કેટેગરી દિવસ વિશેષ

  • માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

    માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

    Nirav Joshi, Gandhinagar (M-7838880134)

    સમગ્ર ભારતમાં મા અંબાના ભક્તો અંબાજીએ આવીને માં અંબાના ચરણોમાં પોતાની માનતા અને ભાવના અર્પણ કરે છે એટલું જ નહીં પરંતુ માં અંબાના મંદિરને ભવ્ય બનાવવા માટે મનોરથ રાખે છે. આવા જ પ્રયાસમાં એક નવું પગલું છે… મા અંબાના મંદિરમાં શણગાર અને સેવાના રૂપે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે અને એ છે … જગત જનની માં અંબાના ચરણોમાં – સેવામાં અદભુત અને દુર્લભ કહેવાય એવી ચામરની સેવા!

    ૧૨ મી ફેબ્રુઆરીએ અંબાજી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ભવ્ય ચામરયાત્રા યોજાશે

    ¤ હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળમાંથી બનાવાઈ છે માં અંબાની પવિત્ર ચામર

    ¤ જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા જગત જનની માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

    જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ મી થી ૧૬ ફેબ્રુઆરી સુધી માં અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે પ્રકૃતિના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિના અવસર સમો શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા જગતજનની માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરવામાં આવશે. ૧૨ મી ફેબ્રુઆરીના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ ૫૧ શક્તિપીઠો પર ભવ્ય ચામરયાત્રા પણ યોજાશે.

    જય ભોલે ગ્રૃપ અમદાવાદના ફાઉન્ડરશ્રી દીપેશભાઈ અને સભ્યો દ્વારા તાજેતરમાં આદ્યશક્તિ માં અંબાને સુવર્ણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. તે પ્રસંગે તેમને ચામરમાં રસ પડ્યો હતો અને માં અંબાને ચામર ચડાવવાનો મનોરથ કર્યો હતો. જે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ૧૨ મી ફેબ્રુઆરીએ કલેક્ટરશ્રી આનંદ પટેલ અને જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા માં અંબાને ભક્તિ ભાવપૂર્વક ચામર અર્પણ કરવામાં આવશે.

    શિવમહાપુરાણમાં વર્ણિત કથા મુજબ સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી. માં જગદંબાની વિશેષ કૃપા અને શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના સહયોગથી જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા માતાજીની ચામર અંગે એક રીસર્ચની શરૂઆત થઈ હતી. જેમાં જાણવા મળેલ કે શાસ્ત્રોમાં જણાવ્યા અનુંસાર સફેદ ચમરી ગાયની પુંછડીના વાળમાંથી ચામર બને છે અને ચમરી ગાયનો વસવાટ અને ઉત્પતિ હિમાલય પર્વત ઉપર અરુણાચાલ પ્રદેશ અને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળે છે.

    જેથી જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો લેહથી ૨૦૦ કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા જાણવા મળેલ કે આવી ૪૫,૦૦૦ ગાયો છે. તેમાંથી ફક્ત ૮ ગાય સફેદ છે. સફેદ ગાયમાં પણ જે નર નથી અને માદા પણ નથી એવી ગાયના પૂંછડામાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત ૨ ગાયો જ મળવાપાત્ર છે ત્યારે દીપેશભાઈ અને તેમના મિત્રોની મુંઝવણ વધી ગઈ પરંતુ માં અંબાના આશીર્વાદ અને તેમના મક્કમ નિર્ધારથી તેમનો મનોરથ પૂર્ણ થયો હતો.

     

    હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળ પુરા માન અને સન્માન સાથે લાવ્યા હતા.

     

    ત્યારબાદ અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ ૮, ૧૬ અને ૩૨ ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. ૫૧ શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ અલૈાકિક ચામરયાત્રામાં શ્રધ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

    ¤ ચામર યાત્રાની વિશેષતા અને આકર્ષણ*

    જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવી રહેલી ચામર પ્રસંગે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા સ્થળ ખાતે ચામર યાત્રા યોજાઈ રહી છે.

    આ ભવ્ય અને યાદગાર કાર્યક્રમમાં અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર, કલોલની પ્રજ્ઞાચક્ષુ અને માનસિક શારીરિક વિકલાંગ દીકરીઓ દ્વારા માતાજીની મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. દીપેશભાઈ પટેલ દ્વારા માતાજીના અંગ, શક્તિ, ભૈરવ અને સ્થળ પર રચિત અદભૂત આરતી અને સ્તુતિની પણ આ દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.

     

  • PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    નીરવ જોશી , Delhi ( M-7838880134)

    ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાઘવજી પટેલ બીજી વખત કેબિનેટ કૃષિ પ્રધાન બન્યા છે. કેન્દ્ર સાથે અતૂટ વિશ્વાસનો નાતો રાઘવજી એ પોતાના કાર્યો અને મંત્રાલયની કામગીરી વડે બનાવ્યો છે!  આ પહેલા તેઓ ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સફળ કામગીરી બજાવી ચૂક્યા છે.

    મોદી સાથેની મુલાકાત બાદ રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું

    “જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

    તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.”


