ટૅગ BJP

  • જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?

    જયનારાયણ વ્યાસ કોંગ્રેસ માટે કેવા નેતા સાબિત થશે?

    નીરવ જોશી અમદાવાદ(M-7838880134)

    • આજરોજ જય નારાયણ વ્યાસ વિધિવત રીતે કોંગ્રેસનો પટ્ટો ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા.
    • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે એ વ્યાસનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કર્યું.

    કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પાલડી ખાતેના કોંગ્રેસ ભવન ખાતે વ્યાસ એમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઈકાલે તેમણે જાહેરમાં સિદ્ધપુર ખાતે કોંગ્રેસની તરફદારી કરી હતી અને સંકેત આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં જલ્દીથી જોડાઈ જશે. જોકે જયનારાયણ ના જોડાવાથી ભારતીય જનતા પાર્ટીને કેવું નુકસાન થશે તે તો આવનારો સમય જ કરશે.

    જયનારાયણ વ્યાસે કોંગ્રેસ માટે સિધ્ધપુરમાં પ્રચાર

    ભૂતપૂર્વ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા તેમજ વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસ જેમણે થોડા સમય પહેલા ભાજપ માંથી છેડો ફાડી દીધો હતો તેમણે રવિવારના રોજ સિદ્ધપુર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે સમર્થકોને જીતાડવાની અપીલ કરી હતી… ઉલ્લેખનીય છે કે જયનારાયણ વ્યાસ ખૂબ જ પીઠ અને માનનીય સદસ્ય ભાજપમાં રહ્યા હતા, પરંતુ કેટલાક મતભેદોના કારણે અને તેમને આ વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધપુરની બેઠક ફાળવવાની ના પાડવાથી તેઓ નારાજ થઈને ભાજપને રામરામ કરી દીધા હતા. હવે વ્યાસ સિદ્ધપુરમાં ખુલ્લમ ખુલ્લા કોંગ્રેસના સમર્થનમાં આવીને તે કોંગ્રેસમાં  હોય તેવો માહોલ સર્જાયો છે જુઓ આ વિડીયો.

     

  • અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

    અમને ભાજપ જ ફાવે! -PM સામે આવું કોણે કહ્યું?

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 )

    પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે.. ત્યારે એક નાનકડી બાળકી મોદી સામે ભાજપના કરેલા વખાણ અને ગુજરાતમાં ભાજપ કેટલું લોકોમાં અને તેમના દિલો દિમાગમાં છવાયેલું છે… તેનું ચિત્ર રજૂ કરતી એક નાનકડી કવિતા ગાઈને પીએમ મોદીનું દિલ જીતી લીધું હતું. જુઓ મોદીને સામે આ બાળકીનો વિડીયો!

    આ વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે તેમ જ વાયરલ થયો છે !ઘણા બધા બાળકી કોણ છે એ જાણવા ઉત્સુક છે તેમ જ મોદીનો બાળકી પ્રેમ પણ આ વીડિયોમાં જોવા મળે છે

  • વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને જીતાડવા હાકલ કરી

    વીડી ઝાલાએ હિંમતનગર ઉમેદવારી ફોર્મ ભર્યું, સી આર પાટીલે ભાજપને જીતાડવા હાકલ કરી

    નીરવ જોશી, હિંમતનગર

    ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે. સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભા આયોજિત કરીને તેમણે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો એટલું જ નહીં તેમના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ગાંધીનગરથી પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કપાવવાથી ચાવડાના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશાની લાગણી હતી તેમજ નગરપાલિકાના કેટલાક સભ્યોએ રાજીનામાં આપ્યા છે એવી વાત પણ એ જોર પકડ્યું હતું. આ બધાને શાંત કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આજે વીડી ઝાલાના ઉમેદવારી નોંધાવવાના દિવસે હિંમતનગર ખાતે બગીચા વિસ્તારમાં યોજાયેલી સભામાં આવી પહોંચ્યા હતા અને એમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને ભાજપના મૂલ્યો અને નૈતિકતાની યાદ અપાવી હતી. એટલું જ નહીં પરંતુ વીડી ઝાલાને ઉમેદવાર બનાવવાથી વિધાનસભાનો ખાસ કરીને હિંમતનગર વિધાનસભા નો વિકાસ અને ઘણો વધશે તેમજ ભાજપના જે પણ યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તે પણ હિંમતનગર વિધાનસભામાં ખૂબ ઉત્તમ રીતે કાર્ય થશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને તેમણે કાર્યકર્તાઓને મોદીજીના વિઝન પ્રમાણે કાર્ય કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત નવા ઉમેદવાર પરંતુ ખૂબ જ જુના સમયના એટલે કે જુના સમયના જનસંઘ અને તેમાંથી 1980 દરમિયાન ભાજપની સ્થાપના સમયથી સક્રિય એવા વીડી ઝાલાએ કાર્યકર્તાઓને તેમના જુના સંસ્મરણો અને પાર્ટી સાથેના તેમનું ગહન નાતો ખૂબ જ વિષદ રીતે કે ઊંડાણ રીતે સમજાવ્યું હતું !! તેમજ વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સાથે તેમના અંગત લાગણીના અને સહયોગના સંબંધો છે તેની પણ તેમણે વાતો કરી હતી. અંતમાં પ્રવચન પછી વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પણ થોડાક આભારના શબ્દો કહીને કાર્યકર્તાઓને તેમજ નવા નવા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી. ચાવડાએ વીડી ઝાલાએ તેમની પર કરેલા ઉપકાર અંગે પણ તેમણે ભાજપના કાર્યકર્તાઓને જણાવ્યું હતું. વીડી ચાલે કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી તુરંત જ રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવી જીતનો વિશ્વાસ રજૂ કર્યો હતો.

    ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાના મતદાન માટે આજે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટે વીડી ઝાલા એ ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કે હિંમતનગરના બગીચા વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી તેમજ વિજય નો વિશ્વાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે બોલતા વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં ભાજપની સ્થાપના કરવામાં અમારી પાયાના પથ્થર જેવી ભૂમિકા રહી છે! તેમજ આગામી સમયમાં હિંમતનગરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારની જીત થશે તે નક્કી છે… સાથોસાથ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા માટે તમામ મતદારોને એકરૂપ થવા હાકલ કરી હતી. જોકે રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ ભાજપના ઉમેદવાર વીડી ઝાલા એ જણાવ્યું હતું કે હિંમતનગરની જનતા વિકાસ ને પ્રધાનને આપશે અને આ વખતે ગત વર્ષોમાં બાકી રહી ગયેલા કામોને અગત્યતા આપી વિકાસની વાતને સ્વીકારી જંગી મતથી ભાજપ ને જીતાડશે તે નક્કી છે.

  • ગુજરાત ચૂંટણી:ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા

    ગુજરાત ચૂંટણી:ભાજપે 160 ઉમેદવારો જાહેર કર્યા

    નીરવ જોશી, ગાંધીનગર

    • દિલ્હીમાં બેઠક બાદ મોડી રાત્રે ભાજપ ઘ્વારા 160 ઉમેદવારો કરાયા જાહેર
    • પસંદ કરેલા ભાજપના ચહેરાઓને અંગત ફોન કરીને જાણ કરવામાં આવી, મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ
    • ભાજપના 22 ઉમેદવારોની માહિતી એક બે દિવસ પછી જાહેર થશે
    • 69 ધારાસભ્યોને કરાયા રિપીટ
      13 એસસી, 24 એસટી ઉમેદવાર
      14 મહિલાઓ, 4 ડોક્ટર, અને 4 PhD ડીગ્રીવાળા ઉમેદવાર

    છેલ્લા કેટલાય દિવસથી એટલે કે એક અઠવાડિયાથી જેની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે ભાજપના આગામી વિધાનસભા ચૂંટણી 2022 ના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. આ માટે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને અન્ય પદાધિકારીઓ ગઈકાલે રાતના વિચાર મંથન કર્યું હતું અને દિલ્હીમાં ફાઇનલ 160 ઉમેદવારો  લિસ્ટ નક્કી કરી અને રાત્રે જ અનેક ઉમેદવારોને  ફોન કરીને અંગત રીતે જાણ કરાઈ હતી કે તમે ઉમેદવાર બનવા જઈ રહ્યા છો! આજ વાત ઉમેદવારોએ સવારના પત્રકારોને પણ જાણ કરી દીધી! આ છે ભાજપની એકસાઈમેન્ટ વાળી માહિતી આપવાની કે ઉમેદવારોને પસંદ કરવાની રીત! સોશિયલ મીડિયામાં આનાથી ભાજપનો અફલાતૂન પ્રચાર થઈ જાય છે!

