ટૅગ Gujarat

  • ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યું મતદાન, સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો ભારે માહોલ

    ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ કર્યું મતદાન, સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો ભારે માહોલ

    નીરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    • મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું

    ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ નંબર-144 ખાતે શ્રીમતી પી. ભારતી સાથે તેમના પરિવારજનો; પતિ શ્રી સુમન રત્નમ દરશી અને દીકરી ઈશાએ મતદાન કર્યું હતું. દીકરી ઈશાએ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે પહેલી વખત મતદાન કર્યું હતું. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ પણ સેક્ટર-9 માં બૂથ નંબર-144 ખાતે 36-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું. જ્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેકે ગાંધીનગરના સેક્ટર-7 માં સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું હતું.

    *• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી*

    મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-19 માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 14 જિલ્લાઓમાં 26,409 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
    મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે આ સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.

    *• ગાંધીનગર-*
    • ૮૨ વર્ષના વડીલોનો લોકશાહીના મહાપર્વ માટેનો અનેરો ઉત્સાહઃ સૌ પ્રથમ મતદાન કરવા સેક્ટર-૨૦ ખાતે જૈફ દંપતિ નિયત સમય કરતાં પહેલાં જ મતદાન મથકે પહોચી સમયસર સૌથી પહેલા મતદાન કરીને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો.

    • દિવ્યાંગ દંપતિ મુકેશ ભારતી જોશી અને આશાબેન મત મથક પર આવી પોતાનો પવિત્ર મત આપી ગર્વ અનુભવ્યો. આ સાથે જણાવ્યું હતું કે શારીરિક રીતે ભલે અશકત છીએ પણ , અમને ખુશી છે કે અમારા મત થકી અમે દેશના ભવિષ્યમાટે મતદાન થકી એક નાનો આધાર બની રહયા છીએ એ વાતનો ગર્વ અનુભવ્યે છીએ.
    • ૮૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ ઓઝાએ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં કહ્યું કે, દેશ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા હું જીવું છું ત્યાં સુધી મારી આ મતદાનની ફરજ નહીં ચૂકું.

    • ગાંધીનગરના કલ્હાર પટેલે પોતાના જીવનનો પ્રથમ મત આપતાં આનંદની લાગણી અનુભવતાં કહ્યું કે, નાનપણથી મતદાન કરવા માટેની મારી આતુરતાનો આજે અંત આવ્યો.

    *• મહીસાગર-*
    o પ્રથમ પાંચ મતદાતાઓનું પોલીંગ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું.
    o જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડાણા ડેમ જળાશયમાં આવેલા રાઠડાબેટમાં મતદાન મથક સ્થાપિત કરાયું. આ મતદાન મથક પર પહોચવા માટે પોલીંગ સ્ટાફ જરૂરી સાધનો સાથે બોટ લઈને પહોચી ગયા.

    *• પાટણ-*
    o ૮૦ વર્ષના મહિલા મતદાર સીતાબેન પટેલે સવારે મતદાન કરીને અન્ય મતદારોને મતદાન માટે અપીલ કરી.

    *• અરવલ્લીઃ*
    o પ્રથમવખત મતદાન કરનાર યુવા મતદારોને વિવિધ છોડ આપી અભિવાદન કરાયું.

    *• વડોદરા-*
    o નવતર પહેલઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકના પહેલા મતદાતા પાસે યાદગારી ના ભાગરૂપે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું.

  • કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે

    કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ! જાણો, સફેદ રણને તમારી નજરે

    નીરવ જોશી ,અમદાવાદ (M-7838880134)

    નવેમ્બર – ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ મહિનો અને વર્ષના અંતમાં ક્યાં જવું કયા સ્થળે ફરવા જવું એ દરેક ગુજરાતીના મનમાં એના વિચારો અને એનું પ્લાનિંગ નવેમ્બરના દિવાળી પછી શરૂ થઈ જતું હોય છે. 

    ખાસ કરીને જે લોકો દિવાળી પર ફરવા નથી જઈ શક્યા એમના માટે ઠંડીની સિઝનમાં કોઈ એવા સ્થળે જવું કે જ્યાં જઈને ખૂબ આનંદ કરી શકાય અને બાળકોને પણ મજા પડી જાય એવા સ્થળો જોવા માટે ગુજરાતમાં અનેક સ્થળો શિયાળાની મોજ કરાવે એવા હોય છે. આવી જ એક ડેસ્ટિનેશન લોકપ્રિય બની રહ્યું છે અને અનેક લોકોને આકર્ષી રહ્યું છે એ છે કચ્છનું અદભુત સૌંદર્ય ધરાવનારું સફેદ રણ જેના માટે અનેક ટુર અમદાવાદ થી નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવી રહી છે.

     ખાસ કરીને કચ્છનું રણ છેલ્લા 20 વર્ષ સમયમાં ખૂબ જ લોકપ્રિય બનાવાયું છે અને ત્યાં થતો કચ્છનો રણ ઉત્સવ ખૂબ જ યાદગાર ઇવેન્ટ બની રહ્યો છે. ખાસ કરીને ઠંડીની સિઝન શરૂ થાય ત્યારે કચ્છના અફાટ સફેદ રણમાં મધુર પૂનમની ચાંદની થી એ રણનું સૌંદર્ય જોવું એ ખરેખર એક જીવનની અતિ રોમાંચક ઘટના છે !!!! તો આવા પ્રસંગને શોભાવતો અને આવા પ્રસંગ માટે ખૂબ જ સારી રીતે જઈ શકાય એવી ઘણી બધી ટુરિસ્ટ કંપનીઓ અમદાવાદથી ટુરીઝમ ક્ષેત્રે કામ કરી રહી છે.

    આવા જ એક  ક્ષેત્રે કામ કરનારા એક યુવાનનો પરિચય મને થયો હતો જેણે રાધે ટુરીઝમ નામની કંપની છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કરી છે.

    નારણ ગઢવીએ રાધે ટુરીઝમ હેઠળ કચ્છનું સફેદ રણ અને એને અમદાવાદના લોકોમાં લોકપ્રિય બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ગુજરાત ટુરીઝમ માં સેવા આપી ચૂકેલા નારાયણ ગઢવી ખૂબ જ નિષ્ઠાવાન અને ટુરીઝમ ક્ષેત્રે છેલ્લા ચાર વર્ષ કાર્યરત છે જુઆ ટુરની સંક્ષિપ્ત પરિચય કરાવતો રોમાંચક વિડીયો.

