કવિ: Nirav Joshi

  • મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?

    મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?

    Nirav Joshi, Ahmedabad 

    24 નવેમ્બર . #MaharshriAurobindo 

    આજનો દિવસ શ્રી અરવિંદ આશ્રમમાં અધિમનસ અવતરણનો દિવસ તરીકે ઉજવાય છે. આ એ દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત નારાયણ સ્વરૂપે આ પૃથ્વીની ચેતનામાં અવતરણ કર્યું હતું! તેમજ હજારો વર્ષો બાદ પૃથ્વી પર અવતરનારો કલકી અવતાર વર્તમાન યુગમાં કાલી અને ક્રિષ્ના સ્વરૂપે કલકી સ્વરૂપ ધારણ કરશે એવી આગાહી કે દિવ્ય દ્રષ્ટિ અરવિંદના દર્શનમાં પ્રગટ થતી હતી!

    દેવતાઓની સૃષ્ટિ રચના કરનારી દિવ્ય શક્તિ અરવિંદ ને આશીર્વાદ આપ્યો હતો તેમજ 24 નવેમ્બરે ઓવર માઈન્ડ એટલે કે અધિમનસ અવતરણ મહર્ષિ અરવિંદ આશ્રમ ખાતે થયું હતું જે સમગ્ર પૃથ્વીની ચેતના માં ભળી ગયું હતું!

    આ મહાન ઋષિ એ લખ્યું છે કે પૃથ્વીની ચેતનામાં જેવું થઈ રહી છે જે ક્રાંતિકાર પરિવર્તનની ચેતના થઈ રહી છે એની પાછળ પડદા પાછળ ભગવાન વિષ્ણુને આવનારા સમયમાં તૈયારી રૂપ જોવામાં આવે …જેને પરિણામે આખી મનુષ્ય જાતિને એક નવી મનુષ્ય જાતિ તરીકે તૈયાર કરવામાં આવશે… એટલું જ નહીં મનુષ્ય જાતિ રૂપાંતરણ તરફ આગે કુચ કરશે. એ ચોક્કસથી કેટલાક બળો કે અજ્ઞાન અને તમસના બળો આ નવી ચેતના નો વિરોધ કરશે પરંતુ કલકી અવતાર ની તલવાર જ સમગ્ર પૃથ્વીને અસુરી મનુષ્ય જાતિના બોજાથી મુક્ત કરશે.

  • કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે

    કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે

    નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134)

    નવેમ્બર – ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ મહિનો અને વર્ષના અંતમાં ક્યાં જવું કયા સ્થળે ફરવા જવું એ દરેક ગુજરાતીના મનમાં એના વિચારો અને એનું પ્લાનિંગ નવેમ્બરના દિવાળી પછી શરૂ થઈ જતું હોય છે. 

    ખાસ કરીને જે લોકો દિવાળી પર ફરવા નથી જઈ શક્યા એમના માટે ઠંડીની સિઝનમાં કોઈ એવા સ્થળે જવું કે જ્યાં જઈને ખૂબ આનંદ કરી શકાય અને બાળકોને પણ મજા પડી જાય એવા સ્થળો જોવા માટે ગુજરાતમાં અનેક સ્થળો શિયાળાની મોજ કરાવે એવા હોય છે. આવી જ એક ડેસ્ટિનેશન લોકપ્રિય બની રહ્યું છે અને અનેક લોકોને આકર્ષી રહ્યું છે એ છે કચ્છનું અદભુત સૌંદર્ય ધરાવનારું સફેદ રણ જેના માટે અનેક ટુર અમદાવાદ થી નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવી રહી છે.

     ખાસ કરીને કચ્છનું રણ છેલ્લા 20 વર્ષ સમયમાં ખૂબ જ લોકપ્રિય બનાવાયું છે અને ત્યાં થતો કચ્છનો રણ ઉત્સવ ખૂબ જ યાદગાર ઇવેન્ટ બની રહ્યો છે. ખાસ કરીને ઠંડીની સિઝન શરૂ થાય ત્યારે કચ્છના અફાટ સફેદ રણમાં મધુર પૂનમની ચાંદની થી એ રણનું સૌંદર્ય જોવું એ ખરેખર એક જીવનની અતિ રોમાંચક ઘટના છે !!!! તો આવા પ્રસંગને શોભાવતો અને આવા પ્રસંગ માટે ખૂબ જ સારી રીતે જઈ શકાય એવી ઘણી બધી ટુરિસ્ટ કંપનીઓ અમદાવાદથી ટુરીઝમ ક્ષેત્રે કામ કરી રહી છે.

    આવા જ એક  ક્ષેત્રે કામ કરનારા એક યુવાનનો પરિચય મને થયો હતો જેણે રાધે ટુરીઝમ નામની કંપની છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કરી છે.

    નારણ ગઢવીએ રાધે ટુરીઝમ હેઠળ કચ્છનું સફેદ રણ અને એને અમદાવાદના લોકોમાં લોકપ્રિય બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ગુજરાત ટુરીઝમ માં સેવા આપી ચૂકેલા નારાયણ ગઢવી ખૂબ જ નિષ્ઠાવાન અને ટુરીઝમ ક્ષેત્રે છેલ્લા ચાર વર્ષ કાર્યરત છે જુઆ ટુરની સંક્ષિપ્ત પરિચય કરાવતો રોમાંચક વિડીયો.

     

     

     

    Kutchh Rann Utsav 2022*
    By @Radhe Tourism

    *Thrusday Night Departure*
    *Duration* : 2 Nights 3 Days
    𝘈𝘩𝘮𝘦𝘥𝘢𝘣𝘢𝘥 𝘵𝘰 𝘈𝘩𝘮𝘦𝘥𝘢𝘣𝘢𝘥

    *_November_*
    3 , 10, 17, 24

    *_December_*
    1, 8, 15, 22, 29

    *What You Enjoy At Kutch*
    • White Desert
    • Mandavi Beach
    • Kalo Dungar
    • Mata No Madh
    • Ambedham – Godhra
    • Vijay Vilas Palace
    • Aaina Mahel
    • Parag Mahel
    • Khari River
    • Handcraft Village
    • Kutchi Cultural Program
    • Sunset From White Desert
    • Desert Photography

    *Include*

    ● Tranportation By AC Bus (3X2 or 2X2)
    ● 1 Night Stay At Resort Near By White Rann
    ● 1 Night Stay At Bhuj or Mandavi
    ● 3 Breakfast, 3 Lunch, 3 Dinner
    ● Rann Permit
    ●Tour Manager

    *𝘗𝘢𝘤𝘬𝘢𝘨𝘦 𝘥𝘰𝘦𝘴 𝘯𝘰𝘵 𝘪𝘯𝘤𝘭𝘶𝘥𝘦 Any type of entry Fees Monument Gate Tickets*
    *Any type of Local Transportation expenses (if any)*
    *Any Chargeable Activities (E.g. Parasailing, Adventure activities)*

    *Follow & Tag Us*

    https://instagram.com/radhe_tourism_?igshid=YmMyMTA2M2Y=

    *Contact For More Details & Booking :*

    9712607185
    8160133731
    sharing 8500
    3 sharing 7500

  • અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

    અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 )

    પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે.. ત્યારે એક નાનકડી બાળકી મોદી સામે ભાજપના કરેલા વખાણ અને ગુજરાતમાં ભાજપ કેટલું લોકોમાં અને તેમના દિલો દિમાગમાં છવાયેલું છે… તેનું ચિત્ર રજૂ કરતી એક નાનકડી કવિતા ગાઈને પીએમ મોદીનું દિલ જીતી લીધું હતું. જુઓ મોદીને સામે આ બાળકીનો વિડીયો!

    આ વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે તેમ જ વાયરલ થયો છે !ઘણા બધા બાળકી કોણ છે એ જાણવા ઉત્સુક છે તેમ જ મોદીનો બાળકી પ્રેમ પણ આ વીડિયોમાં જોવા મળે છે

  • મોબાઈલના એપના ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન!

    મોબાઈલના એપના ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન!

    સંકલન : નિરવ જોષી, અમદાવાદ (M- 7838880134)

    ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન!

    આપણાં *હિન્દુ સ્થાન* નાં હિન્દુ યુવાન દીકરા + દીકરીઓ ને અંધકાર તરફ ખેંચી જતું ષડયંત્ર કેમ કોઈ પારખી શકતું નથી ❓

     

    ઓનલાઇન *રમતો + ડેટિંગ* એપ દ્વારા યુવાઓ નાં મનમસ્તિક માં ભરડો લીધો છે. પહેલાં ક્રિકેટ નાં સટ્ટા નું સામ્રાજ્ય હતું. રૂપ રંગ બદલાય છે *સ્પા* માં કૂટણખાના વધી ગયા છે કેમ કે હપ્તા તેમનું સુરક્ષા કવચ છે.