    ઘાટલોડિયા – ભૂપેન્દ્ર પટેલ
    અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા
    માંડવી (કચ્છ) – અનુરૂદ્ધ દવે
    ભૂજ – કેશુભાઇ પટેલ
    અંજાર – ત્રિકમ છાંગા
    ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
    રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
    દસાડા – પી.કે.પરમાર
    લિંબડી – કિરીટસિંહ રાણા
    વઢવાણ – જીજ્ઞાબેન પંડ્યા
    ચોટીલા – શામજી ચૌહાણ
    ધ્રાંગધ્રા – પ્રકાશ વરમોરા
    મોરબી – કાંતિ અમૃતિયા
    ટંકારા – દુર્લભજી દેથરિયા
    વાંકાનેર – જીતુ સોમાણી
    રાજકોટ પૂર્વ – ઉદય કાનગડ
    રાજકોટ પશ્ચિમ – ડો. દર્શિતા શાહ
    રાજકોટ દક્ષિણ – રમેશ ટીલાળા
    રાજકોટ ગ્રામ્ય – ભાનુબેન બાબરીયા
    જસદણ – કુંવરજી બાવળીયા
    ગોંડલ – ગીતાબા જાડેજા
    જેતપુર – જયેશ રાદડિયા
    કાલાવાડ – મેઘજી ચાવડા
    જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
    જામનગર ઉત્તર – રીવાબા જાડેજા
    જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
    જામજોધપુર – ચિમન સાપરીયા
    ઘ્વારકા – પબુભા માણેક
    પોરબંદર – બાબુ બોખીરીયા
    માણાવદર – જવાહર ચાવડા
    જૂનાગઢ – સંજયભાઇ કોરડીયા
    વિસાવદર – હર્ષદ રિબડીયા
    કેશોદ – દેવા મલમ
    માંગરોળ – ભગવાન કરગઠીયા
    સોમનાથ – માનસિંહ પરમાર
    તાલાલા – ભગા બારડ
    કોડીનાર – ડો. પ્રદ્યુમન વાજા
    ઉના – કે.સી.રાઠોડ
    ધારી – જે. વી. કાકડિયા
    અમરેલી – કૌશિક વેકરિયા
    લાઠી – જનક તલાવિયા
    સાવરકુંડલા – મહેશ કસવાલા
    રાજુલા – હીરા સોલંકી
    તળાજા – ગૌતમ ચૌહાણ
    ગારીયાધાર – કેશુ નાકરાણી
    પાલીતાણા – ભીખા બારૈયા
    ભાવનગર ગ્રામ્ય – પુરુષોત્તમ સોલંકી
    ભાવનગર પશ્વિમ – જીતુ વાઘાણી
    ગઢડા – શંભુપ્રસાદ ટુંડીયા
    બોટાદ – ઘનશ્યામભાઇ વિરાણી
    નાંદોદ – ડૉ. દર્શનાબેન દેશમુખ વસાવા
    જંબુસર – ડી.કે.સ્વામી
    વાગરા – અરુણસિંહ રાણા
    ઝઘડીયા – રિતેશ વસાવા
    અંકલેશ્વર – ઇશ્વરભાઇ પટેલ
    ઓલપાડ – મુકેશ પટેલ
    માંગરોળ – ગણપત વસાવા
    માંડવી (સુરત) – કુંવરજી હળપતિ
    કામરેજ – પ્રફુલ પાનસેરીયા
    સુરત પૂર્વ – અરવિંદ રાણા
    સુરત ઉત્તર – કાંતિ બલ્લર
    વરાછા – કિશોર કાનાણી
    કારંજ – પ્રવિણ ઘોઘારી
    લિંબાયત – સંગીતા પાટીલ
    ઉધના – મનુ પટેલ
    મજુરા – હર્ષ સંઘવી
    કતારગામ – વિનુ મોરડીયા
    સુરત પશ્વિમ – પૂર્ણેશ મોદી
    બારડોલી – ઇશ્વર પરમાર
    મહુવા (સુરત) – મોહન ઢોડિયા
    વ્યારા – મોહન કોકણી
    નિઝર – ડૉ. જયરામ ગામિત
    ડાંગ – વિજય પટેલ
    જલાલપોર – રમેશ પટેલ
    નવસારી – રાકેશ દેસાઈ
    ગણદેવી – નરેશ પટેલ
    વાસંદા – પિયુષ પટેલ
    ધરમપુર – અરવિંદ પટેલ
    વસલાડ – ભરત પટેલ
    પારડી – કનુ દેસાઈ
    કપરાડા – જીતુ ચૌધરી
    ઉમરગામ – રમણ પાટકર
    વાવ – સ્વુરુપજી ઠાકોર
    થરાદ – શંકર ચૌધરી
    ધાનેરા – ભગવાનજી ચૌધરી
    દાંતા – લઘુ પારઘી
    વડગામ – મણી વાઘેલા
    પાલનપુર – અનિકેત ઠાકર
    ડીસા – પ્રવિણ માળી
    દિયોદર – કેશાજી ચૌહાણ (ઠાકોર)
    કાંકરેજ – કીર્તિસિંહ વાઘેલા
    ચાણસ્મા – દિલીપજી ઠાકોર
    સિદ્ધપુર -બળવંતસિંહ રાજપૂત
    ઉંઝા – કિરીટ પટેલ (કે કે પટેલ)
    વિસનગર – ઋષિકેશ પટેલ
    બહુચરાજી – સુખાજી ઠાકોર
    કડી – કરશન સોલંકી
    મહેસાણા – મુકેશ પટેલ
    વિજાપુર – રમણ પટેલ
    ઇડર – રમણલાલ વોરા
    ખેડબ્રહ્મા – અશ્વિન કોટવાલ
    ભિલોડા – પૂનમચંદ બરંડા
    મોડાસા – ભીખુ પરમાર
    બાયડ – ભીખીબેન પરમાર
    પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ પરમાર
    દહેગામ – બલરાજસિંહ ચૌહાણ
    વિરમગામ – હાર્દિક પટેલ
    સાણંદ – કનુ પટેલ
    વેજલપુર – અમિત ઠાકર
    એલિસબ્રિજ – અમિત શાહ
    નારણપુરા – જીતેન્દ્ર પટેલ (ભગત)
    નિકોલ – જગદીશ વિશ્વકર્મા
    નરોડા – ડો. પાયલ કુકરાણી
    ઠકરબાપાનગર – કંચનબેન રાદડિયા
    બાપુનગર – દિનેશ કુશવાહ
    અમરાઈવાડી – ડો. હસમુખ પટેલ
    દરિયાપુર – કૌશિક જૈન
    જમાલપુર-ખાડિયા -ભૂષણ ભટ્ટ
    મણિનગર – અમુલ ભટ્ટ
    દાણીલીમડા – નરેશ વ્યાસ
    સાબરમતી – ડો. હર્ષદ પટેલ
    અસારવા – દર્શનાબેન વાઘેલા
    દસક્રોઈ – બાબુ જમના પટેલ
    ધોળકા – કિરીટસિંહ ડાભી
    ધંધુકા – કાળુભાઇ ડાભી
    ખંભાત – મહેશ રાવલ
    બોરસદ – રમણ સોલંકી
    આંકલાવ – ગુલાબસિંહ પઢીયાર
    ઉમરેઠ – ગોવિંદ પરમાર
    આણંદ – યોગેશ પટેલ (બાપજી)
    સોજીત્રા – વિપુલ પટેલ
    માતર – કલ્પેશ પરમાર
    નડિયાદ – પંકજ દેસાઈ
    મહુધા – સંજયસિંહ મહિડા
    ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
    કપડવંજ – રાજેશ ઝાલા
    બાલાસિનોર – માનસિંહ ચૌહાણ
    લુણાવાડા – જીગ્નેશ સેવક
    સંતરામપુર – કુબેર ડીંડોર
    શેહરા – જેઠા આહીર (ભરવાડ)
    મોરવાહડફ – નિમિષાબેન સુથાર
    ગોધરા – સી. કે. રાઉલજી
    કાલોલ – ફતેસિંહ ચૌહાણ
    હાલોલ – જયદ્રસિંહજી પરમાર
    ફતેપુરા – રમેશ કટારા
    લીમખેડા – શૈલેષ ભાભોર
    દાહોદ – કનૈયાલાલ કિશોરી
    દેવગઢબારીયા – બચુ ખાબડ
    સાવલી – કેતન ઇનામદાર
    વાઘોડિયા – અશ્વિન પટેલ
    છોટા ઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા
    સંખેડા – અભેસિંહ તડવી
    ડભોઇ – શૈલેષ મેહતા (સોટા)
    વડોદરા શહેર – મનીષાબેન વકીલ
    અકોટા – ચૈતન્ય દેસાઈ
    રાવપુરા – બાલકૃષ્ણ શુક્લા
    પાદરા – ચૈતન્યસિંહ ઝાલા
    કરજણ – અક્ષય પટેલ

