કવિ: Nirav Joshi

  • CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(ICMAI)ના પ્રમુખ બન્યા

    CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(ICMAI)ના પ્રમુખ બન્યા

    નિરવ જોષી, અમદાવાદ(7838880134)

     અમદાવાદ શહેરના CMA અશ્વિન જી. દલવાડી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા. તેઓ ગુજરાતમાંથી પ્રથમ પ્રમુખ છે.
    ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) એ 1959માં સંસદના એક અધિનિયમ હેઠળ એક વૈધાનિક સંસ્થા છે.

    CMA અશ્વિન જી. દલવાડી 2023-2024 સમયગાળા માટે ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICMAI) ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ગુજરાતમાંથી તેઓ પ્રથમ પ્રમુખ છે.

    તેઓ 2007-2011 ટર્મ માટે સંસ્થાની સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય રહ્યા છે અને સતત બે ટર્મ, 2019-2023 અને 2023-2027 માટે ફરીથી ચૂંટાયા છે.

    તેઓ સંસ્થાની વિવિધ સમિતિઓ અને બોર્ડના અધ્યક્ષ અને સભ્ય રહ્યા છે. તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન તેમણે ઘણી પહેલ કરી છે જે કોસ્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને વિસ્તારવા અને વધારવા માટે છે અને તે ચાલુ રાખશે.

    1977 થી, તેઓ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 1990 થી અમદાવાદ ચેપ્ટરની પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેઓ સતત બે ટર્મ [2002-04 થી 2004-07] માટે WIRC-ICMAI સભ્ય તરીકે અને વર્ષ 2003-04 માટે WIRC-ICMAIના ચેરમેન તરીકે ચૂંટાયા હતા.

    તેઓ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના ખૂબ જ વરિષ્ઠ સભ્ય છે. તેઓ તેમના પરિવારમાં 2જી જનરેશન કોસ્ટ એકાઉન્ટન્ટ છે અને તેમના બંને પુત્રો પણ કોસ્ટ એકાઉન્ટન્ટ છે. હાલમાં, તેઓ મેસર્સ દલવાડી એન્ડ એસોસિએટ્સ, કોસ્ટ એકાઉન્ટન્ટ, અમદાવાદના સિનિયર પાર્ટનર છે અને 1989 થી કોસ્ટ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેમની પાસે કોસ્ટ એકાઉન્ટન્સી અને જનરલ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેજસ્વી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને સમૃદ્ધ અનુભવ છે.

  • UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ

    UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ

    એવીએસ પોસ્ટ બ્યુરો, હિંમતનગર (M-7838880134)

    ઉત્તર ગુજરાત આદિવાસી સમુદાય ની મિટિંગ ખેડબ્રહ્મા ખાતે ucc ના મુદ્દે મળી હતી ucc સમાન સિવિલ કોડ અમલ થશે તો આદિવાસી સમુદાય ને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક નોકરી, રોજગાર, દરેક ક્ષેત્ર અનામત, સંવિધાનિક હક્ક અધિકારો રૂઢિ, જળ જંગલ જમીન ને શુ અસર કે નુકસાન થશે ? તે અંગે ગ્રહન ચર્ચા ઓ કરવામાં આવી તેમજ આ UCC ને વિરોધ વ્યક્ત કરવા આજે ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ મિટિંગ મા ભિલોડા, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ તાલુકાઓ માંથી મોટી સંખ્યા મા સમાજ ના જાગૃત સામાજિક આગેવાનો, પ્રતિનિધિઓ,ડોક્ટર, એન્જીનીયર, નિવૃત અધિકારી, કર્મચારી, જિલ્લા, તાલુકા પંચાયત સદસ્યોં વગેરે હાજર રહ્યા હતા.

    મિટિંગ નું સંચાલન રસિક પરમાર દ્રારા કરવા મા આવેલ આ મિટિંગ મા પૂર્વ સાંસદ શ્રી અમરસિંહ ઝેડ. ચૌધરી, mla માન્યશ્રી ડૉ. તુષાર ભાઈ ચૌધરી, આદિવાસી એક્ટિવિસ્ટ શ્રી પ્રવીણભાઈ પારગી, વકીલ સાહેબ શ્રી રમેશભાઈ ચૌધરી, ભુપેન્દ્રભાઈ, લાલસીંગભાઈ,આમ આદમી પાર્ટી ના બિપીનભાઈ ગામેતી નિવૃત ડે. કલેક્ટર શ્રી આર. બી. અંગારી સાહેબ, નિવૃત dysp શ્રી સી. ડી. પરમાર, ડૉ. કિંજલભાઈ સોલંકી, નિવૃત બેન્ક મેનેજર શ્રી આર. ડી. કટેરિયા, શ્રી અશોકભાઈ ડામોર, નિવૃત p. I. શ્રી આર. જે નિનામા, પી. જે. અસારી સાહેબ, નિવૃત બેન્ક મેનેજર શ્રી બાબુભાઇ ખરાડી, મગનભાઈ પરમાર,જગદીશભાઈ તરાળ, વગેરે ઉપસ્થિત રહી ને માર્ગ દર્શન આપ્યું હતું.

    શું હતો મિટિંગનો મુદ્દો?

    ઉલ્લેખનીએ છે કે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ પ્લેટફોર્મ પર આદિવાસીઓમાં સમાન સિવિલ કોડ અંગે ઘણી મૂંઝવણ ઊભી થઈ છે. ત્યારે ખાસ કરીને કોંગ્રેસ તરફી અને અન્ય આદિવાસી સમુદાયના અગ્રણીઓને ભેગા કરવા માટે એક meeting મેસેજ અલગ અલગ whatsapp ગ્રુપમાં ફરતો થયો હતો…જે નીચે મુજબ છે.

    ઉત્તર ગુજરાત ના ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ, વિજયનગ, ભિલોડા તાલુકા ના આદિવાસી સમાજ ના દરેક ભાઈ બહેનો ને જય આદિવાસી સાથે જણાવવાનું કે તારીખ 9/7/2023 રવિવારે એટલે કે આવતી કાલે સવારે 11 વાગે ખેડબ્રહ્મા. માતાજી મા સમાન સિવિલ કોડ (ucc) થી સમાજ ને ફાયદો કે ગેર ફાયદો એ અંગે જરૂરી ચર્ચાઓ કરવા માટે સમાજ ની મિટિંગ નું આયોજન કરેલ છે તો આપણા સમાજ મા સામાજિક, શૈક્ષણિક,સાંસ્કૃતિક,સંવિધાનીક, હક્ક અધિકારો માટે સક્રિય એવા વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો, સરપંચશ્રીઓ, તાલુકા. જિલ્લા સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આ બેઠક મા જરૂર થી ઉપસ્થિત રહીને સમાજના હિતમાં સાચી દિશા અને માર્ગ દર્શન કરવા આપ સૌને વિનંતી છે જાહેર આમંત્રણ છે 🙏🙏🙏🙏🙏

     

  • ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

    ગુજરાત કૃષિ મંત્રાલયના છેલ્લા દસ દિવસના સમાચાર આ મુજબ રહ્યા

    નીરવ જોશી, ગાંધીનગર ( M-7838880134)

    ગુજરાત સરકારના કૃષિખાતાના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલ ચોમાસુ બેસી ગયા કારણે છેલ્લા દસ દિવસથી ખૂબ જ સક્રિય રહ્યા હતા અને એમણે અનેક વિધ કાર્યો તેમના મંત્રાલયના કર્યા હતા આ ઉપરાંત જામનગરમાં ભારે વરસાદથી સર્જાયેલા પાણીની સમસ્યાને કારણે તકલીફમાં મુકાયેલા નગરજનોને રાહત આપવા તેઓ જાતે ફરી વળ્યા હતા તેની નોંધ પણ મીડિયામાં મોટા પાયે લેવાય છે !

    જોઈએ છેલ્લા 10 દિવસમાં રાઘવજી પટેલની કેવી કામગીરી રહી.

    રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

    જિલ્લાના જર્જરિત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીની સૂચના

    રાજકોટ તા. ૭ જુલાઈ: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વિકાસ કાર્યો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકની શરૂઆતમાં જ પ્રભારી મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડામાં કામ કરનાર સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સહિત તમામ લોકોને નિષ્ઠાપુર્વક સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ પ્રજાના વાલી તરીકે ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર વિકાસકામો થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

    આ બેઠકમાં જિલ્લાના ૨૦ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં દબાણ દૂર કરવા, સીસીટીવી માટે ગ્રાન્ટ આપવા, સનદ, વારસાઇ એન્ટ્રી, ખેડુતો- સમાજને આપવાની થતી જમીન સહિતના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નોનું ઝુંબેશ સ્વરૂપે નિરાકરણ લાવવા મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તેમજ જંત્રી રિસર્વે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની કામગીરી માટેની સમીક્ષા કરી હતી. આ તકે ધારાસભ્યશ્રીઓએ પણ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા. મંત્રીશ્રીએ હાલના ચોમાસામાં રાજકોટ રેડ એલર્ટમાં હોવાથી તંત્ર પૂરતું સાબદા રહે તેવી સૂચના આપી હતી. જિલ્લાના જર્જરીત બિલ્ડીંગોને રીડેવલપમેન્ટ કરવા સરકારમાં દરખાસ્ત કરવા મંત્રીશ્રીએ ભાર મુક્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, અધિક નિવાસી કલેકટરશ્રી એસ. જે. ખાચરે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરી બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી વાવાઝોડા સંદર્ભે કચેરી કામગીરી અને વિકાસ કામો અંગેની માહિતી રજુ કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, કલેકટરશ્રી પ્રભવ જોષી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, એસપી ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

     


    *પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિજ પ્રશ્નો અંગે સમીક્ષા કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    *લોકોની રજૂઆતો તથા પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા મંત્રીશ્રીનું સૂચન*

    *બિપરજોય વાવાઝોડા દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ કરેલ સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    જામનગર તા.૦૩, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોના નિરાકરણ માટે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ સહિત પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં મંત્રીશ્રીને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા જણાવાયું હતું.

    બેઠકમાં મંત્રીશ્રીએ પાંચ વર્ષથી વધુ સમય માટે સોલાર પેનલ ધરાવતા ખેડૂતોને પીજીવીસીએલ કનેક્શન આપવા, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની અનિયમીતતા દૂર કરવા, જરૂર જણાય ત્યાં વીજ લાઈનનું સ્થળાંતર કરવાં, માંગણી મુજબનું કનેક્શન ફાળવવા તથા વિજ થાંભલા શિફ્ટિંગ કરવા, વીજ કનેક્શન માટે જરૂરી વિભાગોને દરખાસ્ત કરવા, શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને સિંગલ કે થ્રી ફેઝ કનેક્શન તથા જ્યોતિ કનેક્શન આપવા, હડાવા ફીડરમાં પીવાના પાણી માટે ખાસ ફીડર ફાળવવા, ધ્રોલ-વંથલી સહિતના ફીડરમાં લો વૉલ્ટની સમસ્યા દૂર કરવાં, ઉદ્યોગ ફીડરોને રહેણાંક ફીડરથી અલગ કરવા, એચ.ટી. કનેક્શન ધરાવતા એકમોને વીજ પુરવઠો બંધ કરતા પહેલા જાણ કરવાં, નવા પોલ ઊભા કરી આસપાસના કનેક્શન આપવા, નમી ગયેલા તથા તૂટેલા પોલ દૂર કરવા, એસ.ટી. ડિવિઝનમાં નવી લાઈનનું કામ સત્વરે પૂર્ણ કરવાં તથા કનસુમરા તેમજ ખીજડીયા ખાતે નવી લાઈનમાં કામની વિગતો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી તેમજ સત્વરે આ કામો પૂર્ણ કરી નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ બેઠકમાં બિપરજોય વાવાઝોડા દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓએ કરેલ સરાહનીય કામગીરીને અભિનંદન પાઠવી બિરદાવી હતી.

    આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ચૌધરી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરશ્રી પરમાર તથા સંલગ્ન કાર્યપાલક ઇજનેરશ્રીઓ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


    *સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીકાર વર્ષાને પગલે હર્ષ વ્યક્ત કરી ખેડૂતોને શુભકામનાઓ પાઠવતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    *કાચા સોના જેવો વરસાદ વરસતાં ખરીફ પાકમાં ખેડૂતોને ખૂબ ફાયદો થશે-મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

    જામનગર તા.01,July

    સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે.સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસતા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ હર્ષની લાગણી વ્યક્ત કરી જિલ્લાના સૌ ખેડૂતોને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

     

    જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ખૂબ સારો વરસાદ વરસતા ડેમો તથા જળાશયો પણ પોતાની છલક સપાટીએ છે જેથી આગામી સમયમાં ખેડૂતો માટે સિંચાઈ તથા લોકો માટે પાણીની તંગી પણ દૂર થશે તેનો મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો છે.બિપરજોય વાવાઝોડા સમયે થયેલ વરસાદ વેળાએ ખેડૂતોએ કરેલ વાવણી પર હાલ કાચા સોના સમાન વર્ષા થઈ છે ત્યારે ખરીફ પાકોને પણ ખૂબ જ ફાયદો થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.શ્રીકાર વર્ષાના કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.જામનગર જિલ્લામાં પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયેલ છે તેમજ ઊંડ-1 સહિતના મોટા ભાગના ડેમમાં પણ નવા નીરની પુષ્કળ આવક થતા જામનગરના લોકોની પીવાના તથા સિંચાઇના પાણીની સમસ્યા દૂર થશે તેમ જણાવ્યું હતું.

     


    *શહેરના નારાયણનગર, મોહનનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    *યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારે કામગીરી હાથ ધરવા સૂચન કરતાં મંત્રીશ્રી*

    જામનગર તા.01, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મતસ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શહેરના નારાયણ નગર, મોહનનગર સહિતના નિંચાણ વાળા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સમીક્ષા કરી હતી.આ તકે મંત્રીશ્રીએ સ્થળ પર જ વિસ્તારના નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા અને મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી.એન.મોદી સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી નાગરિકોની રજૂઆત અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા તેમજ ભરાયેલ પાણીના નિકાલ અંગેની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડા વેળાએ કરેલ કામગીરીની માફક જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાણીના વહેણ પરના અવરોધો હટાવવા, કાદવ કીચડ દૂર કરવા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી.


    પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય

    રાજ્યમાં રૂ.૪૭.૯૭ કરોડના ખર્ચે નવા ૬૮ પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ અને પાંચનું થશે નવીનીકરણ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા રૂ. એક કરોડ મંજૂર

    *રાજ્યમાં પશુપાલન ખાતાની કચેરીઓ ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે ૧૦ ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરાશે*

    *પશુપાલન ખાતાની કામગીરીને વધુ અસરકારક બનાવવા વર્ગ-૨ની ૬ અને વર્ગ-૩ની ૯ જગ્યાઓ મંજૂર*

    પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરીકો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસીકરણ-ખસીકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.

    પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, અને તેમના આ પશુધનને ઉચ્ચ ગુણવત્તાયક્ત અને અદ્યતન આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં પશુ સારવાર સંબંધિત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૪૭.૯૭ કરોડના ખર્ચે રાજ્યની ૨૧ જિલ્લા પંચાયતો હેઠળ અદ્યતન સુવિધા સાથેના પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના ૬૮ નવીન બાંધકામ અને જરૂરી મરામતના ૫ કામો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

    મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પીટલ-વેટરીનરી પોલીક્લીનીકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં રૂપિયા એક કરોડની મંજૂરી આપવામાં આવી છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના વૈજ્ઞાનિક ઢબે વિકાસ માટે થઇ રહેલી કામગીરીની માહિતી પશુપાલકોને ઘરબેઠાં મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. પશુપાલકોને સરકારી યોજનાઓની જાણકારી તેમની આંગળીનાં ટેરવે જ મળી રહે, પશુપાલકોને વિડિયો કોન્ફરન્સ કે વેબિનાર કરીને એક જગ્યાએથી એક સાથે અનેક પશુપાલકોને માહિતગાર કરવા માટેના ઉતમ માધ્યમ તરીકે રાજ્યના પશુપાલન ખાતાની કચેરીઓમાં રૂ. ૫૦ લાખના ખર્ચે ૧૦ ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરવા પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

    આ ઉપરાંત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-૨ની ૬ જગ્યાઓ અને વર્ગ-૩ની ૯ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઇન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી(સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


     

    કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોને આવકારતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ
    ……………………………
    કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ

    ભારત સરકારના કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતમાંથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ જોડાયા હતા.
    કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોની કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આપી હતી. આ ચાર નિર્ણયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે રૂ. ૩.૬૮ લાખ કરોડની યુરીયા સબસીડી મંજુર કરવામા
    આવી છે. પી.એમ. પ્રણામ યોજના અંતર્ગત જે રાજ્ય સબસીડાઈઝ ખાતરનો વપરાશ ઘટાડશે તે રાજ્યને સબસીડીની થતી બચતના ૫૦% રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામા આવશે. ગોબરધન યોજના અંતર્ગત ઉત્પન્ન કરેલ બાયોગેસ અને કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાંટમાંથી બનાવેલ ફર્મેંન્ટેડ ઓર્ગેનીક મેન્યુર ખાતરને પ્રોત્સાહન આપવા માટે માર્કેટ ડેવલોપમેન્ટ આસીસ્ટન્ટ ઘટક તરીકે રૂ. ૧૫૦૦/મે.ટન. સબસીડી આપવામાં આવશે.


    આ ઉપરાંત સલ્ફર કોટેડ યુરીયાને યુરીયા ગોલ્ડ નામથી લોંચ કરવામાં આવ્યું છે. જેમા ૩૭% નાઈટ્રોજન યુરીયા ઉપર ૧૭% સલ્ફર તત્વનું કોટીંગ કરાયું છે જેનાથી યુરીયાનો કાર્યક્ષમ ઉપયોગ થશે તેમ, જણાવી મંત્રીશ્રી રાઘવજી પટેલે ભારત સરકારના નિર્ણયને આવકારીને ગુજરાતમાં તેના ઝડપી અમલીકરણ માટે કટીબદ્ધતા દર્શાવી હતી.

     

     

  • જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

    જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    આજે ગુજરાત ભરમાં રોજગારી અંગે મહિલાઓ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારીએ માઝા મૂકી છે એ વાત તો જોવાઈ રહી છે પરંતુ સાથે સાથે ઘરની ગૃહિણી રોજગાર મેળવતી થાય તે માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષમાં અમલમાં મૂક્યા છે!

