કેટેગરી જીવનશૈલી

  • કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

     કાલુપુર તાબાનું ભગવાન નરનારાયણ દેવનું – ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી રામદેવ ની ઉપાસના નો નિર્દેશ કર્યો છે.

    22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …

    ત્યારે આ સંસ્થા અને તેના ઘનશ્યામ મહિલા  મંડળ વડે તોરણ બનાવવાની સેવા તેમજ રાતને સમય યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી.

    આશરે 20 જેટલી મહિલાઓએ ત્રણ કલાક 21મી જાન્યુઆરીના રોજ તોરણ બનાવવાની સેવા આપી હતી.

    કાળુપુર સંપ્રદાનના નરનારાયણ દેવ મંદિર હિંમતનગર સંસ્થાના કોઠારી સ્વામી – પીપી સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી.

    રસપ્રદ વિડીયો.

  • ગોમતિવાળ બ્રાહ્મણ સમાજનું ગૌરવ -પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય

    ગોમતિવાળ બ્રાહ્મણ સમાજનું ગૌરવ -પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય

    નીરવ જોશી , ગાંધીનગર (M-7838880134)

    ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) નું ગૌરવ પ્રથમ ભારતીય સનદી અધિકારી – જયેશ બાબુભાઇ ઉપાધ્યાય

    ખોબા જેવડા ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) ને શિક્ષિત અને દીક્ષિત કરવાનો યજ્ઞ આપની જ્ઞાતિના શિરોમણીઓએ આરંભ્યો હતો, જેની ફળશ્રુતિ સ્વરૂપે આઝાદી પછીના દસકાઓમાં આપણાં સમાજ માંથી કેટલાય શિક્ષિતો બહાર આવ્યા જેમને સરકારી-ખાનગી ક્ષેત્રે ખુબજ ઉચ્ચ હોદ્દાઓ શોભવ્યાં જે આપણા માટે ગૌરવની વાત છે તેમ છતાં પણ એક સ્વપ્ન આજદિન સુધી અધૂરું હતું કે ભારતીય સનદી સેવામાં આપણા સમાજનું રત્ન હોય આ સ્વપન સાકર કરીને જયેશ બાબુભાઇ ઉપાધ્યાયએ સમાજને ગૌરવ અપાવ્યું છે.

    જયેશ બાબુભાઇ ઉપાધ્યાયના માતા-પિતા રાધિવાડના વતની બાબુભાઇ શાન્તિલાલ ઉપાધ્યાય અને ઊર્મિલાબેન બાબુભાઇ ઉપાધ્યાય બન્ને શિક્ષણ ક્ષેત્રે જોળાયેલા આમ લોહીના ગુણમાં ઉચ્ચ સંસ્કારો શિક્ષણમાં ધગસ અને લાંબી મંઝિલ કાપવાની ખેવના જેમને વારસામાં મળેલી છે, એવા જયેશ બાબુભાઇ ઉપાધ્યાયએ સમાજના પ્રથમ ભારતીય સનદી અધિકારી તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું છે!!!

    હાલમાં તેઓ સંયુક્ત ખેતી નિયામક ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે તેઓનું સિલેક્શનથી GAD ધ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપી IAS તરીકે પસંદ થયા છે

    ગોમતિવાળ બ્રાહ્મણ સમાજ ( ત્રણ ગામ ) ઉપાધ્યાય પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે

    શુભ કામનાઓ સાથે , –  હેમંત લાભશંકર ઉપાધ્યાય😃🎂🌷⚘⚘⚘⚘

  • દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ ખેડબ્રહ્મા તાલુકામાં પરિભ્રમણ

    દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ ખેડબ્રહ્મા તાલુકામાં પરિભ્રમણ

    • દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ માં તાલુકામાં પરિભ્રમણ
    • ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં ભ્રમણ કરી યોગ વિદ્યા અંગે સમજૂતી આપી

    સાબરકાંઠામાં છેલ્લા 15 દિવસથી હરિદ્વારના ગાયત્રી શાંતિ કુંજ પરિવાર માં આવેલી વિશ્વપ્રસિધ્ધિ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હિંમતનગર ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં યોગના પ્રચાર માટે વિદ્યાર્થી જગત પાસે પહોંચ્યા છે.


    દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ દર વર્ષે ભારત ભરના જિલ્લાઓમાં ચાર હજાર થી વધુ ગાયત્રી પરિવારની શક્તિપીઠો સંસ્થાઓમાં ઇન્ટરશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમ મોકલવામાં આવે છે. દરેક જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓની ટીમ એક મહિનાના સુધી પરિભ્રમણ કરે છે. શાળા કોલેજમાં નૈતિક સામાજિક બૌદ્ધિક અને સ્વાસ્થ્ય અંતર્ગત અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે યોગ આસાન પ્રાણાયામ તેમજ વૈકલ્પિક ચિકિત્સા જેવી કે એક્યુપ્રેશર અંતર્ગત પ્રેક્ટીકલ પ્રયોગ કરી સમજણ આપવામાં આવે છે.

     

  • હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

    હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે વિવેકાનંદ જયંતિ છે ત્યારે વિવેકાનંદના ચાહકો અનેક જગ્યાએ સ્વામી વિવેકાનંદના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં પણ સ્વામી વિવેકાનંદ સ્કૂલે વિદ્યાર્થીઓની સ્વામી વિવેકાનંદ યાદ કરતી રેલી સવારના 9:30 – 10:00 વાગે નીકાળીને ભાવાંજલિ આપી હતી.

    સ્વામી વિવેકાનંદ ના ઉમદા આદર્શોને અને આધ્યાત્મિક મૂલ્યોને યાદ કર્યા હતા. મહેતાપુરા ચાર રસ્તા  આવેલી સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાને પણ માલા અર્પણ કરીને અનેક મહાનુભાવો એ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા અને બાળકોની રેલી એ ત્યાં પણ સ્વામી વિવેકાનંદનો જય જય કાર કર્યો હતો.

  • અયોધ્યાની શ્રીરામ ઘડિયાળ એટલે સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનાના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર

    અયોધ્યાની શ્રીરામ ઘડિયાળ એટલે સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનાના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર

    નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134)

    “સમયનું માન:શ્રી રામનું સન્માન”

    *જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે*

    *આગામી 10 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે*

    *સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનાના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર*

    કહેવાય છે કે સમય સૌથી મોટો મનુષ્ય જાતિ પર અસર કરનારું પરિબળ છે …એટલું જ નહીં “મેં સમય હું” એવી ઉક્તિ સાથે કાળ પણ ભગવાનનું સ્વરૂપ છે -ભગવત ગીતામાં શ્રી મુખ કહેવાયું છે .

    ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુશ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે.

    જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત ચાર સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે. આ તમામ ઘડિયાળોનું ડિઝાઇનિંગનું કામ કેનેડા કરવામાં આવ્યું છે. આગામી તારીખ 10 મી જાન્યુઆરી એ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રી રામના નવનિર્મિત મંદિર, હનુમાન ગઢી, શૃંગી આશ્રમ અને શ્રી રામ જન્મ ભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલદાસજી મહરાજને આ વિશેષ ઘડિયાળો અર્પણ કરશે. આ સાથે ભગવાન શ્રી રામના આરાધ્ય સદાશિવ મહાદેવના જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને કાશી નગરીના ક્ષેત્રપાલ કાળભૈરવ મંદિરમાં પણ આવી જ વિશેષ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે.

    ઘડિયાળનો કાંટો એક રીતે આપણી શ્વાસોની ગતિ, ધબકારાને પણ નિર્દેશ કરે છે. સમય બધું જ છે, સમયએ જીવનચક્ર છે, તો ભગવાન માતાજીના મંદિરોમાં પણ ભગવાનનો સમય ચાલવો જોઈએ એવી ભાવના સાથે જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા દેશભરના નામાંકિત મંદિરોમાં અત્યાર સુધી 1780 ઘડિયાળો સ્થાપિત કરવામાં આવી છે. આ ઘડિયાળોમાં જે તે મંદિરનું પૌરાણિક આધ્યાત્મિક મહત્વ અને અને લોકોની શ્રદ્ધાને જોડી તેને અનોખી આગવી અને વિશેષ બનાવવામાં આવી છે. આ તમામ ઘડિયાળોની ડિઝાઇન અને કોન્સેપ્ટ જય ભોલે ગ્રુપ જુનિયરના કેનેડા નિવાસી સભ્ય વિવેક પટેલે તૈયાર કરી છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર દેશ અને દુનિયાભરમાં વસતા હિંદુઓ માટે 22 મી જાન્યુઆરીનો દિવસ ખાસ છે, ત્યારે અમે આ ઘડિયાળ મંદિરમાં અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ.