    ચકચાર ૩૫ ટુકડા માં કપાઈ ગયેલી હિન્દુ દીકરી *શ્રદ્ધા* નો શિકાર કેવી રીતે થયો ?

    શ્રદ્ધા જેવી જે સ્વયં ને આધુનિક માને તેવી દીકરીઓ સોશિયલ મીડિયા જેવાકે ફેસ બુક + ટ્વીટર + ઈન્સ્ટાગ્રામ તો હવે જૂનું એટલેકે આઉટ ડેટેડ કહેવાય હવે તો *ડેટિંગ* એપ નો જમાનો તીવ્ર ગતિ થી વંટોળે ચગ્યો છે.

    આ *શ્રદ્ધા* અધર્મી મુસ્લિમ અત્યાચારી જોડે એક ડેટિંગ એપ થી જ જોડાયેલી હતી જેનું નામ *બમ્બલ* છે !!!

    આવી અનેકો એપ વર્તમાન માં સક્રિય છે. આવી એપ માં પ્રાઈવસી + સ્માર્ટ લોક ની સુવિધા હોવાથી નીડર બની જાય છે. આવી એપ ની ભરમાળ જોવી હોય તો ટ્રેન્ડી એપ માં *બેમ્બલ* + *ટિંડર* + *મેચ* + *અવર ટાઇમ* + *પ્લેન્ટી ઓફ ફિશ* + *હિંજ* + *ઓકેક્યુ5પાઈડ* જેવી અનેક એપ આપણાં યુવાધન નું બ્રેઈન વોસ કરે છે અને ભારતીય સંસ્કૃતિ થી અલગ કલ્ચર ને પ્રોત્સાહિત કરે છે.

    અને પરિણામ આપને *શ્રદ્ધા* નું જોયું. આ આફતાબ દ્વારા શ્રદ્ધા નાં ૩૫ ટુકડા ફ્રીઝ માં પડ્યા હતાં તે દરમિયાન ઘણી છોકરીઓ તેને મળવા આવતી હતી.

    થોડું કડવું લખું છું પણ જાગૃતિ માટે આ લખવું અનિવાર્ય છે. લગ્ન પહેલા કોઈ છોકરી પર પુરુષ સાથે એકાંતમાં રહવાનું શરૂ કરે તેને ભારતીય સમાજ સારી દ્રષ્ટિ થી નથી જોતો. હલકા શબ્દ માં તેને *રખાત + રખેલ* કહેવામાં આવે છે.

    મારી દ્રષ્ટિ એ *સાચો + પવિત્ર* પ્રેમ એજ કહેવાય કે લગ્ન પહેલાં શરીર સુખ થી દૂર રહે. જો સાચો પ્રેમ હોય તો કોઈ પ્રેમી *ફોટા + વિડિયો ક્લિપ* દ્વારા બ્લેકમેઇલ કરવાનો વારોજ ન આવે.

    બીજી એક અગત્યની વાત દરેક દીકરીઓ એ યાદ રાખવા જેવી એ છે કે કોઈ પણ સખો + સહેલી પાસે થી ચોકલેટ + કેટબારી + કોલ્ડ ડ્રીંક ન પીવું કે ખાવું. ઘણાં કિસ્સામાં સહેલી જ ફસાવી હોય છે.

    દરેક માતાપિતા ધ્યાન રાખે કે પોતાના બાળકો સ્માર્ટ ફોન નો દુરુપયોગ તો નથી કરતા ને ?

    હું તો કહું છું કે મોંઘો ફોન ન આપો. અને જરા પણ સંકા થાય તો માતા પિતા એ જ તે ફોન નાં અસ્તિત્વ નો અંત લાવી દેવો.

    જય શ્રી કૃષ્ણ..
    ભારત માતા કી જય…
    વન્દે માતરમ્…

  • વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને જીતાડવા હાકલ કરી

    વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને જીતાડવા હાકલ કરી

    નીરવ જોશી, હિંમતનગર

    ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ગાંધીનગરથી પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કપાવવાથી ચાવડાના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશાની લાગણી હતી તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યોએ રાજીનામાં આપ્યા છે એવી વાત પણ એ જોર પકડ્યું હતું. આ બધાને શાંત કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આજે વીડી ઝાલાના ઉમેદવારી નોંધાવવાના દિવસે હિંમતનગર ખાતે બગીચા વિસ્તારમાં યોજાયેલી સભામાં આવી પહોંચ્યા હતા અને એમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને ભાજપના મૂલ્યો અને નૈતિકતાની યાદ અપાવી હતી. એટલું જ નહીં પરંતુ વીડી ઝાલાને ઉમેદવાર બનાવવાથી વિધાનસભાનો ખાસ કરીને હિંમતનગર વિધાનસભા નો વિકાસ અને ઘણો વધશે તેમજ ભાજપના જે પણ યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તે પણ હિંમતનગર વિધાનસભામાં ખૂબ ઉત્તમ રીતે કાર્ય થશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને તેમણે કાર્યકર્તાઓને મોદીજીના વિઝન પ્રમાણે કાર્ય કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત નવા ઉમેદવાર પરંતુ ખૂબ જ જુના સમયના એટલે કે જુના સમયના જનસંઘ અને તેમાંથી 1980 દરમિયાન ભાજપની સ્થાપના સમયથી સક્રિય એવા વીડી ઝાલાએ કાર્યકર્તાઓને તેમના જુના સંસ્મરણો અને પાર્ટી સાથેના તેમનું ગહન નાતો ખૂબ જ વિષદ રીતે કે ઊંડાણ રીતે સમજાવ્યું હતું !! તેમજ વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સાથે તેમના અંગત લાગણીના અને સહયોગના સંબંધો છે તેની પણ તેમણે વાતો કરી હતી. અંતમાં પ્રવચન પછી વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ થોડાક આભારના શબ્દો કહીને કાર્યકર્તાઓને તેમજ નવા નવા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી. ચાવડાએ વીડી ઝાલાએ તેમની પર કરેલા ઉપકાર અંગે પણ તેમણે ભાજપના કાર્યકર્તાઓને જણાવ્યું હતું. વીડી ચાલે કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી તુરંત જ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવી જીતનો વિશ્વાસ રજૂ કર્યો હતો.

    ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાના મતદાન માટે આજે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટે વીડી ઝાલા એ ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કે હિંમતનગરના બગીચા વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી તેમજ વિજય નો વિશ્વાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે બોલતા વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં ભાજપની સ્થાપના કરવામાં અમારી પાયાના પથ્થર જેવી ભૂમિકા રહી છે! તેમજ આગામી સમયમાં હિંમતનગરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારની જીત થશે તે નક્કી છે… સાથોસાથ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા માટે તમામ મતદારોને એકરૂપ થવા હાકલ કરી હતી. જોકે રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ ભાજપના ઉમેદવાર વીડી ઝાલા એ જણાવ્યું હતું કે હિંમતનગરની જનતા વિકાસ ને પ્રધાનને આપશે અને આ વખતે ગત વર્ષોમાં બાકી રહી ગયેલા કામોને અગત્યતા આપી વિકાસની વાતને સ્વીકારી જંગી મતથી ભાજપ ને જીતાડશે તે નક્કી છે.

  • ગુજરાત કોંગ્રેસે 37 ઉમેદવારોનું અંતિમ લિસ્ટ જાહેર કર્યું

    ગુજરાત કોંગ્રેસે 37 ઉમેદવારોનું અંતિમ લિસ્ટ જાહેર કર્યું

    Www.avspost.com, ગાંધીનગર

    ગુરૂવાર એટલે કે 17મી નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારોનું નામાંકન નો છેલ્લો દિવસ છે આ બાબતમાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી હતી આમ કોંગ્રેસે 182 ઉમેદવારનુંં લિસ્ટ ફાઇનલી જાહેર કરી દીધું છે.
    37 ઉમેદવારો
    પાલનપુર – મહેશ પટેલ
    દિયોદર – શિવા ભુરિયા
    કાંકરેજ – અમૃત ઠાકોર
    ઊંઝા – અરવિંદ પટેલ
    વિસનગર – કિરીટ પટેલ
    બેચરાજી – ભોપાજી ઠાકોર
    મહેસાણા – પી.કે. પટેલ
    ભિલોડા – રાજુ પારઘી
    બાયડ – મહેન્દ્રસિંહ વાઘેલા
    પ્રાંતિજ – બહેચરસિંહ રાઠોડ
    દહેગામ – વખતસિંહ ચૌહાણ
    ગાંધીનગર ઉત્તર – વિરેન્દ્રસિંહ વાઘેલા
    વિરમગામ – લાખાભાઈ ભરવાડ
    સાણંદ – રમેશ કોળી
    નારણપુરા- સોનલબેન પટેલ
    મણીનગર – સી.એમ. પટેલ
    અસારવા – વિપુલ મુકુંદલાલ પરમાર
    ધોળકા – અશ્વિન રાઠોડ
    ધંધુકા – હરપાલસિંહ ચૂડાસમા
    ખંભાત – ચિરાગ પટેલ
    પેટલાદ – ડો. પ્રકાશ પરમાર
    માતર – સંજય પટેલ
    મહેમદાવાદ – જુવાનસિંહ ગાડાભાઈ
    ઠાસરા – કાંતિભાઈ પરમાર
    કપડવંજ – કાળાભાઈ ડાભી
    બાલાસિનોર – અજીતસિંહ ચૌહાણ
    લુણાવાડા – ગુલાબસિંહ
    સંતરામપુર – ગેંદલભાઈ ડામોર
    શેહરા – ખાટુભાઈ પગી
    ગોધરા- રશ્મિતાબેન ચૌહાણ
    કાલોલ – પ્રભાતસિંહ
    હાલોલ -રાજેન્દ્ર પટેલ
    દાહોદ – હર્ષદભાઈ નિનામા
    સાવલી – કુલદીપસિંહ રાઉલજી
    વડોદરા શહેર – ગુણવંતરાય પરમાર
    પાદરા – જશપાલસિંહ પઢિયાર
    કરજણ- પ્રિતેશ પટેલ

