ટૅગ villages

  • હડીયોલ ગામનાના ઘર આંગણે ૧૩ હજાર HUDA વિરોધીઓનો જમણવાર આયોજિત

    હડીયોલ ગામનાના ઘર આંગણે ૧૩ હજાર HUDA વિરોધીઓનો જમણવાર આયોજિત


    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    છેલ્લા એક મહિના પહેલા ગુજરાત સરકાર વડે હિંમતનગરના શહેરી વિકાસ માટે લાવવામાં આવેલા હુડા ડ્રાફ્ટ વિરોધમાં હિંમતનગર શહેરની આજુબાજુના આશરે 11 ગામોમાં વિરોધનો વંટોળ ચડ્યો હતો , તેના પરિણામે ગુજરાત સરકારને HUDAને રદ કરવું પડ્યો. પરિણામે હાલમાં 11 ગામના અગ્રણીઓ તેમજ ખેડૂતો અને સમર્થકો એકબીજાને અભિનંદન આપી રહ્યા છે….

    હડિયોલ ગામના પટેલ અગ્રણી આગેવાનોએ આ 11 ગામના પ્રજાના અભિનંદન માટે એક વિશાળ જમણવાર શનિવાર એટલે કે 17 મી જાન્યુઆરીના રોજ હડીઓલ ગામના એક વિશાળ મેદાનમાં આયોજિત કર્યો છે! જેમાં આશરે 13000 જેટલા લોકો આવવાનો અંદાજ છે!

    બપોરે ત્રણ વાગે શરૂ થનારા ભોજન કાર્યક્રમમાં HUDA વિરોધી લોકોની એકતાની મિસાલ જોવા મળશે …તેમ જ હડિયોલ ગામના પટેલ અગ્રણીઓ તેમજ અન્ય કોમના જાગૃત નાગરિકોનો તેમની સાથે જોડાનારા દરેક ગામના જાગૃત નાગરિકો સાથે અનેક મુદ્દાઓ અંગે વિચારવાનું આદાન-પ્રદાન થશે. આ કાર્યક્રમમાં સવગઢ નાગરિકો પણ જોડાવાના છે.

  • આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

    આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાશે

    નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

    આજે ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરાશે

    સાબરકાંઠા જિલ્લામાં  રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે  વિશ્વ આદિવાસી  દિવસની ઉજવણી કરવામાં આવશે.

     આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંધ દ્રારા દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.

    આજે તા.૯ ઓગસ્ટ ૨૦૨૩ બુધવાર સવારે ૧0:00 કલાકે આર્ડેકતા કોલેજ, નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

    વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે.

     આ કાર્યક્રમમાં જિલ્લા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા,સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા,પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,  ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે. 

  • જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

    જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    આજે ગુજરાત ભરમાં રોજગારી અંગે મહિલાઓ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારીએ માઝા મૂકી છે એ વાત તો જોવાઈ રહી છે પરંતુ સાથે સાથે ઘરની ગૃહિણી રોજગાર મેળવતી થાય તે માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષમાં અમલમાં મૂક્યા છે!

    આ ઉપરાંત મહિલાઓને સશક્તિકરણના માધ્યમથી વધારે સારો સમાજનું નિર્માણ થાય… ઘર બેઠા ગૃહિણી રોજગારી મેળવતી થાય તે માટે અનેકવિધ સખી મંડળો દરેક જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ગત શનિવારના રોજ પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાન મેળાનું ઉદ્ઘાટન જામનગર ગ્રામ્યના સાંસદ અને ગુજરાત સરકારમાં કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

    જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

    ”રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે.” : કેબિનેટ મંત્રીશ્રી

    ગૃહ વપરાશ અને હાથ બનાવટની સુંદર સુશોભનની ચીજવસ્તુઓએ નગરજનોમાં અનોખું આકર્ષણ બનાવ્યું


    જામનગર તા. 24 જૂન,* રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને જી.એલ.પી.સી. ના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ સ્વ- સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ- વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું છે. આગામી તા. 01 જુલાઈ સુધી જામનગરની જનતા જે.એમ.સી. ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળાની મુલાકાત લઈ શકશે.