    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કૃષિને લગતા અનેક નિર્ણાયક મુદ્દાઓ એક પછી એક કૃષિ મંત્રાલય ઉકેલવાના દિશામાં નિર્ણય લઈ રહ્યુ છેલ્લા 15 દિવસમાં મોરબી અને કચ્છ ખાતે અનુક્રમે 20 મી જાન્યુઆરી અને 28 જાન્યુઆરીએ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે હાજરી આપીને અનેક કાર્યક્રમો શરૂ કરાવ્યા હતા. ખાસ કરીને રખડતા પશુઓના- સાંઢના ખસીકરણ અને બીજા પશુઓના ખસીકરણ અંગે ઉત્તમ કામગીરી કૃષિ મંત્રાલય કરી રહ્યું છે.

    *રાજયના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    ¤ *રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓના વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ અભિયાન દરમિયાન ત્રણ જિલ્લાઓમાં ૨૫૬ પશુઓનું ખસીકરણ*

    ¤ *રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરાશે: રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે*.

    ¤ *કચ્છ જિલ્લામાં નખત્રાણા ખાતે તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી*

    પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને રખડતા પશુઓના ત્રાસથી મુકતિ અપાવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.આ માટે રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ કરવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે જે અતર્ગત મોરબી,જૂનાગઢ અને કચ્છ મળી કુલ ત્રણ જિલ્લાઓમાં ખસીકરણ ઝુંબેશનો આરંભ કરવામાં આવેલ છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરવામાં આવશે જે રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે.

    તેમણે ઉમેર્યુ કે,ખસીકરણની સઘન ઝુંબેશ રાજ્યમાં રખડતા પશુઓ ખાસ કરીને આખલાઓ દ્વારા જાહેર જનતાને થતી અગવડો જેમાં અકસ્માતથી ઇજા અને મૃત્યુના બનાવો અને ખેતરોમાં થતા ભેલાણથી થતા નુકસાન સામે બચાવ માટે મદદરૂપ બનશે.

    કૃષિ,પશુપાલન ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીની પ્રેરણાથી મોરબી જિલ્લાથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રખડતા આખલાઓ તથા ગૌ શાળાઓ અને પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગાય વર્ગના નર પશુઓની સર્જરી કરી ખસીકરણ કરવામાં આવે છે.આ માટે પશુપાલન ખાતાના નિષ્ણાત અને અનુભવી પશુચિકિત્સકોની ટીમ દ્વારા આવી સંસ્થાઓ ખાતે ખસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. ઓપરેશન બાદ ખસી થયેલ પશુઓની જરુરી સારસંભાળ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.ખસીકરણ થયેલ પશુઓની આક્ર્મતા ઘટે છે અને સ્વભાવે શાંત બને છે,જેના કારણે રખડતા પશુઓથી થતા અકસ્માતમાં ઘટાડો થશે અને ગૌ શાળાઓ અને પાંજરાપોળ આવા પશુઓને સરળતાથી સાચવી શકે છે.

    મંત્રીશ્રી દ્રારા પ્રેરિત આ અભિયાન અંતર્ગત મોરબી ખાતેના કેમ્પમાં કુલ ૫૦ પશુઓનું ખસીકરણ કરવામાં આવેલ જ્યારે જૂનાગઢ ખાતે આયોજીત કેમ્પમાં ૬૮ પશુઓમાં અને નખત્રાણા ખાતેના કેમ્પમાં કુલ ૧૩૮ પશુઓમાં ખસીકરણ કરવામાં આવેલ છે.

    મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતેથી કચ્છ જિલ્લામાં તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો

    આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યની તમામ ગૌશાળા/પાંજરાપોળ સાથે સંકળાયેલ જીવદયા પ્રેમી દાતાઓ ને જરૂરી સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું હતું નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી સુરક્ષિત કરવાના આ મહત્વના કાર્યક્રમ માટે રાજય સરકારની સાથે સાથે સ્થાનિક દાતાઓ અને સંસ્થાઓનો સહકાર ખુબ જ મહત્વનો પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું

    મંત્રીશ્રીએ પશુઓની સેવાની કામગીરીને જીવનનો ભાગ બનાવી સંસ્થાના સંચાલક તથા દાતાઓનો આભાર વ્યકત કરીને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લેવા રાજયની તમામ સંસ્થાઓને આહવાન કર્યું હતું.

    તેમણે પશુપાલકોને પશુપાલન ખાતાની ખાણદાણ સહાયની યોજના જેવી વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

    તેમણે ઉમેર્યું કે,પશુ ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન, સેક્સ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલોજી જેવી અધ્યતન પધ્ધતિઓ અપનાવવાથી પશુઓનું ઉત્પાદન તો વધશેજ સાથે સાથે રખડતા આખલાઓ ની સંખ્યા પણ ઘટવાથી બેવડો લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

    પશુપાલન નિયામકશ્રી ડો. ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પ્રસ્તુત તાલુકા પશુપાલન શિબીર અને ખસીકરણ કાર્યક્રમ અંગેની અગત્યતા જણાવી હતી તેમજ લમ્પી રોગચાળા સમયે જીલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારી થી થયેલ કામગીરીનો ઉલ્લેખ રાજ્યમાં સંપુર્ણપણે રોગચાળા પર નિયંત્રણ મેળવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા ગૌ-પુજન કરી સંસ્થામાં ચાલતા વિવિધ સેવાકિય કાર્યોની ખસીકરણ ઓપરેશનની તથા માનવસેવાની કામગીરી રૂબરૂ મુલાકાત લઈ કામગીરી બિરદાવી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

    મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના કુલ ૫ લાભાર્થી સંસ્થાઓને રૂ. ૫૯ લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજના લાભાર્થીઓને રૂ. ૧.૫ લાખની સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું.

