ટૅગ MLA

  • સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

    સાબરકાંઠા: કયા મંત્રી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરાવશે

    નીરવ જોશી , હિંમતનગર( M-7838880134,  josnirav@gmail.com)

    સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે

    જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે

    જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે અને એનાથી સાબરકાંઠાને શું લાભ થયો છે એની પાઠશાળા અલગ અલગ સ્વરૂપે ઉજવણી કરીને લોકોને જણાવી રહી છે એના અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે.

    સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગ રાજ્ય કક્ષા મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે.  તા. ૫  જુલાઈ ૨૦૨૨ ના મંગળવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે થી થશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડર ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ, પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય શ્રી રમણલાલ વોરા, જી.યુ.ડી.સી. ડાયરેક્ટર શ્રી જે. ડી. પટેલ ઉપસ્થિત રહેશે.

    આ કાર્યક્રમ અંતર્ગત ૫૦૩૮ લાભાર્થીઓને રૂ.૩,૭૮,૫૫,૯૫૪ની સાધન સહાય ચૂકવવામાં આવશે.

    આ સાથે રૂ. ૧૦,૧૪,૬૪,૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા ૩૬૯ જાહેર કામોના લોકાર્પણ કરવામાં આવશે. તેમજ  વિકાસના ૪૧૯  કામોનું જેનો અંદાજિત ખર્ચ રૂ.૬,૫૮,૪૯,૨૦૧ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ આવનારા સમયમાં નવા વિકાસના ૧૪૭ કામો અંદાજીત રૂ.૨,૫૨,૩૨,૬૪૨ના ખર્ચે થશે જેની જાહેરાત કરવામાં આવશે.

  • ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

    ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

    નીરવ જોષી, ગાંધીનગર

    ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ આપ્યો છે. ગુજરાતના નાથ બનવાના નીતિન પટેલના તેમજ અન્ય ચર્ચાતા સંભવિત મુખ્યમંત્રી પદના દાવેદાર નેતાઓના સપનાઓ ચકનાચૂર બની ગયા છે. ગઈકાલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું અને તેના ૨૪ કલાક બાદ એકદમ અણધાર્યું અને અનપેક્ષિત એવું ઘાટલોડિયાના વર્તમાન ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની વરણી ભાજપની નવી રણનીતિ ના ભાગરૂપે એક જાહેરાત થઈને આવી છે. ભુપેન્દ્રભાઈ પટેલ જેઓ ભાજપના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ વર્તમાન સમયમાં ખૂબ જ લો પ્રોફાઇલ ધરાવતા તેમજ AUDAના ચેરમેન રહી ચૂકેલા અને AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂકેલા છે. વડીલ જેવા લાગતા અને આનંદીબેનના ગ્રુપના કહેવાતા ભુપેન્દ્રભાઈ પટેલ હવે દિલ્હી દરબારના નરેન્દ્ર મોદીની પસંદગી બની ને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 17 મહિના માટે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે…

    ઉલ્લેખનીય છે કે આ નવા કંઈ તદ્દન અનઅપેક્ષિત મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાદુગરી કરીને કોથળામાંથી બિલાડું કાઢી નાખ્યું હોય તેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો નવો ચહેરો જાહેર થયો છે!

    પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓનો સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ છે કે શું આ નવો સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભાજપની નૌકાને વિજયશ્રીની વરમાલા વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પહેરાવી શકશે કે નહીં? શિક્ષિત ગુજરાતી અને કોરોના ની મહામારી થી ત્રાસી ગયેલ  ગરીબ અને મધ્યમવર્ગીય ગુજરાતીઓને રાહતનો શ્વાસ કે નવી લાગણીઓ આપી શકશે???

    જે રીતે કોરોનાના સમયમા અસ્તવ્યસ્ત મેનેજમેન્ટ અને સરકારી ઇજારાશાહી ચાલી  તેને લઈને ભાજપના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.

    ટૂંકમાં ભાજપ દ્વારા ગુજરાતમાં સીએમને બદલવાની કવાયત હાઈપ્રોફાઈલ 24 કલાકના અતિ ઉત્તેજનાસભર નાટક સાથે પૂરી થઈ છે. સાથોસાથ સાડા છ કરોડ ગુજરાતીઓ માટે નવા પ્રયોગ અને પરિવર્તનનો તેમજ ઝુમલી બાજ સરકારનો દોર જોવા માટે સવા વર્ષ જેટલો સમય ભાજપે ભુપેન્દ્ર પટેલ rupee મોટો જુગાર ખેલ્યો છે એમ પણ કહી શકાય.

  • દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ ૧૦ સફળ મહિલાઓની યાદી

    દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ ૧૦ સફળ મહિલાઓની યાદી

    •બનાસકાંઠાની આ મહિલાઓ “કોન બનેગા કરોડપતિ” થકી નહિ પણ પશુપાલન થકી બની કરોડપતિ

    • બનાસડેરી સાથે જોડાઈને ગામડાની આ મહિલાઓએ કરી ૧ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી!, જાણો કઈ રીતે.
    • દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ ૧૦ સફળ મહિલાઓની યાદી.

    ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે ગુજરાતના એક ખૂણામાં વસેલ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાયમાં કરેલ ઝડપી પ્રગતિએ ભારત દેશ અને વિશ્વને વિચારમુગ્ધ કરી દૂધ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર બન્યો છે. જિલ્લાની અભણ મહિલાઓ સાથે ડિગ્રી ધરાવતી મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરી લાખોની કમાણી કરતી થઇ છે. ત્યાના પશુપાલકોનું જીવનધોરણ તેજીને ટકોરે આગળ વધી રહ્યું છે, જેની પાછળ ચેરમેન શંકર ચૌધરીનું સફળ નેતૃત્વ મહત્ત્વનું પરિબળ બનીને ઊભરી આવ્યું છે.

    બનાસડેરી સાથે સંકળાઈને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં સૌથી વધુ દૂધ વેચીને વિક્રમજનક આવક પ્રાપ્ત કરનાર બનાસકાંઠાની ૧૦ લાખોપતિ ગ્રામીણ મહિલા પશુપાલકોના નામની યાદી બનાસડેરીએ જાહેર કરી છે. જિલ્લા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ૧૦ ને “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી” અંતર્ગત અને દરેક તાલુકા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ત્રણ મહિલાઓને “બનાસ લક્ષ્મી” અંતર્ગત ઇનામ આપવામાં આવે છે. આ મહિલાઓએ વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ વેચીને વર્ષના ૧ કરોડ રૂપિયા સુધીની કમાણી કરીને સ્ત્રી-શક્તિની તાકાત અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ વિશ્વને બતાવી દીધું છે.

    વર્ષ ૨૦૨૦-૨૧ માં કરોડો સુધીની કમાણી કરનાર બનાસડેરીની ટોપ ૧૦ મહિલા પશુપાલકો

    1. ચૌધરી નવલબેન દલસંગભાઇએ ૨.૫૨ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૧ કરોડથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
    2. ચાવડા હંસાબા હિમંતસિંહએ ૨.૮૧ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૭૭.૮૦ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
    3. રબારી દેવિકાબેન પુનમભાઈએ ૧.૯૫ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૭૨.૮૯ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
    4. ચૌધરી સેજીબેન વજાજીએ ૨.૧૯ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૭૧.૮૫ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
    5. સાલેહ મૈસરાબેન અમીનજીએ ૧.૩૬ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૬૭.૨૮ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
    6. ચૌધરી મધુબેન વિરજીભાઈએ ૨.૧૧ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૬૦.૪૫ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
    7. રાજપૂત કેશીબેન ગુલાબસિંહએ ૨.૦૯ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૫૮.૬૪ લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
    8. વાગડા કેશીબેન વાલાભાઈએ ૨.૧૪ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૫૭.૮૬ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
    9. લોહ ગંગાબેન ગણેશભાઇએ ૧.૬૬ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૫૩.૬૨ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
    10. રાજપૂત મધુબેન ચંદનસિંહએ ૧.૭૮ લાખ કિ.ગ્રામ દૂધ વેચીને ૪૬.૪૦ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
    (ગાય અને ભેંસના દુધના ફેટ આધારિત પૈસા ચુકવાયા છે એટલે માટે જ અમુક મહિલાઓએ ઓછું દૂધ ભરાવ્યું છે પણ ફેટના કારણે વધુ પૈસાની કમાણી કરી છે.)
    આ ઉપરાંત બનાસડેરી દ્વારા બનાસકાંઠાના દરેક તાલુકામાં પ્રથમ ત્રણ સૌથી વધુ દૂધ ભરાવીને કમાણી કરનાર મહિલાઓને પ્રમાણપત્ર સાથે ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દૂધ ઉત્પાદન કરીને કરોડો સુધીની કમાણી કરતી બનાસકાંઠાની આ મહિલાઓ શ્વેતક્રાંતિ થકી મેદાન મારી રહી છે. મહિલાઓ પશુપાલન વ્યવસાય દ્વારા દર મહિને ૪-૭ લાખ સુધીની આવક મેળવે છે. જીવનમાં પૈસા અને નામ કમાવવા માટે મોટી ડીગ્રી અને લાયકાતની જરૂર પડે છે તેવી માન્યતાને આ મહિલાઓએ ખોટી પાડીને આજના ભણેલા-ગણેલા ડીગ્રીઓ ધરાવતા યુવાનોને પ્રેરણા પુરી પાડી છે સાથે સાબિત કર્યું કે મહેનત અને ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ અશક્ય કામને શક્ય કરી શકે છે.

    વિશ્વમાં ડેરીઓ તો બહુ બધી છે પણ જો સૌથી વધુ દૂધના ભાવ સાથે સૌથી વધુ નફો પશુપાલકોને કોઈ આપતી હોત તો તે બનાસડેરી છે. બનાસડેરીના સક્ષમ નેતૃત્વના કારણે આજે ડેરી સાથે જોડાયેલી મહિલા પશુપાલકો લાખો કમાણી કરતી થઇ, પોતાની કિસ્મત અને પરિવારની આર્થીક સ્થિતિને બદલવા સક્ષમ બની સાથે અન્ય લોકોને રોજગાર આપતી પણ થઇ છે. સંઘના આદ્યસ્થાપક સ્વ.ગલબાકાકાનું સપનું હતું કે “જિલ્લાની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે” તે સ્વપ્ન આજે ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે.


    બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે પશુપાલન એ કૃષિ સાથે સંકળાયેલો વ્યવસાય છે. જો ખેડૂતોને કૃષિમાં નિષ્ફળતા મળે તો તેઓ પશુપાલન થકી સરભર થઇ શકે છે.