એના સાથીયો ને 31 દિવસ જેલમાં નખાઈ છે.

    ↘️કરોડોનું ડ્રગ્સ વેચાય છે

    ↘️ઝેરી શરાબનો વેપલો થાય છે

    ↘️પાકવીમાથી માત્ર કંપનીઓને ફાયદો થાય છે

    ↘️જમીન સર્વેના નામથી ભાઈ ભાઈને લડાવાય છે

    ↘️ટ્રાફિક નિયમના નામે રીતસર ઊઘરાણા થાય છે

    ↘️શિક્ષણનો બિઝનેસ થાય છે

    ↘️સારવાર માટે લાખો પડાવાય છે

    ↘️FIR માત્ર ખેંસ પહેરનારની જ લેવાય છે

    ↘️20 લાખમાં તૈયાર થતા બંધારા માટે 200 કરોડ ફળવાય છે

    ↘️વિરોધ કરનારને ધમકાવાય કે ખરીદાય છે

    ↘️દિવસ રાત મહેનત કરતા વિદ્યાર્થીઓના નસીબરૂપી પેપર ફૂટી જાય છે (22 ફૂટ્યા પણ હજુ માસ્ટમાઇન્ડ ઝડપાયો નથી)

    ↘️સરકારી નોકરીઓના ભાવ બોલાય છે

    ↘️”ખેડૂતો પોતાના પાપે દુખી થાય છે” એવું કહેવાય છે

    ↘️અન્યાય સામે બોલનારા સામે IT સેલ ખુલ્લુ છોડી દેવાય છે

    ↘️રસ્તાઓ પર ચાલતા કમરના મણકા તૂટી જાય છે

    ↘️135 લાશો પડી હોય તો પણ રંગરોગાન અને ઉત્સવો થાય છે

    ↘️ચિતાને આગ આપ્યા પહેલા સભાઓ ગજવાય છે

    ↘️ગમે એવા કાંડ કરે તો પણ મળતિયા છૂટી જાય છે

    ↘️અપરાધીઓ ખેંસ પહેરે તો નિર્દોષ બની જાય છે

    ↘️ભાજપના પૂર્વ ધારાસભ્યોની સીડીઓ આવે છે અને ખૂની ખેલ ખેલાય છે

    ↘️શિક્ષણ અને આરોગ્યની સુવિધાની ઘોળ ખોદાઈ ગઈ

    ↘️ચોમાસામાં રસ્તાઓ પર દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા
    સરકારી એજન્સીમાં કૌભાંડ જેવા કે જીએસપીસી કૌભાંડ, ફિશીંગ કૌભાંડ
    વેન્ટિલેટર ખરીદીમાં કૌભાંડ
    રોડ પર સેંકડો ભૂવા પડ્યા
    લોકોએ આધાર, મા કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈન અને ધક્કા ખાવા પડે.

    ↘️માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ ન મળે

    ↘️પેટ્રોલ, ડિઝલ અને ગેસનો ભાવ આસમાને
    મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી

    ↘️ભાજપના ગુંડાઓની દાદાગીરી

    ↘️ભાજપના બધા સ્થાનિક નેતાઓ કરોડપતિ બની ગયા અને કાર્યકરો ગાભા મારતા રહી ગયા.

    ↘️મોટાભાગના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવીને મેવા ખાતા થઈ ગયા અને મૂળ ભાજપીઓ બધાની ચરણચંપી કરતા થઈ ગયા.

    ↘️ભાઉ 107ની દાદાગીરી વધી ગઈ ભાજપની અંદર આંતરિક અસંતોષ વધી ગયો.

     

    આટલુ થયું છતા ગઈ વખત કરતા વધારે સીટ આવતી દેખાડવામાં આવે છે. કારણ કે, માનસિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ છે. ખોટા ભરમાતા નહી આ વખતે ભાજપ જાય છે કારણ કે,

    પોલિસકર્મીઓ ભાજપથી નારાજ છે
    તમામ સરકારી કર્મચારીઓ નારાજ છે
    આંગણવાડી બહેનો નારાજ છે
    ખેડૂતોમાં ખુબ રોષ છે
    આશા વર્કર બહનો અને શિક્ષકો નારાજ છે
    VCE ઓપરેટર્સ નારાજ છે
    સરકારી નોકરીની તૈયારી કરતા 40 લાખ યુવાનો નારાજ છે
    નાના વેપારીઓ ખુબ નારાજ છે
    સાચા ગૌભકતો નારાજ છે
    આરોગ્યકર્મીઓ નારાજ છે
    પેટ્રોલ-ડિઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટર્સ અને ડ્રાઇવર્સ નારાજ છે
    મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ નારાજ છે
    ખુશ માત્ર અમીર લોકો છે જેને કશો ફર્ક નથી પડતો

