કેટેગરી દિવસ વિશેષ

  • પણ હવે રેટિયો જ ખોવાયો

    પણ હવે રેટિયો જ ખોવાયો

    હેમંતભાઈ ઉપાધ્યાય, અમદાવાદ

    પણ હવે રેટિયો જ ખોવાયો!!!

    ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે.

    ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે આપણા દેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના સમયે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતીક બની ગયો હતો.

    ચરખાની શોધ અને વિકાસ કેવી રીતે અને ક્યારે થયો, એ માટે ચરખા સંઘ દ્વારા ઘણા સંશોધનો તેમ જ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પ્રમાણે અંગ્રેજોના ભારત આવવા પહેલાંના સમયથી જ ભારત ભરમાં ચરખાનું ચલણ પ્રચલિત હતું.

    ઈ.સ. ૧૫૦૦ સુધી ખાદીવણાટ અને હસ્તકલાનો ઉદ્યોગ પૂર્ણ રીતે વિકસીત હતો. સને ૧૭૦૨માં એકલા ઈંગ્લેન્ડમાંથી ભારતમાં બનેલી ૧૦,૫૩,૭૨૫ પાઉન્ડ જેટલા મૂલ્યની ખાદી ખરીદવામાં આવી હતી. માર્કોપોલો અને ટૈવર્નિયર જેવા વિદેશીઓએ ખાદી માટે કવિતાઓ પણ લખી છે. ટૈવર્નિયરની ડાયરીમાં ખાદીના વસ્ત્રની મૃદુતા, મજબૂતાઈ, બારીકાઈ અને પારદર્શિતાની ઘણી પ્રસંશા કરવામાં આવી હતી.

    ગાંધી વિચાર આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા સ્વતંત્રતા પહેલાં હતા. જોકે ગાંધીજીનો રેંટિયો આજની યંગ જનરેશનને અલગ કારણોસર આકર્ષી રહ્યો છે. સાબરમતી આશ્રમની મુલાકાતે આવનારા લોકો ગાંધીસ્મૃતિ તરીકે ચરખા ખરીદવાનું વધુ પ્રિફર કરે છે. છેલ્લા દસ મહિનામાં આશ્રમમાંથી ૪૦૦૦થી વધુ નાનામોટા ચરખા વેચાયા છે.

    એક સમયે રેંટિયો સ્વદેશીના મંત્રનું મુખ્ય સાધન હતું, જ્યારે હવે એ સ્પિરિચ્યુઅલ સફરનું સાધન છે. રોજ બ્રાહ્મ મુરતમાં ઊઠીને રેંટિયો ખોલીને કાંતણનું કામ કરી પરમાત્મા સાથે એકાત્મતા સાધવા સાથે આશીર્વાદ મેળવવાનો અનુભવ થાય
    રેંટિયો ચલાવીએ ત્યારે રૂમાંથી રેસા ધીમે-ધીમે પસાર થાય છે. આ ક્રિયા સાથે તમે જોડાઓ એટલે એની કિંમત તમને ખબર પડે. રૂ કાંતતાં જેટલો સમય આપ્યો એ દરમ્યાન આંખોનું, આંગળીઓનું જોડાણ રેંટિયા સાથે થાય રેંટિયાનો સ્પર્શ અનોખો હોય છે.

    આપણે ખૂબ ગતિમાં જીવીએ છીએ, પણ રેંટિયો ધીમા બનવાનું શીખવે છે. રેંટિયાનાં વસ્ત્રો અદ્ભુત હોય છે. હાથે કાંતીને વસ્ત્રો બને એનો ઉઠાવ અલગ હોય છે. આંખો એની પવિત્રતા ઓળખી જશે.

    ‘ગાંધીબાપુએ ચરખાને ડિવાઇન ટૂલ કહ્યું છે. એમાં ગીતા પણ છે. ગીતાનાં કર્મ, ફળ અને ત્યાગની વાત છે. માયાનો ત્યાગ કરો. અહીં આના દ્વારા છોડતા જવાની વાત આવે છે. કાંતણ ક્રિયા પવિત્ર છે. રેસો નાનો છે પણ એ શિસ્તબદ્ધ છે અને વિવેકથી યાત્રા કરે છે. રેસાઓનો સ્પર્શ કરજો, કંઈક જુદી જ લાગણી અનુભવશો.

    ગાંધીજીએ રેંટિયામાં દરિદ્રનારાયણનો વિચાર કેન્દ્રસ્થાને મૂક્યો હતો. ગાંધીબાપુએ કહ્યું હતું કે ‘હૃદયરોગ, માનસિક રોગ માટે રેંટિયો કામનો છે. માઇન્ડ ઍક્ટિવ કરે છે. રેંટિયાથી આંખની એક્સરસાઇઝ થાય છે. દોરા નીકળે ત્યારે દૃષ્ટિની કસરત થાય છે.’

    ‘બ્રિટિશરોએ વણાટ ઉદ્યોગ તોડી નાખ્યો હતો. એને સજીવન કરવાનો ગાંધીબાપુનો ઉદ્દેશ હતો. ગાંધીજીને લાગ્યું કે દેશને સ્વાવલંબી કરવા આ રેંટિયો જરૂરી છે અને એના દ્વારા કાંતણ–વણાટ ઉદ્યોગ ફરીથી શરૂ કરવાનો બાપુનો પ્રયત્ન હતો.

    સાબરમતી આશ્રમમાં આ ઉદ્યોગને સજીવન કરવા ગાંધીજીએ પ્રયત્ન શરૂ કર્યા હતા અને તેઓ રેંટિયા માટે એવું કહેતા કે મારો ખોવાયેલો મિત્ર મળી ગયો.’

    તસવીર- હેમંત ઉપાધ્યાય

  • DSC સંસ્થાનો મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ આયોજિત થયો

    DSC સંસ્થાનો મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ આયોજિત થયો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    આજરોજ હિંમતનગરના વક્તાપુર પાસે આવેલા શ્વેતાંબર દેરાસરના પ્રાંગણમાં આવેલા હોલમાં NGO – ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરનો એક મહિલા સશક્તિકરણ અંગેનો કાર્યક્રમ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિલાઓના અધિકારો તેમજ તેમને મળનારા અન્ય લાભો અંગે ગામડાના મહિલાઓને ઘણી ઓછી જાણકારી હોય છે….આ અંગે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અને તેના સાબરકાંઠાના લીડર અને 10 જેટલા સ્વયંસેવકોની ટીમે મહિલાઓના માનવ અધિકારો અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતું.

    જેમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે બાળ અને મહિલા કલ્યાણ વિભાગ, સખીવન સ્ટોપ સેન્ટર તેમજ એક કાનૂની સહાયક કરવાવાળી સંસ્થા- CSJ અને સખી મંડળ ને સહાય કરતી સરકારી સંસ્થાના અધિકારીઓ આવીને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકાના આશરે 10 થી 12 ગામડાની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.

    ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરનો(DSC NGO)

    આ સંસ્થાનો ઉદ્દેશ્ય ટકાઉ આજીવિકા અને સહભાગી કુદરતી સંસાધન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે સંકળાયેલી સંસ્થાઓને જ્ઞાન આધારિત સહાય પૂરી પાડવાનો છે.

    ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર (DSC) એ એક સ્વૈછીક સંસ્થા છે.

  • પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

    પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

    નીરવ જોશી , હિંમતનગર (joshinirav1607@gmail.com)M-7838880134 

    સાબરકાંઠાના હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અને રાજવી પરિવાર વડે રાજવી પરિવાર જે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવેલું હતું તેનો પાટોત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ઉજવાઈ ગયો. મહાકાળી યુવક મંડળ એ ખૂબ ઉત્સાહથી 42 મો પાટોત્સવ મનાવ્યો હતો 16મી માર્ચના રોજ રાત્રે ભજન સંધ્યા અને 17મી એ મહાકાળી મંદિરનો પ્રાંગણમાં હવન તેમજ બપોરના શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી.

    દરેક મહાકાળી ભક્ત માનો દર્શન કરીને ધન્યતા અનુભવતો હતો!! ભૂતકાળમાં આઝાદી પહેલા આ મંદિર ખાસ રાજ પરિવાર માટે હતું. રાજ પરિવારની રાણીઓ અને રાજ પરિવારના બધા સભ્યો ખાનગી રસ્તે એટલે કે એક ભોયરું બનાવ્યું હતું તેના વડે આવીને આ મહાકાળી મંદિરના દર્શન કરતા હતા અને ત્યાં પરંપરાગત રીતે પૂજા થતી હતી!

    આ વિસ્તારમાં આવેલા ભક્તો વડે – પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલું આ મહાકાળી મંદિર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. હિંમતનગર માં રહેતા હિંમતનગર વાસીઓને પણ આ પ્રાચીન મંદિર વિશે ખબર નથી! હિંમતનગરમાં થી વહેતી હાથમતી નદીના કિનારે આ સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું જેનો સમય કદાચ 200 – 300 વર્ષ પહેલા હશે.

    કહેવાય છે ને કે ભગવાન માટે ભક્ત જ મહત્વનો છે! શુક્રવારના રોજ આ મંદિરમાં 42 મો પાટોત્સવ ખૂબ ભાવભક્તિથી ઉજવાયો હતો. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા હરેક હિંદુ ભાઈ બહેનોએ મહાકાળી માનો પાટોત્સવ ખૂબ શ્રદ્ધાથી ઉજવ્યો હતો તેમ જ તેઓની સાથે કેટલાક મુસ્લિમ પરિવારોએ પણ મહાકાળી માતાનો પ્રસાદ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી!

    જય માં મહાકાળી! સૌનું કલ્યાણ કરો. માં ભગવતી.

