ટૅગ #Congress

  • સાબરકાંઠા કોંગ્રેસએ રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી ફરિયાદ નોંધાવી

    સાબરકાંઠા કોંગ્રેસએ રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી ફરિયાદ નોંધાવી

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814540)

    રાહુલ ગાંધીને આપવામાં આવેલી ધમકીઓ વિરુદ્ધ સાબરકાઠા કોંગ્રેસનો વિરોધ

    હિમતનગર B ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા, શ્રી રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના પરિવારજનોના ભૂતકાળને લઈને તથાકથિત અભદ્ર ભાષા ઉપયોગ કરવાનું તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણીઓ ઠેસ પહોંચાડવા કે તેવી ધમકીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી.

    હિમતનગર B ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરે ખાતરી આપી કે યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે.

    આ કાર્યક્રમમાં સાબરકાઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અશોકભાઈ પટેલ ની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા

  • સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

    સાબરકાંઠા લોકસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠામાં લોકસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ – ભાજપ બંને પક્ષો અને તેના કાર્યકર્તાઓ પૂરેપૂરી તૈયારીથી કામે લાગી ગયા છે! 

    ગુરુવારના રોજ ખેડ તસ્યા રોડ પર આવેલા ખાનગી પ્લોટ ખાતે કોંગ્રેસના સાબરકાંઠાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી,જિલ્લા કક્ષાના નેતાઓ તેમજ  પ્રદેશ કોંગ્રેસ કમિટી પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત સમગ્ર સાબરકાંઠાના તાલુકા પ્રમુખો તેમજ નગરપાલિકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યો સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    સવારે કાર્યક્રમમાં કોંગ્રેસ અલગ અલગ ટેબલનો સંવાદ કરવા માગતી હતી, પરંતુ ત્રણ કલાકના કાર્યક્રમમાં વધારે પડતા નેતાઓના જ ભાષણ થયા હતા.

     કાર્યક્રમ  4 કલાક જેટલો ચાલ્યો હતો એટલું જ નહીં કાર્યકર્તાઓને સાંભળવાની કે મજબૂત સંવાદ કરવાની તસ્દી પણ નેતાઓ લીધી નહોતી અને સતત તેમને તેમની જરી પુરાણી ચૂંટણીલક્ષી વાતો કરીને લોકસભા માં તુષારભાઈ ને સાબરકાંટા સીટ પરથી જીતાડવા માટે પ્રચારમાં ચૂંટણીમાં જોડાઈ જવા અપીલ કરી હતી.

  • સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું

    સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું

    નીરવ જોશી , હિંમતનગર  (M-7838880134 & 9106814540)

    લોકસભાની ચૂંટણીઓને હવે 100 દિવસથી પણ વધારે સમય નથી ત્યારે સાબરકાંઠામાં થોડીક નિષ્ક્રિય અને વિધાનસભામાં નબળા દેખાવને કારણે હતાશ થયેલી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં નવા વિચારો, કાર્યો અને જુસ્સો પ્રગટ કરવા માટે તેમજ લોકસભામાં નોંધપાત્ર દેખાવ કોંગ્રેસનું રહે તે માટે કેન્દ્રીય સમિતિ દિલ્હીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અશોક નાથાભાઈ પટેલની બે દિવસ પહેલા વર્ણી કરી હતી.

    આજરોજ અશોકભાઈએ ટાવર ચોક પાસે આવેલી કોંગ્રેસની ઓફિસમાં પદ ગ્રહણ કર્યું હતું.

    આજરોજ તા.19.2.2024 ને સોમવારના રોજ જીલ્લા કોંગ્રેસ સમિતિ હિમતનગર ખાતે નવ નિયુક્ત પ્રમુખશ્રી આશોકભાઈ.એન.પટેલ નો પદ ગ્રહણ સમારોહ યોજાયો.

    આ કાર્યક્રમમાં બાયડના પૂર્વ ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલ,પૂર્વ જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવત,પૂર્વ વિધાનસભાના પૂર્વ ઉમેદવારો કમલેશભાઈ પટેલ,રામભાઈ સોલંકી,બેચરસિંહ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઇમરાનભાઈ ઠાકોર,પૂર્વ કાર્યકારી પ્રમુખશ્રી ભરતસિંહ,પૂર્વ તાલુકા પ્રમુખશ્રી ચન્દ્રસિંહ,તાલુકા પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ,શહેર પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ ઠાકુર,સા.કાં ના તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ,શહેરપ્રમુખશ્રીઓ,તાલુકા પંચાયત વિપક્ષનેતાશ્રી અજમલસિંહ,ગુજરાતમાઈનોરિટીના મહામંત્રીશ્રી ટી.વી.પટેલ, નગરપાલીકા વિપક્ષનેતા ઇમરાન બાદશાહ,પૂર્વ શહેર પ્રમુખશ્રી પ્રિયવદન પટેલ,ઈશ્વરભાઈ દેસાઈ,સા.કાં.મહિલા પ્રમુખશ્રી જ્યોતિબેન,કમળાબેન,ઝાહેદાબેન,નગર પાલિકા તથા તાલુકા-જીલ્લા પંચાયતના સદશ્યશ્રીઓ,