    એટલે મીડિયાના ભ્રમિત પ્રચારમાં ન આવતા. મીડિયાનું કામ જ ભાજપને જીતાડવાનું છે. એના જ એને પૈસા મળે છે. અને હા આ લખનાર પણ લાંબો સમય મીડિયામાં કામ કરી ચુક્યો છે એટલે અંદરની વાત જાણે છે.

  • ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યું મતદાન, સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો ભારે માહોલ

    ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યું મતદાન, સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો ભારે માહોલ

    નીરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    • મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું

    ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ નંબર-144 ખાતે શ્રીમતી પી. ભારતી સાથે તેમના પરિવારજનો; પતિ શ્રી સુમન રત્નમ દરશી અને દીકરી ઈશાએ મતદાન કર્યું હતું. દીકરી ઈશાએ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે પહેલી વખત મતદાન કર્યું હતું. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ પણ સેક્ટર-9 માં બૂથ નંબર-144 ખાતે 36-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું. જ્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેકે ગાંધીનગરના સેક્ટર-7 માં સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું હતું.

    *• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી*

    મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-19 માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 14 જિલ્લાઓમાં 26,409 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
    મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે આ સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

    *• ગાંધીનગર-*
    • ૮૨ વર્ષના વડીલોનો લોકશાહીના મહાપર્વ માટેનો અનેરો ઉત્સાહઃ સૌ પ્રથમ મતદાન કરવા સેક્ટર-૨૦ ખાતે જૈફ દંપતિ નિયત સમય કરતાં પહેલાં જ મતદાન મથકે પહોચી સમયસર સૌથી પહેલા મતદાન કરીને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો.

    • દિવ્યાંગ દંપતિ મુકેશ ભારતી જોશી અને આશાબેન મત મથક પર આવી પોતાનો પવિત્ર મત આપી ગર્વ અનુભવ્યો. આ સાથે જણાવ્યું હતું કે શારીરિક રીતે ભલે અશકત છીએ પણ , અમને ખુશી છે કે અમારા મત થકી અમે દેશના ભવિષ્યમાટે મતદાન થકી એક નાનો આધાર બની રહયા છીએ એ વાતનો ગર્વ અનુભવ્યે છીએ.
    • ૮૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ ઓઝાએ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં કહ્યું કે, દેશ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા હું જીવું છું ત્યાં સુધી મારી આ મતદાનની ફરજ નહીં ચૂકું.

    • ગાંધીનગરના કલ્હાર પટેલે પોતાના જીવનનો પ્રથમ મત આપતાં આનંદની લાગણી અનુભવતાં કહ્યું કે, નાનપણથી મતદાન કરવા માટેની મારી આતુરતાનો આજે અંત આવ્યો.

    *• મહીસાગર-*
    o પ્રથમ પાંચ મતદાતાઓનું પોલીંગ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું.
    o જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડાણા ડેમ જળાશયમાં આવેલા રાઠડાબેટમાં મતદાન મથક સ્થાપિત કરાયું. આ મતદાન મથક પર પહોચવા માટે પોલીંગ સ્ટાફ જરૂરી સાધનો સાથે બોટ લઈને પહોચી ગયા.

    *• પાટણ-*
    o ૮૦ વર્ષના મહિલા મતદાર સીતાબેન પટેલે સવારે મતદાન કરીને અન્ય મતદારોને મતદાન માટે અપીલ કરી.

    *• અરવલ્લીઃ*
    o પ્રથમવખત મતદાન કરનાર યુવા મતદારોને વિવિધ છોડ આપી અભિવાદન કરાયું.

    *• વડોદરા-*
    o નવતર પહેલઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકના પહેલા મતદાતા પાસે યાદગારી ના ભાગરૂપે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું.

  • Live Update : ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 સીટો પર આજે મતદાર રાજા!

    Live Update : ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 સીટો પર આજે મતદાર રાજા!

    નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)

    Live Update :

    • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ત્રણ ચુનાવ રેલી ખાસ કરીને કલોલમાં તેમણે અત્યારે સંબોધન કર્યું.
    • ત્યારબાદ 1: 45 PMએ હિંમતનગર ખાતે રેલીને સંબોધિત કરશે 
    • સાંજે સાડા ત્રણ પછી આશરે 36 km જેટલો વડાપ્રધાન મોદીનો રોડ શો અમદાવાદ ખાતે થશે
    • બપોરે 1:00 વાગે સુધી મતદાન 29% જેટલું નોંધાયું
    • મોદીએ તેમના પરની રાવણ અંગેની ખડગે ની ટીકાનો આપ્યો જવાબ
    • બે કલાકથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાં લોકો મતદાન કરવા માટે ઉમટ્યા!
    • ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જૈન દેરાસરમાં પ્રણામ કર્યા અને હવે મતદાન કરવા નીકળશે
    • મતદાનનો પ્રારંભિક કલાક લોકોમાં ભારે ઉત્સાહ, મતદાન કરવાથી લોકશાહીનો પ્રાણ ખૂબ જ બળવાન બને છે!
    • અમરેલીમાં પરેશ ધનાની અને તેમના સમર્થકો સાયકલ પર ગેસનું બાટલો ભરાવીને મતદારો વોટ કરવા નીકળ્યા!
    • મોદી એ ટ્વિટ કરીને લોકશાહીના ઉત્સવ પર મતદારોને પ્રથમ ચરણમાં મતદાન કરવા હાર્દિક અપીલ કરી
    • ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે વોટ કર્યું, સુરતમાં વોટીંગ કર્યું.
    • ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વોટ કરવા રાજકોટ પહોંચ્યા
    • જામનગરમાં રિવાબા જાડેજાએ વોટીંગ કર્યું, લોકોને મતદાન કરવા માટે અપીલ કરી
    • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન મતદારોને મતદાન કરવા અપીલ કરી
    • ગુજરાતમાં 5,000 જેટલા વોટરો 99 વર્ષની ઉંમરે છે!
    • 788 ઉમેદવારો , ચૂંટણીના મેદાનમાં ૧૯ જિલ્લાના 89 બેઠકો પર આજે મતદાન , ગુજરાતના પહેલા ચરણનું મતદાન
    • આજે ચૂંટણીમાં પૂરેપૂરી તૈયારીઓ સાથે ભાજપ કોંગ્રેસ સાથે આપ પાર્ટી મેદાનમાં
    • 19 જિલ્લાની 89 સીટ ઉપર આજે વોટીંગ શરૂ થઈ ગયું છે.

    સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લઈને કસાકસી નો જંગ શરૂ!

    સવારના આઠ વાગ્યે લઈને સાંજે 5:00 વાગ્યા સુધી વોટીંગ થશે

    સુરત ,કચ્છ , નર્મદા તેમજ કાઠીયાવાડ એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે મતદાન થશે.

    એક મીડિયાના સમાચાર અનુસાર નવસારીમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયો છે.

    મતદાન પહેલા જ ભાજપના ઉમેદવાર પર હુમલો ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર પર હુમલો થયો જે લોકો અજ્ઞાત લોકોએ  પટેલની ગાડી પર હુમલો કર્યો.

     કચ્છ ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું આજનું પહેલા ચરણનું મતદાન – ચૂંટણીનું નિર્ણાયક મતદાન થશે

    આ ઉપરાંત આજે વડાપ્રધાન ગુજરાત ચૂંટણીના બીજા ચરણ માટે  રેલીઓને સંબોધિત કરવા આવશે જેમાં તેઓ 54 કિલોમીટર લાંબો રોડ રેલી અમદાવાદમાં કરવાના છે.

    હિંમતનગરમાં વડાપ્રધાન મોદીનો 12:00 વાગે વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે જનસભા થવાની છે

    પ્રથમ ચરણમાં મહત્વપૂર્ણ બેઠકોમાં રાજકોટની બેઠકો,જામનગરની બેઠકો અને કેટલીક હાલ પ્રોફાઇલ બેઠકો પર લોકોની નજર ટકેલી છે.

    રિવાબા જાડેજા – જામનગર ,ઈશુદાન ગઢવી -જામખંભાળિયા, હર્ષ સંઘવી – સુરત ના ભવિષ્ય આજે મત પેટીમાં સીલ થશે

    ઇન્દ્રનીલ રાજગુરુ- રાજકોટ જેવા મોટા ચહેરાઓના આજે ભવિષ્યનું રોલ તૈયાર થશે.