  • ગાંધીનગરમાં 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ આયોજિત કરાઈ

    ગાંધીનગરમાં 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ આયોજિત કરાઈ

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિપદે ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 49મી ઈન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે દેશભરના ડેરી ઉદ્યોગના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

    આ અવસરે, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસની ગાથા વર્ણવી તથા કેન્દ્ર-રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્રના સહિયારા પ્રયાસોથી વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક ભારતને વિશ્વમાં સૌથી મોટા દૂધ નિકાસકાર દેશ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

    મુખ્યમંત્રીશ્રીએ નાના ખેડૂતો અને પશુપાલકોને ડેરી ઉદ્યોગની સાચી તાકાત ગણાવતાં કહ્યું કે, દેશમાં સર્વગ્રાહી વિકાસના રોલમોડેલ તરીકે ઓળખાતું ગુજરાત ડેરી ઉદ્યોગ ક્ષેત્રે પણ સતત અગ્રેસર રહ્યું છે. ‘માસ પ્રોડક્શન’ ને બદલે ‘પ્રોડક્શન બાય માસિસ’ આપણા ડેરી ઉદ્યોગ ક્ષેત્રની આગવી ઓળખ બનેલ છે.

    આ પ્રસંગે, ડેરી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમજ માનનીય મહાનુભાવોએ ભારતીય ડેરી સમિટ સાથે આયોજિત એક્સ્પોમાં ડેરી ઉદ્યોગમાં દેશની આત્મનિર્ભરતાને પ્રદર્શિત કરતા વિવિધ પેવેલિયનની મુલાકાત પણ લીધી.

    ગાંધીનગરમાં યોજાઇ ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ
    *******
    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહે આપ્યું પ્રેરક માર્ગદર્શન
    -: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતી :-
    -:કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ:-
     પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ડેરી સેક્ટરના વિકાસની એકપણ સંભાવનાને ગુમાવ્યા વિના દૂધ અને દૂધ પ્રોડક્ટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરે તેવા પ્રયાસો થઈ રહ્યા છે
     દુનિયા માટે ડેરી ઉદ્યોગ વેપારનું એક સાઘન પરંતુ ભારત માટે તે ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો
     ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે
     ડેરી ઉદ્યોગ દેશની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે-અંદાજે ૯ કરોડ ગ્રામીણ પરિવારોને આર્થિક આધાર આપે છે
     ડેરી સેકટરના ૩૬૦ ડીગ્રી વિકાસ માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકાર પ્રતિબદ્ધ છે -: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ :-
     ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે
     ‘માસ પ્રોડકશનને બદલે પ્રોડકશન બાય માસ’ ની આગવી ઓળખ ડેરી ઉદ્યોગે સહકારી ધોરણે વિકાસથી મેળવી છે
     દેશના કુલ દૂધ સંપાદનમાં ૩૦ ટકા હિસ્સો ગુજરાતનો છે
     ડેરી ઉદ્યોગ અને પશુપાલન ગ્રામીણ ક્ષેત્રોમાં ગ્રીન ગ્રોથ-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું માધ્યમ
     સહકાર સે સમૃદ્ધિના ધ્યેય મંત્ર સાથે ગુજરાતમાં યોજાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સ માટે ટ્રેન્ડ સેટર બનશે
    ********
    કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા આયોજીત ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી.

    આ ડેરી કોન્ફરન્સનું આયોજન ઇન્ડીયન ડેરી એસોસિયેશનના ઉપક્રમે કરવામાં આવ્યું છે અને દેશભરના રાજ્યોના ર૭૦૦થી વધુ ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઇ રહ્યા છે.

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઇ શાહે આ અવસરે ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને ૧૦ જેટલા એવોર્ડ્સ થી સન્માનિત કર્યા હતા.

    શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દુનિયા માટે ડેરી વેપારનું એક સાઘન છે પરંતુ ભારત માટે ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો છે.

    ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તેઓએ સહકારીતા મંત્રી તરીકે કૃષિ અને કિસાનોની સમૃદ્ધિ માટે સહકારી ડેરીઓએ આપેલા યોગદાન માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

    તેમણે કહ્યું કે સહકારી ડેરીઓએ દેશની ગરીબ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક સક્ષમ બનાવવાનું કામ કર્યુ છે. આઝાદી પછી પ્રથમ વખત ” સહકાર સે સમૃદ્ધિ” ધ્યેય મંત્રને સિદ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના કરવા અને આ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવા બદલ શ્રી અમિતભાઇએ ગૌરવ સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

    કેન્દ્રીય મંત્રીશ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમા આઇડીએનો ઘણો મહત્વનો ફાળો છે. ભારતના ડેરી ક્ષેત્રને વિશ્વનું સૌથી મજબૂત ડેરી ક્ષેત્ર બનાવવાનો એક પ્રયાસ આ સમિટિમાં થયો છે. ડેરી અને પશુ પાલન ક્ષેત્રનુ દેશના જીડિપીમાં ૪.૫ ટકા યોગદાન છે તો કૃષિ જીડિપીમાં ડેરી ક્ષેત્રનું યોગદાન ૨૪ ટકા છે. સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું સૌથી વધુ યોગદાન માત્ર ભારતમાં જ છે.

    ડેરી ઉદ્યોગ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે. અંદાજે ૯ કરોડ ગ્રામિણ પરિવાર ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાછલા એક દશકમાં ૬.૬ ટકાના વાર્ષિક વૃદ્ધી દરથી ડેરી સેક્ટરે વિકાસ કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. દુનિયામાં ભારત દેશ સૌથી વધુ દૂધ પ્રોસેસ કરે છે. ભારતમાં દૂધ ઉત્પાદનના ૨૨ ટકા પ્રોસેસ કરવામાં આવે છે. જેટલુ દૂધ પ્રોસેસ થઇને વિશ્વના બજારમાં જાય છે એટલીજ ખેડૂતની આવક વધે છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.

    શ્રી શાહે ઉમેર્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આજે ૬ કરોડ લિટર પ્રતિ દિનથી વધીને ૫૮ કરોડ લિટર સુધી પહોંચ્યા છીએ તે ડેરી સેક્ટરની પ્રગતિ છે. કેન્દ્રની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ડેરી સેક્ટરના વિકાસ માટે કોઇ કસર નહિ છોડે તેમ જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ડેરી સેકટરના ૩૬૦ ડીગ્રી વિકાસ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકાર પ્રતિબદ્ધ છે. તેઓએ ડેરી ઉદ્યોગની થયેલી પ્રગતિ માટે ઓપરેશન ફ્લડ અને શ્વેતક્રાંતિને યાદ કરતા કહ્યું કે જો આ બન્ને સંસ્કરણ શરૂ ન થયા હોત તો દૂધના મામલે ભારત ક્યારેય આત્મનિર્ભર ન બન્યું હોત.

    અમૂલની સફળતા વિશે વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, અમુલનું ૨૦-૨૧નું ટર્ન ઓવર ૫૩ હજાર કરોડ છે. ૩૬ લાખ ખેડૂત પરિવાર અમુલ સાથે જોડાયેલા છે. દૂધના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૧ ટકા થયો છે તેમાં અમૂલ, મધરડેરી, વિજય, પરાગ, નંદિની સહિતની ઘણી બ્રાન્ડનું યોગદાન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં આજે ડેરી સેકટર મિલ્ક પ્રોસેસિંગના દરેક સાઘનોમાં પણ આત્મનિર્ભર થઇ રહ્યુ છે. ભારત વિશ્વનું સૌથી મોટુ દૂધ ઉત્પાદકની સાથે સાથે દૂધ પ્રોસેસિંગના સાઘનોના ઉત્પાદનમાં પણ અગ્રેસર બને તે દિશામાં આગળ વધવા આહવાન કર્યુ હતું.

    -: મુખ્યમંત્રીશ્રી :-
    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે તેવો સ્પષ્ટમત વ્યક્ત કરતાં કહ્યું કે, ગ્રામીણ નજીવનનો મુખ્ય આધાર જ કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન છે.

    ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા સાથે લાખો લોકોની રોજી-રોટી અને આજિવીકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન ડેરી ઉદ્યોગ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ સહકારીતા દ્વારા ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, માસ પ્રોડ્કશનને બદલે પ્રોડ્કશન બાય માસ દ્વારા આ ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ મહિલાઓ અને પશુપાલક બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન ડેરી ઉદ્યોગમાં રહ્યું છે તેની છણાવટ કરતાં કહ્યું કે, રાજ્યમાં ૪પ૦૦ જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે.

    દેશના કુલ દૂધ સંપાદનના ૩૦ ટકા ગુજરાત કરે છે તેમજ અંદાજે ૧પ૦ કરોડ રૂપિયા રોજ દૂધ ઉત્પાદકોને ચુકવાય છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વચ્છતા, કેમિકલ મુકત પ્રાકૃતિક ખેતી, ક્લીન એનર્જી, ગોબરધન અન્વયે ગોબર ગેસ અને જૈવિક ખાતર વગેરેને પરિણામે ગ્રીન ગ્રોથ અને સસ્ટેઇનેબરલ ડેવલપમેન્ટનું માધ્યમ ડેરી-દૂધ ઉદ્યોગ બન્યો છે તેમ પણ જણાવ્યું હતું.

    શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો કે, માનવજીવનના પોષણ અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન એવા દૂધ સાથે સંકળાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીની ગુજરાતમાં આયોજીત આ કોન્ફરન્સ અમૃતકાળમાં ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સની ટ્રેન્ડ સેટર બનશે.

    આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ ડો.આર.એસ સોઢીજી, એનડીડીબીના ચેરમેનશ્રી મીનેશભાઇ શાહ સહિત સહકારી તેમજ કૃષિ ક્ષેત્રના અગ્રણીઓ, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ અને દેશભરના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    *****

    My take on this news.

    જો કે છેલ્લા કેટલાય વર્ષોથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ પણ વધી છે…જેમ કે રખડતા ઢોરોની સંખ્યા વધી છે અને ગોચરની સંખ્યા પણ ઘટી છે. આ અંગે ચિંતન કરવા સરકાર કોઈ એક્શન પ્લાન કરતી નથી એટલું જ નહીં રખડતા ઢોરો દરેક નાના મોટા શહેરોમાં અનેક સમસ્યાઓ સર્જી છે તે અંગે ગુજરાત સરકાર કોઈ ગંભીર ચિંતન કરતી નથી કે કોઈ એવા કાર્યક્રમો ઘડતી નથી!!!

    એ પણ સામાન્ય જનતાના ધ્યાનમાં આવી રહ્યું છે. આશા રાખીએ કે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ અને સંસ્થાઓ આવનારા સમયમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે સરકાર સાથે ગંભીર બને અને એ અંગે પણ પ્લાન લઈને આવે.

  • ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

    ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે એક પહાડી પર સ્થિત ચોટીલેશ્વર મહાદેવ મંદિરના મહંત હરગોવિંદ પુરી મહારાજનો કૈલાશ વાસ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે થયો હતો. તેઓ ચોટીલા મહાદેવની આસપાસ આવેલા 14 ગામ ના ભક્તોને સત્સંગ કરાવતા હતા અને આ 14 ગામના વચ્ચે ચોટીલા મહાદેવનું મંદિર અને તેની પાસે આવેલા આશ્રમના મહંત હતા. બ્રહ્મલીન થયેલા હરગોવિંદ પુરી મહારાજ મૂળ પંજાબના હતા અને તેઓ 50 વર્ષ પહેલા ગોરવાડા પાસે આવેલા ચોટીલા મહાદેવ મંદિર ની સેવામાં અલગારી સંત તરીકે ઉપસ્થિત થયા હતા.

    મૂળ નિરંજની અખાડા થી દીક્ષિત થયેલા સ્વામીજી અહીંયા ભક્તો વચ્ચે લોકપ્રિય અને સેવાભાવી તરીકે જાણીતા થયા હતા અને 50 વર્ષ સુધી સેવા આપી હતી. થોડા દિવસથી મહંતજી ની તબિયત ખરાબ હતી. પરિણામે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓને સોમવારના રોજ જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ચોટીલા મહાદેવ મંદિર માં આવેલા આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને બીજા દિવસે સવારે 3 વાગે પોતાનું શરીર ત્યાગ કર્યો હતો. તેમનું 16 સી ભંડારો 29 માર્ચના રોજ રાખવામાં આવેલ છે. ગુરૂવારના સવારે ધુલરોટ કાર્યક્રમ અંતર્ગત અઢીસો જેટલા સંતો તેમજ ભાવિક ભક્તો મંદિર અને આશ્રમ ખાતે આવશે અને સત્સંગ કરશે તેમ જ ભંડારો કરવામાં આવશે.

     

    હાલ વર્તમાનમાં મંદિરના નવા  સુરજપુરી મહારાજ તેમના માર્ગદર્શનમાં 29 માર્ચના રોજ સોળશી ભંડારો નું આયોજન કરેલ છે.

    આજુબાજુના ગામના ભાવિ ભક્તો પણ શ્રદ્ધા ભક્તિથી સદગત બ્રહ્મલીન થયેલા હરગોવિંદ પુરી મહારાજની યાદમાં સેવા આપશે.

  • સતી કનકપ્રભા માટે જ્યારે મહાશ્રમણજી એક જ દિવસમાં 47 KM ચાલીને દિલ્હી પહોંચ્યા!

    સતી કનકપ્રભા માટે જ્યારે મહાશ્રમણજી એક જ દિવસમાં 47 KM ચાલીને દિલ્હી પહોંચ્યા!

    નીરવ જોશી, માણસા (M-7838880134 & 9106814640)

    આજ રોજ તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણ આજોલ ખાતે એક દિવસીય નિવાસ કરીને વિચરણ કરતા કરતા ગાંધીનગર પાસે આવેલા માણસા ગામે પધાર્યા હતા. માણસા ગામમા આવેલી એમ જી ચૌધરી સંકુલ ખાતે તેમણે મુકામ કર્યું છે. તેમના ભક્તગણ અને સાધુ સાધ્વી સમુદાય સાથે એક દિવસ માટે અહીં સત્સંગ લાભ આપ્યો હતો…

    સાધ્વી પ્રમુખ કનકપ્રભાજીના જીવનની ન ભુલાય તેવી વાતો…

    ઉલ્લેખનીય છે કે આજે ફાગણ સુદ ચૌદસ એ તેરાપંથ સંપ્રદાયના સાધ્વી પ્રમુખ કનકપ્રભાજીનો મહાપ્રયાણ દિવસ હતો. ગઈ સાલ 2022માં 16 માર્ચના રોજ અને હિન્દુ તિથિ પ્રમાણે ફાગણ સુદ ચૌદસના દિવસે મહાસતી કનક પ્રભાજીએ તેમના શરીરનું ત્યાગ કર્યો હતો.

    દિલ્હી ખાતે આચાર્ય મહાશ્રમણજી 6 માર્ચ 2022 ના રોજ રાજસ્થાન થી દિલ્હી મુકામે અથવા તો દિલ્હીના રસ્તે એક જ દિવસમાં ૪૭ કિલોમીટર જેટલું અંતર કાપીને સાધ્વી પ્રમુખને દર્શન આપવા હોસ્પિટલ આવી પહોંચ્યા હતા!!!

    તેરાપંથ સંપ્રદાયના મહા સતીઓના પ્રમુખ અને સમુદાયના સાધ્વી પ્રમુખ કનક પ્રભાજીએ એ એમના દર્શન કર્યા હતા અને ત્યારબાદ થોડા દિવસ બાદ જ એમને શરીર 16 March ના રોજ છોડી દીધું હતું!

    આજરોજ માણસા ખાતે મહાશ્રમણજીએ પ્રસંગને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે 50 વર્ષથી પણ વધારે સમય કનકપ્રભા મહાસતીએ સાધ્વીજીવન તેરાપંથ સંપ્રદાયને અર્પણ કર્યુ!!! આચાર્ય તુલસી, આચાર્ય મહાપ્રજ્ઞ અને હું એટલે કે આચાર્ય મહાસમણ આ ત્રણ આચાર્યના સમયગાળા દરમિયાન સાધવી પ્રમુખજી ખૂબ મોટી સેવા આપી હતી! સાધ્વીજી ને યાદ કરતા મહાસમણજીનું ગળું પણ લાગણીથી ભીનું થઈ ગયું હતું… જણાવ્યું હતું કે કોઈપણ સાધુ સાધ્વીને કે પરમાત્માના માર્ગ પર ચાલનાર  જૈન મુની કે સતીને વીતરાગના માર્ગે ચાલવાનું હોય છે આમ સાધવી પ્રમુખા સમગ્ર તેરાપંથ સમુદાય અને મહાસતીઓના સંઘને શોભે તેવું પ્રેરણાદાયી જીવન જીવીને આપણી વચ્ચેથી વિદાય થયા હતા.

    આજે તિથિ ના રોજ તે વાતને એક વર્ષ થયું! સમગ્ર તેરા પંચ સમાજની ઉપસ્થિત મહિલા સાધ્વીઓ કે સતિયો આ લાગણી અને આ વાતથી ભાવવિભોર થઈ ગઈ હતી અને તેમણે કનક પ્રભાજીના તપસ્વી જીવનને ખૂબ જ અંગત રીતે, ખૂબ જ ભાવથી યાદ કર્યું હતું!

    ઓમ અર્હમ!

    Terapanth Media Release 

    🌸 *मानसा में महातपस्वी महाश्रमण : शासनमाता की प्रथम पुण्यतिथि का हुआ समायोजन* 🌸

    *-साहित्यकला में सिद्धहस्त थीं शासनमाता कनकप्रभाजी : आचार्यश्री महाश्रमण*

    *-सात किलोमीटर का विहार कर आचार्यश्री पहुंचे मानसा, एम.जी. चौधरी विद्या संकुल में पावन प्रवास*

    *-उत्साहित श्रद्धालुओं ने अपने आराध्य का किया भावभीना अभिनंदन*

    *06.03.2023, सोमवार, मानसा, गांधीनगर (गुजरात) :*

    जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ के ग्यारहवें अनुशास्ता, अहिंसा यात्रा प्रणेता, महातपस्वी आचार्यश्री महाश्रमणजी का सोमवार को गांधीनगर जिले के मानसा नगर में मंगल प्रवेश हुआ। अपने आराध्य की अगवानी में जुटे श्रद्धालुओं ने महातपस्वी का भावभीना अभिनंदन किया। भव्य स्वागत जुलूस के साथ आचार्यश्री मानसा में स्थित एम.जी. चौधरी विद्या संकुल में पधारे। यहां आचार्यश्री की मंगल सन्निधि में जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ की अष्टम साध्वीप्रमुखा, शासनमाता, महाश्रमणजी साध्वी कनकप्रभाजी की प्रथम पुण्यतिथि समारोह का समायोजन किया गया।

    इसके पूर्व प्रातःकाल आजोल से आचार्यश्री महाश्रमणजी ने मंगल प्रस्थान किया। मानसा के श्रद्धालु आचार्यश्री के प्रस्थान के पूर्व ही मंगल सन्निधि में पहुंच गए थे। आज का विहार मार्ग भले ही छोटा था, किन्तु मार्ग में श्रद्धालुओं के पहुंचने का क्रम जारी था। लगभग सात किलोमीटर का विहार कर आचार्यश्री मानसा में पधारे तो मानसावासियों का सौभाग्य चमक उठा। अपने आराध्य की अभिनंदन को उपस्थित मानवासियों के जयघोष से वातावरण गुंजायमान हो उठा। सभी पर आशीषवृष्टि करते हुए आचार्यश्री गतिमान थे। भव्य स्वागत जुलूस के साथ आचार्यश्री मानसा में स्थित एम.जी. चौधरी विद्या संकुल में पधारे।

    विद्या संकुल के एक नवनिर्मित हॉल में आज का मुख्य प्रवचन कार्यक्रम आयोजित हुआ। आज का मुख्य कार्यक्रम तेरापंथ धर्मसंघ की अष्टम साध्वीप्रमुखा शासनमाता कनकप्रभाजी की प्रथम पुण्यतिथि के रूप में भी समायोजित हुआ।

    आचार्यश्री ने उपस्थित श्रद्धालुओं को आत्मानुशासन करने के लिए संयम और तप की साधना करने की प्रेरणा प्रदान करते हुए कहा कि आज फाल्गुन शुक्ला चतुर्दशी है। आज के दिन हाजरी का क्रम होता है, इसलिए भी गुरुकुलवासी चारित्रात्माओं की उपस्थिति अनिवार्य होती है। यदि कोई चारित्रात्मा तपस्या, उपवास आदि नहीं भी कर पाएं तो उनदोरी करना भी अपने आप में एक तपस्या होती है। इस दौरान आचार्यश्री ने चतुर्विध धर्मसंघ को महाप्राणध्वनि और भी अनेक ध्यान के प्रयोग भी कराए। आचार्यश्री ने हाजरी का वाचन किया तो समुपस्थित चारित्रात्माओं ने अपने स्थान खड़े होकर लेखपत्र उच्चरित किया।

