ટૅગ President

  • परिवर्तन ही विकास है- અબ્દુલ કલામના જન્મદિવસ પર વિશેષ

    परिवर्तन ही विकास है- અબ્દુલ કલામના જન્મદિવસ પર વિશેષ

    નરેશ દવે , અમદાવાદ (વરિષ્ઠ પત્રકાર – સંપાદક ) M – 9099376951)

    આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનો જન્મ દિવસ છે…! ત્યારે એમના ઘણા પ્રેમીઓ તેમને ખૂબ જ ભાવપૂર્ણ યાદગીરીઓ, તેમજ તેમના કાર્યોને સ્મરણ કરી રહ્યા છે.. ત્યારે પ્રસ્તુત છે – એક એવા સન્માનિત પત્રકાર જગતના આદરણીય સંપાદક સાહેબ નરેશભાઈ દવેના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથેના ખુદના સંસ્મરણો!

    परिवर्तन ही विकास है, ये शब्द हैं भारत के महान शख्सियत अब्दुल कलाम के, जिनका आज, 15 अक्टूबर को जन्मदिन है। चेंज इज़ द डेवलपमेंट, उनके इन शब्दों ने मेरे करियर को एक नई दिशा दी।

    जब मैं जनसत्ता में पत्रकार के तौर पर काम कर रहा था, तब मेरे सामने एक अवसर आया। मुझे इलेक्ट्रॉनिक मीडिया में शामिल होने का निमंत्रण मिला, लेकिन मैं सालों तक प्रिंट में काम करने के बाद इलेक्ट्रॉनिक मीडिया में जाने से हिचकिचा रहा था। मैं लंबे समय तक दुविधा में था। क्या करूँ? क्या प्रिंट मीडिया से इलेक्ट्रॉनिक मीडिया में जाऊँ? ऐसे सवाल मेरे मन में चल रहे थे और उसी दौरान, तत्कालीन इसरो के चेयरमैन एपीजे अब्दुल कलाम, आणंद स्थित इरमा, इंस्टीट्यूट ऑफ रुरल मैनेजमेंट के कॉन्वोकेशन
    में आ रहे थे और सौभाग्य से मुझे इसे कवर करने के लिए अहमदाबाद से आणंद जाना पड़ा। उस समय, जब अब्दुल कलाम छात्रों से बात कर रहे थे, मैं भी रिपोर्टिंग के लिए वहाँ मौजूद था।

    एक छात्र ने पूछा व्हाट इज़ द डेवलपमेंट? और कलाम साहब ने कहा चेंज इज़ द डेवलपमेंट। छात्रों के साथ बात करने बाद मुझे उनका इंटरव्यू करने का मौका मिला। इंटरव्यू में भी उन्होंने यही दोहराया। इंटरव्यू पूरा करने बाद, अहमदाबाद आने तक मेरे दिमाग में इस बात ने गहरा असर डाला, चेंज इज़ द डेवलपमेंट। दूसरे दिन मैंने इलेक्ट्रॉनिक मीडिया में जाने का फ़ैसला ले लिया और उसके बाद में Etv गुजराती से जुड़ गया। इस एक वाक्य ने मेरी ज़िन्दगी बदल दी।

    “परिवर्तन ही विकास है”, यह बात मेरे जीवन में निरंतर मेरे साथ रही है। उसके सालों बाद मैं इलेक्ट्रॉनिक मीडिया से डिजिटल मीडिया में आया और फिर शिक्षा के क्षेत्र में भी काम किया, इस तरह निरंतर परिवर्तन ही मेरे विकास का मंत्र बन गया।

    आज भी मैं एक नए क्षेत्र में काम करने की तैयारी कर रहा हूँ। कलाम साहब को उनके जन्मदिन पर शत शत नमन।

  • સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું

    સાબરકાંઠા કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ, અશોકભાઈ પટેલે પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું

    નીરવ જોશી , હિંમતનગર  (M-7838880134 & 9106814540)

    લોકસભાની ચૂંટણીઓને હવે 100 દિવસથી પણ વધારે સમય નથી ત્યારે સાબરકાંઠામાં થોડીક નિષ્ક્રિય અને વિધાનસભામાં નબળા દેખાવને કારણે હતાશ થયેલી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં નવા વિચારો, કાર્યો અને જુસ્સો પ્રગટ કરવા માટે તેમજ લોકસભામાં નોંધપાત્ર દેખાવ કોંગ્રેસનું રહે તે માટે કેન્દ્રીય સમિતિ દિલ્હીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અશોક નાથાભાઈ પટેલની બે દિવસ પહેલા વર્ણી કરી હતી.

