કવિ: Nirav Joshi

  • કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

    કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

    નીરવ જોશી, હિંમતનગર(7838880134)

    કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીની *રાજપુર (નવા), હિંમતનગર ખાતેની વેટરનરી હોસ્પિટલ* ખાતે તારીખ 13 થી 16 જાન્યુઆરી 2023 દરમિયાન ઉતરાયણની ઉજવણી દરમ્યાન પતંગની દોરીથી ઘવાયેલ તમામ પ્રકારના અબોલ પક્ષીઓની સારવાર માટે બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

    જેની તમામ પ્રજાજનો, ગ્રામવાસીઓ, સેવાભાવી લોકો, એનજીઓ, વિદ્યાર્થીઓ વગેરે લોકોને જાણ કરવામાં આવે છે કે જેથી આવા અબોલ પક્ષીઓને સમયસર સારવાર મળી શકે…

    નોંધનીય છે કે ગઈકાલે ને આજે દાખલ થયેલા કેટલાક ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. રાજપુર ખાતેની યુનિવર્સિટી અંતર વિસ્તારમાં હોવાથી થોડાક જ પક્ષીઓ હાલમાં દાખલ થયા છે પરંતુ આવનારા સમયમાં જો વધારે દાખલ થશે તો વધારે ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવનાર છે.

  • માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ

    માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ

    Avspost.com, Gandhinagar (7838880134)

    રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારનો નિર્ધાર:મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

    ¤ *ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષસ્થાને રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ*

    ¤ *માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો રાજય સરકાર સંતોષકાર રીતે ઉકેલ લાવવા તત્પર

    આજે મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના તમામ માછીમાર સંગઠનોના પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠકમાં ગુજરાતની માછીમારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલ મુખ્ય બંદરો જેવાં કે, વેરાવળ અને જાફરાબાદ ઉપર દરીયાઇ ૧૦૮(સ્પીડ બોટ) સેવા શરૂ કરવી, ગુજરાતના મુખ્ય બંદરોમાં ગેરકાયદેસર થતી ફીશીંગ પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવું, ગુજરાતના બંદરોમાં માછલીના ન્યુનત્તમ વેચાણ ભાવ (એમ.એસ.પી) નકકી કરવા, રાજ્યના માછીમારોની બાકી રહેતી જુની સબસીડી ચૂકવવી, લેભાગુ વેપારીઓ દ્વારા ગુજરાતના બંદરો તેમજ દીવ-દમણના બંદરોમાં કૌભાંડ આચરનારાઓ ઉપર નિયંત્રણ લાવવુ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના SOPC(શેડ્યુલ ઓફ પોર્ટ ચાર્જીસ)માં ફીશરીસને લગતાં ચાર્જીસમાં ઘટાડો કરવો, દરિયાઇ તોફાન, અતિવૃષ્ટિ કે કુદરતી આફતમાં સંપર્ક થઇ શકે તે સારૂ સેટલાઇટ ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવવી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

    આ ઉપરાંત યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ સબસીડી યોજનામાં અગાઉની પ્રથા મુજબ વેટ કાપીને ડીઝલ આપવાની શક્યતાઓ તપાસવી તેમજ રીટેલ આઉટલેટ કરતાં કન્ઝયુમર પંપોના ભાવ તફાવત અંગે ચર્ચા, OBM/IBM બોટની સબસીડી રોટેશન ડ્રો સિસ્ટમથી આપવામાં આવે છે તે બંધ કરી રાબેતા મુજબની પદ્ધતિ અમલમાં મૂકવા શક્યતા તપાસવી, વેરાવળ બંદરની મત્સ્યોદ્યોગ કચેરીના નવીનીકરણ બાબત, માછીમારોની રજુઆત મુજબ ફીસીંગ સીઝન ૧(એક) ઓગષ્ટ છે જેમાં ફેરફાર કરી, ૧(એક) સપ્ટેમ્બર કરવા શક્યતાઓ ચકાસવી તથા ઉમરગામ, કોસંબા, નાની દાંતિથી મરોલી અને ખતલવાડા(જી.વલસાડ) ખાતે આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર(એફ.એલ.સી.) ખાતે સુવિધાઓ ઉભી કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    તદઉપરાંત પોરબંદર અને વેરાવળ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા થતા વાર્ફ વોલ, બ્રેક વોટર, ડ્રેજીંગ જેવા કામોની સમીક્ષા કરવી, ગીરસોમનાથ જિલ્લાના માંગરોળ અને નવા બંદર ખાતે નવીન બંદરો બનાવવાની કામગીરીની સમીક્ષા તથા સુત્રાપાડા અને માઢવાડ ખાતે થતાં બંદરના કામોની સમીક્ષા, તાઉતે વાવાઝોડાથી સૈયદ રાજપરા, નવાબંદર અને જાફરાબાદ બંદરોને થયેલ નુકસાનના ચાલુ કામોની સમીક્ષા, જામનગર જિલ્લાના સચાણા બંદર ખાતે નવી જેટી સંદર્ભે અને સિક્કા, સચાણા અને જોડીયા બંદરો ખાતે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી માછીમારી વ્યવસાયને વેગ આપવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

