સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન
જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધુ ૬૯.૫૪ ટકા મતદાન
પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા મતદાન સાથે પુરૂષ મતદારો અગ્રેસર જયારે ખેડબ્રહ્મામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ.
સાબરકાંઠા જિલ્લામાં લોકશાહિના અવસરે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સોમવારના રોજ યોજાયેલ બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું જેમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન થયું હતું. જેમાં કુલ મતદારો ૧૧,૧૦,૦૩૧ પૈકી ૭,૩૦,૮૧૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૫,૬૮,૦૦૭ પુરૂષ મતદારો પૈકી ૩,૮૩,૯૨૨ મતદારોએ મતદાન કર્યુ હતું જયારે ૫,૪૧,૯૯૧ સ્ત્રી મતદારોમાંથી ૩,૪૬,૮૭૯ મહિલાઓએ મતદાન કર્યુ હતું આ ઉપરાંત થર્ડ જેન્ડરના ૩૩ મતદારો પૈકી ૧૩થર્ડ જેન્ડરે મતદાન કર્યુ હતું. ચાર વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં ૬૯.૫૪ ટકા મતદાન નોંધાયું હતું જયારે સૌથી ઓછુ હિમતનગર વિધાનસભામાં ૬૨.૩૦ ટકા મતદાન થયુ હતું.
ટકાવારીની દષ્ટીએ જોઇએ તો પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા પુરૂષોએ સૌથ વધુ મતદાન કર્યુ હતું જયારે ખેડબ્રહમા વિધાનસભામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ હતી.
સાબરકાંઠા વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ (૧૭.૦૦ કલાક)
વિધાનસભા મતવિભાગનો નંબર અને નામ
મતદારો
થયેલ મતદાન
ટકાવારી
પુરૂષ
સ્ત્રી
અન્ય
કુલ
પુરૂષ
સ્ત્રી
અન્ય
કુલ
પુરૂષ
સ્ત્રી
અન્ય
કુલ
૨૭ -હિંમતનગર
૧૪૩૪૦૧
૧૩૭૮૨૩
૧૯
૨૮૧૨૪૩
૯૨૧૨૩
૮૩૦૯૫
૬
૧૭૫૨૨૪
૬૪.૨૪
૬૦.૨૯
૩૧.૫૮
૬૨.૩૦
૨૮ -ઇડર
૧૪૬૧૭૯
૧૪૦૬૫૯
૫
૨૮૬૮૪૩
૯૨૯૧૬
૮૮૫૦૫
૧
૧૮૧૪૨૨
૬૩.૫૬
૬૨.૯૨
૨૦.૦૦
૬૩.૨૫
૨૯-ખેડબ્રહ્મા
૧૪૪૭૮૧
૧૩૮૨૮૭
૫
૨૮૩૦૭૩
૧૦૧૯૫૦
૯૪૮૮૩
૩
૧૯૬૮૩૬
૭૦.૪૨
૬૮.૬૧
૬૦.૦૦
૬૯.૫૪
૩૩- પ્રાંતિજ
૧૩૩૬૪૬
૧૨૫૨૨૨
૪
૨૫૮૮૭૨
૯૬૯૩૩
૮૦૩૯૬
૩
૧૭૭૩૩૨
૭૨.૫૩
૬૪.૨૦
૭૫.૦૦
૬૮.૫૦
કુલ
૫૬૮૦૦૭
૫૪૧૯૯૧
૩૩
૧૧૧૦૦૩૧
૩૮૩૯૨૨
૩૪૬૮૭૯
૧૩
૭૩૦૮૧૪
૬૭.૫૯
૬૪.૦૦
૩૯.૩૯
૬૫.૮૪
આ પહેલા દિવસમાં એક વાગ્યા સુધી સાબરકાંઠામાં ચૂંટણીનો માહોલ ઘણો જામ્યો હતો એટલું જ નહીં પરંતુ સાબરકાંઠાના કલેકટરે એક નવતર પ્રયોગના રૂપે સખી મતદાર મંડળ કે સખી મતદાન મથકનો પણ પ્રયોગ સફળતાપૂર્વક કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ બપોરે ૧ વાગ્યા સુધી ૩૯.૭૨ ટકા મતદાન
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્વારા હિંમતનગર ત્રિવેણી વિધ્યાલય ખાતે સખી મતદાન મથક નંબર ૭૪માં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૮ કલાકથી મતદારો મતદાન મથકે વોટીંગ કરવા પહોંચ્યા : મતદાન મથકોએ લાંબી કતારો જોવા મળી ટ્રાન્સજેન્ડર મતદારોએ પણ મતદાન કર્યું.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે તારીખ ૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાયું છે. મતદાન સવારે૮ કલાકથી સાંજના ૫ કલાક સુધી મતદાન ચાલશે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા સમાવિષ્ટ ૨૭- હિંમતનગર, ૨૮- ઇડર (અ.જા),૨૯ ખેડબ્રહ્મા(અ.જ.જા) ૩૩-પ્રાંતિજ મળી કુલ ૧૩૨૩ મતદાન મથકો નિયત કરવામાં આવેલા છે. જેમાં ૯૬૦ મતદાન મથક સ્થળની સંખ્યા આવેલી છે. અત્રેના જિલ્લામાં તારીખ ૧૦/૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૫,૬૭,૩૫૩ પુરુષ મતદારો, ૫,૪૧,૩૩૭ સ્ત્રી મતદારો અને ૩૨ અન્ય મતદારો મળી કુલ ૧૧૦૮૭૨૨ જેટલા મતદારો જિલ્લામાં નોંધાયેલા છે.