     

    *********

     

    *ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022*

    *મુખ્ય ત્રણ પક્ષોના 182 સીટના તમામ ઉમેદવારોની યાદી*
    ભાજપ

    કોંગ્રેસ

    આપ

    1

    અબડાસા-

    કચ્છ-1

    પ્રદ્યુમ્નસિંહ જાડેજા

    મામદ જત

    વસંત ખેતાણી

    2

    માંડવી-

    કચ્છ-2

    અનિરુદ્ધ દવે

    રાજેન્દ્રસિંહ જાડેજા

    કૈલાશ ગઢવી

    3

    ભુજ-

    કચ્છ-3

    કેશુભાઈ પટેલ

    અરજણ ભૂડિયા

    રાજેશ પાંડોરિયા

    4

    અંજાર

    કચ્છ-4

    ત્રિકમ છાંગા

    રમેશ ડાંગર

    અરજણ રબારી

    5

    ગાંધીધામ-SC-1

    કચ્છ-5

    માલતી મહેશ્વરી

    ભરત સોલંકી

    બી. ટી. મહેશ્વરી

    6

    રાપર

    કચ્છ-6

    વીરેન્દ્રસિંહ જાડેજા

    બચુભાઈ અરેઠિયા

    આંબાભાઈ પટેલ

    7

    વાવ-

    બનાસકાંઠા-1

    સ્વરૂપજી ઠાકોર

    ગેનીબહેન ઠાકોર

    ડૉ. ભીમ પટેલ

    8

    થરાદ

    બનાસકાંઠા-2

    શંકર ચૌધરી

    ગુલાબસિંહ રાજપૂત

    વિરચંદ ચાવડા

    9

    ધાનેરા

    બનાસકાંઠા-3

    ભગવાન ચૌધરી

    નથાભાઈ પટેલ

    સુરેશ દેવડા

    10

    દાંતા-ST-1

    બનાસકાંઠા-4

    લઘુભાઈ પારઘી

    કાંતિ ખરાડી

    એમ.કે. બુંબડિયા

    11

    વડગામ-SC-2

    બનાસકાંઠા-5

    મણિભાઈ વાઘેલા

    જિજ્ઞેશ મેવાણી

    દલપત ભાટિયા

    12

    પાલનપુર

    બનાસકાંઠા-6

    અનિકેત ઠાકર

    મહેશ પટેલ

    રમેશ નાભાણી

    13

    ડીસા

    બનાસકાંઠા-7

    પ્રવીણ માળી

    સંજય રબારી

    ડૉ. રમેશ પટેલ

    14

    દિયોદર

    બનાસકાંઠા-8

    કેશાજી ચૌહાણ-ઠાકોર

    શિવા ભૂરિયા

    ભેમાભાઈ ચૌધરી

    15

    કાંકરેજ

    બનાસકાંઠા-9

    કીર્તિસિંહ વાઘેલા

    અમરત ઠાકોર

    મુકેશ ઠક્કર

    16

    રાધનપુર

    પાટણ-1

    લવિંગજી ઠાકોર

    રઘુ દેસાઈ

    લાલજી ઠાકોર

    17

    ચાણસ્મા

    પાટણ-2

    દિલીપ ઠાકોર

    દિનેશ ઠાકોર

    વિષ્ણુ પટેલ

    18

    પાટણ

    પાટણ-3

    રાજુલબહેન દેસાઈ

    કિરીટ પટેલ

    લાલેશ ઠક્કર

    19

    સિદ્ધપુર

    પાટણ-4

    બળવંતસિંહ રાજપૂત

    ચંદનજી ઠાકોર

    મહેન્દ્ર રાજપૂત

    20

    ખેરાલુ

    મહેસાણા-1

    સરદાર ચૌધરી

    મુકેશ દેસાઈ

    દિનેશ ઠાકોર

    21

    ઊંઝા

    મહેસાણા-2

    કે. કે. પટેલ

    અરવિંદ પટેલ

    ઉર્વિશ પટેલ

    22

    વીસનગર

    મહેસાણા-3

    ઋષિકેશ પટેલ

    કિરીટ પટેલ

    જયંતી પટેલ

    23

    બેચરાજી

    મહેસાણા-4

    સુખાજી ઠાકોર

    ભોપાજી ઠાકોર

    સાગર રબારી

    24

    કડી-SC-3

    મહેસાણા-5

    કરશન સોલંકી

    પ્રવીણ પરમાર

    એચ. કે. ડાભી

    25

    મહેસાણા

    મહેસાણા-6

    મુકેશ પટેલ

    પી. કે. પટેલ

    ભગત પટેલ

    26

    વીજાપુર

    મહેસાણા-7

    રમણ પટેલ

    સી. જે. ચાવડા

    ચિરાગ પટેલ

    27

    હિંમતનગર

    સાબરકાંઠા-1

    વી. ડી. ઝાલા

    કમલેશ પટેલ

    નિર્મલસિંહ પરમાર

    28

    ઈડર- SC-4

    સાબરકાંઠા-2

    રમણલાલ વોરા

    રામભાઈ સોલંકી

    જયંતી પ્રણામી

    29

    ખેડબ્રહ્મા-ST-2

    સાબરકાંઠા-3

    અશ્વિન કોટવાલ

    તુષાર ચૌધરી

    બિપિન ગામેતી

    30

    ભિલોડા-ST-3

    અરવલ્લી-1

    પી. સી. બરંડા

    રાજુ પારઘી

    રૂપસિંહ ભગોડા

    31

    મોડાસા

    અરવલ્લી-2

    ભીખુ પરમાર

    રાજેન્દ્રસિંહ ઠાકોર

    રાજેન્દ્રસિંહ પરમાર

    32

    બાયડ

    અરવલ્લી-3

    ભીખી પરમાર

    મહેન્દ્રસિંહ વાઘેલા

    ચુનીભાઈ પટેલ

    33

    પ્રાંતિજ

    સાબરકાંઠા-4

    ગજેન્દ્રસિંહ પરમાર

    બેચરસિંહ રાઠોડ

    અલ્પેશ પટેલ

    34

    દહેગામ

    ગાંધીનગર-1

    બલરાજસિંહ ચૌહાણ

    વખતસિંહ ચૌહાણ

    સુહાગ પંચાલ

    35

    ગાંધીનગર દક્ષિણ

    ગાંધીનગર-2

    અલ્પેશ ઠાકોર

    હિમાંશું પટેલ

    દોલત પટેલ

    36

    ગાંધીનગર ઉત્તર

    ગાંધીનગર-3

    રીટાબહેન પટેલ

    વીરેન્દ્રસિંહ વાઘેલા

    મુકેશ પટેલ

    37

    માણસા

    ગાંધીનગર-4

    જયંતી ચૌધરી

    બાબુસિંહ ઠાકોર

    ભાસ્કર પટેલ

    38

    કલોલ

    ગાંધીનગર-5

    બકાજી ઠાકોર

    બળદેવજી ઠાકોર

    કાંતિજી ઠાકોર

    39

    વીરમગામ

    અમદાવાદ-1

    હાર્દિક પટેલ

    લાખા ભરવાડ

    કુંવરજી ઠાકોર

    40

    સાણંદ

    અમદાવાદ-2

    કનુ પટેલ

    રમેશ કોળી

    કુલદીપ વાઘેલા

    41

    ઘાટલોડિયા

    અમદાવાદ-3

    ભૂપેન્દ્ર પટેલ

    અમી યાજ્ઞિક

    વિજય પટેલ

    42

    વેજલપુર

    અમદાવાદ-4

    અમિત ઠાકર

    રાજેન્દ્ર પટેલ

    કલ્પેશ પટેલ ભોલો

    43

    વટવા

    અમદાવાદ-5

    બાબુસિંહ જાધવ

    બળવંત ગઢવી

    બિપિન પટેલ

    44

    એલિસબ્રિજ

    અમદાવાદ-6

    અમિત પી. શાહ

    ભીખુ દવે

    પારસ શાહ

    45

    નારણપુરા

    અમદાવાદ-7

    જિતેન્દ્ર પટેલ

    સોનલ પટેલ

    પંકજ પટેલ

    46

    નિકોલ

    અમદાવાદ-8

    જગદીશ વિશ્વકર્મા

    રણજિત બારડ

    અશોક ગજેરા

    47

    નરોડા

    અમદાવાદ-9

    ડૉ. પાયલ કુકરાણી

    નિકુલસિંહ તોમર

    ઓમપ્રકાશ તિવારી

    48

    ઠક્કરબાપાનગર

    અમદાવાદ-10

    કંચન રાદડિયા

    વિજય બ્રહ્મભટ્ટ

    સંજય મોરી

    49

    બાપુનગર

    અમદાવાદ-11

    દિનેશસિંહ કુશવાહ

    હિંમતસિંહ પટેલ

    રાજેશ દીક્ષિત

    50

    અમરાઈવાડી

    અમદાવાદ-12

    ડૉ. હસમુખ પટેલ

    ધર્મેન્દ્ર પટેલ

    વિનય ગુપ્તા

    51

    દરિયાપુર

    અમદાવાદ-13

    કૌશિક જૈન

    ગ્યાસુદ્દીન શેખ

    તાજ કુરેશી

    52

    જમાલપુર-ખાડિયા

    અમદાવાદ-14

    ભૂષણ ભટ્ટ

    ઈમરાન ખેડાવાલા

    હારુન નાગોરી

    53

    મણિનગર

    અમદાવાદ-15

    અમૂલ ભટ્ટ

    સી. એમ. રાજપૂત

    વિપુલ પટેલ

    54

    દાણીલીમડા-SC-5

    અમદાવાદ-16

    નરેશ વ્યાસ

    શૈલેશ પરમાર

    દિનેશ કાપડિયા

    55

    સાબરમતી

    અમદાવાદ-17

    ડૉ. હર્ષદ પટેલ

    દિનેશ મહિડા

    જશવંત ઠાકોર

    56

    અસારવા-SC-6

    અમદાવાદ-18

    દર્શના વાઘેલા

    વિપુલ પરમાર

    જે. જે. મેવાડા

    57

    દસક્રોઈ

    અમદાવાદ-19

    બાબુ જમના પટેલ

    ઉમેદી બુધાજી ઝાલા

    કિરણ પટેલ

    58

    ધોળકા

    અમદાવાદ-20

    કિરીટસિંહ ડાભી

    અશ્વિન રાઠોડ

    જટુભા ગોલ

    59

    ધંધૂકા

    અમદાવાદ-21

    કાળુભાઈ ડાભી

    હરપાલસિંહ ચૂડાસમા

    ચંદુ બમરોલિયા

    60

    દસાડા-SC-7

    સુરેન્દ્રનગર-1

    પરષોત્તમ પરમાર

    નૌશાદ સોલંકી

    અરવિંદ સોલંકી

    61

    લીંબડી

    સુરેન્દ્રનગર-2

    કિરીટસિંહ રાણા

    કલ્પના મકવાણા

    મયૂર સાકરિયા

    62

    વઢવાણ

    સુરેન્દ્રનગર-3

    જગદીશ મકવાણા

    તરુણ ગઢવી

    હિતેશ પટેલ

    63

    ચોટીલા

    સુરેન્દ્રનગર-4

    શામજી ચૌહાણ

    ઋત્વિક મકવાણા

    રાજુ કરપડા

    64

    ધ્રાંગધ્રા

    સુરેન્દ્રનગર-5

    પ્રકાશ વરમોરા

    છત્રસિંહ ગુંજારિયા

    વાઘજી પટેલ

    65

    મોરબી

    મોરબી-1

    કાંતિ અમૃતિયા

    જયંતી પટેલ

    પંકજ રાણસરિયા

    66

    ટંકારા

    મોરબી-2

    દુર્લભજી દેથરિયા

    લલીત કગથરા

    સંજય ભટાસણા

    67

    વાંકાનેર

    મોરબી-3

    જિતેન્દ્ર સોમાણી

    મહમદ પિરઝાદા

    વિક્રમ સોરાણી

    68

    રાજકોટ પૂર્વ

    રાજકોટ-1

    ઉદય કાનગડ

    ઈન્દ્રનીલ રાજ્યગુરુ

    રાહુલ ભૂવા

    69

    રાજકોટ પશ્ચિમ

    રાજકોટ-2

    દર્શિતા શાહ

    મનસુખ કાલરિયા

    દિનેશ જોશી

    70

    રાજકોટ દક્ષિણ

    રાજકોટ-3

    રમેશ ટીલાળા

    હિતેશ વોરા

    શિવલાલ બારસિયા

    71

    રાજકોટ ગ્રામ્ય SC-8

    રાજકોટ-4

    ભાનુ બાબરિયા

    સુરેશ બથવાર

    વશરામ સાગઠિયા

    72

    જસદણ

    રાજકોટ-5

    કુંવરજી બાવળિયા

    ભોળાભાઈ ગોહિલ

    તેજસ ગાજીપરા

    73

    ગોંડલ

    રાજકોટ-6

    ગીતાબા જાડેજા

    યતિશ દેસાઈ

    નિમિષા ખૂંટ

    74

    જેતપુર

    રાજકોટ-7

    જયેશ રાદડિયા

    દીપક વેકરિયા

    રોહિત ભૂવા

    75

    ધોરાજી

    રાજકોટ-8

    મહેન્દ્ર પાડલિયા

    લલીત વસોયા

    વિપુલ સખિયા

    76

    કાલાવડ-SC-9

    જામનગર-1

    મેઘજી ચાવડા

    પ્રવીણ મૂછડિયા

    ડૉ. જિજ્ઞેશ સોલંકી

    77

    જામનગર ગ્રામ્ય

    જામનગર-2

    રાઘવજી પટેલ

    જીવણ કુંભારવાડિયા

    પ્રકાશ દોંગા

    78

    જામનગર ઉત્તર

    જામનગર-3

    રિવાબા જાડેજા

    બિપેન્દ્રસિંહ જાડેજા

    કરશન કરમૂર

    79

    જામનગર દક્ષિણ

    જામનગર-4

    દિવ્યેશ અકબરી

    મનોજ કથીરિયા

    વિશાલ ત્યાગી

    80

    જામજોધપુર

    જામનગર-5

    ચિમન સાપરિયા

    ચિરાગ કાલરિયા

    હેમંત ખવા

    81

    ખંભાળિયા

    દ્વારકા-1

    મૂળુભાઈ બેરા

    વિક્રમ માડમ

    ઈસુદાન ગઢવી

    82

    દ્વારકા

    દ્વારકા-2

    પબુભા માણેક

    મૂળુ કંડોરિયા

    લખમણ નકુમ

    83

    પોરબંદર

    પોરબંદર-1

    બાબુ બોખીરિયા

    અર્જુન મોઢવાડિયા

    જીવન જુંગી

    84

    કુતિયાણા

    પોરબંદર-2

    ઢેલીબહેન ઓડેદરા

    નાથા ઓડેદરા

    ભીમા મકવાણા

    85

    માણાવદર

    જૂનાગઢ-1

    જવાહર ચાવડા

    અરવિંદ લાડાણી

    કરસન ભાદરકા

    86

    જૂનાગઢ

    જૂનાગઢ-2

    સંજય કોરડિયા

    ભીખાભાઈ જોશી

    ચેતન ગજેરા

    87

    વીસાવદર

    જૂનાગઢ-3

    હર્ષદ રીબડિયા

    કરશન વડોદરિયા

    ભૂપત ભાયાણી

    88

    કેશોદ

    જૂનાગઢ-4

    દેવા માલમ

    હીરાભાઈ જોટવા

    રામજી ચૂડાસમા

    89

    માંગરોળ

    જૂનાગઢ-5

    ભગવાનજી કરગટિયા

    બાબુભાઈ વાજા

    પીયૂષ પરમાર

    90

    સોમનાથ

    ગીર સોમનાથ-1

    માનસિંહ પરમાર

    વિમલ ચૂડાસમા

    જગમાલ વાળા

    91

    તાલાલા

    ગીર સોમનાથ-2

    ભગવાન બારડ

    માનસિંહ ડોડિયા

    દેવેન્દ્ર સોલંકી

    92

    કોડિનાર-SC-10

    ગીર સોમનાથ-3

    પ્રદ્યુમ્ન વાજા

    મહેશ મકવાણા

    વાલજી મકવાણા

    93

    ઊના

    ગીર સોમનાથ-4

    કે. સી. રાઠોડ

    પૂંજાભાઈ વંશ

    સેજલ ખૂંટ

    94

    ધારી

    અમરેલી-1

    જયસુખ કાકડિયા

    કીર્તિ બોરીસાગર

    કાંતિ સતાસિયા

    95

    અમરેલી

    અમરેલી-2

    કૌશિક વેકરિયા

    પરેશ ધાનાણી

    રવિ ધાનાણી

    96

    લાઠી

    અમરેલી-3

    જનક તલાવિયા

    વીરજી ઠુંમર

    જયસુખ દેત્રોજા

    97

    સાવરકુંડલા

    અમરેલી-4

    મહેશ કસવાલા

    પ્રતાપ દૂધાત

    ભરત નાકરાણી

    98

    રાજુલા

    અમરેલી-5

    હીરા સોલંકી

    અમરિષ ડેર

    ભરત બલદાણિયા

    99

    મહુવા

    ભાવનગર-1

    શિવા ગોહિલ

    કનુ કલસરિયા

    અશોક જોલિયા

    100

    તળાજા

    ભાવનગર-2

    ગૌતમ ચૌહાણ

    કનુ બારૈયા

    લાલુબહેન ચૌહાણ

    101

    ગારિયાધાર

    ભાવનગર-3

    કેશુભાઈ નાકરાણી

    દિવ્યેશ ચાવડા

    સુધીર વાઘાણી

    102

    પાલિતાણા

    ભાવનગર-4

    ભીખાભાઈ બારૈયા

    પ્રવીણ રાઠોડ

    ડૉ. ઝેડ. પી. ખેની

    103

    ભાવનગર ગ્રામ્ય

    ભાવનગર-5

    પરસોત્તમ સોલંકી

    રેવતસિંહ ગોહિલ

    ખુમાણસિંહ ગોહિલ

    104

    ભાવનગર પૂર્વ

    ભાવનગર-6

    સેજલબહેન પંડ્યા

    બળદેવ સોલંકી

    હમીર રાઠોડ

    105

    ભાવનગર પશ્ચિમ

    ભાવનગર-7

    જિતુ વાઘાણી

    કિશોરસિંહ ગોહિલ

    રાજુ સોલંકી

    106

    ગઢડા-SC-11

    બોટાદ-1

    શંભુપ્રસાદ ટુંડિયા

    જગદીશ ચાવડા

    રમેશ પરમાર

    107

    બોટાદ

    બોટાદ-2

    ઘનશ્યામ વિરાણી

    મનહર પટેલ

    ઉમેશ મકવાણા

    108

    ખંભાત

    આણંદ-1

    મહેશ રાવલ

    ચિરાગ પટેલ

    અરુણ ગોહિલ

    109

    બોરસદ

    આણંદ-2

    રમણ સોલંકી

    રાજેન્દ્રસિંહ પરમાર

    મનીષ પટેલ

    110

    આંકલાવ

    આણંદ-3

    ગુલાબસિંહ પઢિયાર

    અમિત ચાવડા

    ગજેન્દ્ર સિંહ

    111

    ઉમરેઠ

    આણંદ-4

    ગોવિંદ પરમાર

    જયંત બોસ્કી

    અમરીશ પટેલ

    112

    આણંદ

    આણંદ-5

    યોગેશ પટેલ

    કાંતિ સોઢા પરમાર

    ગિરીશ શાંડિલ્ય

    113

    પેટલાદ

    આણંદ-6

    કમલેશ પટેલ

    પ્રકાશ પરમાર

    અર્જુન ભરવાડ

    114

    સોજીત્રા

    આણંદ-7

    વિપુલ પટેલ

    પૂનમભાઈ પરમાર

    મનુભાઈ ઠાકોર

    115

    માતર

    ખેડા-1

    કલ્પેશ પરમાર

    સંજય પટેલ

    લાલજી પરમાર

    116

    નડિયાદ

    ખેડા-2

    પંકજ દેસાઈ

    ધ્રુવલ પટેલ

    હર્ષદ વાઘેલા

    117

    મહેમદાવાદ

    ખેડા-3

    અર્જુનસિંહ ચૌહાણ

    જુવાનસિંહ ચૌહાણ

    પ્રમોદ ચૌહાણ

    118

    મહુધા

    ખેડા-4

    સંજયસિંહ મહિડા

    ઈન્દ્રજિતસિંહ પરમાર

    રવજી વાઘેલા

    119

    ઠાસરા

    ખેડા-5

    યોગેન્દ્રસિંહ પરમાર

    કાંતિ પરમાર

    નટવરસિંહ રાઠોડ

    120

    કપડવંજ

    ખેડા-6

    રાજેશ ઝાલા

    કાળુ ડાભી

    મનુભાઈ પટેલ

    121

    બાલાસિનોર

    મહીસાગર-1

    માનસિંહ ચૌહાણ

    અજિતસિંહ ચૌહાણ

    ઉદેસિંહ ચૌહાણ

    122

    લુણાવાડા

    મહીસાગર-2

    જિજ્ઞેશ સેવક

    ગુલાબ સિંહ

    નટવરસિંહ સોલંકી

    123

    સંતરામપુર-ST-4

    મહીસાગર-3

    કુબેર ડિંડોર

    ગેંદાલ ડામોર

    પર્વત વાગોડિયા ફૂલજી

    124

    શહેરા

    પંચમહાલ-1

    જેઠા ભરવાડ

    ખાતુભાઈ પગી

    તખતસિંહ સોલંકી

    125

    મોરવાહડફ-ST-5

    પંચમહાલ-2

    નિમિષા સુથાર

    સ્નેહલતા ખાંટ

    બનાભાઈ ડામોર

    126

    ગોધરા

    પંચમહાલ-3

    સી. કે. રાઉલજી

    રશ્મિતા ચૌહાણ

    બાકી-4

    127

    કાલોલ

    પંચમહાલ-4

    ફતેસિંહ ચૌહાણ

    પ્રભાતસિંહ ચૌહાણ

    દિનેશ બારિયા

    128

    હાલોલ

    પંચમહાલ-5

    જયદ્રથસિંહ પરમાર

    રાજેન્દ્ર પટેલ

    ભરત રાઠવા

    129

    ફતેપુરા- ST-6

    દાહોદ-1

    રમેશ કટારા

    રઘુ મછાર

    બાકી-5

    130

    ઝાલોદ- ST-7

    દાહોદ-2

    મહેશ ભૂરિયા

    મિતેષ ગરાસિયા

    અનિલ ગરાસિયા

    131

    લીમખેડા- ST-8

    દાહોદ-3

    શૈલેશ ભાભોર

    રમેશ ગુંદિયા

    નરેશ બારિયા

    132

    દાહોદ- ST-9

    દાહોદ-4

    કનૈયાલાલ કિશોરી

    હર્ષદ નીનામા

    દિનેશ મુનિયા

    133

    ગરબાડા- ST-10

    દાહોદ-5

    મહેન્દ્ર ભાભોર

    ચંદ્રિકા બારિયા

    શૈલેશ ભાભોર

    134

    દેવગઢબારિયા

    દાહોદ-6

    બચુ ખાબડ

    NCP

    ભરત વાખલા

    135

    સાવલી

    વડોદરા-1

    કેતન ઈનામદાર

    કુલદીપસિંહ રાઉલજી

    વિજય ચાવડા

    136

    વાઘોડિયા

    વડોદરા-2

    અશ્વિન પટેલ

    સત્યજિતસિંહ ગાયકવાડ

    ગૌતમ રાજપૂત

    137

    છોટાઉદેપુર-ST-11

    છોટાઉદેપુર-1

    રાજેન્દ્રસિંહ રાઠવા

    સંગ્રામસિંહ રાઠવા

    અર્જુન રાઠવા

    138

    જેતપુરપાવી- ST-12

    છોટાઉદેપુર-2

    જયંતી રાઠવા

    સુખરામસિંહ રાઠવા

    રાધિકા રાઠવા

    139

    સંખેડા- ST-13

    છોટાઉદેપુર-3

    અભેસિંહ તડવી

    ધીરૂભાઈ ભીલ

    રંજન તડવી

    140

    ડભોઈ

    વડોદરા-3

    શૈલેશ મહેતા

    બાલકિશન પટેલ

    અજિત ઠાકોર

    141

    વડોદરા સિટી- SC-12

    વડોદરા-4

    મનીષા વકીલ

    બાકી-38

    જિગર સોલંકી

    142

    સયાજીગંજ

    વડોદરા-5

    કેયૂર રોકડિયા

    અમી રાવત

    સ્વેજલ વ્યાસ

    143

    અકોટા

    વડોદરા-6

    ચૈતન્ય દેસાઈ

    ઋત્વિક જોશી

    શશાંક ખરે

    144

    રાવપુરા

    વડોદરા-7

    બાલકૃષ્ણ શુક્લ

    સંજય પટેલ

    હીરેન શિરકે

    145

    માંજલપુર

    વડોદરા-8

    બાકી-1

    તશ્વિન સિંહ

    વિનય ચૌહાણ

    146

    પાદરા

    વડોદરા-9

    ચૈતન્યસિંહ ઝાલા

    જશપાલસિંહ પઢિયાર

    સંદીપ સિંહ રાજ

    147

    કરજણ

    વડોદરા-10

    અક્ષય પટેલ

    પ્રિતેશ પટેલ

    પરેશ પટેલ

    148

    નાંદોદ- ST-14

    નર્મદા-1

    દર્શના વસાવા

    હરેશ વસાવા

    પ્રફુલ વસાવા

    149

    ડેડિયાપાડા- ST-15

    નર્મદા-2

    હિતેશ વસાવા

    જેરમાબેન વસાવા

    ચૈતર વસાવા

    150

    જંબુસર

    ભરૂચ-1

    ડી. કે. સ્વામી

    સંજય સોલંકી

    સાજીદ રેહાન

    151

    વાગરા

    ભરૂચ-2

    અરુણસિંહ રાણા

    સુલેમાન પટેલ

    જયરાજ સિંહ

    152

    ઝઘડિયા-ST-16

    ભરૂચ-3

    રિતેશ વસાવા

    ફતેસિંહ વસાવા

    ઉર્મિલા ભગત

    153

    ભરૂચ

    ભરૂચ-4

    રમેશ મિસ્ત્રી

    જયકાંત પટેલ

    મનહર પરમાર

    154

    અંકલેશ્વર

    ભરૂચ-5

    ઈશ્વરસિંહ પટેલ

    વિજયસિંહ પટેલ

    અંકુર પટેલ

    155

    ઓલપાડ

    સુરત-1

    મુકેશ પટેલ

    દર્શન નાયક

    ધાર્મિક માલવિયા

    156

    માંગરોળ-ST-17

    સુરત-2

    ગણપત વસાવા

    અનિલ ચૌધરી

    સ્નેહલ વસાવા

    157

    માંડવી- ST-18

    સુરત-3

    કુંવરજી હળપતિ

    આનંદ ચૌધરી

    સાયનાબેન ગામીત

    158

    કામરેજ

    સુરત-4

    પ્રફુલ્લ પાનસેરિયા

    નીલેશ કુંભાણી

    રામ ધડુક

    159

    સુરત પૂર્વ

    સુરત-5

    અરવિંદ રાણા

    અસલમ સાયકલવાલા

    કંચનભાઈ જરીવાલા

    160

    સુરત ઉત્તર

    સુરત-6

    કાંતિભાઈ બલ્લર-પટેલ

    અશોક પટેલ

    મહેન્દ્ર નાવડિયા

    161

    વરાછા રોડ

    સુરત-7

    કિશોર કાનાણી

    પ્રફુલ તોગડિયા

    અલ્પેશ કથીરિયા

    162

    કરંજ

    સુરત-8

    પ્રવીણ ઘોઘારી

    ભારતી પટેલ

    મનોજ સોરઠિયા

    163

    લિંબાયત

    સુરત-9

    સંગીતા પાટીલ

    ગોપાલ પાટીલ

    પંકજ તાયડે

    164

    ઉધના

    સુરત-10

    મનુભાઈ પટેલ

    ધનસુખ રાજપૂત

    મહેન્દ્ર પાટીલ

    165

    મજૂરા

    સુરત-11

    હર્ષ સંઘવી

    બળવંત જૈન

    PVS શર્મા

    166

    કતારગામ

    સુરત-12

    વિનોદ મોરડિયા

    કલ્પેશ વરિયા

    ગોપાલ ઈટાલિયા

    167

    સુરત પશ્ચિમ

    સુરત-13

    પૂર્ણેશ મોદી

    સંજય પટવા

    મોક્ષેશ સંઘવી

    168

    ચોર્યાસી

    સુરત-14

    સંદીપ દેસાઈ

    કાંતિ પટેલ

    પ્રકાશ કોન્ટ્રાક્ટર

    169

    બારડોલી-SC-13

    સુરત-15

    ઈશ્વર પરમાર

    પન્નાબેન પટેલ

    રાજેન્દ્ર સોલંકી

    170

    મહુવા-ST-19

    સુરત-16

    મોહન ઢોડિયા

    હેમાંગિની ગરાસિયા

    કુંજન પટેલ

    171

    વ્યારા-ST-20

    તાપી-1

    મોહન કોકણી

    પુનાભાઈ ગામીત

    બિપિન ચૌધરી

    172

    નિઝર-ST-21

    તાપી-2

    ડૉ. જયરામ ગામીત

    સુનીલ ગામીત

    અરવિંદ ગામીત

    173

    ડાંગ-ST-22

    ડાંગ-1

    વિજય પટેલ

    મુકેશ પટેલ

    સુનીલ ગામીત

    174

    જલાલપોર

    નવસારી-1

    રમેશ પટેલ

    રણજિત પંચાલ

    પ્રદીપ મિશ્રા

    175

    નવસારી

    નવસારી-2

    રાકેશ દેસાઈ

    દીપક બારોટ

    ઉપેશ પટેલ

    176

    ગણદેવી-ST-23

    નવસારી-3

    નરેશ પટેલ

    અશોક પટેલ

    પંકજ એલ. પટેલ

    177

    વાંસદા-ST-24

    નવસારી-4

    પીયૂષ પટેલ

    અનંત પટેલ

    પંકજ પટેલ

    178

    ધરમપુર-ST-25

    વલસાડ-1

    અરવિંદ પટેલ

    કિશન પટેલ

    કમલેશ પટેલ

    179

    વલસાડ

    વલસાડ-2

    ભરત પટેલ

    કમલ પટેલ

    રાજુ મરચા

    180

    પારડી

    વલસાડ-3

    કનુ દેસાઈ

    જયશ્રી પટેલ

    કેતન પટેલ

    181

    કપરાડા-ST-26

    વલસાડ-4

    જિતુ ચૌધરી

    વસંત પટેલ

    જયેન્દ્ર ગાવીત

    182

    ઉંમરગામ-ST-27

    વલસાડ-5

    રમણ પાટકર

    નરેશ વળવી

    અશોક પટેલ

  • જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

    જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    કહેવાય છે સત્તાના મુકામ પર અને સફળતાને શિખરે જ્યારે કોઈ વ્યક્તિ વિદાય નક્કી કરે છે ત્યારે તેણે કરેલા કામો અને એમણે જીતેલો લોકોનો વિશ્વાસ કે પ્રશંસા એ જ એનું સંભારણું રહેતું હોય છે. ગઈકાલે ભાજપ એ જે સોળ ઉમેદવારો જાહેર કર્યા એમાં હિંમતનગરના સીટિંગ એમએલએ રાજેન્દ્રસિંહ ચાવડા નું નામ પણ નહોતું અને વી ડી ઝાલાને હિંમતનગર વિધાનસભાની સીટ ની ટિકિટ ફાળવવામાં આવી છે. આ વાતથી ચાવડાના ચાહકો અને સમર્થકોમાં ભારે અજંપો ફેલાયો હતો. જોકે કેટલાકને માટે આ ઘટનાક્રમ એક સહજ હતો કારણકે વર્તમાન ધારાસભ્ય બે ટર્મથી હિંમતનગરમાં સેવા આપતા રહ્યા છે એટલે હવે કોઈ નવો ચહેરો આવશે એવી ખૂબ મોટી અપેક્ષા ભાજપના જ કેટલાક વર્તુળોમાં અને સામાન્ય મતદારોમાં ચર્ચા રહી હતી. આજે સવારનો ઘટનાક્રમ જોતા છેલ્લા બે ત્રણ કલાક સુધી એ રહસ્ય બની રહ્યું કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને એમના ટેકેદારો શું કરશે પરંતુ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ભાજપના parliamentry body નક્કી કરેલા નામો પર તેમની સહમતિ પણ દર્શાવી છે.

    નવા જાહેર થયેલા ઉમેદવાર વીડી ઝાલાને હાર્દિક શુભેચ્છા પાઠવી છે.તેમજ હિંમતનગરના સર્વે ટેકેદારો, કાર્યકર્તાઓ તેમજ મતદારોને હાર્દિક લાગણીથી અભિનંદન પણ કર્યું છે.  જુઓ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર શું કહ્યું છે…!

     

     

    ઉલ્લેખનીય છે કે ભારે રસાકસી બાદ અને ખૂબ જ ઇંતેજાર પછી ગઈકાલે સાંજે હિંમતનગરના ભાજપના નવા ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ હતી….. કુલ મળીને 16 જેટલા ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી હતી. જુઓ કયા કયા ઉમેદવારો જાહેર થયા હતા.

