ટૅગ State

  • ૧લી મે : ગુજરાત સ્થાપના દિન પર કેટલીક નવીન વાતો જાણવામાં આનંદ આવશે

    ૧લી મે : ગુજરાત સ્થાપના દિન પર કેટલીક નવીન વાતો જાણવામાં આનંદ આવશે

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540)

    ૧લી મે : ગુજરાત સ્થાપના દિન


    *છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’*
    *‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા*
    *ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય : દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા*
    *વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર*
    *કરવામાં પણ ગુજરાત આગવી ભૂમિકા અદા કરવામાં અગ્રેસર*

     *ભારતની કુલ નિકાસનો આશરે ૩૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાત પાસે*
     *ભારતની GST આવકમાં ગુજરાતનો ફાળો ૮ ટકા*
     *રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર*
     *ડિજિટલ ક્રાંતિ થકી ગામથી ગ્લોબલ બન્યું ગુજરાત*

    ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ તેમજ જન ભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. જેના પરિણામે છેલ્લા બે દાયકાથી ગુજરાત દેશમાં વિકાસની રાજનીતિના નવા અધ્યાય થકી સતત રોલ મોડલ પુરવાર થઈ રહ્યું છે.

    સૌ ગુજરાતીઓએ ગૌરવ થાય એવા ગુજરાતના ૬૫માં સ્થાપના દિન ૧લી મેએ આપણે આ અવિરત વિકાસ યાત્રાને વધુને વધુ આગળ વધારવા સંકલ્પબદ્ધ બનવું જ રહ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજ માર્ગે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત એ ભારતની વસતિના ૫ ટકા અને જમીનનો ૬ ટકા ભાગ ધરાવે છે તેમ છતાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત દેશના GDPમાં ૮.૨ ટકા ફાળો આપી રહ્યું છે. જ્યારે ભારતના ટોચના પાંચ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં ગુજરાત સ્થાન ધરાવે છે.

    ગુજરાત ગૌરવશાળી ભૂતકાળ ધરાવતું રાજ્ય છે અને ભવિષ્ય માટે પહેલ કરતી અગ્રગણ્ય શક્તિ છે. અહીં મંદિર છે તો મોલ પણ છે, અહીં રણ ઉત્સવ છે તો ગિફ્ટ સિટી પણ છે. અહીં આધુનિક બાંધકામ છે તો પર્યાવરણને કેન્દ્ર સ્થાને રાખતાં ગ્રીન બિલ્ડિંગ્સ પણ છે. ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વ્હાઈટ રેવિન્યુ જનરેટિંગ પોર્ટ્સ – આવી અનેક યોજનાઓ ગુજરાતને નેશનલ લીડરશિપ તરફ લઈ જઈ રહી છે.

    *વાત કરીએ આપણા ગુજરાતના વિકાસની…*
    ગુજરાતનો ઈતિહાસ શરૂઆતથી જ ખૂબ જ વૈભવશાળી રહ્યો છે. લોથલ અને ધોળાવીરા જેવી સિંધુ ખીણ સંસ્કૃતિની સાઇટ્સથી લઈને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર સુધી, ગુજરાતે ભારતના ઈતિહાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી કૃષ્ણના દ્વારકા ધામથી લઈને સુફી સંસ્કૃતિ સુધી, ગુજરાત એક સાંસ્કૃતિક મેળાપનું પણ ઉદાહરણ છે.

    ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ ગુજરાતીઓના અથાક પરિશ્રમથી ભારતના અર્થતંત્રમાં ગુજરાત એક મહત્વપૂર્ણ અને શક્તિશાળી રાજ્ય તરીકે વિશેષ સ્થાન ધરાવે છે.

    આ ઉપરાંત ગુજરાત નિકાસના ક્ષેત્રમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. ભારતમાં થતી કુલ નિકાસનો આશરે ૩૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાત ધરાવે છે. આમાં મુખ્યત્વે પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, સેરામિક્સ, જેમ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને ફાર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કુલ ૮૮.૧૬ બિલિયન યુ.એસ. ડોલરની નિકાસ સાથે દેશમાં ગુજરાતનો હિસ્સો ૨૭.૪૦ ટકા હતો.

    ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ તરીકે સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટસ પોલિસી, ટુરિઝમ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે.

    *ડિજિટલ ગુજરાત: ગામથી ગ્લોબલ સુધી*
    ગુજરાત આજે ડિજિટલ ગવર્નન્સમાં પણ આગવું સ્થાન ધરાવે છે. “ઈ ગ્રામ વિશ્વગ્રામ”, ડિજિટલ સેવા સેતુ, જેવી યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની છે. હવે માત્ર શહેર નહીં, ગામડાં પણ ટેક્નોલોજીથી જોડાયા છે. “ગરવી” એપ દ્વારા હવે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતાની મિલકતો અને જમીન સંબંધિત કામગીરી ઓનલાઇન કરી શકે છે. ગુજરાત માત્ર ભારતમાં નહિ, પરંતુ ગ્લોબલ ગુજરાતી સમુદાયને જોડે છે.

    *યુવાનો માટે અવસર: ગુજરાતનું ભવિષ્ય*
    ગુજરાત સ્ટાર્ટઅપ મિશન, આઈ-હબ, એગ્રિકલ્ચરલ પ્રોગ્રામ જેવી પહેલ યુવાનોને મંચ આપી રહી છે. રાજ્યના યુવાનો હવે ખેતીથી આઈ.ટી સુધી, ધંધાથી ડેટા એનાલિટિક્સ સુધી દરેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ ઉજાગર કરી રહ્યા છે. એમ્પલોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક- ૨૦૨૩ મુજબ રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

    *ગુજરાતનો ગૌરવપદ વારસો*
    પ્રવાસન ક્ષેત્રના સુનિયોજીત વિકાસ માટે આતિથ્યમ ટુરિસ્ટ ફુટફોલ ડેશ બોર્ડ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગિરના એશિયાઇ સિંહો, કચ્છનો રણોત્સવ, અને અમદાવાદ શહેરના હેરિટેજ ટાઉનનો દરજ્જો, રાણકી વાવ, ધોળાવિરા, ચાંપાનેર અને સુદર્શન સેતુ જેવા અનેક સ્થળો ગુજરાતના ગૌરવપદ વારસાને સાચવીને બેઠા છે.

    *આધુનિક ગુજરાતનું ટેકનોલોજીયુક્ત ભવિષ્ય*
    ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક રાજ્ય નથી. તે હવે એક ટેક-સેવી, સ્ટાર્ટઅપ-મૈત્રીપૂર્ણ અને ઇનોવેશનને પોષતું રાજ્ય બની ચૂક્યું છે. ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટપ ક્ષેત્રે પ્રથમ નંબરે છે. આજે ગુજરાત ગિફ્ટ સિટી ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર – IFSC હોવાના ગૌરવ સાથે જોડાયેલું છે. અહીં બ્લોકચેનથી લઈને AI, ફિનટેક સ્ટાર્ટઅપ્સ સુધીની સર્વિસ ઉપલબ્ધ છે.

    *ઔદ્યોગિક વિકાસ અને રોકાણ*
    ગુજરાતે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટે’ સફળતાઓ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૪માં તેની ૧૦મી આવૃત્તિ યોજાઈ હતી. છેલ્લા બે વર્ષમાં ટેસલા, માઇક્રોન, ફોક્સકોન જેવી આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓએ ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પ્રસ્તાવ મૂક્યા છે. આ ઉપરાંત સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

    *ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન*
    ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસનના ક્ષેત્રે ભારતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં લાખો પ્રવાસીઓના દૈનિક પ્રવાહથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે. પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ધોલેરા ઝડપથી વિકાસ પામી રહ્યું છે. અહીં ઈ-વેહિકલ, રીન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર્સમાં મોટાપાયે રોકાણ થયું છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન ભવિષ્ય તરફ દોડતા ગુજરાતની સાક્ષી પુરે છે.

  • ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસનું વિઝન

    ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસનું વિઝન

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)

    ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસ નો રોડ મેપ

    -કોંગ્રેસનું ‘ખુશહાલ ગુજરાતી ‘નાં વિઝન સાથે ગુજરાતની પ્રજાને નક્કર વચન
    -સ્માર્ટ સિટીની લોલીપોપ સામે વાસ્તવિક નાગરિક સુવિધા આપવા કટીબધ્ધ
    -વારંવાર તૂટી જતાં રોડની ગુણવત્તા સુધારાશે, ઝુપડપટ્ટીને ગટર, લાઈટ,પાણીની સુવિધાઓ
    – રાજકોટમાં મેટ્રો રેલનું આયોજન, સિટી બસ વ્યવસ્થામાં સુધારો
    – નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વીમીંગ પુલ બનાવાશે

    ચૂંટણી આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જુદા જુદા વચનો આપીને લોકોને ભરમાવવાની કોશિશ કરે છે પરંતુ લોકો હવે જાણી ગયા છે કે, ભાજપના વચનો ટાઢા પહોરના ગપ્પા જેવા હોય છે. હવે લોકોને ફેંકુના વચનોમાં પણ વિશ્વાસ રહ્યો નથી. હવે તો લોકોને કોંગ્રેસમાં આશા જાગી છે. માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ કેન્દ્રમાં પણ વરસો સુધી સ્થિર સરકાર આપનાર કોંગ્રેસ જ લોકોને સુખ સુવિધા અને સુખાકારી આપી શકે છે. કોંગ્રેસે આ વખતે લોકોની માંગણીઓ અને તેમની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જે ચૂંટણી વચનો આપ્યા છે તે નક્કર અને વાસ્તવિક છે અને તેમાં પણ રાજકોટ જેવા શહેરો માટે તો એક ચોક્કસ વિઝનને ધ્યાનમાં રાખીને આ વચનો આપવામાં આવ્યા છે તેમ એક નિવેદનમાં કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલભાઈ રાજગુરુ એ જણાવ્યું છે.

    કોંગ્રેસ શહેરોના વિકાસ માટે એક ચોક્કસ વિઝન રાખે છે અને જો આ વખતે સરકાર આવશે તો આ વિઝન ઉપર જ આગળ વધીને બહુ ટૂંકા ગાળામાં શહેરોની શકલ-સૂરત બદલી નાખવામાં આવશે તેમ જણાવતા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ એ એમ પણ કહ્યું છે કે, કોંગ્રેસે ‘ ખુશહાલ ગુજરાતી ‘ ના નામ સાથે દરેક મુદ્દાને આવરી લીધા છે અને મારું શહેર કેવું હોવું જોઈએ તેની રૂપરેખા આપી છે.

    તેમણે કહ્યું છે કે, કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નાગરિક સુવિધાઓ
    માટે જે વિઝન રજુ કર્યું છે તેમાં ઘર–ઘર સુધી સ્વચ્છ પીવાનું પાણી, ટકાઉ પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન–ક્રિડાંગણ, પબ્લિક સ્કૂલ, દવાખાના, કોમ્યુનિટી સેન્ટરહોલ્સ. શાકમાર્કેટ, પાથરણા બજાર, લારી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, પબ્લિક ટોઈલેટ, પે એન્ડ પાર્ક સુવિધા.
    દરેક ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, ઈન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ્સ, એમ્યુઝમેન્ટ પાર્ક. શહેરો અને ગામમાં દરેક વિસ્તારમાં રમત–ગમતને ઉત્તેજન આપવા માટે, સાર્વજનિક હેતુ માટે ખુલ્લા પ્લોટનું આયોજન ,શહેરોમાં ઉભરાતી ગટરો અને ચોમાસામાં પાણીના ભરાવાને રોકવા અનુભવી અને વિશ્વસનિયતાવાળા કન્સલ્ટન્ટ અને એજન્સીઓની નિયુકિત.ગુણવત્તાયુકત કામ માટે લોક ભાગીદારી સુનિશ્ચિત કરાશે.

    દરેક નવા વિકસીત વિસ્તારમાં ટીપી સ્કીમમાં ઉપરોકત હેતુઓ માટે વિસ્તારવાર પ્લોટસ રિઝર્વ કરી આગોતંરૂ આયોજન, દરેક મહાનગરપાલિકાના વોર્ડમાં રિટેલ ઝોન વિકસાવાશે. જળ સંચયની સુવિધા માટે ટીપી સ્કીમમાં શહેરી તળાવોનું આયોજન કરાશે. ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈપણ શરતો વગર ગટર, પાણી અને લાઈટની સુવિધાઓ આપવામાં આવશે. વસતીના પ્રમાણમાં શૌચાલયોની વ્યવસ્થા પણ આપવામાં આવશે. વારંવાર તૂટી જતાં રોડની ગુણવત્તા માટે ટકાઉ સ્પેસિફિકેશન્સ અને કામની ગુણવત્તાપૂર્ણ કામગીરી માટે કવોલિટી કન્ટ્રોલની જવાબદારી સાથેની જોગવાઈ.મોટા શહેરોમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાના નિકાલ માટે યોગ્ય અનુભવી એજન્સીની નિયુકિત અને યુધ્ધના ધોરણે સર્વે તથા કામગીરી હાથ ધરાશે.

    પે એન્ડ યુઝ ચાર્જિસને રહેવાસીઓને પરવડે તેવા નક્કી કરવામાં આવશે. રાહદારીઓ માટે શહેરોમાં લિફટની સુવિધા સાથે ચાર રસ્તાઓ પર ફુટ ઓવરબ્રિજ.
    સિનિયર સિટીઝન અને બાળકોની સલામતી માટે ક્રોસિંગસિલની વ્યવસ્થા. શહેરોમાં યોગ્ય અંતરે મહિલા અને પુરૂષો માટે ટોઈલેટની વ્યવસ્થા. નવી ટીપી સ્કીમમાં પાકિગની વ્યવસ્થા ઉપરાંત ગીચ વસતી વિસ્તતારોમાં પે એન્ડ પાર્કની સુવિધા પુરતી પાકિગ સુવિધા સાથે બજાર કેન્દ્રો વિકસીત કરાશે. મુખ્ય શહેરોમાં ફલાયઓવર–અન્ડરપાસ અને સિલ્સ મોટા પ્રમાણમાં લાગુ કરાશે.

     

    તમામ શહેરોમાં નવા રમત–ગમત સંકૂલ, ઈન્ડોર ગેમ્સ સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ્સ અને યુવા મંડળોની પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે.સામાજિક પ્રસંગો માટે મોટા શહેરો–નગરપાલિકાઓમાં નવા કોમ્યુનિટી હોલ–પાર્ટી પ્લોટ બનાવાશે. પ્રજાકિય ફરિયાદોના કાર્યક્ષમ સમયબધ્ધ નિકાલ માટે સિટીઝન ચાર્ટરનો વ્યાપ વધારી તેના અસરકારક અમલ માટે આરટીઆઈની તર્જ પર નાગરિક અધિકાર કમિશનની રચના. દરેક વોર્ડ અને વિભાગોમાં જન ભાગીદારી માટે નાગરિક સલાહકાર સમિતિઓની રચના. અન્ય ગુજરાત સરકારે હાઉસિંગ સોસાયટીઓ માટે ૧૯૮૨થી ૨૦૦૧ દરમિયાન જે જે ફલેટ એલોટમેન્ટ કે પઝેશનથી એલોટ થયા હોય એ તમામ ફલેટના માલિકો તે સમયની જંગી અને પેનલટી ભરવાનું જાહેર કરાયેલ પરિપત્ર રદ કરાશે. સ્ટેમ્પ પેપર પાવર ઓફ એટર્નીથી અસ્તિત્વમાં આવેલ ૫.૦ વાર સુધીના આવાસો–સોસાયટીઓને રેગ્યુલરાઈઝ કરાશે.

     

    તેમણે ઉમેર્યું છે કે, સુરત, વડોદરા અને રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરાશે. રાજય પરિવહનની બસોની સંખ્યામાં વધારો કરી ભાડાનું નિયમન કરાશે. શહેરોમાં બીઆરટીએસ રૂટની પુન: સમીક્ષા કરીને નવી બસો ઉમેરાશે. ખાનગી ટ્રાન્સપોર્ટ ઓપરેટરોના મુસાફરો માટે શહેરોમાં ખાનગી બસ સ્ટેશન બનાવાશે. તમામ મહત્વના શહેરોમાં શહેરી બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરાશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને સ્વચ્છ સલામત અને સગવડભરી મુસાફરી કિફાયતી ભાડાથી પ્રજાલક્ષી પસદં તરીકે વિકસાવવામાં આવશે. ગ્રામિણથી રિક્ષા–છકડાને સલામત ડિઝાઈન સાથે કાયદેસરતા આપવામાં આવશે અને તેમને હપ્તારાજમાંથી મુકત કરાવશે.

    ઘરના ઘરની ફાળવણી અને સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ દ્રારા આવાસ નિર્માણ કોંગ્રેસની સરકારનો બહેનોને ‘ઘરનું ઘર’ મળે તે માટે આગામી પાંચ વર્ષનો મુખ્ય ધ્યેય બની રહેશે. આગામી પાંચ વર્ષમાં શહેરી વિસ્તારમાં રાજીવ ગાંધી આવાસ હેઠળ ૨૫ લાખ અને ગ્રામિણ વિસ્તારમાં ઈન્દિરા આવાસ હેઠળ ૧૦ લાખથી વધુ મકાનોનું નિર્માણ કરાશે. કોંગ્રેસ ૮ મહાનગરપાલિકા અને ૧૫૬ નગરપાલિકાઓમાં તથા ૧૮ હજાર ગામોમાં મહિલાના નામે ઘરનું ઘર આપશે.
    તમામ ઘરોની ફાળવણી મહિલાઓના નામે કરાશે. ફાળવણીમાં એકલ મહિલા, ત્યકતા, વિધવા, દિવ્યાંગ અને વૃધ્ધને પ્રથમ પસંદગી. છેલ્લા ૩૦ વર્ષમાં ટીપી અમલીકરણ અને વિવિધ પ્રોજેકટના કારણે બેઘર કરી દેવાયેલા ઝૂંપડાવાસીઓને નવા આવાસોની ફાળવણીમાં પ્રાથમિકતા અપાશે.

    લો ઈન્કમ ગ્રુપના આવાસોમાં શકય હોય ત્યાં સુધી ચાર માળના લોરાઈઝ મકાનો બનાવાશે.મોટી સંખ્યામાં આવાસોના નિર્માણ માટે શહેરી જમીન ટોચ મર્યાદા, ફાજલ જમીનનો ૧૦૦ ટકા ઉપયોગ ઉપરોકત હેતુ માટે કરાશે. પોતાનું મકાન નથી એવા તમામ રેશનકાર્ડ ધારકોને ઘરનું ઘર આપવા ગુજરાત હાઉસિંગ બોર્ડને સક્રિય કરાશે. તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૧–૧૨–૨૦૨૨ સુધીમાં ઝૂંપડા–ચાલીમાં વસવાટ કરતાં તમામ પરિવારોનો સર્વે કરીને પુખ્ત પરિણીત પુત્રને અલગ વ્યકિત ગણીને નોંધણી કરાશે ઉપરાંત ફાળવણી માટેના વ્યવહા ધોરણો નકકી કરાશે તે માટે અલગ કેટેગરીનું લિસ્ટ બનાવી જાહેર કરાશે.

    ગામતળમાં વસવાટ કરતા ભૂમિહીન પરિવારોને વસવાટના હકક આપી ગ્રામ્ય વિસ્તારમાં ખરાબાની જમીન અપાશે. સરકારી અર્ધ સરકારી અને યુએલસીની જમીન ઉપર વસવાટ કરતાં ઝૂંપડાવાસીઓને શકય હોય ત્યાં સુધી તે જ સ્થળે પુન: વસવાટ કરવામાં આવશે અન્યથા વૈકલ્પિક જગ્યા ફાળવાશે.
    શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણાઓનું સર્વે કરી રાહતદરે વ્યાજ અને હાની વ્યવસ્થા. જનભાગીદારી યોજનાઓની સમીક્ષા અને બિલ્ડરો–ડેવલપર્સને જમીન આપી દેવાને બદલે તમામ જમીનનો આવાસ નિર્માણ માટે ઉપયોગ કરાશે.

    સરકારી–અર્ધ સરકારી માલિકીની જમીનમાં રી–ડેવલપેમન્ટની હાલની યોજનામાં ફાજલ થતો જમીનનો ઉપયોગ પણ ગરીબ–નબળા વર્ગના આવાસો માટે જ કરાશે. બીજી કોઈ શરતો સાથે જોડયા વગર ૨૫ ચોરસ મીટર સુધીના રહેણાંકો માટે વીજળીનું કનેકશન ઓન ડિમાન્ડ આપવામાં આવશે. શહેરી–ગ્રામિણ વિસ્તારોમાં વધુમાં વધુ ઈડબલ્યુએસ અને એલઆઈજી આવાસોનું નિર્માણ કરાશે. ૫૦ વર્ષ સુધી ટકી રહે તેવા આવાસોની ડિઝાઈન બનાવવામાં આવશે.હિતધારકોની ભાગીદારી સાથેનું સુપરવિઝન દાખલ કરાશે.

    ગરીબોના મકાનોની જાળવણી–સમારકામ–સુવિધા આ આવાસોના મઈન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી કોર્પેારેશન મ્યુનિસિપાલિયી સંભાળશે અને ખર્ચ માટે પ્રોપર્ટી ટેકસમાં અથવા માસીક રીતે રકમ લાઈટબિલમાં ઉઘરાવવાની વ્યવસ્થા કરાશે. શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં વધુને વધુ ઈડબલ્યુએસ અને એલઆઈજી આવાસોનું નિર્માણ. જનભાગીદારી યોજનાનું રિવ્યૂ કરી બિલ્ડરો–ડેવલપર્સને જમીન આપવાને બદલે તમામ જમીનનો આવાસ નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે.

  • રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ

    રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે બેઠક યોજાઇ

    સંકલન: નિરવ જોષી, ગાંધીનગર

    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી*
    …………
    *રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે ૧૭,૩૯પ MCM એટલે કે ૬૯ ટકા પાણી જળાશયોમાં છે*
    *ગત વર્ષ તા.૧૦ ઓગસ્ટની તુલાનાએ ર૧ ટકા વધારો*

    *પાછલા ૧૩ વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જળાશયોમાં આવરો થયો*
    ………….
    *જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું માર્ગદર્શન*
    ……………
    *રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે તેવાં ૬૮ જળાશયોમાં ઓગસ્ટ-ર૦ર૩ સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે*

    *રાજ્યમાં ૬૯ જળાશયો ૧૦૦ ટકા ભરાઇ ગયા છે-૧ર જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા છે*

    *કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના જળાશયો ૭૦ ટકા ભરાઇ ગયા છે*
    ……………..
    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી*.
    *પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તા. ૧૦ ઓગસ્ટ-ર૦રર સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યુ હતું*.
    *રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે*
    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમ્યાન એવા દિશાનિર્દેશ આપ્યા હતા કે જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળસંચય કરી શકાય*
    *તેમણે એવી પણ સૂચના આપી હતી કે હાલ જ્યાં વરસાદ પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સત્વરે હાથ ધરાવા જરૂરી છે*
    *આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે*.
    *સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે*.
    *મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવેલા વિવરણમાં સિંચાઇ-જળસંપત્તિ વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે*.
    *બેઠકમાં જણાવાયું હતું કે રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે*

    *મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા આ બેઠક દરમ્યાન હાથ ધરી હતી. વરસાદની સ્થિતિની સમીક્ષા સંદર્ભમાં જણાવાયું કે રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે*.
    *એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે*.
    *આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સરદાર સરોવર નિગમના એમ.ડી શ્રી જે.પી. ગુપ્તા તેમજ જળસંપત્તિ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિક સચિવો અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા*.
    ….

  • યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન સમગ્ર ગુજરાતમાં છેડાશે

    યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત માંગે રોજગાર અભિયાન સમગ્ર ગુજરાતમાં છેડાશે

    AVS બ્યૂરો, અમદાવાદ

    ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા “ગુજરાત માંગે રોજગાર” અભિયાનનું વિમોચન.

    આજરોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત પ્રેસ કોંફરન્સમાં ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનનું વિમોચન કરવામાં આવ્યું હતું…

    ગુજરાતમાં બેરોજગારી ભરડો લઈ ગઈ છે ત્યારે વડાપ્રધાનના કહ્યા અનુસાર 2 કરોડ રોજગાર આજે ક્યાય મળતા નથી. ગુજરાતમાં સરકારી આંકડા અનુસાર 3,64,252 બેરોજગારો નોંધાયા છે જેમાથી 3,46,436 શિક્ષિત તથા 17,816 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જે ખુબજ ગંભિર બાબત છે માટે ગુજરાતના યુવાનોના આક્રોશને વાચા આપવા માટે ગુજરાત યુવક કોંગ્રેસ હરહમેશ કટિબદ્ધ રહ્યું છે..

    “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો આયોજીત કરવામા આવશે.

    # પ્રથમ ચરણ :- રોજગાર ક્યા છે??

    “રોજગાર ક્યાં છે?” અંતર્ગત ગુજરાતના તમામ જીલ્લાની શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે જેની શરૂઆત 17 મી મે ના રોજ પાટનગર ગાંધીનગરથી થશે અને ગુજરાતના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.. કઈ તારીખે કયા જીલ્લા માં કાર્યક્રમ થશે તેની માહિતી અહીંયા આપી રહ્યા છીએ.

    # દ્વિતીય ચરણ :- બેરોજગાર સભા અને રોજગાર માંગ પત્ર
    (તારીખ 10મી જુલાઈ થી)

    ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભા નું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા આવશે.

    # તૃતીય ચરણ :- બેરોજગાર રેલી
    (15 ઓગસ્ટ થી)

    ગુજરાતની તમામ વિધાનસભા અને ઝોનવાઈઝ યુવાનોને રોજગાર આપવા માટે બાઈકરેલી યોજીને કલેકટરને આવેદન આપવુ તથા યુવાનોને રોજગાર આપવા માટે અવાજ બુલંદ કરવો.

    # ચતુર્થ ચરણ :- National Unemployment Day
    (17 સપ્ટેમ્બર)

    દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન ૧૭-સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવવામા આવશે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી રજીસ્ટ્રર બહાર પાડીને વડાપ્રધાન શ્રી ને 1 લાખ ‘ગેટ વેલ સુન’ કાર્ડ મોકલીને વડાપ્રધાનને રાજ્યભરમાં ચાલી રહેલી અન્ય ગતિવિધિઓથી અવગત કરાશે.

    કેમ્પેઇન 2 : ગુજરાત સમૃધ્ધિ કાર્ડ

    ગુજરાત યુવક કોંગ્રેસ ગુજરાતના યુવાનો માટે સમૃધ્ધિ કાર્ડ લોન્ચ કરશે જે સરકાર બનવા પર 3 લાભ પ્રદાન કરશે.

    * દરેક માટે નોકરી/ધંધામા રોકાણ ની બાયંધરીનો લાભ અને લાભ ન મળે ત્યા સુધી 4000 રૂપીયા દર મહિને.

    * ખાનગી શાળા અને કોલેજમા સબસીડી દ્વારા ભણતર

    * દરેક કુટુબ માટે 1 કરોડ સુધીનો શારિરિક વીમો બોટોમ

    “ગુજારત માંગે રોજગાર” અભિયાન મુજબ ગુજરાત યુવક કોંગ્રેસ તથા પ્રદેશ કોંગ્રેસ સાથે મળીને યુવાનોની બેરોજગારી મુદ્દે અવાજ ઉઠાવશે તથા ગુજરાતના ભવિષ્યને આર્થિક સામાજીક રીતે સશક્ત થઈ શકે માટે ક્રાતીકારી રીતે અવાજ ઉઠાવાશે.