ટૅગ satsang

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

    નીરવ જોશી, દિલ્હી  (M-7838880134 & 9662412621)

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત કરી

    ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

    રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત લોકભવનના દિશા-નિર્દેશોથી સમગ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો, નગરપાલિકા-મહાનગરપાલિકામાં વીજળી બચતનું અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે.

    મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યપાલશ્રીએ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, સંસ્કાર, રોજગાર, આરોગ્ય, નશામુક્તિ, પશુપાલન, સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા વગેરે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો પ્રધાનમંત્રીશ્રીને આપી હતી. આ ઉપરાંત ગ્રામજનો સાથેના સીધા સંવાદ દ્વારા મળેલા સકારાત્મક પ્રતિભાવો વિશે પ્રધાનમંત્રીશ્રીને અવગત કર્યા હતા.


    નોંધનીય છે કે ગુજરાતના ગવર્નર ભવનમાં  છેલ્લા છ દિવસથી આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ ના વ્યાસપીઠે રામકથા નું શુભારંભ થયો છે.. અને આજે છઠ્ઠો દિવસ… સમાપન પહેલાનો દિવસ હતો…

    ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો પાંચમો દિવસ

    આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ

    *શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્વ સાસુનું છે*

    જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી

    ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે કૈકેયી દ્વારા પોતાના પુત્ર ભરત માટે રાજગાદી અને શ્રીરામના વનવાસની માંગણી, શ્રીરામનો પરિવારના સભ્યો સાથેનો સંવાદ જેવા પ્રસંગોનું વર્ણન કરીને ઉપસ્થિત ભાવિકોને ભાવવિભોર કરી દીધા હતા.

    કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ મંથરાના કુસંગને કારણે કૈકેયી દ્વારા માંગવામાં આવેલા બે વરદાનથી મહારાજા દશરથની મનોવ્યથાનું વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જ્યારે કૈકેયીએ ભરત માટે રાજગાદી અને શ્રીરામ માટે ૧૪ વર્ષના વનવાસની વાત કરી ત્યારે શ્રીરામની મનોસ્થિતિ એવીજ રહી જ્યારે રામરાજ્યભિષેકના પ્રસ્તાવ સમયે હતી. આચાર્યશ્રીએ સમાજને સંદેશ આપતા કહ્યું કે, પરિવારમાં ભંગાણ ત્યારે જ આવે છે જ્યારે સાસુ-વહુ એકબીજા પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ રામકથા તો મૈત્રી અને સંસ્કારોનું મિલન શીખવે છે.

    સીતાજી જ્યારે શ્રીરામ સાથે વનવાસમાં જવા માટે જીદ કરે છે, ત્યારે તેમણે આપેલું નિવેદન અત્યંત હૃદયસ્પર્શી હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી. સીતાજીના વનગમન માટે માતા કૌશલ્યાની આજ્ઞા લેવાનો પ્રસ્તાવ એ ભગવાન રામની મર્યાદાનું ઉત્તમ ઉદાહરણ છે.

    માતા કૌશલ્યા અને સીતાજીના સંવાદ દ્વારા આચાર્યશ્રીએ આજના યુગ માટે શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે, શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્ત્વ સાસુનું છે. કૌશલ્યા માતાએ સીતાજીને આશીર્વાદ આપતા કહ્યું કે, વનને પણ તું તારું સાસરૂં સમજીને રહેજે. આ સંવાદમાં જ તે મંત્ર છુપાયેલો છે જેનાથી પરિવારમાં ઊંચા આદર્શો સ્થાપિત કરી શકાય છે. રામકથાના આ પાંચમા દિવસે ભજન અને મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.

    આ કાર્યક્રમની શરૂઆતમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા તથા લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ દીપ પ્રાગટય કર્યું હતું તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું. લોકભવન પરિવાર તથા નગરજનોએ આ ભાવવાહી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.

  • મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ

    મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ

    નીરવ જોશી હિંમતનગર (M-7838880134  & 9106814540)

    હિંમતનગરને આંગણે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025ના( સોમવાર) રોજ ભવ્ય આગમન

    હિંમતનગર : BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવંદનીય પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તા. 18 ઓગસ્ટ 2025ના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાવિક ભક્તોને દર્શન-લાભ આપવા માટે BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે આવીી પહોંચ્યા છે.

    સોમવારની પ્રાર્થના વેલ માં મહંત સ્વામી હિંમતનગર ખાતે આગમન કર્યું હતું તેમજ ઉપસ્થિત હરિભક્તો અને સંતોને આશીર્વાદ આપ્યા હતા તેમનો સત્સંગ કાર્યક્રમ બુધવારથી શરૂ થનાર છે

    સ્વામીશ્રી તા. 5 સપ્ટેમ્બર 2025 સુધી હિંમતનગરમાં રોકાણ દરમિયાન હજારો ભાવિક ભક્તોને દર્શન લાભ પ્રાપ્ત થનાર છે

    સ્વામીશ્રી ના રોકાણ દરમિયાન પ્રાતઃ પૂજાનો લાભ સવારે 5:45થી 8:00 સુધી અને સાંજની સભાનો લાભ સાંજે 5:30થી 8:00 સુધી લાભ પ્રાપ્ત થનાર છે.

    તાજેતરમાં 15 મી ઓગસ્ટે બીએપીએસ મંદિર કેમ્પસમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી પણ થઈ હતી

    સાંજની સભાઓમાં બાળ દિન, યુવા દિન, મહિલા દિન, આદિવાસી દિન સહિતના વિવિધ આધ્યાત્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમોની દિવ્ય અને ભવ્ય ઉજવણી થનાર છે. સાંજની સભા કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો માટે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે.

    આ અવસરે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ ભાવિક ભક્તોને આ અલૌકિક પાવન પ્રસંગે સહ પરિવાર હાજર રહી ગુરુહરી મહંત સ્વામી મહારાજ નો લાભ લેવા માટે BAPS સ્વામિનારાયણ મંદિર , હિંમતનગર હાર્દિક આમંત્રણ પાઠવે છે.

  • હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

    હિંમતનગર: બ્રહ્માકુમારીઝ ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

    નિરવ જોશી જોશી, હિંમતનગર (M-9106814540)

    હિંમતનગરના બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે પરમાત્માના રક્ષાકવચ રક્ષાબંધન કાર્યક્રમ 

    બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

    ઇન્ટરનેશનલ વકતા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે

    વિવિધ કાર્યક્રમોની રૂપરેખા:

    ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ મેડીટેશન ડેની ઉજવણી કરાશે. જેમાં ૬૦ હજારથી વધુ લોકો ભાગ લેશે.

    બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ
    ૨૪મી ઓકટોમ્બર ૨૦૨૫ યુનો દિવસથી ૨૧મી ડિસેમ્બર ૨૦૨૫ વર્લ્ડ મેડીટેશન ડે સુધી ઓમ શાંતિના મંત્ર દ્વારા બિલીયન મીનીટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેકટ યોજાશે.

    બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય હિંમતનગર કેન્દ્ર ખાતે સબઝોન ઈન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિદીદી દ્વારા પરમાત્માના રક્ષાકવચ રાખીબંધન કાર્યક્રમમાં પત્રકારોને રાખીબંધન કરી આગામી દિવસમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા.

    આ પ્રસંગે આર્શીવચન નિમિત્તે રાજયોગીની બી.કે. જયોતિદીદીએ જણાવ્યુ હતુ કે પરમ પિતા શિવ પરમાત્માના ઘરમાં સમગ્ર વિશ્વમાં બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા થઈ રહેલ સેવાઓથી માહિતગાર કર્યા હતા અને આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬નારોજ બ્રહ્માકુમારીઝ ઈન્ટરનેશનલ વક્તા બીકે શિવાની તેમના કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સર્વના કલ્યાણ અર્થ સમય ફાળવી જિલ્લામાં પધારનાર હોઈ સર્વને સહભાગી થવા વિનંતી કરી હતી.


    સમગ્ર દેશમાં દાદી પ્રકાશમણીજીના ૧૭મા સ્મૃતિદિવસ નિમિત્ત તા. રરથી ૨૫ ઓગસ્ટ દરમ્યાન મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યોજી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી વધુ બ્લડ એકત્રિત કરવાની કામગીરીનું આયોજન કરાયું હોવાનું જણાવ્યુ હતુ. ગુજરાતમાં બ્રહ્માકુમારીઝને ૬૦ વર્ષ થતા ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત આક્ટોબર-નવેમ્બરમાં બીલીયન મીનીટસ ઓફ પીસ દ્વારા શાંતિની મીનીટ એકત્ર કરવામાં સહયોગી બનવા સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે સવારના ૭ થી૮ કલાક દરમ્યાન યોજાનાર શાંતિ યાત્રા તથા તા.૨૧ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ૬૦ હજાર બ્રહમાકુમારીઝ ભાઈ-બહેનોના વિશાળ સંમેલન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ એકતા અને વિશ્વાસથી શાંતિના વાઈબ્રેશનના આયોજનથી માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન બીકે નરેશભાઈ પટેલ દ્વારા સફળ રીતે આભાર સહ પૂર્ણ જાહેર કર્યો હતો.

  • કાંકરોલના શંકર આશ્રમનો સ્થાપના દિવસ રામનવમીએ ઉજવાશે

    કાંકરોલના શંકર આશ્રમનો સ્થાપના દિવસ રામનવમીએ ઉજવાશે

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજરોજ હિંમતનગર શામળાજી રોડ પર આવેલા કાંકરોલ ગામના સામે આવેલા શંકર આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ નો ચોથો દિવસ હતો. ઉલ્લેખનીય છે કે કાંકરોલ ગામ અને એની આજુબાજુ આવેલા હડિયોલ ગામ તેમજ બીજા ગામોના સત્સંગીઓ અને સુરતના ભક્તો વડે શંકર આશ્રમ ના વાર્ષિક સ્થાપના દિવસ નિમિત્તે ભાગવત સપ્તાહ આયોજિત કરી છે. આજથી ઘણા વર્ષો પહેલા મહેસાણા જિલ્લાના ઊંઝા ઉનાવા ખાતેના પરમ પૂજ્ય સદગુરુ શ્રી શંકર મહારાજે તપસ્વી અને સત્સંગની ધૂણી ધખાવી હતી. તેમણે આ દરમિયાન અનેક આત્મજ્ઞાની અને સત્સંગીઓને સત્સંગનો લાભ આપ્યો હતો.

    શંકર મહારાજના કુલ ત્રણ આશ્રમ ગુજરાતમાં છે જેમાં એક આશ્રમ સુરત વિસ્તારમા આવેલો છે અને અન્ય બે આશ્રમ સાબરકાંઠાના હિંમતનગર પાસે તેમજ ઉનાવા ખાતે આવેલ છે . અમદાવાદના પાલડી ખાતે પણ શંકર મહારાજનો આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં અનેક સત્સંગીઓ જઈને સનાતન ધર્મનો બોધ ગ્રહણ કરે છે. 2006 ના વર્ષમાં સ્થાપના કરવામાં આવેલા હિંમતનગરના કાંકરોલ ગામ પાસે આવેલા શંકર આશ્રમમાં ભાગવત સપ્તાહ તારીખ 23 માર્ચથી 30 માર્ચ દરમિયાન આયોજિત થઈ છે જેનો મોટો લાભ આજુબાજુના ગ્રામજનો તેમજ સુરતથી પધારેલા સત્સંગ મંડળને મળી રહ્યો છે. 23 માર્ચના રોજ આ ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું અને એનો શુભારંભ થયો હતો.