    મત્રીશ્રી દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મંત્રીશ્રી લાલજીભાઇ રામાણી તથા સમસ્ત ગૌસેવા કેન્દ્રની ટીમ તથા અન્ય સેવાકિય પ્રવૃતિ કરતા તમામ લોકોનું સન્માન કરી તેઓની પ્રવૃતિ બિરદાવવામાં આવી હતી.

    પશુપાલન શાખાના પશુચિકિત્સા અધિકારીશ્રી ઓની કુલ ૧૦ ટીમો દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતે કુલ ૧૩૮ પશુઓની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખસીકરણ ઓપરેશન અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી હતી.

    આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પારુલબેન કારા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    *********

    મોરબી ખાતે 28 જાન્યુઆરીએ નીચે મુજબનો કાર્યક્રમ થયો હતો.

    રાજ્યવ્યાપી ખસીકરણ ઝુંબેશનો મોરબીથી શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

    “૧૨૭ નવા ફરતા પશુ દવાખાના થકી
    ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બનશે”
    – રાઘવજીભાઈ પટેલ

    ખસીકરણ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી
    મોરબીને મોડલ બનાવવા મંત્રીશ્રીએ અપીલ કરી

    સૌજન્ય :માહિતી બ્યુરો, મોરબી

    કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

    રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેનો મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી કેબિનેટ મંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.
    આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકાર લોકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમાનુરૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.

    ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા પશુપાલકોની પડખે ઉભી છે. પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. રાજયમાં હાલ ૪૬૫ ફરતા પશુ દવાખાના છે. જેમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાના વધારો કરવામાં આવનાર છે. જેથી ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બની રહેશે.
    આ તકે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો અને અન્ય ઢોરનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ખસીકરણ ઝુંબેશ આવી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવે તો વધુ સફળતા મળશે. મોરબીથી પ્રારંભ થતી આ ઝુંબેશમાં મોરબીને મોડેલ બનાવવું છે તેવુ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    આ તકે મંત્રીશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યદુનંદન ગૌશાળા ખાતે ૫૦ જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના વરદ હસ્તે ગાયો માટે ઉદાર દિલે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ-પૂજન પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ સમગ્ર ગૌશાળાની મુલાકાત પણ કરી હતી.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડીયા અને બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબિયા, નાયબ પશુપાલન નિયામકશ્રી એન.જે. ફળદુ, રિજિયોનલ ડાયરેક્ટરશ્રી ડો. ગોહિલ, અગ્રણી સર્વશ્રી લાખાભાઈ જારીયા, કુંવરજીભાઈ કાલરીયા, યદુનંદન ગૌશાળાના કાંતિભાઇ તેમજ ડોકટર્સની ટીમ સહિત વિવિધ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આમ જાન્યુઆરીના છેલ્લા દસ દિવસમાં જ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખૂબ જ અગત્યનો એવો રખડતા ઢોરના મુદ્દા અંગે ત્રણ જિલ્લાઓમાં કાર્યક્રમોની શરૂઆત કરાવી છે. આ પહેલા માછીમારોના મુદ્દે અંગે પણ જાન્યુઆરીમાં રાઘવજી પટેલે અગત્યના નિર્ણયો કર્યા હતા…એ ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રખડતા ઢોરના મુદ્દે માલધારી સમુદાય અને ભાજપ સરકાર સામસામે  બાયો ચડાવી હતી. આવા સમયે રાઘવજી પટેલનું કૃષિ પ્રધાન તરીકેનું કાર્ય અગત્યનું બની રહે છે. આગળ જતા ગુજરાતના પશુધન માટે વધારે સારી વ્યવસ્થા ઊભી થાય એવું જનતા ની તીવ્ર લાગણી અને માગણી છે.

  • ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો સપાટો, ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું

    ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો સપાટો, ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    શનિવારના રાતને અને રવિવારના સવારના ભર શિયાળામાં કમોસમી વરસાદે  તે કુદરતની લીલા એ ખેડૂતને ચિંતામાં મૂકી દીધું હતું.. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા તેમજ અમદાવાદના અમુક ગામડાઓમાં અને શહેરમાં કમોસમી માવઠું સર્જાયું હતું પરિણામે ખેડૂતોના પાક પર વરસાદના જોર ના કારણે પાક આડુ પડી ગયો હતો. નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઘઉં ,રાયડો તેમજ બીજા પાક થાય છે.

    હિંમતનગરના વિસ્તારમાં ખેડતશ્ય રોડ પર આવેલા કાણીયોલ, ચોટીલા , રામપુર તેમજ બીજા બધા ગામડાઓમાં પણ વરસાદએ પાકને નુકસાન પહોંચાડ્યું હતું. આગામી સમયમાં આ નુકસાનને સરકાર ભરપાઈ કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે પ્રસ્તુત વીડિયોમાં કાણિયોલમાં વરસાદથી નુકસાન થયેલો ખેડૂતનો પાક જોઈ શકાય છે.

    Video: દિલીપભાઈ પટેલ, કાણીયોલ

     

     

  • આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, સોશિયલ મીડિયામાં સરકાર સામે ભારે આક્રોશ !

    આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, સોશિયલ મીડિયામાં સરકાર સામે ભારે આક્રોશ !