     

     

     

    Kutchh Rann Utsav 2022*
    By @Radhe Tourism

    *Thrusday Night Departure*
    *Duration* : 2 Nights 3 Days
    𝘈𝘩𝘮𝘦𝘥𝘢𝘣𝘢𝘥 𝘵𝘰 𝘈𝘩𝘮𝘦𝘥𝘢𝘣𝘢𝘥

    *_November_*
    3 , 10, 17, 24

    *_December_*
    1, 8, 15, 22, 29

    *What You Enjoy At Kutch*
    • White Desert
    • Mandavi Beach
    • Kalo Dungar
    • Mata No Madh
    • Ambedham – Godhra
    • Vijay Vilas Palace
    • Aaina Mahel
    • Parag Mahel
    • Khari River
    • Handcraft Village
    • Kutchi Cultural Program
    • Sunset From White Desert
    • Desert Photography

    *Include*

    ● Tranportation By AC Bus (3X2 or 2X2)
    ● 1 Night Stay At Resort Near By White Rann
    ● 1 Night Stay At Bhuj or Mandavi
    ● 3 Breakfast, 3 Lunch, 3 Dinner
    ● Rann Permit
    ●Tour Manager

    *𝘗𝘢𝘤𝘬𝘢𝘨𝘦 𝘥𝘰𝘦𝘴 𝘯𝘰𝘵 𝘪𝘯𝘤𝘭𝘶𝘥𝘦 Any type of entry Fees Monument Gate Tickets*
    *Any type of Local Transportation expenses (if any)*
    *Any Chargeable Activities (E.g. Parasailing, Adventure activities)*

    *Follow & Tag Us*

    https://instagram.com/radhe_tourism_?igshid=YmMyMTA2M2Y=

    *Contact For More Details & Booking :*

    9712607185
    8160133731
    sharing 8500
    3 sharing 7500

  • અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

    અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 )

    પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે.. ત્યારે એક નાનકડી બાળકી મોદી સામે ભાજપના કરેલા વખાણ અને ગુજરાતમાં ભાજપ કેટલું લોકોમાં અને તેમના દિલો દિમાગમાં છવાયેલું છે… તેનું ચિત્ર રજૂ કરતી એક નાનકડી કવિતા ગાઈને પીએમ મોદીનું દિલ જીતી લીધું હતું. જુઓ મોદીને સામે આ બાળકીનો વિડીયો!

    આ વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે તેમ જ વાયરલ થયો છે !ઘણા બધા બાળકી કોણ છે એ જાણવા ઉત્સુક છે તેમ જ મોદીનો બાળકી પ્રેમ પણ આ વીડિયોમાં જોવા મળે છે

  • જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

    જાણો, હિંમતનગરના MLA રાજેન્દ્રસિંહ ચાવડાએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    કહેવાય છે સત્તાના મુકામ પર અને સફળતાને શિખરે જ્યારે કોઈ વ્યક્તિ વિદાય નક્કી કરે છે ત્યારે તેણે કરેલા કામો અને એમણે જીતેલો લોકોનો વિશ્વાસ કે પ્રશંસા એ જ એનું સંભારણું રહેતું હોય છે. ગઈકાલે ભાજપ એ જે સોળ ઉમેદવારો જાહેર કર્યા એમાં હિંમતનગરના સીટિંગ એમએલએ રાજેન્દ્રસિંહ ચાવડા નું નામ પણ નહોતું અને વી ડી ઝાલાને હિંમતનગર વિધાનસભાની સીટ ની ટિકિટ ફાળવવામાં આવી છે. આ વાતથી ચાવડાના ચાહકો અને સમર્થકોમાં ભારે અજંપો ફેલાયો હતો. જોકે કેટલાકને માટે આ ઘટનાક્રમ એક સહજ હતો કારણકે વર્તમાન ધારાસભ્ય બે ટર્મથી હિંમતનગરમાં સેવા આપતા રહ્યા છે એટલે હવે કોઈ નવો ચહેરો આવશે એવી ખૂબ મોટી અપેક્ષા ભાજપના જ કેટલાક વર્તુળોમાં અને સામાન્ય મતદારોમાં ચર્ચા રહી હતી. આજે સવારનો ઘટનાક્રમ જોતા છેલ્લા બે ત્રણ કલાક સુધી એ રહસ્ય બની રહ્યું કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને એમના ટેકેદારો શું કરશે પરંતુ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ભાજપના parliamentry body નક્કી કરેલા નામો પર તેમની સહમતિ પણ દર્શાવી છે.

    નવા જાહેર થયેલા ઉમેદવાર વીડી ઝાલાને હાર્દિક શુભેચ્છા પાઠવી છે.તેમજ હિંમતનગરના સર્વે ટેકેદારો, કાર્યકર્તાઓ તેમજ મતદારોને હાર્દિક લાગણીથી અભિનંદન પણ કર્યું છે.  જુઓ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર શું કહ્યું છે…!

     

     

    ઉલ્લેખનીય છે કે ભારે રસાકસી બાદ અને ખૂબ જ ઇંતેજાર પછી ગઈકાલે સાંજે હિંમતનગરના ભાજપના નવા ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ હતી….. કુલ મળીને 16 જેટલા ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી હતી. જુઓ કયા કયા ઉમેદવારો જાહેર થયા હતા.

     

     

  • દિવાળી પૂર્વે જનતાને રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

    દિવાળી પૂર્વે જનતાને રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

    સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134)

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરીને દેશમાં વિકાસની વણઝાર આદરી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.

                                                   –   મંત્રીશ્રી ગજેન્દ્ર સિંહ પરમાર

     

    દિવાળી પૂર્વે સાબરકાંઠા જિલ્લાની જનતાને વિશ્વાસથી વિકાસ યાત્રા નિમિત્તે રૂ. 18.4૩ કરોડના વિકાસ કામોની ભેટ અર્પણ

        આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વાસથી વિકાસયાત્રા ભાગ-૨ અન્વયે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં એ.પી.એમ.સી. હરસોલ ખાતે અન્ન અને નાગરિક સુરક્ષા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

         દિવાળી પૂર્વે સાબરકાંઠાની જનતાને વિશ્વાસથી વિકાસ યાત્રા નિમિત્તે રૂપિયા 18.4૩ કરોડના ઇ-લોકાર્પણ અને ખાતમૂહૂર્ત ૮૨ કામોની ભેટ મળી છે. જનતાની સુખ-સુવિધામાં વધારો થયો છે.

          આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગ (નેશનલ હાઈવે) દ્વારા વિજયનગર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાનું ઇ-ખાતમુહૂર્ત, વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ દ્વારા પ્રાંતિજ ખાતે રૂ.૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાયન્સ પાર્ક, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રૂ.૨૧ લાખના ખર્ચે ૧૪ કામ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૧.૭૨ કરોડના ખર્ચે ૨૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત થયા હતા. જ્યારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રૂ.૪.૭ કરોડના ખર્ચે ઈડરના રાવોલ ખાતે નિર્માણ પામનાર ૬૬ કે.વી. સબ સ્ટેશનન, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રૂ. ૨૩ લાખના ખર્ચ ૧૬ કામો,  પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૧.૭૨ કરોડના ખર્ચે થનાર ૨૨ કામોનું ઇ-લોકાર્પણ મહાનુભાવોના હસ્તે થયુ હતું.

     

           આ પ્રસંગે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાના નાનામાં નાના માણસની ચિંતા કરીને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ તત્કાલીન સમયે અમલી બનાવી હતી અને વિકાસની વણઝાર આદરી હતી. જેની રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે અને  રોલ મોડેલ તરીકે ડબલ એન્જિનની સરકાર જનતાના સપના સાકાર કરી રહી છે. ખેડૂતોના કલ્યાણ માટે જ્યોતિગ્રામ યોજના, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, આયુષ્યમાન કાર્ડ, પીવાનું પાણી નલ સે જલ યોજના, શાળાના ઓરડા, પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલ આવાસ થકી ૨૦૨૪માં કાચા મકાનો પાકા બનાવવાની પ્રધાનમંત્રીશ્રીની નેમ છે અને મહિલાઓ માટે સશક્તિકરણના પગલા, વડીલો માટે અંબાજી, પાવાગઢ, ડાકોર, શામળાજી જેવા પવિત્ર યાત્રાધામની શ્રવણ તીર્થ યોજના અમલી બનાવી છે. સરકારે જનતાને કહ્યું છે તે કર્યું અને અમે જેટલું થશે એટલું કરીશું તેવો મંત્રીશ્રીએ જનતાને વિશ્વાસ આપ્યો હતો. આ વિસ્તારમાં વર્ષો થી એસ. ટી. ડેપોનો પ્રશ્ન હતો તે હવે હલ થયો છે. અને સાબરમતી નદી ઉપર ચેકડેમ બનાવી આસપાસના ખેડૂતોને વીજળી જેવી સુવિધા ઉપલબ્ધ કરી છે. અને ગ્રામ પંચાયતની વસતીના ધોરણે વિકાસની ગ્રાન્ટ ફાળવીને ગ્રામ વિકાસના કાર્યો કર્યા છે. સૌને દિવાળી પૂર્વે અને નૂતન વર્ષની એડવાન્સમાં શુભેચ્છા પાઠવી હતી.

       આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ સૌને આવકારી વિકાસથી વિશ્વાસ યાત્રા ભાગ ૧-૨ની જિલ્લાની મળેલ વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. સમગ્ર વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી આજથી શરૂ થતા દિવાળી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

        આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા,  મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન શ્રી રેખાબા ઝાલા, એપીએમસીના ચેરમેન શ્રી સંજયભાઈ પટેલ, શાસક પક્ષના શ્રીગણપતસિંહ ઝાલા, તલોદ પ્રાંતિજ પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા તલોદના પ્રમુખશ્રી દક્ષાબેન, સંગઠન મહામંત્રી શ્રી રાકેશભાઈ,, કલ્પેશભાઈ, પ્રાંત અધિકારીશ્રી ડોડીયા,  મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તલોદ અને પ્રાંતિજની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. રાજ્યકક્ષાના અમદાવાદ સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્ર્મને નજરે નિહાળ્યો હતો. 

     

  • સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    *ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની સાથે સાબરકાંઠાને પણ સર્વોત્તમ બનાવીએ સૌનો સાથ સૌના વિકાસમંત્રને આગળ ધપાવીએ*
    -મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

    *સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગોની પ્રજા કલ્યાણની વ્યક્તિગત યોજનાઓમાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા*

    રાજ્યભરમાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાયા છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે ૧૪/૧૦/૨૦૨૨ના રોજ સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મેળાને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને જિલ્લાના ૨૯૨૦થી વધુ લાભાર્થીઓને રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો હાથોહાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.


    આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની નવી ભાત પાડી છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની કેડી કંડારી છે. આપણે સૌ સાથે મળીને સાબરકાંઠા જિલ્લાને પણ ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ તેવી નેમ વ્યક્ત કરી હતી. આ ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને જન કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય વચેટિયા વિના હાથોહાથ પહોંચાડી છે.ગરીબો, ખેડૂતોના હિતમાં આ સરકારે મહત્વના કદમો ઉઠાવ્યા છે. જે આ ગરીબ કલ્યાણ મેળામા આપણને જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી લોકોને આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, વીજળી, પાણી અને જન ધન ખાતા ખોલીને ૪ કરોડથી વધુ લોકોને બેન્ક એકાઉન્ટ દ્વારા ડી.બી.ટીના માધ્યમથી યોજનાનો લાભ પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હીની ગાદી સંભાળતા જ કહ્યું હતું કે આ સરકાર ગરીબો, વંચિતોના કલ્યાણને સમર્પિત સરકાર છે અને પ્રમાણિકતાથી લોકોના કામ કરી રહી છે. ઉજ્જવલા યોજના, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કોરોના કાળના કપરા સમયમાં મફત વેક્સિન,દવા ઓક્સિજન અને મફત અનાજ પૂરું પાડીને કોઈને ભુખ્યા સુવા નથી દીધા. આજે પણ મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત બને તે માટે અનેક કદમો ઉઠાવ્યાં છે. વિધવા બહેનોને સહાય, સાત ફેરા સમૂહ લગ્ન, કુંવરબાઈનુ મામેરુ, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મફત સાયકલ, શાળાઓના ઓરડા, તાલીમ શિક્ષક, મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા છે અને આજે અહીં રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો વિતરણ કરાયા છે. તેમણે દિવાળી પૂર્વે સૌના ઘરોમાં ઉજાસ પથરાય તે માટે સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી.

    આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા ગરીબોના ઘરમાં વિકાસનો દીવો થાય આનંદ મંગળ થાય તે માટે આ ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે.ગરીબોને આપવા માટે દિલ, દિમાગ અને વેદના જોઈએ તે આ કેન્દ્ર અને રાજ્યની સરકારે સંવેદના પુર્વક સૌને લાભ આપ્યા છે.

    આ ૧૩ માં ગરીબ કલ્યાણ મેળામાં લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય હાથોહાથ પહોંચાડી છે અને લાભ મળેલા લાભાર્થીની સાફલ્યગાથા આપણે તેમના મુખેથી સાંભળી છે અને ગરીબોના જીવનમાં એક બદલાવ આવ્યો છે તમને મળેલા લાભોનો સદુપયોગ કરજો. આત્મનિર્ભર બનજો તેમ જણાવ્યું હતું.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારે આપના જીવનમાં બદલાવ લાવવા કલ્યાણ માટે વિવિધ વિભાગોની યોજના અમલી બનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મા ગામડાનો અને સુવિધા શહેર જેવી વિક્સિત કરી છે. જેનાથી સૌના ઘરે ગાડી ટીવી, ફ્રીઝ, લાઈટ આવાસ પાકું આપ્યુ છે.મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે. માતાના ગર્ભમાં રહેલા બાળકને જન્મ પછી યુવાનો વૃદ્ધો માટે અનેક યોજના આરોગ્ય અને રોજગારી માટે બનાવી છે. માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ડબલ એન્જિનની સરકારે ગરીબોના ભરોસાને સિદ્ધ કર્યો છે.
    આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા સૌને આવકારી ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી. વહીવટીતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે અને તબક્કાવાર સૌને લાભ મળે તેવી નેમ વ્યક્ત કરી હતી.

    આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા તૈયાર કરાયેલી “પંચાયતી રાજની આગેકૂચ” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સૌ મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને સહાય. ચેક,કીટ અર્પણ કરવામાં આવ્યા હતા.માનવ ગરીમા યોજના, કુવરબાઈનુ મામેરુ, વન અધિકારપત્રો, બ્યુટી પાર્લર, ભરતકામ કીટ, વાજપાઇ બેન્કેબલ યોજના, સાઉન્ડ, મંડપ, પશુપાલન પ્રધાનમંત્રી આવાસ યોજના, સખી મંડળને સહાય, ટ્રેક્ટર, ખેડૂત પરિવહન મીની ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અને માહિતી ખાતા દ્વારા રાજ્ય સરકારની સિધ્ધીઓની જાણકારી આપતા પોસ્ટર,પેમ્ફલેટ, પુસ્તિકા,સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતુ.

    આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સંગઠન શ્રી પૃથ્વીરાજ પટેલ, ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન વણકર, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઈ નિનામા, વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઇ ખાંટ તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, અગ્રણીઓ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી નિનામા,ઇડરપ્રાંત અધિકારીશ્રી ચૌધરી, પ્રાંતિજ પ્રાંત અધિકારીશ્રી ડોડીયા, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યકક્ષાના મુખ્યમંત્રીશ્રીના જીવંત પ્રસારણને નજરે નિહાળ્યુ હતુ.

  • ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

    ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    Joshinirav1607@gmail.com

    આગામી ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    *********

    અંદાજી ૭૫ હજાર જેટલા વ્યક્તિગત લાભાર્થી સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ અંગેની ડેટા એન્ટ્રી કરવાની કામગીરીને ઝડપી બનાવવા બેઠકમાં અનુરોધ કરાયો: થયેલી ડેટા એન્ટ્રીને વિભાગવાર સમીક્ષા કરાઈ

    **************

         વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અન્વયે રાજ્યમાં સંભવિત આગામી તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. આ સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે તારીખ ૨૭-૯-૨૦૨૨ના રોજ સવારે ૧૧:00 કલાકે જુદા જુદા વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય ચૂકવવા અને વેબસાઈટ પર ડેટા એન્ટ્રી સહિત આ ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન અમલવારી અંગે બેઠક મળી હતી.

      

         આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ વિવિધ વિભાગોની કઇ કઈ યોજનામાં કેટલી ડેટા એન્ટ્રી થઈ છે. અને નિર્ધારીત ટાર્ગેટ પ્રમાણે આપેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે સૌ સાથે મળીને બજેટ હેડમાં એન્ટ્રી અને વ્યક્તિગત લાભાર્થીને વધુમાં વધુ લાભ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળા પહેલા એન્ટ્રી અને મેળા વખતે કરવાની થતી  અને મેળા પછીની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. તે માટે માઇક્રો પ્લાનિંગ કરીને મેળા બાબતે લાભ આપવા અનુરોધ કર્યો હતો અને રોજે રોજ એન્ટ્રી થાય અને તેની પ્રગતિ જે અહેવાલ કલેક્ટર કચેરીને જાણ કરવા જણાવ્યું હતું અને અગાઉ ગરીબ કલ્યાણ મેળામાં કરેલ કામગીરી કરતા વધુ કામગીરી કરી ઊંચો ટાર્ગેટ સાથે આગળ વધવા જણાવ્યું હતું અને એકની એક એન્ટ્રીઓનું ડુપ્લીકેશન ન થાય કોઈ યોજના બાકી ન રહી જાય તે માટે તમામ વિભાગો એ પોતાના હસ્તકની યોજનાઓના ગામે ગામના લાભાર્થીઓને આવરી લેવાના રહેશે અને ગરીબ કલ્યાણ મેળા અંગેનું સ્થળ અનુકૂળ જગ્યાએ રાખવામાં આવશે. જ્યાં પાર્કિંગ, સ્ટોલ અને બેઠક વ્યવસ્થા સુગમતા રહી તેવા સ્થળની પસંદગી કરવામાં આવશે. જિલ્લામાં અંદાજે ૭૫ હજાર જેટલા લાભાર્થીઓને પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

     

        આ બેઠકમાં પશુપાલન- બાગાયત, કૃષિ, જિલ્લા પુરવઠા વિભાગ, શિક્ષણ, રમતગમત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. શ્રમ આયોગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી હસ્તકની વ્યક્તિલક્ષી યોજના આઈસીડીએસ ફોરેસ્ટ યુજીવીસીએલ પ્રાયોજના વહીવટદારની કચેરી, મત્સ્ય ઉદ્યોગ, એસ.ટી વિભાગ, આરોગ્ય વિભાગની મહત્વની યોજનાઓ જેમકે આવાસ, માનવ ગરીમા યોજના, દુધાળાપશુ સહાય, કુટીર જ્યોત, અંતેષ્ઠી યોજના, આકસ્મિક મૃત્યુ સહાય, પ્રસુતિ સહાય, પ્રધાનમંત્રી માતૃ વંદના, આયુષ્યમાન હેલ્થ કાર્ડ, ઉજ્વલા યોજના, ટ્રેક્ટર સહાય, દિવ્યાંગોની મફત પાસ યોજના, સરસ્વતી સાયકલ યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના જેવી વ્યક્તિગત યોજનાઓના લાભાર્થીને આવરી સમીક્ષા કરાઈ હતી.

        આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી નીનામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચારણ તથા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

    ********

    નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા બાબત

      

     

        ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો લિ. રાજ્ય સરકાર સંચાલિત સરકારી સાહસ છે જે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે સારું રાજ્યમાં 1300 થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર એગ્રી બિઝનેસ સેન્ટરોનું સંચાલન કરે છે. જે સેન્ટરો રાસાયણિક ખાતરો, દવાઓ ,પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરે છે. નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીપત્રક નિગમની હિંમતનગર કચેરી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેની વળી કચેરીથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે. વધુ માહિતી નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે. એમ જી.એ.આઇ.સી. લિ હિંમતનગર સેન્ટર ઇન્ચાર્જ શ્રીની એક અખબારી આ યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

    ***********

    સાબરકાંઠામાં આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ

    ********

     

    બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અપર્ણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે અમલીકરણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે જેમની બેઠક સોમવારના રોજ કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

     

    સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, આવાસોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત પૂર્વે જિલ્લામાં તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ એમ ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાના ૨૨૯ ગામોમાં પ્રભાતફેરી, સ્વચ્છતા રેલી, શ્રમદાન થકી જાહેર સ્થળોએ સફાઇની કામગીરી, તેમજ સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જયારે તા.૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રભાતફેરી, વૃક્ષારોપણ, વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી /વેક્સિનેશન કેમ્પ, રંગોળી પૂરવી, એસ.એચ.જી /વી/સી.એલ.એફ. મીટીંગ, પૂજા વિધિ, હવન, ઘરદીવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરંપરાગત ગરબા/રાસ ઇલેક્ટ્રિક તોરણોથી આવાસ નું સુશોભન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ નોડલ અધિકારી ની પણ નિમણૂક કરવામાં આવી છે.

     

           આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કલ્પેશ પાટીદાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ સહિત અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 

  • જાણો, મોદીનો 72મો જન્મદિવસ જિલ્લામાં/પાટનગરમાં કેવી રીતે ઉજવાયો?

    જાણો, મોદીનો 72મો જન્મદિવસ જિલ્લામાં/પાટનગરમાં કેવી રીતે ઉજવાયો?

    સંકલન:  નીરવ જોશી, હિંમતનગર(M-7838880134)

    Email: joshinirav1607 @gmail.com

     

    17 સપ્ટેમ્બર ના રોજ દેશના માનનીય વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીના નેતા નરેન્દ્રભાઈ મોદી નો 72 મો જન્મ દિવસ તેમના શુભચિંતકો , સમર્થકો અને ભાજપના કાર્યકરો અને સાબરકાંઠા જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્ય વચ્ચે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયા હતો.

    જોકે સામાન્ય પ્રજામાં એવો કોઈ ચર્ચાતો માહોલ કે એવો ઉત્સાહ બહુ જોવા મળતો નહોતો કે આજે ગુજરાતી વડાપ્રધાનનો 72 મો જન્મદિવસ શરૂ થવા જઈ રહ્યો છે!

     

    તો રજુ છે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર અને બીજી અન્ય જગ્યાએ થયેલા કાર્યક્રમની એક ઝલક…

    સાબરકાંઠા બેંક દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમ યોજાયા

    બેન્કની તમામ શાખાઓમાં નાણાકીય સાક્ષરતા શિબિર નું આયોજન કરવામાં આવેલ

    હિંમતનગર : સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલના માર્ગદર્શન થી તા.૧૭/૦૯/૨૦૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., હિમતનગર વડી કચેરી તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં બેન્કની તમામ શાખાઓમાં નાણાકીય સાક્ષરતા શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બેન્કના તમામ કર્મચારી ગણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને બેંક ધ્વારા ગ્રાહકો તથા ખેડૂતોને નામદાર ભારત સરકાર તથા ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, ખેડૂત તથા શ્રમિક લક્ષી યોજનાઓ, તેમજ ડીજીટલ પેમેન્ટ અંગેનું વિસ્તૃત પ્રમાણમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તબ્બકે ઉપસ્થિત ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રાકૃતિક ખેતી અંગે સપનું સાકાર કરવા હાજર રહેલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણ પૂર્વક ચર્ચા કરી તેના લાભો અંગે માર્ગદર્શન આપી અને જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવો અભિગમ કેળવવા સમજુતી આપી. બેન્કના તમામ કર્મચારીઓના અથાગ પ્રયત્નોથી આ કાર્યકર્મ સફળ બનાવ્યો હતો .

    વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિન પ્રસંગે હિંમતનગર શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

    ભારતના યશસ્વી પ્રધાનમંત્રી ના આજરોજ જન્મદિવસ પ્રસંગે હિંમતનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા હિંમતનગરના રેડક્રોસ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ શહેરના જૈન દિગંબર જૈન વાડી ખાતે યોજાયો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, બીપીનભાઈ ઓઝા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, રેડક્રોસના વાઈસ ચેરમેન ડો. વી. એ. ગોપલાણી, ભાજપના અગ્રણી રેડક્રોસના કારોબારી સભ્ય સતિષભાઈ શાહ, વિપુલભાઈ સાંખલા, શહેર યુવા મોરચાના પ્રમુખ ધ્રુવ શાહ, કનુભાઈ રાવલ, નિર્મળાબેન પંચાલ, ડો. ભરતભાઈ શાહ, ડો. સમીર શાહ, ડીકુલ ગાંધી, રાજુભાઈ પટેલ, ભાવનાબેન પંડ્યા સહિત યુવા મોરચાના કાર્યકરો હાજર રહેલ. કાર્યક્રમમાં હિંમતનગર જૈન સોશિયલ નો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

    ભાજપના અગ્રણી ગોપાલસિંહ રાઠોડ દ્વારા ભોલેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર હોમાત્મ યજ્ઞ રાખવામાં આવેલ.

    વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીર્ધાયુ કામના અર્થે ભાજપના અગ્રણી ગોપાલસિંહ રાઠોડ દ્વારા ભોલેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર હોમાત્મ યજ્ઞ રાખવામાં આવેલ. આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, ગિરીશભાઈ ભાવસાર, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી સહિત ભાજપના અગ્રણીઓ શુભેચ્છકો મંદિરના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞમાં ભાગ લીધો.

    અમદાવાદ,

    ખાડિયા, ભૂષણ ભટ્ટ(ભૂતપૂર્વ ધારાસભ્ય)

    •ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિને ખાડિયા વોર્ડના રણછોડજી મંદિર સારંગપુર ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો સાથે   ગરીબ-નિરાધાર લોકોને બ્રહ્મભોજન કરાવ્યું. – ભૂષણ ભટ્ટ(ભૂતપૂર્વ ધારાસભ્ય)

    આજે 17 સપ્ટેમ્બર , આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે ,વિરમગામ શહેર , વિરમગામ તાલુકો , માંડલ તાલુકો, દેત્રોજ તાલુકામાં વિવિધ સેવાના કામો માં હાજરી આપી- ડો. તેજશ્રીબેન પટેલ (વિરમગામ, ભૂતપૂર્વ ધારાસભ્ય)

    પૂર્વ અમદાવાદના નિકોલમાં પણ ઉત્સાહી મોદી પ્રેમીઓએ અને ભાજપના નેતાઓએ મોદીજી નો જન્મદિવસ ઉત્સાહથી ઉજવ્યો.

    આદરણીય શ્રી ભારતના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ આજરોજ નિકોલ વોડૅ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન શ્રી નરસિંહ ભાઈ કાનાણી.શ્રી બિપીન ભાઈ બલદાણીયા સંયુક્ત નિવેદન આપ્યું છે.

     સાહેબ નો જન્મદિવસ નિકોલ વોડૅ માં આવેલ રધુવીર વિધા વિહાર શાળામાં સહયોગી જીસીએસ હોસ્પિટલ ની મેડીકલ ડોકટરોની ટીમ સાથે સ્કૂલના પટાગણ માં દરેક રોગોનો નિ :શુકલ કેમ્પ યોજાયો. તેમા પ્રદેશ ઉપાદયક્ષ ને પૂવૅ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયા સાથે શહેરના હોદ્દેદારો, વોડૅ ના કોપોરેટરો, વોડૅ ની ટીમ ને આજુબાજુ બે કીલોમીટર સુધીના નાગરિકો યુવાનો, સ્કૂલ ના બાળકો મોટી સંખ્યામાં રહી પોતાનું આરોગ્ય ની સારવાર અને ચેકઅપ કરાવ્યું હતું. હોસ્પિટલ થી આયુષ્યમાન કાર્ડ દરેક દર્દીઓને સારવાર માં દાખલ થયા હોય તેમની પાસે ના હોય તો તરત જ કાડૅ કાઢી આપવામાં આવે છે. ગુજરાત માં રહેતો હોય ને ગુજરાત ની બહાર રહેતો હોય તો ત્યાં નુ કાડૅ કઢાવીને ને લાવે તેને પ્લાસ્કી સિવાય બધા માં ફી સારવાર કરી આપે છે આજે જે પણ નાગરિકો ભાગ લીધો હશે તે ફી, દવા તેમજ મફતમાં ઓપરેશન કરી આપવાનુ તેવુ નરસિંહ પટેલે નિવેદન આપ્યું છે.

    આજે મોટી સંખ્યામાં કાર્યકરોએ ને વિસ્તાર ના ભાઈઓ/બહેનો. યુવાનો, બાળકો કાર્યક્રમ સફળ થયો હતો રધુવીર સ્કૂલ ના સંચાલક ને આજરોજ આભાર.

    **************************

    ગાંધીનગર

    _*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત*

    ….. … . ……
    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના અને મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ જિલ્લા કક્ષાના વિવિધ સેવા કાર્યક્રમો-વિકાસ કામોમાં સહભાગી થયા*
    ……
    * મહિલા સશક્તિકરણની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા ગુજરાતે સાકાર કરી*
    * વડાપ્રધાનશ્રીના જન્મદિને ૩૩ જિલ્લામાં ર૩ હજારથી વધુ સ્વસહાય જૂથોની અઢી લાખ જેટલી બહેનોને રૂ. ૩૦૬ કરોડની સહાયથી આત્મનિર્ભરતાનો રાહ મળ્યો*
    * ‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે અમદાવાદમાં ૧.૭૫ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ*
    * કલાયમેટ ચેન્જ સામે પંચામૃત જાગૃતિ પખવાડિયાનો રાજ્યવ્યાપી શુભારંભ*
    * સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ-રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ-ર૮ દિવસમાં ૧૭પ કોલેજ-યુનિવર્સિટીઓના યુવા સ્ટાર્ટઅપના શોધ-સંશોધનને મળશે પ્લેટફોર્મ*
    * મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ‘શોધ’ અને SSIP 2.0 અન્વયે કુલ રૂ. ૧૪ કરોડની સહાય વિતરણ*
    * વિવિધ સંગઠનો દ્વારા રક્તદાન શિબિર સહિતના સેવાકીય કાર્યક્રમો રાજ્યભરમાં થયાં*
    ….. … … …..


    વિશ્વના લોકપ્રિય નેતા અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરને તેમના વતન રાજ્ય ગુજરાતે અનેકવિધ સેવા કામો અને વિકાસ કાર્યોની શૃંખલાથી સેવા સમર્પિત દિવસ તરીકે મનાવ્યો હતો.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આવા સેવા સમર્પિત કાર્યક્રમો દરમિયાન જનસમૂહના ઉલ્લાસ અને ઉમંગમાં સહભાગી થયા હતા.


    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણથી નારીશક્તિના સામર્થ્યને વધુ ઊજાગર કરવાની નેમ રાખેલી છે. માતા-બહેનો આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને એટલું જ નહિ ઘર પરિવારનો આર્થિક આધાર બને તેવા તેમના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે નક્કર કદમ ઉઠાવ્યું છે.

    નાના વ્યવસાય, ગૃહ ઉદ્યોગ દ્વારા ઘર-પરિવારનું ગુજરાન ચલાવવામાં સહાયક થતી માતા-બહેનોના સ્વ-સહાય જૂથોને લોન સહાય આપવાનો ઉદાત્ત અભિગમ વડાપ્રધાનશ્રીના જન્મદિને રાજ્ય સરકારે ચરિતાર્થ કર્યો છે.

    દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા દીનદયાળ અંત્યોદય યોજના અન્વયે રાજ્યભરની ગ્રામીણ અને શહેરી વિસ્તારોની કુલ અઢી લાખથી વધુ માતા-બહેનોના ર૩,૮ર૯ સ્વસહાય જુથોને એકજ દિવસમાં ૩૦૬ કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી છે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ સહાય વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ અવસરે અમદાવાદ મહાનગરના કુલ ૫૦ કરોડ રૂપિયાના લોકાર્પણ -ખાતમુહૂર્તના કામોની ભેટ આપી હતી.

    વડાપ્રધાનશ્રી જલવાયુ પરિવર્તન ક્લાયમેટ ચેન્જ વિષયે સતત દેશવાસીઓને સજાગ રાખી આ સંકટથી ઉગારવાના ઉપાયો માટે વૈશ્વિકસ્તરે પણ સુઝાવ આપતા રહ્યા છે.
    તેમના જન્મદિવસથી ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગે ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે પંચામૃત યુવા જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. એટલું જ નહીં, ઉદ્યોગ જગત દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પહેલરૂપે રાજ્ય સરકાર અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એમઓયુ પણ સંપન્ન થયા છે.

    સાથોસાાથ કલાયમેટ ચેંજ વિષયે રિસર્ચ એન્ડ ઇનોવેશન પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે એમ.એસ. યુનિવર્સિટી સાથે અને IITE દ્વારા શિક્ષકોને આ વિષયે અભ્યાસ તાલીમ માટે પણ MoU કરીને વડાપ્રધાનશ્રીના કલાયમેટ ચેંજ સાથે ‘કન્વીનઅન્ટ એકશન’માં સૂર પૂરાવ્યો છે.

    અમદાવાદ મહાનગરપાલિકાએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે સેવા સમર્પિત ભાવને સ્વાસ્થ્ય સાથે જોડીને શહેરમાં ઓક્સિજન પાર્કના નિર્માણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. ‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે આવા ઓક્સિજન પાર્કમાં ૧ લાખ ૭પ હજાર વૃક્ષો વાવીને ગ્રીન-ક્લિન એન્વાયરમેન્ટની શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ પાર પાડવાનો સફળ આયામ હાથ ધરાવાનો છે.

    યુવાશક્તિના પ્રેરણાસ્ત્રોત અને યુવાશક્તિના સ્કીલ ડેવલપમેન્ટથી નયા ભારતના નિર્માણના પ્રણેતા વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્યમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટીવલનો પણ પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે.

    આગામી ૧પ ઓક્ટોબર-ર૦રર સુધી એટલે કે, ર૮ દિવસ આ ફેસ્ટીવલમાં રાજ્યભરની ૧૭પ કોલેજીસ અને વિવિધ યુનિવર્સિટીમાં યોજાશે તથા યુવા સ્ટાર્ટઅપના ઇનોવેશન એન્ડ રિસર્ચને પ્લેટફોર્મ પુરૂં પાડશે.

