ટૅગ Sewadal

  • કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

    કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા સાબરકાંઠા આવી પહોંચી

    નીરવ જોષી, હિંમતનગર

    (joshinirav1607 @gmail.com)

    રવિવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદથી શરૂ કરવામાં આવેલી આઝાદી ગૌરવ યાત્રા વિજાપુર થી સાબરમતી નદી પર આવેલા પુલ ને ઓળંગીને સાબરકાંઠા જિલ્લા માં દાખલ થઇ હતી. તાલુકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ તેમજ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં આઝાદી ગૌરવ યાત્રા નું સ્વાગત કરવા માટે ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આઝાદી ગૌરવ યાત્રા ની આગેવાની લઇ રહેલા સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ નું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    સેવાદળના કાર્યકરો અને અન્ય કોંગ્રેસના કાર્યકરો થી શરૂ થયેલી આઝાદી ગૌરવયાત્રા ને ખૂબ ઉત્સાહભેર ફૂલો વરસાવીને, રાષ્ટ્રીય ઝંડો ફરકાવીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દેજરોટા ગામ પાસે આવેલી હોટેલમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.

    આ યાત્રા આવતીકાલે એટલે કે સોમવારે હિંમતનગરમાં ફરીને વકતાપુર મુકામે જશે અને દોઢ મહિનામાં પેદલ યાત્રા કરીને કાર્યકરો આઝાદી ગૌરવયાત્રા ને રાજઘાટ દિલ્હી ખાતે પહોંચાડશે. આઝાદી ગૌરવ યાત્રા નો ઉદ્દેશ્ય લોકોમાં કોંગ્રેસ કાર્ય અંગે જાગૃતિ લાવવાનું છે. મહાત્મા ગાંધી અને આઝાદીના ચળવળ માટે બલિદાન આપનારા ઓને યાદ કરીને તેમના નૈતિક મૂલ્યોને ભારતીયોને યાદ કરાવવાનું છે.

  • જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

    જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

    નીરવ જોષી, હિંમતનગર

    કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી .

    શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે?

    સેવાદળના કાર્યો વિશે આજે પણ ખૂબ જ ઓછા લોકો ગુજરાતમાં જાણે છે કારણકે સેવાદળ કોઈપણ પ્રકારની પબ્લીસીટી કે દેખાડા વિના કાર્ય કરતું તેમજ કોંગ્રેસને શક્તિ પ્રદાન કરતુ એક ઉમદા અને દેશની ઉચ્ચ વિચારધારા તેમજ કોંગ્રેસના અન્ય મહાન નેતાઓના વિચારોનું સંકલન કરતું સંગઠન છે.

     

    સેવાદળ શું કાર્ય કરે છે ?

    સેવાદળની સ્થાપના ૧૯૨૩માં ડોક્ટર એન એસ હાર્ડીકર સાહેબે એક એવા વિચાર સાથે કે દેશમાં કુદરતી આપત્તિઓ આવે કે પછી માનવ સર્જિત આફતો આવે ત્યારે નિષ્કામ કે નિસ્વાર્થ સેવા માટે આગળ આવનારા સૈનિકોની એક ટુકડી કે સંસ્થા બનાવી જોઈએ. આ હતું સેવાદળ. ભૂતકાળમાં ભૂકંપ, પૂર તેમજ દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો સમયે કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ તેમજ સૈનિકોએ ઉત્તમ સેવાકીય કાર્યો કર્યા હતા.

    વરિષ્ઠ કાર્યકર્તા અને પરગજુ ,લાગણીશીલ સ્વભાવના મુકેશભાઈ પટેલ સેવાદળ સાબરકાંઠાના નવા પ્રમુખ બન્યા.

    વર્તમાનમાં સાબરકાંઠા સેવાદળના પ્રમુખ તરીકે છેલ્લા બે મહિનાથી મુકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મુકેશભાઈ પટેલ ઘણા વર્ષોથી કોંગ્રેસ સેવાદળના ના સમર્પિત કાર્યકર્તા કે સૈનિક તરીકે સંગઠનમાં સેવા આપતા રહ્યા છે.

    તેમના કહેવા મુજબ આગામી સમયમાં સાબરકાંઠા ના આઠ તાલુકા માંથી દરેક તાલુકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર કરવાની યોજના છે. આ ઉપરાંત સાબરકાંઠાની ૬ નગરપાલિકાઓ માંથી પણ દરેક નગરપાલિકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર થાય તેઓ તેમનું આયોજન છે.

    આ ઉપરાંત તેમનું કહેવું છે કે સાબરકાંઠાના જેટલા તાલુકાઓ તેમજ નગરપાલિકામાં બુથો છે તેમાં દરેક બુથ દીઠ બે સેવાદળના સૈનીકો આગામી કોઈપણ ચૂંટણીઓમાં સેવા આપશે.

    આ ઉપરાંત આવી જ રીતે મહિલાઓ માટેના સેવાદળ અને યુવાનો માટેની પણ સેવાદળ – યંગ બ્રિગેડ રચવાની તેમની તૈયારી છે. મુકેશભાઈ એ સાબરકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં સેવા પ્રેમી અને કોંગ્રેસ તરફ લાગણી ધરાવતા કાર્યકર્તાઓ સેવા દળમાં જોડાય અને એની હકારાત્મક તાકાત બને તેવી લાગણી પ્રગટ કરી હતી.

    આ સૂચન અમારા ગુજરાતના સેવાદળના પ્રદેશ પ્રમુખ ઋત્વિક ભાઈ મકવાણા સાહેબ 25 તારીખે Zoom online મિટિંગમાં કર્યું હતું, એમ મુકેશભાઈએ ઉમેર્યું હતું.

    સંપર્ક :  મુકેશભાઈ પટેલ (સેવાદળ)- 9409225781