ટૅગ vegetables

  • આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

    આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

    સંકલન: નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    આજકાલ ખેતી અંગે અનેક પ્રકારના તર્ક ચાલી રહ્યા છે. રાસાયણિક ખેતી કરનારા ખેડૂતો પાક મેળવી રહ્યા છે પરંતુ આના કેવા ખરાબ પરિણામો આવશે તે અંગે હવે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ છે.

    ખાસ કરીને ઓર્ગેનિક અને કુદરતી ખેતી કરવાના ફાયદા છે – તેવું લોકો વાંચે છે… ખેડૂતો પણ જાણે છે… પરંતુ ઉત્પાદન નહીં હોવાના કારણે આ બધામાં તેઓ પડતા નથી !

     

    સોશિયલ મીડિયામાં વાયરલ આપને બે પોસ્ટ વાચકોને રજૂ કરી રહ્યો છું. જે વાંચવાથી તમારા વિચારોને પણ નવીન દિશા અને દશા મળશે.

    आज से 40-50 साल पहले सब कुछ ऑर्गेनिक ही था … हर किसान के पास गोबर की ख़ाद थी.. यूरिया के लिये शहर जाकर लाईन में नहीं लगणा पड़ता था … खुद के खेत का बीज था… अगली फसल के लिये अपणे खेत का अच्छी क्वालिटी का बीज बचाकर रखता था … खेती बाड़ी पूरी तरह आत्मनिर्भर थी l

    बाजार में बैठा बणियाँ बोला : आपके पास उन्नत किस्म के बीज नही है… यह बेकार है .. आपको अच्छी पैदावार नही देते.. ये बीज की थैली ले जाओ एक बार ।

    किसान भोला था .. महंगी बीज की थैली ले गया… खेत में बुवाई करदी… उन बीजो के साथ किसान के खेत में जहरीली विदेशी खतपतवार उग गयी ।

    खेत में अजनबी घास खेत मे देखकर किसान फिर बणिये के पास गया … बणिया बोला : ये दवाई ले जाओ खेत में छिड़काव करो… मजबूरी में किसान को उस खतपतवार को खत्म करने की जहरीली दवाई चुपचाप खरीदणी पड़ी l

    कमजोर बीज से कमजोर पौधे खड़े हुऐ.. तो कीट उनसे चिपक गये .. तो बनियाँ बोला : ये कीटनाशक छिड़को तथा रासायनिक खाद डालो… तभी अच्छी पैदावार मिलेगी ।

    मरता क्या न करता.. किसान को रसायनिक खाद और कीटनाशक खरीदणा पड़ा … अच्छी पैदावार के चक्कर में हर बार दोगुना रसायनिक खाद और कीटनाशक छिड़कने लगा … क्योकि वह बीज ही इस तरह के थे बिना रसायनिक खाद और कीटनाशक के पैदावार दे ही नही सकते थे l हर बार पहले से ज्यादा जहर चाहिये जैसे नशेड़ी को हर आने वाले दिन हाई-डोज़ चाहिये ।

    अब किसान बनियें यानि कॉरपोरेट के चंगुल में पूरी तरह फँस चूका था.. जीनोम सीड खरीद कर l

    …. गुलामी हमेशा बीज से शुरू होती है l

    धीरे धीरे किसान की जमीन एक शराबी की तरह हो गयी… आदी बन गयी जहर की .. किसान भी कर्ज के बोझ तले दबता चला गया l किसान को कुछ समझ नहीं आ रहा था .. उसने भी दारू में अपणा एस्केप रूट तलाशा.. अब धरती को भी नशा चाहिये और किसान को भी … दोनों आदी हो चूके नशे के और बणिये की पौ बारह पच्चीस l

    किसान के खुड बिकणे लगे.. तो किसान स्प्रे /पेस्टिसाइड खुद पीणे लगा l

    अब धरती बंजर हो गयी… मिट्टी दूषित/जहरीली हो गयी … पेस्टीसाइड से हवा पानी सब कुछ जहरीला हो गया.. पशुओं के भी टीके लगणे शुरू हो गये l

    कॉरपोरेट ने बीज /खाद और कीटनाशक का बड़ा बाजार खड़ा कर लिया… केंसर जैसी भयानक बीमारियों का जन्म हुआ… ड्रग इंडस्ट्री ने मानव औषद्यी का भी बड़ा बाजार खड़ा कर लिया क्योंकि रसायनिक खाद से पैदा हुऐ अन्न ने मानव शरीर को बीमार बना दिया … रोग प्रतिरोधक क्षमता क्षीण हो गयी … आज हर मानव शरीर अन्न कम खाता है दवाई ज्यादा… सच कहें तो सिर्फ दवाईयो पर जिंदा है ।

    आज किसान की खेती पूरी तरह से बणिये के कब्जे में है … वह जब चाहे देश मे अन्न संकट पैदा कर सकता है … किसान पूरी तरह से कॉरपोरेट/कंपनियों का गुलाम है उसके पास न देसी खाद है न देसी बीज l

    अब बणिया वह कह रहा है .. आपने अपनी जमीन को बंजर कर दिया है.. जहरीला कर दिया है… आप जैविक खाद खरीदो .. वो जैविक खाद जो पहले सिर्फ किसान के पास थी ।

    उधर बणियें के घर में भी केंसर होने लगा .. सुगर पर तो उनका आनुवंशिक अधिकार था ही … औरतें बाँझ होणे लगी और मर्द नपूँसक l

    अब बाजार को हर चीज ऑर्गेनिक चाहिये … बिना रासायनिक खाद और पेस्टीसाइड का गेहूँ … बिना इंजेक्शन की सब्जी … देशी गाय का दूध .. दूध ना मिले तो देशी गाय का मूत ही ला दो ..सेठ/सेठाणी को दिल का दौरा पड़ा है.. बाजार के 15-16 साल के बच्चे एक एक क्विंटल के हो रहे हैं .. मात्र अपणा शरीर ढो सकें वह भी एक अचीवमेंट है ll

    अब सरकार/ एग्री साइंटिस्ट कह रहे हैं .. पारम्परिक खेती मत करो..बागवानी करो/ हर्बल खेती करो/औषधिय पौधे ऊगाओ/ कमर्शियल खेती करो .. ऊगा तो लेगा किसान पर यहाँ भी वही बणिये का रोल.. किसान को मार्केटिंग नहीं आती.. अपणा प्रोडक्ट सीधे इंडस्ट्री को बेचना नहीं आता .. मतलब मुनाफा वसूली कोई और करेगा .. कटणा हर हाल में खरबुजे को ही है ll

    सरकार के पास कृषि क्षेत्र के ना तो कोई लोंग टर्म प्लानिंग है ना विजन.. क्योंकि जो एग्री विशेषग्य बणे बैठे हैं उन्होने कभी खेत का मुँह ही नहीं देखा ll

     

    આપણી કૃષિ યુનિવર્સીટી એ દેશ માં શું કરવાનું હતું ?

    ✍️શું આપણું કાઈ શોધેલું તમને દેખાય છે.?
    ✍️માણહ ની વસ્તી ઓછી કેમ થાય ? માણહ દુઃખી થઈ થઈ ને કેમ મરે?
    ✍️બધુ જ સંશોધન જે ન કરવાના કામ આ યુનિવર્સીટી ના કામ છે : !
    ✍️હાલમાં ટોટલ ખેતી જુઓ બીયારણ વિદેશના !
    જુઓ જંતુનાશક વિદેશના !
    જુઓ ફર્ટીલાઈઝર વિદેશના !
    જુઓ ફળફળાદી વિદેશના !
    જુઓ રોપા વિદેશના !
    જુઓ આખી કૃષિ વિદેશની
    તો તમે શું હલ્લે માર્યું ?
    બધા જ દેશી બીજનો નાશ
    બધા જ દેશી ફળો નો નાશ
    શેઢે થતા હુડીયાનો નાશ
    શેઢે થતા ગણ ગેટા નો નાશ
    શેઢે થતા સાંધરા નો નાશ
    શેઢે થતા ખરખોડી નો નાશ
    શેઢે થતી ફાંગ નો નાશ
    શેઢે થતાં અગુંરીયા નો નાશ
    શેઢે થતાં કમ્બોઇ નો નાશ
    જ્યાં વીટામીન A થી શરૂ કરી B2 સુધીની આખી શ્રુંખલા નો નાશ થઈ રહ્યો હતો ત્યારે આ જમાત સરકારી પૈસા જમી જલસો કરતી હતી !
    બધા જ દેશી વનસ્પતી – ઝાડ – વેલા જ્યાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત હતું એનો અભ્યાસ કેમ ન કર્યો ?
    ✍️આજે યુવાનો નપુસંક બની IVF નો સહારો લેવા માંડ્યા છે તે શેના કારણે ?
    ✍️વિદેશી બીજો – સીડલેસ બીજો – ઓછા સમયમાં પાકતી જાતો અને ઠીંગણી જાતો ના બીયારણે માણસને ઠીંગણો બનાવ્યો ! વહેલા પાકતી જાતો વહેલા સ્વર્ગ બતાવે ! સીડલેસ જાતો ખાય તેને નપુસંક બનાવે ! શું આ સામાન્ય વાત ગળે ઉતરે છે ?
    ✍️ આ એ જ કૃષિયુનિવર્સિટી ઑ છે જેણે ભારતની પંચવર્ષિય યોજનાઓ ના પૈસા બરબાદ કરી માનવજાતને પાંગળી બનાવી ત્યારે આ બુદ્ધી જીવીઓ ક્યાં ગયા હતા ?
    ✍️ આ બધાના પગાર પાછળ ખર્ચેલ નાણાં ખેડૂતોના હિત માટે કૃષિ માં વિજળી – પાણી – બજાર – અને રક્ષણ માટે વાપર્યા હોત તો ખેડૂત લાચાર ન હોત ! ભારત સોનાની ચકલી ખેતી થી કૃષિ થી હતો !નહીં કે તમારા વિનાશકારી ઉદ્યોગનિતિ થી !
    ✍️હજુ સમજો તો સારૂ છે.
    પ્રાકૃતિક કૃષિના નામે કરોડો ના કૌભાંડો કરનારા આપણાં પાળેલાં કુતરાઓ ને ક્યાં સુધી આપણાં ખેતર માં લાવી તમારું મોઢું ચાટવા દેવું છે ?
    હવે તો માણહ થાવ !
    હવે તો પાછા વળો !
    અસ્તું ! આપ સૌનો હિતેચ્છું
    અંતે ભોજો ભગત કહે તેમ
    કડવા કારેલાંના ગુણ ન હોય કડવા ! કડવા વેણ ન હોય કડવાં જી રે !
    પંકજ મુખી – સુરત

  • શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

    શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

    સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર

    (M-7838880134)

    • શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે
    • સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે
    • ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે.
    • કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં ઘણું આગળ છે .
    • જેમ કે શાકભાજીના વાવેતરમાં આ જિલ્લો અનેક રીતે કીર્તિમાન સ્થાપિત કરી શકે એમ છે.
    • માંડવા પધ્ધતિથી શાકભાજીની ખેતીમાં પોગલુના ૫૫ વર્ષિય હસમુખભાઇએ કાઠુ કાઢયું
    • ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ખેતી કરતા પાણીનો બચાવ – હસમુખભાઇ પટેલ 

         સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ઈડર , વિજયનગર, વડાલી તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. ગુજરાતમાં જો શાકભાજીની વાત આવે તો લોકોને સાબરકાંઠાની અચૂક યાદ આવે કારણ કે સાબરકાંઠા ના ખેડૂતો પોતાના ત્યાંની જમીનને અનુરૂપ પાકો વર્ષોથી વાવતા આવ્યા છે અને ખાસ કરીને શાકભાજીનું વાવેતર એ પ્રાંતિજ વડાલી તેમજ સાબરકાંઠાના અંતરિયાળ ગામડામાં જેમકે કંકોડાનું વાવેતર નથી થતું પરંતુ આદિવાસી વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે જે વરસાદની સિઝનમાં શહેરોમાં પણ સપ્લાય થાય છે. ગામડા લોકોને તો ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા નથી મળતા જ્યારે સાબરકાંઠામાં ઘણા ખેડૂતોએ ઓર્ગેનિક શાકભાજીનું પણ વાવેતર કરતા થઈ ગયા છે.

    પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના ૫૫ વર્ષીય હસમુખભાઈ પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. હસમુખભાઈ કેમેસ્ટ્રીના વિષય માં સ્નાતકની પદવી મેળવી છે.  તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે.

          હસમુખભાઈ જણાવે છે કે, તેઓ ૨૫ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. જેમાં તેમની પોતાની જમીન અને  બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે. હાલમાં વેલાવાળી શાકભાજી ના માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ ૫ વર્ષ સુધી તો ચાલે જ છે. જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટીંગ રીંગણ, વટાણા, મૂળા અને ફુલાવરની ખેતી કરે છે.

         વધુમાં તેઓ જણાવે છે કે, આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. જેના થકી ખૂબ જ સારી આવક મળે છે. આ વખતે તેમને ૬ વીઘા જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, બે વીઘામાં કારેલી, એક વીઘામાં દૂધી, એક વીઘામાં કાકડી, આ સિવાય અડધો વીઘા જમીનમાં કંકોડા વાવ્યા છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ રીંગણ, ચાર વિઘા જમીનમાં ફુલાવર, એક વીઘામાં વટાણા, મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના છે.

           હાલમાં તેઓ પ્રાયોગીક ધોરણે અડધો વીઘા જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી કરી છે. જેમાં આંતરા દિવસે ૨૦ થી ૨૫ કિલો કંકોડા નીકળે છે. તેઓ હોલસેલ ભાવમાં  ₹100 કિલો કંકોડાનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ જણાવે છે કે ત્રણ વીઘા જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે તેનુ લગભગ આ વખતે તેમને ૨૬00 મણ જેટલો ઉતારો મળશે.

         ટામેટા માંથી ગયા વર્ષે દસ લાખના ટામેટા નું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષે તેમણે ૧૫ વીઘા શાકભાજી કરી હતી. જેમાંથી ૧૫ લાખનું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડવો અને બીજા બધા ખર્ચ કાઢતા તેમણે સાતથી આઠ લાખનો નફો થયો હતો. આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે કારણ કે આ વર્ષે માંડવા નો ખર્ચ નહીં થાય.

    હસમુખભાઇ જણાવે છે કે, આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ના થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે.

    વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે જે લાંબા ગાળે ખૂબ જ મહત્વનો સાબિત થાય તેમ છે. હાલમાં વડાપ્રધાન શ્રી દ્વારા  જળસંચય અને જળ સંરક્ષણ ની જે વાતો કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય લાભ ખેડૂતોને જ થવાનો છે. કારણ કે પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે. ખેડૂત માટે પાણી સૌથી મહત્વનો મુદ્દો છે. પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિન ઉપજાવ થવાનો સંભવ રહે છે.

            ડ્રીપ ઈરીગેશન, મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહેશે. અંતમાં હસમુખભાઈ જણાવે છે કે, ૧૦ વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરીની જરૂર ન રહે. તેઓ આ શાકભાજીની ખેતીમાં ૧૫ થી ૨0 માણસોની રોજી પૂરી પાડી શકે છે. જે તેમના માટે ખૂબ જ સંતોષ અને ખુશીની વાત છે. આપણે પોતાના માટે તો કંઈક કરીએ છીએ પણ સાથે બીજા પણ ભલુ થાય તો ભગવાન આપણા ઉપર રાજી રહે છે એમ કહી તેઓ પોતાના આધ્યાત્મિક અભિગમ રજૂ કરે છે.

  • બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર ખાતે  બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના  ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની સમજ આપવામાં આવી હતી.  તેમજ પાકોના વાવેતરમાં આવતા રોગ,જીવાત અને તેને સાચવવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. આ એક દિવસીય તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે. એમ.પટેલ દ્વારા શહેરી વિસ્તારની બહેનોને અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

     

     આ કાર્યક્રમમાં આવેલ બહેનોને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે કચેરી દ્વારા કુંડા તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણ વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.વી .ગઢવી, અગ્રણી ડો.ચીમનભાઈ પટેલ, પ્રેમીલાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    બાગાયત ખાતા દ્વારા હિંમતનગર ખાતે દિવ્યાઞો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    તારીખ ૧૬/૦૭/૨૦૨૨ના રોજ જલારામ મંદિર હિંમતનગર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારના દિવ્યાઞ બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસે તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની તેમજ તેમાં આવતા રોગ જીવાત અને તેની રાખવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જે એમ પટેલ, મદદનીશ બાગાયત નિયામક દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુડા તેમજ 10 પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટા, મરચાં અને રીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં શ્રી જીગર પટેલ મદદનીશ બાગાયત નિયામક,શ્રી એ.વી .ગઢવી બાગાયત અધિકારી તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારી ઉપરાંત કૃતિકા બેન પટેલ, શી & વી સંસ્થા અમદાવાદ, જઞદીશભાઈ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

  • વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

    વડાલીના મહાકાળી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

    નીરવ જોષી, હિંમતનગર

    સાબરકાંઠાના શાકભાજીના ખજાના તરીકે જાણીતા વડાલી નગર તેમજ તેની આસપાસના ૪ ગામ મળીને પાંચ ગામ સગર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ખૂબ મોટા પાયે સહસ્ત્રચંડી હવન તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. લોક કલાકારોને બોલાવીને ચાર દિવસથી ધામધૂમપૂર્વક ઉજવણી 18 તારીખથી શરૂ થઇ છે. શનિવારે સવારે સાત વાગ્યે માં મહાકાળી ની નગરયાત્રા નીકળવાની છે હજી સુધી હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે . સગર સમાજના આધ્ય કુળદેવી માં મહાકાળી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અહીંયા બિરાજ્યા છે જેને સમાજ આરાધ્ય દેવી તરીકે પૂજે છે.

     

    ૧૮મી થી ૨૨ મેએ સુધી આ રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધુમપુર્વક ઉજવાઇ રહ્યો છે જેનો લાભ પાંચ ગામ સગર સમાજ ના લોકો તેમજ ગુજરાતમાં તેમના સગા પણ લઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ બીજા દિવસે કાજલ મહેરીયા લોક કલાકાર લોકોને ગરબા મહોત્સવ કરાવ્યો હતો.

    શુક્રવારના રોજ આ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો વિધિ પૂર્ણ સવારે શરૂઆત તેમજ સાંજે કલાકાર જયદીપ ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારના સવારે સાત વાગે મહાકાળી માની નગરયાત્રા પણ ખૂબ મોટા પાયે ધામધૂમથી નીકળવાની છે.

    ઉલ્લેખનીય છે કે વડાલી નગરની આસપાસ આવતા ચાર ગામો જેમાં સગર સમાજ બહુ મોટી સંખ્યામાં રહે છે. આ સમાજના ખેડૂતો તેમજ વેપારીઓ શાકભાજીનો વ્યવસાય સાથે સંકળાયેલ છે, તેમની મહાકાળી માતા માં શ્રદ્ધા અને આસ્થા અનન્ય અને અતૂટ છે. અહીં ખેડબ્રહ્મા વડાલી હાઇવે ઉપર મહાકાળી માનુ મંદિર નું નિર્માણ થયે કુલ ૨૫ વર્ષ થયા છે. આ મંદિર વર્ષો થી ખેડબ્રહ્મા જનારા માતાજીના સંઘો તેમજ અંબાજી જતા પગપાળા સંઘના મા અંબાના ભક્તોને પણ ખૂબ જ સેવા પૂરી પાડે છે.

    આ મંદિરના સંકુલમાં સગર સમાજ ના આદિ પુરુષ મહર્ષિ ભગીરથ નું મંદિર પણ આવેલું છે. હિન્દુ શાસ્ત્રના પુરાણોમાં ભગીરથ તપસ્વી ઋષિ ના કારણે ગંગા નદી આ પૃથ્વી પર અવતરિત થઈ હતી એવું દર્શાવવામાં આવ્યું છે.આમ સગર સમાજ ભગીરથ ઋષિને તેમના સનાતન પુરુષ માને છે અથવા તો બધા જ સગર સમાજના લોકો એ ભગીરથ ઋષિ ના આશીર્વાદ પામેલા સંતાનો છે એમ માને છે. અહીંયા મંદિરના સંકુલમાં તેમનું દિવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે જે તેમની મૂર્તિ બિરાજમાન દ્રશ્યમાન થાય છે.

    ગઈકાલથી શરૂ થયેલા મહાહવનમા હરિઓમ આચાર્ય ના અધ્યક્ષ સ્થાને કુલ ૧૩૧ બ્રાહ્મણ વડે મહાકાલી સમર્પિત દિવ્ય મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં કુલ ૨૧ કુંડી હવન તેમજ અન્ય બ્રાહ્મણો રોજ ૫ ચંડીપાઠ પણ કરવામા આવે છે. યજ્ઞની ભવ્યાતિભવ્ય પુર્ણાહુતી ૨૨મી તારીખે થશે. મંત્રોચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું છે. સમગ્ર મહાકાળી મંદિર પરિસર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવનાર છે.

     

    આ કાર્યક્રમમાં 18 તારીખે સાંસ્કૃતિક મહોત્સવ પડે પાંચ સગર ગામના બાળકો નું ટેલેન્ટ શો પણ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોએ મનમોહક કૃતિઓ રજૂ કરી હતી. સમાજની અંદર જાગૃતિ ફેલાય તેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.

    શુક્રવારના સાંજે જયદીપ ગઢવી ડાયરો ની રંગત જમાવશે તેમજ લોક ગાયિકા રાધે ગ્રુપ ની રિયા પટેલ પણ ભક્તોને ગરબાના ભક્તિ સંગીત માં આનંદ ઉત્સવ કરાવવા રવિવારના રાત્રે પધારશે. યજ્ઞની પુર્ણાહુતી 22 તારીખે થશે તેમજ મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવા માટે ભક્તોને યાદગાર લાભ આપવામાં આવશે.

    સમગ્ર મંદિરનું પરિસર ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. અલગ અલગ કમિટીઓ બનાવીને સગર ભક્તોએ આવનારા લોકોની સેવા કરવા માટે ખૂબ મહેનત કરી છે.

    ચાર દિવસ માટે મા ના દિવ્ય પ્રસાદનું સવાર-સાંજ આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી અલગ અલગ કમિટીઓ બનાવીને ખડે પગે સેવા આપી રહ્યા છે. આ ગ્રુપમાં સવાર તેમજ બપોરની ચા બનાવવાનું કાર્ય કરનારા સગર ભક્તોના ગ્રુપને અલખ ધણી જેવું રસપ્રદ નામ આપવામાં આવ્યું છે.

    રજત જયંતિ મહોત્સવ માં સેવા આપનારા સ્વયંસેવકો નું સન્માન પણ શુક્રવારે બપોરે મંચ પર કરવામાં આવ્યું હતું. નાના બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મહાકાળી મંદિર ના શુભારંભ સમય જેમણે એનો પાયો નાંખ્યો તેવા સૌથી વયોવૃદ્ધ વડિલ નું પણ ખુબ જ ભાવ પૂર્વક સન્માન કરવામાં આવ્યું.

    હજુ શનિવાર તેમજ રવિવાર હજારોમાં મહાકાળી ના ભક્તો આજુબાજુના ગામડાઓમાંથી તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી વડાલી મુકામે આવીને આ રજત જયંતી મહોત્સવનો મોટા પાયે લાભ લેશે અને મહાકાળી માના આશીર્વાદ લઈને ધન્ય થશે તે આ કાર્યક્રમ ની મુલાકાત લેતા જ દેખાઈ રહ્યું છે!

    સગર ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થા જોવા અને માણવા રજત જયંતિ મહોત્સવ માં આવવું જ રહ્યું! જય માં મહાકાલી!