ટૅગ #Congress

  • કોંગ્રેસના જનજાગરણ અભિયાનનું સાબરકાંઠામાં શુભારંભ

    કોંગ્રેસના જનજાગરણ અભિયાનનું સાબરકાંઠામાં શુભારંભ

    નીરવ જોષી, હિંમતનગર

    આજરોજ સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસે જનજાગરણ અભિયાન નો શુભારંભ કર્યો હતો.દિવાળી નિમિત્તે દિવાળી મિલન કાર્યક્રમ આયોજીત કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્મા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અને જિલ્લાના કોંગ્રેસ ના ધારાસભ્યો તેમજ વરિષ્ઠ આગેવાનો અને સાબરકાંઠા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો બધા ભેગા મળીને હિંમતનગર મુકામે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને કાર્યકર્તાઓના મનોબળ વધારવા આવી પહોંચ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે ત્યારે સાબરકાંઠા જિલ્લા અને હિંમતનગર તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસની તરફ વળેલા લોકો જનજાગરણ અભિયાન ના શુભારંભ સમય ભેગા થાય અને તેમને કોંગ્રેસ તરફથી માર્ગદર્શન મળે તે હેતુથી નલિની ગાંધી ટાઉનહોલમાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ કાર્યક્રમ આયોજિત કર્યો છે.

    કાર્યક્રમમાં ભાગ લેવા લોકસભાના અને રાજ્ય સભાના ભૂતપૂર્વ સંસદ સભ્યો અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રી પણ આવી પહોંચ્યા હતા.

    સમગ્ર કાર્યક્રમ માં કોંગ્રેસના વિવિધ સંગઠનો જેવા કે યુવા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ ,સેવાદળ ના સદસ્યો અને સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ ના સદસ્યો એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

  • ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે ? – કોંગ્રેસ

    ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે ? – કોંગ્રેસ

    નીરવ જોષી, અમદાવાદ 

    શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના સ્વજનોને રૂપિયા ૫૦ હજારની સહાય કરવા આદેશ આપ્યો છે. આ બાબતે હવે ગુજરાત કોંગ્રેસ વધારે આક્રમક બની છે. એ પણ નોંધનીય છે કે મે મહિનાના દસમી તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કોરોના ના ભોગ બનેલા ગુજરાતના દર્દીઓને રૂપિયા ૪ લાખનું વળતર આપવા માટે ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી હતી ત્યારબાદ છેલ્લા સાડા ત્રણ મહિનાથી પણ વધુ સમયથી કોંગ્રેસ covid-19 ન્યાયયાત્રા દરેક જિલ્લામાં કાઢીને કોરોનાના ભોગ બનેલા દર્દીઓનો સાચું આંકડો ભેગો કરી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ એકલા ગુજરાતમાં કોરોના થી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા આશરે ત્રણ લાખ જેટલી પહોંચી જાય છે ત્યારે સરકારી ચોપડે ફક્ત દસ હજાર જેટલા દર્દીઓ નોંધવામાં આવ્યા છે.

    • વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની કાર્યવાહી કરે.

    • સરકાર મોતના આંકડા છુપાવવાની રમત બંધ કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરે

    • મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે.

    પશુ અને મનુષ્યના મોત પર એક સમાન વળતર જાહેર કરતા ભાજપ સરકારની અસંવેદનશીલતા, વૈશ્વિક મહામારી કોરોનામાં ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા ગુજરાતના નાગરિકોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ ૪ લાખ રૂપિયા વળતર ચુકવવાની માંગ કરવામાં આવી કુદરતી આપદામાં ઢોર – પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને માત્ર ૫૦,૦૦૦….!

    પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે.  પુરગ્રસ્ત દુધાળા પશુના મૃત્યુ માટે ૫૦,૦૦૦ની સહાય અને બીજી બાજુ કોરોનાના મૃતક માટે ૫૦,૦૦૦ સહાયની વાત ભાજપ સરકાર કરે છે.  ત્યારે ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી શું સાબિત કરવા માંગે છે ? તેનો જવાબ ભાજપ સરકાર આપે.

    કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ , દવાઓ,  ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. જવાબદાર કોણ ?

    ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન – હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે.

    ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. તેમાં ચાલીશ હજાર જેટલા કોરોના મૃતક પરિવારજનોએ માંગણી કરી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે સરકાર કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય કરે.

    બીજી તરફ કોરોના મૃતકોનો આંકડો છુપાવવા સરકાર દ્વારા કોરોનામાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ છતાં મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.
    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ માંગ કરતા જણાવ્યું છે કે,

    • વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની કાર્યવાહી કરે.

    • સરકાર મોતના આંકડા છુપાવવાની રમત બંધ કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરે.