    આ ઉપરાંત મહિલાઓને સશક્તિકરણના માધ્યમથી વધારે સારો સમાજનું નિર્માણ થાય… ઘર બેઠા ગૃહિણી રોજગારી મેળવતી થાય તે માટે અનેકવિધ સખી મંડળો દરેક જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ગત શનિવારના રોજ પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાન મેળાનું ઉદ્ઘાટન જામનગર ગ્રામ્યના સાંસદ અને ગુજરાત સરકારમાં કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

    જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

    ”રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે.” : કેબિનેટ મંત્રીશ્રી

    ગૃહ વપરાશ અને હાથ બનાવટની સુંદર સુશોભનની ચીજવસ્તુઓએ નગરજનોમાં અનોખું આકર્ષણ બનાવ્યું


    જામનગર તા. 24 જૂન,* રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને જી.એલ.પી.સી. ના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ સ્વ- સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ- વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું છે. આગામી તા. 01 જુલાઈ સુધી જામનગરની જનતા જે.એમ.સી. ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળાની મુલાકાત લઈ શકશે.

    આ પ્રસંગે, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેળામાં રાજ્યના તમામ જિલ્લામાંથી મહિલા મંડળ અને સખી મંડળના સદસ્યોએ ભાગ લીધો છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે. આ પ્રકારના મેળાના આયોજનથી મહિલાઓને વૈશ્વિક સ્તર પર જવાની તક મળી છે. ગૃહ વપરાશની સુંદર વસ્તુઓથી લઈને સુશોભનની ચીજવસ્તુઓનું પ્રદર્શન- સહ વેચાણ, નગરજનોને જાણકારી મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને- તે માટે આ પ્રકારના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે. આ પ્રકારના આયોજનથી ‘લોકલ ટુ ગ્લોબલ’ મુવમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે.

    ગ્રામીણ વિસ્તારની બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત દીન દયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ, રૂરલ સેલ્ફ એમ્પયોલમેન્ટ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ- રોજગાર પૂરું પાડવા માટે સખી મંડળો, સ્વ- સહાય જૂથો અને મહિલા મંડળો દ્વારા અનેક મહિલાઓએ સ્વરોજગારી પ્રાપ્ત કરી છે.

     

    ઉલ્લેખનીય છે કે, ઉક્ત પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યના તમામ 33 જિલ્લામાંથી સ્વ- સહાય જૂથ અને સખી મંડળો ચલાવતી બહેનો દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા 75 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલ્સમાં કટલેરી આઈટેમ્સ, બામ્બુ પ્રોડક્ટ્સ, ચકલીના સ્ટેચ્યુ, તાવડી, સુશોભિત માટલા, મીઠાઈ, બેકરી આઈટેમ્સ, ઢીંગલી, ઉનના પર્સ, દોરાથી વણેલી ખાટલી, પાપડ, કેન્ડલ હોલ્ડર્સ, મસાલા, આયુર્વેદિક દવાઓ, શાલ, ઓઢણી, મોતીના તોરણ, આભલા ભરત ભરેલા ચાકડા, બાંધણીના દુપ્પટ્ટા, ક્રિસ્ટલવાળા પ્લાન્ટ્સ, ફેક ફ્લાવર પ્લાન્ટ્સ, લાકડાની ઢીંગલી, લાકડાના કોતરણીવાળા બોક્સ, કી- ચેઇન, એન્ટી રેડિયેશન ચિપ, મોબાઈલ કવર, મચ્છરની અગરબત્તી, કપૂર અને લૅન્ટર્ન આવી અનેકવિધ પ્રકારની ગૃહ સુશોભન અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ઉક્ત ઉદ્ઘાટન સમારોહમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એન. એફ. ચૌધરી, શ્રી નવીનકુમાર સિંહ, શ્રી વી. બી. ગોસ્વામી તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના સદસ્યો ઉપસ્થિત રહયા હતા.

     

  • હિંમતનગરમાં ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

    હિંમતનગરમાં ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    G20-ONE EARTH,ONE HEALTH’
    ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

    * હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી*

    વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કર્યા
    –
    *યોગ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને આજે વૈશ્વિક સ્થાન મળ્યું છે.    
         – મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર*

    મહેતાપુરા ના ત્રિવેણી હાઈસ્કૂલના ધોરણ નવ થી 11 ના બાળકો. આજે અઢીસો જેટલા બાળકો એ ઉત્સાહભેર તેમની હાઈસ્કૂલ માંથી ભાગ લીધો હતો બધી શાળામાં સૌથી વધારે બાળકો ત્રિવેણી હાઈસ્કૂલના નોંધાયા. આ શાળાના કુલ ચાર શિક્ષકો દીપકભાઈ પટેલ, રાજુભાઈ પટેલ,કિંજલબેન, હીનાબેન અને આશાબેન પણ સહયોગી શિક્ષકો તરીકે હાજર રહીને બાળકોને પોલીસ ગ્રાઉન્ડ પર યોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત માયોન હાઇસ્કુલ, તપોવન સ્કૂલ, ગ્રો મોર હાઇસ્કુલ, હિંમત હાઇસ્કુલ તેમજ બીજી અન્ય શાળાઓના બાળકો અને સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પણ યોગ દિવસ પર યોગ કરી અને પોતાના સ્વાસ્થ્યના ઉત્તમ વિકાસ માટે સંકલ્પ કર્યો હતો.

    હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા તેમ જ કલેકટર અને જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય ભાજપના પદાધિકારીઓએ પણ ઉત્સાહથી હાજરી આપી અને યોગ કર્યો.
    હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડીનેટર અમીબેન પટેલ અને તેમના સાથેના 15 જેટલા સહયોગી યોગ પ્રશિક્ષકોએ ખુબ સરસ રીતે માર્ગદર્શન આપીને બધાને યોગ કરાવ્યા હતા.

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં વહેલી સવારે  ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

     

     મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે.

    તેમણે વધુ ઉમેરતાં કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે.

    આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુનાઈટેડ નેશન્સથી વીડિયો સંદેશ દ્વારાથી જોડાયા હતા. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાયા હતા.

