કવિ: Nirav Joshi

  • હિંમતનગર: બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય વડે શિવાની દીદી પ્રેરિત રાજયોગનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો

    હિંમતનગર: બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય વડે શિવાની દીદી પ્રેરિત રાજયોગનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)

    હિંમતનગર શહેરમાં આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કરાવતું એક સરસ રાજયોગ કાર્યક્રમ ગુરૂવારના 15 જાન્યુઆરીના રોજ થઈ ગયો હતો … માઉન્ટ આબુ ના પ્રજાપિતા બ્રહ્માંકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના હિમતનગર સેવા કેન્દ્ર એ ઈશ્વરીય સેવાના ૫૦ વર્ષ માં પ્રવેશ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે બ્રહ્માંકુમારીઝ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા બી.કે.શિવાનીદીદી દ્વારા સદા સ્વથ અને ખુશહાલ જીવન વિષય પર આધ્યાત્મિક પ્રવચન નું આયોજન થયું જેમાં શહેર તથા જીલ્લાના નામાંકિત વ્યક્તિઓએ દીપ પ્રાગટ્ય દ્વારા શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે મહાવીર નગરમાં વર્ષો પહેલા બ્રહ્માકુમારી સેન્ટર કાર્યરત હતું જે હવે બેરણા રોડ પર ખસેડવામાં આવ્યું છે.

    આ પ્રસંગે શ્રી પ્રફુલભાઈ પટેલ-પૂર્વ ગૃહમંત્રી અને એડમીનીસ્ટ્રેટર દીવ-દમણ, શ્રીમતિ શોભાનાબેન બારૈયા-સાંસદ સભ્ય, શ્રી વી.ડી.ઝાલા-ધારાસભ્ય હિમતનગર, કૌશલ્યા કુંવરબા -ઉપાધ્યક્ષ ભાજપા, શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ-જીલ્લા કલેકટર શ્રી સાં.કાં, શ્રી હર્ષદ.એમ.વોરા-જીલ્લા વિકાસ અધિકારી, શ્રી જે.ડી. પટેલ પૂર્વ પ્રમુખ ભાજપ ડિરેક્ટર શ્રી નાણાપંચ ગુજરાત,શ્રી ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ -પોલીસ અધિકક્ષ શ્રી સાં.કાં, શ્રી કનૈયાલાલ પટેલ-જિલ્લા પ્રમુખશ્રી ભાજપ, શ્રીમતિ ભારતી બેન પટેલ -જીલ્લા પ્રમુખ, શ્રી વિમલભાઈ ઉપાધ્યાય-પ્રમુખ શ્રી નગરપાલિકા, તથા શહેર અને જિલ્લાના મુખ્ય સંત-મહંતશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

    આ પ્રસંગે બ્રહ્માકુમારી જ્યોતિદીદી (સબઝોન ઇન્ચાર્જ બ્રહ્માંકુમારીઝ) એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે ૫૦ વર્ષની જીલ્લાની ઈશ્વરીય સેવાઓ ખુબ વધી છે… એને વિસ્તારવા હાલમાં નવીન ભવન શાંતિ સરોવર નું નિર્માણ પૂરું થવા આવ્યું છે જેનો લાભ લેવા શહેર ની જનતાને અપીલ કરી છે.

    વધુ માહિતી માટે આપ સંપર્ક કરી શકો છો…

    બ્રહ્મકુમાર નરેશભાઈ પટેલ – 9426060972

    વધુમાં તારીખ ૧૭ થી ૧૯ જાન્યુઆરી 3 દિવસ રાજયોગ શિબિર(ડૉ. બી.કે. દામિનીદીદી દ્વારા)નું આયોજન કરેલ છે તેમાં સહભાગી થવા તમામને અનુરોધ કર્યો હતો.


    બ્રહ્મા બાબાની ૫૭મી પુણ્યતિથિ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાશે

    આબુ રોડ, ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦. વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ભૌતિક સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની ૫૭મી પુણ્યતિથિ આજે ૧૮ જાન્યુઆરીએ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વિશ્વભરના હજારો લોકો પ્રાર્થના અને ધ્યાન સાથે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે. બ્રહ્માકુમારીઝ સંસ્થાના શાંતિવનના વિશાળ ડાયમંડ હોલમાં હજારો લોકોની હાજરીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
    ધ્યાન સત્ર સવારે ૩:૩૦ વાગ્યે શરૂ થશે. વિશ્વભરના સંસ્થા સાથે સંકળાયેલા લોકો વિશ્વ શાંતિ કાર્યક્રમમાં ભાગ લેશે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત અને વિદેશમાંથી હજારો લોકો સવારે વિશ્વ શાંતિ માટે શ્રદ્ધાંજલિ અને ધ્યાન કરવા માટે લાઇનમાં ઉભા રહેશે. આ દરમિયાન બ્રહ્મા કુમારીઝ સંસ્થાના અધિક મુખ્ય સંચાલક રાજયોગીની બીકે મુન્ની દીદી, રાજયોગીની બીકે જયંતિ દીદી, સંયુક્ત મુખ્ય સંચાલક રાજયોગીની બીકે સંતોષ દીદી, મહામંત્રી બીકે કરૂણાભાઈ, અધિક મહામંત્રી બીકે મૃત્યુંજયભાઈ સહિત હજારો લોકો ઉપસ્થિત રહેશે.


    ફોટો, 1 બ્રહ્મા બાબા

  • હડીયોલ ગામનાના ઘર આંગણે ૧૩ હજાર HUDA વિરોધીઓનો જમણવાર આયોજિત

    હડીયોલ ગામનાના ઘર આંગણે ૧૩ હજાર HUDA વિરોધીઓનો જમણવાર આયોજિત


    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    છેલ્લા એક મહિના પહેલા ગુજરાત સરકાર વડે હિંમતનગરના શહેરી વિકાસ માટે લાવવામાં આવેલા હુડા ડ્રાફ્ટ વિરોધમાં હિંમતનગર શહેરની આજુબાજુના આશરે 11 ગામોમાં વિરોધનો વંટોળ ચડ્યો હતો , તેના પરિણામે ગુજરાત સરકારને HUDAને રદ કરવું પડ્યો. પરિણામે હાલમાં 11 ગામના અગ્રણીઓ તેમજ ખેડૂતો અને સમર્થકો એકબીજાને અભિનંદન આપી રહ્યા છે….

    હડિયોલ ગામના પટેલ અગ્રણી આગેવાનોએ આ 11 ગામના પ્રજાના અભિનંદન માટે એક વિશાળ જમણવાર શનિવાર એટલે કે 17 મી જાન્યુઆરીના રોજ હડીઓલ ગામના એક વિશાળ મેદાનમાં આયોજિત કર્યો છે! જેમાં આશરે 13000 જેટલા લોકો આવવાનો અંદાજ છે!

