ટૅગ Swaminarayan

  • કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર

    કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર

    નીરવ જોશી, અમદાવાદ (M-9662412621, 9662412621)

    કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર કરવામાં આવ્યો.

    *જીવનમાં પૈસા જરૂરી છે, પરંતુ તે સાધન છે, જ્યારે પરમેશ્વર સાધ્ય છે. તેથી પૈસા કરતા પરમેશ્વરને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર અમદાવાદના સંતો ઇંગ્લેન્ડ ખાતે સત્સંગ પ્રચાર કરી રહ્યા છે. તેના ઉપક્રમે ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણોથી પાવન થયેલી લેક ડિસ્ટ્રીક્ટ – વિન્ડરમેરની ભૂમિ ઉપર સત્સંગ સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ નૌકા વિહાર કરવામાં આવ્યો હતો.

    *આ પ્રસંગે ​કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, “આજના ભાગદોડભર્યા અને તણાવપૂર્ણ યુગમાં, ખાસ કરીને યુવા પેઢીને પ્રકૃતિના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને ગુરુની દિવ્યતાનો અનુભવ કરાવવો એ સમયની માંગ છે. જ્યારે મનુષ્ય કુદરતના ખોળામાં બેસીને પરમાત્માનું સ્મરણ કરે છે, ત્યારે તેને સાચી શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.” તેથી આ સ્થળે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે.

    ઇંગ્લેન્ડનું સૌથી મોટું તળાવ ​વિન્ડરમેર છે.

    શ્રી મુક્તજીવન સ્વામીબાપા આ સ્થળ ઉપર ઈસ. 1979 માં પધાર્યા હતા. તેમના ચરણારવિંદથી આ ભૂમિ પાવન થયેલી છે. તેથી આ દિવ્ય ભૂમિના દર્શન કરવા માટે અને ગુરુસ્મૃતિ માટે આપણે એકત્ર થયા છીએ.

    આપણા મહાન સંતો જ્યાં પણ પધાર્યા છે, ત્યાં તેમણે પ્રકૃતિની જતન કરવાની અને પર્યાવરણ પ્રત્યે પ્રેમાળ બનવાની પ્રેરણા આપી છે.

    ગુરુએ આપણને શીખવ્યું છે કે, જીવનમાં સુખી થવું હોય તો, પૈસા જરૂરી છે. પરંતુ પૈસા એ સર્વસ્વ નથી, પૈસા સાધન છે, જ્યારે પરમેશ્વર એ સાધ્ય છે.

    તેથી જીવનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેટલું મહત્વ આપવામાં આવશે તેટલી જ સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.

    આ માનવ જીવન પ્રાપ્ત થયા પછી આપણું જીવન સદાચારમય અને ભક્તિમય હોવું જોઈએ. શીલ, સંતોષ, સંસ્કાર આદિ શુભ ગુણોથી જ જીવન સુખમય બને છે.

    આજના દિવસે આપણે સૌ કોઈએ ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ બતાવેલા સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવાના શપથ લેવા જોઈએ.

    ​આ કાર્યક્રમના અંતમાં યુવાનો અને ભક્તોએ ભાવવિભોર બની શ્રી હરિ અને ગુરુના ચરણોમાં વંદન કરી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને તેમના બતાવેલા સત્ય, સેવા અને ભક્તિના માર્ગે ચાલવાના દ્રઢ સંકલ્પો લીધા હતા.

    અંતમાં, સર્વે માટે વિશ્વશાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી.

  • મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ

    મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ

    નીરવ જોશી , નવી દિલ્હી (M-7838880134  & M-9662412621)

    તાજેતરની મારી દિલ્હી અને હરિદ્વાર તેમજ ઋષિકેશ ની મુલાકાત બાદ ફરીથી દિલ્હી રોકાવાનું થયું હતું ત્યારે દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્વામી બાપા સ્થાપિત મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હી ની મુલાકાત લેવાનું થયું હતું.. ઉલ્લેખનીએ છે કે દિલ્હીના ગુજરાતી સમાજ ગેસ્ટ હાઉસ પાસે જ સ્વામિનારાયણ મંદિર આવેલું છે…અહીંયા ભગવાન સ્વામિનારાયણનું ખુબ સુંદર મંદિર છે અને સાથે અતિથિગૃહ તેમજ સ્વામિનારાયણ શુદ્ધ વૈષ્ણવ ભોજનાલય હરિભક્તો માટે  પણ તેમજ ગુજરાતી પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલું છે…