    સેવાદળના મૂકેશભાઈ,કાર્યાલય મંત્રી મહેશભાઈ,સરપંચશ્રીઓ,પૂર્વ જિલ્લા સદસ્ય રાજુભાઇ ડોણ,મીડિયાના અશોકભાઈ લિલી,ઇશાકભાઈ શેખ,કુમાર ભાટ તેમજ સૌ ઉત્સાહી કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી, નવનિયુક્ત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલને ફુલહાર તેમજ બુકે આપી, ફટાકડા ફોડી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

    💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર – કોગ્રેસ

    ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર – કોગ્રેસ

    નિરવ જોષી, ગાંધીનગર 

    • ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રૂ. ૩,૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચાર.
    • કરોડો રૂપિયા ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો

    ભાજપ સરકાર દ્વારા રૂ. ૩,૯૦૦ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે પત્રકાર પરિષદમાં પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ભાજપના શાસનમાં ચાલી રહી છે.
    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વીજળી ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે કરવામાં આવ્યો હતો. આ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ મુજબ જે એનર્જી ચાર્જીસ એટલે કોલસાની ખરીદીની કિંમત પર અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ બની હતી તે મુજબ અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા છે તેના ડોક્યુમેન્ટ્સ અને પારદર્શિતા દર્શાવતા તમામ પેપર રજુ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેની ચકાસણી કરે અને તેની સરખામણી ARGUS (કોલસાનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નક્કી કરતી સંસ્થા)નો જે ભાવ હોય તેની સરખામણી બાદ જો અદાણીએ ખરીદેલ કોલસો ઓછી કિંમતનો હોય તો તેને ધ્યાને લેવાનું અને જો ARGUSના ભાવ ઓછા હોય તો તેને ધ્યાને લઈને જ અદાણીને પૈસા મળે એવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં વર્ષ ૨૦૧૮ થી લઈ વર્ષ ૨૦૨૩ સુધીના પાંચ વર્ષના ગાળા દરમિયાન અદાણીને રૂ. ૧૩,૮૦૨ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, જ્યારે ખરેખર અદાણીને મળવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડ જ થતા હતા, એટલે રૂ. ૩,૯૦૦ કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા. જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો, સુપ્રીમ કોર્ટ તપાસની કમિટી બનાવતી હતી અને સેબીની ઈન્કવાયરી શરૂ થવામાં હતી તેમજ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) પણ વિરોધ પક્ષે માંગી ત્યારે અધિકારીઓએ આ મોટા ભ્રષ્ટાચારમાં પોતાને તકલીફ ન ઊભી થાય તે માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર મુન્દ્ર લિમિટેડને પત્ર લખીને કહ્યું કે, વારંવાર માંગણી કરવા છતાં અદાણી પાવર દ્વારા ખરીદાયેલ કોલસાના બિલો આપવામાં આવતા નથી, સ્પર્ધાત્મક ભાવ અંગેના કે પારદર્શિતા અંગેના ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા નથી અને માત્ર ચોક્કસ લોકો પાસેથી ઊંચા ભાવે કોલસો ખરીદ્યાની વાત કરીને રૂ. 13,802 કરોડ સરકાર પાસેથી લીધા છે.
    કરાર મુજબ ARGUSના ભાવ ધ્યાને લેતા અદાણીને ખરેખર વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૩ સુધીમાં મળવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડ જ થાય છે, એટલે કે રૂ. ૩,૯૦૦ કરોડ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણીને વધારે ચૂકવી દીધા છે અને તે પરત આપી દેવા પત્ર લખી નાંખ્યો. હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે તેવો ઘાટ ભાજપ સરકારે ઉભો કર્યો છે. વગર બિલો મેળવ્યે અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવી આપવામાં આવી ? રૂ. ૩,૯૦૦ કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું ? આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ઈ.ડી., સી.બી.આઈ. અને સેબી કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી ? પાંચ વર્ષ સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા ? અત્યાર સુધીમાં અદાણી પાસેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા ? ૩૯૦૦ કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે? અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

    (ડૉ. મનિષ એમ. દોશી)
    મીડીયા કન્વીનર અને પ્રવક્તા

    નોંધઃ આ સાથે GUVNL નો પત્ર સામેલ છે.