    સમયને આપણે કાળચક્ર તરીકે પણ ઓળખીએ છીએ. સમય અનંત અને અનાદિ છે. ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ કોઈ જાણી શક્યું નથી. પરંતુ આપણે સમયને માપવા માટે ઘડિયાળની શોધ કરી અને ઘડિયાળથી આપણે સમયને આપણી સમજણ મુજબ નિશ્ચિત કર્યો. આ ઘડિયાળ ફક્ત સમય નહિ પરંતુ સમયની સાથે શ્રદ્ધાનું સમન્વય કરી આસ્થાનું એવું અનુબંધ રચે છે કે જેથી દરેક શ્રદ્ધાળુઓની ધાર્મિક ચેતના જાગૃત થાય અને સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા અખંડિત સ્વરૂપે અનંત કાળ સુધી સચવાઈ રહે.

    જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ધાર્મિક ચેતના અને સનાતન સંસ્કૃતિના જતન માટે અનેકવિધ પ્રયાસ કરવામાં આવે છે. કરોડો હિન્દુઓની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે જય ભોલે ગ્રુપ અમદાવાદએ આ મહોત્સવમાં સહભાગી બનતાં અયોધ્યામાં ચાર ઘડિયાળો અર્પણ કરી ધન્યતા અને ગૌરવ સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને ધાર્મિક ચેતનાને ઘડિયાળ- સમયના માધ્યમથી સેતુસ્વરૂપે જોડવાનું કામ કર્યું છે.

    *ઘડિયાળોની વિશેષતા*
    ઇતિહાસ, આસ્થા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ દર્શાવતી વિશેષ ઘડિયાળો

    અયોધ્યા શ્રીરામ મંદિરમાં અર્પણ થનારી ઘડિયાળમાં પ્રભુ શ્રીરામના દ્વાદશ નામો અંકિત છે. જે ભગવાન શિવજીએ માતા પાર્વતી સમક્ષ વર્ણવ્યા હોવાનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. ઉપરાંત પ્રભુ શ્રી રામે જે બાણથી રાવણનો વધ કર્યો એ અજયબાણ અંકિત કરેલું છે. તેમજ નવનિર્મિત રામ મંદિર અને 22 મી જાન્યુઆરી 2024 તારીખ દર્શાવવામાં આવી છે.

    શ્રી રામના મંદિર નિર્માણમાં જેમનું અનન્ય અને મહત્વનું યોગદાન છે એવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજીને તેમની ભક્તિ અને રામ સ્મરણના પ્રતીક સ્વરૂપે ભગવાન રામના 720 નામોનું વર્ણન કરેલ ઘડિયાળ અર્પણ કરવામાં આવશે. જે 12 કલાકમાં 720 મિનિટ રામ સ્મરણની તેમની આસ્થા ભક્તિને સમર્પિત છે.

    ભગવાન રામની વાતમાં ભક્ત શિરોમણી શ્રી હનુમાનની યાદ અવશ્ય આવે, આથી જય ભોલે ગ્રુપ દ્વારા હનુમાન ગઢી ખાતેના મંદિરમાં ” અંજનેય દ્વાદશ નામ સ્ત્રોત”નું વર્ણન કરેલ ઘડિયાળ અપર્ણ કરવામાં આવશે.

    જ્યારે શૃંગી આશ્રમમાં સ્થાપિત થનારી ઘડિયાળમાં સપ્તઋષિઓ સહિત 12 ઋષિ-મુનિઓના નામ દર્શાવવામાં આવ્યા છે.

  • હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ

    હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)

    હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ(RSS) નો અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ રવિવારના રોજ સવારે આઠ વાગ્યાથી આયોજિત થયો હતો. સર્વપ્રથમ સવારના બે અલગ અલગ માર્ગો પર મહાવીર નગર વિસ્તારમાં પથ સંચાલન થયું હતું. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ સાડા ત્રણ પછી શરૂ થયો હતો.

    આ કાર્યક્રમનો હેતુ આગામી 2025 માં રાષ્ટ્રીય સેવક સેવક સંઘ એટલે કે આરએસએસને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેના સંદર્ભમાં સમગ્ર સાબરકાંઠાના 925 જેટલા ગામોમાં સંઘની એટલે કે આરએસએસ ની શાખાઓ દરેક ગ્રામ્ય સુધી પહોંચે તેવા શુભાશયથી આયોજિત કરવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત હિંમતનગર ખાતે અનેક શાખાઓ તેમજ જિલ્લાના આઠ તાલુકાઓમાં સંઘ પરિવારના સ્વયંસેવકો સમગ્ર જિલ્લા માટે સંઘનું શતાબ્દી વરસ ની ઉજવણી કરવા સંઘની પદ્ધતિથી માહિતગાર થાય તે પણ હતું.

    સાબરકાંઠામાં સ્વયં સેવકો વડે ઓનલાઇન અને ઓફલાઈન પંજીકરણ  કરવામાં આવ્યું હતું એમાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ પંજીકરણ થયું હતું. સમગ્ર સમાજના દરેક વર્ગ જે હિન્દુ છે તે બધા જ સંઘ સાથે જોડાય તેવા શુભ આશયથી પંજીકરણ કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ આશરે 11000 જેટલા સ્વયંસેવકોનું પંજીકરણ થયું હતું પરંતુ આશરે 7,800 જેટલા સ્વયંસેવકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

    સમાજના પ્રત્યેક વર્ગમાંથી લોકો સારા પ્રમાણમાં કહી શકાય તે રીતે ઉપસ્થિત રહ્યા હતા.

     

    સમગ્ર સાબરકાંઠાના છેવાડાના ગામનો સ્વયંસેવક પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.

    કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવા માટે ..અહીંયા ક્લિક કરો

    કાર્યક્રમ સવારે 8:30 થી સાંજે છ વાગ્યા સુધી રહ્યો હતો આ દરમિયાન સ્વયંસેવકોને પદ સંચલન, બૌદ્ધિક અને સાંજે સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધીનો કાર્યક્રમ હતો, જેમાં સમગ્ર ગુજરાતના પ્રાંત પ્રચારક ડોક્ટર ચિંતનભાઈ ઉપાધ્યાયએ વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંઘને 2025 માં 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સંઘ વૃદ્ધ થવાની બદલે વધુને વધુ યુવાન થતો જાય છે! આ ઉપરાંત આવનારા 22 જાન્યુઆરીના રામ મંદિરના કાર્યક્રમો લઈને બધા સ્વયંસેવકોને આહવાહન કરતાં જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમયે ગુજરાતના પણ દરેક જિલ્લાઓ અને તાલુકામાં ભગવાન રામનો જયગોષ અને દિવ્ય કાર્યક્રમો થવા જોઈએ.

  • સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ થયો

    સાબલી મહાકાળી મંદિર ના સ્થળે 151 કુંડી હવનનો મહાયજ્ઞ પરિપૂર્ણ થયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)

    સાબરકાંઠામાં દેવી શક્તિના મંદિરો ઘણા આવેલા છે , ખાસ કરીને મા અંબા, મહાકાળી, ચામુંડા ભક્તો પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં અનેક કાર્યક્રમો કરતા હોય છે. આ સંદર્ભમાં સાબલી ખાતે આવેલા મહાકાળી મંદિર કે જે ગુહાઈ ડેમ પાસે આવેલું છે, તેના પહાડ પર આવેલું મંદિર – મહાકાળી ભક્તોમાં આસ્થાને કેન્દ્ર બનેલું છે.

    તારીખ 27 28 29 ડિસેમ્બર ના રોજ 151 કુંડી નવચંડી હવન ખૂબ જ ભક્તિ, શ્રદ્ધા ના વાતાવરણમાં પરિપૂર્ણ થયા હતા.

     

    જેઓએ પણ કોઈ આર્થિક સહયોગ અમારી વેબસાઈટને કરવો હોય તેવો નીચે મુજબના નંબર પર ઓનલાઇન આર્થિક સહયોગ કરી શકે છે. કોઈપણ મહત્વના ,અગત્યના,  તેમજ અન્ય ધર્મો અને હિંદુ ધર્મના ધાર્મિક સમાચાર કરવા માટે અમારો સંપર્ક કરો 

    Gpay number- 9106814540

  • આજે રમણ મહર્ષિ ની 144 જયંતિ, રમણાઆશ્રમ માં ઉજવણી

    આજે રમણ મહર્ષિ ની 144 જયંતિ, રમણાઆશ્રમ માં ઉજવણી

    નીરવ જોશી , હિંમતનગર(M-7838880134)

    ભારતના આધ્યાત્મિક પ્રેમીઓ માટે રમણ મહર્ષિ નું નામ ખૂબ જ આદર – સન્માન થી લેવાય છે. આત્મયુગ તરફ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા આત્મયોગી એવા રમણ મહર્ષિ ભારતની ભૂમિ પર  144 વર્ષ પહેલા માનવ શરીર ધારણ કર્યું હતું. લાખો આત્મ યોગીને તેઓ અધ્યાત્મપદ પર પ્રેરણા આપી રહ્યા છે.

