કેટેગરી શિક્ષણ

  • સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ સ્વામિનારાયણ મંદિર( મણીનગર , અમદાવાદ) મો. – ૬૩૫૨૪૬૬૨૪૮ ( 6352466248) 

    કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ” સમજાવતું
    “માતાપિતાની સેવા” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

    સંતાનો ! જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો,
    તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા.- સાધુ પ્રેમવત્સલદાસજી

    સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં “માતૃપિતૃ ઋણ” સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત “માતાપિતાની સેવા” નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…

    આ પુસ્તક શ્રી મોતીભાઈ ઠક્કર પરિવાર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું..…

    આ પુસ્તક પ્રકાશન પ્રસંગે *કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.. એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે,માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા હેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરે છે.પરંતુ ચાર પુત્રો માતાપિતાને રહેવા માટે વારા પાડે છે.

    સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર…તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે.તેનો અર્થ શું છે ? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા,નહિ તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.

    સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા – બાપની આંખોમાં બે વાર આસું આવે છે. દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે છે, ત્યારે….. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં.

    અંતમાં સૌ ઉપસ્થિત ભક્તોને આ માતાપિતાની સેવા પુસ્તક સૌને વિનામૂલ્યે ભેટમાં આપ્યું હતું.

    સંકલન : નિરવ જોશી (M-9106814540)

  • સાબરકાંઠા: માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

    સાબરકાંઠા: માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)

    હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.

    ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગરમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વી એ ગોપલાણી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં આજના સ્પેશિયલ દિવસ ની દિવ્યાંગોને શુભકામના પાઠવવામાં આવી હતી.

    હિંમતનગર તાલુકાના કુલ 50 દિવ્યાંગોને સાધન સહાય તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા મળતા લાભો ની જાણકારી આપવામાં આવી.

    આ પ્રસંગે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ તથા સંસ્થા તરફથી દિવ્યાંગોને મિષ્ટાન ભોજન આપવામાં આવેલ.

    આ સંસ્થાને સમગ્ર સાબરકાંઠા તેમજ ગુજરાતના  સેવાભાવી લોકો જાણીને એની મુલાકાતે આવતા હોય છે. છેલ્લા 33 વર્ષથી પણ વધુ સમયથી આ સંસ્થા મંદ બુદ્ધિના બાળકોને પોતાના ઘરના સભ્યો જેમ સાચવે છે!

    આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના વહીવટી સંચાલક શ્રી જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.

    સંસ્થાની જાત તપાસ અને મુલાકાત લેવા માટે જીતુભાઈ પટેલ નો સંપર્ક નંબર -9998828975 


    ઇડર ભાસ્કર ભવન ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ


    સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા અને NAB દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ભાસ્કર ભવન, ઈડર ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં એક દિવસીય માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

    કાર્યક્રમમા દિલ્હીની ટીમે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ તેમજ રોજિંદી જીવનમાં કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તેની વિગતવાર તાલીમ આપી હતી. આ તાલીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ અને કૌશલ્યનો વિકાસ થશે.

    આ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામી અને
    સંસ્થાના ઉપ-પ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાના કાર્ય અને ઉદ્દેશો વિશે પરિચય આપ્યો હતો.

    આ કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા,સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,સંસ્થાના કારોબારી સભ્ય મયુર ચૌધરી,જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠા કચેરીથી શ્રી કાગ, શિક્ષણ ખાતા સાથે જોડાયેલા કિરીટભાઈ (ઈડર), ગિરીશભાઈ પરમાર (ઈડર),સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ તેમજ વિશિષ્ટ શિક્ષકોએ ઉપસ્થિત રહ્યા હતા.

  • ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તાજેતરમાં રિટાયર્ડ થયા

    ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તાજેતરમાં રિટાયર્ડ થયા

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    તાજેતરમાં એટલે કે મહિના પહેલા રિટાયર્ડ(સેવા નિવૃત થયેલા) પરંતુ નહીં જરા પણ ટાયર્ડ થયેલા ( થાકેલા નહીં) આદરણીય જ્યોતિ હાઇસ્કુલના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ સાથે મંગળવાર ની સાંજે એક પાર્ટી પ્લોટ માં મળવાનું થયેલું… તેમના ચહેરા પરની તાજગી અને હેર સ્ટાઇલ ખૂબ આકર્ષક લાગતી હતી!

    એક જમાનો હતો(30-40 વર્ષ પહેલાનો) જ્યારે કેટી હાઈસ્કૂલ અને જ્યોતિ હાઈસ્કૂલ એ ઐતિહાસિક નગર ખેડબ્રહ્મા માં સ્થાપવામાં આવેલી ખૂબ જાણીતી શિક્ષણ સંસ્થાઓ …એકબીજાને પછાડવામાં (ટેલીફોનના ડબલા ઉપર બંને હાઈસ્કૂલના ગતિવિધિઓની જાસુસી થતી !)..ને છોકરાઓ તાણી જવામાં એટલે કે (નવા એડમિશન અને સંખ્યા વધારવામાં) ખૂબ જ આક્રમક હતી!!! શાળાના બાળકોને વધારે સારું રિઝલ્ટ આપો (grace marks)!તો આવી જશે …આપણી શાળામાં એવું પણ જોવામાં આવતું!

    જ્યોતિ હાઈસ્કૂલના મેનેજમેન્ટમાં ખાસ કરીને કચ્છી પટેલો જ સર્વે સર્વ હતા અને તેમાં આદરણીય તત્કાલીન પ્રમુખ જેઠાભાઈ પટેલ ની દુરદેશી અને તેમનું વહીવટી કાર્યક્ષમતા અને મજબૂત મનોબળ સુરેશભાઈ પટેલની પ્રિન્સિપાલ તરીકેની કાર્યશેલીને માર્ગદર્શન આપવામાં ખૂબ નિર્ણાયક બનતું રહ્યું છે. એમનો – આચાર્ય સુરેશભાઈ નો સમગ્ર કાર્યકાળ જેઠાભાઇના આજ્ઞાકારી સેનાપતિ તરીકે જોવામાં આવે તો પણ નવાઈ નહીં!!!

    એક વખત એવું થયેલું કે 11 – 12 સાયન્સ ની મંજૂરી જ્યોતિ હાઈસ્કૂલ નું મેનેજમેન્ટ એ વખતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને ખૂબ મનાવી અને પોતાનું કેસ મજબૂત રજૂ કરીને આદિવાસી વિસ્તારમાં 11 – 12 સાયન્સની મંજૂરી પહેલા લઈ આવી ! પરિણામે કેટી હાઈસ્કૂલના ટ્રસ્ટને ગુજરાત હાઇકોર્ટમાં કેસ લઈને ગુજરાત સરકાર સામે કેસ લડવાની ફરજ પડેલી ! પછી તો એવું થયું કે બંને હાઈ સ્કૂલ પાસે 11 12 સાયન્સના વિદ્યાર્થીઓની ફોજ લાગી ગઈ અને આ બાળકોને ઈડર કે વડાલી 11 12 સાયન્સ ભણવા જવાના ખર્ચા થતા હતા એમાં 25 વર્ષથી વિદ્યાર્થી આલમ અને માતા પિતા બચી ગયા!!!!

    એક કેટી હાઈસ્કૂલ જેમાં ગોમતીવળ બ્રાહ્મણોનું અને બીજી જ્યોતિ હાઇસ્કુલ જે કચ્છી પટેલ સમાજનું વર્ચસ્વ જોવામાં આવતું હતું! હજી પણ ત્રીસ વર્ષ પછી પણ આ જ પરિસ્થિતિ જોવામાં આવે છે!

    અમે શાળાના તરુણો હતા ત્યારે સામેની પ્રતિસ્પર્ધી સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્યુશનમાં મળતા ત્યારે …એવી પણ એક મજાકમાં વાક્ય જ્યોતિ હાઈસ્કૂલના  વિદ્યાર્થીઓને ચીડવવા કહેતા હતા કે — જ્યોતિ હંમેશા રોતી અને સામે Jyoti હાઈસ્કૂલના બાળકો અમને ચીડવવા એટલે કેટી હાઈસ્કૂલના બાળકોને ચીડવવા કહેતા કે KT હાઈસ્કૂલ તો કચરાપેટી!😅🤣🤣

    પરંતુ હવે છેલ્લા ત્રણ દાયકામાં પરિસ્થિતિઓ બદલાય છે… માણસોનું આનંદ માનસ તંત્ર પણ બદલાય છે.. વિચારના દ્રષ્ટિકોણો પણ બદલાયા છે અને આખી પેઢી પણ બદલાય છે… અને ખેડબ્રહ્મા જેવા ઐતિહાસિક અને પૌરાણિક ગામમાં કે નગરમાં શિક્ષણની દિશા અને દશા પણ બદલાય છે!

    આના વિશે હું ભવિષ્યમાં કોઈ વાર બીજી વાર લખીશ…

    પરંતુ આજે ખેડબ્રહ્માના જ્યોતિ હાઈસ્કૂલના એક મહિના પહેલા સેવા નિવૃત થયેલા એટલે કે રિટાયર્ડ થયેલા જવાન પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલને ગતરોજ હિંમતનગરમાં એક લગ્ન પ્રસંગ ના રિસેપ્શનમાં મળીને ખૂબ આનંદ આવ્યો! I like his personality and dedication for the Jyoti highschool! 😀❤💐⚘🎂 તેમનો ઉત્સાહી વ્યક્તિત્વ, પ્રભાવ અને આજ્ઞાકારીતા તેમજ સ્કૂલ માટેનું સમર્પણ અને તેમના વિશેની વાતો ઘણી સાંભળેલી હતી. તેમનું એક હુલામણું નું નામ સુરેશભાઈ દાઢી પણ છે! મોટાભાગના લોકો એમને આ નામથી જ વધારે બોલાવે છે!😀 ખરું ને?

    હું જ્યારે ખેડબ્રહ્મા જાવ ત્યારે એમને કેટલીક વાર મળતો પણ હોવ…

    હજુ મને કચ્છી પટેલ સમાજ માટે ખૂબ પ્રેમ છે અને રહેશે… પરંતુ હું કેટી high સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું,  KT  સ્કૂલ મારી માતા સંસ્થા છે એટલે જ્યોતિ હાઈસ્કૂલ મારા માટે સગી માસી જેવી પ્રેમાળ સંસ્થા છે!😀❤💐💐⚘🎂

    બધું આવતી વખતે જણાવીશ…

    શુભેચ્છાઓ આપવા માટે જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલનો મોબાઇલ નં ( 9428186006)

    💐💐⚘
    #highschool
    #Khedbrahma
    #education

  • Live: વાઇબ્રન્ટ ગુજરાત 2025 પ્રાંતીય કોન્ફરન્સનો મહેસાણા ખાતે થયો શુભારંભ

    Live: વાઇબ્રન્ટ ગુજરાત 2025 પ્રાંતીય કોન્ફરન્સનો મહેસાણા ખાતે થયો શુભારંભ

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)

    મહેસાણાના ખેરવા પાસે આવેલ ગણપત યુનિવર્સિટીના પ્રાંગણમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાત 2026 ની ઉત્તમ તૈયારીઓ માટે હાલમાં રાજ્ય સરકાર મહેસાણા ખાતે પ્રાંતીય કોન્ફરન્સ આયોજિત કરી રહી છે, જેમાં અલગ અલગ દેશોના એમ્બેસેડર્સ પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સનદી અધિકારીઓ , મંત્રીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને લઈને આ કોન્ફરન્સ 9 અને 10 તારીખના રોજ ગણપત યુનિવર્સિટીમાં જોવા મળશે.

    CMO Gujarat વડે સોશિયલ મીડિયામાં નીચે મુજબની જાહેરાતો પણ થઈ છે.

    માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અક્ષય ઊર્જા થકી ઊર્જા આત્મનિર્ભરતાના વિઝનને ચરિતાર્થ કરવા પ્રતિબદ્ધ ગુજરાત.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહેસાણા ખાતે યોજાશે ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમના વિકાસની નવી ક્ષિતિજો ખોલતો ફ્લેગશીપ કાર્યક્રમ.
    #VikasSaptah2025
    #VGRC2025

    જુઓ લાઈવ વિડિયો…

  • બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે

    બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે

    સંકલન: નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    Joshinirav1607@gmail.com

    માઉન્ટ આબુ, 8 ઓક્ટોબર, 2025

    બ્રહ્માકુમારી મુખ્યાલય ખાતે છ દેશોના છ હજાર અગ્રણી વ્યક્તિઓ એકઠા થશે.

    – 15 થી વધુ કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટ મંત્રીઓ, 14 સાંસદો અને 45 થી વધુ ધારાસભ્યો ભાગ લેશે.
    – 10 ઓક્ટોબરથી શરૂ થનારી ચાર દિવસીય વૈશ્વિક સમિટ.
    – આ કાર્યક્રમ “એકતા અને વિશ્વાસ – આદર્શ ભવિષ્ય માટે પ્રેરણા” થીમ પર હશે.
    – કોંગ્રેસના નેતા સચિન પાયલટ, કેન્દ્રીય મંત્રી દુર્ગાદાસ ઉઇકે, રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણા અને આરએસએસના ઇન્દ્રેશ કુમાર સ્વાગત સત્રમાં ભાગ લેશે.
    – શાંતિવન ખાતે તમામ દેશોના રાષ્ટ્રધ્વજ આદર સાથે ફરકાવવામાં આવશે.
    – હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ ભાગ લેશે.

    હકીકત: 15 કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટ મંત્રીઓ ભાગ લેશે.

    દેશભરમાંથી 14 સાંસદો આવશે.

    45 ધારાસભ્યો ભાગ લેશે.

    13 વિદેશી રાજદૂતો અને પ્રતિનિધિઓ ભાગ લેશે.

    20 મીડિયા દિગ્ગજો હાજરી આપશે.
    ૧૦ સામાજિક કાર્યકરોનું સન્માન કરવામાં આવશે.

    ૯ IAS અને IPS અધિકારીઓ પણ હાજરી આપશે.

    દેશભરમાંથી ૨૦ કુલપતિઓ આવશે.

    આબુ રોડ. છ દેશોના ૬,૦૦૦ થી વધુ અગ્રણી વ્યક્તિઓ બ્રહ્માકુમારીઓના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન ખાતે એકઠા થશે. ૧૦ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન મુખ્યાલય ખાતે ચાર દિવસીય વૈશ્વિક શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. ધર્મ, આધ્યાત્મિકતા, રાજકારણ, સમાજ સેવા, પર્યાવરણ, વિજ્ઞાન, વ્યવસાય અને શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિઓ ભાગ લેશે. આ સંમેલનમાં ૧૫ કેન્દ્રીય અને રાજ્ય કેબિનેટ મંત્રીઓ, ૧૪ સાંસદો, ૪૫ ધારાસભ્યો, ૧૩ વિદેશી પ્રતિનિધિઓ, ૨૦ મીડિયા દિગ્ગજો, ૨૦ કુલપતિઓ, ૧૦ સામાજિક કાર્યકરો અને દેશભરના નવ પ્રખ્યાત IAS અને IPS અધિકારીઓનો સમાવેશ થશે.

    બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર સંસ્થાના અધિક મહાસચિવ ડૉ. બી.કે. મૃત્યુંજય ભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ, વૈશ્વિક શિખર સંમેલન મુખ્યાલય શાંતિવન ખાતે યોજાઈ રહ્યું છે. આ સમિટ “એકતા અને વિશ્વાસ – આદર્શ ભવિષ્ય માટે પ્રેરણા” થીમ પર યોજાશે. શાંતિવન ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ચાર દિવસોમાં, ભારત અને વિદેશના વિદ્વાનો અને અગ્રણી વ્યક્તિઓ ચર્ચા અને ચર્ચા કરશે. 10 ઓક્ટોબરના રોજ સાંજે 6:00 થી 7:30 વાગ્યા સુધી સ્વાગત સત્ર યોજાશે. કેન્દ્રીય આદિવાસી બાબતોના રાજ્યમંત્રી દુર્ગા દાસ ઉઇકે, રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણા, કોંગ્રેસના મહાસચિવ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, આરએસએસના ઇન્દ્રેશ કુમાર અને સ્વામી સર્વલોકાનંદ મહેમાનો તરીકે હાજર રહેશે.

    નીચેના મહેમાનો હાજર રહેશે: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી અને રેલ્વે મંત્રી, અશ્વિની વૈષ્ણવ; હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની; કેન્દ્રીય કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી, અર્જુન રામ મેઘવાલ; મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા; કેન્દ્રીય જળ શક્તિ અને રેલ્વે રાજ્યમંત્રી, વી. સોમન્ના; કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ રાજ્યમંત્રી, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા; મધ્યપ્રદેશના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય; ઉત્તરપ્રદેશના વન, પર્યાવરણ, પ્રાણી સંગ્રહાલય અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી કૃષ્ણપાલ મલિક; પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમા; ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પુરીના સાંસદ સંબિત પાત્રા; ભોજપુરી-પ્રખ્યાત અભિનેતા અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી; મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ; રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NHRC) ના અધ્યક્ષ અંતર સિંહ આર્ય; રાજસ્થાન સરકારના રાજ્યમંત્રી ઓતારામ દેવાસી; રાજસ્થાન સરકારના શહેરી વિકાસ અને આરોગ્ય વહીવટ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), ઝાબર સિંહ ખારા; કર્ણાટક સરકારના નાના ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રી શ્રી શરણ બસપ્પા, ઉત્તરપ્રદેશ સરકારના મત્સ્યઉદ્યોગ મંત્રી ડૉ. સંજય નિષાદ, કર્ણાટક રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ ડૉ. નાગલક્ષ્મી ચૌધરી સહિત અનેક રાજ્યોના સાંસદો અને ધારાસભ્યો ભાગ લેશે.

    બધા દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાયા –
    શાંતિવન કેમ્પસમાં સંમેલનની અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ડાયમંડ હોલને ખાસ શણગારવામાં આવી રહ્યો છે. દીવાદાંડી પર બધા દેશોના રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવવામાં આવ્યા છે. મહેમાનોને સૌર ઉર્જાથી ચાલતા શિવ ભોળાનાથ ભંડારા, સૌર થર્મલ પાવર પ્લાન્ટ, તપોવન અને માઉન્ટ આબુમાં પાંડવ ભવન, શાંતિ ઉદ્યાન અને જ્ઞાન સરોવરનો પ્રવાસ કરાવવામાં આવશે.

    કોન્ફરન્સમાં ત્રણ શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવશે:

    ૧. માનવતાના વાલીઓ પુરસ્કાર –

    આ શ્રેણી હેઠળ, સંસ્થા એવા વ્યક્તિઓને પુરસ્કાર આપશે જેઓ વિશ્વમાં એકતા, શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરી રહ્યા છે. વધુમાં, પ્રાદેશિક સંઘર્ષો અથવા યુદ્ધોને રોકવામાં યોગદાન આપનારા અને આધ્યાત્મિક માધ્યમો દ્વારા રાજકીય, રાજદ્વારી અથવા આર્થિક વિવાદોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વ્યક્તિઓને પુરસ્કાર આપવામાં આવશે.

    ૨. ભારતનો રત્ન પુરસ્કાર –
    જે ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો, જેમણે તેમના સમર્પણ, જુસ્સા અને હિંમત દ્વારા, ઉદ્યોગ ક્ષેત્રે નવીનતા લાવી છે અને ખૂબ જ નાના પાયેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા છે, તેમને આ શ્રેણી હેઠળ પુરસ્કાર આપવામાં આવશે.

    ૩. રાષ્ટ્રીય ચેતના પુરસ્કાર –
    પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ઉચ્ચ આદર્શો, દેશભક્તિ, સમાજ કલ્યાણ, સત્યતા અને હિંમતનો પીછો કરીને પત્રકારત્વમાં રાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવનારા વરિષ્ઠ પત્રકારો અને સંપાદકોને આ શ્રેણી હેઠળ પુરસ્કાર આપવામાં આવશે.

    શાંતિવન ખાતે પરિષદની તૈયારીઓ ચાલી રહી છે; બધા દેશોના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે.


    રાષ્ટ્રીય સ્વંય સંધ દ્વારા પથ સંચાલન બ્રહ્માકુમારીઝ ના શાંતિવન  ખાતે યોજાયું .

    સેંકડો બ્રહ્માકુમાર ભાઈએ પથ સંચાલનમાં જોડાયા .

    બ્રહ્માકુમારીઝ નુ વૈશ્વિક સેવા કાર્ય રાષ્ટ્રીય સ્વયંમ સેવકો નું લક્ષ એક જ છે: મોહન ભાગવત
    આબુ. તારીખ.૦૬/૧૦/૨૦૨૫

    માનવ સેવામાં અધ્યાત્મિક શક્તિ અને સનાતન સંસ્કૃતિની સ્થાપનામાં બ્રહ્માકુમારી બહેનોનું અને રાષ્ટ્રીય સ્વંય સંધ નુ લક્ષ એક જ છે વિશ્વ માનવને સુસંસ્કૃત બનાવવા સંસ્થાનો વૈશ્વિક સેવા કાર્ય પ્રસંશનીય અનુકરણીય છે આ શબ્દો થોડા સમય પહેલા નાગપુર સેવા કેન્દ્ર પર ઓજાયેલ આધ્યાત્મિક સમારંભમાં રાષ્ટ્રીય સેવા સંઘના વડા મોહન ભગવતજીએ ઉચ્ચારેલ
    બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે દેશભરમાં ચાલી રહેલ પથ સંચાલનમાં હજારો બ્રહ્માકુમારી ભાઈઓ જોડાયેલ આજે સંસ્થાના મુખ્યાલય ખાતે યોજાયેલ પથ સંચાલન માં શાંતિવન ખાતે પણ સેકન્ડો ભાઈઓ એ પાથ સંચાલન કરી દેશે સેવાના શપથ લીધેલ તથા માનવ સેવામાં અગ્રેસર બ્રહ્માકુમારીઝ ના વિવિધ પદ અધિકારીઓ સાથે રાજયોગા ક્લાસમાં જોડાયેલ

  • ગાંધીજી અને પૃથ્વી – પર્યાવરણ સાથેની એક અધૂરા ન થાય તેવી વાત

    ગાંધીજી અને પૃથ્વી – પર્યાવરણ સાથેની એક અધૂરા ન થાય તેવી વાત

    હેમંત ઉપાધ્યાય, અમદાવાદ (9879052355)

    ગાંધીજી અને પૃથ્વી – પર્યાવરણ સાથેની એક અધૂરા ન થાય તેવી વાત

    ગાંધીજી હંમેશા માનતા હતા કે પ્રકૃતિ માત્ર જીવન જીવવાનું માધ્યમ નથી, પરંતુ એ માનવજીવનની આત્મા છે, અને પૃથ્વી, નદી, જળ, હવા, વૃક્ષો અને પ્રાણીઓ સાથેની સુસંગતતા જ સાચી પરંપરા, સત્ય અને ધર્મની મૂળભૂત ચાવી છે, અને તેમણે પોતાના જીવનમાં સરળ જીવનશૈલી અપનાવી, વધુ ખપ, ભાડું અને ભૌતિકસંપત્તિ માટે પૃથ્વી પર ભાર ન મૂકતા અને પોતે જે રીતે જીવ્યા એ આધુનિક યુગના લોકો માટે પણ એક માર્ગદર્શક છે, અને એમના વિચારો કહે છે કે જો આપણે પૃથ્વી, વૃક્ષો, નદીઓ અને હવાની શુદ્ધતાને જાળવવાનું ભૂલી જઈએ, તો આપણું જીવન પોતે અધૂરું બની જાય, કારણ કે માણસ અને પ્રકૃતિ એકબીજામાં સંલગ્ન છે, અને એક વિધિ વિના બીજું અસ્તિત્વ પામતું નથી.