    આજરોજ અશોકભાઈએ ટાવર ચોક પાસે આવેલી કોંગ્રેસની ઓફિસમાં પદ ગ્રહણ કર્યું હતું.

    આજરોજ તા.19.2.2024 ને સોમવારના રોજ જીલ્લા કોંગ્રેસ સમિતિ હિમતનગર ખાતે નવ નિયુક્ત પ્રમુખશ્રી આશોકભાઈ.એન.પટેલ નો પદ ગ્રહણ સમારોહ યોજાયો.

    આ કાર્યક્રમમાં બાયડના પૂર્વ ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલ,પૂર્વ જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવત,પૂર્વ વિધાનસભાના પૂર્વ ઉમેદવારો કમલેશભાઈ પટેલ,રામભાઈ સોલંકી,બેચરસિંહ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઇમરાનભાઈ ઠાકોર,પૂર્વ કાર્યકારી પ્રમુખશ્રી ભરતસિંહ,પૂર્વ તાલુકા પ્રમુખશ્રી ચન્દ્રસિંહ,તાલુકા પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ,શહેર પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ ઠાકુર,સા.કાં ના તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ,શહેરપ્રમુખશ્રીઓ,તાલુકા પંચાયત વિપક્ષનેતાશ્રી અજમલસિંહ,ગુજરાતમાઈનોરિટીના મહામંત્રીશ્રી ટી.વી.પટેલ, નગરપાલીકા વિપક્ષનેતા ઇમરાન બાદશાહ,પૂર્વ શહેર પ્રમુખશ્રી પ્રિયવદન પટેલ,ઈશ્વરભાઈ દેસાઈ,સા.કાં.મહિલા પ્રમુખશ્રી જ્યોતિબેન,કમળાબેન,ઝાહેદાબેન,નગર પાલિકા તથા તાલુકા-જીલ્લા પંચાયતના સદશ્યશ્રીઓ,

    સેવાદળના મૂકેશભાઈ,કાર્યાલય મંત્રી મહેશભાઈ,સરપંચશ્રીઓ,પૂર્વ જિલ્લા સદસ્ય રાજુભાઇ ડોણ,મીડિયાના અશોકભાઈ લિલી,ઇશાકભાઈ શેખ,કુમાર ભાટ તેમજ સૌ ઉત્સાહી કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી, નવનિયુક્ત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલને ફુલહાર તેમજ બુકે આપી, ફટાકડા ફોડી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

    💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • 23 મો કારગિલ વિજય દિવસ, આ દિવસનો શું બોધપાઠ ભારતીયો લેશે?

    23 મો કારગિલ વિજય દિવસ, આ દિવસનો શું બોધપાઠ ભારતીયો લેશે?

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે 23 મો કારગીલ વિજય દિવસ છે. આજે સવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે અને આર્મીના ત્રણે પાંખના સર્વોચ્ચ વડાઓએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સપૂતોને નમન કર્યા હતા.

    કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના અપ્રતિમ શોર્ય અને બહાદુરીને યાદ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને કારગીલ વિજય દિવસના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વિજય દિવસ  અંગે પોતાની લાગણી પ્રગટ કરી હતી અને જવાનોને નમન કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુએ પણ ટ્વીટ કરીને કારગીલ વિજય દિવસની સમગ્ર દેશને યાદ દેવડાવી હતી.

     

    આજથી 23 વર્ષ પહેલા કારગિલ વોર કે યુદ્ધ લડાયું હતું જે ખરેખર કોઈ યુદ્ધ નહોતું પરંતુ ભારતીય સીમામાં ખાસ કરીને જમ્મુ કશ્મીરની દ્રાસ અને કારગીલની પહાડીઓ પર પાકિસ્તાન તેમજ આંતંકવાદીઓનો જે ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તેનો એક ભયાનક પ્લાન હતો તેને નિષ્ફળ બનાવ્યો હતો.