    આ પ્રસંગે, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેળામાં રાજ્યના તમામ જિલ્લામાંથી મહિલા મંડળ અને સખી મંડળના સદસ્યોએ ભાગ લીધો છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે. આ પ્રકારના મેળાના આયોજનથી મહિલાઓને વૈશ્વિક સ્તર પર જવાની તક મળી છે. ગૃહ વપરાશની સુંદર વસ્તુઓથી લઈને સુશોભનની ચીજવસ્તુઓનું પ્રદર્શન- સહ વેચાણ, નગરજનોને જાણકારી મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને- તે માટે આ પ્રકારના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે. આ પ્રકારના આયોજનથી ‘લોકલ ટુ ગ્લોબલ’ મુવમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે.

    ગ્રામીણ વિસ્તારની બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત દીન દયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ, રૂરલ સેલ્ફ એમ્પયોલમેન્ટ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ- રોજગાર પૂરું પાડવા માટે સખી મંડળો, સ્વ- સહાય જૂથો અને મહિલા મંડળો દ્વારા અનેક મહિલાઓએ સ્વરોજગારી પ્રાપ્ત કરી છે.

     

    ઉલ્લેખનીય છે કે, ઉક્ત પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યના તમામ 33 જિલ્લામાંથી સ્વ- સહાય જૂથ અને સખી મંડળો ચલાવતી બહેનો દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા 75 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલ્સમાં કટલેરી આઈટેમ્સ, બામ્બુ પ્રોડક્ટ્સ, ચકલીના સ્ટેચ્યુ, તાવડી, સુશોભિત માટલા, મીઠાઈ, બેકરી આઈટેમ્સ, ઢીંગલી, ઉનના પર્સ, દોરાથી વણેલી ખાટલી, પાપડ, કેન્ડલ હોલ્ડર્સ, મસાલા, આયુર્વેદિક દવાઓ, શાલ, ઓઢણી, મોતીના તોરણ, આભલા ભરત ભરેલા ચાકડા, બાંધણીના દુપ્પટ્ટા, ક્રિસ્ટલવાળા પ્લાન્ટ્સ, ફેક ફ્લાવર પ્લાન્ટ્સ, લાકડાની ઢીંગલી, લાકડાના કોતરણીવાળા બોક્સ, કી- ચેઇન, એન્ટી રેડિયેશન ચિપ, મોબાઈલ કવર, મચ્છરની અગરબત્તી, કપૂર અને લૅન્ટર્ન આવી અનેકવિધ પ્રકારની ગૃહ સુશોભન અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ઉક્ત ઉદ્ઘાટન સમારોહમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એન. એફ. ચૌધરી, શ્રી નવીનકુમાર સિંહ, શ્રી વી. બી. ગોસ્વામી તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના સદસ્યો ઉપસ્થિત રહયા હતા.

     

  • કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

    કાશીન્દ્રા ગામના અગાઉ સરપંચ અંબાલાલ રાઠોડએ ઉજવ્યો અનોખો જન્મદિવસ

    નિરવ જોશી,  Ahmedabad (M-7838880134)

    તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના કાશીન્દ્રા ગામના અગાઉના સરપંચ અંબાલાલ રાઠોડ ના 22મી મેના જન્મોત્સવ નિમિત્તે અબોલ જાનવરોને લાપસી ખવડાવવામાં આવી હતી. ગૌ પ્રેમી અને અબોલ જાનવરોના પ્રેમી અંબાલાલભાઈએ ચોખા ઘી ની લાપસી ગામના કૂતરાઓને પણ ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાંચ વર્ષ પહેલા આ અંબાલાલભાઈ રાઠોડ જ્યારે સરપંચ હતા ત્યારે તેમણે ગૌચરની ઘણી બધી જમીન દબાણ મુક્ત કરી હતી અને તેમનું આ કાર્ય ખૂબ વખણાયું હતું અને સમાચાર માધ્યમોમાં સ્થાન પામ્યું હતું. દલિત સમાજના અંબાલાલભાઈએ કાસીન્દ્રા ગામના વિકાસમાં મહત્વના કાર્યો કર્યા હતા. તેમના સમય દરમિયાન તેમણે ગામના વિકાસ માટે તેમજ અમદાવાદ થી અત્યંત પ્રદૂષિત થઈને અમદાવાદના જિલ્લાઓમાં ગામડાઓના કિનારે પહોંચતી સાબરમતી નદીના પ્રદુષણ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં રહીને તેમને સમાજના સમરસ વિકાસ માટે ખૂબ ઉલ્લેખનીય અને મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા. જેની ગામના લોકો આજે પણ યાદ કરે છે!

