ટૅગ Gujarat

  • લાંબડીયા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

    લાંબડીયા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

    નીરવ જોષી , હિંમતનગર

    (joshinirav1607@gmail.com)

    સાબરકાંઠામાં  રાજ્યસભાના સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં લાંબડીયા  ખાતે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો 

    રાજ્યની  પ્રજાના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય મેળા સેતુરૂપ કાર્ય કરે છે.- સાંસદશ્રી રમીલાબેન બારા

    સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના લાંબડીયા   ગામે રાજ્યસભાના સાંસદશ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષસ્થાને હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો.

    આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ  સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.

    આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતિયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલિસ્ટમા પીડિયાટ્રીશીયન, ફીજીશિયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આરોગ્ય મેળામાં  વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ લાભાર્થીઓએ લીધો હતો.

          આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રીમતી રમીલાબેન બારાએ  જણાવ્યું હતું કે, રાજ્યની  પ્રજાના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય મેળા સેતુરૂપ કાર્ય કરે છે. આથી જન જનના આરોગ્યની સુખાકારીને પ્રથમિકતા આપી રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૧૮ થી ૨૨ એપ્રિલ સુધી બ્લોક હેલ્થ મેળાઓ યોજીને જન જન સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં   આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઈ શકશે.

     

      રાજ્ય સરકારના આ અભિગમનો ઉપયોગ કરીને આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભ લેવા માટે લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન સેવા આપનાર તમામ આરોગ્યકર્મીઓને  બિરદાવ્યા હતા.

    આ આરોગ્ય મેળામાં  જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી શંકરભાઇ બેગડિયા, સિંચાઇ સમીતી ચેરમેન હિતેન્દ્ર ચૌહાણ, જિલ્લા મુખ્ય  આરોગ્ય અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ , આઇ.સી.ડી.એસ  અધિકારીશ્રી. ડો. ચારણ,  તાલુકા પ્રમુખ સમીરભાઇ તેમજ તજજ્ઞ તબીબો અન્ય પદાધિકારીઓ, લેબ, ટેકનિશિયનો તેમજ આરોગ્ય કર્મિઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • અમદાવાદમાં 18 કામો માટે 90 કરોડ સરકાર ખર્ચ કરશે

    અમદાવાદમાં 18 કામો માટે 90 કરોડ સરકાર ખર્ચ કરશે

    એવીએસ બ્યુરો, ગાધીનગર

    અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે ૯૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પટેલ
    …..
    *મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં ૬૦ ફૂટથી મોટા રસ્તાઓના ૧૮ કામોની
    મહાપાલિકાની દરખાસ્ત- મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી*

    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૯૦ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે*
    .
    *અમદાવાદ મહાનગરપાલિકાને ર૦ર૧-રરના વર્ષમાં આ યોજના અંતર્ગત ૬૦ ફૂટ થી મોટા રસ્તાને દુરસ્ત કરવાના ૧૮ કામો માટે આ રકમ શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે*

    *મુખ્યમંત્રીશ્રીએ જે ૧૮ કામો માટે આ રકમ મંજૂર કરી છે તેમાં પૂર્વ ઝોનના ર કામો માટે રૂ. ૧૧.પ૦ કરોડ, મધ્ય ઝોનમાં ૪ કામો માટે રૂ. ૧૧.૬૦ કરોડ, પશ્ચિમ ઝોનમાં ૪ કામોના હેતુસર રૂ. ર૩.પ૦ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ર કામો માટે રૂ. ૧૪ કરોડ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩ કામોના રૂ. ૧૭.પ૦ કરોડ ઉપરાંત ઉત્તર ઝોનમાં ૩ કામોના રૂ. ૧૧.૯૦ કરોડના વિવિધ કામોનો સમાવેશ થાય છે*
    *મુખ્યમંત્રીશ્રીએ જે ૧૮ કામો માટેની મંજુરી આપી છે તે નીચે મુજબ છે*

  • ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી

    ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી

    નીરવ જોષી , અમદાવાદ

    ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી

    વાવેતરના સમયે જ વીજ કાપના કારણે સમયસર વાવેતર નહીં થાય તો ચોમાસા બાદ શિયાળુ સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા પણ સરકાર નિંદ્રાધીન – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

    વીજળી દૈનિક ચાર થી પાંચ કલાક આપવામાં આવે છે અને વીજ બીલ પુરુ ૮ કલાક વીજળીના લેખે વસુલવામાં આવે છે, આ લૂંટ છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

    વારંવાર વીજળીમાં કટ થી ટ્યુબવેલની મોટરો બળી જતા ખેડુતોને મોટો આર્થિક ફટકો પણ પડી રહ્યો છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

    ભાજપ સરકાર પોતાની અણઆવડત અને બેદરકારીના કારણે કોરોના સમયે લોકોને સારવાર પુરી પાડી ના શકી અને હવે વાવેતરના સમયે ખેડુતોને વીજળી પુરી પાડી શકતા નથી – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

    ખેડુતોને નિર્ધારીત સમય મુજબ પુરી ૮ કલાક વીજળી પુરી ના પાડી શકો તો, રાજીનામા આપી દો – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

    ખેડૂતોને સતત આઠ કલાક વીજ પુરવઠો આપવામાં નહીં આવે તો ખેડુતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

    ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરના સમયે જ કૃષિ વિષયક વીજળી માં અઘોષિત વીજ કાપ ખેડુતો ઉપર થોપી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારને ચિમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વાવેતરના સમયે વીજ કાપ થોપી બેસાડી રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને પ્રતાડિત કરી રહી છે. ખેડૂતો રવિ સિઝનના વાવેતરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ખેડુતોને દિવસે વીજળી આપવાના દિવા સ્વપ્નો દેખાડી રહેલ રાજ્યની ભાજપ સરકારે કૃષિ વિષયક વીજળીમાં મોટો કાપ મુકીને ખેડુતોના મોઢાનો કોળીયો છીનવી લેવાનું પુરું આયોજન કરેલ છે. વીજળીના અભાવે પિયત ના થતા ખેડુતો વાવેતર કરી શકે તેમ નથી. જો સમય સમયસર વાવેતર નહીં થાય તો શિયાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડી શકે તેમ છે. એકબાજુ સરકારે ચોમાસુ સિઝન નિષ્ફળ જવા છતાં ખેડુતોને ‘મુખ્યમંતી કિસાન સહાય’ યોજના અંતર્ગત એક રૂપિયાની પણ સહાય આપવામાં આવી નથી. એવામાં હવે શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે તો ખેડુતો માટે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાશે.

    શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ખેડુતો પાસેથી પુરુ લાઈટ બીલ વસુલવામાં આવતુ હોવા છતાં નિર્ધારીત 8 કલાકની જગ્યાએ માત્ર 5 કલાક વીજળી આપી ખેડુતોને ડામ આપવામાં આવી રહ્યા છે. તેમાં પણ અનિયમિત સમયના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. ઉપરાંત વારંવાર વીજ કટ થતો હોવાથી ટ્યુબવેલની મોટર પણ બળી જતા ખેડુત મિત્રોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઇન ફોલ્ટમાં હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યા છે.

    શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે જે રીતે ભાજપ સરકાર ખેડુતોને હેરાન કરી રહી છે, તે અસહ્ય છે, મારી રાજ્ય સરકાર અને વીજ કંપનીઓએ વિનંતી છે કે ખેડૂતો પુરતા સમય સુધી એકધારી વીજળી આપવામાં આવે. નહીં તો ખેડુતોને સાથે રાખી આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

    Joshinirav1607@gmail.com

  • જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો

    જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો

    નીરવ જોષી , હિંમતનગર

    (joshinirav1607 @gmail.com)

    સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    સેવા સેતુ દરમિયાન કયા કયા લાભો સામાન્ય નાગરિક મેળવી શકે છે?

      આ સરકારલક્ષી કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૨૨ ઓક્ટોબર થી ૫ જાન્યુઆરી દરમિયાન યોજાનાર સાતમ તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓનો જેવી કે દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશન કાર્ડ, ઉજ્જલા યોજના, આવાસ યોજના સહિત અનેક યોજનાઓના ફાયદાઓ અને લાભ લોકોને ઘરે જઈ આપવામાં આવશે.

              જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને જિલ્લા કે તાલુકાના મુખ્ય મથક સુધી ન આવવુ પડે તેવી લોકભોગ્ય તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવી. તેમણે કલસ્ટર વિસ્તારના કોઇ ગામ બાકી ન રહે તે જોવા પણ અનુરોધ કર્યો હતો.

              કલેકટર શ્રીએ સેવાસેતુ સાથે મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમ પણ હાથ ધરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓને પણ ખાસ ઉપસ્થિત રહે તે બાબતે સૂચન કર્યુ હતું.

            જેમાં તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૧ શુક્રવારના રોજ હિંમતનગરના હાંસલપુર ગામે, પ્રાંતિજના મહાદેવપુર, તલોદના રણાસણ, ઇડરના દરામલી, વડાલીના મેધ, ખેડબ્રહ્માના શ્યામનગર, પોશીનાના કોટડા તથા વિજયનગર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

  • ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

    ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

    નીરવ જોષી, ગાંધીનગર

    ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ આપ્યો છે. ગુજરાતના નાથ બનવાના નીતિન પટેલના તેમજ અન્ય ચર્ચાતા સંભવિત મુખ્યમંત્રી પદના દાવેદાર નેતાઓના સપનાઓ ચકનાચૂર બની ગયા છે. ગઈકાલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું અને તેના ૨૪ કલાક બાદ એકદમ અણધાર્યું અને અનપેક્ષિત એવું ઘાટલોડિયાના વર્તમાન ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની વરણી ભાજપની નવી રણનીતિ ના ભાગરૂપે એક જાહેરાત થઈને આવી છે. ભુપેન્દ્રભાઈ પટેલ જેઓ ભાજપના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ વર્તમાન સમયમાં ખૂબ જ લો પ્રોફાઇલ ધરાવતા તેમજ AUDAના ચેરમેન રહી ચૂકેલા અને AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂકેલા છે. વડીલ જેવા લાગતા અને આનંદીબેનના ગ્રુપના કહેવાતા ભુપેન્દ્રભાઈ પટેલ હવે દિલ્હી દરબારના નરેન્દ્ર મોદીની પસંદગી બની ને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 17 મહિના માટે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે…

    ઉલ્લેખનીય છે કે આ નવા કંઈ તદ્દન અનઅપેક્ષિત મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાદુગરી કરીને કોથળામાંથી બિલાડું કાઢી નાખ્યું હોય તેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો નવો ચહેરો જાહેર થયો છે!

    પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓનો સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ છે કે શું આ નવો સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભાજપની નૌકાને વિજયશ્રીની વરમાલા વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પહેરાવી શકશે કે નહીં? શિક્ષિત ગુજરાતી અને કોરોના ની મહામારી થી ત્રાસી ગયેલ  ગરીબ અને મધ્યમવર્ગીય ગુજરાતીઓને રાહતનો શ્વાસ કે નવી લાગણીઓ આપી શકશે???

    જે રીતે કોરોનાના સમયમા અસ્તવ્યસ્ત મેનેજમેન્ટ અને સરકારી ઇજારાશાહી ચાલી  તેને લઈને ભાજપના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.

    ટૂંકમાં ભાજપ દ્વારા ગુજરાતમાં સીએમને બદલવાની કવાયત હાઈપ્રોફાઈલ 24 કલાકના અતિ ઉત્તેજનાસભર નાટક સાથે પૂરી થઈ છે. સાથોસાથ સાડા છ કરોડ ગુજરાતીઓ માટે નવા પ્રયોગ અને પરિવર્તનનો તેમજ ઝુમલી બાજ સરકારનો દોર જોવા માટે સવા વર્ષ જેટલો સમય ભાજપે ભુપેન્દ્ર પટેલ rupee મોટો જુગાર ખેલ્યો છે એમ પણ કહી શકાય.

  • રાજ્યમાં  ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ થી શરૂ થશે

    રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ થી શરૂ થશે

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

    રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે

    50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

    શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે

    રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે

    એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં કર્યો છે

    ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે

    રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે

    કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ અને અન્ય સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

    ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

    નિરવ જોષી, અમદાવાદ

    આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આયોજન અંગે વિરોધ નોંધાવીને કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમણાં મે મહિના ના અંતે જ કોરોનાની અત્યંત ઘાતક બીજી લહેર શાંત થઈ રહી હોય એવું જણાયું છે. જૂન મહિનામાં હજુ સુધી વિદ્યાર્થી જગત મૂંઝવણમાં છે. આવામાં ગુજરાત યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પરીક્ષાઓનો કાર્યક્રમ આયોજિત કર્યો છે જેને ફરીથી યુવા વિદ્યાર્થીઓમાં ચિંતા જન્માવી છે. ખાસ કરીને એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ દ્વારા તેમજ પૂર્વ સેનેટ સભ્ય પાર્થિવ રાજ સિંહ કઠવાડિયા , એન.એસ.યુ.આઇ.ના મહામંત્રી કુણાલભાઇ અને સેનેટ સભ્ય દક્ષ પટેલ વડે આ અંગે કુલપતિશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુવક કોંગ્રેસે જણાવ્યું છે કે ઓફલાઈન પરીક્ષાઓ અંગે તેમનો સખત વિરોધ છે કારણકે આપણા વિદ્યાર્થીઓ કોરોના થી હજુ મુઝાયેલા છે અને તેઓ કોરોના પ્રૂફ નથી.