    બપોરે ત્રણ વાગે શરૂ થનારા ભોજન કાર્યક્રમમાં HUDA વિરોધી લોકોની એકતાની મિસાલ જોવા મળશે …તેમ જ હડિયોલ ગામના પટેલ અગ્રણીઓ તેમજ અન્ય કોમના જાગૃત નાગરિકોનો તેમની સાથે જોડાનારા દરેક ગામના જાગૃત નાગરિકો સાથે અનેક મુદ્દાઓ અંગે વિચારવાનું આદાન-પ્રદાન થશે. આ કાર્યક્રમમાં સવગઢ નાગરિકો પણ જોડાવાના છે.

  • સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ સ્વામિનારાયણ મંદિર( મણીનગર , અમદાવાદ) મો. – ૬૩૫૨૪૬૬૨૪૮ ( 6352466248) 

    કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ” સમજાવતું
    “માતાપિતાની સેવા” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

    સંતાનો ! જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો,
    તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા.- સાધુ પ્રેમવત્સલદાસજી

    સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં “માતૃપિતૃ ઋણ” સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત “માતાપિતાની સેવા” નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…

    આ પુસ્તક શ્રી મોતીભાઈ ઠક્કર પરિવાર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું..…

    આ પુસ્તક પ્રકાશન પ્રસંગે *કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.. એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે,માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા હેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરે છે.પરંતુ ચાર પુત્રો માતાપિતાને રહેવા માટે વારા પાડે છે.

    સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર…તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે.તેનો અર્થ શું છે ? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા,નહિ તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.

    સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા – બાપની આંખોમાં બે વાર આસું આવે છે. દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે છે, ત્યારે….. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં.

    અંતમાં સૌ ઉપસ્થિત ભક્તોને આ માતાપિતાની સેવા પુસ્તક સૌને વિનામૂલ્યે ભેટમાં આપ્યું હતું.

    સંકલન : નિરવ જોશી (M-9106814540)

  • સાબરકાંઠા: માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

    સાબરકાંઠા: માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)

    હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.

    ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા હિંમતનગરમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વી એ ગોપલાણી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં આજના સ્પેશિયલ દિવસ ની દિવ્યાંગોને શુભકામના પાઠવવામાં આવી હતી.

    હિંમતનગર તાલુકાના કુલ 50 દિવ્યાંગોને સાધન સહાય તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા મળતા લાભો ની જાણકારી આપવામાં આવી.

    આ પ્રસંગે માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ તથા સંસ્થા તરફથી દિવ્યાંગોને મિષ્ટાન ભોજન આપવામાં આવેલ.

    આ સંસ્થાને સમગ્ર સાબરકાંઠા તેમજ ગુજરાતના  સેવાભાવી લોકો જાણીને એની મુલાકાતે આવતા હોય છે. છેલ્લા 33 વર્ષથી પણ વધુ સમયથી આ સંસ્થા મંદ બુદ્ધિના બાળકોને પોતાના ઘરના સભ્યો જેમ સાચવે છે!

    આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના વહીવટી સંચાલક શ્રી જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.

    સંસ્થાની જાત તપાસ અને મુલાકાત લેવા માટે જીતુભાઈ પટેલ નો સંપર્ક નંબર -9998828975 


    ઇડર ભાસ્કર ભવન ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ


    સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા અને NAB દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ભાસ્કર ભવન, ઈડર ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં એક દિવસીય માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

    કાર્યક્રમમા દિલ્હીની ટીમે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ તેમજ રોજિંદી જીવનમાં કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તેની વિગતવાર તાલીમ આપી હતી. આ તાલીમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ અને કૌશલ્યનો વિકાસ થશે.

    આ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામી અને
    સંસ્થાના ઉપ-પ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાના કાર્ય અને ઉદ્દેશો વિશે પરિચય આપ્યો હતો.

    આ કાર્યક્રમમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા,સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,સંસ્થાના કારોબારી સભ્ય મયુર ચૌધરી,જિલ્લા શિક્ષણ અધિકારી સાબરકાંઠા કચેરીથી શ્રી કાગ, શિક્ષણ ખાતા સાથે જોડાયેલા કિરીટભાઈ (ઈડર), ગિરીશભાઈ પરમાર (ઈડર),સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વ્યક્તિઓ તેમજ વિશિષ્ટ શિક્ષકોએ ઉપસ્થિત રહ્યા હતા.

  • ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તાજેતરમાં રિટાયર્ડ થયા

    ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તાજેતરમાં રિટાયર્ડ થયા

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    તાજેતરમાં એટલે કે મહિના પહેલા રિટાયર્ડ(સેવા નિવૃત થયેલા) પરંતુ નહીં જરા પણ ટાયર્ડ થયેલા ( થાકેલા નહીં) આદરણીય જ્યોતિ હાઇસ્કુલના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ સાથે મંગળવાર ની સાંજે એક પાર્ટી પ્લોટ માં મળવાનું થયેલું… તેમના ચહેરા પરની તાજગી અને હેર સ્ટાઇલ ખૂબ આકર્ષક લાગતી હતી!

    એક જમાનો હતો(30-40 વર્ષ પહેલાનો) જ્યારે કેટી હાઈસ્કૂલ અને જ્યોતિ હાઈસ્કૂલ એ ઐતિહાસિક નગર ખેડબ્રહ્મા માં સ્થાપવામાં આવેલી ખૂબ જાણીતી શિક્ષણ સંસ્થાઓ …એકબીજાને પછાડવામાં (ટેલીફોનના ડબલા ઉપર બંને હાઈસ્કૂલના ગતિવિધિઓની જાસુસી થતી !)..ને છોકરાઓ તાણી જવામાં એટલે કે (નવા એડમિશન અને સંખ્યા વધારવામાં) ખૂબ જ આક્રમક હતી!!! શાળાના બાળકોને વધારે સારું રિઝલ્ટ આપો (grace marks)!તો આવી જશે …આપણી શાળામાં એવું પણ જોવામાં આવતું!

    જ્યોતિ હાઈસ્કૂલના મેનેજમેન્ટમાં ખાસ કરીને કચ્છી પટેલો જ સર્વે સર્વ હતા અને તેમાં આદરણીય તત્કાલીન પ્રમુખ જેઠાભાઈ પટેલ ની દુરદેશી અને તેમનું વહીવટી કાર્યક્ષમતા અને મજબૂત મનોબળ સુરેશભાઈ પટેલની પ્રિન્સિપાલ તરીકેની કાર્યશેલીને માર્ગદર્શન આપવામાં ખૂબ નિર્ણાયક બનતું રહ્યું છે. એમનો – આચાર્ય સુરેશભાઈ નો સમગ્ર કાર્યકાળ જેઠાભાઇના આજ્ઞાકારી સેનાપતિ તરીકે જોવામાં આવે તો પણ નવાઈ નહીં!!!

    એક વખત એવું થયેલું કે 11 – 12 સાયન્સ ની મંજૂરી જ્યોતિ હાઈસ્કૂલ નું મેનેજમેન્ટ એ વખતના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને ખૂબ મનાવી અને પોતાનું કેસ મજબૂત રજૂ કરીને આદિવાસી વિસ્તારમાં 11 – 12 સાયન્સની મંજૂરી પહેલા લઈ આવી ! પરિણામે કેટી હાઈસ્કૂલના ટ્રસ્ટને ગુજરાત હાઇકોર્ટમાં કેસ લઈને ગુજરાત સરકાર સામે કેસ લડવાની ફરજ પડેલી ! પછી તો એવું થયું કે બંને હાઈ સ્કૂલ પાસે 11 12 સાયન્સના વિદ્યાર્થીઓની ફોજ લાગી ગઈ અને આ બાળકોને ઈડર કે વડાલી 11 12 સાયન્સ ભણવા જવાના ખર્ચા થતા હતા એમાં 25 વર્ષથી વિદ્યાર્થી આલમ અને માતા પિતા બચી ગયા!!!!

    એક કેટી હાઈસ્કૂલ જેમાં ગોમતીવળ બ્રાહ્મણોનું અને બીજી જ્યોતિ હાઇસ્કુલ જે કચ્છી પટેલ સમાજનું વર્ચસ્વ જોવામાં આવતું હતું! હજી પણ ત્રીસ વર્ષ પછી પણ આ જ પરિસ્થિતિ જોવામાં આવે છે!

    અમે શાળાના તરુણો હતા ત્યારે સામેની પ્રતિસ્પર્ધી સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્યુશનમાં મળતા ત્યારે …એવી પણ એક મજાકમાં વાક્ય જ્યોતિ હાઈસ્કૂલના  વિદ્યાર્થીઓને ચીડવવા કહેતા હતા કે — જ્યોતિ હંમેશા રોતી અને સામે Jyoti હાઈસ્કૂલના બાળકો અમને ચીડવવા એટલે કેટી હાઈસ્કૂલના બાળકોને ચીડવવા કહેતા કે KT હાઈસ્કૂલ તો કચરાપેટી!😅🤣🤣

    પરંતુ હવે છેલ્લા ત્રણ દાયકામાં પરિસ્થિતિઓ બદલાય છે… માણસોનું આનંદ માનસ તંત્ર પણ બદલાય છે.. વિચારના દ્રષ્ટિકોણો પણ બદલાયા છે અને આખી પેઢી પણ બદલાય છે… અને ખેડબ્રહ્મા જેવા ઐતિહાસિક અને પૌરાણિક ગામમાં કે નગરમાં શિક્ષણની દિશા અને દશા પણ બદલાય છે!

    આના વિશે હું ભવિષ્યમાં કોઈ વાર બીજી વાર લખીશ…

    પરંતુ આજે ખેડબ્રહ્માના જ્યોતિ હાઈસ્કૂલના એક મહિના પહેલા સેવા નિવૃત થયેલા એટલે કે રિટાયર્ડ થયેલા જવાન પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલને ગતરોજ હિંમતનગરમાં એક લગ્ન પ્રસંગ ના રિસેપ્શનમાં મળીને ખૂબ આનંદ આવ્યો! I like his personality and dedication for the Jyoti highschool! 😀❤💐⚘🎂 તેમનો ઉત્સાહી વ્યક્તિત્વ, પ્રભાવ અને આજ્ઞાકારીતા તેમજ સ્કૂલ માટેનું સમર્પણ અને તેમના વિશેની વાતો ઘણી સાંભળેલી હતી. તેમનું એક હુલામણું નું નામ સુરેશભાઈ દાઢી પણ છે! મોટાભાગના લોકો એમને આ નામથી જ વધારે બોલાવે છે!😀 ખરું ને?

    હું જ્યારે ખેડબ્રહ્મા જાવ ત્યારે એમને કેટલીક વાર મળતો પણ હોવ…

    હજુ મને કચ્છી પટેલ સમાજ માટે ખૂબ પ્રેમ છે અને રહેશે… પરંતુ હું કેટી high સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છું,  KT  સ્કૂલ મારી માતા સંસ્થા છે એટલે જ્યોતિ હાઈસ્કૂલ મારા માટે સગી માસી જેવી પ્રેમાળ સંસ્થા છે!😀❤💐💐⚘🎂

    બધું આવતી વખતે જણાવીશ…

    શુભેચ્છાઓ આપવા માટે જ્યોતિ હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલનો મોબાઇલ નં ( 9428186006)

    💐💐⚘
    #highschool
    #Khedbrahma
    #education

  • ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

    ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    ગીતા જયંતીના જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

    જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન

    ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઇડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીતા જયંતીના અવસરે ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં ગીતા જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગીતામાં આપવામાં આવેલા ઉપદેશોનું અનુસરણ કરી જીવન ઉન્નત બનાવીએ અન્યને પણ મદદ કરીએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વાત કરે છે કે વિકાસ કરવાનો છે, પણ સાથે વિરાસત પણ જાળવી ને વિકાસ કરવાનો છે. આ સંસ્કૃત ભાષા આપણી વિરાસત છે. આ વિરાસત જાળવવાની જવાબદારી આપણા સૌની છે.

    પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃત કોડિંગની ભાષા બની રહી છે. સંસ્કૃત એ સંસ્કૃતીની ભાષા છે. વૈદિક ભાષા છે. ભાષાઓની જનની છે. જેને સંસ્કૃત ભાષા શીખી લીધી તે તમામ ભાષા શીખી શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે પણ આપણા દેશમાં સંસ્કૃત ભાષાના વિધ્વાનો રહેલા છે. જે આપણી આ સમૃધ્ધ ભાષાને જાણે અને તેને જનજન સુધી પહોંચાડી રહ્યા છે.

    આ પ્રસંગે વક્તા શ્રી પારૂલબેન શુક્લા અને પ્રો. શ્રી અરવિંદભાઇ પટેલે ગીતા જયંતી અને સંસ્કૃત ભાષાના મહત્વ પર સુંદર વક્તવ્ય પાઠવ્યું હતું.

    આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી હિમાંશુ નિનામા, ઇડર તા.પં પ્રમુખશ્રી કાંતીભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેયુર ઉપાધ્યાય, ડાયેટ પ્રાચાર્યશ્રી મદનસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી પ્રકાશભાઇ પરમાર, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    હિંમતનગર શહેરમાં પણ ગીતા જયંતી પર સ્વાધ્યાય પરિવાર સમગ્ર ગીતાના 18 અધ્યાયનું સામુદાયિક પારાયણ સાંજે 5 થી 9 દરમિયાન તત્વ તીર્થ હોલ શારદા કુંજ સોસાયટી ખાતે કરશે. મહાવીર નગર ચાર રસ્તા પાસે જગન્નાથ ધામ ના ભક્તો ઇસ્કોન સંસ્થા પ્રકાશિત ભગવત ગીતા ગ્રંથનું વિતરણ પણ સમગ્ર દિવસ દરમિયાન કરવાના છે. આ ઉપરાંત શહેરના અન્ય મંદિરોમાં પણ ભગવદ ગીતા જયંતી ઉજવાઈ રહી છે.


     

    હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના કરાટે ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: ખેલ મહાકુંભ ૨૦૨૫

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત , રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ થી ૫૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    આ સ્પર્ધાનું ટેક્નિકલ સંચાલન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે કરાટે ડો ફેડરેશન ગુજરાત (KDF) અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝર (KIO) નું સભ્ય છે. સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની અલગ-અલગ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અલગ-અલગ વયજૂથ તથા વજનગૃપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ હવે આગામી રાજ્યકક્ષા ખેલમહાકુંભ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાનું પ્રતિધિત્વ કરશે.

    આ પ્રસંગે રમત ગમત અધિકારી સાબરકાંઠા ત્રિવેણીબેન સરવૈયા, કન્વીનર જુજારસિંહ વાઘેલા, કીર્તિસિંહ વાઘેલા , નટુભાઇ સડાત, નિકુજભાઈ પટેલ, અલ્પેશ રામાણી, તખતસિંહ રાઠોડ સહિત્ના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

  • બ્રહ્માકુમારીના નવા મકાનથી શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું

    બ્રહ્માકુમારીના નવા મકાનથી શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    બ્રહમાકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ ના ભાગરુપે તા. 23.11.2025 ના રોજ વિશ્વ માં શાંતિમય સંસારના નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં ” શાંતિ પદયાત્રા ” નુ વિશાળ આયોજન દરમ્યાન સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર- સબઝોનના ઈન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિદીદીએ જુદા જુદા 12 સેન્ટર તથા લગભગ 150 બ્રહ્માકુમારીઝ પાઠશાળાઓના આ પદયાત્રામાં બ્રહમાકુમારીઝ ના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ-બહેનો એક જ દિવસે – એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની સામેલ થયા. આ પદયાત્રા વ્યસન મુકિત તથા શાંતિદાન ના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહમાકુમારીઝ “શાંતિ સરોવર ” થી પ્રસ્થાન કરી યશસ્વી બંગલૉઝ, વિરાટનગર, દેવભૂમિ સોસાયટીઓ થઇ બલવંતપુરાકંપા વિસ્તારમાં ફરી વિશ્વ શાંતિ માટે એક કદમ ઉઠાવી પરમ પિતા શિવ પરમાત્માના દિવ્ય કર્તવ્ય ને પ્રત્યક્ષ કરવાના કાર્યમાં શહેરના અનેક નાગરિકો પણ સામેલ થયેલા.


    આ શાંતિ પદયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સાબરકાંઠા જીલ્લા વડા તથા શ્રી મિતતેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદ ના મંત્રી હિતેશભાઈ તથા નલીનભાઈ પટેલ અને બજરંગ દળના શ્રી રાજ કનોજીયા અને તેમના અન્ય જીલ્લા કક્ષાના હોદ્દેદારોએ ફલેગઓન- લીલીઝંડી આપી શુભારંભ કરાવેલ અને આ શાંતિ પદયાત્રા – વ્યસન મુકિત ની પહેલ વિશ્વમાં અચૂક સફળતા મેળવશે તેવી શુભકામનાઓ પાઠવેલ.

    🌹ઓમ શાંતિ🌹

  • કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ

    કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ

    નીરવ જોશી, ગાંધીનગર (M-9106814540)

    *મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત* 

    અઠવાડિયાથી થી જેને ખૂબ ચર્ચા થઈ રહી હતી તે કમોસમી વરસાદથી પાયમાલ બનેલા ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે છેવટે હવે અગત્યની રાહતની જાહેરાત કરી છે

    ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

    આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.

    કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

    રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

    આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.

    અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

  • સાબરકાંઠામાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ – શાંતીદાનનો કાર્યક્રમનો શુભારંભ થયો

    સાબરકાંઠામાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ – શાંતીદાનનો કાર્યક્રમનો શુભારંભ થયો

    નીરવ જોષી,  हिम्मतनगर (M-9106814540 )

    બ્રહમાકુમારીઝ હિંમતનગર સબઝોન ઈન્ચાર્જ બીકે જ્યોતિદીદી ધ્વારા સો કરોડ મીનીટસ  “બીલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોજેકટ” અંતર્ગત દીપ પ્રાગટય કરી શાંતિદાન ના ફોર્મ ભરાવવાની શરુઆત …

    જિલ્લા કલેકટર શ્રી લલીત નારાયણ સાડુ, (IAS ) તથા નિવાસી અધિક કલેકટર, મામધતદારશ્રી, તેમજ નગર પાલિકાના તથા પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ માં પદાઅધિકારીઓ/ કર્મચારીઓના ફોર્મ ભરાવી શુભારંભ કરવામાં આવ્યો.

    ત્યારબાદ  સાબરડેરી હિંમતનગર તથા આજુબાજુના ઔદ્યોગિક એકમો યશ પેકેજીંગ, યશ મેડીકેર, ફાઈવ સ્ટાર ઈન્ડસ્ટ્રીઝ, બ્રહમાકુમારીઝ હિંમતનગર ધ્વારા શાંતિદાન કાર્યક્રમ ના 100 કરોડ મિનીટ એકત્ર કરવાના ફોર્મ ભરાવવા આયોજન કરેલ.

    આ કાર્યક્રમ માં વિશેષ મહાનુભાવો ઉપરાંત બ્રહમાકુમારીઝ ના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    🌹ઓમ શાંતિ🌹


    4 નવેમ્બર, 2025 Mount Abu

    એક પ્રતિષ્ઠિત વૃદ્ધાવસ્થા અને આદરણીય જીવન એ આપણી સંસ્કૃતિ છે: કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર

    – કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે રાજસ્થાન રાજ્ય સ્તરે સંગમ – એક પ્રતિષ્ઠિત વૃદ્ધાવસ્થા અને આદરણીય જીવન અભિયાન શરૂ કર્યું.
    – સમાજ સેવા વિભાગ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ વચ્ચે ત્રણ વર્ષનો સમજૂતી કરાર થયો.
    – વૃદ્ધાશ્રમ, સામાજિક સેવા સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા જનતાને જોડીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
    – આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 1,000 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    આબુ રોડ, રાજસ્થાન. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે રવિવારે બ્રહ્માકુમારીઓના સમાજ સેવા વિભાગ દ્વારા સંચાલિત રાજસ્થાન રાજ્ય સ્તરે સંગમ – એક પ્રતિષ્ઠિત વૃદ્ધાવસ્થા અને આદરણીય જીવન અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના 5,000 થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ અભિયાનના ભાગ રૂપે, વૃદ્ધાશ્રમ, સામાજિક સેવા સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા જનતાને જોડીને સમગ્ર રાજસ્થાનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

    બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે શાંતિવન મુખ્યાલયના ડાયમંડ હોલમાં આયોજિત એક કાર્યક્રમમાં, કેન્દ્રીય મંત્રી ડૉ. કુમારે જણાવ્યું હતું કે વૃદ્ધોને વૈભવી વસ્તુઓની જરૂર નથી; તેમને તેમના પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓની હૂંફની જરૂર છે. તેમના બાળકોના હાથને સ્પર્શવાની લાગણી કોઈપણ ભૌતિક સુખ-સુવિધાઓથી માપી શકાતી નથી. સંયુક્ત પરિવારમાં રહેતા લોકો જ બાળકો અને તેમના દાદા-દાદી વચ્ચેના પ્રેમાળ, ભાવનાત્મક સંપર્કની ખરેખર કલ્પના કરી શકે છે. આજે, સંયુક્ત પરિવારો વિખેરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આપણે સામાજિક ચેતના જાગૃત કરવાની જરૂર છે. આવા અભિયાનો લોકોને ગૌરવપૂર્ણ વૃદ્ધાવસ્થા અને સન્માનજનક જીવન જીવવા માટે પ્રેરણા આપશે. બ્રહ્માકુમારી સંગઠન ફક્ત ઉપદેશ આપતું નથી, પરંતુ તે કરીને તેનું પ્રદર્શન કરે છે. અમારા વિભાગ દ્વારા બે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બ્રહ્માકુમારીઓએ ડ્રગ-મુક્ત ભારત અભિયાનને જે ગતિ અને ગતિથી આગળ ધપાવ્યું છે તે પ્રશંસનીય છે. જ્યારે સેવા, સહયોગ અને સ્નેહને જોડવામાં આવે છે, ત્યારે પરિવર્તન સ્વાભાવિક રીતે થાય છે. એક ગૌરવપૂર્ણ વૃદ્ધાવસ્થા અને સન્માનજનક જીવન આપણી સંસ્કૃતિ છે.

    સંગમ – અનુભવો અને પેઢીઓનો મેળાવડો
    ડૉ. કુમારે કહ્યું કે સંગમ એટલે પેઢીઓનો મેળાવડો. અનુભવો અને પેઢીઓનો મેળાવડો. આ અભિયાન દ્વારા, બ્રહ્માકુમારીઓએ સમાજના સૌથી સંવેદનશીલ પાસાને સ્પર્શ કર્યો નથી, પરંતુ વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા સાથે જોડવાનું પણ કામ કર્યું છે. આ પોતે જ એક ઉત્તમ ઉદાહરણ છે. અમારા વિભાગે આ અભિયાન અંગે બ્રહ્માકુમારીઓ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. બ્રહ્માકુમારીઓની મુલાકાત લેવી એ પોતે જ એક આધ્યાત્મિક અનુભવ છે. વાતાવરણ, શાંતિ અને આધ્યાત્મિક અનુભવ પ્રેરણાદાયક છે. આજે પણ આપણા ગામડાઓમાં, જ્યારે કોઈ દીકરી ઘરે આવે છે, ત્યારે આખો પડોશ તેનું સ્વાગત કરે છે. આપણો દેશ હજુ પણ મૂલ્યો અને સંસ્કૃતિના અનોખા ઉદાહરણો ધરાવે છે. આ સંગમનો વિચાર પરિવારો પર પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવનો સામનો કરવા અને બાળકો અને પરિવારના અન્ય સભ્યોને વડીલોને ગૌરવપૂર્ણ અને આદરપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવા પ્રેરણા આપવાના વિચારમાંથી ઉદ્ભવ્યો છે.

    આ કાર્યક્રમ ઓગસ્ટમાં શરૂ થયો હતો. જાલોર-સિરોહીના સાંસદ લુમ્બરમ ચૌધરીએ કહ્યું, “અમને આશા છે કે આજે શરૂ થઈ રહેલી આ ઝુંબેશ સમાજને ચોક્કસપણે લાભ આપશે. બ્રહ્માકુમારી સંસ્થા સમાજના તમામ વર્ગો માટે અસંખ્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી રહી છે.” વિભાગના કેરળ સંયોજક પ્રોફેસર સ્વામીનાથન ભાઈએ જણાવ્યું હતું કે આ અભિયાનનો રાષ્ટ્રીય પ્રારંભ ઓગસ્ટ 2025 માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનથી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં 1,000 થી વધુ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. આ એમઓયુ હેઠળ, ત્રણ વર્ષમાં સમગ્ર દેશને આવરી લેવામાં આવશે.
    તેમણે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા:
    – મહામંત્રી રાજયોગી બી.કે. કરુણા ભાઈએ જણાવ્યું કે વડીલોએ ભગવાનના સ્મરણ માટે શક્ય તેટલો સમય ફાળવવો જોઈએ, કારણ કે આનાથી સમગ્ર પરિવારને રક્ષણ મળશે અને જીવન સુખી બનશે.
    – સમાજ સેવા વિભાગના સંયુક્ત મુખ્ય પ્રશાસક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજયોગિની બી.કે. સંતોષ દીદીએ જણાવ્યું કે આપણા દાદીમાઓએ તેમના જીવનના અંત સુધી સેવા કરી. બ્રહ્મા બાબાએ તેમના જીવનના અંતિમ ક્ષણો સુધી જ્ઞાન આપ્યું. 93 વર્ષની ઉંમરે પણ બાબા સીધા બેસીને ધ્યાન કરતા હતા. જો આપણે આપણું જીવન સમાજ સેવામાં સમર્પિત કરીશું અને આપવાની ભાવના જાળવી રાખીશું, તો આપણે ક્યારેય વૃદ્ધ થઈશું નહીં.
    – ઓઆરસીના ડિરેક્ટર બી.કે. આશા દીદીએ જણાવ્યું કે વૃદ્ધાવસ્થાને ગૌરવ સાથે સ્વીકારવા માટે, દરેકને પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થના આપવી મહત્વપૂર્ણ છે.
    – જયપુર સબઝોનના પ્રભારી રાજયોગિની બી.કે. સુષ્મા દીદીએ જણાવ્યું કે બ્રહ્મા કુમારીઓના સ્થાપક બ્રહ્મા બાબાએ ભગવાનની આજ્ઞા મુજબ 60 વર્ષની ઉંમરે આ યુનિવર્સિટીનો પાયો નાખ્યો હતો. નવી શરૂઆત કરવા માટે ઉંમર મહત્વની નથી.

    કેન્દ્રીય મંત્રીએ વૃદ્ધાશ્રમ અને સૌર ઉર્જાની મુલાકાત લીધી –
    કેન્દ્રીય મંત્રી ડૉ. કુમારે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લીધી. તેમણે ત્યાંના લોકોની સ્વચ્છતા, વ્યવસ્થાપન અને હૂંફની પ્રશંસા કરી, તેને એક આદર્શ વૃદ્ધાશ્રમ ગણાવ્યો. તેમણે સૌર ઉષ્મા પાવર પ્લાન્ટની પણ મુલાકાત લીધી. તેમણે દાદી કોટેજ ખાતે અધિક મુખ્ય પ્રશાસક રાજયોગિની બી.કે. મુન્ની દીદી સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત પણ કરી.

    પણ પ્રસ્તુત –
    અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધી પૂરી પાડવામાં આવતી સેવાઓના વિડીયો અહેવાલો બતાવવામાં આવ્યા. સમાજની વર્તમાન સ્થિતિ દર્શાવતું એક મર્મસ્પર્શી શેરી નાટક રજૂ કરવામાં આવ્યું, જેણે બધાને પ્રભાવિત કર્યા. સમાજ સેવા વિભાગના રાષ્ટ્રીય સંયોજક બી.કે. અવતાર ભાઈએ સ્વાગત પ્રવચન આપ્યું. બી.કે. વિજય લક્ષ્મી દીદીએ રાજયોગ ધ્યાન દ્વારા શાંતિની ઊંડી ભાવના પ્રદાન કરી. મધુરાવાણી ગ્રુપના કલાકારોએ સ્વાગત ગીત રજૂ કર્યું. કાર્યક્રમનું સંચાલન ગુરુગ્રામ ORCના બી.કે. વિધાતારી દ્વારા કરવામાં આવ્યું. આભારવિધિ સમાજ સેવા વિભાગના મુખ્યાલય સંયોજક બી.કે. બિરેન્દ્ર ભાઈ દ્વારા કરવામાં આવી.


    ૧ નવેમ્બર, ૨૦૨૫

    ભવિષ્યમાં, બ્રહ્માકુમારીઓ વિશ્વ શાંતિ પ્રયાસો માટે એક મુખ્ય કેન્દ્ર બનશે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    મોદીએ કહ્યું, “મને આ સંસ્થા પ્રત્યે મજબૂત લગાવ છે. બ્રહ્માકુમારીઓ શબ્દો કરતાં વધુ સેવા વિશે છે.”

    – સમાજને સમર્પિત: શાંતિ શિખર એકેડેમી ફોર અ પીસફુલ વર્લ્ડ
    – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસનું ઉદ્ઘાટન કર્યું, અને વડા પ્રધાને ધ્યાન ખંડમાં ધ્યાન કર્યું
    – પોતાના સંબોધનમાં, મોદીએ આધ્યાત્મિકતા, વિશ્વ શાંતિ, પર્યાવરણીય સંરક્ષણ, સંસ્કૃતિ અને બ્રહ્માકુમારીઓ સંબંધિત પોતાના અનુભવો શેર કર્યા.

    – રાજ્યપાલ રમણ ડેકા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, સંસ્થાના અધિક મુખ્ય પ્રશાસક, રાજયોગિની જયંતિ દીદી અને અધિક મહાસચિવ, રાજયોગી ડૉ. મૃત્યુંજય ભાઈ પણ હાજર હતા.

    રાયપુર (છત્તીસગઢ). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવા રાયપુરમાં શાંતિ શિખર એકેડેમી ફોર અ પીસફુલ વર્લ્ડ રિટ્રીટ સેન્ટર, સમાજને સમર્પિત કરી, જે બ્રહ્માકુમારી સંસ્થાનો ભાગ છે. સમારોહ દરમિયાન, પીએમ મોદીએ ધ્યાન ખંડમાં થોડો સમય ધ્યાન પણ કર્યું. શાંતિ શિખરના વિશાળ સભાગૃહમાં પોતાના સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ આધ્યાત્મિકતા, વિશ્વ શાંતિ, પર્યાવરણ સંરક્ષણ, સંસ્કૃતિ અને બ્રહ્માકુમારીઓ સંબંધિત પોતાના અનુભવો શેર કર્યા. રાજ્યપાલ રમન ડેકા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, સંગઠનના અધિક મુખ્ય પ્રશાસક, રાજયોગિની જયંતિ દીદી અને અધિક મહાસચિવ, રાજયોગી ડૉ. મૃત્યુંજય ભાઈ પણ મંચ પર હાજર હતા.

    બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર
    ઓમ શાંતિ સંબોધન સાથે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “તમે ફક્ત તમારી જાતને જ નહીં પરંતુ વિશ્વ અને બ્રહ્માંડને પણ શાંતિ માટેના પ્રયાસો સાથે જોડ્યા છે. તમારું પહેલું સંબોધન ઓમ શાંતિ છે. ઓમ એટલે બ્રહ્મા અને સમગ્ર બ્રહ્માંડ. શાંતિ એટલે શાંતિ, શાંતિની ઇચ્છા. એટલા માટે બ્રહ્માકુમારીઓના વિચારો દરેકના આંતરિક અસ્તિત્વ પર એટલી અસર કરે છે. આપણી આધ્યાત્મિકતા આપણને શાંતિનો પાઠ શીખવે છે, તે આપણને દરેક પગલે શાંતિનો માર્ગ પણ બતાવે છે. વિશ્વ શાંતિનો ખ્યાલ ભારતની મૂળભૂત વિચારધારાનો એક ભાગ છે. મને હંમેશા લાગ્યું છે કે બ્રહ્માકુમારીઓ ઓછા શબ્દો અને સેવા વધુ છે. હું શાંતિ શિખરની વિભાવનામાં તેમના (દાદી જાનકીના) વિચારોને જીવંત થતા જોઉં છું.” રાજ્યનો વિકાસ રાષ્ટ્રના વિકાસ તરફ દોરી જાય છે તે સિદ્ધાંતને અનુસરીને, અમે ભારતના વિકાસના અભિયાનમાં રોકાયેલા છીએ. વિકસિત ભારત તરફની આ મહત્વપૂર્ણ યાત્રામાં બ્રહ્માકુમારીઓ જેવી સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મેં આ આધ્યાત્મિક ચળવળને વડના વૃક્ષની જેમ વધતી જોઈ છે.

    અહીં, શબ્દો ઓછા છે, સેવા વધુ છે.

    પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં, એવું કહેવામાં આવે છે, “આચાર્ય પરમોધર્મ:, આચાર્ય પરમોત્પણ, આચાર્ય પરમજ્ઞાનમ્, આચાર્ય કિમ સાધ્યતે,” એટલે કે આચરણ એ સૌથી મોટો ધર્મ છે, આચરણ એ સૌથી મોટું તપ છે, અને આચરણ એ સૌથી મોટું જ્ઞાન છે. આચરણ દ્વારા કંઈ પણ પ્રાપ્ત કરી શકાતું નથી. પરિવર્તન ત્યારે થાય છે જ્યારે તે શબ્દો અને કાર્યોમાં અનુવાદિત થાય છે, અને આ બ્રહ્માકુમારી સંગઠનની આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત છે. દરેક બહેન પહેલા કઠોર તપસ્યા અને આધ્યાત્મિક અભ્યાસ કરે છે. બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓ સમાજને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    મોદીએ બ્રહ્માકુમારી સાથે પોતાના અનુભવો શેર કર્યા.

    બ્રહ્માકુમારીઓ સાથેના પોતાના અનુભવો શેર કરતા પીએમ મોદીએ કહ્યું, “હું ભાગ્યશાળી રહ્યો છું કે છેલ્લા ઘણા દાયકાઓથી તમારા બધા સાથે જોડાયેલો રહ્યો છું. હું અહીં મહેમાન નથી, હું તમારો છું. મને આ સંગઠન સાથે જોડાયેલા રહેવાનો અહેસાસ થાય છે. ખાસ કરીને જાનકી દીદીનો સ્નેહ અને રાજયોગિની દાદી હૃદયમોહનીનીજીનું માર્ગદર્શન મારા જીવનની ખાસ યાદો છે. હું ખૂબ ભાગ્યશાળી રહ્યો છું.” 2011માં અમદાવાદમાં ફ્યુચર ઓફ પાવર કાર્યક્રમ હોય, 2012માં સંસ્થાની સ્થાપનાની 75મી વર્ષગાંઠ હોય કે 2013માં પ્રયાગરાજમાં કાર્યક્રમ હોય કે આબુ જવાનું હોય કે ગુજરાતમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવી, તે રૂટિન બની ગયું હતું. દિલ્હી આવ્યા પછી પણ, સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય, સ્વચ્છ ભારત અભિયાન હોય કે જલ જન અભિયાન હોય, હું દરેક વખતે તમારી વચ્ચે રહ્યો છું. મેં તમારા પ્રયત્નોને ખૂબ જ ગંભીરતાથી જોયા છે.

    હું વિશ્વના દરેક દેશમાં બ્રહ્માકુમારીઓને મળ્યો –
    મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી બન્યા પછી હું જ્યાં પણ ગયો છું, ત્યાં એક પણ દેશ એવો નથી જ્યાં એરપોર્ટ કે કાર્યક્રમ સ્થળ હોય જ્યાં હું બ્રહ્માકુમારીઓને ન મળ્યો હોઉં, અને તેમની શુભેચ્છાઓ મારી સાથે ન રહી હોય. આનાથી મને પોતાનું સ્થાન મળે છે અને તમારી શક્તિનો ખ્યાલ પણ આવે છે. તમે જે સપનાઓ તમારી સાથે રાખ્યા છે તે સપના નથી, તે સંકલ્પ છે. તમારા સંકલ્પો પૂરા થાય.

    આ ઉર્જા લોકોને શાંતિના પ્રયાસો સાથે જોડશે.

    પીએમ મોદીએ કહ્યું કે આજે છત્તીસગઢ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. છત્તીસગઢની સાથે ઝારખંડ અને ઉત્તરાખંડે પણ તેમની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. દેશભરના ઘણા અન્ય રાજ્યો તેમના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. હું આ બધા રાજ્યોના રહેવાસીઓને તેમના સ્થાપના દિવસ પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આજનો દિવસ ખૂબ જ ખાસ છે. મને વિશ્વાસ છે કે શાંતિ શિખર જેવી સંસ્થાઓ ભારતના પ્રયાસોને ઉર્જા આપશે. આ સંસ્થામાંથી નીકળતી ઉર્જા દેશ અને દુનિયાના લાખો લોકોને વિશ્વ શાંતિના આ વિચાર સાથે જોડશે.

    પીએમ મોદીએ આધ્યાત્મિકતા પર વાત કરી – આધ્યાત્મિકતા શાંતિનો માર્ગ બતાવે છે.

    પીએમ મોદીએ કહ્યું કે આત્મનિયંત્રણ, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન અને આત્મશાંતિ તરફ દોરી જતા આત્મસાક્ષાત્કારના માર્ગને અનુસરીને, શાંતિ શિખર એકેડેમીના સાધકો વૈશ્વિક શાંતિના સાધન બનશે. વ્યવહારુ નીતિઓ અને પ્રયાસો વૈશ્વિક શાંતિના મિશનમાં સમાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે, ભારત આ દિશામાં સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાની ભૂમિકા નિભાવવા માટે પ્રયત્નશીલ છે. જ્યારે પણ વિશ્વમાં ક્યાંય પણ કટોકટી કે આપત્તિ આવે છે, ત્યારે ભારત, એક વિશ્વસનીય ભાગીદાર તરીકે, મદદ માટે આગળ વધે છે, તાત્કાલિક પહોંચે છે. ભારત પ્રથમ પ્રતિભાવ આપનાર છે. દરેક ધાર્મિક વિધિ વિશ્વ કલ્યાણ અને જીવોમાં સુમેળના ઉદાર દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવે છે. શ્રદ્ધા સાથે વૈશ્વિક કલ્યાણની ભાવનાનો કુદરતી સંગમ આપણી સભ્યતા અને સંસ્કૃતિનો સહજ સ્વભાવ છે. આ ભારતની આધ્યાત્મિક ચેતનાનું પ્રગટ અભિવ્યક્તિ છે. કારણ કે આપણે એવા છીએ જે દરેક જીવમાં શિવને જુએ છે. આપણે દરેક વસ્તુને આવરી લેવા માટે પોતાને વિસ્તૃત કરવાનું ચાલુ રાખીએ છીએ.

