કેટેગરી મહત્વના સમાચાર

  • જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું?

    જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું?

    નીરવ જોષી, હિંમતનગર

    (joshinirav1607 @gmail.com)

    મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ

    જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે

         સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી.

            સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં  કોરોના રસીના પહેલા ડોઝનુ ૯,૯૪,૫૧૭(૮૯.૩૦%) ટકા અને બીજા ડોઝનું ૫,૩૭,૮૭૪ (૫૫.૩૧%) ટકા રસીકરણ સંપન્ન થયું હતું.રસીકરણ જાગૃતિ રેલી  દ્વારા  લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું.

          મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલે આ પ્રસંગે જિલ્લાના આરોગ્ય કર્મયોગીઓ તેમજ રસીકરણમાં સહયોગ આપનાર સહુને અભિનંદન પાઠવ્યા હતા. રસીકરણ જાગૃતિ રેલીઓ, પોસ્ટર,નાટક, ભવાઇ વગેરે  દ્વારા  લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું.  સાથે જિલ્લાની જનતામાં કોરોના પ્રત્યે આવેલી જાગૃતિ બદલ પણ સૌ જિલ્લા વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

           તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧  થી વધુ ગામોમાં પહેલા ડોઝ નું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે.

      જિલ્લામાં  ૯,૯૪,૫૧૭ લાખથી વધુ લોકોએ પહેલા ડોઝ ની રસી લઇ લીધી છે.

    આ પૈકી ૫,૩૭,૮૭૪  લાખથી વધુ લોકોએ બંને ડોઝ પૂરાં કર્યા છે.અને હવે પહેલો ડોઝ લેવાનો બાકી હોય તેવા જૂજ લોકો આવી રહ્યાં છે.મોટેભાગે હવે લોકો બીજો ડોઝ લેવા આવે છે.જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી કોરોના પોઝિટિવ કેસ નથી.

        આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, આરોગ્ય વિભાગના કર્મીઓ, કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સો તેમજ પોલીસ જવાનનો ઉપસ્થિત રહ્યા હતા

  • જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો

    જાણો, સાબરકાંઠા જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કઈ જગ્યાએ થયો

    નીરવ જોષી , હિંમતનગર

    (joshinirav1607 @gmail.com)

    સાબરકાંઠા જિલ્લામાં સાતમા તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે.જિલ્લામાં આજથી સેવા સેતુ કાર્યક્રમનો શુભ અને પ્રજાના સેવાકાર્ય માટે પ્રારંભ.રાજ્યના લોકોને પ્રજાલક્ષી વહિવટની પ્રતિતી થાય અને ઘર આંગણે જ સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    સેવા સેતુ દરમિયાન કયા કયા લાભો સામાન્ય નાગરિક મેળવી શકે છે?

      આ સરકારલક્ષી કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૨૨ ઓક્ટોબર થી ૫ જાન્યુઆરી દરમિયાન યોજાનાર સાતમ તબક્કાના સેવાસેતુમાં ૭૦ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ૫૬ સેવાઓનો જેવી કે દિવ્યાંગ સહાય, આધારકાર્ડ, રેશન કાર્ડ, ઉજ્જલા યોજના, આવાસ યોજના સહિત અનેક યોજનાઓના ફાયદાઓ અને લાભ લોકોને ઘરે જઈ આપવામાં આવશે.

              જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં અધિકારીઓને સૂચન કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને જિલ્લા કે તાલુકાના મુખ્ય મથક સુધી ન આવવુ પડે તેવી લોકભોગ્ય તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવી. તેમણે કલસ્ટર વિસ્તારના કોઇ ગામ બાકી ન રહે તે જોવા પણ અનુરોધ કર્યો હતો.

              કલેકટર શ્રીએ સેવાસેતુ સાથે મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમ પણ હાથ ધરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓને પણ ખાસ ઉપસ્થિત રહે તે બાબતે સૂચન કર્યુ હતું.

            જેમાં તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૧ શુક્રવારના રોજ હિંમતનગરના હાંસલપુર ગામે, પ્રાંતિજના મહાદેવપુર, તલોદના રણાસણ, ઇડરના દરામલી, વડાલીના મેધ, ખેડબ્રહ્માના શ્યામનગર, પોશીનાના કોટડા તથા વિજયનગર ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

  • હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી

    હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી

    નીરવ જોષી, હિંમતનગર

    (joshinirav1607@gmail.com)

    મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહભરી ઉજવણી

       સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

         સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના   રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી.

      સાબરકાંઠા  જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાએ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરતા જણાવ્યું હતું કે, આપ સૌ અભિનંદનને પાત્ર છો અને પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરતા હુ આનંદ અને ગૌરવ અનુભવું છું આ કોરોના મહામારી સહિયારી કુચ અને આજે સો કરોડનો વેક્સિનેશનનો આંકડો પાર કર્યો છે તે અભિનંદનને પાત્ર છે પણ આપણે હજી અટકવાનું નથી સો ટકા રસીકરણ કરીને જંપીશું તેવો સંકલ્પ કરી પ્રયત્નો સતત ચાલુ રાખી સંપુર્ણ રસીકરણ કરવાનું ધ્યેય સાથે આગળ વધીએ આજે મારા હસ્તે સન્માન તથા કોરોના વોરિયર્સ બિરદાવવાની તકને અહોભાગ્ય ગણું છું.

    હિંમતનગર ખાતે મુખ્યમંત્રીશ્રી દ્વારા કોરોના વોરિયર્સ તેમજ સમગ્ર  રાજ્યના લોકોનું સન્માન અને સો ટકા રસીકરણના સરપંચશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ભગવાન કરે અને ત્રીજી  વેવ ન આવે, અને આવે તો પણ આપણે પહોંચી વળવા સક્ષમ બન્યા છીએ આત્મનિર્ભર બન્યા છીએ અને ઠેર-ઠેર પી. એસ. એ. પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરશ્રી વેક્સિનેશન સેન્ટર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવી કોરોના વેક્સિંનની થીમ રજૂ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

       આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓ, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીમાં સુંદર અને સરાહનીય કામગીરી કરી છે. તેમને બિરદાવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ આજે આપણે દેશમાં સો કરોડ વેક્સિન સુધી પહોંચી શક્યા છીએ અને દેશમાં ઉત્પાદિત વેક્સિન ઉપલબ્ધ કરીને આત્મનિર્ભર ભારત નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પહેલા રસી શોધવામાં વર્ષો લાગી જતા હતા પણ નરેન્દ્રભાઇ મોદીએ પૂણે, હૈદરાબાદ, અમદાવાદ જેવા સ્થળોએ જાતે દવાનું ઉત્પાદન કરતી કંપની અને વૈજ્ઞાનિકોની મુલાકાત લઈને ઓછા સમયમાં ઝડપી પરિણામ મેળવીને રસીના ડોઝ દેશમાં ઉપલબ્ધ કરાવ્યા છે એટલું જ નહીં બીજા દેશોને પણ આપણી વેક્સિંગ પહોંચાડીને મદદ કરી છે. પી.પી.કિટ, વેન્ટિલેટર અને બીજા આરોગ્ય જરૂરિયાત ઉત્પાદિત કરીને લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં સહાયરૂપ બન્યા છીએ અને આપણા ગુજરાતને અડીખમ રાખ્યું છે પુન: ધબકતું કર્યું છે. લોકડાઉન અને ઓક્સિજન પ્લાન્ટ દવા ઉપલબ્ધ કરીને માનવતા મહેકાવી છે છતાં લોકો ભ્રમ ફેલાવીને લોકોને રસી ન લેવા ગેરમાર્ગે દોરતા પરંતુ લોકોએ તેને ધ્યાન પર નહીં લેતાં હવે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો રસી લેતા થયા છે આમ આજનો આ કાર્યક્રમ ગૌરવ અને અભિનંદનનો કાર્યક્રમ છે. સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું.

        આ પ્રસંગે જિલ્લાના કોરોના વોરિયર્સ ડોક્ટરો નર્સો તેમજ પોલીસ જવાનનોનું મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી,આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ કારોબારીના સભ્યો, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન, મેડિકલ ઓફીસર, આર.એમ.ઓ.  તેમજ આરોગ્ય વિભાગના કર્મીઓ   કોરોના વોરિયર્સ ડોક્ટરો નર્સો તેમજ પોલીસ જવાનનો ઉપસ્થિત રહ્યા હતા.

    joshinirav1607@gmail.com

  • સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

    સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

    • સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત
      પોલાજપુર – આરસોડિયા – જાદર માં ભવ્ય સ્વાગત – સભા યોજાઈ
      રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા

    પ્રતિનિધિ ,હિંમતનગર

    રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ મંત્રીમંડળ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ થકી અહીં તમારા બધાનો આશીર્વાદ લેવા આવ્યો છું રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ આજ રોજ પ્રાંતિજ તાલુકાના ઘડકન સુખડ ગામે થી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી પ્રાંતિજ શહેર માં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જ્યારે યાત્રા હિંમતનગરમાં પ્રવેશતા મોતીપુરા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હિંમતનગર શહેરના ભાજપના કાર્યકરો દ્વારા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હિંમતનગર તાલુકાના પોલાજપુર ગામે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

    આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલા જણાવેલ કે, કોઈપણ જવાબદારીઓ એ ભાજપના કાર્યકર્તા માટે વિશેષ મહત્ત્વ રહ્યું છે ભાજપના કાર્યકર્તાને જે જવાબદારી આપવામાં આવે તે ન્યાયપૂર્વક અને નિષ્ઠાપૂર્વક નિભાવે છે ભાજપની સરકારમાં આજે રાષ્ટ્રમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી,  આપણા દેશના લોકલાડીલા ગૃહમંત્રી અમિત ભાઈ શાહ, જે.પી.નડ્ડા જી સહિત આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જી એ મારામાં જે વિશ્વાસ મૂકી મને પ્રધાનમંડળમાં લીધો જેથી હું તમારા બધાનો અહીં આશીર્વાદ લેવા આવ્યો છું આમ તો આ વિસ્તાર 27 વર્ષથી ભાજપના નેતૃત્વમાં કામ કરી રહ્યો છે તે ગર્વની બાબત છે. અહીં પરબડા શીટ ના આપણા ઉમેદવાર ને તમે જંગી બહુમતથી જીતાડી તમારા વિસ્તારમાં વિકાસના કામોને વધુ વિસ્તારો તેવી હું આપ સૌને અપીલ કરું છું.

     

    મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા એ વધુમાં જણાવેલ કે, જેમ બુથ સ્તરથી આપણા દેશના ગૃહ મંત્રી તરીકે અમિતભાઈ શાહ કામ કરે છે તેમ આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર સામાન્ય પરિવારમાંથી આવતા ઓબીસી સમાજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અનેક જનકલ્યાણ દ્વારા છેવાડાના માણસોની ચિંતા કરી અનેક યોજનાઓ લાવ્યા છે તેમ અમે પણ નવા પ્રધાનમંડળમાં યુવાન અને શિક્ષિત કાર્યકર્તાઓને મંત્રીમંડળમાં સમાવેશ કર્યા છે તે ઐતિહાસિક નિર્ણય ભાજપમાં થઈ શકે મારું સન્માન અને સ્વાગત કર્યું તે તેમે મને આશીર્વાદ આપ્યા હું પણ તેમને વિનંતી કરું છું આ વિસ્તારમાં તમામ મતદારો આપણા ઉમેદવારને જીતાડો તમારો ભાજપ પ્રત્યેનો પ્રેમ-લાગણીને ભાજપના કાર્યકર્તાનું સન્માન છે આપના આશીર્વાદ એ જ ભાજપની તાકાત છે આપના આશીર્વાદ એ મોદી સાહેબને છે તેથી મોદી સાહેબ પણ કહે છે મારી તાકાત એ હિન્દુસ્તાનની પ્રજા છે અહીંનો ઉમેદવાર જીતશે તેથી ગુજરાતના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે તમે મહોર મારી કહેવાય મારું સન્માન એ જ ભાજપના કાર્યકર્તા નું સન્માન છે.

    આ પ્રસંગે પોલાજપુર સહિત આજુબાજુના ગામોના અનેક આગેવાનો એ મંત્રીશ્રીનું સ્વાગત સન્માન કર્યું હતું. કેટલાક યુવાનો પણ ભાજપમાં જોડાતાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.

     

    આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ પણ પ્રાસંગિક પ્રવચન કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપી હતી તેમજ હિંમતનગર તાલુકામાં, પ્રાંતિજ તાલુકામાં, ઇડર તાલુકાના થયેલા વિકાસના કામોની માહિતી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તથા કામોની માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્ય કુવરબા પરમાર, સંગઠન પ્રભારી ભરતભાઇ આર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર સહિત શહેર તાલુકાના સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા.

  • પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની અમૂલ્ય તક

    પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને રાખવાની અમૂલ્ય તક

    avs પોસ્ટ બ્યુરો, દિલ્હી

    પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ

    કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને સમર્પિત કરવામાં આવશે.

     

    આ ઇ-હરાજી 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2021 સુધી વેબ પોર્ટલ www.pmmementos.gov.in દ્વારા કરવામાં આવી છે. જેમાં 1348 ભેટો અને સ્મૃતિચિહ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિચિહનમાં ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રીને ભેટ આપેલા સાધનોનો પણ સમાવેશ થાય છે.

    શ્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમણે “નમામી ગંગે” દ્વારા માતા ગંગાના રક્ષણ માટે મળેલી તમામ ભેટોની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.