    આ કાર્યક્રમમાં  હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા, , કલેક્ટરશ્રી નૈમેશ દવે,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, નિવાસી અધિક કલેકટર શ્રીબ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીમહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા, શહેર અગ્રણી શ્રી જે ડી પટેલ, સિદ્ધાર્થ પટેલ, અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં  યોગપ્રેમી જનતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • હરિયાણા ગૌડ બ્રાહ્મણ મહિલા સમાજ સમિતિ – અમદાવાદ દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ

    હરિયાણા ગૌડ બ્રાહ્મણ મહિલા સમાજ સમિતિ – અમદાવાદ દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ

    કૃણાલ ભાવસાર, અમદાવાદ

    હરિયાણા ગૌડ બ્રાહ્મણ મહિલા સમાજ સમિતિ અમદાવાદ દ્વારા મોટીવેશન પ્રોગ્રામ : અમદાવાદ માં આજે હરિયાણા ની ગૌડ બ્રાહ્મણ સમાજ ની મહિલાઓ દ્વારા એમના સમાજ ના બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે એક મોટીવેશન અંતર્ગત એક પ્રોગ્રામ રાખવા માં આવ્યો હતો.

    એમાં દરેક સમાજ ની મહિલાઓ એ અને બાળકો એ ભાગ લીધો હતો, ૪૦ બાળકો ને ગિફ્ટ આપી ને મહિલાઓ એ બાળકો નો આત્મ વિશ્વાસ વધાર્યો હતો તેમજ સમાજ પ્રત્યે જાગૃત બને બાળકો એ રીતે આ પ્રોગ્રામ ની રૂપરેખા રહી ! આ પ્રોગ્રામ નું સંચાલન લીના બેન પંડિત (ઘોડાસર) , ખુશ્બુ શર્મા (મણિનગર) , નૈના શર્મા (ઓઢવ) , કવિતા શર્મા (ઓઢવ) , અંજુ શર્મા (ઓઢવ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ સહકાર થી આ પ્રોગ્રામ સફળ રહ્યો હતો.

    आज हरियाणा गौड़ ब्राह्मण समाज अहमदाबाद में महिला समिति ने समाज के बच्चो के लिए मोटिवेशन सेलिब्रेशन प्रोग्राम का आयोजन किया था ..और उसमे सभी समाज की महिला और बच्चो ने खूब उत्साह से भागीदारी की और करीब ५० बच्चो को गिफ्ट देकर उनका आत्मविशवास और समाज के प्रतिये जाग्रति बने इस तरह प्रोग्राम की रुपरेखा बनी ..

    इस प्रोग्राम को लीना पंडित ( घोडासर ) खुशबु शर्मा ( मणिनगर ) नैना शर्मा ( ओढव ) कविता शर्मा ( ओढव )अंजू शर्मा ( ओढव ) ने अपनी जिम्मेदारी निभाते हुए प्रोग्राम की जिम्मेदारी उठाई ..और वहा पर आये हुई सभी महिला के सहकार से प्रोग्राम बहुत ही शानदार रहा

  • આજે વિશ્વ ચક્ષુદાન દિવસ: હિંમતનગર સિવિલના નર્સ યોગીરાજ જોષીએ 1011 ચક્ષુદાન કરાવ્યા

    આજે વિશ્વ ચક્ષુદાન દિવસ: હિંમતનગર સિવિલના નર્સ યોગીરાજ જોષીએ 1011 ચક્ષુદાન કરાવ્યા

    નીરવ જોશી , હિંમતનગર( M-7838880134)

    આજે વિશ્વ ચક્ષુદાન દિવસ

    ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી  રહેલા  દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે

    આવો સૌ મૃયુ પછી પણ દુનિયા નિહાળીયે…. મુત્યુ પછી નેત્રદાન કરીયે – આર.એમ.ઓશ્રી શાહ

    સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૦૧૧ ચક્ષુદાન અને ૫૭ જેટલા દેહદાન કરાયા

        કહેવાય છે આંખ એ આત્માથી જોડાયેલું સૌથી નજીકનો પદાર્થ છે અને કોઈપણ માણસને જાણવા માટે એની આંખમાં ઊંડાણથી જવું જોઈએ ..આંખોએ આત્માનો ઝરૂખો છે – એમ પણ કહેવાય છે . શું તમે એવા વ્યક્તિને મળ્યા છો જેણે જીવનમાં અત્યાર સુધી નોકરીમાં 36000 મોતિયાના ઓપરેશન અને 1011 જેટલા ચક્ષુદાન પણ સફળતાપૂર્વક કરાવ્યા હોય !

    તો આવો આપને મળાવીએ હિંમતનગર સિવિલ હોસ્પિટલના યોગીરાજ જોશીને જેમણે નિસ્વાર્થ સેવા છેલ્લા 31 વર્ષથી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આપીને  ચક્ષુદાન ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે!

      રંગબેરંગી ફૂલો, પક્ષીઓના કલરવ, મધરાતે આકાશમાં ચાંદ સાથે રમતા તારાઓની સંતાકૂકડી, સમી સાંજે ઢળતા સૂર્યની ઝાંખી ઝાંખી રોશનીમાં પર્વતોની અહલાદક શીતળતાના અહેસાસ સાથે અનંતની ઉપાસના અનુભવતી મનુષ્યની “આંખ” એક દિવસ પરમાત્મામાં વિલીન થઇ જાય છે.

         શરુઆત પછી અંતએ કુદરતનો ક્રમ છે. દરેક મનુષ્ય  માન, સન્માન, ધન-સંપત્તિ,તંદુરસ્તી તથા વૈભવની વિરાટતા સાથે  પુણ્યશાળી પરોપકારી આત્માને શોભે તેવા મૃત્યુની ઝંખના કરતો હોય છે.

       આવા પરમતત્વને પામવા માટે મનુષ્ય સતકર્મોની શોધમાં નીકળી જાય છે. અને  શોધયાત્રા દરમિયાન આધુનિક સાંશોધનરૂપી વિજ્ઞાનના સહારે મૃત્યુ પછી પણ આંગદાનના અવસરને પામે છે.