    અંબાલાલ રાઠોડ કોંગ્રેસ પક્ષ સાથે પણ જોડાયેલા છે. તેઓ દસકોઈ તાલુકા કોંગ્રેસ કમિટીના એસ સી એસટી સેલના પ્રમુખ છે. સેવાભાવી અંબાલાલ રાઠોડનું – આ જીવનનું 75 મુ વર્ષ શરૂ થયું છે એટલે કે એમને વાનપ્રસ્થાશ્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હવે જીવનના છેલ્લા આશ્રમમાં એટલે કે સન્યાસ આશ્રમમાં પ્રવેશ કર્યો છે. એકદમ ભગવાન ની સેવામાં અને નિષ્કપટ જીવન જીવી રહ્યા છે.

     

    વર્તમાનમાં તેઓ નિવૃત્તિ નું જીવન જીવી રહ્યા છે અને કાશીન્દ્રા તેમજ આજુબાજુના ગામના લોકોનો સાર સંભાળ રાખી રહ્યા છે અને તેમના સમાજના તેમજ અન્ય સમાજના લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. પહેલા જેવા ઉત્સાહથી સેવાકીય કાર્યો કરી રહ્યા છે. તેઓને કુલ ત્રણ દીકરા ને એક દીકરી છે.વડીલ અંબાલાલભાઈ રાઠોડ કાશીન્દ્રામાં રોહિતદાસ હાઉસિંગ સોસાયટીમાં સહ પરિવાર રહે છે.તેમનો ટેલીફોન નંબર 98254 84 109 છે.

     

  • આજે હિંમતનગરમાં શામળીયા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 ની ફાઇનલ

    આજે હિંમતનગરમાં શામળીયા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 ની ફાઇનલ

    નીરવ જોશી, હિમતનગર (M-7838880134 &9106814540)

    શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું શુભારંભ 20 માર્ચના રોજ થયો હતો, જે આજે 21 મેના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને આજે ફાઇનલ મેચ ઇલેવન સ્ટાર વિરપુર અને બ્લેક ટાઈગર વચ્ચે રમાનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી ક્રિકેટ પ્રેમીઓ ઉનાળાની રાહ જોતા હોય છે. જ્યારે વેકેશનનો સમય ક્રિકેટ રમવા માટે ખૂબ અનુકૂળ હોય છે.આવા સમયે નવા ગામ રોડ પર આવેલું  ગોરવાડા સરપંચ ના નિવાસસ્થાન પાસે આવેલું સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન વડે ત્યાં આવેલું સ્પોર્ટ્સનું ખાસ કરીને ક્રિકેટનું મેદાન મેચ યોજવા માટે ખૂબ આદર્શ સ્થળ બની રહ્યું છે.

    ધી સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ ઉપર શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 એ છેલ્લા બે મહિના જેટલા સમયગાળામાં અનેક ક્રિકેટ પ્રેમીઓને સમગ્ર જિલ્લામાંથી આકર્ષાયા હતા અને રોજના આશરે 300 થી 500 જેટલી સંખ્યા યુવાનોની ક્રિકેટ મેચ જોવા આ મેદાન પર આવતી હતી.

    આજે જોવાનું રહેશે કે છેલ્લા 60 જેટલા દિવસથી ચાલનારી  આ રસપ્રદ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ કોણ જીતશે?? સાથે સાથે આ ફાઇનલમાં જીતનારા વિજેતાઓને ટ્રોફીની સાથે 61000 રોકડ ઇનામ પણ મળવાનું છે. જ્યારે ઉપવિજેતાને રૂપિયા ૨૧ હજાર અને ટ્રોફી  એનાયત કરવાના છે.

