ટૅગ Patosav

  • અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

    અરવલ્લી: ડેમઈ ખાતે એકલિંગજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    જય એકલિંગજી ! અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમઈ ગામે નદી કિનારે આવેલા એકલિંગજી મંદિરમાં સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ તેરસને મંગળવાર , તારીખ 21 5 2024 ના રોજ ઉજવવામાં આવ્યો. ડેમઈ ગામમાં ત્રિવેદી મેવાડા સમાજ મોટી સંખ્યામાં રહે છે જેથી અહીંયા સાત વર્ષ પહેલા નવનિર્મિત એકલિંગજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

     

    પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ગોપાલદાસ સોમેશ્વર મહેતાના પરિવારએ શુભ પ્રસંગ શોભાવ્યો હતો.

    એકલિંગજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના ચોયલા ,બાયડ, ડેમાઈ તેમજ અમદાવાદ અને વડોદરા જેવા શહેરમાં બ્રાહ્મણ બંધુએ લાભ લઈ ધન્યતા અનુભવી અને મહાદેવની ઉપાસના કરીને જીવન સુખમય બને તેવી સમગ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ માટે પ્રાર્થના કરી હતી.

     

     

     

    ઉલ્લેખનીય છે  કે સાબરકાંઠા અને અરવલ્લીના ત્રીવેદી મેવાડા બ્રાહ્મણ અગ્રણીઓ વડે આગામી ડિસેમ્બરમાં હોમાત્મક લઘુરુદ્ર નો ભાવ ભક્તિ ભર્યું આયોજન કૈલાશપુરી મંદિર, ઉદેપુર ખાતે થવાનું છે ત્યારે એમાં મોટાપાયે બ્રાહ્મણો પૂજા ઉપાસના માટે વધારે મોટી સંખ્યામાં એકત્રિત કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

  • હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો

    હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814640

    હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.

    40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું..

    ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના મહોત્સવમાં આર્યુવેદિક મેડિકલ કેમ્પ તેમજ ભગવાનના લગ્ન ગીતો અને ફટાણા નો સ્પર્ધા કાર્યક્રમ પણ બીજા દિવસે રાખવામાં આવ્યો હતો.

    જ્યારે ત્રીજા દિવસે માં આંબાની શોભા યાત્રા સમગ્ર મહાવીર નગર વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને પાંચ કુંડી હવન કરી સાંજે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

    મંદિરના મંત્રી દિનેશભાઈ સોનીએ માહિતી આપી હતી.

  • પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

    પોલો ગ્રાઉન્ડ વિસ્તારના કુંડવાડા મહાકાલી મંદિરનો 42 મો પાટોત્સવ ઉજવાયો

    નીરવ જોશી , હિંમતનગર (joshinirav1607@gmail.com)M-7838880134 

    સાબરકાંઠાના હિંમતનગરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ અને રાજવી પરિવાર વડે રાજવી પરિવાર જે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવેલું હતું તેનો પાટોત્સવ ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ ઉજવાઈ ગયો. મહાકાળી યુવક મંડળ એ ખૂબ ઉત્સાહથી 42 મો પાટોત્સવ મનાવ્યો હતો 16મી માર્ચના રોજ રાત્રે ભજન સંધ્યા અને 17મી એ મહાકાળી મંદિરનો પ્રાંગણમાં હવન તેમજ બપોરના શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી.

    દરેક મહાકાળી ભક્ત માનો દર્શન કરીને ધન્યતા અનુભવતો હતો!! ભૂતકાળમાં આઝાદી પહેલા આ મંદિર ખાસ રાજ પરિવાર માટે હતું. રાજ પરિવારની રાણીઓ અને રાજ પરિવારના બધા સભ્યો ખાનગી રસ્તે એટલે કે એક ભોયરું બનાવ્યું હતું તેના વડે આવીને આ મહાકાળી મંદિરના દર્શન કરતા હતા અને ત્યાં પરંપરાગત રીતે પૂજા થતી હતી!

    આ વિસ્તારમાં આવેલા ભક્તો વડે – પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલું આ મહાકાળી મંદિર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. હિંમતનગર માં રહેતા હિંમતનગર વાસીઓને પણ આ પ્રાચીન મંદિર વિશે ખબર નથી! હિંમતનગરમાં થી વહેતી હાથમતી નદીના કિનારે આ સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું જેનો સમય કદાચ 200 – 300 વર્ષ પહેલા હશે.

    કહેવાય છે ને કે ભગવાન માટે ભક્ત જ મહત્વનો છે! શુક્રવારના રોજ આ મંદિરમાં 42 મો પાટોત્સવ ખૂબ ભાવભક્તિથી ઉજવાયો હતો. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા હરેક હિંદુ ભાઈ બહેનોએ મહાકાળી માનો પાટોત્સવ ખૂબ શ્રદ્ધાથી ઉજવ્યો હતો તેમ જ તેઓની સાથે કેટલાક મુસ્લિમ પરિવારોએ પણ મહાકાળી માતાનો પ્રસાદ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી!

    જય માં મહાકાળી! સૌનું કલ્યાણ કરો. માં ભગવતી.

  • હિંમતનગરના વક્તાપુર મુકામે પાવાગઢ-મહાકાળી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

    હિંમતનગરના વક્તાપુર મુકામે પાવાગઢ-મહાકાળી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    આજરોજ મીની પાવાગઢ વક્તાપુર ખાતે મહાકાળી મંદિરનો 29 મો પાટોત્સવ ચંડી હવન સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વ ઉજવાયો હતો… 

    આખા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાકાળી માની સમક્ષ પુરા દિવસ નવચંડી હવન કરીને પાટોત્સવને ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવ્યો હતો અને પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે હિંમતનગર પાસે આવેલા વક્તાપુર ગામે પ્રવેશતાની પહેલા જ આજથી 29 વર્ષ પહેલે મહાકાળી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ની નજીક મા રોકડિયા હનુમાન મંદિર અને જૈન દેરાસર પણ આવેલ છે. મહાકાળી માં મંદિર સાથે સાથે મીની પાવાગઢ તરીકે ગબ્બર ટેકરી બનાવવા  બાજુમાં ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે આ સમગ્ર સ્થળ ભક્તોમાં તેમજ પ્રવાસીઓમાં લોકપ્રિય બન્યું છે દર વર્ષે અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ આ મહાકાળી મંદિર અને તેની આજુબાજુ બનેલા મીની પાવાગઢને જોવા આવે છે.