    મંત્રી શ્રી રાઘવજી દ્વારા માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો સંતોષકાર રીતે ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    આ બેઠકમાં સંસદસભ્ય શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને શ્રી પ્રધ્યુમન વાજા, મત્સ્ય વિભાગના સચિવ શ્રી ભીમજીયાણી, મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી સાંગવાન તથા રાજ્યના દરિયાઇ જિલ્લાઓમાંથી માછીમારી સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરતા કૃષિ મંત્રી

    રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરતા કૃષિ મંત્રી

    *રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય*

    *ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી એક માસ માટે રાજ્યભરમાં નોંધણી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
    *********
    Ø *રાજ્યભરમાં આગામી ૧૦ માર્ચથી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે*
    Ø *ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિ. રૂા.૬૬૦૦, ચણાની પ્રતિ ક્વિ.રૂા.૫૩૩૫ તેમજ રાયડાની પ્રતિ ક્વિ. રૂા.૫૪૫૦ના ટેકાના ભાવે ખરીદી કરાશે*
    Ø *યોજના હેઠળ ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે*
    Ø *રાજ્યમાં તુવેર પાક માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ તેમજ રાયડાની ૧૦૩ ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદી થશે*
    Ø *ઇ-ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતો વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે*
    ********
    *કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ*
    ******
    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તા.૦૧ ફેબ્રુઆરી- ૨૦૨૩થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું.

    કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

    કૃષિમંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના ૧૩૫ ખરીદ કેન્દ્રો, ચણાના ૧૮૭ ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના ૧૦૩ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તા.૧૦ માર્ચ-૨૦૨૩ થી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

    મંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.૦૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી- ૨૦૨૩ સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણા નો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

    મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૬,૬૦૦, એટલે કે પ્રતિ મણ રૂા.૧,૩૨૦, ચણા માટે પ્રતિ ક્વિ. રૂા.૫,૩૩૫ એટલે કે પ્રતિ મણ રૂા.૧,૦૬૭ તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૫,૪૫૦ એટલે કે પ્રતિ મણ રૂા. ૧,૦૯૦નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

    ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમ પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે કહ્યું.

  • શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી

    શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી

    નીરવ જોશી હિંમતનગર (M-7838880134)

    શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારીએ -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ કર્યું: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું વિવિધ સંગઠનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

    એક બાજુ જ્યારે સાબરકાંઠામાં આઠ તાલુકામાં ના નગરો જેવા કે ખેડબ્રહ્મા, હિંમતનગર, ઇડર, વડાલી, ભિલોડા કે વિજયનગર આ બધા જ શહેરોમાં ગાયો જાહેર માર્ગો પર મોટી સંખ્યામાં અઠવાડ અને કચરો ખાતી જોવા મળે છે.. ગૌચરોની જમીન પણ ભાજપ સરકારે પાણીના મૂલ્ય વેચી મારી છે …ત્યારે ગામડામાં ગૌશાળા બનાવવાનું શું હેતુ ??? પાછું આ માટે સાત દિવસના ભાગવત સપ્તાહ બોલાવીને લાખો રૂપિયાના દાનના ઉઘરાણા કરવામાં આવે?? પરંતુ કહેવાય છે ને કે સરકારને ને કોઈ શાણપણ હોતું નથી… એ ખાલી દેખાડવામાં જ વધારે રાજકીય અને જાહેર જનતાના દેખાડામાં વાહ પોતાની થાય એવા કાર્યક્રમો કરતી હોય છે અથવા તો ધાર્મિક પ્રોગ્રામોમાં જઈને પોતાની વખાણ કરાવતી હોય છે! 