    હિંમતનગર સિવિલના આર.એમ.ઓશ્રી એન.એમ શાહ જણાવે છે કે ચક્ષુદાનના મહત્વને સમજવા અને પ્રોત્સાહન મળે તે માટે ૧૦ જૂનને ચક્ષુદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતભરમાંથી અંધત્વ દૂર કરવા માટે ચક્ષુદાન ખુબ જ જરૂરી છે. જિલ્લામાં ૧૯૯૫ થી અત્યાર સુધીમાં ૧૦૧૧ નેત્રદાન સ્વીકારાયા છે. જે જરૂરીયાત કરતા  હજુ સંખ્યા ખુબ ઓછી છે. આથી નેત્રદાન અંગે જાગૃતિ આવે તેમજ લોકો અંગદાન તરફ પ્રેરાય તે આવશ્યક છે. મેં પણ મારા મૃત્યુ બાદ નેત્રદાન સહિત અંગદાન માટે અરજી કરેલી છે. આથી જિલ્લાની જાહેર જનતાને અપિલ છે કે  સૌ આવો આપણે સૌ મુત્યુ પછી નેત્રદાન કરીયે મૃત્યુ પછી પણ દુનિયા નિહાળીયે.  

          સાબરકાંઠાની હિંમતનગર સિવિલના નર્સ યોગીરાજ જોશી જણાવે છે કે હું છેલ્લા ૩૧ વર્ષથી  સિવિલમાં ફરજ બજાવું છું. અને નેત્રદાનની કામગીરી સાથે જોડાયેલો છું. મેં આજ દિન સુધી ૩૬ હજારથી વધુ મોતીયાના ઓપરેશન અને ૧૦૧૧ લોકોના મૃત્યુ બાદ નેત્રદાનની પ્રક્રિયાનો સાક્ષી રહ્યો છું.સિવિલ ખાતે અત્યાર સુધીમાં ૫૭ દેહદાન સ્વીકારાયા છે. મને જો નિવૃતિ પછી પણ આ કામ માટે મોકો મળશે તો હું આવા પુણ્યના કામ માટે તૈયાર છું.

            વિજ્ઞાન કહે છે કે આપણી આંખની આગળ આવેલું પારદર્શક પડ જેને કોર્નિયા કહેવામાં આવે છે તેને આપણા મૃત્યુ પછી પણ જીવંત રાખી શકાય છે.કોઈ પણ ઉંમર, જાતિ, કે લોહીના ગ્રુપનો બાળકથી માંડી ને વૃદ્ધ સહીત ચક્ષુદાન કરી શકે છે.

       મૃત માણસની આંખો કાઢવાની પ્રક્રિયા માત્ર ૫ થી ૭ મિનિટની અંદર પુરી થઈ જાય છે. ચક્ષુદાનના ઓપરેશનની સફળતા માટે અવસાન બાદ ચક્ષુદાનની પ્રક્રિયા જેમ બને તેમ જલ્દી અથવા તો મોડા મોડું ૬ કલાકની અંદર થઈ જવી જોઈએ.

    દાનમાં મળેલ આંખોને જીવાણુ રહિત કાચની ખાસ બોટલમાં મુકવામાં આવે છે અને તેને બરફ ભરેલા થર્મોસમાં લઇ જવામાં આવે છે કે કારણકે આંખોને ઓપરેશન સુધી સાચવવા માટે ઠંડા ઉષ્ણતામાનની જરૂર હોય છે, હોસ્પિટલમાં આ બોટલો ફ્રિજમાં રાખી મુકવામાં આવે છે.

             જો મૃત માણસની આંખો ખુલ્લી રહી જાય અને પવન લાગે તો ડોકટર આવે ત્યાં સુધી મૃતદેહની આંખની વિશેષ સંભાળ લેવાની હોય છે.  આંખો જો ખુલ્લી રહી ગઈ હોય તો તુરંત બંધ કરી દેવી જોઈએ. અને બંધ આંખો ઉંપર ભીનો રૂમાલ મૂકી દેવો જોઈએ કારણ કે જો આંખો સુકાય જાય તો ખરાબ થઈ જાય છે.

              મૃત્યુ પછી ચક્ષુદાન માટે ચક્ષુબેંક અથવા નજીકના આંખના ડોકટરને જાણ કરવાથી તુરંત ચક્ષુદાન લેવા માટે વ્યવસ્થા થઈ જાય છે.

    નેત્રદાન એ મહાદાન છે. ખોળીયામાં જીવ અને અંધ આંખોમાં સ્વપ્ન સેવતા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાનએ એક ચમત્કારથી કઈ ઓછું નથી. અંગદાન એ જીવિત માણસને નવજીવન આપવાના માટેનો અમૂલ્ય અવસર છે જે જાણવા અને માણવા જેવો છે.

    એક વાસ્તવિકતા એ પણ છે કે હિંમતનગર જેવા જિલ્લાના હેડક્વાર્ટર ખાતે રહેતા પુરુષ નર્સ યોગીરાજભાઈ જોષી એ આટલી મોટી દીર્ઘ સેવા આપી પરંતુ એમનું જોઈએ એવું બહુમાન કે સન્માન ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ કે મંત્રીશ્રીએ તેમજ કેન્દ્ર લેવલે પણ એમની નોંધ નથી લેવાય!

    ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્રે કોઈ પણ પ્રકારની અપેક્ષા કે એવોર્ડની લાલસા રાખ્યા વગર કાર્ય કર્યું છે… આશા રાખીએ કે આગામી સમયમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ તેમજ મંત્રીઓ તેમનું યોગ્ય બહુમાન કે કેન્દ્ર લેવલે એમની સન્માન કરતી ફાઈલ પહોંચાડે અને આવા વ્યક્તિને એક પ્રેરણા સ્ત્રોત બનાવીને બીજા પણ ઘણા પુરુષ નર્સને ચક્ષુદાન માટે ઉત્તમ કાર્યકર્તા રૂપે તૈયાર કરે…

    જય ભારત.. જય હિન્દ

  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

    ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભૂમિકા પડકારભરી રહેશે, જગદીશ ઠાકોરે આપ્યા શુભઆશિષ

    નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134 & 9106814540)

    છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હીમાં તેડું આવ્યું હતું ત્યારથી ન્યૂઝ ચેનલો અને અન્ય સમાચાર માધ્યમોમાં એ વાત દેખાઈ રહી હતી કે હવે ગુજરાત કોંગ્રેસનું સુકાન કોઈ મજબૂત અને મક્કમ તેમજ દૂરદેશી દ્રષ્ટિ વાળા અનુભવી વરિષ્ઠતમ કોંગ્રેસીના હાથમાં સોંપવામાં આવશે.