    ક્રિકેટનું ટુર્નામેન્ટ આયોજન કરનારને હાર્દિક શુભેચ્છાઓ અને બધાએ શામળીયા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળ બનાવવા માટે ખુબ સરસ મહેનત કરી છે. તે આ પત્રકારને પણ નજરમાં જોવામાં આવ્યું હતું

    આ મેચ રાતના 09:00 વાગ્યા પછી શરૂ થનાર છે.

    આવતીકાલે દરજી પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંભ નું લાઈવ પ્રસારણ પણ youtube પર કરવામાં આવ્યું છે. બીજા પણ કેટલાક ટુર્નામેન્ટ લાઈવ અહીંથી youtube પર દેખાડવામાં આવે છે.

  • વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

    વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

    નીરવ જોષી, હિંમતનગર

    સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત વાગ્યે માં મહાકાળી ની નગરયાત્રા નીકળવાની છે હજી સુધી હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે . સગર સમાજના આધ્ય કુળદેવી માં મહાકાળી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અહીંયા બિરાજ્યા છે જેને સમાજ આરાધ્ય દેવી તરીકે પૂજે છે.

     

    ૧૮મી થી ૨૨ મેએ સુધી આ રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધુમપુર્વક ઉજવાઇ રહ્યો છે જેનો લાભ પાંચ ગામ સગર સમાજ ના લોકો તેમજ ગુજરાતમાં તેમના સગા પણ લઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ બીજા દિવસે કાજલ મહેરીયા લોક કલાકાર લોકોને ગરબા મહોત્સવ કરાવ્યો હતો.

    શુક્રવારના રોજ આ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો વિધિ પૂર્ણ સવારે શરૂઆત તેમજ સાંજે કલાકાર જયદીપ ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારના સવારે સાત વાગે મહાકાળી માની નગરયાત્રા પણ ખૂબ મોટા પાયે ધામધૂમથી નીકળવાની છે.

    ઉલ્લેખનીય છે કે વડાલી નગરની આસપાસ આવતા ચાર ગામો જેમાં સગર સમાજ બહુ મોટી સંખ્યામાં રહે છે. આ સમાજના ખેડૂતો તેમજ વેપારીઓ શાકભાજીનો વ્યવસાય સાથે સંકળાયેલ છે, તેમની મહાકાળી માતા માં શ્રદ્ધા અને આસ્થા અનન્ય અને અતૂટ છે. અહીં ખેડબ્રહ્મા વડાલી હાઇવે ઉપર મહાકાળી માનુ મંદિર નું નિર્માણ થયે કુલ ૨૫ વર્ષ થયા છે. આ મંદિર વર્ષો થી ખેડબ્રહ્મા જનારા માતાજીના સંઘો તેમજ અંબાજી જતા પગપાળા સંઘના મા અંબાના ભક્તોને પણ ખૂબ જ સેવા પૂરી પાડે છે.

    આ મંદિરના સંકુલમાં સગર સમાજ ના આદિ પુરુષ મહર્ષિ ભગીરથ નું મંદિર પણ આવેલું છે. હિન્દુ શાસ્ત્રના પુરાણોમાં ભગીરથ તપસ્વી ઋષિ ના કારણે ગંગા નદી આ પૃથ્વી પર અવતરિત થઈ હતી એવું દર્શાવવામાં આવ્યું છે.આમ સગર સમાજ ભગીરથ ઋષિને તેમના સનાતન પુરુષ માને છે અથવા તો બધા જ સગર સમાજના લોકો એ ભગીરથ ઋષિ ના આશીર્વાદ પામેલા સંતાનો છે એમ માને છે. અહીંયા મંદિરના સંકુલમાં તેમનું દિવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે જે તેમની મૂર્તિ બિરાજમાન દ્રશ્યમાન થાય છે.

    ગઈકાલથી શરૂ થયેલા મહાહવનમા હરિઓમ આચાર્ય ના અધ્યક્ષ સ્થાને કુલ ૧૩૧ બ્રાહ્મણ વડે મહાકાલી સમર્પિત દિવ્ય મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં કુલ ૨૧ કુંડી હવન તેમજ અન્ય બ્રાહ્મણો રોજ ૫ ચંડીપાઠ પણ કરવામા આવે છે. યજ્ઞની ભવ્યાતિભવ્ય પુર્ણાહુતી ૨૨મી તારીખે થશે. મંત્રોચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું છે. સમગ્ર મહાકાળી મંદિર પરિસર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે.

     

    આ કાર્યક્રમમાં 18 તારીખે સાંસ્કૃતિક મહોત્સવ પડે પાંચ સગર ગામના બાળકો નું ટેલેન્ટ શો પણ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોએ મનમોહક કૃતિઓ રજૂ કરી હતી. સમાજની અંદર જાગૃતિ ફેલાય તેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.

    શુક્રવારના સાંજે જયદીપ ગઢવી ડાયરો ની રંગત જમાવશે તેમજ લોક ગાયિકા રાધે ગ્રુપ ની રિયા પટેલ પણ ભક્તોને ગરબાના ભક્તિ સંગીત માં આનંદ ઉત્સવ કરાવવા રવિવારના રાત્રે પધારશે. યજ્ઞની પુર્ણાહુતી 22 તારીખે થશે તેમજ મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવા માટે ભક્તોને યાદગાર લાભ આપવામાં આવશે.

    સમગ્ર મંદિરનું પરિસર ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. અલગ અલગ કમિટીઓ બનાવીને સગર ભક્તોએ આવનારા લોકોની સેવા કરવા માટે ખૂબ મહેનત કરી છે.

    ચાર દિવસ માટે મા ના દિવ્ય પ્રસાદનું સવાર-સાંજ આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી અલગ અલગ કમિટીઓ બનાવીને ખડે પગે સેવા આપી રહ્યા છે. આ ગ્રુપમાં સવાર તેમજ બપોરની ચા બનાવવાનું કાર્ય કરનારા સગર ભક્તોના ગ્રુપને અલખ ધણી જેવું રસપ્રદ નામ આપવામાં આવ્યું છે.

    રજત જયંતિ મહોત્સવ માં સેવા આપનારા સ્વયંસેવકો નું સન્માન પણ શુક્રવારે બપોરે મંચ પર કરવામાં આવ્યું હતું. નાના બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મહાકાળી મંદિર ના શુભારંભ સમય જેમણે એનો પાયો નાંખ્યો તેવા સૌથી વયોવૃદ્ધ વડિલ નું પણ ખુબ જ ભાવ પૂર્વક સન્માન કરવામાં આવ્યું.

    હજુ શનિવાર તેમજ રવિવાર હજારોમાં મહાકાળી ના ભક્તો આજુબાજુના ગામડાઓમાંથી તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી વડાલી મુકામે આવીને આ રજત જયંતી મહોત્સવનો મોટા પાયે લાભ લેશે અને મહાકાળી માના આશીર્વાદ લઈને ધન્ય થશે તે આ કાર્યક્રમ ની મુલાકાત લેતા જ દેખાઈ રહ્યું છે!

    સગર ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થા જોવા અને માણવા રજત જયંતિ મહોત્સવ માં આવવું જ રહ્યું! જય માં મહાકાલી!

     

  • સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર 19 ડિસેમ્બર ચૂંટણી

    સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર 19 ડિસેમ્બર ચૂંટણી

    સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ

    જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો 

    ૩૫૧૯ પોલીંગ સ્ટાફ અને ૧૪૫૫ પોલીસ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે.

            ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૧નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર છે. અને તે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ સવારના ૦૭.૦૦ વાગ્યાથી સાંજના ૦૬.૦૦ કલાક સુધી યોજાનાર છે. તેમજ ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ મતગણતરી હાથ ધરાશે.

         સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહિવટીતંત્ર સજ્જ બની કાર્યવાહી હાથ ધરી છે.

           જે અંગે માહિતી આપતા જીલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, જિલ્લાની ૩૨૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.જેમાં ૨૬૫ સરપંચની બેઠક અને ૨૩૧૦ વોર્ડના સભ્યોની બેઠકનો સમાવિષ્ટ થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૨,૬૭, ૪૫૫ પુરૂષ, ૨,૫૩,૩૧૧ મહિલા તેમજ બે અન્ય મતદાર મળી કુલ ૫,૨૦,૭૬૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેના માટે ૭૭ ચૂંટણી અધિકારી અને ૭૭ મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂંક કરાઇ છે.

            તાલુકાવાર વિગત જોઇએ તો હિંમતનગર અને ઇડરમાં ૮૨-૮૨, પ્રાંતિજ અને તલોદમાં ૩૮-૩૮ ગ્રામ પંચાયતોની જયારે વડાલીમાં ૩૨, ખેડબ્રહ્મામાં ૧૯, પોશીનામાં ૮ અને  વિજયનગરમાં ૨૪ પંચાયતોની ચૂંટણી યોજાશે.   

    તાલુકો પંચાયતની સંખ્યા મતદાન મથકો મતદાન પ્રક્રિયા સ્ટાફ પોલીસ સ્ટાફ પુરૂષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
    હિંમતનગર ૮૨ ૨૦૦ ૫૫૩ ૨૧૦ ૭૨૦૫૯ ૬૮૩૧૫ ૧૪૦૩૭૪ 
    ઇડર ૮૨ ૧૮૮ ૧૧૦૧ ૩૭૪ ૭૩૭૦૪    ૭૦૪૨૭ ૧૪૪૧૩૧ 
    વડાલી ૩૨ ૫૪ ૨૯૯ ૧૦૮ ૧૮૮૮૦ ૧૭૮૧૧   ૩૬૬૯૨   
    ખેડબ્રહ્મા ૧૯ ૪૩ ૨૫૦ ૯૭ ૧૭૦૦૨    ૧૫૯૫૯ ૩૨૯૬૧    
    પોશીના ૮ ૩૭ ૨૧૮ ૧૭૦ ૧૭૦૭૩ ૧૫૪૬૯ ૩૨૫૪૨    
    પ્રાંતિજ ૩૮ ૭૧ ૩૫૫ ૧૪૨ ૨૩૪૬૨ ૨૧૭૨૭  ૪૫૧૮૯   
    તલોદ ૩૮ ૬૫ ૩૫૮ ૧૯૭ ૨૧૦૯૫ ૧૯૩૦૫ ૪૦૪૦૧  
    વિજયનગર ૨૪ ૬૫ ૩૮૫ ૧૫૭   ૨૪૧૮૦    ૨૪૨૯૮  ૪૮૪૭૮  
  • જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું?

    જાણો,સાબરકાંઠાના ૭૧૨ ગામો પૈકી કેટલા ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું?

    નીરવ જોષી, હિંમતનગર

    (joshinirav1607 @gmail.com)

    મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ

    જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે

         સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી.

            સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં  કોરોના રસીના પહેલા ડોઝનુ ૯,૯૪,૫૧૭(૮૯.૩૦%) ટકા અને બીજા ડોઝનું ૫,૩૭,૮૭૪ (૫૫.૩૧%) ટકા રસીકરણ સંપન્ન થયું હતું.રસીકરણ જાગૃતિ રેલી  દ્વારા  લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું.

          મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલે આ પ્રસંગે જિલ્લાના આરોગ્ય કર્મયોગીઓ તેમજ રસીકરણમાં સહયોગ આપનાર સહુને અભિનંદન પાઠવ્યા હતા. રસીકરણ જાગૃતિ રેલીઓ, પોસ્ટર,નાટક, ભવાઇ વગેરે  દ્વારા  લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું.  સાથે જિલ્લાની જનતામાં કોરોના પ્રત્યે આવેલી જાગૃતિ બદલ પણ સૌ જિલ્લા વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

           તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧  થી વધુ ગામોમાં પહેલા ડોઝ નું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે.

      જિલ્લામાં  ૯,૯૪,૫૧૭ લાખથી વધુ લોકોએ પહેલા ડોઝ ની રસી લઇ લીધી છે.

    આ પૈકી ૫,૩૭,૮૭૪  લાખથી વધુ લોકોએ બંને ડોઝ પૂરાં કર્યા છે.અને હવે પહેલો ડોઝ લેવાનો બાકી હોય તેવા જૂજ લોકો આવી રહ્યાં છે.મોટેભાગે હવે લોકો બીજો ડોઝ લેવા આવે છે.જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી કોરોના પોઝિટિવ કેસ નથી.

        આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, આરોગ્ય વિભાગના કર્મીઓ, કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સો તેમજ પોલીસ જવાનનો ઉપસ્થિત રહ્યા હતા