     

    ખાસ કરીને સૌરાષ્ટ્ર,સુરત અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છની અને ભાવનગર , જામનગર , સુરેન્દ્રનગર જેવા ગુજરાતના વિસ્તારો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે

     

    1. અબડાસા(કચ્છ)
    2. માંડવી (કચ્છ)
    3. ભુજ (કચ્છ)
    4. અંજાર (કચ્છ)
    5. ગાંધીધામ (એસસી) (કચ્છ)
    6. રાપર (કચ્છ)
    7. દસાડા (એસસી) (કચ્છ)
    8. લીંબડી (સુરેન્દ્રનગર)
    9. વઢવાણ (સુરેન્દ્રનગર)
    10. ચોટીલા (સુરેન્દ્રનગર)
    11. ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)
    12. મોરબી (મોરબી)
    13. ટંકારા (મોરબી)
    14. વાંકાનેર (મોરબી)
    15. રાજકોટ પૂર્વ (રાજકોટ)
    16. રાજકોટ પશ્ચિમ (રાજકોટ)
    17. રાજકોટ દક્ષિણ (રાજકોટ)
    18. રાજકોટ ગ્રામ્ય (એસસી) (રાજકોટ)
    19. જસદણ (રાજકોટ)
    20. ગોંડલ (રાજકોટ)
    21. જેતપુર (રાજકોટ)
    22. ધોરાજી (રાજકોટ)
    23. કાલાવડ (એસસી) (રાજકોટ)
    24. જામનગર ગ્રામ્ય (જામનગર)
    25. જામનગર ઉત્તર (જામનગર)
    26. જામનગર દક્ષિણ (જામનગર)
    27. જામજોધપુર (જામનગર)
    28. ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
    29. દ્વારકા (દેવભૂમિ દ્વારકા)
    30. પોરબંદર (પોરબંદર)
    31. કુતિયાણા (પોરબંદર)
    32. માણાવદર (જુનાગઢ)
    33. જુનાગઢ (જુનાગઢ)
    34. વિસાવદર (જુનાગઢ)
    35. કેશોદ (જુનાગઢ)
    36. માંગરોલ (જુનાગઢ)
    37. સોમનાથ (ગીર સોમનાથ)
    38. તલાલા (ગીર સોમનાથ
    39. કોડિનાર (એસસી) (ગીર સોમનાથ)
    40. ઉના (ગીર સોમનાથ)
    41. ધારી (અમરેલી)
    42. અમરેલી (અમરેલી)
    43. લાઠી (અમરેલી)
    44. સાવરકુંડલા (અમરેલી)
    45. રાજુલા (અમરેલી)
    46. મહુવા (ભાવનગર)
    47. તળાજા (ભાવનગર)
    48. ગારીયાધાર (ભાવનગર)
    49. પાલિતાણા (ભાવનગર)
    50. ભાવનગર ગ્રામ્ય (ભાવનગર)
    51. ભાવનગર પૂર્વ (ભાવનગર)
    52. ભાવનગર પશ્ચિમ (ભાવનગર)
    53. ગઢડા (એસસી) (બોટાદ)
    54. બોટાદ (બોટાદ)
    55. નાંદોદ (એસટી) (નર્મદા)
    56. ડેડિયાપાડા (એસટી) (નર્મદા)
    57. જંબુસર (ભરૂચ)
    58. વાગરા (ભરૂચ)
    59. ઝઘડિયા (એસટી) (ભરૂચ)
    60. ભરૂચ (ભરૂચ)
    61. અંકલેશ્વર (ભરૂચ)
    62. ઓલપાડ (સુરત)
    63. માંગરોલ (એસટી) (સુરત)
    64. માંડવી (એસટી) (સુરત)
    65. કામરેજ (સુરત)
    66. સુરત પૂર્વ (સુરત)
    67. સુરત ઉત્તર (સુરત)
    68. વરાછા રોડ (સુરત)
    69. કરંજ (સુરત)
    70. લિંબાયત (સુરત)
    71. ઉધના (સુરત)
    72. મજૂરા (સુરત)
    73. કતારગામ (સુરત)
    74. સુરત પશ્ચિમ (સુરત)
    75. ચૌયાસી (સુરત)
    76. બારડોલી (એસસી) (સુરત)
    77. મહુવા (એસટી) (સુરત)
    78. વ્યારા (એસટી) (સુરત)
    79. નિઝર (એસટી) (તાપી)
    80. ડાંગ (એસટી) (ડાંગ)
    81. જલાલપોર (નવસારી)
    82. નવસારી (નવસારી)
    83. ગણદેવી (એસટી) (નવસારી)
    84. વાંસદા (એસટી) (નવસારી)
    85. ધરમપુર (એસટી) (વલસાડ)
    86. વલસાડ (વલસાડ)
    87. પારડી (વલસાડ)
    88. કપરાડા (એસટી) (વલસાડ)
    89. ઉમરગામ (એસટી) (વલસાડ)

    અપીલ :

    www.avspost.com  અપીલ કરે છે કે આપના જે પણ સગાઓ આ મત વિસ્તારોમાં હોય કે આ બેઠકો પર હોય તો તેમને મતદાન કરવા માટે અવશ્ય એક ફોન કોલ કરો અને તેમને લોકશાહીમાં મતદાન કરીને ગુજરાત ઇલેક્શન 2022 માં નિર્ણાયક રોલ કરવાનું જરૂરથી જણાવો.

    જય હિન્દ!

     

     

  • હિંમતનગર ૨૭ વિધાનસભા: મતદાન જાગૃતી રેલી યોજાઇ

    હિંમતનગર ૨૭ વિધાનસભા: મતદાન જાગૃતી રેલી યોજાઇ

    નિરવ જોષી, હિંમતનગર(M-7838880134)

    લોકશાહીનો અવસર ૨૦૨૨

    સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા વિસ્તારમાં લોકશાહીનો અવસર અંતર્ગત હિંમતનગર ૨૭ વિધાનસભા મત વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ઊંટ લારીના શણગાર સાથે મતદાન જાગૃતી રેલી યોજાઇ.

    હિંમતનગરના સહકારી જીન રોડ અંકિતા ડેરી ખાતેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું: રેલીએ હિંમતનગરના વિસ્તારોમાં ફરીને મતદાન જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો

          ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન આગામી તા. પમી ડિસેમ્બર ૨૦૨૨ યોજાનાર છે. તે પૂર્વે મતદારોમાં જાગૃતતા આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે આશયથી જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ આજે તા. ૨૯/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:00 કલાકે ૨૭ હિંમતનગર વિધાનસભા મત વિસ્તારના સહકારી જીન રોડ અંકિતા ડેરી ખાતેથી આર.ઓ. અને પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી તથા તાલુકા વિકાસ અધિકારી અને શિક્ષકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સર્વે અધિકારીઓએ ઊંટલારીમાં સવારી કરી રેલીને ભ્રમણ માટે આગળ ધપાવી હતી.

         આ લોકશાહી અવસર ઇકો ફ્રેન્ડલી રેલીમાં ઊંટ લારીઓને સુંદર રીતે શણગારવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા પ્લેકાર્ડ બેનર્સ સાથે એન.એસ.એસ. એન.સી.સી. કેડેટ્સ અને વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ દ્રારા બાઇક રેલી યોજવામાં આવી હતી. રેલીમાં ડી.જે.ના તાલે દેશભક્તિ ગીત અને લોકશાહીમાં મતદાન અચુક કરવું આપણી નૈતિક ફરજ છે અવશ્ય મતદાન કરો ના નારા લગાવવામાં આવ્યા હતા. જેમાં પરંપરાગત ડ્રેસ અને યુનિફોર્મમાં સજજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને મોબાઇલ દ્રારા સેલ્ફી વિડીયો ઉતારી અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો. આ રેલીમાં આદર્શ વિદ્યાલય, લો કોલેજ તથા શહેરની અન્ય શાળાઓએ પણ ભાગ લીધો હતો.

        આ રેલી બે થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે શહેરના વિવિધ માર્ગો જેવા કે સહકારી જીન, રાધે સ્વીટ માર્ટ, છાપરીયા વિસ્તાર, ચાર રસ્તા મહાવીરનગર સર્કલ વિસ્તારમાં ફરીને અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. અને લોકોને મતદાન માટે જાગૃતતાનો  સંદેશ પ્રસરાવ્યો હતો. આ રેલીનું રિવરફ્રન્ટ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.

      આ જ રીતે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે પણ ઇકો ફ્રેન્ડલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને મતદાન કરવા માટે હર્ષભેર અપીલ કરવામાં આવી હતી.