    શુક્રવારે આશરે 8:00 વાગ્યાની આસપાસ એ સમાચારો આવી ગયા કે હવે આગામી લોકસભાની ચૂંટણી જોતા ગુજરાત કોંગ્રેસ કોઈ ચાન્સ લેવા માગતું નથી અને વર્તમાન રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલ જ હવે ગુજરાત કોંગ્રેસની દૈનિક હાલત સુધારવા માટે મેદાનમાં આવશે અને એમને જ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી!  જેનાથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો દરિયો ફરી વળ્યો છે!

    ગુજરાતના દરેક જિલ્લાઓમાં અને શહેરોમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તેમજ જુના કોંગ્રેસી કાર્યકર્તા ઓ તેમજ કોંગ્રેસી નેતાઓ આશાવાન બન્યા છે અનેક જગ્યાએથી શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ શક્તિસિંહ પર થઈ રહ્યો છે!

    એક કોંગ્રેસના શુભ ચિંતકે સોશિયલ મીડિયામાં લખ્યું કે…

    ખૂબ ખૂબ અભિનંદન. હાર્દિક અભિનંદન🙂⚘🌷🌷🌷🌷🌷⚘⚘⚘ બહુ વર્ષો પછી ગુજરાત કોંગ્રેસનું સુકાન એક પ્રમાણિક, વિઝનરી, ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી નેતા, અનુભવી, મુસદ્દીગિર, હોશિયાર, લાગણીશીલ,ઉત્તમ વક્તા, રાજ્યસભામાં ગુજરાતના પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોથી લઈને અનેક સળગતા પ્રશ્નોને ઉઠાવનારા માનનીય રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની વરણી કરીને ગુજરાત કોંગ્રેસે પક્ષની અને કાર્યકર્તાઓની લાગણી અને પ્રતિષ્ઠા ને આગામી લોકસભાની ચૂંટણી માટે એક સાચો કેપ્ટન આપ્યો છે! મહાદેવની / મા આશાપુરાના તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ નવા પ્રદેશ પ્રમુખને પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છાઓ😀🌷🌹💐💐💐🌹💐

    આ ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાં તેમજ ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર , રાજકોટ તેમજ અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓના whatsapp ગ્રુપમાં શક્તિસિંહ ગોહિલ ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની વરણી થવા બદલ ખુબ જ શુભેચ્છાઓ નો ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે!

    ભૂતપૂર્વ જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ ની સંબોધિ અને જાહેર સોશિયલ મીડિયામાં લખ્યો પત્ર…

    ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ શક્તિસિંહ ગોહિલને અભિનંદન આપતા જગદીશ ઠાકોરે facebook પર લખ્યું હતું કે…

    રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ…

    સાથે મળી સંગઠનને વધુ મજબૂત બનાવીને ગુજરાતની જનતાના હક્ક અને અધિકાર માટેની લડતને બુલંદ કરીશું.

     

    આજે જગદીશ ઠાકોર facebook પર તેમનો વિડીયો પણ મૂક્યો હતો જેમાં તેમણે અનેક વાતો કોંગ્રેસના કાર્યકર્તાઓને જણાવ્યું હતું…

    સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોને જગદીશ ઠાકોરના જય હિંદ…

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદના મારા કાર્યકાળ દરમ્યાન આપ સૌએ આપેલ સાથ સહકાર બદલ આભાર.

    અનુભવી, અભ્યાસુ, ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખ પદ શોભાવવા જઈ રહ્યાં છે ત્યારે આપણે સૌ સાથે મળીને ૨૦૨૪ની લોકસભા ચુંટણીની તૈયારી કરીએ અને કોંગ્રેસને મજબૂત કરીએ.

    બે દિવસથી મીડિયામાં આર્થિક વ્યવહારો વિષે વાતો ચાલી રહી છે. મારી અહીં ચોખવટ છે કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો કોઈ રિપોર્ટ લીક થયો નથી તે આદરણીય રાહુલજી અને આદરણીય ખડગેજીને જ સોંપવામાં આવ્યો છે. મીડિયામાં જે આવી રહ્યું છે તે સત્યથી તદ્દન અલગ છે, ખોટું છે.

    સમય કપરો છે, ભવિષ્ય કપરું નથી. સમય મહેનત માંગી રહ્યો છે ત્યારે નવા વરાયેલા પ્રમુખશ્રીના નેતૃત્વમાં પક્ષને ખૂબ મજબૂત બનાવવો છે. મારા ૫૦ વર્ષના સામાજિક અને જાહેર જીવનમાં, આચરણમાં કોંગ્રેસ છલકાય છે. હું જન્મજાત કોંગ્રેસી છું અને મારા બાપુજી પણ કોંગ્રેસ વિચારધારાને વરેલા હતાં અને તેમણે જ પડકાર ઝીલતા શીખવ્યું છે. ગરીબ પરિવારમાં મારો જન્મ થયેલો અને જે પદ પ્રતિષ્ઠા મને મળી છે તે માટે હું કોંગ્રેસ પક્ષનો આભારી છું. ભ્રષ્ટાચાર, બેઇમાની વિરૂદ્ધ નીડરતાથી લડતાં મને કોંગ્રેસ પક્ષની વિચારધારાએ શીખવાડ્યું છે.

    જેનામાં ઈમાનદારી હોય, ક્યાંય આર્થિક વ્યવહારોમાં પડ્યો ન હોય, માનવતાવાદી વિચારધારાને લઈને ચાલતો હોય તેવા વ્યક્તિને બદનામ કરવાના જે કાવતરાં થઈ રહ્યાં છે તે ખૂબ જ દુઃખદ છે.

    જે પત્રકાર મિત્રોએ મને સાથ – સહકાર આપ્યો છે, મદદ કરી છે તે સર્વેનો હું આભાર માનું છું.

    હું ગુજરાતની જનતા, કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને આગેવાનોને કહેવા માંગુ છું કે, કોઈ ઉમેદવારે એક રૂપિયાની પણ કોઈ લેવડ દેવડ કરેલ હોય તો તેની વિગતો મારી જોડે લાવો અને જો હું પ્રમુખપદ પર નહિ હોવ તો પણ આદરણીય રાહુલજી, આદરણીય કે. સી. વેણુગોપાલજી, આદરણીય શક્તિસિંહજી અને આદરણીય અમિતજી પાસે બેસીને તેનો ન્યાય કરાવીશું, નિર્ણય કરાવીશું.

