કેટેગરી મહત્વના સમાચાર

  • મોદીની મોરબી વિઝીટ અંગેનો રમુજી વિડિયો થયો વાયરલ

    Avspost.com Bureau, Ahmedabad 

    કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. અને આ વસ્તુ તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે પણ કરોડો લોકોને સમજાઈ ગઈ છે!

    જે હોસ્પિટલોમાં મચ્છુ નદીમાં ડૂબી ગયેલા કમનસીબ લોકોના મડદાઓ ઉપર સ્વજનો રોકકળ કે દુઃખનો વિલાપ કરતા હોય ત્યાં હોસ્પિટલની દિવાલ ઉપર મોદીની આવવાની તૈયારીના ભાગરૂપે રંગ રોગાન કરવામાં આવેલું હતું! કેવી કરુણતા કહેવાય!

     

     

  • ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો

    ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો

    સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સાબરકાંઠાના હિંમતનગર સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં તાલુકાના ઘણા બધા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના કાર્યકર્તાઓ કર્મચારીઓ તેમજ ડોક્ટર મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટો પુરુષાર્થ કર્યો હતો. સરકારની એસટી તંત્રની આશરે 50 જેટલી બસો પણ લાભાર્થીઓને લઈ જવા તેમજ મૂકી જવા માટે કામે લગાડી હતી.

    વડાપ્રધાનશ્રીએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગરીબોને દેવામાંથી ડૂબતા બચાવ્યા છે.-મંત્રીશ્રી ગજેંદ્રસિંહ પરમાર  

       પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય) ભારત સરકારશ્રીની ફ્લેગશીપ યોજના છે. આ યોજના નેશનલ હેલ્થ પોલિસી ૨૦૧૭ અંતર્ગત જન-જનની સુખાકારી અર્થે માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 23 સપ્ટેમ્બર 2018 ના રોજ રાંચી ઝારખંડ ખાતેથી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનો દેશભરના ગરીબ મધ્યમ પરિવારોને લાભ મળી રહ્યો છે. તેને વધુ વેગમાન બનાવવા માટે આજે ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા તાલુકા મથકોએ 50 લાખ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્ડ વિતરણ કાર્યક્રમને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા,તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, ડી.ડી.ઓશ્રી શાહ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

         આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગરીબોને માંદગી-સંકટ સમયે મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, જ્યોતિગ્રામ યોજના, કિસાન સન્માન નિધિ, કોરોના કાળમાં મફત અનાજ ઓક્સિજન, વેક્સીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગરીબોને દેવામાંથી ડૂબતા બચાવ્યા છે. માંદગીએ કોઈને કહીને આવતી નથી. આવે ત્યારે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જાય છે. એટલે આપણા શેરી મહોલ્લામાં જે કોઈ બાકી હોય તેમણે આયુષ્યમાન કાર્ડ કઢાવીને સુરક્ષા કવચ પૂરું પાડવું તે માટે સેવાસેતુના માધ્યમથી પણ કાર્ડ કાઢવામાં આવે છે.આશા વર્કર આરોગ્ય કેન્દ્રમાં જઈને વહેલી તકે કાર્ડ કઢાવી ચિંતામુક્ત બનવા અપીલ કરી હતી.સરકારે માન્ય કરેલી હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે. વડીલોને યાત્રાધામોમાં ફરવા જવા માટે શ્રવણ તીર્થ યોજના પણ અમલી બનાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર આપ્યું છે. મંત્રીશ્રીએ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હિમાયત કરી હતી.

       આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે કિસાન સન્માન નિધિમાં 16 હજાર કરોડ ખેડૂતોના ખાતામાં ડી.બી.ટી.ના માધ્યમથી જમા કર્યા છે અને બપોર પછી પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટમાં 50 લાખ આયુષ્યમાન કાર્ડ વિતરણનો લાભ આપવો ઐતિહાસિક ઘટના છે. “પહેલું સુખ તે જાતે નર્યા” સ્વાસ્થ્ય સારું હશે તો બધું જ કરી શકશો એટલે સ્વસ્થતા માટે રાજ્ય સરકારે માતાના ગર્ભથી માંડીને બાળક જન્મે મોટું થાય રોજગારી અને વૃદ્ધ થાય ત્યારે વૃદ્ધા પેન્શન અને મૃત્યુ પામે ત્યારે સંકટ મોચન યોજના અમલમાં મૂકી છે. પહેલા લોકો અંધશ્રદ્ધા અને ભૂવા પાસે જતાં આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડીલીવરી અને મફત સારવાર આપવામાં આવે છે. ડોક્ટર,નર્સ દવા દવાખાનામાં ઉપલબ્ધ છે. આ સરકાર ગરીબોની બેલી છે. મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે.

       આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે કેન્દ્ર રાજ્ય સરકારની સરાહના કરતા આયુષ્યમાન કાર્ડ ના ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ કાર્ડ તમારા માટે બેરર ચેક છે તેમ જણાવ્યું હતું સરકાર ગરીબોની દરકાર કરે છે ખાનગી સરકારી હોસ્પિટલોમાં કાર્ડથી પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે એટલે ગરીબોને દેવું કરવું પડતું નથી કેન્સર, હાર્ટ, કિડની જેવા મોટા રોગોમાં આ કાર્ડ ઉપકારક આશીર્વાદ સમાન છે ગામમાં લોકોને જાગૃત કરીને પુણ્યના કામમાં સહાયરૂપ થવા અપીલ કરી હતી.

       આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા દ્વારા સૌને આવકારી જિલ્લા કક્ષાના આયુષ્યમાન પી.વી.સી. કાર્ડ વિતરણ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે 21મી ઓક્ટોબર સુધી કાર્ડ કઢાવવાની ઝુંબેશ અને વિતરણ નો કાર્યક્રમ યોજાશે સાબરકાંઠામાં 1,76,000 કાર્ડ પુરા પડાયા છે તે સૌ બાયોમેટ્રિક કરાવી લે સાબરકાંઠામાં 63% સિદ્ધિ હાંસલ થઈ છે હજી વેગવંતી બનાવી 100% સિદ્ધિ તરફ પ્રયાણ કરીએ આજે દરેક તાલુકા કક્ષાએ પણ કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો છે સાબરકાંઠા જિલ્લામાં કુલ પાંચ લાખ 90 હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી આપેલ છે આ કેમ્પમાં આશરે બે લાખ જેટલા કાર્ડની શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત વીસીઈ અને વીએલઇ દ્વારા લાભાર્થીનું એ કેવાયસી અથવા ઓટીપી વેરિફિકેશન કરી પીવીસી કાર્ડ સંબંધિત લાભાર્થીની આપવામાં આવશે

       આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સ્ટેજ પરથી પીએમજેવાય કાર્ડ વિતરણના પેકેટ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી વર્ચ્યુઅલી માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, કેન્દ્ર આરોગ્ય મંત્રી શ્રી, રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીનો પ્રેરક સંદેશો જીલ્યો હતો અને આરોગ્યલક્ષી ડોક્યુમેન્ટ્રી ફિલ્મની નજરી નિહાળી હતી

        આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટીઓ, આશાવર્કર, સ્ટાફ નર્સ અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

     

  • સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સાબરકાંઠાના ગરીબ કલ્યાણ મેળામાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા

    સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    *ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની સાથે સાબરકાંઠાને પણ સર્વોત્તમ બનાવીએ સૌનો સાથ સૌના વિકાસમંત્રને આગળ ધપાવીએ*
    -મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

    *સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે સાબરકાંઠા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગોની પ્રજા કલ્યાણની વ્યક્તિગત યોજનાઓમાં રૂ. ૪,૭૪,૬૮,૭૩૩ના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા*

    રાજ્યભરમાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાયા છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે ૧૪/૧૦/૨૦૨૨ના રોજ સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાપાવાડા માર્કેટિંગ યાર્ડ ઇડર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મેળાને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને જિલ્લાના ૨૯૨૦થી વધુ લાભાર્થીઓને રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો હાથોહાથ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.


    આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની નવી ભાત પાડી છે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની કેડી કંડારી છે. આપણે સૌ સાથે મળીને સાબરકાંઠા જિલ્લાને પણ ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ તેવી નેમ વ્યક્ત કરી હતી. આ ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને જન કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળા યોજીને લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય વચેટિયા વિના હાથોહાથ પહોંચાડી છે.ગરીબો, ખેડૂતોના હિતમાં આ સરકારે મહત્વના કદમો ઉઠાવ્યા છે. જે આ ગરીબ કલ્યાણ મેળામા આપણને જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી લોકોને આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, વીજળી, પાણી અને જન ધન ખાતા ખોલીને ૪ કરોડથી વધુ લોકોને બેન્ક એકાઉન્ટ દ્વારા ડી.બી.ટીના માધ્યમથી યોજનાનો લાભ પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ દિલ્હીની ગાદી સંભાળતા જ કહ્યું હતું કે આ સરકાર ગરીબો, વંચિતોના કલ્યાણને સમર્પિત સરકાર છે અને પ્રમાણિકતાથી લોકોના કામ કરી રહી છે. ઉજ્જવલા યોજના, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કોરોના કાળના કપરા સમયમાં મફત વેક્સિન,દવા ઓક્સિજન અને મફત અનાજ પૂરું પાડીને કોઈને ભુખ્યા સુવા નથી દીધા. આજે પણ મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત બને તે માટે અનેક કદમો ઉઠાવ્યાં છે. વિધવા બહેનોને સહાય, સાત ફેરા સમૂહ લગ્ન, કુંવરબાઈનુ મામેરુ, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મફત સાયકલ, શાળાઓના ઓરડા, તાલીમ શિક્ષક, મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા છે અને આજે અહીં રૂ.૪૭૪૬૮૭૩૩ના લાભો વિતરણ કરાયા છે. તેમણે દિવાળી પૂર્વે સૌના ઘરોમાં ઉજાસ પથરાય તે માટે સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી.

    આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા ગરીબોના ઘરમાં વિકાસનો દીવો થાય આનંદ મંગળ થાય તે માટે આ ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે.ગરીબોને આપવા માટે દિલ, દિમાગ અને વેદના જોઈએ તે આ કેન્દ્ર અને રાજ્યની સરકારે સંવેદના પુર્વક સૌને લાભ આપ્યા છે.

    આ ૧૩ માં ગરીબ કલ્યાણ મેળામાં લાખો લોકોને કરોડો રૂપિયાની સહાય હાથોહાથ પહોંચાડી છે અને લાભ મળેલા લાભાર્થીની સાફલ્યગાથા આપણે તેમના મુખેથી સાંભળી છે અને ગરીબોના જીવનમાં એક બદલાવ આવ્યો છે તમને મળેલા લાભોનો સદુપયોગ કરજો. આત્મનિર્ભર બનજો તેમ જણાવ્યું હતું.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારે આપના જીવનમાં બદલાવ લાવવા કલ્યાણ માટે વિવિધ વિભાગોની યોજના અમલી બનાવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મા ગામડાનો અને સુવિધા શહેર જેવી વિક્સિત કરી છે. જેનાથી સૌના ઘરે ગાડી ટીવી, ફ્રીઝ, લાઈટ આવાસ પાકું આપ્યુ છે.મહિલાઓના સશક્તિકરણની અનેક યોજના અમલી બનાવી છે. માતાના ગર્ભમાં રહેલા બાળકને જન્મ પછી યુવાનો વૃદ્ધો માટે અનેક યોજના આરોગ્ય અને રોજગારી માટે બનાવી છે. માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ડબલ એન્જિનની સરકારે ગરીબોના ભરોસાને સિદ્ધ કર્યો છે.
    આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા સૌને આવકારી ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી. વહીવટીતંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે અને તબક્કાવાર સૌને લાભ મળે તેવી નેમ વ્યક્ત કરી હતી.

    આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા તૈયાર કરાયેલી “પંચાયતી રાજની આગેકૂચ” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સૌ મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને સહાય. ચેક,કીટ અર્પણ કરવામાં આવ્યા હતા.માનવ ગરીમા યોજના, કુવરબાઈનુ મામેરુ, વન અધિકારપત્રો, બ્યુટી પાર્લર, ભરતકામ કીટ, વાજપાઇ બેન્કેબલ યોજના, સાઉન્ડ, મંડપ, પશુપાલન પ્રધાનમંત્રી આવાસ યોજના, સખી મંડળને સહાય, ટ્રેક્ટર, ખેડૂત પરિવહન મીની ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અને માહિતી ખાતા દ્વારા રાજ્ય સરકારની સિધ્ધીઓની જાણકારી આપતા પોસ્ટર,પેમ્ફલેટ, પુસ્તિકા,સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતુ.

    આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સંગઠન શ્રી પૃથ્વીરાજ પટેલ, ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન વણકર, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપકભાઈ નિનામા, વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઇ ખાંટ તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, અગ્રણીઓ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી નિનામા,ઇડરપ્રાંત અધિકારીશ્રી ચૌધરી, પ્રાંતિજ પ્રાંત અધિકારીશ્રી ડોડીયા, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યકક્ષાના મુખ્યમંત્રીશ્રીના જીવંત પ્રસારણને નજરે નિહાળ્યુ હતુ.

  • ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

    ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    Joshinirav1607@gmail.com

    આગામી ૧૪-૧૫ ઓક્ટોબરે જિલ્લામાં યોજાનાર સંભવિત ગરીબ કલ્યાણ મેળાના આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    *********

    અંદાજી ૭૫ હજાર જેટલા વ્યક્તિગત લાભાર્થી સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ અંગેની ડેટા એન્ટ્રી કરવાની કામગીરીને ઝડપી બનાવવા બેઠકમાં અનુરોધ કરાયો: થયેલી ડેટા એન્ટ્રીને વિભાગવાર સમીક્ષા કરાઈ

    **************

         વિકાસ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અન્વયે રાજ્યમાં સંભવિત આગામી તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. આ સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે તારીખ ૨૭-૯-૨૦૨૨ના રોજ સવારે ૧૧:00 કલાકે જુદા જુદા વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય ચૂકવવા અને વેબસાઈટ પર ડેટા એન્ટ્રી સહિત આ ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન અમલવારી અંગે બેઠક મળી હતી.

      

         આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ વિવિધ વિભાગોની કઇ કઈ યોજનામાં કેટલી ડેટા એન્ટ્રી થઈ છે. અને નિર્ધારીત ટાર્ગેટ પ્રમાણે આપેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે સૌ સાથે મળીને બજેટ હેડમાં એન્ટ્રી અને વ્યક્તિગત લાભાર્થીને વધુમાં વધુ લાભ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળા પહેલા એન્ટ્રી અને મેળા વખતે કરવાની થતી  અને મેળા પછીની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. તે માટે માઇક્રો પ્લાનિંગ કરીને મેળા બાબતે લાભ આપવા અનુરોધ કર્યો હતો અને રોજે રોજ એન્ટ્રી થાય અને તેની પ્રગતિ જે અહેવાલ કલેક્ટર કચેરીને જાણ કરવા જણાવ્યું હતું અને અગાઉ ગરીબ કલ્યાણ મેળામાં કરેલ કામગીરી કરતા વધુ કામગીરી કરી ઊંચો ટાર્ગેટ સાથે આગળ વધવા જણાવ્યું હતું અને એકની એક એન્ટ્રીઓનું ડુપ્લીકેશન ન થાય કોઈ યોજના બાકી ન રહી જાય તે માટે તમામ વિભાગો એ પોતાના હસ્તકની યોજનાઓના ગામે ગામના લાભાર્થીઓને આવરી લેવાના રહેશે અને ગરીબ કલ્યાણ મેળા અંગેનું સ્થળ અનુકૂળ જગ્યાએ રાખવામાં આવશે. જ્યાં પાર્કિંગ, સ્ટોલ અને બેઠક વ્યવસ્થા સુગમતા રહી તેવા સ્થળની પસંદગી કરવામાં આવશે. જિલ્લામાં અંદાજે ૭૫ હજાર જેટલા લાભાર્થીઓને પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

     

        આ બેઠકમાં પશુપાલન- બાગાયત, કૃષિ, જિલ્લા પુરવઠા વિભાગ, શિક્ષણ, રમતગમત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. શ્રમ આયોગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી હસ્તકની વ્યક્તિલક્ષી યોજના આઈસીડીએસ ફોરેસ્ટ યુજીવીસીએલ પ્રાયોજના વહીવટદારની કચેરી, મત્સ્ય ઉદ્યોગ, એસ.ટી વિભાગ, આરોગ્ય વિભાગની મહત્વની યોજનાઓ જેમકે આવાસ, માનવ ગરીમા યોજના, દુધાળાપશુ સહાય, કુટીર જ્યોત, અંતેષ્ઠી યોજના, આકસ્મિક મૃત્યુ સહાય, પ્રસુતિ સહાય, પ્રધાનમંત્રી માતૃ વંદના, આયુષ્યમાન હેલ્થ કાર્ડ, ઉજ્વલા યોજના, ટ્રેક્ટર સહાય, દિવ્યાંગોની મફત પાસ યોજના, સરસ્વતી સાયકલ યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના જેવી વ્યક્તિગત યોજનાઓના લાભાર્થીને આવરી સમીક્ષા કરાઈ હતી.

        આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી નીનામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચારણ તથા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

    ********

    નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા બાબત

      

     

        ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો લિ. રાજ્ય સરકાર સંચાલિત સરકારી સાહસ છે જે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે સારું રાજ્યમાં 1300 થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર એગ્રી બિઝનેસ સેન્ટરોનું સંચાલન કરે છે. જે સેન્ટરો રાસાયણિક ખાતરો, દવાઓ ,પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરે છે. નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીપત્રક નિગમની હિંમતનગર કચેરી ખાતેથી તેમજ ગાંધીનગર ખાતેની વળી કચેરીથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે. વધુ માહિતી નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે. એમ જી.એ.આઇ.સી. લિ હિંમતનગર સેન્ટર ઇન્ચાર્જ શ્રીની એક અખબારી આ યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

    ***********

    સાબરકાંઠામાં આવાસ યોજનાના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ

    ********

     

    બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અપર્ણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે અમલીકરણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે જેમની બેઠક સોમવારના રોજ કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

     

    સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, આવાસોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત પૂર્વે જિલ્લામાં તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ એમ ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લાના ૨૨૯ ગામોમાં પ્રભાતફેરી, સ્વચ્છતા રેલી, શ્રમદાન થકી જાહેર સ્થળોએ સફાઇની કામગીરી, તેમજ સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જયારે તા.૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રભાતફેરી, વૃક્ષારોપણ, વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી /વેક્સિનેશન કેમ્પ, રંગોળી પૂરવી, એસ.એચ.જી /વી/સી.એલ.એફ. મીટીંગ, પૂજા વિધિ, હવન, ઘરદીવડા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરંપરાગત ગરબા/રાસ ઇલેક્ટ્રિક તોરણોથી આવાસ નું સુશોભન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ નોડલ અધિકારી ની પણ નિમણૂક કરવામાં આવી છે.

     

           આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કલ્પેશ પાટીદાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચારણ સહિત અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. 

  • સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું વિતરણ

    સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું વિતરણ

    નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર રોજગાર આપવામાં ખૂબ જ પાછળ છે એવી બૂમો પડી રહી હતી સાથે સાથે બેરોજગારોનો આંકડો પણ ખૂબ જ ચોકાવનારો રહ્યો છે. આવા સમયે ગુજરાતના અલગ અલગ સ્થળે રોજગારીના કાર્યક્રમો તેમજ નિમણૂક પત્રો આપવાના સમાચાર કેટલાક લોકોને રાહત આપે તેવા છે.

    • સાબરકાંઠા ખાતે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નો વિતરણનો કાર્યક્રમ યોજાયો
    • રાજ્ય સરકારે યુવાનોને કૌશલ્યવાન બનાવવા સાથે રોજગારની તકો પણ પૂરી પાડે છે-  મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડો.નલિન કાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં યુવાઓને નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

    મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આઇ.ટી.આઇ., પોલિટેક્નિક કોલેજ દ્વારા યુવાઓને કૌશલ્યવાન બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે રાજ્યના દરેકે દરેક તાલુકામાં આઈ.ટી.આઈ. કોલેજની સ્થાપના કરવામાં આવી છે અને ઉદ્યોગોને સાનુકૂળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

     

    આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, માત્ર તાલીમ આપવી તેટલું જ નહીં પરંતુ રોજગાર મેળાના માધ્યમથી તેમણે રોજગારીના અવસરો પણ પ્રદાન કર્યા છે. આ માટે સમયાંતરે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.યુવાનો માં પડેલી ક્ષમતાને ઓળખીને સ્થાનિક ઉદ્યોગ અને અનુકૂળ માનવબળ તૈયાર કરીને સ્થાનિક સ્તર પર જ તેમને રોજગાર મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમની આ કુશળતાથી સમાજને ફાયદો થવાનો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    યુવાનોમાં તેમની આગવી ક્ષમતા હોય છે તેને ઓળખી નિખાર આપવાનું કાર્ય રાજ્ય સરકાર આઇ.ટી.આઇ. જેવી સંસ્થાઓ દ્વારા કર્યું છે. અત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને નોંધપાત્ર વિકાસ થયો છે તેથી રોજગારના અવસરો પણ વધ્યાં છે પરંતુ તેને ઝડપવા માટે આપણે કૌશલ્યવાન બનવું જરૂરી છે.

     

    જિલ્લા પંચાયત પ્રમુખશ્રી  ધીરજભાઇ પટેલે જણાવ્યું હતું કે, કૌશલ્ય પણ એક શક્તિ છે ત્યારે પોતાની આવડતથી આગળ આવવા માટે યુવાનોને આહવાન કર્યું હતું.

    રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૫.૭૭ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. સાબરકાંઠાના પોળોનો ટુરીઝમ તરીકે વિકાસ કરી સ્થાનિકો ને રોજગારી આપે છે. ગુજરાતનો યુવાન આત્મનિર્ભર બની આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

    આ પ્રસંગે ૧૭૦૯ યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્ર નું  વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૪ ભરતીમેળાઓ થકી ૧૮૬૪૨ યુવાનોને રોજગારી આપવામાં આવી છે.   

      આ પ્રસંગે રાજ્ય કક્ષાના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સર્વેએ નિહાળ્યું હતું.

    આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી ઉપાધ્યાય, આઈ.ટી.આઈ આચાર્ય શ્રી આર.જી. પુરોહિત કૌશલ્ય વિભાગ સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ, રોજગાર નિમણૂંક પત્ર મેળવનાર યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

     

  • પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગરમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

    પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગરમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.

    સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ એકતા નગર અને પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય પરિષદમાં સૌનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે ભારત આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે એકતા નગરનો સર્વાંગી વિકાસ એ પર્યાવરણીય યાત્રાધામનું મુખ્ય ઉદાહરણ છે જ્યારે વાત જંગલો, જળ સંરક્ષણ, પ્રવાસન અને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોની આવે છે.

    ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાઈફ ચળવળના ઉદાહરણો આપતાં પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારત માત્ર રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં જ મોટી પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ માર્ગદર્શન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજનું નવું ભારત નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે.” પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત એક ઝડપથી વિકાસશીલ અર્થતંત્ર છે અને તે તેની ઇકોલોજીને પણ સતત મજબૂત કરી રહ્યું છે. “આપણા વન આવરણમાં વધારો થયો છે અને વેટલેન્ડ્સ પણ ઝડપથી વિસ્તરી રહ્યા છે”, એમ તેમણે ઉમેર્યું.

    પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજે વિશ્વ તેની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાના ટ્રેક રેકોર્ડને કારણે ભારતમાં જોડાઈ રહ્યું છે. “ગીરના સિંહ, વાઘ, હાથી, એક શિંગડાવાળા ગેંડા અને ચિત્તાની સંખ્યામાં વર્ષોથી વધારો થયો છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશમાં ચિત્તાના ઘરે પરત ફર્યા બાદ નવી ઉત્તેજના ફેલાઈ છે,” એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

    વર્ષ 2070 માટે ચોખ્ખા શૂન્ય લક્ષ્ય તરફ સૌનું ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશનું ધ્યાન ગ્રીન ગ્રોથ અને ગ્રીન જોબ્સ પર છે. તેમણે પ્રકૃતિ સાથે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ લક્ષ્યોને હાંસલ કરવામાં રાજ્યોના પર્યાવરણ મંત્રાલયોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “હું તમામ પર્યાવરણ પ્રધાનોને રાજ્યોમાં શક્ય તેટલું સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા વિનંતી કરું છું.” શ્રી મોદીએ તેમના નિવેદનની પૂર્તિમાં ઉલ્લેખ કર્યો છે કે તે ઘન કચરા વ્યવસ્થાપન ઝુંબેશને નોંધપાત્ર રીતે મજબૂત કરશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની પકડમાંથી આપણને મુક્ત કરશે.

    પર્યાવરણ મંત્રાલયોની ભૂમિકાને જારી રાખતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભૂમિકાને પ્રતિબંધિત રીતે જોવી જોઈએ નહીં. તેમણે એ હકીકત પર શોક વ્યક્ત કર્યો કે લાંબા સમયથી પર્યાવરણ મંત્રાલયો એક નિયમનકાર તરીકે વધુ આકાર પામ્યા છે. જો કે, પ્રધાનમંત્રીએ કહ્યું, “મને લાગે છે કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા નિયમનકાર તરીકેની જગ્યાએ પર્યાવરણના પ્રમોટર તરીકે વધુ છે.” તેમણે રાજ્યોને વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી અને ઇથેનોલ મિશ્રણ જેવા જૈવિક ઇંધણના પગલાં અને જમીન પર તેમને મજબૂત બનાવવા માટે કહ્યું. તેમણે આ પગલાંને પ્રોત્સાહન આપવા માટે તંદુરસ્ત સ્પર્ધા તેમજ રાજ્યો વચ્ચે સહયોગ માટે જણાવ્યું હતું.

    ભૂગર્ભજળના મુદ્દાઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપુલ પ્રમાણમાં પાણી ધરાવતા રાજ્યો પણ આજકાલ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે રસાયણ મુક્ત કુદરતી ખેતી, અમૃત સરોવર અને જળ સુરક્ષા જેવા પડકારો અને પગલાં વ્યક્તિગત વિભાગો પૂરતા મર્યાદિત નથી અને પર્યાવરણ વિભાગે પણ આને સમાન દબાણયુક્ત પડકાર તરીકે ધ્યાનમાં લેવા પડશે. “પર્યાવરણ મંત્રાલયો દ્વારા સહભાગી અને સંકલિત અભિગમ સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે. જ્યારે પર્યાવરણ મંત્રાલયોની દ્રષ્ટિ બદલાશે, ત્યારે મને ખાતરી છે કે પ્રકૃતિને પણ ફાયદો થશે.

    આ કાર્ય માત્ર માહિતી વિભાગ કે શિક્ષણ વિભાગ પૂરતું મર્યાદિત નથી એ વાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માટે જનજાગૃતિ એ બીજું મહત્ત્વનું પાસું છે. “જેમ કે તમે બધા સારી રીતે જાણો છો કે દેશમાં અમલમાં મુકાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અનુભવ આધારિત શિક્ષણ પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે”,એમ શ્રી મોદીએ ઉમેર્યું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ અભિયાનનું નેતૃત્વ પર્યાવરણ મંત્રાલયે કરવું જોઈએ. આનાથી બાળકોમાં જૈવવિવિધતા અંગે જાગૃતિ આવશે અને પર્યાવરણના રક્ષણના બીજ પણ રોપાશે. “આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા બાળકોને દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કેવી રીતે કરવું તે પણ શીખવવું જોઈએ. આપણે આપણાં બાળકો અને ભાવિ પેઢીઓને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાની છે,”એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. આપણા રાજ્યોની યુનિવર્સિટીઓ અને પ્રયોગશાળાઓએ જય અનુસંધાનના મંત્રને અનુસરીને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત નવીનતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. પ્રધાનમંત્રીએ પર્યાવરણના રક્ષણમાં ટેકનોલોજી અપનાવવા પર પણ ભાર મૂક્યો હતો. “જંગલોમાં જંગલોની સ્થિતિનો અભ્યાસ અને સંશોધન પણ એટલું જ મહત્વપૂર્ણ છે”,એમ શ્રી મોદીએ ઉમેર્યું.

    પશ્ચિમી વિશ્વમાં જંગલોમાં લાગેલી આગના ભયજનક દર પર ધ્યાન કેન્દ્રીત કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે જંગલની આગને કારણે વૈશ્વિક ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો નજીવો હોઈ શકે છે, પરંતુ આપણે દરેક સમયે સતર્ક રહેવું પડશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક રાજ્યમાં વન અગ્નિશામક તંત્ર, ટેકનોલોજી આધારિત અને મજબૂત હોવું જોઈએ. શ્રી મોદીએ આપણા વન રક્ષકોની તાલીમ પર પણ ભાર મૂક્યો હતો, જ્યારે જંગલમાં આગથી લડવાની વાત આવે ત્યારે તેના પર વિશેષ ભાર મૂકવો જોઈએ.