    રમણ કહે છે કે ગુરુ કદી જતા નથી એટલે કે એમનું મૃત્યુ થતું નથી તેઓ હંમેશા  તેમના ભક્તોને માર્ગદર્શન આપે  છે. આમ આત્મ સાક્ષાત્કાર કરેલા ગુરુ હંમેશા અમર હોય છે.

    આજે રમણાશ્રમથી સમગ્ર જયંતિ નું લાઈવ ટેલીકાસ્ટ પર youtube પર નિહાળી શકાય છે.

     

    જેઓએ પણ કોઈ આર્થિક સહયોગ અમારી વેબસાઈટને કરવો હોય તેવો નીચે મુજબના નંબર પર ઓનલાઇન આર્થિક સહયોગ કરી શકે છે.

    Gpay number- 9106814540

  • સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી પ્રસાદનો લાભ લીધો

    સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી પ્રસાદનો લાભ લીધો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

    રવિવારે સવારે પણ 04:30 કલાક સાબરકાંઠા ને અરવલ્લીના હરિભક્તો – શહેરી વિભાગ વડે 325 થી વધારે યજ્ઞકુંડમાં શાંતિ હવન થવાનો છે વિશ્વ શાંતિ માટે શહેરના હરિભક્તો શાંતિ હવન કરવાના છે. સાંજે ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે ભારત ભાગ્ય નિર્માણ નામનો કાર્યક્રમ બપોર પછી હરિભક્તો વડે પ્રસ્તુત થવાનું છે.

    શનિવારે સવારે ૬-૩૦ કલાકે થી ૧૧-૦૦ કલાકસુધી યજ્ઞ થયો
    ૩૨૫ યજ્ઞ કુંડ હતા
    ૨૩૭૦ યુગલ યજમાન યજ્ઞ માં બેઠા.

    ૯૦૦૦ થી વધારે ભક્તો એ એકાદશી ના ફલાહાર નો પ્રસાદ લીધો.

     

    પ્રસ્તુત છે શનિવાર નો વિડીયો.

    હિંમતનગર કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ ઉજવણી પ્રસંગે ૩૨૫ હવનકૂડ પર હવન નો શુભારંભ.. સેંકડો લોકોએ લાભ લ‌ઈ ધન્યતા અનુભવી..

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ના દશાબ્દી મહોત્સવ પ્રસંગે આજે તા.૨૩મી ડિસેમ્બર ના રોજ સવારથી જ ૩૨૫ જેટલા યજ્ઞ કૂડોના યજ્ઞોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને ૨૩૭૦જેટલા યજમાનો આ યજ્ઞ કૂડો પર યજમાન પદે બિરાજમાન થ‌ઈ યજ્ઞોત્સવનો લાભ લીધો હતો. ઉપરાંત ૯૦૦૦ થી પણ વધારે હરીભક્તો એ આજની એકાદશી નો ફલાહારનો પ્રસાદ આરોગ્યનો હતો.

    સમગ્ર હવન શાળામાં સ્વામિનારાયણ સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોએ ખડેપગે રહી વ્યવસ્થાપન સંભાળ્યું હતું. દશાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું પણ સુંદર આયોજન સ્વામિનારાયણ સંતો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આજે ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય હોમાત્મક ઐતિહાસિક હવનનો લાભ સેંકડો લોકોએ લ‌ઈ ધન્યતા અનુભવી હતી.


    ચાર દિવસ બીએપીએસ સંસ્થાનું કાર્યક્રમ છે તેની વિગતો જે નીચે મુજબ છે.

    બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના હિંમતનગર ના કાંકણોલ ખાતે આવેલ મંદિર નો દશાબ્દી મહોત્સવ તા. ૨૨/૧૨/૨૦૨૩ થી ૨૫/૧૨/૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવશે.

    હિંમતનગર મંદિરના કોઠારી સ્વામી પૂ.મંગલપુરુષદાસ સ્વામી તથા પૂ. કૌશલમુનીદાસ સ્વામીએ જણાવેલ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રગટ ગુરૂહરી પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ થી સદૃગુરુ સંત પૂ. વિવેકસાગરદાસ સ્વામીની ઉપસ્થિતીમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે .

    તારીખ ૨૨ ને શુક્રવાર ના રોજ પ્રથમ દિવસે આદિવાસી સમાજના ૧૦૦ યુગલો ના સમુહ લગ્ન યોજાશે, જેમાં દરેક યુગલ ને વિવિધ ચીજવસ્તુ રૂપે 1 લાખ રૂપીયા સુધીની ભેટ આપવામાં આવશે. તમામ યુગલો લકઝરી બસ દ્રારા સુરત ખાતે પ.પૂ. સંત શ્રી મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ લેવા ગયા હતા.

    જ્યારે પછી તારીખ ૨૩ ને શનીવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, સંસ્કાર દિન ની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨૪ ને રવિવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, ભારત ભાગ્ય નિમાઁણ કાયઁક્રમ યોજાશે અને અંતિમ દિવસે તારીખ ૨૫ ને સોમવારના રોજ હિંમતનગર મંદિર નો પાટોત્સવ અભિષેક, સન્માન સમારોહ તથા સમપઁણ દિવસની ઉજવણી કરાશે.

    તેમણે વધુમાં જણાવેલ કે આ દશાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા ૧ માસ થી ચાલી રહી છે જેમાં ૫૦૦ ઉપરાંત સ્વયંસેવક બહેનો તથા ભાઇઓ વડીલ સંતોના માગઁદશઁન હેઠળ સેવા આપી રહ્યા છે. બહારગામના તમામ સ્વયંસેવકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

  • જમાલકુડુ: જાણો એનિમલ ફિલ્મના અતિ લોકપ્રિય થયેલા સંગીતના ધૂનની રહસ્યમય વાત

    જમાલકુડુ: જાણો એનિમલ ફિલ્મના અતિ લોકપ્રિય થયેલા સંગીતના ધૂનની રહસ્યમય વાત

    સંપાદન: નિરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640)

    જમાલકુડુ: Music Always connects!😃

    જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ( સંગીત દુનિયાના બધા સીમાડાઓને ઓળંગીને લોકોને જોડે છે! ) હમણાંથી ખૂબ ચર્ચામાં થયેલા એનિમલ મુવીના પ્રસિદ્ધ સંગીત અને ગીત ..લોકોની social પ્રોફાઇલમાં આવતા તેમના અભિનય અને તેની સાથેના મ્યુઝિક… અને ખાસ કરીને આ સંગીતના આધારે છેલ્લા કેટલાક સમયથી facebook પર અને બીજા અન્ય સોશિયલ મીડિયા પર લાખો વીડિયો વાયરલ થઈ રહ્યા છે! જેમાં બેકગ્રાઉન્ડમાં ઈરાનના પ્રસિદ્ધ કવિતાની મ્યુઝિક કમ્પોઝિશન વાગે છે શું છે આ મ્યુઝિકની ખાસિયત???
    એના વિશે વિગતે જાણો જાણીતા સ્તંભકાર -વિરલ રાઠોડ ની કલમ…

      સૂકા દુષ્કાળ જેવી સ્થિતિમાંથી બોલીવુડને બેઠું કરનાર પઠાણે કમાણીમાં છોતરા ફાડી નાખ્યાં. એ પછી જવાને સિસ્ટમ સામે બાંયો ચડાવીને એક વેઇકપ કોલ જેવું કામ કર્યું. વચ્ચે તું જુઠ્ઠી મે મકકાર નામની ફિલ્મ આવી પણ એ ઠીક ઠીક રહી. પણ પૈસાના ખોખા તો એને પણ ભરી લીધા. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા ખરાબ સમયમાંથી પસાર થઈ કે કલાકારો તો ઠીક એને કાયમ . માણનારા દર્શકો એક કપરો દાયકો કોઈ દિવસ ભૂલી નહીં શકે. વિષય સારો હોઈ તો સ્ક્રીપ્ટમાં ઠેકાણા ના હોય, પ્રેઝન્ટેશન સારું હોય તો ગીતમાં ઠેકાણા ના હોય. ગીતની વાત આવી એટલે એક વાત પર એ પણ પ્રકાશ પાડું કે, મ્યુઝિક વીડિયોથી આખા સંગીત અને વિડીયોની ફ્લેવર્સ બદલી ગઈ. 90 ના દાશકમાં આ કામ પોપ મ્યુઝિકથી થયું. એની પણ પહેલા બપ્પી દા એ ડાન્સ મ્યુઝિક પીરસીને દરેકના પગને થીરકતા કરી દીધા.

     

    કોરોનાના કાળ બાદ જાણે યુગ પરિવર્તન થયું હોય એવો અહેસાસ થયો. ખાસ કરીને સંગીતના સેક્ટરમાં એવી નવી ટેકનોલોજી આવી કે ઘરબેઠા પણ અમુક વસ્તુનું કંપોઝિશ શક્ય બન્યું પણ એમાં પણ સ્ટુડિયોની ફીલ અને એક્સપર્ટની ઇફેક્ટ તો મિસીંગ જ હતી. ટાઇગર 3 ફિલ્મથી અરિજિત અને સલમાનનો મેળ પડી ગયો. એટલે સ્વેગ સે સ્વાગત ચાલ્યું એટલું લેકે પ્રભૂકા નામ ના ઉપડ્યું. સલમાનને પણ પ્રભુનું નામ લેવું પડ્યું હશે ત્યારે ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લેવામાં રીતસરની હાફી ગઈ. વચ્ચે પાછો વર્લ્ડકપ આવ્યો પણ ઓસ્ટ્રેલિયા એને ખેચી ગયું. એ પછી બાદશાહના ધૂમધડાકા વાળા પાર્ટી સોંગ રિચાર્જની વેલીડિટીની જેમ આવ્યા. જે ક્યારે ફેંકાઈ ગયા એની ખબર જ ન પડી. વેલ, એનિમલ ફિલ્મે રણબીર કપૂરના સાતેય રંગ ખીલવી દીધા. ઈમોશન, લવ અને લોહીના ફુવારા કરતાં એક્શન સીન એવા રહ્યા કે કબીરસિંહ ટૂંકા પડે. એમાં પણ 500 ટન વજનવાળી ઓરીજીનલ ગનથી રીતસરનો શોક લાગ્યો. જોકે આની પાછળ સુરેશ સેલવર્જન નું ભેજું છે. ઠેકન્સ ટુ હીસ ટીમ. (કાઠિયાવાડી થેંક્યું ને ઠેંક્યું બોલે….હા હા). રણબીરએ આ ફિલ્મથી એક્શનનો નવો માઇલસ્ટોન ઉભો કરી દિધો. પણ આ રેઇનબો કપૂર કરતા પણ વધુ ચર્ચા એ ફિલ્મના વિલનની છે.

     

    આશ્રમ વેબ સિરીઝથી વિલનના રોલમાં કમબેક કરનાર બોબી આખી ફિલ્મમાં એક શબ્દ બોલ્યો નથી. પણ આ ધરમપુત્ર એ ફેસ એક્સ્પ્રેસમાં કાયદેસર પાડી દીધાં. હવે એની એન્ટ્રી વખતે એ જે ગીત વાગે છે એના મૂળ ઈરાનના છે. ઈરાનની એક સમયની કવિતા હતી આ જમાલકુડુ. અસ્સલમાં હર્ષવર્ધન રામેશ્વરમ એ આ ગીત કંપોઝ કર્યું છે. વર્ષો પછી આ ધૂન ડીજેની જુદી જુદી બીટ પર વાગે છે. ઈરાનના ખત્રેહ ગ્રૂપ આને સૌથી પહેલા કમ્પોઝ કરેલું. એ વખતેની આબેહૂબ ધૂન ફિલ્મમાં લેવાઈ છે. વર્ષ 1950માં ઈરાનમાં આવેલી ખરાઝેમી ગર્લ્સ હાઈ સ્કૂલમાં કવિતા રૂપે પ્લે થયું. બીજાન સમાંદર નામના સર્જકે આના શબ્દો લખ્યા છે. ભલે આપણા દિમાગમાં એ સમજાય નહિ પણ ઈરાનની ભાષામાં એનો એક અર્થ થાય છે. એમ તો કોલાવેરી ડી માં પણ કોઈને કંઈ ટપ્પો પડ્યો ન હતો, પણ મજા બધાને ખુબ આવી.

     

     

    પહેલી વખત આ ગીત શિરાઝી ચોઇરે ગાયું. પછી ઈરાનના કોઈ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ગવાતું. સંદીપ વાંગા રેડ્ડીના એક્શન સીન માટે જેટલી ગાળો દેનારા છે તો એકવાર એની આવી ધી બેસ્ટ કહી શકાય એવી મ્યુઝિક સેન્સ માટે પણ એક તાલી તો બનતી હૈ…હવે કરીએ ગીતની અંદરની વાત. હવે જેને ધ્યાન આ ગીત સાંભળ્યું હશે એને ખ્યાલ હશે કે આ ગીતમાં કોઈ જ સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેંટ પાછળ નથી વાગતા. કોઈ જ લીડ પ્લેઈંગ થતું નથી. આખું ગીત કોરસ (ગાયકોનું એક ગ્રુપ જે લીડ સિંગરની પાછળ ગાતું હોય) થી શરૂ થાય છે અને કોરસમાં જ એન્ડ થાય છે. બીજી એક ખાસ વાત આખું ગીત કલેપ બિટ પર છે. વીડિયોમાં પણ એક ગ્રુપ તાલીના સહારે ગીત ગાય છે. બેગ્રાઉંડમાં વાગતું વાજુ એક કોઈ હાર્મોનિયમ નથી. આર્કોડિયન છે. આ ગીત ફિલ્મમાં પ્લે થયા બાદ એની એન્ટ્રી ક્લિપ ચાર દિવસમાં 24 મિલિયન વ્યું સુધી પહોંચી ગઈ.

    બોબીની એન્ટ્રી વખતે આ ગીત વાગશે એ નિર્ણય ડાયરેક્ટરનો હતો. પણ એમાં બોબી જે ડાન્સ કરે છે એ ડાન્સ આઈડિયા બોબીનો પોતાનો છે. જે રીતે જવાન ફિલ્મમાં ટ્રેન મા શાહરૂખ બેકરાર કર કે હમે ગીત પર જે ડાન્સ સ્ટેપ કરે છે એ કોઈ જ કોર્યોગ્રાફરે એને શીખવાડયા નથી. એ એના પોતાના છે. જ્યારે બોબીને એની એન્ટ્રી કેહવામાં આવી એ સમયે બોબીને એનું બાળપણ સાંભર્યું. નાનો હતો ત્યારે તેણે પંજાબમાં કોઈને ગ્લાસ માથે મૂકી નાચતા જોયેલા. આ જ વસ્તુ બોબી ફિલ્મમાં કરે છે. ફિલ્મના વીડિયોમાં દેખાતી મસ્ત છોરી હકીકતમાં ઈરાનની જ છે. જે ક્રશગર્લ બની ગઈ છે. જેના ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત 2 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા. આ એવી મેહનતું છોરી છે જેને કર્મબળે કમાણી કરી છે. નોરા સાથે પણ નાચી ચૂકી છે. ટૂંકા સમયની સ્ક્રીન પ્રેઝેન્સ કામ કરી ગઈ. બંદી સ્ટાર બની ગઈ. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વખતે ઈરાનની ભૂમિકા સામે સવાલ થયા હતાં. એક સમયે આ દેશને લોકો અલગ નજરથી જોતા હતાં. પણ આ ગીતના મૂળ ઈરાનમાં છે અને આજે દર દસ લોકોની રિલ્સ, સ્ટોરી અને સ્ટેટસ આ ગીત જોવા મળે છે. આ જ તો તાકાત છે સંગીતની, કલાની, ફિલ્મની, અપિલિંગની. સમજાય ભલે કાઈ નહીં પણ મજા બૌ આવ્યા રાખે. કલા કાયમને માટે કનેક્ટ કરવાનું કામ કરે છે એ પછી સંગીત હોય કે સાહિત્ય. મ્યુઝિક તો ઓલવેઇઝ જોડે છે. જેને અલગ નજરે જોતા એ જ દેશનું ગીત આજે આઇકોન છે. સેલ્યૂટ છે આ સંગીતને અને સંદીપ વાંગાં રેડ્ડીને.

     

    Link of Viral Rathod’s blogs.

    *જમાલકુડુંની જમાવટ*
    *વાઇરલ સોંગ પાછળની હકીકત*