ટૅગ yatra

  • વિકસિત ભારત સંકલ્પ રથનું જામળા ખાતે સ્વાગત, MLA વી ડી ઝાલાએ રામદેવપીર પાટોત્સવમાં હાજરી આપી

    વિકસિત ભારત સંકલ્પ રથનું જામળા ખાતે સ્વાગત, MLA વી ડી ઝાલાએ રામદેવપીર પાટોત્સવમાં હાજરી આપી

    નીરવ જોશી , હિંમતનગર(M-7838880134)

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેળ સ્વાગત કરવામાં આવ્યું

    કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્રો નું વિતરણ કરવામાં આવ્યું, આ પ્રસંગે માન.ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ, તાલુકા કરોબારી અધ્યક્ષશ્રી દિલીપસિંહ મકવાણા, સંગઠન મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ પઢીયાર, માર્કેટયાર્ડ ના ચેરમેનશ્રી જેઠાભાઇ પટેલ, તાલુકા સદસ્યશ્રી મધુબેન, તાલુકા સદસ્યશ્રી જીતેન્દ્રસિંહ ઝાલા, ટી.ડી.ઓશ્રી, મૂળસિંહ ઝાલા, નવલસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ, કાંતિજી તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સંગઠનાના હોદેદારશ્રીઓ, સરપંચશ્રી, તમેજ ખુબ મોટી સાંખ્યામાં લાભાર્થીઓ તમેજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
    માનનીય પ્રધાનમંત્રીશ્રી નાં “આત્મનિર્ભર” ભારતનાં સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું.

     


    આજ રોજ હિંમતનગર તાલુકાના નિકોડા ખાતે બીજ ના શુભ દિવસે શ્રી રામદેવપીર મહારાજના પાટોત્સવમાં હિંમતનગર વિધાનસભાના માન.ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબે તેમજ પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાહેબે હાજરી આપી દર્શન કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે ખુબ મોટી સંખ્યમાં ગ્રામજનો અને ભક્તજનો હાજર રહ્યા

  • વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ 22 નવેમ્બરે સાબરકાંઠામાં થશે

    વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ 22 નવેમ્બરે સાબરકાંઠામાં થશે

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    વિકસિત ભારત સંકલ્પ યાત્રા

      સાબરકાંઠામાં આગામી તા.૨૨ મી નવેમ્બરથી ૨૫ મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” 

    સાબરકાંઠાના ૫૧૮ ગ્રામ પંચાયતોમાં ચાર આધુનિક રથ ભ્રમણ કરશે

         સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

           આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે ચર્ચા કરાઇ હતી.જેમાં કેન્દ્ર સરકારશ્રી ની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનો હેતુ સાથે સમગ્ર દેશમાં  તા.૧૫મી નવેમ્બરથી ૨૬મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તા. 22 નવેમ્બર 2023 થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવશે.જિલ્લાની 518 ગ્રામ પંચાયતો ખાતે ચાર આધુનિક રથ ભ્રમણ કરશે અને સરકારની વિવિધ યોજનાઓનો જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

     

      વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.

     

           વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન નો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે આ યાત્રા યોજાશે.

     

          જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવામાં આવશે.

     

          વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ થી વધુ યોજનાઓને આવરી લેવામાં આવી છે.

          આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ  નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગંત ભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર તેમજ અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

     

     


    વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ 15 નવેમ્બર ના રોજ અંબાજી ખાતે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતની હાજરીમાં વડાપ્રધાન મોદીની પ્રેરણાથી અને  ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.

    રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

    *આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુનઃસ્થાપિત કરવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત*

    *આદિવાસી સમુદાય હવે વિકસિત ભારતના નિર્માણમાં પણ અગ્રેસર બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ સેવી છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
    **************
    *રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે*
    **************
    *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો*

    વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે.

    આ સાથે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

    આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે એમ જણાવી તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબો, શોષિતો, પીડિતો, દલિતો સહિત સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે કામ કરે છે.

    દેશમાં પ્રથમવાર ભારતના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઓનું ગૌરવ વધાર્યુ છે એવી જ રીતે સમગ્ર વિશ્વમાં ભારતના ગૌરવને વધારવાનું કામ આદરણીય વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. તેમણે આદિવાસી લોકોની સરળતા, સજ્જનતામાંથી પ્રેરણા લેવાની વાત કરતાં કહ્યું કે વિશ્વમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે પ્રકૃતિમય જીવન જીવતા આદિવાસીઓના જીવનમાંથી પ્રેરણા મેળવી સુખ-શાંતિ મેળવી શકાય છે.

    રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આદિવાસી ભાઈઓએ આઝાદીના સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો જ નરસંહાર ગુજરાતના સાબરકાંઠાના પાલ-દઢવાવ-ચિતરીયાના આદિજાતિ વિસ્તારમાં થયો હતો જેમાં 1200 જેટલાં આદિવાસી ભાઈ-બહેનો શહીદ થયા હતા. એને ઉજાગર કરી તેમના યોગદાનને બિરદાવવાનું કામ તત્કાલિન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કર્યુ હતું.

    રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ઉડાન ભરી રહ્યો છે. જેના લીધે આદિવાસી ભાઈઓનો પણ વિકાસ થયો છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારની તમામ યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં સરસ રસ્તાઓનું નિર્માણ થયું છે. હવે લડાકુ વિમાનો ભારતમાં બની રહ્યા છે અને તેની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે ત્યારે આજે દેશમાં આર્થિક વિકાસની ક્રાંતિ આવી છે.

    રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિદેશોમાં ભારતનું માન-સન્માન વધ્યું છે અને ભારતના લોકોને દુનિયા ખુબ માન આપે છે. આજે દેશમાં શિક્ષણ, કૃષિ, ઉધોગ અને પ્રાચીન વિરાસત સહિત ચોતરફ વિકાસ થઇ રહ્યો છે. આખી દુનિયામાં શાંતિ સ્થાપવાનું કામ માત્ર ભારત જ કરી શકે એમ છે જણાવી તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને દિવાળીના પ્રકાશ પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવા વર્ષનો પહેલો જાહેર કાર્યક્રમ મા અંબાજીના ધામ અને આદિજાતિ વિસ્તાર દાંતા, બનાસકાંઠાથી કરી રહ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉમરગામ, વલસાડથી ઝારખંડ અને છેક નોર્થ-ઇસ્ટ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ તેમજ જનજાતિય વિસ્તારના વિકાસ માટે દેશને આગવી દિશા આપી છે.

    ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવીને આદિવાસીઓના સર્વાંગી વિકાસનો પાયો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાંખ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોની રહેણીકહેણી, પ્રથાઓ અને પ્રકૃતિ સાથેના અનુકૂલનને અતૂટ રાખીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે એમ જણાવ્યું હતું.

    આદિવાસી વિસ્તારના ગ્રીન ગ્રોથ, હોલિસ્ટિક ડેવલોપમેન્ટ કરી આદિવાસી સમુદાયનો ઇતિહાસ, અસ્મિતા અને વિરાસતો વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું અને સૌ તેનું ગૌરવગાન કરે તેવા આયામો વડાપ્રધાનશ્રીએ કર્યા છે. તો ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી વડાપ્રધાનશ્રીએ સમગ્ર આદિજાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું છે.

    આદિવાસી સમુદાયના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે સતત કાર્યશીલ એવા વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપણને આપ્યો છે જેને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ સૌને આહવાન કર્યું હતું. તેમજ આઝાદી જંગમાં જે રીતે આદિવાસીઓ યોગદાન આપવા આગળ આવ્યા તેમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આગળ આવવા અનુરોધ કર્યો હતો. તેમજ આદિવાસી સમાજના સાથ, વિશ્વાસ અને સહિયારા પ્રયાસથી જ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઇ શકશે એવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

    સ્વરાજની લડાઈ બાદ હવે આ સુરાજ્ય માટે યોગદાન આપવાનો અમૃતકાળ – કર્તવ્યકાળ ચાલી રહ્યો છે. આદિવાસી સમુદાય હવે વિકસિત ભારતના નિર્માણમાં પણ અગ્રેસર બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ સેવી છે ત્યારે આદિવાસીઓના કલ્યાણ અને વિકાસ વિના વિકસિત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ ન થઈ શકે એમ મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું.

    આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું.

    આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, લોકસભા સાંસદશ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, સંગઠનના પ્રભારીશ્રી જયંતિભાઈ કવાડીયા અને પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઈ વાઘેલા, ભારત સરકારના સચિવશ્રી વર્ષા જોષી, અગ્ર સચિવશ્રી મોના ખંધાર અને શ્રી એસ.મુરલીક્રિષ્ના, ભારત સરકાર નાણાં વિભાગના નિયામકશ્રી ડો. રોઝમેરી અબ્રાહમ, કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારી- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  • સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

    સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

    • સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત
      પોલાજપુર – આરસોડિયા – જાદર માં ભવ્ય સ્વાગત – સભા યોજાઈ
      રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા

    પ્રતિનિધિ ,હિંમતનગર

    રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ મંત્રીમંડળ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ થકી અહીં તમારા બધાનો આશીર્વાદ લેવા આવ્યો છું રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ આજ રોજ પ્રાંતિજ તાલુકાના ઘડકન સુખડ ગામે થી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી પ્રાંતિજ શહેર માં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જ્યારે યાત્રા હિંમતનગરમાં પ્રવેશતા મોતીપુરા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હિંમતનગર શહેરના ભાજપના કાર્યકરો દ્વારા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હિંમતનગર તાલુકાના પોલાજપુર ગામે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

    આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલા જણાવેલ કે, કોઈપણ જવાબદારીઓ એ ભાજપના કાર્યકર્તા માટે વિશેષ મહત્ત્વ રહ્યું છે ભાજપના કાર્યકર્તાને જે જવાબદારી આપવામાં આવે તે ન્યાયપૂર્વક અને નિષ્ઠાપૂર્વક નિભાવે છે ભાજપની સરકારમાં આજે રાષ્ટ્રમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી,  આપણા દેશના લોકલાડીલા ગૃહમંત્રી અમિત ભાઈ શાહ, જે.પી.નડ્ડા જી સહિત આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જી એ મારામાં જે વિશ્વાસ મૂકી મને પ્રધાનમંડળમાં લીધો જેથી હું તમારા બધાનો અહીં આશીર્વાદ લેવા આવ્યો છું આમ તો આ વિસ્તાર 27 વર્ષથી ભાજપના નેતૃત્વમાં કામ કરી રહ્યો છે તે ગર્વની બાબત છે. અહીં પરબડા શીટ ના આપણા ઉમેદવાર ને તમે જંગી બહુમતથી જીતાડી તમારા વિસ્તારમાં વિકાસના કામોને વધુ વિસ્તારો તેવી હું આપ સૌને અપીલ કરું છું.

     

    મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા એ વધુમાં જણાવેલ કે, જેમ બુથ સ્તરથી આપણા દેશના ગૃહ મંત્રી તરીકે અમિતભાઈ શાહ કામ કરે છે તેમ આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર સામાન્ય પરિવારમાંથી આવતા ઓબીસી સમાજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અનેક જનકલ્યાણ દ્વારા છેવાડાના માણસોની ચિંતા કરી અનેક યોજનાઓ લાવ્યા છે તેમ અમે પણ નવા પ્રધાનમંડળમાં યુવાન અને શિક્ષિત કાર્યકર્તાઓને મંત્રીમંડળમાં સમાવેશ કર્યા છે તે ઐતિહાસિક નિર્ણય ભાજપમાં થઈ શકે મારું સન્માન અને સ્વાગત કર્યું તે તેમે મને આશીર્વાદ આપ્યા હું પણ તેમને વિનંતી કરું છું આ વિસ્તારમાં તમામ મતદારો આપણા ઉમેદવારને જીતાડો તમારો ભાજપ પ્રત્યેનો પ્રેમ-લાગણીને ભાજપના કાર્યકર્તાનું સન્માન છે આપના આશીર્વાદ એ જ ભાજપની તાકાત છે આપના આશીર્વાદ એ મોદી સાહેબને છે તેથી મોદી સાહેબ પણ કહે છે મારી તાકાત એ હિન્દુસ્તાનની પ્રજા છે અહીંનો ઉમેદવાર જીતશે તેથી ગુજરાતના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે તમે મહોર મારી કહેવાય મારું સન્માન એ જ ભાજપના કાર્યકર્તા નું સન્માન છે.

    આ પ્રસંગે પોલાજપુર સહિત આજુબાજુના ગામોના અનેક આગેવાનો એ મંત્રીશ્રીનું સ્વાગત સન્માન કર્યું હતું. કેટલાક યુવાનો પણ ભાજપમાં જોડાતાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.

     

    આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ પણ પ્રાસંગિક પ્રવચન કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપી હતી તેમજ હિંમતનગર તાલુકામાં, પ્રાંતિજ તાલુકામાં, ઇડર તાલુકાના થયેલા વિકાસના કામોની માહિતી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તથા કામોની માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્ય કુવરબા પરમાર, સંગઠન પ્રભારી ભરતભાઇ આર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર સહિત શહેર તાલુકાના સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા.