ટૅગ School

  • મજાનું અને વિચારપ્રેરક નાટક ‘બારમાનું બખડજંતર’

    મજાનું અને વિચારપ્રેરક નાટક ‘બારમાનું બખડજંતર’

    મજાનું અને વિચારપ્રેરક નાટક ‘બારમાનું બખડજંતર’

    સંજય સ્વાતિ ભાવે

    પ્રેક્ષકોને પૂરો સમય અત્યારના સમય સાથે જોડી રાખતું,તેમના રસને સતત જાળવી રાખતું બે અંકનું વિચારપ્રેરક મજાનું નાટક ‘બારમાનું બખડજંતર’ ગઈકાલે 22 મેએ જોવા મળ્યું.તેનાં લેખિકા અને નિર્માત્રી લતા શાહ અને દિગ્દર્શક જીગર બુંદેલા.

    મધ્યમવર્ગના એક પરિવારની દીકરી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે આપે છે. આ એક વાતના લગભગ બધાં આર્થિક,સામાજિક, માનસિક અને ભાવનાત્મક પાસાંને નાટક ગંભીરતા અને હાસ્યના સંતુલન સાથે મંચ પર મૂકે છે.

    બારમા ધોરણમાં શાળામાં મળતું શિક્ષણ,મોંઘાદાટ કોચિન્ગ ક્લાસેસની માયાજાળ,મા-બાપની અપેક્ષા, સંતાન અને આખા કુટુંબ પરનો તણાવ,મુગ્ધાવસ્થાના કિશોરોનું વર્તન,પરીક્ષા લેનાર બોર્ડની પોતાની અકાર્યક્ષમતા,મોબાઈલ,સોશ્યલ મીડિયા અને માસ મીડિયા, આર્ટ્સ-કૉમર્સ-સાયન્સના વિષયો અંગેની માન્યતાઓ,સંતાનનું ખુદનું મનોવલણ અને કારકિર્દીની પસંદગી – લેખિકાએ આવરી લીધેલી બાબતોની યાદી લાંબી થઈ શકે.

    સમગ્ર પરિસ્થિતિમાં મા-બાપની મહેનત ઉપરાંત તેમની સમજ તેમ જ સંતાનો સાથેના સંવાદની ભૂમિકા પણ લેખિકાએ ઉપસાવી છે.તેમણે વાર્તા, મંચ પરની ઘટના અને વિચારનું નોંધપાત્ર સંયોજન સાધ્યું છે. મુખ્ય પાત્રોનાં વ્યક્તિત્વનાં રંગો પણ રસપ્રદછે.
    લેખિકા અને દિગ્દર્શક સહિત જુદા જુદા વયજૂથના પંદર કલાકારોએ નાની-મોટી ભૂમિકાઓ પૂરેપૂરી કોશિષથી નિભાવી છે.સંગીત,સંનિવેશ અને પ્રકાશઆયોજનનો અસરકારક ઉપયોગ થયો છે.
    ‘ના શૉર્ટકટ, ના જાદુમંતર,મહેનતનું છે મંતરતંતર,બોર્ડનું બખડજંતર!’ – એવા શબ્દો ધરાવતું, એક કરતાં વધુ વખત સાંભળવા મળતું રમતિયાળ ગીત નાટકનો વિચાર રજૂ કરે છે.
    સંવાદોમાં જયંતિ દલાલ અને મધુ રાય,વિલિયમ શેક્સપિઅર અને જ્યૉર્જ બર્નાર્ડ શૉ એવા નાટ્યકારોના સંદર્ભો આવે છે.તેમાંથી લતાબહેને શૉના ‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’ નાટકનું ગુજરાતી રૂપાંતર કર્યું છે જે જીગરભાઈના દિગ્દર્શન હેઠળ ભજવાઈ ચૂક્યું છે.તે પછી તેમણે મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરના આંતરસંબંધો વિશે લખેલું નાટક જિગરભાઈના અભિનય અને દિગદર્શન સાથે ભજવાયું હતું.

    ગુજરાતીમાં ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઈટર એવાં લતાબહેન મૂળે તો રંગકર્મી છે.નેવુંના દાયકામાં વિદ્યાર્થિની તરીકે તેઓ કૉલેજ અને યુવા રંગભૂમિ સાથે ખૂબ રસથી જોડાયેલાં હતાં.ત્યારથી અત્યાર સુધી તેઓ સમય-સંજોગો અનુસાર થિએટર કરતાં રહ્યાં છે.

    લતાબહેન માટે નાટક તેમના માટે માત્ર મનોરંજન નથી,પણ એક ઉદ્દેશસભર કલા છે.એક પત્ની,ગૃહિણી અને માતા ઘરસંસાર સાથે થિએટર માટેનું પૅશન કેવી રીતે જાળવી રાખે છે તેનું લતાબહેન મનભર ઉદાહરણ છે.

    લતાબહેનને અને તેમની આખી ટીમને અત્યારની એક સમસ્યા તરફ સ્વચ્છ, સ્વસ્થ અભિગમ સાથેનું નાટક ભજવવા બદલ અભિનંદન

  • સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    સ્વામિનારાયણ ગુરુકુળ- હાસલપુર વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540, joshinirav1607 @gmail.com)

    સ્વામિનારાયણ ગુરુકુળ- રાજકોટની શાખા હાસલપુર ગુરુકુળ ટીમ વડે અભ્યુદય પર્વની ઉજવણી કરાઈ

    હાંસલપુર ખાતે નૂતન નિર્માણ થઈ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હિંમતનગર દ્વારા આદર્શ માનવ જીવનના નિર્માણ માટે અભ્યુદય પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં 700 કરતાં વધારે ભક્તોએ નલિકાંત ગાંધી ટાઉન હોલમાં અભ્યુદય પર્વનો લાભ લીધો હતો..


    જેમાં નીલકંઠધામ પોઇચા થી શાસ્ત્રી સ્વામી અચલ જીવનદાસજી સ્વામીએ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં – એ સૂત્ર તો યાદ રાખીએ જ… પણ સાથે ભૂલો ભલે બીજું બધું બાળકોને ભૂલશો નહીં ! – એ વિષય ઉપર સમજુ માતા પિતા વડે બાળકોનું ઘડતર કેવી રીતે કરી શકાય એ વિશે ખૂબ સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું.. બાળકોને સમય, સમજણ, અને સંસ્કારની સંપત્તિ આપીએ એ જ સાથે સંપત્તિ.

    આવા અનેક વિચારોના માધ્યમથી મનનીય પ્રવચન આપ્યું હતું.. આ ઉપરાંત પુરાણી સર્વજ્ઞદાસ સ્વામીએ સોશિયલ મીડિયાનો સંયમિત ઉપયોગ કરીને ટેકનોલોજીનો નાશ નહિ પણ પણ વશ કરીએ જેવા સુંદર વિચારો રજુ કર્યા હતા…

    અંતે નીલકંઠધામ પોઇચા થી પધારેલા પૂજ્ય પ્રભુ ચરણ સ્વામી એ પરિવાર સાથે હળી મળીને રહેવું અને પરિવારના સભ્યો સાથે મળીને ગીતા ભાગવત આદિક શાસ્ત્રોનું શ્રવણ કરે એ જ સૌથી મોટી સફળતા છે. એ વિશે વાત કરી હતી..

  • ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો

    ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ રડાવી ગયો

    ફુટા પ્રાથમિક શાળાના શિક્ષક નટવરભાઈ બબાભાઈ ઓડનો વિદાય સમારંભ

    અમિત ડેડુણ , મેઘરજ

    મેઘરજ, અરવલ્લી: મેઘરજ તાલુકાની ફુટા પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢથી બે વર્ષથી સેવા આપતા શિક્ષક શ્રી નટવરભાઈ બબાભાઈ ઓડની તાજેતરમાં વતન ખાતે બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. સમગ્ર વાતાવરણમાં પોતાનું કોઈ સ્વજન વિદાય લઈ રહ્યું હોય એવી વણકહી વેદના કે વ્યથા પણ અનેક લોકોને ચહેરા પર દેખાઈ રહી હતી!

    શાળાના શિક્ષકો, બાળકો અને ગ્રામજનો માટે આ વિદાય એક દુઃખદ ક્ષણ હતી, કારણ કે નટવરભાઈએ ટૂંકા ગાળામાં જ સૌના હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું. પરંતુ, પોતાના પ્રિય શિક્ષક તેમના મનગમતા વતન માં બદલી થઈ એ વાતની ખુશી પણ સૌના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતી હતી.

    આ પ્રસંગે યોજાયેલા વિદાય સમારંભમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
    નટવરભાઈના સન્માનમાં ગ્રામજનોએ તેમને પરંપરાગત રીતે પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. આ સન્માન દર્શાવે છે કે નટવરભાઈએ આ સમયગાળા દરમિયાન કેવું ઉમદા કાર્ય કર્યું હતું. બાળકો સાથે તેમનો લગાવ, નિષ્ઠા અને મમતા તેમજ આદિવાસી બાળકોને લગાવથી ભણાવવાની તેમની આગવી શૈલી સૌને ખૂબ જ પસંદ હતી!

    આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ નટવરભાઈ સાથેના પોતાના અનુભવો હૃદયથી વ્યક્ત કર્યા હતા. અને તેમની સેવાઓને બિરદાવી હતી.

    નટવરભાઈએ પણ પોતાના વક્તવ્યમાં શાળા પરિવાર અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ફુટા ગામના લોકોનો પ્રેમ અને સહકાર તેઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ વિદાય સમારંભ દુઃખ સાથે આનંદની લાગણીઓથી ભરેલો એક યાદગાર પ્રસંગ સમગ્ર ગામની જનતા માટે બની રહ્યો હતો.

    *વતન બદલી ગૌરવ અને ગમનો સંગમ – ઓડ નટવરભાઈ બાબાભાઈનો બદલી વિદાય સન્માન*

    ગામ અંબસરના રહેવાસી અને ફુટા સ્કૂલ તા મેઘરજ જિલ્લો અરવલ્લી મા માત્ર 1.5 વર્ષની ટૂંકી નોકરી ની અવધિમાં પોતાની ફરજનિષ્ઠા, સરળ સ્વભાવ અને વિદ્યાર્થીપ્રેમથી ગામ ના હ્રદયમાં જગ્યા બનાવનાર શિક્ષક શ્રી ઓડ નટવરભાઈ બાબાભાઈની બદલીની ઘડીએ આખા ગામમાં એક અનોખી લાગણી છવાઈ ગઈ।

    જ્યારે તેમની બદલી પોતાના વતનના ગામમાં નિર્ધારિત થયું, ત્યારે ફુટા ગામના લોકોમાં આનંદ સાથે સાથે દુખની લાગણી પણ હતી – કેમ કે આવા શ્રેષ્ઠ શિક્ષકનું સાથ છોડવું સહેલું નથી।

    ગામલોકોએ ઉદ્દાત હ્રદયથી તેમનું સન્માન કર્યું – શાનદાર પાગડી બાંધી, જે ગામના આદર, સન્માન અને ગૌરવનું પ્રતિક છે। આવું સન્માન ભાગ્યે જ કોઈ શિક્ષકને ગ્રામજનો તરફથી મળતું હોય – અને એ પોતે ઓડ નટવરભાઈ સાહેબના કાર્યોની ઊંચી ઓળખ છે।

    આ પ્રસંગે એક ગામના જ એક વડીલએ કહ્યું:

    “આવા શિક્ષક ગામમાં ફરીથી ક્યારે આવશે કે નહીં, એ કહેવું મુશ્કેલ છે – પણ ગામ ના દરેક બાળક અને ગામ ના લોકો ના હ્રદયમાં નટવરભાઈનું નામ હંમેશાં રહેશે.”

    *આ દિવસ ફુટા ગામ માટે ગૌરવ અને વિદાયરૂપી ગમ – બે ભિન્ન લાગણીઓનો સંગમ હતો!

  • હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

    હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે વિવેકાનંદ જયંતિ છે ત્યારે વિવેકાનંદના ચાહકો અનેક જગ્યાએ સ્વામી વિવેકાનંદના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં પણ સ્વામી વિવેકાનંદ સ્કૂલે વિદ્યાર્થીઓની સ્વામી વિવેકાનંદ યાદ કરતી રેલી સવારના 9:30 – 10:00 વાગે નીકાળીને ભાવાંજલિ આપી હતી.

    સ્વામી વિવેકાનંદ ના ઉમદા આદર્શોને અને આધ્યાત્મિક મૂલ્યોને યાદ કર્યા હતા. મહેતાપુરા ચાર રસ્તા  આવેલી સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાને પણ માલા અર્પણ કરીને અનેક મહાનુભાવો એ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા અને બાળકોની રેલી એ ત્યાં પણ સ્વામી વિવેકાનંદનો જય જય કાર કર્યો હતો.

  • દાહોદ: દેવગઢ બારીયાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

    દાહોદ: દેવગઢ બારીયાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખરેડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

    નીરવ જોશી , દાહોદ (M-7838880134)

    31-10-2023 મંગળવાર ના રોજ દેવગઢબારિયા મુકામે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે દાહોદ જિલ્લા સબ જુનિયર જુડો ટ્રાયલ યોજાયેલ હતી જેમાં ખરેડી પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો અને સુંદર પ્રદર્શન કર્યું હતું.

    ટીમ ખરેડી માં કોચ ચૌહાણ ગૌરવકુમાર હસમુખભાઈ ,
    બોયઝ ટીમ મેનેજર મુનિયા કાનજીભાઈ માનસિંગભાઈ,
    ગર્લ્સ ટીમ મેનેજર જાડેજા નીલાક્ષીબા ભરતસિંહ
    માર્ગદર્શન હેઠળ મીનામાં બાદલભાઈ, કરારા કિંજલબેન, ચૌહાણ મહેકબેન, ભાભોર સ્મિત કુમાર, ચૌહાણ વૈભવીબેન, કલારા અર્ચનાબેન, કલારા આરતીબેન, બારીયા પાયલબેન, મીનામાં વિષ્ણુભાઈ, ડામોર આકાશભાઈ સબ જુનિયર જુડો ટ્રાયલ ભાગ લીધો.


    જેમાં 35 kg વર્ગમાં કુમારમાં મીનામા વિષ્ણુ બીજા અને ભાભોર સ્મિત કુમાર ત્રીજા સ્થાન પર આવેલ છે.

    36 kg વર્ગમાં કન્યામાં કરારા કિંજલબેન પ્રતાપભાઈ દ્વિતીય સ્થાને આવેલા છે.

    40 કિલોગ્રામ વર્ગમાં કુમારમાં મીનામાં બાદલભાઈ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

    40 કિલોગ્રામ વર્ગમાં કન્યામાં કલારા અર્ચનાબેન બીજા સ્થાને અને ચૌહાણ વૈભવીબેન ત્રીજા સ્થાને આવેલ છે.

    44 કિલોગ્રામ વર્ગમાં કન્યામાં બારીયા પાયલબેન મગનભાઈ ત્રીજા સ્થાને આવેલ છે.

    48 કિલોગ્રામ વર્ગમાં કન્યામાં ચૌહાણ મહેક બેન પ્રથમ સ્થાને આવેલ છે. 

    કલારા આરતીબેન દ્વિતીય સ્થાને આવેલ છે.

    55 કિલોગ્રામ વર્ગમાં ભાઈઓમાં ડામોર આકાશભાઈ પ્રથમ નંબરે આવેલ છે.

    ટીમ ખરેડી અને ખરેડી પ્રાથમિક શાળા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન

  • જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તેમજ નિશુલ્ક સીવણ વર્ગ માટે તારીખ લંબાવાઈ

    જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટે તારીખ લંબાવાઈ

        સાબરકાંઠા જિલ્લાના  ઇડર તાલુકાની નવોદય વિદ્યાલય સમિતિ દ્વાશ ધોરણ છ(૬)માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. તો હવે તારીખ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ સુધી નવોદય વિધ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. એમ આચાર્યશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે


    સીવણકામ” માટે  નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે

    ******

     

    સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની ગ્રામીણ બેરોજગાર બહેનો માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા દ્વારા સીવણના નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ મેળવવા ઈચ્છુક બેરોજગાર બહેનો ૨૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી https://barodarsetisabarkantha.org/  કરી શકે છે.

     

    આ તાલીમનો સમયગાળો ૩૦ દિવસ સુધીનો રહેશે.તાલીમ દરમ્યાન સંસ્થા દ્વારા નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રશિક્ષિત અને અનુભવી સર્ટીફાઈડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીને NCVT/સરકાર માન્ય તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવશે.તાલીમ બાદ વ્યવસાય શરૂ કરવા અને બેંક ધિરાણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ અરજી કરી શકશે.

    ગ્રામીણ BPL ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલીનો મેળવવાનો સમયગાળો ૯.૩૦ થી ૫.૩૦ નો રહેશે. વહેલા તે પહેલાનાં ધોરણે ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવશે. વધુ માહિતી માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા,  GMSCL ગોડાઉનની પાછળ, રેલ્વે ફાટક પાસે , આઇટીઆઇની સામે, બાયપાસ રોડ, હાંસલપુર(વિરપુર), તા.હીમતનગર, જી. સાબરકાંઠાનો સંપર્ક કરવો. એમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

     


    MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના બાબત

     

               કેન્દ્ર સરકારે MSME એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMES ને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટિફિકેશન યોજના એપ્રિલ ર૦ર૨માં જાહેર કરવામાં આવી છે.

        કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી LED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

    ZED સર્ટીફિકેટ મેળવવા માટેની પાત્રતા:

          UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/ પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.

    ZED સર્ટીફિકેટ માટેની પ્રકીયા:

        MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન (ની:શુલ્ક ફ્રી) ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનું રહેશે રજીસ્ટ્રેશન બાદ એકમે નીચે મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.

    (૧) certification Loyol-1: Bronze

    (2) Certification Level-2: Silver

    [3] Certificution level-3: Gold

    ZED સર્ટીફિકેશનના ફાયદા:

     1. MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ સીટ કરવાનો છે.

    2.અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSME ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાનો છે.

    ૩. નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે.

    4. ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.

            ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd,  (૨) Efforts Consulting, (3) Separis Knowledge Sol Pvt Ltd,  (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleuns Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્‍ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ કે ફી ચુકવવાની રહેશે નહિ. એમ જિલ્લા ઉધોગ કેંદ્રના જનરલ મેનેજરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

  • ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

    ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ચાર સ્માર્ટ શાળાઓનુ ઉદધાટન કર્યુ

    નિરવ જોષી, અમદાવાદ (M-7838880134)

    હાલ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. દર વખતની જેમ આ સમયે પણ તેમણે નવા ઉદધાટન કર્યા હતા.

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ*

    *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે આ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું નિર્માણ થયું છે*

    *કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ*:
    *
    *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે*

    – *અનુપમ શાળાઓ રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી*

    *લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું*

    *સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ*

    *રાજ્યમાં સુદૃઢ કાયદો અને વ્યવસ્થાની સંગીન સ્થિતિના પરિણામે હવેના યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી*

    *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
    -ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન
    -અનુપમ શાળાઓ વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધે છે
    – આવનારા દિવસોમાં કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક
    -રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો આજે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ગાંધીનગર શાળા નંબર-૨, નારણપુરા ગુજરાતી શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨ અને થલતેજ શાળા નંબર-૨નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ઈ- લોકાર્પણ બાદ માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોએ ગાંધીનગર શાળા નંબર-૨ ની મુલાકાત લઈને સ્માર્ટ શાળા નિહાળી હતી.

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે. કુલ ૨૨ જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે ૪ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ નો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ ૩૨૦૦ જેટલા બાળકોને મળશે.

    તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનાં શાસનમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ અને યોજનાકીય ભંડોળનું સુચારુ અમલીકરણ -એક્ઝિક્યુશન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થાય છે એમ શ્રી અમિત ભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

    કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એ ઉમેર્યું કે લગભગ દરેક ક્ષેત્રે લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું છે.
    રાજ્યમાં બીજેપીના શાસન પેહલા પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા હતો જે બીજેપીના શાસન બાદ ઘટીને ૩ ટકાથી પણ નીચે પહોંચ્યો છે. પહેલા દર ૧૦૦ માંથી ૬૭ બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં એટલે કે ૪૦ ટકા બાળકોને જ પ્રાથમિક શિક્ષણ મળતું હતું જે આજે ૯૫ ટકાથી પણ વધારે સુધી પહોચ્યું છે.
    તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના આપણા દુરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના અથાગ પ્રયત્નો અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી, ટીચર્સ ટ્રેનિંગ જેવા નવતર અભિગમોના ભાગરૂપે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણ રૂપ છે. સાર્વજનિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બાબતે ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ બન્યું છે. બાળક ના શિક્ષણ નું સ્તર કેવી રીતે ઉપર લાવવું એ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર સુપેરે જાણે છે.

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્થાપિત સુદૃઢ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજનાં ગુજરાતનાં યુવાનોને ‘કર્ફ્યું ‘ એટલે શું એ જ ખબર નથી તેમજ રાજ્યમાં ક્યાંય કોઈ કોમી રમખાણો કે અજંપાની સ્થિતિ નથી. આજે રાજ્ય ની દીકરીઓ ખુલ્લે આમ ક્યાંય પણ કોઈપણ સમયે હરીફરી શકે છે જે રાજ્યની ઉત્તમ સુરક્ષા વ્યવસ્થાની સાબિતી છે.નરેન્દ્રભાઈએ ગુજરાતની ધુરા સાંભળ્યા બાદ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, સુરક્ષા, ઊર્જા સહિતના તમામ ક્ષેત્રે રાજ્ય એ વિકાસની અવિરત યાત્રા આરંભી છે. આજે ગામડાઓમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજળી મળે છે. ગુજરાતની ૨૦ વર્ષ થી ચાલતી વણથંભી વિકાસયાત્રા હજુ પણ આમ જ ચાલતી રહેશે જે અંગે સરકાર પ્રતિબદ્ધ છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળઆજે ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
    આજે રાજ્યનું દરેક બાળક આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે કદમ મિલાવી શકે તથા દરેક ક્ષેત્રે આગળ વધી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ આયામો અમલમાં મુકવામાં આવ્યા છે. અનુપમ(સ્માર્ટ) શાળા આવું જ એક સોપાન છે જે બાળકોને ભણતર ભાર રૂપ ન લાગે તે રીતે અને રમતા રમતા બાળકો ભણી શકે તેવા વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સંકલ્પબદ્ધ છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુલ ૨૦ અનુપમ શાળાઓ તૈયાર થઈ ગઈ છે તેમજ વધું ૬૩ શાળાઓ નવેમ્બર સુધી શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં અંદાજે ૧.૫ લાખ બાળકોને અનુપમ શાળાઓનો લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
    કુલ ૮૩ અનુપમ શાળાઓ થકી અમદાવાદ અને ગાંધીનગરનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે.

    મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત પાસે છે. જેના દ્વારા શિક્ષણ ક્ષેત્રે રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ દ્વારા શિક્ષણની ગુણવત્તા માં ઉતરોઉતર વધારો કરી શકાય છે.
    આ સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી ૫૦૦ કરોડ જેટલા ડેટા સેટ્સનું મીનિંગફૂલ એનાલિસિસ કરવામાં આવે છે.

    રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રે સંનિષ્ઠ પ્રયાસોના લીધે આજે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે.
    આ વર્ષે અમદાવાદમાં ૫૯૦૦ બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં ૪૧ હજાર થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી અમદાવાદની સરકારી સ્કૂલમાં આવ્યા છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં અનુપમ શાળાઓ ઉપરાંત ઉચ્ચ સ્તરીય આરોગ્ય સેવાઓ, પાકા રસ્તાઓ અને ફ્લાય ઓવર તેમજ મિશન મિલિયન ટ્રી જેવા કેમ્પેન થકી હરિયાળી વધારવા સાથે આ મત ક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત અને હરિયાળું સંસદીય મત ક્ષેત્ર બનાવવા શ્રી અમિત ભાઈ શાહ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

    આ પ્રસંગે મેયર શ્રી કિરીટ પરમારે જણાવ્યું હતું કે,
    પ્રધાનમંત્રીશ્રીનાં નવા ભારત ની સંકલ્પને સાકાર કરવા અને ગુણવત્તા યુક્ત પ્રાથમિક અને પાયાનાં શિક્ષણ દ્વારા નવી પેઢીને તૈયાર કરવાની નેમ સાથે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ને સ્કૂલ બોર્ડ દ્વારા આ અનુપમ(સ્માર્ટ) શાળાઓ બનવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞા અને જ્ઞાન કુંજ, બાલા, અટલ ટિંકરિંગ જેવા નવતર અભિગમો આધારિત સ્માર્ટ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અનુપમ(સ્માર્ટ) સ્કૂલો વિવિધ આધુનિકતા સભર શૈક્ષણિક ઉપકરણો, ગણિત – વિજ્ઞાનનાં વર્કિંગ મોડલ, થ્રી ડી ઇનોવેશન વૉલ સહિતની તમામ આધુનિક ટેક્નોલોજી અને ડિજિટલ શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે. જેનાથી બાળક ડિજિટલ યુગને અનુરૂપ ખરું સ્માર્ટ એજયુકેશન મેળવીને પોતાનાં સપનાઓ સાકાર કરવા તરફ એક ડગલું આગળ વધે છે અને સર્વગ્રાહી વિકાસ સાધી શકે છે.
    આ ઈ- લોકાર્પણ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર,રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન અને લોકસભા સાંસદ ડો. કિરીટ સોલંકી, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અરવિંદ ભાઈ પટેલ , કિશોર ચૌહાણ, રાકેશ શાહ અને કૌશિક પટેલ, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, કમિશનરશ્રી લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજય મહેતા, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ અને દંડક શ્રી અરુણ રાજપુત, શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિત શાહ, મ્યુનિ. કોર્પોરેશનનાં સભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, શહેર ભાજપ અગ્રણીઓ, સ્થાનિકો તેમજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણજગત સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.