કવિ: Nirav Joshi

  • શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

    શ્રાવણ સોમવારમાં મહાદેવ પ્રસન્ન કરવા શું કરશો?

    આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર….
    શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ……

    અલૌકિક શક્તિ પ્રાપ્તિ માટે ખાસ પ્રયોગ
    આ દિવસે જે સાધકોએ આધ્યાત્મિક સાધનામાં ઊંડા ઉતરવું હોય તો અલૌકિક શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો આ દિવસે શિવાલયમાં જઇને શિવલિંગ ઉપર જે નાગ હોય છે તેના ઉપર દૂધ પ્રથમ પડે અને ત્યારબાદ તે શિવલિંગ ઉપર પડે તે રીતે કરવું.

    આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે શિવાલયોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આ દિવસ દેવાધિદેવ શિવજીની વિશિષ્ટ કૃપા મેળવવાનો હોવાથી લગ્નવિલંબ દૂર કરવાથી માંડીને આરોગ્ય પ્રાપ્તિ માટેના પ્રયોગ પણ કરવામાં આવે છે.

    શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે આરોગ્ય પ્રાપ્તિ માટે ખાસ આરાધના પણ કરવામાં આવે છે.

    મહાદેવજીની ઉપાસના કરવાથી વ્યક્તિ આકસ્મિક અકસ્માતથી પણ બચી શકે છે. ખાસ કરીને શિવાલયમાં બેસીને ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રની ૧૧ માળા પણ કરી શકાય છે. એ જ રીતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને કાળા તલ મિશ્રિત જળનો અભિષેક કરવો. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માંદગીથી પીડાતા હોય તેઓ શિવ મંદિરે ધજા અર્પણ પણ કરી શકે છે. આ દિવસે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું પઠન પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત રુદ્રાષ્ટકમ અને શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ બીજા અન્ય ભગવાન જગતગુરુ શંકરાચાર્ય વીરચિત શંકરજીના સ્ત્રોતનું પાઠ પણ કરી શકાય.

    શ્રાવણનાં સોમવારે લગ્ન વિલંબ હોય તેમણે ખાસ કરવો જોઇએ, એમ કહી જણાવ્યું કે આ દિવસે એક મુઠ્ઠી મગ લઇને શિવાલયમાં જવું અને એક-એક દાણો મગ શિવલિંગ ઉપર ‘ઓમ્ ક્લીં નમ:’ મંત્ર મનમાં બોલીને ચડાવતા જવાનું છે. ખૂબ જ શ્રદ્ધાપૂર્ણ રીતે આ પ્રયોગ કરવો.

  • કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

    કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

    સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    Source – Internet

    સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનો‌કાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી!  કોનો‌કાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનો‌કાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે મોટો ફાયદો કરાવે તેવું નથી!

     

    તો પણ હિંમતનગર જેવા નાના ટાઉનની નગરપાલિકામાં પૈસા કમાવાની અને સરકારી ગ્રાન્ટનો બેફામ દુરુપયોગ  કરવા માટે જે તે નગરપાલિકાના ભ્રષ્ટ બગીચા કર્મચારીઓ અને અધિકારીઓએ આ વૃક્ષોને સુશોભન અને બિનનુકસાનકારક વૃક્ષ ના નામે public garden and roads જગ્યાએ વાવવામાં આવ્યા છે !

    પરિણામે અનેક પ્રકારનો વિરોધ હવે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો છે! એટલું જ નહીં આ વૃક્ષની કેટલી નુકસાનકારક સાઇડ્સ છે અથવા તો એની બાજુઓ છે – એના વિશે હવે ગંભીર ચર્ચાઓ થવા માંડી છે!!!

    હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તો જેને પણ conocarpus ઉખાડી અને આપણા પરંપરાગત વૃક્ષો વાવવા હોય… તેવા પર્યાવરણ પ્રેમી અને દૂરદેશી દષ્ટિ ધરાવનારા લોકોએ જરૂરથી સત્વરે નિર્ણય લેવો જોઈએ…જેથી કરીને આપણા પર્યાવરણ અને આપણા નગરોમાં કોનુંકાર્પસ વૃક્ષથી થતું ભારે નુકસાન અટકાવી શકાય.

    *** સત્ય હકીકત જાણવા માટેની પોસ્ટ ***

    #સાવધાન: કોનો‌કાર્પસ

    ( નવી આયાતી વૃક્ષની જાત તમારા ઘર, ખેતરમાં વાવતા પહેલા ચેતજો
    1. આરબ જેવા રણના સૂકા દેશોમાં પણ તે વાવવું પ્રતિબંધિત છે.

    2. હાલના સમયમાં આ વૃક્ષનું ઘણા બધા જગ્યાએ ફેલાવો થઈ રહ્યો છે, જેમાં આ ઝડપથી વધે છે એવી માન્યતા છે.

    3. પાણી તળ માંથી શોષી લે છે.
    4. ખુબજ વધવા ને લીધે આજુ બાજુના વૃક્ષોનો વિકાસ અવરોધે છે
    5. વર્ષમાં બે વખત તેના પરાગ નયન કે ફૂલ આવવા ને કારણે શ્વાસ, અસ્થમાની બીમારી થઇ શકે. બાળકોને એલર્જી થઈ શકે.
    6. ગાંડા બાવળની જેમ જમીન બિનઉપજાવ કરી નાખે છે.
    (FB માંથી પોસ્ટ કોપી_પેસ્ટ)

    Source :  FB Environment group. 

    મિસ્ટર કોનોકાર્પસ ઇરૅક્ટસ【ભાગ-૧】 ઉલ્લેખની થી ગલ્ફના દેશોમાં આ વૃક્ષ મોટાપાએ વાવવામાં આવ્યું છે પણ ત્યાં પણ હવે આ વૃક્ષના સાઈડ ઇફેક્ટ લોકોને જાણમાં આવ્યા છે .

    દક્ષિણ અમેરિકા અને આફ્રિકાનાં અમુક પ્રદેશનાં વતની એવા આ વૃક્ષની બોલબાલા વિશ્વભરમાં ઘણી ચાલી છે. ભારતમાં પણ આનું ચલણ ચાલ્યું છે. “દેશી વૃક્ષની માવજત બહુ”, “પાણી બહુ જોઈએ”, “ધ્યાન ખાસ્સું રાખવું પડે”, વગેરે કારણો આપતી આપણી “મહેનતુ” પ્રજાએ આજે આ વૃક્ષની લડી લગાવી દીધી છે! એટલે જ મિસ્ટરની પદવી આપી છે, વિદેશથી આવે એટલે વટ તો પડે ને પાછો! વિદેશી તો સારું અને દેશી તો ચાલ્યા કરે… આ “સ્વતંત્ર” માનસ ધરાવતો “સ્વતંત્ર” દેશ આજે વિનાશ પામતાં વનક્ષેત્રથી કેમ પીડાય છે?
    આમ તો ઘણા કારણ છે, પણ એક કારણ છે, પોતાનું હડસેલી, જે “ટ્રેન્ડિંગ” છે તે પકડ્યું. એક જમાનામાં ગાંડો બાવળ, લેંટીના અને નીલગીરી પકડી હતી. આજે પામ ઓઇલનાં નામે અને માત્ર દેખાવનાં નામે વિલાયતી પામ અને કોનોકાર્પસ પકડ્યાં છે. હજી અધધ વનસ્પતિઓ છે, પણ બધી ગણાવતો નથી.

    કિવિ, કમલમ્(ડ્રેગન-ફ્રૂટ), બ્લુબેરી, એવકાડો, બ્રોકલી,…અરે અરે! પણ ભારતમાં લુપ્ત થતી ભાજીઓ અને ફળ, ફૂલનું શું? એ બધું તો હાલ્યા કરે, ટ્રેન્ડિંગ નથીને એટલે કોઈ ભાવ ન આપે, વિદેશી પ્રમાણપત્ર આપો તો ખાઈશું પાછા!

    વાત કોઈ શાક-ભાજી, ફળ, ફૂલનાં વિરોધની નથી, પણ દેશી વનસ્પતિઓ નામશેષ થવા આવે ત્યાં સુધી તેને પડતી જ મૂકવી આ જરા લોચાસ્પદ નથી લાગતું?

    આજે મિસ્ટર કોનોકાર્પસની કથા કરવાનું વચન આપ્યું એટલે પહેલાં એ સાહેબની મહેમાનગતિ કરીએ, ભવિષ્યમાં જરૂર પડી તો અન્ય વનસ્પતિઓની ચર્ચા કરીશું.

    એક વર્ષ પહેલાં જ આ લેખ લખવાની મનશા હતી પરંતુ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી માંડી વાળ્યું હતું. હવે જો લોકોએ આ વૃક્ષને સ્વીકારી જ લીધું છે તો પછી ભવિષ્યમાં જે પરિણામો ભોગવવાનાં છે તેની ઉપર થોડી નજર નાખીએ. અગમચેતી રાખવી એ મનુષ્યસહજ સ્વભાવ છે.

    માણસનો એક મસ્ત ગુણ છે કે, એ બીજા લોકોનાં અનુભવ ઉપરથી પણ શીખી શકે છે, લોકોની ભૂલ જોઈ પોતે એ ભૂલ કરતા રોકાઈ જાય છે, પણ એક લોચો એ પણ છે કે, અહન્કારને કારણે એ આ વૃત્તિને ભૂલી જાય છે. બીજાની ભૂલો જોઈને પણ, “હું તો આમ જ રહીશ”, એમ કહીને વારંવાર ભૂલો કરે છે. એમાં પછી જોકે પટકાય જ છે.

    આજે જે કોઈ દેશનાં લોકો કોનોકાર્પસ લાવ્યાં અને પછી પસ્તાયા એનાં ઉદાહરણ જોઈશું. શું આપણે આનાં ઉપરથી કંઈ શીખીશું? હવે એ તમારી ઉપર છોડી દઉં છું.

    આ પોસ્ટમાં અમુક લોકોની ભ્રામક માન્યતાઓ અને દેશ-વિદેશનાં વનસ્પતિવિદનાં સૂચનો તથા મંતવ્યો સમાવેશીત છે. દરેક વનસ્પતિવિદનાં કથન સાથે તેના શોધપત્રોનાં સંદર્ભની લિંક પણ આપવામાં આવશે, જેથી વાચક તાળો મેળવી શકે અને પ્રમાણ પણ ઊભું થાય કે આ કોઈ ઉપજાવી કાઢેલી વાતો નહીં, પરન્તુ વિવિધ વિશેષજ્ઞોનાં પરીક્ષણથી મેળવેલો નિષ્કર્ષ જ છે.
    ◆ પહેલાં જરા કેટલાક દાવાઓ અને અફવાઓનાં ઉત્તર આપી દઈએ.
    🗣️ દાવો ૧ : અરે! કોઈ પક્ષી નથી બેસતું, કોઈ જીવ સુદ્ધાં આ વૃક્ષ પર ફરકતું જ નથી!
    ઉત્તર : અર્ધસત્ય; વન-વગડો ગ્રુપનાં સર્ચમાં જઈ ‘કોનોકાર્પસ’ શબ્દ લખશો, એટલે આ વૃક્ષ ઉપર બેસેલાં જૂજ માત્રામાં જીવો જ નહિ, પરંતુ પક્ષીઓનાં માળા બનેલા છે, તેવી ઘણી પોસ્ટ મળી આવશે.

    બીજો પક્ષ પણ જોઈએ, કરાંચીમાં સંશોધન હેતુ થોડા કોનોકાર્પસ ઉગાડ્યાં અને જાણવા મળ્યું કે, ગણી-ગાંઠી પ્રજાતિનાં પક્ષીઓ અને મધમાખીઓ સિવાય આ વૃક્ષની આસપાસ કોઈ જૈવ-વિવિધતા નથી જોવા મળતી. એની સામે જ આપણા દેશી વૃક્ષો અસંખ્ય જીવોને વિસામો આપે છે.
    સંદર્ભ:~ https://techooid.com/myths-facts-conocarpus-plantation-pakistan

    🗣️ દાવો ૨: અરે, ૨૪ કલાક કાર્બન કાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, અથવા, ઓક્સિજન કરતા વધુ કાર્બન ડાયોક્સાઇડનું વધુ ઉત્સર્જન કરે છે.
    ઉત્તર: કોઈ પણ વનસ્પતિનાં પાંદડાનો લીલો રંગ જ સૂચક છે કે આ વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજનનું જ ઉત્સર્જન કરે છે.