  • ચૂંટણી પંચાત: ફોન આવી ગયો! આ રીતે કદાચ બધાને જાણ કરાશે

    ચૂંટણી પંચાત: ફોન આવી ગયો! આ રીતે કદાચ બધાને જાણ કરાશે

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    કોથળામાંથી માંથી બિલાડું કાઢ્યું!- એ કોને કહેવાય એ હવે આ આગામી એક-બે દિવસમાં જોવા મળશે!

    ભાઈ પેપર ફૂટી ગયું છે ! હવે બધા લોકોને ફોન જશે જેમને ધારાસભ્યની ચૂંટણી લડવાની છે એમને પ્રચાર કલામાં નિષ્ણાંત સાહેબની ટીમ ફોન કરશે! ટિકટોની ફાળવણી દરેક વસ્તુના તેમજ જાતિ લોકપ્રિયતા અને જે તે ઉમેદવારની પક્ષ પ્રત્યેની નિષ્ઠા જોઈને નક્કી થશે.

    I guess -ભાજપ એની #innovative રીત કે છેલ્લા કેટલાક વર્ષોની વિકસિત કરેલી નવી સંપર્ક અને જાણકારી કરવાની પદ્ધતિ એટલે કે ફોન વડે તમને ચૂંટણી લડવી છે એવું જાહેર કરશે અને જે તે પત્રકારો ઉમેદવારોને એક અલગ જ અંદાજમાં જાહેર કરશે! ફોન આવી ગયો છે! મોડી રાતે ફોન આવ્યો!

    2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે પણ જેમને મંત્રી બનવાનું છે તેમને આ પદ્ધતિથી ફોન જતા હતા. મને લાગે છે કે હવે અહીંયા મંત્રી બનવા કરતા ભાજપના એમએલએ બનવાનું છે અને ગુજરાતમાંથી કયા નવા નિશાળીયાઓ કે આરએસએસના કયા વફાદાર કાર્યકર્તાઓને હવે રાજકારણીઓ બનવાનું મોકો મળી રહ્યો છે – એ જાણવું સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના લોકો માટે પણ એ રસપ્રદ બનશે અને કોંગ્રેસ પણ આ બધું ખૂબ જ ધ્યાનથી અને ચાલાકી થી જોઈ રહી છે…કેજરીવાલ પાર્ટી પણ જોઈ રહી છે.. આ રીતે જ અને એ જ પ્રકારની આશ્ચર્યજનક અને લોકોમાં ચર્ચા જગાવતી આઠ વર્ષ પહેલાં પદ્ધતિથી ભાજપના ગુજરાત ઉમેદવારો જાહેર થશે! તો કદાચ નવાઈ નહીં પામતા!

    બીજું ભાજપની આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ કીર્કીરી થઈ રહી છે કારણ કે ગોધરાકાંડની અસરોના કારણે 20 વર્ષ પહેલા હિન્દુ ભાજપ લોકપ્રિય હતો એવું હવે રહ્યું નથી! 6 કરોડ ગુજરાતીઓમાંથી સાત કરોડ થયેલા ગુજરાતીઓનો માનસિક વિકાસ પણ હવે ૨૦ વર્ષમાં મોદીજીની સાથે સાથે ઘણો મોટો વિકાસ પુરુષ થઈ ગયો છે ! એનાથી ઊંધું હવે મોરબી કાંડ નો પુલ તૂટવાથી ભાજપના કાર્યકર્તાઓ થી માંડી નેતાઓ પણ માનસિક રીતે મૂંઝાઈ ગયા છે ! ગુજરાત મોડેલના વિકાસની વાતો કઈ રીતે મતદારોને કરવી એ પણ સમજ નથી પડતી પણ સાહેબ દિલ્હીમાં બેઠા છે ને ! બધું સાંભળી લેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 દરમિયાન બધું કળિયુગના દિલ્હીમાં બેઠેલા શ્રીરામ કૃપા પાત્ર એવા મોદીજીની ચૂંટણી લક્ષી રણનીતિ થી પાર પડશે અને ભાજપ ફરીથી સરકાર બનાવશે!  એવું એમને – ગુજરાત ભાજપને – ભરોસો છે… એટલા માટે સ્લોગન આપવામાં આવ્યું છે -ભાજપ એટલે ભરોસાની સરકાર ! આ ગુજરાત મેં બનાવ્યું છે!

    કેટલાક પત્રકારો એમના એફબી પર આવી રીતે લખી રહ્યા છે– ફોન આવી ગયો…. મોડી રાત્રે ફોન આવ્યો દિલ્હીથી!

    આ વાત વાંચીને મારે શું સમજવાનું!!??? અને અંતે મેં કેટલાક જોડતી કડી જોડીને…. આ આખી પોસ્ટ લખી છે ..

    તમારું શું કહેવું છે?????

    Email : joshinirav1607@gmail.com 

     

  • સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    *ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની સાથે સાબરકાંઠાને પણ સર્વોત્તમ બનાવીએ સૌનો સાથ સૌના વિકાસમંત્રને આગળ ધપાવીએ*
    -મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

    *સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગોની પ્રજા કલ્યાણની વ્યક્તિગત યોજનાઓમાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા*

    રાજ્યભરમાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાયા છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે ૧૪/૧૦/૨૦૨૨ના રોજ સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મેળાને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને જિલ્લાના ૨૯૨૦થી વધુ લાભાર્થીઓને રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો હાથોહાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.


    આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની નવી ભાત પાડી છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની કેડી કંડારી છે. આપણે સૌ સાથે મળીને સાબરકાંઠા જિલ્લાને પણ ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ તેવી નેમ વ્યક્ત કરી હતી. આ ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને જન કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય વચેટિયા વિના હાથોહાથ પહોંચાડી છે.ગરીબો, ખેડૂતોના હિતમાં આ સરકારે મહત્વના કદમો ઉઠાવ્યા છે. જે આ ગરીબ કલ્યાણ મેળામા આપણને જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી લોકોને આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, વીજળી, પાણી અને જન ધન ખાતા ખોલીને ૪ કરોડથી વધુ લોકોને બેન્ક એકાઉન્ટ દ્વારા ડી.બી.ટીના માધ્યમથી યોજનાનો લાભ પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હીની ગાદી સંભાળતા જ કહ્યું હતું કે આ સરકાર ગરીબો, વંચિતોના કલ્યાણને સમર્પિત સરકાર છે અને પ્રમાણિકતાથી લોકોના કામ કરી રહી છે. ઉજ્જવલા યોજના, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કોરોના કાળના કપરા સમયમાં મફત વેક્સિન,દવા ઓક્સિજન અને મફત અનાજ પૂરું પાડીને કોઈને ભુખ્યા સુવા નથી દીધા. આજે પણ મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત બને તે માટે અનેક કદમો ઉઠાવ્યાં છે. વિધવા બહેનોને સહાય, સાત ફેરા સમૂહ લગ્ન, કુંવરબાઈનુ મામેરુ, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મફત સાયકલ, શાળાઓના ઓરડા, તાલીમ શિક્ષક, મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા છે અને આજે અહીં રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો વિતરણ કરાયા છે. તેમણે દિવાળી પૂર્વે સૌના ઘરોમાં ઉજાસ પથરાય તે માટે સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી.

    આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા ગરીબોના ઘરમાં વિકાસનો દીવો થાય આનંદ મંગળ થાય તે માટે આ ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે.ગરીબોને આપવા માટે દિલ, દિમાગ અને વેદના જોઈએ તે આ કેન્દ્ર અને રાજ્યની સરકારે સંવેદના પુર્વક સૌને લાભ આપ્યા છે.

    આ ૧૩ માં ગરીબ કલ્યાણ મેળામાં લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય હાથોહાથ પહોંચાડી છે અને લાભ મળેલા લાભાર્થીની સાફલ્યગાથા આપણે તેમના મુખેથી સાંભળી છે અને ગરીબોના જીવનમાં એક બદલાવ આવ્યો છે તમને મળેલા લાભોનો સદુપયોગ કરજો. આત્મનિર્ભર બનજો તેમ જણાવ્યું હતું.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારે આપના જીવનમાં બદલાવ લાવવા કલ્યાણ માટે વિવિધ વિભાગોની યોજના અમલી બનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મા ગામડાનો અને સુવિધા શહેર જેવી વિક્સિત કરી છે. જેનાથી સૌના ઘરે ગાડી ટીવી, ફ્રીઝ, લાઈટ આવાસ પાકું આપ્યુ છે.મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે. માતાના ગર્ભમાં રહેલા બાળકને જન્મ પછી યુવાનો વૃદ્ધો માટે અનેક યોજના આરોગ્ય અને રોજગારી માટે બનાવી છે. માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ડબલ એન્જિનની સરકારે ગરીબોના ભરોસાને સિદ્ધ કર્યો છે.
    આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા સૌને આવકારી ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી. વહીવટીતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે અને તબક્કાવાર સૌને લાભ મળે તેવી નેમ વ્યક્ત કરી હતી.

    આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા તૈયાર કરાયેલી “પંચાયતી રાજની આગેકૂચ” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સૌ મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને સહાય. ચેક,કીટ અર્પણ કરવામાં આવ્યા હતા.માનવ ગરીમા યોજના, કુવરબાઈનુ મામેરુ, વન અધિકારપત્રો, બ્યુટી પાર્લર, ભરતકામ કીટ, વાજપાઇ બેન્કેબલ યોજના, સાઉન્ડ, મંડપ, પશુપાલન પ્રધાનમંત્રી આવાસ યોજના, સખી મંડળને સહાય, ટ્રેક્ટર, ખેડૂત પરિવહન મીની ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અને માહિતી ખાતા દ્વારા રાજ્ય સરકારની સિધ્ધીઓની જાણકારી આપતા પોસ્ટર,પેમ્ફલેટ, પુસ્તિકા,સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતુ.

    આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સંગઠન શ્રી પૃથ્વીરાજ પટેલ, ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન વણકર, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઈ નિનામા, વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઇ ખાંટ તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, અગ્રણીઓ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી નિનામા,ઇડરપ્રાંત અધિકારીશ્રી ચૌધરી, પ્રાંતિજ પ્રાંત અધિકારીશ્રી ડોડીયા, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યકક્ષાના મુખ્યમંત્રીશ્રીના જીવંત પ્રસારણને નજરે નિહાળ્યુ હતુ.

  • શા માટે ભાજપ સરકારે બે મંત્રીઓના મંત્રાલય છીનવ્યા?- કોગ્રેસ

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    ભાજપ સરકારના મંત્રીમંડળમાંથી મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી પાસેથી ખાતાઓ રાતોરાત આંચકી લેવાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૧૭માં જુદા જુદા વાયદાઓ આપીને સત્તા મેળવનાર ભાજપ ભ્રષ્ટાચાર અને આંતરીક ખેંચતાણમાં ગળાડૂબ છે, તેના કારણે થોડા સમય પહેલા સમગ્ર મંત્રીમંડળ બદલી નાંખવાની ફરજ પડી હતી, ત્યારબાદ પણ નવા મંત્રીઓએ ભાજપના ભ્રષ્ટાચારનો સિલસિલો ચાલુ જ રાખ્યો હોય તેમ રાતોરાત મહેસુલ અને માર્ગ-મકાનનો હવાલો સંભાળતા બે સીનીયર મંત્રીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ભાજપ જે મંત્રીઓના વખાણ કરતું હતું અને જેને નાયક તરીકેનું ઉપનામ આપેલ, જેઓ રેડ કરતા હતા, ભ્રષ્ટાચારીઓને પકડતા હતા તો પછી કેમ આવા મંત્રીશ્રીને પડતા મુકવામાં આવ્યા ? તેના કારણો સહિત જનતાને જણાવવું જોઈએ.

    અગાઉ મુખ્યમંત્રીશ્રી તરીકે વિજયભાઈ રૂપાણી સ્વીકારી ચુકયા હતા કે ”મહેસુલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારી છે” અને હાલની મંત્રીઓની હકાલપટ્ટી મુજબ પણ મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. કેમ કે મહેસુલ મંત્રીનાં કયા કાચા ચિઠ્ઠાં હાથે લાગ્યા કે એમને હટાવવા પડ્યા તેવો આક્ષેપ શ્રી મનીષ દોશીએ કર્યો હતો અને કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે શ્રી પૂર્ણેશભાઈ મોદીએ કેવા અને કોના ખાડા પૂર્યા તો કેમ હટાવવા પડ્યા કે રોડ એન્ડ બિલ્ડિંગનાં કોન્ટ્રાક્ટ આપવામાં પૂર્ણેશભાઈએ પોતાના માનીતાને ગોઠવ્યા અને સુરતમાં ચાલતી હરીફાઈનો ભોગ પૂર્ણેશભાઈ બન્યા શું ?

    શ્રી મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે 30 હજાર ચોરસ મીટર જમીન બારોબાર કોના ખાતે ચઢાવી દેવાઈ ? દલિત સમાજની જમીન કોના નામે ચઢાવી ? કયાં ખેડૂતની જમીન કોના નામે થઈ ગઈ ?