    આ મંદિરના મહંત શ્રી દિવ્ય વિભૂષણ સ્વામી સાથે વાતચીત કરીને તેમણે આપેલી માહિતી પ્રમાણે આ મંદિરની તેમજ આ મંદિરના સ્થાપક અને પ્રેરણામૂર્તિ મુક્તજીવન સ્વામી બાપા અને પુરુષોત્તમપ્રિયદાસજી ના જીવનની આછેરી ઝલક મેળવી હતી. આજથી 83 વર્ષ પહેલા આ સંપ્રદાયના આદ્ય સ્થાપક મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આધ્ય સ્થાપક મુક્તજીવન સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાન અને જીવન પ્રાણ અબજીબાપા અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ના સર્વોપરી સિદ્ધાંતો ના વિશ્વમાં વિશ્વમાં પ્રસાર અને પ્રસાર કરવા માટે આ સંસ્થાનું સ્થાપન કર્યું હતું – સ્થાપન કર્યું છે. અબજીબાપા અને મુક્તજીવન સ્વામિનારાયણ બાપા –સંત વિભૂતિ એ શિક્ષણ અને માનવ કલ્યાણના કેવા અદભુત કાર્ય કર્યા હતા ..તે તો આ મંદિરની મુલાકાત લઈએ અને સંતો પાસેથી સાંભળીએ ત્યારે જ ખબર પડે.. આ મંદિરમાં મહંત સ્વામી સાથે કુલ પાંચ સંતો રહે છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સમય આપે છે… તેમજ અભ્યાસ માટે તેઓ સંસ્કૃત ભાષામાં વિદ્વાન બની રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરનું 28 તેમજ ત્રણ હોલ ધરાવતું અતિથિગૃહ ખુબ સરસ સગવડ ધરાવે છે અને તેનું ફરીથી નવીનીકરણ થઈ રહ્યું છે..

    આ સંસ્થા અંગે નો એક વિડિયો પણ જોવા જેવો છે, જે આ સંસ્થાની વિગતે વાત કરે છે


    *** મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ અને તેનો આછેરો પરિચય***

    આજથી વર્ષો પહેલા અમદાવાદમાં જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મની સાથે માનવતાવાદી અને ચેરિટી કાર્યોની નવી પરંપરા શરૂ કરી હતી. તેમણે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અદ્ભુત સામાજિક કાર્યો કર્યા છે.

    મંદિરની સાથે શૈક્ષણિક શરૂઆત માટે શ્રી સ્વામિનારાયણ છાત્રાલયની સ્થાપના કરી હતી. સાથે જ સંસ્કૃત અભ્યાસ માટે પણ સંતો ભક્તોને પ્રોત્સાહન આપે છે.

    મુક્તજીવન સ્વામીબાપાની સુવર્ણ તુલા થઈ ત્યારે આવેલા દાનને એ સ્ટેજ ઉપરથી જ તેમણે સ્કૂલ અને કોલેજ માટે આપી દીધું. ઓછી ફીમાં ચલાવવામાં આવતું સ્વામિનારાયણ છાત્રાલય પણ સ્વામીબાપાના શિક્ષણ પ્રેમનું ઉદાહરણ છે. જ્યાં આજે પણ બાળકોને નામ માત્રની ફી લઈને ભણાવવામાં આવે છે. અમદાવાદમાં શાહઆલમ જેવા વિસ્તારમાં ગરીબો અને મધ્યમવર્ગીય બાળકો અભ્યાસ કરી શકે તે માટે સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજનો પ્રારંભ કરાવ્યો. ગરીબ અને વંચિત બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે તેમણે શાળાઓ, કોલેજો, છાત્રાલયો અને પુસ્તકાલયો શરૂ કરાવ્યા. આ ઉપરાંત, મહિલાઓ માટે વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓની પણ સ્થાપના કરી છે. પંચમહાલ જેવા વિસ્તારમાં પણ સ્કૂલો અને કોલેજો બનાવી બાળકોને ઉત્તમ ભણતર મળે તેવા પ્રયાસો હાથ ધરાયેલા છે.

    મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ સંત હતા જેમણે વિદેશની ધરતી પર પગ મૂક્યો હતો. સંગીત ક્ષેત્રે પણ સંસ્થા દ્વારા ચાલતી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ આગવી ઓળખ બની ચૂકી છે. આજે 7 જેટલા દેશોમાં સ્કોટિશ પાઈપ બેન્ડ પણ ભક્તિના સૂરો રેલાવે છે.

    સમાજના છેવાડાના લોકોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે તેમણે અનેક ક્લિનિક્સ, જનરલ હોસ્પિટલો અને શ્રી મુક્તજીવન સેવાશ્રમ જેવી ભક્તોને રહેવાની ઉત્તમ સુવિધા મળી રહે તેવી સંસ્થાઓની સ્થાપના કરી છે. કચ્છ ભૂજમાં પણ કચ્છી સમાજ દ્વારા ચાલતી હોસ્પિટલોને ઉત્તમ સુવિધાઓ મળે તે હેતુથી 25 કરોડ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું હતું.

    આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કાર્ય માટે માનવતાની સેવા માટે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુ ફોર્સની સ્થાપના કરી હતી. આ સંસ્થા પૂર કે ધરતીકંપ જેવી આપત્તિઓમાં એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહનો અને બોટ દ્વારા લોકોને મદદ પૂરી પાડે છે.

    મુક્તજીવન સ્વામીબાપાના રાહે જ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પણ એવા જ સેવા કાર્યો કર્યા છે. મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિમાં તૈયાર થયેલું ગુરુભક્તિનું નૌતમ નજરાણું એટલે ઘોડાસર સ્થિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર. સંગેમરમરનું આ સ્મૃતિ મંદિર વિશ્વશાંતિ કેન્દ્ર તરીકે ઓળખાય છે.

    દિલ્હી સિવિલલાન્સ વિસ્તારમાં આવેલ મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરના સંપર્ક નંબર નીચે મુજબ છે.

    દિવ્યવિભૂષણ સ્વામી મહંત – સ્વામીનારાયણ મંદિર (7982539281)

    વસંતભાઈ પંચાલ – મેનેજર સ્વામિનારાયણ મંદિર (9953171701)

    મિતુલભાઈ – સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ (7069832717)

  • સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ સ્વામિનારાયણ મંદિર( મણીનગર , અમદાવાદ) મો. – ૬૩૫૨૪૬૬૨૪૮ ( 6352466248) 

    કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ” સમજાવતું
    “માતાપિતાની સેવા” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

    સંતાનો ! જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો,
    તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા.- સાધુ પ્રેમવત્સલદાસજી

    સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં “માતૃપિતૃ ઋણ” સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત “માતાપિતાની સેવા” નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…

    આ પુસ્તક શ્રી મોતીભાઈ ઠક્કર પરિવાર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું..…

    આ પુસ્તક પ્રકાશન પ્રસંગે *કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.. એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે,માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા હેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરે છે.પરંતુ ચાર પુત્રો માતાપિતાને રહેવા માટે વારા પાડે છે.

    સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર…તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે.તેનો અર્થ શું છે ? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા,નહિ તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.

    સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા – બાપની આંખોમાં બે વાર આસું આવે છે. દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે છે, ત્યારે….. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં.

    અંતમાં સૌ ઉપસ્થિત ભક્તોને આ માતાપિતાની સેવા પુસ્તક સૌને વિનામૂલ્યે ભેટમાં આપ્યું હતું.

    સંકલન : નિરવ જોશી (M-9106814540)

  • સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com)

    સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ માનવ જીવનના નિર્માણ માટે અભ્યુદય પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં 700 કરતાં વધારે ભક્તોએ નલિકાંત ગાંધી ટાઉન હોલમાં અભ્યુદય પર્વનો લાભ લીધો હતો..


    જેમાં નીલકંઠધામ પોઇચા થી શાસ્ત્રી સ્વામી અચલ જીવનદાસજી સ્વામીએ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં – એ સૂત્ર તો યાદ રાખીએ જ… પણ સાથે ભૂલો ભલે બીજું બધું બાળકોને ભૂલશો નહીં ! – એ વિષય ઉપર સમજુ માતા પિતા વડે બાળકોનું ઘડતર કેવી રીતે કરી શકાય એ વિશે ખૂબ સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું.. બાળકોને સમય, સમજણ, અને સંસ્કારની સંપત્તિ આપીએ એ જ સાથે સંપત્તિ.

    આવા અનેક વિચારોના માધ્યમથી મનનીય પ્રવચન આપ્યું હતું.. આ ઉપરાંત પુરાણી સર્વજ્ઞદાસ સ્વામીએ સોશિયલ મીડિયાનો સંયમિત ઉપયોગ કરીને ટેકનોલોજીનો નાશ નહિ પણ પણ વશ કરીએ જેવા સુંદર વિચારો રજુ કર્યા હતા…

    અંતે નીલકંઠધામ પોઇચા થી પધારેલા પૂજ્ય પ્રભુ ચરણ સ્વામી એ પરિવાર સાથે હળી મળીને રહેવું અને પરિવારના સભ્યો સાથે મળીને ગીતા ભાગવત આદિક શાસ્ત્રોનું શ્રવણ કરે એ જ સૌથી મોટી સફળતા છે. એ વિશે વાત કરી હતી..

  • હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો

    હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના આંગણે મહંત સ્વામીના સાનિધ્યમાં આદિવાસી દિવસ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર ( M-9106814540)

    બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ હિંમતનગર ખાતે ગત સોમવારથી પધારી હરીભક્તો અને મુમુક્ષુઓને આધ્યાત્મિક લાભ આપી રહ્યાં છે. તેમના નિત્ય સત્સંગનું કાર્યક્રમ રાબેતા મુજબ ચાલી રહ્યો છે અને તેમાં અનેક કાર્યક્રમો પણ અલગ અલગ દિવસે આયોજિત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ એટલે કે વિદ્યામંદિર – શાળાના ભૂમિ પૂજનનો કાર્યક્રમ પણ મહંત સ્વામીના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો. મંદિરની પાસે લેવાયેલી 4 એકર જમીનમા ત્રણ વર્ષમાં આ વિદ્યામંદિર નિર્માણ પામનાર છે.

    રોજ લાખો હરિભક્તો એમના દિવ્ય દર્શન અને સંત સમાગમ નો લાભ લઈ રહ્યા છે …એ આધ્યાત્મિક લાભ તા. ૨૩/૮/૨૦૨૫ ને શનિવારના રોજ આદિવાસી ભાઈઓ ને પ્રાપ્ત થયો . વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આ આદિવાસી ભાઈઓ માટે કહેતા કે “આદી એવા જે ભગવાન એમાં જેમનો એ વાસ છે તે આદિવાસી “ એવીજ દિવ્ય દ્રષ્ટિ થી બધાને નિરખતા વર્તમાન ગૂરૂ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આદિવાસી ભાઈઓ ને ભગવાનના મૂક્ત માને છે. એવા પરમ પૂજ્ય મહંત સ્વામી આદિવાસી ભાઈઓ ને તા. ૨૩/૮/૨૦૨૫ ના રોજ દર્શન અને આશીર્વાદ નો લાભ આપ્યો.

    આજના ખાસ આદિવાસીઓને સમર્પિત દિવસમાં કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિને સમર્પિત રહ્યા જેમાં સવારે આદિવાસી ભાઈઓ એ પોતાની પારંપારિક શૈલીમાં કિર્તનભક્તી કરી ધન્યતા અનુભવી.

    એજ શ્રુંખલા માં બપોરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની દિવ્ય દ્રષ્ટિથી આદિવાસી મહિલાઓ માટે મહિલા સંમેલન બપોરે ૨ થી ૪ દરમિયાન યોજાયું. જેમા સાત હજાર આદિવાસી મહિલાઓ તથા અન્ય મહિલા હરિભક્તો એ લાભ લીધો. જેમાં બીએપીએસ સંસ્થા દ્વારા ચાલતી આદિવાસી મહિલા પ્રવૃતિથી મહિલાઓ નો કેવો સર્વાગી વિકાસ થયો તે સંબંધી અદભૂત કાર્યક્રમ થયો . જેમાં એજ ક્રમ માં સાંજે મહિલાઓ એ લાભ લીધો.

    પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આદિવાસી ભાઈઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં બીએપીએસ સત્સંગ તથા પ્રમુખ સ્વામી તથા મહંત સ્વામી મહારાજ ના યોગ માં આવવાથી આદિવાસી ભાઈઓ કુરિવાજો અને અંધશ્રદ્ધા છોડી કેવી રીતે પ્રગતિ કરી તે સત્ય ઘટના આધારિત સંવાદ ના રૂપમાં દર્શાવવામાં આવ્યું.

    આ કાર્યક્રમમાં દશ હજારથી વધુ આદિવાસી ભાઈઓ ઉપરાંત સાબરકાંઠા ના અન્ય હરિભક્તો એ લાભ લીધો. કાર્યક્રમના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આદિવાસી ભાઈઓ ને અંધશ્રદ્ધા છોડી શિક્ષણ સાથે સત્સંગ કરવા ની પ્રેરણા અને આશીર્વાદ આપ્યા.


     તારીખ 21/8 ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે ભવ્ય અને દિવ્ય સ્વાગત દિનની સભાનું આયોજન કરવામાં આવેલ હતું.

    જેમાં સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો ભક્તોએ સ્વામીબાપાનું વિવિધ રીતે સ્વાગત કર્યું હતું.

    મહંતસ્વામી મહારાજે પણ દરેક હરિભક્તોને વિશેષ લાભ આપેલ હતો. બાળકો યુવકો અને હરિભક્તો દ્વારા અનેક પ્રકારના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનોની અદભુત રજૂઆત કરવામાં આવેલ હતી.

    આ સ્વાગત સભામાં 1. મહાનુભવશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
    ધારાસભ્યશ્રી પ્રાંતિજ- તલોદ,
    પૂર્વ મંત્રી ગુજરાત સરકાર
    2.વિમલભાઈ ઉપાધ્યાય
    પ્રમુખશ્રી, નગરપાલિકા ,હિંમતનગર
    3.ઉપેન્દ્રભાઈ ગઢવી
    ચીફ ઓફીસર, નગરપાલિકા, હિંમતનગર
    4.દશરથસિંહ ઝાલા
    પ્રમુખશ્રી, તાલુકા પંચાયત તલોદ
    5.બિરેનભાઈ પટેલ
    સરપંચશ્રી, કાંકણોલ ગ્રામ પંચાયત પણ ખાસ સ્વામીશ્રીના આશીર્વાદ અને દર્શન માટે પધારેલ હતા.

  • હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

    હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા હિંમતનગર ગુરુકુળ હાંસલપુર મુકામે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ

    ૨૧/૫/૨૫ પ્રથમ દિવસે વક્તા પૂજ્ય શાસ્ત્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નુ આખ્યાન દ્વારા ભક્તોને ગમે એટલા સંઘર્ષો મુશ્કેલીઓ કે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ સત્યનિષ્ઠા,‌ કર્તવ્ય નિષ્ઠા અને ધીરજ રાખીએ તો અંતે ભગવાન પણ પ્રસન્ન થાય એવા ગુણો કેળવવાની વાતો કરેલ.

    સાથે હિંમતનગર ગુરુકુળ ની નિર્માણાધીન ભૂમિમા કથા પ્રસંગે ભગવાન રામ ભગવાન કૃષ્ણ અને બલરામ જેવા આદર્શોના નિર્માણ ગુરુકુલ સંસ્કૃતિ દ્વારા થયા, ગુરુકુલ એટલે ભક્ત ધ્રુવ અને પ્રહલાદની પાઠશાળા, માતૃ પિતૃ ભક્ત તૈયાર કરવાનું સ્થાન, માણસોમાં સંસ્કારનો ઘાટ આપી અને ઘડવાનું કારખાનામાં ઉત્તર ગુજરાતના સંતાનો વિદ્યા અભ્યાસ ની સાથે સમૂહ જીવન, મૂલ્ય, સંસ્કાર અને માનવતાની જ્યોત પ્રગટાવે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ આ ગુરુકુળમાંથી તૈયાર થશે.

    રાજકોટ ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે:

    ફેબ્રુઆરી- 2025માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની 61મી શાખાનું હિંમતનગર, હાંસલપુર ખાતે 6.6 એકર ભૂમિ માં ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયેલ હતો. આ સંદર્ભે અહીંયા રાજકોટ ગુરુકુલના મહંત શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી મુખ્ય ચાર સંતો નિયમિત રીતે સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે અને આદર્શ માનવતાનો ઘડતર થાય એ હેતુસર કાયમી રહેવા માટે આવ્યા છે..


    આમ તો છેલ્લા 4 વર્ષથી મોદી ગ્રાઉન્ડ પાસે આવેલા ઉમિયા સીટી હોમ્સ ખાતે એક સત્સંગીના પ્રાંગણમાં દર મહિનાના છેલ્લા રવિવારે સત્સંગ સભાનું આયોજન કરે છે..

    જેમાં કદમાં નાના પણ વાણીથી વિરાટ એવા શાસ્ત્રી શ્રી વર્ણી સ્વરૂપ સ્વામી સુરતથી પધારી પારિવારિકતા,રાષ્ટ્રીયતા, આધ્યાત્મિકતા, તેમજ,ઈઝી લાઈફ હેપી લાઈફ, ટેન્શન ફ્રી સેમિનાર, પરિવારોત્સવ, યુવા યાત્રા પ્રવાસ આદિ આયોજનો દ્વારા હિંમતનગર તેમજ આજુબાજુના અનેક ગામોના લોકોને ખૂબ સારું જીવન માર્ગદર્શન આપી રહ્યા હતા..

    રાજકોટ ગુરુકુલ એ વડતાલ ગાદી સંસ્થાન નીચેની સંસ્થા છે અને તેના આચાર્ય પ.પૂ.ધ.ધુ રાકેશપ્રસાદજી મહારાજ છે.

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનમાં એક દિવસના એક રૂપિયાના લવાજમથી ભણેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 150 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે, આ ઉપરાંત 17 કરતાં વધુ ગામોમાં ગુરુકુળના માધ્યમથી સત્સંગ પ્રવૃત્તિ સદવિચાર પ્રવર્તન કેન્દ્ર ચાલી રહ્યા છે,

    દર મહિને ગુરુકુળ પરિવારના યુવાનો શ્રી સ્વામિનારાયણ કરુણા સમિતિના માધ્યમથી અનાથ બાળકો વૃદ્ધાશ્રમો જરૂરિયાત મંદ પરિવારોને અન્નદાન વસ્ત્રદાન ચંપલ વિતરણ આદિ અનેકવિધ પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે..

    નર્મદા કિનારે આવેલ ભારતીય સનાતન પરંપરાનું શ્રેષ્ઠ આધ્યાત્મિક પરિસર શ્રી નીલકંઠધામ પોઇચા પણ રાજકોટ ગુરુકુલની શાખા છે.

    શિક્ષણ સાથે સંસ્કારના અભિગમથી ચાલનારી આ સંસ્થાન ની અનેક શાખાઓ આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગણા, આફ્રિકા જેવા વિસ્તારોમાં તેમની શાખાઓ આવેલી છે…

    આજે પણ રાજકોટ ગુરુકુલમાં 1000 વિદ્યાર્થીઓને 360 રૂપિયામાં સંપૂર્ણ વર્ષ ભણાવવામાં આવી રહ્યા છે..

    અત્યાર સુધીમાં રાજકોટ ગુરુકુલ અને તેમની શાખાઓમાં વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત કરીને અમેરિકા,લંડન, જર્મની, ફ્રાન્સ, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જેવા દેશોમાં રહીને ગુરુકુળલ માથી પ્રાપ્ત કરેલ હિન્દુ ધર્મના સંસ્કારોનું પ્રવર્તન કરી રહ્યા છે.

    વધુ માહિતી માટે આપ રાજકોટ ગુરુકુળના સ્વામી શ્રીવર્ણી સ્વામી નો સંપર્ક (8000493000) કરી શકો છો.

  • જાણો, ઋષિકેશના સ્વામિનારાયણ આશ્રમની ગુજરાતીઓ માટે કઈ ખાસિયતો છે

    જાણો, ઋષિકેશના સ્વામિનારાયણ આશ્રમની ગુજરાતીઓ માટે કઈ ખાસિયતો છે

    નીરવ જોશી , ઋષિકેશ (M-7838880134  & 9106814540)

     કહેવાય છે કે ચારધામની યાત્રાએ જતા પહેલા ગુજરાતી હરિદ્વાર અને ઋષિકેશની અચૂક મુલાકાત લે છે ત્યારે ઋષિકેશમાં સ્વામિનારાયણ આશ્રમ કરીને એક એવું ગુજરાતી માટે સ્થળ આવેલું છે કે જ્યાં જઈને ગુજરાતીને પોતેકાપણું લાગે છે ! અહીંના આશ્રમના વ્યવસ્થાપક અને સંસ્થાપક એવા સુનિલ ભગતજી સાથે વાત કરીને આપણને કોઈ સ્વજનને મળ્યા હોય તેવો અનુભવ થાય છે !

    ઋષિકેશ સીસમ જાડી પાસે આવેલી સ્વામિનારાયણ આશ્રમ ના આધાર સ્તંભ એવા સુનિલ ભગતજી સાથે એવીએસ પોસ્ટે ખાસ વાતચીત કરી હતી અને આ સંસ્થાના ઉદ્દેશ્યો તેમ જ એના કાર્યો વિશે વિગતે વાત કરી હતી. રજુ છે એમની સાથે મુલાકાત ના પ્રશ્નોત્તર રૂપે અંશ.

    Nirav Joshi: *આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો કયા છે ?*

    *સુનિલ ભગતજી:વડતાલ સંપ્રદાયના પુરાણી વિષ્ણુ પ્રકાશદાસજીની પ્રેરણાથી 2002માં આ સંસ્થાની સ્થાપના થઈ.આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશમાં સૌથી પહેલું આવે છે અન્ન અને આશરો.

    અત્યારે હાલ કઈ ગયા ક્ષેત્રમાં સેવા થઈ રહી છે ?

    *સુનિલ ભગતજી:* અત્યારે અમે 2006 માં બ્રાહ્મણો માટે સંસ્કૃત મીડિયમ પાઠશાળા જેને શાસ્ત્ર વિદ્યાલય કહેવામાં આવે છે, તેની સ્થાપના કરી.

    *કેટલા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં આનો લાભ લીધો છે અને આ વિદ્યાર્થીઓ કયા કયા ક્ષેત્રમાં થાય અથવા તો પોતાનું રોજગાર મેળવી રહ્યા છે?*

    *સુનિલ ભગતજી:* દર વર્ષે અમે 25 થી 30 વિદ્યાર્થીઓને એડમિશન આપીએ છીએ તો એ પ્રમાણે 18 વર્ષમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી અને આગળ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે જેમ કે ઘણા વિદ્યાર્થીઓ કથાકાર બની ગયા છે, ઘણા સંગીતકાર બની ગયા છે , ઘણા બધા વિદ્યાર્થી મોટા મોટા જે મંદિરો છે તેના પૂજારી થઈ ગયા છે! ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અધ્યાપન કરાવે છે.

    *Nirav Joshi:* આ સંસ્થા ભગવાન સ્વામિનારાયણના આરાધના કરનારા સંતો વડે સ્થાપના કરવામાં આવી છે, તો ગુજરાતના લોકો અહીં આવી કઈ રીતે પ્રેરણા મેળવે છે અને ભગવાન સ્વામિનારાયણના ભક્તો ખાસ કરીને સંસ્થા સાથે સંકળાયેલા ભક્તોને કયા પ્રકારની અહીંયા સગવડો મળે છે?*

    *સુનિલ ભગતજી:* અમારા પૂજ્ય ગુરુજીનો એક જ ઉદ્દેશ્ય છે કે – ગંગા કિનારે આવનાર વ્યક્તિ સામાન્ય વ્યક્તિ નથી હોતા, એના આ જન્મના અથવા તો આગલા જનમના અથવા તો એના પૂર્વજોના આશીર્વાદને કારણે પહોંચ્યો હોય છે એટલે આપણી સંસ્થા દ્વારા એને ખાધીપીધેને સાચવવા, એને રાજી કરવા! કારણકે અહીંયા આવનારી વ્યક્તિ ઘરવાળાથી શેઠિયાઓથી ધંધાથી પડોશી થી કંટાળી થાકી અને અહીંયા આવે તો અહીંયા એને શાંતિ મળે એવું વાતાવરણ આપણે આપવું.

    Nirav Joshi: *કોરોના 2020 પહેલા સ્વામિનારાયણ આશ્રમ નું સ્વરૂપ અલગ હતું અત્યારે જે નવું સ્વામિનારાયણ આશ્રમ બન્યો છે એમાં કયા કયા પ્રકારની સુવિધાઓ ઉમેરાઈ છે અને આ નવા સ્વરૂપના બીજા કયા ઉદ્દેશ્યો છે?*

    *સુનિલ ભગતજી* :કોરોના 2020 પહેલા સ્વામિનારાયણ આશ્રમ નું સ્વરૂપ અલગ હતું. અત્યારે જે નવું સ્વામિનારાયણ આશ્રમ બન્યો છે એમાં અનેક પ્રકારની જન સેવાકીય સુવિધાઓ ઉમેરાઈ છે અને આ નવા સ્વરૂપના બીજા ઉદ્દેશ્યો પુરા થયા છે જેમકે કોરોના સમયમાં શ્રી સ્વામિનારાયણ આશ્રમ ને ખૂબ મોટી સેવા કરવાની તક મળી હતી! જે રોજ હજારો ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવતી હતી. ઋષિકેશના સીસમ જાડી વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિને કોરોનાના કપરા કાળમાં મહિનાઓ સુધી ભોજન પૂરું પાડવામાં આવ્યું! જેથી કરી આ સેવા જોઈ અને ઘણા બધા લોકો આ સંસ્થા સાથે જોડાયા!!! મોટો સમુદાય જોડાય એટલે એમને રહેવા જમવાની સુવિધાઓ કરવી પડી જેના માટે અમે એક ગલી નંબર 13 માં 72 રૂમનું એક બિલ્ડીંગ ઊભું કર્યું અને ત્યાં સરસ મજાનું રહેવાનું અને જમવાની વ્યવસ્થા કરી- સહજાનંદ વેલનેસ જેનું નામ આપવામાં આવ્યું !ત્યાં યોગ અને આરોગ્યને લક્ષી પણ ઘણા બધા કાર્યો કરવામાં આવે છે, કોરોના પછી ઘણા બધાને કામ છૂટી ગયા હતા તો અમે મહિલાઓ માટે સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્ર પણ આ જગ્યાએ શરૂ કર્યું જેમાં અત્યાર સુધીમાં લગભગ 200 થી 300 મહિલાઓએ સિલાઈ પ્રશિક્ષણ લાઈવ અને પોતાનું રોજગાર ચલાવે છે! પોતાના પગ પર ઉભા થયા છે અને આજે પણ આ સંસ્થા કેન્દ્ર ચલાવી રહ્યું છે!!!

    બાળકો માટે પણ અલગથી અભ્યાસ માટે જે લોકલ છોકરાઓ ટ્યુશન કરી શકે એવા ન હતા એના માટે અઠવાડિયામાં ચાર દિવસ બે કલાક ફ્રીમાં ભણાવવામાં આવે છે! તો કોરોના પછી જે જે સગવડો જેમ સમાજને જોતી હતી -એ પ્રમાણે અમે અન્ન ક્ષેત્રની શરૂઆત કરી. પહેલા ફક્ત સંતોને જમાડતા હતા હવે પહેલાં સંતો અને પછી ગરીબો- જે જરૂરત મંદ લોકો છે, એમને બંને સમય દાળ ભાત રોટલી જમાડીએ છીએ, જેથી કરી એની ભૂખ સંતોષાય!

    Nirav Joshi: આપના જે પણ આગામી સમયના આયોજનો છે તે માટે આપની ગુજરાતના સમાજ પ્રત્યે શું અપેક્ષા છે???

    *સુનિલ ભગતજી:* ગુજરાતનો સમાજ ખૂબ સેવા કરે છે, સ્વામિનારાયણ આશ્રમમાં પણ 99% સહયોગ ગુજરાતનો જ છે, તો આવી રીતે સહયોગ કરતા રહે અને આ જગ્યાનો ઉપયોગ પણ કરતા રહે. અહીં આવી ભજન, ભક્તિ, સત્સંગ પૂજા પાઠ, ધ્યાન – આરાધના, સાધના કરે -એવી અમારી ઈચ્છા છે.

    જય સ્વામિનારાયણ!

    (ઋષિકેશ સ્વામિનારાયણ આશ્રમ ના સ્થાપક એવા સુનીલ ભગતજી નો સંપર્ક સૂત્ર : – 93198 25050)

    *Location*
    https://maps.app.goo.gl/H2XtnqTzW7tXSnUN9

    Swaminarayan Ashram, Shisham Jhadi, Gali No. 13, Rishikesh, Uttarakhand

    GANGA DARSHAN GROUP
    *व्हाट्सऐप ग्रुप पर जुड़ें-*
    https://chat.whatsapp.com/H32HfYhzsSpGNkj4j4AXEe

     

    For Room Booking please contact:
    *8511151708*

    https://swaminarayan.yoga/rooms/

     

    https://sahajanandwellness.carrd.co/

    Nirav Joshi: દરરોજ સાંજે અહીંયા ગંગા આરતી થાય છે – એની શરૂઆત ક્યારે થઈ? અને એની વિશેષતા જણાવો.

    સુનિલ ભગતજી:  2002માં અમારા ગુરુ પુરાણી વિષ્ણુ પ્રકાશદાજી સ્વામી – અથાણાવાળા વડતાલ જેમના હાથે પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ અવિરત આરતી ચાલી આવી રહી! કેદારનાથના પુર 2013 પછી આ ગંગા આરતી ભવ્ય અને દિવ્ય રૂપથી કરવામાં આવી અને કોરોના પછી જે લોકો અહીંયા આવી શકે એમ ન હતા તો એ લોકો માટે અમે સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મથી youtube ચેનલના

    Web- YouTube માધ્યમથી ઘરે બેઠા દર્શન કરી શકે એવી ઋષિકેશ ધામ નામની ચેનલના માધ્યમથી ઘરે બેઠા રોજ ગંગાજીના દર્શન – આરતીના દર્શન કરી શકે એવી સુવિધા શરૂ કરી.

  • કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    કાલુપુર તાબાના નરનારાયણ દેવ મંદિર, હિંમતનગરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

     કાલુપુર તાબાનું ભગવાન નરનારાયણ દેવનું – ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી રામદેવ ની ઉપાસના નો નિર્દેશ કર્યો છે.

    22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …

    ત્યારે આ સંસ્થા અને તેના ઘનશ્યામ મહિલા  મંડળ વડે તોરણ બનાવવાની સેવા તેમજ રાતને સમય યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી.

    આશરે 20 જેટલી મહિલાઓએ ત્રણ કલાક 21મી જાન્યુઆરીના રોજ તોરણ બનાવવાની સેવા આપી હતી.

    કાળુપુર સંપ્રદાનના નરનારાયણ દેવ મંદિર હિંમતનગર સંસ્થાના કોઠારી સ્વામી – પીપી સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી.

    રસપ્રદ વિડીયો.

  • BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    BAPS- સ્વામિનારાયણ મંદિર હિંમતનગર શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાળંગપુર સ્થિત બોચસવાણી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એટલે કે બીએપીએસ – BAPS ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં હંમેશા શ્રીરામ ભગવાનનું મંદિર આવેલું હોય છે . 

    22 જાન્યુઆરી રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો …

    ત્યારે આ સંસ્થા અને તેના મહિલા મંડળ એટલે કે યુવતી મંડળ વડે યાદગાર રંગોળી બનાવવામાં આવી હતી. સંસ્થાના સ્વામી એ પણ શ્રીરામ પ્રતિ પોતાની અખૂટ આસ્થા પ્રગટ કરી હતી. રસપ્રદ વિડીયો.

     

     

    ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામ નો જન્મદિવસ એક જ તારીખે કે તિથિ એટલે કે રામનવમી ના દિવસે આવે છે.

     

  • સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી પ્રસાદનો લાભ લીધો

    સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી પ્રસાદનો લાભ લીધો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

    રવિવારે સવારે પણ 04:30 કલાક સાબરકાંઠા ને અરવલ્લીના હરિભક્તો – શહેરી વિભાગ વડે 325 થી વધારે યજ્ઞકુંડમાં શાંતિ હવન થવાનો છે વિશ્વ શાંતિ માટે શહેરના હરિભક્તો શાંતિ હવન કરવાના છે. સાંજે ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે ભારત ભાગ્ય નિર્માણ નામનો કાર્યક્રમ બપોર પછી હરિભક્તો વડે પ્રસ્તુત થવાનું છે.

    શનિવારે સવારે ૬-૩૦ કલાકે થી ૧૧-૦૦ કલાકસુધી યજ્ઞ થયો
    ૩૨૫ યજ્ઞ કુંડ હતા
    ૨૩૭૦ યુગલ યજમાન યજ્ઞ માં બેઠા.

    ૯૦૦૦ થી વધારે ભક્તો એ એકાદશી ના ફલાહાર નો પ્રસાદ લીધો.

     

    પ્રસ્તુત છે શનિવાર નો વિડીયો.

    હિંમતનગર કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ ઉજવણી પ્રસંગે ૩૨૫ હવનકૂડ પર હવન નો શુભારંભ.. સેંકડો લોકોએ લાભ લ‌ઈ ધન્યતા અનુભવી..

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ના દશાબ્દી મહોત્સવ પ્રસંગે આજે તા.૨૩મી ડિસેમ્બર ના રોજ સવારથી જ ૩૨૫ જેટલા યજ્ઞ કૂડોના યજ્ઞોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને ૨૩૭૦જેટલા યજમાનો આ યજ્ઞ કૂડો પર યજમાન પદે બિરાજમાન થ‌ઈ યજ્ઞોત્સવનો લાભ લીધો હતો. ઉપરાંત ૯૦૦૦ થી પણ વધારે હરીભક્તો એ આજની એકાદશી નો ફલાહારનો પ્રસાદ આરોગ્યનો હતો.

    સમગ્ર હવન શાળામાં સ્વામિનારાયણ સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોએ ખડેપગે રહી વ્યવસ્થાપન સંભાળ્યું હતું. દશાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું પણ સુંદર આયોજન સ્વામિનારાયણ સંતો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આજે ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય હોમાત્મક ઐતિહાસિક હવનનો લાભ સેંકડો લોકોએ લ‌ઈ ધન્યતા અનુભવી હતી.


    ચાર દિવસ બીએપીએસ સંસ્થાનું કાર્યક્રમ છે તેની વિગતો જે નીચે મુજબ છે.

    બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના હિંમતનગર ના કાંકણોલ ખાતે આવેલ મંદિર નો દશાબ્દી મહોત્સવ તા. ૨૨/૧૨/૨૦૨૩ થી ૨૫/૧૨/૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવશે.

    હિંમતનગર મંદિરના કોઠારી સ્વામી પૂ.મંગલપુરુષદાસ સ્વામી તથા પૂ. કૌશલમુનીદાસ સ્વામીએ જણાવેલ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રગટ ગુરૂહરી પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ થી સદૃગુરુ સંત પૂ. વિવેકસાગરદાસ સ્વામીની ઉપસ્થિતીમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે .

    તારીખ ૨૨ ને શુક્રવાર ના રોજ પ્રથમ દિવસે આદિવાસી સમાજના ૧૦૦ યુગલો ના સમુહ લગ્ન યોજાશે, જેમાં દરેક યુગલ ને વિવિધ ચીજવસ્તુ રૂપે 1 લાખ રૂપીયા સુધીની ભેટ આપવામાં આવશે. તમામ યુગલો લકઝરી બસ દ્રારા સુરત ખાતે પ.પૂ. સંત શ્રી મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ લેવા ગયા હતા.

    જ્યારે પછી તારીખ ૨૩ ને શનીવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, સંસ્કાર દિન ની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨૪ ને રવિવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, ભારત ભાગ્ય નિમાઁણ કાયઁક્રમ યોજાશે અને અંતિમ દિવસે તારીખ ૨૫ ને સોમવારના રોજ હિંમતનગર મંદિર નો પાટોત્સવ અભિષેક, સન્માન સમારોહ તથા સમપઁણ દિવસની ઉજવણી કરાશે.

    તેમણે વધુમાં જણાવેલ કે આ દશાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા ૧ માસ થી ચાલી રહી છે જેમાં ૫૦૦ ઉપરાંત સ્વયંસેવક બહેનો તથા ભાઇઓ વડીલ સંતોના માગઁદશઁન હેઠળ સેવા આપી રહ્યા છે. બહારગામના તમામ સ્વયંસેવકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.