આજે યોજાયેલા મતદાનમાં ૨૩૬૨ બેલેટ યુનિટ ૧૫૬૧ કંટ્રોલ યુનિટ અને ૧૭૫૮ વી.વી.પેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી સંદર્ભે જિલ્લામાં ૧૩૫ સેક્ટર રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને રિઝર્વ સહિત કુલ ૧૫૦ સેક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે. કુલ મતદાન મથકો ૧૩૨૩ પૈકી ૫૦ ટકા મતદાન મથકો ઉપર ૬૨૨ લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. તે માટે હિંમતનગર કલેકટર કચેરી પોળો હોલ ખાતે વેબકાસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરીને સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ચાર વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૮ કલાકથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારથી જ લોકોમાં મતદાન કરવા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક મતદાન મથકોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી રહ્યા છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આજે યોજાયેલા મતદાન દિવસે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયા(આઇ.એ.એસ) દ્વારા હિંમતનગર ત્રિવેણી વિધ્યાલય ખાતે આવેલા સખી મતદાન મથક નંબર ૭૪ માં સવારે ૧૧:૩૫ મિનિટે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે ૧ વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૩૯.૭૨ ટકા મતદાન નોંધાયુ હતુ. બપોર બાદ મતદાન મથકોમાં મતદાન કરવાનો ઉત્સાહ અને ઘસારો જોવા મળ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વરરાજાએ લગ્નગ્રંથીમાં જોડાતા પહેલા હિંમત હાઇસ્કુલ મતદાન મથક ખાતે પોતાના મુલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરી તેમજ વિધ્યાનગરી હાઇસ્કુલ હિંમતનગર ખાતે ટ્રાન્સજેન્ડર સોનલમાસીએ મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક શિક્ષિત ઉમેદવારોએ અપક્ષ તરીકે પણ નામ ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહીં તેવો જો ચૂંટાઈને આવે તો જનતામાં નિસ્વાર્થ ભાવે તેમજ એક સાચા લોક સેવક તરીકે આત્મવિશ્વાસથી કામ કરવાના લાગણી ધરાવતા હોય છે. કેટલીક વખત પાર્ટી તરફથી ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પણ ઊભા રહીને લોક સેવક તરીકે તેઓ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માંગે છે. એવા આશાવાદી એક ઉમેદવાર છે નિકોલ વિસ્તારમાં રહેતા ધ્રુવીન કાનાણી જેવો દસકોઈ વિધાનસભા ક્ષેત્રમાં ઊભા રહ્યા છે.
35 વર્ષીય યુવા ધ્રુવીન કાનાણીએ તો જનતા સમક્ષ એફિડેવિટ પણ રજૂ કરી છે !!! પોતે જરૂરથી દસકોઈ વિધાનસભા પર જન સમર્થન મળી અને જીતી જશે તેવો આત્મવિશ્વાસ ધરાવે છે.
તારીખ 5 ડિસેમ્બર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે નોંધ નામ નોંધાવનાર તેમજ ઉમેદવારી કરનારા અપક્ષ ઉમેદવાર ધ્રુવીન કાનાણી નું શું કહેવાનું થાય છે તે પણ જાણવું જોઈએ.
મતદાન વખતે ચૂંટણી તંત્ર/ ઉમેદવારો દ્રારા આપવામાં આવતી ફોટો મતદાર કાપલી ઓળખના પુરાવા માટે માન્ય રહેશે નહી
ઓળખના પુરાવા ડિઝિટલ(ડીઝી) લોકરમાં એટલે કે મોબાઇલ ફોનમાં માન્ય ગણાશે નહી
ભારતના ચૂંટણીપંચના હુકમથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે
મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી જાહેર કરી છે. આયોગે નિર્દેશ કર્યો છે કે જે મતદારોને મતદાર ફોટો ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે તેવા દરેક મતદારોએ મતદાન મથકે પોતાનો મત આપતા પહેલાં ઓળખ માટે આ મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવાનું રહેશે. જે મતદારો પોતાનું મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરી શકે તેમ ન હોય તેઓએ પોતાની ઓળખ માટે નીચેના દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજુ કરવાનો રહે છેઃ
જેમાં (૧) પાસપોર્ટ, (૨) ડ્રાઇવિંગ લાઇસન્સ, (૩) કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ, (૪) બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, (૫) પાનકાર્ડ, (૬) એન.પી.આર. હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, (૭) નરેગા જોબકાર્ડ, (૮) શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ, (૯) ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, (૧૦) સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ,(૧૧) આધાર કાર્ડનો સમાવેશ થાય છે.
ફોટો મતદાર કાપલીને મતદાન માટે ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે. તેમજ મોબાઇલ/સ્માર્ટ ફોનના ડીઝિટલ લોકરમાં રહેલા ઓળખ પુરાવા માન્ય ગણાશે નહી તેની દરેક મતદારે ખાસ નોંધ લેવા જિલ્લા સમાહર્તા અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
******
અવસર લોકશાહીનો – વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તા.૦૫/૧૨/૨૦૧૨ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ હાથ ધરાનાર છે. મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે મતદાન થાય અને મતદારો શાંતિપૂર્વક કોઈ પણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથકો અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુથી નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે.
શ્રી હિતેષ કોયા(આઇ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સાબરકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાનના સમયે (મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી) દરમિયાન મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનોના લઇ જવા કે તેના ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. મતદારોને ધાક ધમકી આપવી કે રંજાળીને મતદાન કરાવવા જતા અટકાવવા પર, મત માટે પ્રચાર કરવા પર, કોઈ મતદારને મત આપવા આગ્રહ પૂર્વક વિનંતી કરવા, કોઈપણ અમુક ઉમેદવારને મત ન આપવા કોઈ મતદાનને સમજાવવા પર, કોઈ મતદાનને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા પર, ચૂંટણીને લગતી સરકારી નોટિસ સિવાયની કોઈ નોટિસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, વાહનો સાથે આવવા પર, મતદાન મથકમાં મતદાન માટે આવેલ ઉમેદવાર, મતદાર તથા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિ એ પ્રવેશ કરવા પર, રાજકીય પક્ષના પ્રતિકો, ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે નિશાનીઓ રાખવા પર, એક ઉમેદવારના એકથી વધારે મતદાન એજન્ટોની મતદાન મથક ઉપર હાજર રહેવા પર, કોઈપણ પક્ષના ચિન્હ વાળી સ્લીપો વહેંચવા પર, મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોની મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ગાંધીનગરથી પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કપાવવાથી ચાવડાના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશાની લાગણી હતી તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યોએ રાજીનામાં આપ્યા છે એવી વાત પણ એ જોર પકડ્યું હતું. આ બધાને શાંત કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આજે વીડી ઝાલાના ઉમેદવારી નોંધાવવાના દિવસે હિંમતનગર ખાતે બગીચા વિસ્તારમાં યોજાયેલી સભામાં આવી પહોંચ્યા હતા અને એમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને ભાજપના મૂલ્યો અને નૈતિકતાની યાદ અપાવી હતી. એટલું જ નહીં પરંતુ વીડી ઝાલાને ઉમેદવાર બનાવવાથી વિધાનસભાનો ખાસ કરીને હિંમતનગર વિધાનસભા નો વિકાસ અને ઘણો વધશે તેમજ ભાજપના જે પણ યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તે પણ હિંમતનગર વિધાનસભામાં ખૂબ ઉત્તમ રીતે કાર્ય થશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને તેમણે કાર્યકર્તાઓને મોદીજીના વિઝન પ્રમાણે કાર્ય કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત નવા ઉમેદવાર પરંતુ ખૂબ જ જુના સમયના એટલે કે જુના સમયના જનસંઘ અને તેમાંથી 1980 દરમિયાન ભાજપની સ્થાપના સમયથી સક્રિય એવા વીડી ઝાલાએ કાર્યકર્તાઓને તેમના જુના સંસ્મરણો અને પાર્ટી સાથેના તેમનું ગહન નાતો ખૂબ જ વિષદ રીતે કે ઊંડાણ રીતે સમજાવ્યું હતું !! તેમજ વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સાથે તેમના અંગત લાગણીના અને સહયોગના સંબંધો છે તેની પણ તેમણે વાતો કરી હતી. અંતમાં પ્રવચન પછી વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ થોડાક આભારના શબ્દો કહીને કાર્યકર્તાઓને તેમજ નવા નવા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી. ચાવડાએ વીડી ઝાલાએ તેમની પર કરેલા ઉપકાર અંગે પણ તેમણે ભાજપના કાર્યકર્તાઓને જણાવ્યું હતું. વીડી ચાલે કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી તુરંત જ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવી જીતનો વિશ્વાસ રજૂ કર્યો હતો.
ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાના મતદાન માટે આજે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટે વીડી ઝાલા એ ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કે હિંમતનગરના બગીચા વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી તેમજ વિજય નો વિશ્વાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે બોલતા વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં ભાજપની સ્થાપના કરવામાં અમારી પાયાના પથ્થર જેવી ભૂમિકા રહી છે! તેમજ આગામી સમયમાં હિંમતનગરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારની જીત થશે તે નક્કી છે… સાથોસાથ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા માટે તમામ મતદારોને એકરૂપ થવા હાકલ કરી હતી. જોકે રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ ભાજપના ઉમેદવાર વીડી ઝાલા એ જણાવ્યું હતું કે હિંમતનગરની જનતા વિકાસ ને પ્રધાનને આપશે અને આ વખતે ગત વર્ષોમાં બાકી રહી ગયેલા કામોને અગત્યતા આપી વિકાસની વાતને સ્વીકારી જંગી મતથી ભાજપ ને જીતાડશે તે નક્કી છે.
આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. આ કાર્યક્રમની પૂર્ણાહુતિના રોજ તેમજ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય, આજના દિવસે આચાર્ય શ્રી કૌશલેન્દ્ર મહારાજ અમદાવાદથી પધાર્યા હતા. તેમની દિવ્યતા અને માર્ગદર્શક નિશ્રામાં આજે સવારના રોજ નુતન મંદિરમાં તેમના શુભ હસ્તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.
ભગવાન ઘનશ્યામ મહારાજ પર જલ અભિષેક તેમજ અન્ય ક્રિયાઓ અને પ્રાણ પ્રતિષ્ઠા આચારશ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. ભગવાનને અન્નકૂટ જેવો ભોગ ધરાવ્યો હતો. ઘનશ્યામ ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા બાદ સવારે 9:00 વાગે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા કૌશલેન્દ્ર મહારાજે જમુના નગરમાં બનાવેલા ગોપાળાનંદ સત્સંગ હોલ ખાતે જઈ સત્સંગ કરાવ્યો હતો તેમ જ વિષ્ણુયાગ હવનમાં ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની આરતી પણ ઉતારી હતી. તેમણે આશરે 1:00 વાગ્યાની આસપાસ સત્સંગ સભાને સંબોધિત કરી હતી અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગ બોધનો- તેમના દિવ્ય જ્ઞાનનો સત્સંગ સ્વામિનારાયણના હરિભક્તોને કરાવ્યો હતો.
સાથે સાથે ઉપસ્થિત હજારો શ્રોતાઓએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વર્તમાન આચાર્યશ્રી કૌશલિન્દ્ર મહારાજને રૂબરૂ જોવાનો લહાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં જ અમદાવાદ ખાતે કૌશલેન્દ્ર મહારાજના આચાર્ય પદે 50 વર્ષ પૂર્ણ થયાના મોટો મહોત્સવ સમાપન થયો હતો. ગત રાત્રી નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ ઉપર આયોજ થયો હતો જેમાં હજાર હરિભક્તો મંદિરના પ્રાગણમાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના રોજ કાર્યક્રમના પૂર્ણાહુતિ ના દિવસે બધા હરિભક્તો મહોત્સવના દિવ્ય સંસ્મરણો તેમજ સેવાના અન્ય ભાવ સાથે છૂટા પડ્યા હતા. આજથી ભગવાન સ્વામિનારાયણ કાલુપુર ગાદીનું હિંમતનગર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર સરકારી જીન રોડ પાસે આવેલા પ્રથમ સ્ક્વેરની પાછળ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.
ગુજરાત ભરના સ્વામિનારાયણ મંદિર અનેક મંદિરોના સ્વામિનારાયણ સંતો તેમજ હરિભક્તો અને રાજસ્થાનથી આવેલા હરિભક્તોએ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ સુંદર લાભ લીધો હતો. હિંમતનગર માંથી પણ અનેક હરિભક્તોએ અને ખાસ કરીને યુવા વર્ગના હરિભક્ત તેમજ ઘનશ્યામ મહિલા સત્સંગ મંડળ ની આશરે 50 જેટલી બહેનોએ પાંચ દિવસ રાત દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સેવા આપી હતી મંદિરના મહંત શ્રી પ્રેમપ્રકાશ દાસ સ્વામીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ હરિભક્તોના સહયોગથી ખૂબ જ આનંદ , ઉત્સાહ પ્રેમભાવના વાળા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને બધા હરિભક્તોએ પોતાના જીવનની ધન્યતા અનુભવી હતી! જય સ્વામિનારાયણ!