    મારી આપ સૌને વિનંતી છે કે, અમુક પ્રચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયા પર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસ પક્ષના નેતૃત્વને ખતમ કરવાની વાતો કરતા હોય તેમાં બિલકુલ સાવધાન રહેજો. આવનાર દિવસોમાં પણ ભલે હું પ્રમુખ નથી છતાં એક ફોન કરજો અડધી રાત્રે પણ હાજર રહીશ, આપની વચ્ચે રહીશ.

    જય હિંદ
    જય કોંગ્રેસ

    -જગદીશ ઠાકોર

    https://fb.watch/l3-X4eZH4N/?mibextid=Nif5oz

     

     

     

     

     

  • જાણીતા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ભાટી એનની વિડીયોગ્રાફી જુઓ

    જાણીતા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ભાટી એનની વિડીયોગ્રાફી જુઓ

    સંકલન:  નિરવ જોશી ,અમદાવાદ (M-7838880134)

    વીડિયો સૌજન્ય: ભાટી એન , ડોક્યુમેન્ટરી મેકર

    ગુજરાતમાં જેમ ગિરનાર જંગલો અને તેમાં વસતા એશિયાટીક લાયન કે સિંહ એ પુરા વિશ્વમાં બેનમૂન છે ! એવી જ રીતે ઘુડખર પ્રાણી પણ ગુજરાતની એક અણમોલ ભેટ સમગ્ર વિશ્વની છે..મારા facebook ફ્રેન્ડ ભાટી એન ખૂબ મહેનતુ અને જાણીતા ફોટોગ્રાફર છે. . તેમની આગવી ઓળખ તેમની યાદગાર ફોટોગ્રાફી છે!

     

    ભાટી એન એ  ઘુડખર પર કરેલા રિસર્ચ અને તેની ફોટોગ્રાફીનો બે યાદગાર વિડિયો.

     

    ગુજરાતમાં એક એવુ પ્રાણી છે તે અન્ય કિયાંય નિહાળવા મળતું નથી…!?. જી હા તે છે કચ્છનું નાના રણ little rann of kachchh… India wild ass જે ગુજરાતનું નહીં ભારતનું ગૌરવવંતુ પોતીકું પ્રાણી ઘુડખર છે, જેને જંગલી ગધેડા પણ કહે છે તે નથી ગધેડું, તે નથી ઘોડ઼ો, તે નથી જીબ્રા તદ્દન ભિન્ન છે છતાંય તેની તુલના બધા સાથે થાય છે ઘુડખર રંગમાં આછો ચોકલેટી, સફેદ રંગ હોય છે કદાવર પ્રાણી છે કચ્છ નાના રણનો વિસ્તાર 4953 કિ. મી. 12 જાન્યુઆરી 1973 માં સેન્ચુરી અભ્યારણ્ય જાહેર કરી દુર્લભ પ્રાણી હોવાથી વન્ય પશુ સુરક્ષા અધિનિયમ 1972 નાં અંતર્ગત પહેલી સૂચિમાં રાખવામાં આવેલ છે.

     

    ઘુડખર અગાવ પશ્ચિમ ભારત, દક્ષિણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પૂર્વ ઈરાન વચ્ચે વિચરતા હતા સમય જતા આજે ઘુડખર ઓન્લી કચ્છનું નાના રણ પૂરતા જ સીમિત રહી ગયા છે તો 1958 થી 1960 નાં વચ્ચે ભયાનક રોગચાળો ફાટી નીકળતા ઘુડખર 870 જ બચ્યા હતા પણ ગુજરાત સરકારનાં વન વિભાગની અથાગ મહેનતનાં હિસાબે છેલ્લી વસ્તી ગણતરી અનુસાર 6082 ઘુડખર છે જે ખાસ કરીને પાટડી, દસાડા, ખારાઘોડા, ધ્રાંગધ્રા, હળવદનું ટીકર, માળીયા અને સુરજબારી સુધીના એરિયામાં મુખ્યત્વે નિહાળવા મળે છે, કચ્છનું નાના રણમાં મીઠુ પુસ્કળ પાકે છે, આ વિસ્તારના અગરીયાઓ તનતોડ મહેનત કરી મીઠુ પકવે છે, ઘુડખર પ્રતિ 70…80… કિ. મી. ની ઝડપે દોડે છે!તેનું વજન અઢીસો કિલો જેવું હોય છે, શિયાળામાં આ નાના રણમાં વિદેશી પક્ષીઓ મોટી તાદાતમાં આવે છે,

     

    ખરેખર આ દુર્લભ પ્રાણી ઘુડખરની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી માટે તનતોડ જહેમત કાળઝાળ ઉનાળામાં રણમાં રજળપાટ કરી આપના માટે એક વિશેષ ટેક્નિક વાળો વિડીઓથી ઘુડખરની વિડિઓ

    ડોક્યુમેન્ટરી નિહાળો… વિડીયોગ્રાફી ભાટી એન.

     


    ઉપરોક્ત દર્શાવ્યું છે એ એમનું facebook રૂપ છે જેમાં અનેક પ્રકારના વિચારો ગ્રુપના મેમ્બર મૂકે છે.

     

     

     

  • અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકાર બાબતે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

    અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકાર બાબતે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

    નીરવ જોશી , અમદાવાદ

    દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરી આજે લખનઉ ખાતે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની મુલાકાત લીધી હતી.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના સીએમ કેજરીવાલને કેન્દ્ર સરકાર વચ્ચે અમુક બાબતે મતભેદો ચાલી રહી છે. કેન્દ્ર સરકારે આપેલા આદેશ મુજબ અમુક પાવર Delhi CM આપવામાં આવ્યા છે… છતાં અમુક બાબતે હજુ પણ ઘર્ષણ યથાવત છે.. આ અંગે સમર્થન મેળવવા બાબતે અરવિંદ કેજરીવાલે લખનઉ ખાતે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે થયેલી  ચર્ચામાં અને બાબતે ચર્ચા થઈ હતી……

     

    જુઓ અરવિંદ કેજરીવાલે PC મા શું કહ્યું…..

     

    https://fb.watch/l0a8uOLzXR/?mibextid=Nif5oz