    દક્ષિણ અમેરિકા અને આફ્રિકાનાં અમુક પ્રદેશોનાં મૂળનું આ વૃક્ષ ત્યાંની આબોહવા એકદમ શુદ્ધ કરે છે તેમ શોધપત્રો કહે છે.
    તો શું બીજા દેશોની આબોહવા શુદ્ધ નહીં કરતું હોય? કરતું જ હોય, પણ એક વિચારવા જેવી બાબત છે જે આપણે ભાગ-૨માં જોઇશું.

    🗣️ દાવો ૩: પક્ષીઓ આનાં ફળ ખાતાં નથી.
    ઉત્તર: આની ઉપર કોઈ શોધપત્ર મળતું નથી, પણ સામાન્ય અવલોકનથી એવું જાણવા મળ્યું છે. University of virgin island(યુનિવર્સીટી ઓફ વર્જિન આઇલેન્ડ) નાં એક દસ્તાવેજમાં આ વૃક્ષનાં ફળને અખાદ્ય કહ્યાં છે. ઉપર આપેલ કરાંચીનાં લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, આનાં ફળ પક્ષીઓ ખાતાં નથી.

    યુનિવર્સીટી ઓફ વર્જિન આઇલેન્ડનો સંદર્ભ:~ https://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=&cad=rja&uact=8&ved=2ahUKEwic18rsjeqAAxUCb2wGHQRkCNMQFnoECC0QAQ&url=https%3A%2F%2Fuvi.edu%2Ffiles%2Fdocuments%2FResearch_and_Public_Service%2FCMES%2FVIMAS%2FThe%2520Buttonwood%2520mangrove.pdf&usg=AOvVaw3942WVYQD4urx8Z-6RXtL-&opi=89978449

    🗣️ દાવો ૪: આનાં મૂળ જમીનમાંથી બધું જ પાણી ચૂસી લે છે.
    કરાંચીનાં લેખમાં જ જણાવ્યા મુજબ, પર્યાવરણ વિભાગનાં વૈજ્ઞાનિક ડૉ. રઝા અહમદને પૂછતા જાણવા મળ્યું કે, “જે છોડ ઝડપથી વધે તેને વધુ પોષણ જોઈએ અને, છેવટે તેની આપૂર્તિ માટે તે વધુ માત્રામાં ભૂજળ શોષવાનું જ”. આથી એવું કહી શકાય કે જો વધુ પ્રમાણમાં આ વૃક્ષો વાવવામાં આવે તો ભૂજળ ઉપર સંકટ ખરું જ.

    🗣️દાવો ૫: આ વૃક્ષ આસપાસ કોઈ બીજાં વૃક્ષોનો વિકાસ થવાં દેતું નથી.
    ઉત્તર: આની ઉપર પણ કોઈ શોધ થઈ નથી પરંતુ,૨૦૨૨માં દિવ્યભાસ્કરનો એક લેખ આવ્યો હતો કે માનકુવામાં નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતે, નાળિયેરીનાં વૃક્ષોની વચ્ચે કોનોકાર્પસ રોપ્યાં હતાં. થોડા સમયમાં જ નાળિયેરનાં ફળ અલ્પવિકસિત આવવાં માંડ્યાં. ત્યારપછી તેણે કોનોકાર્પ્સનાં બધાં જ વૃક્ષો કઢાવ્યા હતાં. આ ઉપરથી છાપાનું કટિંગ નીચે ચિત્રોમાં મૂક્યું છે.

    🗣️ દાવો ૬: આનાં મૂળ જમીનમાં રહેલી પાઇપોને નુકસાન કરે છે.
    🗣️ દાવો ૭: આનાથી શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ થાય છે.
    આ છેલ્લા બે દાવાઓમાં પણ સત્ય છુપાયેલું છે જેનાં વિશે જ અહીં વિશેષ ચર્ચા કરવાની છે.
    આ ચર્ચા કરવા આપણે વિવિધ દેશોમાં (લેખનાં માધ્યમથી) જઈને જોઈશું કે ત્યાંનાં અનુભવો શું છે.

    ★પહેલાં કુવૈતની સેર કરીએ.★
    કુવૈતનાં એક શોધપત્રની વાત કરીએ. આ શોધપત્રમાં કોનોકાર્પસનાં ફાયદા અને ગેરફાયદા બન્ને ગણાવ્યા છે, અને પછી છેલ્લે વિવેકબુદ્ધિ અને શોધનાં નિષ્કર્ષથી શું નિર્ણય લેવામાં આવ્યો છે એ પણ જોઇશું.

    ◆ ફાયદા :~
    કૉસ્મેટિક ચીજ-વસ્તુઓ બનાવવા આ વૃક્ષોની ખેતી કરવાથી લાભ મળે.
    જીવંત વાડ અને પવન-અવરોધક તરીકે ઉપયોગી.
    કાપ-કૂપ કરી મનગમતો આકાર અપાય.
    કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નીચું લાવે છે, પુષ્કળ છાંયડો આપે છે અને ધ્વનિ શોષક પણ ખરું.
    પશુનાં ચારા તરીકે પાંદડા ઉપયોગી અને થડનો કોલસો બને.
    વધુ તાપમાનમાં પણ અડીખમ ઊભું રહે.
    તેમાંથી કાઢેલું કૅમિકલ દવાઓ બનાવવામાં કામ લાગે છે.
    પાણીની પાઇપોમાં જો છિદ્રો અને તિરાડો હોય તો જ આ વૃક્ષનાં મૂળ તેને નુકસાન કરે છે. જો સરખી રીતે ઉગાડવામાં આવે તો નુકસાન નથી કરતું.

    ◆ ગેરફાયદા :~
    સૅનૅટરી ઈજનેર વિભાગનાં પ્રમુખ મહંમદ કરમ, જાહેર માર્ગો ઉપર વાવવામાં આવેલ કોનોકાર્પસનાં વૃક્ષોને લઈને ચેતવી આપે છે કે,
    પાઇપોમાં છિદ્રો કે તિરાડો છે કે નહીં એ કળવું મુશ્કેલ છે. તેથી જો પોઇપોને નુકશાન થાય તો, પાણી/ગટરની વ્યવસ્થા ખોરવાઈ જાય અને સંપૂર્ણ આંતરમાળખા(ઈન્ફ્રાસ્ટ્રક્ચર)ને નુકસાન થાય.
    કોનોકાર્પસનાં અતિ વિસ્તૃત મૂળની રચના, જમીનમાં રહેલા ભેજ મારફતે, પાઇપોમાં રહેલ પાણીને શોધવામાં મહેર છે, પછી તે પાઇપો તોડી, પાણી માંથી પોષણ મેળવે છે.

    ★હવે ઇરાકની સ્થિતિ જોઈએ★
    ◆ ગેરફાયદા(ધ્યાન આપવા જેવા) :~
    ઇરાકનાં કૃષિ ઈજનેર અબ્દુલ-હમીદ મહેંદી એ અલ-બસરમાં કુવૈતનાં માધ્યમથી જ આ વૃક્ષને દાખલ કરાવ્યું. તેમણે જણાવ્યું કે,
    આ વૃક્ષનાં પાન ઉપર એક પ્રકારની ચુસીયા જીવાત થાય છે, તેના મારફતે વૃક્ષમાં એક ખાસ પ્રકારનાં સૂક્ષ્મ જીવાણુ(બેક્ટેરિયા) પ્રવેશે છે.
    આ જીવાણુ અને ધૂળનું મિશ્રણ, મૂળનાં મારફતે પાણીની પાઇપોમાં પ્રવેશી લોકોનાં રહેઠાણ સુધી જાય છે. પરિણામે આનાંથી ચામડીનાં ઘણા રોગ થાય છે. જેમની ત્વચા કુમળી હોય તે લોકોને ખાસ કરીને વારંવાર આ રોગ(ઍલર્જી) થતા જોવા મળ્યા છે. તેથી ઇરાક માટે આ વૃક્ષ બરાબર નથી તેમ નિષ્કર્ષ કાઢ્યો.
    ઇરાકનાં મિસાન નામક ગામમાં કોનોકાર્પસનાં મૂળ પાઇપને કેટલું નુકસાન કરે છે તેની ઉપર સંશોધન પણ થયું છે. શોધપાત્રોમાં આપેલ ચિત્રો અહીં રજૂ કરુ છું.
    સંદર્ભ:~ https://www.globe.gov/documents/10157/e0e0c763-4e3d-4b41-8b1a-f7a3659225ec
    ચિત્રોનો સંદર્ભ:~ https://www.researchgate.net/publication/343324115_EFFECT_OF_CONOCARPUS_ERECTUS_ON_THE_INFRASTRUCTURE_OF_MISAN_PROVINCE_IRAQ

    ★બહેરીન દેશ★
    બહેરીનનાં સુપ્રીમ કાઉન્સિલ ફોર એનવાયરમેન્ટ ૨૦૧૫નાં રિપોર્ટ અંતર્ગત, છેક ૧૯૯૦નાં દશકામાં કોનોકાર્પસનાં મૂળિયાં પાણી અને ગટરની પાઈઓને નુકસાન કરે છે તે નોંધવામાં આવ્યું. તેઓએ પણ આ પ્રજાતિને આક્રમક(invasive) કહી છે.
    સંદર્ભ:~https://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=&cad=rja&uact=8&ved=2ahUKEwiI04epjuqAAxXeVmwGHRLKBIQQFnoECA0QAw&url=https%3A%2F%2Fwww.cbd.int%2Finvasive%2Fdoc%2Fmeetings%2Fisaem-2015-01%2FIAS%2520MANAGEMENT%2520AND%2520CONTROL%2520MEASURES%2Fiasem-bahrain-iasmanagement-01-en.pdf&usg=AOvVaw1g_bmuJoae3JNOEGcEPkqn&opi=89978449

    ◆ શું પગલાં લેવાયાં? :~
    કુવૈતનાં સૅનૅટરી મિનિસ્ટ્રી ઓફ પબ્લિક વર્ક્સનાં પ્રમુખ ઈજનેર દ્વારા આંતરમાળખાકીય(infrastructural) નુકસાન પ્રતિ ધ્યાન દોરવામાં આવ્યું.
    રહેઠાણ, સરકારી મકાનનો અને ઔદ્યોગિક સ્થાનોમાં આ વૃક્ષ વાવવું કે નહીં તે પ્રશ્નો ઊભા થયા. કોનોકાર્પસને આ સ્થાનો ઉપરથી હટાવી બીજાં વૃક્ષો લગાવવાની ભલામણ થઈ.
    કૃષિ અને મત્સ્યપાલન સમિતિ દ્વારા થતા પર્યાવરણ સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો કે, કુવૈતની જનતાની વારંવાર આવતી ફરિયાદો અને કોનોકાર્પસનાં વાવેતરનાં અણધાર્યા પરિણામોનાં ભયનાં કારણે, આ વૃક્ષનાં અભ્યાસ માટે એક સમિતિનું આયોજન કરવામાં આવશે.

    આ સાથે જ આંતરમાળખાકીય વ્યવસ્થાઓ, પાણી અને ગટરની વ્યવસ્થા, રહેઠાણો, ફળાઉ વૃક્ષો પાસે ઉગાડેલાં કોનોકાર્પસને હટાવી, બીજાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી સંપૂર્ણ આબોહવા ઉપર સારી અસર પડે.
    ( એક નોંધ અહીં લેશો કે, ફળાઉ વૃક્ષો પાસેથી પણ કોનોકાર્પસ હટાવવાની વાત કરી છે, જે ઉપર દાવા નંબર ૫માં જોઈ ગયાં. )
    શોધપત્રનાં અનુસાર એમ કહેવામાં આવ્યું કે, “અમારાં દ્રષ્ટિકોણથી અમે કોનોકાર્પસનાં વાવેતરની વિરુદ્ધમાં છીએ, કારણકે, તેની અવેજીમાં બીજા ઘણા વિકલ્પો છે જે કોનોકાર્પસ કરતાં વધુ ઉપયોગી અને ઓછાં નુકસાનકારક છે.”
    સંદર્ભ:~ https://www.globe.gov/documents/10157/e0e0c763-4e3d-4b41-8b1a-f7a3659225ec

     

    ◆ ઉપસંહાર :~
    ભાગ-૧માં માત્ર ચામડીનાં રોગો અને આંતરમાળખાકીય નુકસાનો(દાવો-૬) ઉપર જ વાત કરી છે. ભાગ-૨માં આ વૃક્ષ અસ્થમા માટે કેટલું જવાબદાર છે તેની ઉપરનાં શોધપત્રો જોઇશું(દાવો-૭).
    કોઈ પણ પ્રદેશને પ્રકૃતિએ, એક ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ અને જીવ આપેલા છે. આ વાત માણસે સમજવી જ રહી. કોઈ પણ એટલે…કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ થતા એનું ફળ આપણે ચૂકવવું જ પડશે આ નક્કી છે.
    ભાગ-૧માં રજૂ થયેલ તથ્યોને ધ્યાનમાં રાખતાં આપણે પોતે જ કેટલાં સજગ રહીએ છીએ તેની ઉપર વિચાર કરવાનો છે.
    વન-વગડાનો જ આ એક વિસ્તૃત લેખ, દેશી વૃક્ષોનાં મહત્વ ઉપર અને ગાંડા બાવળ, કોનોકાર્પસ, લેન્ટીના જેવી વનસ્પતિની વિનાશકારક અસરો ઉપર વિચાર કરવા આપણને બાધ્ય કરે છે.

    https://www.facebook.com/groups/vanvagado/permalink/4684278884957840/

    અસ્તુ
    ૐ તત્ સત્

  • ઉર્જા વિભાગ કૌભાંડ: અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ

    ઉર્જા વિભાગ કૌભાંડ: અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ

    Avspost.com, ગાંધીનગર (M-7838880134)

    • ઉર્જા વિભાગ કૌભાંડ / અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ

    છેલ્લા એક વર્ષ પૂર્વે જાહેર થયેલા યુજીવીસીએલના કૌભાંડ અંગે વધુ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.ખાસ કરીને આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો છે એવું યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જે અંતર્ગત હવે સુરત થી ચાલુ થયેલું ધરપકડનો દોર સાબરકાંઠામાં પણ પહોંચ્યો હતો અને તે હેઠળ કેટલાક ઉમેદવારોની ધરપકડ થઈ હતી. હવે આ કૌભાંડમાં પૈસા લઈને નોકરી આપવામાં આવી છે તેવું તપાસ હેઠળ આવતા અનેક વીજ કર્મચારીઓના પગ નીચે રેલો પહોંચ્યો છે અને કેટલાકને સસ્પેન્ડ કરાયા છે.

    સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોની યાદીઃ

    નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, આસિમ યુનુસભાઇ લોઢા, જલકબેન મનહરભાઈ ચૌધરી, નિલમબેન કમલેશભાઈ પ્રજાપતિ

    અત્યાર સુધી ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી:

    ભરતસિંહ ઠાકોર,સલીમ ઢાપા, મનોજ મંગળભાઈ મકવાણા ,નિકુંજ કુબેરભાઈ મકવાણા, સત્યેષ પાટીલ ,બિપીનચંદ્ર પરમાર, નિસર્ગ બાબુભાઇ પાર્થ, નટવરભાઈ શંકરભાઇ પટેલ, ઈશ્વરભાઈ ભીખાભાઇ પ્રજાપતિ, નારાયણ ભોજાભાઈ મારુ, પિયુષ હરગોવીંદભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, મિતેષ હસમુખભાઈ પટેલ

    *અત્યાર સુધી ધરપકડ થયેલા નોકરીયાત ઉમેદવારોની યાદી:*

    નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી, આસિમ યુનુસભાઇ લોઢા, જિજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ.

     

  • શ્રી અરવિંદના અધ્યાત્મિક જીવનનું મહત્વ ભારતભૂમિ માટે શું હશે?

    શ્રી અરવિંદના અધ્યાત્મિક જીવનનું મહત્વ ભારતભૂમિ માટે શું હશે?

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    દેશના ભવ્યથી ભવ્ય દ્રષ્ટિ ધરાવનારા અને ઋષિ મહર્ષિ સ્વરૂપ શ્રી અરવિંદ નો 15 મી ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. શ્રી માતાજી જેમણે પોતાનો સમગ્ર જીવન સોંપી દીધું અને એ સમયે પોંડિચેરીમાં સમર્પિત દિવ્યતાથી સમગ્ર શ્રી અરવિંદ આશ્રમ નો, લોકો માટેના આશ્રમનો વિકાસ કર્યો… તેમણે મહર્ષિ અરવિંદ ના જન્મદિવસનું અધ્યાત્મિક જગતમાં અને સમગ્ર ભારતભૂમિ અને મનુષ્ય જાતિ માટે શું મહત્વ છે તે નીચે મુજબ જણાવ્યું હતું.

    હકીકતો એ છે કે શ્રી અરવિંદ પૃથ્વી પર અવતરનારા કલકી અવતાર માટેની તૈયારી રૂપે પૃથ્વી પર ભક્તિના મહર્ષિ વેદ વ્યાસ પછી આવા વિરાટ જ્ઞાનવાળા આર્ષ દ્રષ્ટા મહર્ષિ હતા. તેમની સમગ્ર જીવનની સાધના પૃથ્વી પર વાસુદેવના માટે અંતિમ અવતારનું સ્વરૂપની ભૂમિકા તૈયાર કરવાનું હતું! પરંતુ સમગ્ર ભારતભૂમિ અને સમગ્ર મનુષ્ય જાતિ એ તમસમાં પડેલી હતી. ત્યારે અરવિંદે તેમની ભૂતકાળમાં થયેલા ચાણોદ પાસે કુબેર ભંડારી ખાતે આવેલા કરનાડી મંદિરમાં પ્રગટ થયેલા મહાકાલી જેમણે આધ્યાત્મિક ક્રાંતિ માટે રામકૃષ્ણ પરમહંસ સામે પ્રગટ થયા હતા… તે સ્વરૂપનું કલકી સ્વરૂપ – અંતિમ અવતાર રૂપે કલકી એટલે કાલી અને કૃષ્ણા- એક સાથે તેવા અતિમનસ દર્શનનો અધ્યાત્મિક પાયો પોંડીચેરીમાં નાખ્યો હતો!

    🌸 The Mother on Lord Sri Aurobindo’s Birth 🌸

    15th August 1872

    The Eternal Birth

    Physically, it means that the consciousness of this birth will last as long as the Earth. The consequences of Sri Aurobindo’s birth will be felt throughout the entire existance of the Earth……

    Mentally, it is a birth the memory of which will last eternally. Through the ages Sri Aurobindo’s birth will be remembered, with all the consequences it has had….

    Psychically, it is a birth which will recur eternally, from age to age, in the history of the universe. This birth is a manifestation which takes place periodically, from age to age, in the history of the Earth…..

    And finally, from the purely spiritual point of view, it will be said that it is the birth of the Eternal on Earth. For each time the Avatar takes a physical form it is the birth of the Eternal himself on Earth.

  • જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ લંબાવાઈ

        સાબરકાંઠા જિલ્લાના  ઇડર તાલુકાની નવોદય વિદ્યાલય સમિતિ દ્વાશ ધોરણ છ(૬)માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તો હવે તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. એમ આચાર્યશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે


    સીવણકામ” માટે  નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે

    ******

     

    સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની ગ્રામીણ બેરોજગાર બહેનો માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા દ્વારા સીવણના નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ મેળવવા ઈચ્છુક બેરોજગાર બહેનો ૨૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી https://barodarsetisabarkantha.org/  કરી શકે છે.

     

    આ તાલીમનો સમયગાળો ૩૦ દિવસ સુધીનો રહેશે.તાલીમ દરમ્યાન સંસ્થા દ્વારા નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રશિક્ષિત અને અનુભવી સર્ટીફાઈડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીને NCVT/સરકાર માન્ય તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવશે.તાલીમ બાદ વ્યવસાય શરૂ કરવા અને બેંક ધિરાણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ અરજી કરી શકશે.

    ગ્રામીણ BPL ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલીનો મેળવવાનો સમયગાળો ૯.૩૦ થી ૫.૩૦ નો રહેશે. વહેલા તે પહેલાનાં ધોરણે ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવશે. વધુ માહિતી માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,  GMSCL ગોડાઉનની પાછળ, રેલ્વે ફાટક પાસે , આઇટીઆઇની સામે, બાયપાસ રોડ, હાંસલપુર(વિરપુર), તા.હીમતનગર, જી. સાબરકાંઠાનો સંપર્ક કરવો. એમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

     


    MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના બાબત

     

               કેન્દ્ર સરકારે MSME એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના એપ્રિલ ર૦ર૨માં જાહેર કરવામાં આવી છે.

        કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી LED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

    ZED સર્ટીફિકેટ મેળવવા માટેની પાત્રતા:

          UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/ પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.

    ZED સર્ટીફિકેટ માટેની પ્રકીયા:

        MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન (ની:શુલ્ક ફ્રી) ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનું રહેશે રજીસ્ટ્રેશન બાદ એકમે નીચે મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.

    (૧) certification Loyol-1: Bronze

    (2) Certification Level-2: Silver

    [3] Certificution level-3: Gold

    ZED સર્ટીફિકેશનના ફાયદા:

     1. MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ સીટ કરવાનો છે.

    2.અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSME ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાનો છે.

    ૩. નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે.

    4. ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.

            ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd,  (૨) Efforts Consulting, (3) Separis Knowledge Sol Pvt Ltd,  (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleuns Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્‍ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ કે ફી ચુકવવાની રહેશે નહિ. એમ જિલ્લા ઉધોગ કેંદ્રના જનરલ મેનેજરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

  • ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

    ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી

    નીરવ જોશી,હિંમતનગર (M-7838880134)

    ખેડબ્રહ્મા  ખાતે રાજ્યકક્ષામંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાઇ

    વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

           સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા  ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

           આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા  કરતા આવ્યા છે. આદિવાસી લોકોના વિકાસ માટે  જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના,     વન અધિકાર અધિનિયમ ૨૦૦૬, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

         છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.  રેસીડેન્સીયલ શાળાઓ,આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે.

    આ કાર્યક્રમમાં  પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતુ કે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે  દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.આદિવાસી લોકોના વિકાસ અર્થે અનેક વિધ યોજનાઓ અમલી છે. પહાડી વિસ્તારોના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ જેવી યોજના અમલી છે.

            વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં વર્ચ્યુઅલ રીતે  વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અને આદિવાસી વિકાસ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

             આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, અગ્રણીશ્રી લુકેશભાઈ , જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, પ્રયોજના વહીવટદારશ્રી ખેડબ્રહ્મા જે. જે નિનામા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

     


    સમગ્ર સાબરકાંઠામાં આદિવાસી વસ્તી ધરાવતા તાલુકામાં અને નાના નાના નગરોમાં પણ આદિવાસી ઉત્સાહભેર કાર્યક્રમ કર્યા હતા

    આદિવાસી હિત રક્ષા સેના દ્વારા લોબડીયા ખાતે દોતા પોશીના અને ખેડબ્રહ્મા તાલુકા ના ડુંગરી ભીલ સમાજની સમાજ વાડી નું બોર્ડ લગાવવામાં આવ્યું
    લોબડીયા બજારમાં ફરી બિરસા મુંડા સર્કલ લાબડીયા ખાતે  શ્રી રૂમાલભાઈ ધ્રાંગી હિત રક્ષા સેના -પ્રમુખ.


     

    ઈડરમાં પણ એકલવ્ય ટ્રાઇબલ સેના નામની એક સંસ્થાએ આદિવાસીઓની રેલી કાઢી હતી અને ઈડરના તિરંગા સર્કલથી ટાવર ચોક સુધી આ રેલી ડીજેના તાલે આનંદ અને ઉત્સાહથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો હતો!

  • આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

    આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે

    સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.

     આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.

    આજે તા.૯ ઓગસ્ટ ૨૦૨૩ બુધવાર સવારે ૧0:00 કલાકે આર્ડેકતા કોલેજ, નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

    વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે.

     આ કાર્યક્રમમાં જિલ્લા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા,સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા,પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,  ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે. 

  • વિજયનગરના પોલો જંગલ પાસે સ્વરોજગારી મેળવતી મહિલાઓએ નાસ્તા સેન્ટર ઊભું કર્યું

    વિજયનગરના પોલો જંગલ પાસે સ્વરોજગારી મેળવતી મહિલાઓએ નાસ્તા સેન્ટર ઊભું કર્યું

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા ઉત્થાન ફુડ સર્વિસ થકી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ…

    પારંપારીક આદિવાસી વાનગીઓ-ગુજરાતી થાલી- નાસ્તા ઓર્ડર પ્રમાણે પીરસાય છે

    મીલેટ વાનગીઓની સાથે સ્થાનિક મહિલાઓ દ્રારા નિર્મિત વસ્તુઓનું વેચાન અહિ કરે છે

    ***********

      ગુજરાતનું કશ્મીર ગણાતુ સાબરકાંઠા વિજયનગરના પોળો ફોરેસ્ટ ગુજરાતભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. અહી પ્રવાસીઓને સુવિધાઓમાં વધારો થઈ શકે અને વર્ષ ૨૦૨૩ મિનિટ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે વનડે પીકનીક સ્પોર્ટ્સ ગણાતા આ સ્થળે પ્રવાસીઓ માટે પારંપારીક આદિવાસી વાનગીઓ સ્થાનિક ભોજનનો આ સ્વાદ માણી શકે તે માટે પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા ઉત્થાન ફુડ સર્વિસની શરૂઆત કરવામાં આવી છે.

    આત્મનિર્ભ ભારત તરફ વધુ એક નવી પહેલ કરતું સાબરકાંઠા એ વિજયનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ પોલો ફોરેસ્ટ ખાતે મહિલાઓને રોજગારી અપાવવા માટે એક નવી પહેલ કરી છે!      અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ કુદરતી સૌંદર્યના ભંડાર સમાન પોળો ફોરેસ્ટ ખાતે વિજયનગરની પોળો મહિલા ફાર્મર સ્વ સહાય જૂથની મહિલાઓ દ્રારા પોળોથી પહેલા બે કી.મી.   ઉત્થાન ફુડ સર્વિસની શરૂઆત કરી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું  છે.

    ઉત્થાન ફુડ સર્વિસની સાથે રીટેલ આઉટલેટ(વેચાણકેંદ્ર) બનાવવામાં આવ્યું છે. જ્યાં સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્રારા બનાવવામાં આવતી અવનવી વસ્તુઓ જેમાં વાસની વસ્તુઓ, અથાણા, મહુડાના લાડુ, શરબત તેમજ અન્ય સુશોભનની વસ્તુઓનું વેચાણ થાય છે.

     

    સ્વ સહાયના સાવિત્રી બેન જણાવે છે કે,  તેઓ અને તેમની સાથી બહેનો દ્રારા આ ફુડ સર્વિસ સેન્ટર ચલાવવામાં છે. આ માટે બાયસ સંસ્થા અને સરકારના સહિયોગથી અમને તાલીમ પુરી પાડવામાં આવી છે. આ વિસ્તારમાં જુદા-જુદા સ્વ સહાય જૂથ છે જે અવનવી વસ્તુઓનું ઉત્પાદન કરે તેનુ વેચાણ પણ અહિં કરવામાં આવે છે. જેના માટે મહિલાઓને રોજ-મેળ લખવાની, અથાણા, ભોજન બનાવાની તાલીમ આપવામાં આવી હતી. અહીં શ્રી ધાન્ય મિલેટ વાનગીઓ બનાવામાં આવે છે. અહિં મકાઇનું ઉત્પાદન થાય છે. 

     

     આ સેન્ટરના નિર્માણ માટે બાયસ સંસ્થા દ્રારા મદદ મળી જ્યારે અન્ય ખર્ચ માટે સ્વ સહાય જુથને લોન મળતા તેમને આ સેન્ટર બનાવામાં ખુબ મદદ મળી છે. અહિની મહિલાઓને અલ્પ શિક્ષિત છે જેથી પોતાની આવડત પ્રમાણે કામ કરી પૈસા કમાવાનો મોકો મળ્યો છે. અહી આવકના અન્ય સ્ત્રોત નથી પર્વતીય વિસ્તાર અને ઓછી જમીનમાં આવક ઓછી હોય ત્યારે આ એક  સ્ત્રોત વધવાથી અહિની મહિલાઓ પગભર બની આવક રળતી થઈ છે. 

     અહીં આવનાર પ્રવાસીઓ ફોન કરી ઓર્ડર નોંધાવે તે પ્રમાણે ભોજન નાસ્તો બનાવવામાં આવે છે. શુધ્ધ, સાત્વિક અને સ્વચ્છ ભોજન પીરસાય છે. ઉત્થાન ફુડ સર્વિસ સેન્ટરોનો સંપર્ક નં. ૯૪૦૯૬૩૫૫૭૨ ફોન કરી ઓર્ડર નોંધાય છે.

     છેવાડાની આદિજાતી મહિલાઓને સશક્તિકરણ ના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકાર અને એન.જી.ઓ કાર્યરત છે. જેના થકી અલ્પ શિક્ષિત મહિલાઓ ઘરે બેઠા કામ કરી આત્મનિર્ભર બની જીવન ધોરણ ઉંચુ લાવી રહી છે. 

  • ભાખરા ગામની બહેનોએ મહુડાના લાડુ બનાવી આત્મનિર્ભય ગામ રજૂ કર્યું

    ભાખરા ગામની બહેનોએ મહુડાના લાડુ બનાવી આત્મનિર્ભય ગામ રજૂ કર્યું

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    • નારી વંદના ઉત્સવ
    • વિજયનગરના ભાખરા ગામના અંબિકા સ્વ સહાય જૂથ દ્વારા મહુડાના લાડુ બનાવી રોજગારી ઊભી કરાઈ
    •    મહુડાના લાડુ શારીરિક સ્વાસ્થ્ય માટે તેમજ સાંધાના દુખાવામાં ખૂબ જ લાભદાયી છે

          સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના ભાખરા ગામના અંબિકા સ્વ સહાય જૂથની બહેનો દ્વારા મહુડાના લાડુ બનાવી વેચાણ કરવામાં આવે છે. પછાત અને અલ્પ શિક્ષિત આદિજાતી વિસ્તારની આ મહિલાઓ મહુડાના ફૂલના લાડુ બનાવી આર્થિક રીતે સધ્ધર બની રહી છે.

           કુદરતના ખોળે રહેતા આદિજાતિ વિસ્તાર ગણાતા વિજયનગર તાલુકાના ભાખરા ગામની મહિલાઓ દ્વારા સ્થાનિક વસ્તુઓનું મૂલ્ય વર્ધન કરી તેમાંથી રોજગારી કમાવાની શરૂઆત કરી છે.  અંબિકા સ્વ સહાય જૂથના સુશીલાબેન અસારી જણાવે છે કે,  ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અમને તાલીમ મળી જે બાદ અમે મહુડાના લાડુ બનાવવાની શરૂઆત કરી હતી. આ લાડુ અમે ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ. મહુડાના લાડુ ખૂબ જ ગુણકારી હોવાની સાથે સાંધાના દુખાવાઓમાં ફાયદાકારક છે. શરીર સ્વાસ્થ્ય માટે લાભદાય એવા આ મહોડાના લાડુ ૬00 રૂ. કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે.જેમાં તેમણે સીઝનમાં સારો એવો ફાયદો થાય છે. બીન સીઝનમાં પણ તેમને વત્તા ઓછા પ્રમાણમાં ઓર્ડર મળે છે. ઓર્ડર મળે ત્યાર બાદ જ તેઓ લાડુ બનાવે છે જેથી ગ્રાહકને તાજા લાડુ આપી શકાય. એક થી દોઢ મહિના સુધી સારા રહે છે.