     

     

  • ફીંડલા – હાથલા થોર જેવી વનસ્પતિ ઔષધીના ઉપયોગમાં કેવી રીતે લેવામાં આવે છે?

    ફીંડલા – હાથલા થોર જેવી વનસ્પતિ ઔષધીના ઉપયોગમાં કેવી રીતે લેવામાં આવે છે?

    હેમંત ઉપાધ્યાય, અમદાવાદ

    • ફીંડલા | હાથલા થોર | ની ઉપયોગીતા શું હોય છે?
    • ગામડાના લોકો પહેલાના જમાનામાં ફીંડલા નો શુ ઉપયોગ કરતા ?
    • ફીન્ડલા ના અનેક ઔષધીય ગુણ અને તેના અનેક ફાયદાઓ અને નુકસાન વિષે

    આપણે બધા ઘરના શુશોભન માટે વિવિધ પ્રકાર ની સજાવટ કરતા હોઈએ છીએ પછી ભલે એ અલગ અલગ પ્રકાર ની વસ્તુઓથી હોય કે ઝાડ, ફૂલ પાંદડા થી હોય.
    ઘણખરા ઘરોમાં એક કાટા વારો નાનું એવું છોડ જોવા મળતું હોય છે. જેને આપણે cactus થી ઓળખતા હોઈએ છીએ. તેના ઘણા બધા નામ છે. જેમકે, નાગફણી, ફીંડલા.
    કાટાણો છોડ હોવા છતાય તે સજાવટ માં ખુબ જ સુંદર લાગતું હોય છે. તેનો ઉપયોગ ફક્ત સુંદરતા માટે જ નહિ, પરંતુ એક ઔષધી તરીકે પણ કરવામાં આવે છે.


    જુના જમાના માં તેનો ઉપયોગ કાન વીંધવા માટે પણ કરવામાં આવતો હતો, કારણકે તેમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલા હોવાને લીધે તેના થી કાન પાકતો પણ નહિ અને તેમાં રસી પણ ન થતી.
    ફીન્ડલા એક એવું છોડ છે જેના થડ પાંદડા આકારનું હોય છે, તેમ છતાય તે ગર્ભ થી ભરપૂર હોય છે. તેને સુકા પ્રદેશ નો છોડ કહેવામાં આવે છે કારણકે, તે વગર પાણી એ પણ ઉગે છે.


    આ છોડ ધીમે ધીમે મોટું થાય છે અને ખુબ જ લાંબો સમય સુધી જીવિત રહે છે. તેની લગભગ ૨૫ જેટલી પ્રજાતિઓ મળી રહે છે.
    ફીન્ડલા માં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગનીઝ જેં તત્વો મળી રહે છે. તેમાં કેલેરી નું પ્રમાણ નહીવત હોય છે. ફીન્ડલા ખાવામાં કડવા અને તેની તાસીર ગરમ હોય છે.
    તેમ છતાય તે કફ ને દૂર કરનાર અને રદયને સ્વસ્થ રાખનાર છે ને ખાસ કરીને તેનો ઔષધીય ગુણ એ છે કે તે લોહીને શુદ્ધ કરે છે.
    તો ચાલો આજે જાણો ફીન્ડલા ના અનેક ઔષધીય ગુણ અને તેના અનેક ફાયદાઓ અને નુકસાન વિષે.

    હાથલો થોર (Opuntia dillenii Haw; કેકટેસી કુળ સં. कंथारी, कुंभारी; હિન્દી -नागफनी थुहर; મરાઠી – फणी निवडुंग; ગુજરાતી હાથલો થોર, ફાફડો થોર) : તે 2.0 મી. ઊંચું અને પહોળા અંડાકાર, લીલા સાંધાવાળું ટટ્ટાર ક્ષુપ છે. તેના સાંધાની પ્રત્યેક ક્ષેત્રિકા (areole) 4થી 6 આછા પીળા રંગના અને કેટલેક અંશે વાંકા કાંટા ધરાવે છે. સૌથી મોટો કાંટો મજબૂત અને 2.5થી 3.8 સેમી. જેટલો લાંબો હોય છે. પુષ્પો પીળાં અને નીચેના ભાગે નારંગી છાંટવાળાં હોય છે. પરિપક્વ ફળ ઘેરા રતાશપડતા જાંબલી રંગનાં, નાખરૂપ (pyriform), છિન્નત (truncate) અને અગ્ર છેડેથી અવનમિત (depressed) હોય છે. આ જાતિ લગભગ સમગ્ર ભારતમાં થતી હોવા છતાં સામાન્યપણે વધારે તે દક્ષિણ ભારતમાં થાય છે. તેનો ઉપયોગ વાડ બનાવવામાં ખૂબ થાય છે; કારણ કે સૌથી શુષ્ક અને નિમ્ન કક્ષાની મૃદામાં પણ તે સારી રીતે થઈ શકે છે તથા તેનું પ્રસર્જન સરળતાથી થઈ શકે છે. વળી, તેનું કાંટાળું સ્વરૂપ સારા પ્રમાણમાં રક્ષણ આપે છે.

    દક્ષિણ ભારતમાં આ થોર 18મી સદીના મધ્ય ભાગમાં પ્રવેશ પામ્યો હોવાનું મનાય છે અને ત્યાંથી બીજા ભાગોમાં ખેતરની ફરતે વાડ બનાવવામાં થતા પુષ્કળ ઉપયોગને કારણે પ્રસરણ થયું હતું. તે દક્ષિણ ભારતમાં વધારે પ્રમાણમાં થાય છે. સૌથી શુષ્ક અને નીચું ઊપજમૂલ્ય ધરાવતી ભૂમિમાં પણ તેની ઊગવાની ક્ષમતાને લીધે તેમજ તેના સરળતાથી થતા પ્રસર્જનને કારણે તેનો વાડ બનાવવામાં ખૂબ ઉપયોગ થાય છે.
    તેનાં ફળ ખાદ્ય હોય છે ફળ નાસપાતી આકારનું, છેદિત (truncate), ટોચ ઉપર ખાડાવાળું, પાકે ત્યારે ઘેરા લાલાશ પડતા જાંબલી રંગનું હોય છે અને કાંટા તથા ફાંસો ધરાવે છે. સ્વાદે મીઠાં હોય છે અને ઘણા લોકો તેનાં ફળ ખાય છે. તેના રસથી લાલ શાહીની જેમ લખાય છે.તે જાડા રેસાઓ ધરાવે છે. તેમાંથી કાગળની લૂગદી બનાવવામાં આવે છે. આ લૂગદી ટૂંકા રેસાઓ ધરાવે છે અને તે બનાવવા માટે પ્રક્રિયકો વધારે પ્રમાણમાં જરૂરી હોય છે.
    તે શ્લેષ્મ ધરાવે છે. આ શ્લેષ્મમાં ગૅલૅક્ટોઝ, ગ્લુકોઝ અને ઍરેબીનોઝ હોય છે. તે શુષ્કક (drier) તરીકે વપરાય છે.
    પુષ્પમાં આઇસોરહેમ્નેટીન અને ક્વિરસેટીન પ્રકારનાં ગ્લાયકોસાઇડ્ઝ 3:1 ના પ્રમાણમાં અને મુક્ત ફ્લેવોનોલ અલ્પ પ્રમાણમાં હોય છે. તેનો મિશ્ર ખાતર (compost) બનાવવામાં ઉપયોગ થાય છે. પ્રકાંડના ઈથરનિષ્કર્ષમાં કેટલીક પ્રતિજૈવિક ક્રિયાશીલતા માલૂમ પડી છે.
    તેનાં શેકેલાં ફળો ઉટાંટિયામાં વપરાય છે. તેનો રસ પિત્તરસના સ્રાવને ઉત્તેજે છે અને ઉગ્ર કફને કાબૂમાં રાખે છે. સાંધાઓ પોટીસ બનાવવામાં વપરાય છે.
    તે ઉદ્દીપક, રુચિકર, તીખો, ઉષ્ણ અને કડવો હોય છે અને રક્તદોષ, કફ, વાયુ, ગ્રંથિરોગ, સ્નાયુરોગ અને સોજાનો નાશ કરે છે. ફળનો રસ દાહશામક, કફઘ્ન અને સંકોચવિકાસ-પ્રતિબંધક હોય છે. તેનાં પંચાંગનો ક્ષાર સારક અને મૂત્રલ હોય છે. તેનું મૂળ રક્તશોધક હોય છે. પંચાંગનો સ્વરસ હૃદય માટે પૌષ્ટિક હોય છે. જીર્ણ આમવાત અને સાંધાઓના સોજા પર મૂળનો ક્વાથ અપાય છે.
    આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખ ના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે.
    ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. ઉંદર પર કરાયેલા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે. આ સિવાય શરીરમાં રહેલા રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે.
    ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદારુપ સાબિત થાય છે.
    લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે, છતાં આ અંગે વધુ રિસર્ચ અને સંશોધનો કરવામાં આવી રહ્યા છે. લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરુ થઈ જાય છે ત્યારે ફિંડલા ફળમાં રહેલા તત્વો ટાઈપ-II ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
    ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે. પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાસયની તકલીફો દૂર રહે છે.
    ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત એટલે કે પિત્તાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બનશે અને તમે સ્વસ્થ રહેશો. પેલી કહેવાત છે ને.. જેનું પેટ સાફ તો સાફ તેને રોગો કરે માફ..
    આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરુરી કેલ્સિયમનો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. આ કેલ્સિયમ તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
    કેક્ટરનું ફિંડલા નામનું ફળ શરીરને હૃષ્ટપૃષ્ટ રાખે છે, અને તમે જાણ્યું તે પ્રમાણે કેટલાક જરુરી તત્વો પણ પૂરા પાડે છે. ફિંડલાનો ઉપયોગ કરતા પહેલા તે તમારા શરીર માટે કઈ રીતે વધારે ફાયદારુપ બની શકે છે તે માટે આયુર્વેદના જાણકાર વ્યક્તિ પાસે માહિતી લેવાથી તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે.
    નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