    મહેસુલ મંત્રીશ્રીને હટાવવા માટેના કારણોમાં જે-જે સર્વે નંબરો હોઈ તેની યાદી જાહેર કરીને જનતાને વાકેફ કરવી જોઈએ. અમદાવાદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં અનેક સર્વે નંબર ખુલ્લા પડ્યા હતા અને
    શ્રી રાજેન્દ્રભાઈના કામ સાથે સરકાર અને દિલ્હીમાં બેઠેલા કયા નેતાઓને ચિંતા થઈ કે શ્રી રાજેન્દ્રભાઈને હટાવી દેવાયા.

    ભાજપ સરકારનું સમગ્ર મંત્રીમંડળ બદલાયું પરંતુ ભ્રષ્ટાચારી લુંટનું ચરિત્ર નથી બદલાયું. હાલમાં પણ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, સમગ્ર મંત્રીમંડળ બદલવાથી ભ્રષ્ટાચાર અટકી ના શકયો તે બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાથી કેવી રીતે અટકી શકશે તેવો વેધક પ્રશ્ન કર્યો હતો અને રાજ્ય સરકારની છબી સાફ હોય તો બે મંત્રીઓના ખાતાઓ લઈ લેવાયા તે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને શ્રી પુર્ણેશભાઈ મોદી કઈ બાબતમાં ફેલ ગયા તે જાહેર કરવું જોઈએ.

     

  • હિમતનગરની વ્યથા: શહેરનો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદરનગર બનાવનાર સ્માર્ટ શાસક કોણ ?

    હિમતનગરની વ્યથા: શહેરનો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદરનગર બનાવનાર સ્માર્ટ શાસક કોણ ?

    નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    હિમતનગર શહેર નો સ્માર્ટ મેકઅપ ઉતારી ખડોદર નગર બનાવનાર સ્માર્ટ શાસક કોણ ?- કોગ્રેસ પૂછે છે.

    ભારતીય જનતા પાર્ટી-ભાજપ હિમતનગર નગરપાલિકા માં છેલ્લા 47 વર્ષો થી શાસન માં છે. સારા રોડ રસ્તા મેળવવા એ નાગરિક તરીકે આપણો અધિકાર છે. આટલા વર્ષો માં ડામર રોડ ઉપર રોડ બનાવી હિમતનગર ની તમામ સોસાયટીઓ ના મકાન ના લેવલ નીચા જતા રહેલ છે જેથી ચોમાસા માં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ ઉભી થયેલ છે.

     

    નવાઈની વાત એ છે કે ટેકનિકેલી રીતે ડામર રોડ ના જે ઢાળ રોડ ની સાઈડો માં પાડવા જોઈએ જેથી કરી વરસાદી પાણી ડામર રોડ પર થી નહીં સાઈડો માં વહે જેથી કરી ડામર રોડ વધુ ચાલે .(ડામર અને પાણી એક બીજા ના દુશ્મન હોય છે) પરંતુ બાંધકામ વિભાગ ના ઇજનેરો, કન્સલ્ટન્ટ , ચીફ ઑફિસર શ્રી ,શાસક પક્ષ અને રોડ બનાવનાર એજનસી આ બધા ની મિલી ભગત થી અને ખરાબ મટીરીઅલ્સ વાપરવાના કારણે ડામર રોડ દર વર્ષે તુંટી જાય છે.

    નાગરિકો ના ટેક્ષ અને સરકાર શ્રી ના ગ્રાન્ટ ના કરોડો રૂપિયા પાણી માં જાય છે.છેલ્લા 47 વર્ષો ના હિમતનગર શહેર ના 8.5 કિલોમીટર માં ડામર રોડ બનાવવાના આકડા જોવા માં આવે તો કેલ્ક્યુલેટર મા 0000 જીરો ઓછા પડે.

    અને છેલ્લા પાંચ વર્ષો થી કરોડો રૂપિયા ખર્ચી આખા હિમતનગર શહેર માં રોડ ની સાઈડો માં બ્લોક લગાવવાની કામગીરી ચાલી રહેલ છે જેમાં બ્લોક ની ઊંચાઈ અને ઢાળ બંને ડામર રોડ થી ઊંચા લગાવવામાં આવે છે જેથી વરસાદી પાણી ડામર રોડ ઉપર થઈ વહે છે જેથી કરી દર વર્ષે ચોમાસા માં શહેર ના મહત્તમ રોડ તૂટી જાય છે પછી ખેલ શરૂ થાય છે થિંગડા મારો અભિયાન રૂપે નવા કરોડો ના ટેન્ડર બહાર પાડવાનો .અને બધા ની મિલીભગત થી ભ્રષ્ટાચાર કરવાનો. અને સરવાળે નુકસાન હિમતનગર શહેર ની પ્રજા નું રોજ ઘર થી નીકળી ખરાબ રોડ રસ્તા પર ચાલવાનું???

    મહદ અંશે હિમતનગર શહેર ની પ્રજા નો પણ આમાં વાંક છે.છેલ્લા 47 વર્ષો થી એકજ પાર્ટી ને શાસન ની ધુરા આપવામાં આવે છે.પરંતુ જવાબદારી ફિક્સ થતી નથી.

    સારા રોડ રસ્તા માટે ક્યારે પણ શાસક પક્ષ ના કોર્પોરેટરો ને સવાલ કરતી નથી.નાગરિકો ની સુખાકારી વધે તે માટે આવાઝ ઉઠાવતી નથી.

    લોકશાહી માં લોકો ના ટેક્ષ અને સરકાર શ્રી માં થી આવતી કરોડો રૂપિયા ની ગ્રાન્ટ નો વહીવટ કરવા માટે પ્રજા તેમને ચૂંટી ને મોકલે છે.માલીક બનવા નહીં.(માલિકી પણા નો ભાવ આવી ગયેલ છે.)

    લોકશાહી માં સત્તા પક્ષ કરતા વિપક્ષ નું મહત્વ વધુ હોય છે.તે પ્રહરી તરીકે ની ભૂમિકા ભજવે છે.

    અમો રચનાત્મક વિપક્ષ તરીકે હિમતનગર નગરપાલિકા ની શાસક પક્ષ ની વહીવટી ક્ષમતા ની ઉણપો જાહેર હિત માં શહેર ની જાગૃત જનતા સમક્ષ સમયાંતરે તથ્યાત્મક અને આકડાકીય માહિતી પુરાવા સાથે સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી હિમતનગર શહેર ની જનતા સમક્ષ મુકયે છીએ .મૂલ્યાંકન કરવાનું કામ જનતા નું છે.

    #જનતા_ની_જનવેદના😢

    #ખાડા_મુક્ત_હિંમતનગર😊👍

    જય હિંદ…👍👍👍

  • વિશ્વ આદિવાસી દિવસે ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારની ઉજવણી કરાઈ

    વિશ્વ આદિવાસી દિવસે ખેડબ્રહ્મા ખાતે રાજ્ય સરકારની ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર( M-7838880134)

    મંગળવાર ના રોજ ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા તાલુકો એ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જાણીતો છે અને આદિવાસી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે ત્યારે રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી ખેડબ્રહ્મા તાલુકાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માટે પસંદ કરતી આવી છે.

    આજ ઉપક્રમે મંગળવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી . ઉલ્લેખનીય છે કે ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો ખૂબ જ વિશેષ દરજ્જો ધરાવે છે અને તેમના વિશે અનેક વખત ચિંતન કરવામાં આવે છે. તેમના જીવન શૈલીની ,તેમના જીવનના સ્તરની તેમજ તેમના જીવનમાં આવી રહેલા અનેક પડકારો અને સમસ્યાઓ વિશે ગંભીરતાથી ચિંતન પણ કરવામાં આવે છે. સાથે સાથે એમને જીવનનો એમના પર્યાવરણમાં રહીને કેવો વિકાસ કર્યો છે તેની અનેક પ્રકારની યોજનાઓ અને એમની સમસ્યાઓ વિશે પણ ચિંતન કરવામાં આવે છે. કેટલી વાર તો લાગે કે આદિવાસી ને આદિવાસીઓ વિશે વાત કરવાનું ખૂબ જ ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વમાં આદિવાસી લેખકો, ચિંતકો અને સમાજ સુધારકો કેટલા થયા અને એમને શું યોગદાન આપ્યું તે અંગે આજની યુવાપટીને જાણવાની જરૂર છે. છેલ્લા 75 વર્ષમાં ભારતની અલગ અલગ રાજ્યોમાં આદિવાસી જન સંખ્યા નો ચિતાર પણ નવેસરથી રજૂ કરવાનો સમય હવે આવી ગયો છે.

    ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યના અધ્યક્ષ પદે કરવામાં આવી હતી

    આદિવાસી સમાજ શિક્ષણ મેળવી સામાજિક, કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ પ્રગતિમાં ઝડપથી આગળ વધશે. સૌને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી

    -વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ ખાતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.

    વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા તાલુકાના ૧૨૨૭ લાભાર્થીઓને વિવિધ યોજનાઓની કુલ રૂપિયા ૧,૪૫,૦૮૩૬૫ની સહાય ચૂકવાઇ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું : કાર્યક્રમ પૂર્ણ થયેલ વિશાળ સંખ્યામાં ડીજેના તાલે વિશાળ રેલી યોજાઇ

    વિશ્વના આદિવાસી સમુદાયના લોકોના ઉત્થાન માટે ૧૯૯૪માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા ૯મી ઓગસ્ટ ૧૯૯૪ થી વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલી આર્ડેકતા કોલેજ ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ૯મી ઓગસ્ટની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં દબદબાભેર આદિવાસી પરંપરા, નાચગાન, રંગબેરંગી વેશભૂષા અને ડીજેના તાલે નગરમાં રેલી યોજાઈ હતી. જેમાં ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અધ્યક્ષના હસ્તે પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓને ચેક વિતરણ, સહાય, મંજુરપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું અને તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ મુખ્યત્વે શિક્ષણ મેળવી સામાજિક કૌટુંબિક રીતે આગળ વધશે તો વિકાસની દિશામાં અન્ય સમાજની જેમ પ્રગતિમાં ઝડપથી આગળ વધશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

            ગરીબોના બેલી એવા ૧૩૦ કરોડના હૃદયસમ્રાટ દૂરંદેશી વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને જિલ્લા તાલુકા મથકે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ રહી છે. આજે રાજ્યમાં ૨૯ જગ્યાએ આ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરાઈ રહી છે અને અનેક આદિવાસી બાંધવોને લાખો કરોડોની સહાય વિતરણ કરાઇ રહી છે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી રાજ્યકક્ષાની ઉજવણીમાં લાભાર્થીઓને લાભ આપી રહ્યા છે.

     ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું કે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને તેઓ દેવી-દેવતાઓ અને પ્રકૃતિની પુજા કરવાવાળા લોકો છે. તેવો બિરસા મુંડાને ભગવાન તરીકે પુજે છે. આજે મને પણ પૂજા કરવાના અવસરે ધન્યતા અનુભવું છું. અંગ્રેજોની સામે લડત આપવામાં ભીલ આદિવાસી લોકોનું મોટું યોગદાન છે .ભાવનગરના રાજા હમીરસિંહ ગોહિલને પણ વેગડા ભીલે સોમનાથ મહાદેવના આક્રમણ વખતે સાથ આપ્યો અને પોતે શહીદ થયા. મહારાણા પ્રતાપને પણ સાથ આપ્યો એટલું જ નહીં શબરી બાઈના એઠાં બોર પણ ભગવાન રામે પ્રેમથી આરોગ્યા હતા.

     તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં વંનબંધુ સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૧૫૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરીને આગળ વધવાના અવસરો આપ્યા છે. આદિવાસીઓનું બજેટ દર વર્ષે લાખો-કરોડો રૂપિયા વિધાનસભામાંથી પાસ કરવામાં આવે છે અને વહીવટીતંત્ર પણ આદિવાસી વિસ્તારમાં સો ટકા સરકારી યોજનાઓ લાગુ કરીને તેમને આગળ વધવાના અવસરો આપી રહ્યા છે. આજના દિવસે સમગ્ર આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવું છું.

     

    આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલે જણાવ્યું હતું કે સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના સાથે રામ રામ કરી આજનો દિવસ આદિવાસી માટે ગૌરવ અને આનંદ ઉલ્લાસનો છે પહેલા આ દિવસ ઉજવાતો નહોતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસ તાલુકા અને જિલ્લા અને રાજ્યકક્ષાએ ઉજવવાનું નક્કી કરીને આદીવાસીઓની આગળ વધવાના અનેક અવસરો પ્રદાન કર્યા છે એટલું જ નહીં આ વિસ્તારના એક અગ્રણી અને આદિવાસી દિકરી શ્રીમતી રમીલાબેન બારા અને રાજ્યસભાના સાંસદ બનાવ્યા એટલું જ નહીં આ દિવસ આદિવાસી મહિલા માનનીય દ્રૌપદી મુર્મૂને પંદરમાં રાષ્ટ્રપતિ બનાવીને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહયોગ સૌનો પ્રયાસ ગુરુમંત્ર આપીને દેશ અને રાજ્યની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે સૌ આદિવાસીઓને ધાબાવાળા આવાસ અને વીજળી મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના તેમને અંબાજીથી ઉમરગામ સુધી ભ્રમણ કરીને આદીવાસીઓની આગળ લાવવાની નેમ સાથે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે શ્રી અશ્વિનભાઈ એ કહ્યું હતું કે હું પણ ત્રણ ટર્મ કોંગ્રેસમાંથી ચૂંટાઇ હતો અને છેલ્લા નવ મહિનાથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને મારા વિસ્તારના લોકોના વિકાસ માટે જોડાયેલો છું તેમ કહ્યું હતું

    આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકારી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

    આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડો નીમાબેન આચાર્યનું વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને મહિલા મોરચા દ્વારા બિરસામુંડાની પ્રતિમા, અંબા માતાની મૂર્તિ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સંગઠન પ્રભારી શ્રી ભરતભાઇ આર્ય, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના પ્રમુખશ્રીઓ સાબરડેરીના વાઇસ ચેરમેન શ્રી બ્રિજેશભાઈ પટેલ, અગ્રણી શ્રી જશુભાઈ પટેલ આરડેકતા કોલેજના પ્રિન્સીપાલ શ્રી પટેલ આદિવાસી ભાઈ-બહેનો લાભાર્થી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાના દાહોદ ખાતેથી પ્રસારણને નજરે નિહાળ્યું હતું

     

  • બેરોજગારોને નોકરી આપવામાં ગુજરાત સરકારની નિષ્ફળતાઓ આ રહી- યુવરાજસિંહ જાડેજા

    બેરોજગારોને નોકરી આપવામાં ગુજરાત સરકારની નિષ્ફળતાઓ આ રહી- યુવરાજસિંહ જાડેજા

    AVSpost.com બ્યુરો, અમદાવાદ

    ગુજરાતના બેરોજગાર યુવાનોના અવાજ બનેલા તેમજ ગુજરાત ગૌણ સેવા આયોગની અનિયમિતતાઓ અને ગેરહિતો સામે પડકાર કરનાર યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અમદાવાદમાં પાર્ટીના પ્લેટફોર્મ પર આવીને અનેક પ્રકારની બેરોજગારોની સમસ્યાઓ વિશે વિગતે વાત કરી હતી… તેમજ સત્તાધારી ભાજપને સમજ પડે તેવી રજૂઆતો કરી હતી !

    ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા આપ પાર્ટીની સાથે સંકળાયેલા આ યુવા નેતા વર્ષોથી સ્વતંત્ર યુવા નેતા તરીકે પણ કાર્ય કરી રહ્યા હતા.

    આવો જાણીએ એમની પ્રેસ વાર્તાની કેટલીક મહત્વપૂર્ણ વિગતો મુદ્દાસર અને વિચારીએ વિગતો સાથે…

    *‘આપ’ નેતા યુવરાજસિંહ જાડેજા એ રોજગારીના મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધું.*

    *રોજગારી આપવાની સ્થાને રોજગારી છીનવવાનું કામ ગુજરાત ભાજપ સરકાર કરી રહી છે: 

    *ગુજરાતમાં 10 લાખ નહિ પણ તેનાથી પણ વધુ કાયમી રોજગારી શક્ય છે: 

    *પંજાબની જેમ ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા શક્ય છે: 

    *આમ આદમી પાર્ટીની સરકાર બની તો યુવાનોને લાયકાતના આધારે નોકરી મળશે, ભાજપની ની જેમ લાગવગ થી નહિ: 

    *ગુજરાતને ‘હર ઘર રોજગાર’ ની જરૂરત છે, અને તેના માટે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે આવનારા 5 વર્ષના સમયગાળામાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરી શકે છે: 

    *નવી સરકારી રોજગારી નું સર્જન કરવાના સ્થાને સરકારી રોજગારી ખતમ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે: 

    *આમ આદમી પાર્ટી પાસે સારી નીતિ, નિયત અને સાફ દાનત છે એટલે આ દસ લાખ સરકારી નોકરી શક્ય છે: 

    *ભાજપે 2 કરોડ રોજગાર આપવનું કહ્યું હતું એમાં કેટલી આપી?: 

    *ગુજરાત ભાજપ સરકારના નાણા મંત્રી એ બજેટમાં 20 લાખ રોજગારી આપવાનું કહ્યું હતી કેટલી આપી?: 

    *વિજય રૂપાણી ની સરકારે 15 લાખ રોજગારી આપવનું વચન આપ્યું હતું કેટલી આપી?: 

    *કેન્દ્ર સરકારમાં જ લગભગ 10 લાખ જેટલી નોકરીઓની જગ્યા ખાલી પણ ભાજપ સરકાર ભર્તી કરતી નથી: 

    *છેલ્લા ચાર વર્ષમાં એક પણ વર્ગ-૪ ની ભરતી કરવામાં આવી નથી: 

    *ગુજરાત સરકાર સહકારી,નિગમ,બોર્ડ જાણે એમની પેઢી હોય એમ, લાગવગથી નોકરી આપે છે તો આ લાયક યુવાન ઉમેદવારને કેમ નથી આપતી?: 

    *ભારતીય જનતા પાર્ટી સરકારી સંસ્થાનો ને ખતમ કરવાનું કાવતરું ઘડી રહી છે. તમામ વિભાગોનું પ્રાઇવેટીકરણ તરફ લઈ જઈ રહી છે. જીવતું જાગતું ઉદાહરણ- અગ્નિપથ સ્કીમ: 

    *આમ આદમી પાર્ટી ભારતીય જુઠ્ઠાણાં પાર્ટી ની જેમ લોભામણી જાહેરાત કે ઠાલા વચનો નહીં પણ સરકારી કાયમી રોજગારીની ગેરંટી આપે છે: 

    *કોન્ટ્રાક્ટ કર્મચારી નું જે રીતે શોષણ ન થાય તે માટે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારની જેમ ગુજરાતમાં પણ રોડ મેપ તૈયાર છે: યુવરાજસિંહ જાડેજા

     

    આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા એ એક મહત્વપૂર્ણ આ બાબતે મીડિયાને સંબોધતાં કહ્યું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ થોડા દિવસ પહેલા ગુજરાતના યુવાનોને દસ લાખ સરકારી નોકરીઓ આપવાની જાહેરાત કરી, ત્યારે સાંભળીને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. તેઓ કહી રહ્યા છે કે “ગુજરાતમાં ખાલી 5,60,000 જ સરકારી નોકરીઓ શક્ય છે અને દિલ્લીના મુખ્યમંત્રી રેવડી વહેંચી રહ્યા છે.” દેશ આઝાદ થયો ત્યારબાદ ગુજરાત રાજ્યની રચના થઇ એ સમય અને હાલના સમયમાં વસ્તીમાં ખુબ જ વધારો થયો છે. સમયે સમયે જિલ્લા તાલુકા અને કચેરીઓમાં વધારો થતો ગયો પરંતુ આપણી મહેકમની વ્યવસ્થામાં કોઈ મોટો બદલાવ થયો નથી. આ વ્યવસ્થામાં બદલાવની જરૂરત છે.

    ભાજપના લોકો કહે છે કે દસ લાખ સરકારી નોકરી શક્ય નથી, તો આજે હું એમને કહું છું કે જો નીતિ, નિયત અને દાનત સાફ હોય તો આ દસ લાખ સરકારી નોકરી શક્ય છે. ગુજરાતના યુવાનોને ભાજપ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. હાલની સરકારી વ્યવસ્થામાં ખૂબ જ જૂની રીતે રોજગારી આપવામાં આવે છે. હાલની વ્યવસ્થામાં 50% નોકરીઓ કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવે છે તથા ભાજપના નજીકના લોકોને ભાઈ-ભત્રીજાવાદથી નોકરી આપવામાં આવે છે.

    પંજાબ સરકારે એક ઉદાહરણ આપ્યું છે. પંજાબ સરકારે સરકારી વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કાયમી નોકરી આપી ને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. તો આ જ રીતે ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કાયમી કરીને રોજગારી આપી શકાય છે. ભાજપની સરકારે ચૂંટણી મેનિફેસ્ટો માં જણાવ્યું હતું કે તેઓ 20 લાખ લોકોને નોકરી આપવા જઈ રહ્યા છે, તો હું એ લોકોને જ પૂછું છું કે તે લોકો કઈ રીતે 20 લાખ લોકોને રોજગારી આપવાના હતા?

    સરકારી નોકરી આપવામાં સરકાર નિષ્ફળ રહી છે એના હું કેટલાક દાખલા આપવા માંગું છું. 2018-19માં ફક્ત 5497 અને 2019-20 માં તો ફક્ત 1777 ને સરકારી નોકરી આપવામાં આવી. એ સમયે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા અને તેઓએ એમ કહ્યું હતું કે તેમની સરકારે 192,000 સરકારી નોકરીઓ આપી છે પણ વિધાનસભાના ફ્લોરમાં તેમને જણાવ્યું કે ફક્ત 1777ને જ રોજગારી આપી છે. અત્યારે વર્તમાનમાં પણ ફક્ત 1238 લોકોને જ રોજગારી આપવામાં આવી છે. આ પરથી સાબિત થાય છે કે એમનામાં સરકારી રોજગારી આપવાની નીતિ, નિયત અને દાનત છે જ નહિ.

    બીજી તરફ અરવિંદ કેજરીવાલ જી દસ લાખ સરકારી નોકરી આપવાની ગેરંટી આપે છે તો બધા લોકોએ તેમની આ વાતનું સમર્થન કરવું જોઈએ અને ત્યારબાદ પૂછવું જોઇએ કે કઈ રીતે આ સરકારી નોકરીઓ આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલ જી પર જે રીતે રેવડી વેચવાના આરોપ લાગે છે તે તદ્દન પાયાવિહોણા છે. હાલ જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તે લોકોને કઈ રીતે કાયમી રોજગારી આપી શકાય તેના પર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આ પહેલા પંજાબમાં પણ આ રીતે કોન્ટ્રાક્ટ પર આધારિત લોકોને કાયમી રોજગારી આપી હતી તો તે જ રીતે ગુજરાતમાં પણ શક્ય છે.

    હાલ ગુજરાતમાં સરકારી શાળાઓમાં 28200 જગ્યાઓ ખાલી છે. શિક્ષક સહાયકોની ખાલી છે, વિધ્યાસહાયકની ખાલી ખાલી છે અને આચાર્યોની જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ વિશે જીતુભાઇ એ પણ સ્વીકાર્યું છે. જો તેમની ઇચ્છાશક્તિ હોય તો આ જગ્યા પણ ભરી શકાય છે. ઉર્જા વિભાગમાં 4500 જગ્યાઓ ખાલી છે, આરોગ્ય વિભાગમાં 38500 જગ્યાઓ કહેલી છે. આ રીતે સરકારના 27 વિભાગોનું ટોટલ કરીયે તો હાલ 350,000 જેટલી જગ્યા ખાલી છે. પણ ભાજપ સરકારે આનાથી તદ્દન વિપરીત કામ કર્યું છે. ભાજપ સરકારે છેલ્લા બે વર્ષમાં રોજગારી આપવાની જગ્યાએ લોકોની રોજગારી છીનવી લેવાનું કામ કર્યું છે. ભાજપ સરકાર નવી રોજગારી ઉત્પન્ન કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે તો મારું માનવું છે કે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.

    અત્યારે ગુજરાતને ‘હર ઘર રોજગાર” ની જરૂરત છે. તો આના માટે જનતા એ આમ આદમી પાર્ટીને મોકો આપવો જોઈએ. કારણકે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે આવનારા 5 વર્ષના સમયગાળામાં 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરી શકે છે.

    હાલ ભાજપ સરકારે વર્ગ-૪ ની તમામ ભરતી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા ચાર વર્ષમાં એક પણ વર્ગ-૪ ની ભરતી કરવામાં આવી નથી. ઓછું ભણેલા લોકો ને વર્ગ-૪ ની રોજગારી આપવામાં આવે છે પરંતુ સરકારે એ પણ બંધ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની સરકાર આવતાં જ વર્ગ-૪ ની ભરતી પણ શરૂ થઈ જશે. વર્ગ-૪ માં એક લાખથી વધુ કાયમી રોજગારીનું સર્જન થઇ શકે છે. આ સિવાય સહકારી ક્ષેત્રોમાં જેમ કે બોર્ડ, કોર્પોરેશન, નિગમ જેનું ખાનગીકરણ થઇ રહ્યું છે અને મોટા ભાગે નિગમો વેચી રહી છે. દા.ત. GEB છે તેનું પહેલા અર્ધસરકારીકરણ થયુ છે. પણ અમે એમાં પણ લોકોને કોઈ લાગવગ વગર કાયમી રોજગાર આપીશું.

    હાલ માં સી.આર.પાટીલ જી એ કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ ને તથા ભાજપના પેજ પ્રમુખોને નોકરીમાં પ્રાધાન્ય મળશે પરંતુ અમારી સરકાર માં આવી કોઇપણ પ્રકારના લાગવગ વગર રોજગાર આપવામાં આવશે.

    આમ આદમી પાર્ટી લાયક અને નોકરીના હકદાર લોકોને જ નોકરી આપશે. આમ આદમી પાર્ટી સહકારીમાં, બોર્ડમાં, નિગમોમાં અને કોર્પોરેશનમાં તથા સરકારી વિભાગોમાં પણ કાયમી રોજગારી માટે અમારી પાસે રોડમેપ તૈયાર છે. ગુજરાતમાં 10 લાખ નહિ પણ તેનાથી પણ વધુ કાયમી રોજગારી શક્ય છે.

    યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે રોજગારી આપવાના કામમાં અમે સૌથી વધુ કાર્ય કરીશું. આ સિવાય ફિક્સ કર્મચારીઓને જે ભથ્થા નથી આપવામાં આવતા એ આપી શકાય અને ફીક્શેસન પીરીયડને કઈ રીતે ઓછો કરી શકાય કે નાબૂદ કરી શકાય તથા ગ્રેડ પે ના મુદ્દા પાર પણ અમારી લીગલ ટિમ કાયદાકીય રીતો ચકાસી રહી છે.

    હાલ ભાજપના લોકો રેવડી ઉપર વાત કરી રહ્યા છે પરંતુ તેમણે યુવાઓના રોજગાર પાર ધ્યાન આપવું જોઈએ. શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે જેમ દિલ્લીમાં કામ થઇ રહ્યા છે તેમ અને જેમ નવા શિક્ષણ સંકુલો આરોગ્ય સંકુલો ઉભા કર્યા તેમ ગુજરાત માં પણ સંકુલો ઉભા કરવામાં આવશે. અને તેમાં પણ લોકો ને કાયમી રોજગારી આપવામાં આવશે. આ બધું શક્ય જ છે.

    ભાજપના લોકોએ એમના મેનીફેસ્ટો પાર જ ધ્યાન આપવું જોઈએ કેમ કે એમના નેતાઓએ 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી તો એ રોજગારી ક્યાં છે? આ બધા જુમલાઓ હતા ? ભાજપ વાયદા એ 2 કરોડ રોજગારી નથી આપી શક્યા એ એમની નિષ્ફળતા છે. અમારી પાસે સચોટ માહિતી અને રોડમેપ અમે આપી રહ્યા છીએ. અમે વિભાગોમાં જે રોજગારી ની માહિતી લોકો અને મીડિયા સમક્ષ મુકવાના છીએ. તેથી લોકોને ખ્યાલ આવે કે વર્તમાનમાં જે જે જગ્યાઓ ખાલી છે તે કઈ રીતે ભરી શકાય એમ છે. તો એના માટે પણ અમે આંકડાકીય માહિતીની ફેક્ટ્સ અને ફિગર અમે મીડિયા સમક્ષ મૂકી રહ્યા છીએ. જેથી આ બધી માહિતી વિષે આવનારા દિવસોમાં યુવાનોને પણ ખ્યાલ આવે. પણ હાલ સરકારી ક્ષેત્રને ખતમ કરીને દરેક વસ્તુનું ખાનગીકરણ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે તે જનતાએ સમજવું પડશે.

    છેલ્લા 5 વર્ષમાં, ગુજરાત વિધાનસભાના માળખા અનુસાર, સરકારી નોકરીઓના આંકડા સામે આવ્યા છે, 2018-2019 મુજબ 5497, 2019-2020 મુજબ 1777, 2020-2021 મુજબ 1237 લોકોને રોજગારી આપવામાં આવી છે. પરંતુ અમે માનીએ છીએ કે તેના વિશે જે પણ ભરતી કરવામાં આવી છે તે જાહેર કરવી અને નિમણૂક પત્ર સુધી પહોંચાડવામાં ઘણો તફાવત છે. કારણ કે તલાટી અને બિન સચિવાલય જેવી નોકરીઓ આજદિન સુધી નિમણૂક પત્ર સુધી સુધી પહોંચી નથી.

    કેન્દ્ર સરકારમાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર 40 લાખ સરકારી નોકરીની જગ્યાઓમાંથી 29 લાખ 80 હજાર ભરેલી છે અને 9 લાખ 20 હજાર જગ્યાઓ ખાલી છે. જો સરકારની ઈચ્છા હોય તો તે જગ્યાઓ પર પણ કાયમી નોકરી આપી શકાય છે. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે કેન્દ્ર સરકાર પણ ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. હાલ અગ્નિપથ નામની યોજના જાહેર કરવામાં આવી છે તેમાં જે યુવાનો સરહદ પર સેવા આપવા જઈ રહ્યા છે એમને પણ હવે સરકાર 4 વર્ષની નોકરી આપવા જઈ રહ્યા છે એ આપણા યુવાનોનું અપમાન છે. યુવાનો સાથે આ ક્રૂર મજાક થઇ રહી છે, અમે એનો પણ વિરોધ કરી રહ્યા છીએ.