    શ્રી પટેલે કહ્યું કે ઈ-ઓક્શન સામાન્ય જનતાને માનનીય પ્રધાનમંત્રીને ભેટમાં આપેલી યાદગાર યાદોને રાખવાની તક પૂરી પાડે છે અને ગંગા નદીના સંરક્ષણમાં પણ યોગદાન આપશે. તેમણે આ ઉમદા પહેલ માટે માનનીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.

    શ્રી પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાની બરછી જોઈ હતી, જેની બેઝ પ્રાઈસ રૂપિયા 1 કરોડ રાખવામાં આવી છે. ઓલમ્પિકમાં વિજય ધ્વજ ફરકાવનાર પીવી સિંધુનું રેકેટ, જેની આધાર કિંમત 80 લાખ રાખવામાં આવી છે. અન્ય રસપ્રદ કલાકૃતિઓમાં અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર, મોડેલો, શિલ્પો, ચિત્રો અને અંગવસ્ત્રની પ્રતિકૃતિઓનો સમાવેશ થાય છે.

  • ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે ? – કોંગ્રેસ

    ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે ? – કોંગ્રેસ

    નીરવ જોષી, અમદાવાદ 

    શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કોરોના મૃત્યુ પામેલા નાગરિકોના સ્વજનોને રૂપિયા ૫૦ હજારની સહાય કરવા આદેશ આપ્યો છે. આ બાબતે હવે ગુજરાત કોંગ્રેસ વધારે આક્રમક બની છે. એ પણ નોંધનીય છે કે મે મહિનાના દસમી તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કોરોના ના ભોગ બનેલા ગુજરાતના દર્દીઓને રૂપિયા ૪ લાખનું વળતર આપવા માટે ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી હતી ત્યારબાદ છેલ્લા સાડા ત્રણ મહિનાથી પણ વધુ સમયથી કોંગ્રેસ covid-19 ન્યાયયાત્રા દરેક જિલ્લામાં કાઢીને કોરોનાના ભોગ બનેલા દર્દીઓનો સાચું આંકડો ભેગો કરી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ એકલા ગુજરાતમાં કોરોના થી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા આશરે ત્રણ લાખ જેટલી પહોંચી જાય છે ત્યારે સરકારી ચોપડે ફક્ત દસ હજાર જેટલા દર્દીઓ નોંધવામાં આવ્યા છે.

    • વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની કાર્યવાહી કરે.

    • સરકાર મોતના આંકડા છુપાવવાની રમત બંધ કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરે

    • મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે.

    પશુ અને મનુષ્યના મોત પર એક સમાન વળતર જાહેર કરતા ભાજપ સરકારની અસંવેદનશીલતા, વૈશ્વિક મહામારી કોરોનામાં ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા ગુજરાતના નાગરિકોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ ૪ લાખ રૂપિયા વળતર ચુકવવાની માંગ કરવામાં આવી કુદરતી આપદામાં ઢોર – પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને માત્ર ૫૦,૦૦૦….!

    પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે.  પુરગ્રસ્ત દુધાળા પશુના મૃત્યુ માટે ૫૦,૦૦૦ની સહાય અને બીજી બાજુ કોરોનાના મૃતક માટે ૫૦,૦૦૦ સહાયની વાત ભાજપ સરકાર કરે છે.  ત્યારે ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી શું સાબિત કરવા માંગે છે ? તેનો જવાબ ભાજપ સરકાર આપે.

    કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ , દવાઓ,  ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. જવાબદાર કોણ ?

    ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન – હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે.

    ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. તેમાં ચાલીશ હજાર જેટલા કોરોના મૃતક પરિવારજનોએ માંગણી કરી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે સરકાર કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય કરે.

    બીજી તરફ કોરોના મૃતકોનો આંકડો છુપાવવા સરકાર દ્વારા કોરોનામાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ છતાં મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.
    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ માંગ કરતા જણાવ્યું છે કે,

    • વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની કાર્યવાહી કરે.

    • સરકાર મોતના આંકડા છુપાવવાની રમત બંધ કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરે.

    • સરકારના દબાણ હેઠળ કોરોના થી મૃત્ય થયેલ હોવા છતાં મરણપત્રમાં નોંધવામાં નથી આવેલ તેવા પરિવાર જનોના પુરાવા તપાસી મરણ – પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે.

    હવે ખરેખર તો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટનો આદેશ મુજબ વળતર આપવાનું ચાલુ કરશે ત્યારે ગુજરાત સરકાર કોરોના થી મૃત્યુ પામનારા દર્દીઓના સ્વજનોને કઈ રીતે વળતર ચૂકવશે કારણકે ઘણા બધા કિસ્સાઓમાં ગુજરાત સરકારે પોતાની ઇજ્જત બચાવવા કોરોના થી મૃત્યુ પામેલા દર્દીઓને ખોટા સર્ટીફીકેટ આપ્યા છે એમ દર્દીઓના સ્વજનો કહી રહ્યા છે.