    आचार्यश्री ने आगे कहा कि तेरापंथ धर्मसंघ की आठवीं साध्वीप्रमुखा कनकप्रभाजी के महाप्रयाण को एक वर्ष हो गया। आज के ही दिन दिल्ली अध्यात्म साधना केन्द्र के अनुकंपा भवन में उनका महाप्रयाण हो गया। उनका पचास वर्षों से अधिक समय का संयम पर्याय रहा। वे परम पूज्य आचार्यश्री तुलसी, आचार्यश्री महाप्रज्ञजी और मेरे साथ भी अपना योगदान दिया। आचार्यश्री ने उनके जीवन के अनेक घटना प्रसंगों का वर्णन करते हुए कहा कि बीदासर के मर्यादा महोत्सव उनका अंतिम मर्यादा महोत्सव था और उस दौरान उन्होंने अपने दायित्व का पालन करते हुए साध्वी समुदाय के व्यवस्थाओं से संबंधित कार्य किया। उन्हें तीन-तीन आचार्यों की सेवा का अवसर मिला। परम पूज्य आचार्यश्री महाप्रज्ञजी उनके आयु में 21 साल बड़े और मैं उनसे आयु में 21 साल छोटा था। वे साहित्यकला में सिद्धहस्त थीं। कविता का निर्माण शीघ्र कर लेती थी। उनका अपना वैदुष्य था। उनसे कितनों पथदर्शन मिला, कितने साध्वियों के केशलोच और मार्गदर्शन प्रदान किया। मैं उनका श्रद्धा के स्मरण करता हूं, उनके प्रति सम्मान की भावना व्यक्त करता हूं।

    तदुपरान्त मुख्यमुनिश्री महावीरकुमारजी, साध्वीप्रमुखा विश्रुतविभाजी, साध्वीवर्या साध्वी सम्बुद्धयशाजी ने शासनमाता के प्रति अपनी आस्थासिक्त अभिव्यक्ति दी।

    मुनि धर्मरुचिजी, साध्वी सुमतिप्रभाजी, समणी कुसुमप्रज्ञाजी ने भी अपनी अभिव्यक्ति दी। साध्वी उदितयशाजी ने कविता पाठ किया।

    साध्वीवृंद ने गीत का संगान किया। छोटी साध्वियों ने अपनी भावपूर्ण प्रस्तुति दी। तेरापंथी सभा-मानसा के अध्यक्ष श्री अशोक मेहता व विद्या संकुल के श्री पितु भाई चौधरी ने अपनी आस्थासिक्त अभिव्यक्ति दी। स्थानीय तेरापंथ कन्या मण्डल व महिला मण्डल ने गीत का संगान किया। ज्ञानशाला के ज्ञानार्थियों ने अपनी भावपूर्ण प्रस्तुति दी।

    *पालनपुर और सिद्धपुर को भी आचार्यश्री करेंगे पावन*

    आचार्यश्री कार्यक्रम में घोषणा करते हुए कहा कि सन् 2024 के बाद और सन् 2026 के चतुर्मास के पहले-पहले पालनपुर और सिद्धपुर का यथासंभवतया स्पर्श करने का भाव है। इस प्रकार की घोषणा सुनकर प्रवचन हॉल जयघोष से गूंज उठा।

    *यूट्यूब पर Terapanth चैनल को सब्सक्राइब करें*
    https://www.youtube.com/c/terapanth

    *यूट्यूब पर आज का वीडियो ऑनलाइन देखने के लिए नीचे दिये गए लिंक पर क्लिक करें*
    https://www.youtube.com/live/X75l2V0gAcg?feature=share

    *फेसबुक पेज पर प्रतिदिन न्यूज़ पढ़ने के लिए पीछे दिए गए लिंक पर क्लिक करें और पेज को लाइक करे, फॉलो करें।*

    *तेरापंथ*
    https://www.facebook.com/jain.terapanth/

    🙏 *संप्रसारक*🙏
    *जैन श्वेताम्बर तेरापंथी महासभा*

    आचार्यश्री महाश्रमण जी एवं तेरापंथ धर्मसंघ आदि के नवीनतम समाचार पाने के लिए–

    ♦ 7044774444 पर join एवं अपने शहर का नाम लिखकर whatsapp करें।

  • લાભુ કાકા જેવું ગુજરાત સમાચારમાં એ સમયે કોઈ નહોતું!

    લાભુ કાકા જેવું ગુજરાત સમાચારમાં એ સમયે કોઈ નહોતું!

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540)

    (તિથિ વિશેષ / સ્મરણિકા વિશેષ)

    અખબારી આલમમાં લાભુકાકા તરીકે જાણીતા વરિષ્ઠ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાયનું સોમવાર તારીખ ૩ માર્ચ ૨૦૧૪ નારોજ ૮૭ વર્ષની વયે નિધન થયું હતું.

    કહેવાય છે કે જ્યારે કોઈ કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને સેવા યોગી અને પોતાના જીવનના અનેક વર્ષો એક જ વ્યવસાયમાં ખપાવીને કર્મ એ જ મારું સાધના અને મારું કર્મ એ જ મારા જીવનનો સંદેશ એવા જીવન જીવનારા લોકોને આપણે એમના ગયા પછી વધારે યાદ કરીએ છીએ !!! કારણ કે એમની હયાતી સમયે આપણને એમની કદર નથી હોતી!!! અને જ્યારે તેઓ નથી હોતા ત્યારે એમની વ્યક્તિત્વની સુગંધ , એમના વ્યક્તિત્વની મહેક કે એમના વ્યક્તિત્વના સાચા પણાની આપણને ઈચ્છા કે યાદગીરી પણ આવે છે અને લાગે છે કે ખરેખર એ વ્યક્તિત્વનું જે શક્તિશાળી વ્યક્તિત્વ હતું… જે મજબૂત અને પ્રેરણાદારી બળ હતું…એમાંથી આપણે પ્રેરણા લઈને – એ સમયે જીવ્યા હોત આપણા જીવનમાં એમની કેટલીક વિશેષ ગુણો અને એમની વ્યક્તિગત કે વ્યવસાયિક સ્કીલ આત્મસાત કરીને આપણા વ્યક્તિત્વને ઘડ્યું હોત તો …કેટલું સારું કર્યું હોત ??અને એમને આપણા ગુરુ બનાવ્યા હોત તો કેટલું સારું !???..કેટલું સારું!!

    આવા અંદર કોરી ખાનારા પશ્ચાતાપ કે અફસોસ પછી જ.. પછી છેવટે આપણે પુરસ્કારો આપીએ છીએ.. જે તે વ્યક્તિના મર્યા પછી એમની વિશે ખૂબ સરસ લેખો લખીએ છીએ!!! પરંતુ ખરેખર માનવ જાતની મોટી નબળાઈ છે કે જ્યારે એમની હયાતી હોય છે ત્યારે આપણે એમની સામે એમના જીવનમાં ખૂબ સુંદર મજાનું વ્યક્તિત્વનું લાભ લેવાનું અને એમને આપણી હયાતીનું બળ એમની સાથે આત્માનું ભાવે જોડવાનું ચૂકી જઈએ છીએ !!!— એ જ માનવ જાતની બહુ મોટી નિષ્ફળતા છે અને વ્યક્તિગત મનુષ્યની પણ મોટી નબળાઈ છે!

    આવા જ એક જીવંત વ્યક્તિત્વ એવા લાભુ કાકાને અહીંયા વાત છે જેમણે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ડંકો વગાડ્યું હતો અને ખાસ કરીને આજથી આઠ વર્ષ પહેલા વિદાય લીધી હતી!!! ત્યારે અનેક લોકોને કદાચ યાદ નહીં હોય કે આ કેવું વ્યક્તિ હતું??? 

    તો અહીંયા એક પ્રયાસ છે લાભુ કાકા ના સ્વજન તરફથી આલેખ —એક લેખને ડિજિટલ મીડિયામાં પ્રસ્તુત કરવાનું… જેથી કરીને આવનારી પેઢી પણ આવા ધન્ય નામ અથવા તો આવા શુભ આત્માઓને યાદ કરી અને પોતાના જીવનમાં પણ  થોડું ઘણું પણ ભાથુ અથવા તો એમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારી શકે!

    લાભશંકર જોઈતારામ ઉપાધ્યાય
    પૂર્વ ચીફ રિપોર્ટર ગુજરાત સમાચાર
    ૨૨ –ડિસે. ૧૯૨૮ – ૩ માર્ચ ૨૦૧૪

    શાળામાં અભ્યાસ દરમિયાન જ સાહિત્ય શોખ .તેઓએ ‘સર્જન’ અને ‘મયુર’ નામે હસ્તલિખિત અંકો પણ ત્યારે પ્રગટ કર્યા. આ ઉપરાંત કેટલીક કવિતાઓ અને વાર્તાઓ પણ લખી. પત્રકારત્વ માટે નાનપણથી જ ઘણું આર્કષણ હોવાને કારણે તેઓએ મેટ્રિક ની પરીક્ષા પાસ કર્યા બાદ ખાસ તો આજીવિકાના હેતુસર ૧૯૫૦ થી પત્રકારત્વક્ષેત્રમાં ડગ માંડયા.

    તેઓ ૧૯૫૦માં અમદાવાદ આવ્યા અને ‘પ્રભાત’ દૈનિકમાં જોડાયા. આ અરસામાં ૧૯૫૪થી ૧૯૫૭ સુધી ખેડબ્રહ્મા ખાતેથી ‘લોકવાણી’ નામનું સાપ્તાહિક ચલાવ્યું .૧૯૫૮ માં ‘ગુજરાત સમાચાર ‘માં જોડાયા . વચ્ચે ૧૯૬૨માં પાંચેક મહિના તેઓએ ‘ સંદેશ’ માં ફરજ બજાવી. ગુજરાત સમાચર માં ૪૬ વર્ષ ફરજ બજાવીને ચીફ રિપોર્ટરપદેથી ૨૦૦૪માં ૭૬ વર્ષની વયે નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ નિવૃત્તિ લીધી.