    આપણે પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવાનું શીખવું જોઈએ –
    પર્યાવરણ સંરક્ષણ માટે હાકલ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે પર્યાવરણીય પડકારો વચ્ચે, ભારત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ સંરક્ષણ માટે અગ્રણી અવાજ છે. કુદરતે આપણને જે આપ્યું છે તેનું જતન કરવું અને તેને વધારવું જરૂરી છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે કુદરત સાથે સુમેળમાં જીવવાનું શીખીશું. આપણા શાસ્ત્રો અને પ્રજાપિતાએ આપણને આ શીખવ્યું છે: આપણે નદીઓને માતા માનીએ છીએ, પાણીમાં દેવતાઓ જોઈએ છીએ અને છોડમાં દિવ્યતા જોઈએ છીએ. પ્રકૃતિ અને તેના સંસાધનોનો આ ભાવના સાથે ઉપયોગ કરીને, ફક્ત પ્રકૃતિ પાસેથી લેવાનું જ નહીં પણ પાછું આપવાનું પણ, આજે જીવનશૈલી વિશ્વને સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપે છે. ભારત ભવિષ્ય પ્રત્યેની આ જવાબદારીઓને માત્ર સમજી રહ્યું નથી પણ તેને પૂર્ણ પણ કરી રહ્યું છે. એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ જેવી ભારતની પહેલો અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનું ભારતનું વિઝન આજે વિશ્વ સાથે જોડાઈ રહ્યું છે.

    અધિક મુખ્ય પ્રશાસક રાજયોગિની જયંતિ દીદીએ કહ્યું, “બ્રહ્માકુમારી પરિવાર વતી, પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય આપે જેથી ભારતને વિશ્વ નેતા બનાવવાના તમારા સંકલ્પને સકારાત્મક ઉર્જા મળતી રહે અને દેશ તમારા નેતૃત્વમાં પ્રગતિ કરતો રહે.”

    મુખ્ય બાબતો-
    – અધિક મહાસચિવ ડૉ. બી.કે. મૃત્યુંજય ભાઈએ પ્રધાનમંત્રીનું છત્તીસગઢી ટોપી અને માળા અર્પણ કરીને સ્વાગત કર્યું.
    – અધિક મુખ્ય પ્રશાસક રાજયોગિની જયંતિ દીદીએ તેમને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા.

    – કેમ્પસમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસક રાજયોગિની દાદી જાનકી અને પ્રધાનમંત્રી મોદીને દર્શાવતી આકર્ષક રંગોળીઓ પણ દર્શાવવામાં આવી હતી.
    – સમગ્ર કેમ્પસ આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યો હતો.

     

  • परिवर्तन ही विकास है- અબ્દુલ કલામના જન્મદિવસ પર વિશેષ

    परिवर्तन ही विकास है- અબ્દુલ કલામના જન્મદિવસ પર વિશેષ

    નરેશ દવે , અમદાવાદ (વરિષ્ઠ પત્રકાર – સંપાદક ) M – 9099376951)

    આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો જન્મ દિવસ છે…! ત્યારે એમના ઘણા પ્રેમીઓ તેમને ખૂબ જ ભાવપૂર્ણ યાદગીરીઓ, તેમજ તેમના કાર્યોને સ્મરણ કરી રહ્યા છે.. ત્યારે પ્રસ્તુત છે – એક એવા સન્માનિત પત્રકાર જગતના આદરણીય સંપાદક સાહેબ નરેશભાઈ દવેના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથેના ખુદના સંસ્મરણો!

    परिवर्तन ही विकास है, ये शब्द हैं भारत के महान शख्सियत अब्दुल कलाम के, जिनका आज, 15 अक्टूबर को जन्मदिन है। चेंज इज़ द डेवलपमेंट, उनके इन शब्दों ने मेरे करियर को एक नई दिशा दी।

    जब मैं जनसत्ता में पत्रकार के तौर पर काम कर रहा था, तब मेरे सामने एक अवसर आया। मुझे इलेक्ट्रॉनिक मीडिया में शामिल होने का निमंत्रण मिला, लेकिन मैं सालों तक प्रिंट में काम करने के बाद इलेक्ट्रॉनिक मीडिया में जाने से हिचकिचा रहा था। मैं लंबे समय तक दुविधा में था। क्या करूँ? क्या प्रिंट मीडिया से इलेक्ट्रॉनिक मीडिया में जाऊँ? ऐसे सवाल मेरे मन में चल रहे थे और उसी दौरान, तत्कालीन इसरो के चेयरमैन एपीजे अब्दुल कलाम, आणंद स्थित इरमा, इंस्टीट्यूट ऑफ रुरल मैनेजमेंट के कॉन्वोकेशन
    में आ रहे थे और सौभाग्य से मुझे इसे कवर करने के लिए अहमदाबाद से आणंद जाना पड़ा। उस समय, जब अब्दुल कलाम छात्रों से बात कर रहे थे, मैं भी रिपोर्टिंग के लिए वहाँ मौजूद था।

    एक छात्र ने पूछा व्हाट इज़ द डेवलपमेंट? और कलाम साहब ने कहा चेंज इज़ द डेवलपमेंट। छात्रों के साथ बात करने बाद मुझे उनका इंटरव्यू करने का मौका मिला। इंटरव्यू में भी उन्होंने यही दोहराया। इंटरव्यू पूरा करने बाद, अहमदाबाद आने तक मेरे दिमाग में इस बात ने गहरा असर डाला, चेंज इज़ द डेवलपमेंट। दूसरे दिन मैंने इलेक्ट्रॉनिक मीडिया में जाने का फ़ैसला ले लिया और उसके बाद में Etv गुजराती से जुड़ गया। इस एक वाक्य ने मेरी ज़िन्दगी बदल दी।

    “परिवर्तन ही विकास है”, यह बात मेरे जीवन में निरंतर मेरे साथ रही है। उसके सालों बाद मैं इलेक्ट्रॉनिक मीडिया से डिजिटल मीडिया में आया और फिर शिक्षा के क्षेत्र में भी काम किया, इस तरह निरंतर परिवर्तन ही मेरे विकास का मंत्र बन गया।

    आज भी मैं एक नए क्षेत्र में काम करने की तैयारी कर रहा हूँ। कलाम साहब को उनके जन्मदिन पर शत शत नमन।