ટૅગ Sakhimandal

  • જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

    જામનગરનો પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાનનું ઉદ્ઘાટન મંત્રી રાઘવજી પટેલે કર્યું

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    આજે ગુજરાત ભરમાં રોજગારી અંગે મહિલાઓ પણ ખૂબ સારું કામ કરી રહી છે. ખાસ કરીને બેરોજગારીએ માઝા મૂકી છે એ વાત તો જોવાઈ રહી છે પરંતુ સાથે સાથે ઘરની ગૃહિણી રોજગાર મેળવતી થાય તે માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષમાં અમલમાં મૂક્યા છે!

    આ ઉપરાંત મહિલાઓને સશક્તિકરણના માધ્યમથી વધારે સારો સમાજનું નિર્માણ થાય… ઘર બેઠા ગૃહિણી રોજગારી મેળવતી થાય તે માટે અનેકવિધ સખી મંડળો દરેક જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ગત શનિવારના રોજ પ્રાદેશિક સરસ મેળો- 2023 : સપનાની ઉડાન મેળાનું ઉદ્ઘાટન જામનગર ગ્રામ્યના સાંસદ અને ગુજરાત સરકારમાં કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

    જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

    ”રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે.” : કેબિનેટ મંત્રીશ્રી

    ગૃહ વપરાશ અને હાથ બનાવટની સુંદર સુશોભનની ચીજવસ્તુઓએ નગરજનોમાં અનોખું આકર્ષણ બનાવ્યું


    જામનગર તા. 24 જૂન,* રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગરમાં રાજ્યકક્ષાના ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને જી.એલ.પી.સી. ના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં ‘પ્રાદેશિક સરસ મેળો- 2023’ નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ સ્વ- સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ- વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું છે. આગામી તા. 01 જુલાઈ સુધી જામનગરની જનતા જે.એમ.સી. ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળાની મુલાકાત લઈ શકશે.

    આ પ્રસંગે, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેળામાં રાજ્યના તમામ જિલ્લામાંથી મહિલા મંડળ અને સખી મંડળના સદસ્યોએ ભાગ લીધો છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે. આ પ્રકારના મેળાના આયોજનથી મહિલાઓને વૈશ્વિક સ્તર પર જવાની તક મળી છે. ગૃહ વપરાશની સુંદર વસ્તુઓથી લઈને સુશોભનની ચીજવસ્તુઓનું પ્રદર્શન- સહ વેચાણ, નગરજનોને જાણકારી મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને- તે માટે આ પ્રકારના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે. આ પ્રકારના આયોજનથી ‘લોકલ ટુ ગ્લોબલ’ મુવમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે.

    ગ્રામીણ વિસ્તારની બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત દીન દયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ, રૂરલ સેલ્ફ એમ્પયોલમેન્ટ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ- રોજગાર પૂરું પાડવા માટે સખી મંડળો, સ્વ- સહાય જૂથો અને મહિલા મંડળો દ્વારા અનેક મહિલાઓએ સ્વરોજગારી પ્રાપ્ત કરી છે.

     

    ઉલ્લેખનીય છે કે, ઉક્ત પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યના તમામ 33 જિલ્લામાંથી સ્વ- સહાય જૂથ અને સખી મંડળો ચલાવતી બહેનો દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા 75 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલ્સમાં કટલેરી આઈટેમ્સ, બામ્બુ પ્રોડક્ટ્સ, ચકલીના સ્ટેચ્યુ, તાવડી, સુશોભિત માટલા, મીઠાઈ, બેકરી આઈટેમ્સ, ઢીંગલી, ઉનના પર્સ, દોરાથી વણેલી ખાટલી, પાપડ, કેન્ડલ હોલ્ડર્સ, મસાલા, આયુર્વેદિક દવાઓ, શાલ, ઓઢણી, મોતીના તોરણ, આભલા ભરત ભરેલા ચાકડા, બાંધણીના દુપ્પટ્ટા, ક્રિસ્ટલવાળા પ્લાન્ટ્સ, ફેક ફ્લાવર પ્લાન્ટ્સ, લાકડાની ઢીંગલી, લાકડાના કોતરણીવાળા બોક્સ, કી- ચેઇન, એન્ટી રેડિયેશન ચિપ, મોબાઈલ કવર, મચ્છરની અગરબત્તી, કપૂર અને લૅન્ટર્ન આવી અનેકવિધ પ્રકારની ગૃહ સુશોભન અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ઉક્ત ઉદ્ઘાટન સમારોહમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એન. એફ. ચૌધરી, શ્રી નવીનકુમાર સિંહ, શ્રી વી. બી. ગોસ્વામી તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના સદસ્યો ઉપસ્થિત રહયા હતા.

     

  • સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી

    સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી

    નીરવ જોશી, હિંમતનગર ( M-783888034)

    આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુદ્દાઓ આ પ્રમાણે છે…

    ખાસ કરીને આ બહેનોએ જે વાસ્તવિક કોરોના કારણે બે વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એના વડે જે સમસ્યાઓ વ્યવહારિક સ્તરે ઉકેલવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી થયું તે અંગે પોતાનું આક્રોશ અને મનનો ગુસ્સો ઠાલવતા મીડિયા સમક્ષ જણાવ્યું કે અમે બધી સાબરકાંઠાની બેંક સખી મંડળની મહિલાઓને જે પ્રમાણે મહેનતાણું ચુકવવું જોઈએ તે પ્રમાણે ચૂકવવામાં ગ્રામ વિકાસ એજન્સી ઠાગાઠૈયા કરી રહી છે.

    કોરોનાના કપરા સમયમાં કેટલાય સમયથી તેમને પગાર પણ સમયસર મહિનાના અંતમાં ચૂકવાતો નથી. કેટલાક સમય તો બે ત્રણ મહિનાનો પગાર ભેગો આવે છે તે પણ સાવ નજીવો!!! તેમને ફક્ત મહિનાને 12 દિવસ નો જ પગાર મળે છે જ્યારે કામમાં અનેક પ્રકારની કામગીરીઓ કરાવીને ખૂબ જ વ્યસ્ત રાખવામાં આવે છે .આવી તેમજ બીજી કેટલીક અન્ય વ્યાજબી માગણીયો લઈને આજે સાબરકાંઠા સખીમંડળની બહેનોએ કલેકટરને તેમજ ડીડીઓને આવેદનપત્ર આપીને પોતાને પડતી સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિવેડો આવે તેવી અરજ કરી હતી. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાટીદાર વ્યસ્ત હોવાના કારણે મહિલાઓ બપોર સુધી તેમનો સમય માગી રહી હતી.

     

    હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ગ્રામ વિકાસ એજન્સી અને તેમના નિયામક કઈ રીતે આ મહિલા મંડળની સમસ્યાઓને નિવારવા માટે એવા અસરકારક પગલાં લે છે.

  • પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત બન્યા છે

    પર્યાવરણ: કાપડની વિવિધ રંગી થેલીઓ બનાવનારા જશીબેન સૌ કોઈને પ્રેરણાસ્ત્રોત બન્યા છે

    નીરવ જોષી, હિંમતનગર(7838880134)

    હાલમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે અઠવાડિયાનો તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો સખીમંડળ રોજગાર મેળો ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રોજગાર લક્ષી વિચારો જેનાથી સખી મંડળની મહિલાઓ રોજગારી મેળવે છે તે જીવંત સ્વરૂપમાં જોઈ શકાય છે . જેમકે પ્લાસ્ટિકની થેલીઓનો વધુ પડતો વપરાશ એક સમગ્ર પર્યાવરણ માટે માથાનો દુખાવો બની ગયો છે, ત્યારે હિંમતનગરના વગડી ગામના સખી મંડળ ના અધ્યક્ષ જશીબેન એ એટલી સુંદર કાપડની થેલી બનાવી છે કે આપણ ને જોતા જ એને ખરીદવાનું મન થાય!

    પ્લાસ્ટિકની થેલીના વપરાશ સામે કાપડની થેલીનો વપરાશ થાય તો પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકાય- જશીબેન

    જય જોગણી સખી મંડરની બહેનો કાપડમાંથી થેલી અને બેગ બનાવી આર્થિક ઉપાર્જન મેળવે છે.

             આજના આ આધુનિક યુગમાં સુખાકારી માટે વિવિધ સંશોધનો થઇ રહ્યા છે. આ સંશોધનના પરીણામ  સ્વરૂપ સમગ્ર માનવસૃષ્ટ્રીને વિવિધ સાધનો મળ્યા છે. વર્તમાન પરિસ્થિમાં નવીન સંશોધનના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલની સ્થિતીએ તો ભારત સહિત વિશ્વભરના દેશો પ્લાસ્ટીકના કચરાથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ૫ણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના નાગરિકોને પ્લાસ્ટિક વિરૂદ્ઘ જનઆંદોલન છેડવાનું આહવાન આપ્યુ છે અને સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ૫ર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરાઇ છે.

    આજના સમયમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ વધ્યો છે. જે માનવગણના અસ્તિત્વ  માટે ચિંતાનો વિષય છે. આવા સમયમાં પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું અતિઆવશ્યક છે. સાબરકાંઠા જિલ્લામાં જય જોગણી સખી મંડરની બહેનો દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઇ કાપડની થેલીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે.

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વગડી ગામ ખાતે જય જોગણી સખી મંડર કાર્યરત છે. આ સખી મંડરમાં ૧૦ બહેનો  જોડાયેલી છે. આ બહેનો દ્વારા કાપડમાંથી વિવિધ થેલીઓ અને બેગ બનાવવામાં આવે છે. આ સખી મંડરના પ્રમુખ જશીબેન જણાવે છે કે હું સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ છે. આપણા દેશની સંસ્કૃતિ અને પર્યાવરણને સાચવવાની જવાબદારી આપના સૌની છે. આથી જો  આવા સમયમાં પ્લાસ્ટિકની થેલીના વપરાશ સામે જો કાપડની થેલીનો વપરાશ થાય તો પર્યાવરણ સાથે અનુકૂલન સાધી રોજગારી મેળવી શકાય છે.

    તેઓ જણાવે છે કે, મને પહેલાથી જ કાપડમાંથી વિવિધ બેગ બનાવવાનો શોખ હતો. હું મારા કોલેઝ અભ્યાસની સાથે ઘરની પરીસ્થિતિ સારી ન હતી ત્યારે પરીવારને આર્થિક મદદ કરવા કાપડમાંથી થેલી બનાવતી હતી. જેથી મારા રસ પ્રમાણે કામ અને ઘરમાં થોડાં અંશે આર્થિક મદદ મળી જતી. લગ્ન પછી વગડી ગામે મારી સાસરીમાં અમે ૧૦ બહેનો ભેગા મળીને જય જોગણી સખી મંડર બનાવ્યુ. અમે પહેલા શાકની થેલી બનાવવાની શરૂઆત કરી હતી. હવે અમે કાપડમાંથી જુદા-જુદા આકાર અને ડિઝાઇનની થેલીઓ, પર્સ , ડોર સેફ્ટી પટ્ટી, પાણીની બોટલની થેલી, હેન્ડ પર્સ, કાપડના થેલા તેમજ હેન્ડ વર્ક બેગ જેવી વસ્તુઓ બનાવીને વેચાણ કરીએ છીએ. આ કામ અમે ૧૦ બહેનો તો કરીયે જ છીએ અને આ કામ અમે અમારા ફળીયાની બહેનોને પણ શીખવ્યું છે. અમે આ કાપડાની થેલીઓનું વેચાણ કરીને મહિને ૫ થી ૬ હજાર કમાઇ શકીએ છે. સાથે પરીવારને મદદ કરવાનો આત્મસંતોષ તેમજ પર્યાવરણનું જતન કરવાનો આનંદ મળે છે. આ સાથે પ્લાસ્ટિકની થેલીનો વપરાશ અટકે અને પ્લાસ્ટિક પ્રદુષણ ઘટેએ માટે પ્રયત્નો કરીએ છીએ.