    આ મુદ્દે નવા નિમાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને એમની નવી કેબિનેટ મંત્રીઓની બરોબરની કસોટી થવાની છે .

    કોરોના થી  ખૂબ જ ખરાબ રીતે ઓક્સિજન વિના ક્રૂર રીતે તડપી તડપીને મૃત્યુ પામેલા આ દર્દીઓના સગાઓ જ્યારે વળતર માટે માંગણી કરશે ત્યારે ગુજરાત સરકારની કોરોનાની બીજી લહેરમાં જુઠા દાવો ચલાવતી સંવેદનશીલ છબી અને સરકારી મેનેજમેન્ટ પણ જનતા સમક્ષ બેનકાબ થશે એ વાત ચોક્કસ છે.

  • ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દાદા ભગવાનની ભક્તિ વડે થયેલા આત્માનુભૂતિ અનુભવો વર્ણવ્યા

    ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દાદા ભગવાનની ભક્તિ વડે થયેલા આત્માનુભૂતિ અનુભવો વર્ણવ્યા

    હાલમાં નવા નિમાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થોડા સમય પહેલાં અડાલજ પાસે આવેલા ત્રિમંદિરના સત્સંગમાં સામેલ થયેલા. ઉલ્લેખનીય છે કે પૂજનીય દાદા ભગવાન દ્વારા પ્રેરણા પામેલા અને હાલમાં- વર્તમાન સમયમાં ત્રિમંદિર ખાતે આવેલ ગુરુજી દીપકભાઈના ભાવનાસભર સ્વરમાં, સાધકોના સત્સંગમાં ભુપેન્દ્રભાઈ પટેલે તેમની આત્મીય સભર વાતો પ્રસ્તુત કરી હતી… આત્માનુભૂતિ ની રસપ્રદ વાત રજૂ કરી હતી સાંભળો શું કહે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…

  • હું નથી સી એમ પદની રેસમાં: સી આર પાટીલ

    હું નથી સી એમ પદની રેસમાં: સી આર પાટીલ

    સીએમ વિજય રૂપાણી રાજીનામા બાદ સંભવિત મુખ્યમંત્રીઓની યાદી માં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નું નામ પણ ચર્ચાને ચગડોળે હતું પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે આ અંગે પોતાની સ્પષ્ટતા આપતા નીચે મુજબ કહ્યું હતું

  • સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા

    સીએમ વિજય રૂપાણીના રાજીનામાંથી ભાજપ તેની કુશાસન અને તેની નિષ્ફળતાઓ છુપાવી નહિ શકે :અમિત ચાવડા

    આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી તે પ્રસ્તુત છે.

     

  • જાણો, શા માટે રૂપાણીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો

    જાણો, શા માટે રૂપાણીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો

    *રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય*
    ……
    *વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યનાજળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે*

    *પાંચ લાખ હેકટર જમીનને મળશે સિંચાઇનો લાભ*
    ……
    *તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખી બાકીનો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવા મુખ્યમંત્રીશ્રીની સૂચના*
    …..
    *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના ઊભા પાકને બચાવવાના કૃષિ હિતકારી અભિગમથી વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે*.
    *રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકશાનથી બચાવવા પાણી મળી રહે તેવા અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે*

    *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે, રાજ્યના જળાશયોમાં આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત-રિઝર્વ રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે*.

    *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ કિસાન હિતકારી અભિગમને પરિણામે તા.૩૦ સપ્ટેમ્બર સુધી રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે તેનો લાભ સમગ્રતયા રાજ્યના પાંચ લાખ હેકટર જમીન વિસ્તારને મળતો થશે*
    *તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૪૧ ડેમ પૈકી ૮૮ જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની ૬૦ હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી ૧પ હજાર હેકટરને સિંચાઇ માટે મળતું થવાનું છે

    એટલું જ નહિ, મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને ૬ હજાર કયુસેકસ પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના ૧૧ જળાશયોમાંથી ર લાખ ૧૦ હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે*.
    દક્ષિણ ગુજરાત વિસ્તારના ૬ જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની ૧ લાખ ૯૦ હજાર હેકટર જમીનને સિંચાઇ સવલતનો ફાયદો થશે.
    *મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ જૂલાઇ મહિનામાં ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે.

    હવે, વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં તેમણે રાજ્યના જળાશયોમાં તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો આરક્ષિત રાખી બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવાનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે.