ટૅગ plants

  • કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134,  9106814540)

    કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

    કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ૧૭મા સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનિક,રાજપુર (નવા), હિંમતનગરનાં એન.એસ.એસ. યુનિટ દ્વારા ૭મી જુલાઈ, ૨૦૨૫ના રોજ વિશાળ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.


    આ કાર્યક્રમમાં રાજપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ભરતભાઈ શંકરભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. તેઓએ કામધેનુ યુનિવર્સિટી આયોજિત વૃક્ષારોપણની કામગીરી બિરદાવી હતી અને આવનારા સમયમાં રાજપુર ગ્રામ પંચાયત દ્વારા રાજપુરથી કામધેનુ યુનિવર્સિટીને જોડતા માર્ગની બંને બાજુ પર વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેઓએ પંચાયત તરફથી જરૂરી તમામ સહયોગ પૂરો પાડવા ખાત્રી આપી હતી. વૃક્ષારોપણ દરમિયાન કોલેજ પરિસરમાં હરિયાળી માટે ભારતીય મૂળના લીમડો, ગુલમહોર વગેરે જેવા ૧૦૦ છોડ રોપવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનિક,રાજપુર (નવા), હિંમતનગરનાં પ્રાધ્યાપક ગણ, સ્ટાફ તેમજ એનએસએસ સ્વયંસેવકોએ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને વૃક્ષોનું સંવર્ધન કરી સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો.

  • બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર ખાતે  બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના  ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની સમજ આપવામાં આવી હતી.  તેમજ પાકોના વાવેતરમાં આવતા રોગ,જીવાત અને તેને સાચવવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. આ એક દિવસીય તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે. એમ.પટેલ દ્વારા શહેરી વિસ્તારની બહેનોને અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

     

     આ કાર્યક્રમમાં આવેલ બહેનોને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે કચેરી દ્વારા કુંડા તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણ વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.વી .ગઢવી, અગ્રણી ડો.ચીમનભાઈ પટેલ, પ્રેમીલાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    બાગાયત ખાતા દ્વારા હિંમતનગર ખાતે દિવ્યાઞો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    તારીખ ૧૬/૦૭/૨૦૨૨ના રોજ જલારામ મંદિર હિંમતનગર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારના દિવ્યાઞ બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસે તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની તેમજ તેમાં આવતા રોગ જીવાત અને તેની રાખવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જે એમ પટેલ, મદદનીશ બાગાયત નિયામક દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુડા તેમજ 10 પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટા, મરચાં અને રીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં શ્રી જીગર પટેલ મદદનીશ બાગાયત નિયામક,શ્રી એ.વી .ગઢવી બાગાયત અધિકારી તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારી ઉપરાંત કૃતિકા બેન પટેલ, શી & વી સંસ્થા અમદાવાદ, જઞદીશભાઈ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

  • અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની તાલીમનું આયોજન કરાયુ

    અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની તાલીમનું આયોજન કરાયુ

    AVS બ્યુરો, હિંમતનગર  

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઉમા વિદ્યાર્થી ભવન ખાતે  નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક શ્રી ડી.એમ.પટેલ દ્વારા શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની સમજણ આપવામાં આવી હતી. તેમજ તેમાં આવતા રોગ જીવાત અને વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા  માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુંડા તેમજ ૧૦ પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટા, મરચાં, રીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મદદનીશ નિયામક શ્રી જીગર પટેલ, વિવિધ તાલુકાના બાગાયત અધિકારી,શ્રી રસિક પટેલ, માજી કોર્પોરેટર પ્રવીણભાઈ, કચ્છ સમાજ પ્રમુખ રસિકભાઈ, કચ્છી મહિલા મંડળ પ્રમુખ ચંદ્રીકાબેન ચોપડા તેમજ કચ્છી સમાજ મહિલા મંત્રી નીતાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.