ટૅગ Technology

  • લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

    લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

    વિરલ રાઠોડ ,( અમદાવાદ)

    લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી

     

    આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે હાથ મિલાવીને કર લો દુનિયા મુઠ્ઠી મેં સ્વપ્ન સાકાર કર્યું. એક સર્વે એવું કહે છે કે, આ મોબાઈલ નંબર ભાગ્યે જ કોઈને યાદ હોય છે. ચાર મોબાઈલ નંબરમાંથી બે માંડ યાદ હોય છે બાકીના નંબરમાં રીચાર્જ કે બિલ ભરવાની પ્રક્રિયા ઓટો પેઈડ મોડ પર હોય છે. સતત અને સખત વ્યસ્ત રહેતા લોકો એક મોબાઈલમાં બે નંબરથી પણ કંટાળી ગયા હોય ત્યાં બીજો વસાવવો આર્થિક રીતે પણ ભારી લાગે અને સ્ક્રિન ટાઈમિંગ પણ વધી જાય. મોબાઈલ સગવડ કરતા સમસ્યા વધારે બન્યો છે એવું ઘણા લોકો માને છે. એમાં પણ જ્યારથી રીલ્સ અને નાના વિડિયોનો જે રાફડો ફાટ્યો છે એમાં કોને શું બતાવવું છે અને શું જોવું છે એની કોઈને ખબર જ નથી પડતી.

     

     

    બધાને ફેમસ થઈ જવું છે પણ હકીકત એ સ્વીકારવી પડે કે, ફોટો હોય કે દુનિયા ઈમેજ બનાવતા અને ક્રેડિટ મેળવતા ઘણીવાર લાગે છે. ખેર, મોબાઈલનો વિષય તો પીએચડી થાય એટલો વિશાળ છે. પણ મોબાઈલના જુદા જુદા મોડલ પાછળ ઊંડો અભ્યાસ અને શોખ ધરાવતો માણસ કેવો હોય ખ્યાલ છે? મહારાષ્ટ્ર રાજ્યના ઐતિહાસિક નગર થાણેમાં એક વ્યક્તિ છે જેની પાસે મોબાઈલનું જે મોડેલ માગો એ મળે. એ પણ ચાલું કંડિશનમાં. આ ભાઈના બેડરૂમનું કોઈ પણ ડ્રોઅર ખોલો એટલે મોબાઈલ સિવાય કંઈ ન જડે. છેલ્લા સાત વર્ષથી મોબાઈલ ફોનનું ક્લેક્શન કરવા માટે કમરતોડ પ્રયાસ કરતા આ વ્યક્તિ પાસે કોઈ કંપની એવી નહીં હોય જેનો ફોન માર્કેટમાં આવ્યો હોય અને એ મોડેલ આ વ્યક્તિ પાસે ન હોય. ખાસ અને મોટીવાત એ છે કે, માની લો કે નોકિયા કંપનીએ જુદા જુદા મોડેલ માર્કેટમાં મૂકેલા. આ વ્યક્તિ પાસે એ દરેક મોડેલનું સેમ્પલ નહીં ઓરિજિનલ ફોન મોડેલ છે. આખા દેશમાં ફરી ફરીને ક્લેક્શન ભેગું કર્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, ડબલ બેડના બેડ પર જો સેલફોન સેટ કરવામાં આવે તો પગ તો ઠીક હેથળી જેટલી જગ્યા પણ ન જોવા મળે એટલા ફોન છે.