    પર્યાવરણીય મંજુરી મેળવવામાં પડતી ગૂંચવણોનો નિર્દેશ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને દેશવાસીઓના જીવનધોરણને સુધારવાના પ્રયાસો અવરોધાય છે. પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમનું ઉદાહરણ આપ્યું જે 1961માં પંડિત નેહરુ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે ધ્યાન દોર્યું કે પર્યાવરણના નામે આચરવામાં આવેલા કાવતરાઓને કારણે તેનું નિર્માણ પૂર્ણ કરવામાં દાયકાઓ લાગ્યા. પ્રધાનમંત્રીએ વિવિધ વૈશ્વિક સંસ્થાઓ અને ફાઉન્ડેશનો પાસેથી કરોડો રૂપિયા લઈને ભારતના વિકાસમાં અવરોધ ઊભો કરવામાં શહેરી નક્સલીઓની ભૂમિકાની પણ ઓળખ કરી હતી. પ્રધાનમંત્રીએ એવા લોકોના કાવતરાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું જેના કારણે વિશ્વ બેંકે ડેમની ઊંચાઈ વધારવા માટે લોન આપવાનો ઇનકાર કર્યો હતો. “આ ષડયંત્રોને નિષ્ફળ કરવામાં થોડો સમય લાગ્યો, પરંતુ ગુજરાતના લોકો વિજયી થયા. ડેમને પર્યાવરણ માટે ખતરો ગણાવવામાં આવી રહ્યો હતો અને આજે એ જ ડેમ પર્યાવરણના રક્ષણનો પર્યાય બની ગયો છે,”એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ દરેકને પોતપોતાના રાજ્યોમાં શહેરી નક્સલીઓના આવા જૂથોથી સતર્ક રહેવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે પર્યાવરણીય મંજૂરી માટે 6000થી વધુ દરખાસ્તો અને વન મંજૂરી માટેની 6500 અરજીઓ રાજ્યો પાસે પડી છે. “રાજ્યો દ્વારા દરેક યોગ્ય દરખાસ્તને જલ્દીથી મંજૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તમે અનુમાન લગાવી શકો છો કે આ પેન્ડન્સીના કારણે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અટકી પડશે.”,એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ કામના વાતાવરણમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જેથી પેન્ડન્સી ઓછી થાય અને ક્લિયરન્સ ઝડપી બને. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પર્યાવરણીય મંજૂરી આપવામાં અમે નિયમોનું પણ ધ્યાન રાખીએ છીએ અને તે વિસ્તારના લોકોના વિકાસને પ્રાથમિકતા આપીએ છીએ. “તે અર્થતંત્ર અને ઇકોલોજી બંને માટે જીત-જીતની સ્થિતિ છે”,એમ તેમણે કહ્યું. “અમારો પ્રયાસ હોવો જોઈએ કે પર્યાવરણનું નામ બિનજરૂરી રીતે વધારીને, Ease of Living અને Ease of Doing Businessની શોધમાં કોઈ અવરોધ ઊભો થવા દેવો જોઈએ નહીં. આપણે યાદ રાખવું પડશે કે પર્યાવરણની મંજૂરી જેટલી ઝડપથી ઉપલબ્ધ થશે, તેટલી ઝડપથી વિકાસ પણ થશે.

    પ્રધાનમંત્રીએદિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલનું ઉદાહરણ આપ્યું જે થોડા અઠવાડિયા પહેલા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. આ ટનલના કારણે દિલ્હીના લોકોની જામમાં ફસાવાની મુશ્કેલી ઓછી થઈ છે. પ્રગતિ મેદાન ટનલ દર વર્ષે 55 લાખ લિટરથી વધુ ઇંધણ બચાવવામાં પણ મદદ કરશે”,એમ તેમણે ઉમેર્યું. નિષ્ણાતોના મતે આનાથી દર વર્ષે લગભગ 13 હજાર ટન કાર્બન ઉત્સર્જન ઘટશે જે 6 લાખથી વધુ વૃક્ષોની સમકક્ષ છે. “તે ફ્લાયઓવર હોય, રસ્તાઓ હોય, એક્સપ્રેસવે હોય કે રેલવે પ્રોજેક્ટ હોય, તેમનું બાંધકામ કાર્બન ઉત્સર્જનને સમાન રીતે ઘટાડવામાં મદદ કરે છે. ક્લિયરન્સ સમયે, આપણે આ એંગલને અવગણવું જોઈએ નહીં”એમ શ્રી મોદીએ કહ્યું.

    પ્રધાનમંત્રીએ પર્યાવરણને લગતી તમામ પ્રકારની મંજૂરીઓ માટે સિંગલ-વિન્ડો મોડ એવા પરિવર્તન પોર્ટલના ઉપયોગ પર ભાર મૂક્યો હતો જ્યારે મંજૂરીઓ મેળવવા માટેના ધસારાને ઘટાડવામાં તેની પારદર્શિતા અને અસરકારકતા પર ભાર મૂક્યો હતો. “જ્યાં 8 વર્ષ પહેલા પર્યાવરણ મંજૂરીમાં 600 દિવસથી વધુ સમય લાગતો હતો, આજે તે 75 દિવસ લે છે”, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

    પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સંકલન વધ્યું છે જ્યારે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના અમલીકરણ પછી ઘણા પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે. પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પણ પર્યાવરણના રક્ષણ માટે એક ઉત્તમ સાધન છે. તેમણે આપત્તિ-સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે આપણે જળવાયુ પરિવર્તન સંબંધિત પડકારોનો સામનો કરતી વખતે અર્થતંત્રના દરેક ઉભરતા ક્ષેત્રનો સારો ઉપયોગ કરવો પડશે. “કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ સાથે મળીને હરિયાળી ઔદ્યોગિક અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું પડશે”, એમપ્રધાનમંત્રીએ ઉમેર્યું.

    તેમના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પર્યાવરણ મંત્રાલય માત્ર એક નિયમનકારી સંસ્થા નથી પરંતુ લોકોના આર્થિક સશક્તિકરણ અને રોજગારના નવા માધ્યમો બનાવવાનું એક મહાન માધ્યમ પણ છે. “એકતા નગરમાં તમને ઘણું શીખવા, જોવા અને કરવા મળશે. ગુજરાતના કરોડો લોકોને અમૃત આપતો સરદાર સરોવર ડેમ અહીં જ હાજર છે,”એમ તેમણે ઉમેર્યું, “સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા આપણને એકતાના સંકલ્પને વળગી રહેવાની પ્રેરણા આપે છે.”

    કેવડિયા, એકતા નગરમાં શીખવાની તકો દર્શાવતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે ઇકોલોજી અને અર્થતંત્રનો એકસાથે વિકાસ, પર્યાવરણને મજબૂત બનાવવું અને રોજગારીની નવી તકોનું સર્જન, જૈવ-વિવિધતા ઇકો-ટૂરિઝમને વધારવાનું એક માધ્યમ છે. આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોની સંપત્તિ સાથે જંગલની સંપત્તિ કેવી રીતે વધે છે તે અહીં સંબોધિત કરી શકાય છે.

    આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

    પૃષ્ઠભૂમિ

    સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી છે, જેમાં બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવામાં આવી રહી છે. જીવન પર અસરકારક રીતે ધ્યાન કેન્દ્રીત કરો – પર્યાવરણ માટે જીવનશૈલી. તે ક્ષીણ થયેલી જમીનની પુનઃસ્થાપના અને વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન કવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરશે.

    23મી અને 24મી સપ્ટેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઇમેટ ચેન્જ (ઉત્સર્જનના ઘટાડા અને આબોહવા અસરોના અનુકૂલન માટે ક્લાઇમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા) પર કેન્દ્રીત વિષયો સાથે છ થીમ આધારિત સત્રો હશે. પરિવેશ (ઈન્ટીગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ); ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ; પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ; વન્યજીવન વ્યવસ્થાપન; પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ.

  • કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : રાઘવજી પટેલ

    કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : રાઘવજી પટેલ

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના અને તેનો વિકાસ સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે ગુજરાત સરકાર કચ્છમાં પણ આવું એક નવું- પશુઓ માટે – યુનિવર્સિટી સ્થાપવા જઈ રહી છે.

     થોડાક મહિનાઓ પહેલા એવી પણ અફવા ઉડી હતી કે રાજપુર ખાતેની કામધેનુ યુનિવર્સિટી નો કેટલોક વિભાગ કચ્છ ખાતે ખસેડાઈ ગયો છે પરંતુ મીડિયામાં આવા અહેવાલો પાયા વિહોણા સાબિત થયા હતા.

     

    આજરોજ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં અગત્યની જાહેરાત કરી હતી.