    આવો જ એક પ્રોગ્રામ એટલે કે શનિવારે સંપન્ન થયો …જે વડાલી ખાતે આંતરિક ગામડા ધામડીના મુકામે થયો હતો ……જાણો આ પ્રોગ્રામમાં શું કહ્યું ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે… ભેગા થયેલા હજારો ભક્તોએ એ બધું સહજ મને સ્વીકારી પણ લીધું ! જાણે કે એ લોકોની બુદ્ધિ… એ ઘરે મૂકીને આવ્યા હોય!

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારવા સાથે શ્રીમદ ભાગવત કથાના સારરૂપ ગુણો- ધૈર્ય, સહનશક્તિ, પ્રેમ, કરુણા, દયા વગેરે જીવનમાં ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો.

    મુખ્યમંત્રીશ્રી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોના વૃંદાવન અને ગૌશાળાના શુભારંભના લાભાર્થે આયોજીત શ્રીમદ ભાગવત કથા પ્રસંગે સંબોધન કરી રહ્યા હતાં.

    મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજસત્તાને ધર્મસત્તાના આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ઉપર જનતાનો વિશ્વાસ કાયમ અકબંધ છે તે ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં પ્રચંડ વિજય અપાવીને પ્રસ્થાપિત કર્યું છે. આ વિશ્વાસને વિકાસના વિશ્વાસ સાથે જોડીને વધુ મજબૂત અને તેજ ગતિએ ગુજરાતને આગળ ધપાવવું છે.

    તેમણે કહ્યું કે, ટીમ-ગુજરાત વડાપ્રધાનશ્રીએ આપેલા મંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ’ થકી વિકસિત ભારત, વિકસિત ગુજરાત બનાવવા મક્કમ ગતિએ કામ કરી રહી છે.

    તેમણે ઉમેર્યું કે, અહીં ગૌશાળાનું નિર્માણ સેવાકીય ભાવ સાથે થયું છે અને જયંતિભાઈ પાટીદાર પરિવાર દ્વારા ધર્મ સાથે સંસ્કૃતિના સંવર્ધનનું પણ કામ થયું છે, તે અભિનંદન પાત્ર છે. 

    આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ધામડી જેવા નાના ગામમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વ્યસ્તતા વચ્ચે પધાર્યા છે. તેઓ સવારે કેનેડા, ડેલિગેશનને મળીને સીધા જ ગૌસેવાના પવિત્ર કાર્ય માટે અહીં પધાર્યા છે. તમારો પ્રેમ સ્નેહ વ્યાસપીઠના સંતશ્રી શ્યામ સુંદર મહારાજ વર્ષો જુના સંત દોલતરામ મહારાજ, મહેન્દ્ર મહારાજના સેવા કાર્યો અહીં અમને ખેંચી લાવ્યા છે.

    આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે શ્રી જયંતિભાઇ પટેલના વડીલોની વંદના અને સત્સંગ, બહેનો માટે ભજન મંડળ ધામડી અને આસપાસના વિસ્તારમાં ગૌસેવા પ્રવૃત્તિને વેગ મળ્યો છે. આજે અહીં ગૌશાળાનું લોકાર્પણ થયું છે. તેનાથી ગૌમાતાની સેવા આગળ ધપશે અને સેવાથી સુવાસ પથરાશે તેવો મને વિશ્વાસ છે. અહીં ૮૦ લાખનું માતબર દાન ગૌશાળાને સાપડ્યું છે. સૌ દાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું કથા વક્તા તરફથી પણ ગૌ શાળાના વિકાસ માટે દાનની જાહેરાતને હર્ષભેર વધાવી લીધી હતી.

    આ પ્રસંગે આયોજક શ્રી જયંતિભાઈ પટેલે સૌને આવકારી શ્રીમદ ભાગવત કથા અને ગૌશાળા તથા વડીલોની વંદના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે ભાજપા સંગઠનના પ્રમુખ શ્રી જે.ડી. પટેલ,તખતસિંહ હડિયોલ,રાજ્ય સભાના સાંસદશ્રી જુગલજી ઠાકોરે પ્રસંગિક પ્રવચન કરી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. કથા શ્રવણ કરનાર ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

    આ કાર્યક્રમમાં આ ભાગવત કથા સપ્તાહના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, રાજ્યસભાના સાંસદશ્રી જુગલજી ઠાકોર,  હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા, કથા વક્તાશ્રી શ્યામ સુંદર મહારાજ, દોલતરામ મહારાજ અને સંતો મહંતો અને મહાનુભાવો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

    આ ઉપરાંત સાબર ડેરીના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ, પૂર્વ ચેરમેનશ્રી જેઠાભાઈ પટેલ, વડાલી એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી વિજયભાઈ પટેલ, ઇડરના એ.પી.એમ.સી.ના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, સંગઠનના મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારીશ્રી રેખાબેન ચૌધરી, સહકારી અગ્રણીઓ, ધાર્મિક સંતો તથા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા તથા વડાલી, ઈડર, ખેડબ્રહ્મા અને આસપાસના ગામજનો ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ

    ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ

    નીરવ જોશી, ઈડર (M-7838880134)

    રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૨-૨૩ સ્પર્ધા યોજાઇ

         સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર ઉપક્રમે રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૭૯ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.

         આ સ્પર્ધામાં ૧૭૧ ભાઈઓ અને ૧૦૮ બહેનોનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગત વર્ષ ૨૦૨૧-૨૨ના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતા. ગત વર્ષે ભાઈઓમાં ૮.૨૬ મીનીટનો રેકોર્ડ બ્રેક કરી  બનાસકાંઠા દાંતાના ભરથરી કૌશિક ભીમાજીએ ૮.૨૩  મીનીટનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. બહેનોમાં ૧૦.૪૬ મીનીટનો  જૂનો રેકોર્ડ બ્રેક કરી સાબર સ્ટેડીયમ હિંમતનગરની  ગોહિલ સંધ્યા રામસિંહે  ૯.૧૦ મીનીટનો નવો રેકોર્ડ  બનાવ્યો હતો.

        આ સ્પર્ધાના અંતે ૧ થી ૧૦ ક્રમના વિજેતા ભાઈઓ બહેનોને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ તેમજ એક થી ત્રણ નંબર વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી.

    આ પ્રસંગે મામલતદાર શ્રી ઇડર, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ઇડર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી તેમજ રાજ્યના વિવિધ જિલ્લાના ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.  

    —

  • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    નીરવ જોશી ,ગાંધીનગર

    • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય
    • નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
    • સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે
    • ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં કૃષિ મંત્રીશ્રી

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે.

    મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્ર ના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના ૧૧૫ જળાશયો ભરીને ૯૭૦ કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.

    સૌરાષ્ટ્ર ના ૧૧ જિલ્લા..અને બોટાદ …

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે રવિ સીઝન માટે સૌરાષ્ટ્રના જળાશયો સૌની યોજના હેઠળ ભરવા માન. મુખ્મંત્રીશ્રી સમક્ષ માંગણી કરેલ હતી. જે સંદર્ભે માન. મુખ્મંત્રીશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવે તે માટેનું આયોજન હાથ ધરાયું છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી એ આ મહત્વનો નિર્ણય કર્યો છે.

    તેમણે કહ્યું કે સૌની યોજના લીંક-૧, ૨, ૩ અને ૪ મારફત પથરેખામાં આવતાં તળાવ,ચેકડેમ,જળાશય ભરવા માટે મંજુરી આપવામાં આવી છે.આ નિર્ણયથી ૧,૫૨,૪૦૦ લાખ ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે. રાજય સરકારના ખેડૂત હિત લક્ષી આ નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.

    તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરૈન્દ્રભાઈ મોદી એ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાને નર્મદાના નીર આપવાનું સપનું સેવ્યું હતું તે આજે પરિપૂર્ણ થયું છે જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.

    તેમણે ઉમેર્યું કે,આ નિર્ણય થી સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લા મોરબી,રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

    રાજય સરકારના ખેડૂત હિતલક્ષી આ નિર્ણય બદલ કૃષિ મંત્રીશ્રી રાધવજી ભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા,રાજયકક્ષાના જળસંપતિ મંત્રીશ્રી મૂકેશભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.

  • જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

    જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

    નીરવ જોશી ,હિંમતનગર  (M-7838880134)

    ઈડર તાલુકાના ગોધમજી ગામે આત્મજ્ઞાની જેસંગબાજીની જન્મ શતાબ્દી વરસની ઉજવણી દરમિયાન આખુ ગામ અને એની આજુબાજુના 40 ગામના સત્સંગીઓ ભેગા થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેસંગભાઈજીના સત્સંગીઓએ ગોધમજી ગામે  તેમના સમાધિ મંદિર અને તેની આસપાસ નો પરિસર નો ખુબ સુંદર વિકાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભક્તોની ભાવના અને પરિણામે 2022 માં 100 વર્ષ પૂર્ણ થવા આવતા ગોધમજી ના જગ પ્રસિદ્ધ સંત શ્રી જેસિંગ બાવજી કે જેસંગ ગુરુજી  તરીકે ઓળખાતા આત્મજ્ઞાનની સત્પુરુષની આજરોજ જ્ઞાનપાલખી સમગ્ર ગામમાં ફેરવીને જન્મ શતાબ્દી વરસની ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે આજના દિવસે જ માગશરના સાતમે જેસિંગ બાવજી ને જ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી અને તે જગ્યાએ એક સ્મૃતિ મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

    ગોધમજીના જેસીંગ બાવજી આત્મ સાક્ષાત્કારી બ્રહ્મપુરૂષ હતા. એમના જીવનનો બોધપાઠ ગામડાના અભણ અને સાવ દેશી ખેડૂતોને પણ એકદમ હૃદયમાં ઉતરી જતો હતો.

    તેઓ સાક્ષાત જ્ઞાની પુરુષ તરીકે પોતાના સંસારી જીવનમાં જ ખૂબ જ પ્રભાવશાળી રીતે ગોધમજીમાં સ્થાયી થયા અને ખેડૂત તરીકે જીવન જીવ્યા હતા… એટલું જ નહીં એમના જીવનમાં સાક્ષાત્કાર બાદ જ્ઞાની પુરુષ તરીકે તેમણે શ્રીમદ રાજચંદ્રનો દિવ્ય જ્ઞાન અમૃત એમના શ્રી મુખેથી ગામડાના ખાસ કરીને ઇડર તાલુકાના ગામડાઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

    એમની પહેલા થયેલા રામજીબાપા લક્ષ્મીપુરા અને વસઈના નાથુ બાપા આ ત્રણેય આત્મજ્ઞાનની સંતોએ સમગ્ર ઈડર તાલુકામાં જ્ઞાનનો તેમજ આત્મજ્ઞાનની સત્સંગની ધૂણી ધખાવી હતી અને હજારો ખેડૂતોના દિલમાં આત્મજ્ઞાનનો દીવો પ્રજવલિત કર્યો હતો.

    આજે એના પરિણામે સમગ્ર પંથક ખાસ કરીને ઇડર સ્ટેટ નું રાજ્ય ખૂબ જ લાભાનવિત થયું હતું. જેસીંગ બાવજી ને અબોલ જીવો પ્રત્યે ખૂબ જ અનુકંપા અને કરુણા હતી. પક્ષીઓની ચણ અને વગડામાં ચરતી ગાયો અન્ય ઢોરો માટે હવાડા બનાવવાનો આદેશ એમણે એમના ભક્તોને આપ્યો છે અને એમના નામે ચાલતી સંસ્થા ગોધમજીમાં એક ખૂબ મોટી હોસ્પિટલ પણ ચલાવે છે તેમ જ સમાધિ મંદિર પણ ખૂબ જ સુંદર રીતે વિકાસ કર્યો છે. આત્મજ્ઞાનની ખોજમાં આવનારા ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા પણ છેલ્લા 9 -10 વર્ષમાં એક ધર્મશાળા રૂપે બનાવવામાં આવી છે. જેમ નડિયાદના પૂજ્ય મોટા હતા એવા જ આત્મજ્ઞાની સંત શ્રી જેસિંગ બાવજી સમગ્ર ઈડર પંથકમાં અને સાબરકાંઠા પંથકમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી આદર પામ્યા છે.

    આવા જ્ઞાની પુરુષ – સદગુરુ જેસીંગ બાવજીની જન્મ શતાબ્દી ની ઉજવણી નો 15 ડિસેમ્બર આખરી દિવસ છે. એમને માગશર મહિનાના સાતમના રોજ જ્ઞાન – આત્મસાક્ષાત્કાર થયો હતો અને આ વર્ષે તેમનું શતાબ્દી વરસ છે . આમ સોનામાં સુગંધ ભળી છે ! હજારો ભક્તોએ ગોધમજી આવીને દિવ્ય જ્ઞાન સત્સંગ સુધાનો અને જ્ઞાનગંગા નો લાભ લીધો છે. દર ગુરુવારે જેસીંગ બાવજી ના ઘરે સત્સંગનો લાભ લેવા ભક્તો ગુજરાત તેમજ દુનિયામાંથી પણ આવે છે તેમજ ગુજરાતના સંત તરીકે કે આત્મજ્ઞાન ધારણ કરનારા પુરુષ તરીકે તેમનો પરિચય ખુદ  અનુભવે છે! એક ભક્ત ના જાત અનુભવ પ્રમાણે જેસીંગ બાવજી અમને ભક્તોને કહેતા કે જેણે ભગવાનને પામ્યા છે તે ક્યારે દેહમાં હોતા જ નથી! દેહ હોય કે ન હોય તે તેમના ભક્તો માટે હંમેશા હાજર જ હોય છે. જેસીંગ ગુરુજી ના હાજરીના આવા અનેક કિસ્સાઓ હજારો ભક્તોને આજે પણ અનુભવવા મળે છે!