    આજે શક્તિસિંહજીએ પત્ર લખીને મંત્રી રિશિકેશ પટેલ નુ ધ્યાન દોર્યું હતુ.

    સ્નેહી મંત્રીશ્રી @irushikeshpatel જી ,

    26 ઓગસ્ટ, 2023, શનિવારે નવી દિલ્હી અને અમદાવાદ ખાતેથી ખાસ પ્રેસ કોન્ફરન્સમાં દસ્તાવેજી પુરાવા સાથે 3,900 કરોડ રૂપિયા કેવી રીતે માનીતા ઉદ્યોગપતિને આપી દેવામાં આવ્યા છે તેની હકીકતો રજૂ કરવામાં આવી હતી. સંપૂર્ણ ખોટી રીતે અપાયેલા 3,900 કરોડ રૂપિયા વસુલ કરવા જોઈએ તે સ્વીકારવાના બદલે ગઈકાલે ગુજરાત સરકારના એક મંત્રીશ્રીતરીકે આપશ્રી દ્વારા સંપુર્ણ કૌભાંડને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એકપણ સત્ય હકીકત કે કોઈને પણ ગળે ઉતરી શકે તેવી મુદ્દાવાર વાત કરવામાં આવી નહોતી ત્યારે આજે ગુજરાત સરકારના મંત્રીશ્રીતરીકે આપશ્રી એ કરેલા સંપુર્ણ આધારવિહીન ખુલાસા પછી કેટલાક વધારાના સવાલો ઉભા થાય છે અને હું પૂછવા માંગું છું કે, જે પત્ર મેં પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો તે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડનો જ હતો અને એમાં કોઈપણ જાતની છેડછાડ થઈ હોય તેવું આપ મંત્રીશ્રી પણ બોલ્યા નથી ત્યારે GUVNLના સરકારના તા. 15-5-2023ના પત્રમાં જ સ્પષ્ટ રીતે લખાયું છે કે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારના બિલો, સપોર્ટીંગ ડોક્યુમેન્ટ્સ કે રીપોર્ટ્સ પાંચ વર્ષ સુધી રજૂ કરવામાં નથી અને સ્પષ્ટ રીતે એ પત્રમાં જ લખાયું છે કે, જે કિંમત કોલસાની બતાવવામાં આવી છે તે બજારકિંમત કરતાં ખૂબ જ ઊંચી બતાવવામાં આવી છે. આ જ પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, મંત્રાલય દ્વારા જ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ARGUSની કિંમતને જ ધ્યાને લઈને અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા ચૂકવી શકાય. ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે આપ આ પત્રમાં જે વ્યવસ્થિત વસ્તુ લખાયેલ છે તે કેમ સ્વીકારતા નથી ? આ પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના બોર્ડમાં નક્કી થયું છે અને તે મુજબ કિંમત ધ્યાને લેતાં રૂ. 3,900 કરોડનું વધારાનું ચૂકવણું અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને કરી દેવામાં આવ્યું છે. તો સવાલ એ છે કે ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે આપ સરકારના જ પોતાના GUVNLના બોર્ડમાં થયેલ ઠરાવને શું ખોટો ગણે છે ? જો અધિકારીઓએ પોતે જ પોતાના પત્રમાં લખ્યું છે કે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ ઉંચા ભાવે કોલસાની વાત કરે છે જે બજારકિંમતે નથી અને બિલો કે ડોક્યુમેન્ટ્સ પણ રજુ કરતા નથી, તો શું ગુજરાત સરકાર પોતાના જ વિભાગના અધિકારીઓના લખાયેલ પત્રને સ્વીકારતા નથી ? મંત્રીશ્રી તરીકે આપ દ્વારા કોઈપણ મુદ્દાનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