    *કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે :કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ*

    ¤ *કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.૨૦૨૩-૨૪થી વેટરનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મળ્યેથી શરૂ થશે*

    ¤ *કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવાર અને શિક્ષણની સુવિધા મળશે*

    ¤ *આ મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ ૭૪ જગ્યાઓના મહેકમ મંજૂર

    ****
    કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.૨૦૨૩- ૨૪થી VCI ની માન્યતા મળ્યેથી શરૂ કરાશે. કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે.આ માટે મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ ૭૪ જગ્યાઓના મહેકમ પણ મંજૂર કરાયું છે.

    મંત્રીશ્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં પશુપાલકોને સારવાર તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની દીર્ઘ દ્રષ્ટિ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, પશુપાલન મંત્રી શ્રી રાધવજીભાઇ પટેલ,રાજ્ય પશુપાલન મંત્રી શ્રી દેવાભાઇ માલમ ના પ્રયત્નોથી કચ્છ વિસ્તારના પશુપાલનનાં વિકાસને ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા(VCI), નવી દિલ્હીના ધારા-ધોરણ મુજબ કામધેનુ યુનિવર્સિટી હસ્તક એક નવી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા સારુ વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે રૂ.૫૦૦.૦૦ લાખ પુરાની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ છે.

    તેમણે કહ્યું કે,ગુજરાત રાજ્ય વિવિધ પશુઓની ઓલાદોથી સંપન્ન છે. જેમાં વિસ્તારની દ્રષ્ટિએ રાજયનો સૌથી મોટો કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત કાંકરેજ ગાય, બન્ની ભેંસો, કચ્છી ધોડા, પાટણવાડી ધેટા, કાહ્મી બકરા અને કચ્છી તથા ખારાઇ ઉંટ માટે જાણીતો છે. રાજ્યના આ પશુધનની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુધારવા ગુજરાત સરકાર નિરંતર પ્રયત્નો કરતી રહી છે. પશુપાલન ગુજરાતનો એક અગત્યનો વ્યવસાય છે, જેનાં માટે સક્ષમ, કુશળ, તાંત્રિક માનવબળની જરૂર રહે છે. રાજ્યમાં પ્રવર્તમાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોમાંથી ઉતીર્ણ થતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/પશુચિકિત્સકોની સંખ્યા માંગના પ્રમાણે ઓછી છે. હાલમાં રાજય સરકારનું પશુપાલન ખાતું, સહકારી ડેરી, સ્વૈચ્છિક સંસ્થા અને ખાનગી પશુચિકિત્સકો પશુપાલન વ્યવસાયમાં સેવા આપે છે.

    હાલ રાજ્યમાં કચ્છ ખાતે પણ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવતા રાજ્યમાં કુલ ૬ વેટનરી કોલેજો કાર્યરત થશે. હાલ દર વર્ષે અંદાજે ૩૦૦ પશુચિકિત્સકોની જગ્યાએ, શરુઆતમાં ૬૦ જેટલા પશુચિકિત્સકો પાંચ વર્ષ બાદ બહાર પડશે તેમજ જ્ગ્યાઓમાં વધારો થવાથી ભવિષ્યમાં દર વર્ષે અંદાજે ૫૦૦ જેટલા પશુચિકિત્સકો તૈયાર થાય તે પ્રમાણેનુ આયોજન છે.

    મંત્રીશ્રી એ ઉમેર્યું કે,કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનીક સારવારની સુવિધા મળશે અને ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સકો પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થશે જેથી આધુનિક ઢબે પશુપાલનથી આજીવીકામાં નોંધપાત્ર વધારો થશે.

  • ૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમની ઉજવણી કરાઈ

    ૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમની ઉજવણી કરાઈ

    નીરવ જોશી,  હિંમતનગર (M-7838880134)

    *શાળા-કોલેજના સૌ વિદ્યાર્થીઓ કોઈપણ એક રમતમાં ભાગ લઇ રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવો. પૃથ્વી પર કઈ અશક્ય નથી*
    -રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

    રમત-ગમત ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીને મેડલ ખેલ મહાકુંભમાં સુંદર પર્ફોમન્સ કરનાર ભાગીદાર શાળાઓને રોકડ પુરસ્કાર ચેક અર્પણ કરાયા

    શ્રી એસ.એમ મહેતા આર્ટસ એન્ડ એમ.એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા, હિંમતનગર ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ કાર્યક્રમ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો
    ***********************
    મંત્રીશ્રીએ ભાષણના બદલે આગવી અદામાં રમત જગતના ઇતિહાસ અને ખેલ જગતનાં જનરલ-નોલેજનાપ્રશ્નો વિદ્યાર્થીઓ વચ્ચે જઈને પૂછ્યા. સીધો સંવાદ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. ઉત્તમ દેખાવ કરનારા ખેલાડીઓને નેશનલ ગેમ્સમાં સફળતા માટે શુભેચ્છા પાઠવી.

    સાબરકાંઠા જિલ્લામાં નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર સ્પોર્ટ ઓથોરીટી ગુજરાત અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ૩૬મી નેશનલ ગેમ્સ કાર્યક્રમ શ્રી એસ.એમ મહેતા આર્ટસ એન્ડ શ્રી એમ.એમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા હિંમતનગર ખાતે રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ ઉદ્યોગ વન પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ , પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, માર્ગ અને મકાન રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
    આ પ્રસંગે મંત્રીશ્રી વિશ્વકર્માએ સ્ટેજ પરથી સંબોધનના બદલે આગવી અદામાં જોમ જુસ્સા સાથે વિધ્યાર્થીઓ વચ્ચે જઇને ખેલ જગતના ઇતિહાસ અને ભારતીય રમતો સાથે રમત ગમત ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડીને દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓ અંગે જનરલ નોલેજના પ્રશ્નો પૂછ્યા હતા અને જિલ્લામાંથી ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીઓમે મેડલ અર્પણ કર્યા હતા અને ખેલ મહાકુંભમાં જે શાળાઓએ ઉત્તમ દેખાવ કર્યો હતો તેમને રોકડ પુરસ્કારના ચેક અર્પણ કર્યા હતા.

    મંત્રીશ્રીએ પૂછેલા પ્રશ્નોની તથા સંવાદ સ્થાપિત કર્યો હતો. તેમાં મોટેરા સ્ટેડિયમ નું નામ શું છે. આ સ્ટેડિયમમાં કયો કાર્યક્રમ યોજાયો હતો. કોણ મુખ્ય મહેમાન હતા. “હાઉડી મોદી નમસ્તે ટ્રમ્પ: ભારતની નેશનલ ગેમ્સ કઈ છે. કઈ કઈ ગેમ્સનો નેશનલ નેશનલમાં સમાવેશ થાય છે. તિરંદાજી રમત અંદાજે પાંચ હજાર વર્ષ પુરાણી છે. રામાયણ-મહાભારતમાં પણ તીરંદાજીના દ્રશ્યો આપે જોયા હશે. એકલવ્યની ધનુર્વિદ્યા જાણીતી છે.

     

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલુ છે. તેનું નામ સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ રાખવામાં આવ્યું. કેટલી હાઇટ છે. ૧૮૨ મીટર કેમ બનાવી. સરદાર સાહેબે દેશની આઝાદીમાં કેવું અને કયા પ્રકારનું યોગદાન આપ્યું. ૫૬૫ રજવાડા ભેગા કરી એક ભારતનું નિર્માણ કર્યું. યુવાનોના રોલ મોડલ કોણ છે. મેજર ધ્યાનચંદ અને હોકીની રમતમાં આપેલા યોગદાનની યાદમાં દિલ્હીમાં ધ્યાનચંદ સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ ૧૯૩૩માં ભાવનગરના મહારાજા ભગવતસિંહજી દ્વારા દેશને ભેટ આપવામાં આવ્યું હતું. ક્રિકેટની રમતમાં સ્થાપેલા કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા.
    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ખેલ જગતનો ઇતિહાસ વર્ષો પુરાણું છે. મહારાજાઓ દીવાલો પર ભીતચિત્ર દોડાવતા કારીગરો દ્વારા તેમાં તિરંદાજી,ચેસ ફ્રાન્સનાં રાસકોચમાં ૧૫ હજાર વર્ષો ઉપરના ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે. જેમાં દોડતા , કુસ્તી કરતા માનવોની પ્રતિકૃતિ છે. ઇજિપ્ત,ગ્રીક, જાપાનમાં રમત-ગમત અંગેના ચિત્રો મળી આવ્યા છે. આમ ખેલ જગતના રમત-ગમત અંગેનો ઇતિહાસ સૈકાઓ જૂનો છે. ભારતના યુવાનો પણ ખેલ જગતમાં પાછળ રહી ન જાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલમહાકુંભ શરૂ કરી ગુજરાતના યુવાનોની પ્રતિભા ખીલવવાનો અનેરો અવસર પ્રદાન કર્યો છે અને હવે નેશનલ ગેમ્સ રમાડીને ગુજરાત અને દેશના ખેલાડીઓ વિશ્વમાં ભારતનું નામ રોશન કરે તેવા અવસરો પ્રદાન કર્યા છે. આજે હિંમતનગરની દીકરી એથ્લેન્ટીકમાં રમવા જવાની છે તેમને શુભેચ્છા પાઠવું છું. તે ગોલ્ડ મેડલ મેળવીને પરત ફરે અને હિંમતનગર અને ગુજરાતનું નામ રોશન કરે. અહીં બેઠેલા યુવાનો સૌને અપીલ કરું છું કે કોઈપણ એક રમતની પસંદગી કરીને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવો. પૃથ્વી પર કઈ અશક્ય નથી. તમે ગોલ નક્કી કરો પરિશ્રમ કરો તેવી શીખ આપી હતી.

     

    આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિએ ખેલ મહાકુંભ શરૂ કરીને ગુજરાતના યુવાનોમાં પડેલી અસીમ શક્તિને ઓળખી અને આજે ગુજરાતમાં ૪૪ થી વધુ સ્પોર્ટ સંકુલો ઊભા કર્યા છે. ભૂતકાળની સરકારે એક પણ સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યા નથી. ગુજરાતમાં આવનાર દિવસો યુવાનોના છે. રમત-ગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવે ગુજરાતે વિવિધ રમતોમાં ૬૧ મેડલ મેળવ્યા તે નરેન્દ્રભાઈ મોદીને આભારી છે. અને ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ પોલીસી બનાવીને ગુજરાતના યુવાનોને આગળ વધવાના અવસરો પૂરા પાડ્યા છે અને આજે ૬૧ મેડલ છે તે આવનારા દિવસોમાં ૧૦૦ બનાવે તેવી શુભેચ્છા પાઠવું છું.
    “૩૬ મી નેશનલ ગેમ્સ” જાગૃતિ અભિયાન એક્ટીવેશન કાર્યક્રમ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧માં રાજય,જિલ્લા, તાલુકા સ્તરે વિજેતા થયેલ સ્કુલોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર ચેક આપી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સ્તરીય ફુટબોલમાં વિજેતા થયેલ ફેઇથ હાયર સેકેન્ડરી સ્કુલ,હિંમતનગરને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. રમતગત ગમત ક્ષેત્રે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રોટરી સરસ્વતી સ્કુલને રૂપિયા ૧ લાખ ૫૦ હજાર અને ભોલેશ્વર આદર્શ પ્રાયમરી સ્કુલને ૧ લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

    હિંમતનગર તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ દેખાવા કરનાર માય ઓન હાઇસ્કુલ,હિંમતનગરને રૂ.૨૫ હજાર, શ્રી ગાંભોઇ ગ્રુપ સેકન્ડરી સ્કુલને રૂ.૧૫ હજાર અને મદ્રેસા હાઇસ્કુલને રૂ.૧૦ હજાર રોકડ પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવી હતી.તલોદ તાલુકાની શ્રી સી.વી ગાંધી હાઇસ્કુલને રૂ.૨૫ હજાર, સી.ડી.પટેલ સ્કુલને રૂ.૧૫ હજાર,તપોવન વિધ્યામંદિરને રૂ.૧૦ હજાર તથા પ્રાંતિજ તાલુકાની અવર ઓન હાઇસ્કુલને રૂ.૨૫ હજાર,

    આનંદ વિધ્યામંદિરને ૧૫ હજાર, એમ.બી.દેસાઇ હાઇસ્કુલ ઘાડીને ૧૦ હજાર અને પોશીના તાલુકાની એસ.એમ.સી દેમાતી મેરા પ્રા.સ્કુલને રૂ.૧૫ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

    આ ઉપરાંત ૯ થી ૧૧ સપ્ટેમ્બરે ૨૦૨૨-૨૩ ના રોજ રાઇપુર (છત્તીસગસઢ)માં ૮ મેડલ મેળાવ્યા હતા. આ યોજાયેલ વેસ્ટ ઝોન જુનિયર એથ્લેન્ટીક્સ કમ્પેનશીપ ૨૦૨૨માં વિજેતા થયેલ ખેલાડીઓને આ પ્રસંગે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાઇપુરમાં યોજાયેલ વેસ્ટ ઝોન જુનિયર એથ્લેન્ટીક્સ કમ્પેનશીપ ૨૦૨૨માં એથ્લેન્ટિકમાં કુ.રીંકલ જાડાએ ગોલ્ડમેડલ, લોંગ જમ્પ અને ૧૦૦મીટરની દોડમા કુ.કુમકુમ રમાણીએ ગોલ્ડમેડલ અને બ્રોન્જમેડલ, ૪૦૦ મીટરની વિધ્નદોડમાં કુ.પ્રિયલ ડાકીએ ગોલ્ડમેડલ, ૮૦૦ મીટર દોડ અને મીડલ રીલેમાં કુ.સંધ્યા ગોહિલે બ્રોન્જ અને સીલ્વરમેડલ, ઊંચીકૂદમાં કુ.માહિ રાજપુતે સીલ્વર મેડલ, ૮૦ મીટર વિઘ્નદોડમાં કુ.સુમિત્રા વળવી અને કુ.પ્રદિતિ વાડીયાએ સીલ્વર અને બ્રોન્જ મેડલ તથા મીડલ રીલેમાં કુ.પ્રેમલતા રામે સીલ્વર મેડલ મેળવ્યા હતા.તે સૌને સન્માનિત કરાયા હતા.
    આ પ્રસંગે સાગર અકાદમી દ્વારા પ્રી ઇવેન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. ૩૬મી નેશનલ ગેમ્સની એન્થમની પ્રસ્તુતિ, માસ્કોટનું પ્રેઝન્ટેશન તથા સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

    આ પ્રસંગે જી.યુ.ડી.સી.એમના ડિરેક્ટર અને સંગઠન પ્રમુખશ્રી જે.ડી પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લાપંચાયત મહિલા અને બાળના ચેરપર્સન રેખાબા ઝાલા, શ્રી ગોપાલસિંહ, બેડમિન્ટન ખેલાડી, કોલેજના પ્રિન્સીપાલશ્રી બી.જી પરમાર, જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસવડાશ્રી વિશાલ વાઘેલા, સ્પોર્ટ ઓથોરીટી સાબર સ્ટેડિયમના સીનીયર કોચ ત્રિવેણી બેન સરવૈયા, પ્રાંત અધિકારીશ્રી અનિલભાઈ ગોસ્વામી, મામલતદાર શ્રી અંકિત પટેલ,ટી.ડી.ઓશ્રી દવે, જિલ્લા શિક્ષણ અધિકારી તથા રમતગમત અધિકારી, વિવિધ કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું છે?

    BAPS – સ્વામિનારાયણ સંસ્થા આયોજિત સંત સંમેલનનો ખરો ઉદ્દેશ શું છે?

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    સંત શિરોમણી વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ 11-09-2022 ના રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર ખાતે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું.

    નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી વરસ ની ભવ્ય રીતે ઉજવણી કરવાની છે ત્યારે ભારતના સનાતન હિંદુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો , ધાર્મિક સંસ્થાઓ – દશનામ અખાડાના આશ્રમના વરિષ્ઠ સંતોને,મહંતો તેમજ ધર્મગુરુઓ ને સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપીએસના પ્રગટ ગુરુ મૂર્તિ રહેલા અને 2016 વર્ષ માં સાળંગપુર મુકામે બ્રહ્મલીન થયેલા પ્રમુખસ્વામી મહારાજના ધર્મમય જીવનના કરેલા સત્કાર્યો તેમજ સામાજિક ઉત્થાનના કાર્યોને અંજલી આપતા જન્મ શતાબ્દી વરસના મહોત્સવની તેમજ સંપ્રદાયના ભક્તોના ગુરુસેવાના યજ્ઞરૂપે જ આવનારા આ ભવ્ય શતાબ્દી મહોત્સવને જાણવા માટે તેઓ તેમના અનુયાયીઓ વર્ગ સાથે પધારે તેઓ પણ એક શુભ આશય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આયોજિત સંત સંમેલનનો રહેલો છે. હિંમતનગર મુકામે બીએપીએસના મંદિરમાં બે જિલ્લાના સંતો મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

    આ પાવનકારી સંતસંમેલનમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના સનાતન ધર્મના સ્તંભ સમાન ૧૬૦ થી વધુ પૂજ્ય સંતો-મહંતો ,મહામંડલેશ્વરો , વિવિધ મંદીર નાં પૂજારીશ્રીઓ તથા ટ્રસ્ટીશ્રીઓ પધાર્યા હતા.

    આ સૌ પૂજ્ય સંતો – મહંતો નું BAPS સ્વામિનારાયણ સંસ્થા નાં વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુની સ્વામી,પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી,પૂજ્ય શ્રીરંગ સ્વામી,કોઠારી પૂજ્ય મંગલપુરુષ સ્વામી તથા સંતવૃંદ દ્વારા પૂજન અર્ચન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું…

    આ સંત સંમેલન નાં પ્રસંગે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની સ્મૃતિ કરતા *વડિયાવિર મંદીર નાં મહંત પૂજ્યપાદ શાંતિગીરીજી મહારાજે* પ્રમુખસ્વામી મહારાજ ની ગુરૂ ભક્તિ વધાવી અને કહ્યું કે ” પ્રમુખ સ્વામી મહારાજ નાં જીવન માંથી ઘણું શીખવા મળે..તેમનું જીવન અનુકરણીય છે” …

    *વિરેશ્વર મહાદેવ મંદીર નાં મહંત પૂજ્યપાદ રામદાસજી મહારાજે* પ્રમુખ સ્વામી મહારાજ નાં ગુણાનુવાદ ગાતા કહ્યું કે ” પ્રમુખ સ્વામી મહારાજ નું જીવનકાર્ય એવું છે કે બાળક થી લઇ યુવાન તથા વૃદ્ધો સુધી તમામ નાં જીવન માં શિક્ષાપત્રી પાલન કરાવ્યું છે.આ નાની વાત નથી..”

    પાવનકારી સંત સંમેલન માં *BAPS સંસ્થા નાં વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામી* એ સંબોધન કરતા કહ્યું ..” પ્રમુખસ્વામી મહારાજ યુનાઈટેડ નેશન્શ માં બોલ્યા હતા પરસ્પર ધર્મના ગુરુઓ ની મુલાકાત થાય ત્યારે ધર્મનાનાં આશ્રિતો વચ્ચે સંવાદિતામાં વધારો થાય છે.” 

    કાર્યક્રમમાં પધારેલા ને સંપ્રદાયો અને આશ્રમના સંતો મહંતો એ પ્રમુખ સ્વામી મહારાજ સાથે નાં ભાવભર્યા સ્મરણો વાગોળી ને હૃદયાંજલી અર્પણ કરી હતી..

    આ પ્રસંગે શામળાજી મંદીર નાં પ્રમુખશ્રી દિલીપભાઈ ગાંધી,નરનારાયણદેવ સ્વામિનારાયણ સંસ્થા નાં ટ્રસ્ટી શ્રી જે.ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લા માંથી ૨૦૦૦ થી વધુ ભાવિક ભકતો હાજર રહ્યા હતા..

  • કોગ્રેસના રાહુલ ગાંધીનો અમદાવાદમાં સફળ કાર્યક્રમ

    કોગ્રેસના રાહુલ ગાંધીનો અમદાવાદમાં સફળ કાર્યક્રમ

    નિરવ જોષી, અમદાવાદ

    સોમવાર રોજ કોગ્રેસના રાહુલ ગાધી અમદાવાદમાં ચૂંટણી લક્ષ્ય ને લઈને અમુક જાહેરાત કરી ગયા જે અપેક્ષા મુજબની હતી. આ વખતે કોગ્રેસ ની હાલત એક સાધે ને તેર તૂટે તેવી દેખાઈ રહી છે …આમાં સિનિયર નેતાઓની જૂથબંધી જ કોગ્રેસનુ પતન કરી રહ્યું છે, એવું લોકોને લાગે છે. જો કે જનતાનો અમુક વર્ગ હજુ કોગ્રેસ ની તરફ આશાવાન છે…આવનાર સમય જ કહેશે.. લોકોને ખરેખર કોગ્રેસ ગમે છે કે આ ખાલી દેખાડો છે. જો કે સમગ્ર ગુજરાતમાં થી લોકોને લાવવામાં આવ્યા હતા.

    *રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર*

    સરદાર સાહેબની મૂર્તિ બનાવનારા ભાજપે તેમના જ વિચારોને કચડ્યા

    અમે ગુજરાતમાં દરેક ખેડૂતના 3 લાખના દેવા માફ કરીશું…

    ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે,કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી

    ત્રણ કાયદા લાવીને ખેડૂતોનું હિત છીનવ્યું

    અમે આવશું તો ખેડૂતોનું દેવું માફ કરીશું

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીની 7 મોટી જાહેરાત

    1. 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ કરીશું
    2. 300 યુનીટ વીજ બીલમાં રાહત અપાશે
    3. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું
    4. કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂ.અપાશે
    5. 3 હજાર અંગ્રેજી માધ્યમની શાળા ખોલાશે
    6. છોકરીઓ માટે ફ્રી સ્કૂલ કોંગ્રેસ આપશે
    7. 10 લાખ યુવાનોને નોકરી અપાશે

    ***સોશિયલ મિડિયા માં આવા મેસેજ ફરતા થયા…

    પરિવર્તન સંકલ્પ સંમેલનમાં ઉમટી પડેલી જનમેદની કહી રહી છે, ગુજરાતે કરી લીધો છે પરિવર્તનો સંકલ્પ હવે તો કોંગ્રેસ જ છે વિકલ્પ
    #ParivartanSankalpSammelan
    #RahulNa8Vachan

    (2)

    રાહુલ ગાંધીની અમદાવાદ ખાતેની ઐતિહાસિક રેલી માટે કોઈ કલેકટરો, તલાટી, TDO ને મફતિયા સરકારી બસો ભરવાનો ટાર્ગેટ નહોતો અપાયો.

    આ સ્વયંભૂ ઉમટેલો લોકજુવાળ હતો.