    આ online પરીક્ષા પણ નથી ઓફલાઇન પરીક્ષા છે મતલબ કે વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં પરીક્ષાઓ આપવા માટે ભેગા થશે જેના પરિણામે કોરોના સંક્રમણની સંભાવના ઉભી થશે. આ ઉપરાંત યુનિવર્સિટીની દરેક કોલેજમાં હજુ સુધી પુરા વિદ્યાર્થીઓ વર્ગને vaccination કરવામાં આવી નથી. યુવા કોંગ્રેસની માંગ કરી છે કે યુનિવર્સિટીના ડેવલોપમેન્ટ માંથી સંલગ્ન કોલેજના દરેક વિદ્યાર્થીઓને રસી આપવી જોઈએ. યુવા કોગ્રેસ જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીની જો offline પરીક્ષાઓ યોજાશે તો તે અંગે વિરોધ નોંધાવશે અને NSUI ઉગ્ર આંદોલન પણ કરશે.

  • પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ

    પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ

    નિરવ જોષી, હિમતનગર

    અચ્છે દિનના વાયદા કરીને સત્તામાં ૭ વર્ષો થી આવેલી ભાજપ સરકાર ના શાસનમાં પેટ્રોલ-ડિઝલ 100ની પાર પહોંચી ગયું!!!  કેન્દ્ર સરકારની આ દમનકારી અને મોઘવારી વધારનારા કુશાસન સામે ભારતભરમાં કોગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન શુક્રવારે કર્યું. સાબરકાંઠા કોગ્રેસે પણ હિમતનગરમા આ બાબતે જનતાને વિરોધ માં જોડાવા હાકલ કરી હતી અને ધરપકડ પણ વહોરી હતી.

    આજ રોજ હિંમતનગર ટાવર ચોક ખાતે કોગ્રેસ દ્રારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યા હતુ. જેમાં જિલ્લા યુથ પ્રમુખ પ્રિયવદન પટેલ, મહિલા પ્રમુખ જયોતીબેન દવે, શહેર, હિંમતનગર પ્રમુખ ઇસ્વરભાઇ દેસાઈ, હિંમતનગર તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, કમળાબેન, ટીવી પટેલ, પૂવૅ પ્રમુખ રણજીતસિંહ સોલંકી,રાકેશસિહ ચોહાણ, કોર્પોરેટ ઇમરાન બાદશાહ, રઝાક ભાઈ,આશિફ, દાઉદ ભાઈ,અજમેલસિહ, કિરણ પટેલ, કુમાર ભાટ, રણછોડભાઈ, મુકેશ ભાઈ, મહેશ પરમાર સમેતના હોદ્દેદારોની ધરપકડ કરવામા આવી હતી.

     

  • ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે

    ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી લેવાશે

    નિરવ જોષી, ગાંધીનગર

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય આજ રોજ લીધો છે.

    રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે
    ……
    *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ*
    …..
    *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે*
    ……..
     *દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે*

     *સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે*

     *વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે*

    *કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે*

     *વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે*

     *સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે*

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
    મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે.

    શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*.

    *શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે*
    તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

    *શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે*

    *આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે*

    પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું.
    *શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું*

    તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.

    *આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે*.

    *વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે*
    એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

    *આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે*

    *શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે*

    આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    સીી

  • જાણો Corona Anniversary પર ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ જનતાને શું કહ્યું?

    જાણો Corona Anniversary પર ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ જનતાને શું કહ્યું?

    ગુજરાતના મુખ્યમંત્રી
    ગુજરાતના મુખ્યમંત્રી

    મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે આ અગાઉ જ્યારે કોરોના નો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોના નું ઓછામાં ઓછું સંક્રમણ થાય તેવી સ્થિતિ સર્જી હતી હવે આ વખતે પણ ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ વધ્યું છે ત્યારે કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે તેને પણ ગુજરાતના સૌ નાગરિકો વ્યાપક હિતમાં સમર્થન આપે તેવી અપીલ શ્રી વિજય ભાઈ રૂપાણીએ કરી છે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પોતાના સોશીયલ મિડિયા પ્લેટફોર્મ ફેઈસ બુક માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા સાફ શબ્દોમાં કહ્યું કે લોકોએ અફવાઓ થી ગભરાવાની કોઈ જરૂર નથી.

    મુખ્ય મંત્રીશ્રી એ સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્ય માં ફરીથી લોક ડાઉન આવવાનું નથી જ કે કોરોના ને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી. મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકો ને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે.

    એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈ ને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે. મહાનગરોમાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે. તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે. કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારવો પડ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટ્સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે એમ મુખ્યંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે.

    પરંતુ, આ કરવું જરૂરી હતું તેમણે ઉમેર્યું હતું કે જાહેર-જનતાને કોરોનામાં ઓછામાં ઓછી તકલીફ પડે, લોકોને હેરાન ન થવું પડે, ઘંઘા-રોજગાર પર અસર ન પડે એની ચિંતા આ સરકારે કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અગાઉ કોરોનાની લહેર દેશ સહિત ગુજરાતમાં હતી ત્યારે પણ આપણે આવા નિયંત્રણો લગાવવા પડ્યા હતા અને તે વખતે ગુજરાતની જનતાએ પૂરો સહકાર પણ આપ્યો જ હતો. જ્યારે સંક્રમણ કાબૂમાં આવ્યું ત્યારે જાહેર જનતાને તકલીફ ન પડે એ મુજબ નિયમો હળવા પણ કરી દીધા હતા ત્યારબાદ સંક્રમણ થોડું વધ્યું હતું, ત્યારે આપણે પાછા સાવચેત થયા હતા, જરૂરી પગલાં લીધાં હતાં અને સંક્રમણ ઘટાડ્યું હતું એટલા જ માટે આપણે ભૂતકાળમાં કોરોના સામેની લડાઈમાં સફળ રહ્યા છીએ એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    કોરોનાના સંક્રમણકાળમાં અગાઉ લેવામાં આવેલા અનેક પ્રયાસોની પ્રશંસા સુપ્રીમ કોર્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને આઇઆઇએમ (IIM) જેવી અનેક સંસ્થાઓએ પણ કરી હતી એમ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે અત્યાર સુધી કોરોના સામે ની લડાઈ માં સરકારે જે જે નિર્ણયો કર્યા તેને રાજ્યની જનતા એ પૂરો સહયોગ અને સમર્થન આપ્યા જ છે શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હવે જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જાહેર જનતા પાસેથી અગાઉ જેવી જ સાવચેતી અને સહકારની અપેક્ષા સરકાર રાખી રહી છે.

    એક બાજુ રાજ્યમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ્સ અને તમામ પ્રકારની જરૂરી દવાઓ ઉપલબ્ધ પણ કરાવી દેવામાં આવી છે. બીજી બાજુ વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે જાન ભી હૈ જ્હાન ભી હૈ એ મુજબ આપણે બધુ જ સંતુલન કરવાનું છે.

    હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી, કોઈના ધંધા-રોજગાર બંધ થવાના નથી. થોડા નિયંત્રણો સાથે રાબેતા મુજબ જ ચાલવાનું છે. કોઈએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવાનો નથી કે ગભરાવાની બિલકુલ જરૂર નથી એ વાત તેમણે ભાર પૂર્વક દોહરાવી હતી. અત્યારે કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આપણે ફરી એકવાર કડક પગલા લીધા છે, જ્યારે કેસોમાં ઘટાડો થશે એટલે પાછું બધુ રાબેતા મુજબ ચાલું થઇ જશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, માસ્કના દંડ ના પૈસા રૂપિયામાં સરકારને કોઇ રસ નથી. આપણે તો માસ્ક ન પહેરનારા લોકો પાસેથી હાઇકોર્ટના આદેશ રૂપિયા 1000 દંડ લઇ રહ્યા છીએ.

    શ્રી વિજય ભાઈ રૂપાણી એ સૌને એવી અપીલ પણ કરી કે રાજ્યમાં કોઈને માસ્ક ના પહેરવા નો દંડ જ ન ભરવો પડે એવી સ્થિતિ આપણે સૌ ઊભી કરીએ. મુખ્યમંત્રીશ્રીએ જાહેર જનતાને અપિલ કરતા જણાવ્યું કે, પહેલા જેવી સંયમ અને સાવચેતી રાખી છે એવી જ અત્યારે ફરી એકવાર સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે.

    સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરીએ અને વેક્સિનેશનમાં જ્યારે આપણો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇએ. એટલું જ નહિ બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ અને ટોળામાં ભેગા થવાનું ટાળીએ. આ બધા નિયમો અને થોડીક સાવધાની થી આપણે ફરીથી કોરોના ને હરાવી ને કોરોના હારશે ગુજરાત જીતશે ને સાકાર કરીશું એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.