    વધુમાં જો મેં પ્રેસ કોન્ફરન્સમાં આપેલો GUVNLનો પત્ર ખોટો હોય અથવા તેમાં કોઈ ચેડા થયા હોય તો મારી સામે સરકાર કેસ કરે અને નહીં તો GUVNL કે જે સરકારનું જ બોર્ડ છે તેને સંપૂર્ણ વિચારણાના અંતે તેમજ સરકારના ઊર્જા વિભાગે આપેલ સુચના મુજબ જ્યારે ARGUSના ભાવ મુજબ ગણતરી કરીને રૂ. 3,900 કરોડ પાછા આપી દેવા માટે જણાવ્યું છે તે પૈસા કેમ પાછા લેવામાં નથી આવતા? જે રૂ. 3,900 કરોડ વધારાના ચુકવાયા છે તેનું વ્યાજ ધ્યાને લેવામાં આવે તો બેંકના સાદા વ્યાજ મુજબ પણ પાંચ વર્ષ સુધી અપાયેલી રકમ વ્યાજની ઉમેરીએ તો રૂ, 3,900 કરોડ કરતાં આંકડો અનેકગણો મોટો થાય છે તે વસુલ કરવા પણ સરકાર કેમ તૈયાર નથી ? ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે આપ એવી પણ સ્પષ્ટતા કરતા નથી કે જ્યારે કોઈપણ બિલોના આધાર વગર ઉંચી કિંમતના પૈસા ચૂકવી દેવામાં આવ્યા ત્યારે જે વ્યક્તિ GUVNLમાં ડાયરેક્ટર (ફાયનાન્સ) હતા તે આજે અદાણીની કંપનીમાં CEO તરીકે છે તે વાત ખરી છે ? અને જો આ વાત સત્ય હોય તો આ બાબતમાં સરકાર શું પગલાં ભરવા માંગે છે ? તે પણ સરકાર જણાવે. બોગસ માંગણીઓ બિલો આપ્યા વગર કે ARGUSના ભાવ ધ્યાને લીધા વગર સરકાર ખાનગી કંપનીને પૈસાની લુંટ કરવાની છુટ આપે તો આખરે ગુજરાત રાજ્યના અનેક વીજળી ઉપયોગ કરતા ગુજરાતીઓના માથે કરોડો રૂપિયાનું ભારણ આવશે તે અંગે સરકાર કેમ ચુપ છે ? છેલ્લે એટલું જ જણાવવાનું છે કે જ્યારે સરકારના પોતાના જ પરિપત્રને સ્પષ્ટ ધ્યાને લઈએ તો સમગ્ર કેસ એ મની લોન્ડરીંગનો કેસ થાય છે અને ત્યારે આ પ્રકારના ભયમુક્ત ભ્રષ્ટાચારનો એજન્ડા લઈને ભાજપ ચાલી રહી છે અને માનીતા ઉદ્યોગપતિઓને પ્રજાના ઉપર ભારણ નાંખીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવે છે તે અંગે યોગ્ય તપાસ શા માટે નહીં ?

  • આજે સાબરકાંઠામાં હિંમતનગર ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક

    આજે સાબરકાંઠામાં હિંમતનગર ખાતે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી પછી હિંમતનગર તેમજ સાબરકાંઠા કોંગ્રેસમાં વાતાવરણ શુષ્ક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અનેક જગ્યાએ થવાની છે.પરિણામે આવનારી ગ્રામ પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી -સ્થાનિક સ્વરાજ્યની ડિસેમ્બરમાં ચૂંટણી તેમજ 2024 મે મહિનામાં લોકસભાની ચૂંટણી માટે સાબરકાંઠામાં કોંગ્રેસને અને તેમને તેના નેતાઓ અને કાર્યકર્તાઓને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે.

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ની સૂચના અનુસાર સાબરકાંઠા જિલ્લા સંગઠન કોંગ્રેસની કારોબારીની બેઠક *ઉત્તર ઝોનના પ્રભારી શ્રી રામકિશન ઓઝા* અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રીઓ શ્રી દિનેશભાઈ ગઢવી અને શ્રી વિજયભાઈ પટેલ ની ઉપસ્થિતમાં *તારીખ 26-08-2023,* *શનિવાર* ના રોજ *હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે બપોરે *2-00 કલાકે* રાખેલ છે..

    તો આ મીટિંગમાં જીલ્લા કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખશ્રીઓ,જીલ્લા સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ,જિલ્લા ની વિધાનસભા લડેલા તમામ ઉમેદવારશ્રીઓ,જિલ્લાના પ્રદેશ ના હોદ્દેદારશ્રીઓ, તમામ તાલુકા/શહેર કોંગ્રેસના પ્રમુખશ્રીઓ,જિલ્લાના તમામ ફ્રન્ટલ સેલ ના એ.સી.,એસ.ટી.,ઓબીસી, માઈનોરીટી,મહિલા, સેવાદળ,યુથ,Nsui ના હોદ્દેદારશ્રીઓ,જિલ્લા/તાલુકા પંચાયત નગરપાલિકા ચુંટાયેલા અને ચૂંટણી લડેલા ઉમેદવારશ્રીઓ,જિલ્લા ના પૂર્વ પ્રમુખશ્રીઓ અને જિલ્લાના તમામ આગેવાનશ્રી સૌએ આ મીટીંગ મી ઉપસ્થિત રહેવા વિનંતી છે.