                  અંબિકા સ્વ સહાય જૂથ થકી 10 જેટલી બહેનો હાલમાં ઘરે બેઠા આજીવિકા મેળવી રહી છે. મહુડાના ઝાડ આ વિસ્તારમાં હોવાથી નવરાશના સમય મહુડાના ફૂલ વીણી લાવી તેને ધોઈ સાફ કરી સુકવીને તેણે દળીને લાડુ બનાવવામાં આવે છે. આ લાડુ બનાવવા માટે તમામ વસ્તુ ત્યાંની સ્થાનિક હોય છે. ઓર્ડર પ્રમાણે મહિલાઓ લાડુ બનાવે છે. સાફ સફાઇનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

           વધુમાં સુશીલાબેન જણાવે છે કે તેમના મહિલા મંડળ દ્રારા પ્રાકૃતિક હળદરનો પાવડર બનાવી વેચાણ કરવામાં આવે છે.

          મહુડાના આયુર્વેદિક ગુણોને કારણે આ લાડુ ખૂબ જ ગુણકારી શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે મહુડા આ વિસ્તારની વિશેષતા છે જેથી અહીંની મહિલાઓને આજીવિકા નું સાધન મળવાની સાથે અન્ય વિસ્તારના લોકોને સ્વાસ્થ્યપ્રદ મીઠા લાડુ મળી રહ્યા છે.

  • હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

    હર ઘર ધ્યાન – અધ્યાત્મ જગતમાં નવી પહેલ

    નિરવ જોષી, અમદાવાદ (7838880134)

    ધી આર્ટ ઓફ લિવિંગે, ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશ શરુ કરી

    √ ૨ લાખ ભારતીયોએ આ ઝુંબેશમાં ભાગ લેવા ઓનલાઇન નોંધણી કરાવી

    બેંગલોર,૨6 જુલાઈ ૨૦૨૩: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની ‘હર ઘર ધ્યાન’ ની પહેલના સંદર્ભમાં તેના સહયોગથી ધી આર્ટ ઓફ લિવિંગે ૨૪ થી ૩૧ જુલાઈ,૨૦૨૩ દરમ્યાન ‘ભારતમાં ધ્યાન’ ની ઝુંબેશ ઉપાડી છે.આ ઝુંબેશનો ઉદ્દેશ તમામ ઉંમર અને પૃષ્ઠભૂમિના લોકોને ધ્યાનની રીતો અને સ્વજાગૃતિ વિશે સશકત કરવાનો છે.આ ઝુંબેશ ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના સંપૂર્ણ સહયોગથી ચાલી રહી છે.’હર ઘર ધ્યાન’ની પહેલનો અંત સ્વતંત્રતા દિવસ,૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના દિવસે થશે.આ પહેલ આધ્યાત્મિક માર્ગોથી તંદુરસ્તી મેળવવામાં દેશના વિકાસમાં એક સૂચક સીમાચિહ્નરૂપ ગણાશે.

    ‘ભારતમાં ધ્યાન’ થકી આખા દિવસ દરમ્યાન નિઃશુલ્ક ઓનલાઇન ધ્યાન માટે ૮ સમયની શ્રેણી ફાળવવામાં આવી છે:સવારે ૬,૭,૮ વાગે,બપોરે ૨,૩ વાગે અને સાંજે ૬,૭ અને ૮ વાગે.

    આ જીવંત ઓનલાઇન સત્રો ધી આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત શિક્ષકો દ્વારા લેવામાં આવે છે.
    ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશમાં ભાગ લેવા શું કરવું

    indiameditates.org વેબસાઈટ પર નોંધણી કરાવવાથી વોટ્સઅપ ગૃપમાં સમાવેશ કરવામાં આવશે અને તેમાં સત્ર માટેની જીવંત લીંક મળશે.ભાગ લેનારને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રમાણિત ઈ-પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    અત્યાર સુધીમાં ૨ લાખ કરતાં વધારે ભારતીયોએ નોંધણી કરાવી છે.

    સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી, આઝાદીકા અમૃત મહોત્સવ, માટે સાંસ્કૃતિક મંત્રાલયે ભારતીયોને ધ્યાનના પરિવર્તનકારી માધ્યમ વિશે શીખવવા અને સશકત કરવા ધી આર્ટ ઓફ લિવિંગ સાથે ભાગીદારી કરી છે.આ યોજનાનો આરંભ ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બેંગલોરમાં ધી આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય વડામથકે વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઈની ઉપસ્થિતિમાં ૨૦,૦૦૦ ની મેદનીમાં કરવામાં આવ્યો હતો.

    ત્યારથી ‘હર ઘર ધ્યાન’ ની પહેલને દેશભરમાંથી ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો છે.તાજેતરના મહિનાઓમાં ૧૦ લાખ કરતાં વધારે લોકોએ આ ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લીધો છે.

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે, “ધ્યાન તમને તમારો દ્રષ્ટિકોણ બદલવામાં સહાય કરે છે.તમે જે રીતે વ્યક્તિ/વસ્તુ/પરિસ્થિતિને જોતા હોવ છો તેમાં બદલાવ લાવે છે.તમારી તમારા આસપાસના લોકો સાથેની ક્રિયા-પ્રતિક્રિયામાં બદલાવ લાવે છે– તમે શું બોલો છો,તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો છો અને વિવિધ પરિસ્થિતિમાં વર્તો છો એ વિશે તમે વધારે જાગૃત બનો છો.”

    સાબિત થયેલું છે કે ધ્યાનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,સમગ્ર તબિયતમાં સુધારો થાય છે,તનાવ,ચિંતા અને હતાશામાં ઘટાડો થાય છે તથા માણસોને તેમના મનને નિયંત્રિત કરવાની ક્ષમતા મળે છે અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે.