ટૅગ Prasad

  • સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

    સ્વામિનારાયણના નગરયાત્રા પ્રસંગે હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)p

    ભગવાન સ્વામિનારાયણ ની આજે ભવ્ય રથયાત્રા નગરી યાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. જે સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થળ – જમુના નગર થી નૂતન મંદિર તેમજ અલગ અલગ થોડો પર ભક્તોને દર્શનનો લાભ આપીને પાછી યજ્ઞશાળા પરત ફરી હતી હતી. આ ભગવાન સ્વામિનારાયણ ની નગરીયાત્રામાં ભગવાન સ્વામિનારાયણની ઘનશ્યામ સ્વરૂપ મૂર્તિ તેમજ રાધાકૃષ્ણ દેવની મૂર્તિ અને અન્ય રથોને સજાવવામાં આવ્યા હતા જેમાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર સંપ્રદાયના અનેક સંતો રથ પર સવાર હતા. માર પર હજારો હરિભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને આ મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નગરયાત્રા સ્વરૂપે સમગ્ર હિંમતનગર વાસીઓને દર્શનનો લાભ આપવા માટે સર્વ પ્રથમ વખત નૂતન મંદિર સુધી લઈ જવામાં આવી હતી જુઓ આ કાર્યક્રમની ઝાંખીઓ ફોટા સ્વરૂપે નિહાળો.

    નગરીયાત્રેથી આવ્યા બાદ સાંજે 5:00 વાગ્યાની આસપાસ ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપને પ્રાણ પ્રતિષ્ઠા ના મંત્રો વડે અનેક પ્રકારની પૂજાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને અનેક ઔષધી વાળા જળ જેમાં અનેક નદીઓના જળ તેમજ મંત્રોચ્ચાર વડે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અનેક સોળશી ઉપચાર પૂજા ની જેમ પ્રાણ પ્રતિષ્ઠા ની પૂજા માં સર્વપ્રથમ પાણીથી અભિષેક ત્યારબાદ ઘી અને મધથી અભિષેક અને ત્યારબાદ ધન્યધીવાસ માં મૂર્તિને સમગ્ર રાત રાખવામાં આવશે અને સવારના એટલે કે 13 નવેમ્બર ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર લઈ જવામાં આવશે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કાલુપુર મંદિર ગાદીના આચાર્ય કૌશલ્ય પ્રસાદ ના હસ્તે ઘનશ્યામ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
    આજની નગયાત્રા બાદ એક બાજુ ભાગવત સપ્તાહની થઈ હતી જ્યારે બીજી બાજુ 11 કુંડી હવન જે વિષ્ણુયાગના કહેવાય છે તેના વડે ત્રણેય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન વિધિ તરફ લઈ જવામાં આવી હતી. કાર્યક્રમના સાંજે હજારો ભક્તો પ્રસાદ માટે હિંમતનગરમાંથી ઉમટી પડ્યા હતા.

    સાચોદર,હિંમતનગર,અરોડા, ઈલોલ સાપાવાડા, નેત્રામલી, મણિયોલ લાલોડા, કાટવાડ તેમજ અન્ય ગામડાઓની આજુબાજુની ભગવાન સ્વામિનારાયણ સત્સંગી મહિલાઓએ આશરે 7000 જેટલા રોટલાઓ 50 જેટલા ચૂલા પર બનાવ્યા હતા. શાસ્ત્રી સ્વામી પ્રેમપ્રકાશના સત્સંગી હરિભક્તો ના માર્ગદર્શન હેઠળ બાજરીના રોટલા, રીંગણનો ઓળો, મિક્સ શાક, ખીચડી, કઢી, મરચા અને મૂળાનો પ્રસાદ સાંજે આપવામાં આવ્યો. આશરે 10 હજાર જેટલા માણસોએ પ્રસાદનું લાભ લીધો હતો. રાત્રે નવા સ્વામિનારાયણ મંદિરમાં લેસર સો અને આતિશબાજી કરવામાં આવી હતી. જે હરિભક્તોએ નિહાળી અને ધન્ય ધન્ય થયા હતા.

     

  • હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

    હિંમતનગરના મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઇ

    નીરવ જોષી, હિંમતનગર

    • હનુમાન મંદિરોમાં યજ્ઞ તથા પૂજાપાઠ યોજાયા
    • રામનવમીના શોભાયાત્રામા અશાંતિ સર્જાવા બાદ હનુમાન જયંતી શાંતિપૂર્ણ રીતે સમગ્ર હિંમતનગરમાં ઊજવાઈ ગઈ હતી.
    • જિલ્લા તંત્રે હાશકારો અનુભવ્યો. હજુ પણ અનેક સંવેદનશીલ સ્થળે પોલીસ બંદોબસ્ત યથાવત તેમજ અન્ય સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત યથાવત.

    શનિવારના રોજ રામ ભક્ત હનુમાન ની જન્મ જયંતી સમગ્ર હિંમતનગરના અનેક સ્થળે આવેલા હનુમાન મંદિરો મા ખૂબ ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવણી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત રવિવાર ના રોજ રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની કમનસીબ ઘટના બની હતી. પરિણામે વાતાવરણ છેલ્લા એક અઠવાડિયાથી તંગ હતું પરંતુ પોલીસની વધારાની ટુકડીઓ ની હાજરી ના પરિણામે હનુમાન મંદિરો ની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર શનિવારનો દિવસ હિંમતનગર શહેરના 15 થી પણ વધુ હનુમાનજી મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી અંતર્ગત પૂજાપાઠની, હનુમાન ચાલીસાના પાઠનું ,યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

    હિંમતનગરમાં આશરે ૧૫ થી પણ વધારે હનુમાન મંદિરો આવેલા છે.

    ધાણધા પાસે આવેલા હનુમાનજી મંદિર અને વકતાપુર સ્થિત હનુમાનજી મંદિરમાં સવારે હવનનું આયોજન કરાયું હતું .આ જ પ્રમાણે  ખાડિયા વિસ્તારના બાલા હનુમાન મંદિરે તેમજ મહેતાપુરા ના રામજી મંદિરના હનુમાન મંદિરે અને હાથમતી નદી કિનારે આવેલા હનુમાનજી મંદિર ખાતે પણ હવન અને હનુમાન ચાલીસાના પાઠનું ભાવ ભક્તિ પુર્વક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

    ભગવાન હનુમાનની મૂર્તિ ને ખુબ જ આકર્ષક રીતે સજાવવામાં આવી હતી. અનેક ફૂલ અને શૃંગાર થી હનુમાનજીને ભક્તિ ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. ટાવર ખાતે ચોકમાં આવેલા હનુમાનજી મંદિરે પણ દર્શન માટે ભકતોની ભીડ ઉમટી હતી.

    ખાડિયામાં બાલ હનુમાનના મંદિરે હવન તેમજ ભવ્ય પ્રસાદ ભંડારાનું આયોજન કરાયું.

    બાલા હનુમાન ટેમ્પલ, ખાડિયા ચાર રસ્તા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે પ્રસાદી પણ રાખવામાં આવી હતી જેનું આયોજન બાલ હનુમાન સેવા ટ્રસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી અમિતભાઈ રાવલ ઉપપ્રમુખશ્રી બીપીન ભાઈ પટેલ મંત્રીશ્રી દિપક દરજી તથા સભ્યો શક્તિસિંહ બડગુજર, ગોસ્વામી હીરાભાઈ પરમાર તથા અન્ય ભક્તોએ યથાયોગ્ય સેવામાં ફાળો આપ્યો હતો. હવન અને હનુમાન ચાલીસાના પાઠ બાદ સાંજના રોજ ભોજન પ્રસાદનો લાભ આશરે હજારથી પણ વધારે ભક્તોએ લીધો હતો જેનું આયોજન નજીકની સરકારી સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું . આગામી 30 મે ના રોજ બાલા હનુમાન ની બાજુમાં આવેલા શનિ મહારાજના મંદિરનો પાટોત્સવ ટ્રસ્ટીઓ વડે ધામધુમથી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.

    Email: joshinirav1607@gmail.com

  • જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે કફોડી!

    જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે કફોડી!

    નીરવ જોષી , હિંમતનગર

    આજે ગોપાષ્ટમી છે જે આવતીકાલે એટલે કે શુક્રવાર બપોર સુધી પણ ગોપાષ્ટમી તરીકે ઉજવાશે. આ દિવસ ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓમાં તેમજ સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહિમા વાળો છે કારણ કે આ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણ ગાયોને ચરાવવા માટે સૌથી પહેલા બાલ્યાવસ્થામાં ગોપાળ તરીકે ગાયોને લઇને ગોપાલકની જેમ ચરાવવા ગયા હતા. તેથી શ્રી હરિ ભક્તો અને ગૌ ભક્તો શ્રીકૃષ્ણને યાદ કરીને ગોપાષ્ટમી ઉજવે છે! હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા આસારામ આશ્રમમાં ગાયો માટે એટલે કે ઇડરની પાંજરાપોળ ની ગાયો માટે ખૂબ મોટા પાયે ઘઉની લાપસી બનાવવામાં આવી હતી અને આજે ગોપાષ્ટમી પર ગૌમાતાને અર્પણ કરાઇ હતી.

    ગોપાષ્ટમી એ ગાયોને યથાશક્તિ ઘાસચારાનું દાન અને ઘઉંની લાપસી તેમજ અન્ય ખાવાની સામગ્રીઓ ગાયોને પીરસવામાં આવે છે. કેટલાક લોકો ગૌશાળામાં પણ યથાશક્તિ દાન કરવા પહોંચી જાય છે. આજના સમયમાં ગૌ સેવા અને ગૌ સંસ્કૃતિને બચાવી અત્યંત જરૂરી છે કારણકે લોકો ભેંસ ના દૂધ તરફ વળ્યા છે અને ગાયનું સંવર્ધન કે પછી ગાયોની સેવા કરવી ખેડૂતોને પણ પસંદ નથી! આમ હિંદુઓ જ ગૌ સંસ્કૃતિને મહત્વ નથી આપી રહ્યા… પરિણામે ઘણા બધા શહેરોમાં ગાયો કચરો ખાતી જોવા મળે છે. દેશી ગાયોની હાલત ઘણી કફોડી જોવા મળી રહી છે એટલું જ નહીં દૂધ વધારે આપતી હોવાનું જર્સી ગાયો માં કારણ ધરી ને ઘણા બધા લોકો એચ એફ એટલે કે જર્સી ગાયને તબેલામાં વસાવવા લાગ્યા છે. ઘણા બધા રબારી લોકો જમીન ન હોવાના પરિણામે ગાયોને સોસાયટીઓમાં કચરો ખાવા માટે છૂટી મુકી દે છે આ ગાયો ટ્રાફિક ને લઈને અનેક સમસ્યાઓ સર્જે છે તેમજ કેટલીક વખત હિંસક બની જાય છે. આમ જોવા જઈએ તો ગાયનું કોઇ સાંભળનાર નથી અને જાણે ભગવાનનું ક્રોધ આ ગાયોની કફોડી હાલત જોઈને શું થશે એ હિન્દુ પણ વિચારતો નથી.

    આ બધામાં સૌથી મહત્વનો રોલ સરકારોનો છે જે ગૌચરની જમીન ઘણા ગામડાઓમાં અને નાના શહેરોમાં ખાઈ ગઈ છે.ભાજપ શાસનમાં ગૌચર ખૂબ મોટાપાયે દૂરઉપયોગ કે વેચી મારવામાં આવ્યું છે. દંભી ભાજપીઓના પ્રતાપે આપણી ગૌ સંસ્કૃતિનો પણ સર્વનાશ થઈ રહ્યો છે! આશા રાખીએ  કે ભગવાન શ્રીકૃષ્ણ આવા નાલાયક હિન્દુઓને સદબુદ્ધિ આપે! જય શ્રી કૃષ્ણ!

    Email: joshinirav1607@gmail.com