     

    *સ્થળ-નવા સર્કિટહાઉસ હિંમતનગર* *સમય/તારીખ*- *બપોરે 2-00 વાગે* *26/8/2023*,*શનિવાર*

    *નિમંત્રક*
    *શ્રી સુરેશભાઈ પટેલ*
    *પ્રમુખ.* અશ્વિનભાઈ ડામોર. ભરતસિંહ મકવાણા. કાર્યકારી પ્રમુખ *જિલ્લા કોંગ્રેસ સમિતિ.*

  • UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ

    UCC મુદ્દે આદિવાસી સમાજમાં ભડકો, જિલ્લાના આદિવાસી સમુદાયની મીટીંગ બોલાવાઈ

    એવીએસ પોસ્ટ બ્યુરો, હિંમતનગર (M-7838880134)

    ઉત્તર ગુજરાત આદિવાસી સમુદાય ની મિટિંગ ખેડબ્રહ્મા ખાતે ucc ના મુદ્દે મળી હતી ucc સમાન સિવિલ કોડ અમલ થશે તો આદિવાસી સમુદાય ને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક નોકરી, રોજગાર, દરેક ક્ષેત્ર અનામત, સંવિધાનિક હક્ક અધિકારો રૂઢિ, જળ જંગલ જમીન ને શુ અસર કે નુકસાન થશે ? તે અંગે ગ્રહન ચર્ચા ઓ કરવામાં આવી તેમજ આ UCC ને વિરોધ વ્યક્ત કરવા આજે ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ મિટિંગ મા ભિલોડા, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ તાલુકાઓ માંથી મોટી સંખ્યા મા સમાજ ના જાગૃત સામાજિક આગેવાનો, પ્રતિનિધિઓ,ડોક્ટર, એન્જીનીયર, નિવૃત અધિકારી, કર્મચારી, જિલ્લા, તાલુકા પંચાયત સદસ્યોં વગેરે હાજર રહ્યા હતા.

    મિટિંગ નું સંચાલન રસિક પરમાર દ્રારા કરવા મા આવેલ આ મિટિંગ મા પૂર્વ સાંસદ શ્રી અમરસિંહ ઝેડ. ચૌધરી, mla માન્યશ્રી ડૉ. તુષાર ભાઈ ચૌધરી, આદિવાસી એક્ટિવિસ્ટ શ્રી પ્રવીણભાઈ પારગી, વકીલ સાહેબ શ્રી રમેશભાઈ ચૌધરી, ભુપેન્દ્રભાઈ, લાલસીંગભાઈ,આમ આદમી પાર્ટી ના બિપીનભાઈ ગામેતી નિવૃત ડે. કલેક્ટર શ્રી આર. બી. અંગારી સાહેબ, નિવૃત dysp શ્રી સી. ડી. પરમાર, ડૉ. કિંજલભાઈ સોલંકી, નિવૃત બેન્ક મેનેજર શ્રી આર. ડી. કટેરિયા, શ્રી અશોકભાઈ ડામોર, નિવૃત p. I. શ્રી આર. જે નિનામા, પી. જે. અસારી સાહેબ, નિવૃત બેન્ક મેનેજર શ્રી બાબુભાઇ ખરાડી, મગનભાઈ પરમાર,જગદીશભાઈ તરાળ, વગેરે ઉપસ્થિત રહી ને માર્ગ દર્શન આપ્યું હતું.

    શું હતો મિટિંગનો મુદ્દો?

    ઉલ્લેખનીએ છે કે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ પ્લેટફોર્મ પર આદિવાસીઓમાં સમાન સિવિલ કોડ અંગે ઘણી મૂંઝવણ ઊભી થઈ છે. ત્યારે ખાસ કરીને કોંગ્રેસ તરફી અને અન્ય આદિવાસી સમુદાયના અગ્રણીઓને ભેગા કરવા માટે એક meeting મેસેજ અલગ અલગ whatsapp ગ્રુપમાં ફરતો થયો હતો…જે નીચે મુજબ છે.