     

    ભારતીય સેનાના ગુપ્તચર ખાતાને સૌપ્રથમ ત્યાં  બકરીઓ ચરાવનારા ચરવાહા એટલે કે ભરવાડ જ્ઞાતિના કેટલાક લોકોએ પાકિસ્તાની ત્રાસવાદી અને જવાનોની શંકાસ્પદ હિલચલ તેમજ કબજા વિશે મે મહિના 1999 માં માહિતી આપી હતી. શરૂઆતમાં ગયેલી ટુકડીને તો પાકિસ્તાને બંધક બનાવીને ભારતીય જવાનોને કુરતાપૂર્વક માર્યા હતા અને પાંચ જવાનોની ભયંકર હાલત કરી હતી જેમાં કેપ્ટન કાલિતાનું ઉદાહરણ આજે પણ યાદ કરાતા ધ્રુજી જવાય છે. પાકિસ્તાનની ગદારીને વિગતે જાણ્યા બાદ બાદ તેને તરત જ પાઠ ભણાવો એ ભારત માટે અનિવાર્ય બની ગયું હતું અને તે સમયની તત્કાલીન બાજપાઈ સરકાર માટે ઈજ્જતના ધજાગરા થાય તેવો માહોલ સર્જાયો હતો. કારણ કે એ સમયે બાજપાઈની સરકારે પાકિસ્તાન સાથે મિત્રતા નો નવો અધ્યાય લખવાની ફાંકાબાજી કરી હતી અને પાકિસ્તાન ભારત ને ડફોળ બનાવીને સમગ્ર કારગીલ વિસ્તારમાં એના સૈન્ય અને તેમના ત્રાસવાદીઓ વડે પૂરેપૂરી રીતે ભારત લદાખથી વિખુટું પડી જાય તેવી રીતે ઘૂસણખોરી કરી અને પહાડીઓ પર પોઝિશનમાં ગોઠવાઈ ગયા હતા. આખું ભારતીય સૈન્ય ઊંઘતું ઝડપાયું હતું એવો મે મહિના, 1999 દરમિયાન ઘાટ સર્જાયો હતો.

    ભારતીય સેનાના ત્રણેય પાંખના જાંબાજ જવાનોએ સામે છાતીએ ગોળીઓ અને દારૂગોળાના પ્રહારોથી જરા પણ વિચલિત થયા વિના ભારતીય શોર્ય અને અપ્રતિમ સાહસનું પરિચય આપતા હોય તેમ બે મહિના સુધી યુદ્ધ લડ્યું હતું અને સમગ્ર વિસ્તાર જે અલગ અલગ પહાડીઓ પર પાકિસ્તાનના ત્રાસવાદીઓ અને પાકિસ્તાની સૈનિકોએ કબજો કર્યો હતો તેને ફરીથી ભારત તરફ અને ભારતના વિસ્તારો પાકિસ્તાની આંતકવાદી ના કબજાથી ખાલી કરાવ્યા હતા. ભારતીય સૈન્યના જવાનોએ બધી જ પહાડીઓ પર ભારતની ચોકીઓને પ્રસ્થાપિત કરી હતી. આમ સમગ્ર ઓપરેશન વિજય એ મેં અને જૂન એમ કુલ બે મહિના ચાલ્યું હતું ને જુલાઈની 14 એ પૂરું થયું હતું.

    26 જુલાઈ ઓપરેશન વિજયનો કારગિલ વિજય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી એ સમય તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ભોગે મા ભોમની રક્ષા કાજે શહીદો થયેલા જવાનોએ જે પણ અપ્રતિમ બલિદાન આપ્યું છે તે ક્યારેય પણ ભુલાશે નહીં. કુલ 528 જેટલા જવાનો શહીદ થયા હતા અને આશરે 3000 થી પણ વધારે સૈનિકો ઘાયલ થયા હતા.

    કારગિલ યુદ્ધ એ તત્કાલીન બાજપાઈ સરકારની પાકિસ્તાન સાથેની એક નિષ્ફળ વિદેશ નીતિનું પણ પુરાવો કે નમૂનો કહી શકાય કારણ કે એ સમયે તેઓ લાહોર ખાતે પહોંચનારી ભારતીય બસમાં બેસીને મુસાફરી કરીને પહોંચ્યા હતા અને એ સમયે ભારતના પીઠમાં ખંજર છુપી રીતે ભોંકતા હોય તે રીતે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની સરહદે ભારતની પહાડીઓ એટલે કે કારગિલની પહાડીઓ પર પોતાના ત્રાસવાદીને ઘુસાડતું હતું! જેની જરા પણ ગંધ ભારતીય ગુપ્તચર શાખા કે ભારતીય સેનાને આવી ન હતી….