    વડાપ્રધાનશ્રીએ યુવાઓના સામર્થ્યને, તેમનામાં પડેલી શોધ-સંશોધન શક્તિને યોગ્ય તક આપી ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક આધાર આપવાનો અભિગમ અપનાવ્યો છે.
    આ અભિગમને વધુ વેગ આપવા ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એકજ દિવસમાં ૧૪૧૯ હોનહાર યુવા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૧૧ કરોડની સહાય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આપવામાં આવી છે.

    પી.એચ.ડી જેવા ઉચ્ચ સંશોધન અભ્યાસ કરતા ૯૩૦ છાત્રોને ‘શોધ’ અન્વયે કુલ રૂ. ૧.ઘ૯ કરોડ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે અપાયા છે.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે તેને ગુજરાતે SSIP 2.0 પોલિસીથી વધુ વેગવંતો કર્યો છે.
    શ્રી નરેન્દ્રભાઇના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બર શનિવારે ર૦ જેટલી કોલેજ અને યુનિવર્સિટીઝને રૂ. ૩.૧ર કરોડની રકમ ફાળવવામાં આવી છે.

    વડાપ્રધાનશ્રીના પૈતૃક નગર વડનગરથી તેમની વૈશ્વિક નેતા સુધીની સફળ યાાત્રા તથા તેમના જીવન-કવન આધારિત ચિત્ર પ્રદર્શન પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સેવા સંગઠનો, સમાજો દ્વારા રકતદાન શિબિર જેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા પણ વડાપ્રધાનશ્રીનો આ જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં સેવા સમર્પિત દિવસ તરીકે જન ઉમંગ અને જનભાગીદારીથી ઉજવવામાં આવ્યો હતો.

     

  • જાણો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે અને તેની કેવી ખાસિયતો છે?

    જાણો ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે અને તેની કેવી ખાસિયતો છે?

    Avspost.com,  Ahmedabad 

    જ્યારે વરસાદની સીઝન આવે ત્યારે આપણે નદીઓને પાણીથી વહેતી જોઈએ છે માતા તરીકે પૂજાતી આલોકમાતા નદી આપણા જીવનમાં અને આનંદ અને ઉત્સાહનો સંચાર કરે છે એટલું જ નહીં નદીથી સમગ્ર જીવન પ્રભાવિત થાય છે તો જાણીએ કે ગુજરાતની નદીઓની શું ખાસિયતો છે. ગુજરાતમાં એવી કેટલીક નદીઓ છે, જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. કેટલીક નદીઓ તો એવી કે માત્ર નામ સાંભળીએ તો પણ મરકી ઊઠીએ. જામનગરથી દ્વારકા જતાં જામખંભાલિયા પાસેથી ‘ઘી’ નામની નદી વહે છે અને ખંભાલિયાથી થોડેક દૂર આવેલી ટેકરી પરથી તેલી નદી વહે છે. અમદાવાદ જતાં બરવાળા પહોંચો ત્યાં સુધીમાં બે નદીઓ આવે છે. એમનાં નામ તો કેવાં? ઉતા‌વળી અને ખળખળિયા. નદી ખળખળ વહે એવું તો ઘણી વાર બોલાય અને લખાય પણ આવા નામ હશે એવી ખબર ન હતી
    સોમનાથના ઓવારાભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે ‘ઑર’ નદી મળે છે. એ સંગમને ઑર-સંગમ કહે છે. અંકલેશ્વર અને સુરત વચ્ચે કિમ નદી વહે છે.

    મઢીથી થોડેક દૂર વહેતી નદીને ગાભણી કહે છે. વડોદરાથી થોડેક દૂર સુખી નદી વહે છે. કોસંબાથી ઉમરપાડા જતાં મોટામિયાંમાગરોળ આગળ ‘ભૂખી’ નદી વહે છે. આ નદીનાં ઘૂંટણભર પાણીમાં સ્નાન કરવાનો લહાવો લેવા જેવો છે . કાવેરી નદી દક્ષિણ ભારતમાં વહે છે એ ખરું, પણ બીજી કાવેરી બીલીમોરા પાસે પણ વહે છે. નવસારી પાસે પૂર્ણા અને બારડોલી આગળ મિઢોળા વહે છે. દક્ષિણાપથના પુરાણ પુરાતન વાલોડ ગામ પાસે વાલ્મીકિ (ઝાખરી) વહે છે અને થોડેક દૂર બહેજ પાસે પૂર્ણા અને વાલ્મીકિનો સંગમ થાય છે. વડોદરા અને દાહોદ વચ્ચે કરડ, ગોમા અને હડબ નદીઓ આવેલી છે. આપણે પરિચિત ન હોય એવાં નદીવોઘા ના થોડાંક નામ આ રહ્યાં: ડોશી, વાંકી, બેસણું, સુગુણ…


    ગુજરાતની બીજી કેટલીક નદીઓ -બનાસ, સરસ્વતી, લૂણી, કનકવતી, ભોગાવો, ભાદર, મહી, અંબિકા, શેત્રુંજી, ઢાઢર, હાથમતી, રુકમાવતી, રૂપેણ, ઉમરદાસી, મેશ્વો, માજમ, કાળુભાર, સીંગવડી, આજી, રંગમતી, નાગમતી, માલણ, હિરણમચ્છુન્દ્રી, જીણ, ઘેલો, ખારોદ, નગ, સુવી, રાવલ, ઓજત, ઉબેણ, શુકભાદર, સિપુ, સિંહણ, વરતુ અને મચ્છુ…

    વાપીથી થોડેક છેટે દમણગંગા વહે છે. એ નદી પરનો પુલ પૂરમાં એવો તો તણાયો કે જોનારને થાય કે: અહીં પુલ હતો ખરો? દમણગંગા દમણ ગામને બે ભાગમાં વહેંચે છે: નાની દમણ અને મોટી દમણ. ઉમરગામ તાલુકામાં થઇને વરોળી વહે છે, જેને કિનારે પારસીઓએ પ્રથમવાર પગ મૂકેલો એ સંજાણ બંદર આવેલું છે. ઉનાઇ પાસે અંબિકા, ચીખલી પાસે ખરેરા, ધરમપુર પાસે આસુરા વહે છે. ખેડા આગળ વાત્રક, સિહોર પાસે ગૌતમી, ધંધૂકા તાલુકાના ભીમનાથ પાસે નીલકા વહે છે. અહીં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આસપાસનો વિસ્તાર ‘હિડમ્બાવન’ તરીકે ઓળખાતો હતો. એ તાલુકાના ફેદરા ગામ પાસે ઓમકાર નદી વહે છે જેનો આકાર ઓમ જેવો છે. પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, તે લોથલ અહીંથી ઝાઝું દૂર નથી. ભોગાવો નદી બે રીતે ઓળખાય છે: વઢવાણનો ભોગાવો અને લીંબડીનો ભોગાવો વલસાડ આગળ વાંકી નદી વહે છે. સહ્યાદ્રીના ઓતરાદા ઢોળાવ પરથી નીકળતી આ નદી જંગલો વટાવીને વાંકીચૂકી વહે છે. કોઇ પણ નદી સમુદ્રને મળતી નથી. એ તો સમુદ્રમાં વિલીન થાય છે.

    • ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ ની સંખ્યા છે.
    • કુવારીકા નદી ની વ્યાખ્યા : આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુવારીકા નદી તરીકે ઓળખાય છે.
    • કચ્છની મોટાભાગની નદીઓ મધ્ય ધાર ના ડુંગરમાંથી નીકળી ને ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે જેને આધારે તેને બે ભાગમાં વહેંચી શકાય છે.
    1) ઉત્તર વાહિની
    (કચ્છના મોટા રણ ને મળનારી)
    ભૂખી, કાળી, સુવી, માલણ, નારા, ખારી, ધુરુંડ, કાયલો, સારણ,
    2) દક્ષિણી વાહિની
    (કચ્છના અખાતને મળતી)
    કનકાવતી, રુક્માવતી, નાગમતી, લાકડીયા, ભુખી, રાખડી, ખારોડ, સાઈ, સાંગ
    સૌરાષ્ટ્રની નદીઓ વિશે માહિતી (ગુજરાતનું નદીતંત્ર)
    પશ્ચિમ તરફ વહેતી
    કચ્છના અખાતને મળનારી નદીઓ- આજી, સિંહણ, ઉડ નાગમતી, રંગમતી, ફુલઝર, ઘી અને ગોમતી
    પૂર્વ તરફ વહેતી
    ખંભાતના અખાતને મળતી નદીઓ- શેત્રુંજય, કાળુભાર, ઘેલો, ભોગાવો
    દક્ષિણ તરફ વહેતી
    અરબ સાગર ને મળતી નદીઓ સની, સરસ્વતી, કપિલા, હિરણ, શીગરવો
    ઉત્તર ગુજરાતની નદીઓ :બનાસ, સરસ્વતી,રૂપેણ, પુષ્પાવતી, બાલારામ ,સીપુ
    હાથમતી, ગોહાઇ
    મધ્ય ગુજરાતની નદીઓ: મહી, સાબરમતી ,મેશ્વો, માઝમ ,વાત્રક ,શેઢી ,પાનમ વિશ્વામિત્રી, ઢાઢણ
    દક્ષિણ ગુજરાતની નદીઓ: નર્મદા, કીમ ,તાપી, કોલક ,અંબિકા, પુણા ,ઔરંગા,દમણગંગા, સર્પગંગા

    આપના પ્રતિભાવો ઈમેલ વડે પણ આપી શકો છો…

    Email : joshinirav1607 @gmail.com

     

    (સૌજન્ય :  હેમંત ઉપાધ્યાય -અમદાવાદ)

    સોશિયલ મીડિયા

  • શા માટે ભાજપ સરકારે બે મંત્રીઓના મંત્રાલય છીનવ્યા?- કોગ્રેસ

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    ભાજપ સરકારના મંત્રીમંડળમાંથી મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી પાસેથી ખાતાઓ રાતોરાત આંચકી લેવાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૭માં જુદા જુદા વાયદાઓ આપીને સત્તા મેળવનાર ભાજપ ભ્રષ્ટાચાર અને આંતરીક ખેંચતાણમાં ગળાડૂબ છે, તેના કારણે થોડા સમય પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલી નાંખવાની ફરજ પડી હતી, ત્યારબાદ પણ નવા મંત્રીઓએ ભાજપના ભ્રષ્ટાચારનો સિલસિલો ચાલુ જ રાખ્યો હોય તેમ રાતોરાત મહેસુલ અને માર્ગ-મકાનનો હવાલો સંભાળતા બે સીનીયર મંત્રીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ભાજપ જે મંત્રીઓના વખાણ કરતું હતું અને જેને નાયક તરીકેનું ઉપનામ આપેલ, જેઓ રેડ કરતા હતા, ભ્રષ્ટાચારીઓને પકડતા હતા તો પછી કેમ આવા મંત્રીશ્રીને પડતા મુકવામાં આવ્યા ? તેના કારણો સહિત જનતાને જણાવવું જોઈએ.

    અગાઉ મુખ્યમંત્રીશ્રી તરીકે વિજયભાઈ રૂપાણી સ્વીકારી ચુકયા હતા કે ”મહેસુલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારી છે” અને હાલની મંત્રીઓની હકાલપટ્ટી મુજબ પણ મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. કેમ કે મહેસુલ મંત્રીનાં કયા કાચા ચિઠ્ઠાં હાથે લાગ્યા કે એમને હટાવવા પડ્યા તેવો આક્ષેપ શ્રી મનીષ દોશીએ કર્યો હતો અને કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે શ્રી પૂર્ણેશભાઈ મોદીએ કેવા અને કોના ખાડા પૂર્યા તો કેમ હટાવવા પડ્યા કે રોડ એન્ડ બિલ્ડિંગનાં કોન્ટ્રાક્ટ આપવામાં પૂર્ણેશભાઈએ પોતાના માનીતાને ગોઠવ્યા અને સુરતમાં ચાલતી હરીફાઈનો ભોગ પૂર્ણેશભાઈ બન્યા શું ?

    શ્રી મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે 30 હજાર ચોરસ મીટર જમીન બારોબાર કોના ખાતે ચઢાવી દેવાઈ ? દલિત સમાજની જમીન કોના નામે ચઢાવી ? કયાં ખેડૂતની જમીન કોના નામે થઈ ગઈ ?

    મહેસુલ મંત્રીશ્રીને હટાવવા માટેના કારણોમાં જે-જે સર્વે નંબરો હોઈ તેની યાદી જાહેર કરીને જનતાને વાકેફ કરવી જોઈએ. અમદાવાદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં અનેક સર્વે નંબર ખુલ્લા પડ્યા હતા અને
    શ્રી રાજેન્દ્રભાઈના કામ સાથે સરકાર અને દિલ્હીમાં બેઠેલા કયા નેતાઓને ચિંતા થઈ કે શ્રી રાજેન્દ્રભાઈને હટાવી દેવાયા.

    ભાજપ સરકારનું સમગ્ર મંત્રીમંડળ બદલાયું પરંતુ ભ્રષ્ટાચારી લુંટનું ચરિત્ર નથી બદલાયું. હાલમાં પણ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, સમગ્ર મંત્રીમંડળ બદલવાથી ભ્રષ્ટાચાર અટકી ના શકયો તે બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાથી કેવી રીતે અટકી શકશે તેવો વેધક પ્રશ્ન કર્યો હતો અને રાજ્ય સરકારની છબી સાફ હોય તો બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાયા તે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને શ્રી પુર્ણેશભાઈ મોદી કઈ બાબતમાં ફેલ ગયા તે જાહેર કરવું જોઈએ.