    ઉત્તર ગુજરાત ના ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ, વિજયનગ, ભિલોડા તાલુકા ના આદિવાસી સમાજ ના દરેક ભાઈ બહેનો ને જય આદિવાસી સાથે જણાવવાનું કે તારીખ 9/7/2023 રવિવારે એટલે કે આવતી કાલે સવારે 11 વાગે ખેડબ્રહ્મા. માતાજી મા સમાન સિવિલ કોડ (ucc) થી સમાજ ને ફાયદો કે ગેર ફાયદો એ અંગે જરૂરી ચર્ચાઓ કરવા માટે સમાજ ની મિટિંગ નું આયોજન કરેલ છે તો આપણા સમાજ મા સામાજિક, શૈક્ષણિક,સાંસ્કૃતિક,સંવિધાનીક, હક્ક અધિકારો માટે સક્રિય એવા વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો, સરપંચશ્રીઓ, તાલુકા. જિલ્લા સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આ બેઠક મા જરૂર થી ઉપસ્થિત રહીને સમાજના હિતમાં સાચી દિશા અને માર્ગ દર્શન કરવા આપ સૌને વિનંતી છે જાહેર આમંત્રણ છે 🙏🙏🙏🙏🙏

     

  • હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

    હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની 8,860 જેટલા મતોથી જીત, કોંગ્રેસના કમલેશ પટેલની હાર

     હિંમતનગર વિધાનસભા બેઠક 1995થી ભાજપનો ગઢ રહ્યો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કમલેશ પટેલની હાર થઈ છે.

    આજે હિંમતનગરની બેઠક પર વિધાનસભાની ચૂંટણીનો મત ગણતરી શરૂ થઈ ત્યારથી ભારે રસાકસીનો માહોલ રહ્યો હતો ખાસ કરીને શરૂઆતના તબક્કામાં કમલેશ પટેલ આઠ નવ હજારની લીડ થી આગળ ચાલી રહ્યા હતા પરંતુ પાછળથી એટલે કે બપોરે 12:30 પછી વીડી ઝાલાની લીડ આગળ વધવા લાગી એટલું જ નહીં ભાજપના વીડી ઝાલાએ કોંગ્રેસના કમલેશ પટેલને હરાવી દીધા હતા

    ગુજરાતની હિંમતનગર બેઠકનું પરિણામ 2022  

    હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે વિનેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા (વીડી ઝાલા) ને ટિકિટ આપી હિંમતનગરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 6660255 ની જંગમ મિલકત છે. વીડી ઝાલાએ બી.એસ.સી. એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે કમલેશ જ્યંતિભાઈ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 25141091 ની જંગમ મિલકત છે. કમલેશભાઈ પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમણે ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે નિર્મલસિંહ અજબસિંહ પરમારને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 993410 ની જંગમ મિલકત છે. નિર્મલસિંહ પરમારે બીએ સુધી અભ્યાસ કર્યો 

  • પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    Source : Truth Seekers , 6 Dec.

    ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે છે). ગઈકાલે જ ABP-CVoterનો સર્વે આવ્યો એમાં ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો પર જીતતી દેખાડવામાં આવી છે.

    હવે એક નજર નીચેના આંકડાઓ પર નાંખો

    2002માં ભાજપને 127 બેઠકો મળી હતી.
    2007માં ભાજપને 117 બેઠકો મળી હતી.
    2012માં ભાજપને 115 બેઠકો મળી હતી.
    2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.

    આમ, 2002થી લઈને આજ સુધી ભાજપની બેઠકમાં સતત ઘટાડો જ થયો છે. ભલે પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોય, આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય. (નોંધ 2017ની ચૂંટણીમાં પણ ડબલ એન્જિન સરકાર હતી હો).

    અત્યારે ચેનલવાળા ભાજપની 140 બેઠક દેખાડે છે તો છેલ્લા 5 વર્ષમાં એવું તે શું કર્યું છે આ સરકારે જે નરેન્દ્ર મોદી, આનંદીબેન કે વિજયભાઈ કરતા પણ વધારે બેઠક આવી જશે.

    તો આવો તમને 5 વર્ષમાં ભાજપના કામો(કાંડો)ની ગણતરી કરાવી દઉ.. આ વાયબ્રંટ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી શું થાય છે..

     

    ↘️કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં ગોડાઉન સળગે છે

    ↘️મંત્રીનો દિકરો લેડી કોન્સ્ટેબલ સાથે દાદાગીરી કરે છે
    ↘️માથાભારે તત્વો મેહુલ બોઘરાનું માથુ ફોડે છે

    ↘️20થી વધુ ભૂલકાઓ તંત્રના પાપે તક્ષશીલામાં ભડથુ થઈ જાય છે.

    ↘️દિકરો 27 કાપલી સાથે ચોરી કરતા પકડાય અને બાપને શિક્ષણ ખાતુ અપાય છે.

    ↘️નેતાઓ સરકારી દવાખાને સારવાર લેતા ડરે છે
    રેમડિસિવિર ઇન્જેક્શનનો વેપાર થયો.

    ↘️કોરોના કાળમાં તંત્રના પાપે લાશોનો ઢગલો થયો.

    ↘️સરકારી પૂલ 7 દિવસમાં ધ્વસ્ત થઈ જાય છે.

    ↘️નહેરો ઉંદરડાઓ તોડી જાય છે.

    ↘️ગૌચર ઉદ્યોગતિઓ ખાય જાય છે.

    ↘️ગૌમાતા ને રાષ્ટ્રીય દરજ્જો આપવા 603 દિવસ દિલ્લી ધરણાં કરતા ગુજરાત ના યુવાન ને અને એના સાથીયો ને 31 દિવસ જેલમાં નખાઈ છે.

    ↘️કરોડોનું ડ્રગ્સ વેચાય છે

    ↘️ઝેરી શરાબનો વેપલો થાય છે

    ↘️પાકવીમાથી માત્ર કંપનીઓને ફાયદો થાય છે

    ↘️જમીન સર્વેના નામથી ભાઈ ભાઈને લડાવાય છે

    ↘️ટ્રાફિક નિયમના નામે રીતસર ઊઘરાણા થાય છે

    ↘️શિક્ષણનો બિઝનેસ થાય છે

    ↘️સારવાર માટે લાખો પડાવાય છે

    ↘️FIR માત્ર ખેંસ પહેરનારની જ લેવાય છે

    ↘️20 લાખમાં તૈયાર થતા બંધારા માટે 200 કરોડ ફળવાય છે

    ↘️વિરોધ કરનારને ધમકાવાય કે ખરીદાય છે

    ↘️દિવસ રાત મહેનત કરતા વિદ્યાર્થીઓના નસીબરૂપી પેપર ફૂટી જાય છે (22 ફૂટ્યા પણ હજુ માસ્ટમાઇન્ડ ઝડપાયો નથી)

    ↘️સરકારી નોકરીઓના ભાવ બોલાય છે

    ↘️”ખેડૂતો પોતાના પાપે દુખી થાય છે” એવું કહેવાય છે

    ↘️અન્યાય સામે બોલનારા સામે IT સેલ ખુલ્લુ છોડી દેવાય છે

    ↘️રસ્તાઓ પર ચાલતા કમરના મણકા તૂટી જાય છે

    ↘️135 લાશો પડી હોય તો પણ રંગરોગાન અને ઉત્સવો થાય છે

    ↘️ચિતાને આગ આપ્યા પહેલા સભાઓ ગજવાય છે

    ↘️ગમે એવા કાંડ કરે તો પણ મળતિયા છૂટી જાય છે

    ↘️અપરાધીઓ ખેંસ પહેરે તો નિર્દોષ બની જાય છે

    ↘️ભાજપના પૂર્વ ધારાસભ્યોની સીડીઓ આવે છે અને ખૂની ખેલ ખેલાય છે

    ↘️શિક્ષણ અને આરોગ્યની સુવિધાની ઘોળ ખોદાઈ ગઈ

    ↘️ચોમાસામાં રસ્તાઓ પર દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા
    સરકારી એજન્સીમાં કૌભાંડ જેવા કે જીએસપીસી કૌભાંડ, ફિશીંગ કૌભાંડ
    વેન્ટિલેટર ખરીદીમાં કૌભાંડ
    રોડ પર સેંકડો ભૂવા પડ્યા
    લોકોએ આધાર, મા કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈન અને ધક્કા ખાવા પડે.

    ↘️માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ ન મળે

    ↘️પેટ્રોલ, ડિઝલ અને ગેસનો ભાવ આસમાને
    મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી

    ↘️ભાજપના ગુંડાઓની દાદાગીરી

    ↘️ભાજપના બધા સ્થાનિક નેતાઓ કરોડપતિ બની ગયા અને કાર્યકરો ગાભા મારતા રહી ગયા.

    ↘️મોટાભાગના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવીને મેવા ખાતા થઈ ગયા અને મૂળ ભાજપીઓ બધાની ચરણચંપી કરતા થઈ ગયા.

    ↘️ભાઉ 107ની દાદાગીરી વધી ગઈ ભાજપની અંદર આંતરિક અસંતોષ વધી ગયો.

