ટૅગ surat

  • ચેન્નઈમાં એક સમારોહમાં સંસ્કૃત શોર્ટ ફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા – BEST MOVIE રહી

    ચેન્નઈમાં એક સમારોહમાં સંસ્કૃત શોર્ટ ફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા – BEST MOVIE રહી

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)Avs post media

    સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે હવે નવી પદ્ધતિઓ અને નવા પ્રયોગો થવા લાગ્યા છે, મારા એક દસ વર્ષ જુના મિત્ર અભિષેક ઉપાધ્યાય કે જે સંસ્કૃત પાઠશાળાના આચાર્ય છે તેમણે તેમની મિત્રો સાથે મળીને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ઘણા પ્રયાસો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે એક વધુ એક સિદ્ધિ મેળવી છે, જે નીચે મુજબ છે.

    સુજ્ઞ મહોદય,

    નીચે મુજબની માહિતી વાંચી અને સંસ્કૃત ફિલ્મ નિહાળી આપના બહુમૂલ્ય અભિપ્રાય પાઠવો એવી હૃદયના ઊંડાણથી અરજ.

    🔗 લિંક👇🏻

    https://youtu.be/Ixgk2eoOqxk?si=mVMt6kdGh9VXNwMK

    નમસ્કાર,

    દેવભાષા સંસ્કૃત આપણો અદ્ભુત વારસો છે. તેનું ઊંડાણ અને ઉંચાઇ બંને અનન્ય અને અનુપમ છે. માનવજીવનને સાર્થક કરવામાં અને તેને સર્વોચ્ચ દરજ્જો આપવામાં સંસ્કૃત સાહિત્ય નિઃશંકપણે શ્રેષ્ઠ છે.

    ચેન્નાઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં M K Films (સુરત) દ્વારા નિર્મિત સંસ્કૃત શોર્ટ ફિલ્મ ‘શાશ્વતમ’ પ્રથમ વિજેતા – “BEST MOVIE” રહી.. આંતરરાષ્ટ્રીય 63 ફિલ્મોમાંથી 2024ની સ્પર્ધામાં ‘શાશ્વતમ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. અન્ય ત્રણ એવોર્ડ પણ મળ્યા. જેમાં શ્રીમોનાક્ષ એન. કાનિરકર – શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી (સતત બીજી વખત) માટે બે પુરસ્કારો જીત્યા તથા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા શ્રીમહારુદ્ર કે. શર્માને સતત બીજી વખત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.
    આ ફિલ્મોત્સવમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી શ્રી એલ.મુરુગન જીની અધ્યક્ષતા અને બોલિવૂડના “THE KASHMIR FILES” ફિલ્મના નિર્માતા-નિર્દેશક શ્રી વિવેક રંજન અગ્નિહોત્રીજી તથા પ્રખ્યાત દક્ષિણ ફિલ્મ નિર્દેશક શ્રી મોહન-જી એ પણ જજ અને જ્યુરીની ભૂમિકા ભજવી હતી.
    આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન જેવા દેશોએ પણ ભાગ લીધો હતો. કુલ 63 ફિલ્મોમાંથી છ ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી અને ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. સુરતની ‘શાશ્વતમ’ ફિલ્મે ચાર એવોર્ડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
    આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી એલ. મુરુગનજીએ કહ્યું, “સંસ્કૃતને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે, સરકાર પણ આવા માધ્યમ દ્વારા આપણી સંસ્કૃતિને ઓસ્કાર સુધી લઈ જવા માટે ઉત્સુક છે.”
    શ્રી વિવેક અગ્નિહોત્રીજીએ ઉત્સાહપૂર્ણ સ્વરમાં કહ્યું, “આટલી બધી ફિલ્મો સંસ્કૃત ભાષામાં બને છે. અને તેમાંથી મોટાભાગના મોનાક્ષ જેવા યુવાનો દ્વારા બનાવવામાં આવી છે આ.લોકો જે કામ કરી રહ્યા છે તેનાથી હું અભિભૂત છું. જો આ ઉમદા હેતુ માટે મારું યોગદાન જરૂરી હશે, તો હું ખુશ થઈને નિભાવીશ.” અંતમાં, દરેકે વિજેતાઓને તેમની જીત માટે અભિનંદન આપ્યા.
    જો કે અહીં મુખ્ય હેતુ સંસ્કૃતને ચેતનવંતી રાખવાનો છે, પરંતુ આ માધ્યમમાં એક વાર્તા પણ આવશ્યક છે, તેથી કેટલાક સામાજિક પ્રેરણાદાયી સંદેશ પસંદ કરવાનો હોય છે. અંગદાન દ્વારા, ‘શરીરામાદ્યમ ખલુ ધર્મસાધનમ્’ કહેવત મૃત્યુ પછી બળીને રાખ થઈ જાય તેવા શરીર માટે સાર્થક બની શકે છે. આ પ્રેરણાદાયી સંદેશ ‘શાશ્વતમ’માંથી મળે છે. પૌરાણિક સંદર્ભો પણ અહીં આપવામાં આવ્યા છે. એક વ્યક્તિનું અંગ દાન પાંચ લોકોના જીવનને ઉજ્જવળ બનાવે છે.” જેમ એક શાખામાં બીજી શાખા રોપવાથી છોડ જીવી જાય છે અને ખીલે છે, તેવી જ રીતે આપણે હૃદયને હૃદય સાથે જોડીએ, આ રીતે શરીરનો નાશ થયા પછી પણ અંગદાન દ્વારા માનવતાને શાશ્વત રાખી શકાય છે.

    અહીં બોલચાલની સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીને સંસ્કૃત અઘરી છે એવી ગેરસમજ પણ દૂર થાય છે.દેશની આ વારસાની જાળવણી માટે આપણે સતત પ્રયત્નો કરવા જોઈએ. આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ નિયમિતપણે તેમના નિવેદનોમાં સંસ્કૃત સાહિત્યની મહાન સૂક્તિઓનો ઉલ્લેખ કરે છે.

    અમે ત્રણેય સંસ્કૃતના આ પ્રચારયજ્ઞમાં એક નાનકડું યોગદાન આપીને અપાર આનંદ અને સંતોષની લાગણી અનુભવીએ છીએ. પુરસ્કારો ગૌણ હોય તો પણ તે ઉત્સાહ વધારતા હોય છે અને નવા કાર્યો કરવા માટે જોશ ભરે છે.

    “શાશ્વતમ” માટે ગર્વની બાબત એ છે કે તેને પ્રતિષ્ઠિત ‘દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ-2024’માં WINNER OF TOP 100 SHORT FILM નો એવોર્ડ પણ મળ્યો છે. તેને અન્ય પુરસ્કારો પણ મળ્યા છે અને અન્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે નોમિનેશન માટે મોકલવામાં આવી છે –

    No. Film Festival Award Name
    01 International Sanskrit Short Film Festival 2024.
    (Chennai.) BEST MOVIE SHASHWATAM
    02 BEST DIRECTOR Monaksh N. Kanirkar
    03 BEST ACTOR Maharudra K. Sharma
    04 BEST Cinematography Monaksh N. Kanirkar
    05 Madras Independent Film Festival BEST INDIAN SHORT FILM SHASHWATAM
    06 Dada Saheb Phalke International Film Festival Winner – TOP 100 SHASHWATAM
    07 Chitrangan International Film & Theatre Festival
    (Rewa, Madhya Pradesh.) Official Selection & Screening SHASHWATAM

    ભવદિય
    અભિષેક ઉપાધ્યાય
    શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા,
    આમલીરાન, કવિ નર્મદના ઘર પાસે,
    સુરત
    મો.9726556339

  • સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ ફલક પર ઝળહળશે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ લોકાર્પણ

    સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ ફલક પર ઝળહળશે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ લોકાર્પણ

    નીરવ જોશી , સુરત (M-7838880134  & 9106814640)

    17 ડિસેમ્બર 2023 નો દિવસ સુરતના ઇતિહાસમાં એક નવું અને ખૂબ જ યાદગાર પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે! હીરા ઉદ્યોગ ક્ષેત્રે એક અપ્રતિમ વિકાસ અને સુરતને એક નવી દિશા અને ઓળખ આપનારું એક મહાન ઔદ્યોગિક સાહસનો આજે શુભારંભ થવાનો છે . એક સાથે બે-બે નવી નજરાણા સોનાની મુરત ગણાતા સુરતને ભેટમાં મળવાના છે!  આ બંને ભેટ એ સદીઓ સુધી ખૂબ જ યાદ બની રહેવાની છે…તો આ ભેટ છે –  સુરતને એક નવું ડાયમંડ બિઝનેસ માટેનું અત્યંત સગવડ વાળું વિશાળ માર્કેટ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, આ બંને નવી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે બપોરના અર્પણ થવાની છે, ત્યારે સુરતવાસી અને ગુજરાતના લોકો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે.

    *વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે: ગુજરાતનું સુરત વિશ્વ ફલક પર ઝળહળશે*
    ¤ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મીએ વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે*
    ¤ ૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો: ૧૭૫ દેશોના વેપારીઓ સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવા માટે આવશે*
    ¤ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે*
    ¤ રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશેઃ ૧.૫ લાખ લોકોને રોજગારી મળશે*
    ¤ વિશ્વના ખૂણે ખૂણાથી સુરત આવનાર ડાયમંડ બાયર્સને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ*
    ¤ ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેક્ટેડ બિલ્ડીંગ: ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે*
    ¤ અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં બન્યું છે*
    ¤ ‘સુરત ડાયમંડ બુર્સ’માં ભારતનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ*
    *****


    રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ(CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મી ડિસેમ્બરે ખૂલ્લું મૂકશે. અંદાજિત રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.

    સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતાં સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ ૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.

    અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં ૬૭ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.

    ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં ૨૭ ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં ૨ લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને ૪ લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે ૨ લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.

    બુર્સ ૧૩૧ હાઈ સ્પીડ લિફ્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ ૩ મીટરની છે. લિફ્ટનું મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટીનેશન કન્ટ્રોલ સિસ્ટમ વડે થશે. જેથી કોઈપણ વ્યક્તિને ૧૬માં માળ સુધી પહોંચવા માટે ત્રણ મિનિટ લાગશે. ૩૫.૫૪ એકરના સમગ્ર બુર્સ પરિસરમાં ૧૫ એકરમાં પંચતત્વ થીમ આધારિત ફક્ત ગાર્ડન એરિયા છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર મુજબ નવ ગ્રહોને આધિન બનાવાયો છે. એક પણ ઓફિસને સૂર્ય પ્રકાશ ન મળે એવું નહીં બને. આદર્શ આર્કિટેક્ચર મુજબ પૂરતું ગણાય એટલું બે ટાવર વચ્ચે અંતર હોવાથી તમામ ઓફિસોને પૂરતો હવા ઉજાસ સૂર્યપ્રકાશ મળી રહે છે. કોઈ પણ વ્યક્તિ વેપારી, મુલાકાતી બુર્સના ૯ ટાવર પૈકી કોઈ પણ ટાવરમાંથી એન્ટ્રી કરશે તો પણ કોઈ પણ ઓફિસમાં પહોંચવા માટે માત્ર ૩ મિનિટ લાગશે.

    બુર્સના કોર કમિટી મેમ્બર અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.૧૫/૦૨/૨૦૧૫ ના રોજ સુરતના મગદલ્લા પાસે, ખજોદ ખાતે ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું પણ શ્રીમતી આનંદીબેન પટેલે ભૂમિપૂજન કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ બુર્સ ઝડપભેર સાકાર થાય એ માટે ઉમદા સહયોગ આપ્યો હતો.

    સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે. ડાયમંડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે સુરત આવતા થશે જેથી સુરતનું નામ વિશ્વસ્તરે પ્રસ્થાપિત થશે. અહીં ૪,૨૦૦થી વધુ ઓફિસો બની છે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરા વેપારીઓએ ઓફિસો ખરીદી છે. જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે, ઉપરાંત ૧.૫ લાખ લોકોને રોજગારીની તકો મળશે. વૈશ્વિક નેતા અને વિઝનરી લીડર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સ ખૂલ્લું મૂકાશે, જે ભારતીય અને વિશ્વના વ્યાપારી જગત માટે ઐતિહાસિક કદમ તરીકે અંકિત થશે એમ શ્રી સવાણીએ ઉમેર્યું હતું.

    ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે એનો આનંદ વ્યક્ત કરતા શ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં કહ્યું કે, આ બુર્સ પ્લેટિનમ, સિલ્વર ડાયમંડ, લેબગ્રોન ડાયમંડના વન સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવશે. વિશ્વના ખૂણે ખૂણાથી બાયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જાણીતી ડાયમંડ કંપનીઓ ઉપરાંત જે MSME(Micro, Small and Medium Enterprises)ના નાના ઉદ્યોગકારો મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોતા, તેમણે પણ અહીં ઓફિસો ખરીદી છે. જેથી હવે ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે. જેનો સીધો લાભ તમામ વેપારીઓને થશે. બુર્સમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ કોન્સેપ્ટ અંતર્ગત ૧૮૦૦ KLD સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વેસ્ટ વોટરને રિસાયકલિંગ કરવામાં આવશે, તેમજ ૪૦૦ કિલોવોટ સોલાર પાવર પ્લાન્ટ પણ ઉભો કરાયો છે, જેનાથી પ્રદુષણ નિયંત્રણ સાથે પર્યાવરણની સુરક્ષા જળવાશે.

    ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે જે બદલ ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ઘણી મુશ્કેલીઓ હતી. જેનું ઉદાહરણ આપતા શ્રી વલ્લભભાઈએ કહ્યું કે, સુરત મેન્યુફેક્ચરિંગનું પાવરહાઉસ છે, જ્યારે મુંબઈ ડાયમંડ ટ્રેડિંગનું હબ છે. જેથી વેપારીઓને બન્ને શહેરોમાં ઓફિસ રાખવી પડતી હતી. જેનો વિવિધ ખર્ચ અને ઓપરેશનલ કોસ્ટ પણ વધુ રહે છે. પરંતુ હવે બુર્સ સાકાર થતા હીરા કટિંગ પોલિશિંગમાં મોખરે રહેલા સુરતમાં જ ડાયમંડ ટ્રેડીંગની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.

    શ્રી લખાણીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ બુર્સના મેમ્બરોએ નવી હાઇડ્રોજન એનર્જીનો ઉપયોગ કરવા રચનાત્મક સૂચન કર્યું હતું, જેથી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય, તેમના આ સૂચનનો અમલ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ.

    સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયાએ ‘સુરત ડાયમંડ બુર્સ’માં ભારતનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ બનશે, એ પણ એક અજાયબી સમાન છે એમ જણાવતા ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એ જે રીતે સરદાર પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાકાર કરવાનો સંકલ્પ સાકાર કર્યો છે એવો જ સંકલ્પ સુરતના હીરા ઉદ્યોગને નવી ચમક અને ગતિ આપવાનો સંકલ્પકૃત અને પ્રયત્નશીલ રહ્યા છે, તેમના આ વિઝનને અનુરૂપ બુર્સ નિર્માણ પામ્યું છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો હરહંમેશ સહકાર સાંપડ્યો છે.

    આમ, વિશ્વના હીરા ઉદ્યોગને સુરત ડાયમંડ બુર્સના રૂપમાં નવલું નજરાણું મળશે અને ગુજરાતનું સુરત હીરા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ ફલક પર ઝળહળશે. સાથોસાથ, SDB ગ્લોબલ ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ ખ્યાતિ પામશે.

    ¤ SDB બનશે ડાયંમડના આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્રબિંદુ: અહીં વ્યાપારીઓને મળશે બહુઆયામી સુવિધાઓ*
    ૬૫ લાખ ચોરસ ફૂટમાં બાંધકામ ધરાવતા બુર્સમાં વિશાળ એન્ટ્રી ગેટ અને રિસેપ્શન, સિક્યુરિટી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ, ટ્રેડિંગ હોલ, સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ, મ્યુઝિયમ, ફુડ ઝોન, બેન્ક, કસ્ટમ ઓફિસ, એમ્ફી થિયેટર, મની ટ્રાન્સફર ડેસ્ક, ટ્રાવેલ ડેસ્ક, રિટેલ ઝોન, ઓક્શન હાઉસ, સિકયોરીટી કંન્ટ્રોલ રૂમ, ડાયમંડ કલબ જેવી બહુઆયામી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ૩૦૦ સ્કવેર ફુટથી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો નિર્માણ પામી છે. બુર્સમાં કુલ ૯ ટાવર + ગ્રાઉન્ડ + ૧૫ માળ + ૨ બેઝમેન્ટ છે. બુર્સના વિશાળ કેમ્પસમાં ૧૧,૦૦૦ ટુ-વ્હીલ અને ૫,૧૦૦ ફોર-વ્હીલ પાર્કીંગની સુવિધા છે. પોલિશ્ડ અને રફ ડાયમંડ ઓક્શન માટે ઓક્શન હાઉસની સુવિધા, ઈઝરાયેલની C4i ટેકનોલોજીયુક્ત, સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સંચાલિત અને ૪૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરા સાથેની હાઈટેક એડવાન્સ સિકયુરીટી સિસ્ટમ દ્વારા આ બિલ્ડીંગમાં અભેદ્ય સુરક્ષાકવચ ઉભું કરાયું છે.

    ¤ વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે*
    હીરાના ઉત્પાદનમાં સુરત શહેર વૈશ્વિક એપિસેન્ટર છે. આજે વિશ્વના ૧૦માંથી ૮ હીરાનું કટિંગ, પોલિશીંગ અને પ્રોસેસિંગ સુરતમાં થાય છે. ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૮૦ % છે. ગુજરાતના ૯૦% હીરાનું કટિંગ, પોલિશીંગ સુરતમાં થાય છે, જે સીધી રીતે આ ઉદ્યોગ ૯ લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, એટલે જ સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’નું બિરૂદ આપવામાં મળ્યું છે.

    ¤ વડાપ્રધાનશ્રી કહે છે..
    સુરત ડાયમંડ બુર્સ સુરતનાં હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. જે ભારતની ઉદ્યોગ સાહસિક ભાવનાઓનો પણ પુરાવો છે. વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે. આપણી અર્થ વ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે: -વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી(એક TWEET)

    ¤ વૈશ્વિક નજરાણા સમાન SDB- સુરત ડાયમંડ બુર્સની એક ઝલક*
    ********
     ૬૭,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી ક્ષમતા
     હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
     ૬૭ લાખ સ્કવેર ફુટ બાંધકામ અને ૪૫૦૦ થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
     બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ
    સિસ્ટમ (BMS)
     ૩૦૦ સ્કવેર ફુટ થી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો
     દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”ની લંબાઈ ૧૪૦૭ ફુટ અને પહોળાઈ ઓછામાં ઓછી ૨૪ ફુટ
     ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
     સ્પાઈનમાં ૪ અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
     દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યુ
     સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ (૩,૪૦,૦૦૦ રનીંગ મીટર પાઈપ)
     ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
     સંપુર્ણ એલિવેશન: ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
     ફલોર હાઈટ: ગ્રાઉન્ડ ફલોર-૨૧ ફુટ, ઓફિસ-૧૩ ફુટ
     મેઈન સેરમેનીયલ એન્ટ્રીની હાઈટ: ૨૨૯ ફુટ
     ઈલેકટ્રીકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
     યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
     સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
     પ્રત્યેક બે ટાવર વચ્ચે ૬,૦૦૦ સ્કવેર મીટર (૩ વિઘા) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
     દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
     એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
     ૫૪,૦૦૦ મેટ્રીક ટન લોખંડના સળીયાનો ઉપયોગ
     ૫ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ
     ૧૧.૨૫ લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
     ૧૨ લાખ રનીંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, ૫.૫૦ લાખ રનીંગ મીટર HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
     ૫ એન્ટ્રી, ૫ એક્ઝીટ અને ૭ પેડેસ્ટ્રીયન ગેટ
    ******************************

    સુરતની મળશે નવીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ..

     

    *વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે*

    ¤ રાંદેરના જૂના કાષ્ટના ઘરોમાંથી પ્રેરણા લઈ એરપોર્ટને હેરિટેજ ઈમારતનો લૂક અપાયો*
    ¤ સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે*
    ¤ ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી*

    વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મીએ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે.

    વિશેષત: સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.

    સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનાપૂરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ છે.

    એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.

    સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં ૮૪૭૪ ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ ૧૭,૦૪૬ ચોરસ મીટર છે. જેથી ૧૭મીએ વડાપ્રધાનશ્રીના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે.

    નોંધનીય છે કે, સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.

  • ઉર્જા વિભાગ કૌભાંડ: અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ

    ઉર્જા વિભાગ કૌભાંડ: અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ

    Avspost.com, ગાંધીનગર (M-7838880134)

    • ઉર્જા વિભાગ કૌભાંડ / અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ

    છેલ્લા એક વર્ષ પૂર્વે જાહેર થયેલા યુજીવીસીએલના કૌભાંડ અંગે વધુ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.ખાસ કરીને આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો છે એવું યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જે અંતર્ગત હવે સુરત થી ચાલુ થયેલું ધરપકડનો દોર સાબરકાંઠામાં પણ પહોંચ્યો હતો અને તે હેઠળ કેટલાક ઉમેદવારોની ધરપકડ થઈ હતી. હવે આ કૌભાંડમાં પૈસા લઈને નોકરી આપવામાં આવી છે તેવું તપાસ હેઠળ આવતા અનેક વીજ કર્મચારીઓના પગ નીચે રેલો પહોંચ્યો છે અને કેટલાકને સસ્પેન્ડ કરાયા છે.

    સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોની યાદીઃ

    નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, આસિમ યુનુસભાઇ લોઢા, જલકબેન મનહરભાઈ ચૌધરી, નિલમબેન કમલેશભાઈ પ્રજાપતિ

    અત્યાર સુધી ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી:

    ભરતસિંહ ઠાકોર,સલીમ ઢાપા, મનોજ મંગળભાઈ મકવાણા ,નિકુંજ કુબેરભાઈ મકવાણા, સત્યેષ પાટીલ ,બિપીનચંદ્ર પરમાર, નિસર્ગ બાબુભાઇ પાર્થ, નટવરભાઈ શંકરભાઇ પટેલ, ઈશ્વરભાઈ ભીખાભાઇ પ્રજાપતિ, નારાયણ ભોજાભાઈ મારુ, પિયુષ હરગોવીંદભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, મિતેષ હસમુખભાઈ પટેલ

    *અત્યાર સુધી ધરપકડ થયેલા નોકરીયાત ઉમેદવારોની યાદી:*

    નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી, આસિમ યુનુસભાઇ લોઢા, જિજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ.

     

  • ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    નીરવ જોશી ગાંધીનગર (M-7838880134)

    ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાસ્થાને રહેલી ભાજપ 156 સીટો લઈને ફરીથી સત્તામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ફરીથી શપથવિધિ લીધી છે. સાથે સાથે નવા મંત્રીમંડળનું લોકો એ ઉત્સુકતાથી જે રાહ જોઈ હતી તે હવે પૂરી થઈ.

     

    16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેઓએ આજે પદ અને ગોપનીયતાના શપથવિધિ લીધા હતા. શપથ વિધિ કાર્યક્રમના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અનેેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભારત સરકારનું કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ પ્રધાનો – સ્મૃતિ ઈરાની, રાજનાથ સિંહ તેમજ અન્ય કેબિનેટ પ્રધાનો ભાજપ શાસિત રાજ્યોના- હરિયાણા, મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,આસામના મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા

    શું છે નવા મંત્રીમંડળની લાક્ષણિકતા?-2024 ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે મંત્રીમંડળ

    અલગ અલગ જાતિઓનું સમીકરણ તેમજ એમનું સમતોલન નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યું છે. ભાજપની યુવા બ્રિગેડ હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને રિવાબા જાડેજા ને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

    યુવા અને અનુભવી એમ બંને પ્રકારના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે જ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવી ગયા હતા અને ગુજરાત રાજ્યની ભાજપ સાથે ચર્ચા વિચારણા કરીને આ નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 2024 માં લોકસભા ચૂંટણીની સફળતા માટે તૈયારીના ભાગરૂપે નવો મંત્રીમંડળ બધું સમજી વિચારીને તૈયાર કરવામાં આવી છે.

     8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રીના શપથ લીધા

    • ઋષિકેશ ગણેશભાઈ પટેલ-Patidar
    • રાઘવજી પટેલ-Patidar,
    • બળવંતસિંહ ચંદનસિંહ રાજપુત
    • કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા-Koli 
    • ડો. કુબેરભાઈ ડીંડોર,
    • શ્રીમતી ભાનુબેન બાબરીયા,
    • મુળુભાઈ બહેરા
    • કનુભાઈ દેસાઈ

    રાજ્યકક્ષાના મંત્રીઓ- બે સ્વતંત્ર હવાલો અને છ રાજ્યમંત્રી

    • હર્ષ રમેશકુમાર સંઘવી-Jain Samaj
    • જગદીશ વિશ્વકર્મા- OBC
    • પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી-Koli
    • બચુભાઈ મગનભાઈ ખાબડ
    • મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
    • પ્રફુલ પાનસેરીયા
    • ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
    • કુવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ

    આમ નવા મંત્રીમંડળમાં ગુજરાત સરકારમાં 16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેમને ખાતાની ફાળવણી હવે પછી જાહેર થશે. કુલ મળીને 25 જેટલી સંખ્યાના આસપાસ મંત્રીઓની મંત્રીમંડળ રચવામાં આવશે એવી સંભાવના રહેલી છે.

  • Live Update : ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 સીટો પર આજે મતદાર રાજા!

    Live Update : ગુજરાત ચૂંટણીનો પ્રથમ તબક્કો, 89 સીટો પર આજે મતદાર રાજા!

    નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)

    Live Update :

    • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ત્રણ ચુનાવ રેલી ખાસ કરીને કલોલમાં તેમણે અત્યારે સંબોધન કર્યું.
    • ત્યારબાદ 1: 45 PMએ હિંમતનગર ખાતે રેલીને સંબોધિત કરશે 
    • સાંજે સાડા ત્રણ પછી આશરે 36 km જેટલો વડાપ્રધાન મોદીનો રોડ શો અમદાવાદ ખાતે થશે
    • બપોરે 1:00 વાગે સુધી મતદાન 29% જેટલું નોંધાયું
    • મોદીએ તેમના પરની રાવણ અંગેની ખડગે ની ટીકાનો આપ્યો જવાબ
    • બે કલાકથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાં લોકો મતદાન કરવા માટે ઉમટ્યા!
    • ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જૈન દેરાસરમાં પ્રણામ કર્યા અને હવે મતદાન કરવા નીકળશે
    • મતદાનનો પ્રારંભિક કલાક લોકોમાં ભારે ઉત્સાહ, મતદાન કરવાથી લોકશાહીનો પ્રાણ ખૂબ જ બળવાન બને છે!
    • અમરેલીમાં પરેશ ધનાની અને તેમના સમર્થકો સાયકલ પર ગેસનું બાટલો ભરાવીને મતદારો વોટ કરવા નીકળ્યા!
    • મોદી એ ટ્વિટ કરીને લોકશાહીના ઉત્સવ પર મતદારોને પ્રથમ ચરણમાં મતદાન કરવા હાર્દિક અપીલ કરી
    • ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે વોટ કર્યું, સુરતમાં વોટીંગ કર્યું.
    • ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વોટ કરવા રાજકોટ પહોંચ્યા
    • જામનગરમાં રિવાબા જાડેજાએ વોટીંગ કર્યું, લોકોને મતદાન કરવા માટે અપીલ કરી
    • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન મતદારોને મતદાન કરવા અપીલ કરી
    • ગુજરાતમાં 5,000 જેટલા વોટરો 99 વર્ષની ઉંમરે છે!
    • 788 ઉમેદવારો , ચૂંટણીના મેદાનમાં ૧૯ જિલ્લાના 89 બેઠકો પર આજે મતદાન , ગુજરાતના પહેલા ચરણનું મતદાન
    • આજે ચૂંટણીમાં પૂરેપૂરી તૈયારીઓ સાથે ભાજપ કોંગ્રેસ સાથે આપ પાર્ટી મેદાનમાં
    • 19 જિલ્લાની 89 સીટ ઉપર આજે વોટીંગ શરૂ થઈ ગયું છે.

    સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લઈને કસાકસી નો જંગ શરૂ!

    સવારના આઠ વાગ્યે લઈને સાંજે 5:00 વાગ્યા સુધી વોટીંગ થશે

    સુરત ,કચ્છ , નર્મદા તેમજ કાઠીયાવાડ એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે મતદાન થશે.

    એક મીડિયાના સમાચાર અનુસાર નવસારીમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયો છે.

    મતદાન પહેલા જ ભાજપના ઉમેદવાર પર હુમલો ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર પર હુમલો થયો જે લોકો અજ્ઞાત લોકોએ  પટેલની ગાડી પર હુમલો કર્યો.

     કચ્છ ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું આજનું પહેલા ચરણનું મતદાન – ચૂંટણીનું નિર્ણાયક મતદાન થશે

    આ ઉપરાંત આજે વડાપ્રધાન ગુજરાત ચૂંટણીના બીજા ચરણ માટે  રેલીઓને સંબોધિત કરવા આવશે જેમાં તેઓ 54 કિલોમીટર લાંબો રોડ રેલી અમદાવાદમાં કરવાના છે.

    હિંમતનગરમાં વડાપ્રધાન મોદીનો 12:00 વાગે વૈશાલી સિનેમા ગ્રાઉન્ડ ખાતે જનસભા થવાની છે

    પ્રથમ ચરણમાં મહત્વપૂર્ણ બેઠકોમાં રાજકોટની બેઠકો,જામનગરની બેઠકો અને કેટલીક હાલ પ્રોફાઇલ બેઠકો પર લોકોની નજર ટકેલી છે.

    રિવાબા જાડેજા – જામનગર ,ઈશુદાન ગઢવી -જામખંભાળિયા, હર્ષ સંઘવી – સુરત ના ભવિષ્ય આજે મત પેટીમાં સીલ થશે

    ઇન્દ્રનીલ રાજગુરુ- રાજકોટ જેવા મોટા ચહેરાઓના આજે ભવિષ્યનું રોલ તૈયાર થશે.



     

    ખાસ કરીને સૌરાષ્ટ્ર,સુરત અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છની અને ભાવનગર , જામનગર , સુરેન્દ્રનગર જેવા ગુજરાતના વિસ્તારો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે

     

    1. અબડાસા(કચ્છ)
    2. માંડવી (કચ્છ)
    3. ભુજ (કચ્છ)
    4. અંજાર (કચ્છ)
    5. ગાંધીધામ (એસસી) (કચ્છ)
    6. રાપર (કચ્છ)
    7. દસાડા (એસસી) (કચ્છ)
    8. લીંબડી (સુરેન્દ્રનગર)
    9. વઢવાણ (સુરેન્દ્રનગર)
    10. ચોટીલા (સુરેન્દ્રનગર)
    11. ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)
    12. મોરબી (મોરબી)
    13. ટંકારા (મોરબી)
    14. વાંકાનેર (મોરબી)
    15. રાજકોટ પૂર્વ (રાજકોટ)
    16. રાજકોટ પશ્ચિમ (રાજકોટ)
    17. રાજકોટ દક્ષિણ (રાજકોટ)
    18. રાજકોટ ગ્રામ્ય (એસસી) (રાજકોટ)
    19. જસદણ (રાજકોટ)
    20. ગોંડલ (રાજકોટ)
    21. જેતપુર (રાજકોટ)
    22. ધોરાજી (રાજકોટ)
    23. કાલાવડ (એસસી) (રાજકોટ)
    24. જામનગર ગ્રામ્ય (જામનગર)
    25. જામનગર ઉત્તર (જામનગર)
    26. જામનગર દક્ષિણ (જામનગર)
    27. જામજોધપુર (જામનગર)
    28. ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
    29. દ્વારકા (દેવભૂમિ દ્વારકા)
    30. પોરબંદર (પોરબંદર)
    31. કુતિયાણા (પોરબંદર)
    32. માણાવદર (જુનાગઢ)
    33. જુનાગઢ (જુનાગઢ)
    34. વિસાવદર (જુનાગઢ)
    35. કેશોદ (જુનાગઢ)
    36. માંગરોલ (જુનાગઢ)
    37. સોમનાથ (ગીર સોમનાથ)
    38. તલાલા (ગીર સોમનાથ
    39. કોડિનાર (એસસી) (ગીર સોમનાથ)
    40. ઉના (ગીર સોમનાથ)
    41. ધારી (અમરેલી)
    42. અમરેલી (અમરેલી)
    43. લાઠી (અમરેલી)
    44. સાવરકુંડલા (અમરેલી)
    45. રાજુલા (અમરેલી)
    46. મહુવા (ભાવનગર)
    47. તળાજા (ભાવનગર)
    48. ગારીયાધાર (ભાવનગર)
    49. પાલિતાણા (ભાવનગર)
    50. ભાવનગર ગ્રામ્ય (ભાવનગર)
    51. ભાવનગર પૂર્વ (ભાવનગર)
    52. ભાવનગર પશ્ચિમ (ભાવનગર)
    53. ગઢડા (એસસી) (બોટાદ)
    54. બોટાદ (બોટાદ)
    55. નાંદોદ (એસટી) (નર્મદા)
    56. ડેડિયાપાડા (એસટી) (નર્મદા)
    57. જંબુસર (ભરૂચ)
    58. વાગરા (ભરૂચ)
    59. ઝઘડિયા (એસટી) (ભરૂચ)
    60. ભરૂચ (ભરૂચ)
    61. અંકલેશ્વર (ભરૂચ)
    62. ઓલપાડ (સુરત)
    63. માંગરોલ (એસટી) (સુરત)
    64. માંડવી (એસટી) (સુરત)
    65. કામરેજ (સુરત)
    66. સુરત પૂર્વ (સુરત)
    67. સુરત ઉત્તર (સુરત)
    68. વરાછા રોડ (સુરત)
    69. કરંજ (સુરત)
    70. લિંબાયત (સુરત)
    71. ઉધના (સુરત)
    72. મજૂરા (સુરત)
    73. કતારગામ (સુરત)
    74. સુરત પશ્ચિમ (સુરત)
    75. ચૌયાસી (સુરત)
    76. બારડોલી (એસસી) (સુરત)
    77. મહુવા (એસટી) (સુરત)
    78. વ્યારા (એસટી) (સુરત)
    79. નિઝર (એસટી) (તાપી)
    80. ડાંગ (એસટી) (ડાંગ)
    81. જલાલપોર (નવસારી)
    82. નવસારી (નવસારી)
    83. ગણદેવી (એસટી) (નવસારી)
    84. વાંસદા (એસટી) (નવસારી)
    85. ધરમપુર (એસટી) (વલસાડ)
    86. વલસાડ (વલસાડ)
    87. પારડી (વલસાડ)
    88. કપરાડા (એસટી) (વલસાડ)
    89. ઉમરગામ (એસટી) (વલસાડ)

    અપીલ :

    www.avspost.com  અપીલ કરે છે કે આપના જે પણ સગાઓ આ મત વિસ્તારોમાં હોય કે આ બેઠકો પર હોય તો તેમને મતદાન કરવા માટે અવશ્ય એક ફોન કોલ કરો અને તેમને લોકશાહીમાં મતદાન કરીને ગુજરાત ઇલેક્શન 2022 માં નિર્ણાયક રોલ કરવાનું જરૂરથી જણાવો.

    જય હિન્દ!

     

     

  • ગુજરાતમાં હિન્દી દિવસ ઉત્સવ – 2022 સુરત ખાતે ઉજવાયો

    ગુજરાતમાં હિન્દી દિવસ ઉત્સવ – 2022 સુરત ખાતે ઉજવાયો

    Avspost.com,  Ahmedabad 

    ●તા. ૧૪મી સપ્ટેમ્બર-હિન્દી દિવસ ●

    સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયુંઃ

    ¤ દેશના યુવાનોને પોતાની માતૃભાષા તથા રાજભાષાનો સ્વીકાર કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

    ¤ હિન્દી ભાષા રાજભાષા છે-ભારત માતાના ભાલની બિંદી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

    ¤ માતૃભાષા ભિન્ન હોય પણ રાજભાષા એક જ છે તે જ આપણી અનેકતામાં એકતાની ભાવના સાકાર કરે છે:-મુખ્યમંત્રીશ્રી

    ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

    કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, સૂરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપીને અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતો. સુરત એ ઉત્સાહ અને મનોરથોને સિધ્ધ કરનારી ભૂમિ છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

    બાળકોને સ્વ-ભાષા અને રાજભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસરે સૌ કોઈ સાથે મળીને આગામી ૨૫ વર્ષમાં પોતાની સ્વ-ભાષાઓના માધ્યમથી દેશને સર્વોચ્ચ શીખરો સુધી લઈ જવાનો સંકલ્પ કરીએ.

    આપણી સ્થાનિય અને રાજભાષાઓ વિશ્વની સૌથી સમૃધ્ધ ભાષાઓ છે. હિન્દી એ આમજનતાની રાજભાષા છે અને તેને આગળ વધારવાની છે. તેમ તેમણે જણાવ્યું હતું.

    તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અપાય તેવી નીતિ ધડવામાં આવી છે. મેડીકલ, વિજ્ઞાન, તકનીકી, ઈજનેરી અભ્યાસક્રમો પણ માતૃભાષાઓમાં થાય તે પ્રકારનું લક્ષ્ય નિર્ધારત કરવામાં આવ્યું છે. આ શિક્ષાનીતિથી આગામી સમયમાં ભાષાઓના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

    આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને અનેક પેઢીઓના સાહિત્ય સર્જનને સમજવું હોય તો રાજભાષા જાણવી જરૂરી છે. ભારત દેશના યુવાનોમાં અસીમ ક્ષમતાઓ રહેલી છે. દેશના યુવાનોને પોતાની માતૃભાષા તથા રાજભાષાનો સ્વીકાર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

    બાળકોના સુવર્ણભવિષ્ય માટે ઘરમાં વાતચીતની ભાષા તરીકે પોતાની માતૃભાષાને અપનાવવાનો અનુરોધ શ્રી અમિતભાઇ શાહે કર્યો હતો.

    ભારત દેશ અનેક ભાષાઓથી સમૃધ્ધ દેશ છે. ભાષાઓના માધ્યમથી લોકો એકબીજા સાથે સરળતાથી જોડાય છે. હિન્દી ભાષા એ બધી ભારતીય ભાષાઓની સખી છે સ્પર્ધક નહી તેમ જણાવતા ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, હિન્દીભાષાની સમૃધ્ધિથી તમામ ભાષાઓ સમૃધ્ધ બનશે. હિન્દીને લોકભોગ્ય બનાવવી જરૂરી છે. દરેક ભાષાને જીવંત અને સમૃધ્ધ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવા તેમણે અપિલ કરી હતી.

    કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ પોતાનો સ્વ-અનુભવ વર્ણવતા કહ્યું કે, મારો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થયો હોવાથી હું સરળતાથી હિન્દી બોલી શકું છું. તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના લડવૈયાઓએ આઝાદી માટે પોતાની માતૃભાષા અને હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો. હિન્દીએ હંમેશા સમાવેશીભાષા રહી છે. સ્વભાષા સાથે રાજભાષાનું પણ મહત્વ સ્વીકારવા તેમણે અપિલ કરી હતી.

    આ પ્રસંગે ’भारत के भाल की बिंदी है हिन्दी‘ એમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિવિધ ભાષાઓ ધરાવતા દેશમાં હિન્દી દિવસની ઉજવણી એ એકતાના પ્રતિક સમાન છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમાંકનું સ્થાન ધરાવે છે.

    મુખ્યમંત્રીશ્રીએ હિન્દી દિવસની ઉજવણી માટે ગુજરાતને યોગ્ય સ્થળ ગણાવતાં ઉમેર્યુ હતું કે ગુજરાતમાં ૧૯મી સદીમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના પ્રચારઅર્થે સત્યાર્થપ્રકાશ પુસ્તકની રચના હિન્દીમાં કરી હતી. ગુજરાતી અને હિન્દીએ એકબીજા સાથે જોડાયેલી ભાષાઓ છે. ગુજરાતી સાહિત્ય પણ હિન્દી સાથે જોડાયેલું છે. શબ્દો અને લિપીમાં પણ સમાનતા જોવા મળતી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હિન્દી અને ગુજરાતી સંસ્કૃત ભાષા કૂળમાંથી આવેલી ભાષા છે. આપણી સૌની માતૃભાષા ભલે અલગ હોય પણ રાજભાષા તો એકજ છે. આ ભાવના જ વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રને અનેકતામાં એકતાથી સાકાર કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું.

    આ સંમેલન પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજયકુમાર મિશ્રાએ રાજભાષાનું મહત્વ સમજાવીને રાજભાષાએ જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન કરનારી ભાષા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વમાં ૨૫થી વધારે દેશોમાં હિન્દી ન્યુઝપેપર, બુલેટીન અને પત્રિકાઓનું વાંચન થાય છે જે વૈશ્વિક ફલક પર ભારતીય ભાષાની સ્વીકૃતિનો આદર્શ પુરાવો છે. ‘રાજભાષા’ના ‘સૂવર્ણયુગ’થી હિન્દી ભાષા માટે દેશમાં જોવા મળેલા સકારાત્મક બદલાવની વિગતો તેમણે આપી હતી. આવનારો સમય હિન્દી ભાષાનો હોવાનું જણાવી આ દિશામાં સતત કાર્યરત રહેવાની સરકારની કટિબદ્ધતા તેમણે વ્યકત કરી હતી.

    આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીના હસ્તે ‘હિન્દી શબ્દ સિંધુ’ (સંસ્કરણ-૧) શબ્દકોશ તથા વિશ્વ સ્તરીય અનુવાદન ટુલ ‘કંથસ્ત૨.૦’ના સોફટવેરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે ઈસરો દ્વારા પ્રકાશિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

    આ અવસરે મંત્રીશ્રીઓના હસ્તે રાજભાષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન માટે રાજભાષાકિર્તિ અને ગૌરવ પુરસ્કારો એનાયત કરાયા હતા.

    આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ રાજય મંત્રીશ્રી રાજકુમાર રંજન, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિશિથ પ્રામાણિક, કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, રાજભાષાના સચિવશ્રી અસુલી આર્યજી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજયના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વાહનવ્યવહાર મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી, કૃષિ અને ઉર્જામંત્રી રાજય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, રાજ્યસભા અને લોકસભાના સભ્યો, કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, સહિત દેશભરના હિન્દી વિદ્વાનો ઉપસ્થિત રહેશે.