     

    અખબારી આલમમાં લાભુકાકા તરીકે જાણીતા વરિષ્ઠ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાયનું સોમવાર તારીખ ૩ માર્ચ ૨૦૧૪ નારોજ ૮૭ વર્ષની વયે નિધન થયું હતું.

    હેડિંગથી સમાચારને ચોટદાર અને ચટાકેદાર બનાવવાનો ચીલો ચાતરનાર .લાભુકાકા’ નું અખબારી આલમમાં ૫૪ વર્ષનું પ્રદાન અવિસ્મરણીય છે .૪૬ વર્ષ સુધી પ્રથમ હરોળના સુપ્રસિદ્ધ – લબ્ધપ્રતિષ્ઠ અખબાર ‘ગુજરાત સમાચાર ‘ માં ચીફ રિપોર્ટર તરીકે સેવા આપનાર તેઓએ ગુજરાતી પત્રકારત્વમાં રિપોર્ટરની એક આખી પેઢી તૈયાર કરી હતી. અમદાવાદમાં વિમાન હોનારત સર્જાઈ હોય, નવનિર્માણ અભિયાન છેડાયું હોય, અનામતનું આંદોલન છેડયું હોય કે ગોધરાકાંડના કોમી રમખાણો …

    પાંચના ટકોરે કોઇપણ સંજોગોમાં કાર્યાલયમાં પહોચીને જલક્મલવત સ્થિતિમાં તદન નિસ્પૃહભાવે તેઓ સાથી પત્રકારોને માર્ગદર્શન આપતા અને સમયસર ગુજરાત સમાચાર પ્રસિદ્ધ થતું .તેઓએ ગુજરાતના સમાજકારણની નેત્રદીપક સેવા ની:સ્વાર્થભાવે કરી તેમનું પત્રકારત્વ નીભેળ બલકે તથ્ય આધારિત ટૂંકું અને મુદાસર છતાં હમેશાં ચોટદાર રહેતું .માનવીય સંવેદનાઓને ભાવાત્મક હેડીંગ સાથે ચોકઠામાં ગોઠવવાની આવડત તેઓએ જાતે આત્મસાત કરી હતી તો સાથોસાથ કોઈની પણ સાડાબારી રાખ્યા વિના આક્રમકતાથી સતાધીશો ની શાન ઠેકાણે લાવનારા હેડીંગો કરતા તેઓ કદી અચકાતા નહી . પાવરફુલ પોઝીશનમાં હોવા છતાં તેઓએ કદી પોતાના પદ કે હોદ્દાની ગરિમા ગુમાવી નહોતી અને સત્તા નો દુરુપયોગ કર્યો ન હતો. એક આમ આદમી તરીકે આજીવન જીવનાર ‘નખનીશ’ પત્રકાર લાભશંકર જોઈતારામ ઉપાધ્યાય (લાભુકાકા) ની સાદગી અને ‘પ્રસિધ્ધિથી પર’ રહેવાની વૃતિ ગુજરાતી પત્રકારત્વ માટે અને ગોમતીવાડ ત્રણ ગામ (ગોતા રાધીવાડ અને ખેડબ્રહ્મા = ગોખેરા સમાજ)  માટે દીવાદાંડી સમાન પુરવાર થશે.

    પત્રકારત્વક્ષેત્રે આપેલા વિશિષ્ટ પ્રદાન બદલ ૨૦૦૨માં તેમને ‘અરાવલી ફાઉન્ડેશન’ ધ્વારા ‘અરાવલી રત્ન’ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું . ગુજરાતના પત્રકારો ના બનેલા મંડળો ધ્વારા લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચિત્રલેખાના જાણીતા પત્રકાર –લેખક શ્રી કાન્તી ભટ્ટ ના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • પ્રાચીન પ્રાંતિજને વિદાય આપી મહાશ્રમણજી મહુડી પધારશે

    પ્રાચીન પ્રાંતિજને વિદાય આપી મહાશ્રમણજી મહુડી પધારશે

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    *02.03.2023, गुरुवार, प्रान्तीज, साबरकांठा (गुजरात) :*

    તેરાપંથ સંપ્રદાયના પ્રમુખ અને મહાન આચાર્ય મહાશ્રમણજી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના સાબરકાંઠા ખાતે અલગ અલગ વિસ્તારોમાં વિચરણ કરી રહ્યા છે.

    ત્યારે ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ તેઓ પ્રાચીન શહેર પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતા. પ્રાંતિજમાં તેમને એક દિવસનો રોકાણ કરી અને ખૂબ જ સરસ રીતે પ્રાંતિજના તેરાપંથી અને અધ્યાત્મ પ્રેમીઓને પ્રવચન કર્યું હતું અને એક યાદગાર અધ્યાત્મનો કાર્યક્રમ કર્યો હતો…આ કાર્યક્રમમાં પ્રાંતિજના સ્થાનિક રાજકારણીઓ તેમજ અગ્રણીઓ અને અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા. આમ કાર્યક્રમમાં અધ્યાત્મની અને યોગ તેમજ ધર્મના સાચા હાર્દની ચર્ચા થઈ હતી અને અધ્યાત્મિક મૂલ્યો પર જીવન જીવવાની શીખ મહાસમણએ પ્રાંતિજ વાસીઓને આપી હતી.

     

    આજે પ્રાંતિજ થી મહાશ્રમણજી વિચરણ કરીને મહુડી ખાતે પહોંચશે અને મહુડી ખાતે એક દિવસનો વિરામ કરશે. મહુડી એ જૈન ધર્મના તેમજ અન્ય ધર્મના લોકોમાં ખૂબ જ લોકપ્રિય તીર્થંકર ને સમર્પિત અને લોકરક્ષક દેવતા એવા ઘંટાકર્ણ મહાવીર નું જૈન તીર્થ આવેલું છે…આ સુપ્રસિદ્ધ – વિશ્વમાં જાણીતું તીર્થની મુલાકાત લઈને મહાસમણજી મહુડી તીર્થને પણ પવિત્ર કરશે. ત્યાં પણ આ જ પ્રમાણે કાર્યક્રમ થશે.

    🌸 *क्षमा रूपी खड्ग के सामने नहीं टिकते दुर्जन : शांतिदूत आचार्यश्री महाश्रमण* 🌸

    *-गतिमान ज्योतिचरण पहुंचे प्रान्तीज, श्रद्धालुओं का उमड़ा हुजूम*

    *-महातपस्वी की अभिवंदना में पहुंचे विधायक, सांसद और पूर्व मंत्री*

    *-क्षमाशील बनने को आचार्यश्री ने दी प्रेरणा, भक्तों ने अपनी भावनाओं को किया अभिव्यक्त*

    उत्तर गुजरात में अणुव्रत यात्रा कर रहे जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ के ग्यारहवें अणुव्रत अनुशास्ता, महातपस्वी, युगप्रधान आचार्यश्री महाश्रमणजी अपनी धवल सेना संग गुरुवार को प्रान्तीज में पधारे। पहली बार अपने आराध्य को अपने नगर में पाकर प्रान्तीज के श्रद्धालु भावविभोर नजर आ रहे थे। प्रान्तीज का कण-कण ज्योतिचरण का स्पर्श कर स्वयं को मानों धन्य कर रहा था। भव्य स्वागत जुलूस में उमड़े श्रद्धालुओं द्वारा किया जा रहा जयघोष उनके उल्लास, उत्साह और आनंद को दर्शा रहा था। मार्ग में उपस्थित श्रद्धालुओं पर आशीषवृष्टि करते हुए शांतिदूत आचार्यश्री महाश्रमणजी प्रान्तीज में स्थित सेठ पी एण्ड आर हाईस्कूल के प्रांगण में पधारे।

    गुरुवार को प्रातः की मंगल बेला में सलाल से जैन श्वेताम्बर तेरापंथ के वर्तमान अनुशास्ता आचार्यश्री महाश्रमणजी की गतिमान हुए। सलालवासियों को मंगल आशीष प्रदान कर आचार्यश्री आगे की ओर गतिमान हुए। राष्ट्रीय राजमार्ग पर गतिमान आचार्यश्री की धवल सेना को देखकर ऐसा लग रहा मानों कोई अध्यात्म की नदी की धवल धारा आज राजमार्ग पर प्रवाहित हो रही हो। राजमार्ग के दोनों ओर कहीं मकान तो कहीं खेत नजर आ रहे थे। उन खेतों दलहन, तेलहन, गेहूं आदि के फसलों के साथ कहीं-कहीं अरण्डी की खेती और अनेक प्रकार के साग-सब्जियों की खेती भी दिखाई दे रही थी। उन खेतों में श्रम कर रहे किसानों को भी महाश्रमशील आचार्यश्री महाश्रमणजी के दर्शन करने और आशीष प्राप्त करने का सौभाग्य प्राप्त हो रहा था। लगभग आठ किलोमीटर का विहार कर आचार्यश्री प्रान्तीज में निर्धारित प्रवास हेतु सेठ पी एण्ड आर हाईस्कूल के प्रांगण में पधारे।

    आचार्यश्री के मंगल प्रवचन से पूर्व साध्वीप्रमुखा साध्वी विश्रुतविभाजी ने जनता को उद्बोधित किया। उपस्थित को जनता को युगप्रधान आचार्यश्री महाश्रमणजी ने पावन प्रेरणा प्रदान करते हुए कहा कि आदमी अपनी चेतना की निर्मलता और आत्मा की शांति के लिए क्षमा रूपी धर्म को धारण करने का प्रयास करे। क्षमा का भाव हो तो चित्त प्रसन्न और जीवन में शांति रह सकती है। किसी भी प्रकार की विपरित परिस्थति में भी क्षमा को धारण कर लिया जाए तो जीवन अच्छा हो सकता है। कहा गया है कि कम खाओ, स्वस्थ रहो, गम खाओ, मस्त रहो और नम जाओ, प्रशस्त रहो।

    जो आदमी अपने जीवन में क्षमा रूपी खड्ग को धारण कर लेता है, दुर्जन भी उसका व्यक्ति का कुछ नहीं बिगाड़ सकते। प्रतिकूल परिस्थितियों और कठिनाइयों को सहन करने की क्षमता का विकास हो, ऐसा प्रयास करना चाहिए। क्षमा और सहिष्णुता तो साधु के जीवन में तो होता ही है, गृहस्थ के जीवन में भी सहिष्णुता और क्षमाशीलता का विकास हो जाए, तो समस्त प्रकार के फसादों से बचाव हो सकता है। आचार्यश्री प्रान्तीजवासियों को अपने जीवन में सद्भावना, नैतिकता और नशामुक्ति की चेतना को पुष्ट बनाए रखने का मंगल आशीर्वाद भी प्रदान किया।

    आचार्यश्री के अभिनंदन में पहुंचे साबरकांठा के सांसद श्री दीप सिंह राठौड़, पूर्व सांसद व गुजरात सरकार के पूर्व मंत्री श्री जयसिंह चाह्वाण व स्थानीय पूर्व विधायक श्री महेन्द्रसिंह बाड़ेया ने आचार्यश्री के स्वागत में अपने भावनाओं को अभिव्यक्ति दी और आचार्यश्री से मंगल मार्गदर्शन भी प्राप्त किया। स्थानीय तेरापंथ समाज प्रान्तीज के अध्यक्ष श्री भैरू भाई बाबेल, श्री जयदीप बाबेल, श्री प्रकाश चोरड़िया, मोंटू, श्वेताम्बर संघ के श्री भरत भाई ने अपनी आस्थासिक्त अभिव्यक्ति दी। स्थानीय ज्ञानशाला के ज्ञानार्थियों ने अपनी भावपूर्ण प्रस्तुति दी। तेरापंथ युवक परिषद व तेरापंथ महिला मण्डल तथा कन्या मण्डल ने पृथक्-पृथक् स्वागत गीत का संगान किया।

     

    *यूट्यूब पर Terapanth चैनल को सब्सक्राइब करें*
    https://www.youtube.com/c/terapanth

    *यूट्यूब पर आज का वीडियो ऑनलाइन देखने के लिए नीचे दिये गए लिंक पर क्लिक करें*
    https://www.youtube.com/live/XWiTUY337Tg?feature=share

    *फेसबुक पेज पर प्रतिदिन न्यूज़ पढ़ने के लिए पीछे दिए गए लिंक पर क्लिक करें और पेज को लाइक करे, फॉलो करें।*

    *तेरापंथ*
    https://www.facebook.com/jain.terapanth/

    🙏 *संप्रसारक*🙏

    *जैन श्वेताम्बर तेरापंथी महासभा*

    आचार्यश्री महाश्रमण जी एवं तेरापंथ धर्मसंघ आदि के नवीनतम समाचार पाने के लिए–♦ 7044774444 पर join एवं अपने शहर का नाम लिखकर whatsapp करें।

  • Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન

    Update:સલાલ નગરમાં તેરાપંથના આચાર્ય મહાશ્રમણનું ભવ્ય આગમન

    નીરવ જોશી , હિંમતનગર( M-7838880134)

    જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના 11માં આચાર્ય મહાશ્રમણજી વર્તમાન સમયમાં ગુજરાતના પ્રવાસે છે. ખાસ કરીને ગુજરાતના મોટા અંબાજી ખાતેથી તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ખેરોજમાં અણુ વ્રત વર્ષના 75 વર્ષપ્રવેશ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો.

    ત્યાંથી વિહાર કરતાં તારીખ 23 2 2023 ના રોજ નાના અંબાજી તરીકે ગણાતા ખેડબ્રહ્મામાં આગમન કર્યું હતું અને ત્યાં રસ્તામાં ભવ્ય સ્વાગત સાથે KT હાઇસ્કુલ ખેડબ્રહ્મા ખાતે વિરામ કર્યો હતો . પ્રાચીન શાળા શેઠ KT હાઇસ્કુલ સ્કુલના પટાંગણમાં પ્રવચન આપી   સમુદાયના અને બીજા સમુદાયના લોકો- અધ્યાત્મ પ્રેમીઓને  અણુવ્રત  તેમજ તેમના ગુરુદેવ બ્રહ્મલીન આચાર્ય મહાપ્રજ્ઞજી સંદેશા વડે કૃપા વરસાવી હતી.

    ભવ્ય સ્વાગત સાથે માનવો વચ્ચે સદભાવના,નૈતિકતા અને વ્યસન મુક્તિની વાત કરીને દુષણ મુક્ત સમાજની વાત કરી . ત્યારબાદ ખેડબ્રહ્મા માં બનાવેલ તેરાપંથ ભવનમાં પધારેલ.

    ત્યાં પણ લોકોને ખૂબ સારી એવી શિક્ષા – આ અણુવ્રતથી સંકલ્પિત કર્યા. ખેડબ્રહ્મા અણુવ્રત સમિતિના તેમજ તેરાપંથ જૈન સમાજના ઉપાસક અને વડીલ એવા શંકરભાઈ બોથમલ ડાલચંદ ભાઈએ પોતાના ઉપાસનાના વિચારો ઉપસ્થિત શ્રોતાઓ સમક્ષ રજુ કર્યા હતા.

    (TERAPANTH MEDIA PRESS RELEASE -28/2/2023)

    🌸 *ज्योतिचरण के मंगल शुभागमन से हिम्मतनगर में छाया उल्लास* 🌸

    *-हिम्मतनगर में तेरापंथ के प्रथम आचार्य के रूप में युगप्रधान आचार्यश्री महाश्रमण का मंगल पदार्पण*

    *-श्रद्धालुओं ने किया भव्य अभिनंदन, आचार्यश्री श्री पहुंचे उमिया धाम*

    *-मार्ग में अपना काफिला रोक उपराज्यपाल प्रफुल्ल भाई पटेल ने किया आचार्यश्री के दर्शन*

    *-लाभ होने पर भी न आए लोभ: शांतिदूत आचार्यश्री महाश्रमण*

    *28.02.2023, मंगलवार, हिम्मतनगर, साबरकांठा (गुजरात) :*

    मानवता के कल्याण के लिए, जन मानस को सन्मार्ग दिखाने के लिए अपनी अणुव्रत यात्रा के साथ जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ के ग्यारहवें अनुशास्ता, मानवता के मसीहा, युगप्रधान आचार्यश्री महाश्रमणजी अपनी धवल सेना संग मंगलवार को उत्तर गुजरात के साबरकांठा जिले के हिम्मतनगर में मंगल प्रवेश किया तो अपने हिम्मतनगर का जन-जन श्रद्धाभावों से विभोर हो उठा। तेरापंथ धर्मसंघ की आचार्य परंपरा के प्रथम आचार्य के रूप में आचार्यश्री का मंगल पदार्पण जन-जन को आह्लादित बनाए हुए था। भव्य स्वागत जुलूस के साथ आचार्यश्री हिम्मतनगर स्थित उमिया माता मन्दिर धाम परिसर में पधारे।

    मंगलवार को प्रातः वक्तापुर से आचार्यश्री ने हिम्मतनगर की ओर प्रस्थान किया। हिम्मतनगर के वासी अपने आराध्य के अभिनंदन को विहार से पूर्व ही पहुंच गए थे। मार्ग में अनेक स्थानों पर श्रद्धालुजनों पर आशीषवृष्टि करते हुए आचार्यश्री गंतव्य की ओर गतिमान थे।

    अपने काफिले के साथ दमन-दीव व दादरा नगर हवेली के उपराज्यपाल श्री प्रफुल्ल भाई पटेल कहीं जा रहे थे। मार्ग में उन्होंने आचार्यश्री को गतिमान देखा तो अपना काफिला रोककर आचार्यश्री की मंगल सन्निधि में उपस्थित हुए सभक्ति नमन किया तो आचार्यश्री ने उन्हें मंगल आशीर्वाद प्रदान किया। उपराज्यपाल का इस तरह आचार्यश्री के दर्शन करना उपस्थित श्रद्धालुओं को आह्लादित बना रहा था।

    आचार्यश्री जैसे ही हिम्मतनगर की सीमा में पधारे तो अपनी आस्थाभावों के साथ उपस्थित जनता ने आचार्यश्री का भावभीना अभिनंदन किया। हिम्मतनगर में पहली बार तेरापंथ के किसी आचार्य का मंगल पदार्पण पूरे वातावरण को आध्यात्मिकता से ओतप्रोत बनाए हुए था। बुलंद जयघोष से पूरा वातावरण गुंजायमान हो रहा था। स्वागत जुलूस के साथ आचार्यश्री उमिया माता मंदिर धाम परिसर में पधारे।

    धाम परिसर में उपस्थित जनता को युगप्रधान आचार्यश्री महाश्रमणजी ने पावन प्रेरणा प्रदान करते हुए कहा कि मनुष्य के भीतर अनेक वृत्तियां होती हैं। उसमें एक लोभ की वृत्ति भी होती है। यह दुर्वृत्ति होती है। आदमी अपराध में चला जाता है। हिंसा, हत्या, चोरी, झूठ आदि जैसे पाप भी कर लेता है। इन सभी पापों का मूल कारण लोभ की वृत्ति होती है। लोभ को नियंत्रित करने की साधना बड़ी साधना होती है। व्यक्ति को जब किसी कार्य में लाभ प्राप्त होता है तो उसका लोभ भी उसी प्रकार से बढ़ने लगता है, वह निरंतर लाभ का लोभी बन सकता है। इससे बचने के लिए आदमी को लोभ की ओर नहीं, बल्कि संतोष की दिशा में आगे बढ़ने का प्रयास करना चाहिए। लाभ होने पर भी लोभ न बढ़े, यह अच्छी बात हो सकती है। आदमी को लोभ की वृत्ति को यथासंभव कम करने का प्रयास करना चाहिए।

    आचार्यश्री की मंगल प्रेरणा से पूर्व उपस्थित जनता को साध्वीप्रमुखा साध्वी विश्रुतविभाजी ने उद्बोधित किया। आचार्यश्री ने हिम्मतनगर की जनता को धार्मिक-आध्यात्मिक क्षेत्र में विकास करने का मंगल आशीर्वाद भी प्रदान किया। आचार्यश्री के स्वागत में स्थानीय तेरापंथी सभा के अध्यक्ष श्री सुशील भाई चावत, उत्तर गुजरात श्रावक समिति के अध्यक्ष श्री केतनभाई डूंगरवाल, मूर्तिपूजक समाज के श्री सीसी सेठ, स्थानीय दिगम्बर समाज के श्री सुरेश मुनोत ने अपनी आस्थासिक्त अभिव्यक्ति दी। स्थानीय तेरापंथ महिला मण्डल से स्वागत गीत का संगान किया। उत्तर गुजरात के 17 ज्ञानशाला से आए ज्ञानार्थियों ने अपनी भावपूर्ण प्रस्तुति दी।