    • સરકારના દબાણ હેઠળ કોરોના થી મૃત્ય થયેલ હોવા છતાં મરણપત્રમાં નોંધવામાં નથી આવેલ તેવા પરિવાર જનોના પુરાવા તપાસી મરણ – પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે.

    હવે ખરેખર તો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટનો આદેશ મુજબ વળતર આપવાનું ચાલુ કરશે ત્યારે ગુજરાત સરકાર કોરોના થી મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને કઈ રીતે વળતર ચૂકવશે કારણકે ઘણા બધા કિસ્સાઓમાં ગુજરાત સરકારે પોતાની ઇજ્જત બચાવવા કોરોના થી મૃત્યુ પામેલા દર્દીઓને ખોટા સર્ટીફીકેટ આપ્યા છે એમ દર્દીઓના સ્વજનો કહી રહ્યા છે.

    આ મુદ્દે નવા નિમાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને એમની નવી કેબિનેટ મંત્રીઓની બરોબરની કસોટી થવાની છે .

    કોરોના થી  ખૂબ જ ખરાબ રીતે ઓક્સિજન વિના ક્રૂર રીતે તડપી તડપીને મૃત્યુ પામેલા આ દર્દીઓના સગાઓ જ્યારે વળતર માટે માંગણી કરશે ત્યારે ગુજરાત સરકારની કોરોનાની બીજી લહેરમાં જુઠા દાવો ચલાવતી સંવેદનશીલ છબી અને સરકારી મેનેજમેન્ટ પણ જનતા સમક્ષ બેનકાબ થશે એ વાત ચોક્કસ છે.

  • જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

    જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

    નીરવ જોષી, હિંમતનગર

    કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી .

    શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે?

    સેવાદળના કાર્યો વિશે આજે પણ ખૂબ જ ઓછા લોકો ગુજરાતમાં જાણે છે કારણકે સેવાદળ કોઈપણ પ્રકારની પબ્લીસીટી કે દેખાડા વિના કાર્ય કરતું તેમજ કોંગ્રેસને શક્તિ પ્રદાન કરતુ એક ઉમદા અને દેશની ઉચ્ચ વિચારધારા તેમજ કોંગ્રેસના અન્ય મહાન નેતાઓના વિચારોનું સંકલન કરતું સંગઠન છે.

     

    સેવાદળ શું કાર્ય કરે છે ?

    સેવાદળની સ્થાપના ૧૯૨૩માં ડોક્ટર એન એસ હાર્ડીકર સાહેબે એક એવા વિચાર સાથે કે દેશમાં કુદરતી આપત્તિઓ આવે કે પછી માનવ સર્જિત આફતો આવે ત્યારે નિષ્કામ કે નિસ્વાર્થ સેવા માટે આગળ આવનારા સૈનિકોની એક ટુકડી કે સંસ્થા બનાવી જોઈએ. આ હતું સેવાદળ. ભૂતકાળમાં ભૂકંપ, પૂર તેમજ દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો સમયે કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ તેમજ સૈનિકોએ ઉત્તમ સેવાકીય કાર્યો કર્યા હતા.

    વરિષ્ઠ કાર્યકર્તા અને પરગજુ ,લાગણીશીલ સ્વભાવના મુકેશભાઈ પટેલ સેવાદળ સાબરકાંઠાના નવા પ્રમુખ બન્યા.

    વર્તમાનમાં સાબરકાંઠા સેવાદળના પ્રમુખ તરીકે છેલ્લા બે મહિનાથી મુકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મુકેશભાઈ પટેલ ઘણા વર્ષોથી કોંગ્રેસ સેવાદળના ના સમર્પિત કાર્યકર્તા કે સૈનિક તરીકે સંગઠનમાં સેવા આપતા રહ્યા છે.

    તેમના કહેવા મુજબ આગામી સમયમાં સાબરકાંઠા ના આઠ તાલુકા માંથી દરેક તાલુકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર કરવાની યોજના છે. આ ઉપરાંત સાબરકાંઠાની ૬ નગરપાલિકાઓ માંથી પણ દરેક નગરપાલિકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર થાય તેઓ તેમનું આયોજન છે.

    આ ઉપરાંત તેમનું કહેવું છે કે સાબરકાંઠાના જેટલા તાલુકાઓ તેમજ નગરપાલિકામાં બુથો છે તેમાં દરેક બુથ દીઠ બે સેવાદળના સૈનીકો આગામી કોઈપણ ચૂંટણીઓમાં સેવા આપશે.

    આ ઉપરાંત આવી જ રીતે મહિલાઓ માટેના સેવાદળ અને યુવાનો માટેની પણ સેવાદળ – યંગ બ્રિગેડ રચવાની તેમની તૈયારી છે. મુકેશભાઈ એ સાબરકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં સેવા પ્રેમી અને કોંગ્રેસ તરફ લાગણી ધરાવતા કાર્યકર્તાઓ સેવા દળમાં જોડાય અને એની હકારાત્મક તાકાત બને તેવી લાગણી પ્રગટ કરી હતી.

    આ સૂચન અમારા ગુજરાતના સેવાદળના પ્રદેશ પ્રમુખ ઋત્વિક ભાઈ મકવાણા સાહેબ 25 તારીખે Zoom online મિટિંગમાં કર્યું હતું, એમ મુકેશભાઈએ ઉમેર્યું હતું.

    સંપર્ક :  મુકેશભાઈ પટેલ (સેવાદળ)- 9409225781

  • ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

    ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરિક્ષા રદ્દ કરવા અંગે NSUIએ કરી રજૂઆત

    નિરવ જોષી, અમદાવાદ

    આજરોજ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આયોજન અંગે વિરોધ નોંધાવીને કુલપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમણાં મે મહિના ના અંતે જ કોરોનાની અત્યંત ઘાતક બીજી લહેર શાંત થઈ રહી હોય એવું જણાયું છે. જૂન મહિનામાં હજુ સુધી વિદ્યાર્થી જગત મૂંઝવણમાં છે. આવામાં ગુજરાત યુનિવર્સિટી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પરીક્ષાઓનો કાર્યક્રમ આયોજિત કર્યો છે જેને ફરીથી યુવા વિદ્યાર્થીઓમાં ચિંતા જન્માવી છે. ખાસ કરીને એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ દ્વારા તેમજ પૂર્વ સેનેટ સભ્ય પાર્થિવ રાજ સિંહ કઠવાડિયા , એન.એસ.યુ.આઇ.ના મહામંત્રી કુણાલભાઇ અને સેનેટ સભ્ય દક્ષ પટેલ વડે આ અંગે કુલપતિશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. યુવક કોંગ્રેસે જણાવ્યું છે કે ઓફલાઈન પરીક્ષાઓ અંગે તેમનો સખત વિરોધ છે કારણકે આપણા વિદ્યાર્થીઓ કોરોના થી હજુ મુઝાયેલા છે અને તેઓ કોરોના પ્રૂફ નથી.

    આ online પરીક્ષા પણ નથી ઓફલાઇન પરીક્ષા છે મતલબ કે વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં પરીક્ષાઓ આપવા માટે ભેગા થશે જેના પરિણામે કોરોના સંક્રમણની સંભાવના ઉભી થશે. આ ઉપરાંત યુનિવર્સિટીની દરેક કોલેજમાં હજુ સુધી પુરા વિદ્યાર્થીઓ વર્ગને vaccination કરવામાં આવી નથી. યુવા કોંગ્રેસની માંગ કરી છે કે યુનિવર્સિટીના ડેવલોપમેન્ટ માંથી સંલગ્ન કોલેજના દરેક વિદ્યાર્થીઓને રસી આપવી જોઈએ. યુવા કોગ્રેસ જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીની જો offline પરીક્ષાઓ યોજાશે તો તે અંગે વિરોધ નોંધાવશે અને NSUI ઉગ્ર આંદોલન પણ કરશે.

  • પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ

    પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવવધારા સામે સાબરકાંઠામાં કોંગ્રેસનુ હલ્લાબોલ

    નિરવ જોષી, હિમતનગર

    અચ્છે દિનના વાયદા કરીને સત્તામાં ૭ વર્ષો થી આવેલી ભાજપ સરકાર ના શાસનમાં પેટ્રોલ-ડિઝલ 100ની પાર પહોંચી ગયું!!!  કેન્દ્ર સરકારની આ દમનકારી અને મોઘવારી વધારનારા કુશાસન સામે ભારતભરમાં કોગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન શુક્રવારે કર્યું. સાબરકાંઠા કોગ્રેસે પણ હિમતનગરમા આ બાબતે જનતાને વિરોધ માં જોડાવા હાકલ કરી હતી અને ધરપકડ પણ વહોરી હતી.

    આજ રોજ હિંમતનગર ટાવર ચોક ખાતે કોગ્રેસ દ્રારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યા હતુ. જેમાં જિલ્લા યુથ પ્રમુખ પ્રિયવદન પટેલ, મહિલા પ્રમુખ જયોતીબેન દવે, શહેર, હિંમતનગર પ્રમુખ ઇસ્વરભાઇ દેસાઈ, હિંમતનગર તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, કમળાબેન, ટીવી પટેલ, પૂવૅ પ્રમુખ રણજીતસિંહ સોલંકી,રાકેશસિહ ચોહાણ, કોર્પોરેટ ઇમરાન બાદશાહ, રઝાક ભાઈ,આશિફ, દાઉદ ભાઈ,અજમેલસિહ, કિરણ પટેલ, કુમાર ભાટ, રણછોડભાઈ, મુકેશ ભાઈ, મહેશ પરમાર સમેતના હોદ્દેદારોની ધરપકડ કરવામા આવી હતી.