ટૅગ Muslims

  • મોબાઈલના એપના ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન!

    મોબાઈલના એપના ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન!

    સંકલન : નિરવ જોષી, અમદાવાદ (M- 7838880134)

    ચક્રવ્યૂહ માં ફસાયું યુવાધન!

    આપણાં *હિન્દુ સ્થાન* નાં હિન્દુ યુવાન દીકરા + દીકરીઓ ને અંધકાર તરફ ખેંચી જતું ષડયંત્ર કેમ કોઈ પારખી શકતું નથી ❓

     

    ઓનલાઇન *રમતો + ડેટિંગ* એપ દ્વારા યુવાઓ નાં મનમસ્તિક માં ભરડો લીધો છે. પહેલાં ક્રિકેટ નાં સટ્ટા નું સામ્રાજ્ય હતું. રૂપ રંગ બદલાય છે *સ્પા* માં કૂટણખાના વધી ગયા છે કેમ કે હપ્તા તેમનું સુરક્ષા કવચ છે.

    ચકચાર ૩૫ ટુકડા માં કપાઈ ગયેલી હિન્દુ દીકરી *શ્રદ્ધા* નો શિકાર કેવી રીતે થયો ?

    શ્રદ્ધા જેવી જે સ્વયં ને આધુનિક માને તેવી દીકરીઓ સોશિયલ મીડિયા જેવાકે ફેસ બુક + ટ્વીટર + ઈન્સ્ટાગ્રામ તો હવે જૂનું એટલેકે આઉટ ડેટેડ કહેવાય હવે તો *ડેટિંગ* એપ નો જમાનો તીવ્ર ગતિ થી વંટોળે ચગ્યો છે.

    આ *શ્રદ્ધા* અધર્મી મુસ્લિમ અત્યાચારી જોડે એક ડેટિંગ એપ થી જ જોડાયેલી હતી જેનું નામ *બમ્બલ* છે !!!

    આવી અનેકો એપ વર્તમાન માં સક્રિય છે. આવી એપ માં પ્રાઈવસી + સ્માર્ટ લોક ની સુવિધા હોવાથી નીડર બની જાય છે. આવી એપ ની ભરમાળ જોવી હોય તો ટ્રેન્ડી એપ માં *બેમ્બલ* + *ટિંડર* + *મેચ* + *અવર ટાઇમ* + *પ્લેન્ટી ઓફ ફિશ* + *હિંજ* + *ઓકેક્યુ5પાઈડ* જેવી અનેક એપ આપણાં યુવાધન નું બ્રેઈન વોસ કરે છે અને ભારતીય સંસ્કૃતિ થી અલગ કલ્ચર ને પ્રોત્સાહિત કરે છે.

    અને પરિણામ આપને *શ્રદ્ધા* નું જોયું. આ આફતાબ દ્વારા શ્રદ્ધા નાં ૩૫ ટુકડા ફ્રીઝ માં પડ્યા હતાં તે દરમિયાન ઘણી છોકરીઓ તેને મળવા આવતી હતી.

    થોડું કડવું લખું છું પણ જાગૃતિ માટે આ લખવું અનિવાર્ય છે. લગ્ન પહેલા કોઈ છોકરી પર પુરુષ સાથે એકાંતમાં રહવાનું શરૂ કરે તેને ભારતીય સમાજ સારી દ્રષ્ટિ થી નથી જોતો. હલકા શબ્દ માં તેને *રખાત + રખેલ* કહેવામાં આવે છે.

    મારી દ્રષ્ટિ એ *સાચો + પવિત્ર* પ્રેમ એજ કહેવાય કે લગ્ન પહેલાં શરીર સુખ થી દૂર રહે. જો સાચો પ્રેમ હોય તો કોઈ પ્રેમી *ફોટા + વિડિયો ક્લિપ* દ્વારા બ્લેકમેઇલ કરવાનો વારોજ ન આવે.

    બીજી એક અગત્યની વાત દરેક દીકરીઓ એ યાદ રાખવા જેવી એ છે કે કોઈ પણ સખો + સહેલી પાસે થી ચોકલેટ + કેટબારી + કોલ્ડ ડ્રીંક ન પીવું કે ખાવું. ઘણાં કિસ્સામાં સહેલી જ ફસાવી હોય છે.

    દરેક માતાપિતા ધ્યાન રાખે કે પોતાના બાળકો સ્માર્ટ ફોન નો દુરુપયોગ તો નથી કરતા ને ?

    હું તો કહું છું કે મોંઘો ફોન ન આપો. અને જરા પણ સંકા થાય તો માતા પિતા એ જ તે ફોન નાં અસ્તિત્વ નો અંત લાવી દેવો.

    જય શ્રી કૃષ્ણ..
    ભારત માતા કી જય…
    વન્દે માતરમ્…

  • શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો

    શિયા મુસ્લિમોએ મહંમદ પયગંબરનો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવ્યો

    નીરવ જોષી , હિંમતનગર

    (joshinirav1607@gmail.com)

    આજે ઈદે મિલાદ ઉન નબીના પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના જાદર ગામ પાસે આવેલ જેઠીપુરા ગામે જશને યાસીન કાર્યક્રમનું ખુબ સુંદર અને યાદગાર આયોજન જેઠીપુરાના શિયા સમુદાયના યુવકો,વડીલો અને મહિલાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમ જેઠીપુરાના ઇમામવાડા પાસે આવેલા મેદાનમાં શિયા સમુદાયના ઇસ્લામ ધર્મ પ્રદર્શન સાથે આયોજિત કરવામાં આવ્યું હતું.

     

    ઉલ્લેખનીય છે કે મહંમદ પયગંબર સાહેબના જીવન તેમજ તેમના જન્મદિવસ અંગે શિયા અને સુન્ની સમુદાયના મુસ્લિમો બે અલગ અલગ દિવસે મિલાદુન્નબીનો તહેવાર ખૂબ ભાવ,ભક્તિ અને શ્રદ્ધાથી મહંમદ પયગંબરને તેમજ તેમના વંશ વારસઓને યાદ કરીને, કથા કરીને તેમજ ઇસ્લામ ધર્મના મૂળ ધર્મગ્રંથ- કુરાનની આયતોનો પાઠ કરીને ઉજવે છે.

    મિલાદ ઉન નબી સમગ્ર વિશ્વમાં સુન્ની સમુદાય વડે 12 રબીઉલ અવલ ના રોજ મનાવવામાં આવે છે. શિયા સમુદાય એક અઠવાડિયા બાદ 17મી રબીઉલ અવલના રોજ મનાવે છે. જે મુજબ આજરોજ રવિવારે તારીખ 24 સપ્ટેમ્બરે હતું. જાદર પાસે આવેલું જેઠીપુરા ગામ શિયા સમુદાયના મુસ્લિમોનું આદર્શ અને અનેક સુવિધાસજ્જ સાક્ષર ખેડૂતો ની વસ્તી ધરાવતું ગામ છે.

    ઈમામવાડા પાસે આયોજિત કરવામાં આવેલા ધર્મ પ્રદર્શનમાં મહંમદ પયગંબરજીના જીવન પ્રસંગો અને તેના અલગ અલગ તબક્કાઓ અંગે ખૂબ ગહનતાથી અને વિશ્લેષણ કરીને તેમના જીવનના પ્રસંગો અલગ-અલગ બેનર્સ વડે દર્શાવવામાં આવ્યા હતા.

    કોઈ બિનમુસ્લિમ પણ આ પ્રદર્શનમાં આવે તો તે ઇસ્લામના ઇતિહાસ અને મોહમ્મદ પયગંબરના જીવન વિશે વિગતે જાણી શકે કેટલું વિસ્તૃત બેનર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.

    આ પ્રદર્શનમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.પુરુષોની મુલાકાત બાદ આશરે હજાર થી વધારે ગામની તેમજ આસપાસના ગામોમાંથી આવેલી મહિલાઓએ પ્રદર્શનમાં શ્રદ્ધાથી ભાગ લીધો હતો અને પ્રદર્શન નિહાળીને ધર્મ અંગે વિસ્તૃત માહિતી આત્મસાત કરી હતી.

    જેઠીપુરા ગામે મકતબા અલવિયા રિસર્ચ સેન્ટર એ મકતબા જાફરીયા, સિધ્ધપુર દ્વારા પ્રેરિત છે જેનો ઉદ્દેશ્ય ગામના ભાઇઓ અને બહેનોમાં જ્ઞાનમાં તેમજ તેમની કેરિયરમાં માહિતીનો વધારો થાય તેવો છે. જેઠીપુરાના ભાઈઓ-બહેનો અહીં આવેલી પુસ્તકાલયનો લાભ લઈને ધર્મ તેમજ પોતાને કેરિયર અંગે અલગ-અલગ પુસ્તક નો લાભ મોટા પાયે લાભ લે છે.

    મોહમ્મદ પેગમ્બર ના જન્મદિન નિમિત્તે જેઠીપુરા શિયા સમુદાય દ્વારા કોવિડ-19 નિયમનું પાલન કરી ઘરે ઘરે ભોજન સમારંભનું ભાથુ પહોંચાડવામાં આવ્યું હતું.આમ સમગ્ર દિવસ નું આયોજન શિયા સમુદાય ખૂબ જ શ્રદ્ધા અને ઈબાદતથી કરીને સમગ્ર ગામના લોકોને ઉત્તમ તહેવારની યાદગાર ઉજવણીનો નો અનુભવ કરાવ્યો હતો.