    ભારત જ નહીં, યુરોપ, યુકે, યુએસએ, દુબઈ, સ્વિત્ઝરલેન્ડ એવા અનેક દેશમાંથી મોબાઈલ પેઈડ ઓર્ડર કરીને મંગાવેલા છે. એવી ખબર પડે કે, શનિવારી-રવિવારી માર્કેટમાં જૂના ફોન વેચાવવા આવ્યા છે તો આ બંદો ત્યાં પણ ઉપડી જાય. વેપારીને મો માગ્યા પૈસા આપે અને ખરીદે પણ ખરા. બેડમાં રહેલા તમામ ડ્રોઅર, તિજોરી, કબાટ, બોક્સ અને ત્રિપાઈના ખાના સહિત હવે બઘુ જ ફોનથી ભરાઈ ગયું છે. જમાનો એવો છે કે, લોકો ફોનમાં ભરાઈ ગયા છે આ નરવીરે ઘર ફોનથી ભરી દીધું છે. હવે આવે છે એની કારનો વારો, ડેશબોર્ડ, ગિયર પાસેની જગ્યા, કારમાં ગ્લાસ સ્ટેન્ડ, વિન્ડોની નીચેની જગ્યા, ડેકી, હવે આવો એના રસોડામાં, થાળી-વાસણ રાખવાનો ઘોડો, કિચન ડ્રોઅર, અભેરાઈ આ તમામ જગ્યાઓ પર જોવા મળશે મોબાઈલ ફોન. હજું તો શરૂઆત છે. આવો બ્રશ કરવાના વોશબેસિન ઉપરના ખાનામાં, ટોયલેટના ઉપરના બોક્સમાં જ્યાં ટોયલેટ ક્લિનર રાખવામાં આવે છે. આ બધી જ જગ્યા પર ફોન જોવા મળશે.વસ્તુ એવી છે કે, એની પાસે નંબર માત્ર એક જ છે. જે મોબાઈલ ફોનથી કંટાળો આવે એ મૂકી દેવાનો અને બીજો મોબાઈલ ચાલું કરી દેવાનો.

     

     

    પછી કોન્ટેક્ટ અને બીજો ડેટા? ગજબનો મોબાઈલ લવર કહે છે કે, મારો તમામ ડેટા એકથી ત્રણથી ચાર મેઈલ આઈડી પર સ્ટોર છે. એટલે જે મોબાઈલ બદલે એમાં એ આઈડી લોગઈન કરીને વાપરૂ છું. એટલે ડેટાનો કોઈ ઈસ્યુ નહીં થયો. બાકી મલ્ટિમીડિયા ગૂગલમાં સ્ટોર છે. મારો પહેલો ફોન નોકિયા 3310 હતો. હું કૉલેજમાં હતો એ સમયે બીજા ફ્લોર પરથી મારો ફોન પડ્યો, હું ટેનશનમાં કે ફોન ચાલું હશે કે નહીં, મેં નવી બેટરી નાંખીને જોયું તો આશ્ચર્ય થયું કે, મોબાઈલ ચાલું હતો. અહીંથી શરૂ થયો મોબાઈલ ડિવાઈસ પ્રત્યેનો અનોખો પ્રેમ. હું ક્લેક્શન કરતા શીખ્યો ત્યારથીએ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે, મોબાઈલની કંડિશન સારી હોય અને મોબાઈલ ચાલું સ્થિતિમાં હોવો જોઈએ. અર્થાત હું સિમકાર્ડ નાખું અને ફોન થવો જોઈએ. ગેમ પણ રમી શકું એવું હોવું જોઈએ. મારી પાસે આજે 3500 થી વધુ ફોન છે. જે માટે અત્યાર સુધીમાં આશરે 20 લાખ જેટલા રૂપિયા ખર્ચી નાંખ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તમામ ફોનના કેમેરાથી લઈને ગેમ સુધી બધુ જ ચાલું હાલતમાં છે. આ છે મારી મોબાઈલની દુનિયા, લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મે એને જ મારી દુનિયા બનાવી.

    આ ભાઈનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે. સેલફોન મેન ઓફ ઈન્ડિયા મિસ્ટર જયેશ કાલે.

  • રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ ગ્રૃહમંત્રી

    રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ ગ્રૃહમંત્રી

    નિરવ જોષી, હિમતનગર

    • રાજયના નાગરીકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે રાજય સરકાર ટેકનોલોજીના માધ્યમથી કટીબધ્ધઃ પોલીસ પણ  પડકારો ઝીલવા સજજ 
    • ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજાઇ.

        ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારીઓ, જિલ્લા કલેકટરશ્રી, પોલીસ વડા અને ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, હિંમતનગર ખાતે ક્રાઇમ  કોન્ફરન્સ યોજી  હતી.  અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પ્રેઝન્ટેશન દ્વારા  સમિક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યુ હતુ.

            આ બેઠકમાં જિલ્લામાં પોલીસ વિભાગના મહેકમ, પ્રોહીબિશન, બાઇકચોરી, મિલકત સબંધિ ગુન્હાઓ, હથિયારબંધી, આંતર રાજયમાંથી આવતા દારૂની હેરાફેરી, ગુનેગારોની ધરપકડ, અટકાયતના પગલાં, પાસા તડીપાર, પેરોલ ફર્લોની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ એકટ, ગુમ આપહરણ, ટ્રાફિક સમસ્યા, ઇડરીયાગઢની આસપાસ ખનિજ ખનન, બાયોડિઝલના ગેરકાયદે વેચાણ, કોમોડીટી એકટ એન.ડી.પી. એસના ગુન્હા, રેમડેસીવરના કાળાબજાર , રેશનીંગના  અનાજના કાળાબજાર, વેચાણ, જુના વાહનો પોલીસ સ્ટેશનમાં છે તેનો નિકાલ, CCTV વિશ્વાસ-૧ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખાતે ગૂના ખોરીને ડામવા માટે હિંમતનગર ખાતે ૨૪ સ્થળોએ ૧૩૧ કેમેરા લગાવવામાં આવશે. તેમજ વિશ્વાસ-૨ પ્રોજેકટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહમામાં ૧૩ સ્થળોએ૮૧ કેમેરા, ઇડર ખાતે ૧૮ સ્થળોએ ૧૧૩ કેમેરા મુકવામાં આવશે. વિશ્વાસ-૧ અને ૨ મળી કુલ ૫૫ સ્થળોએ ૩૨૫ કેમેરા ગોઠવવામાંઆવશે. અંદાજે ૩૨૯ કરોડના ખર્ચે મુકવામાં આવશે.તથા રૂઢિગત ગ્રામસભા પંચાયત વગેરે બાબતે બેઠકમાં સર્ચા કરાઇ હતી.. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તાર ઇડર, હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા  નિવાર માટે તથા વાહન અકસ્માત અંગેના બ્લેક સ્પોર્ટ દુર કરવા સહીતની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી અને પોલિસ સ્ટેશનમાં સી.સી. ટીવી કેમેરા તથા જુદા જુદા રોડ પર ક્રાઇમ ડિટેકટ માટે કેમેરા મૂકીને કાયદો વ્યવસ્થા જાળવા માટે  ના પ્રયાસો પર ભાર મૂકયો હતો.

           ગુહ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૦ હજાર બોડી બોર્ન કેમેરા પોલિસ કર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે જેથી પોલિસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય  સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે. અને સોલાર રૂફટોપથી પોલીસ મથકોને સજ્જ કરાશે. આમ રાજયના લોકોની સુરક્ષા- સલામતી – શાંતિ માટે પોલિસ  હર હંમેશાં તૈયાર રહેશે. અને ગૃહ વિભાગ કોઇપણ ગુન્હેગારોને છોડાશે નહી કોઇને શેહ સરમ ભરશે નહી. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

            આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડા, ઇડરના ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયા અને પ્રાતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, રેન્જ આઇ.જી. શ્રી અભય સુડાસમા, જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા,જિલ્લાપોલિસ વડાશ્રી નિરજ બડગુજર તેમજ વિભાગીય પોલિસ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. અને પ્રેઝટેશન મારફત સાબરકાંઠા જિલલામાં થયેલ કામગીરીને મંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મિડીયાને ગુહ વિભાગની અસરકારક કામગીરીની માહિતી આપી હતી.