    તમામ તસવીરો -હેમંત ઉપાધ્યાય -અમદાવાદ
    સ્થળ- ખેડબ્રહ્મા

  • ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

    ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    Email: josnirav@gmail.com

    આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. આ કાર્યક્રમની પૂર્ણાહુતિના રોજ તેમજ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય, આજના દિવસે આચાર્ય શ્રી કૌશલેન્દ્ર મહારાજ અમદાવાદથી પધાર્યા હતા. તેમની દિવ્યતા અને માર્ગદર્શક નિશ્રામાં આજે સવારના રોજ નુતન મંદિરમાં તેમના શુભ હસ્તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.

    ભગવાન ઘનશ્યામ મહારાજ પર જલ અભિષેક તેમજ અન્ય ક્રિયાઓ અને પ્રાણ પ્રતિષ્ઠા આચારશ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. ભગવાનને અન્નકૂટ જેવો ભોગ ધરાવ્યો હતો. ઘનશ્યામ ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા બાદ સવારે 9:00 વાગે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા કૌશલેન્દ્ર મહારાજે જમુના નગરમાં બનાવેલા ગોપાળાનંદ સત્સંગ હોલ ખાતે જઈ સત્સંગ કરાવ્યો હતો તેમ જ વિષ્ણુયાગ હવનમાં ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની આરતી પણ ઉતારી હતી. તેમણે આશરે 1:00 વાગ્યાની આસપાસ સત્સંગ સભાને સંબોધિત કરી હતી અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગ બોધનો- તેમના દિવ્ય જ્ઞાનનો સત્સંગ સ્વામિનારાયણના હરિભક્તોને કરાવ્યો હતો.

    સાથે સાથે ઉપસ્થિત હજારો શ્રોતાઓએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વર્તમાન આચાર્યશ્રી કૌશલિન્દ્ર મહારાજને રૂબરૂ જોવાનો લહાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં જ અમદાવાદ ખાતે કૌશલેન્દ્ર મહારાજના આચાર્ય પદે 50 વર્ષ પૂર્ણ થયાના મોટો મહોત્સવ સમાપન થયો હતો. ગત રાત્રી નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ ઉપર આયોજ થયો હતો જેમાં હજાર હરિભક્તો મંદિરના પ્રાગણમાં ઉપસ્થિત રહ્યા હતા.

    આજના રોજ કાર્યક્રમના પૂર્ણાહુતિ ના દિવસે બધા હરિભક્તો મહોત્સવના દિવ્ય સંસ્મરણો તેમજ સેવાના અન્ય ભાવ સાથે છૂટા પડ્યા હતા. આજથી ભગવાન સ્વામિનારાયણ કાલુપુર ગાદીનું હિંમતનગર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર સરકારી જીન રોડ પાસે આવેલા પ્રથમ સ્ક્વેરની પાછળ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.

    ગુજરાત ભરના સ્વામિનારાયણ મંદિર અનેક મંદિરોના સ્વામિનારાયણ સંતો તેમજ હરિભક્તો અને રાજસ્થાનથી આવેલા હરિભક્તોએ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ સુંદર લાભ લીધો હતો. હિંમતનગર માંથી પણ અનેક હરિભક્તોએ અને ખાસ કરીને યુવા વર્ગના હરિભક્ત તેમજ ઘનશ્યામ મહિલા સત્સંગ મંડળ ની આશરે 50 જેટલી બહેનોએ પાંચ દિવસ રાત દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સેવા આપી હતી મંદિરના મહંત શ્રી પ્રેમપ્રકાશ દાસ સ્વામીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ હરિભક્તોના સહયોગથી ખૂબ જ આનંદ , ઉત્સાહ પ્રેમભાવના વાળા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને બધા હરિભક્તોએ પોતાના જીવનની ધન્યતા અનુભવી હતી! જય સ્વામિનારાયણ!

  • સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

    સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)p

    ભગવાન સ્વામિનારાયણ ની આજે ભવ્ય રથયાત્રા નગરી યાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. જે સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળ – જમુના નગર થી નૂતન મંદિર તેમજ અલગ અલગ થોડો પર ભક્તોને દર્શનનો લાભ આપીને પાછી યજ્ઞશાળા પરત ફરી હતી હતી. આ ભગવાન સ્વામિનારાયણ ની નગરીયાત્રામાં ભગવાન સ્વામિનારાયણની ઘનશ્યામ સ્વરૂપ મૂર્તિ તેમજ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ અને અન્ય રથોને સજાવવામાં આવ્યા હતા જેમાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર સંપ્રદાયના અનેક સંતો રથ પર સવાર હતા. માર પર હજારો હરિભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને આ મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નગરયાત્રા સ્વરૂપે સમગ્ર હિંમતનગર વાસીઓને દર્શનનો લાભ આપવા માટે સર્વ પ્રથમ વખત નૂતન મંદિર સુધી લઈ જવામાં આવી હતી જુઓ આ કાર્યક્રમની ઝાંખીઓ ફોટા સ્વરૂપે નિહાળો.

    નગરીયાત્રેથી આવ્યા બાદ સાંજે 5:00 વાગ્યાની આસપાસ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠા ના મંત્રો વડે અનેક પ્રકારની પૂજાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને અનેક ઔષધી વાળા જળ જેમાં અનેક નદીઓના જળ તેમજ મંત્રોચ્ચાર વડે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અનેક સોળશી ઉપચાર પૂજા ની જેમ પ્રાણ પ્રતિષ્ઠા ની પૂજા માં સર્વપ્રથમ પાણીથી અભિષેક ત્યારબાદ ઘી અને મધથી અભિષેક અને ત્યારબાદ ધન્યધીવાસ માં મૂર્તિને સમગ્ર રાત રાખવામાં આવશે અને સવારના એટલે કે 13 નવેમ્બર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર લઈ જવામાં આવશે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર મંદિર ગાદીના આચાર્ય કૌશલ્ય પ્રસાદ ના હસ્તે ઘનશ્યામ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
    આજની નગયાત્રા બાદ એક બાજુ ભાગવત સપ્તાહની થઈ હતી જ્યારે બીજી બાજુ 11 કુંડી હવન જે વિષ્ણુયાગના કહેવાય છે તેના વડે ત્રણેય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન વિધિ તરફ લઈ જવામાં આવી હતી. કાર્યક્રમના સાંજે હજારો ભક્તો પ્રસાદ માટે હિંમતનગરમાંથી ઉમટી પડ્યા હતા.

    સાચોદર,હિંમતનગર,અરોડા, ઈલોલ સાપાવાડા, નેત્રામલી, મણિયોલ લાલોડા, કાટવાડ તેમજ અન્ય ગામડાઓની આજુબાજુની ભગવાન સ્વામિનારાયણ સત્સંગી મહિલાઓએ આશરે 7000 જેટલા રોટલાઓ 50 જેટલા ચૂલા પર બનાવ્યા હતા. શાસ્ત્રી સ્વામી પ્રેમપ્રકાશના સત્સંગી હરિભક્તો ના માર્ગદર્શન હેઠળ બાજરીના રોટલા, રીંગણનો ઓળો, મિક્સ શાક, ખીચડી, કઢી, મરચા અને મૂળાનો પ્રસાદ સાંજે આપવામાં આવ્યો. આશરે 10 હજાર જેટલા માણસોએ પ્રસાદનું લાભ લીધો હતો. રાત્રે નવા સ્વામિનારાયણ મંદિરમાં લેસર સો અને આતિશબાજી કરવામાં આવી હતી. જે હરિભક્તોએ નિહાળી અને ધન્ય ધન્ય થયા હતા.