    *यूट्यूब पर Terapanth चैनल को सब्सक्राइब करें*
    https://www.youtube.com/c/terapanth

    *यूट्यूब पर आज का वीडियो ऑनलाइन देखने के लिए नीचे दिये गए लिंक पर क्लिक करें*
    https://www.youtube.com/live/Xd1qb8PHabo?feature=share

    *फेसबुक पेज पर प्रतिदिन न्यूज़ पढ़ने के लिए पीछे दिए गए लिंक पर क्लिक करें और पेज को लाइक करे, फॉलो करें।*

    *तेरापंथ*
    https://www.facebook.com/jain.terapanth/

    🙏 *संप्रसारक*🙏
    *जैन श्वेताम्बर तेरापंथी महासभा*

    आचार्यश्री महाश्रमण जी एवं तेरापंथ धर्मसंघ आदि के नवीनतम समाचार पाने के लिए–
    ♦️ 7044774444 पर join एवं अपने शहर का नाम लिखकर whatsapp करें।

    તારીખ 24 થી 27 સુધી ઈડર ,બડોલી તેમજ વક્તાપુર અને 28મી તારીખે હિંમતનગર પધાર્યા. બહુ મોટા મોટી સંખ્યામાં લોકોએ તેમના દર્શન સેવાનો લાભ લીધેલ.

     

    આજે માર્ચ મહિનાના પહેલી તારીખે સલાલમાં તેમના પ્રવેશ થયો.  પુરા ગ્રામજનોએ એમના પ્રવચન અને દર્શનનો લાભ લીધેલ.

    Place: Salal

    (PRESS RELEASE FROM TERAPANTH MEDIA)

    🌸 *सुगुरु की कृपा पाकर सलाल हुआ निहाल* 🌸

    *-तीव्र आतप के मध्य लगभग 13 कि.मी. का शांतिदूत ने किया विहार*

    *-स्वागत में उमड़ी सलाल की जनता, जन-जन पर हुई आशीषवृष्टि*

    *-अहंकार और ममकार से हो बचाव तो अपरिग्रह बन सकता है पुष्ट : शांतिदूत आचार्यश्री महाश्रमण*

    *-हर्षित सलालवासियों ने भी अपनी भावनाओं को दी अभिव्यक्ति*

    *01.03.2023, बुधवार, सलाल, साबरकांठा (गुजरात) :*

    जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ के इतिहास में नित नए स्वर्णिम अध्यायों का सृजन करने वाले, अपनी दृढ़संकल्पों के सहारे अध्यात्म जगत देदीप्यमान महासूर्य, तेरापंथ धर्मसंघ के वर्तमान अनुशास्ता, युगप्रधान आचार्यश्री महाश्रमणजी अपनी गुजरात यात्रा के दौरान उन क्षेत्रों को पावन बना रहे हैं, जिन क्षेत्रों में तेरापंथ के किसी आचार्य का पूर्व में पदार्पण नहीं हुआ है। ऐसे में तेरापंथ धर्म के अनुयायी पहली बार अपने आराध्य को अपने आंगन में पाकर मानों परमानंद की अनुभूति कर रहे हैं। इसके साथ ही इन क्षेत्रों में रहने वाले अन्य सभी वर्गों और समुदायों के लोगों को भी मानवता का कल्याण करने वाले मानवता के मसीहा आचार्यश्री महाश्रमणजी के सहज दर्शन करने और उनकी मंगलवाणी का श्रवण करने का सौभाग्य भी प्राप्त हो रहा है। ऐसा सुअवसर प्राप्त कर गुजरात की जनता आध्यात्मिकता नव संचार हो रहा है।

    बुधवार को प्रातः हिम्मतनगर के उमा विद्यालय से तेरापंथ धर्मसंघ के ग्यारहवें अनुशास्ता आचार्यश्री महाश्रमणजी जनकल्याण को प्रवर्धमान हुए तो हिम्मतनगरवासियों ने अपने आराध्य के प्रति अपने कृतज्ञ भावों को अभिव्यक्त किया। राष्ट्रीय राजमार्ग संख्या 48 पर गतिमान राष्ट्रीय संत आचार्यश्री महाश्रमणजी जैसे-जैसे आगे बढ़ते जा रहे थे, वैसे-वैसे सूर्य भी आसमान में बढ़ता जा रहा था और इसके साथ ही बढ़ती जा रही थी धूप और गर्मी। फिर भी प्राकृतिक प्रतिकूलता की परवाह किए बिना जन-जन को अपने आशीष से आच्छादित करते हुए ज्योतिचरण गतिमान थे।

    लगभग तेरह किलोमीटर का विहार कर आचार्यश्री जैसे ही सलाल नगर के निकट पधारे तो अपने आराध्य के प्रथम आगमन पर सलालवासियों ने भव्य अभिनंदन किया। तोरणद्वारों से नगर का हर मार्ग सजा-धजा नजर आ रहा था। बुलंद जयघोष श्रद्धालुओं के उत्साह को दर्शा रहा था। भव्य स्वागत जुलूस के साथ आचार्यश्री सलाल में स्थित तेरापंथ भवन में पधारे।

     

    भवन के निकट बने प्रवचन पण्डाल में उपस्थित जनमेदिनी को अपनी अमृतवाणी का रसपान कराते हुए शांतिदूत आचार्यश्री महाश्रमणजी ने कहा कि आदमी के भीतर ममत्व की चेतना भी होती है। मोह, मूर्छा जहां होता है, वहां परिग्रह हो जाता है। परिग्रह हिंसा का कारण बन जाता है। कोई हिंसा, युद्ध आदि जो भी कार्य होता है, वह पहले व्यक्ति के दिमाग में होता है, फिर वह आचरण में प्रवृत्त हो जाता है। हिंसा की पृष्ठभूमि में परिग्रह भी होता है। परिग्रह और ममत्व की भावना बहुत अधिक न हो, प्रतनु रहे और कभी शरीर से भी मोह की भावना समाप्त हो, ऐसा प्रयास करना चाहिए।

    अहंकार और ममकार आदमी की चेतना को बेकार करने वाले होते हैं। आदमी को अहंकार और ममकार से बचने का प्रयास करना चाहिए और अपरिग्रह की भावना को पुष्ट बनाने का प्रयास करना चाहिए। इसी प्रकार आदमी को केवल धन का ही नहीं, अपनी विद्या का, बुद्धि का, बल का, अधिकार का घमण्ड न हो, ऐसा प्रयास करना चाहिए। आचार्यश्री ने सलाल आगमन के संदर्भ में कहा कि अणुव्रत यात्रा के रूप में आज सलाल आना हुआ है। यहां के लोगों में सद्भावना, नैतिकता व अपरिग्रह की भावना बनी रहे।

    आचार्यश्री के मंगल प्रवचन से पूर्व साध्वीप्रमुखा साध्वी विश्रुतविभाजी ने भी सलालवासियों को आध्यात्मिक प्रेरणा प्रदान की। अपने आराध्य के प्रथम आगमन और दर्शन से हर्षित सलालवासियों ने अपनी भावनाओं को अभिव्यक्ति दी। स्थानीय तेरापंथी सभा के अध्यक्ष श्री मिश्रीलाल चोरड़िया, दिगम्बर समाज की ओर से श्री दिनेश भाई गांधी, स्थानकवासी जैन संघ की ओर से श्री पंकज बणवट, अखिल भारतीय संत समिति के संयुक्त महामंत्री महंत श्री सुनीलदासजी, तेरापंथ प्रोफेशनल फोरम के महामंत्री श्री विमल शाह, स्थानीय तेरापंथ महिला मण्डल की अध्यक्ष श्रीमती ललिता श्रीश्रीमाल व बालिका तपस्वी जैन ने अपनी आस्थासिक्त अभिव्यक्ति दी। स्थानीय तेरापंथ महिला मण्डल व तेरापंथ कन्या मण्डल की कन्याओं ने पृथक्-पृथक् स्वागत गीत के माध्यम से अपने आराध्य के श्रीचरणों की वंदना की।

    *यूट्यूब पर Terapanth चैनल को सब्सक्राइब करें*
    https://www.youtube.com/c/terapanth

    *यूट्यूब पर आज का वीडियो ऑनलाइन देखने के लिए नीचे दिये गए लिंक पर क्लिक करें*
    https://www.youtube.com/live/c6QrGanRKvY?feature=share

    *फेसबुक पेज पर प्रतिदिन न्यूज़ पढ़ने के लिए पीछे दिए गए लिंक पर क्लिक करें और पेज को लाइक करे, फॉलो करें।*

    *तेरापंथ*
    https://www.facebook.com/jain.terapanth/

    🙏 *संप्रसारक*🙏
    *जैन श्वेताम्बर तेरापंथी महासभा*

    आचार्यश्री महाश्रमण जी एवं तेरापंथ धर्मसंघ आदि के नवीनतम समाचार पाने के लिए–
    ♦ 7044774444 पर join एवं अपने शहर का नाम लिखकर whatsapp करें।

     

    બીજી માર્ચના રોજ મહાશ્રમણજી તેમના 102 સંતો અને તેરા પંથ તેમજ બીજા અધ્યાત્મ પ્રેમી સમુદાય સાથે પ્રાચીન શહેર પ્રાંતિજ ખાતે આગમન કરશે. ત્યાં પણ આખો દિવસ નું કાર્યક્રમ યોજાશે અને રાત્રી મુકામ પ્રાંતિજ ખાતે કરાશે.. મહાસમણજીના કાર્યક્રમમાં રોજ સવારે 11:00 વાગે પ્રવચન જે શહેરમાં રોકાતા હોય છે અથવા તો જે સ્થાનમાં રોકાતા હોય ત્યાં પ્રવચન કરવામાં આવતું હોય છે અને આ પ્રવચનો લાભ મોટાપાએ ગ્રામજનો – નગરજનો લેતા હોય છે …ત્યારબાદ સાધાર્મિક ભક્તિનો અને પ્રસાદનો લાભ પણ લેતા હોય છે.