    બાપુ કહેતા, “ધર્મ માત્ર મંદિરમાં ટૂંકા સંકેતોમાં પૂરતો નથી, પરંતુ એ પ્રકૃતિ સાથેની બાંહો જોડાવાની, પૃથ્વીનું રક્ષણ કરવાની અને પ્રાણીઓ, પક્ષીઓ અને જળસ્રોતો સાથે સુસંગત જીવન જીવવાની કળા છે,” અને એમના આદર્શમાં જો આપણે થોડું ધ્યાન આપીએ તો જોઇએ કે જીવનની વધુ તીવ્રતામાં પણ પ્રકૃતિ સાથે સુસંગત રહેવું, વિવેકથી ખાવાનું, પહેરવાનું, પાણી અને જળસ્રોતોની સાચી સંરક્ષણ કરવાની ચિંતનશક્તિ, અને જીવનની લઘુત્તમ જરૂરિયાતથી વધુ બગાડ ન કરવો એ સાચી માનવતા છે.
    ગાંધીજી પોતે પોતાની જીવનશૈલીમાં એ પ્રતિકાર કર્યો કે તેઓ ખાધ્ય, કપડાં અને ઘરઘાટમાં માત્ર એટલું જ લાવ્યું કે જે જીવન માટે જરૂરી, અને એમના પ્રત્યેક દિવસના કાર્યમાં વૃક્ષો ઉગાડવાની, જમીનની ઉપજની કદર કરવાની, પાણીની બચત કરવાની, નદીઓ અને તળાવોની સફાઈ કરવાની ચિંતાઓ સમાવિષ્ટ હતી, અને એમના લેખો અને ભાષણોમાં પણ વારંવાર પ્રકૃતિ સાથે સંવેદનશીલ જીવન જીવવાની, પૃથ્વી પર આદર્શ ભાર ન મુકવાની અને પર્યાવરણ-સંરક્ષણ માટે એક વ્યક્તિગત યોગદાન આપવાની વાત કરતાં જોવા મળે છે.

    એમની વિચારધારા મુજબ, માનવજીવન અને પૃથ્વી વચ્ચેનું સંબંધ એટલું મજબૂત છે કે આપણે જો વૃક્ષો ઉગાડવાનું, જમીનની ખેતી, પાણીની સાચી વાપરવાની અને નદીઓના જળને પ્રદૂષણમુક્ત રાખવાની કાળજી નહીં લઈએ તો જીવનની સુખ-શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટેની મર્યાદાઓ તૂટીને કુદરતી સંકટ ઊભા થઈ શકે છે, અને આ સંકટ માનવજાતને માત્ર શારીરિક નુકસાન નથી પહોંચાડતું પરંતુ એ આધ્યાત્મિક અને નૈતિક બાંધણને પણ ધક્કો આપે છે, અને આથી ગાંધીજી એમના નાનપણથી લઈને વૃદ્ધાવસ્થાને સુધી પોતાના જીવનમાં પ્રકૃતિ સાથે મિતવ્યયી, લઘુત્તમ ઉપયોગ, વધુ ઉત્પાદન વિના જીવન જીવવું, પર્યાવરણની કાળજી રાખવી અને પૃથ્વી પર નિયંત્રણ ન મુકવું એક શિષ્ટાચાર તરીકે સ્વીકારતા રહ્યા.

    ગાંધીજીનું મંત્ર હતું કે દરેક માનવી, નાનપણથી લઈ વૃદ્ધાવસ્થામાં સુધી, પ્રકૃતિ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવે, અને તે માટે જરૂરી છે કે આપણે જમીન, પાણી, હવા અને વૃક્ષોની ઉપજની કદર કરીએ, નદીઓ અને તળાવોને પ્રદૂષણમુક્ત રાખીએ, પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષા કરીએ અને કુદરતી તત્વોને માત્ર આપણા શોખ માટે બગાડવાની ભૂલ ન કરીએ, કેમકે પ્રકૃતિનો સંતુલન તૂટી જાય તો આપણું જીવન પણ અધૂરું બની જાય, અને ગાંધીજી હંમેશા કહેતા કે આ સંબંધ માત્ર શારીરિક નથી, પરંતુ આધ્યાત્મિક અને નૈતિક છે, અને તે માનવજીવનની શ્રેષ્ઠતા અને શાંતિ માટે જરૂરી છે.

    ગાંધીજીના વિચારોથી પ્રેરણા લઈને આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિ સાથે સુસંગત જીવન એ માત્ર આધુનિક સંકટ માટે નહીં, પરંતુ માનવીની આંતરિક શાંતિ, સામાજિક સમાનતા અને આધ્યાત્મિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે, અને એ જ وجہ છે કે તેમણે નાનપણના બાળકોને, યુવાનોને અને સમુદાયને પૃથ્વી પર ઓછા ભાર મુકવા, વૃક્ષો ઉગાડવા, પાણી બચાવવા, કચરો ઓછો કરવા અને પ્રાણીઓ સાથે સૌમ્ય વર્તન કરવા પ્રેરિત કર્યું, અને એમના જીવનમાં આ બધું પોતાના પર અમલ કરીને સમાજ માટે એક દિશા દર્શાવી.
    આજના સમયમાં જ્યારે વૈશ્વિક ગરમી, જંગલોનો નાશ, નદીઓની પ્રદૂષિતતા અને હવાની ક્ષતિ એક ભયંકર સ્તરે પહોંચી છે, ત્યારે गांधीજીના આ વિચારો આપણા માટે માર્ગદર્શક છે, કેમકે તેઓ સાદા શબ્દોમાં કહે છે કે આપણે પ્રકૃતિને સાક્ષાત પૃથ્વીની માતા સમજીને જાળવવી, વૃક્ષો ઉગાડવા, પાણી બચાવવા, કચરો ઓછો કરવા, જીવનશૈલી સરળ રાખવી અને આધુનિક ભૌતિકતાના ઝંઝાવાતમાં પણ પૃથ્વી અને પ્રકૃતિ માટે જવાબદારી રાખવી એ આપણા ફરજ છે.

    ગાંધીજીની આ ચિંતનશક્તિ એ દર્શાવે છે કે પર્યાવરણ-સંવેદન, પ્રકૃતિપ્રેમ, મિતવ્યયિતા અને જીવનની સિમિત જરૂરિયાતો જ સાચી માનવતા અને ધર્મ છે, અને જો દરેક વ્યક્તિ એમના આ સિદ્ધાંતને અનુસરે તો ન માત્ર જીવન સુખમય બનશે, પરંતુ પૃથ્વી અને પ્રકૃતિ પણ સ્વચ્છ, સમૃદ્ધ અને સંતુલિત રહેશે, અને આ બાબતે એમના શબ્દો હંમેશા અમર છે: “જ્યારે આપણે પૃથ્વી પર વધારે ભાર મૂકતા નથી, તે આપણા જીવનના દરેક પાસા માટે શ્રેષ્ઠતા લાવે છે, કારણ કે પ્રકૃતિ અને માણસ એકબીજાના સહઅસ્તિત્વમાં જ જીવંત રહે છે.”
    આ Gandhi Jayanti પર, આપણે એ સંકલ્પ લઉં કે અમે પ્રકૃતિ, વૃક્ષો, પાણી, હવા અને પ્રાણીઓ સાથે મૈત્રીપૂર્ણ, મિતવ્યયી અને જવાબદારીભર્યું જીવન જીવશું, અને બાપુના આ દિગ્દર્શનને જીવનમાં અમલમાં લાવીને પૃથ્વી અને પર્યાવરણનું સાચું રક્ષણ કરીશું, જે માત્ર અમારા માટે નહીં પરંતુ આગામી પેઢી માટે પણ શાંતિ, સમૃદ્ધિ અને સ્વચ્છતા લાવશે, અને આ સાથે અમે સમજશું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ માત્ર ફરજ નથી, પરંતુ માનવ જીવનની સાચી મૂલ્ય અને આધ્યાત્મિકતા માટેની શ્રેષ્ઠતા છે, અને આ બધું સત્ય, નૈતિકતા અને પ્રેમના સૂત્રોમાં બંધાયેલું છે, જેમ Gandhiજી હંમેશા જાગૃત રહેતાં.

    ગાંધીજી અને પૃથ્વી – પર્યાવરણ સાથેની એક અધૂરા ન થાય તેવી વાત (અવતરણો સાથે) ગાંધીજી હંમેશા માનતા હતા કે પ્રકૃતિ માત્ર જીવન જીવવાનું માધ્યમ નથી, પરંતુ એ માનવજીવનની આત્મા છે, અને પૃથ્વી, નદી, જળ, હવા, વૃક્ષો અને પ્રાણીઓ સાથેની સુસંગતતા જ સાચી પરંપરા, સત્ય અને ધર્મની મૂળભૂત ચાવી છે, અને તેમણે પોતાના જીવનમાં સરળ જીવનશૈલી અપનાવી, વધુ ખપ, ભાડું અને ભૌતિકસંપત્તિ માટે પૃથ્વી પર ભાર ન મૂકતા, અને પોતે જે રીતે જીવ્યા એ આધુનિક યુગના લોકો માટે પણ એક માર્ગદર્શક છે, અને એમના વિચારો કહે છે કે જો આપણે પૃથ્વી, વૃક્ષો, નદીઓ અને હવાની શુદ્ધતાને જાળવવાનું ભૂલી જઈએ, તો આપણું જીવન પોતે અધૂરું બની જાય, કારણ કે માણસ અને પ્રકૃતિ એકબીજામાં સંલગ્ન છે, અને એક વિધિ વિના બીજું અસ્તિત્વ પામતું નથી, જેમ એમ કહેતા:
    “Earth provides enough to satisfy every man’s needs, but not every man’s greed.”