    નીરવ જોશી ગાંધીનગર (M-7838880134)

    ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષામાં પેપર ફૂટીયું હોવાની આશંકાને પગલે પરીક્ષા રદ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે કે 9 લાખ વિદ્યાર્થી યુવા ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના હતા… એટલું જ નહીં પરંતુ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પરીક્ષા માટેની તૈયારીઓ પણ ખૂબ મોટાપાએ કરવામાં આવી હતી. આશરે નવલાખ જેટલા વિદ્યાર્થીઓએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. સવારે 11 થી 12 કલાક દરમિયાન આ પરીક્ષા યોજવાની હતી.પોલીસ ને અપાયેલી માહિતીને આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ધરુપકડ કરી છે.

    વિધાનસભાની ચૂંટણી થયા બાદ ફરીથી સરકારનું ભોપાળું બહાર આવ્યું છે અને પેપર ફૂટવાનું ભાજપના રાજમાં હવે ચાલુ જ છે !

    સવાલ એ છે કે યુવાનોને પરીક્ષા રદ થવાથી પડનારી અનેક પ્રકારની તકલીફો અને હાલાકી અંગે રાજ્યનું તંત્ર ક્યારેય સંવેદનશીલ થશે???

    આ પરીક્ષા આપવા ગયેલા યુવા વિદ્યાર્થીઓ ને મોંઘવારીના સમયમાં કેટલી હાલાકી કે તકલીફો પડી હશે- તે તો દેશની જનતા અને ગુજરાતી જનતા એ જ વિચાર કરવો રહ્યો કારણ કે આ વખતે ગુજરાત ના લોકોએ 156 સીટો આપી છે એટલે ભાજપની સરકારને હવે વિચારવાની જરૂર નથી!

    સોશિયલ મીડિયામાં ફૂટ્યો ગુસ્સો, અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા!

    ગુજરાતના લગભગ બધા જિલ્લાના બસ સ્ટેન્ડ પર આવો માહોલ દેખાઈ રહ્યો છે!

    સોશિયલ મીડિયામાં ફૂટે ગુસ્સો, ફરતા થયા મેસેજ!

    કુદરતે વાદળું ફોડતા ખેડૂતો ને નુકસાન કર્યું અને સરકારે પેપર ફોડી એ ખેડૂત ના દીકરા નું નુકસાન કર્યું 🥹🥹🥹😭

     

    (2)

    *રાત્રે વાદળ લીક (માવઠુ) થતા ખેડૂતો કહે ભણ્યા હોત તો સારુ હોત.😞*
    *પરોઢિયે પેપર લીક થતા ભણેલા કહે ખેડૂત હોત તો સારુ હોત. 😒

     

     

    Forward message & videos 

    મહીસાગર : પેપર લીક નો મામલો

    જીલ્લા ના મુખ્ય મથક માં ચકાજામ

    પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થી ઓ દ્વારા હાઇવે જામ

    પેપર લીક ને લઈ રોષ માં આવેલ વિદ્યાર્થી ઓ એ ચકાજામ કર્યું

    વિધાર્થી ઓ રસ્તા પર આવી વાહનો રોકી વીરોધ કર્યો

    લુણાવાડા પોલીસ ઘટના સ્થળે

    —–####

     

  • કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે- કોંગ્રેસ

    કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે- કોંગ્રેસ

    નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    તાજેતરમાં રાજ્યમાં ઠંડીનો વાતાવરણમાં ધ્રુજારો વધી  ગયો છે ત્યારે સાધારણ માણસોથી માડીને ખેડૂતોને પણ ઠંડીમાં સહન કરવાનું આવ્યું છે …આ અંગે કોંગ્રેસે ઠંડીનો ભોગ બનેલા નાગરિકો અને ખેડૂતો અંગે ચિંતન લાગણી પ્રગટ કરી હતી.

    • કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે

    • કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે

    સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે ત્યારે ખેડૂત દિવસે વીજળી અને મૃતક ખેડૂતના પરિવારજનોને આર્થિક સહાયની આપવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વળવામાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે ખેતી કરવામાં પડી રહેલી હાલાકી દુર કરવાની માટે રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તે જરૂરી છે. ઉદ્યોગોને ટ્રાન્સફોર્મર, નવું કનેક્શન ૨૪ કલાકમાં જ મળી જાય પરતું જગતના તાતને છેલ્લા ૨૪-૨૪ મહિનાની રજુઆતો છતાં દિવસે વીજળી મળતી નથી. ચુંટણી ટાણે ખેડૂતની આવક બમણી કરવાનાં વાયદા-વચન આપનાર ભાજપ સરકારના રાજમાં ખેડૂતની આવક અડધી અને ખર્ચ બમણો થઇ ગયો છે. તાજેતરમાં રાજકોટમાં એક દીકરીનું ઠંડીને કારણે દુઃખદ નિધન, વલસાડમાં એક કોલેજ વિદ્યાર્થીનું નિધન થયું મોડાસામાં પણ ટીટોઈના ખેડૂત સહીત બે ખેડૂતોએ કડકડતી કાતિલ ઠંડીને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા સાથે યોગ્ય પગલા લેવાનો સમય પાકી ગયો છે. ગુજરાતમાં પડી રહેલી કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે અને રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
    તાજેતરમાં કાતિલ ઠંડી ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે જગતના તાત માટે કોંગ્રેસ પક્ષ બે મુખ્ય માંગ કરે છે.
    ૧) રાજ્યમાં ઠંડીને કારણે મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારજનોને રૂપિયા ૧૦ લાખની આર્થિક સહાય કરવામાં આવે.
    ૨) કાતિલ ઠંડીમાંથી બચવા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે.

    લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્યસરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી અને આર્થિક વળતર આપવાનો નિર્ણય સત્વરે કરવામાં આવે.

     

    (ડો.મનીષ એમ. દોશી)
    કન્વીનર અને પ્રવક્તા

  • સાબરકાંઠામાં વડાલી ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઇ  

    સાબરકાંઠામાં વડાલી ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઇ  

    નીરવ જોશી, હિંમતનગર ( M-7838880134)

    વડાલી ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઇ  

    સમગ્ર ભારતમાં 74 પ્રજાસત્તાક પર્વ ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યું હતું. આજના દિલ્હીના કર્તવ્ય પથ ખાતે રજુ થનારી પરેડ નારી શક્તિ વિષયવસ્તુ પર સમર્પિત હતી … ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને અલગ અલગ જિલ્લાઓમાં પણ ગુજરાતમાં મંત્રીઓના હસ્તે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેના અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના હસ્તે વડાલી ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

    ઉધોગ, સેવા અને કૃષિક્ષેત્રના સમતોલનથી વિકાસની નવી કેડી કંડારાઇ છે     –     મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર

     

    સાબરકાંઠા જિલ્‍લાકક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં વડાલીની શેઠ શ્રી ભુરાલાલ છગનલાલ શાહ આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવી હતી.

     

    દેશના નામી-અનામી સ્વાતંત્રવીરોના ચરણોમાં વંદન કરી ૭૪માં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવાતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણો દેશ  વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે જેની પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સબળ, સશ્કત અને દિર્ઘદષ્ટીપૂર્ણ નેતૃત્વ જવાબદાર છે. દેશ દિનપ્રતિદિન વિકાસના નવા સોપનો સર કરી રહ્યો તેમાં જી-૨૦ સમીટનું આયોજન કરી સફળતાનું નવુ સોપાન ઉમેર્યુ છે. નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડીને રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેજ રફતારથી આગળ લઇ જઇ રહ્યા છે.

            ઉધોગ, સેવા અને કૃષિ એ કોઇપણ રાજયના વિકાસના મુખ્ય આયામ છે. ગુજરાત એ એક એવુ રાજય છે જયાં આ ત્રણેયના સમતોલ વિકાસની કેડી કંડારાઇ છે. આજે ગુજરાતમાં છેવાડાના વિસ્તારમાં શિક્ષણ, કૃષિ, રોજગાર, ઉધોગ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, સિંચાઇ પાણી સવલતો વચંતિ-વનબંધુઓનો સહિત તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો સર કર્યા છે.

            વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે,  કોરોનાની મહામારી દરમિયાન ગુજરાત સરકારની પરીણામલક્ષી કામગીરીના લીધે કોરોના વેક્સિનની વ્યાપાક અને સઘન કામગીરી બદલ રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કરવા બદલ ઇન્ડીયા ટુડેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. બે દાયકા પહેલા દર્દીઓને મોંઘી શસ્ત્રક્રિયાથી વંચિત રહેવુ પડતું હતું પરંતુ આજે જન આરોગ્યની અનેક યોજનાઓનું અમલીકરણ અને ૧૯૮૬ સરકારી તેમજ ૯૧૫ ખાનગી હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરાવતા દર્દીઓને રાહત થઇ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૬.૧૦ લાખ ગોલ્ડનકાર્ડ ઇશ્યુ કરાયા છે.   

    મંત્રીશ્રીએ કૃષિક્ષેત્રે રાજય અગ્રેસર હોવાનું જણાવતા કહ્યુ હતુકે, કૃષિ વિકાસનો દર ડબલ ડિઝીટમાં પંહોચ્યો છે. રાજયમાં ૪૫ લાખ મેટ્રીક ટન મગફળી ખરીદી કરાઇ છે. દેશના ધરતીપુત્રોની સાથે રાજયના ધરતીપુત્રોને કિસાન સન્માન નિધી અંતર્ગત રૂ. ૧૧૪૯ કરોડની સીધી સહાય તેમના ખાતામાં જમા કરાવવામાં આવી છે. આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ધરતીપુત્રોનો ડિઝીટલ યુગમાં પ્રવેશ થયો છે. રાજયમાં કૃષિ સાથે પશુપાલન કરતા ખેડૂતોને ટુંકી મુદ્દતના ધિરાણ વ્યાજ આપતી યોજનાઓનો અમલ થયો છે. પશુ મહાવિધાલયની પણ સ્થાપના કરવામાં આવી હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. આજે પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ ધરતીપુત્રોને આપવામાં આવી રહ્યુ છે જેને પરીણામે ડાંગ જેવા આદિવાસી જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.

    ઉધોગ ક્ષેત્રે અગ્રેસર રહેવાનો ગુજરાતનો મિજાજ બની ગયો છે. આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યુ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે. જે દેશના ઔધાગિક આઉટપુટમાં ૧૭.૪૪ ટકા ભાગ સાથે ગુજરાત વિકસિત રાજ્ય તરીકે ઓળખાય છે.  

    મહિલાઓની વાત કરતા મંત્રીશ્રીએ કરતા જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણની દિશમાં ગુજરાત અગ્રેસર છે. મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ૨૫ લાખ સખીમંડળોનો રૂ. ૧૬૦૦ કરોડના કારોબારની સોંપણી કરાઇ છે. મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરાતા ૧૮,૧૯૩ મહિલાઓને સેવાનો લાભ લીધો છે. તો ૫૪.૨૫ લાખથી વધુ મહિલાઓએ  અભયમ હેલ્પલાઇને સહાયતા પુરી પાડી છે. રાજયમાં ૧૩ તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં ૧.૭૦ કરોડ જરૂરીયાતમંદોને રૂ. ૩૫,૦૦૦ કરોડની સહાય કરી ગરીબોને સન્માન આપવાનું કામ કર્યુ છે.

    વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે પાણીદાર બન્યું છે. ગુજરાતના ઘરે-ધરે નળથી જળ મળવાના સપના સાકાર થઇ રહ્યા છે. હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    આ ઉપરાંત મંત્રીશ્રીએ જિલ્લામાં થયેલા વીજળીકરણ, દિવ્યાંગોને સાધન સહાય, રસ્તાઓનું નવીની કરણ અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.  

    પ્રજાસત્‍તાક પર્વ નિમિત્‍તે પરેડ કમાન્‍ડરના નેતૃત્‍વમાં પોલીસ પ્‍લાટુન, હોમગાર્ડ પ્‍લાટુન, ગ્રામ રક્ષક દળ, જુનિયર-સિનિયર એન.સી.સી., અશ્વ દળ તેમજ પોલીસ બેન્‍ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઇ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. જયારે વડાલી  વિવિધ શાળા અને હાઇસ્‍કુલના બાળકો ધ્‍વારા દેશભકિત ગીત, યોગાસન તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરાયા હતા. જેમાં બી.આર.સીના દિવ્યાંગ બાળોઓ દ્રારા કરવામાં આવેલ કૃતિએ આકર્ષણ જમાવ્યું હતું.

    આ પ્રસંગે જિલ્‍લા ખેતીવાડી વિભાગ, જિલ્‍લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્‍સી, ઉર્જા વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિત ૧૩ વિભાગો દ્વારા વિકાસની ઝાંખી કરાવતા ટેબ્‍લો રજુ કરવામાં આવ્‍યા હતા.

    પ્રજાસત્‍તાક પર્વ-૨૦૨૩ની ઉજવણી નિમિત્‍તે વડાલી તાલુકાના વિકાસ અર્થે રૂ.૨૫ લાખનો ચેક નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્‍યો હતો જયારે જિલ્લાની શ્રેષ્ઠ પંચાયત નેત્રામલીને રૂ. એક લાખનો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો તથા નિબંધ સ્પર્ધામાં નોમિનેશન થનાર ત્રણ વિધાર્થીનીઓને ઇનામ વિતરણના ચેક અપર્ણ કરાયા હતા. તેમજ જિલ્લાના ૪૧ શ્રેષ્ઠ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વિશેષ પ્રસંગે પરેડ ગ્રાઉન્ડ  ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.

            આ પ્રજાસત્‍તાક પર્વ નિમિત્‍તે સાસંદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઇ પટેલ, ધારાસભ્‍યશ્રી રમણલાલ વોરા, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી દીપેશ શાહ, પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલા,  વડાલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હંસાબેન સગર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઇ ખાંટ, જિલ્લા અગ્રણી શ્રી તખતસિંહ હડિયોલ, જયંતિભાઇ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

  • સાબરકાંઠામાં ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

    સાબરકાંઠામાં ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઈ

         સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ૨૫ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી  સભાખંડ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, મતદાન અવશ્ય કરીએ” ની થીમ આધારિત  ૧૩માં  રાષ્ટ્રીય મતદાતા દિવસની  ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

         આ પ્રસંગે જિલ્લા કલકટરશ્રીએ જણાવ્યું હતુ કે ભારત સરકાર દ્વારા, વધુને વધુ લોકો તથા યુવા મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા તેમને પ્રોત્સાહિત કરવા અને મતદાનની લોકશાહી પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે.આપણો દેશ લોકશાહી પ્રણાલીકાવાળો દેશ છે. જેમાં નિષ્પક્ષ ન્યાય,મુક્ત ચૂંટણી પ્રક્રિયા ખુબ અગત્યનો ભાગ ભજવે છે.આજે આપણે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે તાજેતરમાં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જિલ્લાના તમામ બી.એલ.ઓ,ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીઓએ ખુબ નિષ્ઠા પૂર્વક કાર્ય કર્યુ છે.તેમને અભિનંદન પાઠવું છું. જેના પરીણામે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં સમગ્ર રાજ્યમાં મતદાનમાં બનાસકાંઠા પછી સાબરકાંઠા જિલ્લો બીજા ક્રમે આવ્યો છે.જે બદલ હું જિલ્લાના બી.એલ.ઓ, સંબધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની  કામગીરીને બિરદાવું છું અને આગામી ચૂંટણીઓમાં પણ સુંદર કામગીરી કરવા અપિલ કરું છું.

    રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમ દરમિયાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી રાજીવકુમારનો વિડીયો સંદેશ ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો. જિલ્લાના બેસ્ટ બી.એલ.ઓ, બેસ્ટ સુપરવાઇઝર,બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર્સ,એન.સી.સી કેડેટ્સ સહિત બેસ્ટ નાયબ મામલતદારને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા નવા યુવા નાગરિકને આગામી ચૂંટણીમાં  મતદાન કરવા અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્રારા મતદાર અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

    આ કાર્યક્રના પ્રારંભમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીનું નાયબ ચૂંટણી અધિકારીશ્રી સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી સોલંકી, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીમતી મિતાબેન ગઢવી,નાયબ માહિતી નિયામકશ્રી અરવિંભાઇ મછાર, મામલતદારશ્રી ચૂંટણી, બી.એલ.ઓ તથા સંબધિત અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી મતદાતા દિવસને સફળ બનાવ્યો હતો. સ્વીપના નોડેલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.

  • આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

    આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

    નીરવ જોશી , ગાંધીનગર(M-7838880134)

    *રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન*

    *કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરે : શ્રી આચાર્ય દેવવ્રતજી*

    *પ્રાકૃતિક કૃષિથી ધરતીની ગુણવત્તા સુધરશે, તો જ અન્ન અને ધન વધશે*

    *યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૬૨૯ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરાઇ*

    *:: કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ::*

     વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનનો ઉપયોગ કરી કૃષિ, ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિ બની સમાજ અને દેશ પ્રત્યે ઋણ અદા કરે.

     આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત અને દેશના કૃષિવિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

     છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત ખેતી ક્ષેત્રે મિશ્ર ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ જેવા અનેક આયામો સર કરી દેશમાં ખેતીનું રોલ મોડેલ બન્યું છે

    *આણંદ, ગુરૂવાર ::* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંશોધનો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જમીનની ગુણવત્તા સુધરશે, ઓર્ગેનિક કાર્બન વધશે તો જ અન્ન અને ધન વધશે. રાસાયણિક ખાતર અને દવાઓના અતિશય ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ દિશામાં પ્રમાણિત સંશોધનો અને ટેકનોલોજીના ઉપયોગની આવશ્યકતા છે.

    આણંદ કૃષિ યુનિવર્સિટીના 19 મા દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને અધ્યક્ષીય સંબોધન કરતાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના સૂત્ર – कृणवन्तो राष्ट्रं कृषिसंपन्न्म‌् ને ટાંકીને કહ્યું હતું કે, આપણું રાષ્ટ્ર કૃષિથી સંપન્ન અને સમૃદ્ધ ત્યારે જ થશે જ્યારે આપણી ધરતીમાતા સમૃદ્ધ થશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી હશે, માનવ જાતને સુરક્ષિત કરવી હશે, ગૌમાતાને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે. ભારત પ્રતિવર્ષ અઢી લાખ કરોડના રાસાયણિક ખાતરની આયાત કરે છે. એટલે દેશ પર આર્થિક બોજ પણ વધે છે. એટલું જ નહીં, રાસાયણિક ખાતર-દવાઓના બેફામ ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો વધે છે, જમીનની ગુણવત્તા બગડે છે, જલ-વાયુ પ્રદુષણ વધે છે, ખોરાકમાં ધીમું ઝેર ભળે છે, પરિણામે અનેક રોગો થાય છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા પ્રશ્નો ઊભા થયા છે. જો આપણે આ રીતે જ ખેતી કરતા રહીશું તો દુનિયાને કેવી રીતે બચાવી શકીશું? એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ સમયની માંગ છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે.

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આણંદથી જ ભારતના 8 કરોડ કિસાનોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે, ભારતના કિસાનોની સમૃદ્ધિ અને નાગરિકોનું સ્વાસ્થ્ય પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના વિકાસ માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં લગભગ ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. એટલું જ નહીં, ગુજરાત સરકાર પણ આ દિશામાં સક્રિય પ્રયત્નો કરી રહી છે એમ રાજ્યપાલશ્રી એ કહ્યું હતું.

    આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીધારક છાત્રોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ આદર્શ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પહેલ કરવા અને તેના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે, આ દિશામાં સંશોધનો એ દેશને સૌથી મોટી દેન હશે.
    આણંદ કૃષિ યુનિવર્સિટીનના ૧૯ મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૬૨૯ વિદ્યાર્થીઓને પદવી તથા ૩૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૯ માં વાર્ષિક પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે, આ યુનિવર્સિટીએ ગુજરાત અને દેશના કૃષિવિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

    તેમણે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને તાંત્રિકતાનો કૃષિ, ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિ બની સમાજ અને દેશ પ્રત્યે ઋણ અદા કરવા અપીલ કરી હતી.

    મંત્રીશ્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત ખેતી ક્ષેત્રે મિશ્ર ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ જેવા અનેક આયામો સર કરી દેશમાં ખેતીનું રોલ મોડેલ બન્યું છે. કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘાપાલન, મત્સ્યપાલન અને કૃષિ સંલગ્ન ગ્રામ ઉદ્યોગોના વિકાસના કારણે ગુજરાત ઊત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે.

    મંત્રીશ્રીએ યુવાનો ડિજિટલ યુગમાં ટેકનોલોજી, ઇન્ટરનેટ તથા ડિજિટલ માધ્યમો દ્વારા વૈશ્વિક કક્ષાએ જોડાઈને કારકિર્દીની સાથે – સાથે સમાજ ઉપયોગી ફરજ અદા કરીને આવનારા સમયમાં દેશના વિકાસમાં એક નવું સોપાન ઉમેરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    આ પ્રસંગે આઇ.એ.આર.આઇ.ના ભૂતપૂર્વ નિયામકશ્રી અને યુ.એ.એસ. ધારવાડના ભૂતપૂર્વ કુલપતિશ્રી તથા કર્ણાટક કૃષિ મિશનના ભૂતપૂર્વ ચેરમેનશ્રી ડૉ. એસ. એ. પાટીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી એ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાના કૃષિ શિક્ષણ અને કૃષિ વિજ્ઞાનની શોધો થકી દેશના કૃષિ વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

    તેમણે પ્રાકૃતિક ખેતી અને તેના મહત્વની સાથે ભારતની કૃષિમાં ગુજરાતનું યોગદાન અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ લક્ષ્યાંકો અને યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    આ કાર્યક્રમના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. કે. બી. કથીરિયાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. તેમણે આ તકે આણંદ કૃષિ યુનિવર્સિટીની વિકાસગાથા વર્ણાવી વિવિધ વિદ્યાશાખામાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
    કાર્યક્રમના અંતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. જી. આર. પટેલે આભાર વિધિ કરી હતી, તેમજ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર – પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ અને આચાર્યશ્રીઓ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, નિવૃત વૈજ્ઞાનિકો તેમજ પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    *****

  • Live: પ્રમુખસ્વામી નગર નો ભવ્ય સમાપન કાર્યક્રમ આજે, જુઓ લાઈવ

    Live: પ્રમુખસ્વામી નગર નો ભવ્ય સમાપન કાર્યક્રમ આજે, જુઓ લાઈવ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    પ્રમુખસ્વામી નગર ને જોવાનું લહાવો એ હવે ફક્ત આજથી જે જોઈને આવે છે એમની વાતચીતમાં જ રહ્યો છે ! સાથે સાથે હવે youtube કે બીજા માધ્યમો વડે પ્રમુખસ્વામી નગર કેવું લાગતું હતું તે હવે જોવું રહ્યું! આજે 15 મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી નગરનો સમાપન કાર્યક્રમ સાંજે 5:00 વાગે થી LIVE થઈ રહ્યો છે!

    જેમાં સ્વયંસેવકો અને આખા નગરમાં છેલ્લા એક મહિનાથી ખડે પગે સેવા આપનારા ૮૦ હજારથી પણ વધુ સેવકોની દિવ્ય સેવાને બિરદાવવામાં આવશે તેમાં સંત ગણો અને અન્ય મહાનુભાવો પ્રમુખસ્વામી નગરમાં આખા મહિનામાં થયેલા સુખદ અનુભવોની વાત કરી અને કાર્યક્રમનું સમાપન …ભવ્ય રીતે સમાપન કરશે.

     

    કાર્યક્રમની લાઈવ રીતે જોવામાં નીચેની લીંક પર ક્લિક કરવાથી લાઈવ જોઈ શકાશે…

    ચૌદમી જાન્યુઆરી- ઉતરાયણ એ પ્રમુખસ્વામી નગર જોવાનો અંતિમ દિવસ હતો!

     

    ખરેખર !તો આ નગર એક વખત જેણે જોયું છે એને એને નગરની દિવ્યતા અને પ્રભાવ તેમજ એની રચના અને એના કાર્યકર્તાઓની પરિશ્રમ અને શ્રદ્ધાનો જીવંત ઉદાહરણરૂપ પ્રતિકો અને એના સ્વરૂપો મનમાં વસી જાય છે !….અને આવું નગર એ જીવનમાં ક્યારે ફરી જોવા મળશે-  એની વિચાર પણ ને આ નગરને છોડતા આવે છે!

    #pramukhswaminagar પ્રમુખસ્વામી નગર એટલે કે એક એવું મૂર્તિમંત નગર કે જેમાં એક સંપ્રદાય #BAPSYouth BAPS Youth #bapsswaminarayan – બીએપીએસના ગુરુ બ્રહ્મલીન પ્રમુખસ્વામીને એમના શતાબ્દી વરસની અંજલી સ્વરૂપે એમના ભક્તો એટલે ખાસ કરીને બીએપીએસ સંપ્રદાયના હરિભક્તો વડે આ નગરને શ્રદ્ધા ભક્તિ અને પરિશ્રમથી મૂર્તિ સ્વરૂપ કરવામાં આવી છે .

    જે હરિભક્તો કે સત્સંગીઓ અથવા જીજ્ઞાસુ આત્માઓ અમદાવાદ કે એની આસપાસ વિસ્તારમાં વિસ્તારમાં વસે છે અથવા તો બીજા શહેરો વડે અમદાવાદ આવી શકે છે તેઓએ એક વખત તો પ્રમુખસ્વામી નગર આવીને અહીંયા નો દિવ્ય માનવતાનું અનુભવ કરીને જ રહ્યા હશે.

    પ્રમુખસ્વામી ની જય!😀

    જય ગોવિંદા, જય તિરૂપતિ બાલાજી, જય શ્રી કૃષ્ણ !જય સ્વામિનારાયણ!

  • કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

    કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

    નીરવ જોશી, હિંમતનગર(7838880134)

    કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીની *રાજપુર (નવા), હિંમતનગર ખાતેની વેટરનરી હોસ્પિટલ* ખાતે તારીખ 13 થી 16 જાન્યુઆરી 2023 દરમિયાન ઉતરાયણની ઉજવણી દરમ્યાન પતંગની દોરીથી ઘવાયેલ તમામ પ્રકારના અબોલ પક્ષીઓની સારવાર માટે બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

    જેની તમામ પ્રજાજનો, ગ્રામવાસીઓ, સેવાભાવી લોકો, એનજીઓ, વિદ્યાર્થીઓ વગેરે લોકોને જાણ કરવામાં આવે છે કે જેથી આવા અબોલ પક્ષીઓને સમયસર સારવાર મળી શકે…

    નોંધનીય છે કે ગઈકાલે ને આજે દાખલ થયેલા કેટલાક ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. રાજપુર ખાતેની યુનિવર્સિટી અંતર વિસ્તારમાં હોવાથી થોડાક જ પક્ષીઓ હાલમાં દાખલ થયા છે પરંતુ આવનારા સમયમાં જો વધારે દાખલ થશે તો વધારે ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવનાર છે.