    ત્રણ દિવસ ચાલેલા જન્મ શતાબ્દી મહોત્સવમાં અનેક સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં બાવજીની સત્સંગ વાણી નું સ્ટોલ તેમજ ચિત્ર પ્રદર્શન ખૂબ આકર્ષક હતું .બાવજીના જીવનનો પરિચય કરાવતું સચિત્ર પ્રદર્શન ખૂબ જ અનોખું હતું ! એ જમાનામાં કઈ રીતે સત્પુરુષ ગામડાના લોકોને સત્સંગ કરાવતા એનો પણ અનુભવ દર્શકોને થતો હતો …સાથે સાથે હજારો ભક્તોને પ્રસાદીનો લાભ પણ આ છેલ્લા ત્રણ દિવસના મહોત્સવમાં સ્વયંસેવકોની સેવાના પરિણામે મળ્યો હતો અને આશરે ૧૦ થી ૧૨ હજાર જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ ત્રણ દિવસ સુધી લીધો હતો.

    રામ રામ… જય શ્રી રામ!

  • ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    નીરવ જોશી ગાંધીનગર (M-7838880134)

    ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાસ્થાને રહેલી ભાજપ 156 સીટો લઈને ફરીથી સત્તામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ફરીથી શપથવિધિ લીધી છે. સાથે સાથે નવા મંત્રીમંડળનું લોકો એ ઉત્સુકતાથી જે રાહ જોઈ હતી તે હવે પૂરી થઈ.

     

    16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેઓએ આજે પદ અને ગોપનીયતાના શપથવિધિ લીધા હતા. શપથ વિધિ કાર્યક્રમના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અનેેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભારત સરકારનું કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ પ્રધાનો – સ્મૃતિ ઈરાની, રાજનાથ સિંહ તેમજ અન્ય કેબિનેટ પ્રધાનો ભાજપ શાસિત રાજ્યોના- હરિયાણા, મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,આસામના મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા

    શું છે નવા મંત્રીમંડળની લાક્ષણિકતા?-2024 ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે મંત્રીમંડળ

    અલગ અલગ જાતિઓનું સમીકરણ તેમજ એમનું સમતોલન નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યું છે. ભાજપની યુવા બ્રિગેડ હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને રિવાબા જાડેજા ને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

    યુવા અને અનુભવી એમ બંને પ્રકારના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે જ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવી ગયા હતા અને ગુજરાત રાજ્યની ભાજપ સાથે ચર્ચા વિચારણા કરીને આ નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 2024 માં લોકસભા ચૂંટણીની સફળતા માટે તૈયારીના ભાગરૂપે નવો મંત્રીમંડળ બધું સમજી વિચારીને તૈયાર કરવામાં આવી છે.

     8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રીના શપથ લીધા

    • ઋષિકેશ ગણેશભાઈ પટેલ-Patidar
    • રાઘવજી પટેલ-Patidar,
    • બળવંતસિંહ ચંદનસિંહ રાજપુત
    • કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા-Koli 
    • ડો. કુબેરભાઈ ડીંડોર,
    • શ્રીમતી ભાનુબેન બાબરીયા,
    • મુળુભાઈ બહેરા
    • કનુભાઈ દેસાઈ

    રાજ્યકક્ષાના મંત્રીઓ- બે સ્વતંત્ર હવાલો અને છ રાજ્યમંત્રી

    • હર્ષ રમેશકુમાર સંઘવી-Jain Samaj
    • જગદીશ વિશ્વકર્મા- OBC
    • પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી-Koli
    • બચુભાઈ મગનભાઈ ખાબડ
    • મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
    • પ્રફુલ પાનસેરીયા
    • ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
    • કુવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ

    આમ નવા મંત્રીમંડળમાં ગુજરાત સરકારમાં 16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેમને ખાતાની ફાળવણી હવે પછી જાહેર થશે. કુલ મળીને 25 જેટલી સંખ્યાના આસપાસ મંત્રીઓની મંત્રીમંડળ રચવામાં આવશે એવી સંભાવના રહેલી છે.

  • CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

    CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

    નીરવ જોશી ,ગાંધીનગર (M-7838880134)

    ગુરુવારે જાહેર થયેલા ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે.

    ખાસ કરીને ભાજપને 156 સીટ મળવી, આપ પાર્ટીને પાંચ સીટ અને કોંગ્રેસની 17 સીટ તેમજ અપક્ષ ઉમેદવારો ચાર સીટ મળે એ જોઈને – આ બધી ગણતરીઓ જોઈને હજુ પણ લોકો માથું ખંજવાડી રહ્યા છે!

    જે રીતે શરૂઆતથી જ ભાજપ સવારના સમય મત ગણતરીના થોડાક કલાકોમાં દરેક જિલ્લાઓમાં મત ગણતરીમાં તેના ઉમેદવારો આગળ ચાલવા લાગ્યા એનાથી ઘણી વખત તો એવું લાગતું હતું કે બે ત્રણ કલાક બાદ કોંગ્રેસના ઉમેદવારો પણ આ આગળ વધી રહેલા મત ની સરસાઇ ને સરભર કરી દેશે અને કોંગ્રેસ 50 -60 સીટ સુધી જરૂર દેખાશે!

    પરંતુ આ બધી આશા બપોરના એક – બે વાગ્યા પછી ઠગારી નીકળી હતી!

    જો ખરેખર કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ કરવા જઈએ તો એક વસ્તુ ખૂબ જ ઉડી વળગે છે અને એ છે કે નવા પક્ષ આપ પાર્ટીને સફળ થવા દેવા માટે કોંગ્રેસી નેતાઓએ ગુનાહિત બેદરકારી દાખવી … તે માટે તેમને માથા ને મુંડન કરાવી નાખવા જોઈએ. આ પાર્ટી એની ભૂલોમાંથી ખરેખર છેલ્લા ચાર વિધાનસભા ચૂંટણી ઓમા હાર થાય બાદ કંઈક બોધપાઠ લે છે કે નહીં એ પ્રશ્નો પણ હવે ગુજરાતના મતદારોમાં થઈ રહ્યા છે!

    સામે પક્ષે ભાજપમાં આજે તેને ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે મુલાકાત લેવાથી એ ચોક્કસ દેખાઈ રહ્યું હતું કે કાર્યકર્તાઓમાં પહેલીથી જ પાર્ટીને જીતાડવાનું ઉત્સાહ સમાયો હતો ! પરંતુ આટલી મોટી જીત મળશે એવી તો કલ્પના ભાજપના કાર્યકર્તાઓને કે સ્થાનિક નેતાઓને પણ નહોતી!

    ખેર, જ્યારે હું મારા હિંમતનગર થી ગાંધીનગર આવવા ગુરુવારે નીકળ્યો ત્યારે મને રસ્તામાં બસમાં મુસાફર જોડે એ જાણવા મળ્યું કે આટલી મોટી જીત ભાજપને મળે એ માનવામાં નથી આવતું. મોટાભાગના મુસાફર એમ કહેતા હતા કે આ કદાચ મશીનની પણ ગડબડ હોઈ શકે! 

    ટૂંકમાં જનતાને તો હજુ એવું લાગતું જ નથી ખરેખર ભાજપની જીત એ ખરેખર સાચી છે!

      છતાં હવે પાંચ વર્ષ નવી ભાજપની અને ભુપેન્દ્રભાઈ ની સરકાર શું ગુજરાતની દિશા અને દશા ગુજરાતીઓની કરશે તે તો સમય જ કહી બતાવશે.

    Source: Twitter 

    Performance of @BJP4India in Gujarat Assembly Election.

    1985 – 11

    1990 – 67

    1995 – 121

    1998 – 117

    2002- 127

    2007 – 117

    2012 – 115

    2017 – 99

    2023 – 150 +

    Hats off to PM @narendramodi Ji and dedicated karyakartas of @BJP4Gujarat.

    #GujaratElectionResult https://t.co/QIYet5886U

  • સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

    સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

    હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ વિજેતા, ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ વિજેતા

    વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં ગુરૂવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઇ હતી. સાબરકાંઠા જેમાં સાબરકાંઠા જિલ્‍લાના ૧૩૨૩ મતદાન મથકો પર કુલ ૧૧,૧૦,૦૩૧મતદારો પૈકી ૭,૯૨,૮૫૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૭૧.૪૩ ટકા મતદાન નોધાવ્યું હતું

    સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ હિંમતનગર, ઇડર,  ખેડબ્રહ્મા અને પ્રાંતિજ બેઠકની મતગણતરી સવારે ૮ કલાકે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલ મતગણતરીમાં હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજેતા થઇ હતી જયારે ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો હતો. જેમાં હિંમતનગર બેઠક પર ૨૪૫૬, ઇડરમાં ૩૫૬૮ ખેડબ્રહ્મામાં ૭૩૩૧ અને પ્રાંતિજમાં ૩૧૧૪ મતદારોએ નોટા (NOTA)માં મતદાન કર્યુ હતું.

    ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ કમલેશભાઇ જ્યંતિભાઇ પટેલ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૮૯૯૩૨  
    ૨ પરમાર અનિલકુમાર રમણલાલ બહુજન સમાજ પાર્ટી ૧૧૮૧  
    ૩ વિરેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટી ૯૮૭૯૨ વિજેતા
    ૪ નિર્મળસિંહ અજબસિંહ પરમાર આમ આદમી પાર્ટી ૧૦૦૧૧  
    ૫ પઠાણ ઉસ્માનગની મહમદખાન અપક્ષ ૩૧૬  
    ૬ સંઘાણી સલમાનખાન મુસ્તાકભાઇ અપક્ષ ૩૨૭  
    ૭ સંઘાણી સિકંદરભાઇ મુસ્તાકભાઇ અપક્ષ ૭૩૬  
    ૮ સોલંકી મગનભાઇ લખાભાઇ અપક્ષ ૫૭૯  
    ૯ નોટા   ૨૪૫૬  
                     ૨૮-ઇડર (અ.જા) વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારોના નામ

     

    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ રમણલાલ ઇશ્વરલાલ વોરા ભારતીય જનતા પાર્ટી ૧૧૩૯૨૧ વિજેતા
    ૨ રામાભાઇ વિરચંદભાઇ સોલંકી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૭૪૪૮૧  
    ૩ જ્યંતીભાઇ પ્રણામી આમ આદમી પાર્ટી ૧૪૫૬૮  
    ૪ નોટા ૩૫૬૮  

     

    ૨૯- ખેડબ્રહ્મા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટી ૬૫૬૮૫  
    ૨ ડો. તુષાર અમરસિંહ ચૌધરી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૬૭૩૪૯ વિજેતા
    ૩ ગામેતી બીપીનચંદ્ર રુપસીભાઇ આમ આદમી પાર્ટી ૫૫૫૯૦  
    ૪ ડાભી સવજીભાઇ લખમાભાઇ ભારતીય જન પરીષદ ૨૧૮૮  
    ૫ પાંડોર રવજીભાઇ વેલજીભાઇ ભારતીય ટ્રાયબલ પાર્ટી ૧૫૩૯  
    ૬ રોબિન્સનભાઇ સીમોનભાઇ ચૌહાણ લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી ૬૯૩  
    ૭ પરમાર રાકેશકુમાર બાબુભાઇ અપક્ષ ૧૩૨૧  
    ૮ રમેશકુમાર રામજીભાઇ મોડિયા અપક્ષ ૧૮૮૬  
    ૯ શાંતિલાલ અસારી અપક્ષ ૨૫૯૨  
      નોટા ૭૩૩૧  

     

    33-પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી ૧૦૫૩૨૪ વિજેતા
    ૨ બહેચરસિંહ હરીસિંહ રાઠોડ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૪૦૭૦૨  
    ૩ અલ્પેશકુમાર નરેશભાઇ પટેલ આમ આદમી પાર્ટી ૩૨૧૩૯  
    ૪ જ્યોતિબેન અશોકભાઇ રાઠોડ રાઇટ ટુ રીકોલ પાર્ટી ૬૨૧  
    ૫ ચૌહાણ વિજયસિંહ કરણસિંહ અપક્ષ ૧૦૧૮  
    ૬ નાડિયા ચંદુભાઇ મોતીભાઇ અપક્ષ ૧૧૧૦  
    ૭ નોટા ૩૧૧૪