ભગવાન સ્વામિનારાયણ ની આજે ભવ્ય રથયાત્રા નગરી યાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. જે સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળ – જમુના નગર થી નૂતન મંદિર તેમજ અલગ અલગ થોડો પર ભક્તોને દર્શનનો લાભ આપીને પાછી યજ્ઞશાળા પરત ફરી હતી હતી. આ ભગવાન સ્વામિનારાયણ ની નગરીયાત્રામાં ભગવાન સ્વામિનારાયણની ઘનશ્યામ સ્વરૂપ મૂર્તિ તેમજ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ અને અન્ય રથોને સજાવવામાં આવ્યા હતા જેમાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર સંપ્રદાયના અનેક સંતો રથ પર સવાર હતા. માર પર હજારો હરિભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને આ મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નગરયાત્રા સ્વરૂપે સમગ્ર હિંમતનગર વાસીઓને દર્શનનો લાભ આપવા માટે સર્વ પ્રથમ વખત નૂતન મંદિર સુધી લઈ જવામાં આવી હતી જુઓ આ કાર્યક્રમની ઝાંખીઓ ફોટા સ્વરૂપે નિહાળો.
નગરીયાત્રેથી આવ્યા બાદ સાંજે 5:00 વાગ્યાની આસપાસ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠા ના મંત્રો વડે અનેક પ્રકારની પૂજાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને અનેક ઔષધી વાળા જળ જેમાં અનેક નદીઓના જળ તેમજ મંત્રોચ્ચાર વડે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અનેક સોળશી ઉપચાર પૂજા ની જેમ પ્રાણ પ્રતિષ્ઠા ની પૂજા માં સર્વપ્રથમ પાણીથી અભિષેક ત્યારબાદ ઘી અને મધથી અભિષેક અને ત્યારબાદ ધન્યધીવાસ માં મૂર્તિને સમગ્ર રાત રાખવામાં આવશે અને સવારના એટલે કે 13 નવેમ્બર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર લઈ જવામાં આવશે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર મંદિર ગાદીના આચાર્ય કૌશલ્ય પ્રસાદ ના હસ્તે ઘનશ્યામ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
આજની નગયાત્રા બાદ એક બાજુ ભાગવત સપ્તાહની થઈ હતી જ્યારે બીજી બાજુ 11 કુંડી હવન જે વિષ્ણુયાગના કહેવાય છે તેના વડે ત્રણેય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન વિધિ તરફ લઈ જવામાં આવી હતી. કાર્યક્રમના સાંજે હજારો ભક્તો પ્રસાદ માટે હિંમતનગરમાંથી ઉમટી પડ્યા હતા.
સાચોદર,હિંમતનગર,અરોડા, ઈલોલ સાપાવાડા, નેત્રામલી, મણિયોલ લાલોડા, કાટવાડ તેમજ અન્ય ગામડાઓની આજુબાજુની ભગવાન સ્વામિનારાયણ સત્સંગી મહિલાઓએ આશરે 7000 જેટલા રોટલાઓ 50 જેટલા ચૂલા પર બનાવ્યા હતા. શાસ્ત્રી સ્વામી પ્રેમપ્રકાશના સત્સંગી હરિભક્તો ના માર્ગદર્શન હેઠળ બાજરીના રોટલા, રીંગણનો ઓળો, મિક્સ શાક, ખીચડી, કઢી, મરચા અને મૂળાનો પ્રસાદ સાંજે આપવામાં આવ્યો. આશરે 10 હજાર જેટલા માણસોએ પ્રસાદનું લાભ લીધો હતો. રાત્રે નવા સ્વામિનારાયણ મંદિરમાં લેસર સો અને આતિશબાજી કરવામાં આવી હતી. જે હરિભક્તોએ નિહાળી અને ધન્ય ધન્ય થયા હતા.
ભાજપ યુવા મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા બુધવારના રોજ હિંમતનગર સાંજે આવી પહોંચ્યા હતા. હિંમતનગર આવીને તેમણે એક પ્રચાર સભા સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં તેમણે મોદીજીના કાર્યશૈલી અને ગુજરાત મોડેલના ખૂબ વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષના પાર્ટીઓનું પ્રભાવ ગુજરાતમાં હજુ પણ નહિવત જેવો છે. કોરોના સમયમાં જ્યાં વિશ્વભરમાં અનેક મોટા મોટા વિકસિત દેશોમાં આર્થિક વ્યવસ્થા ગડબડમાં મુકાઈ ગઈ છે ત્યાં ભારતમાં હજુ મોદીજીના કારણે બધું સારું ચાલી રહ્યું છે એવો દાવો પણ એમણે કર્યો હતો ! કોંગ્રેસ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તો જ્યાં ચૂંટણી થવાની જેવા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ક્યાંય દેખાતા જ નથી અને દક્ષિણ ભારતમાં ભારત જોડો યાત્રામાં બીઝી છે. આપ પાર્ટીના એજન્ડા પર હુમલો કરતા કહ્યું કે આ પાર્ટીના ઉમેદવારોની આગામી વિધાનસભા ચૂંટણીમાં ડિપોઝિટ જમા થવાની છે.
વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ, છાપરીયા પાસે કાર્યક્રમ ચાર વાગ્યે શરૂ થવાનું હતું એને બદલે 6:30 શરૂ થયો હતો તો પણ ઘણી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા વડાપ્રધાન મોદી આપેલા સ્લોગન – આ ગુજરાત મેં બનાવ્યું છે- તેનો પ્રચાર પણ તેમણે કર્યો હતો.
કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા ભાજપ પ્રમુખ જે ડી પટેલ , પ્રભારી રેખાબેન ચૌધરી, મહામંત્રી વિજયભાઈ પંડ્યા , સાબરકાંઠા ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ પટેલ તેમજ ભાજપના અન્ય ગણ માન્ય અધિકારી હાજર રહ્યા હતા અને ઈડર શહેરના 25 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં કેસરિયો ખેસ ધારણ કરીને જોડાયા હતા.
‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. 15 જાન્યુઆરી, 2023 દરમ્યાન, એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે કળિયુગમાં લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.
ભૂતકાળમાં પ્રમુખસ્વામીની હયાતીમાં ગુજરાતમાં સનાતન હિંદુ ધર્મના ધાર્મિક અને અધ્યાત્મિક મૂલ્યોને લઈને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ ગયા છે.