     

     

  • Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ રાખ્યો

    Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ રાખ્યો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા સાબરકાંઠાના વડા મથક હિંમતનગરના ઘર આંગણે ટાવર પાસે આવેલા નવા બગીચા વિસ્તારના પ્રાંગણમાં ખુબ સરસ મિલેટ ફેસ્ટિવલ નું ઉદઘાટન થયું. કાર્યક્રમમાં હિંમતનગર પાલિકાના પદાધિકારીઓ અને મેયર યતીન બેન મોદી અન્ય કોર્પોરેટર સભ્યો તેમજ હિંમતનગરના ધારાસભ્ય ઝાલા સાહેબ પણ હાજર રહ્યા હતા.

    અંગ્રેજીમાં મિલેટ એટલે કે બાજરી કહેવાય પરંતુ મિલેટમાં એ બધા જ હલકા ધાન્ય આવી જાય છે !જેને હલકા, જાડા ધાન્ય કહેવાય.. જેમ કે મોરૈયો, બંટી, કાંગ, રાજગરો, કોદરી, સામા તેમજ રાગી એવા ઘણા ધાન્ય જે આપણા શરીરને ઘણી પૌષ્ટિકતા, સ્વસ્થતા અને બળ આપે છે…. ! અને એ પણ ખુબ સસ્તા ભાવે આપણને ઘર આંગણે આપણ બાપદાદાઓનું ધાન્ય હતું! પરંતુ આજ ખેડૂતો આ ધાન્યોની ખેતી ભૂલી ગયા છે! કારણ કે આ ધાન્યની ડિમાન્ડ જ લોકોમાં હવે ઘટી ગઈ છે!

    આપણા પરંપરાગત ધાન્યોની માહિતી જ લોકોમાં નથી પછી એનાથી બનતી વાનગીઓની ક્યા લોકોને જાણ ક્યાંથી હોય ??🤔આ ધાન્યનો ઉપયોગ આપણા જીવનમાંથી માઇનસ થઈ ગયો છે એટલે કે બાદબાકી થઈ ગઈ છે! પરંતુ આ ધાન્ય આપણા બાપદાદાઓ ખાતા હતા અને ઘણા સ્વસ્થ અને રોગમુક્ત રહેતા હતા કારણ કે આરોગ્યની જાળવણી માટેની ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે આપણી રોગપ્રતિકાર શક્તિ જ ખૂબ જ સારી થઈ જતી હતી અને પરિણામે આપણે બાપદાદાઓ ખૂબ સ્વાસ્થ્ય રહેતા હતા!!! તો જે લોકો ખેતી કરે છે તે લોકો પણ આ ધન્ય ભાવે એની ખેતી ફરીથી શરૂ કરે એવો શુભ પ્રયાસ આ Millet ફેસ્ટિવલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષ માટે કરી રહ્યા છે…

    2023 – મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે!! એક નાગરિક તરીકે તેમજ ખેડૂતોએ- જિલ્લાના સાધન સંપન્ન જાગૃત ખેડૂતોએ આ માટે જાગૃત થવું ….કારણકે આજે રોગોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે …

    100 વીઘા માં ઓર્ગેનિક ખેતી કરતી ડ્રાઈવ ઈન એગ્રો.. પટેલ પર્માકલ્ચર ફાર્મ, લુણાસણ ઓર્ગેનિક ઝહરમુક્ત શાકભાજી મા ખેડૂત હાટ મા હાજરી આપી હતી.. હિંમતનગર વાસીઓને અનેક પ્રકારના ઓર્ગેનિક શાકભાજીઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવ્યા હતા. 

    એ વાત પણ નોંધનીય છે કે સાબરકાંઠામાં હિમ્મતનગર તાલુકાની આસપાસનાા ગામોમાં પ ઓર્ગેનિક શાકભાજી અને શેરડી અને ઓર્ગેનિક ઘઉં અને ધાન્યો વાવતાા ખેડૂતોની સંખ્યાા દિવસે વધી રહી છે આમ સાબરકાંઠામાં સામાન્ય નાગરિકો ઓર્ગેનિિક શાકભાજી અને ઘઉં તેમજ બીજા પદાર્થો રોજબરોજ જીવનમાં વાપરતા થયા છે!

     

    વાનગીઓ કે જે સસ્તા અનાજથી બને છે તે બધી- મલ્ટીનેશનલ કંપનીઓએ સાવ બગાડી અને આપણી ખાવાની પદ્ધતિઓને વિકૃત કરી અને આપણને રોગોના શિકાર બનાવવાનું બહુ મોટું કાવતરું કર્યું હોય તેવું હવે દેખાઈ રહ્યું છે!☹️ જેથી કરીને એમના ધંધા ચાલુ રહે તે બાબતે ગંભીરતાથી વિચારજો…..🤔🤔🤔 અને જો ખરેખર ઈચ્છા હોય તો આપણા હિંમતનગરમાં જ બીજા બે દિવસ બાકી રહ્યા છે ….આજે અને આવતીકાલે તો આવા Millet વર્ષનો ઉજવણીનું ઉત્સવ થી ભાગ લેવાનું આપણે જરૂર કરવું જોઈએ… અને હિસ્સો લેવો જોઈએ.

    સૃષ્ટિ સંસ્થાના આયોજક અને સંયોજક રમેશભાઈ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમ વડે અનેક હિંમતનગર વાસીઓને જોડ્યા અને નીચે મુજબ જાહેરાતો કરી હતી. બીજા દિવસે કયા આકર્ષણ રહ્યા તે પણ આપ જાણી શકો છો અને ત્રીજા દિવસે પણ અનેક પ્રકારના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખની છે કે સોમવારનો દિવસ એ ફેસ્ટિવલ નો છેલ્લો દિવસ છે.

    2nd Day! -Millet festival ( બીજા દિવસનું આકર્ષણ)

    *જાહેર નિમંત્રણ*
    હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત…..
    *મિલેટ ફૂડ ફેસ્ટિવલ*
    તા: 25/26/27 ફેબ્રુઆરી
    શનિ-રવિ-સોમ
    સમય: બપોરે 4 થી રાત્રે 10 સુધી
    સ્થળ: ટાવર બગીચો, હિંમતનગર
    સહ આયોજક: સૃષ્ટિ અમદાવાદ

    *વીસરાતી વાનગીઓની યાદી*

    1) બાજરીની ઘૂઘરી: 40/-
    2) કણકીની ઘેંસ: 40/-
    3) ચીલની ભાજીના ચિલીયા: 30/-
    4) ખીચડો: ( પાંચ ધાનનો ખેંચોડો)
    – 100 Rs
    5) સોલ કરી: 20/-
    6) ઉબરા ના ફળનું શાક: 70/-
    7) અડદ ની દાળ: 70/-
    8) રીંગણનો ઓળો: 70/-
    9) મકાઈ-બાજરી-જુવારનો રોટલો 30/-
    10) સાતધાનનો ખીચડો: 50/-
    11) તુવેરના ટોઠા: 50/-
    12) દેશી છાશ: 10/-

    13) લિટલ મિલેટ/ પાલક સૂપ: 60/-
    14) લિટલ મિલેટ સલાડ: 60/-
    15) કોડો મિલેટ મંચુરિયન: 80/-
    16) મિલેટ ફાડા લાપસી: 70/-
    17) લિટલ મિલેટ વેજ મસાલા ખિચડી
    – 70/-
    18) બ્રાઉનટોપ મિલેટ લોલીપોપ: 100/-
    19) વેજ પુલાવ 70/-

    આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઓર્ગેનિક ખેડૂતો દ્વારા શેરડીનો રસ, દેશી ગોળ, 15 થી વધુ જાતની પ્રાકૃતિક શાકભાજી, મમરા પોઆ, મધ, હળદળ પાવડર વગેરે ખરીદી શકશો.
    હા, ઘરેથી થેલી લઈ ને આવજો.
    વિવિધ જાતના મિલેટ નું પણ વેચાણ થાય છે, જે તમે ઘરે રસોઈ બનાવી શકશો.

    *આજે રવિવારે સાંજે 5 વાગે સેમિનાર*:
    મિલેટ ખોરાકનું આરોગ્યમાં મહત્વ, રાગી, કોદરી, કાંગ, સામો,બંટી, મોરાઇયો વગેરે ની વાનગીઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન નિષ્ણાંત ડોકટર દ્વારા આપવામાં આવશે.

    એક વખત પરિવાર સાથે મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

    **************

     

    3rd Day- Millet Festival

    *હિંમતનગર મિલેટ મહોત્સવ માં સેમિનાર*

    તારીખ: 27 ફેબ્રુઆરી
    સમય: સાંજે 6 થી 8 દરમ્યાન*
    સ્થળ: ટાવર બગીચો- શાક માર્કેટની
    બાજુ માં, હિંમતનગર
    *ચર્ચાના મુખ્ય મુદ્દાઓ*
    ● રાસાયણિક દવા – ખાતરો વગર
    ખેતી થઈ શકે ખરી ?
    ● ઓર્ગેનિક ખેતી ના મૂળભૂત સિદ્ધાંતો
    સમજીએ.
    ● ઘર પૂરતું શાકભાજી ઉગાડતા
    શીખીએ. – કિચન ગાર્ડનીગ
    અપનાવીએ.
    ● અનુભવી ખેડૂતોનો પરિચય કરીએ.

    *આયોજક*
    – હિંમતનગર નગર પાલિકા
    – સૃષ્ટિ સંસ્થા, અમદાવાદ
    – સાબરકાંઠા જિલ્લા સજીવ ખેતી મંચ

    😀☝️☝️☝️☝️☝️યાદ રાખો કે આજે આપણું વર્તમાન એ જ આપણું ભવિષ્ય બનવાનું છે અને આપણી ખાણીપીણી જો ખરાબ હશે તો આપણી સ્વસ્થ ભારત કે ગુજરાતની બળવાન યુવા પેઢી કદી નહીં બનાવી શકીએ.😀🙏🏻 જય હિન્દ! જય ભારત !જય ગુજરાત*😀🌷💐🌹🌹👍