    આમ ભારતીય સૈન્ય જે વિશ્વનું ખૂબ મોટું અને ખૂબ જ શિષ્ટ બુદ્ધ સૈન્ય કહેવાય છે તેને પણ દુશ્મનની આવી કુટીલ ચાલ વિશે કોઈ અણસાર કેમ ન આવ્યો તે એક મોટો પ્રશ્ન છે ???? એ વખતે અટલબિહારી બાજપાઈ મુશરફ સરકારની વાતોમાં આવીને દોસ્તારીનો અનોખો સંદેશ આપવા માટે દિલ્હીથી લાહોરની બસમાં પણ મુસાફરી કરીને વિશ્વ સમક્ષ પોતાની એક નવી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાકિસ્તાને કઈ રીતે ભારત ને છેતર્યું એ ગણતરીના મહિનાઓમાં સ્પષ્ટ થઈ ગયું.

    શું ઈતિહાસમાંથી આપણે બોધપાઠ લઈશું?

    એ શહીદ થયેલા જવાનોના પરિવારો ના સભ્યોના 23 વર્ષમાં કેવા હાલ થયા હશે?

    ભારતે આ યુદ્ધથી શું શીખ્યું એ પણ દરેક ભારતીય યાદ રાખવાની જરૂર છે. હંમેશા ભારત અને ભારતના કેટલાક મૂર્ખ , સરકારી બાબુઓની માયાજાળમાં પડેલા, અહંકારી તેમજ પોત પોતાની ખુશામતમાં રહેનારા રાજકારણીઓ અને તેમના વડે સર્જાયેલા રાજકારણને કે ગોટાળાઓ ને પરિણામે હજારો જવાનોને પણ પોતાના જીવ ખોવાનું વારો આવે છે એ આ કારગીલ વોર – વિષય અભ્યાસ કરીને જાણી શકાય છે.

    ભારતીય સૈન્યના શહીદો અને તેમના પરિવારના સભ્યોને શત શત નમન!

  • દેશની પ્રથમ આદિવાસી મહિલા ભારતની રાષ્ટ્રપતિ બની

    દેશની પ્રથમ આદિવાસી મહિલા ભારતની રાષ્ટ્રપતિ બની

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    દેશના 15 માં રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજના મહિલા દ્રોપદી મુરમુ ની પસંદગી થઈ છે. ખાસ કરીને જે રીતે ભાજપ વડે દેશની સર્વપ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનો પ્લાન થયો એને શરૂઆતથી જ ઘણું મોટું પાયે આવકાર મળ્યો, ના કેવલ ભાજપના સાથી પક્ષો વડે પરંતુ વિપક્ષમાં પણ આદિવાસી મહિલાને સર્વ પ્રથમ રાષ્ટ્રપતિ બનાવવાની અપીલ ઘણી કામ કરી ગઈ,બીજું એ કે દ્રૌપદી મોરમુ સૌથી વધારે સમય દલિત મહિલા નેતા તરીકે પણ ભારતીય રાજકારણમાં જાણીતા થયા છે, તેઓ ઓરિસ્સામાં ને રાજકીય નેતા તેમજ મિનિસ્ટર પણ રહ્યા છે અને ઝારખંડમાં ગવર્નર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ઓરિસ્સાના ગરીબ આદિવાસી સમાજમાંથી આવે છે. તેમણે અત્યંત ગરીબાઈમાં પોતાનું જીવન વિતાવ્યું હતું અને તેમના રાજ્યમાં તેમના ગામમાં તેઓ સર્વપ્રથમ ગ્રેજ્યુએશન કરનારા મહિલા હતા. આ ઉપરાંત બીજા પણ કેટલાક સર્વપ્રથમ રહેનારા આદિવાસી મહિલા તરીકે તેમને ઓળખ -આગવી ઓળખ મેળવી હતી.

    આજે દ્રોપદીના દિલ્લી ખાતેના નિવાસ સ્થાને અનેક રાજ્યોના કલાકારો આવીને ભારે ઉત્સાહથી દ્રોપદીના રાષ્ટ્રપતિ બનવાના પ્રસંગ પર રંગારંગ કાર્યક્રમ કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો  કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન મોદીએ દ્રૌપદી મૂરમુના ઘરે જઈને બુકે આપી અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા… બીજા અન્ય નેતાઓ પણ તેમના નિવાસ્થાને જઈને અભિનંદન આપી રહ્યા છે.આમ દ્રોપદી મોરમુ કેવળ સત્તાધારી પક્ષ નહીં પરંતુ વિપક્ષમાં પણ ખૂબ જ મોટા પાયે નેતાઓનું સમર્થન મેળવીને ખૂબ જ લોકપ્રિય રાષ્ટ્રપતિ બનશે તેવી આશા સેવાઈ રહી છે.