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના આંગણે થવા જઈ રહ્યો છે ગુરુ પ્રમુખસ્વામીનો જન્મ શતાબ્દી મહોત્સવ.
આ મહોત્સવ ના આયોજનને જુઓ એ જ જીવનનો એક અમૂલ્ય યાદગીરી અને પ્રેરણાનું પાઠ બની રહેશે
કળિયુગમાં કહેવાય છે કે હરિનામ સંકીર્તન અને હરિનું નામ લેવાથી જ આપણને દિવ્યતાનો અનુભવ થાય છે. આ મહોત્સવ જે ભગવાન સ્વામિનારાયણને સમર્પિત અને નિસ્વાર્થ ભાવે સતત 50 વર્ષ સુધી કાર્ય કરનારા પ્રમુખસ્વામીની શતાબ્દી વંદના ને સમર્પિત છે. હજારો નહી પરંતુ લાખો હરિભક્તો કે ભગવાન સ્વામિનારાયણના ભક્તોની તેમના ગુરુ પ્રત્યેની અનન્ય લાગણી અને સમર્પણ પ્રેમ અને ઉદારતા ની પણ પ્રતીતિ કરાવશે.
ભગવાન સ્વામિનારાયણ એ આજથી 150 વર્ષ પહેલા જે પણ ઉપદેશો આપ્યા હતા એને લઈને આજે સ્વામીનારાયણના 10 થી પણ વધારે ફાટા છે કે સંસ્થા ઊભી થઈ ગઈ છે પરંતુ બીએપીએસ આમાંથી નોખી તરી આવે છે. આશરે ૧૨૦૦ જેટલા સંતો સમગ્ર વિશ્વમાં અનેક સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગની અને હકારાત્મક જીવનની પ્રેરણા આપી રહ્યા છે. સેવા કરતા કરતા ભક્તિ કેવી રીતે કરવી તેનું તેમના જીવન વડે સંદેશો આપી રહ્યા છે.
લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનાર છે. ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. 15 જાન્યુઆરી, 2023 દરમ્યાન, એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.
છેલ્લા 50 વર્ષોથી ભારતની આઝાદી બાદ ગુજરાત ક્ષેત્રે અધ્યાત્મિક તેમજ ધાર્મિક અને સામાજિક જાગૃતિ અંગે ધર્મ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ વડે તેમના સદગુરુ પ્રમુખસ્વામી મહારાજની ગુરુ વંદના નો જન્મ શતાબ્દી મહોત્સવ ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય રીતે અમદાવાદના આંગણે 15 ડિસેમ્બર થી ચાલુ થવા જઈ રહ્યો છે. સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટશે.
આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે 5 લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.
0.9.142
મહોત્સવ સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની ઝલકઃ
એક મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે. આ મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો આ મુજબ છેઃ
કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે. મહોત્સવ સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે, જેમાંથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.
પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા
નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. તમામ મુલાકાતીઓ અહીં વંદન કરીને પ્રમુખસ્વામી મહારાજ અને ભારતની મહાન સંત પરંપરાને ભાવાંજલિ અર્પશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત છે, જ્યાંથી લોકોને પવિત્ર પ્રેરણાઓ મળશે.
ભવ્ય અક્ષરધામ મહામંદિરની અતુલ્ય યાત્રા
નગરની મધ્યમાં દિલ્હી ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. 67 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોનાં દર્શન-પ્રાર્થના કરીને દર્શનાર્થીઓ તીર્થયાત્રા કર્યાનો સંતોષ અનુભવશે.
વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો
પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ છે. આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મૂલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હર્યાભર્યા બનશે.
બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી
લાખો બાળકો પર નિઃસ્વાર્થ સ્નેહ વરસાવનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે બાળકો કેવી રીતે વંચિત રહી શકે! તેથી જ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં બાળકો માટે 17 એકરમાં ફેલાયેલી વિશિષ્ટ બાળનગરી રચવામાં આવી છે, જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ, સેવા અને આરોગ્યની પ્રેરણા લઈને આનંદ અને ઉત્સાહથી છલકાશે. આ બાલનગરીના ત્રણ ખંડો દ્વારા બાળકો માતપિતાના અનંત ઉપકાર અને સૌને આદર આપવાની પ્રેરણા મેળવશે, પ્રાર્થના અને પુરુષાર્થ દ્વારા સફળતાના પાઠ દૃઢ કરશે, વાર્તા દ્વારા સ્વવિકાસના પાઠ શીખશે.
અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજાશે. આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત થશે. અહીં વિવિધ કાર્યક્રમોમાં જે બાળકો જોડાવાના છે તેમના અભ્યાસની પણ નિષ્ણાતો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે.
ટેલેન્ટ શો
મહોત્સવ સ્થળે બાળકો-યુવાનોની શક્તિઓને ખીલવતા વિવિધ ટેલેન્ટ શો પણ યોજાશે. તે માટે અલગ અલગ બે મંચ રચવામાં આવ્યા છે. અહીં વ્યક્તિગત અને સમૂહગાન, શાસ્ત્રીય અને સુગમ સંગીત, વાદ્યસંગીત, યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને બાળકો-યુવાનો-યુવતીઓ સૌને આનંદની સાથે કળા-કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાઓ આપશે. લગભગ 150થી વધુ બાળકો-યુવકો આ રજૂઆત માટે છેલ્લા 3 મહિનાથી તાલીમ લઈ રહ્યા છે.
મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ
મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેકવિધ ગતિવિધિઓ માટે ‘મહિલા ઉત્કર્ષ મંડપમ્’ રચવામાં આવ્યો છે, જ્યાં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતીગળ કાર્યક્રમો, પરિષદો તેમજ રજૂઆતો થશે. મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ભારત અને વિદેશના અનેક મહિલા મહાનુભાવો કાર્યક્રમને શોભાવશે.
યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહ રચવામાં આવ્યો છે, જ્યાં એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંતો-મહંતો, વક્તાઓ, મહાનુભાવો વગેરે દ્વારા પ્રેરણાદાયી, ચિંતનશીલ પ્રવચનો, ભક્તિમય સંગીત અને અન્ય હૃદયસ્પર્શી રજૂઆતોથી મંચ ગુંજી ઊઠશે.