    બાપુ કહેતા, “ધર્મ માત્ર મંદિરમાં ટૂંકા સંકેતોમાં પૂરતો નથી, પરંતુ એ પ્રકૃતિ સાથેની બાંહો જોડાવાની, પૃથ્વીનું રક્ષણ કરવાની અને પ્રાણીઓ, પક્ષીઓ અને જળસ્રોતો સાથે સુસંગત જીવન જીવવાની કળા છે,” અને એમના આદર્શમાં જો આપણે થોડું ધ્યાન આપીએ તો જોઇએ કે જીવનની વધુ તીવ્રતામાં પણ પ્રકૃતિ સાથે સુસંગત રહેવું, વિવેકથી ખાવાનું, પહેરવાનું, પાણી અને જળસ્રોતોની સાચી સંરક્ષણ કરવાની ચિંતનશક્તિ, અને જીવનની લઘુત્તમ જરૂરિયાતથી વધુ બગાડ ન કરવો એ સાચી માનવતા છે.
    ગાંધીજી પોતે પોતાની જીવનશૈલીમાં એ પ્રતિકાર કર્યો કે તેઓ ખાધ્ય, કપડાં અને ઘરઘાટમાં માત્ર એટલું જ લાવ્યું કે જે જીવન માટે જરૂરી, અને એમના પ્રત્યેક દિવસના કાર્યમાં વૃક્ષો ઉગાડવાની, જમીનની ઉપજની કદર કરવાની, પાણીની બચત કરવાની, નદીઓ અને તળાવોની સફાઈ કરવાની ચિંતાઓ સમાવિષ્ટ હતી, અને એમના લેખો અને ભાષણોમાં પણ વારંવાર પ્રકૃતિ સાથે સંવેદનશીલ જીવન જીવવાની, પૃથ્વી પર આદર્શ ભાર ન મુકવાની અને પર્યાવરણ-સંરક્ષણ માટે એક વ્યક્તિગત યોગદાન આપવાની વાત કરતાં જોવા મળે છે, જેમ તેઓ કહેતા:
    “The world has enough for everyone’s need, but not enough for everyone’s greed.”
    એમની વિચારધારા મુજબ, માનવજીવન અને પૃથ્વી વચ્ચેનું સંબંધ એટલું મજબૂત છે કે આપણે જો વૃક્ષો ઉગાડવાનું, જમીનની ખેતી, પાણીની સાચી વાપરવાની અને નદીઓના જળને પ્રદૂષણમુક્ત રાખવાની કાળજી નહીં લઈએ તો જીવનની સુખ-શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટેની મર્યાદાઓ તૂટીને કુદરતી સંકટ ઊભા થઈ શકે છે, અને આ સંકટ માનવજાતને માત્ર શારીરિક નુકસાન નથી પહોંચાડતું પરંતુ એ આધ્યાત્મિક અને નૈતિક બાંધણને પણ ધક્કો આપે છે, અને આથી ગાંધીજી એમના નાનપણથી લઈને વૃદ્ધાવસ્થાને સુધી પોતાના જીવનમાં પ્રકૃતિ સાથે મિતવ્યયી, લઘુત્તમ ઉપયોગ, વધુ ઉત્પાદન વિના જીવન જીવવું, પર્યાવરણની કાળજી રાખવી અને પૃથ્વી પર નિયંત્રણ ન મુકવું એક શિષ્ટાચાર તરીકે સ્વીકારતા રહ્યા.

    ગાંધીજીનું મંત્ર હતું કે દરેક માનવી, નાનપણથી લઈ વૃદ્ધાવસ્થામાં સુધી, પ્રકૃતિ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવે, અને તે માટે જરૂરી છે કે આપણે જમીન, પાણી, હવા અને વૃક્ષોની ઉપજની કદર કરીએ, નદીઓ અને તળાવોને પ્રદૂષણમુક્ત રાખીએ, પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષા કરીએ અને કુદરતી તત્વોને માત્ર આપણા શોખ માટે બગાડવાની ભૂલ ન કરીએ, કેમકે પ્રકૃતિનો સંતુલન તૂટી જાય તો આપણું જીવન પણ અધૂરું બની જાય, અને ગાંધીજી હંમેશા કહેતા કે આ સંબંધ માત્ર શારીરિક નથી, પરંતુ આધ્યાત્મિક અને નૈતિક છે, અને તે માનવજીવનની શ્રેષ્ઠતા અને શાંતિ માટે જરૂરી છે, જેમ તેઓ કહેતા:
    “Live simply so that others may simply live.”
    ગાંધીજીના વિચારોથી પ્રેરણા લઈને આપણે જોઈ શકીએ છીએ કે પ્રકૃતિ સાથે સુસંગત જીવન એ માત્ર આધુનિક સંકટ માટે નહીં, પરંતુ માનવીની આંતરિક શાંતિ, સામાજિક સમાનતા અને આધ્યાત્મિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે, અને એ જ وجہ છે કે તેમણે નાનપણના બાળકોને, યુવાનોને અને સમુદાયને પૃથ્વી પર ઓછા ભાર મુકવા, વૃક્ષો ઉગાડવા, પાણી બચાવવા, કચરો ઓછો કરવા અને પ્રાણીઓ સાથે સૌમ્ય વર્તન કરવા પ્રેરિત કર્યું, અને એમના જીવનમાં આ બધું પોતાના પર અમલ કરીને સમાજ માટે એક દિશા દર્શાવી.
    આજના સમયમાં જ્યારે વૈશ્વિક ગરમી, જંગલોનો નાશ, નદીઓની પ્રદૂષિતતા અને હવાની ક્ષતિ એક ભયંકર સ્તરે પહોંચી છે, ત્યારે ગાંધીજીના આ વિચારો અમારા માટે માર્ગદર્શક છે, કેમકે તેઓ સાદા શબ્દોમાં કહે છે કે આપણે પ્રકૃતિને સાક્ષાત પૃથ્વીની માતા સમજીને જાળવવી, વૃક્ષો ઉગાડવા, પાણી બચાવવા, કચરો ઓછો કરવા, જીવનશૈલી સરળ રાખવી અને આધુનિક ભૌતિકતાના ઝંઝાવાતમાં પણ પૃથ્વી અને પ્રકૃતિ માટે જવાબદારી રાખવી એ આપણા ફરજ છે, અને એમના અવતરણો આજના યુગમાં પણ એટલા જ પ્રેરણાદાયક છે:
    “The earth is what we all have in common.”
    “Nature has enough for everyone’s need, but not for anyone’s greed.”
    ગાંધીજીની આ ચિંતનશક્તિ એ દર્શાવે છે કે પર્યાવરણ-સંવેદન, પ્રકૃતિપ્રેમ, મિતવ્યયિતા અને જીવનની સિમિત જરૂરિયાતો જ સાચી માનવતા અને ધર્મ છે, અને જો દરેક વ્યક્તિ એમના આ સિદ્ધાંતને અનુસરે તો ન માત્ર જીવન સુખમય બનશે, પરંતુ પૃથ્વી અને પ્રકૃતિ પણ સ્વચ્છ, સમૃદ્ધ અને સંતુલિત રહેશે, અને આ બાબતે એમના શબ્દો હંમેશા અમર છે:
    “To forget how to dig the earth and tend the soil is to forget ourselves.”
    આ Gandhi Jayanti પર, આપણે એ સંકલ્પ લઉં કે અમે પ્રકૃતિ, વૃક્ષો, પાણી, હવા અને પ્રાણીઓ સાથે મૈત્રીપૂર્ણ, મિતવ્યયી અને જવાબદારીભર્યું જીવન જીવશું, અને બાપુના આ દિગ્દર્શનને જીવનમાં અમલમાં લાવીને પૃથ્વી અને પર્યાવરણનું સાચું રક્ષણ કરીશું, જે માત્ર અમારા માટે નહીં પરંતુ આગામી પેઢી માટે પણ શાંતિ, સમૃદ્ધિ અને સ્વચ્છતા લાવશે, અને આ સાથે અમે સમજશું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ માત્ર ફરજ નથી, પરંતુ માનવ જીવનની સાચી મૂલ્ય અને આધ્યાત્મિકતા માટેની શ્રેષ્ઠતા છે, અને આ બધું સત્ય, નૈતિકતા અને પ્રેમના સૂત્રોમાં બંધાયેલું છે, જેમ Gandhiજી હંમેશા જાગૃત રહેતાં.

    (અમદાવાદમાં રહેતા લેખક વરિષ્ઠ વિડીયોગ્રાફર ઇએમઆરસી – EMRC માં રહ્યા છે તેમજ અલગ અલગ વિષય પર સંશોધન કરીને ડિજિટલ પ્લેટફોર્મમાં લેખ પ્રગટ કરે છે)

  • શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું

    શાંતિ, એકતા અને વિશ્વાસનું વાતાવરણ સર્જવા માટે બ્રહ્માકુમારી વડે મીડિયા કોન્ફરન્સ 2025નું આયોજન કરાયું

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA)

    પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ થી ઉભરાતા શાંતિવન પરિસરમાં આયોજિત થઈ ગઈ હતી અને ખૂબ સફળ થઈ હતી… પ્રસ્તુત છે કેટલાક યાદગાર અંશ….

    બ્રહ્માકુમારીઝ આબુરોડ ખાતે સમાજ અને દેશમાં શાંતિ,એકતા અને વિશ્ર્વાસનું દિવ્ય વાતાવરણ પેદા કરવા પત્રકારોની પ્રેરણાદાયી કોન્ફરન્સ..

    નેગેટિવ વાતાવરણ કોઈ પણ પરિવાર, સમાજ કે દેશને નબળો બનાવે છે.રાષ્ટ્ર અને સમાજની મજબૂતાઈ માટે પોઝીટીવ વાતાવરણ અતિ મહત્વની ભૂમિકા ભજવે છે.દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોની ભૂમિકા કોઈ પણ સમાજ કે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.તારીખ 26-9-2025 શુક્રવારથી તારીખ 30-9-2025 મંગળવાર સુધી શાંતિવન, બ્રહ્માકુમારીઝ, આબુરોડ ખાતે સમગ્ર દેશવિદેશના પત્રકારોની ખૂબ જ પ્રેરણાદાયી કોન્ફરન્સ-2025નું સૂક્ષ્મતાસૂક્ષ્મ,દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા રીંગ વડે ત્રણ દિવસીય ચિત્ર પ્રદર્શન પણ આયોજિત કરાયું હતું.

    રાજસ્થાનના મહામહિમ રાજયપાલ હરિભાઉ બાગડેજી દ્રારા આ કોન્ફરન્સનું દીપપ્રાગટ્ય દ્રારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

    ભારત દેશના તમામ રાજ્યો તેમજ નેપાળ દેશ સહિત તમામ જગ્યાએથી 1100 ઉપરાંત પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    મીડિયા વીગના બ્રહ્માકુમાર શાન્તનુજી સહિત સમગ્ર ટીમનું પ્લાનીગ કાબિલેદાદ હતું.ઉતર ગુજરાત મીડિયા વીગના બ્રહ્માકુમાર શશીકાંતભાઈ ત્રિવેદીની વિશેષ લાગણીને લીધે તેમજ અમારા હિંમતનગરના બ્રહ્માકુમારી સેન્ટરના આદરણીય દીદી જ્યોતિબેન તેમજ તેમના સહાયક બ્રહ્માકુમાર નરેશભાઈ પટેલ અને ઈડરના બ્રહ્માકુમાર રાકેશભાઈ ડાભી ના આત્મીયતા સભર સહયોગથી આ કોન્ફરન્સમાં ખૂબ ઝડપથી જવાનું થયું.

    આ કાર્યક્રમ મોટાભાગે હિન્દી મીડિયા કે હિન્દી ભાષાના પત્રકારો માટે હતું પરંતુ તેમાં ગુજરાતના એક ડઝન જેટલા પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ડીસા ,ભુજ અને વિરમગામથી તેમજ હિંમતનગર થી પણ પત્રકાર/ સંપાદક ઉપસ્થિત રહ્યા હતા

    ડીસાથી જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય,કોલમિસ્ટ ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ફોટોગ્રાફર ચંદુભાઈ એટીડી, મનોજભાઈ ચૌહાણ, લક્ષ્મીબેન આચાર્ય,ચારૂબેન ઠક્કર સહિત સૌએ આ કોન્ફરન્સમાં હાજરી આપી સમગ્ર આયોજનનું સંપૂર્ણ અવલોકન કર્યું તેમજ કોન્ફરન્સની સંપૂર્ણ માહિતી મેળવી.

    પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા,ડીજીટલ મીડિયા અને ખાસ કરીને એ.આઈ.ઉપર અલગ અલગ વક્તાઓએ વિસ્તૃત માહિતી આપી.

    ખૂબ જ અનુભવી, સંઘર્ષશીલ, પ્રગતિશીલ અને માહિતીસભર વકતાઓએ મીડિયા જગતના આપણા ભવ્ય ભૂતકાળથી લઈને વર્તમાન સમયની સમસ્યાઓ,સગવડો અને પત્રકારોના પોઝીટીવ સંગઠન વિષે રસપ્રદ વાતો કરી.

    ભારત અને વિશ્ર્વમાં અનેક જગ્યાએ વિવિધ કારણોસર કોઈને કોઈ સંસ્થા કે પક્ષ દ્રારા પત્રકારોનાં સંમેલનો કે કોન્ફરન્સ થાય છે.આ બધામાં ક્યાંક કોઈકનો નીજી સ્વાર્થ હોય છે.બ્રહ્માકુમારીઝ દ્રારા થતી મીડિયા કોન્ફરન્સમાં સમાજ કે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે એક નવી પોઝીટીવ દિશા આપવામાં આવે છે.

    ચારપાંચ દિવસની કોન્ફરન્સમાં અપાતી માહિતી અને મનોમંથનના અંતે પત્રકારો રિલેક્સ, રીફ્રેશ, રીચાર્જ થઈ ભવિષ્યમાં સારી રીતે રીસેટ થવા ઘણું બધું ભાથું લઈને જાય છે.નેગેટીવ વિચારોને જીવનમાંથી રીમુવ કરી એક નવા રીમોટ સાથે પોતાના જીવનને તો સુધારે જ છે પણ રાષ્ટ્રને મજબૂત બનાવવાનો અનેરો-અનોખો સંકલ્પ કરે છે.

    ભારત દેશની આજુબાજુ શ્રીલંકા, બાંગ્લાદેશ,નેપાળ જેવા દેશોમાં તાજેતરમાં થયેલ અરાજકતા, અશાંતિ અને સતા પરિવર્તનમાં મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની અને મોટાભાગે નેગેટિવ રહી છે.

    વર્તમાન સમયમાં તલવાર કરતાંય કલમ વધારે મજબૂત ગણાય છે.

    આઝાદીની ચળવળ વખતે પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી.સુશાસન માટે પત્રકારોની જાગૃતિ ખૂબ જ અસરકારક અને અગત્યની છે.તંત્રી,ખબરપત્રી, ફોટોગ્રાફર,પ્રેસ સ્ટાફ એમ બધાનું સંકલન હોય ત્યારે એક સારૂં અખબાર બહાર પડે છે.સારૂ નેટવર્ક અને સારા ફેરિયા હોય ત્યારે અખબાર લોકોના ઘર સુધી પહોંચે છે.આ બધા જ પોઝીટીવ હોય ત્યારે જ પોઝીટીવ સમાચારો થકી સમાજ અને રાષ્ટ્ર મજબૂત બને છે.આવી જ વ્યવસ્થા ઈલેક્ટ્રોનિક મીડિયામાં હોય છે.

    સમયાંતરે સોશીયલ મીડિયા કે ડીજીટલ મીડિયાનું જોર વધી રહ્યું છે પણ તેમાં નકારાત્મક ઘણું પીરસાઈ રહ્યું છે.માણસ સાવચેતી ના રાખે તો અનર્થ થવાનો ઘણો સંભવ છે. કુલ ચાર દિવસની કોન્ફરન્સમાં અનેક વિષયો પર વિચાર મંથન થયું એટલું જ નહીં પરંતુ નવા આવેલા પત્રકારોને ,સંપાદકોને બ્રહ્માકુમારી શાંતિવન તેમજ આબુરોડ પર અન્ય બ્રહ્માકુમારી વડે વિકાસ કરેલા પરિસર તેમજ માઉન્ટ આબુ પહાડ હીલ સ્ટેશન પર આવેલા પાંડવ વન ,શાંતિ સરોવર, પીસ પાર્ક જેવા સ્થળોની મુલાકાત લેવાનો પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું!!! સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં ભારતભરમાંથી આવેલા અને મીડિયા wing સાથે સંકળાયેલા બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ ખૂબ પરિશ્રમ કરીને બધાને અનેરી પ્રેરણા પૂરી પાડી હતી.

    ઓમ શાંતિ


    कार्ययोजना – राष्ट्रीय मीडिया सम्मेलन – 2025 (26 से 30 सितम्बर 2025, शान्तिवन, आबूरोड )


    प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय के मीडिया विंग की ओर से मुख्यालय शान्तिवन परिसर, आबूरोड में 5 – दिवसीय (26 से 30 सितम्बर 2025) राष्ट्रीय मीडिया सम्मेलन का आयोजन हुआ । इस आयोजन का विषय – “समाज में शान्ति, एकता और विश्वास को बढ़ावा देने में मीडिया की भूमिका” था। इस मीडिया सम्मेलन के विभिन्न विषय इस प्रकार हैं- दैनिक जीवन में आध्यात्मिकता और ध्यान, आतंरिक ‘स्व’ की खोज, सर्वोच्च सत्ता की पहचान, राजयोग ध्यान के चमत्कार, सफल जीवन के लिए कर्म दर्शन, जनसंचार में पारदर्शिता और विश्वास, आध्यात्मिक शक्ति से चुनौतियों पर विजय, समाज पर सोशल मीडिया का प्रभाव – नियमन के लिए कदम, नैतिक और जिम्मेदार पत्रकारिता को प्रोत्साहित करना, एकता और विश्वास के सेतु निर्माण में जनसंपर्क की भूमिका, समग्र कल्याण के लिए डिजिटल डिटॉक्स, भविष्य की आदर्श पत्रकारिता के लिए कृत्रिम बुद्धिमत्ता एवं सोशल मीडिया अंतरात्मा की आवाज़ एक बेहतर दुनिया के लिए मीडिया |


    सम्मेलन में विचार-विमर्श के बाद अनुकरण के लिए कार्ययोजना इस प्रकार है-
    1. “विश्व की वर्तमान स्थिति के लिए हम स्वयं ज़िम्मेदार हैं, न कि सर्वोच्च सर्वशक्तिमान सत्ता और इसलिए इसे बदलने के लिए भी हम ही उत्तरदायी हैं। यह परिवर्तन स्वयं को बदलने से शुरू होता है ।
    मीडियाकर्मियों को सलाह दी जाती है या यूँ कहें कि अनुरोध किया जाता है कि वे अपनी रिपोर्टिंग में सटीकता सुनिश्चित करने, फर्जी खबरों से बचने और अन्य मनुष्यों, संस्थाओं और विभिन्न संस्कृतियों की गरिमा का सम्मान करने के लिए सर्वोत्तम संभव प्रयास करें और सटीकता, पारदर्शिता, निष्पक्षता और जवाबदेही के लिए आचार संहिता लागू करें।
    2. शांतिपूर्ण और सुखी जीवन लिए सौहार्दपूर्ण और आदर्श संबंध बनाए रखने का लाभ प्राप्त करने हेतु आध्यात्मिक शक्ति के माध्यम से क्रोध, लोभ, वासना आदि जैसी व्यक्तिगत कमजोरियों को दूर करने का प्रयास करें।
    3. यह शांति के लिए एकता और विश्वास बनाए रखने का समय है और मीडिया को अपनी सामग्री में सामाजिक, आध्यात्मिक, पर्यावरणीय और मानवीय मुद्दों को स्थान देना चाहिए ।
    4. मानव मन की शक्ति को पहचानते हुए, जैसा कि कहावत है, “युद्ध लोगों के मन में शुरू होते हैं”, वैसे ही शांति भी लोगों के मन में शुरू होती है। इसलिए मीडियाकर्मियों को ध्यान के अभ्यास पर स्वयं को केंद्रित करना चाहिए जो आंतरिक आत्मा को समृद्ध और सशक्त बनाता है। जो पेशे में उत्कृष्टता और विशेषज्ञता लाता है।
    5. तथ्यों की जाँच, गलत सूचनाओं का पता लगाने और विशेष रूप डिजिटल प्लेटफॉर्म पर गोपनीयता की सुरक्षा के लिए एआई जैसी उन्नत तकनीक का उपयोग करना ।
    6. ऐसी सामग्री के सह-प्रबंधन में लोगों को शामिल करना, जो वास्तविक आवाज़ और समाधानों को प्रतिबिंबित करती हो। पहुँच, भावनात्मक सम्बन्ध और सकारात्मक व्यवहार परिवर्तन पर मीडिया नज़र रखें। जमीनी स्तर पर सशक्तिकरण के लिए स्थानीय रेडियो पॉडकास्ट और नागरिक पत्रकारिता को मज़बूत बनाएँ।


    *एक स्वर में बोले सारे पत्रकार, ब्रह्माकुमारीज़ ने हमें ज्ञान का प्रयोग करना सिखाया*
    *राष्ट्रीय मीडिया कॉन्फ्रेंस में पत्रकारों ने बांटे अनुभव*
    *अनुभवों के आदान-प्रदान का अनूठा सत्र आयोजित*

    आबू रोड़/29 सितम्बर 2025। ब्रह्माकुमारीज़ के मीडिया विंग द्वारा आयोजित राष्ट्रीय मीडिया कॉन्फ्रेंस में पत्रकारों ने अपने अनुभव बांटें। कॉन्फ्रेंस में अनुभवों के आदान-प्रदान का सत्र आयोजित किया गया। इस अनूठे सत्र में बहुत ही आत्मीय माहौल नज़र आया।
    देश भर से आये करीब डेढ़ हजार पत्रकारों ने मीडिया कॉन्फ्रेंस में शांति, एकता और विश्वास को समाज का स्थायी भाव बनाने को लेकर चर्चा की। सभी ने एक स्वर में यह माना कि ब्रह्माकुमारीज़ ने हमें ज्ञान का प्रयोग करना सिखाया।
    *स्वर्ग देखना है तो ब्रह्माकुमारीज़ आकर देखो-कनुभाई आचार्य*
    डिसा से आये राष्ट्रपति पुरस्कार प्राप्त वरिष्ठ स्तम्भकार कनुभाई आचार्य ने कहा कि मुझे कॉन्फ्रेंस के पहले ही दिन पत्रकारों के लिए ‘पत्रकार मनीषी’ शब्द सुनकर बहुत आनंद हुआ। ब्रह्माकुमारीज़ हमें मनीषी होने का संकेत दे रही हैं। ज्ञान से पवित्र कुछ नहीं है। ब्रह्माकुमारीज़ ने हमें ज्ञान का प्रयोग करना सिखाया। जब मैं पहली बार यहां आया तो मेरे मन में आया स्वर्ग यहीं है। सतयुग का स्वर्ग देखना है तो ब्रह्माकुमारीज़ आकर देखो।

    *नेपाल में ब्रह्माकुमारीज़ के सेंटर पर लोगों ने शरण ली-सुरेंद्र सिंह डोंगरा, नेपाल*
    हिमालिनी पत्रिका के दिल्ली ब्यूरो चीफ नेपाल निवासी सुरेंद्र सिंह डोंगरा ने अनुभव सुनाते हुए कहा कि दो दशकों से अधिक समय से आता रहा हूँ। मैंने बहुत ही आनंद लिया। सब एक से एक वक्ताओं को सुना। ब्रह्माकुमारीज़ में पत्रकारों को आना ही चाहिए। कुछ बेहतर करने के लिए आपको ऑलराउंडर होना ही चाहिए। जब पूरी दुनिया की नज़र नेपाल में थी, तब पोखरा में ब्रह्माकुमारीज़ के सेंटर में कई लोगों ने शरण ली। यह संकेत देता है कि ब्रह्माकुमारीज़ ने शांति का संदेश दिया है कि वहां कोई आगजनी नहीं हुई। मैं भाग्यशाली हूँ कि मेरा भी यहां आना होता है। 8 ज़ोन में नेपाल बंटा हुआ है। नेपाल में 78 ब्रह्माकुमारीज़ सेंटर हैं।

    *जीवन में बैलेंस सीखना हो तो ब्रह्माकुमारीज़ आइये-विशाल यादव*
    रायपुर से आए जनमंत्र न्यूज़ के संपादक विशाल यादव ने कहा कि मैंने हमेशा फील्ड की पत्रकारिता की है। पिछले 12 सालों से मैं इस संस्था से जुड़ा तो कई सारे परिवर्तनों को महसूस करेंगे। पत्रकारों पर बहुत प्रेशर होता है तो वह बहुत जल्द रिएक्ट करते हैं, लेकिन जब हम ब्रह्माकुमारी बहनों की त्याग तपस्या देखते हैं तो हम सकरात्मक परिवर्तन महसूस करते हैं। जीवन में बैलेंस सीखना हो तो यहां आइये। ऐसे आयोजन केवल ब्रह्माकुमारीज़ संस्थान ही कर सकता है। ये संस्था जीवन जीने की कला सिखाती है।

    *43 वर्ष से ब्रह्माकुमारीज़ का मीडिया विंग मीडिया कॉन्फ्रेंस आयोजित कर रहा है-शशिकांत भाई*
    डिसा से आये वरिष्ठ पत्रकार बीके शशिकांत भाई ने कहा मैं 1978 में पहली बार ब्रह्माकुमारीज़ आया। दादी प्रकाशमणि जी मुख्य प्रशासिका थीं। करुणा भाई ने हमें 3 महीने मीडिया की ट्रेनिंग दी थी। दादी जी ने कहा बहुत अच्छा कार्य कर रहे हो। समाज मे सकारात्मकता लाने पर समाज अच्छा होगा। ऐसा करके 1983 से 43 वर्ष से यहां मीडिया कॉन्फ्रेंस चल रही है। मेरे अभी तक 16 हजार आर्टिकल छप चुके हैं। इतने पत्रकार आये, मेडिटेशन किया और शांति को जीवन मे उतारा।

    *पत्रकार सत्य को सामने रखते हैं- गणेशदत्त जोशी*
    मीडिया विंग के एडिशनल जोनल कोऑर्डिनेटर गणेशदत्त जोशी ने कहा कि दुनिया डॉक्टर्स को नेक्स्ट टू गॉड कहते हैं लेकिन मैं “मीडिया प्रोफेशनल्स आर नेक्स्ट टू गॉड” कहता हूं क्योंकि वो सत्य को सामने रखते हैं। पत्रकार लेखनी द्वारा समाज को प्रभावित और प्रकाशित करता है।पूर्व राष्ट्रपति एपीजे अब्दुल कलाम जब डीआरडीओ में रहते ज्ञान सरोवर आये थे तो उन्होंने कहा था कि आज मुझे यह बात समझ में आई कि भारत ने किसी पर आक्रमण क्यों नहीं किया क्योंकि भारत में आध्यात्मिक शक्ति है, जो मुझे ब्रह्माकुमारीज़ में आकर समझ में आई।

    *अब आकर पछता रहा हूँ कि मैं ब्रह्मकुमारीज इतना लेट क्यों आया- प्रेम कुमार*
    बिहार श्रमजीवी पत्रकार संघ के महासचिव प्रेम कुमार ने कहा कि हम हर बार ब्रह्मकुमारीज का निमंत्रण मिलने पर सोचते थे कि ऐसे सम्मेलन होते रहते हैं, लोग जाते होंगे, लेकिन हमने आने का प्रयत्न नहीं किया। इस बार भी हम अनमने मन से आए थे। लेकिन अब आकर पछता रहा हूँ कि मैं इतना लेट क्यों आया। मुझे तो पहले आना चाहिए था। व्यक्ति जब सारे सिस्टम से हार जाता है तो उसे आखिरी में पत्रकार याद आते हैं। हम साधारण नहीं हैं। हमने जरूर कुछ अच्छे कर्म किए हैं, तब ही पत्रकार बने हैं। आप सब सत्य का साथ दीजिए। आज पांडव भवन जाकर ब्रह्मा बाबा की जीवन यात्रा देखी। उन्होंने जो सपना देखा, उसे हमें साकार करना है। यहां सब धर्मों के लोगों को देखा। सब एकमत हैं।

    *आप सबके लिए रोल मॉडल बने, यही हमारी शुभ इच्छा है – बीके सरला दीदी*
    सत्र की अध्यक्षता कर रहीं मीडिया विंग की उपाध्यक्ष बीके सरला दीदी ने कहा कि हमारा लक्ष्य व उद्देश्य यही है कि पत्रकार खुशी से रहे। मीडिया में कार्य बहुत तनावपूर्ण होता है। आपको भगवान की एक्स्ट्रा मदद चाहिए। आपके शब्द दुनिया में बदलाव लाने वाले हैं। भगवान की मदद से दुनिया में बदलाव लाया जा सकता है। हमने अपने एक्शन प्लान में जोर दिया कि अपनी कमजोरियों को राजयोग मेडिटेशन के आधार पर दूर करें। हमारी यही इच्छा है कि आप शांति के प्रतिरूप होकर यहां से निकले। यह ज्ञान गंगा का स्थान है।आप यहां कई जन्मों के लिए आप अपना भाग्य बनाते हो। आप सबके लिए रोल मॉडल बने, यही हमारी शुभ इच्छा है।

    सत्र में प्रतिभागियों ने भी बहुत उत्साह के साथ अपने अनुभव शेयर किए। कई पत्रकारों ने खुले सत्र में प्रश्न पूछकर मेडिटेशन संबंधी जिज्ञासा को भी शांत किया। अजमेर से आईं मीडिया विंग की सब जोनल कोऑर्डिनेटर बीके योगिनी दीदी ने सत्र का संचालन किया।

  • સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો  જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો

    સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો

    સંકલન : નિરવ જોશી હિંમતનગર (M-9106814540)

    સમગ્ર વિશ્વમાં છેલ્લા 11 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત અને ભારત રાષ્ટ્રમાં ભારે લોકચાહના – લોકપ્રિયતા મેળવેલા PM નરેન્દ્ર મોદી જેમના ઉંમરનો 75 માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે.. …ત્યારે સમગ્ર ગુજરાત પણ વિવિધ રીતે તેમને હાર્દિક શુભેચ્છાઓ અનેક રીતે પાઠવી છે!!!

    દેશના બિન કોંગ્રેસી વડાપ્રધાન ખૂબ સફળ અને લોકપ્રિય રહ્યા તે વાત ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે …અને ૭૫ વર્ષ તેમના જીવનનું એક યાદગાર વર્ષ બને તે રીતે તેમનો જન્મદિવસ/ 75th વર્ષ ગોઠવાય રહ્યો છે…

    ગુજરાત તેમજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કેવી રીતે જન્મ દિવસ ઉજવણી થઈ તેની એક આછેરી જલક…

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ: વાઇબ્રન્ટ ગુજરાત પર એક નજર જ્યાંથી ઔદ્યોગિક પરિવર્તનનો નવો દોર શરૂ થયો*
    ***
    *વાઇબ્રન્ટ ગુજરાતની અસર: 22 વર્ષમાં 100થી વધુ દેશ સમિટમાં જોડાયા, અબજોનું રોકાણ થયું*

    *વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી વિઝનનું પ્રતીક છે*
    ***
    *ગાંધીનગર, 16 સપ્ટેમ્બર, 2025 : 

    17 સપ્ટમ્બર 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ 

    આ પ્રસંગે તેમના વિઝનરી આઇડીયાથી દેશના વિકાસમાં જે પરિવર્તનકારી યુગ શરૂ થયો તેના પર નજર કરવી જરૂરી છે. તેમણે વિકાસનો જે વારસો આપ્યો છે, તેમાં એક મહત્વપૂર્ણ અધ્યાય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે જેની શરૂઆતમાં 2003માં થઇ હતી જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. આજે આ સમિટ ઔદ્યોગિક પુનરુત્થાન, ગ્લોબલ ડિપ્લોમેસી અને એક વ્યૂહાત્મક આયોજનનું પ્રતીક બની ગઇ છે.

    *વિઝનની શરૂઆત*
    2000ના દાયકાની શરૂઆતમાં, ગુજરાત આર્થિક અને માળખાગત પડકારોનો સામનો કરી રહ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેની સામે એક સાહસિક પ્રતિભાવ આપ્યો. તેમનું વિઝન હતું એક એવા વૈશ્વિક પ્લેટફોર્મનું નિર્માણ કરવાનું જે વિશ્વભરમાંથી રોકાણોને આકર્ષે અને ગુજરાતની ક્ષમતાનું પ્રદર્શન કરે. વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના એક ઔપચારિક સમિટ તરીકે નહીં, પરંતુ ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટેના વ્યૂહાત્મક એન્જિન તરીકે કરવામાં આવી હતી.

    *પરિવર્તનના 22 વર્ષ*
    છેલ્લા 22 વર્ષોમાં, આ સમિટે તેની પ્રતિષ્ઠામાં ઉત્તરોતર વધારો કર્યો છે અને અત્યારે તે વિશ્વના સૌથી પ્રભાવશાળી આર્થિક મંચોની યાદીમાં સામેલ થઇ છે. ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની વ્યાપક અસર થઇ છે:
    * *ઉત્પાદનમાં ઉછાળો:* 2008 બાદ સાણંદમાં ટાટા મોટર્સના આગમનથી ઓટો અને એન્જિનિયરિંગ રોકાણોનો દોર શરૂ થયો, જેના કારણે ગુજરાત ઓટો અને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બન્યું.
    * *ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ:* રિફાઇનરીઓ, LNG ટર્મિનલ્સ અને નવીનીકરણીય ઊર્જા પાર્કમાં મોટા રોકાણો સાથે, ગુજરાત ઊર્જા ક્ષેત્રે ભારતમાં મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું.
    * *ટેક્સટાઇલ અને અપેરેલ:* સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર વિકાસ થયો અને આ શહેરો વૈશ્વિક સોર્સિંગ હબ બન્યા.
    * *ફાર્માસ્યુટિકલ્સ:* ગુજરાત હવે ભારતના ફાર્મા ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવે છે, ઝાયડસ અને ટોરેન્ટ જેવી કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહી છે.
    * *ટેકનોલોજી અને નવીનતા* : તાજેતરની સમિટોમાં ઇન્ડસ્ટ્રી 4.0, AI અને સેમિકન્ડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના લીધે સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓને રસ પડી રહ્યો છે.

    *વૈશ્વિક માન્યતા*
    શરૂઆતથી જ, વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. 2024નું સંસ્કરણ અમૃતકાલમાં આયોજિત પ્રથમ સંસ્કરણ હતું જેમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ફુડ પ્રોસેસિંગ, નવીનીકરણીય ઊર્જા, બંદરોની માળખાગત સુવિધાઓ સહિતના ક્ષેત્રોમાં મુખ્ય દેશો સાથે મહત્વપૂર્ણ કરારો થયા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મિત્ર (વિકાસ માટે વૈશ્વિક ભાગીદાર) તરીકે ભારતની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો અને 2047 સુધીમા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધવાનું આહ્વાન કર્યુ.

    *રોજગાર સર્જન: સમાવેશી વિકાસનો આધારસ્તંભ*
    વાઇબ્રન્ટ ગુજરાત પહેલનું એક સ્પષ્ટ પરિણામ એ છે કે રાજ્યભરમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2003થી 2024 સુધી, દરેક સમિટ રોજગારીનું સર્જન કરવા કેન્દ્રિત હતી, જેના કારણે કૃષિ, એન્જિનિયરિંગ, ઓટો મેન્યુફેક્ચરિંગ, કાપડ, શિક્ષણ, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. આ સમિટ દ્વારા તમામ 33 જિલ્લાઓમાં રોજગારીનું સર્જન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ રોકાણો વ્યૂહાત્મક રીતે અલગ અલગ પ્રદેશોમાં લાવવામાં આવ્યા હતા જેથી એ સુનિશ્વિત કરી શકાય કે રોજગારી માત્ર શહેરો સુધી જ મર્યાદિત ન રહે પરંતુ સેમી અર્બન અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચે. રાષ્ટ્રીય રોજગાર સૂચકાંકોમાં ગુજરાતે સતત ટોપ રેન્ક જાળવી રાખી છે જે દર્શાવે છે કે આ સમિટે સમાવિષ્ટ અને કૌશલ્ય-આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.

    *દૂરદર્શિતાપૂર્ણ જન્મદિવસ*
    માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે, ત્યારે આ સમય પ્રતીકાત્મક છે. ગુજરાત પણ વર્ષ 2035 માટે પોતાના 75મા વર્ષની તૈયારીઓ કરી રહ્યું છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્ર માટેનો 10 વર્ષનો રોડમેપ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વર્ષ 2025ની જાહેરાત કરી હતી, જે સમાવેશી શહેરી વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ છે. તેમનો વારસો તેમની ભૂતકાળની સિદ્ધિઓમાં જ નહીં, તેમના સાતત્યપૂર્ણ વિઝનમાં પણ રહેલો છે.

    *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ*
    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહોંચ અને અસરકારકતાને રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સીસ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, સેક્ટર-સ્પેસિફિક રોકાણો આકર્ષિત કરવા અને વૈશ્વિક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. દરેક રિજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ પ્રદર્શિત કરવા, નવી નીતિગત પહેલો અને રોકાણોની તકોની જાહેરાત કરવા, નવીનીકરણ અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સમાવેશી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી સ્થાનિક અર્થતંત્રોને સશક્ત બનાવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે. ઉત્તર ગુજરાત માટેની રિજનલ કોન્ફરન્સ 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણા ખાતે યોજાશે, જે ગુજરાતના જિલ્લાઓમાં પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત કરશે. ત્યારબાદ અન્ય ત્રણ રિજનલ કોન્ફરન્સીસ અનુક્રમે રાજકોટ (કચ્છ-સૌરાષ્ટ્ર રિજન), સુરત (દક્ષિણ ગુજરાત) અને વડોદરા (મધ્ય ગુજરાત) ખાતે આયોજિત કરવામાં આવશે. આ કોન્ફરન્સીસના પરિણામો અને મહત્વની બાબતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ દરમિયાન વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે, જે તકો અને નવીનીકરણના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

    *ભવિષ્ય તરફ*
    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ફક્ત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ માટેની એક સમિટ જ નથી, પરંતુ તે સક્રિય શાસન, વ્યૂહાત્મક આયોજન અને વૈશ્વિક સહયોગની ફિલસૂફી છે. ભારત તેના અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 75 વર્ષની યાત્રા અને તેમના સફળ નેતૃત્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ સમિટ એ પરિવર્તનશીલ વિકાસમાં તેમના દૃઢ વિશ્વાસનો જીવંત પુરાવો છે. આ એ વારસો છે જે ગુજરાતને આકાર આપી રહ્યો છે, અને હવે રાષ્ટ્રને પણ પ્રેરણા આપી રહ્યો છે.


    સાબરકાંઠાના હિંમતનગરમાં પણ નરેન્દ્ર મોદી પ્રેમીઓ તેમજ ભાજપના જિલ્લાના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે અનેક કાર્યક્રમો આયોજિત કર્યા હતા જેમાં રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પ, યોગ શિબિર તેમજ અલગ અલગ શાળાઓમાં, કર્મચારી અને ચાહકો વડે પણ નરેન્દ્ર મોદીજી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


    *સાબરકાંઠા જિલ્લામાં યોજાઈ મહા રક્તદાન શિબિર*
    ——
    *સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો*
    ——
    * આઠે તાલુકામાં અને ગુજરાતમાંથી કુલ ૫૬ હજારથી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું*


    સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન મહાશિબિરનું તમામ તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ હિંમત હાઇસ્કુલ હિંમતનગર ખાતેથી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે પ્રાંતિજ ખાતે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને વડાલી ખાતે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક લોહી મેળવવું મુશ્કેલ બનતું હોય છે. પરંતુ આ રક્તદાન શિબિરથી આપણા જિલ્લાને ફાયદો થશે. આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર્સ-પેરામેડિકલ ટીમ અને બ્લડ બેન્કોને સારી કામગીરી બદલ શુભકામના પાઠવી હતી.

    ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, ગર્ભવતી મહિલાઓ, કેન્સર સહિત આકસ્મિક તબક્કાઓમાં બ્લડ સેન્ટરમાં જરૂરી લોહી ઉપલબ્ધ થાય તે હેતુથી અને માનવતાવાદી અભિયાનના ભાગરૂપે આયોજિત આ મહારક્તદાન અભિયાનમાં નાગરિકોએ રક્તદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો.

    આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આઠે તાલુકામાં રક્તદાન શિબિરો યોજાઈ હતી.

    સમગ્ર ગુજરાતમાંથી આ શિબિર દરમિયાન ૫૬,૧૫૬ બોટલ રક્ત એકત્રિત કરવા આવ્યું હતું. જેમાં જિલ્લાના શીક્ષકો, પોલીસ જવાનો, એસટી વિભાગ સહિતના સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ જિલ્લાના નાગરિકો, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સમાજ સેવકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.

    ———-

    ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે શ્રી ત્રિવેણી વિદ્યાલય મેતાપૂરાશાળાના પ્રિન્સિપાલશ્રી શંભુ ભાઈ ભટ્ટ તેમજ શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ એનએસએસના વિદ્યાર્થીઓએ અંદાજે 40 કિલો રંગોનો ઉપયોગ કરી ભારત માતાનો નકશો તેમજ વડાપ્રધાનશ્રીની રંગોળી બનાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીને રંગોળી બનાવી અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.


    સ્વચ્છતા હિ સેવા –સાબરકાંઠા જિલ્લો
    ૦૦૦૦૦૦
    સાબરકાંઠાના વડાલી ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ
    ૦૦૦૦૦૦
    જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કરતાં દંડક શ્રી
    ૦૦૦૦૦

    સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હિ સેવા” કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે દંડકશ્રી વડાલીમાં શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. વડાલી નગરપાલિકા વિસ્તારના માર્ગો પર સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા સૌને આહવાન કર્યું હતું.
    આ પ્રસંગે દંડકશ્રીએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘સ્વચ્છ ભારત અભિયાન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ગયું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતાં. દરેક લોકોએ પોતાની આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યુ હતું. વધુમાં સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી હતી.

    આ પ્રસંગે ઉપસ્થિતોએ સ્વચ્છતાના સપથ લીધા હતા. તેમજ સ્વચ્છતાનો સંદેશ આપતા નાટકને નિહાળ્યું હતું.
    આ કાર્યક્ર્મમાં ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, વડાલી નગરપાલિકાના પ્રમુખ યશરાજ ભાટી, ઇડર પ્રાંત અધિકારી શ્રી રોનક પટેલ, મામલતદાર શ્રી હર્ષભાઈ પરમાર, ચીફ ઓફિસરશ્રી પરિતાબેન પરમાર, અગ્રણી સર્વે શ્રી તખતસિંહ ,પ્રદ્યુમનસિંહ ચંપાવત, કપિલાબેન ખાંટ, રવિન્દ્રભાઈ બારોટ, જીતુભાઈ મકવાણા, કૈલાશબેન નાઈ સદસ્યશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


    *સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન : સાબરકાંઠા જિલ્લો*
    ****
    *ઈડરના બડોલી ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાનનો” પ્રારંભ કરાયો*
    *****
    ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫મા જન્મદિવસના અવસરે આજથી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન શરુ થયું છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઈડરના બડોલી ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાનનો” પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યસભા સાંસદશ્રી રમિલાબેન બારાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
    આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતુ કે સમૃદ્ધ ભારતના નિર્માણમાં સ્વસ્થ નારીનું વિશેષ યોગદાન છે. દેશની મહિલાઓએ આકાશ થી સમુદ્ર સુધી નેતૃત્વની કમાન સાંભળી છે જે દેશના વિકાસમાં મહિલાઓની સહભાગીતા દર્શાવે છે.
    કાર્યક્રમ દરમિયાન રાજ્યસભા સાંસદશ્રીમતી રમિલાબેન બારાએ આદિવાસી વિસ્તારની સગર્ભા માતાઓ, સિકલસેલના દર્દીઓ, ટીબીના દર્દીઓ, કિશોરીઓના સ્વાસ્થ્ય અંગે સરકારશ્રીની આરોગ્ય લક્ષી સેવાઓ અંગે માહિતી આપી હતી. સાથે સાથે આરોગ્ય સેવાઓ માટે સમગ્ર હેલ્થ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાશ્રીનું જીવંત પ્રસારણ નિહાર્યુ હતુ.
    આ અભિયાન અંતર્ગત ક્ષયના દર્દીઓ અને સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ૩૦૫ સ્થળે આજ થી તા.૨ ઓક્ટોબર સુધી વિવિધ આરોગ્ય કેમ્પો યોજાશે.
    આજ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી,પ્રાંત અધિકારીશ્રી ખેડબ્રહ્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ અધિકારીશ્રી, વિવિધ પદાધિકારીશ્રીઓ,આગેવાનશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    ——-

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે મુડેટી સંસ્કૃત પાઠશાળામાં સવા લાખ મહામૃત્યુંજય મંત્ર જાપ, લઘુરૂદ્ર મહાપૂજા અને હવન કાર્યક્ર્મ યોજાયો
    *************
    સાબરકાંઠાના ઇડર તાલુકાના મુડેટી સંસ્કૃત પાઠશાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ મુડેટી, ભોલેશ્વર સેવા સંઘ વસઈ તેમજ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમ અંતર્ગત સવા લાખ મહા મૃત્યુંજય મંત્ર જાપ, દશાંશ હવન અને લઘુરૂદ્ર મહાપૂજા વિધિપૂર્વક કરવામાં આવી. મુડેટી સરપંચ દિનેશભાઈ, અશોકભાઈ દેસાઈ વસઈ, રાકેશભાઈ જોશી તેમજ ગામના આગેવાનો અને યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને શ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ યજ્ઞ પુર્ણાહુતી કરી સંસ્કૃત પાઠશાળાના બાળકો અને શિક્ષકોનો આભાર માન્યો હતો.

    આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જીલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, સર્વે શ્રી પ્રેમલભાઈ દેસાઈ, દિનેશભાઈ પટેલ, સાબરડેરી ડિરેક્ટર અશોકભાઈ પટેલ, સરપંચ શ્રી ભાવેશભાઈ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


    *એક પેડ મા કે નામ*
    *******
    *વડાપ્રધાન શ્રી ના જન્મદિન નિમિત્તે હિંમતનગર નગરપાલિકાએ 75 વૃક્ષ વાવ્યા*
    *******
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા કાટવાડ ખાતે ઓક્સિજન પાર્કમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે 75 વૃક્ષ વાવ્યા.

    હિંમતનગરની હરિયાળુ બનાવવાની નેમ સાથે હિંમતનગર નગરપાલિકા દ્વારા ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું છે જેમાં 12,000 થી વધુ નાના મોટા વૃક્ષોનો ઉછેર કરાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિન નિમિત્તે ‘ એક પેડ મા કે નામ’ અંતર્ગત હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, નગરપાલિકાના સદસ્ય શ્રીઓ નગરપાલિકાના કર્મચારીશ્રીઓ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા.
    આ પ્રસંગે નગરપાલિકા કર્મચારીઓનો સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.


    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ‘મેદસ્વિતા નિવારણ’ યોગ કેમ્પનો શુભારંભ કરતાં ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા
    *****
    મેદસ્વિતા મુક્ત અભિયાનને સાકાર કરવા દરેક કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે
    ******
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ૭૫ સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાએ ‘મેદસ્વિતા નિવારણ’ યોગ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.