     

    આટલુ થયું છતા ગઈ વખત કરતા વધારે સીટ આવતી દેખાડવામાં આવે છે. કારણ કે, માનસિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ છે. ખોટા ભરમાતા નહી આ વખતે ભાજપ જાય છે કારણ કે,

    પોલિસકર્મીઓ ભાજપથી નારાજ છે
    તમામ સરકારી કર્મચારીઓ નારાજ છે
    આંગણવાડી બહેનો નારાજ છે
    ખેડૂતોમાં ખુબ રોષ છે
    આશા વર્કર બહનો અને શિક્ષકો નારાજ છે
    VCE ઓપરેટર્સ નારાજ છે
    સરકારી નોકરીની તૈયારી કરતા 40 લાખ યુવાનો નારાજ છે
    નાના વેપારીઓ ખુબ નારાજ છે
    સાચા ગૌભકતો નારાજ છે
    આરોગ્યકર્મીઓ નારાજ છે
    પેટ્રોલ-ડિઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટર્સ અને ડ્રાઇવર્સ નારાજ છે
    મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ નારાજ છે
    ખુશ માત્ર અમીર લોકો છે જેને કશો ફર્ક નથી પડતો

    એટલે મીડિયાના ભ્રમિત પ્રચારમાં ન આવતા. મીડિયાનું કામ જ ભાજપને જીતાડવાનું છે. એના જ એને પૈસા મળે છે. અને હા આ લખનાર પણ લાંબો સમય મીડિયામાં કામ કરી ચુક્યો છે એટલે અંદરની વાત જાણે છે.

  • જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?

    જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?

    નીરવ જોશી અમદાવાદ(M-7838880134)

    • આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા.
    • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું.

    કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે વ્યાસ એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઈકાલે તેમણે જાહેરમાં સિદ્ધપુર ખાતે કોંગ્રેસની તરફદારી કરી હતી અને સંકેત આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં જલ્દીથી જોડાઈ જશે. જોકે જયનારાયણ ના જોડાવાથી ભારતીય જનતા પાર્ટીને કેવું નુકસાન થશે તે તો આવનારો સમય જ કરશે.

    જયનારાયણ વ્યાસે કોંગ્રેસ માટે સિધ્ધપુરમાં પ્રચાર

    ભૂતપૂર્વ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા તેમજ વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસ જેમણે થોડા સમય પહેલા ભાજપ માંથી છેડો ફાડી દીધો હતો તેમણે રવિવારના રોજ સિદ્ધપુર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે સમર્થકોને જીતાડવાની અપીલ કરી હતી… ઉલ્લેખનીય છે કે જયનારાયણ વ્યાસ ખૂબ જ પીઠ અને માનનીય સદસ્ય ભાજપમાં રહ્યા હતા, પરંતુ કેટલાક મતભેદોના કારણે અને તેમને આ વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધપુરની બેઠક ફાળવવાની ના પાડવાથી તેઓ નારાજ થઈને ભાજપને રામરામ કરી દીધા હતા. હવે વ્યાસ સિદ્ધપુરમાં ખુલ્લમ ખુલ્લા કોંગ્રેસના સમર્થનમાં આવીને તે કોંગ્રેસમાં  હોય તેવો માહોલ સર્જાયો છે જુઓ આ વિડીયો.

     

  • જાણો વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી જાહેર 43 ઉમેદવારો

    જાણો વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસમાંથી જાહેર 43 ઉમેદવારો

    નીરવ જોશી, અમદાવાદ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમાંના મોટાભાગનાા ઉમેદવારો નેેે ફરીથી ટિકિટ આપવામાં આવી છે જ્યારેેે કેટલાક નવા ચહેરાઓનેેે તક આપવામાં આવી છે.

    ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
    અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
    ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
    ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
    કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
    હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
    ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
    ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
    ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
    એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
    અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
    દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
    રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
    રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
    જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
    જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
    પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
    કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
    માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
    મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
    નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
    મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
    ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
    ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
    લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
    સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
    સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
    આકોટાથી ઋત્વિક જોશીને ટિકિટ
    રાવપુરાથી સંજય પટેલને ટિકિટ
    માંજલપુરથી ડૉ.તશ્વીનસિંઘ
    ઓલપાડથી દર્શન નાયકને ટિકિટ
    કામરેજથી નિલેશ કુંભાણીને ટિકિટ
    વરાછા રોડથી પ્રફૂલ તોગડિયાને ટિકિટ
    કતારગામથી કલ્પેશ વરીયાને ટિકિટ
    સુરત પશ્ચિમથી સંજય પટવાને ટિકિટ
    બારડોલીથી પન્નાબેન પટેલને ટિકિટ
    સુરતના મહુવાથી હેમાંગીની ગરાસિયાને ટિકિટ
    ડાંગથી મુકેશ પટેલને ટિકિટ
    જલાલપોરથી રણજીત પંચાલને ટિકિટ
    ગણદેવીથી શંકર પટેલને ટિકિટ
    પારડીથી જયશ્રી પટેલને ટિકિટ
    કપરાડાથી વસંત પટેલને ટિકિટ
    ઉમરગામથી નરેશ વળવીને ટિકિટ