    ભાગવત સપ્તાહની વ્યાસપીઠ પર ભુજથી આવેલા મહેશભાઈ ભટ્ટ ભાગવત કથાકાર તરીકે સત્સંગ કરાવી રહ્યા છે… તેઓએ દેશ વિદેશમાં અનેક કથાઓ કરી છે જેમાં 671 જેટલી સંખ્યા ભાગવત કથાઓની રહેલી છે.

    આજે ભાગવત કથા નો ચોથો દિવસ હતો જેનો મોટો લાભ સત્સંગીઓએ લીધો હતો અને મહાપ્રસાદ પણ લીધો હતો. આવનારા ત્રણ દિવસમાં સત્સંગની સાથે સાથે હવન તેમજ 30 મી માર્ચના રોજ શંકર આશ્રમ, કાંકરોલનો સ્થાપના દિવસ હોવાથી મોટાપાયે ઉજવણી કરવાનું ગ્રામજનો નક્કી કર્યું છે અને સર્વે હરિભક્તોને આમંત્રિત કર્યા છે.

  • માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો માહોલ

    માણસા ખાતે મહાસમણજીનો આજનો સત્સંગનો કાર્યક્રમ, જૈન સમાજમાં ભારે ઉત્સવનો માહોલ

    નિરવ જોશી, માણસા (M-7838880134)

    વિજાપુરમાં શનિવારે જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના આચાર્ય મહાસમણએ સત્સંગ સુધા તેમજ જ્ઞાનવાણી થી ભક્તોને પવિત્ર કર્યા બાદ રવિવારના વહેલી સવારે તેઓ આજોલ ગામ મુકામે પધાર્યા હતા. ત્યાં પણ તેમણે એક દિવસ મુકામ કર્યો હતો.

    આમ રવિવારનો દિવસ આજોલમાં  જૈન સમુદાયના ભક્તો અને મુનિ મહારાજ તેમજ સાધ્વી મહાસતીઓને સમર્પિત હતો.આજે સોમવારના રોજ વહેલી સવારના મહાસમણજી માણસા માટે પ્રસ્થાન કર્યું હતું અને માણસમાં પધાર્યા હતા. આજે સોમવાર સત્સંગ માણસામાં રહેશે. હોળી જેવા  પવિત્ર દિવસે માણસામાં જૈન સમુદાયમાં તેમજ અન્ય  સમાજમાં મહાસમણજીના જ્ઞાનનો લાભ લેવાનો પણ ભારે ઉત્સાહનો માહોલ છે…

    🌸 *विनय के भाव से चित्त रह सकता है प्रसन्न : महातपस्वी महाश्रमण* 🌸

    *-12 किलोमीटर का विहार कर शांतिदूत आचार्यश्री महाश्रमणजी पहुंचे आजोल*

    *-सी.एम.डी. शाह हाइस्कूल में पड़े पूज्यचरण, पुनः गांधीनगर जिले में प्रवेश*

    *-विनयशीलता के विकास को आचार्यश्री ने किया उत्प्रेरित*

    *05.03.2023, रविवार, आजोल, गांधीनगर (गुजरात) :*

    भारत के पश्चिमी भाग में अवस्थित गुजरात प्रदेश में अपनी अणुव्रत यात्रा के साथ गतिमान जैन श्वेताम्बर तेरापंथ धर्मसंघ के एकादशमाधिशास्ता, अणुव्रत अनुशास्ता आचार्यश्री महाश्रमणजी वर्तमान में उत्तर गुजरात की धरा को अपनी चरणरज से पावन और अपनी अमृतवाणी से लोगों के मानस को अभिसिंचन प्रदान कर रहे हैं। रविवार को प्रातः की मंगल बेला में आचार्यश्री विजापुर से गतिमान हुए। विजापुर गांव राजस्थान के महसाणा जिले में अवस्थित है। सुबह से ही आसमान में छाए बादल और तीव्र हवा के कारण मौसम कुछ बदला-बदला सा प्रतीत हो रहा था। हालांकि कुछ समय बाद ही बादलों को चीरता हुआ सूर्य प्रकट हुआ तो कुछ समय बाद बादलों से उसे पुनः ढंक दिया। इस आपाधापी में हल्की बूंदे भी आईं, किन्तु हवाओं ने बादलों को कहीं और धकेल दिया। तेज हवा कुछ समय बाद तक चलती रही। इस दौरान विहार के दौरान प्रायः मौसम खुशनुमा बना रहा। आचार्यश्री ने एक किलोमीटर का अतिरिक्त चक्कर लेते हुए विजापुर में स्थित स्थानक और तेरापंथ भवन में भी पधारे और श्रद्धालुओं को मंगल आशीर्वाद प्रदान किया। विहार के दौरान आचार्यश्री मेहसाणा जिले से पुनः गांधीनगर जिले की सीमा में पावन प्रवेश किया और लगभग बारह किलोमीटर का विहार कर आचार्यश्री आजोल गांव में स्थित सी.एम.डी. शाह हाइस्कूल में पधारे।

    प्रार्थना हॉल में आयोजित मंगल प्रवचन में समुपस्थित जनता को आचार्यश्री ने पावन प्रतिबोध प्रदान करते हुए कहा कि शास्त्रों में वर्णित चार प्रकार की समाधियों में पहली समाधि है विनय समाधि। व्यक्ति का चित्त प्रसन्न होता है तो बीमारी भी मानों कम परेशान करती है और यदि व्यक्ति का चित्त अशांत हो तो छोटी-मोटी कठिनाई भी परेशान कर देती है। चित्त की प्रसन्नता के लिए आदमी को अपने भीतर विनयशीलता का विकास करने का प्रयास करना चाहिए। अपने से बड़ों के प्रति विनय, गुरु के प्रति, अपने से छोटों के प्रति विनय का अच्छा भाव हो तो चित्त प्रसन्न रह सकता है। आचार्यश्री ने समय के महत्त्व को भी व्याख्यायित करते हुए लोगों को उचित समय पर उचित कार्य करने की प्रेरणा प्रदान की।

    मंगल प्रवचन के उपरान्त आचार्यश्री की मंगल सन्निधि में शासनश्री साध्वी ज्ञानप्रभाजी की स्मृतिसभा का आयोजन हुआ। आचार्यश्री ने दिवंगत साध्वीजी का संक्षिप्त परिचय देते हुए उनकी आत्मा के प्रति मध्यस्थ भाव व्यक्त करते हुए चतुर्विध धर्मसंघ के साथ चार लोगस्स का ध्यान किया। उनकी स्मृति में साध्वीप्रमुखाश्रीजी, मुख्यमुनिश्रीजी व साध्वी उदितयशाजी ने अपनी भावांजलि अर्पित की। इस संदर्भ में साध्वीवृंद ने गीत का संगान किया। विद्यालय के पूर्वाचार्य श्री नरेन्द्रभाई बी. सुथार व जैन संघ की ओर से श्री शितल भाई लोहरा ने अपनी अभिव्यक्ति दी। वर्तमान आचार्य श्री भूपेन्द्र भाई गोंसाई ने भी आचार्यश्री के दर्शन मंगल आशीर्वाद प्राप्त किया।

    गत एक वर्ष पूर्व तेरापंथ धर्मसंघ की अष्टम साध्वीप्रमुखा शासनमाता कनकप्रभाजी का दिल्ली में महाप्रयाण हो गया था। उनका साध्वीप्रमुखा काल तेरापंथ धर्मसंघ की साध्वीप्रमुखा में सर्वाधिक पचास वर्षों से अधिक वर्षों का रहा। उन्हें तीन-तीन आचार्यों के सेवा का अवसर प्राप्त हुआ। उनकी प्रथम वार्षिक पुण्यतिथि 6 मार्च को है।

    *यूट्यूब पर Terapanth चैनल को सब्सक्राइब करें*
    https://www.youtube.com/c/terapanth

    *यूट्यूब पर आज का वीडियो ऑनलाइन देखने के लिए नीचे दिये गए लिंक पर क्लिक करें*
    https://www.youtube.com/live/7MIX-WcPT5E?feature=share

    *फेसबुक पेज पर प्रतिदिन न्यूज़ पढ़ने के लिए पीछे दिए गए लिंक पर क्लिक करें और पेज को लाइक करे, फॉलो करें।*

    *तेरापंथ*
    https://www.facebook.com/jain.terapanth/

    🙏 *संप्रसारक*🙏
    *जैन श्वेताम्बर तेरापंथी महासभा*

    आचार्यश्री महाश्रमण जी एवं तेरापंथ धर्मसंघ आदि के नवीनतम समाचार पाने के लिए–
    ♦ 7044774444 पर join एवं अपने शहर का नाम लिखकर whatsapp करें।

  • જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

    જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

    નીરવ જોશી ,હિંમતનગર  (M-7838880134)

    ઈડર તાલુકાના ગોધમજી ગામે આત્મજ્ઞાની જેસંગબાજીની જન્મ શતાબ્દી વરસની ઉજવણી દરમિયાન આખુ ગામ અને એની આજુબાજુના 40 ગામના સત્સંગીઓ ભેગા થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેસંગભાઈજીના સત્સંગીઓએ ગોધમજી ગામે  તેમના સમાધિ મંદિર અને તેની આસપાસ નો પરિસર નો ખુબ સુંદર વિકાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભક્તોની ભાવના અને પરિણામે 2022 માં 100 વર્ષ પૂર્ણ થવા આવતા ગોધમજી ના જગ પ્રસિદ્ધ સંત શ્રી જેસિંગ બાવજી કે જેસંગ ગુરુજી  તરીકે ઓળખાતા આત્મજ્ઞાનની સત્પુરુષની આજરોજ જ્ઞાનપાલખી સમગ્ર ગામમાં ફેરવીને જન્મ શતાબ્દી વરસની ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે આજના દિવસે જ માગશરના સાતમે જેસિંગ બાવજી ને જ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી અને તે જગ્યાએ એક સ્મૃતિ મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

    ગોધમજીના જેસીંગ બાવજી આત્મ સાક્ષાત્કારી બ્રહ્મપુરૂષ હતા. એમના જીવનનો બોધપાઠ ગામડાના અભણ અને સાવ દેશી ખેડૂતોને પણ એકદમ હૃદયમાં ઉતરી જતો હતો.

    તેઓ સાક્ષાત જ્ઞાની પુરુષ તરીકે પોતાના સંસારી જીવનમાં જ ખૂબ જ પ્રભાવશાળી રીતે ગોધમજીમાં સ્થાયી થયા અને ખેડૂત તરીકે જીવન જીવ્યા હતા… એટલું જ નહીં એમના જીવનમાં સાક્ષાત્કાર બાદ જ્ઞાની પુરુષ તરીકે તેમણે શ્રીમદ રાજચંદ્રનો દિવ્ય જ્ઞાન અમૃત એમના શ્રી મુખેથી ગામડાના ખાસ કરીને ઇડર તાલુકાના ગામડાઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

    એમની પહેલા થયેલા રામજીબાપા લક્ષ્મીપુરા અને વસઈના નાથુ બાપા આ ત્રણેય આત્મજ્ઞાનની સંતોએ સમગ્ર ઈડર તાલુકામાં જ્ઞાનનો તેમજ આત્મજ્ઞાનની સત્સંગની ધૂણી ધખાવી હતી અને હજારો ખેડૂતોના દિલમાં આત્મજ્ઞાનનો દીવો પ્રજવલિત કર્યો હતો.

    આજે એના પરિણામે સમગ્ર પંથક ખાસ કરીને ઇડર સ્ટેટ નું રાજ્ય ખૂબ જ લાભાનવિત થયું હતું. જેસીંગ બાવજી ને અબોલ જીવો પ્રત્યે ખૂબ જ અનુકંપા અને કરુણા હતી. પક્ષીઓની ચણ અને વગડામાં ચરતી ગાયો અન્ય ઢોરો માટે હવાડા બનાવવાનો આદેશ એમણે એમના ભક્તોને આપ્યો છે અને એમના નામે ચાલતી સંસ્થા ગોધમજીમાં એક ખૂબ મોટી હોસ્પિટલ પણ ચલાવે છે તેમ જ સમાધિ મંદિર પણ ખૂબ જ સુંદર રીતે વિકાસ કર્યો છે. આત્મજ્ઞાનની ખોજમાં આવનારા ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા પણ છેલ્લા 9 -10 વર્ષમાં એક ધર્મશાળા રૂપે બનાવવામાં આવી છે. જેમ નડિયાદના પૂજ્ય મોટા હતા એવા જ આત્મજ્ઞાની સંત શ્રી જેસિંગ બાવજી સમગ્ર ઈડર પંથકમાં અને સાબરકાંઠા પંથકમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી આદર પામ્યા છે.

    આવા જ્ઞાની પુરુષ – સદગુરુ જેસીંગ બાવજીની જન્મ શતાબ્દી ની ઉજવણી નો 15 ડિસેમ્બર આખરી દિવસ છે. એમને માગશર મહિનાના સાતમના રોજ જ્ઞાન – આત્મસાક્ષાત્કાર થયો હતો અને આ વર્ષે તેમનું શતાબ્દી વરસ છે . આમ સોનામાં સુગંધ ભળી છે ! હજારો ભક્તોએ ગોધમજી આવીને દિવ્ય જ્ઞાન સત્સંગ સુધાનો અને જ્ઞાનગંગા નો લાભ લીધો છે. દર ગુરુવારે જેસીંગ બાવજી ના ઘરે સત્સંગનો લાભ લેવા ભક્તો ગુજરાત તેમજ દુનિયામાંથી પણ આવે છે તેમજ ગુજરાતના સંત તરીકે કે આત્મજ્ઞાન ધારણ કરનારા પુરુષ તરીકે તેમનો પરિચય ખુદ  અનુભવે છે! એક ભક્ત ના જાત અનુભવ પ્રમાણે જેસીંગ બાવજી અમને ભક્તોને કહેતા કે જેણે ભગવાનને પામ્યા છે તે ક્યારે દેહમાં હોતા જ નથી! દેહ હોય કે ન હોય તે તેમના ભક્તો માટે હંમેશા હાજર જ હોય છે. જેસીંગ ગુરુજી ના હાજરીના આવા અનેક કિસ્સાઓ હજારો ભક્તોને આજે પણ અનુભવવા મળે છે!

    ત્રણ દિવસ ચાલેલા જન્મ શતાબ્દી મહોત્સવમાં અનેક સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં બાવજીની સત્સંગ વાણી નું સ્ટોલ તેમજ ચિત્ર પ્રદર્શન ખૂબ આકર્ષક હતું .બાવજીના જીવનનો પરિચય કરાવતું સચિત્ર પ્રદર્શન ખૂબ જ અનોખું હતું ! એ જમાનામાં કઈ રીતે સત્પુરુષ ગામડાના લોકોને સત્સંગ કરાવતા એનો પણ અનુભવ દર્શકોને થતો હતો …સાથે સાથે હજારો ભક્તોને પ્રસાદીનો લાભ પણ આ છેલ્લા ત્રણ દિવસના મહોત્સવમાં સ્વયંસેવકોની સેવાના પરિણામે મળ્યો હતો અને આશરે ૧૦ થી ૧૨ હજાર જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ ત્રણ દિવસ સુધી લીધો હતો.

    રામ રામ… જય શ્રી રામ!

  • ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

    ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    Email: josnirav@gmail.com

    આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. આ કાર્યક્રમની પૂર્ણાહુતિના રોજ તેમજ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય, આજના દિવસે આચાર્ય શ્રી કૌશલેન્દ્ર મહારાજ અમદાવાદથી પધાર્યા હતા. તેમની દિવ્યતા અને માર્ગદર્શક નિશ્રામાં આજે સવારના રોજ નુતન મંદિરમાં તેમના શુભ હસ્તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.

    ભગવાન ઘનશ્યામ મહારાજ પર જલ અભિષેક તેમજ અન્ય ક્રિયાઓ અને પ્રાણ પ્રતિષ્ઠા આચારશ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. ભગવાનને અન્નકૂટ જેવો ભોગ ધરાવ્યો હતો. ઘનશ્યામ ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા બાદ સવારે 9:00 વાગે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા કૌશલેન્દ્ર મહારાજે જમુના નગરમાં બનાવેલા ગોપાળાનંદ સત્સંગ હોલ ખાતે જઈ સત્સંગ કરાવ્યો હતો તેમ જ વિષ્ણુયાગ હવનમાં ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની આરતી પણ ઉતારી હતી. તેમણે આશરે 1:00 વાગ્યાની આસપાસ સત્સંગ સભાને સંબોધિત કરી હતી અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગ બોધનો- તેમના દિવ્ય જ્ઞાનનો સત્સંગ સ્વામિનારાયણના હરિભક્તોને કરાવ્યો હતો.

    સાથે સાથે ઉપસ્થિત હજારો શ્રોતાઓએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વર્તમાન આચાર્યશ્રી કૌશલિન્દ્ર મહારાજને રૂબરૂ જોવાનો લહાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં જ અમદાવાદ ખાતે કૌશલેન્દ્ર મહારાજના આચાર્ય પદે 50 વર્ષ પૂર્ણ થયાના મોટો મહોત્સવ સમાપન થયો હતો. ગત રાત્રી નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ ઉપર આયોજ થયો હતો જેમાં હજાર હરિભક્તો મંદિરના પ્રાગણમાં ઉપસ્થિત રહ્યા હતા.

    આજના રોજ કાર્યક્રમના પૂર્ણાહુતિ ના દિવસે બધા હરિભક્તો મહોત્સવના દિવ્ય સંસ્મરણો તેમજ સેવાના અન્ય ભાવ સાથે છૂટા પડ્યા હતા. આજથી ભગવાન સ્વામિનારાયણ કાલુપુર ગાદીનું હિંમતનગર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર સરકારી જીન રોડ પાસે આવેલા પ્રથમ સ્ક્વેરની પાછળ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.

    ગુજરાત ભરના સ્વામિનારાયણ મંદિર અનેક મંદિરોના સ્વામિનારાયણ સંતો તેમજ હરિભક્તો અને રાજસ્થાનથી આવેલા હરિભક્તોએ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ સુંદર લાભ લીધો હતો. હિંમતનગર માંથી પણ અનેક હરિભક્તોએ અને ખાસ કરીને યુવા વર્ગના હરિભક્ત તેમજ ઘનશ્યામ મહિલા સત્સંગ મંડળ ની આશરે 50 જેટલી બહેનોએ પાંચ દિવસ રાત દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સેવા આપી હતી મંદિરના મહંત શ્રી પ્રેમપ્રકાશ દાસ સ્વામીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ હરિભક્તોના સહયોગથી ખૂબ જ આનંદ , ઉત્સાહ પ્રેમભાવના વાળા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને બધા હરિભક્તોએ પોતાના જીવનની ધન્યતા અનુભવી હતી! જય સ્વામિનારાયણ!