    આ પ્રસંગે ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે, યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મ દિવસથી તા. ૧૭ ઓક્ટોબર સુધી આયોજિત પ્રથમ તબક્કાના ૭૫ કેમ્પમાં પ્રત્યેક કેમ્પ દીઠ ૧૦૦થી વધુ એટલે કે ૭,૫૦૦થી વધારે નાગરિકો ભાગ લેશે. આ કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ નિરોગી શરીર માટે ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેના પરિણામે વડાપ્રધાનશ્રીના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરવામાં આવશે. દેશ અને રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ અને નિરોગી બને તે માટે યોગને ઘર ઘર સુધી પહોચાડવો ખૂબ જ જરૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.

    સાબરકાંઠા જિલ્લા કો ઓડીનેટર શ્રીમતી અમીબેન પટેલ,સંચાલક શ્રીમતી ફાલ્ગુનીબેન સોની,સહ સંચાલક શ્રીમતી દક્ષાબેન નાઈ,ડો.રાજુભાઈ મોદી, નગરપાલિકા સભ્ય નટુભાઈ ઓઝા તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.


    *સાબરકાંઠામાં વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિન નિમિત્તે સહકાર ક્ષેત્રે પોસ્ટ કાર્ડ મુવમેન્ટનો આરંભ કરાયો*
    ***
    સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિન નિમિત્તે તેમજ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ના ઉપક્રમે ખાસ “પોસ્ટ કાર્ડ મુવમેન્ટ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે દેશભરમાં વિવિધ નવી પહેલ હાથ ધરતાં સહકારી પ્રવૃત્તિઓ સાથે ભારતના કરોડો લોકોને જોડ્યા છે. આ પગલાંઓના પરિણામે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો, દુધ ઉત્પાદકો અને ગ્રામજનોને પણ અનેકવિધ લાભ મળ્યા છે.
    આ અવસરે જિલ્લાના સહકારી સંસ્થાઓના સભાસદોએ વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરી તેમના જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવા માટે સમગ્ર જિલ્લામાં “પોસ્ટ કાર્ડ મુવમેન્ટ”ની શરૂઆત કરવામાં આવી છે.
    ——

    આજરોજ આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હિંમત હાઈસ્કૂલ, હિંમતનગર ખાતે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

    સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા દર્દીઓની હિંમતનગરના ખ્યાતનામ ડોક્ટરોની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી. દર્દીઓને મફત દવાઓ, ચાલવા માટેની સ્ટિકો તથા જરૂરી સારવારની સુવિધા આપવામાં આવી.

    આ કાર્યક્રમનું સુપેરે આયોજન હિંમતનગર ભાજપના યુવાન નેતા, શામળાજી મંદિર તથા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું.

    કાર્યક્રમમાં સાબરકાંઠા સાંસદશ્રી શોભનાબેન બારૈયા, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, જિલ્લા પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા, કેળવણી મંડળ પ્રમુખ જીતુભાઈ પટેલ, પંકજભાઈ બગદાણીયા, પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, ગોપાલસિંહ રાઠોડ, ડૉ. યશવંતભાઈ પટેલ, ડૉ. ભુપેન્દ્રભાઈ શાહ, ડૉ. ગોપલાણી, ડૉ. તિવારી, તેમજ શહેર–તાલુકાના ભાજપના આગેવાનો, નગરપાલિકાના ચેરમેનશ્રીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા.

    આ મેડિકલ કેમ્પ વડાપ્રધાનશ્રીના સેવાભાવના સંકલ્પને સાચા અર્થમાં ઉજાગર કરનાર સાબિત થયો.


    ભારતના યશશ્વી અને લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હિંમતનગર તાલુકાના હાંસલપુર ખાતે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમમાં કાર્યક્રમ યોજાયો.

    આ કાર્યક્રમ નું આયોજન હિંમતનગર તાલુકા પંચાયત ના સદસ્યશ્રી જીતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું તેમજ દિવ્યાંગ બાળકો અને મહિલાઓ રાશન કીટનું વિતરણ કરાયું તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો.

    આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયા અને ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમ દરમિયાન તાલુકા ભાજપા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ,શ્રી રાજુભાઈ પંચાલ, શ્રી ભગવાનદાસ પરમાર, શ્રી પાર્થભાઈ પરમાર,શ્રી ભગીરથસિંહ ઝાલા, શ્રી નવલસિંહ ચૌહાણ, શ્રી દક્ષાબેન પટેલ, શ્રી રવીન્દ્રસિંહ ચાવડા, શ્રી વનરાજસિંહ રાઠોડ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી અનિતાબેન પ્રજાપતિ,શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા, શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી મનહરસિંહ ઝાલા, શ્રી હાપા ઠાકોર સાહેબ શ્રી રાજવીરસિંહ પરમાર,શ્રી કલ્પેશસિંહ પરમાર, શ્રી પ્રવીણસિંહ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ,શ્રી જયેશભાઈ બારોટ, શ્રી નરેશભાઈ પરમાર, હાસલપુર સરપંચ શ્રીમતી અનિતાબેન,શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ,શ્રી વિજયસિંહ વણઝારા,શ્રી સજ્જનસિંહ ચૌહાણ હિતુલભાઈ નાઈ તેમજ અનેક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.


    આજે યોગાનયોગે એકાદશી પણ હોવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર જન્મ દિવસ ઉજવણી- હિન્દુ ધર્મ, હિન્દુ શક્તિની અને હિન્દુ અસ્મિતાની ઉજવણી હોય એવું લાગી રહ્યું હતું!

  • ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો

    ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો

    ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ

    અમિત ડેડુણ , મેઘરજ

    મેઘરજ, અરવલ્લી: મેઘરજ તાલુકાની ફુટા પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢથી બે વર્ષથી સેવા આપતા શિક્ષક શ્રી નટવરભાઈ બબાભાઈ ઓડની તાજેતરમાં વતન ખાતે બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. સમગ્ર વાતાવરણમાં પોતાનું કોઈ સ્વજન વિદાય લઈ રહ્યું હોય એવી વણકહી વેદના કે વ્યથા પણ અનેક લોકોને ચહેરા પર દેખાઈ રહી હતી!

    શાળાના શિક્ષકો, બાળકો અને ગ્રામજનો માટે આ વિદાય એક દુઃખદ ક્ષણ હતી, કારણ કે નટવરભાઈએ ટૂંકા ગાળામાં જ સૌના હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું. પરંતુ, પોતાના પ્રિય શિક્ષક તેમના મનગમતા વતન માં બદલી થઈ એ વાતની ખુશી પણ સૌના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતી હતી.

    આ પ્રસંગે યોજાયેલા વિદાય સમારંભમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
    નટવરભાઈના સન્માનમાં ગ્રામજનોએ તેમને પરંપરાગત રીતે પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. આ સન્માન દર્શાવે છે કે નટવરભાઈએ આ સમયગાળા દરમિયાન કેવું ઉમદા કાર્ય કર્યું હતું. બાળકો સાથે તેમનો લગાવ, નિષ્ઠા અને મમતા તેમજ આદિવાસી બાળકોને લગાવથી ભણાવવાની તેમની આગવી શૈલી સૌને ખૂબ જ પસંદ હતી!

    આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ નટવરભાઈ સાથેના પોતાના અનુભવો હૃદયથી વ્યક્ત કર્યા હતા. અને તેમની સેવાઓને બિરદાવી હતી.

    નટવરભાઈએ પણ પોતાના વક્તવ્યમાં શાળા પરિવાર અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ફુટા ગામના લોકોનો પ્રેમ અને સહકાર તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ વિદાય સમારંભ દુઃખ સાથે આનંદની લાગણીઓથી ભરેલો એક યાદગાર પ્રસંગ સમગ્ર ગામની જનતા માટે બની રહ્યો હતો.

    *વતન બદલી ગૌરવ અને ગમનો સંગમ – ઓડ નટવરભાઈ બાબાભાઈનો બદલી વિદાય સન્માન*

    ગામ અંબસરના રહેવાસી અને ફુટા સ્કૂલ તા મેઘરજ જિલ્લો અરવલ્લી મા માત્ર 1.5 વર્ષની ટૂંકી નોકરી ની અવધિમાં પોતાની ફરજનિષ્ઠા, સરળ સ્વભાવ અને વિદ્યાર્થીપ્રેમથી ગામ ના હ્રદયમાં જગ્યા બનાવનાર શિક્ષક શ્રી ઓડ નટવરભાઈ બાબાભાઈની બદલીની ઘડીએ આખા ગામમાં એક અનોખી લાગણી છવાઈ ગઈ।

    જ્યારે તેમની બદલી પોતાના વતનના ગામમાં નિર્ધારિત થયું, ત્યારે ફુટા ગામના લોકોમાં આનંદ સાથે સાથે દુખની લાગણી પણ હતી – કેમ કે આવા શ્રેષ્ઠ શિક્ષકનું સાથ છોડવું સહેલું નથી।

    ગામલોકોએ ઉદ્દાત હ્રદયથી તેમનું સન્માન કર્યું – શાનદાર પાગડી બાંધી, જે ગામના આદર, સન્માન અને ગૌરવનું પ્રતિક છે। આવું સન્માન ભાગ્યે જ કોઈ શિક્ષકને ગ્રામજનો તરફથી મળતું હોય – અને એ પોતે ઓડ નટવરભાઈ સાહેબના કાર્યોની ઊંચી ઓળખ છે।

    આ પ્રસંગે એક ગામના જ એક વડીલએ કહ્યું:

    “આવા શિક્ષક ગામમાં ફરીથી ક્યારે આવશે કે નહીં, એ કહેવું મુશ્કેલ છે – પણ ગામ ના દરેક બાળક અને ગામ ના લોકો ના હ્રદયમાં નટવરભાઈનું નામ હંમેશાં રહેશે.”

    *આ દિવસ ફુટા ગામ માટે ગૌરવ અને વિદાયરૂપી ગમ – બે ભિન્ન લાગણીઓનો સંગમ હતો!

  • પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર

    પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર

    નિરવ જોશી हिम्मतनगर (M-7838880134)

    પ્રાકૃતિક ખેતીને અપનાવી સાબરકાંઠાના ખેડૂત સતિષભાઈ બન્યા આત્મનિર્ભર
    **
    પંચસ્તરીય મોડેલ ફાર્મ  થકી  પાકોનું વાવેતર કર્યું
    **
    મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ, દુધી, તુવેર, કોબીજ, ફુલાવર જેવી  શાકભાજી થકી નફો મેળવ્યો
    **
    પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે વિવિધ સહાય સહિત અનેક પ્રયાસો હાથ ધરાયા છે.

    સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના ખેડૂત શ્રી સતિષભાઈ મોહનભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમણે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. ઘઉં, બટાકા, મગફળીની સાથે શાકભાજી પાકોનુ વાવેતર કરે છે.

    સતિષભાઈ જણાવે છે કે તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે. જેમાં મગફળી, સોયાબીન, મરચા, ભીંડા, ચોળી, તુવેર, રીંગણ, દુધી જેવી શાકભાજીની ખેતી કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે. તેઓ પાસે બે મોટી ગાય અને બે વાછરડી છે. તેમજ ગાય નિભાવ સહાય સરકાર દ્રારા મેળવે છે.

    તેમણે અગાઉ શેરડી વાવી મૂલ્ય વર્ધન કરી ગોળનું પ્રતિ કિલો રૂ. ૮૦ના ભાવે વેચાણ કર્યું હતું.  હળદરનું વાવેતર કરી તેનો પાવડર બનાવી રૂ. ૨૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી સારી એવી આવક મેળવી હતી.

    સતિષભાઈ ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને ખાટી છાસનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિને આધારે તેઓ જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ મેળવે છે. આજુબાજુના અનેક ખેડૂત મિત્રોને આહવાન કરે છે કે, તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે, જેથી સ્વસ્થ જીવનશૈલી સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો થાય અને નફો પણ વધારે મળે છે.