લાઈટ એન્ડ સાઉન્ડ શો.
મહોત્સવ સ્થળના વિવિધ આકર્ષણોમાં એક મહત્ત્વનું આકર્ષણ હશે – લાઈટ એન્ડ સાઉન્ડ શો. મહોત્સવ સ્થળની રાત્રિ આ લાઈટ એન્ડ સાઉન્ડ શો સૌને અનોખો આનંદ આપશે. 300 કરતાં વધારે બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે – પારિવારિક એકતા, સેવા અને પરોપકારનો.
આ ઉપરાંત, વૈદિક યજ્ઞ કુટિર, અખંડ ભજન કુટિર, રક્તદાન યજ્ઞ વગેરે જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા-પ્રવૃત્તિઓ અહીં અનોખો રંગ જમાવશે.
જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના (ગ્લો ગાર્ડન)
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં અક્ષરધામ મહામંદિરની ચારે તરફ સુશોભિત એક અનુપમ થીમેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી ઠારશે. એ છે જ્યોતિ ઉદ્યાન. આ એક એવો ઉદ્યાન છે, જ્યાં દિવસ કરતાં રાત વધુ સોહામણી હશે. અહીં અલગ અલગ પ્રકારનાં ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓની ભાતીગળ જ્યોતિર્મય રચનાઓ, બોધકથાઓ, સંસ્કૃતિ અને શાસ્ત્રોનો શાશ્વત સંદેશ આપશે. આ જ્યોતિ ઉદ્યાન મહોત્સવ સ્થળનું એક અનુપમ આકર્ષણ કેન્દ્ર બની રહેશે.
લેન્ડસ્કેપ
અનેકવિધ પર્યાવરણ સેવાઓ કરનાર પ્રમુખસ્વામી મહારાજે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણથી લઈને અનેકવિધ જનજાગૃતિ અભિયાનો યોજ્યાં હતાં. એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવમાં વૃક્ષો અને રંગબેરંગી ફૂલછોડની આકર્ષક બિછાત બિછાવવામાં આવી છે. તેની પૂર્વ તૈયારી રૂપે 3 એકર જમીનમાં એક નર્સરી તૈયાર કરવામાં આવી છે. આ મહોત્સવમાં આસામથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ ભારતના વિભિન્ન પ્રદેશમાંથી ફૂલ-છોડ લાવવામાં આવ્યા છે. ફૂલ-છોડના વિકાસ માટે ટપક સિચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સર્વધર્મ સંવાદિતાનું પ્રયાગતીર્થ
‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ’ – ધર્મની આ અનોખી વ્યાખ્યા આપીને સમાજમાં સર્વ ધર્મ-આદરની જાગૃતિ માટે સતત પ્રયાસ કરનાર પ્રમુખસ્વામી મહારાજે દરેક ધર્મની આસ્થા અને પરંપરાને આદર આપ્યો છે. સનાતન હિંદુ ધર્મના એક સ્તંભ તરીકે તેમણે બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ કે અન્ય ધાર્મિક પરંપરાઓ અને ઘણા દેશોના દિગ્ગજો સાથે સંવાદ સાધ્યો છે. તેથી જ પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મોનું પ્રયાગ તીર્થ બનશે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વત્ પરિષદો
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અનેકવિધ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાનો દ્વારા સમાજના હિત માટે સંશોધનકારો અને વિદ્વાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આથી, શતાબ્દી મહોત્સવના ઉપક્રમે મહોત્સવ સ્થળે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની એકેડેમિક કોન્ફરન્સ-વિદ્વત્ પરિષદો યોજાશે, જેમાં ભાગ લઈને વિદ્વાનો વિવિધ વિષયો પર શોધ પ્રબંધો પ્રસ્તુત કરશે.
પ્રેમવતી ઉપાહાર ગૃહ
મહોત્સવ સ્થળે દર્શનાર્થીઓને રાહત દરે પરંપરાગત શાકાહારી વાનગીઓ અને રિફ્રેશમેન્ટ મળી રહે તે માટે ઠેર ઠેર પ્રેમવતી ઉપાહાર ગૃહ સજ્જ રહેશે.
સંતો અને સ્વયંસેવકોનું સેવા-બલિદાન
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકો પર સ્નેહ વરસાવી તેમનામાં સેવા અને સમર્પણની અપાર શક્તિને જગાવી છે. પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સુશિક્ષિત સંતોનો વિશાળ સમુદાય અને કુલ 70 હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમ્યાન રાત-દિવસ સેવા આપશે. કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાંતોમાંથી આવેલા વિવિધ શૈક્ષણિક અને સામાજિક ભૂમિકાઓ ધરાવતા આ હજારો સ્વયંસેવકો, ભક્તો-ભાવિકો તેમજ સંતો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની એક કરોડરજ્જૂ સમાન છે, જેઓએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો વિરાટ યજ્ઞ કરીને સેવા-સમર્પણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમાંના કેટલાક સ્વયંસેવકો છેલ્લા 1 વર્ષ કે 6 મહિનાથી વધુ સમય માટે મહોત્સવ સ્થળના નિર્માણમાં પોતાનું અનન્ય યોગદાન આપી રહ્યા છે.
BAPS-બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા નો પરિચય.- નીરવ જોશી
બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ભાગ છે અને એની સ્થાપના કાળુપુર/ વડતાલ ના મૂળ સ્વામિનારાયણ મંદિર થી અલગ થઈને કરાવવામાં આવેલી. ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં અડધો ડઝન જેટલા મંદિરો બનાવ્યા હતા. જેનો વહીવટ તેમણે તેમના સગા ભાઈના દીકરાઓને સોંપ્યો હતો. સમય જતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિકૃતિ આવવાથી અને અનેક પ્રકારના વિખવાદોને લઈને કેટલાક ધર્મ પરાયણ સંતો અલગ થઈને બીએપીએસ -BAPS ની સ્થાપના કરી હતી. આ સંસ્થા નું વડુમથક બોચાસણમાં સ્થાપવામાં આવ્યું હતું… જે ચરોતર પ્રદેશમાં છે. ત્યારબાદ આ સંસ્થા એક વિશાળ વડલાના વૃક્ષની માફક સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. જેમાં ખાસ કરીને યોગી મહારાજ જે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ હતા એમનો સિંહ ફાળો રહ્યો હતો. ગુજરાતમાં ભૂતકાળમાં 30 વર્ષ પહેલા યોગી મહારાજનો પણ ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભગવાન સૌનું ભલું કરે – એવી સંતના હૃદયની અમૃતવાણી અને ભાવના એમના સાંગોપાંગમાં વણાયેલી હતી… આ યોગી મહારાજ એ જ તેમનું યોગબળ અને ભક્તિના તપના આધારે જ પ્રમુખસ્વામી મહારાજને આ સંસ્થાના અધ્યક્ષ યુવા ઉંમરે બનાવ્યા હતા. જેમ રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને દીક્ષા આપી હતી. સ્વામી વિવેકાનંદે જેમ રામકૃષ્ણ મિશન બનાવ્યું અને એનું ખૂબ વિકાસ કર્યો તેવી જ રીતે પ્રમુખસ્વામી મહારાજે આશરે 50થી પણ વધુ વર્ષે સંતની જીવનમાં આવનારા અનેક પડકારોનો સામનો કરીને પોતાના આત્મબળ અને પ્રેમ વાત્સલ્ય અને સદગુરુની ભાવનાથી બીએપીએસ સંસ્થાના હજાર સંતો અને હરિભક્તોને માર્ગદર્શન આપીને એનો ભગવાન સ્વામિનારાયણ કૃપાથી વિકાસ કર્યો હતો . 2016 માં આશરે 93 વર્ષે પ્રમુખસ્વામીના બ્રહ્મલીન થયા બાદ મહંત સ્વામી એ સદગુરુ પરંપરાને નિભાવતા બીએપીએસ સંસ્થા ની કમાન સંભાળી છે અને હજારો લાખો હરિભક્તોને સત્સંગ કરાવીને વિચરણ કરી રહ્યા છે.
પ્રયોજક: બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા
આંતરરાષ્ટ્રીય સ્તરે માનવસેવા અને સંસ્કાર-સિંચનનું અભિયાન ચલાવતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ આ મહોત્સવનું આયોજન કર્યું છે. આ સંસ્થાએ શિક્ષણ, આરોગ્ય, રાહત કાર્ય, આદિવાસી-પછાત ઉત્કર્ષ, બાળ-યુવા સંસ્કાર, મહિલા ઉત્કર્ષ વગેરે સેવાઓ દ્વારા વિશ્વભરમાં લોકચાહના મેળવી છે. અનેકવિધ સામાજિક-પ્રાકૃતિક આપત્તિઓના સમયમાં આ સંસ્થાએ નિઃસ્વાર્થ ભાવે સહાયનો હાથ લંબાવ્યો છે. વિરાટ પાયે સાંસ્કૃતિક મહોત્સવો ઊજવીને સંસ્થાએ લાખો લોકોને જીવનઘડતરની પ્રેરણા આપી છે.
પૂજ્ય મહંત સ્વામી મહારાજ, મહોત્સવના પ્રેરણાસ્ત્રોત આ ઉત્સવના પ્રેરણાસ્રોત છે – પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે. આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન હોવા છતાં નમ્રતા, ધર્મનિષ્ઠા અને ભક્તિના ગૌરવથી શોભતા મહંત સ્વામી મહારાજ સનાતન ધર્મના સંત-મહિમાનું જાણે મૂર્તિમંત સ્વરૂપ છે. તેમની નિશ્રામાં ઉજવાઈ રહેલા આ મહોત્સવમાં ઊમટીને ભારત અને વિદેશના લાખો લોકો પવિત્ર પ્રેરણાઓથી હર્યાભર્યા બનશે.
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર “અવસર રથ” ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ હેતુ થી અવસર રથ દ્વારા લોકોને મતદાન કરવા અંગેની જાણકારી આપવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્રારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે આ અવસર રથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે.
સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ તા. ૮ થી ૧૧/૧૧/૨૦૨૨ થી “અવસર રથ” ભ્રમણ કરશે. જેમાં પ્રથમ દિવસે તા. ૮ના રોજ ૩૩-પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં ફરશે અને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે. તા. ૯૨૮-ઇડર(અ.જા.), તા.૧૦ ૨૯-ખેડબ્રહ્મા(અ.જ.જા), તા.૧૧ ૨૭- હિંમતનગરનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરશે.
************
સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી મિલકત પરથી ૨૫૮૨ હોર્ડિગ્સ –બેનરો દૂર કરાયા
સમગ્ર રાજયમાં આદર્શ આચારસંહિતનો અમલ થતા જ રાજકીય પક્ષો તેમજ યોજનાકીય જાણકારી આપતી જાહેરખબરોને લગતા પોસ્ટર, હોર્ડિગ્સ બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ ૨૫૮૨ હોર્ડિગ્સ બેનર્સ દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ખાનગી મિલકત પરથી ૧૧૮૧ હોર્ડિગ્સ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે.
***************
જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા ખર્ચ સંદર્ભે બેઠક યોજાઈ
******
સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ચાર વિધાનસભામાં રાજકીય પક્ષો આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરે ઉપસ્થિત માન્ય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણીલક્ષી સમજ આપી. ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રીય પક્ષોની હાજરી અપેક્ષિત અને અનિવાર્ય છે – જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયા.
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે તારીખ ૪/૧૧/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રાજકીય પક્ષોની આદર્શ આચાર સંહિતા તથા ખર્ચ અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, સી.પી.એમ, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી દીપ્તિબેન પ્રજાપતિ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને એમ.સી.સી નોડેલ અધિકારીશ્રી પાટીદાર અને ચૂંટણી સંબંધિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી એસ.ઓ.પી. મુજબ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને ગઈકાલથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ ૧૦/૧૧/૨૦૨૨ ગુરુવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૭/૧૧/૨૦૨૨ ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ ૧૮/૧૧/૨૦૨૨ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ૨૧/૧૧/૨૦૨૨ છે. મતદાનની તારીખ ૫/૧૨/૨૦૨૨ અને મત ગણતરીની તારીખ ૮/૧૨/૨૦૨૨ છે.
આપણા જિલ્લામાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. જિલ્લામાં ચૂંટણી પારદર્શક મુક્ત અને ન્યાય પ્રક્રિયામાં યોજાય તે અંગે ચૂંટણીના તમામ તબક્કે રાજકીય પક્ષોની હાજરી અપેક્ષિત અને અનિવાર્ય છે. સ્ટ્રોંગ રૂમ ખોલવા ઇ.વી.એમ. રેન્ડમાઈઝેશન જેવી બાબતોમાં આપના અધિકૃત પ્રતિનિધિઓ ને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનું રહેશે અને સૌએ સહકાર આપવાનો રહેશે. ચૂંટણી તંત્રની ગાઈડલાઈન મુજબ લોકશાહી ઢબે કામગીરી કરવામાં આવશે. ખર્ચની બાબત, કાયદો વ્યવસ્થા, જિલ્લા વહીવટીતંત્ર પાસે આર.ઓ પાસેથી ચૂંટણીલક્ષી મંજૂરી મેળવવાની પ્રક્રિયા માટે સિંગલ વિન્ડો તેમજ દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીઓની ઓફિસમાં જરૂરી મંજૂરી આપવા માટેની અધિકારી-કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લામાં બેનર પોસ્ટર હોડિંગ હટાવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. પેડ હોડિંગ દૂર ન કરાશે પણ જયાં પણ આપના હોડિંગ લગાડેલા છે તેની જાણકારી આપવાની રહેશે અને કાયમી રાખવા માંગશે તો તેનો ખર્ચ પક્ષ અને ઉમેદવારના ખાતામાં ઉધારવાનું રહેશે પણ ઉમેદવાર જાહેર થયા પછી આ ખર્ચ ઉમેદવારનો ગણવાનો રહેશે અને સમાન તક આપવામાં આવશે.
આ ઉપરાંત કોઈ પ્રાઇવેટ સોસાયટી કે મકાન પર હોડિંગ બેનર્સ પોસ્ટર લગાવતા પહેલા માલિકની સંમતિ અને પરવાનગી લેવાની રહેશે અને પરમિશન કોપી જે તે આર.ઓ.ને મોકલવાની રહેશે. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે વાહન પરમિશન જેવી પરમિશન લેવાની રહેશે અને છ થી દસ વાગ્યાના સમય પછી ક્લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પાંચ જ વ્યક્તિઓ જઈ શકશે, ત્રણ વાહનો કમ્પાઉન્ડમાં જઈ શકશે. આર.ટી.ઓ.ની જરૂરી મંજૂરી લેવીમંજૂરી માટે સુવિધા એપનો ઉપયોગ કરીને ઓનલાઈન ઓફલાઈન મંજૂરી મેળવી શકાશે.
ખર્ચના નોડેલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ દ્વારા આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ ઉમેદવાર વિધાનસભાની અંદર ૪૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારો જ્યારે ઉમેદવારી પત્રો ભરે તેના આગલા દિવસે બેંકમાં પોતાના નામનું અલગ ખાતું ખોલાવવાનું રહેશે. એરેસ્ટેડ કોપી સાથે એકલું સિંગલ ખાતું અથવા ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલાવવાનું રહેશે. ચૂંટણી અંગેનું અલગ તેમાં નાણાકીય વ્યવહાર કરી શકાશે અને દરેક ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે. ખર્ચનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને ચૂંટણી અધિકારી ચકાસણી અર્થે બોલાવે ત્યારે આવવાનું રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસમાં સંપૂર્ણ હિસાબો રજૂ કરવાના રહેશે. આવું નહીં કરનાર સામે આઇ.પી.સી કલમ હેઠળ એફ.આઈ.આર પણ થઈ શકે છે અને ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની પણ જોગવાઈ છે.
પ્રસાર-પ્રચારનો ખર્ચ ઉમેદવારે રજીસ્ટરમાં લખવાનું રહેશે. દસ હજાર ઉપરનો રોકડનો ખર્ચ કરવાનો નથી. સ્ટાર પ્રચારક દ્વારા ઉમેદવારને મત આપવા માટેની અપીલ કરશે તો ઉમેદવારના ખાતામાં ખર્ચ ગણવાનો રહેશે. ઉમેદવાર હેલિકોપ્ટર કે પ્રચારકની ગાડીઓમાં બેસે તો ૫૦% ખર્ચ ઉમેદવારના ખાતામાં ઉધારવાનો રહેશે. રેલી ખર્ચ આવશે. રેલીમાં ખાનગી વાહન ધ્વજ,પોસ્ટર્સનો ખર્ચ ગણવાનો રહેશે. ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવશે. કોઈ કિંમતી મોટી ભેટ આપે તો પણ જપ્ત થશે.ખર્ચ અંગે ભાગ-ક રોજે રોજના ખર્ચનું રજીસ્ટર ભાગ-ખ રોકડ વ્યવહાર અને ભાગ-ગ બેંક મારફત ટ્રાન્જેક્શન ની વિગતો ઉમેદવારોએ અથવા એજન્ટે ભરવાની રહેશે અને જ્યારે પણ ચૂંટણી તંત્ર દ્વારા કહેવામાં આવે ત્યારે ત્રણ વાર આ રજીસ્ટર અને હિસાબોનું ચેકિંગ કરવામાં આવશે અને જે એજન્ટની નિમણૂક કરો છો તેની અપ્રુવલ જે તે આર.ઓ. પાસેથી મેળવવાની રહેશે.
આમ આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને ચૂંટણી સંદર્ભે જરૂરી મંજૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે બેઠકમાં માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
***********
આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી
સીરીઝ GJ09DK (2w) અને GJ09BK(4w) હરાજી
સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09DK (2w) અને GJ09BK (4w) માં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ – ઓક્શન તા. ૧૦ નવેમ્બર ૨૦૨૨થી શરૂ કરવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ https://Parivahan.gov.in/fancynumber પર ઓનલાઇન સી.એન.એ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે.
પ્રક્રિયા તા. ૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૨ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા. ૧૨ થી ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. તા. ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ઇ-ઓક્સનના નંબર ઓનલાઇન જ ફાળવી દેવામાં આવશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ રસીદ સાથે દિન-૦૫માં જમા કરાવવાના રહેશે.
વાહનની સેલ તારીખ અને વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી ઇ-ઓક્સનમાં ભાગ લઈ શકશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમાંના મોટાભાગનાા ઉમેદવારો નેેે ફરીથી ટિકિટ આપવામાં આવી છે જ્યારેેે કેટલાક નવા ચહેરાઓનેેે તક આપવામાં આવી છે.